Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મિશ્રિતા (૫) અજીવ મિશ્રિતા (૬) જીવાજીવ મિશ્રિતા (૭) અનન્ત મિશ્રિતા (૮) પ્રત્યેક મિશ્રિતા (૯) અદ્ધામિશ્રિતા (૧૬) અને અદ્ધદ્ધા મિશ્રિતા.
તેમનું સ્વરૂપ આ રીતે છે
(૧) ઉત્પન્નમિશ્રિત્તા–અનુત્પન્નેની સાથે, સંખ્યાની પૂર્તિને માટે જેમાં ઉત્પન્ન મેળવી દેવાય, તે ઉત્પન્ન મિશ્રિતા ભાષા સત્યા મૃષા કહેવાય છે. જેમ કેઈ ગામ કે નગરમાં ઓછા કે વધારે બાળકોને જન્મ થવા છતાં પણ એમ કહેવું કે–આજ આ નગરમાં દશ બાળકે ને જન્મ થયે છે. આવા પ્રકારની ભાષા ઉત્પન્ન મિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે.
(૨) વિગત મિશ્રિતા–વિગતને અર્થ છે મૃત અને જે મૃત ન હોય તે અવિગત છે. અવિગતેની સાથે સંખ્યાની પૂતિના હેતુ જેમાં વિગત અર્થાત વિગતે ને મેળવી દેવાય તે ભાષા વિગત મિશ્રિતા સત્યમૃષા કહેવાય છે. જેમ પહેલાની જેમ કે ગામ કે નગરાદિમાં ન્યૂન અગર અધિક, વૃદ્ધ જનેના મરણનાં એમ કહેવું કે આજ આ નગરમાં ૧૨ ઘરડાઓ મરી ગયા. આ ભાષા વિગત મિશ્રિતા સત્યામૃષા ભાષા કહેવાય છે.
(૩) ઉત્પન્ન વિગત મિશ્રિતા–જન્મ અને મરણ બનેની સંખ્યા નિયત હોય ત્યારે પણ તેમાં ગડબડ કરીને કહેવું તે ઉત્પન્ન વિગત મિશ્રિત સત્યા મૃષા ભાષા કહેવાય છે કેમકે ઉત્પન્ન અને મૃતોની સંખ્યા તે નકકી છે પણ તેમાં બીજી કહેવાય છે.
(૪) જીવમિશ્રિતા–તથા શંખને એવે સમૂહ હોય કે જેમાં ઘણું જીવિત હોય અને કેટલાક મૃત હોય તેવા એક સમૂહને જઈને કહેવું કે “કેટલે મોટો જીવ સમૂહ છે આ પણ મિશ્રિતા સત્યા મૃષા ભાષા છે, કેમકે આ ભાષા જીવિત શંખની અપેક્ષાએ સત્ય છે અને મૃત શંખેની અપેક્ષાએ મૃષા છે. આ રીતે આ જીવ મિશ્રિતા ભાષા છે.
(૫) અજીવ મિશ્રિતા–ઘણા મૃતકે અને કેટલાક કવિતાનો એક સમૂહ કર્યો હોય એવા શંખ વિગેરેને જોઈને કહેવું કે કેટલે મોટો મૃતકોને સમૂહ છે. આ પ્રકારની ભાષા અજીવમિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે. કેમકે આ ભાષા પણ મૃતકેની અપેક્ષાએ સત્ય અને જીવિતની અપેક્ષાએ અસત્ય છે.
(૬) જીવાજીવ મિશ્રિતા–એજ પૂર્વોક્ત સમૂહને જોઈને “એમાં આટલા મૃતક છે, આટલા જીવિત છે. એ પ્રકારે નકકી કરીને સંખ્યામાં વિસંવાદ હોવા છતાં કહેવું તે જીવા જીવ મિશ્રિતા ભાષા છે, એમાં નકકી સંખ્યા કહેવી તે મૃષા છે, પણ છે અને અજીવની વિદ્યમાનતા સત્ય છે, તેથી આ જીવાજીવમિશ્રિતા સત્યા મૃષા ભાષા છે.
(૭) અનતમિશ્રિતા-મૂળા, ગાજર આદિ અનન્તકાય કહેવાય છે. તેમની સાથે કેટલાક પ્રત્યેક વનસ્પતિકાયિક પણ ભળેલા હોય. આવી સ્થિતિમાં તે કહે છે કે-“આબધા અનન્ત કાયિક છે આ ભાષા અનન્ત મિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે
(૮) પ્રત્યેક મિશ્રિતા--પ્રત્યેક વનસ્પતિકાયને સમૂહ અનન્તકાયિકની સાથે ઢગલે કરી રાખ્યું હોય. તેને જોઈને કહેવું કે “આ બધા પ્રત્યેક વનસ્પતિ છે. આ પ્રકારની ભાષા પ્રત્યેક મિશ્રિતા સત્યા મૃષા ભાષા છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧૧