Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કઈ પણ સમયે સર્વથા વિનાશ નથી જ થતું, અને સદા એક જ રૂપે રહે છે. કહ્યું પણ છે-જે પરિણામના વાસ્તવિક સ્વરૂપને જાણે છે. તે દ્રવ્યના એક પર્યાયથી બીજા પર્યાયમાં જવું તે જ પરિણામ માને છે, કેમકે દ્રવ્યનું સર્વથા અનવસ્થાન નથી હોતું અને સર્વથા વિનાશ પણ નથી થતે છે ૧ |
એ પ્રકારે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સત પદાર્થ જ વિવિધ અવસ્થાઓને ધારણ કરતા રહે છે, એ જ પરિણામ છે. પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ પૂર્વવત સત્યપર્યાયની અપેક્ષાએ વિનાશ થવો અને ઉત્તર કાલીન અસત પર્યાયની અપેક્ષાએ પ્રાદુર્ભાવ થી પરિણામ કહેવાય છે. કહ્યું પણ છે–સત્ પર્યાયની અપેક્ષાએ વિનાશ થાય છે અને અસત્ પર્યાયની અપેક્ષાથી પ્રાદુર્ભાવ થવો પર્યાયાર્થિક નયની અપેક્ષા થી દ્રવ્યોના પરિણામ માનેલાં છે કે ૧ છે
શ્રી ભગવાન ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તર આપતાં કહે છે- હે ગૌતમ પરિણામ બે પ્રકારનું કહ્યું છે-જીવ પરિણામ અને અજીવ પરિણામ તેમાથી જીવનું પરિણામ પ્રાયોગિક જનિત હોય છે અને અજીવનું પરિણામ (સ્વાભાવિક) હોય છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–ભગવન્! જીવના પરિણામ કેટલા પ્રકારના કહેલાં છે?
શ્રી ભગવાન-હે ગતમજીવના પરિણામ દશ પ્રકારના કહેલાં છે તે આ પ્રકારે છે
(૧) ગતિ પરિણામ (૨) ઈન્દ્રિય પરિણામ (૩) કષાય પરિણામ (૪) લેશ્યા પરિણામ (૫) યોગ પરિણામ (૬) ઉપગ પરિણામ (૭) જ્ઞાન પરિણામ (૮) દર્શન પરિણામ (૯) ચારિત્ર પરિણામ (૧૦) વેદ પરિણામ. (૧) ગતિપરિણામ-નરકગતિ નામકર્મ આદિના ઉદયથી જેની પ્રાપ્તિ થાય તે ગતિપરિણામ.
(૨) ઈન્દ્રિય પરિણામ–ઈદન અર્થાત્ જ્ઞાન રૂપ પરમ ઐશ્વર્યના વેગથી આત્મા ઈન્દ્ર કહેવાય છે, અથવા “હે દૃત્તિ રૂ!' અર્થાત્ જીવ, જે ઈન્દ્રને હોય તે ઈન્દ્રિય, અહીં ઈન્દ્ર શબ્દથી “’ પ્રત્યયને નિપાત થયો છે આત્માનું ઈન્દ્રિય રૂપે પરિણમન ઈન્દ્રિય પરિણામ કહેવાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૮૦