Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રદેશની પંક્તિ શ્રેણિ કહેવાય છે. લેકને ઘનાકાર કરવાથી તે સાત રજુ પ્રમાણ આ પ્રકારે થાય છે–સપૂર્ણ લેક ઉપરથી નીચે સુધી ચૌદ રજજુ છે. તેને વિસ્તાર નીચે કિંચિત્ ઓછા સાત રજજુ છે, મધ્યમાં એક રાજુ છે, બ્રહ્મલેક નામક પાંચમા દેવલોકની જગ્યાએ, બિલકુલ મધ્ય ભાગમાં પાંચ રજુ છે. અને ઊપર જ્યાં લેકને અંત થાય છે, ત્યાં એક રજજુ વિસ્તાર છે. રજજુનું પરિમાણ સ્વયંભૂરમણ સમુદ્રની પરતરવર્તી પૂર્વ વેદિકાના અંતથી આરંભ કરીને તેની પરની વેદિકા સુધી સમજવું જોઈએ. લેકની આ લંબાઈ પહોળાઈ છે અને લેકના આકાર અને હાથ કેડે રાખીને નાચતા નટના સમાન છે. હવે પોતાની કલ્પનાથી ત્રસ નાડીના દક્ષિણ ભાગવતી અધોલેકના ખંડને, જે નીચેથી કંઈક ઓછા ત્રણ રજજુ પ્રમાણ છે અને સાત રજજુથી કાંઈક અધિક ઊંચા છે, એને લઈને ત્રસ નાડીના ઊપર પાશ્વમાં ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઊપર કરીને રાખવામાં આવે એની પાછળ ઊર્વ લેકમાં ત્રણ નાડીના ભાગવતી કૂપરના આકારના જે બે ખંડ છે, જે દરેક કાંઈક ઓછા સાડા ત્રણ રજજુના હોય છે, તેમને આપણી કલપનાથી લઈને ઉલટાવી ઉત્તર પાર્શ્વમાં રાખી દેવા એમ કરવાથી નીચેના લેકાઈ કાંઈક ઓછા ચાર રજજુના વિસ્તારવાળા તેમજ કાંઈક અધિક સાત રજજુ વિસ્તારવાળા ઊંચા થઈ જાય છે. પછી ઊપરના ઊર્ધ્વ ભાગને બુદ્ધિ દ્વારા ગ્રહણ કરીને નીચેના અધ ભાગને ઉત્તર પાર્થમાં રાખી દેવાય. એમ કરવાથી કાંઈક અધિક સાત રજજુ ઊંચા અને કાંઈક ઓછા સાત રજજુ વિસ્તારવાળા ઘન બની જાય છે. સાત રજજુના ઊપર જે અધિક હોય છે, તેને ઉપર નીચે લાંબા ભાગને ઉત્તર પાર્શ્વમાં મેળવી દેવા એમ કરવાથી વિસ્તારમાં પણ પૂરા સાત રજુ થઈ જાય છે. એ પ્રકારે ઘનાકાર બનાવાય છે. ઘનાકાર બનાવેલા લેક સાત રજજુ પ્રમાણ થઈ જાય છે. જ્યાં ઘનવથી સાત જજુના પ્રમાણની પતિ ન થાય. ત્યાં કલ્પનાથી પૂતિ કરી લેવી જોઈએ. અન્યત્ર જ્યાં કયાંય પણ શ્રેણી અથવા પ્રતરનું ગ્રહણ કરાય, ત્યાં બધે પૂર્વોક્ત રીતીથી ઘનીકૃત સાત રજજુ પ્રમાણ લેકની શ્રેણી અગર પ્રસ્તર સમજવા જોઈએ.
હવે મુક્ત વિક્રિય શરેરાના દારિક શરીરના રામાન પ્રતિપાદન કરવાને માટે કહે છે-પૂર્વોક્ત બદ્ધ અને મુક્ત કિય શરીરમાંથી જે મુક્ત વૈક્રિય શરીર છે, તેઓ અનન્ત છે. તેમની અનન્તતા પૂર્વોક્ત ઔદારિક શરીરના સમાન સમજવાને માટે કહ્યું છે, અનન્ત ઉત્સપિણિયે તેમજ અવસપિયમાં તેમનું અપહરણ થાય છે, અર્થાત્ એ બને કાળના એક એક સમયમાં એક એક વૈક્રિય શરીરનું અપહરણ કરાય તે સમસ્ત મત વૈક્રિય શરીરના અપહરણ થાય છે. તેનું તાત્પર્ય એ થયું કે અનંત ઉત્સપિણિ અને અવસર્પિણમાં જેટલો સમય થાય છે. તેટલા અનન્ત અહીં ગ્રહણ કરવા જોઈએ. અર્થાત મુક્ત વિક્રિય શરીરના પ્રમાણ એટલાં જ છે. એ પ્રકારે જેવા મુક્ત ઔદારિક શરીરેના પ્રમાણુ કહ્યાં છે. તેવાજ મુક્ત વ ધ શરીરેના પણ પ્રમાણુ સમજી લેવાં જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧પ૬