Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે આહારક શરીરના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! આહારક શરીર કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! આહારક શરીર એ પ્રકારના કહ્યા છે-ખદ્ધ અને મુક્ત તેમાંથી અદ્ધ આહારક શરીર કદાચિત્ હાય છે કદાચિત્ નથી હાતાં. કેમકે આહારક શરીરના વિરહ કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસના છે. કહ્યુ પણ છે આ લેકમાં આહારક શરીર કદાચિત્ નથી પણ હાતાં, જો નથી હાતાં તે જઘન્ય એક સમય સુધી નથી હાતાં અને ઉત્કૃષ્ટ છ માસ સુધી નથી હાતાં ।। ૧ ૫ યદિ આહારશરીર હાય છે તેા જઘન્યથી એક એ અગર ત્રણ હાય છે. અધિકથી અધિક હોય તા સહસ્ર પૃથકત્વ અર્થાત્ બે હજારથી લઈને નૌ હજાર સુધી હાય છે.
મુક્ત આહારક શરીર મુક્ત ઔદારિક શરીરના સમાન છે, તે બતાવવા માટે કહે એમને પ્રકારના આહારક શરીશમાં જે મુક્ત આહારક શરીર છે, તે અનન્ત છે. જેમ મુક્ત ઔદ્યારિકના આહારક શરીર અનન્ત કહેલાં છે. તેમજ મુક્ત આહારકના મુક્ત શરીર પણ અનન્ત કહેવાં જોઇએ.
તેજસ શરીરના વિષયમાં પણ ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! તેજસ શરીર કેટલાં કહ્યાં છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! તેજસ શરીર એ પ્રકારનાં છે-બદ્ધ અને મુક્ત. બુદ્ધ તેજસ શરીર અનન્ત છે. અનન્ત ઉત્સર્પિણીયા અને અવસર્પિણીયાના એક એક સમયમાં તેજસ શરીરનું અપહરણ કરાય તે અનન્ત ઉત્સર્પિણિયાં અને અવસર્પિ`ણિયામાં તે બધાના અપહરણ થાય છે. એ પ્રકારે બદ્ધ તેજસ શરીરની સખ્યા તેટલી જ છે જેટલી અનન્ત ઉત્સર્પિણ અવસર્પિ`ણિ કાળના સમયની છે. ક્ષેત્રની અપેક્ષાએ અનન્તલેાક પરિમાણ છે, અર્થાત્ અનન્ત લેાકાકાશામાં જેટલા પ્રદેશ હાય છે. એટલા જ તે તેજસ શરીર છે. દ્રવ્યની અપેક્ષાએ યુદ્ધ તૈજસ શરીર સિદ્ધોથી અનન્ત ગણા છે. કેમકે સમસ્ત સ'સારી જીવામાં તૈજસ શરીર હાય છે અને સ'સારી જીવ સિદ્ધોની અપેક્ષાએ અનન્તગણા હાય છે. તેથીજ તૈજસ શરીર પણ સિદ્ધોથી અનન્તગણા છે. પણ સ ́પૂર્ણ જીવ રાશિથી અનન્તમા ભાગ ઓછા હાય છે, કેમકે સિદ્ધોના તેજસ શરીર ની હાતાં, કેમકે તેઓ સમસ્ત શરીરથી રહિત-અશરીરી હાય છે અને સિદ્ધ સજીવરાશિના અનન્તમા ભાગ છે, તેમને એછા કરી દેવાથી સ જીવાના અનન્તમા ભાગ એછા તેજસ શરીર કહેલાં છે. હવે મુક્ત તેજસ શરીરની અનન્તતા દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની અપેક્ષાથી પ્રતિપાદન
५रे छे
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૫૭