Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સરીયા vour) ગૌતમ ! પાંચ શરીર કહ્યાં છે (તં ના-ગોરાણિ, દિવા, Eng, સેવા-HT) તેઓ આ રીતે-દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણ (વાળમંતર વોશિયમાળિયાળે કહ્યું નેફા) વાવ્યન્તર, નિક, અને વૈમાનિક દેના શરીર નારકાના સમાન સમજવા.
ટીકાર્થ–પૂર્વોક્ત પ્રકારે અગીયારમા પદની પ્રરૂપણા કરીને હવે બારમાં પદની પ્રરૂપણાને પ્રારંભ કરાય છે. અગિયારમાં પદમાં જીની સત્ય અસત્ય આદિ ભાષાની પ્રરૂપણા કરાઈ કિન્તુ ભાષા શરીરને આધીન હોય છે. કહ્યું પણ છે-“શરીર પ્રભવા ભાષા” અર્થાત ભાષાને ઉદ્ભવ શરીરથી થાય છે, એ કથન પાછલા પદમાં જ કરાયેલું છે. તેથી જ શરીરને પ્રસંગ લઈને તેમના ભેદોની પ્રરૂપણ કરે છે - શ્રી ગૌતમસ્વામી પૂછે છે-હે ભગવન! શરીર કેટલાં કહ્યા છે? ઉત્પત્તિના સમયથી શરૂ કરીને પ્રતિક્ષણ જે શીણું અર્થાત્ જર્જરિત થતાં રહે છે, તે શરીર છે
શ્રી ભગવાન ઉત્તર આપે છેઃ હે ગૌતમ! શરીર પાંચ કહેલાં છે. તે આ રીતે છે (૧) ઔદારિક (૨) વૈક્રિયક (૩) આહારક (૪) તૈજસ અને (૫) કાર્મણ ઉદાર અર્થાત પ્રધાન શરીરને ઔદારિક કહે છે. દારિક શરીરની પ્રધાનતા તીર્થકરે અને ગણધરની અપેક્ષાએ સમજવી જોઈએ. તેના સિવાય અનુત્તર દેના પણ શરીર અનન્તગુણહીન હોય છે. અથવા ઉદારને અર્થ છે વિસ્તારવાન્ ઔદારિક શરીર વિસ્તારવાન એ કારણે કહેવાય છે કે તે સ્થાયી રૂપથી સાતિરેક એક હજાર જન પ્રમાણ સુધીના હોય છે. વિક્રિય શરીરનું પણ એટલું અવસ્થિત પ્રમાણ નથી હોતું. તેનું વધારેમાં વધારે અવસ્થિત પ્રમાણે પાંચસો ધનુષનું જ હોય છે. એ પણ કેવળ સાતમી નરક ભૂમિના નારકમાં જ મળી આવે છે, બીજે નહીં, જે કે ઉત્તર વૈક્રિય શરીર એક લાબ જન સુધીના હોય છે, પરંતુ તે ભવપર્યન્ત સ્થાયી ન હોવાના કારણે અવસ્થિત નથી હોતાં. અહી તેની અપેક્ષાએ કથન નથી કરાયું. કહ્યું પણ છે કે-ઉદાર વિસ્તારવાનું ને કહે છે અર્થાત જે વિશાલ હોય પણ એ કેવી રીતે? તેને ઉત્તર એ છે કે, ઔદારિક શરીર કાંઈક અધિક એક હજાર યોજન અવસ્થિત પ્રમાણુવાળા હોય છે. અન્ય કઈ પણ શરીરનું પ્રમાણ એટલું નથી હોતું. વૈક્રિય એટલા મોટા હોઈ શકે છે કિન્તુ તેનું તે પ્રમાણ અનવસ્થિત હોય છે. અર્થાત્ ભવપર્યન્ત કાયમ નથી રહેતું અવસ્થિત પ્રમાણે તે સાતમી પૃથ્વીમાં પાંચસો ધનુષનું છે. કિન્તુ વનસ્પતિ કાયિકોના દારિક શરીરનું એક હજાર એજનનું પ્રમાણ ભવપર્યત અવસ્થિત રહે છે.
અથવા સ્વસિદ્ધાન્તની પરિભાષાના અનુસાર ઉદારને અર્થ છે-માંસ, અસ્થિ, સ્નાયુ તેમજ મજા આદિથી સમ્બદ્ધ. ઉદાર જ દારિક કહેવાય છે. સર્વત્ર સ્વાર્થમાં ડુ પ્રત્યય થઈને ઔદારિક શબ્દ નિષ્પન્ન થયેલ છે.
વિશિષ્ટ વિલક્ષણ અથવા વિવિધ ક્રિયા વિક્રિયા છે અને તેમાં થનાર શરીર વૈક્રિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪૯