Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેમ ઉત્કટિકા ભેદ થાય છે.
હવે તે ભેદની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવાન! ખંડ ભેદ કોને કહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! લેઢાના ખડોના, કલાઈના ખંડેના, તાંબાના ખડાના, શીશાના ખંડોના, ચાંદીના ખંડોના, અથવા સોનાના ખંડના, ખંડક (ખંડિત કરનારા) દ્વારા જે ભેદ થાય છે તે ખંડ ભેદ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે લેખંડ વિગેરેના ટુકડા ટુકડા થવાથી તેમનામાં જે ભેદ થઈ જાય છે. તેને ખંડભેદ કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્પ્રતર ભેદને અર્થ શું છે?
શ્રી ભગવાન વાંસ, નેતર, નલ, કદલી સ્તંભ, અથવા અશ્વપટલ આદિના પ્રતરથી અર્થાત્ પડ ઉતારવાથી જે ભેદન થાય છે તે પ્રતર ભેદ કહેવાય છે
શ્રી ગૌતમસ્વામી ચૂણિકાભેદને અર્થ શું છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! તલનું ચૂર્ણ, મગનું ચૂર્ણ, અડદનું ચૂર્ણ, પીપલનું ચૂર્ણ, કાળા મરીનું ચૂર્ણ, આદુનું ચૂર્ણ એ બધાને ચૂર્ણિકા દ્વારા જે ભેદ થાય છે તે ચૂર્ણિક ભેદ કહેવાય છે. તાત્પર્ય એ છે કે તલ, મગ વિગેરેને પીસવાથી તેમનું ભેદન થઈને ચૂરેચૂરા થઈ જાય છે, તે ભેદ ચૂર્ણિકા કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અનુતટિકા ભેદને અર્થ શું છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! કુવા, તળાવ, ધરાઓ, નદી, વાવડિયે, ચરસ લાંબી વા) પુષ્કરણિયે અર્થાત્ ગોળાકાર વા, દીધિકાએ વાવડિયે સરેવ સરસરા અર્થાત લાંબી વાવ શું જાલિકાઓ અર્થાત્ વાંકી ચૂંકી વાવે સરેવરે, સરસરે અર્થાત પુષ્કરિણિયે અર્થાત્ ગળાકાર વાવડી, દીઘિકાએ અર્થાત્ લાંબી વાવ અર્થાત્ લાંબી વાવેથી વ્યાપ્ત સાવર, સરપંક્તિ (એક હારમાં બનેલાં તલ તથા સર સર પંક્તિ (પંક્તિ બદ્ધ બનેલા સરવરે કે જેમાં નળી દ્વારા પાણીને સ ચાર થાય છે) ને અનુતટિકા દ્વારા જે ભેદ કરાય છે, તેને અનુતટિકા ભેદ કહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! ઉત્કટિકાને અર્થ શું છે?
શ્રી ભગવાન-મૂષ, મંડૂક, તલફળી, મગફળી (મગની સિંગ) અડદફળી, તથા એરંડાના બીજેના ફાટવાથી જે ભેદન થાય છે, તેને ઉત્કટિકા ભેદ કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! ખંડ ભેદથી ભેદાવાવાળા, પ્રતરભેદથી ભેદાવાવાળા, ચણિકા ભેદથી ભેદનારા. અનુષ્કટિકા ભેદથી ભેદનારા અને ઉત્કટિકા ભેદથી ભેદાવાવાળા દ્રવ્યમાં કેણ કોનાથી અ૫, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! ઉત્કટિકા ભેદથી ભેદનાર દ્રવ્ય બધાથી ઓછા છે, અનુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૩૮