Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે હે ભગવન્! જાતિ (સામાન્ય)ના અર્થમાં જે સ્ત્રી વચન છે અર્થાત સ્ત્રીલિંગ શબ્દ છે, જેમ “સત્તા જાતિના અર્થમાં જેવું લિંગ શબ્દ છે જેમ માત્ર અને જાતિના અર્થમાં જે નપુંસક વચન છે. જેમ “સામાન્ય આ ભાષા પ્રજ્ઞાપની હોય છે? શું તે ભષા મૃષા નથી ? તાત્પર્ય એ છે કે અહીં જાતિને અર્થ સામાન્ય છે. સામાન્ય અર્થ લિંગની સાથે કઈ સંબન્ધ નથી હોતું અને સંખ્યાની સાથે પણ સંબંધ નથી એટલે એક વચન આદિની સાથે) અન્યતીથી કે એ વસ્તુને જ લિંગ અને સંખ્યાની સાથે સમ્બન્ધ સ્વીકાર કર્યા છે. તેથી જ યદિ કેવળ જાતિમાં ઉત્સર્ગથી એક વચન અને નપુંસકલિંગ સંગત હોય તે તેમાં ત્રિલિંગને સંભવ નથી હતો. પરંતુ જાતિવાચક શબ્દો ત્રલિંગમાં પ્રયુક્ત થાય છે, જેમકે ઊપર સત્તા, ભાવઃ અને સામાન્ય એ શબ્દો બતાવેલા છે, એવી સ્થિતિમાં સંશય ઉત્પન્ન થાય છે કે આવા આવા પ્રકારની ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હા ગૌતમ ! જાતિવાચક જે સ્ત્રી વચન છે, અર્થાત સ્ત્રી લિંગ શબ્દ છે (જેમકે સત્તા) જાતિવાચક જે પુરૂષ વચન છે. અર્થાત્ પુંલિંગ શબ્દ છે (જેમકે ભાવ) અને જાતિવાચક જે નપુંસક વચન છે અર્થાતુ નપુંસકલિંગ શબ્દ છે (જેમકે “મા” અથવા “સવ આ ભાષા પ્રજ્ઞાપની છે. આ ભાષા મૃષા નથી. કેમકે અહી જાતિપદથી સામાન્યનું ગ્રહણ કરેલું છે અને તે બીજાઓની માન્યતાના અનુસાર એકાન્ત રૂપથી એક નિરવયવ અને નિષ્કિય નથી) કેમકે એવું માનવું પ્રમાણુથી બાધિત છે. વાસ્તવમાં વસ્તુના સદશ પરિણમન જ સામાન્ય છે. વસ્તુનું જ સમાન પરિણામ સામાન્ય છે. આ વચનની પ્રમાણુતાના અનુસાર સમાન પરિણામ અનેક ધર્માત્મક થાય છે, અને ધર્મ આપસમાં પણ કથંચિત અભિન્ન થાય છે અને ધમથી પણ કથંચિત્ અભિન્ન થાય છે. તેથી જ જાતિમાં પણ ત્રિલિંગતાને સંભવ છે. એ કારણે એ ભાષા પ્રજ્ઞાપની છે. એ ભાષા મૃષા નથી,
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવન! જે ભાષા જાતિની અપેક્ષાએ સ્ત્રી પ્રજ્ઞાપની થાય છે. જેમકે આ વૈશ્યા અથવા શુદ્રા એમ કરે. જે ભાષા જાતિની અપેક્ષાએ પુરૂષ પ્રજ્ઞાપની થાય છે. જેમકે “અમુક બ્રાહ્મણ અગર ક્ષત્રિય આમ કરે એ જ પ્રકારે જે ભાષા જાતિની અપેક્ષાએ નપું સક-આજ્ઞાપની થાય છે, એ ભાષા શું પ્રજ્ઞાપની છે ? એ ભાષા શું મૃષા નથી? તાત્પર્ય એ છે કે જેના દ્વારા કે ઈ સ્ત્રી આદિને કેઈ આજ્ઞા અપાય. પણ જેને આજ્ઞા અપાય છે તે એ આજ્ઞા અનુસાર કિયા કરે જ એ નિશ્ચય નથી હેતે. પણ ન કરતા તે આજ્ઞાપની ભાષા પ્રજ્ઞાપની કહેવાય અગર તે અષા કહેવાય?
ઉક્ત સંશયનું નિવારણ કરી રહેલ ભગવાન કહે છે-હા ગૌતમ! જાતિની અપેક્ષાએ સ્ત્રી આજ્ઞાપની જે ભાષા છે, અગર પુરૂષ આજ્ઞાપની છે અથવા નપુંસક આજ્ઞાપની ભાષા છે, તે ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. તાત્પર્ય એ છે કે પરલેક સંબધી બાધા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩