Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! આ જે સ્ત્રી વાચક ભાષા છે, જેમકે શાછા, મારા, છતા આદિ, જે પુરૂષવાચક ભાષા છે, જેમ ઘટઃ, પટઃ આદિ અને આજે નપુંસક વાચક ભાષા છે, જેમકે ધનમ્, વનમ્ આદિ એ ભાષા શુ–પ્રજ્ઞાપની છે એ ભાષા મૃષા નથી ? તાત્પ એ છે કે શાલા આદિ શબ્દ સ્ત્રીલિંગ કહેવાય છે ઘટ આફ્રિ શબ્દ પુલિંગ કહેવાય છે, ધનં ભાશિકૢ નપુ`સક કહેવાય છે, પણ આ શબ્દોમાં નથી સ્ત્રીલિંગ નથી પુલિંગ અને નથી નપુ ંસકલિ’ગ જોવામા આવતુ જેમ કહ્યું છે—જેના મેાટા મોટા સ્તન અને ક્રેશ હાય તેને સ્ત્રી સમજવી જોઈએ જેના બધા અંગામા રામ હાય તેને પુરૂષ કહે છે, જેમાં સ્ત્રી અને પુરૂષ બન્નેના લક્ષણ ઘટતા હાય, તેને નપુંસક જાણવા જોઇએ. તાત્પર્ય એ છે કે શાલા માલા આદિ શબ્દોમાં સ્ત્રીના ઉક્ત લક્ષણ નથી હાતાં ઘટ, પટ આદિ શબ્દોમાં પુરૂષના લક્ષણ નથી મળતાં ધન આદિ નપુંસક કહેવરાવનારા શબ્દોમાં નપુસકના લક્ષણ નથી હતાં. એવી સ્થિતિમાં કોઈ શબ્દને સ્ત્રીલિંગ કોઈને પુલિંગ અને કોઈ ને નપુંસકલિ’ગ કહેવુ' તે વાસ્તવમાં સત્ય છે ? એવું કહેવુ શું મિથ્યા નથી ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! હા આ ભાષા સત્ય છે, ભૃષા નથી આ જે સ્ત્રીવચન છે, જેમકે ખટૂવા, લતા આદિ, આ જે પુરૂષવચન છે જેમ ઘટ પટ આદિ અને આજે નપુ ́સક વચન છે, જેમ કુડયમ્ દ્વિ– એ ભાષા પ્રજ્ઞાપની છે. મૃષા નથી. જ્યારે કાઈ શબ્દના પ્રયોગ કરાય છે તે તે શબ્દ પૂર્વોક્ત સ્ત્રી પુરૂષ અગર નપુસકના લક્ષણેાના વાચક નથી થતા. આ વિભિન્ન લિંગાના શબ્દો ‘થમ, ‘અયમ્' તથા ટ્ શબ્દોની વ્યવસ્થાને કારણે થાય છે અને ગુરૂના ઉપદેશની પરંપરાથી સમજાય છે કે કયા શબ્દ સ્ત્રીલિ’ગી, કાણુ પુલિંગી અને કેણુ નપુંસકલિંગી છે. તેમના અભિધેય ધ વસ્તુત: લેાકવ્યવહારથી સિદ્ધ થાય છે. કહ્યું પણ इयमदमिदमिति शब्दव्यवस्था हेतु રમિયેચધર્મ: ઉશામ્યઃ શ્રીપુનપુ સત્વ નિ” તેને આશય ઊપર આવી ગયા છે. એ રીતે શાબ્દિક વ્યવહારની અપેક્ષાએ યથાર્થ વસ્તુનુ પ્રતિપાદન કરવાના કારણે આ ભાષા પ્રજ્ઞાપની છે. તેના પ્રયાગ ન કોઈ દૂષિત અભિપ્રાય કરાય છે અને એનાથી કેાઈને પીડા ઉત્પન્ન થતી તેથીજ આ ભાષા મૃષા અર્થાત્ મિથ્યા નથી.
શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે હું ભગવાન્ ! આ જે ભાષા સ્ત્રી આજ્ઞાપની છે અર્થાત્ જે ભાષાથી કઈ સ્ત્રીને કોઈ આદેશ અપાય છે, આ જે ભાષા પુરૂષ પ્રજ્ઞાપની છે અથવા જે આ ભાષા નપુંસક પ્રજ્ઞાપની છે, શુ' તે ભાષા પ્રજ્ઞાપની સત્ય છે? શું તે ભાષા મૃષા નથી ? તાત્પ એ છે કે સત્ય ભાષા જ પ્રજ્ઞાપની થાય છે, પણ આ આજ્ઞાપની ભાષા તે ફક્ત આજ્ઞા દેવામાં પ્રયુક્ત થાય છે. જેને આજ્ઞા અપાય છે, તે એ આજ્ઞા અનુસાર ક્રિયા કરશે જ, એ નથી કહી શકાતુ કદાચિત્ કરે, કદાચિત્ ન પણ કરે. જેમ કેાઈ શ્રાવક-શ્રાવિકાને કહે છે–સવાર અને સાંજે અને સમય સામાયિક પ્રતિ*મણુ ક, અથવા શ્રાવક પેાતાના પુત્રને કહે છે-“યથા સમય ધર્મની આરાધના કરો. અથવા શ્રાવક ફાઈ નપુસકને કહે છેન્યથા સમય જીવ અજીવ આદિ તત્વાનુ ચિ ંતન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૮૯