Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થની પ્રતિપાદિકા ભાષા છે? “વાચ’ એ નપુંસક લિંગથી વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરનારી ભાષા છે? શું આ ભાષા પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય ભાષા છે? આ ભાષા મૃષા નથી?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હા, ગૌતમ “પૃથ્વી એ સ્ત્રીવાફ અર્થાત્ સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરનારી ભાષા છે, “આપ આ કુંવાફ અર્થાત પુલિંગ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરવાવાળી ભાષા છે. “ધન્ય એ નપુંસકવાકુ છે. અર્થાત્ નપુંસકત્વ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરવાવાળી ભાષા છે. આ ભાષા પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય છે, આ મૃષા ભાષા નથી, કેમકે આ સત્ય અર્થનું પ્રતિપાદન કરે છે.
અહીં એ ધ્યાન રાખવું જોઈએ કે “જાક () અર્થાત્ પાછું શબ્દ પ્રાકૃત વ્યાકરણના અનુસાર પુલિંગ છે, સંસ્કૃત ભાષાના અનુસાર તે સ્ત્રીલિંગ જ છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે હે ભગવન! પૃથ્વી, એ ભાષા શું સ્ત્રી આજ્ઞા પની ભાષા છે, અર્થાત્ સ્ત્રીલિંગની આજ્ઞાપની છે: એ ભાષા આજ્ઞાપની અર્થાત્ પુલિંગની પ્રતિપાદક ભાષા છે, “s[ એ નપુંસકાત્તાપની ભાષા છે, તે શું તે ભાષા પ્રજ્ઞાપની છે? એ શું મૃષા ભાષા નથી ?
શ્રી ભગવાન –હા ગૌતમ! “પૃથ્વી” એ સ્ત્રી આજ્ઞાપની ભાષા, “કા: એ પુરૂષ આજ્ઞાપની ભાષા અને “ધી એ નપુંસક આજ્ઞાપની ભાષા પ્રજ્ઞાપની ભાષા છે–સત્ય ભાષા છે આ ભાષા મૃષા નથી. કેમકે ઉક્ત ત્રણે સ્થાન પર કમશઃ સ્ત્રીલિંગ પુલિંગ અને નપુંસકલિંગની જ વિવક્ષા હોવાથી, તેથી વિશિષ્ટ તથા અન્ય ધર્મોને ગૌણ કરીને પૃથ્વી, આપૂ અને ધાન્ય રૂપ ધમીનું આ ભાષા પ્રતિપાદન કરે છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–“gવી” એ સ્ત્રી આજ્ઞાપની ભાષા “ગા એ પુલિંગ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરવાવાળી ભાષા અને “ધન્ય એ નપુંસક પ્રજ્ઞાપની ભાષા શું આરાધની ભાષા છે? જેના દ્વારા મોક્ષમાર્ગ આરાધાય તેને આરાધની કહે છે. તે શું આ ભાષા આરાધની છે? આ ભાષા મૃષા નથી ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે હા ગૌતમ! “પૃથ્વી” આ સ્ત્રી પ્રજ્ઞાપની, બાપ! એ પુરૂષ પ્રજ્ઞાપની અને “ધાન્યમ્' એ નપુંસક પ્રજ્ઞાપની ભાષા આરાધના–સત્ય ભાષા છે. આ ભાષા મૃષા નથી. કેમકે આ ભાષા શાબ્દિક વ્યવહારની અપેક્ષાએ સત્ય વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળી છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૂર્વેત પ્રકારથી બીજી પણ સ્ત્રવચન, પુરૂષવચન અને નપુંસક વચનનું પ્રતિપાદન કરવાવાળી ભાષા શું પ્રજ્ઞાપની ભાષા છે? તે મૃષા નથી?
શ્રી ભગવાન -હા, ગૌતમ! સ્ત્રીવચન પુરૂષ વચન અને નપુંસક વચન, જે પૂર્વોક્તથી ભિન્ન છે. તેમનું પ્રતિપાદન કરવાવાળી ભાષા પ્રજ્ઞાપની ભાષા છે. તે મૃષાભાષા નથી. તેમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૦૩