Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન કરી શકાય. અર્થાત્ જેને સત્ય અથવા અસત્યની ટિમાં ન રાખી શકાય.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પર્યાપ્ત ભાષા કેટલા પ્રકારની છે? શ્રી ભગવાહે ગૌતમ! પર્યાપ્ત ભાષા બે પ્રકારની છે સત્ય ભાષા અને મૃષા ભાષા શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! સત્ય પર્યાપ્ત ભાષાના કેટલા ભેદ છે? શ્રી ભગવાન–હે ગૌતમ! સત્ય પર્યાપ્ત ભાષા દશ પ્રકારની કહી છે તે આ પ્રકારે
(૧) જનપદ સત્ય ભાષા–જે વિભિન્ન જનપદમાં (પ્રદેશમા) ઈષ્ટ અર્થનું પ્રતિપાદન કરનારી હોવાને કારણે વ્યવહારને હેતુ હેવાથી સત્ય મનાય છે, તે જનપદ સત્ય ભાષા કહેવાય છે.
(૨) સમ્મત સત્ય ભાષા–જે સમસ્ત લેકમાં સમ્મત હોવાને કારણે સત્ય સમજાય છે. જેમ શેવાળ, કુમુદ (ચન્દ્રવિકસી કમળ) અને કમળ (સૂર્યવિકસી કમળ) આ બધા કાદવમાં જ ઉત્પન્ન થાય છે, પણ “પંકજ' (અર્થાત્ કાદવમાં ઉત્પન્ન થનાર) શબ્દથી. લેક કમળ અર્થ જ સમજે છે. શેવાળ આદિને કઈ પંકજ કહેતું નથી. સમજતું નથી. તેથી જ કમળને પંકજ કહેવું સમ્મત સત્ય ભાષા છે.
(૩) સ્થાપના સત્ય-વિશેષ પ્રકારના કેની મુદ્રાની રચનાને જોઈને જે ભાષાને વ્યવહાર કરાય છે, તે સ્થાપના સત્ય ભાષા છે. જેમ-એક સંખ્યાની આગળ બે બિન્દુ મૂકેલા જોઈને લેક “સ” કહે છે, ત્રણ બિન્દુએ દેખીને હજાર કહેવા લાગે છે, એજ પ્રકારે વિશેષ પ્રકારની મુદ્રાને જોઈને મૃત્તિકા વિગેરેમાં (આ ભાષા છે) અથવા આ “પણ” છે. તેમ કહે છે. આ સ્થાપના સત્ય ભાષા છે સ્થાપના સત્યને કેવળ વ્યવહારિક દષ્ટિથી જ સત્ય ભાષા સમજવી જોઈએ પારમાર્થિક દૃષ્ટિથી નહીં. પારમાર્થિક દૃષ્ટિથી સ્થાપના અસના સમાન છે તેની પ્રરૂપણ અન્યત્ર કરવામાં આવી ગયેલી છે.
(૪) નામસત્ય-જે ભાષા નામથી સત્ય છે, તે નામ સત્ય કહેવાય છે, જેમ કે વ્યકિત પિતાના કુળને નથી ઉજાળતી છતાં પણ કુળદીપ કહેવાય છે.
(૫) રૂપસત્ય-જે ભાષા રૂપથી સત્ય છે તે રૂપ સત્ય જેમકે કઈ એ કપટપૂર્વક સાધુને વેષ ધારણ કરી રાખ્યો હોય, તેને સાધુ કહે.
(૬) પ્રતીત્યસત્ય-જે કઈ બીજી વસ્તુની અપેક્ષાએ સત્ય હોય તે પ્રતીય સત્ય ભાષા કહેવાય છે-જેમ અંગૂઠાની અપેક્ષાએ તર્જની આંગળીને લાંબી કહેવી. અથવા મધ્યમાં (વચલી) આંગળીની અપેક્ષાએ તર્જનીને નાની કહેવી એ પ્રકારનો સંદેહ ન કરવો જોઈએ કે તર્જની આંગળીને લાંબી ટુકી બન્ને પ્રકારની કેમ કહી શકાય ? કેમકે ભિન્ન ભિન્ન અપેક્ષાએથી એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી અનેક ધર્મોને સમાવેશ થઈ શકે છે. તેમાં કઈ પ્રકારનો વિરોધ નથી. એક જ પુરૂષ પિતાના પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને પિતાની અપેક્ષાએ પુત્ર પણ કહેવાય છે. હા ! વિરોધ ત્યારે થાય જ્યારે એક જ અપેક્ષાએ અથવા નિરપેક્ષ ભાવથી કઈ વસ્તુમાં વિધી ધર્મ સ્વીકાર કરાય. એક અંગૂઠાની અપેક્ષાએ તર્જની ને લાંબી અને ટૂંકી કહેવામાં વિરોધ છે એકલી મધ્યમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૦૮