Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપમાં વિવક્ષિત કરે છે તે તે વ્યક્તિ ઉપાધ્યાય કહેવાય છે. એ જ પ્રકારે અહીં પણ જ્યારે ધર્મોને ગૌણ કરીને ધમની પ્રધાનતા રૂપે વિવક્ષા કરાય છે, તે સમયે ધમી એક જ હોય છે, તેથી જ ધમીની વિવક્ષાએ એકવચન થાય છે. તે સમયે સમરતધર્મ ધમમાં જ અન્તર્ગત થઈ જાય છે. તે કારણે સંપૂર્ણ વસ્તુની પ્રતીતિ થાય છે. કિન્તુ જ્યારે ધમની ગૌણ રૂપમાં વિવક્ષા કરાય છે અને વિદ્વત્તા પરોપકારિત્વ, મહેદારતા આદિ ધર્મ પ્રધાનરૂપમાં વિવક્ષિત કરાય છે, એ સમયે ધર્મ ઘણું હોય છે, તેથી જ ધમી એક હોવા છતાં બહુવચનનો પ્રયોગ થાય છે. સંક્ષેપમાં આશય એ છે કે જ્યારે ધર્મોથી ધમીજીને અભિન્ન માનીને એકત્વની વિવક્ષા કરાય છે. ત્યારે એકવચનને પ્રગ થાય છે અને જ્યારે ધર્મોને ગૌણ કરીને અનેક ધર્મની વિવક્ષા કરાય છે, ત્યારે બહુ વચનને પ્રવેગ થાય છે. એ જ પ્રકારે અનન્ત ધર્માત્મક વસ્તુ પણ ધર્મીના એક હેવાના કારણે એક વચન દ્વારા પ્રતિપાદિત કરી શકાય છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન ! મજુરસા (મનુષ્ય) યાવત્ “જિસ્ટI' (નિઝા ) તથા એવા પ્રકારના જે અન્ય બહુવચનાન્ત શબ્દ છે, તે બધી શું બહુવની પ્રતિપાદકવાણું છે?
તાત્પર્ય એ છે કે મનુષ્ય આદિ પૂકત શબ્દ જાતિ વાચક છે અને જાતિને અર્થ છે સામાન્ય ! સામાન્ય એક હોય છે. કહ્યું પણ છે “સામાન્ય એક છે, નિત્ય છે નિરવયવ છે કિયારહિત છે અને સર્વવ્યાપી છે. એવી સ્થિતિમાં જાતિવાચક શબ્દ બહવચનાન્ત કે પ્રકાર થઈ શકે છે? કિન્તુ એ શબ્દોને બહુવચનમાં પણ જોયા છે, એ જ સંશયનું કારણ છે.
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! હા, “મથુરા’ યાવત્ “જિજી' એ બહુવચનાઃ જે શબ્દ છે તે બહત્વનું પ્રતિપાદન કરનારી વાણું છે, તેનું કારણ આભ છે–એ ઠીક છે કે પૂર્વોક્ત “મધુરતા’ આદિ શબ્દ જાતિના વાચક છે, કિન્ત જાતિ સદશ પરિણામ હોય છે અને સદશ પરિણામ વિસટશ પરિણામના અવિનાભાવી હોય છે. એ પ્રકારે વિસદશ પરિણામથી યુક્ત સદશ પરિણામની જ પ્રધાનતાથી વિવક્ષા કરાય છે. વિસદશ પરિણામ પ્રત્યેક વ્યક્તિ વિશેષ)માં ભિન્ન હોય છે, તેથી જ તેનું જ્યારે કથન કરાય છે ત્યારે બહુવચનને પ્રગ જ સંગત થાય છે. “ઘટા ફારિ બહુવચનની જેમ
જ્યારે કેવળ સદશ પરિણામની પ્રધાનતાથી વિવક્ષા કરાય છે અને વિસદશ પરિણામોને ગૌણ કરી દેવાય છે. ત્યારે સદશ પરિણામ એક હેય છે, તેથી જ તેનું પ્રતિપાદન કરવામાં એક વચનને પ્રયોગ પણ સંગત છે. જેમ “બધા ઘડા “પૃથુરાજાર મેટા અને ગેળ પેટવાળા હોય છે.
એ પ્રકારે “મનુણા' (મનુષ્ય) ઈત્યાદિ પ્રગમાં અસમાન પરિણામથી યુક્ત સમાન પરિણામની જ મુખ્ય રૂપથી વિવક્ષા કરેલ છે અને સમાન પરિણામ અનેક હોય છે, તેથીજ બહુવચનને પગ ઉચિત છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૦૦