Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થાત કોઈ વિશિષ્ટ જ્ઞાનવાન ઊંટ આદિ જ એવું જાણી શકે છે. પ્રત્યેક નથી જાણતા
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્! ઊંટ ગાય, ગઘેડા ઘેડા બકરા કે ઘેટા શું એ જાણે છે? કે હું આ આહાર કરી રહ્યો છું ?
આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે- હે ગૌતમ ! આમ કહેવું તે બરાબર નથી. તેનું કારણ–પહેલાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું જોઈએ. તે શું કઈ પણ ઊંટ વગેરે એમ નથી સમજતા? તેને ઉત્તર એ છે કે-કેવળ સંસી પ્રાણી શિવાય કેઈ જાણતા નથી. કેવળ સંજ્ઞી અર્થાત્ વિશેષ પ્રકારના જ્ઞાનવાળા ઊંટ વિગેરે જ એવું જાણું શકે છે દરેક નહીં.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઊંટ, ગાય, ગર્દભ, ઘેડા, બકરા અથવા ઘેટાં શું જાણે છે કે આ મારા માતાપિતા છે ?
શ્રી ભગવાન-ગૌતમ! સંજ્ઞી ઊંટ આદિ સિવાય એ અર્થ સમર્થ નથી. અર્થાત સામાન્ય ઊંટ વિગેરે એ નથી જાણતા કે આ મારા માતા-પિતા છે. એનું કારણ પહેલાં કહ્યા પ્રમાણે જાણવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! ઊંટ યાવત્ મેઢા શું એ જાણે છે, કે અમારા સ્વામીનું ઘર છે?
શ્રી ભગવાન-ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત ઊંટ આદિ એ નથી જાણતા કે આ મારા સ્વામીનું ઘર છે. તે શું કઈ પણ ઊંટ વિગેરે નથી જાણતું ? એને ઉત્તર છે–સંજ્ઞીને છોડીને અર્થાત્ કઈ અવધિજ્ઞાની, જાતિસ્મરણ જ્ઞાની અગર વિશિષ્ટ ક્ષપશમ વાળા ઊંટ જ જાણી શકે છે કે આ મારા સ્વામીનું ઘર છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઊંટ, ગાય, ગર્દભ, ઘેડા, બકરા અને મેંઢા શું એ જાણે છે કે આ મારા સ્વામીને પુત્ર છે? આ મારા સ્વામીની પુત્રી છે?
શ્રી ભગવાન - ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ વાત યુતિ સંગત નથી. યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. તે શું કઈ પણ ઊંટ આદિ એવું નથી જાણતા? એને ઉત્તર એ છે કે-સંજ્ઞીના સિવાય અર્થાત્ ઠેઈ અવધિજ્ઞાની, જાતિ સ્મરણ જ્ઞાની અથવા વિશિષ્ટ માનસિક પટુતાવાળા જ એવું જાણી શકે છે બધા નહીં.
અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે યદ્યપિ પ્રશ્નોમાં સામાન્ય રૂપથી ઉષ્ટ્ર આદિને ઉલ્લેખ કરે છે, તથાપિ એમને અભિપ્રાય શૈશવ અવસ્થાવાળા ઊંટ આદિ જ સમજવા જોઈએ, પરિપકવ ઉમરવાળા નહીં, કેમકે પરિપકવ ઉમ્મરવાળાઓને ઉક્ત પ્રકારનું જ્ઞાન થવું સંભવ છે. ૩ |
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩