Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુધી તેને ફાળે તે ! જોર ઘરમેળ વિ જામ, ?) હે ભગવન ! નરયિક સ્પર્શ ચરમથી ચરમ છે અગર અચરમ છે? (વોચમા ! માં વિ અવરમાં વિ) હે ગૌતમ! ચરમ પણ છે અચરમ પણ છે (વં ના માળિયા) એજ પ્રકારે વૈમાનિક સુધી
(Rigrm Tr) સંગ્રણી ગાથા-ગતિ, સ્થિતિ, ભાવ, ભાષા, શ્વસેવાસ, આહાર, ભાવ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ચરમ અચરની વક્તવ્યતા છે
ચરમ પદ સમાપ્ત ટીકાર્ય :-આનાથી પહેલાં ચરમ આદિ વિભાગ પૂર્વક પરિમંડલ સંસ્થાન આદિને વિચાર કર્યો હતે હવે જીવાદિની ચરમાગરમ વિભાગ પૂર્વક પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! જીવ શું ગતિ ચરમથી ચરમ છે અથવા અચરમ છે? અર્થાત્ ગતિ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ વિચાર કરાય તે જીવ ચરમ છે અગર તે અચરમ છે?
શ્રી ભગવાન કહે ગૌતમ! ગતિ ચરમની અપેક્ષાએ વિચાર કરવાથી કેઈ જીવ ગતિ ચરમ પણ હોય છે, કોઈ ગતિ–અચરમ હોય છે. પ્રશ્નના સમયે જે જીવ મનુષ્ય ગતિમાં વિદ્યમાન છે અને તેના પછી ફરી પણ કેઈ ગતિમાં ઉત્પન્ન નથી થતું, પણ મુક્તિ પ્રાપ્ત કરી લેશે, એ પ્રકારે જે જીવની મનુષ્ય ગતિ ચરમ અર્થાત્ અન્તિમ છે, તે જીવ ગતિ ચરમ છે, જે જીવ પૃચ્છાકાલિક ગતિના પછી ફરી કઈ ગતિમાં ઉત્પન્ન થશે તેજ ગતિ જેમની અતિમ નથી, તે ગતિ-અચરમ છે તાત્પર્ય એ છે કે તદ્દભવ એક્ષ ગામી જીવ ગતિ ચરમ છે. શેષગતિ-અચરમ છે. અહિં આટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે સામાન્યતઃ ગતિ ચરમ મનુષ્ય જ હોઈ શકે છે, કેમકે મનુષ્ય ગતિથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. વિશેષ દષ્ટિથી વિચાર કરાય તે જીવ જે ગતિમાં અતિમવાર છે, તે એ ગતિની અપેક્ષાએ ગતિ ચરમ છે. યથા–પૃચ્છાના સમયે કેઈ જીવ નરક ગતિમાં હયાત છે પરંતુ નરકમાંથી નિકળ્યા પછી ફરી ક્યારેય નરક ગતિમાં ઉત્પન્ન થશે નહિં, તે તેને નરક ગતિ ચરમ કહી શકાય છે, પરંતુ તેને સામાન્યત: ગતિ ચરમ નથી કહી શકાતા, કેમકે નારક ગતિથી નિકળતા તેને બીજી કોઈ ગતિમાં જન્મ લે જ પડે છે. તેથી જ સામાન્ય પણે ગતિ ચરમ મનુષ્ય જ હોય છે. આગળના પ્રશ્નોત્તરથી આ વાત સ્પષ્ટ થઈ જશે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩