Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે હે ભગવન ! નરયિક જીવ શું ગતિ ચરમથી ચરમ હોય છે અથવા અચરમ હોય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! કોઈ નરયિક ગતિ ચરમથી ચરમ અને કઈ અચરમ હોય છે. તાત્પર્ય એ છે કે જે નારક પૃચ્છાકાળમાં નરક ગતિમાં વર્તમાન છે, પણ ત્યાંથી ઉદ્વર્તન થયા પછી ફરી કયારેય નરક ગતિમાં ઉત્પન્ન થશે નહીં, તે નરક ગતિ ચરમ અર્થાત્ નરક ગતિ ચરમ કહેવાય છે, કેમકે, વર્તમાન કાળની નારક ગતિ જ તેની અન્તિમ છે. પણ જે નારક નરકથી નિકળીને તેમજ બીજી ગતિમાં ઉત્પન્ન થઈને પુનઃ નરક ગતિમાં ઉત્પન્ન થશે, તે ગતિ અચરમ અગર નરક ગતિ અચરમ કહેવાય છે.
- નાકના સબન્યમાં ચરમ-અચરમની જે વ્યાખ્યા કરેલી છે. તે જ વિમાનિક સુધી સમજવી જોઈએ. અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક પણ પિતપોતાના ગતિ પર્યાય રૂપ ચરમથી કદાચિત્ ચરમ, અને કદાચિત અચરમ હોય છે,
અર્થાત્ જે જીવ જે ગતિ પર્યાયથી નિકળીને ફરીથી તેમાં ઉત્પન્ન થવાવાળે નથી. તે તે ગતિની અપેક્ષાએ ગતિચરમ છે અને જે ફરી તેમાં ઉત્પન્ન થશે તે તે ગતિની અપે. ક્ષાએ ગતિચરમ છે. હવે તેજ પ્રશ્ન બહત્વની વિવક્ષાએ બેવડાવાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બહત્વ નારક શું ગતિ ચરમથી ચરમ છે અગર અચરમ છે
શ્રી ભગવાન-હે ગૌતમ! ગતિ પર્યાય રૂ૫ ચરમની અપેક્ષાએ પ્રરૂપણા કરવાથી કેઈ નારક ચરમ પણ હોય છે અને કેઈ અચરમ પણ હોય છે. આ ઉત્તરને અભિપ્રાય સ્પષ્ટ છે, અર્થાત્ પૃચ્છાના સમયે ઘણા બધા નારક એવા છે જે અતિમ વાર નરકગતિને અનુભવ કરી રહેલ છે, ત્યાંથી નિકળ્યા પછી ક્યારેય બીજી વાર નરકમાં જશે નહીં, તેઓ ગતિ ચરમ કહેલા છે. ઘણા નારક એવા પણ છે જે નરગતિથી એક વાર છૂટીને ફરી ક્યારેય નરકમાં ઉત્પન્ન થશે તે નારક ગતિ અચરમ કહેલા છે.
એ જ પ્રકારે ચોવીસે દડોના કમેકરી અવિરત વિમાનિકે સુધી સમજી લેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન નારક જીવ સ્થિતિ અર્થાત આયુ કર્મના અનુભવ રૂપ આયુ પર્યાયના ચરમની અપેક્ષાએ ચરમ છે અથવા અચરમ છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! સ્થિતિ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ પ્રરૂપણા કરવાથી નારક જીવ કેઈ ચરમ હોય છે, કેઈ અચરમ હોય છે, તાત્પર્ય એ છે કે પૃચ્છાના સમયે જે નારક જે સ્થિતિ (આયુ) ને અનુભવ કરી રહેલ છે, તે સ્થિતિ અગર તેની અન્તિમ છે ફરી ક્યારેય તેને તે સ્થિતિ પ્રાપ્ત થશે નહીં તે તે નારક સ્થિતિએ કરી ચરમ કહેવાય છે. યદિ ભવિષ્યમાં ફરી ક્યારેય તેને તે સ્થિતિને અનુભવ કરે પડશે તે તે સ્થિતિ–અચરમ છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૭૭