Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખ્યાત પરનુ પૃથ્વીની સ્થાપનાZઆ રીતે કરી છે. આ સ્થાપનાની કલ્પનાથી તેઓ આઠ મનાય છે તેઓ આ પ્રકારે છે–પણ ચારે દિશાઓમાં અને એક એક ચારે વિદિશાઓમાં, અલોકના ચરમ ખંડ અલેકની સ્થાપનાની પરિકલ્પનાના અધાર પર બાર મનાય છે. યથા એક એક ચારે દિશાઓમાં અને બે બે ચાર વિદિશાઓમાં. આ બારની સંખ્યા આઠથી બમણું છે, ત્રિગુણી નથી, પરંતુ વિશેષાધિક જ કહેવાય છે. અલેકના ચરમ ખંડની અપેક્ષાએ લેક અને અલેક અચરમ અને તેમના ચરમ ખંડ બને મળીને વિશેષાધિક થાય છે. કેમકે પૂર્વોક્ત કલ્પનાના અનુસાર લેકના ચરમ ખંડ આઠ છે અને અચરમ ખંડ એક છે, બને મળીને નવ થાય છે. એ જ રીતે અલકના પણ ચરમ અને અચરમ ખંડ મેળવીને તેર છે. અને તે બન્નેને મેળવી દેવાય તે બાવીસ થાય છે. આ બાવીસ સંખ્યા બારથી બમણી કે ત્રણ ગણું આદિ નથી, પણ વિશેષાધિક છે. આ પ્રકારે અલેકના ચરમ ખંડોથી લેાકાલેકના ચરમાગરમ ખંડ મળીને પણ વિશેષાધિક જ થાય છે.
પ્રદેશોની દષ્ટિએ બધાથી ઓછા લેકના ચરમાન્ત પ્રદેશ છે, કેમકે તેનામાં આઠ જ પ્રદેશ છે. તેમની અપેક્ષાએ અલકના અરમાન્ત પ્રદેશ વિશેષાધિક છે. તેમનાથી લેકના અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણુ છે, કેમકે અચરમ ક્ષેત્ર ઘણું મોટું છે. એ કારણે એના પ્રદેશ પણ ઘણું અધિક છે, તેમની અપેક્ષાએ અલકના અચરમાન્ત પ્રદેશ અનન્ત ગણા છે, કેમકે તે ક્ષેત્ર અનન્તગણું છે. એમની અપેક્ષાએ પણ લેક અને અલેકના ચર. માન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને વિશેષાવિક છે, કેમકે અલેકના અચરમાન્ત પ્રદે. શેમાં લેકિના અરમાન્ત પ્રદેશને અચરમાન્ત પ્રદેશને તથા અલેકના ચરમાન્ત પ્રદેશને મેળવવાથી પણ તેઓ બધા અસંખ્યાત જ થાય છે અને અસંખ્યાત, અનન્તની અપેક્ષાએ ઓછા જ છે, તેમને તેમાં મેળવી દેતા પણ તેઓ અલેકના અરમાન્ત પ્રદેશથી વિશેષાધિક જ હોય છે. દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિથી અ૯પ બહુત્વને વિચાર કરાય તે બધાથી એાછા લેક અને અલોકના એક-એક અચરમ છે, એ પહેલા કહેવાઈ ગયા છે. તેમની અપેક્ષાએ લેકના ચરમ ખંડ અસંખ્યાતગણ અધિક છે, એ વિષયમાં પણ યુક્તિ પહેલાં કી દિધેલી છે. તેમની અપેક્ષાએ એલેકના ચરમ ખંડ વિશેષાધિક છે અને તેમની અપે. શ્રાએ લેક અને અલોકના અચરમ અને તેમના ચરમખંડ બને મળીને વિશેષાધિક છે, એનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઇએ. એમની અપેક્ષાએ લેકના ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણુ છે, અને તેમની અપેક્ષાએ અલેકના ચરમન્ત પ્રદેશ વિશેષાધિક છે. એમની અપેક્ષાએ લેકના અચરમાંત પ્રદેશ અસંખ્યાતગાણું છે. એમની અપેક્ષાએ અલકના અચરમાન્ત પ્રદેશ અનન્તગણ છે. યુક્તિ પહેલા કહી દેવાયેલી છે. તેમની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૯