Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ની જેમ મૃત્યું મારા શરીરને નષ્ટ કરી રહ્યાં છે. મૃત્યુ રૂપી સુથાર શ્વાસેરાસ રૂપી કરવત વડે શરીર રૂપી વૃક્ષને રાત દિવસ કાપી રહ્યો છે. આ મૃત્યુ રાગદ્વેષ રૂપી વિષેની જવાળા થી વ્યાકુળ થઇને તરસ્યાની પેઠે આયુષ્ય જળને પી રહ્યું છે. જેમ ઘ્રાણી તàાને પીલી નાખે છે તેમજ મૃત્યુ પ્રાણીઓના શરીરને નિષ્પ્રાણ બનાવીને નષ્ટ કરીનાખે છે. ત્રણે લેાકમાં એવું કાઈ પ્રાણી મને દેખાતુ નથી કે જે મૃત્યુથી ક્ષેાભ પામતું ન હોય. મૃત્યુના છ મહિના પૂર્વે દેવાની પણ કલ્પ વૃક્ષના પુષ્પાની માળાએ ચીમળાઈ જાય છે. તેમનુ મન શેક સાગરમાં ડૂબી જાય છે. મૂર્છા રૂપી અંધારાને જોઇને મૃત્યુ રૂપી ઘુવડ દોડતા આવે છે. ઝાકળા જેમ કમળ વનાને નષ્ટ કરી નાખે છે, શિથિલ બનાવીદે છે તેમજ ઘડપણુ પાંચ ઇન્દ્રિયાને વિકૃત કરીને શિથિલ કરીનાખે છે. ખાધેલા વિષની જેમ તે શરીરને જલ્દી નષ્ટ કરે છે. પત્ની પણ ઘરડા પુરુષને આ ઉંટ છે * એમ માને છે. પુત્ર વગેરે પશુ તેમને તિરસ્કારે છે. તે થાડુપણુ તેમનું સન્માન કરતા નથી. આ ઘડપણની જ્વાળા શ્વાસ, કાસરૂપી ધુમાડાથી જીવને વ્યાકૂળ કરીને જે શરીરમાં સળગી ઉઠે છે તેને ભસ્મીભૂત કરી નાખે છે. ઘડપણ બધી આતાનું એકમાત્ર સ્થાન છે. વિકરાળ અગ્નિની જવાળાઓની પેઠે બધાં સુખાના તેમજ મનેરથાના મૃત્યુ નાશ કરનારું છે. મૃત્યુ, ઘડપણ વગેરે ના સ્વભાવ વાળા આ જગત વિષેમારે હવે કઈ વિચાર કરવા નથી. મૃત્યુ તેમજ ઘડપણ રૂપી અગ્નિની જવાળાએથી સંતપ્ત થયેલા મારામાટેતે હવે નિષ્ક્રમણ એટલે કે દીક્ષાગ્રહણ કરવી—જ શરણુ ભૂત થશે કેમકે સ`સારરૂપી ભય’કર વનમાં આ મનુષ્ય શરીર સમાધિ રૂપી કલ્પવૃક્ષનું ક્ષેત્ર છે. આ વિશિષ્ટ પ્રકારના ઉત્તમ પુષ્પરૂપી હળથી ખેડવામાં આવ્યું છે. નિષ્ક્રમણ ( દીક્ષા) તે વૃક્ષનું ( કલ્પવૃક્ષનું ) ખી છે. વેરાગ્યરૂપી
*
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૦