Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સર્વેક્ષણ ભંગુર છે, તેમજ એમના વડે જ જીવ કર્મોને આસવ (કમનું આત્મામાં દાખલ થવું) કરે છે. એટલા માટે આ બધા આત્મવરૂપ છે અને વિપત્તિઓને સ્થાન છે. આ જગતમાં જેટલાં પદાર્થો છે તેઓ સર્વે રેતીના કણાની જેમ પર સ્પર અસંબદ્ધ છે. એમને ઉપભોગ પણ નવા નવા કર્મોના બંધનમાં પ્રાણીને ફસાવનાર છે. તે વારંવાર મેહજનક હોય છે. મેહ (અજ્ઞાન) જાતે એક મેટે ખાટે (ગ) છે. આત્મજ્ઞાન વગરના પ્રાણીઓ વ્યર્થ આમાં પડ્યા કરે છે. આ નિસાર જગતમાં મારો કોની સાથે કે સંબંધ છે? અજ્ઞાન રાત્રિમાં જ્યારે વિવેકની દષ્ટિ અજ્ઞાનથી ઢંકાઈ જાય છે ત્યારે પાંચ ઈન્દ્રિયેના ત્રેવીશ વિષયે અને આ વિષયના પણ બસ ચાલીશ વિકાર રૂપી ચાર (તસ્કર) આત્મગુણ રૂપી ધન ને ચેરતા રહે છે. જેમાં મુસાફરોને નિજળ પ્રદેશ ગમતું નથી તેમ જ મને પણ આ સંસાર સુખ સારું લાગતું નથી. જેમ પર્વત પર રહેલાં વૃક્ષોના શિખરો મૂળ પવન વિશીર્ણ ( છિન્નવિચ્છિન્ન) કરી નાખે છે તેમજ સંસાર ના ભોગે પણ જેના મનને વિશીર્ણ (જીર્ણ) કરી નાખે છે. પિતાની બખેલમાં સળગતે અગ્નિ જેમ જુનાં વૃક્ષોને બાળીને છેવટે જમીન દસ્ત કરી નાખે છે, તેમજ આ સંસારમાં કષાય રૂપ અગ્નિમાં સંતપ્ત થઈને અશા ન થયેલા છે પણ અત્તે નરક વગેરે દુર્ગતિઓમાં જઈને પડે છે. સંસાર દાવાનળથી સંતપ્ત થયેલું મારું મન કંઈ પણ વિષય સુખમાં શાંતિ જોત નથી. અત્યારે મારૂ મન જન્મ જરા (ઘડપણ) અને મરણના દુઃખ રૂપી પથ્થરેથી પરિપૂર્ણ થઈ ગયું છે. એથી મને તો એમ થાય છે કે હું મોટેથી બૂમ પાડી પાડીને ખૂબ. રડું પણ મારાથી રડાતું પણ નથી કેમકે મારા સ્વજને મને રડતે જોઈને પિતે પણ રડવા માંડશે. એટલે નિઃસાર જગતમાં મારે કોઈ આધાર છે તો તે પ્રત્રજ્યા જ કહી શકાય મૃત્યુ અને ઘડપણની ભયંકરતા વિષે વિચાર તે સ્થાપત્યા પુત્ર કહે છે. “ લાકડામાં ઊધઈ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૯