________________
બાલવયનું સાહિત્યસર્જન
૩૫ કૃતિઓ પ્રત્યે યત્ર તત્ર દષ્ટિપાત કરી એમની કાવ્યસૃષ્ટિના દિગદર્શન દ્વારા આ બાલકવિબ્રહ્માના બાલ્યજીવનમાં ડોકી કરશું.
આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી—જે પાછળથી તપાસતાં સમાપ હતી, તેમજ (તેરમા વર્ષમાં) રામ ઇત્યાદિકનાં ચરિત્ર પર કવિતા રચી છે, –એ સમુચ્ચયવયચર્યામાં શ્રીમદૂના પોતાના જ ઉલ્લેખ પરથી જણાય છે કે શ્રીમદે કવિતાલેખનને મંગલ પ્રારંભ આઠમા વર્ષથી જ કર્યો હતો. ત્યારપછી ઉત્તરોત્તર એ સહજ નૈસર્ગિક કવિત્વશક્તિ વધતી જ ગઈ, અને વિકાસ પામતી પામતી સોળે કળાએ ખીલી ઊઠી. સાક્ષાત્ સરસ્વતીમાં નાંધેલી હકીકત પ્રમાણે –“એમની એ ઈશ્વરી શક્તિ (કવિત્વ શક્તિ) આઠમે વરસે ઉપયોગમાં આવી ચૂકી હતી. એમણે એ વખતમાં નાના નાના વિષયે કવિતામાં સરળ ઢબથી ગોઠવ્યા હતા. નવા નવા વિષયે પકડી પ્રથમ વરસમાં એમણે આશરે ૫૦૦૦ શ્લેક કર્યા હતા. દશ વરસની (નામની સમજણ આવે એવી) વયમાં એમના વિચારો એક સુઘડ અનુભવીને છાજે તેવા હતા. અગીયાર વર્ષની વયથી એમણે ચોપાનીયામાં વિષય લખવા માંડયા હતા, તેમજ તે સંબંધી તેમણે ગ્ય ઈનામો પણ સંપાદન કર્યા હતાં. બાર વર્ષની વયમાં એમની કવિત્વશક્તિ રૂડી રીતે ખીલી નીકળી. નવા નવા વિજય લખવા તેમને પસંદ હોવાથી એમણે ત્રણ દિવસમાં એક ઘડિયાળના ત્રણસેં લોકો તર્કથી ઉપજાવી કાઢયા હતા.” ઈ. રામાયણ અને મહાભારત (નર્વ વર્ષની (?) કે તેર વર્ષની વયે) કાવ્યમાં સંક્ષેપથી લખ્યા હતા, સ્ત્રીકેળવણીની ઉપયોગિતા વિષે એક નિબંધ પણ લખ્યો હતો. ઉપરોક્ત કૃતિઓ પૈકી કેઈ ઉપલબ્ધ નથી. સ્ત્રીનીતિ બોધક ગરબાવલી–જેની ચાર ભાગ લખવાની ચેજના હતી, તેનો પ્રથમ ભાગ રચી શ્રીમદે પોતે જ સં. ૧૯૪૦માં છપાવી પ્રસિદ્ધ કર્યો હતો, તે હાલ ઉપલભ્ય છે, તેમજ ૧૨ થી ૧૭ વર્ષ સુધીની અતિ લઘુવયમાં પણ શ્રીમદે રચેલી જે પ્રૌઢ અર્થગંભીર કાવ્યકૃતિઓ તત્કાલીન સામયિકમાં છપાયેલ હતી, તેની વિગતવાર સૂચિ સદ્. શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતા કૃત “જીવનરેખા'માં પરિશિષ્ટમાં આપી છે, તે અનુસાર ધર્મદર્પણ, ધર્મસબોધરત્ન, સુબોધપ્રકાશ, વિજ્ઞાનવિલાસ, ચંદ્રકાંત, સૌરાષ્ટ્રદપણ આદિ માસિકમાં તેમણે ધર્મ, દેશપ્રેમ, સ્ત્રીનીતિ-સુબોધ આદિ વિષય પરત્વે પ્રાસ્તાવિક કાવ્યો લખેલ છે, તેમાંથી ઉપલભ્ય કેટલાકનું તેમજ સોળમા વર્ષ પૂર્વે લખાયેલ “પુષ્પમાળા'નું અવલેકન હવે પછી કરશું.
આ ઉપરાંત “સાક્ષાત સરસ્વતી’કાર–વિનયચંદ પોપટભાઈ દફતરી જે તે વખતે શ્રીમદના નિકટના સહવાસી અને વારંવાર પરિચયમાં આવનારા હોઈ સમકાલીન (contemporary) બનાવોના સાક્ષી હતા, તેમણે “સાક્ષાત્ સરસ્વતી પુસ્તિકામાં શ્રીમદ્રની કેટલીક સાહિત્યસર્જના અને તેવી સર્જનાની ધારણા અંગે કેટલીક હકીકત
ધી છે તે પ્રમાણે જેનધર્મના અનાદિકાળથી ચાલતા આવેલા મહાનિયમોનું અનુસરણ કરીને એ ધર્મ આચાર્યરૂપનો મતમતાંતર રહિત પંથે ગુંથવાનો ભલે વિચાર છે. એવાં સાત શાસ્ત્રો એમણે રચવા વિચાર કર્યો છે કે એ સાત પુસ્તક અભ્યાસવાથી