Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
Catalog link: https://jainqq.org/explore/008784/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ઉપનથી વગામી Eવ 1 2 ગણોદી ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ કૃત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો * * L जरा हड्डाण बीयाणं नजाति पुणभंकुरा ' »ન્મ નીતુ સું નૈજ્ઞાતિ ઝયંજીરા -- दशाशुतस्केय- अ-५. गा-२५ નngધાડી / નો જવીરાતે બળીએ .. રહી છે. જો કે /wીને જેવી રીતે બળી ગયેલા (બાળી નાખેલાઈબાન માંથી ફરી એકૃર મરાટ થતા ન તમે તુમ રૂપી બીજેનદ4- બાળી નાખવા (બળીલ0) ભન રૂપ (જન્મમet ૩૫) એક્ર ઉત્પન્ન થતા નળ : - ડિજ OfREાતર Gal Sજી. દિ૨httpલા ણીતા ઉગા મહાબોલિ Mછે તેના માટે જ્ઞાશન. 'nિs जो उबसमइ तस्स अस्थि राहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा, तम्बामपणाचे उपसम्मियव्वं सकिमाठु भंते उपसमं, उक्समसारं सामण्णे. ઈન્મ સૂત્રે જે બાજને ખમીને કાંત થઈનમછે તે આત્માની આરાર્ટના રેરી છે પરંતુ જે બાનને બનાવોની આરાર્થના સ્ત્રી શરૂતોની માટે પાર ખકાવવું. શાહે બા જોખમાવવું? (સર આ છે-) સાર્દુત્વના ના ૮ 1શન (Ahોત પાછું-ખ કાલાપહ) માટે ખમાવવું - કોને 2 ક જે પ્રકા 21 મા છે તો જાણી HD વિધાન દેશ ળ લ ી સાપ (!!! કિ રહah ને ? જ: જેના લિ . પડો. બારિયાનાં માત્ર કરી અને લાવાઝવા નાના બાલનાથી શ્વાનોનનાર દિનો મદ હરી લાલજાજfl 62મનને બળ ૯ છે જણલા) 4 4ના 4gamહેવળાલેહંના નાક પર જળ nિ 41-ષ્ટ્રિના કેવા કે હા સામે લિ છે તો મારી, શાને કાજ કાળજી fમાબાપનમ). ઝાઝાન કરવાનું ર થી ર ) જી ના નામ અને પોતાના એક ! ! ! છે. નાળ લ ી દેતા (11) ના વળા લે છે ! લાલ છે કારણ વાળ ખરવાની જીદ કરી કરી નાખી છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ КИТ2 101спе elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line The are were gta aena kate ene on the a nеете па kее КУП2 101с 162172 PECINE KX12 Tele 112 22 lec112 та келе ала естлар коп дести ега 271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ગોંડલ ગચ્છ જયવંત હો પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ શ્રી ગર પ્રાણ આગમ બત્રીની દેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની ની ચીર સ્મૃતિ તથા લાલજી મ. સા. મહાપ્રયાણ દશા સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ , તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલ થાવિરચિત છેદ સૂત્ર વર્ષ ઉપલક્ષ શ્રી દશાશ્રુતસ્કંધ શ્રીબૃહત્કલ્પસૂત્ર શ્રીવ્યવહારવા (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન) : પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા. - સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. કે પ્રકાશન પ્રેરક ધાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. શુભાશિષઃ * પ્રધાન સંપાદિકા : મંગલમૂર્તિ પૂજ્યવરા અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ. : અનુવાદિકાઃ પૂ. શ્રી લીલમબાઈ મ. ડૉ. શ્રી ડોલરબાઈ મ. : પરામર્શ પ્રયોજિકાઃ = સહ સંપાદિકા . ઉત્સાહધરા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. પૂ. શ્રી ઉષાબાઈ મ. : પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન . PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ : આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ. પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન ગુરુ પ્રાણ પ્રકાશન શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ પ્રાપ્તિ સ્થાન ? www.parasdham.org * www.jainaagam.org ૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. 2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439 (U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા - શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯ ૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯ મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ ની Tી પી, સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ સૌરાષ્ટ્રની શીંગદ્યશના ભકતજનોના આપ છો શાસ્તળ, ગમ ગુરણીમૈયા પૂ. મુકત-લીલમબા આપ છો અંતરના આઘાતંભ, આપની જન્મશતાબ્દી આગળ અવગાહન માટે બની ગઈ પ્રેરણાસ્તiળ, ઓ પ્રાણ ગુરુદેવ આપ સદૈવ બની રહ્યા છો અમ રક્ષાdi.. આ ત્રણ છેદ સૂત્રના પ્રકાશન સાથે આગમ સમાપનના આરે આપણે શું સગર્પ? માશ હદયનો પ્રત્યેક ઘબકાર મારા જીવનનો પ્રત્યેક શ્વાસ મારા શરીરના પ્રત્યેક સ્પંદનો આપના શાશઃ સહસશશિમ ગુણોના ચરણોમાં ) સદા ઓળઘોળ રહે, તેવું એકાદ કિરણ અંતરને અજવાળે એ જ મા આદ્રભાવે આરઝૂ. - પૂ. મુકત - લીલમ ગુરુણીના સુશિષ્યા સાધ્વી ડોલર Page #8 -------------------------------------------------------------------------- ________________ તપ સમ્રાટ તપસ્વી ગુરુદવ પૂ શીર્વ રતિલાલજી મ. સા. ના ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીવૃંદ આગમનો અભ્યાસ કરી, તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો, જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે. મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાધ્વીવૃંદ ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. 4 મુનિ રતિલાલ તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય, રાજકોટ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી જયંતમુનિ મ.. શરોમણિ પૂ. શ્રી. ના સ્વહસ્તાક્ષરે છે . ગોંડલ ગચ્છ જિ. બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય – नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ – 'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની A % ન ખેંn - 7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ! તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ. શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું. તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર. Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુરુપ્રાણ આગમ બત્રીસી અનુવાદિકા મહાસતીજીઓ પ્રધાન સંપાદિકા ભાવોગિની બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ. સહસંપાદિકા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. સૂત્રનું નામ શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્નીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રશપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ–૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા. અનુવાદિકા પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. પૂ. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ. પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. પૂ. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈમ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. Page #11 -------------------------------------------------------------------------- ________________ * 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ પ્રણામાંજલિ જાગૃતતા આર્જવતા સહિષ્ણુતા લધુતા સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો દાંતો Gutheile પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા પ્રૌઢતા કરુણતા ક્રાંતિકાર કતા સેવાશીલતા સૌમ્યતા આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા. અકુતૂહલતી નયુકતતી સામ્યતા તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા | ધર્મકલાધરતા એકાંતપ્રિયતા શૂરવીરતા રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા - સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો પવિત્રતા વિશાળતા દયાળુતા સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા સૌષ્ઠવતા લાવણ્યતા સમયસતી પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા | પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા ગંભીરતા કર્મનિષ્ઠતા વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા ચારિત્ર પરાયણતા વીરતા ખમીરતા વરિષ્ઠતા દિવ્યતા રોચકતા ઉપશમતા શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્ Page #12 -------------------------------------------------------------------------- ________________ પપ ( ઉદી દરી anna વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત - પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd- aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર F: O) મંગલ મનીષી મુનિવરો શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા. જદિન 0-00 000000ર3 ૦ 9 * = ૦ f ૦ 9 90 9 $ $ ૦ $ 6 છે. - VVVV = રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2: ૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ. પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ. પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ. પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ. પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ. પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ. પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ. ૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ. પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ. પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ. પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ. પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ. પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ. પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ. પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ. પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ. પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ. પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ. પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ. પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ. પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ. પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ. પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ.. ૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ. પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ. પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ. ૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ. ૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ. ૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ. andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT $ VVVVUUUUUUU $ $ $ # # $ UU $ $ $ to જ Page #13 -------------------------------------------------------------------------- ________________ બુત સેવાનો સત્કાર શ્રુતાધાર (મુખ્યદાતા) રતિગર ચેરીટેબલ ટ્રસ્ટ હ. ટી. આર. દોશી ગોંડલગચ્છના અનસ્ત સિતારા સંતોના શિરતાજ, પ્રાણ પરિવારના સાધ્વીજીઓના પ્રાણ સમાન હજારો ભક્તોના શ્રદ્ધાના કેન્દ્રસ્થાન, તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. એ પોતાના સાધક જીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી સ્વયંની આત્મસાધનાને પરિપકવ બનાવી, તેની સાથે જ ૧૪૫ મુમુક્ષુઓના દીક્ષાદાતા બનીને રત્નત્રયની આરાધનાના પ્રેરક બન્યા હતા. સાધક જેમ જેમ અધ્યાત્મ સાધનામાં ગહનતમ ઊંડાણમાં જતો જાય છે, તેમ તેમ તેમનું અંતર કરૂણાભાવથી દ્રવિત થાય છે અને તેના પરિણામે તેવા સાધકો કેટલા ય જીવદયા, માનવસેવા જેવી પ્રવૃત્તિઓનો પણ ઉપદેશ આપે છે. પૂ. તપસ્વી ગુરુદેવના જીવનમાં પણ આવી જ ઘટના ઘટિત થઈ. અનેક ભક્તોએ પૂ. ગુરુદેવની શ્રદ્ધા - ભક્તિથી તેઓના જ પુણ્યનામથી ટ્રસ્ટનો પ્રારંભ કર્યો. પૂ. ગુરુદેવની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જ આ ટ્રસ્ટના માધ્યમથી અનેક માનવસેવાની પ્રવૃત્તિઓ, મેડિકલ સહાય, ગૌશાળા જેવી પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. જે આજે પણ ટ્રસ્ટી વયોવૃદ્ધ સુશ્રાવક શ્રી રતિભાઈ દોશી તથા શ્રી ટી. આર. દોશી કરી રહ્યા છે, તે ઉપરાંત પૂ. ગુરુદેવને જ્ઞાનારાધનાનું અદમ્ય આકર્ષણ હતું. તેથી જ ગુરુ પ્રાણ આગમ બત્રીસીના પ્રથમ પ્રકાશનમાં તેઓશ્રીની પ્રેરણાથી ચાર આગમના કૃતાધાર બની પ્રકાશન કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. પૂ. ગુરુદેવની ભાવનાને લક્ષમાં રાખીને આજે આગમ બત્રીસીના પુનઃ પ્રકાશનમાં પણ ટ્રસ્ટીગણ લાભ લઈ રહ્યા છે. તેઓને ધન્યવાદ. ટ્રસ્ટીઓ સદાય પૂ. ગુરુદેવના આદર્શોને લક્ષમાં રાખી, તેઓએ ચીંધેલા રાહે જ કાર્યશીલ રહે એ જ ભાવના... ગુરપ્રાણ પ્રકાશન PARASDHAM Page #14 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય પૃષ્ટ ૧૩૧ ૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૩૭ પૂ.શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પુનઃ પ્રકાશનના બે બોલ પૂર્વ પ્રકાશનના બે બોલ અભિગમ છેદ સૂત્રની વિશેષતાઓ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય 'શાસ્ત્ર પ્રારંભ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પહેલી દશાઃ અસમાધિ સ્થાન બીજી દશાઃ શબલ દોષ ત્રીજી દશાઃ આશાતના ચોથી દશા: ગણિ સંપદા પાંચમી દશા ચિત્ત સમાધિ સ્થાન છઠ્ઠી દશા ઉપાસક પડિમા સાતમી દશા: ભિક્ષુ પડિયા આઠમી દશા: પર્યુષણા કલ્પ નવમી દશા: મહામોહનીય બંધસ્થાન દસમી દશા નિદાન શ્રી બૃહક્કલ્પ સૂત્ર ઉદ્દેશક-૧ પ્રાકથન સાધુ-સાધ્વીને ગ્રાહ્ય-અગ્રાહ્ય તાલપ્રલંબ ગ્રામાદિમાં રહેવાની કલ્પ મર્યાદા વિષય | એક ક્ષેત્રમાં રહેવાનો વિવેક | બજાર આદિમાં રહેવાનો વિવેક દરવાજાના વિનાના સ્થાનો ઘટી માત્રકનું ગ્રહણ ચિલમિલિકા-મચ્છરદાની વિવેક જલાશયના કિનારે પ્રવૃત્તિ નિષેધ | ચિત્રોવાળા ઉપાશ્રય સાગારિકની નિશ્રા ગૃહસ્થયુક્ત ઉપાશ્રય પ્રતિબદ્ધ સ્થાનો પ્રતિબદ્ધ માર્ગવાળા સ્થાનો શ્રમણપણાનો સાર-ઉપશમભાવ વિહાર વિવેક વૈરાજ્ય કે વિરુદ્ધ રાજ્યમાં ગમનાગમન નિમંત્રિત વસ્ત્રાદિનું ગ્રહણ રાત્રે આહાર, વસ્ત્રાદિ ગ્રહણ નિષેધ રાત્રે ગમનાગમનનો નિષેધ રાત્રે સ્પંડિલભૂમિ આદિમાં એકલા જવાનો નિષેધ | આર્ય ક્ષેત્રમાં વિચરણ | ઉદ્દેશક-૨ પ્રાકથન | ધાન્યયુક્ત ઉપાશ્રય માદક દ્રવ્યયુક્ત સ્થાન પાણી ભરેલા ઘટયુક્ત સ્થાન અગ્નિયુક્ત સ્થાન ૧૨૫ ખાદ્ય પદાર્થયુક્ત સ્થાન ૧૨૭] ધર્મશાળા આદિ સ્થાન ૧૨૯] અનેક માલિક હોય તેવા મકાનની આજ્ઞા વિધિ ૧૩૯ ૧૪૧ ૧૪૨ ૧૪૪ ૧૪૪ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૦ ૧૫૧ ઉપર Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૧૬૦ વિષય પૃષ્ટ વિષય શય્યાતરપિંડ ગ્રહણ ૧૫૫ વાંચના લેનારની યોગ્યતા-અયોગ્યતા શય્યાતરના ઘરે આવેલા કે મોકલેલા આહારનું ગ્રહણ ૧૫૭ શિક્ષા પ્રાપ્તિની યોગ્યતા-અયોગ્યતા શય્યાતરની ભાગીદારીવાળા આહારનું ગ્રહણ વિજાતીય સ્પર્શની અનુમોદનાનું પ્રાયશ્ચિત્ત શય્યાતરના પૂજ્યજનોને આપેલા આહારનું ગ્રહણ કાલાતિક્રાંત દોષ અને તેનું પ્રાયશ્ચિત્ત સાધુ-સાધ્વીને માટે કલ્પનીય વસ્ત્ર ક્ષેત્રાતિક્રાંત દોષ અને તેનું પ્રાયશ્ચિત્ત સાધુ-સાધ્વીને માટે કલ્પનીય રજોહરણ અનૈષણીય આહારનો વિવેક ઉદ્દેશક-૩ કલ્પ-અલ્પસ્થિત સાધુઓ માટે પ્રાકથન ઔદેશિક આહાર વિવેક સાધુ-સાધ્વીને પરસ્પરના ઉપાશ્રયમાં પ્રવૃત્તિ નિષેધ અન્ય ગણમાં જવાની વિધિ ચર્મખંડ ગ્રહણ સાંભોગિક વ્યવહાર માટે અન્ય ગણમાં જવાની વિધિ વસ્ત્ર ગ્રહણ વિવેક | આચાર્ય આદિના નેતૃત્વ માટે અન્ય ગણમાં અવગ્રહાનંતક ધારણ કરવાનો વિવેક જવાની વિધિ સાધ્વીને પોતાની નિશ્રામાં વસ્ત્ર ગ્રહણ સાધુના મૃત શરીરને પરઠવાની વિધિ દીક્ષા સમયે ઉપધિ ગ્રહણ કષાયોના ઉપશમની અનિવાર્યતા વસ્ત્ર ગ્રહણની કાલમર્યાદા પરિહાર કલ્પસ્થિત સાધુની સેવા રત્નાધિકોની પ્રધાનતા મહાનદી પાર કરવાનો વિવેક ગૃહસ્થોના ઘરમાં નિવાસ નીચા ઉપાશ્રયમાં રહેવાનો વિવેક ગૃહસ્થોના ઘરમાં વાર્તાલાપનો નિષેધ ઉદ્દેશક-૫ શધ્યા સંસ્મારક પાછા આપવાનો વિવેક પ્રાકથન આંગતુક શ્રમણોને શય્યા સસ્તારકની આજ્ઞા વિધિ દેવ-દેવીના સ્પર્શજન્ય વિકાર ભાવનું પ્રાયશ્ચિત્ત | સ્વામી વિનાના ઘરની આજ્ઞા વિધિ કલેશ કરીને આવેલા સાધુ પ્રતિ અન્ય સાધુનું કર્તવ્ય માર્ગ આદિમાં રહેવા માટે આજ્ઞાવિધિ રાત્રિ ભોજનના અતિચાર અને પ્રાયશ્ચિત્ત સેનાની સમીપના ક્ષેત્રમાં ગોચરી ગમન ઉગાલ સંબંધી વિવેક અને પ્રાયશ્ચિત્ત અવગ્રહ ક્ષેત્રનું પ્રમાણ સંસક્ત આહાર વાપરવાનો વિવેક ઉદ્દેશક-૪ પશુ-પક્ષીના સ્પર્શાજન્ય વિકાર ભાવનું પ્રાયશ્ચિત્ત પ્રાક્કથન સાધ્વીને એકલા જવાનો નિષેધ અનુઘાતિક પ્રાયશ્ચિત્ત સ્થાન સાધ્વીને વસ્ત્ર-પાત્ર રહિત થવાનો નિષેધ પારાંચિત પ્રાયશ્ચિત્ત સ્થાન સાધ્વીને પ્રતિજ્ઞાબદ્ધ થઈને આસન આદિ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત સ્થાન કરવાનો નિષેધ દીક્ષા આદિને અયોગ્ય ત્રણ પ્રકારના નપુંસક આકુંચનપટ્ટક ધારણ કરવાનો વિવેક 10 Page #17 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ પૃષ્ટ ૨૧૩. વિષય વિષય આવલંબનયુક્ત આસન ૨૧૩ | અનવસ્થાપ્ય અને પારાંચિત સાધુની ઉપસ્થાપના સવિષાણ પીઠ આદિનો ઉપયોગ અકૃત્ય સેવનનો આક્ષેપ તથા તેની નિર્ણય વિધિ સાધ્વીને માટે નિષિદ્ધ ઉપકરણ ૨૧૪ | સંયમત્યાગનો સંકલ્પ તથા પુનરાગમન પરસ્પર મોક આદાન-પ્રદાન ૨૧૪. | એકપક્ષીય સાધુને પદ પ્રદાન વાસી આહાર-ઔષધનો વિવેક | પારિવારિક-અપારિવારિકનો વ્યવહાર પારિહારિક સાધુના દોષ સેવન તથા પ્રાયશ્ચિત્ત ઉદ્દેશક–૩ પૌષ્ટિક ભોજનથી પ્રાપ્તિ પછી ગોચરી જવાનો વિવેક | ૨૧૬ | પ્રાકથન ઉદ્દેશક ગણધારકની યોગ્યતા પ્રાકથન ઉપાધ્યાય પદની યોગ્યતા અકથ્યવચન આચાર્ય પદની યોગ્યતા કલ્પ પ્રસ્તાર ગણાવચ્છેદક પદની યોગ્યતા વિજાતીય સ્પર્શનો અપવાદ અલ્પદીક્ષા પર્યાયવાળાને પદ પ્રદાન સંયમ નાશકછ સ્થાન આચાર્ય આદિના નેતૃત્વની અનિવાર્યતા છ પ્રકારની કલ્પસ્થિતિ અબ્રહ્મ સેવીને પદ પ્રદાનનો ઉત્સર્ગ-અપવાદ શ્રી વ્યવહાર સૂત્ર સંયમત્યાગીને પદ પ્રદાનનો ઉત્સર્ગ અપવાદ ઉદ્દેશક-૧ પાપસેવી બહુશ્રુતને પદ પ્રદાનનો નિષેધ પ્રાકથન | ઉદ્દેશક-૪ કપટ રહિત, સહિત આલોચનાથી પ્રાયશ્ચિત્તની | પ્રાકથન તરતમતા આચાર્યાદિના વિહારમાં સાધુઓની સંખ્યા પારિહારિક-અપારિહારિક સાધુનો વ્યવહાર |૨૩૮ ગણધારકના કાલધર્મ સમયે શેષ સાધુઓનું કર્તવ્ય પારિવાર કલ્પ સ્થિત સાધુનો વૈયાવચ્ચ માટે વિહાર/૨૩૯ આચાર્યાદિના કાલધર્મ પછી પદ પ્રદાનનો નિર્ણય એકલા વિચરનારને ગણમાં પાછા લેવાની વિધિ ૨૪૧ | આચાર્યાદિ સંયમ ત્યાગ પછી પદ પ્રદાનનો નિર્ણય પાર્થસ્થ આદિ સાધુને ગણમાં પાછા લેવાની વિધિ ઉપસ્થાપના–વડી દીક્ષાની કાલમર્યાદા અન્ય લિંગ ગ્રહણ કરનારને ગણમાં પાછા ૨૪૨ | અન્ય ગચ્છમાં ગયેલા સાધુનો વિવેક લેવાની વિધિ અભિનિચારિકા માટે વિધિ-નિષેધ સંયમ છોડીને જનારને ગણમાં પાછા લેવાની વિધિ ૨૪૬| ચર્યા પ્રવિષ્ટ-ચર્યા નિવૃત્ત સાધુના કર્તવ્ય આલોચનાનો ક્રમ | શૈક્ષ અને રત્નાધિકોનો વ્યવહાર ઉદ્દેશક-૨ | રત્નાધિકોના નેતૃત્વમાં વિહાર પ્રાકથન ૨૫૦ ઉદ્દેશક-૫ સહવર્તી સાધર્મિકોમાં પરિહાર તપ | પ્રાકથન ણ સાધુઓની વૈયાવચ્ચે ૨૫૩] પ્રર્વતિની આદિના વિહારમાં સાધ્વીઓની સંખ્યા ૨૪૬ ૩૦૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષય અગ્રણી સાધ્વીના કાલધર્મ સમયે શેષ સાધ્વીઓનું કર્તવ્ય પ્રવર્તિનીના કાલધર્મ પછી પદ પ્રદાનનો નિર્ણય આચાર પ્રકલ્પ વિસ્મૃતને પદ પ્રદાનની વિધિ સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના કરવાનો ઉત્સર્ગ અપવાદ અબ્રહ્મચર્ય ભાવોનું પ્રાયશ્ચિત્ત અન્ય ગણના સાધુને ગણમાં લેવાની વિધિ ઉદ્દેશક-૭ સાધુ-સાધ્વીને પરસ્પર સેવાનો ઉત્સર્ગ-અપવાદ સર્પદંશ ચિકિત્સા ઉદ્દેશક-દ પ્રાકથન સ્વજન-પરિજનના ઘરે ગોચરી ગમન આચાર્યાદિના અતિશય ૩૧૩ | પ્રાક્કેથન અગીતાર્થ સાધુઓને સાથે રહેવાનો ઉત્સર્ગ-અપવાદ ૩૧૫ શય્યાતરપિંડની જ્ઞાતા-અગ્રાહ્યતા સાધુને એકલા રહેવાનો ઉત્સર્ગ-અપવાદ |૩૧ | સપ્ત સપ્તમિકા આદિ ભિક્ષુ પ્રતિમાઓ પ્રાક્કેથન અન્ય ગણના સાધ્વીને રાખવા માટે પૃચ્છા સંબંધ વિચ્છેદ કરવા માટેના નિયમો પ્રર્જન કરવા માટેના વિધિ નિષેધ દૂરસ્થ ગુરુના નિર્દેશપૂર્વક દીક્ષા ગ્રહણ દૂરસ્થ સાધુ-સાધ્વી સાથે ક્ષમાયાચના વિધિ વ્યતિકૃષ્ટ કાલમાં સ્વાધ્યાયનો ઉત્સર્ગ અપવાદ સ્વાધ્યાય કાળનો વિવેક સાધ્વીને આચાદિની નિશ્રાની આવશ્યકતા મૃત શરીરની ઉત્તર ક્રિયા શય્યાતરનો નિર્ણય આજ્ઞા ગ્રહણ વિધિ રાજ્ય પરિવર્તનમાં આજ્ઞા ગ્રહણ વિધિ પૃષ્ટ ૩૦૨ | ઉદ્દેશક-દ પ્રાથન ૩૦૪ | શય્યા સંસ્તારક ગ્રહણ વિધિ ૩૫|શા સંસ્તારકની ગવેષણા વિધિ ૩૦૮ | એકાકી સ્થવિરના ભંડોપકરણની સુરક્ષા શય્યા સંસ્તારકની આજ્ઞા વિધિ |૩૦૮ | શય્યા સંસ્તારની આજ્ઞા પછી ગ્રહણ વિધિ | ૩૦૮ | માર્ગમાંથી મળેલા ઉપકરણની વ્યવસ્થા અધિક પાત્રા લાવવાનું વિધાન ૩૧૧ | આહાર ઉણોદરીનું પરિમાણ ૩૧૨ | ઉદ્દેશક ૩૧૭ | મોક પ્રતિમા ૩૧૮ | દત્તીનું સ્વરૂપ વિષય ત્રણ પ્રકારનો આહાર | ૩૨૦ | અવગૃહીત આહારના પ્રકાર ૩૨૧ | ઉદ્દેશક-૧૦ ૩૨૨ |પ્રાકથન ૩૨૪ | બે પ્રકારની ચંદ્ર પ્રતિમાઓ ૩૨૫ | પાંચ પ્રકારના વ્યવહાર ૩૬ | ગણની વૈયાવચ્ચ કરનાર સાધુના ચાર પ્રકાર ૩૨૭ | ધર્મ દઢતાની અપેક્ષાએ પુરુષના ચાર પ્રકાર ૩૨૭ | આચાર્ય તથા શિષ્યોના ચાર પ્રકાર ૩૨૮ | સ્થવિરના ત્રણ પ્રકાર ૩૨૯ | શૈક્ષની કાલમર્યાદા ૩૨૯ | બાલ સાધુને ઉપસ્થાપનાનો નિષેધ 121 ૩૩૧ | દીક્ષા પર્યાય અનુસાર અધ્યયન ક્રમના પ્રકાર વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા પૃષ્ટ | ૩૩૩ ૩૩૪ ૩૩૪| ૩૩ ૩૩૭ ३३८ ૩૩૯ ૩૪૧ |૩૪૧ |૩૪૪ ૨૩૪૫ ૩૫૧ ૩૫૪ ૩૫૬ ૩૫૭ ૩૫૭ ૩૫૯ ૩૦ ૩૬ ૩૮ ૩૭૦ ૩૭૨ |૩૭૩ |૩૭૪ ૩૭૫ બાલ સાધુને આચાર પ્રકલ્પના અધ્યયનનો નિષેધ |૩૭૬ ૩૭૭ ૩૮૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન નામ : : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ : વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ : માંગરોળ. પિતાશ્રી : ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી ? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત : માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની : ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર : વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ, ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપઆરાધના રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો : વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, સમયસૂચકતા વગેરે.. | 13 | Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખ શિષ્ય પ્રમુખ શિષ્યા સાધુસંમેલન વિહાર ક્ષેત્ર પ્રતિબોધિત શ્રાવકવર્ય સ્થિરવાસ અનશન આરાધના આયુષ્ય ઉત્તરાધિકારી ઉપનામ પાટપરંપરા * ૩ આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ૐ પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ. ૐ વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુસાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ માટે ૧૩ નિયમો બનાવ્યાં. - કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ. : શ્રી શોભેચંદ્ર કરસનજી શાહ – વેરાવળ. વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ – ૧૫ થી ગોંડલમાં. : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન પ્રારંભ, વૈશાખ સુદ – ૧૫ સમાધિમરણ. : ૮૪ વર્ષ, સંયમ પર્યાય – ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨ વર્ષ. આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. : : : વિદ્યમાન વિચરતોપરિવાર : ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ. 14 Page #21 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ વેરાવળ. પિતા શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ વિસા ઓસવાળ. જન્મદિન વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર ૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર. તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા ગોંડલ ગચ્છ. સંયમદાતા મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧ 15 | Page #22 -------------------------------------------------------------------------- ________________ સમાજોત્કર્ષ જ્ઞાન પ્રસાર દેહ વૈભવ આવ્યંતર વૈભવ વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. સ્વહસ્તે દીક્ષિત પરિવાર અંતિમ ચાતુર્માસ, દેહ વિલય અંતિમ વિધિ શિષ્ય પરિવાર 16 TO Page #23 -------------------------------------------------------------------------- ________________ તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું - જીવન દર્શન શુભ નામ જન્મસ્થાન જન્મદિન પિતા માતા વૈરાગ્ય ભાવ દીક્ષા ગુરુદેવ રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ. ગચ્છ પરંપરા અભ્યાસ યોગ સાધના યોગ સેવાયોગ તપયોગ Page #24 -------------------------------------------------------------------------- ________________ મૌનયોગ દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨ નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦ વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા, સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને ૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ', રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ. | 18 Page #25 -------------------------------------------------------------------------- ________________ eleg પુર્વ પ્રકાશનના બે બીજી (બીજી આવૃત્તિ) તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા. તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો... ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે. આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ. અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમપ્રકાશનનું કાર્ય સંભાળશે. 19 Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે. - પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ. અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે. અમે તે સર્વના આભારી છીએ. અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના. શ્રી ગુરુપ્રાણ પ્રકાશન PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રકાશકના બે બોલા (પહેલી આવૃત્તિ) અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે. આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું. આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી. રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા. Page #28 -------------------------------------------------------------------------- ________________ 10 આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા., તથા આગમ દિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ. વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વશ્રુત આરાધક પૂ. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ. શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાં નિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્પ્યુટરાઈઝડ્ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ. આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાં ય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે. જય જિનેન્દ્ર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી) 22 શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી) Page #29 -------------------------------------------------------------------------- ________________ ** અભિગમ ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. છેદ સૂત્રની ચિંતનપૂર્ણ પૃષ્ઠભૂમિ લગભગ બધા શાસ્ત્રોમાં અભિગમરૂપે અમારું મંતવ્ય આપ્યું છે, પરંતુ અહીં છેદ શાસ્ત્ર માટે અભિગમ ન કહેતા તેની પૃષ્ઠભૂમિનો વિચાર કર્યો છે. છેદ શાસ્ત્રના સામાન્ય વક્તવ્ય જે આગમરૂપે પ્રણિત થયેલા છે, જેમાં માનવીય સહજ વૃત્તિઓના નિરોધ માટે કેટલુંક વિવૃત્ત વિવેચન છે. જેનું સામાન્ય જનતા વચ્ચે આલોકન થઈ શકે તેવું નથી. ફક્ત વ્યક્તિગત સાધુ કે સાધ્વીજીઓ પોતાના મનને કે રાગાદિ ક્રિયાઓને નિયંત્રિત કરે, તે માટે ઉદાહરણો આપીને વિવેચન કર્યું છે. જેથી નંબર એક તો આ શાસ્ત્રનું પ્રકાશન આમ જનતામાં આવશ્યક નથી. આ માટે સમાજમાં નાનો-મોટો મતભેદ પણ પ્રવર્તે છે, પરંતુ આપણા ‘ગુરુપ્રાણ આગમ પ્રકાશન ટ્રસ્ટે’ સળંગ બત્રીસ શાસ્ત્રોની પુષ્પમાળા ગૂંથીને તેમનું પ્રકાશન કરવાનો સંકલ્પ કર્યો હતો અને છેદ શાસ્ત્રના પ્રકાશન માટે વિચાર ભેદ ઉત્પન્ન થતા, આ બાબત અમને પણ પ્રેરિત કર્યા હતા. તો અમોએ યુક્ત રીતે મધ્યમ માર્ગથી પ્રકાશન કરવા માટે સમ્મતિ આપી અને આજે આ શાસ્ત્ર પ્રકાશિત થઈ રહ્યું છે. તો તે બાબત અમોને અમારા ચિંતનના આધારે ફક્ત તેમની પૃષ્ઠભૂમિ જ કહેવાનું યોગ્ય લાગ્યું છે. AB લાગે છે કે– આજથી બે, ચાર હજાર વર્ષ પહેલા સમાજમાં સ્ત્રી-પુરુષોના સંબંધ વિશે માણસો વધારે ઉત્સુક ન હતા, સામાન્ય જનતા ભોગાત્મક ક્રિયાથી સંતોષ મેળવતી અને તે બાબતના સંસ્કારો વધારે દઢમૂલ હતા. મનુષ્ય જ્યારે સાક્ષાત્ ભોગનું નિમિત્ત ન હોય ત્યારે કેટલીક કુચેષ્ટાઓથી મનની વાસનાઓને તૃપ્ત કરતા. આ પ્રકારના માનવ સમાજમાંથી સહજ પ્રેરણા મળતા કેટલાક ભવ્ય જીવો ત્યાગ માર્ગમાં જોડાઈ સાધુ જીવન સ્વીકાર કરતા. સાધુ જીવનનો સ્વીકાર કર્યા પછી પણ સામાન્ય કુટેવથી મનુષ્ય આક્રાંત થતો રહેતો અને જો આ કુચેષ્ટાઓને પ્રબળ રીતે સમજાવીને રોકવામાં ન આવે કે તેનું દંડાત્મક(સજારૂપે) પ્રાયશ્ચિત્ત આપવામાં ન આવે, તો તેમનું મન સ્થિર ન થઈ શકે, તે સ્વાભાવિક છે. જેથી આખું છેદશાસ્ત્ર ઠેર-ઠેર જ્યાં જરૂર લાગી ત્યાં બીજા વિષયોની સાથે આવી કુચેષ્ટાઓનું ખુલ્લું વિવરણ આપી દંડાત્મક ન વિધાન કરે છે. જૈન સંસ્કૃતિનો ભગવાન મહાવીર સ્વામીના સમયનો કાળ, એક મોટો પરિવર્તન 300 23 Page #30 -------------------------------------------------------------------------- ________________ ** કાળ છે અને ભગવાન મહાવીર સ્વામીને, ગણધરોને તથા શાસ્ત્રકારોને બ્રહ્મચર્ય માટે ઘણા કડક નિયમો બતાવવા પડયા અને ચોથા મહાવ્રતની વિશેષરૂપે સ્થાપના કરી બ્રહ્મચર્યના બાહ્ય અને આત્યંતર, સૂક્ષ્મ અને સ્થૂલ, બધા આચરણો ઉપર પૂરું જોર આપવામાં આવ્યું અને જૈન પરંપરામાં અંતિમ તીર્થંકરના સમયના સાધકોને વક્ર અને જડ માનવામાં આવ્યા છે. જેથી તેઓને કડીબદ્ધ ઘણી અપેક્ષાઓએ ફેરવી ફેરવીને ગુપ્ત તથા વિવૃત્ત સૂચનાઓ આપવામાં જરાપણ કચાશ રાખવામાં આવી નથી છતાં પણ શાસ્ત્રકારો મહાદ્યુતના ધણી હોવાથી આવા વિષયોને બધા શાસ્ત્રોમાં જ્યાં ત્યાં ઉપદેશીને તેમની મહત્તા ઓછી ન થાય તેનું પૂરું ધ્યાન રાખીને આ વિષય માટે કેમ જાણે ચાર શાસ્ત્રો નક્કી કર્યા હોય; તેમ ફક્ત “નિશીથ સૂત્ર’ અને ‘ત્રણ છેદસૂત્ર’ને જ આવરી લીધા છે અને આ શાસ્ત્રો ગોપ્ય છે. એકાંત શિષ્યોને ઉપદેશ કરવા લાયક છે, તેવી પરંપરા ચાલી આવે છે. આજના પ્રકાશન યુગમાં અને પાઠક લોકોની સંખ્યા બહુ જ વધેલી છે તથા વિદ્યાલયો અને મહાવિધાલયોમાં બધા વિષયો ઉપર ઊંડું સંશોધન ચાલે છે. ઉપરાંત જનસમાજમાં પણ સાહિત્યની ઉપલબ્ધિને કારણે વાંચનની સંચ વ્યાપક બની છે ખાસ કરીને ધાર્મિક વર્ગ પોતાના શાસ્ત્રોને મૂળ આગમોને જાણવા માટે ઉત્કંઠિત છે. એવા સમયે । અમુક શાસ્ત્ર ગોપ્ય છે તેમ કહેવાથી પરિણામ વિપરીત આવે અને તેને જાણવા માટેની આકાંક્ષા તીવ્ર બને, તેથી આજના યુગમાં મૂળ આગમોનું પ્રકાશન રોકી શકાય તેમ નથી. આના અનુસંધાનમાં આ છેદ શાસ્ત્રોનું પ્રકાશન થઈ રહ્યું છે અને તે માટે કેટલુંક સ્વતંત્ર ચિંતન અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ, છતાં પણ આ શાસ્ત્રોની વિવૃત્ત આજ્ઞાઓ માટે મૌન રાખીને આજનો સભ્ય સમાજ પચાવી શકે તેવી બે ચાર વાતો લખશું. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. પ્રાચીન જૈન પરંપરાઓ નિયમાવલીની સાથે સાથે નિયમોનું ખંડન થતાં તેને પ્રાયશ્ચિત્ત આપવાની એક જબરજસ્ત પ્રક્રિયા ચાલતી હતી. અહીં શાસ્ત્રકારે ‘છેદ’ શબ્દનો ખાસ અર્થ બતાવ્યો નથી, પરંતુ ‘છેદ’ એક પ્રકારનું પ્રક્ષાલન છે. લાગેલા ડાધ કે મેલને ધોવાની એક માનસિક પ્રક્રિયા છે. મનથી ઉદ્ભવેલા દોષો મનને મનાવી લેવાથી મટતા નથી તેમજ તેનો પ્રભાવ પણ પડતો નથી પરંતુ દંડાત્મક-સજા માટે મનુષ્ય પોતે પગલું ભરે અથવા ગુરુ આજ્ઞાને માની દંડનો સ્વીકાર કરે તો મન પર અમુક અંશે તેની સ્થાયી અસર થાય છે. છેદ શાસ્ત્ર' આવા પ્રકારની દંડાત્મક વિધિથી ક્રિયાત્મક ખોટા આચરણોને સ્વચ્છ કરવા માટે પ્રભુની આજ્ઞારૂપે સાધુ-સંતોને આદેશ આપે છે. ‘પાપનું છેદન’ સચોટ વિપરીત ક્રિયાથી જ થઈ શકે છે. યોગશાસ્ત્રમાં પણ લખ્યું છે. વિત વાધને પ્રતિપક્ષમાવનું AB 24 100 Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ વિર્તક, કુવિચાર કે કુચેષ્ટાઓ કે બ્રહ્મચર્યનું ખંડન થાય તેવી પ્રવૃત્તિઓનો છેદ કરવા માટે તે પ્રવૃત્તિઓને અટકાવી શકાય, તેવું પ્રતિપક્ષરૂપે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. - આખું “છેદશાસ્ત્ર' આ વાતનું પગલે પગલે વિધાન કરે છે અને તે માટે ભિક્ષુ અને ભિક્ષુણીઓને વારંવાર સંબોધ્યા છે, જાગૃત કર્યા છે. તે વખતમાં આવા વિધિવત્ ઉપાશ્રયો ન હોવાથી તથા સાધુ-સાધ્વીઓ સમાજના બંધનમાં ન હોવાથી ગમે ત્યાં, ગમે તે ક્ષેત્રોમાં, ગમે તેવી જાતિઓ વચ્ચે વિચરણ કરતા હતા અને તેથી સાધુઓ અણધડ, નિર્દોષ જન જાતિઓના કુરિવાજો કે કુચેષ્ટાઓના સંપર્કમાં આવે તે સહજ હતું. શાસ્ત્રકારોએ પ્રબળ રીતે આ બધી વાતોનો ઉલ્લેખ કરી, ભિક્ષ-ભિક્ષુણીઓને ચેતવ્યા છે કે આ બધી ભૂલો કરવા જેવી નથી, તે સાધારણ ભૂલો નથી પરંતુ પ્રાયશ્ચિત્ત લેવા જેવા દોષો છે, તેથી ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. આ બધી આજ્ઞાઓમાં મહાજ્ઞાની પુરુષોએ સમયને અનુકૂળ લાગ્યું તે રીતે, તે સમયના શબ્દ પ્રવાહોના આધારે સાધુ-સાધ્વીઓને એકાંતમાં આવી આજ્ઞાઓ આપી હોય, તેમ જણાય છે. આ ફક્ત કામવૃત્તિઓ સંબંધી જે આજ્ઞાઓ છે, તે માટે અમે વિવેચન આપ્યું છે, પરંતુ આખુ છેદશાસ્ત્ર ફક્ત વાસનાના નિયમોનો જ ઉલ્લેખ કરે છે, તેવું નથી. આ છેદ શાસ્ત્રોમાં નાની-મોટી સાધનાને અનુકૂળ એવી સંખ્યાબંધ આજ્ઞાઓ છે, જેમાં જરાપણ અસભ્યતા નથી. શાસ્ત્રનું વાંચન કરતા એ સ્પષ્ટ થાય છે કે સ્થવિર ભગવંતો સમગ્ર સાધુ જીવન માટે કેટલા બધા સાવધાન હતા અને કેટલી ચીવટભરી ઝીણી આજ્ઞાઓનું પણ ફરમાન કર્યું છે. જેમ કે- સાધુ કાન ખોતરવાની સળી પોતાને માટે માંગીને લાવે અને પછી બીજા સાધુને વાપરવા આપે તો પણ દોષના ભાગી બને છે અને તેને માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે, તે જ રીતે સાધુ આહાર સંજ્ઞાનો શિકાર ન થાય તે માટે આજ્ઞા આપી છે કે ગોચરી લઈને આવ્યા પછી સારું-સારું તારવીને ન ખાય અને સામાન્ય લુખો-સુકો આહાર પરઠી દે, તે તેમ કરે તો સાધક ઘણા દોષને ભાગી બને છે. શાસ્ત્રના વિવેચનથી લાગે છે કે- સાધુઓએ જીવનભર રૂક્ષ આહાર વાપરવાનો છે. વિગયનો સર્વથા ત્યાગ કરવાનો છે અને તે જ રીતે વર્તે, તો તેને યોગ્ય સાધુ ગણી તેનાથી વિપરીત આચરણ કરનારને દોષી માને છે. (ખાસ પ્રસંગોમાં મુખ્ય આચાર્યની આજ્ઞાથી જ પરિમિત વિગય વાપરવાનું કહ્યું છે.) આ ઉપરાંત જેઓએ આહારસંજ્ઞાને સંક્ષિપ્ત કરી નથી અને ગૃહસ્થને ત્યાં ગોચરી જાય કે આહાર લેતી વખતે સાવધાન ન રહે તે માટે લખ્યું છે કે– જે સાધુ રસોડામાં પ્રવેશ કરી ત્યાં બનેલી બધી આહાર સામગ્રીને તીવ્ર ભાવે નિહાળ્યા પછી $ 25 ON.* Page #32 -------------------------------------------------------------------------- ________________ આંગળી ચિંધીને એમ કહે કે- “આ આહાર મને આપો અને આ આહાર મને ન આપો' એવી ચિકાસ કરે, તે ભિક્ષુ કે ભિક્ષુણી દોષના ભાગી બને છે. આ રીતે નામ નિર્દેશપૂર્વક વસ્તુ માંગવામાં સાધુની લાલસા પ્રગટ થાય છે, તે ઉપરાંત ગૃહસ્થો ઉપર પણ તેનો ખરાબ પ્રભાવ પડે છે. આહાર સંબંધી અને ગોચરી સંબંધી ઘણી ઘણી સૂચનાઓ છે તે જ રીતે બીજા સેંકડો બાહ્ય નિયમોનું વિધાન કરી શાસ્ત્રકારે એક સખત અનુશાસન પ્રણાલી સ્થાપિત કરી છે અને જો તે અનુશાસનને અનુસરે નહીં તો તેના માટે ડગલે-પગલે પ્રાયશ્ચિત્તનું વિધાન છે. આગળ ચાલીને પ્રાયશ્ચિત્તને વફાદાર રહેનારા અને પ્રાયશ્ચિત્તને યોગ્ય રીતે ન અનુસરનારા એવા બે ભેદ ઉપસ્થિત કરી પારિહારિક અને અપારિહારિક સાધકોનું વિવેચન કર્યું છે. આવા બંને પક્ષના સાધક એક બીજા સાથે હળી-મળી ન જાય તે માટે યોગ્ય શિક્ષા આપી છે. ભગવાનનું આખું શાસન ઘણા કાયદાઓથી અને દંડાત્મક વિધાનોથી ભરેલું હોવા છતાં ખાસ ખૂબી એ છે કે સર્વત્ર અહિંસક દષ્ટિનો ખ્યાલ રાખવામાં આવ્યો છે અને સાધકને અથવા સાધનાહીન વ્યક્તિને કષ્ટ અપાય તેવો કોઈપણ ઉલ્લેખ નથી. મન, વચન અને કર્મથી તેઓ દુભાય અથવા પીડિત થાય તેવું પગલું ભરવાનો ઉદ્દેશ જરાપણ સ્થાન પામ્યો નથી. ભગવાન મહાવીર સ્વામીનું અમર વાક્ય રહાસુદ રેવાનુપ્રિયા મા પડવંજ ખેદ એ ભાવનાને બરાબર જાળવી રાખવામાં આવી છે. આખું શાસ્ત્ર નાનામાં નાની પર્વતીય ઊંચી-નીચી કેડી ઉપરથી પાર થાય છે, પરંતુ ક્યાંય બેલેન્સ ગુમાવ્યું નથી. આ ઉલ્લેખ ફક્ત છેદશાસ્ત્ર માટે નહીં પરંતુ સમગ્ર આગ વાણીમાં જોઈ શકાય છે. છેદશાસ્ત્રમાં તેનું વધારે પ્રગટ દર્શન થાય છે. અસ્તુ... અહીં અમે આટલું “છેદશાસ્ત્ર' વિષે કહીને વિરમીએ છીએ. કહેવાનું તો ઘણું જ વિપુલ છે અને ઘણા જ ઉદાહરણો છે પરંતુ પ્રબુદ્ધ સંત-સતીજીઓ એ જે પરિશ્રમ કર્યો છે અને આગળ સમગ્ર શાસ્ત્રનો ભાવાર્થ અને વિવેચન આપી રહ્યા છે, તેથી અમે વિશેષ સ્પર્શ કર્યો નથી. અહીં એટલું જ કહેવાનું છે કે સાધકના જીવનમાં જે લક્ષ નક્કી કર્યું છે, તે લક્ષથી હટી જવાય તેવા નાના-મોટા ભૌતિક સાધનો અને ખાસ કરીને પોતાનું શરીર પણ એક ભૌતિક સાધન છે, જેમાં કર્મભોગની અને વિષયાત્મક ભોગની જે નિર્મિતિ છે, તે બધી અંતઃકરણથી લઈ મનોદશા અને ત્યારબાદ અંગઉપાંગમાં જાળરૂપે પથરાયેલી છે. જેમ જાળમાં ફસાયેલું મૃગ તરફડે તેમ સાધક આ સૂક્ષ્મ વાસનામય જાળમાંથી નીકળવા માટે પ્રયાસ કરે ત્યારે તે નાના-મોટા નિમિત્તોમાં અટવાઈ જાય છે અને યોગશાસ્ત્ર અનુસાર નિમિત્ત આધીન જીવ કરી શકે ન કલ્યાણ $( 26 ) Page #33 -------------------------------------------------------------------------- ________________ સત્રોમાં આવા પર્શ કરી ઉપાદઆપ્યું છે અને અર્થાતુ ઉપાદાનની શુદ્ધિ ન થઈ હોય અને ઉપાદાનની અપરિપક્વતા હોય ત્યારે આવા અશુભ નિમિત્તો જીવને પરાધીન કરે છે. એટલે સાધકે ઉપાદાનની સાધનાની સાથે સાથે નિમિત્તોથી પણ બચવાનું છે. નિમિત્ત સ્વયં અકિંચિત્ છે, પરંતુ તે ઉપાદાનની અશુદ્ધિના આધારે મહા કર્તુત્વનો ભાગ ભજવે છે એટલે આ બધા શાસ્ત્રોમાં આવા કોમળ નિમિત્તોથી બચવા માટે પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને નિમિત્તોની પ્રબળતાને અથવા તેની અનુકૂળતાને સ્પર્શ કરી ઉપાદાન મેલું ન થાય તે માટે સંખ્યાબંધ આજ્ઞાઓ ફરમાવી છે.... અસ્તુ.. અહીં અમે છેદશાસ્ત્રની પૃષ્ઠભૂમિરૂપ આ અભિગમ પૂર્ણ કરીએ છીએ. વસ્તુતઃ તે કેવળી ગમ્ય છે, છદ્મસ્થ બુદ્ધિએ ઓછું-વધતું મૂલ્યાંકન થયું હોય તે અરિહંતો અને સિદ્ધ ભગવંતોની સાક્ષીએ ક્ષમ્ય છે. આ અભિગમના નિમિત્તે શાસ્ત્ર પર્યાલોચના કરવાનો “આગમ સમિતિના ત્યાગી વંદોએ અમને જે અવસર આપ્યો છે તે બદલ શત્ શત્ અભિનંદન આપીએ છીએ અને ઘણા જ પરિશ્રમપૂર્વક આવા ગહન શાસ્ત્રોનું અધ્યયન કરી આપ સૌ જે રીતે સ્વાધ્યાયરૂપી તપ કરી શાસન પ્રભાવના કરી રહ્યા છો અને કરોડો જીવોને આગળ ઉપર શાસ્ત્ર સરોવરમાં અવગાહન કરવાની તક મળશે તે નિરવ પુણ્યના આપ સૌ સહભાગી બનશો. તે બદલ પણ હાર્દિક મંગલકામના પાઠવી સૌને સદ્ભાવ સાથે આશીર્વાદ આપતા આનંદ અનુભવીએ છીએ. જયંત મુનિ પેટરબાર Page #34 -------------------------------------------------------------------------- ________________ છેદ સૂત્રોની વિશેષતા અને તેના રહસ્યમય ભાવો આગમ દિવાકર પ. પૂ. જનકમુનિ મ. સા. છેદ સૂત્રો એટલે જિંદગીના છિદ્રો(ભૂલો)ની સારવારનું સૂત્ર. સામાન્ય છિદ્રો તો પ્રતિક્રમણથી પુરાય છે. (ઉત્ત. સૂ, અધ્યયન-ર૯, સૂત્ર-૧૧) પણ કોઈ કઠિન છિદ્ર હોય તો તેને વિશેષ સારવાર દેવી પડે છે. છિદ્રો ઊભા કરવાનું કામ તો ઉદય કર્મનું છે અને તેની સારવાર ક્ષયોપશમ ભાવની જાગૃતિ સિવાય શક્ય નથી. ક્ષયોપશમ ભાવની જાગૃતિ ધરાવનાર સાધક જ આ છેદ સૂત્રોનો સાચો અધિકારી છે. ઉદય કર્મથી ઘેરાયેલાં આત્માઓની પાસે જાય તો તે પોતાનું અને સહુનું અહિત કરી બેસે. છેદ સૂત્રોમાં માત્ર ઉદય કર્મના યોગે ઊભા થયેલા છિદ્રોની સારવાર જ નથી, પરંતુ કર્મયોગે ઊભી થયેલી મુશ્કેલીઓનું અને તેના ઉકેલનું માર્ગદર્શન પણ છે. આપણી કોઈપણ ભૂલ કે મુશ્કેલી હોય તેને સુધારવાને બદલે જો આગળ પાછળ નો વિચાર કર્યા વિના તે વાત કે તે મુશ્કેલી અમે ભૂલી ગયા છીએ', અગર તો તે વાતને કે તે ભૂલને દાટી દઈએ, તો તે આપણા ઔદાસીન્ય ભાવ આપણા ભવિષ્ય માટેની ખતરાની પૂર્વભૂમિકા તૈયાર કરે છે અને આગળ જતાં શરીર ઉપરનાં ગૂમડાની જેમ ફૂટી નીકળે છે. અજ્ઞાનીઓનો સ્વભાવ ભૂલોને દાટી દેવાનો કે ભૂલો તરફ આંખ મીંચી જવાનો હોય છે, તેથી ભૂલનું પરિણામ થોડાં સમય માટે સંતાય જાય છે પણ છેલ્લે ઝનૂની સ્વરૂપ ધારણ કરીને જીવન ઉપર તૂટી પડે છે. જિંદગીને ભયથી બચાવવા માટે જ છેદ સૂત્રો છે. “જે ઉગરેલો હોય તે જ ઉગારી શકે માટે આચાર્યો, સ્થવિરો, ગીતાર્થો' જ છેદ સૂત્રોના અધિકારી છે. તે અન્ય સહુને માટે નથી. મન, વચન, કાયાની જે અનાદિની આદતો છે તેનું નામ અવ્રત અને અવ્રતથી ઉગારે તેનું નામ ચારિત્ર. દેશથી (શ્રાવક ધર્મ) કે સર્વથી (શ્રમણ ધમ), ગમે તે પ્રકારે સંયમનો સ્વીકાર કર્યો, પણ જે કષાયના(અપચ્ચકખાણાવરણીય, પચ્ચખાણાવરણીય, કષાય મોહનીય કર્મની બીજી અને ત્રીજી ચોકડી) ક્ષયોપશમે રસ્તો કરી આપ્યો, તે પોતે જ આવરણથી યુક્ત છે. તે આવરણ જે કાંઈપણ છિદ્ર ઊભું કરે, તો તેને વ્યવસ્થિત Page #35 -------------------------------------------------------------------------- ________________ કરી દેવાનું કાર્ય છેદ સૂત્રનું છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ કહો કે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ કહો, તેનું કાર્ય તો માત્ર એટલું જ છે કે ચારિત્ર સ્વીકાર કરવામાં મદદ કરે. ચારિત્ર અંગીકાર કરવા જેટલી જ સમય મર્યાદા પૂરતી તેની જવાબદારી છે. હવે ચારિત્ર મોહના ક્ષયોપશમે જે ચારિત્રનો ભેટો કરાવી દીધો, તેને જીવન પર્યંત ટકાવીને, તેમાં સ્થિતિ અને વૃદ્ધિ કરવાની જવાબદારી વીર્યંતરાયના ક્ષયોપશમની છે. દેશિવરિત કે સર્વવરિત ગમે તે પદને પામ્યા, પરંતુ જે કષાયના ક્ષયોપશમે માર્ગ કરી દીધો તે આવરણથી યુક્ત છે. પચ્ચક્ખાણાવરણીય અને અપચ્ચક્ખાણાવરણીય, આ બંને કષાયોનો ક્ષયોપશમ થયો એટલે પોતાની મર્યાદામાં રહીને આત્માને સમકિત અને સંયમનો યોગ તો કરાવી આપ્યો, પરંતુ તે બંને પોતે જ આવરણથી યુક્ત હોવાના કારણે એકને ઉચ્ચ પ્રકારની તો બીજાને ઉપદ્રવી એમ બંને પ્રકારની ભાંજગડ તો ઊભી કરવાનું જ છે. અપચ્ચક્ખાણ + આવરણીય + કષાયનો ક્ષયોપશમ (વ્રતના આવરણથી યુક્ત છે) સમકિતનો યોગ તો કરાવી આપે પરંતુ ઉત્કટ ભાવના હોવા છતાં, તેને સંપૂર્ણતયા અવ્રતથી ઉગરવા ન દે. સમકિતીને અવ્રતમાં જ બંધાય રહેવાનો જે ખેદ અનુભવાય છે, તે કામ આવરણ(ઉદય)નું છે. પચ્ચક્ખાણ + આવરણીય + કષાયના ક્ષયોપશમે ચારિત્રનો તો યોગ કરાવી આપ્યો, પરંતુ તે આવરણ પણ (ઉદય કર્મનું)થી યુક્ત છે. જેથી તે અવ્રત તરફ આકર્ષણ ઊભું કરાવ્યા કરે; તે ભાંજગડ સામે વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ ઝઝૂમે છે અને ક્યારેક નાની કાંકરી મોટા ઘડામાં છિદ્ર પાડી દે છે, તેમ ઉદય કર્મ બળવાન બને તો વીર્યંતરાય કર્મનાં ક્ષયોપશમને પણ ઉલ્લંઘીને ચારિત્રમાં છિદ્ર ઊભું કરી દે છે. તે છિદ્ર પુરવાનું કાર્ય છેદ સૂત્રોનું છે. ગત જન્મનો જેને બળવાન સંકલ્પ(પ્રશસ્ત ક્ષયોપશમ) હોય તેને માટે આ જન્મમાં વ્રત કે મહાવ્રતની આરાધના સરળ બને છે સંકલ્પ બળનો પ્રવાહ ક્યારેક આવરણથી યુક્ત(અવ્રત એટલે અનાદિની મન, વચન, કાયાની આદતો આવરણનું સ્વરૂપ ધારણ કરે છે) બને ત્યારે પુરુષાર્થ (સંકલ્પ બળની વિશેષ શુદ્ધિ) કામે લાગે છે અને પુરુષાર્થ પણ જ્યારે ટૂંકો પડે છે ત્યારે જે ઉદયાધીન દશા આવે, તે સમયે છેદસૂત્ર ઉપયોગમાં આવે છે. 29 Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત તમામ પ્રક્રિયા જાગૃત સાધક હોય તેને લાગુ પડે છે કારણ તે જ પરીક્ષામાં બેઠેલા ગણાય, તેથી પાસ નાપાસનું પરિણામ તેને જ લાગુ પડે છે. અમુક આત્માઓ તો એવા હોય છે કે જે પરીક્ષામાં બેસતાં જ નથી. તેને માત્ર ઓઘ સંજ્ઞા જ હોય છે. ઓઘ સંજ્ઞામાં થતું આચરણ તેને બેહોશ અગર દંભી બનાવે છે. ભગવાન તીર્થકર દેવો કદી પણ કોઈને સલાહ કે ભલામણ દેતા નથી કારણ કે સર્વના આત્માનાં ઊંડાણમાં તેમણે સર્વજ્ઞ પદ નિહાળ્યું છે, તેથી પોતાના ઉપદેશમાં માત્ર સાવધાની સ્વરૂપ જાગૃતિ આપીને ભવ્યાત્માને સભાન બનાવે છે. તેથી જ “તમો ખાડામાં પડશો નહીં' તેવું જ્ઞાન નથી આપ્યું પરંતુ “ખાડામાં પડવા જેવું નથી” તેટલી જ માત્ર જાગૃતિ આપી છે, તેની સાક્ષી (દશ. સૂ. અધ્યયયન-૪, ગાથા–૧૧) છે. કોઈ પણ જાગૃત સાધકથી પ્રતિસેવના(દોષાચરણ) કે વિરાધના થઈ જાય તો ભગવાન એમ નથી કહેતા કે મેં તને ના કહી હતી, જે થઈ ગયું છે, હવે ખાડામાંથી આ છેદ સૂત્રોનો આધાર લઈને બહાર આવો અને જે ગંદવાડ લાગેલો હોય તેનાથી સ્વચ્છ થઈ નિર્મલ બનો. ખાડો કે શિખર એ બંને જાગૃત અને સભાન સાધકને જ લાગુ પડે છે કારણ કે મોક્ષ માર્ગે ગતિ તેની જ છે. જ્યાં માત્ર સાવધાની વગરની સંયમ યાત્રા છે. તે એક પ્રકારની ઉદયાધીન ઓઘ સંજ્ઞા છે. (દશ. અ.-૨, ગાથા-૨), તેથી તેઓ તો વગર ખાડે ગબડેલા છે અને વગર પાણીમાં ડૂબેલા હોવાથી તેને માટે છેદ સૂત્રોનો કોઈ ઉપયોગ નથી. પાંચમું અને છઠ્ઠ ગુણસ્થાન એટલે સંસાર દશાથી તો મુક્તિ મળી પણ છદ્મસ્થ દશામાં તો તેની ફસામણ છે જ ! એટલે સંજ્વલન કષાયની ઉપરના જે બે કષાયો છે તે દૂર હટીને(પ્રશસ્ત ક્ષયોપશમ) ગમે તેટલો પણ સંયમ માર્ગ નિર્મલ બનાવે તો પણ છધસ્થ દશાનાં આવરણથી તો ઘેરાયેલો છે એટલે જ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની કષાયોનાં નામ સાથે ‘આવરણ' શબ્દ જોડેલો છે. જ આ આવરણનું કાર્ય એટલું છે કે સંયમના ભાવોને અસંયમના ભાવો તરફ આકર્ષણ ઊભું કરવું, આ વાત ભલે ગંભીર હોય પણ તેની મર્યાદા માત્ર અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારની હદ સુધી જ છે. મહાસાગરના માછલા જેમ ક્યારેક મોજાના ધક્કા ખાઈને કિનારા ઉપરનાં છીછરા પાણી સુધી પહોંચે, પણ સાગરની હદ બહાર તો ન જ જાય. તેમ આ “આવરણ” પણ મર્યાદાવંત છે અને તેથી જ શ્રી ભગવતીજી સૂત્રમાં શતક-૨૬માં સંજ્યા-નિયંઠાના અધિકારે “છઠ્ઠાણવડિયા’ ષટ્રસ્થાનક હાનિ વૃદ્ધિ અધિકાર આત્માના સાંત્વન અને વર્ધમાન ભાવોનાં પોષણ માટે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠ ગુણસ્થાનક જે એક ભવ આશ્રી ૭૦૦વાર આવે છે, તે ઉપરોક્ત આશયથી જ ફરમાવેલું છે. જો આટલું રહસ્ય ભગવાન ન બતાવે તો આત્મા “ઓસન્ન' એટલે તેનો સંયમનો ઉત્સાહ ઓસરી જાય અને આગળ જતાં પાસત્થાની પતિત દશા પામી જાય. આવા દુર્નિર્વાવાર પરિણામથી ઉગરવા માટે જ ઉપરોક્ત રહસ્યો ભગવાને ખોલ્યા છે. આત્મા ભલે પોતાના અસંગ અને નિર્લેપ ભાવની આરાધના માટે સંયમના ભાવને વહન કરે, પણ અનંત અવતારથી આત્માને પુગલનો (પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયોનો) સંગ છે, તેથી તે પૂરી પરીક્ષા કર્યા વિના જલદીથી મુક્ત થવા દેતો નથી અને તે પોતાના (પુગલ) તરફ ખેંચ-ખેંચ કર્યા કરે છે. આવા આકર્ષણ સમયે આત્માને જો જાગતિ ન રહી તો પદગલની ખેંચ આત્માને અંધકારમાં ધકેલીને એક એવી ગંભીર ભૂલ ઊભી કરાવે છે કે સુખ આત્મામાં નથી પણ પુદ્ગલમાં સુખ છે એટલે પછી તે આત્માને નામે અને સંયમની આડમાં શાતા અને સગવડતાની જ શોધમાં રહે છે અને પરિણામે પોતાના સંયમને નકલી અને બનાવટી બનાવે છે. (દશ. અ-૪, ગાથા ૨૬) જો છેદ સૂત્રો ન હોત તો આચાર સૂત્રો અપૂર્ણ ગણાત, સૌથી મોટું અને મહત્વનું છેદસૂત્ર શ્રી નિશીથ સૂત્ર છે, તે આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના એક વિભાગ તરીકે જ છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ એ બંનેનો સમન્વય થાય ત્યારે જ સંયમ પરિપૂર્ણ બને છે. કોઈપણ આશ્રવ દ્વારનું સેવન કપટને આધારે ટકેલ હોય છે. યોગ્ય જ્ઞાની ગુરુ પાસે કપટને જો ખુલ્લુ કરી દેવામાં આવે તો તે કપટ(દોષ) નિરાધાર બની જાય છે, પછી નિરાધાર બનેલા અપરાધીનું આચરણ ક્યાં સુધી ટકે? એટલા માટે જ શાસન વ્યવસ્થામાં ભગવાને “આલોચના' સર્વ પ્રથમ કહી છે. દોષ મુક્ત થવાની તમન્ના કેટલી જાગૃત છે, તેનું માપ વિચારીને પછી જ પ્રાયશ્ચિત્તનું તપ નિશ્ચિત કરે છે. મહાવીર દેવનો માર્ગ નિર્વાણનો માર્ગ છે. નિર્વાણનો અર્થ એ છે કે સર્વ પ્રકારના કલેશો અને સંતાપોના મળ સમાન અજ્ઞાનથી નિવત્ત થવું. અજ્ઞાનથી હળવા થવા માટે જીવનની દિશા બદલવી જરૂરી છે. પોતાના જીવન પંથના માર્ગને સુધારવાના માર્ગનું નામ છે. “વિરતિભાવ” એટલે સંયમ અને ચારિત્ર. ચારિત્ર એ એક મોટી સાધના છે પણ તે સાધના અનાદિકાળથી આત્માના ઊંડાણમાં ઉતરી ચૂકેલા અજ્ઞાન ભાવ અને કર્મભાવના હુમલાથી ઘેરાયેલા છે. તપ અને સંયમના ભાવપૂર્વકના પાલનથી સંગ્રહીત થયેલી આત્મ શક્તિ, અજ્ઞાનના એ હુમલા સામે ઝઝૂમીને પણ પોતાના અંગીકાર કરેલા ચારિત્ર રત્નનું રક્ષણ અને પોષણ કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્મશુદ્ધિ અંગેની પૂર્વજન્મની તૈયારીમાં જો થોડી કચાશ હોય તો તે સંયમ ભાવમાં સ્થિર થવા માટે આત્માને જરા નડે છે. તેમ છતાં પણ જો તે કચાશમાં જ અટવાય જઈએ તો આદર્યા અધૂરાં રહે. કર્મના ઉદયનો હુમલો ક્યારેક ક્યારેક તો પોતાના અંગીકાર કરેલા રત્નત્રય (જ્ઞાન-દર્શન-ચારિત્રને અંધકાર(દોષ) તરફ લઈ જાય છે. તે એક સનાતન સત્ય છે. તેથી જ સર્વજ્ઞ વીતરાગ દેવે સાધક આત્માઓને માટે પ્રતિક્રમણ-આલોચના-પ્રાયશ્ચિત્ત ક્ષમાપના વગેરેથી શુદ્ધિનાં ઉપાયો પણ તે જ કારણે શાસ્ત્રોમાં ફરમાવ્યા છે. આત્મા ભલે કર્મભાવ અને અજ્ઞાન ભાવના ધક્કાથી જ વિભાવમાં(અવગુણી વર્તન અને દોષ દષ્ટિ) ફેંકાતો હોય, પરંતુ પરિવર્તનશીલ આ જગતમાં અવગુણ આચરવાના સાધનો (દોષોનું આચરણ કરવાની રીતરસમ) અને દોષોમાં ઢસડાય જવાના નિમિત્તો દરેક યુગે જુદાં-જુદાં હોય છે, કારણ કે દરેક યુગમાં સંયોગો-સમય પરિસ્થિતિ શરીરબળ-પુણ્યશુદ્ધિ અને આત્મશુદ્ધિ વગેરેની હાલત એક સમાન હોતી નથી. ગુણદોષની વ્યાખ્યા અને તેના આચરણની પદ્ધતિ દરેક યુગે એક સમાન હોતી નથી, તેથી જ દરેક યુગે આલોચના કરવાના સમયે યુગને પણ લક્ષમાં લેવો પડે છે અને તે કારણે જ આલોચનાની શબ્દરચના દરેક યુગે જુદા જુદા વાક્યોથી ગોઠવાતી હોય છે. તેમ છતાં પણ આલોચનાના પ્રાણ સમાન આત્મ શુદ્ધિનો મુખ્ય ઉદ્દેશ છે તે તો અબાધિત જ રહેતો હોય છે. આત્મશુદ્ધિ વિના શાંતિ-સ્વસ્થતા કે સ્વરૂપની પ્રાપ્તિ શક્ય નથી અને આ છેદસૂત્ર શુદ્ધિ પામવા માટેનું જ અપૂર્વ સાધન છે. સૌ સંયમી સાધકો આ સૂત્રનો ઉપયોગ આત્મ શુદ્ધિને માટે આરાધે એટલે શ્રેયનો માર્ગ સફળ બને. અસ્તુ ઈતિ અલમ્.. જનકમુનિ જામનગર Page #39 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. શ્રમણ સુસંસ્કૃતિનો સંદેશ સંપૂટ ચા ને શ્રમણ પ્રતિમા ગૌરવવંતા ગોંડલ ગચ્છના ગિરિ-હરિ, ગચ્છાધિપતિના ગરિમાભર્યા ગણલા ગાવા ગમે છે. આચાર્ય ભીમજી-નેણશી-જેસંગજી-દેવજી, મુનિવરોના શ્રી ચરણોમાં નેણલા ઢળી નમે છે, બહુશ્રુત ગુરુ જસાજી-જય-માણેક-ઉત્તમ-પ્રાણ, પ્રતાપે સાકારિત સોણલા થઈ શમે છે, તપોધની રતિ ગુરુદેવના વરદ્ હસ્તે આપેલા, આશીર્વાદનાં સિદ્ધ વેણલા હૈયે રમે છે.” પ્રિય પાઠકગણ ! આપ સહુની સમક્ષ પ્રાણ આગમ બત્રીસીનું અમૂલ્ય આગમ રત્ન-ત્રિવેણી સંગમ સમાન, રત્નત્રયનો રણકાર કરતું, જિનવાણીનો જયકાર કરતું, આત્મા મંદિરમાં સદ્ધર્મરૂપ સુઘોષઘંટાનો ઘંટારવ કરતું, કલ્યાણકારી, ખમીરીનો ઝણકાર ઝંકૃત કરતું, આત્મ પુરુષાર્થ કરાવતું, અવળો માર્ગ છોડાવી સવળા માર્ગે લઈ જતું, સંયમી જીવનનું અખંડ અનુસંધાન સાધતું, પાપને બાળતું, પુણ્યનું પાથેય એકત્રિત કરાવતું, જ્ઞાનની ચિનગારી પ્રગટાવતું, શ્રદ્ધાના સ્વસ્તિકને દોરતું, ચારિત્રને યથાખ્યાત બનાવવા અંગૂલી નિર્દેશ કરતું, મંગલકારી માનવ મંદિરની ઉપર કીર્તિ કળશ સમું શોભતું ત્રણ છેદ સૂત્રનું અનેક સંદેશ સંપૂટથી ભરેલું, શ્રમણ-શ્રમણી, શ્રમણોપાસક-શ્રમણોપાસિકાના શૃંગારરૂપ સૂત્ર પ્રગટ કરી રહ્યા છીએ. જેમાં સંસાર વર્ધક સંસ્કૃતિનું આમૂલચૂલ પરિવર્તન કરીને સિદ્ધ દશાનું સૌંદર્ય પ્રગટ કરાવવા સ્નાતક શ્રમણ સંસ્કૃતિની જંગમ પ્રતિમા પ્રગટ કરવાના અનેક ધર્મરૂપી શિલ્પકળાની પદ્ધતિ ભરેલી છે. સર્વ કળાને જાણનારો એક Page #40 -------------------------------------------------------------------------- ________________ The . ધર્મ કળા ન જાણે તો અધૂરો કહેવાય, એક ધર્મકળાનો જાણનારો સર્વ કળા ન જાણતો હોય તો પણ તે પૂર્ણ કહેવાય છે. તે કથન મુજબ આ ત્રિરત્ન છેદ સૂત્ર સંપૂટ સાચા શ્રમણની જંગમ પ્રતિમા દેહરૂપ દેવાલયમાં ગુખેન્દ્રિયના ગભારામાં કેવી શોભાયમાન હોય છે તેની ઝાંખી કરાવે છે. અધમનો ઉદ્ધાર કરે છે, પડેલાને ઊભા કરે છે, મૂછિતને જાગૃત કરે છે, મરેલાને જીવતા કરે છે, શૂર-નૂર પૂરી સાચો શ્રમણ બનાવે છે. અનાદિની કુટેવ, કુસંસ્કાર, કુચેષ્ટાઓ છોડાવી શ્રમણત્વની સુટેવ, સુસંસ્કાર, સુચેષ્ટા શીખવાડે છે. ચાલો... સાધક વૃંદ ! આપણે સાચા શ્રમણ બનવા અરિહંત પરમાત્મારૂપી પિતા અને કષ્ણારૂપી માતાથી જન્મ પામેલા નિગ્રંથ પ્રવચનકુમાર જેઓ ધર્મકળાનું શિલ્પ જાણનાર છે, તે શિલ્પીની શિલ્પ શાળામાં જઈએ. જ્યાં અનેક શિલ્પીઓ માનવરત્નની શ્રમણ પ્રતિમા બનાવી રહ્યા છે, તેને દિવ્ય દર્શન કરીએ. મારી આ વાત સાંભળી, શિલ્પ શાળા જોવા ઉત્સુક બનેલી અમારી સાધક મંડળી એકાએક તૈયાર થઈ ગઈ. અમોએ અમારા મનોરથ સારથિને બોલાવીને કહ્યું, હે સારથે! તમે ધર્મરથ તૈયાર કરો. સારથિએ તે વાત સ્વીકારી અને આનંદિત થયો. તે ધર્મરથ તૈયાર કરી હાજર થયો. અમો બધા ધર્મરથમાં બેસી શિલ્પશાળામાં આવ્યા. શિલ્પશાળા ચારિત્રાચારની સુગંધથી મહેંકી ઊઠી હતી. ત્યાં જબરજસ્ત મહાવ્રતનું મેદાન હતું. ફરતો અણુવ્રતનો વરંડો હતો. એક સુંદર મધ્ય ભાગમાં સમિતિનું સિંહાસન હતું. તેની અંદર મુલાયમ મધ્યસ્થ ભાવનાની ગાદી હતી. તેના ઉપર નિગ્રંથ પ્રવચનકુમાર આરુઢ થયા હતા. તેની સામે અનેક શિલ્પીઓ બેઠા હતા. નિગ્રંથ પ્રવચન કમાર તેઓને બોધ આપી રહ્યા હતાં. તેમનો બોધ આ પ્રમાણે હતો, હે દેવાણુપ્પિયા! આ લોકની અંદર અઢીદ્વીપ છે તેમાં મનુષ્યનાં ૧૦૧ ક્ષેત્ર છે. તે એકસો એક ક્ષેત્રમાંથી પંદર ક્ષેત્રો ચિંતામણિ મનુષ્ય રત્નોથી ભરેલા છે. તે માનવ રત્નોને તમે પરીક્ષા કરીને લઈ આવો અને લાવ્યા પછી તમારી દીર્ધદષ્ટિથી, ગંભીર ઉપયોગથી તપાસ કરીને જુઓ, આરપાર જોશો તો તેમાં શ્રમણાકૃતિ નજરે પડશે, અથવા શ્રમણો-પાસકની આકૃતિ નજરે પડશે. તે આકૃતિ જોઈને તે રત્નને ગ્રહણ કરી તમારી પ્રજ્ઞા છિણીથી શ્રમણાકૃતિ કે ઉપાસકાકૃતિ બંનેને ઉપસાવવા હું આદેશ આપું, તે પ્રમાણે તે કરતા જશો, તો તમે સિદ્ધહસ્ત ધર્મ કલાકાર બની જશો. શરત એટલી જ છે કે તમે તમારી સ્વછંદમતિનો ઉપયોગ વચ્ચે ન જ લાવતા. તમારો મત-આગ્રહ વગેરે તમારા માનસમાં જે કાંઈ ભર્યું છે, તે બધું જ કાઢીને મારી મતિ પ્રમાણે કાર્ય કરશો તો જ 34 Page #41 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની શિલ્પી બની શકશો. બધા શિલ્પી બનવાના જિજ્ઞાસુ હોવાથી એકદમ શુશ્રુષાપૂર્વક હા પાડી, મસ્તક નમાવીને પ્રવચનકુમારના ચરણોમાં આવીને બોલી ઊઠ્યા. ભતે ! સદહામિ, પતિયામિ, રોએમિ, ફાસેમિ, પાલેમિ, અણુપાલેમિ અને અમારી સાધક મંડળીએ પણ તેમાં સૂર પુરાવ્યો. આગળનું દશ્ય જોવા બધા તત્પર બની ગયા. પેલા શિલ્પી બનવા આવેલા, તે હતા ખંતિકુમાર, મુક્તિકુમાર, આર્જવકુમાર, માર્દવકુમાર, લાઘવકુમાર, સત્યકુમાર, તપકુમાર, આકિંચ કુમાર, બ્રહ્મકુમાર, અહિંસાકુમાર, સત્યકુમાર, અચૌર્યકુમાર, શીલકુમાર, અપરિગ્રહકુમાર, દિશાપરિમાણકુમાર, વિભોગ-પરિભોગ પરિમાણકુમાર, અનર્થદંડત્યાગકુમાર, સામાયિકકુમાર, દયાકુમાર, પૌષધકુમાર, અતિથિસંવિભાગકુમાર. નિગ્રંથ પ્રવચન કુમારે આ શિલ્પીઓની જિજ્ઞાસાને માન આપી, સત્કાર કરી આશીર્વાદ આપ્યા. ‘તથાસ્તુ'. બધાએ જિનેશ્વર દેવની જય બોલાવી. પ્રવચનકુમારે આજ્ઞા આપી, જાઓ અને લઈ આવો માનવ રત્નોને... બધા જિજ્ઞાસુઓ ઉપડયા અને કર્મભૂમિની ખાણમાંથી માનવ રત્નો લાવીને પ્રવચનકુમારના દરબારમાં હાજર થયા. પ્રવચનકુમારે ! માનવ રત્નો જોયા, ખુશ થયા, પ્રસન્ન થઈને બોલ્યા મારા વહાલા વિદ્યાર્થીઓ ! તમારો પ્રયત્ન સફળ છે. આ રત્નો પાણીદાર છે. તેના ઉપર લાગેલો કર્મનો મેલ છે. તેને કાઢવા માટે દશાશ્રુતસ્કંધ નામનું છેદ સૂત્ર સ્થવિર ભગવંતોએ રચેલું છે. તેમાં બધા જ ઉપાયો દર્શાવ્યા છે. તે ઉપાયનો પ્રયોગ તમારે કરવાનો છે. આ રત્નો જંગમ છે. હાલતા-ચાલતા રત્નો છે. તે તમારા હાથમાંથી છટકી-પટકી ન જાય તેવી કાળજી રાખીને કાર્ય કરવાનું છે. તેઓ બધા જ સુખ શોધી રહ્યા છે. પરંતુ તેઓના સુખની વચ્ચે કર્મ રાજાએ અસમાધિની વીસ દીવાલો ઊભી કરી દીધી છે, તેથી આ રત્નો પોતાની જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ, મોક્ષ માર્ગરૂપ સમાધિનો અનુભવ કરી શકતા નથી. તે અનુભવ પ્રાપ્ત કરવા અસત્ માર્ગે ઉતાવળા ઉતાવળા દોડી રહ્યા છે. પ્રતિલેખન-પ્રમાર્જન કર્યા વિના, દુષ્ટ રીતે પ્રમાર્જન કરીને, તેમની સામે આવનાર રત્નાધિકોનું અપમાન કરીને, અવહેલના કરતા, પ્રમાદના રજકણો એકત્રિત કરીને, અસમાધિની દિવાલમાં ભટકાઈ-પટકાઈ પાછા ફરે છે, દુઃખી દુઃખી થઈ જાય છે. તેવા આ માનવ રત્નોના દુઃખ હરવા તમે પ્રજ્ઞા છિણીનો ઉપયોગ કરો અને તેના ઉપરનું અસમાધિનું પડ ઉખેડી નાંખો. Page #42 -------------------------------------------------------------------------- ________________ બાવીસ શિલ્પીઓ કામે લાગી ગયા. પ્રવચન કુમારના આદેશ અનુસાર અસમાધિની દિવાલ ચરણ વચ્ચે આવી રહી હતી તેને ધડાધડ કડડભૂસ કરીને તોડી નાખી. બાવીસ શિલ્પીઓએ પહેલો જ પ્રયોગ વ્યવસ્થિત કર્યો અને પેલી અવસ્થામાંથી પસાર થઈ ગયા. માનવ રત્નનું સાચું આત્મતેજ ધૂંધળુ ધૂંધળુ દેખાવા લાગ્યું તેઓ આનંદમાં આવી ગયા. આ પરાક્રમ જોઈને નિગ્રંથ પ્રવચન કુમારે બાવીસ શિલ્પીઓને શાબાશી આપી અને કહ્યું હવે બીજો પ્રયોગ શીખવા માટે થોડો આરામ કરીને મારી પાસે આવી જજો. બધાએ આજ્ઞા શિરે ચઢાવી જ્ઞાનામૃતનું ભોજન કરી સમાગમ સુખ શપ્યામાં આરામ કરીને પ્રવચન કુમાર પાસે પહોંચી ગયા. પ્રવચનકુમાર બોલ્યા- સાંભળો... મારા પિતા અરિહંત પરમાત્માએ ફરમાવ્યું છે કે આત્મા ચેતનવંતો અને પરુષાર્થશીલ છે. આચરણ ચરણથી ઉપડે છે. ચરણ સ્થિર રહે તો તે સ્વરૂપાનંદી બને છે પરંતુ કર્મના સંયોગે ચરણ સ્થિર રહેતા નથી. અસ્થિર ચરણ આંદોલન મચાવે છે અને અનેક જીવોની સમાધિને લૂંટે છે, તેથી તે જીવ પોતે અસમાધિ પામે છે અને બીજાને પણ પમાડે છે, શોધે છે સમાધિ પણ પ્રાપ્ત થાય છે અસમાધિ. હિંસાથી ખરડાયેલા આ રમણીય ચરણ ભ્રમણીય બની જાય છે. ભ્રમણીય ચરણ પછી રોક્યા રોકાતા નથી. તે ધમધમાટી-ધડબડાટી કરતા અભિમાનમાં આંધળી દોટ મૂકાવે છે. તે ચાલવાથી લઈને કાયાની ક્રિયામાંથી વાચામાં આવી રત્નાધિકોના અપમાન, અટમુ સંટમ્ બોલવાની ટેવ, જીભ દ્વારા દોડાદોડી કરે છે અને મનનાં વિચારો રત્નાધિકોની ઘાત કરવા સુધી આંદોલન મચાવે છે, તેથી કુટુંબ, ગચ્છ, કુળ વગેરેમાં કલહ પેદા કરાવે છે અને ભોજનાદિક ખાવા-પીવાનું આંદોલન મચાવી દોષિત આહાર ખાવા સુધીની પ્રવૃતિ કરાવે છે આવા વીસ સંદેશ સંપુટ સ્થવિર ભગવંતોએ દર્શાવી તેનો નિરોધ કરવા નિગ્રહની બેડી બાંધવી ચરણને સ્થિર કરવાનો ઉપદેશ આપ્યો છે. તે ઉપદેશ ઉપાયનો ઉપયોગ મારા માર્ગદર્શન નીચે તમે બરાબર કર્યો છે. તો પૂછવાનું એટલું જ છે કે આ પુરુષાર્થ તમારા બાવીસમાંથી કોણે કેટલા પ્રમાણમાં કર્યો? બધા બોલી ઉઠ્યા પુરુષાર્થ બધા એ કર્યો પણ નંબર પ્રથમ ખંતીકુમારનો છે અને બીજો નંબર અહિંસાકુમારનો છે. અમારી ઉતાવળને રોકી ક્ષમા પકડાવી હિંસા કોઈની ન થાય તેવી અહિંસાની આહલેક જગાડી. પેલા કર્મરાજને પાણીચું પકડાવી આબાદ રીતે વીસ દિવાલો ભેદી નાખી અને સ્થિરતાની બેડી ચરણમાં પહેરાવી દીધી. હવે ચરણ સમાધિમાં સ્થિત થઈ ગયા, તેથી પ્રતિમા કોતરવામાં મુસીબત નહીં નડે, આ પરાક્રમ મુખ્ય ખેતીકુમાર અને અહિંસાકુમારનું છે. તેના કહેવા પ્રમાણે અમે ચાલ્યા, (36 Page #43 -------------------------------------------------------------------------- ________________ તેથી બધાનો જય થયો. આ માનવ રત્નની મલિનતા ઓછી થઈ ગઈ. હવે જલદી બીજો પ્રયોગ આપશ્રી પ્રસ્તુત કરો અને તે અમે જલદી શીખી લઈએ. - પ્રવચનકુમાર મધુર ભાષામાં મુખરિત બનીને બોલ્યા- વહાલા વિદ્યાર્થીઓ! આ માનવ રત્નોની કર્મધૂલીને તો ખંખેરી, હવે તમારે માનવ રત્નોની ઉપર પડેલા ખાડા ટેકરા હટાવવાના છે. ટેકરાઓની નીચે પ્રતિમા દટાયેલી છે. તે પ્રતિમામાં ખાડા ટેકરા માનવ રત્નોએ પોતાના હાથે જ ઊભા કરેલા છે. તેઓ સમતાની શોધમાં નીકળ્યા હતા પણ કર્મરાજે વચ્ચે આવીને તેના હાથે જ પુગલના ખાડા ટેકરાઓ એકવીસની સંખ્યામાં ઊભા કરાવી દીધા. તેઓ કાર્યોત્સર્ગની મુદ્રામાં બેસવા જતાં હતાં. ત્યાં મૈથુન સંજ્ઞાને મોકલી બળાત્કાર કરી હસ્તકર્મ આદિથી લઈને વાસનાને ઉત્તેજિત કરવાની કચેષ્ટા કરાવી દીધી. તે શબલ દોષનું દુરાચરણથી લઈને ઈરાદાપૂર્વક અસઝતા, દોષિત આહાર હાથથી કરાવતા એકવીસની સંખ્યામાં થઈ ગયા અને તે બિચારાની સીધી આકૃતિ વિકૃત બની ગઈ છે. શ્રમણ આકૃતિને ઈજા ન પહોંચે તે રીતે તમારે ઋજુતાની હથોડીને, કલ્યાણની છીણીથી કોતરણી કરવાની છે. ટેકરાને હઠાવી ખાડાને પૂરી આબેહૂબ પ્રતિમાની આકૃતિ પ્રગટ કરવાની છે હો ને? સર્વવિદ્યાર્થીઓએ આનંદપૂર્વક લલકાર કરીને કહ્યું અમે એમ જ કરશું. પ્રવચન કુમારે કહ્યું, તો ચાલો- ઉપાડો હથિયાર, કરો કામ. દશાશ્રુતસ્કંધની બીજી દશામાંથી હું જે રીતે આદેશ આપું તે રીતે કરવા તત્પર બની જાઓ. બધા તૈયાર થઈને હથિયાર લઈ ચાલ્યા. માનવ રત્નો પાસે આવીને ઊભા રહ્યા. તે રત્નો શાંત ભાવે સમાધિસ્થ બની ઊભા હતા. આ બાવીશ શિલ્પીઓ પ્રવચનકુમારના આદેશ અનુસાર કાર્યશીલ બન્યા. એકવીસ સ્થાન ઉપર જે શબલ દોષના ટેકરા હતા તે બધા જ હટાવી તોડી ફોડી નાંખ્યા અને બંને હાથની કુચેષ્ટાને સુચેષ્ટામાં લાવી દીધી. આ પરાક્રમ બ્રહ્મકુમારે તથા શીલકુમારે આગળ આવીને કર્યું હતું, તે બરાબર પ્રવચન કુમારે જોઈ લીધું. શાબાશી આપીને બધાને વધાવ્યા. બ્રહ્મકુમાર અને શીલકુમારનો વાંસો થાબડ્યો, ધન્ય છે તમારા પરાક્રમને તમે હવે સમતા ગુણની શ્રમણમૂર્તિ જરૂર પ્રગટ કરી શકશો. તમારી જેવા શિલ્પી પામી હું ધન્ય બની ગયો. ચાલો... હવે ત્રીજો પ્રયોગ શીખવાડું. બધા શિલ્પી શાણા થઈને શ્રોતા બનીને બેસી ગયા. પ્રવચનકુમાર બોલ્યા ! તમે શબલ દોષને તો બરાબર હઠાવ્યા. આ બધી કુચેષ્ટા પ્રાયઃ કરીને હાથ દ્વારા તેના સ્પર્શ દ્વારા થાય છે. કુચેષ્ટા માનવને કામી બનાવે 37 Page #44 -------------------------------------------------------------------------- ________________ 1 ( 5. છે. કામી માનવ પોતાના જ દ્વારા પોતાનો સ્વરૂપ રમણતાનો આનંદ ગુમાવી પુલાનંદી બની જાય છે. તે પુલનો આનંદ ઉદંડ બનાવે છે, ઉદ્ધત બનાવે છે, તે ઉદ્ધતાઈ ઉધઈ જેવી બનીને પોતાને કોરી ખાય છે. તે દુઃખ આશાતાનું સહન નહીં કરી શકવાના કારણે ચારે કોર ઘૂમી રત્નાધિક વડીલોની આશાતના કરી બેસે છે. પોતાને જોઈએ છે શાતા પણ કામીના ધંધા હોવાથી કામાંધ બની તેત્રીસ આશાતના ઊભી કરે છે. પછી તેમાં મોહકર્મની રતિક્રીડા ભળવાથી જબરજસ્ત જોમ આવે છે. જેમ મર્કટને દારૂ પીવડાવવામાં આવે, વીંછી કરડે પછી કેવા કૂદકા મારે તેની જેમ આ માનવરત્નો પોતાના કૂદકા ભૂસકાથી કરેલી આશાતનાના પાપ દ્વારા ચારિત્રમાં ચાંદા ઉત્પન્ન કરે છે. પોતાનામાં જ ઊભા કરેલા તે તેત્રીસ પ્રકારના ચાંદા અસહ્ય અશાતાની વેદના ઉપજાવે છે. તેની નીચે શ્રમણાકૃતિ સ્વચ્છ હોવા છતાં ઘવાયેલી દેખાય છે માટે તેમાં પડેલા ચાંદાના સ્થાન તેત્રીસ દશાશ્રુતસ્કંધ સૂત્રની ત્રીજી દિશામાં સ્થવિર ભગવંતોએ દર્શાવ્યા છે. તે ટાળવાનો ઉપાય પણ તેમાં દર્શાવ્યો છે. આ આશાતના ચાંદાના ઘાવ પૂરવા તમારે વિનય વિવેકનો મલમ લેવો પડશે. એવી ચાલાકીથી શાતાની સળી દ્વારા ઘાવને ઋાવી દેવા પડશે તો ચાલો હવે મલમ પટ્ટી તથા શાતાની સળી લાવીને મારા આદેશાનુસાર કરવા લાગી જાઓ. બધા ઊભા થયા. સમતામાં સ્થિત માનવરત્નો પાસે આવી લક્ષ બાંધી પ્રવચન કુમારના ઇશારા પ્રમાણે તેત્રીસ ઘાવ રુઝવવા મલમ પટ્ટી કરવા લાગ્યા. રત્નાધિકની આગળ, પાછળ, પડખે ચાલવાની, બેસવાની, ઊભા રહેવાની ઉદ્ધતાઈને શાંત કરી ઘાવ પૂરી દીધા, બોલવાની કુચેષ્ટા, કાર્ય કરવાની કુચેષ્ટા એમ તેત્રીસ આશાતનાનાં કરેલા પાપના પહેલા ચાંદાની અશાતાના દુઃખને દૂર કરી વિનયશીલ શાંત મૂર્તિની આભા પ્રગટ કરી દીધી. બાવીસ શિલ્પીઓમાંથી લાઘવકુમાર અને અચૌર્યકુમારની ઘા રુઝાવવાની રળીયામણી હસ્ત લાઘવતા જોઈ પ્રવચનકુમાર પ્રમોદિત બની ગયા અને દરેક શિલ્પીની વીરતાને બિરદાવી ખુશ કરી દીધા. પ્રવચન કમાર જે આદેશ આપે, જે શિક્ષા આપે તે પ્રમાણે તેઓ ઝડપથી શીખવા લાગી ગયા. હવે શ્રમણ આકૃતિ નજરે પડવા લાગી. પગ સ્થિર, હસ્ત સ્થિર, ઘાઘોબા વિનાની નરવી આકૃતિ પ્રગટ થવા લાગી. બાવીસે વિદ્યાર્થી તેમના ગુરુજી પાસે આવી મસ્તક નમાવી નવી કળા શીખવવાની તત્પરતા દેખાડવા લાગ્યા. પ્રવચનકુમારે કહ્યું– તમારે હવે તમારી બુદ્ધિથી આઠ અંગની આકૃતિ ઓળ ખવી પડશે અને તે આઠ અંગની સંપદા દશાશ્રુતસ્કંધમાં દર્શાવી છે. તેવી જ કોતરણી (38 Page #45 -------------------------------------------------------------------------- ________________ કરવી પડશે. આજે મારે મૌનપણે તમારી બુદ્ધિ મત્તાથી કરેલી કાર્યકુશળતા જોવાની છે. માનવ રત્નમાં આઠ અંગ હોય છે. તેના પેલ પાડી મસ્તક-હૃદય-ઉદર-કરોડરજ્જવાળી પીઠ, બે હાથ અને બે પગ આ રીતે અખંડિત પ્રતિમા ખડી કરવાની છે. શિલ્પીઓ એક બીજાનાં મોઢા સામું જોવા લાગ્યા. તેમાં માર્દવકુમાર અને સામાયિકકુમાર શૌર્ય દર્શાવવા આગળ આવ્યા અને વિનયપૂર્વક બોલ્યા, ગુરુજી આપની કૃપા જો અમને મળે તો અમે આ કાર્ય કરશું. અમે બધા સાથે મળીને, સંપીને આઠ અંગને ઉપસાવી દેશું. પ્રવચનકુમારે હા પાડી, તેણે વિનયપૂર્વકના વચન વધાવી લીધા. તે બંનેને આગળ કરી વીસ શિલ્પી તેમની પાછળ હર્ષ ઘેલા થતાં ચાલ્યા. બધા પહોંચી ગયા. પહેલા માનવ રત્નો પાસે માર્દવકુમારે દશાશ્રુતસ્કંધની ચોથી દશામાં દર્શાવેલી આઠ સંપદા વાંચી અને વિચારી લીધું, બધા શિલ્પીને ઇશારો કર્યો. જુઓ, પેલી આચાર સંપદા છે તે પાંચ પ્રકારે છે. તેનાથી આપણે મસ્તકની આકૃતિ પ્રગટ કરીએ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની પાંચ ભાવેન્દ્રિયવાળું મસ્તક કમળ ઉત્તમોતમ રચીએ. બધાએ હા પાડી અને કાર્યશીલ બની આચાર સંપદાથી મસ્તકનો ભાગ પ્રગટ કર્યો, શ્રુતસંપદાથી હૃદયનો ભાગ ઉપસાવ્યો, શરીર સંપદાથી પીઠનો કરોડરજ્જ સહિતનો ભાગ ઉપસાવ્યો, વચન સંપદાથી ઉદરનો ભાગ પ્રગટ કર્યો, વાંચના સંપદા અને મતિ સંપદાથી બંને હાથ ઉપસાવ્યા. પ્રયોગ અને સંગ્રહ સંપદાથી બંને ચરણ પ્રગટ કર્યા. આ રીતે આબેહૂબ મૂર્તિ પ્રગટ કરી દીધી. પ્રવચનકુમાર જોતાં જ રહી ગયા, માર્દવ કુમાર, સામાયિક કુમાર સહિત બધાના કાર્ય બિરદાવી બાવીસ શિલ્પીને પોતાને ત્યાં લઈ ગયા અને સત્સંગનું સરબત પીવડાવ્યું. આ માનવ રત્નની શ્રમણ મૂર્તિ પ્રગટ થતાં જ બધામાં પાપશ્રમણની મૂર્શિત ચેતનામાં સાચું શ્રમણ ચેતન જાગૃત થયું, જેઓ પ્રમાદની પથારીમાં સૂતા હતાં તે સળવળી ઊઠ્યા તેઓને લાગ્યું કે અમે દેહથી જુદા છીએ. સંસારના ત્યાગી છીએ. તેઓ વૈરાગ્યનો આનંદ અનુભવવા લાગ્યા. અહીં પ્રવચનકુમારે બધા શિલ્પીઓને બોલાવીને કહ્યું– આ શ્રમણ પ્રતિમા ઉપર પોલીશ કરવા માટે પાંચમી દશામાં ચિત્ત સમાધિનાંદસ ઔષધ છે. તેના વડે આ મતિને પોલીશ કરશો. તેથી તેના ઉપાંગ બધા જ બહાર દેખાશે અને તે ઉપાંગોથી ચિત્તની સમાધિ જંગમ રત્નો પ્રાપ્ત થશે. તો આ દસ ઔષધ લઈને હું ચાલું છું. તમને આપું છું. તે પ્રમાણે મૂર્તિ ઉપર લેપ કરતા જાઓ. ગુરુજીના આદેશ પ્રમાણે તેમની 39 Page #46 -------------------------------------------------------------------------- ________________ પાછળ બધા શિલ્પીઓ ઉપડ્યા અને માનવ રત્નો પાસે આવ્યા. આ રત્નો આજે તેજસ્વી બની ગયા હતા. તેઓ કહેતા હતા અમારે તમોને પંચાંગ પ્રણિપાત કરવા છે પણ અમારા ઉપાંગ હજુ જડ જેવા છે. તેને સજીવ કરો તો અમે નમસ્કાર કરીએ. ગુરુજીએ અને શિલ્પીઓએ વાત સાંભળી, બધા કાર્યમાં લાગી ગયા. ઔષધ લેપ કર્યો અંદરના અનંત ધર્માત્મક ગુણો વીર્યવાન બની ઉપાંગોના રૂપમાં પાંચ ઇન્દ્રિય, કાન, નાક આદિ પ્રગટ થઈ ગયા. તેમાં ચિત્તે સમાધિ પ્રાપ્ત કરી બીજું ઔષધ લગાવ્યું. કેટલીક મૂર્તિમાં જાતિ સ્મરણ થયું, મસ્તિષ્કમાં સમાધિ પ્રાપ્ત થઈ, કેટલાકને સ્વપ્ન દર્શન અને કેટલાકને દેવદર્શન થયું, તે ઉપરાંત અવધિજ્ઞાન, અવધિદર્શન, મન:પર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળદર્શન, કેવળમરણ. બાકીના બોલનું જ્ઞાન પ્રગટ થયું અને તે જાણવાથી ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય તેવી પ્રતીતિ થઈ. શ્રમણ પ્રતિમા હવે સજીવન થઈ રહી હતી, જડ ન રહી. એવું જાણી પ્રવચન કુમારે સીધો બોધ તેમને જ આપ્યો. જુઓ... શ્રમણો ! સાધકવૃંદ ! તમારી પ્રતિમાને આ શિલ્પીઓએ બનાવી છે. માટે તેનું મૂલ્ય ચૂકતે કરવા તમારે તપ કરવો પડશે. બધા સાંભળી રહ્યા. તેમાં કેટલાક માનવ રત્નોએ કહ્યું, અમે શ્રમણની સાધના કરવા સમર્થ નથી અમે ફક્ત શ્રમણોપાસક બની રહેશું, તેથી અમારે માટે જુદી ઉપાસના દર્શાવો. કેટલાક માનવ રત્નોએ કહ્યું, અમે તો સાચા શ્રમણ બનવા તપ કરશું અમારી ઉપાસના એવી દર્શાવો કે અમે અમારા દેહને દેવાલય બનાવી શકીએ. આ માનવરત્નોની વાત સાંભળી શિલ્પીઓનાં બે વિભાગ પાડી દીધા. દસકુમાર શિલ્પીને શ્રમણ જંગમ પ્રતિમા પાસે મૂક્યા અને બારને શ્રમણોપાસક પ્રતિમા પાસે મૂકી દીધા. ગુરુજીનાં આદેશાનુસાર બાર શિલ્પીઓને ઉપાસકની અગિયાર પ્રતિમાને વહન કરવાનો માર્ગ બતાવ્યો અને કહ્યું, અધર્મ ભરેલા કાર્યો કરી જીવન જીવનારો પક્ષ મિથ્યાત્વનો છે. તેનો પરિચય ક્યારેય ન કરવો, તેવી પ્રતિજ્ઞા કરાવી. ધર્મ પક્ષની પહેલી દર્શન પ્રતિમાથી લઈને શ્રમણભૂત અગિયારમી પ્રતિમા તપનું વહન કરાવ્યું. દશાશ્રુતસ્કંધની છઠ્ઠી દશા પ્રમાણે બાર શિલ્પીઓનું મૂલ્ય ચૂકવી દીધું. સાતમી દશા પ્રમાણે શ્રમણોએ અગિયાર ભિક્ષુની પ્રતિમાનું વહન કરી તે બાર શિલ્પીઓનું તારૂપ મૂલ્ય ચૂકવી દીધું. બાવીસ શિલ્પીઓ પ્રવચનકુમાર પાસે આવીને પોતાની શિલ્પ કલાનું મૂલ્ય તપરૂપે મળ્યું તેની વાત કરી. બંને પ્રકારની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરવા, વધારે વિશુદ્ધ બનાવવા રર શિલ્પીઓ સાથે તેઓ શ્રમણાદિ પ્રતિમા પાસે આવ્યા. તેઓ તપના પ્રભાવે 40 Page #47 -------------------------------------------------------------------------- ________________ ખૂબ તેજસ્વી બની ગયા હતા. પ્રતિમાઓએ પંચાંગ પ્રણામ કર્યા અને કહ્યું કે અમને ઉપદેશ આપો. પ્રવચનકુમારે ઉપદેશ આપ્યો. પ્રભુ મહાવીર અરિહંત પરમાત્માનાં જન્મથી લઈને મોક્ષ પામવાના પાંચ (છ) કલ્યાણકનું વર્ણન કરી પ્રભુની કઠોર સાધના ભરેલું આઠમી દશાનું વ્યાખ્યાન કર્યું. પ્રભુએ પૂર્વભવના બાંધેલા કર્મના ઉદયનો સ્વીકાર કરી, પ્રતિક્રિયા કર્યા વિના કેટલી સહનશીલતાથી કર્મ ભોગવીને તેઓ ભગવાન બની ગયા તેનો ઉપદેશ આપ્યો અને કહ્યું હવે તમે જે શરીરનાં સ્થાનમાં રહી જે ઉપાસના કરી રહ્યા છો તે તમારો દેહ દેવાલય બની ગયો છે. તેમાં તમે પ્રતિષ્ઠિત થઈને રહો છો પણ કર્મ રાજા મોહકર્મની ફોજ લઈ તમારી સામે આવશે અને મોહોત્પાદક શબ્દો બોલાવવાની કોશિષ કરશે. ત્રીસ પ્રકારની લાલચથી તમને લલચાવશે, તમો જરાય લલચાશો નહીં, તો જીવન જીતી જશો. નહીં તો દેહ દેવળ કચરાવાળું કરી ઉકરડો બનાવી દેશે માટે કષાય મોહનીયથી બચજો. તે તમે નવમી દશામાંથી સજાગપણે જાગૃત બની વાંચીને અવધારી લેશો. તેવા કાર્યમાં ક્યારેય ક્રિયાશીલ બનતા નહીં હોને ? ઉપરાંત પાંચેય ઇન્દ્રિય તમારી સજાગ બની ગઈ છે. તેમાં ચક્ષુઇન્દ્રિય રૂપ જોઈને કામી બનીને નિદાન ન કરી બેસે તેનો ખાસ ખ્યાલ રાખજો. ખુદ ભગવાનની હાજરીમાં શ્રેણિક રાજા તથા ચેલણા દેવીના રૂપ જોઈને સાધુ-સાધ્વીઓએ નિદાન કર્યા હતાં. તે નિદાન કરવાથી શું ગેરલાભ થાય છે તે નિદાનના અનેક પ્રકાર દર્શાવી, સમજાવી નિદાન છોડાવવા ભગવાને નિગ્રંથોને નિગ્રંથીઓને આલોચના કરાવી શુદ્ધ કર્યા હતા, તેનું જ્ઞાન તમે દસમી દશાથી વાંચી લેજો અને આ શિલ્પીઓને તમે તમારી પાસે સદા રાખજો જેથી તમારું રક્ષણ થાય. આ દશાશ્રુતસ્કંધનો બોધ પૂર્ણ થયો. હવે દેહ દેવાલયમાં શું કરવું જોઈએ તેની વાત અવસરે કરીશ. વાચક વર્ગ ! આપ સમજી ગયા હશો ! આ છેદ સૂત્ર છે. તેમાં દસ અધ્યયન હોવાથી દશ શબ્દ વપરાયો છે. તેમાં અનેક સંદેશા લિપિ બદ્ધ થયેલા છે, તેથી શબ્દનો સ્કંધ બની ગયો છે. શ્રુત-સાંભળવું. દસ અધ્યયનના સ્કંધ બનેલા શબ્દોને સાંભળીને તમે તમારી દશા(અવસ્થા) સુધારી લઈને વ્યવસ્થિત બનો તેવો બોધ આપ્યો છે. તે દસ દશા સાધક વર્ગ ઉપર ઉતારી છે. સાધક સ્વચ્છ સાધના કરે તો તેની સાધનાનું સાધ્ય સિદ્ધ થાય છે. સામાયિક ચારિત્રમાં જે કંઈ દોષના ભાંગા-છિદ્ર પડે છે તેને પ્રાયશ્ચિત્ત દ્વારા સાંધી દેવામાં આવે છે તેને છેદ સૂત્ર કહેવાય છે માટે શ્રમણ અવસ્થા ધારણ કર્યા પછી અતિચાર દોષને સાંધીને અવસ્થા સુધારી પોતાની પ્રતિમાને સ્વચ્છ કરવી જોઈએ, 41 Page #48 -------------------------------------------------------------------------- ________________ એમ વિચારી આ શ્રમણ પ્રતિમાનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. હવે આવે છે– બૃહત્કલ્પ સૂત્ર : બહ સમય બાદ પ્રવચનકમાર પધાર્યા અને સીધા શ્રમણ વર્ગના સંઘ સમક્ષ ઉપદેશ આપતા સંબોધન કર્યું– પ્રિય સાધકવૃંદ! તમારે સાધક દશાની જંગમ પ્રતિમાથી હાલતા ચાલતા દેહ દેવાલયની છ ક્રિયા કરવી પડશે. તે ક્રિયા સક્રિયા–ધર્મ ક્રિયા બનવી જોઈએ. એક બાજુ તમે સાધુ ધર્મનો સ્વીકાર કર્યો છે. તો બીજી બાજુ તમારી ક્રિયા શુષ્ક ક્રિયા ન થવી જોઈએ, તે માટે સ્થવિર ભગવંતોએ સાધક જીવો માટે બૃહત્કલ્પની રચના કરીને શ્રમણ સંસ્કૃતિનો સંદેશ સંપુટ સમર્પણ કર્યો છે. તે તમારી પાસે રજુ કરું છું, એમ કહી તે અરિહંત પરમાત્મા તથા કષ્ણાદેવીના સુપુત્ર નિગ્રંથ પ્રવચન કુમાર આહ્વાદ ભાવમાં ઝૂલતા બહુધા સાધક આત્મા ઉજ્જવળ પરિણામવાળા બની પુદ્ગલાનંદીપણું છોડી પ્રાયશ્ચિત્ત કરી જાગૃત બની ગયા હતા. તેઓ બધાને તથા બાવીસ શિલ્પીઓને સાથે લઈને પ્રવચન કુમાર મહાવ્રતનાં મેદાનમાં સભા ભરીને બેઠા, તેને સાધક વર્ગ સામે જોઈને ઉદ્ધોધન કર્યું. તમે આઠ અંગ સંપદાથી શોભી રહ્યા છે. તમો દેહને દેવાલય બનાવી આત્મ દેવને ઉજળા કરી રહ્યા છો. દેવાલયમાં ત્રિરત્નથી શોભતી તમારી શ્રમણ પ્રતિમા જ્યાં સુધી મોબાઈલ બની, મંગલ પરમાણુથી વાસિત થઈ ધરતીને ઘૂસરિત કરે ત્યાં સુધી આહાર, વિહાર, નિહાર, ઊઠવું, ઊભા રહેવું, ચાલવું, સૂવું, બોલવું, તે સર્વે ક્રિયા યોગ્ય અને સાત્વિક, નિર્વિકારી હોવી જરૂરી છે. તેવી સામગ્રી ભરેલો આ બૃહત્કલ્પ ગ્રંથ હું તમને અર્પણ કરું છું. તેમાં તમારે માટે બધા નિયમો છે જેમ કે- તાલપ્રલંબ – કાચા ફળ, સચેન્ન ફળ હોય તો તમોને કલ્પના નથી, પરંતુ અચેત્ત થઈ ગયેલા હોય, તે લેવા હોય તો લઈ શકે છે સાધ્વીઓએ આખી ચીજ અખંડ ન લેવી જોઈએ. મનમાં વિકારનું સ્મરણ મોહરાજાનો ઉદય કરાવે છે. તમે જે દેવાલયમાં વસો છો, તે દેહ દેવાલયમાં તમારી સાથે અરે... પાસે જ, તે જગ્યામાં જ મોહ રાજા રહે છે. જેથી ચેતીને ચાલવું પડે છે. બૃહતું એટલે મોટી મોટી આચાર વિધિ દર્શાવી ચેતવણી આપી છે. તમે જ્યાં વિહાર કરીને જાઓ તે સ્થાનમાં ધાન્ય વેરાયેલું પડ્યું હોય, ખાદ્ય પદાર્થો હોય, સચેત પાણીના ઘડા ભરેલા હોય તથા ધર્મશાળા જેવા અસુરક્ષિત સ્થાનમાં કેટલા દિવસ રહી શકાય, તદવિષયક વર્ણન તથા વિવિધ પરિસ્થિતિમાં શય્યાતર પિંડની ગ્રાહ્યતા 42 Page #49 -------------------------------------------------------------------------- ________________ અગ્રાહ્યતાને સમજાવી છે. બીજા ઉદ્દેશકમાં ૩૦ સૂત્રો દર્શાવ્યા છે. ત્રીજા ઉદ્દેશકમાં સાધુનાં ઉપાશ્રયમાં સાધ્વીજીને બેસવું, ઉઠવું, સૂવું, ખાવું, પીવું, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ કરવાનું કલ્પતું નથી. તે જ રીતે સાધ્વીજીનાં ઉપાશ્રયમાં સાધુને કલ્પતું નથી. વગેરે ખ્યાલ આપી એક ઉપાસના દર્શાવી છે અને વસ્ત્ર સંબંધી, પાઢીહારી વસ્તુ વિષયક પણ ઘટસ્ફોટ દર્શાવ્યો છે. ચોથા ઉદ્દેશકમાં અબ્રહ્મચર્ય, રાત્રિ ભોજન આદિ વ્રતો સંબંધી કોઈ દોષ લાગી જાય તો તેના પ્રાયશ્ચિત્તનું વિધાન દર્શાવ્યું છે. પ્રવ્રજ્યા યોગ્ય, વાંચન યોગ્ય કોણ હોય શકે ? અવિનિત, રસલોલુપી, ક્રોધી, આ ત્રણ અવણયુક્ત વ્યક્તિને શાસ્ત્ર જ્ઞાન ન આપવા સંબંધી તથા પ્રથમ પ્રહરના આહાર પાણી ચોથા પ્રહરમાં ન વાપરવા સંબંધી તથા કલ્પનીક-અકલ્પનીક આહારાદિ સંબંધી વગેરે અનેક વિધ વિધ વિષયનો બોધ સાધુચર્યા ઉજ્જવળ કરવા માટે આપ્યો છે. - પાંચમા ઉદ્દેશકમાં કોઈ દેવ સ્ત્રીનું રૂપ બનાવીને સાધુનો હાથ પકડે ત્યારે કોમલ સ્પર્શને સુખરૂપ માને તો સાધકને મૈથુન સંબંધી દોષ લાગે છે. તેને ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. એવી જ રીતે સાધ્વી માટે જાણી લેવું. ઉપરાંત કોઈ શ્રમણ કલેશ કરી અન્ય ગચ્છમાં જાય તેની શાંતિ માટે કેવા પ્રયોગ કરવા જોઈએ, કેવી સમજણ આપવી તેનો ઉલ્લેખ કરી અનેક વિગતો આ ઉદ્દેશકમાં શીખવાડી તથા આહારાદિ વહોરાવનાર ગૃહસ્થીઓ છે. તેઓ આહાર આપે અને તેમાં કોઈ જીવજંતુ અચાનક પડી જાય ત્યારે તેને બહાર કાઢી એક બાજુ મૂકી આહાર વાપરી લેવો જોઈએ અથવા જો જીવજંતુ નીકળી શકે તેમ ન હોય તો તે આહાર નિર્દોષ જગ્યામાં પરઠવી દેવો જોઈએ. સાધ્વીને કેવા આસને બેસાય, કેવા આસને ન બેસાય. સાધુ કેવા આસને બેસે, તેની વિગતવાર માહિતી આ ઉદ્દેશકમાંથી વાંચીને જાણી લેવી. આ વિધિ નિષેધ ઉત્સર્ગ-અપવાદ માર્ગમાં કોઈ દોષ અજાણતા લાગી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરી મૂર્તિનું પ્રક્ષાલન રોજ કરવું જોઈએ. આ કાયા સંબંધી શુદ્ધિનું વર્ણન છે. - છઠ્ઠા ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીએ વચનનો ઉપયોગ કેમ કરવી તેનું સુંદર વિવેચન આપ્યું છે અને કહ્યું છે કે તે સાધક વર્ગ! તમોને જીભ મળી છે તો બોલનો તોલ કરીને બોલજો. ક્યારેય જૂઠ વચન, હીલિત વચન, ખિંસિત વચન, કઠોર વચન, નિંદનીય વચન, કલહ પ્રિય વચન, કલેશની ઉદીરણા થાય તેવા વચન બોલવા નહીં. પ્રાણાતિપાત, 43 Page #50 -------------------------------------------------------------------------- ________________ Th( 5. મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, નપુંસક, દાસ આદિ વિષયક આક્ષેપ-આરોપ મૂકવાના દોષ સેવતા નહીં. જેમ કે- કોઈ સાધુને પગમાં કાંટો વાગ્યો હોય આસપાસના રહેલા કોઈ સાધુ કે કોઈ ભાઈ કાંટો કાઢી શકે તેમ ન હોય અને સાધ્વીને કાંટો કાઢતા આવડતો હોય, તો અપવાદ માર્ગે તે સાધ્વી સાધુનો કાંટો કાઢી શકે છે તે જોઈને નિંદા કરશો નહીં. સત્ય વસ્તુને ગંભીર બની વિચારવી પરંતુ વગર વિચાર્યું કાર્ય કરશો નહીં. અપવાદરૂપે કોઈ સાધ્વી ઉપરથી લપસીને પડી રહી હોય, ત્યારે તેને સહારો આપનાર બીજું કોઈ ન હોય, તો સાધુ તેને સહારો આપી બચાવી શકે છે. વગેરે જેવા કાર્ય ક્યારે કરાય, ક્યારે ન કરાય તેની સુંદર વિગત દર્શાવી વિકાર ભાવ રહિત પરસ્પર સંયમ રક્ષાની ભાવનાએ કાર્ય કરવું એમ કહી, સ્થવિર ભગવંતોએ મહા ઉપકાર કર્યો છે. આ છે તમારા શ્રમણ જીવનની રક્ષા પોટલી. તેને બહુ સારી રીતે સાચવીને, વાંચીને વર્તનમાં ઉતારી લેજો, તો નવો દેહ ધારણ કરવો નહીં પડે. બૃહત્કલ્પ સૂત્ર, રોગી કાયાને પલટાવી આરોગ્યમય કાયા કલ્પ કરે છે. આત્માને વિશુદ્ધ કરવા માટે કાયાકલ્પ મોક્ષનું સાધન બની શકે છે. વિકારના રોગથી મુક્ત બની નિર્વિકારી બનવાનો ઉપદેશ આપે છે. રોજ તેનો સ્વાધ્યાય કરી દોષથી ખરડાયેલા દેહ દેવાલયનું પ્રક્ષાલન કરજો એવો મારો હિતોપદેશ છે. તમારી રક્ષા કરવા આ શિલ્પીઓ સાથે જ રહેશે. તેમની પાસે જે સામગ્રી છે તેનાથી દોષિત છિદ્રને પાછા પૂરી તમારી પ્રતિમા અખંડ રાખશે. તેની રક્ષા કરશે ખંડિતને સાંધી દેશે. ચાલો... હવે તમને ત્રીજા વર્ગમાં લઈ જાવ. ત્યાં તો મારે તમને ઉપદેશ આપતાં આપતાં વ્યવહારની પદ્ધતિ શીખવાડવી પડશે. જો કે બૃહત્કલ્પનું તે પૂરક શાસ્ત્ર છે. આચાર પાળતાં પ્રમાદવશાત્ આજ્ઞા ભૂલી દોષો ઉત્પન્ન થઈ જાય, આત્મ પ્રતિમાને સાફ કરવાનો આલોચનારૂપી સાબૂન અને પ્રાયશ્ચિત્તરૂપી પાણી ગુરુના આદેશાનુસાર લેવો જોઈએ. ગુરુદેવ પાસે કેમ ઉપસ્થિત થવું, કેવી રીતે બોલવું, બોલવાની સત્યતા, પ્રમાણિકતાનો વ્યવહાર કેવી રીતે કરાય તેની વિધિ તથા સંદેશ સંપૂટ આ વ્યવહાર સૂત્ર વર્ગમાં ભર્યા પડ્યા છે. તેના દસ ઉદ્દેશક છે. તે પૂર્ણ ચરણાનુયોગ છે, ચારિત્રનું પૂરક છે. આ સૂત્ર પણ સ્થવિર ભગવંતોએ વીતરાગ વાણી મુજબ તારવીને આપણા ઉપર ઉપકાર કરવા લિપિ બદ્ધ કર્યું છે. તેના દસ ઉદ્દેશકની સંક્ષિપ્ત માહિતી આપી તેનાથી તમોને માહિતગાર કરી દઉં છું. પછી આ ગ્રંથ તમને અર્પણ કરી દઈશ. આ પ્રમાણે સાધક વર્ગને ઉદ્દેશીને પ્રવચન કમારે વાર્તા આગળ ચલાવી. 44 Page #51 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સૂત્રઃ અહો... પ્યારા શ્રમણ સાધકો ! આ વ્યવહાર સૂત્રના પહેલા ઉદ્દેશકમાં સ્થવિર ભગવંતે કહ્યું છે. ગુરુદેવ પાસે તમે જાઓ ત્યારે જે દોષથી મિલનતા આવી ગઈ છે, તે એક મહિનાનું પ્રાયશ્ચિત્ત થાય તેવો દોષ છે તે દોષ જે રીતે સેવ્યો હોય તેની યથાતથ્ય રૂપે જ આલોચના કરવી જોઈએ. તે સાચા પૂરવાર થઈ જાય તેમ ગુરુદેવને લાગે તો એક મહિનાનું જ પ્રાયશ્ચિત્ત આપે, પરંતુ આ દોષ બીજા જાણી જશે, તો તે મારી સાથે કેવો વ્યવહાર કરશે, એમ વિચારી ગુરુદેવ પાસે કપટ કરીને આલોચના કરે તો એક મહિનાનું વધુ પ્રાયશ્ચિત્ત આવે છે. વધી વધીને છ મહિનાનું પ્રાયશ્ચિત્ત આવે છે. માયાપૂર્વક આલોચના કરનારનો કોઈ વિશ્વાસ કરતા નથી માટે સચ્ચાઈપૂર્વકનો વ્યવહાર કરવો. એક કે અનેક દોષ કર્યા હોય તેની ક્રમશઃ ગુરુદેવ સામે ઉપસ્થિત થઈને આલોચનાપૂર્વક આત્મશુદ્ધિ કરવી જોઈએ. જેટલીવાર પાપ થઈ જાય તેટલીવાર પ્રાયશ્ચિત્ત કરી મૂર્તિ પવિત્ર રાખવી જોઈએ. બીજો ખાસ ઉપદેશ એ છે કે જે નિર્મળ સાધકે પ્રાયશ્ચિત્ત વહન કરનારા સાધક પાસે બેસવું, ઊઠવું હોય તો તેના વડીલ રત્નાધિક ગુરુદેવને પૂછી આજ્ઞા લઈને જવું જોઈએ. ક્યારેક આજ્ઞાની અવહેલના કરીને પ્રાયશ્ચિત્ત વાહક સાથે બેસવા ઉઠવાનો વ્યવહાર કરવો ન જોઈએ અને જો એવો વ્યવહાર કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. એવી જ રીતે કોઈ શ્રમણગણનો પરિત્યાગ કરી સાધક એકાકી વિચરણ કરે છે તે પોતે શુદ્ધ આચારનું પાલન કરવામાં અસમર્થ છે તો તેમને આલોચના કરાવી છેદ આપી નવી દીક્ષા ધારણ કરાવવી જોઈએ. જે નિયમ સામાન્ય એકલવિહારી સાધુ માટે છે તે જ નિયમ ગણાવચ્છેદક, આચાર્ય તેમજ શિથિલાચારી શ્રમણને માટે હોય છે. વ્યવહાર શુદ્ધિ દરેકમાં જાળવવી જોઈએ. શ્રમણની સ્વચ્છ પ્રતિમા થયા પછી વારંવાર અકૃત્યનો દોષ સેવી મલિન થવું ન જોઈએ. છતાં ય મલિન થઈ જવાય તો જ્ઞાની ગુરુદેવો, આચાર્ય, ઉપાધ્યાય પાસે દોષ પ્રગટ કરીને સચ્ચાઇપૂર્વક પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. કોઈ એવા જ્ઞાની ન મળે તો જંગલમાં સ્થિત થઈને પૂર્વ-ઉત્તર દિશા તરફ મુખ રાખીને પોતાના દોષ પ્રગટ કરવા જોઈએ આ રીતે પ્રતિમાને પવિત્ર જ રાખવી જોઈએ. ઉદ્દેશક બીજો : એક સમાચારીવાળા બે સાધુ સાથે વિચરતા હોય, ત્યારે બેમાંથી એકે અકૃત્યનું સેવન કર્યુ હોય તો તેણે પેલા સાધુ પાસે આલોચના કરી પવિત્ર થઈ જવું જોઈએ. બંનેએ દોષ સેવ્યો હોય તો તેમણે અરસપરસ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું જોઈએ. એવી જ રીતે ઘણા સાધુમાંથી એક અથવા બધાએ દોષ સેવ્યો હોય તો 45 Page #52 -------------------------------------------------------------------------- ________________ તેઓએ એક પાસે આલોચના કરીને શુદ્ધ થવું. પછી બાકી રહેલા તે એકને પણ આલોચના કરી પવિત્ર થઈ જવું તે વ્યવહાર છે. પ્રાયશ્ચિત્ત સેવન કરનાર બીમાર થઈ જાય તો તેની વૈયાવચ્ચ કરવી. આ રીતે ગ્લાન, વ્યગ્રચિત્તવાળા, હર્ષના અતિરેકથી પાગલ થઈ ગયેલા, ભૂત પ્રેતાદિ વળગાડવાળા, ઉન્માદને પ્રાપ્ત, ઉપસર્ગથી ગ્લાન બનેલા, ક્રોધ કલહથી રોગી બનેલા, ઘણું પ્રાયશ્ચિત્ત આવતા ભય પામેલા, અણસણ કરી વ્યગ્ર ચિત્તવાળા વગેરે કોઈપણ સાધક, ગણાવચ્છેદક પાસે આવે તો તેને ગચ્છની બહાર કાઢવા કલ્પતા નથી પણ નિરોગી સાધુએ તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની વૈયાવચ્ચ કરવી જોઈએ. તે રોગમુક્ત થાય ત્યાર પછી તેને સેવા લેવાનું નામ માત્ર પ્રાયશ્ચિત્ત આપવું, તે દયાળુ સાધુનું કર્તવ્ય છે. તે વ્યવહાર શુદ્ધિ કહેવાય છે. આ રીતે બીજા ઉદ્દેશકમાં પ્રતિમા પ્રક્ષાલન કરવાના ઘણા જ ઉપાયો છે, તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉદ્દેશક ત્રીજો : આચાર્ય, ઉપાધ્યાય, ગચ્છનાયક આદિ પદવી આપવી હોય તો તેની દીક્ષા પર્યાય, શિષ્ય પરિવાર, આચાર શુદ્ધિ, સાર સંભાળ લેવાની કુશળતા, વગેરે ગુણોની પરીક્ષા કરી તેની સ્થાપના કરવાનો કેવો વ્યવહાર કરવો જોઈએ તેનું વર્ણન છે, તે ત્રીજા ઉદ્દેશકમાંથી જાણી લેવું. ઉદ્દેશક ચોથો : આચાર્ય, ઉપાધ્યાયને ઉનાળા શિયાળામાં એકલાપણે વિચરવું ન કલ્પે. પોતા સહિત બે સાધુને વિચરવું કલ્પે. ગણાવચ્છેદકને પોતા સહિત ત્રણ સાધુને વિચરવું કલ્પે છે. ઘણા સાધુઓ, ગણાવચ્છેદક, આચાર્ય કે આ સર્વે એકઠા થઈને વિચરે ત્યારે બધા સમાન હોય, તેમ વિચરવું ન કલ્પે. પણ નાનાએ મોટાને વંદનાદિ વ્યવહાર કરતા વિચરવું કલ્પે છે. ઉદ્દેશક પાંચમો : પ્રવર્તિની સાધ્વીને શિયાળે-ઉનાળે પોતાના સહિત બે સાધ્વીને વિચરવું ન કલ્પે. ત્રણ હોય તો કલ્પે. એવી રીતે ગણાવચ્છેદિકા સાધ્વીને શિયાળે ઉનાળે પોતાના સહિત ચાર સાધ્વીને વિચરવું કલ્પે. ચોમાસામાં ચાર-પાંચ અનુક્રમે વિચરવું કલ્પે છે. સાધુ-સાધ્વીને રાત્રે અથવા સંધ્યાકાળે સર્પ કરડે ત્યારે સાધુ સ્ત્રી પાસે કે સાધ્વી પુરુષ પાસે ઔષધ કરાવે, તે અપવાદ માર્ગ સ્થવિરકલ્પીને કલ્પે છે. આવા અપવાદ માર્ગનું સેવનાર સ્થવિરકલ્પીને પ્રાયશ્ચિત્ત આવતું નથી. આ સ્થવિરકલ્પી માટેનો આચાર કહ્યો છે. જિનકલ્પીને આ રીતે અપવાદ માર્ગનું પણ સેવન કરવું કલ્પતું નથી. તેઓ ઉત્સર્ગ માર્ગમાં રહે છે. વગેરે વર્ણન આ ઉદ્દેશકમાંથી પ્રાપ્ત કરીને શુદ્ધ વ્યવહાર તમે આચરશો તો સુખી થશો. 46 Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક છઠ્ઠો : આ ઉદ્દેશકમાં જે કોઈ અગીતાર્થ સાધુ-સાધ્વી પોતાના સગાને ઘેર ગોચરી આદિએ જવા ઇચ્છે તો સ્થવિરને પૂછ્યા સિવાય જવું ન કલ્પે. સ્થવિર આજ્ઞા આપે તો કલ્પે અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. અલ્પસૂત્રી કે આગમના અલ્પ જ્ઞાતાને એકલા પોતાના સગાને ત્યાં જવું ન કલ્પે. બીજા બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાની સાથે સગાને ઘેર જવું કલ્પે. ત્યાં ગયા પછી પહેલા ભાત થયા હોય પણ દાળ થઈ ન હોય તો ભાત લેવા કલ્પે, દાળ લેવી ન કલ્પે. પહેલાં દાળ થઈ હોય પણ ભાત થયા ન હોય તો દાળ લેવી કલ્પે, બંને પહેલા ઉતરી ગયા હોય તો બંને લેવા કલ્પે છે. આ રીતે અગીતાર્થ સાધુએ ગીતાર્થની નિશ્રા વિના રહેવું કલ્પતું નથી વગેરે વિષય આ ઉદ્દેશકથી વાંચી હૃદયગત કરી તમારી પ્રતિમા પવિત્ર રાખજો. ઉદ્દેશક સાતમો : આ ઉદ્દેશકમાં સાધુ જીવનના અનેક મહત્વના વિષયોનો સમાવેશ કર્યો છે. જે સાધુ-સાધ્વીઓ સમાન સમાચારીવાળા છે. ત્યાં સાધુને પૂછ્યા સિવાય સાધ્વીએ ખંડિત, શબલ-ભેદાયેલ કે સંક્લિષ્ટ આચારવાળા કોઈ અન્ય ગણના સાધ્વીને તેના પાપ સ્થાનકની આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્તાદિ કર્યા સિવાય તેઓને શાતા પૂછવી, વાચના દેવી, એક માંડલે આહાર કરવો, સાથે રહેવું, થોડો કાલ કે કાયમ માટે કોઈ પદવી દેવી આદિ કશું કલ્પતું નથી. પણ જો તેણી આલોચના આદિ સર્વે કરે તો ગુરુની આજ્ઞા લીધા પછી તેને શાતા પૂછવી યાવત્ પદવી આપવી કે ધારવી કલ્પે. આ પ્રકારના સાધ્વીને જો સમુદાયના સાધ્વી ન ઇચ્છે તો તે ગચ્છમાં પાછું જવું. આ રીતે સાધ્વીને માટે આચાર્યાદિની નિશ્રાની અગત્યતા, મૃતદેહને પરઠવાની વિધિ વગેરે અનેક વિગત ભરીને વર્ણન છે. તે વ્યવહારથી શ્રમણની પ્રતિમા શુદ્ધ અને સ્વચ્છ રહે છે માટે જિનાજ્ઞા પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. ઉદ્દેશક આઠમો ઃ આ ઉદ્દેશકમાં હે સંયમી સાધકવૃંદ ! તમારા દેહ દેવાલયને જે ઘરમાં, સ્થાનકમાં રાખ્યો હોય તેના માટે તે ઘરમાંથી સુવા યોગ્ય પાટ પથરણાદિ મળી જાય, અથવા દૂરથી લેવા જવાનું હોય ત્યાંથી લાવવા માટે ગુરુજનોની આજ્ઞા લઈને લાવી શકાય છે. જે શય્યા સંથારા યોગ્ય, એક હાથે ઉપાડી શકાય તેવું હળવું લેવું અને જેને જેટલા દિવસ રાખવું હોય તે પ્રમાણે આજ્ઞા લેવી અને આજ્ઞા પૂરી થાય ત્યારે ત્યાં પહોંચાડી દેવું જોઈએ. તે ઉપરાંત પાઢીહારી ચીજ વસ્તુ કેટલા પ્રમાણમાં કોના-કોના માટે કેવી રીતે લાવવી, પાછી આપવી તેનું ગણિત બરાબર વાંચી લઈને જાણી લેવું, તે 47 Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે દેહ દેવાલયની ચર્યા કેવી રીતે સ્વચ્છ રાખવી, તેની વિધિ આ ઉદ્દેશકમાં છે. ઉદ્દેશક નવમો ઃ આ ઉદ્દેશકમાં સંયમી શ્રમણ પ્રતિમાને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો છે. જે સ્થાનમાં તમે ઉતારો કરો ત્યારે કોની આજ્ઞા લેવી, કોની લઈ શકાય. આજ્ઞા જેની લીધી હોય તે વ્યક્તિને શય્યાતર કહેવાય. તેની આજ્ઞા લીધા પછી તેના ઘરના આહાર ન ક૨ે અને તેની માલિકી છૂટી ગઈ હોય અને પોતાનો આહાર બીજાને આપી દીધો હોય તેવો આહાર લેવો કલ્પે. તે શય્યાતરના ઘેર મહેમાન અથવા નોકર-ચાકર, સેવક આદિ કોઈપણ ઘરમાં કે બહાર જમતા હોય તેમને માટે બનાવેલો આહાર જમતા વધે અને તે નોકર વગેરેને શય્યાતર આપી જ દે, પોતાની માલિકી છોડી દે, નોકરાદિની માલિકીનો આહાર થઈ જાય અને તે આહાર સાધકને વહોરાવે તો લેવો કલ્પે છે. આ રીતે નિર્દોષ આહારાદિ વિષયક વિધિ વિધાન પ્રસ્તુત આ ઉદ્દેશામાં છે. જિનાજ્ઞા પ્રમાણે વિશુદ્ધ પ્રતિમાના ઉદરમાં વિશુદ્ધ આહાર ભરવામાં આવે તો તે પવિત્ર રહે છે નહીં તો પ્રાયશ્ચિત્તના ભાગીદાર થાય છે. શ્રમણ પ્રતિમાને શુદ્ધ રાખવા શુદ્ધ આહારાદિની ગવેષણા જરૂર કરજો અને તમારા દેહ દેવાલયને શુદ્ધ રાખવાની મારી ખાસ ભલામણ છે. તેમાંથી વિશેષ તપશ્ચર્યાદિની વિગત પણ જાણી લેવી. ઉદ્દેશક દસમો ઃ સાધક વર્ગે તપશ્ચર્યાદિ વગેરે કેમ કરાય ? જવ મધ્ય ચંદ્ર પ્રતિમા અને વજ્ર મધ્ય ચંદ્ર પ્રતિમા વગે૨ે તપ કેવી રીતે કરવો તેની વિગત, તપ કરવા સમયે દેવ-મનુષ્ય-તિયંચ સંબંધી ઉપસર્ગ પરિષહ આવે ત્યારે કેવી સહનશીલતા કેળવવી તથા વિવિધ અભિગ્રહો ધારણ કરવા વિષયક વિધિ દર્શાવી છે. તે ઉપરાંત પાંચ વ્યવહાર દર્શાવ્યા છે. આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત. જ્યાં આગમ વ્યવહારી એટલે કેવળી કે પૂર્વધર હોય ત્યાં આગમ વ્યવહાર સ્થાપવો. જ્યાં આગમ વ્યવહારી ન હોય ત્યાં સૂત્ર વ્યવહાર સ્થાપવો. જ્યાં સૂત્રના જ્ઞાતા પણ ન હોય ત્યાં આજ્ઞા વ્યવહાર સ્થાપવો, જ્યાં આજ્ઞા વ્યવહારી ન હોય ત્યાં ધારણા વ્યવહાર સ્થાપવો, જ્યાં ધારણા વ્યવહારી ન હોય ત્યાં જીત એટલે પરંપરાથી આવતો ધર્મ વ્યવહાર સ્થાપવો. આ પાંચ વ્યવહારથી સાધુચર્યાની સમાચારી ચાલે છે. કેટલા વર્ષની પ્રવ્રજ્યા પર્યાય હોય, તેમ તેની બુદ્ધિ પ્રમાણે ક્યા આગમનું જ્ઞાન ભણાવવું. તેનો ક્રમ બતાવ્યો છે. આ રીતે આ ઉદ્દેશકમાં સ્થવિર ભગવંતોએ દેહ દેવાલયની જંગમ શ્રમણ પ્રતિમાને વ્યવસ્થિત રાખવાનું જ્ઞાન આ સૂત્રમાં આપ્યું છે. અંતમાં નિગ્રંથ પ્રવચનકુમારે ફરમાવ્યું છે કે– આ બાવીસ શિલ્પીઓએ 48 Page #55 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કંધ સૂત્રના આધારે મારા કહેવા પ્રમાણે તમારા સંયમ દેહની દસ અવસ્થા બદલાવી નરરત્નને શ્રમણરત્નની પ્રતિમા બનાવી ગુપ્તિના ગભારામાં તમને પ્રતિષ્ઠિત કરી જાગૃત દેવ કર્યા છે. ત્યારપછી બૃહત્કલ્પમાંથી લાવીને દેહની પૂજા કરીને પૂજનીક બનાવ્યા છે. હવે તમે નિગ્રંથ મહર્ષિ શ્રમણ વર્ગ તરીકે અને ઉપાસક પ્રતિમાથી શ્રમણોપાસક વર્ગ તરીકે પૂજનીય થઈ પંકાઓ છો. આ અવસ્થાનું પાલન, પોષણ વ્યવહાર સૂત્રના આધારે કેમ કરવું તેની સંક્ષિપ્ત માહિતી આપી દીધી છે. આ ચારિત્રનું ઘડતર જ્ઞાન, દર્શન, ચારિત્રને પૂર્ણ કે અપૂર્ણ રાખવું તે તમારી સ્વાધીનતા છે. રોજ રોજ પ્રક્ષાલન કરશો તો સિદ્ધાલયમાં જવા યોગ્ય બનતા રહેશો અને નહીં તો પ્રાયશ્ચિત્ત લીધા વિના શુદ્ધ નહિ થાઓ તો જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના કરી વિરાધક બની રહેશો એમ કહીને વિદાય લીધી. બાવીસ શિલ્પીઓ સાધક વર્ગની સેવા કરવા સદાયે સાથે જ રહ્યા, તેથી તે સાધક વર્ગની શ્રમણ પ્રતિમા શુદ્ધ, બુદ્ધ થઈ સિદ્ધ થવા ઉત્સુક રહેવા લાગી. નિરતિચાર સામાયિક ચારિત્ર પાળતા શુદ્ધિ કરતાં યથાખ્યાત ચારિત્રથી કેવળજ્ઞાન પામી કેવળી તરીકે પંદર કર્મભૂમિના વિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. કોઈ હજુ આચાર્ય-ઉપાધ્યાય સાધુ ભગવંતની રૂપે પંદર કર્મભૂમિનાં ક્ષેત્રમાં વિચરે છે. આ ત્રણ છેદ સૂત્રો પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેતાં લેતાં ચારિત્રને શુદ્ધ કરી રહ્યા છે. એવા અઢીદ્વીપની અંદર નરરત્ન શ્રમણ શ્રમણીની પ્રતિમારૂપે સમિતિ ગુપ્તિના અષ્ટ પ્રવચન માતાની ગોદમાં ત્રિરત્ન ઝુલી રહ્યા છે. તેઓ બે હજાર ક્રોડ, નવ હજાર ક્રોડ સાધુના રૂપમાં બિરાજી રહ્યા છે. આવી સુંદર શિલ્પ શાળામાં અમારી સાધક મંડળી ધર્મરથમાં બેસીને ગઈ હતી. પ્રવચન કુમારના પ્રવચન સાંભળી બાવીસ શિલ્પીની ધર્મ કળા જાણી અને શ્રમણ પ્રતિમા જોઈ અમે ધન્ય ધન્ય બની ગયા અને વિદેહ ક્ષેત્રમાં રહેલા સીમંધર સ્વામી આદિ વીસ વિહરમાન તથા સિદ્ધ થતાં અનેક કેવળી ભગવંતોને અમે ભાવ વંદન કરી નમી પડ્યા અને એક સાથે અમો સહુ ડોલી ઊઠ્યા, બોલી ઊઠ્યા મહાવિદેહ રૂડું નામ છે, સુંદર એવું ધામ છે, જ્યાં સીમંધર સ્વામી છે ચાલો પ્રભુજીને વંદના કરીએ આયાહીણ પયોહીણું કરો વંદામિ નમસ્લામિ બોલો સક્કરેમિ સમ્માણેમિકલ્યાણ. મંગલદેવયંચેઈયંપજૂવાત્સામિ.(૧) 49 Page #56 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ જેનું ભવ્ય છે, દેશના જેની દિવ્ય છે, મુખડું જેનું સૌમ્ય છે ચાલો પ્રભુજીને વંદના કરીએ.પજ્વાસ્સામી એક અબજ જેના સાધુ છે, એક અબજ જેના સાધ્વી છે, દસ લાખ જેના કેવલી છે, ચાલો સહુને વંદના કરીએ. આ રીતે પર્યાપાસના કરીને નિર્ણય કર્યો કે ભરત ક્ષેત્રનાં માનવીઓ પ્રભુની સાક્ષીએ પાપને એકત્રિત નહીં કરતા રોજ આલોચનાદિ તપ દ્વારા પ્રાયશ્ચિત્ત કરી લેવું તેવો નિયમ ધારણ કરીને અમારા મનોરથ સારથિનાં ધર્મરથમાં બેસી પાછા ફર્યા અને અમે સહુ અમારામાં સમાય ગયા. પ્રિય પાઠકવૃંદ ! મારા સંપાદકીયની રીતથી આપ સહુ પરિચિત છો એટલે વિશેષ સમજાવવાની કોશિષ કરતી નથી. છેદ સૂત્ર આપણું એક ચારિત્ર સાંધતુ શિલ્પ છે. તેનું વાંચન, મનન કરીને, તેને કંઠસ્થ રાખીને આપણે આપણું ચારિત્ર શુદ્ધ રાખશું તો આ પંચમ આરામાં પણ પાંચમી ગતિને લાયક જરૂર બનશું. અસ્તુ... આ સૂત્ર બહાર પાડવામાં કોઈ મહાત્મા પુરુષની અશાતના થઈ હોય તો મન વચન કાયાથી ક્ષમા માંગુ છું. અમારો સંકલ્પ હતો કે બત્રીસ આગમ બહાર પાડવા. તે માટે ગુસ્વર્યોની આજ્ઞા અને આશીર્વાદથી અમે પુરુષાર્થ કરી શકયા છીએ. આપની શુભેચ્છાઓએ અમને પૂર્ણતાને સ્થાને પહોંચાડ્યા છે. તે માટે તમારા બધાનો આભાર માનું છું તથા સર્વનું શ્રેય થાઓ...મંગલ થાઓ....ઓમ શાંતિ...!! આભાર : ધન્યવાદ : સાધુવાદ : પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદૈવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત, નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું. ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગી આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને શતકોટી વંદના પાઠવું છું. મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે 50 Page #57 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠાવાન, ઉગ્ર તપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ અર્ધું છું. આ ત્રણ છેદ સૂત્રોનાં અનુવાદિકા અમારા સુશિષ્યા બા. બ્ર. ડૉ. ડોલરબાઈ મ. છે. તેઓએ સુચારુ પુરુષાર્થ કર્યો છે. અત્યારે વડીલ મહાસતીજી મમ ગુરુભાગીની પૂજ્યવરાની સેવા શુશ્રુષા કરતા તેઓના સાંનિધ્યમાં છે. તેઓનું નામ જ છે ડોલર, કહેવાય છે કે જે બગીચામાં ડોલરનો છોડ વાવ્યો હોય તે બગીચો રોજ મહેંક્યા કરે છે. એમ અમારા સુશિષ્યા ગુરુકુળમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ દ્વારા છેદ સૂત્રના લખાણ પ્રમાણે ચારિત્રના બાગમાં મહેંક્યા કરે. ચારિત્ર શુદ્ધિ કરતાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો ત્રિવેણી સંગમ કરી પવિત્ર બનતા રહે તેવી શુભેચ્છા પાઠવું છું. આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાઘ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવં ધીરમતી બાઈ મ., હસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું. સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહસંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીરત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું. આગમ નિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં કુમારી ભાનુબહેન પારેખને તેમજ ધોમ તાપમાં આવીને અમારા સંપાદકીય લખાણમાં યોગ જોડી, તન્મય બની, મોતીસમા અક્ષરે આલેખન કરનાર યોજ્ઞાબહેન મહેતાને અનેકશઃ ધન્યવાદ આપું છું. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિસભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રુતસેવાસંનિષ્ઠ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી સર્વ સભ્યગણ; ધીરુભાઈ, 51 Page #58 -------------------------------------------------------------------------- ________________ વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી સર્વ કાર્યકરો, આગમના શ્રુતાધાર બનનારને અને અન્ય દાનદાતા મહાનુભાવોને અભિનંદન સાથે સાધુવાદ આપું છું. આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડે. પ્રિય પાઠકો ! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સબસિTTSखमामि सव्व जीवाणं । “ગોંડલ ગચ્છનાં મહામના હિર-વેલ-માન-દેવ-ઉજમ-મોતી ગુજ્જીને વંદના અમારા, દઢતા, વિવેક, બ્રહ્મ નિષ્ઠતા દક્ષતા ઉજ્જવળતા આદિ ગુણોના હતા અખૂટ ભંડારા, | પરમ તારક કુલ-આમ-અમૃત-ભા છબલ ગુણીમૈયા હતા શાસન ના સિતાર ચંપા-જય-વિમલ ગુણી વંદના આગમ સમાપને લીલમ ઝીલે આશીર્વાદ તમારા. પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા- આર્યા લીલમ. 52 Page #59 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અનુભવ ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા વીતરાગ દશાને પ્રાપ્ત કરીને સ્વરૂપમાં અખંડ સ્થિરતા પ્રાપ્ત કરવી, તે સાધકનું અંતિમ લક્ષ્ય છે. તે લક્ષ્ય સિદ્ધિ માટે પરુષાર્થ કરતો સાધક પૂર્વકત કર્મના ઉદય ભાવને આધીન થઈને કેટલી ય વાર ભૂલો કરે, પાપદોષનું સેવન કરે, કેટલીય વાર ચડે અને પડે, ક્યારેક હતાશ અને નિરાશ થઈ જાય, ત્યારે આચાર્ય તેને છેદ સૂત્રના માધ્યમથી સાંત્વન આપે છે. તે સાધક ! તે ગમે તે દોષનું સેવન કર્યું હોય, તેનો કોઈ વાંધો નહીં. વર્તમાને જો તારી આત્મવિશુદ્ધિની તીવ્રતમ તમન્ના હોય, તો તેનો માર્ગ ચોક્કસ ઉપલબ્ધ છે. જિનશાસનમાં પાપી વ્યક્તિને પવિત્ર બનાવવાનો અનુપમ માર્ગ છે, તે માર્ગ છે પ્રાયશ્ચિત્ત અને તે પ્રાયશ્ચિત્તનો માર્ગ છેદ સૂત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. શિષ્યોની સમગ્ર સાધના ગુરુના સાંનિધ્યમાં અને ગુરુની આજ્ઞાપૂર્વક જ થાય છે, તેથી શિષ્યના દોષ સેવન માટે પ્રાયશ્ચિત્ત પ્રદાનનો અધિકાર સંપૂર્ણપણે ગુરુનો જ હોય છે. ક્યા દોષનું ક્યું અને કેટલું પ્રાયશ્ચિત્ત લેવું, તે વિષયમાં શિષ્યના તર્ક-વિતર્ક નિરર્થક છે. કેવળ સરળભાવે યથાતથ્ય આલોચના કરવી, તે જ શિષ્યનું કર્તવ્ય છે. પ્રાયશ્ચિત્તનો સર્વ અધિકાર એક માત્ર આચાર્યનો કે ગુરુનો જ હોય છે, તેથી એક દષ્ટિકોણથી પ્રાયશ્ચિત્ત પ્રધાન શાસ્ત્રોનું સંપાદન કરવું, તે અમારા વિષય બહારની વસ્તુ છે. તેમ છતાં ગુર્વાજ્ઞાએ જે જવાબદારી વહન કરવાની હતી. તે કાર્યનો પ્રારંભ કર્યો. પૂર્વ પ્રકાશિત નિર્યુક્તિ, ટીકા તેમજ વિવેચનોનું વાંચન કર્યું. સાધક જીવનની આચાર શુદ્ધિમાં સહાયક શાસ્ત્રોનું સરળ ગુજરાતી ભાષામાં પ્રકાશન થાય, તો જ સર્વ કોટિના સાધકો સમાચારીની પ્રત્યેક ક્રિયાનું મહત્ત્વ સમજે અને તેનું પાલન ન કરવાથી પ્રાપ્ત થતાં પ્રાયશ્ચિત્તના વિષયને જાણીને સમાચારીનું અપ્રમત્તપણે પાલન કરી શકે, તે દષ્ટિકોણથી શાસ્ત્રનું સંપાદન કર્યું છે. વર્તમાને શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં આઠમી દશા ‘પર્યુષણા કલ્પ'માં ભગવાન મહાવીર સ્વામીના જન્મ આદિ પાંચ વિશિષ્ટ પ્રસંગોના નક્ષત્રોનું વર્ણન જ ઉપલબ્ધ થાય છે. નિર્યુક્તિમાં આ દશામાં પર્યુષણા કલ્પની સ્પષ્ટતા સાથે સાધુ સમાચારીનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં નિર્યુક્તિના આધારે સમાચારીનો સંક્ષિપ્ત સાર વિવેચનમાં આપ્યો છે. દશાશ્રુતસ્કંધની દરેક દશામાં પ્રારંભમાં તે દશાના વિષયની પૃચ્છા સંબંધી 53 . Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ચરે વધુ.. વાક્યાંશથી છે. ત્યારપછી તે ઉત્તર રૂને રવા... વાક્યાંશથી છે. તેમાં તંગ... પછી તે તે દશાના વિષયગત બોલના નામ આપ્યા છે, પરંતુ છઠ્ઠી દશાના પ્રથમ સૂત્રમાં તંગહા... પછી અક્રિયાવાદી, ક્રિયાવાદી આદિ સંબંધિત વિસ્તૃત પાઠ છે. તે પાઠ અપ્રાસંગિક, અનુપયોગી અને લિપિકાળમાં પરિવર્તિત થયેલો જણાતાં તે પાઠને અને તેના ભાવાર્થને કૌંસમાં ઇટાલી ટાઈપમાં મૂક્યો છે અને તે પ્રસંગાનુસાર અગિયાર પ્રતિમાનો નામ સુચક પાઠ શ્રી સમવાયાંગ સૂત્રના પાઠ અનુસાર કૌંસમાં રાખ્યો છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠો ઉદ્દેશક, સૂત્ર–પમાં /વાડી આદિ વિશેષણો સાધુને રહેવાના સ્થાન ઉપાશ્રયની સંબંધિત છે. ભાષ્યકારે પણ તે પ્રમાણે જ વિવેચન કર્યું છે પરંત મળપાઠમાં વડા... વગેરે વિશેષણો સાથે વિષય રૂપ(વિશેષ્ય) ૩૧ક્ષ શબ્દ લિપિદોષથી છૂટી ગયો હોય તેમ જણાતા પ્રસ્તુમાં ૩વસય શબ્દને કેંસમાં રાખ્યો છે. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૪, સૂત્ર-૧૯ મિનિવરિયં “ અભિનિચારિકાગમન’નો અર્થ કેટલાક આચાર્યોએ “વ્રજિકાગમન કર્યો છે, પ્રસ્તુતમાં મળવરિય શબ્દનો વ્યુત્પત્તિ અનુસાર અર્થ કરીને ગ્રંજિકાગમનને ઉદાહરણ રૂપે સમજાવ્યું છે. આ રીતે ત્રણે છેદ સૂત્રોના ભાવાર્થ અને સરળ વિવેચન દ્વારા સાધુ જીવનની મર્યાદા તથા મર્યાદા ભંગના પ્રાયશ્ચિત્ત વિધાનને સ્પષ્ટ કર્યું છે. સંપાદન કાર્યની સફળતાની સોનેરી ક્ષણે અનંત ઉપકારી તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા., પ્રધાન સંપાદિકા, સંયમ સંનિષ્ઠા, ગુગ્ણીમૈયા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ, અમારા મૂક સહયોગી, ઉપકારી ગુણીમૈયા પૂ. વીરમતિબાઈ મ. તથા સહવર્તી પૂ. બિંદુબાઈ મ. આદિ ગુરુકુલવાસી સર્વ સતિવૃંદના સદ્ભાવના પૂર્વકના સથવારાનો તથા જન્મદાત્રી માતા-પિતાના સંસ્કાર ઋણનો સ્વીકાર કરીને વિરામ પામીએ છીએ. સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા દેવગુધર્મની મળે એવી કૃપા -- શ્રુત આરતીએ પામું આત્મદર્શન. શ્રુત સુબોધે કરું કષાયોનું શમન. 0 54 Page #61 -------------------------------------------------------------------------- ________________ અનુવાદિકાની કલમે - સાધ્વી શ્રી ડોલરબાઈ મ. ચાર પ્રકારના અનુયોગમાંથી ચરણકરણાનુયોગની પ્રધાનતા ધરાવતા શાસ્ત્રોમાં સાધકના આચાર-વિચારની શુદ્ધિ માટેના વિસ્તૃત વર્ણનો છે. સાધક દેઢતમ સંકલ્પપૂર્વક આચારશુદ્ધિના લક્ષે વ્રત-નિયમોનો સ્વીકાર કરે છે, પરંતુ પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય, મોહનીયકર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી પૂર્વકૃત કર્મના ઉદયે અથવા ક્યારેક વર્તમાનના મંદ પુરુષાર્થે સાધક સ્વીકૃત વ્રતોનું પૂર્ણપણે પાલન કરી શકતો નથી. તે અનેક વાર મ્બલના પામે છે, જાણતા કે અજાણતાં પાપ-દોષનું સેવન કરે છે અને તેના વ્રત ખંડિત થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પતિત થયેલા સાધકને પુનઃ ઉપર ઉઠાવી લેવો, ખંડિત થયેલા વ્રતને પુનઃ અખંડ બનાવવા, તેની સાધનાને પૂર્ણતા સુધી પહોંચાડવી, તે કાર્ય અત્યંત જરૂરી છે. પૂર્વાચાર્યોએ અત્યંત કસ્બાભાવે સાધનાની ખૂટતી કડીરૂપ ચાર છેદ સૂત્રોની રચના કરી છે. તેના નામ આ પ્રમાણે છે- શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર અને નિશીથ સૂત્ર. તેમાં પ્રથમ ત્રણ છેદ સૂત્રોનો સમાવેશ પ્રસ્તુત આગમમાં થયો છે. છેદ સૂત્ર – “છેદ' શબ્દનો સામાન્ય અર્થ કાપવું, છેદન કરવું” થાય છે. ધર્મ સંબંધી છેદનું લક્ષણ આ પ્રમાણે છે वज्झाणुट्ठाणेणं जेण ण बाहिज्जए तये णियया । संभवइ य परिसुद्धं सो पुण धम्मम्मि छेउत्ति ॥ જે બાહ્ય ક્રિયાથી ધર્મમાં બાધા થતી ન હોય અને જેનાથી નિર્મળતાની વૃદ્ધિ થતી હોય, તે ક્રિયાને છેદ કહે છે. કેટલાક આચાર્યના મતાનુસાર પાંચ ચારિત્રમાં પ્રથમ સામાયિક ચારિત્ર છે. તે અલ્પકાલીન છે. બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર જીવન પર્યતનું છે, તેમાં દોષ લાગવાની અધિકતમ સંભાવના છે, તેથી છેદોપસ્થાપનીય ચારિત્રની શુદ્ધિ માટેના ઉપાયો પ્રદર્શિત કરતા આગમોને છેદ સૂત્ર કહે છે, કહ્યું છે કે जम्हा तु होति सोधी छेद सुयत्थेण खलितचरणस्स । તન્હા છેય સુત્થો વનવું મોજુળ પુષ્યતિ || વ્યવહાર ભાષ્ય, ગાથા 55 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૯ કોઈપણ નિમિત્તથી ચારિત્રમાં અલના થઈ હોય, તો તેની શુદ્ધિ છેદસૂત્રોના આધારે જ થાય છે, તેથી પૂર્વગત સૂત્રોને છોડીને શેષ સૂત્રમાં અર્થની દષ્ટિએ છેદ સૂત્ર બલવત્તર અને મહત્વપૂર્ણ છે. છેદની પ્રક્રિયા સાધકની શુદ્ધિ માટે છે. જેમ શરીરના હાથ-પગ આદિ કોઈ એક વિભાગમાં સડો થયો હોય, તે અંગની શુદ્ધિ માટે મલમ વગેરે લગાડવા છતાં શુદ્ધિ થતી ન હોય, સડો ધીરે ધીરે આખા શરીરમાં ફેલાવાની શક્યતા હોય, ત્યારે ડોક્ટરો તે દર્દીને બચાવી લેવા માટે ઓપરેશન દ્વારા શરીરના સડી ગયેલા ભાગનું છેદન કરી નાખે છે. દર્દી પણ શરીરના એક ભાગના છેદનને સ્વીકારીને જીવન બચાવી લે છે. તેમ સાધકની સાધનામાં અતિચારોના, પાપ દોષના સેવનથી સડો થતો હોય, આલોચના આદિથી તેની શુદ્ધિ થઈ શકે તેમ ન હોય, વધતું જતું તે દોષ સેવન સમગ્ર સાધનાનો નાશ કરે તેમ હોય, ત્યારે આચાર્ય આદિ સાધકના સાધના માર્ગને સુરક્ષિત રાખવા માટે દોષ સેવનના દંડરૂપે તેને પ્રાયશ્ચિત્ત આપીને તેની શુદ્ધિ કરે છે. દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં સાતમું છેદ પ્રાયશ્ચિત્ત છે. તેમાં અમુક દિવસની દીક્ષા પર્યાયનો છેદ કરીને સાધકની શુદ્ધિ કરાય છે. છેદ સૂત્રોમાં સંયમી જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં થતાં દોષ સેવન તથા તેની શુદ્ધિ માટેના ઉપાય રૂપ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સંક્ષેપમાં શ્રી દશવૈકાલિક સત્ર, શ્રી આચારાંગ સત્ર આદિ આગમો સાધ જીવનના આચારનું પ્રતિપાદન કરે છે, તો છેદ સૂત્રો ચારિત્ર શુદ્ધિના ઉપાયોનું દર્શન કરાવે છે. નિશીથ ભાષ્યમાં કહ્યું છે કે છેદ સૂત્રોના આધારે જ ચારિત્રની શુદ્ધિ થતી હોવાથી તે છેયં-છે અર્થાત્ ઉત્તમ સૂત્ર છે. છેદ સૂત્ર રચના :- દશાશ્રુતસ્કંધ સૂત્રની નિયુક્તિના મંતવ્ય અનુસાર આ ત્રણે છેદ સૂત્રો ચૌદપૂર્વી શ્રી ભદ્રબાહુ સ્વામી દ્વારા નવમાં પ્રત્યાખ્યાન પૂર્વમાંથી નિર્મૂઢ થયેલા वंदामि भद्रबाहुं, पाईणं चरिय सयलसुयणाणिं । સો સુસ વેરિમિi () રસાસુ ખે વવારે II દશાશ્રુત નિર્યુક્તિ 56 Page #63 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સમસ્ત આગમોના ભાવોનો અર્થરૂપે તીર્થંકરોએ ઉપદેશ આપ્યો છે. ગણધરોએ તેને સૂત્ર રૂપે ગૂંથ્યા છે અને કાલક્રમે અનેક પૂર્વાચાર્યો તે તે ભાવોમાંથી કોઈ ચોક્કસ વિષયને સંક્ષિપ્ત રૂપ આપી શાસ્ત્ર રૂપે પ્રસિદ્ધ કર્યા છે. સંક્ષેપમાં શાસ્ત્રના સર્વ ભાવો મૂલતઃ તીર્થંકર કથિત છે, તેથી તે પરમ શ્રદ્ધેય, આદરણીય અને આચરણીય છે. છેદ સૂત્રોનો વર્ણ વિષય :- સામાન્ય રીતે છેદ સૂત્રોના વિષયને ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય છે. (૧) ઉત્સર્ગ માર્ગ (૨) અપવાદ માર્ગ (૩) દોષ સેવન (૪) પ્રાયશ્ચિત્ત. ઉત્સર્ગ માર્ગ -- જે નિયમોનું પાલન કરવું પ્રત્યેક સાધુ-સાધ્વીને અનિવાર્ય હોય, તે ઉત્સર્ગ માર્ગ છે. જેમ કે પંચ મહાવ્રતોનું પાલન કરવું તે સર્વ સાધુ-સાધ્વીઓ માટે સામાન્ય નિયમ છે. સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારના વસ્ત્રો કલ્પે છે. ચામડાંનાં વસ્ત્રો કલ્પતા નથી. આ સામાન્ય નિયમ છે, તે ઉત્સર્ગ માર્ગ છે. તે નિયમોનું પ્રામાણિકતાથી પાલન કરનાર સાધુ પ્રશંસનીય અને આદરણીય બને છે. ઉત્સર્ગ માર્ગને સામાન્ય આચાર વિધિ કહે છે. અપવાદ માર્ગ -- વિશિષ્ટ પરિસ્થિતિમાં સામાન્ય આચાર વિધિના પાલનમાં જે છૂટ અપાય, તે અપવાદ માર્ગ છે, તેને વિશેષ વિધિ પણ કહે છે. જેમ કે– સાધુને ચામડાંના વસ્ત્ર કલ્પનીય નથી, તે ઉત્સર્ગ માર્ગ છે પરંતુ રોગ આદિ વિશેષ પરિસ્થિતિમાં સાધુ ચર્મખંડનો ઉપયોગ વિવેકપૂર્વક કરી શકે છે. આ અપવાદ માર્ગ-વિશેષ વિધિ છે. તેના બે પ્રકાર છે– (૧) નિર્દોષ અપવાદ અને (૨) સદોષ અપવાદ. ઉત્તરગુણ પ્રત્યાખ્યાનમાં જે છૂટ-આગાર રખાય, તે નિર્દોષ અપવાદ છે, જેમ કે– સાધુએ ગૃહસ્થને ત્યાં બેસવું નહીં, તે ઉત્સર્ગ માર્ગ છે, પરંતુ વૃદ્ધ, ગ્લાન કે તપસ્વી સાધુને અત્યંત જરૂરી હોય, તો તે થોડીવાર બેસી શકે છે, આ નિર્દોષ અપવાદ છે. નિર્દોષ અપવાદ સેવનનું પ્રાયશ્ચિત્ત હોતું નથી, પરંતુ સાધુ વિવેકપૂર્વક અત્યંત જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરે છે. જે ક્રિયા અનિવાર્ય પરિસ્થિતિમાં ઇચ્છા ન હોવા છતાં કરવી પડે છે; જે ક્રિયામાં હિંસાદિ દોષનું સેવન કરવું પડે છે; તે સદોષ અપવાદ છે; જેમ કે– સાધુએ જલમાર્ગે વિહાર ન કરવો, તે ઉત્સર્ગ માર્ગ છે પરંતુ અનિવાર્ય પરિસ્થિતિમાં નદી પાર કરવી પડે, તો તે મહિનામાં બે વાર કરી શકે છે. આ સદોષ અપવાદ છે. સદોષ અપવાદના સેવન પછી તુરંત પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને સાધક શુદ્ધિ કરે છે. 57 Page #64 -------------------------------------------------------------------------- ________________ (૩) દોષ સેવન - ઉત્સર્ગ કે અપવાદ માર્ગનું, સંયમ સમાચારીનું ઉલ્લંઘન કરવું, વ્રત ભંગ કરવો, તે દોષ–સેવન છે. (૪) પ્રાયશ્ચિત્ત – દોષ વિશુદ્ધિ માટેની પ્રક્રિયાને પ્રાયશ્ચિત્ત કહે છે. કયા દોષની શુદ્ધિ માટે કર્યું અને કેટલું પ્રાયશ્ચિત્ત આપવું, તેનું વિસ્તૃત વર્ણન છેદ સૂત્રોમાં છે. પ્રાયશ્ચિત્તના દસ ભેદનું વિસ્તૃત વિવેચન શ્રી સ્થાનાંગ સૂત્રના દશામા સ્થાનમાં છે. ત્રણ પ્રકારના કલ્પ:- સંયમી જીવનના કલ્પ, નિયમો(મર્યાદા)ના ત્રણ પ્રકાર છે(૧) વિધિ કલ્પ:- વિધેયાત્મક નિયમો, જેમ કે સાધુને શેષ કાળમાં ગ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પે છે. જે સ્ત્ર પ્રયોગમાં ખ શબ્દ પ્રયોગ હોય, તે વિવિકલ્પ છે. (૨) નિષેધ કલ્પ – નિષેધાત્મક નિયમો, જેમ કે- સાધુને ચાતુર્માસના વિહાર કરવો કલ્પતો નથી. જે સ્ત્ર પ્રયોગમાં નો | શબ્દપ્રયોગ હોય, તે નિષેધકલ્પ છે. (૩) વિધિ–નિષેધ કલ્પ વિધિ-નિષેધાત્મક નિયમો, જેમ કે સાધ્વીને વિધિપૂર્વક ટુકડા કરેલા અર્થાત્ શસ્ત્ર પરિણત તાલ પ્રલંબ કલ્યું છે પરંતુ અખંડ તાલ પ્રલંબ કલ્પતા નથી. જે સૂત્ર પ્રયોગમાં પરૂ, નો પટ્ટ બંને સૂત્ર પ્રયોગ હોય, તે વિધિ-નિષેધ કલ્પ છે. શાસ્ત્રમાં પ્રદર્શિત કેટલાક વિધિ-નિષેધો સાધુને માટે, કેટલાક સાધ્વીને માટે છે અને કેટલાક વિધિ-નિષેધો બંને માટે સમાન છે. આ રીતે છેદ સૂત્રોમાં ઉત્સર્ગ, અપવાદ, વિધિ-નિષેધ આદિ વિધાનો દ્વારા સાધુના જીવનોપયોગી સેંકડો સૂચનો છે, તેથી છેદ સત્રોને શ્રમણ જીવનની આચાર સંહિતા અથવા દંડ સંહિતા પણ કહી શકાય છે. ત્રણ છેદ સૂત્રોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે(૧) શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર - આ પ્રથમ છેદ સૂત્ર છે. છેદ સૂત્રના વણ્ય વિષયને જોતાં સ્પષ્ટ થાય છે કે છેદ સૂત્રના બે કાર્ય છે– (૧) સાધકને દોષ સેવનથી બચાવવા અને (૨) પ્રમાદવશ સેવન કરેલા દોષની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરવું. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સાધકને દોષથી બચવા માટેના વિષયોનું પ્રતિપાદન છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં તેનું બીજું નામ ‘આચાર દશા પ્રાપ્ત થાય છે. સમવાયાંગ સૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કલ્પ અને વ્યવહાર સૂત્રની પૂર્વે વારલી નામ પ્રાપ્ત છે. તેમાં સાધુના આચાર શુદ્ધિ માટેના વિષયોની મુખ્યતા છે તેથી ‘આચાર દશા” નામ વિષયને અનુરૂપ - 58 Page #65 -------------------------------------------------------------------------- ________________ અને સાર્થક છે. આ સૂત્રમાં દશ અધ્યયન હોવાથી તેનું “દશાશ્રુતસ્કંધ' નામ પ્રચલિત છે. શ્રી આવશ્યક સૂત્રના ચોથા શ્રમણ સૂત્રમાં તેનું સાં નામ પ્રાપ્ત થાય છે. વસાવપૂવવહાર... - શ્રી આવશ્યક સૂત્ર. આ સૂત્રની પ્રથમ ત્રણ દશામાં અસમાધિસ્થાન, શબલ દોષ, આશાતનાઓનું તથા અંતિમ બે દશામાં મહામોહનીય કર્મબંધ સ્થાન તથા નિદાનનું વર્ણન છે. જે સર્વ વિષયો સંપૂર્ણપણે ત્યાજ્ય છે. ચોથી દશામાં આચાર્ય-ગણિની આઠ આચાર સંપદાનું નિરૂપણ છે. જે ગીતાર્થ શ્રમણોને, આચાર્ય પદ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતાં શ્રમણોને અત્યંત ઉપયોગી છે અને અગીતાર્થ શ્રમણોને માટે પણ તેનું જ્ઞાન જરૂરી છે. પાંચમી દશામાંચિત્ત સમાધિ સ્થાનનો બોધ સર્વ સાધકોને ચિત્ત સમાધિ પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન આપે છે. છઠ્ઠી દશામાં શ્રાવક પડિયા અને સાતમી દશામાં ભિક્ષુ પડિમાનો બોધ ક્રમશઃ શ્રાવક અને સાધુની સાધનાના ક્રમિક વિકાસને સૂચિત કરે છે. આઠમી દશાનું નામ “ પર્યુષણા કલ્પ’ છે. નિર્યુક્તિ અને ભાષ્ય ગ્રંથોને જોતાં પ્રતીત થાય છે કે પૂર્વે આઠમી દશામાં કેવળ સાધુ સમાચારીનું વર્ણન હતું. તીર્થકર ચરિત્ર તથા સ્થવિરાવલીનો વિષય તેમાં ક્યારે જોડાઈ ગયો તેના માટે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી. વર્તમાને આઠમી દશામાં કેવળ ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકના નક્ષત્રોના નામનો જ ઉલ્લેખ છે. નવમી દશામાં મહામોહનીય કર્મબંધના ૩૦ બોલનું કથન છે. આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રધાન છે. તે કર્મનો સંવર કરવા તેના બંધસ્થાનથી દૂર રહેવાનું સૂચન છે. દસમી દશામાં સંયમ અને તપનું ફળ મેળવવાના વિવિધ પ્રકારના સંકલ્પ(નિદાન)નું વર્ણન છે. આ નિદાનના ફળ સ્વરૂપે સાધક યથાયોગ્ય સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિપણુ આદિ પામે છે પરંતુ તે સાધક, મોક્ષથી દૂર રહે છે, માટે તેમાં તેવા નિદાન ન કરવાનું સૂચન છે. આ રીતે દશાશ્રુતસ્કંધનો વિષય સાધુ અને શ્રાવક બંનેને ઉપયોગી અને આચરણીય છે. બૃહત્કલ્પ – આ સૂત્રનું પ્રાચીન નામ ખસુત્ત છે, પરંતુ પર્યુષણા કલ્પ' કલ્પ સૂત્રના નામથી પ્રસિદ્ધ થયું, તેનાથી આ સૂત્રની ભિન્નતા પ્રદર્શિત કરવા પ્રસુત્ત જ બૃહત્કલ્પ સૂત્રના નામથી ઓળખાય છે. નંદી સૂત્રમાં, આવશ્યક સૂત્રમાં આગમના નામો છે, તેમાં બૃહત્કલ્પ નામ પ્રાપ્ત થતું નથી. 59 Page #66 -------------------------------------------------------------------------- ________________ કલ્પ શબ્દના અનેક અર્થ થાય છે. આચાર, મર્યાદા, રાજનીતિ મર્યાદા, ધર્મ મર્યાદા વગેરે. પ્રસ્તુત સૂત્રમાં “કલ્પ” શબ્દપ્રયોગ આચાર મર્યાદા અથવા ધર્મમર્યાદાનો સૂચક જે શાસ્ત્રમાં સાધુ જીવનની આચાર-મર્યાદાનું નિરૂપણ છે, તેને કલ્પસૂત્ર કહે છે. તેના છ ઉદ્દેશક છે. તેમાં લગભગ સેંકડો વિધિ-નિષેધ કલ્પ છે. પાંચ મહાવ્રત અને પાંચ સમિતિની શુદ્ધિ માટે વિવિધ ઉત્સર્ગ-અપવાદ માર્ગનું વિસ્તૃત વર્ણન છે. આચાર શુદ્ધિ માટે, શ્રમણ જીવનની નિર્મળતા માટે સાધુ-સાધ્વીને આ સૂત્રનું જ્ઞાન અનિવાર્ય વ્યવહાર સૂત્ર - વ્યવહાર શબ્દનો પદ વિગ્રહ કરતાં વિ + અવ + દર = વ્યવહાર. જેના દ્વારા વિવિધ અથવા વિવાદાસ્પદ વિષયોનું અવતરણ અર્થાત્ નિરાકરણ થાય, સંશયાત્મક વિષયોનું નિર્ધારણ થાય, સમાધાન થાય, તેને વ્યવહાર કહે છે. જે શાસ્ત્રમાં તથા પ્રકારના વિષયોનું વર્ણન હોય, તેને વ્યવહાર સૂત્ર કહે છે. તેના દશ ઉદ્દેશક છે. આ સૂત્રમાં વ્યવહાર, વ્યવહારી તથા વ્યવહર્તવ્ય, આ ત્રણ વિષયોનું વર્ણન છે. (૧) વ્યવહાર- સાધન. આગમ વ્યવહાર, શ્રત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણા વ્યવહાર અને જીત વ્યવહાર, આ પાંચ પ્રકારના વ્યવહારનું કથન છે. (૨) વ્યવહારી- ગણ અથવા ગચ્છના સાધુઓના આચારની શુદ્ધિ કરાવનારા પાંચ પ્રકારના વ્યવહારથી ગચ્છનું સંચાલન કરનારા ગીતાર્થ આચાર્યાદિની યોગ્યતા તથા તેના કર્તવ્ય આદિનું વર્ણન છે. (૩) વ્યવહર્તવ્ય- આચાર્યાદિના આદેશ અનુસાર પ્રવૃત્તિ કરનાર સામાન્ય સાધુ-સાધ્વીઓ વ્યવહર્તવ્ય છે. જેમ કુંભાર(ક) દંડ ચક્ર આદિ (સાધન) દ્વારા કુંભ(કર્મ) તૈયાર થાય છે તેમ આચાર્યાદિ વ્યવહારી પુરુષ(ક) પાંચ પ્રકારના વ્યવહાર(સાધન) દ્વારા વ્યવહર્તવ્યસાધુ-સાધ્વીના આચારની શુદ્ધિ થાય છે. આ રીતે ત્રણે છેદસૂત્રો શ્રમણ સમાચારીના બંધારણ સમ છે. તેના આધારે ગચ્છાધિપતિ આચાર્યો ગણનું સંચાલન કરે છે, શ્રમણ સંસ્કૃતિની વાસ્તવિકતા જાળવી રાખવા, સંઘીય વ્યવસ્થાનું નિયમન કરવા માટે છેદસૂત્ર મહત્વ પૂર્ણ શાસ્ત્રો છે. વ્યાખ્યા સાહિત્ય - આ શાસ્ત્રો વિષયની દષ્ટિએ ગંભીર છે, સંક્ષિપ્ત સૂત્રો દ્વારા તેનું રહસ્ય, તેનો પૂર્વાપરનો સંદર્ભ સમજવો કઠિન છે. શ્રી ભદ્રબાહુ સ્વામી (દ્વિતીય) એ - 60 Page #67 -------------------------------------------------------------------------- ________________ કઠિન વિષયને સમજાવવા માટે ચારે છેદ સૂત્ર પર નિયુક્તિની રચના કરી છે. તે ઉપરાંત તેના પર ચૂર્ણિની રચના પણ થઈ છે. તથા બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્ર પર વિસ્તૃત ભાષ્યની રચના પણ થઈ છે. બૃહત્કલ્પ પર શ્રી સંઘદાસ ગણિએ લઘુ ભાષ્યની રચના કરી છે. ભાષ્યકારોએ પોતાની રચનામાં સૂત્રકારનો આશય સમજાવવા માટે તેની પૃષ્ઠ ભૂમિકારૂપે સંઘીય પરંપરા તથા તે તે વિષયોને અનુરૂપ પ્રસિદ્ધ દષ્ટાંતો આદિ દ્વારા વિસ્તૃત વર્ણન કર્યું છે. જે જૈન ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિના અધ્યયન માટે ઉપયોગી થાય છે. શ્રી બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્ર પર આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. મૃત સંસ્કૃત ટીકા છે. તેમાં પ્રાચીન નિર્યુક્તિ, ચૂર્ણિ અને ભાષ્ય ગ્રંથોના આધારે વિષય સમજાવ્યો છે. આચાર્ય શ્રી આત્મારામજી મ. સા. એ દશાશ્રુતસ્કંધ સૂત્ર પર સંસ્કૃત ટીકા લખી છે અને શ્રી અમોલક ઋષિજી મ.સા.એ સર્વ પ્રથમ હિન્દી અનુવાદ કર્યો છે. તે ઉપરાંત ઉપાધ્યાય શ્રી કનૈયાલાલજી મ.સા.એ તિ િ છેવસુત્તાળી માં ભાવાર્થ અને વિસ્તૃત હિન્દી વિવેચન આપ્યું છે. પ્રવર્તક શ્રી અમરમુનિ મ.સા. એ પૂર્વ પ્રકાશનના આધારે આ આગમને સચિત્ર પ્રકાશિત કર્યું છે. આ રીતે પૂર્વ પ્રકાશિત આગમ સાહિત્યના આધારે પ્રસ્તુત ગ્રંથ તૈયાર થયો છે. તેમાં સૂત્ર, ભાવાર્થ અને આવશ્યકતા અનુસાર વિવેચન છે. આભાર દર્શન ઃ– પ્રાતઃસ્મરણીય સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુપ્રાણ, ભક્તજનોના આતમપ્રાણની જન્મશતાબ્દી ચીરસ્મરણીય બની રહે તે માટે સરલ સુબોધ ગુજરાતી ભાષામાં આગમ પ્રકાશન કરવાની મારા વિલ ગુરુભગિની ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ. ની અંતર પ્રેરણા અને અમારા મુક્ત-લીલમ ગુરુણી સહિત શિષ્યા વૃંદનો અનેરો ઉત્સાહ, સમ્યક પુરુષાર્થ અને તેનાથી પણ સવિશેષ અંતરીક્ષથી સતત અને સતત અસ્ખલિત વહેતી પૂજ્યપાદ ગુરુદેવોની કૃપાધારાએ આ આગમ પ્રકાશનનું અતિ ઉત્તમોત્તમ, વિરાટ સત્કાર્ય સમાપનના આરે પહોંચ્યું છે. તેમાં ત્રણ છેદ સૂત્રોનું (દશાશ્રુત સ્કંધ, બૃહદ્કલ્પ અને વ્યવહાર સૂત્ર) પ્રકાશન થઈ રહ્યું છે. તે સમયે આસન્ન ઉપકારી ત્રિલોકીનાથ ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી, સૂત્ર સંકલન કરનાર સુધર્માસ્વામી, આગમ લિપિ બદ્ધ કરનાર દેવર્ધિગણિ ક્ષમાશ્રમણને અંતરમાં અવધારી 61 Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાભાવે વંદન કરું છું. ગોંડલ ગચ્છના આદ્ય સંસ્થાપક નિદ્રા વિજેતા ૧૦૦૮ બ્રા. બ્ર. પૂ. ડુંગરસિંહજી મ.સા., પાટાનુપાટ બિરાજિત સંપ્રદાયના નભોમંડળે ચમકતા અનસ્ત સિતારા મમશ્રદ્ધામૂર્તિ પૂજ્ય જય-માણેક-પ્રાણ-રતિ-ગુરુ દેવની અસીમ-અસીમ કૃપાએ તેમજ મમ જીવન ઉપકારી સંયમ સંસ્કારદાત્રી ગુરુણીમૈયા પૂજ્યવરા મંગલમૂર્તિ મુક્તાબાઈ સ્વામી અને ભાવયોગિની પૂ. લીલમબાઈ મ.ના અવિરત વરસતા અંતરના આશીર્વાદે ‘ત્રણ છેદ સૂત્રો’ના ભગવદ્ ભાવોને સંયમી જીવનની જાગૃતિના લક્ષે, સ્વના સ્વાધ્યાયના સહારે અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સમયે સૌ ઉપકારીવૃંદ પ્રત્યે અંતરથી કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. વર્તમાન બિરાજિત ગોંડલ ગચ્છ શિરોમણિ પરમદાર્શનિક પૂ. જયંતિલાલજી મ.સા. જેઓએ આગમના રહસ્યો સભર અભિગમ મોકલી અનન્ય ઉપકાર કર્યો છે. વાણીભૂષણ પૂ. ગિરીશમુનિ મ.સા., આગમ દિવાકર જનકમુનિ મ.સા., નવકાર મંત્ર આરાધક પૂ. જગદીશમુનિ મ.સા., ધ્યાનયોગી પૂ. હસમુખમુનિ મ.સા., તપસ્વી પૂ. ગજેન્દ્રમુનિ મ.સા., શાસનપ્રભાવક પૂ. નમ્રમુનિ મ.સા. તથા આગમ મનિષી પૂ. ત્રિલોક મુનિ મ.સા. વગેરે ગુરુ ભગવંતો મને હર હંમેશ માર્ગદર્શન આપતા રહ્યા છે તેઓશ્રીનો પણ હાર્દિક આભાર માની વંદન કરું છું. મમગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. જેઓના જીવનમાં અરિહંત આજ્ઞાનું ગુંજન અને મહાવીરના માર્ગનું મંથન ચરિતાર્થ છે તેવા ગુરુણીમૈયાએ સ્વસાધના અને તપ આરાધના સાથે પરામાર્થકાજે છેલ્લા નવ-નવ વર્ષથી તન, મન, જીવન આગમ પ્રકાશન કાર્યને સમર્પિત કર્યું છે અને સહસંપાદિકા મારા ગુરુભગિની સાધ્વી રત્ના ડૉ. આરતીબાઈ મ. અને સુબોધિકાબાઈ મ. એ પણ ગુણીના હૃદયભાવોને આત્મસાત્ કરી આગમ પ્રકાશન કાર્યમાં પરમાત્માના ભાવોને પામવા અજોડ સેવા આપી છે. તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો શું ઉપકાર માનું ? શું આભાર માનું ? બધુ શબ્દાતીત છે. શબ્દની હોડલી શું લઈ જશે મારા ભાવનો ભારો શબ્દો તો સીમિત છે ભાવ અસીમિત છે ત્યાં હું ક્યાં પામુ કિનારો ? તેમ છતાં આપ સૌના નવ-નવ વર્ષના અપ્રમતભાવે કરેલા આ પ્રચંડ પુરુષાર્થની ભૂરી ભૂરી અનુમોદના કરી, આ અનુવાદમાં રહેલી ત્રુટિઓને દૂર કરી સુઘડ, સચોટ, 62 Page #69 -------------------------------------------------------------------------- ________________ સુંદર સુવ્યવસ્થિત કરવા બદલ અંતરથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ આગમોના અનુવાદનું કાર્ય કરવામાં સહાયક બનનાર સહવર્તી મમ ગુભગિનીઓ પૂ. સુમનબાઈમ, પૂર્ણાબાઈમ, પૂર્વીબાઈ મ. નો પણ આ તકે આભાર માનું છું. - ગુરુપ્રાણ ફાઉન્ડેશન પ્રમુખ, ઉત્સાહી સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે દરેક આ અપૂર્વ વિરાટ સત્કાર્યને સફળ બનાવવા સક્રિય રહ્યા છે. આગમ પ્રત્યેના અહોભાવે શ્રી મુકુન્દભાઈ પારેખ, શ્રી મણીભાઈ શાહ, કુ. ભાનુબેન પારેખ વગેરેએ મુફ સંશોધન કરી, નેહલભાઈએ આગમ મુદ્રિત કરી, જે સહકાર આપ્યો છે તે બદલ સૌનો પણ આભાર માનું છું. અહો તારક જિનેશ્વર પરમાત્મા! આપના આગમ ભાવોમાં નિશદિન આત્માની ઉજાગર દશાએ અપ્રમતભાવે અવગાહન કરતાં મારા અનંતાનંત કર્મોનો ક્ષય કરી આત્મ જાગૃતિએ આત્મ ભાવમાં લીન બની આપના અનંત ગુણોમાંવિલીન થઈ પરમાત્મ દશાને પામવા સમ્યક પુરુષાર્થ બનું એ જ અંતર આર. આ આગમોના અનુવાદકાર્યમાં મારી અલ્પમતિની ક્ષમતાએ ક્ષયોપશમ અનુસાર લખતા જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય અને આગમ ભાવોની કંઈ આશાતાના થઈ હોય તો અનંતા સિદ્ધ ભગવંતો, ગુરુભગવંતોની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્... પૂ. મુક્ત લીલમ ગુરુણીના સુશિષ્યા સાધ્વી ડોલર 63 Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્વાધ્યાય શાસ્ત્રના મૂળપાઠ સંબંધી ક્રમ વિષય અસ્વાધ્યાય કાલ એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૧૧ ૧૨-૧૩ આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય]. ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ. ૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૮/૧૨ પ્રહર ૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી ૨૧-૨૮] સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત ૨૯-૩ર [નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.] Page #71 -------------------------------------------------------------------------- ________________ श्री हशा- SCथ-व्यवहार सूत्र श्री हशा-5प-व्यव શ્રી દશા-કલ્પ-વ્યવહાર મૂ दशा-इत्थ-व्यवहार सूत्र श्री हशा શ્રી દશા-કલ્પ શ્રી દશાશ્રુતસ્કંદ સૂત્ર સ્થવિર રચિત છેદ શ્રી -વ્ય શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા-કલ્પ-વ્યવાર સૂત્રની सूत्र શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા કલ્પ व्यवहा શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર -व्यवहार सूत्र श्री हशा श्री हशा उल्थ-व्यवहार सूत्र श्री हशा -કલ્પ-વ્યવહાર સૂત્ર દશા-કલ્પ-વ્યવહાર સૂત્ર શ્રી દશા મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન 1. ડૉ. सूत्र श्री हशा-5ल्प-व्यवह પાકપટ વહા સૂત્ર सूत्र श्री दृशा उल्थ-व्यव અવરબાઈમ આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે. Page #72 --------------------------------------------------------------------------  Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના પ્રથમ દશા પ્રાક્કથન છRORORRORDROR * ચાર છેદ સુત્રોમાં પ્રથમ છેદ સૂત્ર દશાશ્રુત સ્કંધ સુત્ર છે. છેદ સૂત્રોમાં સાધકને દોષથી દૂર રહેવાની સૂચના છે અને કદાચ પ્રમાદના કારણે દોષ સેવન થઈ જાય તો આત્મશુદ્ધિ માટે તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પ્રસ્તુત દશાશ્રુતસ્કંધમાં સાધુના મૂળગુણ અને ઉત્તર ગુણમાં લાગતા દોષોના કથનપૂર્વક તેનાથી દૂર રહેવાની સૂચના છે. * આ આગમના મૂળ બે નામ છે– (૧) આચાર દશા અને (૨) દશા. આ શાસ્ત્રનો મુખ્ય વિષય આચાર છે અને તે દસ અધ્યયન(દસા) દ્વારા કથિત હોવાથી શ્રી ઠાણાંગ સૂત્ર, સ્થાન–૧૦માં તેનું નામ આચાર દશા કહ્યું છે. (૨) આ સૂત્રમાં દસ અધ્યયન હોવાથી તેનું દશા નામ પણ પ્રચલિત છે. વર્તમાનમાં આ શાસ્ત્ર “દશાશ્રુતસ્કંધ'ના નામે પ્રસિદ્ધિને પામ્યું છે. તેમાં દસ અધ્યયન હોવાથી દશા, અનુપમ અર્થનું પ્રતિપાદન કરતી આ વાણી ગુરુની સમીપે સાંભળવામાં આવતી હોવાથી શ્રુત અને વૃક્ષના અંધ(થડ)માંથી નીકળતી અનેક શાખાની જેમ પ્રભુના મુખ કમળમાંથી નીકળેલી આ વાણી અનેક ભવ્યજનોના કાનમાં પ્રવેશી તેના ક્ષાયોપથમિક જ્ઞાનને પ્રગટ કરવામાં કારણભૂત હોવાથી તે સ્કંધ સ્વરૂપ છે. * આ આગમના અધ્યયનને ઉદ્દેશક અથવા દશા કહેવામાં આવે છે. આ આગમમાં દસ દશા(અધ્યયન) છે. પ્રસ્તુત આગમની પ્રથમ દિશામાં વીસ અસમાધિ સ્થાનોનું વર્ણન છે. સંયમી જીવનના લઘુતર દોષો કે સામાન્ય દોષોને અસમાધિ સ્થાન કહે છે. જેમ શરીરમાં કાંટો વાગે, ફોડકી થાય, હાથ-પગાદિ અવયવોમાં દુઃખાવો થાય વગેરે સામાન્ય પીડાઓ પણ મનને વ્યાકુળ બનાવે છે, ચિત્ત સમાધિમાં રહેતું નથી, પીડા અનુભવાય છે, તેમ ઉત્તરગુણ સંબંધિત સામાન્ય ગણાતા દોષો પણ સંયમી જીવનમાં અસમાધિ ઉત્પન્ન કરે છે. ઉત્તરગુણના અતિચાર રૂપ દોષો અસમાધિ સ્થાન કહેવાય છે. શરીરમાં કેન્સર જેવા ભયાનક રોગની જેમ મૂળગુણ સંબંધિત મોટા-મોટા દોષો શબલ દોષ કહેવાય છે. * जेनाऽऽसेवितेन आतमपरोभयस्स वा इह परत्र उभयत्र वा असमाधी होति तं असमाधिट्ठाणं - ચૂર્ણિ. જેના સેવનથી સ્વ આત્માને, પર આત્માને કે સ્વ-પર ઉભય આત્માને, યત્ર-તત્ર સર્વત્ર અસમાધિ ઉત્પન્ન થાય, તેને અસમાધિ સ્થાન કહે છે. * અસમાધિ એટલે માનસિક સંતાપ અથવા ચિત્તની અસ્વસ્થતા અને સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા. જે પ્રવૃત્તિથી સંયમી જીવનમાં સંતાપ, સંકલેશ ઉત્પન્ન થાય, તે અસમાધિ સ્થાન છે, આત્મવિરાધના અને સંયમ વિરાધના થાય તેવી પ્રવૃત્તિથી સંયમ દૂષિત બને છે, તેથી તેવી પ્રવૃત્તિ અસમાધિ સ્થાન કહેવાય છે. અસમાધિ ઉત્પન્ન કરે તેવી પ્રવૃત્તિ અનેક હોવાથી અસમાધિ સ્થાન પણ અનેક છે, પરંતુ પ્રસ્તુત દશામાં પ્રધાન એવા ૨૦ સ્થાનોનું કથન છે. અસમાધિ સ્થાનના દોષો સામાન્ય દોષો છે, તેથી તેની શુદ્ધિ સામાન્ય પ્રાયશ્ચિત્તથી થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રથમ દશા : અસમાધિ સ્થાન /////////////////// અસમાધિના વીસ સ્થાન : १ सुयं मे आउ ! तेणं भगवया एवमक्खायं - इह खलु थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता । कयरे खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता ? इमे खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता, ના १. दवदवचारी यावि भवइ, २. अप्पमज्जियचारी यावि भवइ, ३. दुप्पमज्जियचारी यावि भवइ, ४. अतिरित्त - सेज्जासणिए यावि भवइ, ५. राइणिअ-परिभासी यावि भवइ, ६. थेरोवघाइए यावि भवइ, ७. भूओवघाइए यावि भवइ, ८. संजलणे यावि भवइ, ९. कोहणे यावि भवइ, १०. पिट्ठिमंसि यावि भवइ, ११. अभिक्खणं अभिक्खणं ओहारइत्तायावि भवइ, १२. णवाणं अहिगरणाई अणुप्पण्णाई उप्पाइत्तायाधि भवइ, १३. पोराणाई अहिगरणाणं खामिअ विओसवियाइं पुणो उदीरेत्ता भवइ, १४. अकाले सज्झायकारए यावि भवइ, १५. ससरक्खपाणिपाए यावि भवइ, १६. सद्दकरे यावि भवइ, १७. झंझकरे યાવિ મવદ્, ૧૮. લહરે યાવિ મવર, ૧૧. સૂરધ્વમાળ-મોર્ફ યાવિ મવર, ૨૦. एसणाए असमिए यावि भवइ । एते खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा પળત્તા-ત્તિ નેમિ ॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન્ જંબૂ ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિના સ્થાન કહ્યા છે. પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ ક્યા વીસ અસમાધિના સ્થાન કહ્યા છે ? ઉત્તર- સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિના સ્થાન(નિમ્નોક્ત) પ્રકારે કહ્યા છે, જેમ કે— (૧) જલદી-જલદી ચાલવું (૨) અંધારામાં પોંજ્યા વિના ચાલવું (૩) દુષ્પ્રમાર્જન-ઉપયોગ વિના પોંજીને ચાલવું (૪) અમર્યાદિત શય્યા-આસન વગેરે રાખવા (૫) રત્નાધિકોનો પરાભવ કરવો, તેઓની સામે બોલવું (૬) સ્થવિરો ઉપર દોષારોપણ કરી તેમનો ઉપઘાત-અપમાન કરવું (૭) પ્રાણીઓનો ઘાત કરવો (૮) મનમાં રોષ રાખી બળ્યા કરવું (૯) ક્રોધ કરવો, ક્રોધમાં કટુવચન કહેવા (૧૦) નિંદા કરવી (૧૧) વારંવાર નિશ્ચયાત્મક (આ કામ કરીશ, આ સ્થળે જઈશ વગેરે) ભાષા બોલવી (૧૨) નવા-નવા અધિકરણ-કલેશ, ઝઘડા ઊભા કરવા (૧૩) ક્ષમાપના દ્વારા શાંત થયેલા અધિકરણ-ઝઘડાને પુનઃ તાજા કરવા અથવા ક્ષમાપના કરી લીધા પછી પુનઃ ઝગડા કરવા (૧૪) અકાળે સ્વાધ્યાય કરવો (૧૫) સચિત્ત રજવાળા હાથ, પગ આદિને પોંજવા નહીં (૧૬) પ્રહર રાત્રિ વીત્યા પછી મોટા અવાજે બોલવું, કારણ વિના બોલવું, નિરર્થક બોલવું (૧૭) સંઘમાં ફાટ-ફૂટ પડાવવી, ભેદભાવ ઊભા કરાવવા (૧૮) કલહ-કજીયા Page #75 -------------------------------------------------------------------------- ________________ દશા–૧ 3 કરવા (૧૯) સવારથી સાંજ સુધી ખા-ખા કરવું (નવકારશી આદિ પચ્ચક્ખાણ ન કરવા) (૨૦) એષણા અસમિતિ એટલે અનેષણીય આાર ગ્રહણ કરવો. સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિના સ્થાન કર્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અસમાધિ ઉત્પન્ન કરે તેવા વીસ સ્થાનોનું કથન છે. અસમાધિ સ્થાન એટલે આત્મવિરાધના કે સંયમ વિરાધના થાય તેવી પ્રવૃત્તિઓ. ચિત્તની એકાગ્રતાથી મોક્ષ માર્ગમાં, સંયમ માર્ગમાં સ્થિત રહેવું, તે સમાધિ છે અને તેનાથી વિપરીત અર્થાત્ સંયમ માર્ગથી વ્યુત થવાય તેવા કાર્યને અસમાધિ કહે છે. જેમ બીમારી શરીરમાં શિથિલતા લાવે છે, તેમ કેટલીક પ્રવૃત્તિઓ સંયમને શિથિલ બનાવે છે, સંયમને શિથિલ કરે તેવા કાર્યને અસમાધિ સ્થાન કહે છે. સંયમને દૂષિત કરે તેવા અસંખ્યાત અસંયમ સ્થાનો હોવાથી અસંખ્યાત અસમાધિ સ્થાનો છે. અહીં સ્થવિર ભગવંતોએ મુખ્ય વીસ અસમાધિ સ્થાનોનું કથન કર્યું છે. અસમાધિસ્થાન તે ઉત્તરગુણ સંબંધિત દોષો છે. સુર્ય મે.....ધમલવાયું – મેં સાંભળ્યું છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે અત્યં ભાસદ અહીં, સુપ્ત નાંમંતિ ાનપરા પિતળ । સાસપલ્સ હિતાર્, તો મુાં પવતી । – ચૂર્ણ. અરિહંત ભગવંત અર્થરૂપે દેશના આપે છે અને ગણધરો શાસનના હિત અર્થે તેને સૂત્ર રૂપે ગૂંથે છે. તે બાર અંગ રૂપ આગમો ભગવાન યિત અને ગણધર દ્વારા સંકલિત છે, આ રીતે મેં સાંભળ્યું છે એટલે સુધર્માસ્વામી કહે છે કે મેં તે ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે. તથાપ્રકારનું સૂત્રકારનું કથન છે. થરાદ મળવતહિં.....પળા :- સ્થવિર ભગવંતોએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે. અહીં સ્થવિર શબ્દનો અર્થ વ્યાપક છે. ગણધર, ચૌદપૂર્વધર કે દશ પૂર્વધરને સ્થવિર કક્ષા છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ દશાશ્રુતસ્કંધસૂત્ર શ્રુતકેવળી સ્થવિર આચાર્ય ભદ્રબાહુ સ્વામી દ્વારા સંકલિત છે. ઘેરા પુન ાળધરા મદ્રવાહુ વા । માવંત કૃતિ અતિશય પ્રાપ્તાઃ । -ચૂર્ણિ. થેરા શબ્દથી અહીં ગણધર અથવા ભદ્રબાહુ સ્વામીનું ગ્રહણ થાય છે. તેઓ અતિશયને પ્રાપ્ત હોવાથી સૂત્રકારે તેમના માટે ભગવંત વિશેષણનો પ્રયોગ કર્યો છે. તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે, તેવો પ્રયોગ ન કરતાં પ્રસ્તૃતમાં સ્થવિર ભગવંતોએ ૨૦ અસમાધિ સ્થાન કહ્યા છે, તેવો શબ્દપ્રયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે સ્થવિર શ્રુતકેવળીના વચન પણ ભગવાનના વચન તુલ્ય હોય છે. શ્રુતકેવળીના વચન ભગવાનની જેમ સમ્યક હોય છે, તે પ્રતીતિ કરાવવા જ સૂત્રકારે તથાપ્રકારનો શબ્દપ્રયોગ કર્યો છે. વીસ અસમાધિ સ્થાન – (૧) જલદી-જલદી ચાલવું :– અતિ શીઘ્ર ગતિએ ચાલવાથી ઈર્યા સમિતિમાં ઉપયોગ રહેતો નથી, તેથી અનેક પ્રાણીઓની હિંસા થાય છે, પડી જવાથી કે અથડાય જવાથી સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. (૨) અપ્રમાર્જન–પોંજ્યા વિના ચાલવું :– જે સ્થાનમાં અંધારું હોય, જે સ્થાનમાં અથવા રસ્તા આદિમાં કીડી આદિ જીવો વધુ સંખ્યામાં હોય તેવા કોઈ પણ સ્થાનમાં દિવસે કે રાત્રે પોંજયા વિના ચાલવાથી જીવોની હિંસા થાય છે અને સાધુને દોષ લાગે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૩) દુષ્યમાર્જન બરાબર પોજ્યા વિના ચાલવું - વિધિપૂર્વક જેટલી જગ્યામાં પગ મૂકવો હોય તેટલી પૂર્ણ જગ્યાને ન પોંજવી, ઉપેક્ષા ભાવથી થોડી જગ્યાને પોંજીને પજ્યા વિનાની ભૂમિ ઉપર પગ મૂકી ચાલવું, ઉપયોગ વિના જેમ-તેમ પોંજીને ચાલવું, તે દુષ્પમાર્જન કહેવાય છે. આ રીતે શીઘગમન, અપ્રમાર્જન કે દુષ્પમાર્જનમાં ઈર્યાસમિતિનું યથાર્થ પાલન ન થવાથી સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. (૪) જરૂરિયાતથી વધારે શય્યા સસ્તા૨ક રાખવાઃ- સાધુ સમાચારીમાં વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણોને મર્યાદિત સંખ્યામાં રાખવાનું વિધાન છે, અહીં સૂત્રપાઠમાં શય્યા-સંસ્તારકનું કથન છે પરંતુ ઉપલક્ષણથી આસન, સ્થાન, વસ્ત્રાદિ સર્વનું ગ્રહણ થાય છે. સાધુ જરૂરિયાતથી વધારે શય્યા-સંસ્તારક(સૂવા-પાથરવાના ઉપકરણો) વગેરે રાખે તો તેનો ઉપયોગ પ્રતિદિન ન થવાથી, પ્રતિલેખના–પ્રમાર્જન ન થવાથી તેમાં જીવોની ઉત્પત્તિ થવાની સંભાવના રહે છે. તે જીવોની હિંસાથી સંયમમાં દોષ લાગે છે. (૫) રત્નાધિક સામે બોલવું – સંયમપર્યાયમાં જે મોટા હોય તથા જ્ઞાનાદિ ગુણોમાં અધિક હોય, તે રત્નાધિક કહેવાય છે. તે રત્નાધિક સામે બોલવાથી, વિવાદ કરવાથી રત્નાધિકની આશાતના થાય છે અને આશાતના કરવી, તે પ્રાયશ્ચિત્ત યોગ્ય કાર્ય છે. () સ્થવિરોનો ઉપઘાત કરવો :- અહીં શ્રુત સ્થવિર, વય સ્થવિર અને સંયમ સ્થવિર, આ ત્રણે પ્રકારના સ્થવિર સાધુઓનું ગ્રહણ થાય છે. તે સર્વ સ્થવિર સાધુઓની ચિત્ત સમાધિ જળવાઈ રહે, તથાપ્રકારનો વ્યવહાર કરવો તે પ્રત્યેક સહવર્તી સાધુઓનું કર્તવ્ય છે. તે સાધુઓના આચાર દોષ કે શીલદોષને પ્રગટ કરવા, અન્ય કોઈપણ રીતે તેમની આશાતના કરવી, તેમની સમાધિનો ભંગ કરવો, તે સ્થવિરોનો ઉપઘાત છે, સ્થવિરોનો ઉપઘાત તે પોતાની અસમાધિનું નિમિત્ત બને છે. (૭) છકાયજીવોની હિંસા કરવી - અહીં મૂકવાણા- સૂત્રપાઠમાં ભૂત શબ્દપ્રયોગ સર્વ સ્થાવર જીવોનો વાચક છે પરંતુ ઉપલક્ષણથી ત્રસ જીવોનું પણ ગ્રહણ થાય છે. સંક્ષેપમાં ત્રસ અને સ્થાવર સર્વ જીવોની હિંસાથી સંયમ વિરાધના થાય અને હિંસાના કારણભૂત રાગ-દ્વેષાદિ મલિન ભાવોથી આત્મવિરાધના થાય છે. (૮-૯) મનમાં રોષ રાખીને બળવું અને કોધ કરવો :- મનમાં રોષ રાખવો અને અગ્નિની જેમ મનમાં બળ્યા કરવું તે સંજ્વલના છે, તે રોષ પ્રગટ કરવો, તે ક્રોધ છે. તે બન્નેથી સમાધિનો ભંગ થાય છે. (૧૦) નિંદા કરવી –ffટ્ટ એટલે પરોક્ષરૂપે, પીઠ પાછળ અને માંસ એટલે નિંદા કરનારા, અવર્ણવાદ બોલનારા. અન્યની નિંદા, દોષ દર્શન, તે માંસ ખાવા તુલ્ય છે. અન્યની નિંદા કરનાર પોતાના ગુણોનો નાશ કરે છે. તે સ્વયં કર્મબાંધે છે તથા બીજાને પણ અસમાધિ ઉત્પન્ન કરાવી કર્મ બાંધવામાં નિમિત્ત બને છે. (૧૧) વારંવાર નિશ્ચયાત્મક ભાષા બોલવી – સાધુને જે વિષયની પૂરી જાણકારી ન હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિષયક સંદેહ હોય, તે વિષયમાં “આ આમ જ છે, તે રીતે નિશ્ચયાત્મક ભાષા બોલવાથી મૃષાવાદ થાય છે અને તે દ્વારા આત્મ વિરાધના અને સંયમ વિરાધના થાય છે. નિશ્ચયાત્મક ભાષા પ્રમાણે કાર્ય ન થાય, તો શાસનની નિંદા થાય છે, બોલનારનો અવર્ણવાદ થાય છે અને અનેક પ્રકારના અનર્થ સર્જાય છે, આ રીતે નિશ્ચયાત્મક ભાષા બોલવી અસમાધિજનક છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ | દશા-૧ (૧૨) નવા નવા અધિકરણ(કલેશ) ઉત્પન કરવા :- ક્લેશ-કંકાશ અંતરમાં અસમાધિ ઉત્પન્ન કરે છે, આસપાસના વાતાવરણને દુઃષિત કરે છે, તેથી અન્યને પણ અસમાધિનું નિમિત્ત બને છે. શાસ્ત્રકારે ક્લેશ- કંકાશ માટે ધરખ (શસ્ત્ર) શબ્દનો પ્રયોગ કર્યો છે. ક્લેશરૂપી શસ્ત્ર આત્મગુણોની ઘાત કરે છે, નરક અને નિગોદના દુઃખ પ્રાપ્ત કરાવે છે, આ રીતે ક્લેશ કે ક્લેશજનક ભાષાનો પ્રયોગ કરવો, તે અસમાધિનું કારણ છે. (૧૩) શાંત થયેલા ક્લેશને ઉત્તેજિત કરવા :- ઢાંકેલી અગ્નિને ઉદિપિત કરવાથી તે પુનઃ સ્વ-પરને તાપિત કરે છે તેમ કઠોર કે માર્મિક ભાષા પ્રયોગથી કે તથા પ્રકારની કાયિક ચેષ્ટાથી એકવાર ઉપશાંત થયેલા ક્લેશને પુનઃ ઉત્તેજિત કરવાથી સ્વ-પરને અસમાધિ ઉત્પન્ન થાય છે. (૧૪) અકાળે સ્વાધ્યાય કરવો - સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તથા મધ્યાહ્ન અને મધ્યરાત્રિના સમયે એક-એક મુહુર્તનો સમય અકાળ કહેવાય છે. કાલિકસુત્રોના સ્વાધ્યાય માટે બીજો અને ત્રીજો પ્રહર અકાળ છે. આ સિવાય ઔદારિક શરીર સબંધી ૧૦, આકાશસબંધી–૧૦અને પર્વતિથિ સબંધી–૧૦ અસ્વાધ્યાય કાળ, અકાળ કહેવાય છે. સુકાળ-સમયે વાવેલું બીજ સારું ફળ આપે છે, તેમ શાસ્ત્ર વિહિત કાળમાં કરેલો સ્વાધ્યાય પ્રશસ્ત ફળ આપે છે. અકાળમાં સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાનનો અવિનય, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન તથાદેવી ઉપદ્રવ આદિ દોષોની સંભાવના રહે છે, તેથી અકાળમાં સ્વાધ્યાય કરવો, તે અસમાધિસ્થાન છે. (૧૫) સચિત્ત રજયુક્ત હાથ-૫ગ આદિને પજવા નહિ- સાધુ ભિક્ષા માટે બહાર જઈને આવે, વિહાર કરીને આવે કે અન્ય કોઈપણ નિમિત્તથી બહાર જઈને આવે, ત્યારે તેના હાથ-પગ આદિ અવયવ પર સચિત્ત રજ ઊડીને પડી હોય અને તેને પોંજયા વિના સૂવા, બેસવા આહારાદિ કરવાથી પૃથ્વીકાયિક જીવોની હિંસા થાય છે અને તે અસમાધિનું કારણ બને છે. જિનકલ્પી સાધુ પોતાની ચર્યા અનુસાર જ્યાં સુધી હાથ, પગ વગેરે પર સચિત્ત રજ હોય છે ત્યાં સુધી સૂવા, બેસવા, આહારાદિ કરવાની ક્રિયા કરતા નથી. આ બોલનો બીજો અર્થ આ પ્રમાણે કરવામાં આવે છે કે ગુહસ્થના હાથ, પગ વગેરે પર સચિત્ત રજ લાગેલી હોય, તો તેના હાથે આહારાદિ લેવા, તે અસમાધિ સ્થાન છે. (૧) મોટા અવાજે બોલવું – સૂત્રપાઠમાં સરે શબ્દપ્રયોગ છે અર્થાત્ શબ્દનું ઉચ્ચારણ કરવું. તેના અનેક અર્થ થાય છે, જેમ કે મોટા અવાજે બોલવું, વિચાર્યા વિના બોલવું, કારણ વિના બોલવું, ઘણું બોલવું વગેરે રાત્રિનો પ્રથમ પ્રહર વીત્યા પછી સાધુને મોટા અવાજે બોલવાનો નિષેધ છે. તેમ કરવાથી અન્ય મનુષ્યોની નિદ્રા ભંગ થાય, પશુ-પક્ષીઓ ભયભીત બને, તો સ્વ-પરની વિરાધના થાય છે. અત્યંત વધારે બોલવું તે કલેશનું કારણ બની શકે છે. વિચાર્યા વિના જેમ-તેમ બોલવાથી અનેક અનર્થો સર્જાય છે. શાંતિ સમાધિનો ભંગ થાય છે. મૌન રહેવું, તે સર્વથી શ્રેષ્ઠ છે, મૌન એક પ્રકારનું તપ છે પરંતુ મૌન ન રહી શકે તો જરૂર વિના બોલવું સર્વથા અનુચિત છે, તેથી તે અસમાધિસ્થાન છે. (૧૭) સંઘમાં મતભેદ ઉત્પન્ન કરાવવા - સંઘ એટલે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં મતભેદ ઉત્પન્ન થાય, તેવી યુક્તિઓનો પ્રયોગ કરવો. સંઘના સંગઠનમાં ભેદ થાય, ફાટફૂટ પડે તેવા વાક્ય બોલવાને ઝંઝા કહે છે. સંઘમાં ભેદ થવાથી ધર્મને હાનિ પહોંચે છે, શાસનની હીલણા થાય છે Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર અને અનેક અનર્થ સર્જાય છે, તેથી સંઘમાં ભેદ પડાવવો તે અસમાધિસ્થાન છે. (૧૮) કલહ કરવો ઃ– કલહ એટલે વાગ્યુદ્ઘ પ્રાયઃ અસત્ય ભાષાથી કલેશ ઉત્પન્ન થાય છે, ક્યારેક સત્ય ભાષણથી પણ કલેશ ઉત્પન્ન થાય છે. સત્ય, મૃદુ, શાંત ભાષા કલ્યાણકારી છે, તેથી અપ્રિય, કઠોર કે ક્લેશકારી ભાષાનો પ્રયોગ કરવો અસમાધિસ્થાન છે. (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખા-ખા કરવું :– ભોજનના સમયે ભોજન કરી લીધા પછી પણ આખો દિવસ ખાતા રહેવાથી શરીર અસ્વસ્થ થાય છે, રસાસ્વાદની આસક્તિ વધે છે. સ્વાઘ્યાયાદિ થઈ શકતા નથી, તેથી સંયમ વિરાધના તથા સ્વવિરાધના થાય છે. સંયમ નિર્વાહને માટે સાધુ મર્યાદિત ભોજન કરે છે, શાસ્ત્રોમાં છ કારણે આહાર કરવાનું કથન છે, તેથી વારંવાર આહાર કરવો, તે અસમાધિસ્થાન છે. (૨૦) અસુઝત્તા આહારપાણી વગેરે ગ્રહણ કરવા :– આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાન વગેરે આવશ્યક વસ્તુઓ ૧૬ ઉદ્ગમનના, ૧૬ ઉત્પાદનના અને ૧૦ એષણાના દોષોને ટાળીને નિર્દોષપણે ગ્રહણ કરવી જોઈએ. સદોષ વસ્તુ ગ્રહણ કરવાથી છકાય જીવોની હિંસા, સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. આ રીતે સાધુએ આત્મવિરાધના, જીવવિરાધના કે સંયમવિરાધના થાય તેવા પ્રત્યેક અસમાધિ સ્થાનનો ત્યાગ કરીને સમાધિસ્થાનનું સેવન કરવું જોઈએ, તેનાથી સંયમમાં સમાધિ પ્રાપ્ત થાય છે. ।। પ્રથમ દશા સંપૂર્ણ ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના બીજી દશા | | પ્રાક્કથન છRORORORDROROR * પ્રસ્તુત બીજી દશામાં ૨૧ પ્રકારના શબલ દોષોનું વર્ણન છે. શબલ દોષો એટલે સંયમ ઘાતક દોષો. દુર્બળ વ્યક્તિ પોતાના ગજા ઉપરાંત વજન ઉપાડે તો તે મૃત્યુ પામે છે, તેમ ૨૧ પ્રકારની દૂષિત પ્રવૃત્તિથી સંયમનો નાશ થાય છે. સંયમ જીવનના મોટા-મોટા અપરાધો શબલ દોષ કહેવાય છે. શબલ દોષો મૂળ ગુણના દોષો છે, તે મહાવ્રતોને દૂષિત કરે છે. તે સંયમ જીવનમાં વિશેષ અસમાધિને ઉત્પન્ન કરે છે. તેનું પ્રાયશ્ચિત્ત પણ ગુરુતર હોય છે. * સંવત અર્ધમાગધી શબ્દની સંસ્કૃત છાયા સંવત અને શનિ થાય છે. (૧) સંવત એટલે બળવાન, ભારે. સબલ દોષ એટલે બળવાન-મોટા દોષો. તે સંયમમાં વિશેષ અસમાધિ ઉત્પન્ન કરે છે. (૨) શનિનો અર્થ છે કાબરચીતરું. શવતાં વરં ચારિત્ર વૈઃ દિયાવિરોનિમિત્તભૂત સમૃદતે તે દિયાવિશેષાંક શવના ૩વ્યક્ત –મુનિહર્ષિણી ટીકા. જે ક્રિયાઓના નિમિત્તે ચારિત્ર શબલ કાબરચિતરું(મલિન, ડાઘ- વાળું) બની જાય છે, તે ક્રિયાઓને શબલ દોષ કહે છે. * વૃત્તિકારે શબલના બે પ્રકાર કહ્યા છે– (૧) દ્રવ્ય શબલ– કાબરચિતરા વર્ણવાળા ગાય, ઘોડા વગેરે દ્રવ્ય શબલ અને (૨) ભાવ શબલ- મહાવ્રત ઘાતક મોટા દોષોથી દૂષિત ચારિત્ર ભાવ શબલ છે. * દોષ સેવનના ચાર પગથિયા છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. નૂતન મનેસુ વિસુ મસુરનો મવતિ, વાસ્થ મને બૂમો -ચૂર્ણિ. અતિક્રમાદિત્રણના સેવનથી શબલ દોષ થાય છે. અનાચારમાં સર્વથા વ્રત ખંડિત થાય છે. તલ્થ ડિસુપાને વિશ્વનો, પવમેરે વતિનો , જાણે અતિવારો, પરિમો બનાવા માં કોઈ ગૃહસ્થ પોતાને ઘેર ભોજન માટે આવવા સાધુને આમંત્રણ આપે અને સાધુ સાંભળીને તેનો સ્વીકાર કરે તો અતિક્રમ, પાત્રા લઈને આમંત્રિત આહાર લેવા જાય તો વ્યતિક્રમ, પાત્રમાં આમંત્રિત આહારાદિ ગ્રહણ કરે તો અતિચાર અને આમંત્રિત આહારાદિ ભોગવે તો અનાચાર છે. અતિચાર પર્વતના દોષ સેવનના ત્રણ પ્રકાર શબલ દોષ રૂપ છે. * મૂળ ગુણમાં દોષ લાગવા રૂ૫ શબલ દોષોના અનેક પ્રકાર સંભવે છે, પરંતુ અહીં ૨૧ શબલ દોષ કહ્યા છે. અન્ય શબલ દોષ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ । ८ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર लीशा : शोष /22/2zzzzzzzzz मेवीश शGG घोष :| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं एगवीसं सबला पण्णत्ता । कयरे खलु ते थेरेहिं भगवंतेहिं एगवीसं सबला पण्णत्ता । इमे खलु ते थेरेहिं भगवंतेहिं एगवीसं सबला पण्णत्ता, तं जहा १. हत्थकम्मं करेमाणे सबले, २. मेहुणं पडिसेवमाणे सबले, ३. राइ-भोअणं भुंजमाणे सबले, ४. आहाकम्मं भुंजमाणे सबले, ५. रायपिंडं भुंजमाणे सबले, ६. उद्देसियं वा, कीयं वा, पामिच्चं वा, अच्छिज्जं वा, अणिसिटुं वा, अभिहडं आहटु दिज्जमाणं वा भुजमाणे सबले, ७. अभिक्खणं अभिक्खणं पडियाइक्खित्ता णं भुंजमाणे सबले, ८. अंतो छण्हं मासाणं गणाओ गणं संकममाणे सबले, ९. अंतो मासस्स तओ दगलेवे करेमाणे सबले, १०. अंतो मासस्स तओ माइट्ठाणे करेमाणे सबले, ११. सागारियपिडं भुंजमाणे सबले, १२. आउट्टियाए पाणाइवायं करेमाणे सबले, १३ आउट्टियाए मुसावायं वयमाणे सबले, १४. आउट्टियाए अदिण्णादाणं गिण्हमाणे सबले, १५. आउट्टियाए अणंतरहियाए पुढवीए ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा चेएमाणे सबले, १६. आउट्टियाए ससणिद्धाए पुढवीए, ससरक्खाए पुढवीए ठाणं वा सेज्जं वा, णिसीहियं वा चेएमाणे सबले, १७. आउट्रियाए चित्तमताए सिलाए, चित्तमताए लेलए, कोलावासंसि वा दारूए जीवपइट्ठिए, सअंडे, सपाणे, सबीए, सहरिए, सउस्से, सउदगे, सउत्तिंगे पणग-दग मट्टी, मक्कडा-संताणए ठाणं वा, सेज्ज वा णिसीहियं वा चेएमाणे सबले, १८. आउट्टियाए मूलभोयणं वा, कंदभोयणं वा खंधभोयणं वा तयाभोयणं वा पवालभोयणं वा पत्तभोयणं पुप्फभोयणं वा फलभोयणं वा बीयभोयणं वा हरियभोयणं वा भुंजमाणे सबले, १९. अंतो संवच्छरस्स दस दगलेवे करेमाणे सबले, २०. अंतो संवच्छरस्स दस माइट्ठाणाई करेमाणे सबले, २१. आउट्टियाए सीओदग वियड वग्धारिएण हत्थेण वा मत्तेण वा दव्वीए वा भायणेण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिगाहित्ता भुजमाणे सबले । एए खलु ते थेरेहिं भगवंतेहिं एगवीसं सबला पण्णत्ता-त्ति बेमि ॥ ભાવાર્થ:- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ એકવીશ શબલદોષ કહ્યા છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ દશા-૨ | ૯ ] પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ ક્યા એકવીશ શબલદોષ કયા કહ્યા છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ એકવીશ શબલદોષ આ પ્રમાણે કહ્યા છે, જેમકે– (૧) હસ્તકર્મ કરવું (૨) મૈથુન સેવન કરવું (૩) રાત્રિભોજન કરવું (૪) આધાકર્મી આહાર વાપરવો (૫) રાજપિંડ વાપરવો (૬) સાધુના ઉદ્દેશથી બનાવેલો, સાધુ માટે ખરીદેલો, ઉધાર લાવેલો, ઝૂંટવીને લાવેલો, ભાગીદારની આજ્ઞા વિના લાવેલો, સાધુના સ્થાને સામે લાવેલો આહાર વાપરવો (૭) વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો (૮) છ મહિનાની અંદર એક ગણ-ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું (૯) એક મહિનાની અંદર ત્રણવાર ઉદક લેપ અર્થાત્ મોટી નદી પાર કરવી (૧૦) એક મહિનાની અંદર ત્રણવાર માયા કરવી. (૧૧) શય્યાતર-મકાનમાં રહેવાની આજ્ઞા આપનારના આહારાદિ વાપરવા (૧૨) જાણીજોઈને જીવ હિંસા કરવી (૧૩) જાણી જોઈને અસત્ય બોલવું (૧૪) જાણી જોઈને અદત્ત- નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી (૧૫) જાણી જોઈને સચિત્ત પૃથ્વી પર સૂવું, બેસવું, (૧૬) જાણી જોઈને સચિત્ત જલથી સ્નિગ્ધ પૃથ્વી પર અને સચિત્ત રજથી યુક્ત પૃથ્વી પર રહેવું, સૂવું, બેસવું. (૧૭) જાણી જોઈને સચિત્ત શિલા પર, સચિત્ત પથ્થરના ઢગલા પર, ઘુણ-જીવો લાગેલા લાકડા પર તથા ઈડાયુક્ત, બેઇન્દ્રિયાદિ જીવયુક્ત, બીજયુક્ત, લીલાઘાસયુક્ત, ઝાકળ યુક્ત, પાણીયુક્ત, કીડીના દર યુક્ત, શેવાળયુક્ત, ભીની માટી પર તથા કરોળિયાના જાળા યુક્ત સ્થાન પર સ્વાધ્યાયાદિ કરવા રહેવું, સૂવું, બેસવું (૧૮) જાણી જોઈને મૂળ, કંદ, અંધ, છાલ, કૂંપળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અને લીલી વનસ્પતિનું ભોજન કરવું (૧૯) એક વર્ષની અંદર દશવાર ઉદકલેપ અર્થાત્ મોટી નદી પાર કરવી (૨૦) એક વર્ષમાં દશવાર માયાનું સેવન કરવું (૨૧) જાણી જોઈને ઠંડા-સચિત્ત પાણીથી ભીના હાથ, પાત્ર, ચમચા અથવા વાસણથી ભોજન, પાણી, મીઠાઈ, મુખવાસ ગ્રહણ કરી વાપરવા. ઉપરોક્ત એકવીશ શબલદોષ સ્થવિર ભગવંતોએ કહ્યા છે. વિવેચનઃ પ્રસ્તુત દશામાં એકવીસ પ્રકારના શબલ દોષોનું વર્ણન છે. મૂળ ગુણ તથા મહાવ્રતોમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારરૂપ દોષોનું સેવન થાય, તે શબલ દોષ છે. ક્યારેક પ્રમાદથી દોષ સેવન થઈ જાય તો સાધકે તુરંત તેની શુદ્ધિ કરી લેવી જોઈએ. સમવાયાંગ સૂત્રમાં પણ ૨૧ પ્રકારના શબલ દોષ કહ્યા છે. નિશીથ સૂત્રમાં આ દોષોની શુદ્ધિ માટેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સૂત્રકારે મુખ્ય ૨૧ શબલ દોષોનું કથન પ્રસ્તુત દશામાં કર્યું છે. (૧) હસ્તકર્મ :- હસ્ત કર્મ કરવા, કરાવવા, અનુમોદન કરવાથી શબલ દોષ લાગે છે. હસ્ત કર્મથી ચતુર્થ મહાવ્રત દૂષિત થાય છે. નિશીથ સૂત્ર, ઉદ્દેશક-૧, બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દે-૪ અને ઠાણાંગ સૂત્ર સ્થાન-પમાં તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. (૨) મૈથુન સેવન – અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર રૂપથી મૈથુન સેવન કરવું, તે શબલ દોષ રૂપ છે. મૈથુન સેવનથી ચતુર્થ બ્રહ્મચર્ય મહાવ્રત દૂષિત થાય છે. નિશીથ સૂત્રમાં આ દોષનાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. (૩) રાત્રિભોજનઃ- સાધુ આજીવન રાત્રિભોજનના ત્યાગી હોય છે. રાત્રિભોજનનો ત્યાગ તે મૂળ ગુણ છે. દશવૈકાલિક સૂત્ર, બૃહક્કલ્પ સૂત્ર, નિશીથ સૂત્ર, ઠાણાંગ સૂત્ર વગેરેમાં ભિન્ન-ભિન્ન પ્રકારે તેના નિષેધનું કથન છે અને તેના પ્રાયશ્ચિત્તનું વિધાન બૃહત્કલ્પ, ઉદ્દે.–૫ તથા નિશીથ ઉદ્દે-૧૦માં છે. રાત્રિભોજનથી પહેલું મહાવ્રત દૂષિત થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર -- (૪) આધાકર્મ :– સાધુ-સાધ્વીના નિમિત્તે અગ્નિ, આદિના આરંભથી બનાવેલા આહારાદિને આધાકર્મ દોષયુક્ત આહાર કહે છે. એપણાસમિતિમાં તે ઉદ્ગમ દોષ કહેવાય છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં આધાકર્મ આહાર લેવાનો અને પ્રશંસા કરવાનો નિષેધ કર્યો છે તથા આધાકર્મ દોષયુક્ત આહારનો અંશ ભળી ગયો હોય તેવો આહાર ગ્રહણ કરનાર સાધુને બે પક્ષ(ગૃહસ્થ-સાધુ)નું સેવન કરનાર કહ્યા છે. ભૂલથી આધાકર્મી આહાર લેવાય ગયો હોય તોપણ તે વાપરવો કલ્પતો નથી. તેને પરઠી દેવાનું વિધાન છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે સાધુ આધાકર્મી આહાર લેવાની ના પાડે ત્યારે તે આહાર લેવા માટે ગૃહસ્થ સાધુને માર મારે, છેદન-ભેદન કરે, તો પણ સાધુ આધાકર્મી દોષયુક્ત આહાર ગ્રહણ ન કરે. આધાકર્મી આહારાદિના સેવનથી પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. 10 (૫) રાજપિંડ :– જેનો રાજ્યાભિષેક થયો હોય, રાજચિન્હોથી યુક્ત હોય તેવા રાજા માટે બનાવેલા આહારાદિ રાજપિંડ કહેવાય છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં સાધુના બાવન અનાચારમાં રાજપિંડ ગ્રહણની ગણના છે. સાધુના દશ કલ્પમાં રાજપિંડ ગ્રહણ ન કરવો, તે એક કલ્પ છે. પહેલા અને અંતિમ તીર્થંકરોના શાસનકાળમાં સાધુને માટે દશે કલ્પનું પાલન અનિવાર્ય હોવાથી રાજપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે, મધ્યના બાવીસ તીર્થંકરોના શાસનકાળમાં સાધુને માટે આ કલ્પ સ્વૈચ્છિક હોવાથી તે સાધુઓને રાજપિંડ ગ્રહણ કરવાનો પ્રતિબંધ નથી. તે સાધુઓ પોતાની ઇચ્છાનુસાર રાજપિંડ વિવેકપૂર્વક ગ્રહણ કરી શકે છે. રાજાઓને ત્યાં ગોચરી જવામાં અનેક દોષની સંભાવના છે, જેમ કે– રાજા માટે બનાવેલો આહાર વિકારવર્ધક અને બલિષ્ટ હોય છે, તે સાધુને ગ્રહણ કરવા યોગ્ય નથી. રાજકુળમાં વારંવાર જવાથી લોકો અનેક પ્રકારની શંકાઓ કરે, સાધુના આગમનને અમંગલ સમજી કોઈ કષ્ટ આપે, સાધુને ચોર અથવા ગુપ્તચર માની પકડે, બાંધે, માર પણ મારે. આ રીતે સાધુની અને જિનશાસનની અવહેલના થાય છે. : (૬) ફ્રીત આદિ સાધુના નિમિત્તે ખરીદીને લાવેલા, ઉધાર લાવેલા, કોઈ પાસેથી ઝૂંટવી લીધેલા, આજ્ઞા વિના અપાયેલા ભાગીદારીના પદાર્થો, તથા અન્ય ગ્રામાદિથી સાધુના સ્થાનમાં સામે લાવીને આપેલા પદાર્થને ગ્રહણ કરવા, તે એષણાસમિતિની અંતર્ગત ઉદ્દગમના દોષો છે. તેના સેવનથી આરંભની અનુમોદના થાય છે, તેથી પ્રથમ મહાવ્રત અને જિનાજ્ઞાના ઉલ્લંઘનથી ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે. (૭) વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો ઃ– કોઈપણ પ્રત્યાખ્યાનનો એકવાર ભંગ કરવામાં આવે તો તે દોષ રૂપ જ છે પરંતુ વારંવાર ભંગ કરવામાં આવે તો તે શબલ દોષ કહેવાય છે. એકને એક ભૂલ વારંવાર કરવાથી તે આદતરૂપે પરિણમે છે. વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવાથી તેના ઉપર કોઈને વિશ્વાસ રહેતો નથી, પ્રત્યાખ્યાન શુદ્ધ રીતે પાળવાની તેની લગની ઓછી થઈ જાય છે. પ્રત્યાખ્યાન ભંગથી બીજું અને ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે. = (૮) ગણ પરિવર્તન :– એક આચાર્ય કે ગુરુની નિશ્રાને છોડીને બીજા આચાર્ય કે ગુરુની નિશ્રાનો સ્વીકાર કરવો, તેને ગણ સંક્રમણ કે ગચ્છપરિવર્તન કહેવાય છે. જ્ઞાનવૃદ્ધિ કે સંયમવૃદ્ધિના પ્રશસ્ત કારણથી સાધુ આચાર્યની આજ્ઞા લઈને બીજા ગચ્છમાં જઈ શકે છે પરંતુ દીક્ષા લીધા પછી છ માસમાં અથવા એકવાર ગચ્છ પરિવર્તન કર્યા પછી છ માસમાં બીજા ગચ્છમાં જવું કલ્યાણકારક નથી. ગુરુજનના પરિચયની પુષ્ટિ માટે, ધર્મ શ્રદ્ઘા અને જ્ઞાનની વૃદ્ધિ માટે ગુરુ સમીપે છ માસ રહેવું અત્યંત જરૂરી છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ દશા–૨ ૧૧ છ મહિનાની અંદર ગણપરિવર્તન કરવું તે ચંચલવૃત્તિનું પ્રતીક હોવાથી તેને શબલદોષ કહ્યો છે. આ પ્રમાણે કરવાથી સંયમની ક્ષતિ અને અપયશ થાય છે. (૯) ઉદક—àપ ઃ— પેની અને ઘૂંટણની વચ્ચેના ભાગ પ્રમાણ પાણીથી ઓછા પાણીમાં ચાલવું, તે ‘ ઉદક સંસ્પર્શ' કહેવાય છે અને અર્ધ જોધથી વધારે પાણીમાં ચાલવું ઉદકલેપ કહેવાય છે. સચિત્ત પાણીની અલ્પ વિરાધના પણ દોષ રૂપ જ છે, પરંતુ નદી પાર કરવી આવશ્યક હોય, તો એક માસમાં બે વાર નદી પાર કરી, તેનું પ્રાયશ્ચિત્ત લેવાથી તે શબલદોષ થતો નથી. જેમ કે- ચાતુર્માસ સમાપ્ત થયા પછી ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ એક સ્થાનમાં માસકલ્પ (૨૯ દિવસ)થી વધારે રહી શકતા નથી. વિહારના પ્રથમ દિવસે નદી પાર કરીને સાધુ કોઈ ગામમાં પહોંચે, ત્યાં ૨૯ અહોરાત્રિ રહ્યા પછી ત્રીસમે દિવસે વિહારના સમયે પુનઃ નદી પાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, તો કપ મર્યાદાના પાલન માટે નદી પાર કરવી આવશ્યક બની જાય છે, તેથી સૂત્રકારે બે વાર ઉદકલેપની ગણના શબલદોષમાં કરી નથી. એક માસમાં ત્રણ, ચારવાર ઉદકલેપ અનાવશ્યક હોવાથી તે શબલદોષ કહેવાય છે. સેવા આદિ કાર્યોના નિમિત્તે વધારે વખત (ઉદકલેપ) પાણીમાં ચાલવું પડે તો તે શબલદોષ નથી. પાણીમાં ચાલવાથી પાણીના જીવો સહિત અનેક ત્રસપ્રાણી તથા લીલફુગ વગેરે અનંત જીવોની વિરાધના થાય છે. તેનાથી પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. (૧૦) માયા—સેવન :– માયા એક ભયંકર કષાય છે, ત્રણ શલ્યમાંથી એક શલ્ય છે. તેના સેવનમાં સંયમ અને સમ્યક્ત્વ બંનેનો નાશ થાય છે, તેથી સાધુઓએ ક્યારેય માયા સેવન કરવું ન જોઈએ. પ્રમાદના કારણે એક માસમાં બેથી વધુવાર માયા સેવન થઈ જાય, તો શબલ દોષ કહેવાય છે. આ સૂત્રમાં એક માસમાં ત્રણવાર માયા સેવનને શબલદોષ કહ્યો છે, પરંતુ એક અથવા બે વાર માયાસેવન કરવાને શબલદોષ કર્યો નથી, તેમાં ઉદકલેપની જેમ વિશેષ પરિસ્થિતિ જ મુખ્ય કારણ રૂપ છે. વ્યવહારસૂત્રના આઠમા ઉદ્દેશકમાં સ્પષ્ટીકરણ સાથે સમજાવ્યું છે કે ગ્લાન, બાળ કે વૃદ્ધ સાધુઓ માટે સ્થાન મેળવવું આવશ્યક હોય અને વિષમ પરિસ્થિતિમાં ક્યારેક કિંચિત્ માયાનું સેવન કરવું પડે છે. મહિનામાં બે વાર માયાસેવન કરી મકાન પ્રાપ્ત કરે, તે શબલદોષ નથી પરંતુ સામાન્ય કારણથી એકવાર પણ માયાસેવન કરે, તો પણ તે શબલદોષ સમજવો જોઈએ. માયા સેવનથી બીજું મહાવ્રત દૂષિત થાય છે. (૧૧) શય્યાતર પિંડ :– જે મકાનમાં સાધુ રહે, તે મકાન(શય્યા)ના દાતા શય્યાતર કહેવાય છે અને તેમના ઘરના આહારાદિ શય્યાતરપિંડ કે સાગારિયપિંડ કહેવાય છે. સર્વ તીર્થંકરના સાધુઓને શય્યાતરપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે. સાધુને ઉતરવા માટે મકાન મળવું દુર્લભ હોય છે અને તેમાં તે મકાન માલિકના ઘેરથી આહાર ગ્રહણ કરવામાં આવે તો, તેને તે ભાર રૂપે લાગે અને બીજી વાર મકાન આપવા માટે તેનું મન નારાજગી અનુભવે અને જો શય્યાદાતા ભક્તિપ્રધાન હોય તો શય્યાતરપિંડમાં આધાકર્માદિ દોષની સંભાવના રહે છે, માટે સાધુ શય્યા(સ્થાન) દાતાને ત્યાંથી આહાર-પાણી ગ્રહણ કરે નહીં. શય્યાતરપિંડ ગ્રહણમાં તીર્થંકરની આજ્ઞાનો ભંગ, એષણા સમિતિનું ઉલ્લંઘન અને પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. (૧૨,૧૩,૧૪) જાણી જોઈને હિંસા, અસત્ય, અદત્તનું સેવન કરે :– સાધુ પંચમહાવ્રતધારી હોય છે, તેને જીવન પર્યંત ત્રણ કરણ, ત્રણ યોગથી હિંસા, અસત્ય અને અદત્તનો ત્યાગ હોય છે. જો અજાણતાં તેનું Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર સેવન થઈ જાય તો નિશીથસૂત્ર ઉદ્દેશક-રમાં તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે, પરંતુ સંકલ્પપૂર્વક હિંસા આદિ કરે તો તે શબલદોષ કહેવાય છે. આ કૃત્યોથી મૂળગુણોની વિરાધના થાય છે અને સાધુનો સંયમ પણ શિથિલ થઈ જાય છે, તેથી સાધુ ક્યારેય હિંસા આદિનો સંકલ્પ કરે નહીં અને અસાવધાનીથી પણ તેવું કાર્ય ન થઈ જાય તેની સતત જાગૃતિ રાખે. (૧૫,૧૬,૧૭) જાણી જોઈને સચિત્ત પૃથ્વી, પાણીથી ભીની જમીન, વનસ્પતિયુક્ત જમીન ઉપર સવે, બેસેઃ- સાધુ પ્રત્યેક કાર્યમાં છકાય જીવોની વિરાધના ન થાય, તેવો વિવેક રાખે છે, વિવેક ચૂકીને પૃથ્વી આદિ જીવોની હિંસા થાય, તેવી રીતે સૂવું, બેસવું વગેરે ક્રિયા કરવી, તે શબલ દોષ છે. આચારાંગ સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આઠ સૂત્રો કહ્યા છે, જેમકે (૧) સચિત્ત પૃથ્વી પાસેની ભૂમિ પર, (૨) ભેજવાળી ભૂમિ પર, (૩) સચિત્ત રજથી યુક્ત ભૂમિ પર, (૪) સચિત્ત માટી પથરાઈ ગઈ હોય તેવી જમીન પર, (૫) સચિત્ત ભૂમિ પર, (૬) સચિત્ત શિલા પર, (૭) સચિત્ત પથ્થર આદિ પર, (૮) ગુણો લાગેલો હોય તેવા લાકડા પર તથા અન્ય કોઈ પણ ત્રસ, સ્થાવર જીવથી યુક્ત સ્થાન ઉપર બેસવું, સૂવું, ઊભા રહેવું, વગેરે પ્રવૃત્તિઓ સાધુને કહ્યું નહીં. અહીં તવિષયક ત્રણ સૂત્રો કહ્યા છે, સંકલ્પપૂર્વક કરાયેલા આ બધા કાર્ય શબલદોષ કહેવાય છે. સાધુ આ શબલદોષોનું કદાપિ સેવન ન કરે. સાધુ પ્રત્યેક પ્રવૃત્તિ યત્નાપૂર્વક કરે. (૧૮) કંદમૂળ આદિ ભક્ષણ - મૂળ, કંદ આદિ વનસ્પતિના દશે વિભાગો સચેત છે, તેથી વનસ્પતિના મૂળ, કંદ, ફૂલ, ફળ આદિ સાધુને કલ્પનીય નથી. સાધુ નિર્દોષ અને પ્રાસુક-અચેત પદાર્થો જ ગ્રહણ કરે છે. ઉત્તરાધ્યયનસૂત્ર- અ. રમાં કહ્યું છે કે સુધાથી વ્યાકુળ સાધુનું શરીર એટલું કૃશ થઈ જાય કે શરીરની નસો દેખાવા લાગે, તો પણ વનસ્પતિનું છેદન સ્વયં કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, સ્વયં વનસ્પતિને રાંધે નહીં, તથા બીજા પાસે રંધાવે નહીં. સચેત વનસ્પતિના છેદન–ભેદન તથા ખાવાનો સાધુ માટે સર્વથા નિષેધ છે, કારણ કે તેમ કરવાથી વનસ્પતિકાયના જીવો પ્રત્યે અનુકંપા રહેતી નથી, પ્રથમ મહાવ્રતનો ભંગ થાય છે, તેથી સાધુએ સચિત્ત પદાર્થ ખાવાનો વિચાર પણ કરવો ન જોઈએ. (૧૯-૨૦) ઉદકલેપ–માયાસેવન - નવમા તથા દસમા શબલદોષમાં એક માસમાં ત્રણવાર ઉદકલેપ અને ત્રણ વાર માયાસેવનને શબલદોષ કહ્યો છે, અહીં એક વર્ષમાં દશવારના સેવનને શબલદોષ કહ્યો છે. નવવાર સુધીના સેવનને શબલદોષ ન કહેવાનું કારણ આ પ્રમાણે છે– ચાતુર્માસ પૂર્ણ થતાં નદી પાર કરી કોઈ ગામમાં ગયા. ત્યાં ર૯ દિવસનો કલ્પ પૂર્ણ કરી વિહાર કરતાં ફરી નદી પાર કરવાની પરિસ્થિતિ થાય, તો પ્રથમ કલ્પમાં બે વાર નદી પાર થાય છે. આ રીતે શેષકાલના આઠ માસમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં આઠ વાર અને પ્રથમ કલ્પમાં બે વારની ગણના કરતાં એક વર્ષમાં નવ વાર નદી પાર કરવી અનિવાર્ય બની જાય છે. તેથી શાસ્ત્રકારે નવ વાર નદી પાર કરવાને શબલ દોષ કહ્યો નથી પરંતુ તે મર્યાદાનું ઉલ્લંઘન થાય અર્થાત્ દસ વાર કે તેનાથી અધિક વાર નદી પાર થાય, તો તે શબલ દોષ છે. તે જ રીતે કોઈ વિશેષ પરિસ્થિતિમાં નવ વારથી વધુ માયાસ્થાનનું સેવન થાય, તો તે પણ શબલ દોષ છે. (ર૧) સચિત્ત પાણીથી યુક્ત પાત્રાદિથી ભિક્ષા ગ્રહણ કરવી - ભિક્ષાને માટે પ્રવિષ્ટ સાધુ જાણે કે Page #85 -------------------------------------------------------------------------- ________________ | દશા–ર ૧૩ | દાતાના હાથ, ચમચો, વાસણ, વગેરે ભીના-સચિત્ત પાણીવાળા છે, તો તેના વડે ભિક્ષા ગ્રહણ કરવી કલ્પતી નથી. (એષણાના ‘લિપ્ત’ નામના નવમા દોષરૂપે આ નિષેધનું કથન દશવૈકાલિક સૂત્ર. અ.૫ તથા આચારાંગસૂત્ર શ્ર–૨, અ-૧, ઉ–માં છે). પાણીથી યુક્ત હાથ આદિથી ભિક્ષા લેવાથી અષ્કાયના જીવોની વિરાધના થાય છે. ખાદ્યપદાર્થોમાં સચિત્ત પાણી મિશ્રિત થવાથી સચિત્ત ખાવા-પીવાનો દોષ પણ લાગે છે. વીસમાં અસમાધિસ્થાનમાં એષણા સમિતિના ઉલ્લંઘનથી આ દોષનું કથન છે. અહીં જીવ વિરાધનાની અપેક્ષાએ તેને શબલદોષ કહ્યો છે. સમવાયાંગસૂત્રના ૨૧મા સમવાયમાં આ ૨૧ શબલદોષોનું વર્ણન છે. પ્રસ્તુત સૂત્રમાં અને સમવાયાંગ સૂત્રમાં કથિત શબલ દોષ સમાન જ છે, માત્ર ક્રમમાં તફાવત છે. અત્ર કથિત પાંચમા અને અગિયારમા શબલદોષને ત્યાં ક્રમશઃ અગિયારમો અને પાંચમો શબલદોષ કહ્યો છે. આ સર્વ શબલદોષોને સંયમના વિઘાતક તથા કર્મબંધનું કારણ જાણીને સાધુ તેનો ત્યાગ કરે અને શુદ્ધ સંયમની આરાધના કરે. તે બીજી દશા સંપૂર્ણ Page #86 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર | ત્રીજી દશા પ્રાક્કથન CROR ORDCRORDCROR * પ્રસ્તુત ત્રીજી દશામાં તેત્રીસ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે. * આશાતના શબ્દમાં આશાતના શબ્દ છે. આયઃ સવર્ણના વાણિત સ્ત૨ શાતના-લંડન નિરુતાલીરાતના – આચાર્ય અભયદેવ સૂરિકૃત સમવાયાંગ ટીકા. સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિને “આય” કહે છે અને તે પ્રાપ્ત ગુણોની શાતના એટલે ખંડનાહૂાસ થવો, તેને આશાતના કહે છે. ગુરુ આદિના અવિનય, અવહેલનાદિથી જ્ઞાનાદિ ગુણોની ખંડના થાય છે, તેથી તેવી પ્રવૃત્તિઓ આશાતના કહેવાય છે. * आशातणाणामं नाणादिआयस्स सातना, यकार लोपं कृत्वा आशातना भवति । –આચાર્ય જિનદાસ સુરિકત આવશ્યક ચૂર્ણિ. જ્ઞાનાદિના આય(પ્રાપ્તિ)ની શાતના-ખંડનને આશાતના કહે છે. આય + શાતનામાં ય કારનો લોપ થવાથી આશાતના શબ્દ બને છે. * आ समन्तात् सामस्त्येन शात्यन्ते-ध्वंस्यन्ते ज्ञानादिगुणा याभिस्ता आशातनाः चारित्रवर्तिनो તોષ વિશેષાંક - મુનિહર્ષિણી ટીકા. જેના દ્વારા જ્ઞાનાદિ ગુણો સર્વથા(સમસ્તરૂપે) નષ્ટ થઈ જાય તેને આશાતના કહે છે. તે ચારિત્રના દોષ વિશેષ છે. ★ आसायणाओ दुविहा मिच्छा पडिवज्जणा य लाभे । નિર્યુક્તિકારે આશાતનાના બે પ્રકાર કહ્યા છે– (૧) મિથ્યા પ્રતિપાદન- વસ્તુ સ્વરૂપની અજ્ઞાનતાના કારણે અથવા અહંકારના કારણે મિથ્યા પ્રરૂપણા કરવી (૨) મિથ્યા પ્રતિપત્તિ લાભ-ગુરુજનો કે પૂજનીય વડિલોનો અવિનય, અવહેલના કરવી. * સમવાયાંગ સૂત્રના તેત્રીસમા સમવાયમાં તથા પ્રસ્તુત દશાશ્રુતસ્કંધની ત્રીજી દશામાં બીજા પ્રકારની તેત્રીસ આશાતનાનું કથન છે અને આવશ્યક સૂત્રના ચોથા શ્રમણસૂત્રમાં પ્રથમ પ્રકારની આલોક-પરલોક, કાળ, ધર્મ, શ્રુતદેવ વગેરે સંબંધી ૩૩ આશાતનું કથન છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ शा-3 । १५ । ત્રીજી દશા : આશાતના P/7/ 8 /PPPER तेत्रीस आशातनामो :| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं-इह खलु थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पण्णत्ताओ । कयराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पण्णत्ताओ? इमाओ खल ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीस आसायणाओ पण्णत्ताओ, तं जहा १. सेहे रायणियस्स पुरओ गंता भवइ, आसायणा सेहस्स । २. सेहे रायणियस्स सपक्खं गंता भवइ आसायणा सेहस्स । ३. सेहे रायणियस्स आसण्णं गंता, भवइ आसायणा सेहस्स । ४. सेहे रायणियस्स पुरओ चिट्ठित्ता भवइ, आसायणा सेहस्स । ५. सेहे रायणियस्स सपक्खं चिट्ठित्ता भवइ, आसायणा सेहस्स । ६. सेहे रायणियस्स आसणं चिट्ठित्ता भवइ, आसायणा सेहस्स । ७. सेहे रायणियस्स पुरओ णिसीइत्ता भवइ आसायणा सेहस्स । ८. सेहे रायणियस्स सपक्खं णिसीइत्ता भवइ, आसायणा सेहस्स । ९. सेहे रायणियस्स आसण्णं णिसीइत्ता भवइ आसायणा सेहस्स । ભાવાર્થ :- હે આયુષ્માન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ, આ પ્રમાણે કહ્યું છે કે નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ તેત્રીશ આશાતના કહી છે. प्रश्र-ते स्थविर भगवंतोत्रीशआशातना हीछ? 6त्तर-ते स्थविर भगवंतोओसा પ્રમાણે તેત્રીશ આશાતના કહી છે, જેમ કે – (१) शैक्ष, रत्नाघिसाधुनी मागणयाल,तोते शैक्षथी थती आतना छे. (२) शैक्ष, रत्नाधित साधुनी मामां मोगाऽ थाले, तोते शैक्षथी थती आशातना छ. (3) शैक्ष, रत्नाघिय साधुनी अति 108(रत्नाधिनी पास्पर्श थाय तेभसगोस) यासे, तोते शैक्षथी थती माशातना छे. (४) शैक्ष, રત્નાધિક સાધુની આગળ ઊભો રહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૫) શૈક્ષ, રત્નાધિક સાધુની બાજમાં અડોઅડ ઊભો રહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૬) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિ પાસે (पा स्पर्श थाय तेभ खगोस) 6भो २३, तोते शैक्षनी माशातना छ. (७) शैक्ष, रत्नाधिसाधुनी सागसे, तोते शैक्षथी थती आशातना छे. (८) शैक्ष, रत्नाघिसाधुनीमाभांसे, तोते शैक्षथी થતી આશાતના છે. (૯) શૈક્ષ, રત્નાધિક સાધુની અતિ પાસે(પાછળ સ્પર્શ થાય તેમ લગોલગ) બેસે તો તે શૈક્ષથી થતી આશાતના થાય છે. | २ १०. सेहे रायणिएणं सद्धिं बहिया वियारभूमि णिक्खंते समाणे तत्थ सेहे पुव्वतरागं आयमइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । ११. सेहे रायणिएणं Page #88 -------------------------------------------------------------------------- ________________ | १७ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર सद्धिं बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खंते समाणे तत्थ सेहे पुव्वतरागं आलोएइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । १२. केइ रायणियस्स पुव्व-संलवित्तए सिया,तं सेहे पुव्वतराग आलवइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । १३. सेहे रायणियस्स राओ वा वियाले वा वाहरमाणस्स अज्जो ! के सुत्ते के जागरे ? तत्थ सेहे जागरमाणे रायणियस्स अपडिसुणेत्ता भवइ आसायणा सेहस्स। ભાવાર્થ :- (૧૦) શૈક્ષ, રત્નાધિક સાધુ સાથે વિચાર ભૂમિ–સ્થડિલ ભૂમિમાં ગયો હોય અને રત્નાધિક साधुनी पडेदा आयमन (शौय शुद्धि) ४२, तोते शैक्षथी थती माशतनाथाय छे. (११) शैक्ष, रत्नाघि સાથે બહાર વિચારભૂમિ(સ્પંડિલ) અથવા વિહાર(સ્વાધ્યાય) ભૂમિમાં ગયો હોય ત્યારે રત્નાધિક સાધુની પહેલા ગમનાગમનની આલોચના કરે, તો તે શેક્ષથી થતી આશાતના છે. (૧૨) કોઈ વ્યક્તિ, રત્નાધિક સાથે વાર્તાલાપ કરવા માટે આવે ત્યારે શૈક્ષ રત્નાધિકની પહેલા જ વાર્તાલાપ કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૩) રાત્રે અથવા વિકાલ એટલે સંધ્યા સમયે રત્નાધિક સાધુ શિષ્યને સંબોધન કરીને કહે, હે આર્ય! કોણ કોણ સુતા છો અને કોણ કોણ જાગો છો? એ સમયે જાગતો હોય તો પણ ગુરુને ઉત્તર ન આપે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. | ३ १४. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं पुव्वामेव सेहतरागस्स आलोएइ पच्छा रायणियस्स भवइ, आसायणा सेहस्स । १५. सेहे असणं वा पाणं वा खाइम वा साइमं वा पडिग्गाहित्ता तं पुव्वामेव सेहतरागस्स उवदंसेइ पच्छा रायणियस्स भवइ, आसायणा सेहस्स । १६. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं पुव्वामेव सेहतरागं उवणिमंतेइ पच्छा रायणिए भवइ, आसायणा सेहस्स । १७. सेहे रायणिएणं सद्धिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता तं रायणियं अणापुच्छित्ता जस्स जस्स इच्छइ तस्स तस्स खद्ध-खद्ध दलयइ भवइ, आसायणा सेहस्स । १८. सेहे असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहित्ता रायणिएणं सद्धिं आहारेमाणे तत्थ सेहे खद्धं-खद्धं डागं-डागं उसढं-उसढं रसियं-रसियं मणुण्णं-मणुण्णं मणाम-मणामं णिद्धं-णिद्धं लुक्खं-लुक्खं आहारित्ता भवइ आसायणा सेहस्स । ભાવાર્થ :- (૧૪) શૈક્ષ અન, પાણી, મેવો અને મુખવાસ આ પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષ પાસે તેની આલોચના કરે અને પછી રત્નાધિક પાસે કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૫) શૈક્ષ અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષને બતાવે અને પછી રત્નાધિકને બતાવે તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૬) શૈક્ષ અન્ન, પાણી, મેવો, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને લાવીને પહેલાં અન્ય શૈક્ષને (ભોજન માટે) આમંત્રિત કરે અને પછી રત્નાધિકને આમંત્રિત કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૭) શૈક્ષ રત્નાધિક સાધુ સાથે ગોચરીએ ગયા હોય અને અન, પાણી, મેવા, મુખવાસાદિ ચાર પ્રકારના આહારને ઉપાશ્રયમાં લાવીને રત્નાધિકને પૂછયા Page #89 -------------------------------------------------------------------------- ________________ | દશા-૩ | ૧૭ | વિના જે સાધુને આપવાની પોતાની ઈચ્છા હોય તેને જલદી-જલદી, વધારે માત્રામાં આપે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૮) શૈક્ષ રત્નાધિક સાધુ સાથે ગોચરીએ ગયા હોય, અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચારે પ્રકારના આહારને લાવીને રત્નાધિક સાધુ સાથે આહાર કરતા સમયે શૈક્ષ, પ્રચુર માત્રામાં વિવિધ પ્રકારના શ્રેષ્ઠ, તાજા, સરસ, મનોજ્ઞ, મનોવાંછિત, ઘેવરાદિ સ્નિગ્ધ અને પાપડાદિ રુક્ષ આહારને જલદી-જલદી અધિક માત્રામાં આરોગી લે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. | ४ १९. सेहे रायणियस्स वाहरमाणस्स, अपडिसुणित्ता भवइ, आसायणा सेहस्स । २०. सेहे रायणियस्स वाहरमाणस्स तत्थगए चेव पडिसुणित्ता भवइ, आसायणा सेहस्स । २१. सेहे रायणियं किं त्ति वत्ता भवइ, आसायणा सेहस्स। २२. रायणियं तुमं त्ति वत्ता भवइ, आसायणा सेहस्स । २३. सेहे रायणियं खद्ध-खद्धं वत्ता भवइ, आसायणा सेहस्स । २४. सेहे रायणिय तज्जाएण पडिहणित्ता भवइ आसायणा सेहस्स । ભાવાર્થ :- (૧૯) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ ન સાંભળ્યું કરે અર્થાત્ સાંભળ્યું ન હોય તેમ મૌન રહે (ઉત્તર ન આપે), તો તે શૈક્ષથી થતી આશાતના છે.(૨૦) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ, પોતાના સ્થાન પર બેઠાં બેઠાં જ તેમની વાત સાંભળે (તેમની સામે ઉપસ્થિત ન થાય), તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૧) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ, શું કહો છો? તેમ દૂરથી જ પૂછે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (રર) શૈક્ષ, રત્નાધિકને તું-તું, એમ તુંકારે બોલાવે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૩) શૈક્ષ, રત્નાધિક સામે પ્રયોજનથી વધુ અર્થાત્ નિરર્થક, કઠોર વચન બોલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૪) શૈક્ષ, રત્નાધિકને પ્રતિવચન કહે અર્થાત્ તેમના જ વચનથી તેમનો તિરસ્કાર કરે (રત્નાધિક બીમાર સાધુની વૈયાવચ્ચ કરવા માટે કહે, તો તમે જ વૈયાવચ્ચ કેમ કરતા નથી ? તેવા પ્રતિવચન કહે), તો તે શૈક્ષની આશાતના છે. | ५ २५. सेहे रायणियस्स कहं कहेमाणस्स इति एवंति वत्ता भवइ आसायणा सेहस्स । २६. सेहे रायणियस्स कहं कहेमाणस्स णो सुमरसी' ति वत्ता भवइ, आसायणा सेहस्स । २७. सेहे रायणियस्स कहं कहेमाणस्स णो सुमणसे भवइ, आसायणा सेहस्स । २८. सेहे रायणियस्स कहं कहेमाणस्स परिसं भेत्ता भवइ, आसायणा सेहस्स । २९. सेहे रायणियस्स कहं कहेमाणस्स कहं आच्छिदित्ता भवइ, आसायणा सेहस्स । ३० सेहे रायणियस्स कह कहेमाणस्स तीसे परिसाए अणुट्टियाए अभिण्णाए अवोच्छिण्णाए अव्वोगडाए दोच्चपि तच्चपि तमेव कह कहित्ता भवइ, आसायणा सेहस्स । ભાવાર્થ :- (૨૫) શૈક્ષ, રત્નાધિકને “આ આમ કહેવું જોઈએ, આમ કહેવું ન જોઈએ’ તેવા વચન કહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૬) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે તમને યાદ આવતું નથી, તમે “આ ભૂલી ગયા છો’ એ પ્રમાણે કહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૭) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે પ્રસન્ન ન થાય, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૮) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે પરિષદને વિસર્જિત કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૯) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે તેમાં વિક્ષેપ ઊભો કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩૦) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર સમયે પરિષદ(સભા) સમાપ્ત થઈ ન હોય, છૂટી પડી ન હોય, વિખેરાય ન હોય, વિભક્ત થઈ ન હોય તે પૂર્વે અર્થાત્ ધર્મસભા વ્યવસ્થિત બેઠેલી જ હોય ત્યારે શૈક્ષ પરિષદમાં તે જ ધર્મકથા (રત્નાધિકે કરેલી ધર્મકથા) બે-ત્રણવાર દોહરાવે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. ૧૮ ६ | ३१. सेहे रायणियस्स सिज्जा- संथारंग पाएणं संघट्टित्ता हत्थेणं अणणुण्णवित्ता गच्छइ, आसायणा सेहस्स । ३२. सेहे रायणियस्स सिज्जासंथार चिट्ठित्ता वा णिसीइत्ता वा तुयट्टित्ता वा भवइ, आसायणा सेहस्स । ३३. सेहे रायणियस्स उच्चासणंसि वा, समासणंसि वा चिट्ठित्ता वा णिसीइत्ता वा तुयट्ठित्ता वा भवइ आसायणा सेहस्स । एयाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पण्णत्ताओ, त्ति बेमि । ભાવાર્થ :- (૩૧) શૈક્ષ દ્વારા રત્નાધિક સાધુના શય્યા-સંસ્તારકને અજાણતા પગ લાગી જાય, તોપણ શૈક્ષ હાથ જોડી ક્ષમાયાચના કર્યાવિના ચાલ્યો જાય, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩૨) શૈક્ષ, રત્નાધિકના શય્યા-સંસ્તારક, ઉપર ઊભો રહે, બેસે, સૂએ, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩૩) શૈક્ષ, રત્નાધિકથી ઊંચા આસન ઉપર કે સમાન આસન પર ઊભો રહે, બેસે, સૂએ, તો તે શૈક્ષથી થતી આશાતના છે. સ્થવિર ભગવંતોએ આ તેત્રીસ આશાતના કહી છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં તેત્રીસ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે. દેવ, ગુરુની વિનય-ભક્તિ ન કરવી, દેવ, ગુરુનો અવિનય અભક્તિ કે અપરાધ કરવો, આજ્ઞાનો ભંગ કરવો, નિંદા કરવી, અવહેલના કરવી તથા ગુરુ પ્રતિ અબહુમાન કે અનાદરનો અંતરભાવ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય, તેને આશાતના કહે છે. સૂત્રકારે શિષ્યની વિવિધ પ્રકારની ૩૩ ચેષ્ટાઓનું ૩૩ આશાતનારૂપે કથન કર્યું છે. સેહે- શૈક્ષ. સિવાનો વા મળીતત્વો વા બારિય વખ્તાર્ મોજું સેશા સબ્બે સે। । –ચૂર્ણિ. જે સૂત્ર ભણવા રૂપી ગ્રહણશિક્ષા અને પ્રતિલેખનાદિ આચાર પાલન રૂપી આસેવનશિક્ષા શીખે છે, તે શિક્ષા—શિક્ષણ યોગ્ય અગીતાર્થ સાધુ શૈક્ષ કહેવાય છે અથવા આચાર્ય–ઉપાધ્યાયને છોડીને શેષ સર્વ સાધુઓ શૈક્ષ કહેવાય છે. રાળિયઃ– રાત્મિક, રત્નાધિક. રાળિો આરિતો મહત્તરનો વા પરિયાણૢ । દીક્ષા પર્યાયમાં મોટા હોય તે આચાર્યાદિ રાત્વિક કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નવાળા સાધુ તથા આચાર્ય, ગુરુ અથવા પર્યાય જ્યેષ્ઠ સર્વ સાધુઓને રાત્વિક કે રત્નાધિક કહેવાય છે. આ ૩૩ આશાતનાઓમાં ૧ થી ૯ આશાતનાઓ રત્નાધિકની આગળ, બરાબર બાજુમાં અને પાછળ, આ ત્રણ પરિસ્થિતિમાં ચાલવા, ઊભા રહેવા અને બેસવા સંબંધિત નવ ક્રિયાની છે. આ આશાતનાઓથી ગુરુની મર્યાદા અને ગરિમાની અવહેલના થાય છે, ગુરુના મહત્ત્વનો હ્રાસ થાય છે. ગુરુની નિકટમાં કે ગુરુની આગળ ચાલવાથી લોકો ગુરુના દર્શન કરી ન શકે, શિષ્યની પીઠ ગુરુને દેખાય, તે શિષ્યના અવિનયને પ્રગટ કરે છે. ગુરુની નિકટમાં કે ગુરુની પડખે ચાલે તો લોકોને ગુરુ કોણ ? શિષ્ય કોણ ? તે ખબર ન પડે, ગુરુનું મહત્ત્વ ઘટે, તે શિષ્યના વિનયાભાવને પ્રગટ કરે છે. ગુરુની પાછળ ગુરુના પગ Page #91 -------------------------------------------------------------------------- ________________ | દશા-૩ ૧૯ ] વગેરેનો સ્પર્શ થાય તેમ અતિનિકટ ચાલે તો ગુરુની અવહેલના થાય છે, તે ક્રિયા શિષ્યના અવિવેકની સૂચક છે. શિષ્યને ગુરુની આગળ, પાછળ કે બાજુમાં ચાલવા, બેસવા કે ઊભા રહેવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તો ઉચિત અંતર રાખીને, ગુરુનું ગૌરવ જળવાઈ રહે તે રીતે વિવેકપૂર્વક ચાલવું, બેસવું કે ઊભા રહેવું જોઈએ. ગુરુ આજ્ઞાપૂર્વક નિકટમાં પણ ચાલવા આદિ ક્રિયાથી આશાતના થતી નથી. રત્નાધિકની સાથે જવું, આવવું, બોલવું, ચાલવું, આલોચના કરવી વગેરે પ્રત્યેક પ્રવૃત્તિમાં શિષ્ય ધ્યાન રાખવું જોઈએ કે સર્વ પ્રવૃત્તિઓ રત્નાધિકના કર્યા પછી કરવી જોઈએ, તેમની પૂર્વે કરે તો તે તેની આશાતના કરે છે. ૧૦ થી ૧૧ આ ત્રણ આશાતના વિચાર ભૂમિ-ઉચ્ચાર ભૂમિ અર્થાત્ મળાદિ પરઠવાની ભૂમિ કે વિહારભૂમિ-સ્વાધ્યાય ભૂમિમાં ગયા પછી આલોચનાદિ પ્રવૃત્તિ ગુરુની પૂર્વે કરવાથી થતી આશાતના સંબંધિત છે. શિષ્ય રત્નાધિકના વચનો શાંત મનથી સાંભળવા જોઈએ, તેના વચનની ઉપેક્ષા કરવી ન જોઈએ. ગુરુના કે રત્નાધિકોના વચનોની ઉપેક્ષા કરે, રત્નાધિકો પાસે આવેલા આગંતુક સાધુ કે ગૃહસ્થ સાથે પહેલા સ્વયં વાર્તાલાપ કરી લે. તેમાં ગુરુની માનહાનિ થાય છે. ૧૨-૧૩ આ બે આશાતના તત્સંબંધિત છે. શિષ્ય આહારાદિ લાવીને પહેલાં રત્નાધિકને બતાવે, તેમને તેમાંથી આહારાદિ લેવા આમંત્રણ આપે, તેમને પૂછ્યા વિના અન્ય સાધુને આહાર માટે આમંત્રણાદિ ન કરે, આસક્તિથી સારો-સારો આહાર ગુરુની પહેલાં વાપરી ન લે, તે શિષ્યનો વિનય છે. શિષ્ય તથા પ્રકારનો અવિનયપૂર્વકનો વ્યવહાર ન કરે, તો તે તેની આશાતના કરે છે. ૧૪ થી ૧૮ આશાતના તત્સંબંધિત છે. શિષ્ય ગુરુ સાથે વાર્તાલાપ કરવામાં, વિનય ભક્તિ કરવામાં તેમનું સન્માન કરવું જોઈએ. તેઓની સામે બોલવું, ઉત્તર ન આપવો, તુંકારે બોલાવવા, તે અવિનય છે. ૧૯ થી ૨૪ આશાતના તત્સંબંધિત છે. - ગુરુધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય પ્રસન્નચિત્તે સાંભળે, સભા વચ્ચે અપમાનજનક, શરમજનક, ગુરુની હીલના થાય તેવા શબ્દો ન બોલે. ગુરુની ધર્મસભામાં અવિનય પૂર્ણ વ્યવહારથી જે આશાતના થાય તેનું કથન ૨૫ થી ૩૦ આશાતનાઓમાં છે. શિષ્ય ગુરુના શરીરની કે ઉપકરણની અવજ્ઞા ન કરે. ગુરુના આસન આદિ ઉપર ઊભા રહેવું આદિ અવિનય ભાવ છે, ગુરુની ગરિમા ખંડિત થાય છે. તત્સંબંધિત ૩૧ થી ૩૩ આશાતના છે. ગુરુ કે રત્નાધિકની આજ્ઞાથી કોઈપણ પ્રવૃત્તિ કરે તો તેમાં આશાતના થતી નથી. આજ્ઞાપૂર્વક ગુરુની આગળ ચાલે કે ગુરુના આસન ઉપર બેસે, તો પણ આશાતના થતી નથી કારણ કે ગુરુ આજ્ઞા સર્વોપરી છે. શિષ્યની પ્રત્યેક ક્રિયામાં ગુરુ પ્રતિ બહુમાન અને આદરભાવ પ્રગટ થવો જરૂરી છે, શિષ્યના વિનયપૂર્વકના વ્યવહારથી ગુરુની ગરિમા વધે, ગુરુનું ગૌરવ જળવાઈ રહે છે. શિષ્ય નિરહંકારભાવે પ્રત્યેક પ્રવૃત્તિ કરે, તો પોતાનો સ્વછંદ નાશ પામે છે, કષાયો ઉપશાંત થાય છે, સંયમ સાધના પરિપક્વ બને છે અને શાસનનો મહિમા વધે છે. આ રીતે આશાતનાનો ત્યાગ કરવો, તે સ્વ-પર હિતકારી છે. આ ૩૩ આશાતનાઓના પ્રાયશ્ચિત્તનુંવિધાનનિશીથ સૂત્રના દસમા ઉદ્દેશકમાં છે. શ્રી આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં અન્ય રીતે ૩૩ આશાતનાનું પણ કથન છે. અરિહંત, સિદ્ધાદિ વિશિષ્ટ ગુરુજનો ઉપરાંત સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વની આશાતના તથા લોક-પરલોક, કાળ, શ્રુત, ધર્મ આદિની આશાતનાનું કથન છે. ત્રીજી દશા સંપૂર્ણ . Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ચોથી દશા પ્રાકથન OROOOOOROR પ્રસ્તુત દશામાં આઠ પ્રકારની ગણિસંપદાનું વર્ણન છે. સાધુઓના ગણ-સમુદાયના નાયક આચાર્યને ગણિ કહે છે. સંપદા એટલે ઐશ્વર્ય, વૈભવ. સંપદાના બે પ્રકાર છે, (૧) દ્રવ્ય સંપદા અને (૨) ભાવ સંપદા. શિષ્ય સમુદાય ગણિની દ્રવ્ય સંપદા છે અને જ્ઞાનાદિ ગુણો ભાવ સંપદા છે. આ બંને સંપદાથી સંપન્ન સાધુ આચાર્ય—ગણિ પદને સુશોભિત કરે છે. સંપવા વળી શુભેËિ સંપન્નો । ગુણોથી સંપન્ન હોવું, તે જ ગણિની સંપદા છે. * ગણિ શિષ્ય-શિષ્યાઓના અનુશાસક હોય છે. શિષ્યોની સારણા-વારણા તથા શિષ્ય સમૂહની સુયોગ્ય વ્યવસ્થા માટે ગણિની નિતાંત આવશ્યકતા છે અને ગણની સુચારુ વ્યવસ્થા માટે ગણિમાં વિશિષ્ટ ગુણો હોવા આવશ્યક છે. * વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં આચાર્યની આવશ્યક ઔચિત્ય પૂર્ણ યોગ્યતાને તેમના ગુણ કહ્યા છે. પ્રસ્તુતમાં વિભિન્ન દષ્ટિએ આઠ પ્રકારની ગણિસંપદાના આઠ ગુણોનું વિસ્તૃત વર્ણન છે. (૧) આચાર સંપદા :– ગણિ જિનેશ્વર કથિત પંચાચારના પાલનથી સમૃદ્ધ હોય છે. (૨) શ્રુત સંપદા :– ગણિ આગમોના સૂત્ર, અર્થ, પરમાર્થના જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. (૩) શરીર સંપદા :– ગણિ ઉત્તમ સંઘયણ અને ઉત્તમ સંસ્થાન સંપન્ન, સશક્ત અને સ્વસ્થ-નિરોગી કાયાથી સમૃદ્ધ હોય છે. (૪) વચન સંપદા :– ગણિ સર્વ જન ગ્રાહ્ય વચન અને સત્ય, પ્રિયકારી, હિતકારી વાણીથી સમૃદ્ધ હોય છે. (૫) વાચના સંપદા :– ગણિ શિષ્યોને સ્વાધ્યાયમાં નિયુક્ત કરી શાસ્ત્રના રહસ્યોને સમજાવતી વાચના શક્તિથી સમૃદ્ધ હોય છે. (૬) મતિ સંપદા ઃ— ગણિ તીવ્ર સ્મરણ શક્તિ, ઔત્પાતિકી આદિ ચારે પ્રકારની બુદ્ધિ, હેય-ત્યાજ્યનો ત્યાગ, ઉપાદેય–ગ્રાહ્યને ગ્રહણ કરાવતી વિવેક બુદ્ધિથી સમૃદ્ધ હોય છે. (૭) પ્રયોગ સંપદા :– ગણિ સમાધાનકારી બુદ્ધિ, સુયોગ્ય નિર્ણય શક્તિ અને વાદ સામર્થ્યથી સમૃદ્ધ હોય છે. (૮) સંગ્રહ પરિશા સંપદા :– ગણિ શિષ્ય સમુદાય માટે વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર વગેરે એકત્રિત કરવામાં અને તેઓની આવશ્યકતાનુસાર વિતરણ કરવાની વિચક્ષણતાથી સમૃદ્ધ હોય છે. ***** Page #93 -------------------------------------------------------------------------- ________________ દશા-૪ ચોથી દશા : ગણિસંપદા clea ૨૧ Tacle આઠ પ્રકારની ગણિસંપદા ઃ १ सुयं मे आउ ! तेणं भगवया एवमक्खायं - इह खलु थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता । कयरा खलु ता थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता ? इमा खलु ता थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणसंपा पण्णत्ता, તેં નહા ૨. આયારસંપયા, ૨. સુવસંપા, રૂ. સીરસંપયા, ૪. વયળસંપયા, ૬. वायणासंपया, ६. मइसंपया, ७. पओगमइसंपया, ८. संगहपरिण्णा णामं अट्ठमा મા । ભાવાર્થ:- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે. પ્રશ્ન- હે ભગવાન ! તે સ્થવિર ભગવંતોએ કઈ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે ? ઉત્તર- તે સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા આ પ્રમાણે કહી છે, જેમ કે– (૧) આચાર સંપદા, (૨) શ્રુતસંપદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનાસંપદા, (૬) મતિસંપદા, (૭) પ્રયોગસંપદા, (૮) સંગ્રહપરિક્ષા સંપદા. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સ્થવિર ભગવંતોએ કહેલી આઠ પ્રકારની ગણિ સંપદાઓનો નામોલ્લેખ છે. સાધુઓના સમુદાયને ગણ અથવા ગચ્છ કહેવામાં આવે છે. ગણના અધિપતિ સાધુ ગણિ અથવા ગચ્છાધિપતિ કહેવાય છે. તેઓના ગુણો, તેમની સંપદા-સંપત્તિ છે. જર-ઝવેરાત ગૃહસ્થોની સંપત્તિ છે તેમ ગુણો ગણિની સંપત્તિ છે. ગણિ આ સંપદાથી સંપન્ન હોય, તે જરૂરી છે. ગુણો વિના ગણિ ગણની રક્ષા કરી શકતા નથી અને ગણની રક્ષા કરવી તે તેઓનું મુખ્ય કર્તવ્ય છે. આ સૂત્રમાં ગણિની સંપત્તિ જેવા મુખ્ય આઠ ગુણોના નામોનું કથન છે. (૧) આચાર સંપદા ઃ २ से किं तं आयारसंपया ? आयारसंपया चउव्विहा पण्णत्ता, तं નાસંગમ-યુવ-નો-નુત્તે યાવિ મવર, અસંપાદિય-અપ્પા, અળિયત-વિત્તી, વુડ્ડસીત્તે यावि भवइ । से तं आयारसंपया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન ! આચાર સંપદાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- આચાર સંપદાના ચાર પ્રકાર છે, યથા– (૧) સંયમમાં ધ્રુવ યોગ યુક્તતા–સંયમની ક્રિયાઓમાં હંમેશાં લીન રહેવું (૨) અસંપ્રગૃહીતાત્મા- અહંકાર રહિત રહેવું (૩) અનિયતવૃત્તિતા– એક જ સ્થાને સ્થિર ન રહેવું અર્થાત્ અપ્રતિબદ્ધ ભાવે વિચરણ કરવું (૪) વૃદ્ઘશીલતા– વૃદ્ધોની જેમ ગંભી૨સ્વભાવવાળા થવું. Page #94 -------------------------------------------------------------------------- ________________ રર શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ ગણિસંપદાનું વર્ણન છે. ગલિનો પ્રથમ આવશ્યક ગુણ છે આચાર સંપન્નતા. જેનો આચાર શુદ્ધ હોય તેનો વ્યવહાર અને વિચાર પણ શુદ્ધ હોય છે. આચાર :– ભિન્ન-ભિન્ન રીતે આચારની અનેક વ્યાખ્યાઓ થાય છે– (૧) વીતરાગ પરમાત્મા કથિત આચરણને આચાર કહે છે. (૨) આ + વાય, મા - મર્યાદા, ચાર - આચરણ કરવું, મર્યાદામાં રહીને, મર્યાદાપૂર્વક આચરણ કરવું, મર્યાદામાં વિચરવું, તેને આચાર કહે છે (૩) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચ પ્રકારના(પંચાચાર) આચારનું પાલન કરવું, તે આચાર છે (૪) જ્ઞાનાદિ વિષયક અનુષ્ઠાનો કે મોક્ષ પ્રાપ્તિ અર્થે જે અનુષ્ઠાન વિશેષનું આચરણ કરવામાં આવે, તે આચાર છે (૫) ગુણ વૃદ્ધિ માટેના આચરણને અર્થાત્ સાધુજનોના આચરણને આચાર કહે છે (૬) તીર્થંકર ગણધરાદિના આચારને અનુસરીને જ્ઞાનાદિના સેવનની વિધિને આચાર કહે છે (૭) પ્રથમ અંગસૂત્ર આચારાંગ સૂત્રના અધ્યયનથી પંચાચારનું જ્ઞાન થાય છે, તેથી તે પણ આચાર કહેવાય છે અર્થાત્ આચારાંગ સૂત્રમાં વર્ણિત વિષયોના આચરણને આચાર કહે છે. ગણિ માટે આ આચાર સંપત્તિ રૂપ છે, માટે તેને સંપદા કહે છે. આચાર સંપદાના ચાર અંગ છે, યથા¬ (૧) સંયમવયોગયુક્તતા । :– સંયમમાં ધ્રુવયોગ એટલે સંયમ સાથે યોગોનો નિશ્ચલ સંબંધ, મન, વચન, કાયા, આ ત્રણ યોગ સંયમમાં લયલીન બની જાય તે સંયમધ્રુવયોગયુક્તતા કહેવાય છે. સંયમની ક્રિયાઓમાં મન, વચન, કાયાના યોગોને ધ્રુવ એટલે નિશ્ચલ, સ્થિર રાખવા આવશ્યક છે. ત્રણે યોગની સ્થિરતા અને એકાગ્રતાથી જ સંયમ ક્રિયાઓનું યોગ્ય તથા યથાર્થ રીતે પાલન થઈ શકે છે. ચંચળતા કે અસ્થિરતા સાધનામાં બાધક છે. (૨) અસંપ્રગૃહીતાત્મા :– જેનો આત્મા અહંકારથી રહિત છે, તે અસંપ્રગૃહીતાત્મા કહેવાય છે. ગણિએ હું આચાર્ય છું, હું ગચ્છાધિપતિ છું વગેરે પદ પ્રાપ્તિના અહંકારથી રહિત, જાતિ આદિના મદથી રહિત બની વિનીત ભાવે રહેવું જોઈએ. અહંકારનો ભાવ આચાર શુદ્ઘિમાં બાધક બને છે. (૩) અનિયતવૃત્તિતા :– અનિયત – અનિશ્ચિત એટલે અપ્રતિબદ્ધ, વૃત્તિ-વિહાર, ગણિએ અપ્રતિબદ્ધપણે વિચરણ કરવું જોઈએ. ગણિએ કોઈ સ્થાન કે વ્યક્તિ સાથે આસક્તિના બંધનથી બંધાઈને એક સ્થાનમાં સ્થિર રહેવું ન જોઈએ. ગામોગામ વિહાર કરવાથી જ આચાર શુદ્ધિ અને ધર્મની પ્રભાવના થઈ શકે છે. (૪) વૃદ્ધશીલતા :– તેના ત્રણ અર્થ છે (૧) જ્ઞાન અને દીક્ષા પર્યાયમાં વૃદ્ધ અર્થાત્ મોટા હોય, તેના જેવા શીલ, સંયમ, નિયમ, ચારિત્રમાં પરિપક્વ બનવું જોઈએ. શરીર અને મન વિકાર રહિત હોય તે વૃદ્ધશીલ કહેવાય છે. (૨) વૃદ્ઘ અને ગ્લાનની સેવા માટે ઉત્સુક રહેતા સાધુ જેવા થવું, તે વૃદ્ધશીલતા કહેવાય છે (૩) વૃદ્ધની જેમ ગંભીર, શાંત સ્વભાવવાળા થવું. ગણિએ બાળભાવ ન રાખતા પ્રૌઢતા ધારણ કરવી જોઈએ. ક્યારેક લઘુવયમાં આચાર્ય પદની પ્રાપ્તિ થાય છે પરંતુ તેના વિચારોની ગંભીરતા, વિશાળ તા અને પ્રૌઢતા હોવી જરૂરી છે. ג (૨) શ્રુત સંપદા : ३ से किं तं सुयसंपया ? सुयसंपया, चठव्विहा पण्णत्ता, तं जहा बहुस्सुए - Page #95 -------------------------------------------------------------------------- ________________ દશા-૪ | ૨૩ ] यावि भवइ, परिचियसुए यावि भवइ, विचित्तसुए यावि भवइ, घोसविसुद्धिकारए यावि भवइ । से तं सुयसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- શ્રુતસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર– શ્રુતસંપદાના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) બહુશ્રુતતા- અનેક શાસ્ત્રોના જાણકાર થવું. (૨) પરિચિત શ્રુતતા- સૂત્ર અને સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું (૩) વિચિત્ર(વિવિધ) શ્રુતતા– સ્વસમય(સ્વધર્મ) અને પરસમય(અન્ય ધર્મો)ના જાણકાર થવું (૪) ઘોષવિશુદ્ધકારકતા- શુદ્ધ ઉચ્ચારણ કરનાર થવું. આ ચાર પ્રકારની શ્રુતસંપદા છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં શ્રુતસંપદાના ચાર અંગનું નિરૂપણ છે. આચાર શુદ્ધિ માટે તેમજ શાસન પ્રભાવના માટે શ્રુતજ્ઞાનની અનિવાર્યતા છે. શ્રુતજ્ઞાનના માધ્યમથી જ સાધના માર્ગને સાધત જાણી શકાય છે અને શ્રુતજ્ઞાન દ્વારા જ સાધકોને સાધનાનું માર્ગદર્શન આપી શકાય છે, તેથી આચાર્ય–ગણિ શ્રુતજ્ઞાનના આધારે શીઘ્ર નિર્ણય લેવામાં સક્ષમ હોવા જરૂરી છે, તેઓને શાસ્ત્રનું જ્ઞાન હોવું આવશ્યક છે. શ્રુતજ્ઞાન ગણિની સંપત્તિ રૂપ છે, માટે તેને સંપદા કહે છે. શ્રુત સંપદાના ચાર અંગ આ પ્રમાણે છે, યથા(૧) બહુશ્રુતતા :- અનેક આગમોના જ્ઞાતા-જાણકાર હોય, તે બહુશ્રુત કહેવાય છે. જે સમયે જેટલા શાસ્ત્ર ઉપલબ્ધ હોય, તેને હેતુ-દષ્ટાંતથી યથાર્થ રીતે જાણવા, ઉપલબ્ધ વિશાળ શ્રુતમાંથી મુખ્ય સુત્ર ગ્રંથોનું ચિંતન-મનનપૂર્વક અધ્યયન કરવું અને તેના માધ્યમે તાત્વિક નિર્ણયની ક્ષમતા હોવી, તે ગણિનો ગુણ છે. (ર) પરિચિત શ્રતતા :- શાસ્ત્રને હદયંગમ કરી, તેના પરમાર્થને સમજી, કાયમ સ્મૃતિમાં રાખવા. આગમોના મર્મજ્ઞ થવું. સૂત્ર અને તેના અર્થને ક્રમથી (આદિથી અંત) તથા વ્યુત્કમ(અંતથી આદિ) પર્યત ધારા પ્રવાહથી વાંચવા સમર્થ થવું. (૩) વિચિત્ર શ્રતતા :– વિચિત્ર એટલે વિવિધ પ્રકારે. નય-નિક્ષેપ, ભેદ-પ્રભેદ, ઉત્સર્ગ-અપવાદ, સ્વ સમય (સિદ્ધાંત)-પર સમય આદિ અનેક રીતે સૂત્રને જાણવા. મત-મતાંતર વગેરેની ચર્ચા માટે વિવિધ ગ્રંથોના અભ્યાસમાં પારંગત થવું. (૪) ઘોષવિશુદ્ધકારકતા :- ગદ્ય-પદ્યમય સૂત્ર પાઠોના હૃસ્વ, દીર્ઘ, સંયુક્તાક્ષર, ઉદાત્ત-અનુદાત્ત આદિ ઘોષ પ્રમાણે શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું. આચાર્ય ચતુર્વિધ સંઘના નાયક છે, તીર્થકરોની પરંપરાના વાહક છે, શુદ્ધ ઉચ્ચારણપૂર્વકની શાસ્ત્રવાચનાથી તેના અર્થ સરળતાથી સમજી શકાય છે અને શાસ્ત્ર પરંપરાનું યથાર્થ રીતે વહન થઈ શકે છે. (૩) શરીર સંપદા - ४ से किं तं सरीरसंपया ? सरीरसंपया चउव्विहा पण्णत्ता, तं जहाआरोहपरिणाहसंपण्णे यावि भवइ, अणोतप्पसरीरे यावि भवइ, थिरसंघयणे यावि भवइ, बहुपडिपुण्णिदिए यावि भवइ । से तं सरीरसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! શરીરસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- શરીરસંપદાના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) આરોહપરિણાહ સંપન્નતા– શરીરની ઊંચાઈ તથા જાડાઈનું પ્રમાણ ઉચિત હોય Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (ર) અનવત્રાપ્ય શરીરતા– સુરૂપ, સુડોળ શરીરના ધારક હોય (૩) સ્થિર સંહનનતા– શરીરનો બાંધો સુદૃઢ હોય (૪) બહુપ્રતિપૂર્ણેન્દ્રિયતા– સર્વ ઇન્દ્રિયો પરિપૂર્ણ હોય – આ ચાર પ્રકારની શરીરસંપદા છે. વિવેચનઃ २४ પ્રસ્તુત સૂત્રમાં શરી૨ સંપદાનું વર્ણન છે. શુભનામ કર્મના ઉદયે પ્રભાવશાળી, સુડોળ, સુંદર લાવણ્ય–કાંતિમય શરીર પ્રાપ્ત થાય છે. શરીરની સ્વસ્થતા અને સુદર્શનીયતા વ્યક્તિત્વને પ્રતિભા સંપન્ન બનાવે છે અને તે ધર્મ પ્રભાવનામાં સહાયક બને છે. રોગી, અશોભનીક(વિકલાંગ) શરીર ધર્મ પ્રભાવનામાં સહાયક બનતું નથી. ગણિ માટે સુડોળ, કાંતિમય, પ્રભાવશાળી, સુંદર શરીર સંપત્તિ રૂપ છે, તેથી તેને સંપદા કહે છે. શરીર સંપદાના ચાર અંગ છે, યથા (૧) આરોહ—પરિણાહ સંપન્નતા :- આરોહ એટલે ઊંચાઈ અને પરિણાહ એટલે પહોળાઈ. ગણિનું શરીર સપ્રમાણ હોય છે. ગણિનું શરીર અતિ ઊંચું-અતિ નીચું(ઠીંગણું), અતિ જાડું—અતિ પાતળું ન હોય. (૨) અનવત્રાપ્ય શરીરતા :- અવત્ર એટલે અંગોપાંગની હીનતા. ખૂંધ આદિ નીકળ્યા હોય તેવી બેડોળતા, કુરૂપતા અને અંગોપાંગની હીનતા આદિ ન હોય તેને અનવત્ર કહે છે. ગણિનું શરીર સપ્રમાણ અને સુવ્યસ્થિત હોય છે. તેઓ બીજાને હાસ્યાસ્પદ અને પોતાને શરમજનક શરીરના ધારક ન હોય. ગણિ સુંદર દેહાકૃતિના ધારક હોય છે. (૩) સ્થિર સંહનનતા :- ગણિ સુદઢ શરીરના ધારક હોય છે. બળવાન શરીરવાળા જ ઉપદેશાદિથી ગચ્છનો નિર્વાહ કરી શકે છે. (૪) બહુપ્રતિપૂર્ણેન્દ્રિયતા :- ગણિના શરીરમાં આંખ, નાક, કાન વગેરે સર્વ ઇંદ્રિયોની પરિપૂર્ણતા હોવી જરૂરી છે, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા સમિતિ, ગુપ્તિના પાલનમાં સહાયક બને છે. (૪) વચન સંપદા ઃ ५ से किं तं वयणसंपया ? वयणसंपया चउव्विहा पण्णत्ता, તેં નહાआदेयवयणे यावि भवइ, महुरवयणे यावि भवइ, अणिस्सियवयणे यावि भवइ, असंदिद्धवयणे यावि भवइ । से तं वयणसंपया । = ભાવાર્થ:- પ્રશ્ન- વચનસંપદાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- વચનસંપદાના ચાર પ્રકારના છે, જેમકે– (૧) આઠેય વચન – જેનું વચન સર્વને ગાલ્લુ હોય. (૨) મધુર વચન– મધુરભાષી હોય (૩) અનિશ્રિત વચન– રાગ-દ્વેષ રહિત વચન બોલનાર હોય (૪) અસંદિગ્ધ વચન– સંદેહરહિત વચન બોલનાર હોય, આ ચાર પ્રકારની વચનસંપદા છે. વિવેચનઃ ધર્મના પ્રચાર–પ્રસારનું મુખ્ય સાધન વાણી છે. સમસ્ત વ્યવહારનું કારણ વાણી છે. સત્ય, પ્રિય, હિતકારી વચનો ગણિની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. વચન સંપદાના ચાર અંગ છે, યથા(૧) આઠેય વચન :– ગુરુના આદેશ વચનો, આજ્ઞાકારી વચનો અને હિતશિક્ષાના વચનોને શિષ્ય હર્ષથી સ્વીકારે, લોકો પણ તેમના વચનોને પ્રમાણ રૂપ માને, તેવી પ્રભાવકતા જે વચનોમાં (વાણીમાં) હોય, તે આઠેય વચન છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ | ૨૫ | સુદીર્ઘકાલ પર્યત સત્ય, હિત, મિત અને પરિમિત વાણી બોલનાર વચન-સંયમીની આરાધના કરે છે, તેમ જ મૌનની આરાધના કરનાર વચનનું તપ કરે છે, આ પ્રકારની આરાધનાથી જીવ આદેય નામકર્મનો બંધ કરે છે. આચાર્યોએ પૂર્વભવમાં આ પ્રકારની આરાધના કરી હોવાથી તેમને આદેય વચન-વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગણિ આદેય વચનથી જ અનુશાસન કરી શકે છે. (ર) મધુર વચન - માધુર્ય પૂર્ણ, ગંભીર વચનો મધુર વચન કહેવાય છે. વચનની મધુરતા વ્યક્તિને સર્વજન પ્રિય બનાવે છે, તેવી વ્યક્તિ સહજતાથી, સરળતાથી અનુશાસન કરી શકે છે, તેથી ગણિ સાર ગર્ભિત, આગમ સંમત મધુર વચનો બોલે છે. તેઓ નિરર્થક, મોક્ષ માર્ગથી વિરોધી કર્કશ કે કઠોર વચનો બોલતા નથી. (૩) અનિશ્ચિત વચન - નિશ્રિત એટલે રાગ-દ્વેષ યુક્ત વચનો અને અનિશ્રિત એટલે રાગ-દ્વેષમુક્ત વચનો. સર્વજનને હિતકારક, નિષ્પક્ષ વચનો શાંત ભાવે બોલવા. ગણિએ ચતુર્વિધ સંઘનું સંચાલન કરવાનું હોવાથી પક્ષપાત રહિત ભાષા બોલવી જોઈએ. (૪) અસંદિગ્ધ વચન - સંદિગ્ધ એટલે સંશય, સંદેહ કે શંકાયુક્ત વચનો અને અસંદિગ્ધ એટલે ઇષ્ટ અર્થને વ્યક્ત કરતાં અસંશયાત્મક, સ્પષ્ટ, સત્ય વચન બોલવા. સંદેહ રહિત, સ્પષ્ટ વચનથી શિષ્યો શાસત્રોના રહસ્યોને, શાસ્ત્રોની આજ્ઞાને કે આરાધનાના માર્ગને સમજી શકે છે, તેથી ગણિ સંદિગ્ધ-સંદેહાત્મક વચન ન બોલે. - સંક્ષેપમાં ગણિના વચનો સર્વજનોને ગ્રાહુ, મધુર, પક્ષપાતરહિત અને સ્પષ્ટ હોય છે. તેવા ગુણસંપન્ન વચનો જ ગણિની સંપદા છે. (૫) વાચના સંપદા - | ६ से किं तं वायणासंपया ? वायणासंपया चउव्विहा पण्णत्ता, तं जहाविजयं उद्दिसइ, विजयं वाएइ, परिणिव्वावियं वाएइ, अत्थणिज्जावए यावि भवइ । से त वायणासंपया । ભાવાર્થ - પ્રશ્ન-વાચના સંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર-વાચના સંપદાના ચાર પ્રકાર છે, જેમકે – (૧) વિચિંત્ય ઉદિશતિ– શિષ્યની યોગ્યતાનો નિશ્ચય કરીને સૂત્ર ભણવાનું સૂચન કરે (૨) વિચિંત્ય વાચયતિ–શિષ્યની યોગ્યતાનો વિચાર કરીને સૂત્રાર્થની વાચના આપે (૩) પરિનિર્વાપ્ય વાચયતિ–પહેલાં ભણાવેલા સૂત્રાર્થને શિષ્ય ધારણ કરી લે, તેની ધારણા દઢ થઈ જાય પછી આગળ અધ્યયન કરાવે. (૪) અર્થ નિર્યાપકતા–અર્થની સંગતિપૂર્વક નય અને પ્રમાણથી અધ્યયન કરાવે, આ ચાર પ્રકારની વાચના સંપદા છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં વાચના સંપદાના ચાર અંગનું પ્રતિપાદન છે. ગુરુ મુખેથી સાંભળેલા શાસ્ત્રના રહસ્યોને સરળ, સ્પષ્ટ ભાષામાં શિષ્ય સમક્ષ પ્રગટ કરવા, શિષ્ય સમુદાયને શાસ્ત્રના અર્થ સમજાવવા, તેને વાચના કહે છે. સર્વ ગુણ સંપન્ન એકલી વ્યક્તિ વિશાળ કાર્યક્ષેત્રમાં વધુ સફળ થઈ શકતી નથી, તેથી ગણિએ વાચના દ્વારા બહુશ્રુત, ગીતાર્થ, પ્રતિભા સંપન્ન શિષ્યો તૈયાર કરવા જોઈએ. હેતુ, દષ્ટાંત આદિ દ્વારા શાસ્ત્રની વાચના આપવી તે ગણિની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧) વિચિંત્ય ઉદિશતિ - વિચિંત્ય- વિચાર કરીને, ઉદિશતિ (ઉદ્દેશ) સૂચન કરે. ગણિ શિષ્યમાં વિનય, ઉપશાંતતા, ઇન્દ્રિય વિજય વગેરે ગુણો છે કે નહીં? શિષ્ય કયા સૂત્રમાં પ્રવેશ કરી શકે તેમ છે? તેનો વિચાર કરીને તેની યોગ્યતા અનુસાર સૂત્રના અધ્યયનનું સૂચન કરે છે. શિષ્યની પાત્રતા અને રસ, રુચિ પ્રમાણે સૂત્રનું અધ્યયન કરાવવામાં આવે તો તે તેમાં શીધ્ર પ્રવેશ કરી પ્રગતિ કરી શકે છે. (૨) વિચિંત્ય વાચયતિ :- વિચાર કરીને વાચના આપે. શિષ્યની ધારણા(સ્મરણ) શક્તિનો વિચાર કરીને (જાણીને) પ્રમાણ, નય, હેતુ, દષ્ટાંત, યુક્તિ આદિ દ્વારા સૂત્ર, અર્થ અને ગૂઢાર્થની વાચના આપે. (૩) પરિનિર્વાણ વાચયતિ - પરિ– સર્વ પ્રકારે, નિર્વાણુ- નિઃસંદેહરૂપે મનમાં બેસી જાય, સ્મૃતિમાં ઉતરી જાય. પૂર્વે શીખવેલા સૂત્ર–અર્થ સ્મૃતિમાં ધારણ થઈ જાય, યાદ રહી જાય પછી આગળ ભણાવવું. ગણિ શિષ્યની કંઠસ્થ શક્તિ અને તેની ધારણા શક્તિનો ક્રમશઃ વિકાસ થાય તેનું ધ્યાન રાખીને, પૂર્વે શીખાવેલાં સૂત્રાથે સર્વ પ્રકારે સ્મૃતિમાં રહી જાય તત્પશ્ચાત્ નવું અધ્યયન કરાવે. (૪) અર્થનિર્યાપકતા :- અર્થ- જીવ. અજીવાદિ તત્ત્વોના પરમાર્થને. નિર્યાપક- વિવિધ વ્યક્તિથી સ્પષ્ટ કરવા. શિષ્ય સંક્ષિપ્ત વાચના દ્વારા અપાયેલા સૂત્ર અને અર્થ ગ્રહણ કરી લે, ત્યારપછી નય-પ્રમાણ, પ્રશ્નોત્તર, અન્ય વિષયોના ઉદ્ધરણો આપીને પરમાર્થને સમજાવે તથા ઉત્સર્ગ-અપવાદ માર્ગમાં સૂત્રના આધારે ઉચિત નિર્ણય લેવાનું સમજાવે. સ્યાદ્વાદ નય-નિક્ષેપ આદિના રહસ્યોને પોતે જાણીને બીજાને શીખવે, તે અર્થ નિર્યાપકતા છે. આ રીતે શિષ્યની યોગ્યતા પ્રમાણે ક્રમશઃ શાસ્ત્રવાચના આપવાથી શાસ્ત્રપરંપરા યથાર્થ જળવાઈ રહે છે અને શિષ્યની અભ્યાસ રુચિ વધે છે, જ્ઞાન પ્રાપ્તિમાં પ્રસન્નતા રહે છે અને તેનો સાધનામાર્ગ પરિપક્વ બને છે. (૬) મતિ સંપદા:| ७ से किं तं मइसंपया ? मइसंपया चउव्विहा पण्णत्ता, तं जहाउग्गहमइसपया, ईहामइसपया, अवायमइसपया, धारणामइसपया । ભાવાર્થ :- પ્રશ્ન- મતિસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- અતિસંપદાના ચાર પ્રકાર છે, જેમકે – (૧) અવગ્રહ મતિસંપદા- સામાન્યરૂપે અર્થને જાણવો. (૨) ઈહામતિ સંપદા- સામાન્યરૂપે જાણેલા અર્થને વિશેષરૂપે જાણવાની ઇચ્છા થવી. (૩) અવાયમતિ સંપદા- ઈહાથી જાણેલી વસ્તુનો વિશેષરૂપે નિશ્ચય કરવો. (૪) ધારણામતિ સંપદા- નિશ્ચય કરાયેલી વસ્તુને કાલાંતરમાં પણ યાદ રાખવી. ८ से किं तं उग्गहमइसंपया ? उग्गहमइसंपया छव्विहा पण्णत्ता, तं जहाखिप्पं उगिण्हेइ, बहु उगिण्हेइ, बहुविहं उगिण्हेइ, धुवं उगिण्हेइ, अणिस्सियं उगिण्हेइ, असंदिद्धं उगिण्हेइ । से तं उग्गहमइसंपया । एवं ईहामई वि । एवं अवायमई वि । ભાવાર્થ :- પ્રશ્ન- અવગ્રહ મતિસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- અવગ્રહમતિ સંપદાના છે પ્રકાર છે, જેમકે – (૧) શીધ્ર ગ્રહણ- અર્થ આદિને શીધ્ર ગ્રહણ કરવા (૨) બહુ ગ્રહણ- ઘણા અર્થને ગ્રહણ કરવા (૩) બહુવિધ ગ્રહણ- અનેક પ્રકારના અર્થને ગ્રહણ કરવા (૪) ધ્રુવ ગ્રહણ– નિશ્ચિતરૂપથી Page #99 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ ૨૭ ] અર્થને ગ્રહણ કરવા (૫) અનિશ્રિત ગ્રહણ– અનુક્ત (ગુરુએ હજુ કહ્યા ન હોય તેવા) અર્થને પોતાની પ્રતિભાથી ગ્રહણ કરવા (૬) અસંદિગ્ધ ગ્રહણ- સંદેહ રહિત અર્થને ગ્રહણ કરવા. આ રીતે ઈહા મતિ સંપદાના પણ છ પ્રકાર છે અને આ જ રીતે અવાય મતિ સંપદાના પણ છ પ્રકાર છે. | ९ से किं तं धारणामइसंपया ? धारणामइसंपया छव्विहा पण्णत्ता, तं जहाबहु धरेइ, बहुविहं धरेइ, पोराण धरेइ, दुद्धर धरेइ, अणिस्सिय धरेइ, असदिद्ध धरेइ । से तं धारणामइसंपया । से तं मइसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- ધારણા મતિસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- ધારણા મતિસંપદાના છ પ્રકાર છે, જેમ કે– (૧) ઘણા સૂત્રના અર્થને ધારણ કરવા (૨) એક સૂત્રના અનેક પ્રકારના અર્થને ધારણ કરવા (૩) જૂની ધારણાને ધારણ કરવી-સ્મૃતિમાં રાખવી. (૪) કઠિન અર્થને ધારણ કરવા (૫) અન્ય કોઈ આધાર વિના અનુકૂળ યોગ્ય અર્થને નિશ્ચિતરૂપે પોતાની પ્રતિભા દ્વારા ધારણ કરવા. (૬) જાણેલા અર્થને સંદેહ રહિત ધારણ કરવા–આ ધારણા મતિસંપદા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ગણિની મતિસંપદાનું વર્ણન છે. પાંચ ઇદ્રિય અને મનથી જે જ્ઞાન થાય, તેને મતિ કહે છે અથવા ઔત્પાતિકાદિ ચાર પ્રકારની બુદ્ધિને મતિ કહે છે. પ્રત્યેક પદાર્થમાં સામાન્ય અને વિશેષ ગુણ હોય છે, તે બંને ગુણોને સમજી યોગ્ય–ઉચિત નિર્ણય કરવો, નિર્ણિત કરેલા વિષયને દીર્ઘકાળ પર્યત સ્મૃતિમાં રાખવા, કોઈપણ વિષયને સ્પષ્ટ સમજવા, વિવિધ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય તેનું સુયોગ્ય સમાધાન કરવું, ગૂઢ વચનના આશયને શીધ્ર સમજી લેવા, આ પ્રકારની તીક્ષ્ણ બુદ્ધિ અને ધારણા શક્તિ તે ગણિની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા(૧) અવગ્રહ મતિ :- નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત ‘આ કાંઈક છે', તેવા સામાન્યને ગ્રહણ કરતાં અવ્યક્ત જ્ઞાનને અવગ્રહ કહે છે, જેમ કે- આ કાંઈક સૂત્રાર્થ છે, તેવું અવ્યક્ત જ્ઞાન અવગ્રહ મતિ છે. (૨) ઈહા મતિ :- અવગ્રહ દ્વારા જાણેલા વિષયમાં બાધક કારણોના અભાવમાં, સાધક કારણોની ઉપસ્થિતિ વિચારીને, “આ આમ હોવું જોઈએ તેમ નિશ્ચય તરફ ઢળતા જ્ઞાનને ઈહા કહે છે, જેમ કે– આ સૂત્રનો અર્થ આમ હશે કે નહીં? તેવી શંકા પછી આ સૂત્રનો અર્થ આમ હોવો જોઈએ, તેવું જ્ઞાન ઈહામતિ છે. (૩) અવાય મતિ – ઈહા દ્વારા જાણેલ વિષયનો નિશ્ચય થઈ જવો તે અવાય મતિ છે, જેમ કે– આ સૂત્રનો આ જ અર્થ છે, તેવું નિશ્ચયાત્મક જ્ઞાન અપાય મતિ છે. (૪) ધારણા મતિ – અવાય દ્વારા નિશ્ચિત વિષયને અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિરૂપે ધારણ કરવા, તેને ધારણા મતિ કહે છે. “આ સૂત્રનો આ જ અર્થ છે તેમ નિશ્ચિત અર્થમાં અંતર્મુહૂર્ત સુધી સતત ઉપયોગ રહે, તેને અવિશ્રુતિ કહે છે. અવિશ્રુતિના કારણે આત્મપ્રદેશોમાં સ્મૃતિરૂપે તે વિષય સંખ્યાત, અસંખ્યાત કાળ સુધી સંગ્રહિત થાય અથવા તેના સંસ્કાર પડે, તેને વાસના કહે છે. કાલાંતરે તે સંસ્કારો જાગૃત થાય, તે અર્થ સ્મૃતિ પટ ઉપર આવે, તેને ધારણા મતિ કહે છે. અવગ્રહ, ઈહા, અવાય મતિના છ-છ પ્રકાર :- અવગ્રહાદિ ત્રણે ય મતિના છ-છ ભેદ છે. (૧) શીઘા ગ્રહણ કદાવરણીય કર્મના ક્ષયોપશમથી સૂત્રાર્થના આશયને શીધ્ર જાણી લે, તેને શીધ્ર ગ્રહણ કહે છે Page #100 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૨) બહુગ્રહણ- અનેક જાતિ(પ્રકાર)ની ભિન્ન-ભિન્ન વસ્તુના ગ્રહણને બહુ કહે છે. ભિન્ન-ભિન્ન પ્રકારના ઘણા સૂત્રોના અર્થોને એક સાથે જાણી લે, તેને બહુ ગ્રહણ કહે છે (૩) બહુવિધ ગ્રહણ– એક જ પ્રકારની વસ્તના અનેક ગુણધર્મોને એક સાથે જાણે, તેને બહુવિધ ગ્રહણ કહે છે. એક પ્રકારના સુત્રોના ઘણા અર્થોને જાણે, તેને બહુવિધ ગ્રહણ કહે છે (૪) ધ્રુવ ગ્રહણ- સ્થિરરૂપે, નિશ્ચિત રૂપે સૂત્રાર્થ ગ્રહણ થાય તેને ધ્રુવ ગ્રહણ કહે છે (૫) અનિશ્ચિત ગ્રહણ- કોઈના આધાર કે આશ્રય વિના વિષય ગ્રહણ થાય, તેને અનિશ્રિત ગ્રહણ કહે છે, જેમ કે– સૂત્રના જે અર્થ ગુરુએ દર્શાવ્યા ન હોય પરંતુ સ્વમતિથી તે અર્થને સ્વયં જાણી લે, તે અનિશ્રિત ગ્રહણ છે (૬) અસંદિગ્ધ ગ્રહણ- સંશય કે સંદેહ વિના નિશ્ચયાત્મક રૂપે અર્થનું ગ્રહણ થાય, તેને અસંદિગ્ધ ગ્રહણ કહે છે. ધારણા મતિના પ્રકાર :- ધારણા મતિના છ પ્રકાર છે– (૧) બહુ ધારણા- ઘણા પ્રકારના સૂત્રોના અર્થોની એક સાથે ધારણા કરવી (૨) બહુવિધ ધારણા- એક જ પ્રકારના સૂત્રોના ઘણા અર્થોની ધારણા એક સાથે કરવી (૩) પુરાણ ધારણા- અતીત કાલીન વસ્તુની ધારણા કરવી. અમુક આચાર્ય અમુક વર્ષ, અમુક માસ, પક્ષ, પ્રહર, પલ, વિપલમાં દીક્ષિત થયા છે. સામાન્ય વ્યક્તિ ભૂલી જાય તેવા કાલ ગણનાના જ્ઞાનને ધારણ કરવું, તે પુરાણ ધારણા કહેવાય છે. સૂત્રાર્થ સંબંધી જૂની પુરાણી ધારણાઓની ધારણા કરવી. (૪) દુર્ધર ધારણા- બુદ્ધિના અતિ પરિશ્રમથી જે ધારણ થઈ શકે, તેને દુર્ધર કહે છે. ભંગજાળ, ગુણશ્રેણી ક્રમારોહણ જેવા કઠિન સૂત્રાર્થોની ધારણા કરવી (૫) અનિશ્રિત ધારણા- હેતુ, દષ્ટાંતાદિ વિના ઔત્પાતિકી બુદ્ધિ દ્વારા સૂત્રાર્થની ધારણા કરવી () અસંદિગ્ધ ધારણાસંશય, સંદેહ રહિત સ્પષ્ટ સૂત્રાર્થની ધારણા કરવી. અવગ્રહાદિના છ પ્રકાર અને ધારણાના આ છ પ્રકારમાં બહુ, બહુવિધ, અનિશ્રિત, અસંદિગ્ધ આ ચાર પ્રકાર સમાન છે. અવગ્રહાદિમાં શીધ્ર અને ધ્રુવ, આ બે પ્રકારના સ્થાને ધારણામાં પુરાણ અને દુર્ધર, આ બે પ્રકાર છે. - આ રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાન સંપન્નતા તથા ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિ સંપન્નતા આચાર્યને પ્રભાવક બનાવે છે. () પ્રયોગ સંપદા - १० से किं तं पओगसंपया ? पओगसंपया चउव्विहा पण्णत्ता, तं जहा- आयं विदाय वायं पउंज्जित्ता भवइ, परिसं विदाय वायं पउंज्जित्ता भवइ, खेत्तं विदाय वाय पउज्जित्ता भवइ, वत्थु विदाय वायं पउज्जित्ता भवइ । से त पओगसंपया। ભાવાર્થ – પ્રશ્નહે ભગવાન! પ્રયોગ સંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- પ્રયોગ સંપદાના ચાર પ્રકાર છે, જેમકે – (૧) આત્મવિદિવા વાદ પ્રયોક્તા- પોતાની શક્તિને જાણી વાદવિવાદનો (શાસ્ત્રાર્થનો) પ્રયોગ કરવો. (૨) પરિષદવિદિતા વાદ પ્રયોક્તા- પરિષદના ભાવોને જાણી વાદવિવાદનો પ્રયોગ કરવો. (૩) ક્ષેત્ર વિદિતા વાદ પ્રયોક્તા- ક્ષેત્રને જાણીને વાદવિવાદનો પ્રયોગ કરવો (૪) વસ્તુ વિદિતા વાદ પ્રયોક્તા- વસ્તુના વિષયને જાણી વાદવિવાદનો પ્રયોગ કરવો, આ પ્રયોગ સંપદા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ગણિની પ્રયોગ સંપદાનું વર્ણન છે. અહીં વાદ સામર્થ્યને પ્રયોગ કહ્યો છે. ગણિ Page #101 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ ૨૯ | દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર વાદ સમયે પોતાના શ્રુત અને બુદ્ધિ સામર્થ્યનો પ્રયોગ કરી સ્વમતનું સ્થાપન કરે છે, આ લોકોત્તરવાદ સામર્થ્ય ગણિની સંપત્તિ રૂપ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા– (૧) આત્મ વિદિતા વાદ પ્રયોક્તાઃ- ગણિ પોતાના પ્રમાણ, નયાદિ જ્ઞાનની નિપુણતા રૂપ સામર્થ્યને, વિદિવા- જાણીને, પ્રતિવાદીની માન્યતા, યોગ્યતા, તેના સામર્થ્ય(બળ)ને જાણીને વાદમાં પ્રયુક્ત થાય છે અર્થાત્ વાદમાં જોડાય છે. (ર) પરિષદ વિદિત્વા વાદ પ્રયોક્તા - ગણિ પરિષદ-સભાને જાણીને અર્થાતુ આ સભા જાણકાર લોકોની છે, અજાણકાર લોકોની છે કે દુર્વિદગ્ધ–અણઘડ લોકોની છે? આ સભા બૌદ્ધાદિ કયા મતવાદીઓની છે? તે જાણીને તથા ઉપસ્થિત પરિષદની યોગ્યતા, રુચિ, ભાવના, આત્મ સન્માન અને પોતાની ક્ષમતાનું ધ્યાન રાખીને વાદ(પ્રવચન)નો વિષય નિશ્ચિત કરે છે. (૩) ક્ષેત્ર વિદિતા વાદ પ્રયોક્તા:- વાદ(ચર્ચા)નું ક્ષેત્ર આર્ય છે કે અનાર્ય છે? તે ક્ષેત્રમાં રહેતા લોકો સુલભ બોધિ છે કે દુલર્ભ બોધિ? વગેરે જાણીને તથા તે ક્ષેત્રનું વાતાવરણ, તે ક્ષેત્રવાસી લોકોનો વિચાર કરી વાદ કરે છે. (૪) વરૂ વિદિતા વાદ પ્રયોક્તા :- (૧) વાદના વિષય વસ્તુને જાણીને અર્થાત્ દ્રવ્યાનુયોગનો વિષય કઠિન છે કે નહીં? તેનો વિચાર કરીને વાદ કરે (૨) વસ્તુ હેય, ઉપાદેય, ઉપેક્ષણીય ત્રણ પ્રકારની હોય છે, ક્રોધાદિ હેય(છોડવા યોગ્ય) છે, ક્ષમાદિ ઉપાદેય(ધારણ કરવા યોગ્ય) છે અને પરદોષ ઉપેક્ષણીય છે, તે જાણીને વાદનો પ્રયોગ કરે (૩) સાથે રહેતા બાલ, ગ્લાન (બીમાર), વૃદ્ધ, નવદીક્ષિત, તપસ્વી સાધુઓની ચિત્ત સમાધિનું ધ્યાન રાખીને શિષ્યોના હિતાહિતનો વિચાર કરીને અને વાદના પરિણામના લાભાલાભની તુલના કરીને વાદ કરે. જેમ વૈદ્ય રોગનું નિદાન કરી, પથ્ય ઔષધ આપે ત્યારે તે સફળ થાય છે તેમ ગણિ વાદના પ્રારંભમાં ઉપરોક્ત ચારે પ્રકારે પરીક્ષણ કર્યા પછી વાદમાં પ્રવૃત્ત થાય છે અને તે જ સંપૂર્ણ સફળતાને પ્રાપ્ત કરે છે. (૮) સંગ્રહ પરિજ્ઞા સંપદા: ११ से किं तं संगहपरिण्णा संपया ? संगहपरिण्णा संपया चउव्विहा पण्णत्ता, तं जहा- बहुजणपाउग्गयाए वासावासेसु खेत्तं पडिलेहित्ता भवइ, बहुजणपाउग्गयाए पाडिहारिय-पीढ-फलग-सेज्जा-संथारयं ओगिण्हित्ता भवइ, कालेणं कालं समाणइत्ता भवइ, अहागुरुं संपूएत्ता भवइ । से तं संगहपरिण्णासंपया । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહપરિજ્ઞા સંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- સંગ્રહપરિજ્ઞા સંપદાના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) વર્ષાકાળમાં અનેક મુનિઓને રહેવા યોગ્ય ક્ષેત્રનું પ્રતિલેખન કરવું (૨) અનેક મુનિઓ માટે પાઢીહારા પીઢ-બાજોઠ, ફલક-પાટ, પાટિયા, શય્યા-શરીર પ્રમાણ પથારી, સસ્તારક-ઘાસ આદિનું અઢી હાથનું આસન ગ્રહણ કરવું. (૩) યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું અને કરાવવું. (૪)ગુરુજનોના યથાયોગ્ય સત્કાર, સન્માન કરવા. આ સંગ્રહ પરિજ્ઞા સંપદા છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહ સંપદાનું વર્ણન છે. અહીં સંગ્રહ શબ્દ સંગ્રહ અને ઉપગ્રહ, આ બંને ભાવનો Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૦ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર વાચક છે અર્થાત્ ગણ કે સમુદાય માટે આવશ્યક વસ્તુઓ ગ્રહણ કરવી અને તેનું વિતરણ કરવું. સંગ્રહ અને ઉપગ્રહ આચાર્યનો આવશ્યક ગુણ છે. વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર વગેરે સાધુચર્યાના નિયમાનુસાર એકત્રિત કરવા તે સંગ્રહ અને શિષ્યોની આવશ્યકતાનુસાર, તેનું નિષ્પક્ષ ભાવે, યોગ્ય રીતે વિતરણ કરવું તે ઉપગ્રહ કહેવાય છે. સંદ-સ્વીવાર, વર્તવનોન વા, રિજ્ઞા પરિણામ I –મુનિહર્ષિણી ટીકા. સંગ્રહ એટલે સ્વીકાર અથવા અવલોકન અને પરિજ્ઞા એટલે જ્ઞાન. ગણિ શિષ્ય સમુદાય માટે કયા ઉપકરણો ક્યાંથી મળશે? તેનું અવલોકન કરી, પૂર્ણ જ્ઞાન મેળવી, તે ઉપકરણો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એકત્રિત કરીને તેનું વિતરણ કરે છે. ગણિની સંગ્રહ-ઉપગ્રહની નિપુણતા, એ તેની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા(૧) ક્ષેત્ર પ્રતિલેખના :- ગણિ-આચાર્યમાં એવો ઉત્સાહ હોય કે તે જુદા-જુદા દેશોમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરીને લોકોની ધર્મ ઉપરની શ્રદ્ધા-ભક્તિને સુદઢ કરે, તેઓને ધર્માનુરાગી બનાવે છે જેથી ચાતુર્માસ યોગ્ય ક્ષેત્રની સુલભતા રહે. ગણિ પોતાના વિશાળ શિષ્ય સમુદાય માટે વર્ષાવાસ(ચાતુર્માસ) યોગ્ય સ્થાન ક્ષેત્રની ગવેષણા-પ્રતિલેખન કરે છે. (૨) પ્રાતિહારિક વસ્ત ગ્રહણ :- આચાર્ય કુશળતાપૂર્વક ગામ-નગરમાં રહેતા લોકોમાં આતિથ્ય (સુપાત્ર દાન) ભાવનાની વૃદ્ધિ કરાવે છે જેથી બાળ, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી, અધ્યયનશીલ સાધુ-સાધ્વીઓ તથા આચાર્ય, ઉપાધ્યાયનો નિર્વાહ તથા સેવા શુશ્રુષા સહજ રીતે થઈ શકે, તેઓ માટે પીઢ, ફલક, શય્યા, સંસ્તારક વગેરે પાઢીહારી વસ્તુની પ્રાપ્તિ સુલભ બને. ગણિ શિષ્ય પરિવાર માટે શાસ્ત્રોક્ત વિધિથી સર્વ ઉપકરણો એકત્રિત કરે છે. (૩) કાળ સન્માન-કાળાનુષ્ઠાનતા :- ગણિ સ્વાધ્યાય, પ્રતિક્રમણ, પ્રતિલેખન, આહાર-ઉપધિની ગવેષણા, અધ્યયન, અધ્યાપન આદિ સર્વ અનુષ્ઠાનો વિધિપૂર્વક અને તેના યથાયોગ્ય સમયે કરે છે. તેઓ કાળ પ્રમાણે અનુષ્ઠાન કરનાર હોય, તે જ કાળનું સન્માન કહેવાય છે. (૪) ગુરુ સન્માન :- દીક્ષા પર્યાયમાં જ્યેષ્ઠ તથા સંયમ દાતા, વાચના દાતા, ગુરુજનો પ્રતિ બહુમાન અને આદર ભાવ રાખે, તેઓનો સત્કાર-સન્માન કરે છે. આચાર્યનો વિનયપૂર્વકનો વ્યવહાર જોઈને તેમના શિષ્ય તથા શ્રાવક સમુદાયમાં વિનયનો વિકાસ થાય છે. સંઘ નાયક આચાર્ય, ગણનાયક ગણિમાં આ આઠે સંપદાઓ હોવી જરૂરી છે. આ સંપદાઓના કારણે જ તેઓ સંઘની સુરક્ષા અને વિકાસ કરી શકે છે, જિનશાસનની પ્રભાવના કરી શકે છે. આઠે સંપદાઓ સ્વતઃ મહત્વપૂર્ણ છે અને પરસ્પર એકબીજાને પૂરક બને છે. અગીતાર્થ સાધુઓનું જીવન આ સંપદાથી સંપન્ન ગણિના નેતૃત્વમાં જ સુરક્ષિત રહે છે. શિષ્યપ્રતિ આચાર્યનું કર્તવ્ય: १२ आयरिओ अंतेवासिं इमाए चउव्विहाए विणयपडिवत्तीए विणइत्ता भवइ णिरिणत्तं गच्छइ, तं जहा ___ आयार-विणएणं, सुय-विणएणं, विक्खेवणा-विणएणं, दोसणिग्घायणाવિપE I Page #103 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ ૩૧ ] ભાવાર્થ :- આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની વિનય પ્રતિપતિ શીખવીને ઉઋણ થાય છે, જેમ કે (૧) આચાર વિનય, (૨) શ્રતવિનય, (૩) વિક્ષેપણા વિનય, (૪) દોષ નિર્ધાતનાવિનય. |१३ से किं तं आयार-विणए ? आयार-विणए चउव्विहे पण्णत्ते, तं जहासंयमसामायारी यावि भवइ, तवसामायारी यावि भवइ, गणसामायारी यावि भवइ, एकल्लविहारसामायारि यावि भवइ । से तं आयार-विणए । ભાવાર્થ :- પ્રશ્ન- આચાર વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- આચાર વિનયના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) સંયમની સમાચારી શીખવવી. (૨) તપની સમાચારી શીખવવી (૩) ગણની સમાચારી શીખવવી (૪) એકાકી વિહારની સમાચારી શીખવવી, તે આચારવિનય છે. |१४ से किं तं सुय-विणए ? सुय-विणए चउव्विहे पण्णत्ते, तं जहा- सुत्तं वाएइ, अत्थं वाएइ, हिय वाएइ, णिस्सेस वाएइ । से तं सुय-विणए । ભાવાર્થ :- પ્રશ્ન-શ્રુતવિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- શ્રુવિનયના ચાર પ્રકાર છે, જેમ કે(૧) મૂળસૂત્રોને ભણાવવા, (૨) સૂત્રોના અર્થને ભણાવવા, (૩) શિષ્યોને હિતકારી ઉપદેશ આપવો, (૪) સૂત્રાર્થને વિધિપ્રમાણે સંપૂર્ણ ભણાવવા, તે શ્રુત વિનય છે. |१५ से किं तं विक्खेवणा-विणए ? विक्खेवणा-विणए चउव्विहे पण्णत्ते, तं जहा- अदिट्ठधम्म दिट्ठपुव्वगत्ताए विणएत्ता भवइ, दिट्ठपुव्वगं साहम्मियत्ताए विणएत्ता भवइ, चुयधम्माओ धम्मे ठावइत्ता भवइ, तस्सेव धम्मस्स हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, अणुगामियत्ताए अब्भुढेत्ता भवइ । से तं विक्खेवणा-विणए । ભાવાર્થ :- પ્રશ્ન- વિક્ષેપણાવિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- વિક્ષેપણાવિનયના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) જે સંયમધર્મને પૂર્ણરૂપે સમજ્યા ન હોય, તેને સંયમ ધર્મ સમજાવવો. (૨) સંયમધર્મના જાણકારને જ્ઞાનાદિ ગુણોથી સ્વયંની સમાન બનાવવા. (૩) ધર્મથી ચુત થનાર શિષ્યને ફરી ધર્મમાં સ્થિર કરવા. (૪) સંયમધર્મમાં સ્થિત શિષ્યના હિત માટે, સુખ, સામર્થ્ય અને મોક્ષ માટે તથા ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય તે માટે પ્રવૃત્ત રહેવું, આ વિક્ષેપણા વિનય છે. |१६ से किं तं दोसणिग्घायणा-विणए ? दोसणिग्घायणा-विणए चउव्विहे पण्णत्ते, तं जहा- कुद्धस्स कोहं विणएत्ता भवइ, दुट्ठस्स दोसं णिगिण्हित्ता भवइ, कंखियस्स कख छिदित्ता भवइ, आया-सुप्पणिहिए यावि भवइ । से त दोसणिग्घायणा विणए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! દોસનિર્ધાતના વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- દોસનિર્ધાતના વિનયના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) તથા પ્રકારનું શિક્ષણ આપી ક્રોધી વ્યક્તિના ક્રોધને દૂર કરવો. (૨) દુષ્ટ વ્યક્તિના દ્વેષને દૂર કરવો. (૩) આકાંક્ષાવાળી વ્યક્તિની આકાંક્ષાનું નિવારણ કરવું. (૪) પોતાના આત્માને સંયમમાં લીન રાખવો. આ દોષ નિર્ધાતના-વિનય છે. વિવેચનઃ પ્રસ્તુત સુત્રમાં શિષ્ય પ્રતિ આચાર્યના કર્તવ્યનું કથન છે. આઠ સંપદાઓથી સંપન્ન સાધુને Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩ર | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, ત્યારે તે ચતુર્વિધ સંઘના ધર્મશાસ્તા-ધર્મશાસક બને છે અને ત્યારે તેના ઉપર સંઘ સંરક્ષણ અને સંવર્ધનના અનેક કર્તવ્યોની જવાબદારી આવે છે. તેની મુખ્ય જવાબદારી ચાર પ્રકારની છે– (૧) આચાર વિનય, (૨) શ્રત વિનય, (૩) વિક્ષેપણા વિનય, (૪) દોષનિર્ધાતના વિનય. (૧) આચાર વિનય :- ગણિ અર્થાત્ આચાર્યનું મુખ્ય કર્તવ્ય છે કે સૌ પ્રથમ તે શિષ્યોને મોક્ષ સાધક એવા જ્ઞાનાચારાદિ આચાર સંબંધી શિક્ષાઓથી સુશિક્ષિત કરે. તે આચારસબંધી શિક્ષા ચાર પ્રકારની છે સંયમ સમાચારી- સર્વ સાવધ–પાપકારી વ્યાપારનો ત્યાગ કરી, સમ્યક આચરણનો સ્વીકાર કરવો, તેને સંયમ કહે છે અને સમાચારી એટલે સ્વીકૃત વ્રત-નિયમનું યથાર્થ પાલન કરવું. આચાર્ય સર્વોત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે અને અન્યને તેનું પાલન કરાવે છે. સંયમ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિના વિધિ-નિષેધનું જ્ઞાન કરાવવું, કાળ-અકાળનું જ્ઞાન કરાવવું, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, યતિધર્મ, પરિષહવિજય આદિનો યથાર્થ બોધ આપવો, તે આચાર સમાચારી છે. આચાર્ય સંયમનું પાલન કરનારા સાધકોને પ્રોત્સાહિત કરે છે અને કોઈ સાધક પરિષહ-ઉપસર્ગમાં કલેશ અને દુઃખ પામે, વિચલિત થઈ જાય, તો તેને સંયમમાં સ્થિર કરે છે. તપ સામાચારી- અનશનાદિ બાર પ્રકારના તપના આચરણને તપ સામાચારી કહે છે. શિષ્યોને તપશ્ચર્યાઓના ભેદ-પ્રભેદોનું જ્ઞાન આપવું, તેઓની તપ કરવાની શક્તિ અને ઉત્સાહ વધારવા, હંમેશાં તપશ્ચર્યા કરી શકાય તે માટે આગમોક્ત ક્રમથી તપશ્ચર્યાની તથા પારણામાં પરિમિત અને પથ્ય આહાર ગ્રહણની વિધિનું જ્ઞાન કરાવવું. ગણ સામાચારી– ગીતાર્થ-અગીતાર્થ સર્વ સાધુની સંયમસાધના નિર્વિધને સંપન્ન થાય તે માટે આચારશાસ્ત્રો તથા છેદસૂત્રોના આધારે નક્કી કરાયેલા ગચ્છ સંબંધી નિયમો, ઉપનિયમોનું (સમાચારીનું) સમ્યગુજ્ઞાન કરાવવું. ગચ્છના નિયમાદિ પાલનમાં ખેદ અનુભવતા સાધુઓને મધુર વચનથી નિયમાદિ પાલનમાં પ્રોત્સાહિત કરવા. એકાકી વિહાર સમાચારીગણની સામૂહિકચર્યાનો ત્યાગ કરી એકાકી વિહારચર્યા કરવાની યોગ્યતાનું, વયનું તથા વિચરણ કાળની સાવધાનીઓનું તથા એકાકી વિહાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉપાયોનું અને એકલા વિચરનારની સામાચારીનું જ્ઞાન કરાવવું, કારણ કે સાધુનો બીજો મનોરથ છે કે હું ગચ્છના સામૂહિક કર્તવ્યોથી મુક્ત થઈને ક્યારે એકાકી વિહારચર્યા ધારણ કરું” તેથી એકાકી વિહારચર્યાની વિધિનું જ્ઞાન કરાવવું, તે આચાર્યનો ચોથો આચાર વિનય છે. (૨) શ્રત વિનય :- શ્રત એટલે આગમ જ્ઞાન તે શીખવવું, આચાર્યનું બીજું કર્તવ્ય છે. આ શ્રુત સંબંધી શિક્ષા ચાર પ્રકારની છે– (૧-૨) આચારધર્મના પ્રશિક્ષણ સાથે શિષ્યોને આગમ શાસ્ત્રના સૂત્ર અને અર્થની સમુચિત વાચના દઈ શ્રુતસંપન્ન બનાવવા. (૩) તે સૂત્રાર્થના જ્ઞાનને જીવનમાં ક્રિયાન્વિત કરાવવા સમયે સમયે તેને હિતશિક્ષા આપવી. શિષ્યની બુદ્ધિ આદિની પરીક્ષા કરીને, તેને હિતકર થાય તેવું ભણાવવું. (૪) શિષ્યોને પ્રમાણ નય દ્વારા સૂત્રાર્થના પરમાર્થ સમજાવવા. છેદસૂત્ર આદિ સર્વ આગમોની ક્રમશઃ વાચના આપવી અને વાચના સમયે આવનાર વિદનોનું શમન કરી શ્રુતવાચના પૂર્ણ કરાવવી. આચાર્યનો આ ચાર પ્રકારનો વિનય છે. (૩) વિક્ષેપણા વિનય :- શિષ્યના મિથ્યાત્વાદિ દુર્ગણો દૂર કરી, સમ્યકત્વાદિ ધર્મમાં સ્થાપન કરવા અથવા પર મતના આક્ષેપોથી નિગ્રંથ પ્રવચન પ્રતિ શંકા શીલ અને વિક્ષિપ્ત ચિત્તવાળા શિષ્યોના વિક્ષેપને દૂર કરવા, તેને વિક્ષેપણા વિનય કહે છે. (૧) ધર્મના સ્વરૂપથી અનભિજ્ઞ શિષ્યોને ધર્મનું સ્વરૂપ સમજાવવું અર્થાત મિથ્યાત્વી જીવોને મિથ્યાત્વમાંથી બહાર કાઢી સમ્યમાર્ગમાં લાવવા. (૨) સાધુ ધર્મના પાલન Page #105 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ ૩૩ ] માટે નિરુત્સાહી બનેલાને સાધુધર્મ સ્વીકારવા માટે ઉત્સાહિત કરવા, યથાર્થ સંયયધર્મ સમજાવવો અર્થાત્ સમ્યકત્વી ગૃહસ્થોને ગૃહસ્થ ધર્મમાંથી બહાર કાઢી સંયમ માર્ગમાં લાવવા. (૩) ધર્મથી શ્રુત થયેલાને ધર્મમાં સ્થિર કરવા. સમ્યકત્વ(શ્રદ્ધા)થી ટ્યુત થયેલાને પુનઃ શ્રદ્ધામાં સ્થાપિત કરવા અને સંયમ માર્ગથી પતિત થયેલાને વિવેકપૂર્વક ફરીને સંયમમાં સ્થિર કરવા (૪) શ્રદ્ધાળુ શિષ્યોના આ લોક-પરલોક, બંને લોકના હિત માટે, સુખ માટે, ક્ષેમ માટે અને કલ્યાણ માટે સંયમધર્મની પૂર્ણ આરાધના કરાવવામાં તત્પર રહેવું. આચાર્યનો આ ચાર પ્રકારનો આ વિક્ષેપણા વિનય છે. (૪) દોષનિર્ધાતના વિનય :- શિષ્ય સમુદાયમાં ઉત્પન્ન થયેલા દોષોને દૂર કરવા, તે દોષ નિર્ધાતના વિનય છે. ક્રોધાદિ કષાયને દોષ કહે છે અને તેના નિવારણને નિર્ધાતના કહે છે. આચાર્ય વિશાળ શિષ્ય પરિવારની સુયોગ્ય વ્યવસ્થા કરે છે. શિષ્યો પોત-પોતાની સાધનામાં રત હોય છે, તેમ છતાં ક્યારેક કર્મોદયને વશ શિષ્ય ક્રોધાદિ દોષોનું સેવન કરે ત્યારે આચાર્ય તેનું નિવારણ કરે છે. તે દોષ નિવારણ સંબંધિત વિનયના ચાર પ્રકાર છે– (૧) શિષ્યો ક્રોધને વશ થાય ત્યારે આચાર્ય ક્રોધના દુષ્ફળ બતાવીને, ક્ષમાદિનો ઉપદેશ આપીને, મૃદુ વચનથી તેને શાંત કરે છે, ક્રોધને ઉપશાંત કરવાના ઉપાય રૂ૫ આચારને શીખવાડે છે. (૨) શિષ્યની રાગદ્વેષાત્મક પરિણતિનું તટસ્થતાપૂર્વક નિરીક્ષણ કરીને તેનું નિવારણ કરાવે છે. શિષ્ય વિષય-કષાયાદિને આધીન બને ત્યારે તેનાથી નરક, નિગોદ આદિ દુર્ગતિની પ્રાપ્તિ રૂપ વિપાક બતાવી, આચાર્ય તે દોષોનું નિવારણ કરાવે છે. (૩) અનેક પ્રકારની આકાંક્ષાઓને આધીન બનેલા શિષ્યોની આકાંક્ષાઓને ઉચિત ઉપાયોથી દૂર કરે. શિષ્યને અન્યના આડંબર જોઈને, બીજાના વસ્ત્ર, પાત્ર, ભોજન, અધ્યયન, વિહાર આદિ જોઈને તેની અભિલાષા જાગે, તે આકાંક્ષા કહેવાય છે. આચાર્ય યોગ્ય ઉપદેશ દ્વારા તેનું નિવારણ કરે છે. (૪) આચાર્ય આ વિભિન્ન દોષોનું નિવારણ કરાવી શિષ્યને સંયમમાં સુદઢ કરે છે. શિષ્યોના ઉક્ત દોષોનું નિવારણ કરતા પોતે ખેદયુક્ત ન થાય, શ્રદ્ધાથી વિચલિત ન થાય પરંતુ પોતાના આત્માને સંયમગુણોથી પરિપૂર્ણ બનાવી રાખે છે. રાજા સંપૂર્ણ ઐશ્વર્ય સંપન્ન અને પ્રજાનો પ્રતિપાલક હોય છે, તે યશકીર્તિને પ્રાપ્ત કરી સુખી થાય છે, તેમ જે આચાર્ય શિષ્ય સમુદાયની વિવેકપૂર્વક પ્રતિપાલના કરતા સ્વયં સંયમની આરાધના કરે છે અને શિષ્યોની સંયમ સાધનામાં પૂર્ણતઃ સહાયક બને છે, તે શીધ્ર મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. ભગવતીસૂત્ર શ.૫, ઉદ્દે-૬ માં કહ્યું છે કે સમ્યક પ્રકારથી ગણનું પરિપાલન કરનાર આચાર્ય-ઉપાધ્યાય તે જ ભવમાં, બીજા ભવમાં અથવા ત્રીજા ભવમાં અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. આચાર્ય પ્રતિ શિષ્યનું કર્તવ્ય:|१७ तस्सेवं एवं गुणजाइयस्स अंतेवासिस्स इमा चउव्विहा विणयपडिवत्ती भवइ, तं जहा- उवगरणउप्पायणया, साहिल्लया, वण्णसंजलणया, भारपच्चोरुहणया। ભાવાર્થ :- ગુણવાન આચાર્યના અંતેવાસી શિષ્યની આ ચાર પ્રકારની વિનય પ્રતિપત્તિ છે, જેમ કે – (૧) ઉપકરણોત્પાદનતા- સંયમી જીવનમાં ઉપયોગી વસ્ત્ર, પાત્રાદિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. (૨) સહાયતા–બાળ, ગ્લાન, અશક્ત સાધુઓને સહાયતા કરવી. (૩) વર્ણસંકલનતા-ગણ અને ગણિના ગુણ પ્રગટ કરવા. (૪) ભાર પ્રત્યારોહણતા- ગણિએ સોંપેલા ગણના ભારનો નિર્વાહ કરવો. १८ से किं तं उवगरणउप्पायणया ? उवगरणउप्पायणया चउव्विहा पण्णत्ता, तं Page #106 -------------------------------------------------------------------------- ________________ | ४ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર जहा- अण्णुप्पण्णाई उवगरणाइं उप्पाइत्ता भवइ, पोराणाई उवगरणाइं सारक्खित्ता भवइ संगोवित्ता भवइ, परित्तं जाणित्ता पच्चुद्धरित्ता भवइ, अहाविहिं संविभइत्ता भवइ । से तं उवगरणउप्पायणया ।। भावार्थ:- प्रश्र- 6५४२५॥त्यानता विनयना 240 २ छ ? उत्तर- 6५४२त्याहनता વિનયના ચાર પ્રકાર છે, જેમ કે- (૧) નવીન ઉપકરણોને પ્રાપ્ત કરવા. (૨) પ્રાપ્ત ઉપકરણોનું સંરક્ષણ અને સંગોપન-સાર સંભાળ રાખવી (૩) જે મુનિની પાસે અલ્પ ઉપધિ હોય તેની પૂર્તિ કરવી. (૪) શિષ્યો માટે ઉપકરણોના યથાયોગ્ય વિભાગ કરીને આપવા, તે ઉપકરણોત્પાદનતા વિનય છે. | १९ से किंतसाहिल्लया? साहिल्लया चउव्विहा पण्णत्ता,तंजहा- अणुलोमवइसहिए यावि भवइ, अणुलोमकायकिरियया यावि भवइ, पडिरूवकायसंफासणया यावि भवइ, सव्वत्थेसु अपडिलोमया यावि भवइ। से तं साहिल्लणया । भावार्थ:- प्रश्र-सहायता विनयना 240 प्रारछ ?6त्तर-सहायता विनयना यार प्रारछे, જેમ કે – (૧) અનુલોમવાકસહિતતા-ગુરુને અનુકૂળ વચન બોલવા અર્થાત્ ગુરુ જે કહે તેનો વિનયપૂર્વક स्वीर ४२वो. (२) अनुलोमाययिता- गुरु ते प्रमाणे प्रवृत्ति १२वी (3) प्रति३५४ाय સંસ્પર્શતા– ગુરુની યથોચિત સેવા–શુશ્રુષા કરવી, શારીરિક-માનસિક શાતા ઉપજાવવી (૪) સર્વાર્થે અપ્રતિલોમતા- સર્વકાર્યોમાં ગુરુની ઇચ્છા પ્રમાણે અનુકૂળ વ્યવહાર કરવો, તે સહાયતા વિનય છે. २० से किं तं वण्णसंजलणया? वण्णसंजलणया चउव्विहा पण्णत्ता, तं जहाआहातच्चाणं वण्णवाई भवइ, अवण्णवाइं पडिहणित्ता भवइ, वण्णवाई अणुवूहइत्ता भवइ, आय वुड्डसेवी यावि भयइ । से तं वण्णसंजलणया । भावार्थ :- श्र-संपनविनयन 240 २ छ ? 612-qए संसनता विनयन। यार प्रारछेभ:- (१) गुरुना यथातथ्य योनी प्रशंसा ४२वी. (२) गुरुना सववाह-निंह કરનારને નિરુત્તર કરવા (૩) ગુરુના વર્ણવાદી(ગુણગ્રામ કરનાર)ને ઉત્સાહિત કરવા (૪) સ્વયંવૃદ્ધોની સેવા કરવી. આ વર્ણ સંજ્વલનતા વિનય છે. | २१ से किं तं भारपच्चोरुहणया ? भारपच्चोरुहणया चउव्विहा पण्णत्ता, तं जहा असंगहिय-परिजणं संगहित्ता भवइ, सेहं आयरगोयरं संगहित्ता भवइ, साहम्मियस्स गिलायमाणस्स अहाथामं वेयावच्चे अब्भुट्टित्ता भवइ, साहम्मियाणं अहिगरणंसि उप्पण्णंसि तत्थ अणिस्सिवस्सिए अपक्खग्गहिय-मज्झत्थभावभूए सम्म ववहरमाणे तस्स अधिगरणस्स खमावणाए विओसमणयाए सया समियं अब्भुट्टित्ता भवइ । कह णु साहम्मिया अप्पसद्दा, अप्पझज्झा, अप्पकलहा, अप्पकसाया, अप्पतुमतुमा, सजमबहुला, सवरबहुला, समाहिबहुला, अप्पमत्ता, संजमेणं तवसा अप्पाणं भावेमाणा-एवं च णं विहरेज्जा । से तं भारपच्चोरुहणया। एसा खलु थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपया पण्णत्ता -त्ति बेमि ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ | દશા-૪ ૩૫ ] ભાવાર્થ :- પ્રશ્ન- ભાર પ્રત્યારોહણતા વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- ભારપ્રત્યારોહણતા વિનયના ચાર પ્રકાર છે, જેમકે – (૧) અસંગ્રહિત-સંગૃહિત ભાર પ્રત્યારોહણતા- ભાર પ્રત્યારોહક અર્થાત્ ગુરુએ જેને ગચ્છના કાર્યનો ભાર સોંપ્યો હોય, તે સાધુએ અસંગૃહિત– ગચ્છમાંથી નીકળી ગયેલા સાધુને પુનઃ ગચ્છમાં સંગૃહિત (સંગ્રહ) કરવા. (૨) શૈક્ષ આચાર ગોચર સંગૃહિતતા ભારપ્રત્યારોહણતા- શૈક્ષ- નૂતન દીક્ષિત શિષ્યોને આચાર-ગોચર અર્થાત્ સંયમની વિધિ શીખવાડવી તથા શુદ્ધ આચાર, પાલનમાં સહાયક થવું, (૩) સાધર્મિક ગ્લાન સાધુ વૈયાવચ્ચ ભારપ્રત્યારોહણતા- સાધર્મિક રોગી સાધુઓની યથાશક્તિ વૈયાવચ્ચ માટે તત્પર રહેવું, (૪) સાધર્મિક કલેશ નિવારણ ભારપ્રત્યારોહણતા- સાધર્મિકોમાં પરસ્પર કલહ ઉત્પન્ન થાય, તો રાગ-દ્વેષનો પરિત્યાગ કરીને, કોઈનો પક્ષ ગ્રહણ ન કરતાં મધ્યસ્થ ભાવ રાખવો અને સમ્યક વ્યવહારનું પાલન કરતાં તે કલહના ક્ષમાપન અને ઉપશમ માટે હંમેશા તત્પર રહેવું. સાધર્મિકોમાં બોલાચાલી ન થાય, ઝંઝટ ન થાય, કલહ, કષાય, તૂ તા ન થાય, તેનો વિચાર કરવો. સાધર્મિક સાધુઓ, સંયમબહુલ, સંવરબહુલ, સમાધિબહુલ બની અપ્રમત્ત થઈ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરે, તેવી ભાવના રાખવી, તે ભારપ્રત્યારોહણતા વિનય છે. આ પ્રમાણે સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં આઠ સંપદાથી શોભતા ગણિ અને ગણ પ્રત્યે શિષ્યના ચાર પ્રમુખ કર્તવ્યોનું વર્ણન છે. ગચ્છનું સંચાલન કરવામાં, ગચ્છના સર્વ સાધુઓની વ્યવસ્થામાં, ગચ્છના સર્વાગી વિકાસમાં ગણનાયકને સહાયક બનવું, તે શિષ્યનું પરમ કર્તવ્ય છે. સૂત્રકારે શિષ્યના ચાર મુખ્ય કર્તવ્યોનું કથન કર્યું છે. (૧) ઉપકરણ ઉત્પાદન – ઉપકરણોની ગવેષણ અને સંરક્ષણમાં કુશળતા પ્રાપ્ત કરવી. તેના ચાર પ્રકાર છે. (૧) જે ઉપકરણો પૂર્વે અપ્રાપ્ત હોય અને વર્તમાનમાં પણ મળવા દુર્લભ હોય, તેવા આવશ્યક વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણો ગવેષણા કરીને મેળવવા. (૨) મેળવેલા ઉપકરણોને સુરક્ષિત રાખવા. જીર્ણ ઉપકરણોનું સમારકામ કરીને, સીવીને રક્ષણ કરવું. દિવસમાં બે વાર પ્રતિલેખન કરી રક્ષણ કરવું. ઉપકરણોને એક સ્થાનમાં મૂકી રાખવાથી તેમાં જીવોત્પત્તિ થાય છે અને તેથી સંયમની વિરાધના થાય છે માટે પ્રતિલેખનાદિ દ્વારા ઉપકરણોનું સંરક્ષણ કરવું (૩) પરીત–ઉપકરણની ન્યૂનતા(અલ્પતા) જાણીને, યાચના દ્વારા તે તે ઉપકરણો પ્રાપ્ત કરીને, તેની પૂર્તિ કરવી. અન્ય ગચ્છમાંથી અધ્યયન આદિ માટે આવેલા સાધુઓ પાસે અથવા સમાન સમાચારીવાળા અન્ય મુનિઓ પાસે ઉપકરણ અલ્પ હોય તો જેને જે ઉપધિની આવશ્યકતા હોય તેને તે ઉપધિ આપવી. (૪) સહવર્તી સર્વ સાધુઓને યથાયોગ્ય વિભાગ કરી ઉપધિ આપવી અથવા જેને યોગ્ય જે ઉપધિ હોય તેને તે આપવી. (૨) સહાયક થવું - ગણિ–ગણને અનુકૂળ રહીને સહાયક બનવું, તેના ચાર પ્રકાર છે– (૧) ગુરુજનોને અનુકુળ અને હિતકારી વચન બોલવા. તેના આદેશ કે નિર્દેશનો ‘તહત્તિ'– જેવી આપની આજ્ઞા, તેમ કહીને સવિનય સ્વીકાર કરવો. (૨) બેસવું, બોલવું, ઊભા રહેવું, હાથ અને પગ આદિ અંગોપાંગોનું સંચાલન વગેરે કાયાની બધી પ્રવૃત્તિઓ ગુરુને અનુકૂળ રહે તેમ કરવી. એક પણ પ્રવૃત્તિ ગુરુજનોને Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રતિકૂળ ન થાય તેનો વિવેક રાખવો. (૩) ગુરુજનોના શરીરે માલીશ વગેરે સેવાકાર્ય વિવેકપૂર્વક કરવા, તેમના શરીરને સમાધિ થાય, તે રીતે વૈયાવચ્ચ કરવી. (૪) ગુરુજનોના બધા કાર્યો તેઓના આદેશાનુસાર કરવા તથા ભાવ, ભાષા, પ્રવૃત્તિ, પ્રરૂપણા વગેરે સર્વ કાર્ય કપટ રહિત ભાવે, તેમની અનુકૂળતાનુસાર કરવા, એક પણ કાર્ય તેઓની રુચિથી વિપરીત ન કરવું. (૩) વર્ણ સંજલનતા ગુણાનુવાદ - વર્ણ એટલે વર્ણન, ગચ્છ કે ગણિના ગુણોનું વર્ણન અર્થાતુ ગુણગ્રામને સંકલન-પ્રકાશિત કરવા અર્થાત્ ગણ, ગણિ અને જિનશાસનના ગુણગ્રામ કરવા. તેના ચાર પ્રકાર છે(૧) આચાર્ય આદિના યથાતથ્ય ગુણોનું કીર્તન કરવું, અર્થાત્ તેમના ગુણો પ્રગટ કરવા. (૨) અવર્ણવાદ, નિંદા અથવા અસત્ય આક્ષેપ કરનારને ઉચિત્ત પ્રત્યુત્તર દઈ નિરુત્તર કરવા તથા પ્રબળ યુક્તિઓથી પ્રતિપક્ષીને એ રીતે હતપ્રભ કરવા કે જેથી ભવિષ્યમાં તે તેવું દુઃસાહસ ન કરી શકે. (૩) આચાર્ય આદિના ગુણકીર્તન કરનારને ધન્યવાદ આપીને ઉત્સાહિત કરવા. તેનો જનસમાજને પરિચય આપવો. (૪) સ્વયં વડિલો સંતોની સેવાભક્તિ કરવી તથા યથોચિત આદર સન્માન કરવું. તેમના ઇગિત-આકાર(હાવભાવ) જાણી અનુકૂળ આચરણ કરવું. (૪) ભાર પ્રત્યારોહણતા :- ગુરુએ ભાર-કાર્ય કરવાનો જેને અધિકાર આપ્યો હોય, કાર્ય માટે નિયુક્ત કર્યા હોય, તેવા ઉત્તરાધિકારી શિષ્ય, તે કાર્ય કરવા જોઈએ. આચાર્યના કારભારને સંભાળવો તે શિષ્યનું કર્તવ્ય છે, તેના ચાર પ્રકાર છે, જેમ કે- (૧) ક્રોધાદિને વશ બની ગચ્છને છોડી જનાર શિષ્યોને કોમળ વચનથી હિતશિક્ષા આપીને, સમજાવીને ગચ્છમાં ફરી પાછા બોલાવવા. (૨) ગણમાં વિદ્યમાન નવદીક્ષિત, સામાન્ય બુદ્ધિવાળા શિષ્યોને આચાર વિધિનું જ્ઞાન કરાવવું અને શુદ્ધઆચારનો અભ્યાસ કરાવવો. (૩) રોગથી પીડિત સાધર્મિક સાધુની યથાશક્તિ વૈયાવચ્ચ કરવા ઉદ્યમવંત રહેવું. જ્યાં, જ્યારે, જેને સેવાની જરૂર હોય તેની તન-મનથી સેવા કરવી. (૪) શ્રમણોમાં પરસ્પર કલહ અથવા વિવાદ થાય તો તેનું નિષ્પક્ષભાવથી નિરાકરણ કરાવવું અને એ રીતની વ્યવસ્થા, ઉપાય કરવા કે જેથી સાધર્મિક સાધુઓમાં કલહ આદિ થવાનો પ્રસંગે ઉપસ્થિત ન થાય અને ગચ્છના સાધુ-સાધ્વીઓના સંયમ ભાવ, સમાધિભાવ આદિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે. આ રીતે ગચ્છહિતના કાર્ય કરનાર, આચાર્યના આદેશોનું પાલન કરનાર શિષ્યો મહાન કર્મનિર્જરા કરતા ગચ્છના સંરક્ષક બને છે. તે જિનશાસનની સેવા તથા સંયમઆરાધના કરી સુગતિને પ્રાપ્ત કરે છે. વચ્ચે શું અને વી. તે ચોથી દશા સંપૂર્ણ Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના [ ૩૭ ] પાંચમી દશા | પ્રાકથન છROCRORDRORDROR * પ્રસ્તુત દશાનું નામ ચિત્ત સમાધિ છે. ચિત્તની પ્રસન્નતા, ચિત્તના પરમ આનંદને ચિત્ત સમાધિ કહે છે. ચિત્ત ધર્મ ધ્યાનમાં કે મોક્ષ માર્ગમાં તન્મય, સ્થિર બની જાય, તેને પણ ચિત્ત સમાધિ કહે છે. + દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સમાધિના ચાર પ્રકાર છે– ઇંદ્રિયના શબ્દાદિ વિષયો તથા ભૌતિક પદાર્થો વગેરે દ્રવ્યોમાં ચિત્ત તન્મય બની જાય તે દ્રવ્ય સમાધિ છે; મનોહર ક્ષેત્ર વગેરેમાં ચિત્ત લીન બની જાય, તે ક્ષેત્ર સમાધિ છે; કોઈ કાળ વિશેષમાં ચિત્ત સમાહિત થઈ જાય, તે કાળ સમાધિ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિમાં ચિત્ત એકાગ્ર બની જાય તે ભાવ સમાધિ છે. અકુશલ ચિત્તને રોકવાથી અને કુશલ ચિત્તની ઉદીરણાથી સહજ રીતે ભાવ સમાધિ ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગની આરાધના કરતાં સાધકના ચિત્તની નિર્મળતાથી અને સ્થિરતાથી તેને જે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે, તે ભાવસમાધિ છે. * પ્રસ્તુત દશામાં ભાવ સમાધિ પ્રાપ્ત કરવાની વિધિ, તેના સ્વરૂપાદિ તથા સમાધિથી પ્રાપ્ત અપૂર્વ લાભનું વર્ણન છે. પ્રથમ દશામાં અસમાધિના ૨૦ કારણોનું કથન છે અને આ દશામાં ભાવસમાધિ પ્રાપ્ત કરવાના ૧૦ ઉપાયો દર્શાવ્યા છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ | 3८ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પાંચમી દશા : ચિત્ત સમાધિ સ્થાન P/PP/PP/PE/Peze/Z/ प्रारंभ:| १ सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं दस चित्तसमाहिठाणा पण्णत्ता । कयरा खलु ताई थेरेहिं भगवंतेहिं दस चित्तसमाहिठाणा पण्णत्ता? इमाई खलु ताई थेरेहिं भगवतेहिं दस चित्तसमाहिठाणा पण्णत्ता, तं जहाભાવાર્થ – હે આયુષ્યમાન જંબૂ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દશ ચિત્તસમાધિસ્થાન કહ્યા છે. પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ ચિત્તસમાધિના ક્યા દશ સ્થાન કહ્યા છે? ઉત્તર– સ્થવિર ભગવંતોએ ચિત્તસમાધિના આ દશ સ્થાન કહ્યા छे,तेसा प्रभाएछ| २ ते णं कालेणं तेणं समएणं वाणियग्गामे णयरे होत्था । एत्थ णयरवण्णओ भाणियव्वो । तस्स जं वाणियगामस्स णयरस्स बहिया उत्तर-पुरस्थिमे दिसीभाए दूतिपलासए णामं चेइए होत्था । चेइयवण्णओ भाणियव्वो । जियसत्तू राया । तस्स धारणी णामं देवी । एवं समोसरणं भाणियव्वं जाव पुढविसिलापट्टए । सामी समोसढे । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया । अज्जो! इति समणे भगवं महावीरे समणा णिग्गंथा य णिग्गंथीओ य आमंतित्ता एवं वयासी इह खलु अज्जो ! णिग्गंथाणं वाणिग्गंथीणं वा इरियासमियाणं, भासासमियाणं, एसणासमियाणं, आयाण-भंड-मत्त-णिक्खेवणा-समियाण, उच्चार-पासवण-खेलसिंघाण-जल्लपारिट्ठवणियासमियाणं, मणसमियाणं, वयसमियाण, कायसमियाणं, मणगुत्तीणं, वयगुत्तीणं, कायगुत्तीणं गुत्तीणं गुतिंदियाणं, गुत्तंबंभयारीणं, आयट्ठीणं, आयहियाणं, आयजोईणं, आयपरक्कमाणं, पक्खियपोसहिएसु समाहिपत्ताणं झियायमाणाणं इमाइं दस चित्तसमाहिठाणाई असमुप्पण्णपुव्वाइं समुप्पज्जेज्जा, तं जहाભાવાર્થ :- કાળે–ચોથા આરાના અંતમાં અને તે સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા તે સમયમાં વાણિજ્યગ્રામ નામનું નગર હતું. તે વાણિજ્યગ્રામનગરની બહાર ઈશાનખૂણામાં દૂતિપલાશ નામનું ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ રાજા અને તેની ધારણી નામની રાણી હતી. નગર, ઉદ્યાન, રાજા વગેરેનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. આ રીતે સમવસરણ પર્યત કહેવું યાવતું ત્યાં પૃથ્વીના શિલાપટ્ટક પર વર્ધમાનસ્વામી બિરાજમાન થયા. ધર્મોપદેશ સાંભળવા માટે પરિષદ ત્યાં આવી Page #111 -------------------------------------------------------------------------- ________________ દશાપ ૩૯ ભગવાને ધર્મનું નિરૂપણ કર્યું, ધર્મદેશના સાંભળ્યા પછી પરિષદ પાછી ફરી. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓ અને સાધ્વીઓને ‘હે આર્યો !’ આ પ્રમાણે સંબોધન કરીને કહ્યું– જે સાધુ અને સાધ્વીઓ ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આયાણ ભંડ-માત્ર-નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલ-સિંઘાણ-જલ્લ પરિષ્ઠાપનાસમિતિનું પાલન કરે છે; મન સમિતિ, વચન સમતિ, કાય સમિતિ; મનગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિથી ગુપ્ત હોય છે, જે ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, આત્માર્થી, આત્માનું હિત કરનાર, આત્મયોગી, આત્મપરાક્રમી, પાક્ષિક પૌષધોમાં સમાધિને પ્રાપ્ત અને શુભધ્યાન કરનાર છે, તેઓને અપૂર્વ(પૂર્વે અપ્રાપ્ત) ચિત્તસમાધિના દશસ્થાન પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ચિત્ત સમાધિના સ્થાન આદિના ઉપદેશના સ્થાન રૂપ નગરીનું અતિદેશાત્મક વર્ણન અને ચિત્ત સમાધિને પ્રાપ્ત કરતાં સાધુઓના વિશિષ્ટ ગુણોનું કથન છે. चित्तसमाहिठाणं :- चित्तं - अंतःकरण विशेषस्तस्य समाधिः समाधानं चित्त समाधिः, प्रशस्त ભાવ: તસ્ય સ્થાનાનિ નિ । અંતઃકરણને ચિત્ત કહે છે, તેના સમાધાન એટલે પ્રશસ્ત ભાવને સમાધિ કહે છે. આ ચિત્ત સમાધિના કારણોને સ્થાન કહે છે અર્થાત્ આત્માના પ્રશસ્ત પરિણામની પ્રાપ્તિના કારણોને ચિત્ત સમાધિના સ્થાન કહે છે. ભગવાને ચંપાનગરીમાં ચિત્ત સમાધિના દસ સ્થાનોનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તુત સૂત્રમાં ચિત્ત સમાધિને પ્રાપ્ત કરનાર સાધુ–સાધ્વીઓના કેટલાક વિશિષ્ટ ગુણોનું વર્ણન છે, યથા— ફરિયાલમિયાળ :- ઈર્યાસમિતિવાન. ફરિયા • – ગમન કરવું, સમિતિ – સાવધાનીપૂર્વક, સમ્યગ્ રીતે યતનાપૂર્વક. છકાય જીવોની રક્ષા માટે ધોંસર પ્રમાણ (સાડા ત્રણ હાથ) ભૂમિને જોઈને ચાલનારા. માસાલમિયાળ :– ભાષા સમિતિવાન. સાવધ–પાપકારી ભાષાને છોડીને વિવેકપૂર્વક નિરવધ-નિર્દોષ વચનો બોલનારા. કળાલમિયાળ :- એષણા સમિતિવાન. એષણા – ગવેષણા—શોધ કરવી. બેંતાલીસ દોષ રહિત શુદ્ધ–નિર્દોષ આહારની શોધ કરીને, તેને ગ્રહણ કરનારા. आयाण-भंड-मत्त-णिक्खेवणासमियाणं :- આદાન-ભંડ-માત્ર-નિક્ષેપણા સમિતિવાન. આદાનગ્રહણ કરવું, ભંડ-પાત્ર, માત્ર-માત્રક પાત્ર, નિક્ષેપણા – મૂકવું. સમ્યક્ પ્રકારે પ્રતિલેખન–પ્રમાર્જન કરીને ભંડોપકરણોને લેનારા–મૂકનારા. મુન્નાર-પાલવળ-ઘેલ-સિંધાળ-ગારિટ્ઠાવળિયા મિયાળ :- ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલસિંઘાણ-જલ્લ પરિષ્ઠાપના સમિતિવાન. વડીનીત, લઘુનીત, કફ, મેલ, નાકની લીંટને યતનાપૂર્વક પરઠનારા. મળસમિયાળ :– મન સમિતિવાન. અકુશલ મનનો-મનના વિચારોનો ત્યાગ કરીને કુશલ મનની પ્રાપ્તિ કરનારા, મનની શુદ્ધિ માટે પ્રવૃત્ત થનારા. વયસમિયાળ :– વચન સમિતિવાન. મૃષા, કઠોર, પાપકારી વચનોનો પરિહાર કરીને સમ્યક, સત્યકારી, પ્રિયકારી વચનો બોલનારા. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર કાયમવાળ - કાયસમિતિવાન. કાયાથી થતી પ્રાણઘાતક પ્રવૃત્તિઓનો પરિહાર કરીને પ્રાણીઓની રક્ષાકારી, સહાયકારી પ્રવૃત્તિ કરનારા. મધુપુર – મનગુપ્તિવાન. આર્તધ્યાન-રૌદ્રધ્યાન યુક્ત મનથી નિવૃત્ત થઈને. કુશલ અકુશલ બને પ્રકારના મનનો વિરોધ કરનારા. વાપુરી - વચન ગુપ્તિવાન. કુશલ-અકુશલ બંને પ્રકારના વચનોનો વિરોધ કરનારા. #ાયરી - કાય ગુપ્તિવાન. કાયાને કાયોત્સર્ગાદિ દ્વારા નિશ્ચલ બનાવીને, કાયાની શુભ-અશુભ સર્વ પ્રવૃત્તિઓનો નિરોધ કરનારા. સમિતિમાં સમ્યક પ્રવૃત્તિની મુખ્યતા છે જ્યારે ગુપ્તિમાં નિરોધ-નિવૃત્તિની મુખ્યતા છે. તિરિયાળ - ગુખેન્દ્રિય. ઇંદ્રિયોનો નિગ્રહ કરનારા. ગુવંશવારા:- ગુપ્ત બ્રહ્મચારી. ગુપ્ત એટલે રક્ષિત, શુભ અનુષ્ઠાનોના આચરણ દ્વારા આત્માનું રક્ષણ કરનારા અર્થાત્ આજીવન બ્રહ્મચારી. આવઠ્ઠi - આત્માર્થી. આત્માના-મોક્ષના અભિલાષી અથવા આત્મસ્થિત-આત્મભાવમાં સ્થિર થયેલા દિયાનં:- આત્મહિતા. સ્વ-પર સર્વ જીવોનું હિત-કલ્યાણ કરનારા, છકાય જીવના રક્ષક, છકાય જીવોના પ્રતિપાલક. ગાયનો - આત્મયોગી. પોતાના મન, વચન, કાયાને વશ કરનારા. પરિઉપપણું સાહિત્તા - પાક્ષિક પૌષધમાં સમાધિને પ્રાપ્ત. પાક્ષિક અર્થાત્ પ્રત્યેક પક્ષની આઠમ, પૂનમ આદિ પર્વતિથિઓના પૌષધ અર્થાતુ સ્વાધ્યાય, ધર્મ જાગરણ, તપાદિ કરનારા. સાધુઓ સર્વ સાવધકારી-પાપકારી કાર્યોના ત્યાગી હોય છે તેઓ માટે પૌષધ શબ્દ ધર્મજાગરિકા, તપાદિ અર્થમાં પ્રયુક્ત થયો છે. ઉપવાસ, ધર્મ જાગરણ, સ્વાધ્યાય આદિ દ્વારા આત્મગુણો પુષ્ટ થતાં હોવાથી તે અનુષ્ઠાનો પણ પૌષધ કહેવાય છે. ફિયાયમMIS :- ધર્મધ્યાનાદિ શુભ ધ્યાન કરનારા સાધકોને અપૂર્વ ચિત્ત સમાધિના દસ સ્થાનો પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં ચિત્ત સમાધિસ્થાન શ્રમણ નિગ્રંથોને પ્રાપ્ત થવાનું કથન સાપેક્ષ છે, તેમ સમજવું. આ સુત્ર દ્વારા શ્રમણોપાસકો વગેરેને ચિત્ત સમાધિ પ્રાપ્ત કરવાનો નિષેધ છે, તેમ નથી. આ દસ સ્થાનમાંથી કેટલાક સ્થાન શ્રાવકોને પણ પ્રાપ્ત થઈ શકે છે અને કેટલાક સ્થાન શુભ પરિણામી સંજ્ઞી જીવોને પણ પ્રાપ્ત થઈ શકે છે. ઉત્થાનિકા – ઉત્થાનિકા એટલે પ્રારંભનું કથન. અધ્યયન, દશા વગેરેનો પ્રારંભ કેવી રીતે થયો? તેના વિધાનને ઉત્થાનિકા કહે છે. પ્રસ્તુત દશામાં બે પ્રકારની ઉત્થાનિકા જોવા મળે છે. ઉત્થાનિકાના પ્રારંભમાં કહ્યું છે કે સ્થવિર ભગવંતોએ આ દસ ચિત્ત સમાધિના સ્થાન કહ્યા છે. આ સૂત્ર સ્થવિર ભગવંત રચિત છે. તેથી આ ઉત્થાનિકા તેમના દ્વારા કહેવાયેલી હોય તેમ જણાય છે. ત્યારપછી કહ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ સાધુ-સાધ્વીને આમંત્રિત કરીને ચિત્ત સમાધિના સ્થાન કહ્યા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ દશા-૫ ૪૧ ] પ્રસ્તુત સૂત્ર જે અંગ શાસ્ત્રમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું હોય, તે અંગ સૂત્રમાંથી આ ઉત્થાનિકા લેવામાં આવી હોય, તેમ અનુમાન કરી શકાય છે. ચિત્ત સમાધિના દસ સ્થાન :| ३ |१. धम्मचिंता वा से असमुप्पण्णपुव्वा समुप्पज्जेज्जा, सव्वं धम्म जाणित्तए । २. सण्णिजाइसरणेणं सण्णिणाणं वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, अप्पणो पोराणियं जाइं सुमरित्तए । ३. सुमिणदसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, अहातच्चं सुमिणं पासित्तए । ४. देवदंसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, दिव्वं देवढि दिव्वं देवजुई दिव्वं देवाणुभावं पासित्तए । ५. ओहिणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, ओहिणा लोगं जाणित्तए । ६. ओहिदसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, ओहिणा लोयं पासित्तए । ७.मणपज्जवणाणे वा असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा अंतो मणुस्सखेत्तेसु अड्डाइज्जेसु दीवसमुद्देसु सण्णीणं पंचिंदियाणं पज्जत्तगाणं मणोगए भावे जाणित्तए। ८. केवलणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं जाणित्तए । ९. केवलदसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं पासित्तए । १०. केवलमरणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा सव्वदुक्खपहीणाए। ભાવાર્થ - તે ચિત્ત સમાધિના દસ સ્થાન આ પ્રમાણે છે(૧) પૂર્વે અનુત્પન્ન(પહેલાં ક્યારે ય ઉત્પન્ન થયું નથી તેવું) ધર્મ ચિંતન-ધર્મ ભાવના ઉત્પન્ન થાય છે, ત્યારે ધર્મના સ્વરૂપને જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૨) પૂર્વે અનુત્પન્ન સંજ્ઞી ભવની સ્મૃતિ(સ્મરણ) કરાવતું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના સંજ્ઞી પંચેન્દ્રિયપણાના પૂર્વ ભવોને જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૩) સ્વપ્ન દર્શનમાં પૂર્વે ક્યારેય નહીં જોયેલા વિશિષ્ટ યથાર્થ સ્વપ્ન જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. (૪) પૂર્વે ક્યારેય દર્શન નહીં થયેલા દેવ દર્શન (દવોના સાક્ષાત્કાર)થી, દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ(દેવ પ્રભાવ) જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. (પ-૮)પૂર્વે અનુત્પન્ન અવધિજ્ઞાન-અવધિદર્શન ઉત્પન્ન થાય, ત્યારે તે અવધિજ્ઞાન-અવધિદર્શનથી રૂપી પદાર્થોને જાણીને-જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. (૭) પૂર્વે અનુત્પન્ન મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે મનુષ્ય ક્ષેત્રમાં એટલે અઢીદ્વીપ સમુદ્રમાં રહેલા પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને (વિચારોને) જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૮૯) પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય, ત્યારે સંપૂર્ણ લોકાલોકને જાણીને જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧૦) પૂર્વે અનુત્પન્ન કેવળ મરણ(કેવળીનું નિર્વાણ-મોક્ષ ગમન) પ્રાપ્ત થાય ત્યારે સર્વ દુઃખોનો અંત થવાથી આત્મા શાશ્વત સમાધિમાં સમાધિસ્થ બને છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં ચિત્તને પ્રસન્ન બનાવનારા દસ સ્થાનોનું વર્ણન છે. જેમ કોઈ પુરુષાર્થશીલ વ્યાપારીને ઇચ્છિત ધનરાશિ પ્રાપ્ત થાય ત્યારે અત્યંત ખુશી થાય છે, તેમ સંયમ સાધનામાં લીન મોક્ષાર્થી સાધકને સૂત્રોક્ત દસ આત્મગુણોમાંથી કોઈપણ આત્મગુણની પ્રાપ્તિ થાય, ત્યારે તેને અનુપમ આત્માનંદની પ્રાપ્તિ થાય છે. આ આનંદને જ અહીં ચિત્ત સમાધિ કહી છે. તે દસ સ્થાન આ પ્રમાણે છે(૧) ધર્મ ચિંતન – ધર્મ ચિંતન-આત્મ સ્વભાવ, જીવ-અજીવ આદિ દ્રવ્યોનું સ્વરૂપ, લોકાલોકનું સ્વરૂપ, જીવ અને કર્મ સંબંધનું સ્વરૂપ વગેરે આત્મલક્ષી ચિંતનથી સાધકને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ધર્મજ્ઞાન દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે. આ રીતે ધર્મ ચિંતન આત્મસમાધિનું મૂળભૂત કારણ છે. (ર) જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્તિ - પોતાના પૂર્વના સંજ્ઞી પંચેન્દ્રિય ભવોનું સ્મરણ થાય, પૂર્વભવનું જ્ઞાન થાય, તેને જાતિ સ્મરણ જ્ઞાન કહે છે. જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા પોતાના પૂર્વના ભવો જાણી શકાય છે. જાતિ સ્મરણ જ્ઞાનને પ્રાપ્ત સાધક ચિત્ત સમાધિને પ્રાપ્ત કરે છે. (૩) યથાર્થ સ્વપ્ન દર્શન - યથાર્થ–મોક્ષ ફળદાયી સ્વપ્ન જોવાથી સાધકને ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે. ભૌતિક પદાર્થની પ્રાપ્તિ સૂચક સ્વપ્નથી ચિત્ત પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે દ્રવ્ય સમાધિ જ છે. ધર્મ ચિંતન દ્વારા સૂતેલી વ્યક્તિને યથાર્થ(ભાવી ફળ સૂચક) સ્વપ્ન દ્વારા ભાવ સમાધિ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં તેવા સ્વપ્ન દર્શનની જ વિવક્ષા છે તેમ જાણવું. (૪) દેવ દર્શન - સાધકના ચારિત્ર-તપના પ્રભાવે દેવ સેવામાં ઉપસ્થિત થાય છે, દેવની દૈવી ઋદ્ધિ આદિને જોવાથી ચિત્ત પ્રસન્ન થાય છે અને સમાધિને પ્રાપ્ત થાય છે. (૫) અવધિજ્ઞાન-અવધિદર્શન પ્રાપ્તિ - ઇદ્રિયોની સહાયતા વિના, અવધિ જ્ઞાનાવરણીય, અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી મર્યાદાપૂર્વક રૂપી પદાર્થનો વિશેષ અને સામાન્ય બોધ થાય અર્થાત્ રૂપી પદાર્થને જાણવા-જોવાની શક્તિને અવધિજ્ઞાન-અવધિદર્શન કહે છે. તે પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત સમાધિને પામે છે. (૭) મન:પર્યવ જ્ઞાન પ્રાપ્તિ :- મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવાની શક્તિને મનઃપર્યવજ્ઞાન કહે છે. મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરનાર જીવ સમાધિને પામે છે. (૮-૯)કેવળજ્ઞાન-કેવળદર્શન - કેવળ જ્ઞાનાવરણીય તથા કેવળ દર્શનાવરણીય કર્મના ક્ષયથી ત્રણે લોકના, ત્રણે કાળના સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયને વિશેષ અને સામાન્ય રૂપે જાણે-જુએ, તેને કેવળજ્ઞાન-કેવળ દર્શન કહે છે. કેવળ જ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરનાર જીવ મોહનીયાદિ ચારે ઘાતિ કર્મનો ક્ષય થઈ જવાથી પરમ સમાધિને પામે છે. (૧૦) કેવળ મરણ-મુક્તિ ગમન :- કેવળ જ્ઞાનને પ્રાપ્ત કેવળી ભગવાન ચરમ ભવનું આયુષ્ય કર્મ પૂર્ણ થતાં શેષ સર્વ અઘાતિ કર્મોનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત થાય છે. તેમનું મૃત્યુ કેવળજ્ઞાન સહિત હોવાથી તેને કેવળ મરણ કહ્યું છે. કેવળ મરણને પ્રાપ્ત જીવ મોક્ષને જ પામે છે. તે જીવ સિદ્ધ ગતિમાં શાશ્વત, અનંત આત્મસમાધિને પામે છે. OS૬. Page #115 -------------------------------------------------------------------------- ________________ | દશા-૫ ચિત્ત સમાધિના ઉપાય તથા પરિણામ: ओयं चित्तं समादाय, झाणं समणुपस्सइ । धम्मे ठिओ अविमणो. णिव्वाणमभिगच्छइ ॥१॥ ગાથાર્થ– મુનિ ધર્મના ચિંતન દ્વારા ચિત્તને ઓજ-રાગ-દ્વેષથી રહિત સ્વવશ કરીને, ચિત્તનો નિરોધ કરીને એકાગ્રતા રૂ૫ ધ્યાનને પ્રાપ્ત કરે છે અને શંકારહિત ધર્મમાં સ્થિત આત્મા નિવાર્ણને પ્રાપ્ત કરે છે. णं इमं चित्तं समादाए, भुज्जो लोयंसि जायइ । अप्पणो उत्तम ठाण, सण्णीणाणेण जाणइ ॥२॥ ગાથાર્થ– આ રીતે (જાતિ સ્મરણ જ્ઞાનથી) ચિત્તસમાધિને ધારણ કરીને આત્મા પુનઃ પુનઃ લોકમાં ઉત્પન થતો નથી અર્થાત્ દીર્ઘકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરતો નથી. તે સંશી જ્ઞાનથી (જાતિસ્મરણજ્ઞાનથી) પોતાના ઉત્તમ સ્થાનને અર્થાતુ મોક્ષને જાણે(પામે) છે. अहातच्चं तु सुमिणं, खिप्पं पासेइ संवुडे । सव्वं वा ओहं तरई, दुक्खओ य विमुच्चइ ॥३॥ ગાથાર્થ– સંવૃત્ત (સંયમી, દમેન્દ્રિય) આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને સર્વ સંસારરૂપી સમુદ્રને શીધ્ર તરી જાય છે અને શારીરિક તથા માનસિક દુઃખોથી મુક્ત થઈ જાય છે. पंताई भयमाणस्स, विवित्तं सयणासणं । अप्पाहारस्स दंतस्स, देवा दंसेति ताइणो ॥४॥ ગાથાર્થ- આંત-પ્રાંત(નીરસ, લખું-સૂકું) ભોજન કરનારા, વિવિક્ત(સ્ત્રી, પશુ, પંડગ રહિત નિર્દોષ) શયન-આસન વાપરનારા, અલ્પાહારી, ઇદ્રિયોનો નિગ્રહ કરનારા અને છકાયજીવોના રક્ષક સંયત-સાધુને દેવદર્શન થાય છે. सव्वकाम विरत्तस्स, खमतो भय-भेरवं । तओ से ओहि भवइ, संजयस्स तवस्सिणो ॥५॥ ગાથાર્થ સર્વ કામભોગોથી વિરક્ત, ભયજનક-ભયંકર પરિષહઉપસર્ગોને સહન કરનારા સંયત, તપસ્વી મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. तवसा अवहडु-लेस्सस्स, दसणं परिसुज्झइ । उड्ढे अहे तिरियं च, सव्वं समणुपस्सइ ॥६॥ ગાથાર્થ– તપ દ્વારા અશુભ લેશ્યાઓને દૂર કરનારા મુનિને અતિવિશુદ્ધ અવધિદર્શન પ્રાપ્ત થાય છે અને તે દર્શન દ્વારા તે ઊર્ધ્વલોક, અધોલોક અને આખા તિરછાલોકને જોઈ શકે છે. सुसमाहियलेस्सस्स, अवितक्कस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, आया जाणाइ पज्जवे ॥७॥ ગાથાર્થ– સુસમાધિવાન પ્રશસ્ત વેશ્યાવાળા, વિકલ્પથી રહિત, ભિક્ષુ-ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનારા અને Page #116 -------------------------------------------------------------------------- ________________ । ४४ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર સર્વપ્રકારના બંધનોથી મુક્ત આત્મા મનના પર્યવોને-મનોગત ભાવોને જાણે છે. जया से णाणावरणं, सव्वं होइ खयं गयं । तया लोगमलोगं च, जिणो जाणइ केवली ॥८॥ ગાથાર્થ– જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થાય છે ત્યારે તે કેવળી, જિન થઈને સમસ્ત લોક અને અલોકને જાણે છે. जया से दसणावरणं, सव्वं होइ खयं गए । तया लोगमलोगं च, जिणो पासइ केवली ॥९॥ ગાથાર્થ– જ્યારે દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થાય છે ત્યારે તે કેવળી, જિન થઈને સમસ્ત લોક અને અલોકને જુએ છે. पडिमाए विसुद्धाए, मोहणिज्जे खयं गए । असेसं लोगमलोगं च, पासइ सुसमाहिए ॥१०॥ ગાથાર્થ– પડિમા(અભિગ્રહ)નું વિશુદ્ધરૂપે આરાધન કરવાથી અને મોહનીયકર્મનો ક્ષય થવાથી સુસમાહિત આત્મા સંપૂર્ણ લોક અને અલોકને જુએ છે. जहा मत्थए सूईए हताए हम्मइ तले । एवं कम्माणि हम्मति, मोहणिज्जे खय गए ॥११॥ ગાથાર્થ જેમ તાડવૃક્ષના અગ્ર(મુખ્ય) ભાગ ઉપર સોઈ કે તીક્ષ્ણ શસ્ત્રનો પ્રહાર કરવાથી તે વૃક્ષ તૂટીને નીચે પડી જાય છે, તેમ મોહનીય કર્મનો ક્ષય થવાથી શેષ કર્મો નાશ પામે છે. सेणावइम्मि णिहए, जहा सेणा पणस्सइ । एवं कम्मा णस्सति मोहणिज्जे खयं गए ॥१२॥ ગાથાર્થ-જેમ સેનાપતિનું મૃત્યુ થતાં સેના નાશ પામે છે, તેમ મોહનીયકર્મનો ક્ષય થતાં સર્વ કર્મનો ક્ષય થાય છે. धूमहीणे जहा अग्गी, खीयइ से णिरिंधणे । एवं कम्माणि खीयति, मोहणिज्जे खय गए ॥१३॥ ગાથાઈ_જેમ ધુમાડારહિત અગ્નિ ઈધન ન મળવાથી નાશ પામે (બઝાઈ જાય) છે. તે રીતે મોહનીયકર્મનો ક્ષય થવાથી સર્વ કર્મોનો ક્ષય થાય છે. सुक्क-मूले जहा रुक्खे, सिंचमाणे ण रोहइ । एवं कम्मा ण रोहति, मोहणिज्जे खयं गए ॥१४॥ ગાથાર્થ– જેમ સૂકા મૂળવાળા વૃક્ષને પાણીનું સિંચન કરવા છતાં પણ તે ફરીને અંકુરિત થતું નથી, તેમ મોહનીયકર્મનો ક્ષય થતાં શેષકર્મો પણ ઉત્પન્ન થતાં નથી. जहा दड्डाणं बीयाणं, ण जायंति पुणंकुरा । कम्म-बीएसु दड्ढेसु, ण जायति भवंकुरा ॥१५॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ દશાપ ૪૫ ગાથાર્થ— બળી ગયેલા બીજથી અંકુર ઉત્પન્ન થતાં નથી, તે રીતે કર્મ બીજ બળી ગયા પછી ભવરૂપી અંકુર ઉત્પન્ન થતાં નથી. चिच्चा ओरालियं बोंदिं, णाम-गोयं च केवली । आउयं वेयणिज्जं च, छित्ता भवइ णीरए ॥१६॥ ગાથાર્થ– ઔદારિકશરીરનો ત્યાગ કરી તથા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીયકર્મનું છેદન કરીને કેવળ ૧ ભગવાન કર્મ–રજથી સર્વથા રહિત થાય છે. एवं अभिसमागम्म, चित्तमादाय आउसो । સેમિ-સુધિમુવાળમ્મ, ગાયા સોધિમુવેદ્દફ્ ॥૭॥ –ત્તિ નેમિ । ગાથાર્થ– હે આયુષ્યમાન શિષ્ય ! આ રીતે સર્વ પ્રકારે સમાધિને જાણીને, ચિત્ત-અંતઃકરણને રાગ અને દ્વેષથી રહિત બનાવીને, ક્ષપકશ્રેણીની શુદ્ધિને પ્રાપ્ત કરીને મુનિ આત્મશુદ્ધિને પ્રાપ્ત કરે છે અર્થાત્ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્થવિર ભગવાન કહે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રના ગદ્ય-પદ્યમાં ચિત્ત સમાધિ સ્થાનનું સ્વરૂપ, ચિત્ત સમાધિ પ્રાપ્ત કરનાર સાધકના ગુણ, સમાધિ પ્રાપ્ત કરવાના ઉપાય અને તેના ફળનું વર્ણન છે. ચિત્ત સમાધિના દસ કારણ ઃ- (૧) ધર્મ ધ્યાનની પ્રાપ્તિ (૨) જાતિસ્મરણજ્ઞાન (૩) યથાર્થ સ્વપ્ન દર્શન (૪) દેવ દર્શન (૫) અવધિજ્ઞાન પ્રાપ્તિ (૬) અવધિ દર્શન પ્રાપ્તિ (૭) મન:પર્યવજ્ઞાન પ્રાપ્તિ (૮) કેવળજ્ઞાન પ્રાપ્તિ (૯) કેવળદર્શન પ્રાપ્તિ (૧૦) મોક્ષ પ્રાપ્તિ. સૂત્રમાં દસસ્થાન ગદ્યપાઠ અને પદ્યપાઠ ગાથા રૂપે કહ્યા છે. ગદ્યપાઠમાં આ દસ ચિત્તસમાધિ સ્થાનોનું કથન છે અને પધમાં(ગાથાઓમાં) આ સમાધિસ્થાનોની પ્રાપ્તિ ક્યા પ્રકારની સાધના કરનાર સાધુને થાય છે ? તે કહ્યું છે અને આ સમાધિસ્થાનનું શું પરિણામ આવે છે ? તે દર્શાવ્યું છે. પ્રથમ દસ ગાથામાં નવ સમાધિસ્થાનના કથન પછી પાંચ ગાથામાં મોહનીયકર્મના ક્ષયનું મહત્ત્વ વિવિધ ઉપમાઓ દ્વારા સ્પષ્ટ કર્યું છે, યથા– (૧) તાડવૃક્ષમાં શીર્ષસ્થાનનું સોઈથી છેદન કરવું :– જેમ તાડવૃક્ષમાં તેના શીર્ષસ્થાનની મહત્તા છે. શીર્ષ સ્થાનના અર્થાત્ મુખ્ય સ્થાનના છેદનથી વૃક્ષનો સંપૂર્ણ નાશ થાય છે, તેમ આઠ કર્મમાં મોહનીય કર્મ શીર્ષસ્થાને છે. તેનું છેદન થતાં સર્વ કર્મનો નાશ થાય છે. (૨) યુદ્ધમાં સેનાપતિનું મૃત્યુ થવું :- યુદ્ધમાં હજારો સૈનિકો લડતાં હોવા છતાં એક સેનાપતિના પરાજયથી કે મૃત્યુથી સર્વ સૈનિકો પરાજિત ગણાય છે, તેમ મોહનીય કર્મના પરાજયથી કે નાશથી સર્વ કર્મ પરાજિત થાય છે. (૩) અગ્નિમાં ઈધનનો અભાવ ઃ– અગ્નિને પ્રજ્વલિત રાખવા ઈંધનની અનિવાર્યતા છે. ઈંધન વિના અગ્નિ પ્રજ્વલિત રહેતો નથી. તેમ સંસાર પરંપરાને જીવંત રાખવા મોહનીય કર્મ ઈંધન સમાન છે. મોહનીય કર્મરૂપી ઈધનના અભાવથી સંસાર પરંપરાનો અંત થાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૪) વૃક્ષના મૂળનું સૂકાઈ જવું:- મૂળ સૂકાઈ જતાં વૃક્ષ સહજ રીતે સૂકાઈ જાય છે, તેમ મોહનીય કર્મ રૂપ મૂળ સૂકાઈ જતાં સંસાર વૃક્ષ સહજ રીતે સૂકાઈ જાય છે. (૫) બીજનું બળી જવું - બળી ગયેલું બીજ પુનઃ અંકુરિત થતું નથી. તેમ મોહનીયકર્મ રૂપ બીજ બળી ગયા પછી ભવરૂપી અંકુર અંકુરિત થતાં નથી. સૂત્રકારે વિવિધ ઉપમાઓ દ્વારા ભવભ્રમણ કરાવનારા આઠ કર્મમાં મોહનીયકર્મની પ્રધાનતા સ્પષ્ટ કરી છે. મોહનીય કર્મનો નાશ થતાં ભવભ્રમણનો અંત થાય છે, તેથી અધ્યાત્મ સાધનામાં મોહનીય કર્મના નાશની જ પ્રધાનતા છે અને ચિત્ત સમાધિમાં પણ મોહનીય કર્મની ઉપશાંતતા જરૂરી છે. આ રીતે સૂત્રકારે ચિત્તસમાધિ વર્ણન સાથે પ્રાસંગિક રીતે મોહનીય કર્મના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. પ્રસ્તુત દશામાં દસ ચિત્તસમાધિસ્થાન શ્રમણ નિગ્રંથોને પ્રાપ્ત કરવાનું પ્રાસંગિક કથન છે, તેથી શ્રાવકો વગેરેને ચિત્તસમાધિ પ્રાપ્ત કરવાનો નિષેધ ન સમજવો. કોઈ સ્થાન શ્રાવકોને પણ પ્રાપ્ત થઈ શકે છે અને કોઈ શુભ પરિણામી અન્ય સંજ્ઞીજીવોને પણ ચિત્ત સમાધિ પ્રાપ્ત થઈ શકે છે. છે પાંચમી દશા સંપૂર્ણ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના | છઠ્ઠી દશા | પ્રાક્કથન છROCRORDRORDROR * પ્રસ્તુત છઠ્ઠી દશાનું નામ ઉપાસક પ્રતિમા (વાસ-પડિયા) છે. પૂર્વની પાંચ દશામાં મુખ્યરૂપે શ્રમણોની આચારસંહિતાનું કથન છે જ્યારે આ દશામાં શ્રાવકના આચારનું દિગ્દર્શન કરાવ્યું છે. કે જેઓ શ્રમણોની સમીપે ધર્મનું શ્રવણ કરે છે, શ્રમણોની સેવા, ઉપાસના કરે છે, તેઓ ઉપાસક કે શ્રમણોપાસક કહેવાય છે. શ્રાવક અને શ્રમણોપાસક એકાર્થક છે, અર્થાત્ એક જ અર્થને પ્રગટ કરે છે, તેમ છતાં કોઈક અપેક્ષાએ બંને શબ્દના અર્થમાં થોડો તફાવત છે. ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યકત્વી જીવ દર્શન શ્રાવક કહેવાય છે, તેથી સમ્યગ્દર્શનના ધારક જીવો શ્રાવક પદના અધિકારી છે. વ્રતોને ધારણ કરે ત્યારે તે શ્રમણોપાસક કહેવાય છે. આગમમાં સમોવાણ નાપશબ્દનો પ્રયોગ ૧૨ વ્રતધારી શ્રાવકો માટે કરવામાં આવ્યો છે. આ દષ્ટિએ અવિરતિ સમ્યગ્દષ્ટિને શ્રાવક અને દેશવિરતિ સમ્યગ્દષ્ટિને શ્રમણોપાસક કહે છે. * પડિમા, પ્રતિમા. પ્રતિજ્ઞા એકાર્થક શબ્દ છે. વ્રત વિશેષતપ વિશેષ કે અભિગ્રહનો સ્વીકાર કરવો, તેને પ્રતિમા કહે છે. વૃત્તિકાર પ્રતિમા શબ્દનો અર્થ કરતાં કહે છે કે પ્રતિમા એટલે સમાનતા, અન્યના બાહ્ય વેશની સમાનતા દ્રવ્ય પ્રતિમા અને ઉચ્ચકોટિના સાધકોના ગુણોની સમાનતા પ્રાપ્ત કરવી, તે ભાવપ્રતિમા છે. * પ્રસ્તુતમાં ઉપાસકની અગિયાર પ્રતિમાનું વર્ણન છે. તેનો પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય છે. પ્રથમ દર્શન પ્રતિમા છે. તેમાં ધર્મના ભિન્ન-ભિન્ન સર્વ પાસાઓ પ્રત્યે રુચિ-શ્રદ્ધા હોય છે. બીજીથી અગિયારમી પ્રતિમામાં ક્રમશઃ સમ્યકુચારિત્રની આરાધના વિધિનું કથન છે. * એક-એક પ્રતિમાના પાલન દ્વારા શ્રમણોપાસક ચારિત્રમાં ક્રમશઃ વિકાસ કરતો જાય છે. અગિયાર પ્રતિમાની આરાધનામાં થતો ક્રમિક વિકાસ આ પ્રમાણે છે- (૧) ધર્મ રુચિ (૨) અણુવ્રતાદિનું પાલન (૩) યથાસમયે સામાયિક–દેસાવગાસિક વ્રત પાલન (૪) પર્વ તિથિના પૌષધ વ્રત (૫) પૌષધમાં રાત્રિ કાઉસ્સગ્ગ (૬) સ્નાન, રાત્રિભોજન, ધોતીનો કચ્છ બાંધવો, મૈથુન સેવન વગેરેનો ત્યાગ (૭) સચિત્તાવાર ત્યાગ (૮) સ્વયં આરંભ (પાપકારી કાર્ય) કરવાનો ત્યાગ (૯) આરંભ કરાવવાનો ત્યાગ (૧૦) પોતાના માટે બનાવેલા ભોજનનો ત્યાગ (૧૧) શ્રમણ જેવી વેશભૂષા, ઉપકરણ ધારણ કરી સ્વજનોના ઘેરથી ભિક્ષા કરી શ્રમણ જેવા નિયમોનું પાલન. આ રીતે શ્રમણોપાસક અગિયારમી “શ્રમણભૂત પ્રતિમામાં શ્રમણ જેવી અવસ્થાએ પહોંચી જાય છે. આત્મ સાધનાનો આ સુંદર ક્રમારોહ પ્રત્યેક ગૃહસ્થ સાધક માટે મનનીય છે, આદરણીય અને કરણીય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર છઠ્ઠી દશાઃ ઉપાસક પડિમા PE/PE/PE/PE/Ez777) પ્રારંભઃ| १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ । कयराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पण्णत्ताओ तं जहा- [दसण-पडिमा, वय-पडिमा, सामाइय-पडिमा, पोसह-पडिमा,काउस्सग्ग-पडिमा,बंभचेर-पडिमा, सचित्तपरिण्णायपडिमा, आरंभपरिण्णिणाय-पडिमा, पेसपरिण्णाय-पडिमा, उद्दिट्ठभत्त परिण्णायપતિમા, સમભૂથ-પતિમ I] ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ અગિયાર ઉપાસક પડિમા કહી છે. પ્રશ્નસ્થવિર ભગવંતોએ કઈ અગિયાર ઉપાસક પડિમાઓ કહી છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ આ અગિયાર ઉપાસક પડિમાઓ કહી છે જેમ કે- [(૧) દર્શનપ્રતિમા (૨) વ્રતપ્રતિમા (૩) સામાયિકપ્રતિમા (૪) પૌષધપ્રતિમા (૫) કાયોત્સર્ગપ્રતિમા (૬) બ્રહ્મચર્યપ્રતિમા (૭) સચિત્તત્યાગપ્રતિમા (૮) આરંભત્યાગપ્રતિમા (૯) પ્રખ્યત્યાગપ્રતિમા (૧૦) ઉદિષ્ટભક્તત્યાગપ્રતિમા (૧૧) શ્રમણભૂતપ્રતિમા. આમા પ્રથમ ઉપાસકપ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે.] નોંધઃ- અન્ય પ્રતોમાં પ્રથમ સૂત્રના આ સૂત્રપાઠમાં પારસ ૩વાસ-પતિમાં પણ -પછી અગિયાર ઉપાસક પડિમાના નામવાળો સૂત્રપાઠ નથી, તેના સ્થાને અક્રિયાવાદી–ક્રિયાવાદીનું વિસ્તૃત વર્ણન છે. - પ્રસ્તુત આગમની અન્ય દશાઓનું નિરીક્ષણ કરતાં જણાય છે કે પૂર્વની પ્રથમાદિ દશાઓમાં તે-તે બોલોના નામો દર્શાવ્યા છે, પ્રથમ દશાના પ્રથમ સુત્રમાં વસં અમદદ પUUUત્તા, નહીં- પછી ૧૬નવા વગેરે ૨૦ અસમાધિ સ્થાનોના નામનો સુત્ર પાઠ છે. બીજી, ત્રીજી આદિ દશામાં પણ તે તે બોલના નામદર્શક સૂત્રપાઠ છે. સાતમી દશામાં વારસ બહુપરિમા પણTો , તં નહ- પછી માલિયા fમસ્તુપતિ આદિ ૧૨ ભિક્ષુ પડિમાના નામનો સૂત્રપાઠ છે અને ત્યારપછી સૂત્રોમાં ક્રમશઃ ૧૨ પડિમાઓનું વર્ણન છે. આ આગમની અન્ય સર્વ દશાની જેમ અહીં તં કદ પછી ઉપાસક પડિમાના નામ આવશ્યક જણાતા પ્રસ્તુતમાં શ્રી સમવાયાંગ સૂત્રના આધારે પડિમાના નામનો સૂત્રપાઠ કસમાં રાખ્યો છે. આ દશામાં પ્રથમ સૂત્રગત સં - પછી અક્રિયાવાદી, ક્રિયાવાદી સંબંધી વિસ્તૃત વર્ણનનો પાઠ અપ્રાસંગિક, અસંગત, અતિવિસ્તૃત અને અનુપયુક્ત જણાય છે, યથા– (૧) અહીં શ્રાવકોની પડિમાના કથનનો પ્રસંગ છે, તેથી અહીં અક્રિયાવાદી વગેરેનું વર્ણન અપ્રાસંગિક છે. (૨) શ્રાવકો વ્રતધારી હોય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ | દશા ૪૯ ] તેઓના વિશિષ્ટ વ્રત રૂપ મોક્ષસાધક ક્રિયારૂપે પડિમા(અભિગ્રહ)ના વર્ણન સમયે અક્રિયાવાદીનું વર્ણન અસંગત છે (૩) ચૌદ પૂર્વધર, શ્રત કેવળી શ્રી ભદ્રબાહુસ્વામી રચિત નિર્યુક્તિમાં આ દશાઓ નાની હોવાનું સૂચન છે–દીનો ૩ રૂના અફાયમાગો | નિયુક્તિ ગાથા-પ. આ દશાઓ નાની છે, તેનું વિસ્તૃત વર્ણન અંગ સૂત્રમાં છે. દરીઓ ૩રૂમો નિગૂઢાગો અનુવાદદ્દા - નિર્યુક્તિ ગાથા-૬. આ દશાઓ નાની છે, શિષ્યો પર અનુગ્રહ(ઉપકાર) માટે પૂર્વમાંથી ઉદ્ધત કરવામાં આવી છે. નિર્યુક્તિની આ ગાથા દ્વારા સ્પષ્ટ થાય છે કે અક્રિયાવાદીનું અતિવિસ્તૃત વર્ણન અહીં સંગત નથી. (૪) છેદ સૂત્રના વિષયને અનુરૂપ ન હોવાથી આ સૂત્રપાઠ અહીં અનુપયુક્ત છે. લિપિકાળમાં પ્રમાદથી કે લિપિદોષથી શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા અધ્યયનનો આ (પ્રાય:) સૂત્રપાઠ અહીં સમાવિષ્ટ થઈ ગયો હોય, તેમ જણાતા પ્રસ્તુતમાં આ સૂત્રપાઠને સૂત્ર ક્રમાંક વિના કૌંસમાં અને ઈટાલી ટાઈપમાં રાખ્યો છે. [अकिरियावादी यावि भवइ-णाहियवादी णाहियपण्णे णाहियदिट्ठी, णो सम्मावादी, णो णितियावादी णसति-परलोगवादी । णत्थि इहलोए, णत्थि परलोए, णत्थि माता, णत्थि पिता, णत्थि अरहता, णत्थि चक्कवट्टी, णत्थि बलदेवा, णत्थि वासुदेवा, णत्थि सुक्कडदुक्कडाणं फलवित्तिविसेसो । णो सुच्चिण्णा कम्मा सुचिण्णफला भवति । णो दुच्चिण्णा कम्मा दुच्चिण्णफला भवंति, अफले कल्लाणपावए, णो पच्चायतिं जीवा, णत्थि णिरयादि ह णत्थि सिद्धी । से एवंवादी एवंपण्णे एवंदिट्ठी एवं छंदरागमभिणिविढे यावि भवइ । से य भवइ महिच्छे महारंभे महापरिग्गहे अहम्मिए अहम्माणुए अहम्मसेवी अहम्मिट्ठ अधम्मक्खाई अधम्मरागी अधम्मपलोई अधम्मजीवी अधम्मपलज्जणे अधम्मसीलसमृदाचारे अधम्मेण चेव वित्तिं कप्पेमाणे विहरइ ।] જીવ-અજીવાદિ તત્વોના અસ્તિત્વને નહીં સ્વીકારનારા આ અક્રિયાવાદી(નાસ્તિક-મિથ્યાત્વી) છે. નાસ્તિકવાદી, નાસ્તિકપ્રજ્ઞા, નાસ્તિકદષ્ટિવાળા તેઓ સમ્યવાદી નથી. પદાર્થની નિત્યતાના વિરોધી હોવાથી તેઓ નિત્યવાદી નથી. આ લોક (પુણ્ય-પાપ), પરલોક (સ્વર્ગ, નરક, પુનર્જન્માદિ)ને માનતા ન હોવાથી તેઓ પરલોકવાદી નથી. તેઓની દષ્ટિએ માતા-પિતા નથી; અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, નરક, નૈરયિક નથી; સુકૃત્ય દુષ્કૃત્યના ફળ નથી; શુભકર્મ શુભ ફળ આપે, અશુભ કર્મ અશુભ ફળ આપે, આ સિદ્ધાંત પણ નથી; સારા-નરસા કાર્યોનું કોઈ ફળ નથી; આત્માને પરલોકમાં ઉત્પન્ન થવાપણું નથી; નરક, સ્વર્ગ, મોક્ષ આદિ નથી; તેઓ આ પ્રમાણે કહે છે, તેઓની બુદ્ધિ તથા દષ્ટિ આ પ્રકારની છે, તેઓનું ચિંતન સાંસારિક રાગથી ગ્રસ્ત છે અર્થાતુ નાસ્તિકવાદીનું ચિંતન અને આચરણ આ પ્રકારનું હોય છે. તેઓ મોટી ઇચ્છાઓ-મહત્ત્વાકાંક્ષાવાળા હોય છે, તે મહારંભી અને મહાપરિગ્રહી હોય છે, તેઓ અધાર્મિક, અધર્મનું અનુસરણ કરનારા અથવા અધર્મની અનુજ્ઞા દેનારા, અધર્મિષ્ઠ, અધર્મની જ ચર્ચા કરનારા, અધર્મમય જીવન જીવનારા, અધર્મને જ જોનારા, અધર્મના કાર્યમાં અનુરક્ત, અધર્મમય શીલ અને અધર્મમય આચારવાળા તથા પાપયુક્ત ધંધાથી આજીવિકા ઉપાર્જન કરતાં જીવન પસાર કરે છે. ["हण, छिंद, भिंद" वेकत्तए लोहियपाणी पावो चंडो रुद्दो खुद्दो साहस्सिओ Page #122 -------------------------------------------------------------------------- ________________ | ५० શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર उक्कंचण-वंचण-माया-णिअडी-कवङ-कूङ-साइ-संपयोगबहुले दुस्सीले दुपरिचए दुरणुणेए दुव्वए दुप्पडियाणंदे णिस्सीले णिग्गुणे णिम्मेरे णिपच्चक्खाण-पोसहोववासे असाहू । सव्वाओ पाणाइवायाओ अप्पडिविरए जावज्जीवाए । एवं जाव सव्वाओ कोहाओ, सव्वाओ माणाओ, सव्वाओ मायाओ, सव्वाओ लोभाओ, सव्वाओ पेज्जाओ दोसाओ कलहाओ अब्भक्खाणाओ पेसुण्ण परपरिवादाओ अरतिरतिमायामोसाओ मिच्छादसणसल्लाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ ण्हाणुम्मद्दणा-अब्भंगणवण्णगविलेवण-सद्द-फरिस रस-गंध-मल्लालंकाराओ अपडिविरए जावज्जीवाए। सव्वाओ सगड-रह-जाण-जुग्ग- गिल्लि-थिल्लि-सीया-संदमाणिय-सयणासणजाण- वाहण-भोयणपवित्थरविधीओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ आस-हत्थि-गो-महिस-गवेलय-दासीदास-कम्मकरपोरुसाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ कय-विक्कय-मासद्धमास रूवगसंववहाराओ अपडिविरए जावज्जीवाए, हिरण्णसुवण्ण-धण-धण्ण-मणि-मोत्तिय-संखसिलप्पवालाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ कूडतूल-कूडमाणाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ आरभ्भ-समारंभाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ करण-कारावणाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ पयण-पयावणाओ अपडिविरए जावज्जीवाए। सव्वाओ कुट्टण-पिट्टण-तज्जण-तालण-वह-बंध-परिकिलेसाओ अपडिविरए जावज्जीवाए। जे यावण्णे तहप्पगारा सावज्जा अबोधिआ कम्मता परपाणपरित्ता वणकडा कज्जति (ततो वि अ णं अपडिविरए जावज्जीवाए ।] તેઓ હંમેશાં આ પ્રકારની આજ્ઞા આપતા રહે છે– “આ પ્રાણીઓને ડંડા વગેરેથી મારો, તેના અંગોપાંગ કાપી નાંખો, ટુકડે ટુકડા કરી નાંખો અથવા શૂળ આદિથી વીંધી નાંખો, ચામડી ઉતરડી નાંખો” તેના હાથ પ્રાણીઓના લોહીથી ખરડાયેલા રહે છે, તે અત્યંત ક્રોધી, ભયંકર, રૌદ્ર અને નીચ, પાપકૃત્ય કરવામાં અત્યંત સાહસિક હોય છે. તેઓ પ્રાયઃ પ્રાણીઓને ઉપર ઉછાળીને શૂળી પર ઝીલે છે, બીજાને દગો આપે છે, છળ-કપટ કરે છે, બગવૃત્તિથી બીજાને છેતરે છે, ઠગે છે– દંભ કરે છે. લોકોને ઠગવા માટે દેશ, વેશ અને ભાષા બદલે છે, અસલી વસ્તુ બતાવી નકલી વસ્તુ આપે છે. તે દુઃશીલ-દુરાચારી અથવા દુષ્ટ સ્વભાવવાળા, માંસભક્ષણ, મદિરાપાન આદિનું સેવન કરનારા દુષ્ટવૃત્તિ અને દુરાચરણ કે દુર્વ્યવહાર કરવામાં આનંદ માનનારા દુર્જન હોય છે. તે સર્વ પ્રકારની હિંસાથી કે સર્વ પ્રકારના અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી જીવન પર્યત નિવૃત્ત થતા નથી; ક્રોધથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢ રે પાપસ્થાનોથી જીવન પર્યત નિવૃત્ત થતા નથી. તે આજીવન સંપૂર્ણ રીતે સ્નાન, તેલમર્દન, સુગંધિત પદાર્થો લગાડવા, સુગંધિત ચંદનાદિનું ચૂર્ણ લગાડવું, વિલેપન કરવું, મનોહર શબ્દ, મનોજ્ઞ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો ઉપભોગ કરવો, પુષ્પમાલા વગેરે અલંકાર ધારણ કરવા, ઈત્યાદિ ઉપભોગ-પરિભોગના સાધનોનો ત્યાગ કરતા નથી; સર્વ પ્રકારે ગાડી (શકટ) રથ, યાન-સર્વ પ્રકારના વાહન અર્થાત્ જળયાન, આકાશયાન-વિમાન, ઘોડાગાડી આદિ સ્થળયાન, સવારી; જુગ્ન-ડોળી, ગિલ્લી-પાલખી, થિલી-ઊંટનું પલાણ, હાથી અંબાડી, શિયા–શિબિકા, ચંદમાનિકા-પુરુષ પ્રમાણ પાલખી તથા શય્યા, આસન, યાન-વાહન, ભોગ અને ભોજન આદિ પરિગ્રહને વધારવાની વૃત્તિને જીવન પર્યત છોડતા નથી. તે સર્વ પ્રકારના ક્રય-વિક્રય તથા માસા, અર્ધા માસા અને તોલા આદિ વ્યવહારોથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી. Page #123 -------------------------------------------------------------------------- ________________ દશા ૫૧ તે સોના, ચાંદી, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ આદિ બહુમૂલ્ય પદાર્થોના સંગ્રહથી જીવનપર્યંત નિવૃત્ત થતા નથી, તે સર્વ પ્રકારના ખોટા તોલ-માપ જીવનપર્યંત છોડતા નથી. તે સર્વ પ્રકારના આરંભ-સમારંભ તથા સર્વ પ્રકારના દુષ્કૃત્યો કરવા, કરાવવાથી; સર્વ પ્રકારની પચન-પાચન આદિ સાવધ ક્રિયાઓથી, પ્રાણીઓને મારવા, પીટવા, ધમકાવવા, પ્રહાર કરવા, વધ કરવા અને બાંધવા તથા તેને પીડા આપવાની પ્રવૃત્તિથી નિવૃત્ત થતા નથી. આ પ્રકારના સર્વ કાર્યો તથા અન્ય પણ પરપીડાકારી સાવધ કર્મો જે બોધિબીજનાશક છે, જે બીજા પ્રાણીઓને સંતાપ દેનારા છે, આ પ્રકારનું ક્રૂર આચરણ કરે છે અને તેવા દુષ્કૃત્યોથી પણ તે જીવનપર્યંત નિવૃત્ત થતા નથી. [ से जहाणामए केइ पुरिसे कल- मसूर - तिल- मुग्ग- मास- णिप्फाव-कुलत्थआलिसंदगसईणा-पलिमंथ एमादिएहिं अयए कूरे मिच्छादंडं पउंजइ । एवामेव तहप्पगारे પુરિસખ્ખાણ તિત્તિ-વટ્ટા-લાવય-પોય-પિંગલ-મિય-મહિસ-વરાદ-દ-ગોધ-જુમ્મ सिरीसवादिएहिं अयए कूरे मिच्छादंडं पउंजइ । जावि य से बाहिरिया परिसा भवति, तं जहा-दासेइ वा, पेसेइ वा भतएइ वा भाइल्लेइ वा कम्मारएइ वा भोगपुरिसेइ वा । तेसिंपि य णं अण्णयरगंसि अहालघुयंसी अवराधंसि सयमेव गरुयं दंडं वत्तेति, तं जहा-इमं दंडेह, इमं मुंडेह, इमं वज्झेह, इमं तालेह, इमं अदुबंधण करेह, इमं णियलबंधणं करेह, इमं हडिबंधणं, करेह, इमं चारगबंधणं करेह, इमं णियलजुयलसंकोडियमोडितं करेह, इमं हत्थच्छिण्णं करेह, इमं पायच्छिण्णं करेह, इमं कण्णच्छिण्णं करेह, इमं णक्कच्छिण्णं करेह, इमं ओट्ठच्छिण्णं करेह, इमं सीसच्छिण्णं करेह, इमं मुखच्छिण्णं करेह इमं मज्झच्छिण्णं करेह, इमं वेयच्छिण्णं करेह, इमं हियउप्पाडियं करेह, एवं णयण-दसण-वसण - जिब्भुप्पाडियं करेह । इमं ओलंबित करेह, इमं उल्लबितं करेह, इमं घंसिययं करेह, इमं घोलिययं करेह, इमं सूलाइययं करेह, इमं सूलाभिण्णं करेह, इमं खारवत्तियं करेह, इमं दब्भवत्तियं करेह, इमं सीहपुच्छिययं करेह, इमं वसभपुच्छिययं करेह, इमं कडग्गिदड्डूयं करेह, इमं काकिणिमंसखाविययं करेह, इमं भत्तपाणणिरुद्धयं करेह, इमं जावज्जीवबंधणं करेह, इमं अण्णतरेणं असुभेणं ઝુમારેળ મારેહ ।] જેમ કોઈ પુરુષ ચણા, મસૂર, તલ, મગ, અડદ, વટાણા, કળથી, આલિસંદક ધાન્ય વિશેષ, પરિમંથક- કાળા ચણા આદિના લીલા છોડ કે પાકને નિરર્થક ક્રૂરતા પૂર્વક ઉખેડી નાંખવા રૂપ મિથ્યાદંડની પ્રવૃત્તિ કરે છે. તેમજ તે અધર્મી પુરુષ તેતર, બતક, લાવક, કબૂતર, કપિંજલ, મૃગ, ભેંસ, સૂવર, ગ્રાહ– ઘડિયાલ કે મગરમચ્છ, ગોહ, કાચબા, જમીન પર સરકીને ચાલનારા સરીસૃપ આદિ પ્રાણીઓને અપરાધ વિના જ ક્રૂરતા પૂર્વક વ્યર્થ દંડે છે. તે ક્રૂર પુરુષો પોતાના દાસ, દૂત, દૈનિક વેતન પર રાખેલા નોકરો, ભાગીદારો, સામાન્ય કામ કરનારા કર્મચારીઓ, ભોગની સામગ્રી દેનારા ભોગ્યપુરુષો ઇત્યાદિ બાહ્ય પરિષદના લોકોમાંથી કોઈનો જરાપણ અપરાધ થઈ જાય તો સ્વયં તેને ભારે દંડ આપે છે, જેમ કે– આ પુરુષને ડંડાથી પીટો, તેનું માથું મૂંડી નાંખો, તેનો તિરસ્કાર કરો, ફટકારો, હાથ પાછળ બાંધો, હાથ-પગમાં હાથકડી અને બેડી નાંખો, હેડ બંધનમાં નાંખો, કારાગારમાં બંધ કરો, સાંકળથી જકડીને તેનાં અંગોને મરડી નાંખો, તેના હાથ-પગ, કાન, નાક, હોઠ, માથું અને મોઢું કાપો, વેદ–પુરુષેન્દ્રિય અને અંગોને કાપો, Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ચાબુક મારીને તેની ખાલ ઉતારો, તેની આંખો કાઢી નાંખો, અંડકોશ ખેંચો, દાંત પાડી નાંખો, જીભ ખેંચો, ઊંધો લટકાવો, જમીન પર ઘસડો, પાણીમાં ડૂબાડો, શૂળીમાં પરોવો, શૂળ ભોંકીને તેના ટુકડે ટુકડા કરો, અંગો છેદી તેના ઉપર મીઠું છાંટો, મૃત્યુદંડ આપો, સિંહના પૂંછડા સાથે બાંધો, બળદના પૂંછડા સાથે બાંધો, વાંસની અગ્નિમાં બાળો, માંસ કાપીને કાગડાઓને ખવડાવો, ભોજન-પાણી દેવાનું બંધ કરો, માર મારીને, બંધન કરીને, જીવનભર કેદમાં નાંખો, કોઈ પણ પ્રકારે તેને ભયંકર ઢોર માર મારો. પર [નાવિ ય સે અમિતરિયા પરિસા મતિ, તેં નહીં- માતારૂ વા, પિતારૂ વા, માયારૂ वा भगिणिइ वा, भज्जाइ वा, धूयाइ वा, सुण्हाइ वा, तेसिं पि य णं अण्णयरंसि अहालहुसगंसि अवराहंसि सयमेव गरुयं डंडं वत्तेति, तं जहा-सीतोदगंसि कायं ओबोलित्ता भवइ । तहप्पगारे पुरिसज्जाते दंडमासी दंडगरुए दंडपुरक्खडे अहिते अस्सि लोयंसि अहिते परंसि लोयंसि । से दुक्खेति से सोयति एवं जूरिते तिप्पेति पिट्टेति परितप्पति । से दुक्खणसोयण-जूरण-तिप्पण-पिट्टण-परितप्पण-वह-बंध- परिकिले- साओ अप्पडिविरते भवति ।] આ ક્રૂર પુરુષો પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, પત્નિ, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ આપ્યંતર પરિષદના લોકોમાંથી કોઈનો જરા પણ અપરાધ થાય તો તેને ભારે દંડ આપે છે. જેમ કે– તેને ઠંડા પાણીમાં ડુબાડે છે યાવત્ તે બધા પ્રકારના દંડ આપે છે. આ પ્રકારના આચરણથી સ્વયં પોતાના આ લોકનું અને પરલોકનું અહિત કરે છે. તે ક્રૂરકર્મા પુરુષ અંતર્બાહ્ય બંને પ્રકારના લોકોને દુઃખ પમાડે છે. શોક કરાવે છે, સૂરણા કરાવે છે, સંતાપ ઉપજાવે છે, પીડા પમાડે છે, વિશેષ પરિતાપ ઉપજાવે છે. આ રીતે તે પુરુષ બીજાઓ માટેના દુઃખ, શોક, ઝૂરણા, સંતાપ, વધ બંધન આદિ ક્લેશ કરાવવાની દુષ્પ્રવૃત્તિઓથી જીવન પર્યંત નિવૃત્ત થતા નથી. [एवामेव से इत्थिकामभोगेहिं मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे जाव वासाइं चउपंचमाइं छदसमाणि वा अप्पतरो वा भुज्जतरो वा कालं भुंजित्ता भोगभोगाइं पसवित्ता वेराययणाइं संचिणित्ता 'बहूइं कूराई' कम्माई ओसण्णं संभारकडेण कम्मुणासे जहाणामए अयगोलेइ वा, सेलगोलेइ वा, उदयंसि पक्खित्ते समाणे उदगतलमइवइत्ता अहे धरणितलपतिट्ठाणे भवइ । एवामेव तहप्पगारे पुरिसज्जाते वज्जबहुले, धुतबहुले पंकबहुले, वेरबहुले, दंभ-णियडि-साइबहुले, अयसबहुले, अप्पत्तियबहुले, उस्सण्णं तसपाणघाती कालमासे कालं किच्चा धरणितलमइवइत्ता अहे णरगतलपतिट्ठाणे भवइ ।] આ રીતે તે અધાર્મિક પુરુષ સ્ત્રીસંબંધી કામ ભોગોમાં તથા અન્ય ઇન્દ્રિયના વિષયોમાં મૂર્છિત, ગૃદ્ધ, અત્યંત આસક્ત તથા તલ્લીન થઈને પૂર્વોક્ત પ્રકારે ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી અર્થાત્ અલ્પ કે અધિક સમય સુધી શબ્દાદિ વિષય ભોગનો ઉપભોગ કરીને પ્રાણીઓ સાથે વેરનો બંધ બાંધીને, ઘણાં ક્રૂરકર્મોનો સંચય કરીને, પાપકર્મના ભારથી દબાઈ જાય છે. જે રીતે કોઈ લોઢાના ગોળા કે પત્થરના ગોળાને પાણીમાં નાંખવાથી તે ગોળો પાણીના તળિયાનું અતિક્રમણ કરીને અર્થાત્ પાણીની નીચે પૃથ્વીતલ પર બેસી જાય છે, તેવી રીતે પાપકર્મોના ભારથી દબાયેલો અત્યધિક પાપથી યુક્ત, પૂર્વકૃત કર્મોથી અત્યંત ભારે, કર્મપંકથી અતિમલિન, અનેક પ્રાણીઓ સાથે વેર બાંધીને, અત્યંત અવિશ્વસનીય, દંભી, કપટી, દેશ, Page #125 -------------------------------------------------------------------------- ________________ | દશા પ૩ ] વેશ અને ભાષા બદલીને ધૂર્તતા કરવામાં અતિનિપુણ, અપયશના કામ કરનાર તથા ત્રસ પ્રાણીઓનો ઘાતક; તે પુરુષ આયુષ્ય પૂર્ણ થાય, ત્યારે મરીને પૃથ્વીતળને ઓળંગીને નીચે નરકતલમાં(નરકમાં) સ્થિત થાય છે. _ [ते ण णरगा अंतो वट्ठा बाहिं चउरसा अहे खुरप्पसंठाणसंठिया णिच्चंधकारतमसा ववगयगह-चंद-सूर-णक्खत्त-जोइसपहा । मेद-वसा-मस-रुहिर-पूयपडल- चिक्खिल्ललित्ताणुलेवणतला असुई वीसा परमदुब्धिगधा काउ अगणिवण्णाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा। असुभा णरयस्स वेदणाओ। णो चेव ण णरएसु णेरइया णिद्दायति वा पयलायति वा सुतिं वा रतिं वा धितिं वा मतिं वा उवलभंति । ते णं तत्थ उज्जलं विउलं पगाढं कक्कसं कडुयं चंड रुक्खं दुग्गं तित्वं दुरहियासंणरएसु णेरइया णिरयवेयणं पच्चणुभवमाणा विहरति । से जहाणामए रुक्खे सिया पव्वतग्गे जाते मूलच्छिण्णे अग्गे गुरुए जतो णिण्णं, जतो दुग्गं, जतो विसम, ततो पवडति । एवामेव तहप्पगारे पुरिसज्जाते गब्भातो गब्भं जम्मातो जम्म मारातो मार दुक्खातो दुक्ख दाहिणगामिए णेरइए किण्हपक्खिते आगेमेस्साणं दुल्लभबोधिते यावि भवति ।] તે નરકના નરકાવાસો અંદરથી ગોળ અને બહારથી ચતુષ્કોણ હોય છે તથા નીચે અસ્ત્રાના આકારના; નિત્ય અંધકારમય હોવાથી ગાઢ અંધકારવાળા; ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષી વિમાનોની પ્રભાથી રહિત છે. તેનો ભૂમિભાગ મેદ, ચરબી, પરુ, રુધિર, માંસના કીચડથી ખરાડાયેલો છે. તે અપવિત્ર, બીભત્સ, અશુચિમય, અત્યંત દુર્ગધમય, કાપોત રંગની અત્યંત જાજ્વલ્યમાન અગ્નિ સમાન વર્ણવાળા છે; તેનો સ્પર્શ અત્યંત કઠોર છે. તે દુઃસહ્ય, અશુભ અને અશુભ વેદનાવાળા છે. તે નરકમાં રહેનારા નૈરયિકો ક્યારેય સુખપૂર્વકની નિદ્રા કે પ્રચલા-બેઠાં-બેઠાંનિદ્રાને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓને શ્રુતિ-ધર્મશ્રવણ, રતિ વિષયમાં રુચિ, ધૃતિવૈર્ય અને મ-િવિચારવાની બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. તે નારકી ત્યાં કઠોર, વિપુલ, પ્રગાઢ, કટુ, કર્કશ, પ્રચંડ, દુઃખદ, દુર્ગમ્ય, તીવ્ર, દુઃસહ્ય નરક વેદના ભોગવતા પોતાનું આયુષ્ય વ્યતીત કરે છે. જેમ પર્વતના આગળના ભાગમાં કોઈ વૃક્ષ ઉત્પન્ન થયું હોય, તેનું મૂળ કાપી નાંખવામાં આવે, તો તે વૃક્ષ પોતાના ભારથી નીચે, વિષમ કે દુર્ગમ સ્થાન પર(ખીણમાં) પડી જાય છે. તેમ પૂર્વોક્ત પાપી પુરુષ એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, એક મરણથી બીજા મરણને, એક નરકથી બીજી નરકને તથા એક દુઃખથી બીજા દુઃખને પ્રાપ્ત કરે છે. તે દક્ષિણગામી કૃષ્ણપાક્ષિક નરકાવાસમાં ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં દુર્લભ-બોધિ થાય છે. આ પ્રથમ અધર્મપક્ષીય સ્થાન છે. તે અનાર્ય છે. આર્ય પુરુષો દ્વારા આચરણ કરવા યોગ્ય નથી, તે કેવળ-જ્ઞાનરહિત કાવત્ સમસ્ત દુઃખોનો નાશ કરનાર માર્ગ નથી. આ સ્થાન એકાંત મિથ્યા અને ખરાબ છે. આ પ્રકારે અધર્મ નામના પ્રથમ સ્થાનની વિચારણા છે.] [किरियावादी यावि भवति, तं जहा-आहियवादी आहियपण्णे आहियदिट्ठी सम्मावादी णीयावादी संति परलोगवादी अत्थि इहलोगे, अत्थि परलोगे, अत्थि माता, अत्थि पिता, अत्थि अरहंता, अत्थि चक्कवट्टी, अत्थि बलदेवा, अत्थि वासुदेवा, अत्थि सुकडदुक्कडाणं फलवित्तिविसेसे । सुचिण्णा कम्मा सुचिण्णफला भवति । दुचिण्णा कम्मा दुचिण्णफला भवंति, सफले कल्लाणपावए, पच्चायति जीवा, अत्थि णिरयादि ह अस्थि सिद्धी । से ए वंवादी एवंपण्णे एवंदिट्ठीच्छंदररागमभिणिविटे आवि भवति । से य भवति महिच्छे जाव उत्तरगामिए णेरइए सुक्कपक्खिते आगमेस्साणं सुलभबोधिते यावि भवति ।] Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર જીવ–અજીવાદિ તત્વોના અસ્તિત્વનો સ્વીકાર કરનારા આ ક્રિયાવાદી(આસ્તિક) છે. આસ્તિકવાદી, આસ્તિકપ્રજ્ઞા, આસ્તિકદષ્ટિવાળા તેઓ સમકુવાદી છે. તેઓ નિત્યવાદી, પરલોકવાદી છે તેઓની દષ્ટિએ આ લોક છે પરલોક છે. માતા-પિતા છે અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. તેઓના મતે સુકૃત્ય-દુષ્કૃત્યનું ફળ મળે છે, શુભ કર્મોનું શુભ અને અશુભ કર્મોનું અશુભ ફળ મળે છે; કલ્યાણકારી– સારા નરસા કાર્યો સફળ (ફળવાળા) છે. જીવને તેના ફળ મળે છે યાવતુ નરક છે, નૈરયિક છે, દેવ છે, મોક્ષ છે, આ પ્રમાણે તેઓ કહે છે. તેઓની સમ્યક બુદ્ધિ અને સમ્યક દષ્ટિ આ પ્રકારની છે. તેઓની બુદ્ધિ પ્રશસ્ત ધર્મરાગમાં રત રહે છે તે મહાન ઈચ્છાવાળા હોય છે. (કોઈ દુષ્કર્મના પ્રભાવે તે નરકમાં જાય તો) ઉત્તરગામી (અલ્પવેદનાવાળા) શક્લપાક્ષિક નૈરયિક થાય છે અને તે આગામી કાળમાં સુલભ બોધિ બને છે. તેઓને ક્રિયાવાદી કહે છે. અગિયાર ઉપાસક પ્રતિમા :| २ तत्थ खलु इमा पढमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ, तस्स ण बहूई सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाई णो सम्मं पट्टविय-पुव्वाई भवति । से तं पढमा उवासगपडिमा । ભાવાર્થ - પહેલી ઉપાસક પ્રતિમા-આ પ્રતિમાને ધારણ કરનારા પ્રતિસાધારી શ્રાવક સર્વધર્મમાં રુચિવાળા હોય છે અર્થાતુ શ્રતધર્મ અને ચારિત્ર ધર્મમાં શ્રદ્ધાવાન હોય છે, પરંતુ તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતાદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યકપ્રકારે ધારક હોતા નથી. આ પ્રથમ ઉપાસક પ્રતિમા છે. | ३ अहावरा दोच्चा उवासगपडिमा सव्वधम्मरूई यावि भवइ, तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं सम्मं पट्टवियाई भवंति । से णं सामाइयं देसावगासियं णो सम्म अणुपालित्ता भवइ । से तं दोच्चा उवासगपडिमा । ભાવાર્થ :- બીજી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ–ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે. શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યક પ્રકારે ધારક હોય છે, પરંતુ તે સામાયિક અને દેશાવગાશિકવ્રતના સમ્યક પ્રતિપાલક હોતા નથી. આ બીજી ઉપાસક પ્રતિમા છે. | ४ अहावरा तच्चा उवासगपडिमा सव्वधम्मरूई यावि भवइ । तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाणपोसहोववासाई सम्मं पट्ठवियाई भवंति । से णं सामाइयं देसावगासियं सम्म अणुपालित्ता भवइ । से णं चउदसि-अट्ठमि-उदिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं णो सम्म अणुपालित्ता भवइ । से तं तच्चा उवासगपडिमा । ભાવાર્થ :- ત્રીજી ઉપાસક પ્રતિમા– આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે, તે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સભ્ય ધારક હોય છે, તે સામાયિક અને દેશાવગાશિકવ્રતનું સમ્યક પ્રકારે પરિપાલન કરે છે, Page #127 -------------------------------------------------------------------------- ________________ દશા ૫૫ પરંતુ ચૌદસ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા, આ પર્વ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યકરૂપે પરિપાલન કરતા નથી, આ ત્રીજી ઉપાસકપ્રતિમા છે. अहावरा चउत्था उवासग पडिमा सव्वधम्मरुई यावि भवइ । तस्स णं बहूइं सीलवय-गुणवय- वेरमण-पच्चक्खाण-पोसहोववासाई सम्मं पट्ठवियाई भवंति । से णं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता भवइ । से णं चउद्दसि अट्ठमि-उदिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अणुपालित्ता भवइ । से णं एगराइयं काउस्सग (उवासग) पडिमं णो सम्म अणुपालित्ता भवइ । चउत्थी उवासगपडिमा । ભાવાર્થ :- ચોથી ઉપાસકપ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વ ધર્મમાં રુચિવાળા હોય છે. તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યકપ્રકારે ધારક હોય છે, તે સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યક પરિપાલન કરે છે, ચૌદસ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા વગેરે પર્વ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યકરૂપે પરિપાલન કરે છે, પરંતુ એકરાત્રિ કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યકપરિપાલન કરતા નથી. આ ચોથી ઉપાસકપ્રતિમા છે. ૬ | अहावरा पंचमा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ । तस्स णं बहूइं सीलवयगुणवयवेरमणपच्चक्खाणपोसहोववासाइं सम्मं पट्ठवियाइं भवंति । सेणं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता भवइ । से णं चउद्दसि अट्ठमि उदिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अणुपालित्ता भवइ । से णं ए गराइयं काउस्सग्गपडिमं सम्मं अणुपालित्ता भवइ । से णं असिणाणए, वियडभोई, મણિજ્યું, વંશયારી (વિયા વંમવારી, રવું પરિમાળ3) ય નો મવદ્ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं पंच मासं विहरइ । से तं पंचमा उवासगपडिमा । ભાવાર્થ :- પાંચમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વ ધર્મમાં રુચિવાળા હોય છે. તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતાદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યક પ્રકારે ધારક હોય છે. તે સામાયિક અને દેશાવગાસિકવ્રતનું સમ્યક પ્રકારે પરિપાલન કરે છે. તે ચૌદસ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા, આ પર્વ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યક પરિપાલન કરે છે. તે એકરાત્રિ કાયોત્સર્ગ પ્રતિમાનું પણ સમ્યક પરિપાલન કરે છે, પરંતુ અસ્નાન, દિવસભોજન, મુકુલીકરણ-ધોતીને કચ્છ ન મારવો, બ્રહ્મચર્યનું સમ્યપરિપાલન કરતા નથી(અર્થાત્ દિવસે બ્રહ્મચર્ય અને રાત્રે મૈથુન પરિમાણ કરે છે). તે આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. તે પાંચમી ઉપાસક પ્રતિમા છે. ७ | अहावरा छट्ठा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ जाव से णं एगराइयं काउस्सग्गपडिमं सम्मं अणुपालित्ता भवइ । से णं असिणाणए, वियडभोइ, Page #128 -------------------------------------------------------------------------- ________________ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર मउलिकडे, (दिया वा राओ वा) बंभयारी यावि भवइ । सचित्ताहारे से अपरिण्णाए भवइ । से णं एयारूवेण विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं छम्मासे विहरेज्जा। छट्ठा उवासगपडिमा। ભાવાર્થ :- છઠ્ઠી ઉપાસક પ્રતિમા–આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મચારિત્ર ધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે યાવતું (ઉપરોક્ત સર્વ નિયમોનું પાલન કરે છે) એક રાત્રિ કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યફપ્રકારે પાલન કરે છે. તે અસ્નાન, દિવસમાં ભોજન, ધોતીને કચ્છ ન લગાવવો અને દિવસે અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્ય આદિનું પાલન કરે છે, પરંતુ તે સચિત્ત આહારના પરિત્યાગી હોતા નથી. આ રીતના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ છ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ છઠ્ઠી ઉપાસક પ્રતિમા છે. | ८ अहावरा सत्तमा उवासगपडिमा सव्वधम्मरूई यावि भवइ जाव राओव रायं बंभयारी यावि भवइ । सचित्ताहारे से परिण्णाए भवति । आरंभे से अपरिणाए भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं सत्तमासे विहरेज्जा । से तं सत्तमा उवासगपडिमा। ભાવાર્થ :- સાતમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે વાવ તે રાવ્યાપરાત્ર અર્થાત્ રાત-દિવસ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સચિત્ત આહારના પરિત્યાગી હોય છે, પરંતુ તે આરંભ કરવાના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ સાત મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ સાતમી ઉપાસકપ્રતિમા છે. | ९ अहावरा अट्ठमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ जाव राओवरायं बंभयारी यावि भवइ । सचित्ताहारे से परिण्णाए भवइ । आरभ्भे से परिणाए भवइ । पेसारंभे से अपरिण्णाए भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं अट्ठमासे विहरेज्जा। से तं अट्ठमा उवासगपडिमा । ભાવાર્થ :- આઠમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાન હોય છે યાવત તે રાચાપરાત્ર અર્થાતુ રાત-દિવસ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સચિત્ત આહારના પરિત્યાગી હોય છે, તે સર્વ આરંભના પરિત્યાગી હોય છે, પરંતુ તે બીજા પાસે આરંભ કરાવવાનારા પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ આઠ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ આઠમી ઉપાસકપ્રતિમા છે. |१० अहावरा णवमा उवासगपडिमा-सव्वधम्मरूई यावि भवइ जावराओवरायं बंभयारी यावि भवइ सचित्ताहारे से परिणाए भवइ । आरंभे से परिणाए भवइ। पेसारंभे से परिण्णाए भवइ । उद्दिट्ठभत्ते से अपरिण्णाए भवइ । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव Page #129 -------------------------------------------------------------------------- ________________ शा ૫૭ उक्कोसेणं णवमासे विहरेज्जा, से तं णवमा उवासगपडिमा । भावार्थ :નવમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્ર ધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે યાવત્ તે રાત્ર્યાપરાત્ર અર્થાત્ રાત-દિવસ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સચિત્ત આહારના પરિત્યાગી હોય છે. તે આરંભના પરિત્યાગી હોય છે. તે બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે, પરંતુ ઉદિષ્ટભક્ત-પોતાના નિમિત્તે બનાવેલા આહાર ગ્રહણના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ નવમાસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે, આ નવમી ઉપાસકપ્રતિમા છે. ११ अहावरा दसमा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ जाव उद्दिभत्ते से परिण्णाए भवइ । से णं खुरमुंडए वा, सिहाधारए वा । तस्स णं आभट्ठस्स वा समाभट्ठस्स वा कप्पंति दुवे भासाओ भासित्तए, तं जहा- जाणं वा जाणं, अजाणं वा णो जाणं । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहणणेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं दस मासे विहरेज्जा, सेतं द उवासगपडिमा । भावार्थ :- દસમી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્ર ધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે યાવત્ તે ઉદ્દિષ્ટભક્તના પરિત્યાગી હોય છે. તે મસ્તકના વાળનું ક્ષુરમુંડન કરે છે અથવા શિખા જેટલા વાળને ધારણ કરે છે. કોઈ વ્યક્તિ તેને એકવાર કે વારંવાર કાંઈ પૂછે, તો તેને બે ભાષામાં અર્થાત્ બે પ્રકારે જવાબ આપી શકે છે, જેમ કે– તે વિષયમાં જો જાણતા હોય તો કહે કે હું જાણું છું અને તે વિષયમાં જાણતા ન હોય તો કહે કે હું જાણતો નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે, અથવા ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ દસ મહિના સુધી આ પ્રતિમાઓનું પાલન કરે છે. તે દશમી ઉપાસક પ્રતિમા છે. १२ अहावरा एक्कारसमा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ जाव उद्दिट्ठभत्ते से परिण्णाए भवइ । से णं खुरमुंडए वा, लुंचसिरए वा, गहियायारभंडगणेवत्थे । जारिसे समणाणं णिग्गंथाणं धम्मो, तं सम्मं कारणं फासेमाणे, पालेमाणे, पुरओ जुगमायाए पेहमाणे, दट्ठेण तसे पाणे, उद्धट्टु पायं रीएज्जा, साहट्टु पायं रीएज्जा, वितिरिच्छं वा पायं कट्टु रीएज्जा, सति परक्कमे संजयामेव परिक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा । केवलं से णायए पेज्जबंधणे अवोच्छिण्णे भवइ । एवं से कप्पइ णायविहिं एत्तए । तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते चाउलोदणे पच्छाउत्ते भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिग्गाहित्तए, णो से कप्पर भिलिंगसूवे पडिग्गाहित्तए । तत्थ णं से पुव्वागमणेणं पुव्वाउत्ते भिलिंगसूवे, पच्छाउत्ते चाउलोदणे, कप्पर से भिलिंगसूवे पडिगाहित्तए, णो से कप्पइ चाउलोदणे पडिगाहित्तए । तत्थ से Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર पुवागमणेणं दोवि पुवाउत्ताई, कप्पंति से दोवि पडिग्गाहित्तए । तत्थ से पुव्वागमणेणं दोवि पच्छाउत्ताई णो कप्पंति दोऽवि पडिगाहित्तए । जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते से कप्पइ पडिग्गाहित्तए । जे से तत्थ पुव्वागमणेणं पच्छाओ णो से कप्पइ पडिग्गाहित्तए । तस्स णं गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स कप्पइ एवं वदित्तए - समणोवासगस्स पडिमापडिवण्णस्स भिक्खं दलयह । तं एयारूवेणं विहारेणं विहरमाणं केइ पासित्ता वदिज्जा- केइ आउसो ! तुमं वत्तव्वं सिया? समणोवासए पडिमा-पडिवण्णए अहमंसी ति वत्तव्वं सिया । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं एक्कार- समासे विहरेज्जा । से तं एकादसमा उवासगपडिमा । एयाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एकारस उवासगपडिमाओ पण्णत्ताओ। ભાવાર્થ :- અગિયારમી ઉપાસકપ્રતિમા :- આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં સચિવાળા હોય છે યાવત તે ઉદ્દિષ્ટભક્તના પરિત્યાગી હોય છે. તે અસ્ત્રથી માથાનું મુંડન કરે છે અથવા કેશનો લોચ કરે છે. તે સાધુના આચાર, ભંડોપકરણ અને સાધુવેશ ધારણ કરે છે. શ્રમણ નિગ્રંથો માટે પ્રરૂપિત ધર્મને સમ્યકરૂપે કાયાથી સ્પર્શ કરતાં, પાલન કરતાં, સાડા ત્રણ હાથભૂમિ જોતાં-જોતાં ચાલે ત્યારે ત્રસ પ્રાણીઓને જોઈને તેની રક્ષા માટે પગ ઉપાડીને ચાલે, પગ સંકોચીને ચાલે કે ત્રાંસા પગ રાખીને ચાલે અર્થાત્ લાંબા ડગલા મૂકીને, ટૂંકા ડગલા મૂકીને અથવા પેની કે એડી ઉપર સાવધાનીથી ચાલે છે. જો બીજો જીવરહિત માર્ગ હોય, તો તે માર્ગે યતનાથી ચાલે પરંતુ જીવ જંતુવાળા માર્ગે ચાલે નહીં. (પ્રતિમાધારીને) જ્ઞાતિજનો(કુટુંબીઓ સાથેના) પ્રેમબંધનનો વિચ્છેદ થયો નથી, માટે તેને જ્ઞાતિજનોના ઘેર ગોચરી માટે જવું કલ્પ છે. ગૃહસ્થના ઘરમાં પ્રતિમા ધારીના આગમન પહેલાં ભાત તૈયાર ગયા હોય અને દાળ પાછળથી રાંધી હોય, તો તે પ્રતિમધારીને ભાત લેવા કલ્પે છે, પરંતુ દાળ લેવી કલ્પતી નથી. પ્રતિમાધારીના આગમન પહેલાં દાળ થઈ ગઈ હોય અને ભાત પાછળથી તૈયાર થયા હોય, તો દાળ લેવી કહ્યું છે પરંતુ ભાત લેવા કલ્પતા નથી. પ્રતિમાધારીના આગમન પહેલાં દાળ-ભાત બંને તૈયાર થઈ ગયા હોય તો બંને લેવા કલ્પ છે, દાળ-ભાત બંને પ્રતિમા ધારીના આગમન પછી તૈયાર થયા હોય તો બંને લેવા કલ્પતા નથી. પ્રતિમાધારીના આગમન પહેલાં જે આહાર તૈયાર થઈ ગયો હોય અર્થાત્ અગ્નિ ઉપરથી ઉતારી લીધો હોય, તે આહાર લેવો કહ્યું છે અને જે આહાર પ્રતિસાધારીના આગમન પછી તૈયાર થયો હોય અર્થાતુ પ્રતિમા ધારીના આવ્યા પછી અગ્નિ ઉપરથી આહાર ઉતારેલો હોય, તો તે લેવો કલ્પતો નથી. ગૃહસ્થના ઘરમાં ભોજન-પાણી (ભિક્ષા) માટે પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ કેપ્રતિમાધારી શ્રમણોપાસકને ભિક્ષા આપો. આ પ્રકારની ચર્યાથી વિચરતાં જોઈને કોઈ તેને પૂછે કે પ્રશ્નહે આયુષ્યમાન ! તમે કોણ છો? ઉત્તર- હું પ્રતિમાધારી શ્રમણોપાસક છું, તે રીતે તેણે કહેવું જોઈએ. આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ અગિયાર મહિના સુધી વિચરણ કરે છે, આ અગિયારમી ઉપાસક પ્રતિમા છે. સ્થવિર ભગવંતોએ આ અગિયાર ઉપાસક Page #131 -------------------------------------------------------------------------- ________________ દશા-૬ પ્રતિમા કરી છે. વિવેચનઃ પ પ્રસ્તુત સૂત્રોમાં શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન છે. સાધુઓની સમીપે ધર્મશ્રવણ કરતાં હોવાથી કે સાધુઓની ઉપાસના-સેવા કરતાં હોવાથી શ્રાવકોને ઉપાસક અથવા શ્રમણોપાસક કહે છે. શ્રાવકોમાં કેટલાક વ્રતરહિત પરંતુ સમ્યગ્દષ્ટિવાન હોય છે, તે દર્શન શ્રાવક કહેવાય છે. કેટલાક શ્રાવકો સભ્યદૃષ્ટિ સંપન્ન અને વ્રતધારક બંને હોય છે પરંતુ ઉપાસકો અવશ્ય વ્રતધારક દેશવિરતિધર જ હોય છે. અહીં ઉપાસકોની પ્રતિમાનું વર્ણન છે. નવાસા પકિમાઃ- ઉપાસક પ્રતિમા. પ્રવ્રુત્તિના અભિગ્રહ વિશેષઃ । અભિગ્રહ વિશેષ ધારણ કરવા, વિશેષ પ્રકારની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરવો, તેને પ્રતિમા કહે છે. પ્રતિમામાં નિયત સમય સુધી અતિચાર રહિત, કોઈપણ પ્રકારના આગાર-છૂટ વિના દઢતાપૂર્વક નિયમોનું પાલન કરવામાં આવે છે. સામાન્ય રૂપે શ્રાવક વ્રત-નિયમના ધારક હોય છે. સમ્યગ્દષ્ટિ આત્મા વ્રત ધારણ કરે ત્યારે પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને ત્યારપછી તે વ્રતધારી શ્રાવક કહેવાય છે. શ્રાવક બાર વ્રતોમાંથી યથાશક્તિ વ્રતોને ધારણ કરી શકે છે. કેટલાક શ્રાવકો એકત્રતધારી હોય છે, કેટલાક બાર વ્રતધારી હોય છે અને કેટલાક શ્રાવકો ઉપાસક પ્રતિમાના ધારણ પણ હોય છે. શ્રાવક પોતાના વ્રતોમાં આગાર અર્થાત વિવિધ પ્રકારની છૂટ રાખી શકે છે. પ્રતિમામાં પણ વિવિધ પ્રકારના વ્રત, પ્રત્યાખ્યાન ધારણ કરવામાં આવે છે, પણ તેમાં કોઈપણ પ્રકારની છૂટ રાખવામાં આવતી નથી. પ્રતિમાધારકની યોગ્યતા – દીર્ઘ સંયમ પર્યાયવાળા અને વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ધારક સાધુ જ ભિક્ષુ પ્રતિમા ધારણ કરી શકે છે તેમ શ્રાવક બાર વ્રત પાલનના અભ્યાસી અને અલ્પાંશે પણ શ્રુતજ્ઞાનના ધારક શ્રાવક પ્રતિમાઓનું વહન કરી શકે છે. જો કે આવી યોગ્યતાનો સ્પષ્ટ ઉલ્લેખ આગમમાં નથી પણ વિશિષ્ટ નિયમ ધારણ કરનાર સાધક સામાન્ય રૂપે વ્રતના ધારક હોય જ છે, તે સમજી શકાય તેવી વાત છે. પ્રતિમાધારીની ગૃહસ્થ કાર્યની પ્રવૃત્તિ-નિવૃત્તિ ઃ– પ્રતિમાધારી શ્રાવકોએ સાંસારિક જવાબદારીઓથી નિવૃત્ત થવું જરૂરી છે, પરંતુ સાતમી પ્રતિમા સુધી ગૃહકાર્યોનો ત્યાગ આવશ્યક નથી, તે પ્રતિમાઓમાં ધારણ કરેલા નિયમોનું શુદ્ધ રીતે પાલન કરવું અતિ આવશ્યક ગણાય છે. આઠમી પ્રતિમાથી ક્રમશઃ ગૃહ કાર્યોનો ત્યાગ કરતાં-કરતાં અગિયારમી પ્રતિમામાં સંપૂર્ણ રીતે ગૃહકાર્યોનો ત્યાગ થઈ જાય છે અને તે પ્રતિમાધારી શ્રાવક સાધુ જેવા આચારનું પાલન કરે છે. સવધમ્મર્ફઃ– સર્વધર્મમાં રુચિ. શ્રુતધર્મ, ચારિત્રધર્મ, ક્ષમા–આર્જવાદિયતિધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ રૂપ ધર્મ દાન-શીલાદિ ધર્મ વગેરે સર્વધર્મમાં રુચિ (શ્રદ્ધા). પ્રતિમાધારી ઉપાસકને જીવ અવાદિ સર્વ પદાર્થોના ધર્મ(સ્વભાવ)માં યથાર્થચિ અર્થાત્ સમ્યક શ્રદ્ધા હોય છે. પ્રથમ દર્શન પ્રતિમામાં સમ્યક્ત્વની જ પ્રધાનતા છે. શેષ પ્રતિમાઓમાં ક્રમશઃ શ્રાવક વ્રતોની આરાધના પ્રધાન બને છે, પરંતુ અગિયારે-અગિયાર પ્રતિમાની પાર્શ્વભૂમિમાં ધર્મરુચિ અગ્રસ્થાન પામે છે. સીલ-ગુણવય-વેરમળશીલવ્રત, ગુણવ્રત, વેરમણવ્રત(અણુવ્રત); સામાયિક, દેશાવગાસિક, પૌષધ, અતિથિસંવિભાગ, આ ચાર શિક્ષાવ્રતને અહીં શીલવ્રત કહ્યા છે. દિશાવ્રત, ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત, અનર્થદંડ વિરમણ વ્રત, આ ત્રણ ગુણવ્રત છે અને વેરમણ શબ્દથી પાંચ અણુવ્રતનું ગ્રહણ થાય છે. આ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૬૦ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રાણાતિપાત વેરમણ આદિ વ્રતોની આરાધના યથાયોગ્ય બીજીથી અગિયાર અર્થાત્ ૧૦ પ્રતિમામાં આવશ્યક છે. Vશ્વના :- પ્રત્યાખ્યાન. નિષિદ્ધ વસ્તુઓના ત્યાગનો સંકલ્પ કરીને તેની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરવો. નવકારશી આદિ તપના પ્રત્યાખ્યાન કરવા. વિવિધ પ્રકારના તપ-ત્યાગની પ્રતિજ્ઞા કરવી, તેને પચ્ચખાણ કહે છે. પોસહોવીસીરું – પૌષધોપવાસ.જેના દ્વારા ધર્મની કે આત્મગુણોની પુષ્ટિ થાય અને કુશળ અનુષ્ઠાનની વૃદ્ધિ થાય તે પૌષધ કહેવાય છે. ઉપવાસ સહિત પૌષધ કરવામાં આવે, તો તે પૌષધોપવાસ કહેવાય છે. પૌષધના ચાર પ્રકાર છે-(૧) આહાર પૌષધ- દેશથી કે સર્વથી આહાર ત્યાગ (૨) શરીર પૌષધદેશથી કે સર્વથી શરીર સંસ્કારનો ત્યાગ. (૩) બ્રહ્મચર્ય પૌષધ- દેશ કે સર્વથી અબ્રહ્મચર્યનો ત્યાગ (૪) વ્યાપાર પૌષધ- દેશથી કે સર્વથી વ્યાપારનો પરિત્યાગ કરવો. પૌષધોપવાસની આરાધના બીજીથી અગિયારમી, આ દસ પ્રતિમામાં કરવામાં આવે છે. પવિયાડું:- પ્રસ્થાપિત. પ્રતિમાધારી ઉપાસક વ્રતાદિમાં પ્રસ્થાપિત થાય છે, પાલન કરે છે, વસતિ - ચર્તુદશી, ચૌદશ, અકુન - આઠમ, દુ- અમાસ, પુષ્પમાલ-પૂર્ણમાસી, પૂર્ણિમા, પૂનમ. સિગાઅસ્નાન, સ્નાન ન કરવું(સ્નાન ત્યાગ), નિયમોર્ફ - વિકટ ભોજી. દિવસે ભોજન કરવું અર્થાત્ રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. મëત - ધોતીની લાંગ ખુલ્લી રાખવી અર્થાત્ ધોતીને કચ્છ ન મારવો. સવાર-સચેત વસ્તુ, જેમાં જીવ છે તેવા અશનાદિ ચાર પ્રકારનો આહાર.કરવો, કાચા ચણા (જીંજરા), અપક્વ ઔષધિ વગેરે સચેત અશન છે, સચેત (કાચું) પાણી, તત્કાલમાં સચેત મીઠાં આદિથી મિશ્રિત પાણી વગેરે સચેત પાન છે, તરબૂચ, કેરી વગેરે મીઠા ફળાદિ સચેત ખાદ્ય છે અને તંબૂલ(પાન), હરડે, દાતણ વગેરે સચેત સ્વાદિમ છે, આમે- આરંભ. સાવધ-પાપકારી કાર્યો કરવા, કૃષિ, વાણિજ્ય, રસોઈ બનાવવાદિ કાર્ય સ્વયં કરવા તે આરંભ છે સામે. પ્રેપ્યારંભ. નોકરાદિ અન્ય વ્યક્તિ પાસે આરંભપાપકારી કાર્યો કરાવવા. પ્રેપ્યારંભ કરાવવા કરતાં સ્વયં પાપકારી કાર્ય કરવામાં પરિણામની તીવ્રતા વધુ હોય છે, ક્મતે-ઉદિષ્ટ ભક્ત. પ્રતિમાધારી માટે બનાવેલો આહાર, ગુમાયા વેદના-યુગ-ધોસર પ્રમાણ જોઈને ચાલતાં. ઈર્યાસમિતિપૂર્વક ધોસર પ્રમાણ અર્થાત્ સાધુ કે પ્રતિમાધારી ઉપાસક સાડા ત્રણ હાથ સુધીની ભૂમિનું નિરીક્ષણ કરતાં ચાલે, તે ક્ષેત્રમાં કોઈ જીવ જંતુ હોય તો, તેની વિરાધના ન થાય તેમ ચાલે. ઉપાસક પ્રતિમાનું સ્વરૂ૫:- (૧) દર્શન પ્રતિમા– આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ અને ચારિત્રધર્મમાં દઢ શ્રદ્ધા રાખે છે. મન, વચન, કાયાથી સમ્યક્નમાં કોઈ પ્રકારના અતિચારનું કે દેવતા, રાજા આદિના કોઈપણ આગારનું સેવન કરતા નથી. એક મહિના સુધી દઢ સમ્યક્તની આરાધના કરે છે. આ પ્રકારે પ્રથમ દર્શન પ્રતિમાના ધારક વ્રતધારી શ્રાવક કહેવાય છે. કેટલીક પ્રતોમાં તે સંસાવા ભવરુ (તે દર્શન શ્રાવક થાય છે), એવો પાઠ પણ મળે છે. પ્રથમ પ્રતિમાધારી શ્રાવકને માત્ર દર્શન શ્રાવક કહેવા ઉચિત નથી. દર્શન શ્રાવક એક પણ વ્રતધારી હોતા નથી. પ્રથમ પ્રતિમા ધારક શ્રાવક બાર વ્રતના પાલક તો પહેલેથી હોય જ છે તેથી તેને કેવળ ‘દર્શન શ્રાવક' કહેવા ઉચિત નથી. (૨) વ્રત પ્રતિમા - વ્રત પ્રતિમાધારી શ્રાવક દઢ સમ્યક્ત સહિત પાંચ અણુવ્રતોનું અને ત્રણ ગુણવ્રતોનું Page #133 -------------------------------------------------------------------------- ________________ | દશા-૬ ૧ | નિરતિચાર પાલન કરે છે. ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, પરંતુ તેમાં સામાયિક અને દેશાવગાસિકવ્રતનું યથાવિધ સમ્યક પાલન કરી શકતા નથી. તે અનુકંપા વગેરે ગુણોથી યુક્ત હોય છે. આ પડિમાની આરાધનાનો સમય બે મહિનાનો છે. આ પ્રતિમામાં ઉપાસક ૧૨ વ્રતોની સમ્યક આરાધના માટે યોગ્યતા મેળવી લે છે, તો પણ સામાયિક અને દેસાવગાસિક (નવમા-દસમા શિક્ષાવ્રત) વ્રતોનું યથાકાલમાં સમ્યક અનુપાલન કરી શકતા નથી. (૩) સામાયિક પ્રતિમા :- સમ્યગુદર્શન અને વ્રતોની આરાધના કરનારા સાધક સામાયિક પ્રતિમા સ્વીકારીને હંમેશાં નિયમથી ત્રણ સામાયિક કરે છે. આ પડિમામાં સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યકરૂપે પાલન કરે છે, પરંતુ આઠમ, ચૌદશ તથા પૂનમ વગેરે વિશિષ્ટ દિવસોમાં પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે આરાધના કરી શકતા નથી. તન્મયતા અને જાગૃતિ સાથે સામાયિક વ્રતની ઉપાસના કરવી તે જ આ પ્રતિમાનો મૂળ હેતુ છે. આ આરાધનાની અવધિ(કાળ) ત્રણ મહિનાની છે. (૪) પૌષધ પ્રતિમા :- પહેલી, બીજી અને ત્રીજી પ્રતિમાથી આગળ વધતાં આરાધક પૌષધ પ્રતિમા સ્વીકારીને આઠમ, ચૌદસ વગેરે છ પર્વતિથિઓના દિવસે પૌષધવ્રતનું પૂર્ણરૂપે પાલન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય ચાર મહિનાનો છે. (૫) કાયોત્સર્ગ પ્રતિમા :- કાયોત્સર્ગનો અર્થ કાય અથવા શરીરનો ત્યાગ છે. શરીર તો જીવનપર્યત સાથે જ રહે છે. તેના ત્યાગનો અભિપ્રાય તેની આસક્તિ અથવા મમતા છોડવાનો છે. કાયોત્સર્ગ પ્રતિમામાં ઉપાસક શરીર, વસ્ત્ર વગેરેનાં મમત્વને છોડીને પોતાના આત્મચિંતનમાં લીન બની જાય છે. આઠમ અને ચૌદસે એક અહોરાત્રિ કાઉસ્સગ્ન અથવા ધ્યાનની આરાધના કરે છે. આ પડિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિનાનો હોય છે. () બ્રહ્મચર્ય પ્રતિમા - આ પ્રતિમામાં પૂર્ણરૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. આ પ્રતિમાધારી શ્રાવક માટે સ્ત્રીઓને અનાવશ્યક મળવું, વાતચીત કરવી, તેના શણગારને જોવા વગેરે ક્રિયાઓ વર્જિત છે. ઉપાસક સ્વયં પણ શણગાર, વેશભૂષા વગેરે ઉપક્રમથી દૂર રહે છે, સ્નાન કરતા નથી. ધોતીની પાટલી બાંધતા નથી, રાત્રિભોજન કરતા નથી. પરંતુ તેઓ સચિત્ત આહારનો ત્યાગ કરતા નથી, કારણવશ સચિત્તનું સેવન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ તથા ઉત્કૃષ્ટ છ મહિનાનો છે. (૭) સચિરાહારવર્જન પ્રતિમા :- પૂર્વોક્ત નિયમોનું પાલન કરતા, પરિપૂર્ણ બ્રહ્મચર્યનું અનુસરણ કરતા, ઉપાસક આ પ્રતિમામાં સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરે છે, પરંતુ તેઓ આરંભનો ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ કાળ સાત મહિનાનો છે. (૮) સ્વયં આરંભવર્જન પ્રતિમા – પૂર્વોક્ત સર્વ નિયમોનું પાલન કરતા આ પ્રતિમામાં ઉપાસક સ્વયં આરંભ અથવા હિંસા કરતા નથી. આરંભ કરવાનો પૂર્ણ ત્યાગ કરે છે, પરંતુ બીજા પાસે આરંભ કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ આઠ મહિના છે. (૯) પ્રખ્યત્યાગ પ્રતિમા – પૂર્વવર્તી પ્રતિમાઓના સર્વ નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં આરંભનો ત્યાગ કરે છે. તેઓ સ્વયં આરંભ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી પરંતુ પોતાના ઉદ્દેશથી બનાવેલા ભોજનનો તે ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ નવ મહિના છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ | દર | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧) ઉદિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા :- પૂર્વોકત નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં ઉદ્દિષ્ટ– પોતાને માટે તૈયાર કરેલા ભોજન વગેરેનો ત્યાગ કરે છે. તે લૌકિક કાર્યોથી પ્રાયઃ દૂર રહે છે. તત્સંબંધી આદેશ આપતા નથી તથા પોતાનો વિચાર પણ દર્શાવતા નથી. તે વિષયમાં કોઈ પ્રશ્ન પૂછે, તો તે હું જાણું છું” અથવા “જાણતો નથી’ આટલો જ જવાબ આપે છે. આ પ્રતિમાના આરાધક સુરમુંડન કરાવે અથવા શિખા પણ રાખે છે. (૧૧) શ્રમણ ભત પ્રતિમા :- પૂર્વોકત બધા નિયમોનું પાલન કરતા શ્રાવક આ પ્રતિમામાં શ્રમણ અથવા સાધુની જેવા આચારનું પાલન કરે છે. તેની બધી ક્રિયાઓ શ્રમણ જેવી યતના અને જાગૃતિપૂર્વકની હોય છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, પાત્રા વગેરે ઉપકરણ ધારણ કરે છે, અસ્ત્રાથી મુંડન કરે છે, જો સહનશીલતા અથવા શક્તિ હોય તો લોચ કરે છે. સાધુની જેમ તે ભિક્ષાચર્યાથી જીવનનિર્વાહ કરે છે. સાધુ દરેકના ઘરે ભિક્ષા માટે જાય છે અને ઉપાસક પોતાના સ્વજનો-જ્ઞાતિજનોના ઘેર જ જાય છે, કારણકે તેના રાગાત્મક સંબંધનો સંપૂર્ણ વિચ્છેદ થયો નથી. તેની આરાધનાનો કાળ(સમય) જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ કાળ અગિયાર મહિનાનો છે. પ્રતિમાઓનું કાલમાન:- પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમની ચાર પ્રતિમાની કાળ મર્યાદાનું કથન નથી. પાંચમીથી અગિયારમી પ્રતિમાનો ક્રમશઃ પાંચ મહિનાથી અગિયાર મહિનાના કાળનો ઉલ્લેખ સૂત્રમાં છે. તે અનુસાર પ્રથમ પ્રતિમાનું કાલમાન એક મહિનો, બીજી પ્રતિમાનું બે મહિના, ત્રીજી પ્રતિમાનું ત્રણ મહિના અને ચોથી પ્રતિમાનું કાલમાન ચાર મહિનાનું માનવાની પરંપરા છે. આ પ્રમાણે ગણના કરતાં અગિયાર ઉપાસક પ્રતિમાની કુલ મર્યાદા પાંચ વર્ષ અને છ મહિના થાય છે. અગિયાર પ્રતિમાની આરાધના પૂર્ણ થયા પછી અગિયારમી પ્રતિમા જેવો આચાર જીવન પર્યંત રહે તે શ્રેયકારી છે પરંતુ આ વિષયનો સ્પષ્ટ ઉલ્લેખ આગમમાં નથી. આ પ્રતિમાઓની આરાધના ક્રમશઃ કરવાની કે ક્રમ વિના કોઈપણ પ્રતિમાની આરાધના કરી શકાય કે કેમ? તેનું સ્પષ્ટ વિધાન સૂત્રમાં નથી. શ્રી ભગવતી સૂત્રમાં કાર્તિક શેઠનું જીવન વૃત્તાંત છે તે પ્રમાણે એક પ્રતિમાને અનેકવાર ધારણ કરી શકાય છે. ગદvors Téવા, ફુદં વા...:- છ થી અગિયાર પ્રતિમાનો જઘન્ય કાળ એક, બે, ત્રણ દિવસ છે. આ જઘન્ય સ્થિતિના વિષયમાં ચૂર્ણિકારનો અભિપ્રાય એ છે કે પ્રતિમા ગ્રહણ કર્યા પછી ૧, ૨, ૩ દિવસમાં પ્રતિમાધારકનું આયુષ્ય પૂર્ણ થઈ જાય અથવા કોઈ ૧, ૨, ૩ દિવસમાં દીક્ષા ગ્રહણ કરે તો તેની જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. આ બે કારણ ન હોય તો આ પ્રતિમાની અવધિ પાંચ, છ માસ આદિ છે. પ્રથમ પ્રતિમાના નિયમ આગળની સર્વ પ્રતિમાઓમાં પાલન કરવાના હોય છે. પ્રથમ પ્રતિમામાં કથિત ધર્મરુચિ'નું પાલન ૧ થી ૧૧ પ્રતિમામાં થાય છે. બીજી પ્રતિમામાં કથિત શીલ, ગુણવ્રતાદિનું પાલન ૨ થી ૧૧ પ્રતિમામાં થાય છે. આ રીતે પૂર્વની પ્રતિમાના નિયમ પછી-પછીની પ્રતિમામાં પાલન કરવા આવશ્યક છે, પરંતુ પછીની પ્રતિમાના નિયમોનું પાલન પૂર્વની પ્રતિમામાં આવશ્યક નથી, જેમ કે પ્રથમ પ્રતિમામાં બીજી પ્રતિમાના નિયમનું પાલન જરૂરી નથી. સિM/...ો ભવ:- અસ્નાન, દિવસ ભોજન(રાત્રિ ભોજન ત્યાગ), ધોતીને કચ્છ ન મારવો, બ્રહ્મચર્યાદિ નિયમોનું પાલન છઠ્ઠી પ્રતિમામાં કરવાનું હોવાથી પાંચમી પ્રતિમાના આરાધક શ્રાવક, તે નિયમોનું પાલન કરતા નથી. આ સર્વ પ્રતિમાઓની રચના શૈલી એવી છે કે જે પ્રતિમામાં જે વ્રત નિયમનું પાલન કરવાનું Page #135 -------------------------------------------------------------------------- ________________ | દશા | 8 | હોય, તેનું વિધાન કર્યા પછી આગળની પ્રતિમામાં જે વ્રત-નિયમનું પાલન કરવાનું હોય, તેનો પૂર્વની પ્રતિમામાં નિષેધ કર્યો છે, જેમ કે– પ્રથમ પ્રતિમામાં સન્ન ધન યાવિ ભવ તે સૂત્રપાઠ પછી સત્તવય માં પવિય....મયંતિપાઠ છે. બીજી પ્રતિમામાં સતવયં-સનં વિચારું ભવતિ સૂત્રપાઠ પછી નિષેધ સૂચક સામાડ્ય... તમે સહુપતિત્તા મવડુ સૂત્રપાઠ છે. સૂત્રકારે આ રચના પદ્ધતિ સર્વ પ્રતિમાના વર્ણનમાં અપનાવી છે. આ રચના પદ્ધતિ અનુસાર છઠ્ઠી પ્રતિમામાં સિTIME..રંમવારીઅસ્નાન....બ્રહ્મચર્ય પાલનના વિધાનનો પાઠ છે, તેનો પૂર્વની પાંચમી પ્રતિમાના પાઠમાં નિષેધ હોવો જોઈએ. પ્રાયઃ પ્રતોમાં લિપિદોષ કે પ્રમાદ દોષના કારણે આવો નિષેધ સૂચક પાઠ પાંચમી પ્રતિમાના સુત્રપાઠમાં નથી. વ્યાવરથી પ્રકાશિત પ્રત પ્રમાણે અહીં નિષેધ સૂચક ળિખાણ.નંબવારી નો ભવપાઠને ગ્રહણ કર્યો છે. તે ઉપરાંત છઠ્ઠી પ્રતિમામાં લિયા વા વા વા વંમારી દિવસ અને રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરે છે અર્થાત્ સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલનનું વિધાન છે. પૂર્વની પાંચમી પ્રતિમામાં તેના નિષેધ માટે વંશવારી ને ભવ પાઠ ગ્રહણ કર્યો છે અને પ્રાયઃ પ્રતોમાં વિત્યા મારી લં પરમાન વડે પાઠ છે, તેને અહીં કસમાં રાખ્યો છે. છઠ્ઠી દશા સંપૂર્ણ Page #136 -------------------------------------------------------------------------- ________________ [ ૪] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર સાતમી દશા | પ્રાકથન RDCRORRORDROR * પ્રસ્તુત દશામાં ભિક્ષુની બાર પડિમા–પ્રતિમાઓનું વર્ણન છે. ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર વગેરે આગમોમાં ભિક્ષુ(સાધુ)ની અનેક પ્રકારની પ્રતિમાઓનું વર્ણન જોવા મળે છે, જેમ કે– યવમધ્યા પ્રતિમા, વજમધ્યા પ્રતિમા, ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, સર્વતો ભદ્ર પ્રતિમા, સપ્ત સપ્તમિકા પ્રતિમા, અષ્ટ અષ્ટમિકા પ્રતિમા, મોક પ્રતિમા, સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, એકલવિહાર પ્રતિમા, કાયોત્સર્ગ પ્રતિમા વગેરે. સાધક વૈર્ય, સહિષ્ણુતા, ધ્યાન આદિ ગુણોની વૃદ્ધિ કરવા માટે વિવિધ પ્રકારની પ્રતિમાઓ (અભિગ્રહો) ધારણ કરી સાધનાને ઉજ્જવળ અને દઢ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. * સાધકની તપ, સંયમ, ધ્યાન વૃત્તિને દઢ કરવા આ દશામાં બાર ભિક્ષુ પ્રતિમાઓનું વર્ણન છે. આ પ્રતિમા પાલનનું લક્ષ્ય કર્મ નિર્જરા દ્વારા નિર્વાણ પ્રાપ્તિનું છે. * આ બાર પ્રતિમાઓના નામ તેના ક્રમના આધારે છે. પ્રથમની સાત પ્રતિમાની કાલ મર્યાદા એક-એક મહિનાની છે અને તેથી જ વૃત્તિકારે તે રોમાલિ, સિનલિય ના અર્થ બીજી માસિક પ્રતિમા, ત્રીજી માસિકી પ્રતિમા, ચોથી માસિક પ્રતિમા આદિ કર્યા છે. આ રીતે સાત મહિનામાં સાત પ્રતિમા સંપન્ન થાય છે. પછીની ત્રણ પ્રતિમા સાત-સાત અહોરાત્રિની છે તેને પ્રથમ સપ્ત અહોરાત્રિકી, બીજી સપ્ત અહોરાત્રિકી, અને ત્રીજી સપ્ત અહોરાત્રિની પ્રતિમા કહેવામાં આવે છે અને ત્યારપછીની એક અહોરાત્રિી અને એક રાત્રિકી પ્રતિમા કહેવાય છે. આ બાર પ્રતિમા આઠ મહિનામાં પૂર્ણ થાય છે. * પ્રત્યેક પ્રતિમામાં સાધકે સૂત્ર કથિત ૧૬ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિયમોનો ઉદ્દેશ શરીર શુશ્રષા અર્થાત શરીર પ્રત્યેના મમત્વનો ત્યાગ અને ધૈર્ય અને શુરવીરતાપૂર્વક નિયમોનું અનુપાલનનો છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ દશા-૭. ૫ | સાતમી દશા : ભિક્ષુ પ્રતિમા 2/ PETER/Ez777) બાર ભિક્ષુ પ્રતિમા :| १ सुयं मे आउसं, तेणं भगवया एवमक्खायं-इह खलु थेरेहिं भगवंतेहिं बारस भिक्खुपडिमाओ पण्णत्ताओ । कयराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं बारस भिक्खपडिमाओ पण्णत्ताओ ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं बारस भिक्खुपडिमाओ पण्णत्ताओ, तं जहा ૨. માસિયા મિજકુ-વિના, ૨. વોમસિયા મિલુ-પડકા, રૂ. તિલિયા fમજવું-પડિમા, ૪. વડાલિયા બિનg-હિમા, ૫. પંરમાસિયા મિજબુ-પકિમી, ६. छमासिया भिक्खुपडिमा, ७. सत्तमासिया भिक्खु-पडिमा, ८. पढमा सत्तराइदिया भिक्खु-पडिमा, ९. दोच्चा सत्तराइदिया भिक्खु-पडिमा, १०. तच्चा सत्तराईदिया भिक्खु-पडिमा, ११. अहोराइदिया भिक्खु-पडिमा, १२. एगराइया fમણુ-પડિમ | ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છેઆ નિગ્રંથ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ બાર ભિક્ષપ્રતિમા કહી છે. પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ કઈ બાર ભિક્ષુ પ્રતિમા કહી છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ આ બાર ભિક્ષુ પ્રતિમા કહી છે, જેમ કે (૧) માસિકી ભિક્ષુ પ્રતિમા (૨) બીજી માસિકી ભિક્ષુ પ્રતિમા (૩) ત્રીજી માસિકી ભિક્ષુ પ્રતિમા (૪) ચોથી માસિકી ભિક્ષુ પ્રતિમા (૫) પાંચમી માસિકી ભિક્ષુ પ્રતિમા () છઠ્ઠી-માસિકી ભિક્ષુ પ્રતિમા (૭) સાતમી માસિકી ભિક્ષુ પ્રતિમા (૮) પ્રથમ સાત રાત્રિ દિવસની ભિક્ષુ પ્રતિમા (૯) બીજી સાત રાત્રિ દિવસની ભિક્ષુ પ્રતિમા (૧૦) ત્રીજી સાત રાત્રિ દિવસની ભિક્ષુ પ્રતિમા (૧૧) અહોરાત્રિ (એક રાત દિવસ)ની ભિક્ષુ પ્રતિમા (૧૨) એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ભિક્ષુની બાર પડિમાના નામોનું કથન છે. પકિના:- પ્રતિજ્ઞા, પ્રતિમા. કર્મોની વિશેષ નિર્જરા માટે સ્વીકારવામાં આવતા કઠિન નિયમો-અનુષ્ઠાનો માટે શાસ્ત્રમાં પડતા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સાધક દ્વારા સ્વીકારવામાં આવતી વિશિષ્ટ પ્રતિજ્ઞાઓ અથવા વિશિષ્ટ પ્રકારના તપ અભિગ્રહયુક્ત સાધનાને ભિક્ષુ પડિમા કે ભિક્ષુ પ્રતિમા કહેવામાં આવે છે. પ્રતિમા ધારકની પાત્રતા – ભાષ્ય ગ્રંથોમાં આ પ્રતિમાના આરાધકની યોગ્યતાનું વિસ્તૃત વર્ણન છે. પ્રથમ ત્રણ સંતાનના ધારક, ૨૦ વર્ષની સંયમ પર્યાયવાળા અને ૨૯ વર્ષની ઉંમરવાળા તથા જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ પર્યત જ્ઞાનના ધારક સાધુ, ગુરુની આજ્ઞાપૂર્વક પ્રતિમાઓનું વહન કરી Page #138 -------------------------------------------------------------------------- ________________ [ s ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર શકે છે. પૂર્વનું જ્ઞાન વિચ્છેદ જવાથી વર્તમાનમાં આ ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન સંભવિત નથી. આઠ ગુણના ધારક સાધુ એકલ વિહાર કરી શકે છે.આ પ્રતિમાનું વહન કરનાર સાધક આઠ મહિના એકલા વિચરે છે, તેથી તે શ્રદ્ધાવાન, સત્યવાદી, મેધાવી, બહુશ્રુત, શક્તિમાન, અલ્પાધિકરણ, ધૃતિમાન અને વીર્ય સંપન્ન, આ આઠ ગુણથી સંપન્ન હોવા જરૂરી છે. પ્રતિમાનું કાલમાન - બાર પ્રતિમાના કાલમાન વિષયક ટીકાકારે સ્પષ્ટતા કરી છે કે તો માસિયા, તિ નલિયા આ પાઠથી બે માસની, ત્રણ માસની, તેમ અર્થ ન કરતાં દ્વિતીય માસિકી, તૃતીયા માસિકી, આ પ્રકારે અર્થ કરવો જોઈએ કારણ કે આ પ્રતિમાઓનું પાલન નિરંતર શીત અને ગ્રીષ્મ કાલના આઠ માસમાં જ કરાય છે. ચાતુર્માસમાં પ્રતિમાનું પાલન થતું નથી અથવા પૂર્વની પ્રતિમાઓના એક, બે માસ પણ ત્યાર પછીની પ્રતિમામાં સમાવિષ્ટ થઈ જાય છે, તેથી દ્વિમાસિકી, ત્રિમાસિકી તે પ્રકારે કથન કરાય છે અથવા પ્રત્યેક પ્રતિમાનો સમય એક માસનો જ છે પરંતુ પ્રત્યેક પ્રતિમામાં આહારની દત્તીઓની વૃદ્ધિના કારણે ક્રમશઃ દ્વિમાસિકી, ત્રિમાસિકી આ પ્રકારે કથન કરાય છે. આ પ્રતિમાની આરાધના શેષકાળના અર્થાતુ શિયાળા અને ઉનાળાના આઠ મહિનામાં કરવામાં આવે છે. એકથી સાત પ્રતિમા એક-એક મહિનામાં પૂર્ણ થાય છે, તેથી તેના સાત મહિના. આઠમી, નવમી, દસમી ત્રણ પ્રતિમા સાત-સાત દિવસની છે, તેથી ૭ X ૩ = ૨૧ દિવસ અને રરમા દિવસે પારણું કરે; ૨૩મા, ૨૪મા દિવસે છઠ્ઠ કરી અગિયારમી પ્રતિમાનું આરાધના કરે અને ૨૫મા દિવસે પારણું કરે; ૨૬, ૨૭, ૨૮મા દિવસે અટ્ટમ કરી બારમી પ્રતિમાનું આરાધન કરે, આઠમા મહિનાના ૨૯મા દિવસે અટ્ટમનું પારણુ કરી પ્રતિમા પૂર્ણ કરાય છે. આ રીતે આઠ મહિનામાં બાર પ્રતિમાની આરાધના થાય છે. પ્રતિમામાં તપશ્ચર્યા– ૧ થી ૭ પ્રતિમામાં દત્તીની મર્યાદાનુસાર આહાર-પાણી ગ્રહણ કરવામાં આવે છે. દરી- દાતા દ્વારા દર્વી-કડછી, વાટકો કે અન્ય કોઈપણ પાત્ર દ્વારા અપાતા પદાર્થની ધારા ન તૂટે, અખંડ એક ધારાથી અપાતા આહારને એક દત્તી આહાર કહેવામાં આવે છે અથવા ગૃહસ્થો એક વારમાં જેટલો અને જે આહાર વહોરાવે, તે અને તેટલો આહાર ગ્રહણ કરવો, તેને એક દત્તી ભોજન કહે છે. આ રીતે એક અખંડધારામાં ગૃહસ્થ જેટલું પાણી વહોરાવે, તે ગ્રહણ કરવું, તેને એક દત્તીપાણી કહે છે. ધારા ખંડિત થાય એટલે દત્તી સમાપ્ત થઈ જાય છે. પ્રથમ એક મહિના પર્યત એક દત્તી આહાર અને દત્તી પાણી લેવામાં આવે છે, બીજા મહિને બે દત્તી, ત્રીજા મહિને ત્રણ દત્તી ...તેમ આહાર પાણીની એક-એક દત્તી વધારતા સાતમા મહિને સાતમી પ્રતિમાના આરાધક સાત દત્તી આહાર અને સાત દત્તી પાણી ગ્રહણ કરે છે. આઠમીથી દસમી પ્રતિમામાં ૨૧ દિવસ એકાંતર ઉપવાસ(નિર્જળા) અને પારણાના દિવસે આયંબિલ કરવામાં આવે છે, પારણાના દિવસે આવશ્યકતાનુસાર આહાર-પાણીની દત્તી ગ્રહણ કરી શકે છે. અગિયારમી પ્રતિમામાં પાણીરહિત-ચૌવિહારા બે ઉપવાસ(છઠ્ઠ) અને બારમી પ્રતિમામાં ચૌવિહારા ત્રણ ઉપવાસ (અટ્ટમ) કરવામાં આવે છે. આઠમી, નવમી, દસમી પ્રતિમામાં વિશિષ્ટ આસનોમાં સ્થિત થઈ કાયોત્સર્ગ, ધ્યાન કરવાનું હોય છે. તેમાં ક્રમશઃ આઠમી પ્રતિમામાં સાધક ઉત્તાનાસન, પાર્ષાસન અને નિષદ્યાસનમાં કાયોત્સર્ગ કરે છે, નવમી પ્રતિમામાં દંડાસન, લટાસન અને ઉત્કટાસનમાં કાયોત્સર્ગ કરે છે અને દસમી પ્રતિમામાં Page #139 -------------------------------------------------------------------------- ________________ | દશા-૭ | ૭ | ગોદુહાસન, વીરાસન, આમ્રકુન્ધાસનમાં કાર્યોત્સર્ગ કરે છે. અગિયારમી પ્રતિમામાં અહોરાત્ર પર્યત ઊભા-ઊભા કાયોત્સર્ગ કરે છે અને બારમી પ્રતિમામાં પણ એક રાત્રિ પર્યત ઊભા-ઊભા કાયોત્સર્ગ કરે છે પણ રાત્રિ પર્યત એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર કરી નિર્નિમેષ દષ્ટિએ કાયોત્સર્ગ કરે છે. આ રીતે બારે પ્રતિમામાં સાધુ વિશિષ્ટ અભિગ્રહપૂર્વક સાધના કરે છે. તેના વિશિષ્ટ નિયમો (અભિગ્રહો)નું વર્ણન હવે પછીના સૂત્રોમાં કરવામાં આવ્યું છે. માસિકી-પ્રતિમાધારી ભિક્ષુનો વ્યવહાર :| २ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णिच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ उवसग्गा उववज्जति, त जहा- दिव्वा वा, माणुसा वा, तिरिक्खजोणिया वा, ते उप्पण्णे सम्म सहइ, खमइ, तितिक्खइ, अहियासेइ । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુ હંમેશાં શરીરની પરિચર્યા અને મમત્વભાવથી રહિત હોય છે, તે દેવ, મનુષ્ય કે તિર્યંચસબંધી, ઉપસર્ગ આવે તો મુખની રેખા પણ ન બદલાય તેમ સહન કરે, ક્રોધ રહિત ભાવે, ક્ષમાભાવ સાથે સહન કરે, અદીન ભાવે-લાચાર બન્યા વિના સહન કરે, સમ્યક રીતે સમભાવથી જીવવવાની આશા અને મરણના ભય રહિત બની સહન કરે છે. | ३ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ एगा दत्ती भोयणस्स पडिग्गाहित्तए, एगा पाणगस्स । __ अण्णायउञ्छं, सुद्धोवहडं, णिज्जूहित्ता बहवे दुप्पय-चउप्पय-समण-माहणअतिहि-किविण वणीमगे कप्पइ से एगस्स भुजमाणस्स पडिग्गाहित्तए । णो दुण्ह णो तिण्हंणो चउण्हंणो पंचण्हंणो गुम्विणीए णो बाल-वच्छाए, णो दारगं पेज्जमाणीए, णो अंतो एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, णो बाहिं एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, अह पुण एवं जाणेज्जा, एगं पायं अंतो किच्चा एगं पायं बाहिं किच्चा एलुयं विक्खभइत्ता, एवं से दलयइ एवं से कप्पइ से पडिग्गाहित्तए, एवं से णो दलयइ, एवं से णो कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમા ધારી સાધુને એક દત્તી (એક ધારે પ્રાપ્ત) ભોજન અને એક દત્તી પાણી લેવા કહ્યું છે. પ્રતિમાધારી સાધુ અજ્ઞાત કુળ–સાધુના આગમનને જાણતા ન હોય તેવા ઘરમાંથી શુદ્ધ-ઉગમાદિ દોષ રહિત, બીજાને માટે બનાવેલા આહારની દત્તી ગ્રહણ કરે છે. દાસ-દાસી દ્વિપદ, ગાય-ભેંસ આદિ ચતુષ્પદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને ભિખારી આદિ ભોજન લઈને ચાલ્યા ગયા હોય ત્યાર પછી પ્રતિમા ધારી ભિક્ષુને આહાર ગ્રહણ કરવા કહ્યું છે. એક વ્યક્તિ ભોજન કરી રહી હોય અર્થાત્ જે આહાર-પાણી પર એકની માલિકી હોય, ત્યાંથી આહારપાણીની દત્તી લેવી કહ્યું છે. બે, ત્રણ, ચાર અથવા પાંચ વ્યક્તિ એક સાથે બેસીને ભોજન કરતી હોય અર્થાતુ બે-ત્રણ વ્યક્તિની માલિકી હોય તેવા આહાર-પાણીની દત્તી લેવી કલ્પતી નથી. ગર્ભવતી સ્ત્રી, નાનાબાળકો હોય તેવી અને બાળકને દુગ્ધપાન કરાવતી સ્ત્રી પાસેથી (દત્તી) લેવી કલ્પતી નથી. જેના બંને પગ ડેલી(ઉંબરા)ની અંદર અથવા બંને પગ Page #140 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ડેલીની બહાર હોય તેવી સ્ત્રી પાસેથી દત્તી લેવી કલ્પતી નથી, પરંતુ એક પગ ડેલી (ઉંબરા)ની અંદર અને એક પગ ડેલીની બહાર હોય અર્થાતુ ડેલી(ઉંબરો) બે પગની વચ્ચે હોય, તે રીતે ઊભા રહીને ભિક્ષા આપે તો આહાર-પાણીની દત્તી લેવી કહ્યું છે. આ રીતે ન આપે તો આહાર-પાણીની દત્તી લેવી કલ્પતી નથી. | ४ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स तओ गोयरकाला पण्णत्ता। तं जहा- आदि, मज्झे, चरिमे । आदि चरेज्जा, णो मज्झे चरेज्जा, णो चरिमे चरेज्जा । मज्झे चरेज्जा, णो आदि चरिज्जा, णो चरिमे चरेज्जा । चरिमे चरेज्जा, णो आदि चरेज्जा, णो मज्झे चरेज्जा । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુને ભિક્ષાચર્યાના ત્રણ કાલ કહ્યા છે, જેમ કે– (૧) દિવસનો પ્રથમ ભાગ (૨) દિવસનો મધ્યભાગ અને (૩) દિવસનો અંતિમભાગ. (૧) દિવસના પ્રથમ ભાગમાં ભિક્ષાચર્યા માટે જાય, તો મધ્ય અને અંતિમ ભાગમાં ન જાય. (૨) દિવસના મધ્યભાગમાં ભિક્ષાચર્યા માટે જાય, તો પ્રથમ અને અંતિમ ભાગમાં ન જાય. (૩) દિવસના અંતિમ ભાગમાં ભિક્ષાચર્યા માટે જાય, તો પ્રથમ અને મધ્યભાગમાં ન જાય. | ५ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स छव्विहा गोयरचरिया पण्णत्ता, तं जहा- पेडा, अद्धपेडा, गोमुतिया, पतंगवीहिया, संबुक्कावट्टा, गंतुपच्चागया । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી અણગારને માટે છ પ્રકારે ગોચર વિધિ કહી છે, યથા(૧) પેડા-ચોરસ પેટીના આકારે, વચ્ચેના ઘરો છોડી, ચારે દિશાઓના ઘરેથી ભિક્ષાચર્યા કરે. (ર) અર્ધપેડા-અર્ધપેટીના આકારે વચ્ચેના ઘરો છોડી, બે દિશાઓના ઘરેથી ભિક્ષાચર્યા કરે. (૩) ગોકુત્રિકા-બળદના મૂત્રના આકારે અર્થાત્ ડાબી, જમણી બાજુના સામસામા ઘરેથી ભિક્ષાચર્યા કરે. | (૪) પતંગવીથિકા-પતંગિયાની ગતિની જેમ અક્રમથી આડા-અવળા ગમે તે ઘરેથી ભિક્ષાચર્યા કરે. (૫) શંખકાવર્તા-શંખાવર્તના આકારની જેમ અર્થાતુ ગોળાકારે રહેલા ઘરેથી ભિક્ષાચર્યા કરે. () ગંતુ-પ્રત્યાગતા-સીધા માર્ગે જતાં કે આવતાં ક્રમબદ્ધ ઘરેથી ભિક્ષાચર્યા કરે. | ६ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स जत्थ णं केइ जाणइ गामसि वा जाव माडबसि वा कप्पइ से तत्थ एगराइयं वसित्तए । जत्थ ण केइ ण जाणइ कप्पइ से तत्थ एगरायं वा दुराय वा वसित्तए । णो से कप्पइ एगरायाओं वा दुरायाओं वा पर वत्थए । जे तत्थ एगरायाओं वा दुरायाओं वा परं वसति से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી અણગારને(જ્યાં) કોઈ ઓળખતા હોય તેવા ગામમાં વાવતુ મડંબમાં એક રાત રહેવું કહ્યું છે. જ્યાં(જે સ્થાનમાં) કોઈ ઓળખતા ન હોય તેવા સ્થાનમાં એક કે બે રાત રહેવું કહ્યું છે, પરંતુ એક કે બે રાતથી વધુ રહેવું કલ્પતું નથી. પ્રતિમાધારી સાધુને એક કે બે રાતથી જેટલા દિવસ વધુ રહે તેટલા દિવસનો દીક્ષાછેદ અથવા પરિહારતાનું પ્રાયશ્ચિત્ત આવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ | દશા-૭ | | દ૯ ] | ७ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ चत्तारि भासाओ भासित्तए, तं जहा- जायणी, पुच्छणी, अणुण्णवणी, पुट्ठस्स वागरणी । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી અણગારને ચાર પ્રકારની ભાષા બોલાવી કહ્યું છે, જેમ કે(૧) યાચની ભાષા- આહારાદિની યાચના માટે બોલાતી ભાષા, (૨) પૃચ્છની ભાષા- માર્ગ આદિ પૂછવા માટે બોલાતી ભાષા, (૩) અનુજ્ઞાપની ભાષા- આજ્ઞા લેવા માટે બોલાતી ભાષા, (૪) પૃષ્ઠ વ્યાકરણી ભાષા- પ્રશ્નના ઉત્તર આપવા માટે બોલાતી ભાષા. ८ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ तओ उवस्सया पडिलेहित्तए, तं जहा- अहे आरामगिहसि वा, अहे वियडगिहसि वा, अहे रूक्खमूलगिहंसि वा, एवं तओ उवस्सया अणुण्णवेत्तए, उवाइणित्तए य । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમધારી અણગારને ત્રણ પ્રકારના ઉપાશ્રયો(થાન)નું પ્રતિલેખન કરવું કહ્યું છે, જેમ કે– (૧) ઉદ્યાનગૃહ- ઉધાનમાં બનેલા ઘરો (૨) વિવૃતગૃહ– ચારે બાજુથી ખુલ્લા અને ઉપરથી આચ્છાદિત (ઢાંકેલા) ઘરો (૩) વૃક્ષ મૂળગૃહ– વૃક્ષની નીચે અથવા ત્યાં બનેલા ઘરો. આ ત્રણ ઉપાશ્રય (સ્થાન)ની આજ્ઞા લેવી અને ત્યાં રહેવું પ્રતિમાધારી સાધુને કહ્યું છે. | ९ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स कप्पइ तओ संथारगा पडिलेहित्तए, तं जहा- पुढविसिलं वा, कट्ठसिलं वा, अहासंथडमेव वा संथारगं। एवं तओ संथारगा अणुण्णवेत्तए, उवाइणित्तए य । ભાવાર્થ:- માસિકી ભિક્ષુપ્રતિમાધારી અણગારને ત્રણ પ્રકારના સંસ્તારકોનું પ્રતિલેખન કરવું કહ્યું છે, જેમ કે– (૧) પથ્થરની શિલા, (૨) લાકડાની પાટ, (૩) ગૃહસ્થ કારણવશ પોતાના માટે પહેલાથી પાથરી રાખેલા સંસ્તારક(ઘાસની પથારી). આ ત્રણ સંતારકની આજ્ઞા લેવી અને તેના ઉપર સૂવું કહ્યું છે. |१० मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स इत्थी वा पुरिसे वा उवस्सय उवागच्छेज्जा, णो से कप्पइ त पडुच्च णिक्खमित्तए वा, पविसित्तए वा । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુના ઉપાશ્રયમાં સ્ત્રી અથવા પુરુષ(મૈથુન સેવનાદિ માટે) આવે, તો પ્રતિમાધારી સાધુને બહાર હોય તો અંદર આવવું અને અંદર હોય તો બહાર નીકળવું કલ્પતું નથી.(પોતે જ્યાં હોય ત્યાં જ મધ્યસ્થ ભાવથી તપ-સંયમમાં લીન રહે.) | ११ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स केई उवस्सयं अगणिकाएणं झामेज्जा णो से कप्पइ तं पड़च्च णिक्खमित्तए वा पविसित्तए वा। तत्थं णं केइ बाहाए गहाय आगसेज्जा णो से कप्पइ तं अवलंबित्तए वा पच्चवलंबित्तए वा, कप्पइ अहारियं रीइत्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષપ્રતિમાધારી સાધુના ઉપાશ્રયમાં કોઈ આગ લગાવે, તો તેને ઉપાશ્રયની અંદર હોય તો બહાર જવું અને બહાર હોય તો અંદર આવવું કલ્પતું નથી. જો કોઈ તેનો હાથ પકડીને ખેંચે, તો તેનું અવલંબન, પ્રલંબન લેવું કલ્પતું નથી અર્થાત્ તેનો હાથ પકડીને અથવા ઢસડાઈને બહાર નીકળ Page #142 -------------------------------------------------------------------------- ________________ | ७० શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર વું કલ્પતું નથી, પરંતુ ઇર્યાસમિતિપૂર્વક પોતાની મેળે બહાર નીકળવું કહ્યું છે. १२ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स पायंसि खाणू वा कंटए वा हीरए वा सक्करए वा अणुपवेसेज्जा णो से कप्पइ णीहरित्तए वा विसोहित्तए वा कप्पइ से अहारियं रीइत्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુના પગમાં તીક્ષ્ણ હૂંઠું (સૂકા લાકડાની અણી, ફાંસ વગેરે), કાંટા, કાચ અથવા કાંકરા લાગી જાય તો તેને કાઢવા અથવા તેનું વિશોધન-ઉપચાર કરવા કલ્પતા નથી, પરંતુ તેને ઈર્યાસમિતિપૂર્વક સાવધાનીથી ચાલતા રહેવું કહ્યું છે. १३ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स अच्छिसि पाणाणि वा बीयाणि वा, रए वा परियावज्जेज्जा, णो से कप्पइ णीहरित्तए वा विसोहित्तए वा, कप्पइ से अहारियं रीइत्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુની આંખમાં સૂક્ષ્મ પ્રાણી (જીવ) બીજ, રજ, વગેરે પડે તો તેને કાઢવા અથવા વિશોધન-ઉપચાર કરવા કલ્પતા નથી, પરંતુ તેને ઈર્યાસમિતિપૂર્વક સાવધાનીથી ચાલતા રહેવું કહ્યું છે. १४ मासियं णं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स जत्थेव सूरिए अत्थमज्जा तत्थेव जलंसि वा थलंसि वा दुग्गंसि वा णिण्णंसि वा पव्वयंसि वा विसमंसि वा गड्डाए वा दरीए वा कप्पइ से तं रयणिं तत्थेव उवाइणावित्तए णो से कप्पइ पयमवि गमित्तए । कप्पइ से कल्लं पाउप्पभायाए रयणीए जाव जलंते पाईणाभिमुहस्स वा दाहिणाभिमुहस्स वा पडीणाभिमुहस्स वा उत्तराभिमुहस्स वा अहारियं रीइत्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુ વિહાર કરતા હોય ત્યારે જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ ઊભા રહી જાય છે, તે કોઈ જલ સ્થાન(સૂકાયેલું તળાવ અથવા તળાવનો કિનારો) હોય, સ્થળ હોય, દુર્ગમસ્થાન હોય, અથવા નીચું સ્થાન હોય, પર્વત હોય અથવા વિષમસ્થાન હોય, ખાડો હોય કે ગુફા હોય, ત્યાં જ આખી રાત પસાર કરે છે, એક પણ ડગલું આગળ વધવું કેલ્પતું નથી. કાલે અર્થાત્ બીજા દિવસનું પ્રભાત થાય યાવતુ જાજવલ્યમાન સૂર્યોદય થાય ત્યારે તેને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અથવા ઉત્તરાભિમુખ(પૂર્વાદિ દિશા તરફ) ઇર્યાસમિતિપૂર્વક જવું કહ્યું છે. | १५ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णो से कप्पइ अणंतरहियाए पुढवीए णिद्दाइत्तए वा पयलाइत्तए वा । केवली बूया-आयाणमेय । से तत्थ णिद्दायमाणे वा पयलायमाणे वा हत्थेहिं भूमि परामुसेज्जा । [ तम्हा ] अहाविहिमेव ठाणं ठाइत्तए णिक्खमित्तए । उच्चारपासवणेणं उप्पाहिज्जा णो से कप्पइ उगिण्हित्तए वा, णिगिण्हित्तए वा । कप्पइ से पुव्वपडिलेहिए थंडिले उच्चार-पासवणं परिट्ठवित्तए, तमेव उवस्सयं आगम्म ठाणं ठाइत्तए । Page #143 -------------------------------------------------------------------------- ________________ દશા-૭ ૭૧ ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુ સચિત્ત પૃથ્વીની પાસે રહ્યા હોય, તો ત્યાં તેને નિદ્રા લેવી અથવા ઊંઘી જવું કલ્પતું નથી. કેવળી ભગવાને તેને કર્મબંધનું કારણ કહ્યું છે. ત્યા નિદ્રા લેતા, ઊંઘી જતા પોતાના હાથ આદિથી સચિત્ત પૃથ્વીનો સ્પર્શ થઈ જાય, તો પૃથ્વીકાયના જીવોની હિંસા થાય છે, તેથી તે સાવધાનીપૂર્વક ત્યાં સ્થિર રહે અથવા કાયોત્સર્ગ કરે છે. જો ત્યાં તેને મળ-મૂત્ર નિવારણની આવશ્યકતા હોય તો તેને રોકી રાખવા કલ્પતા નથી. પડિલેહણ કરેલી ભૂમિમાં મળમૂત્રની ઉત્સર્ગ ક્રિયા કરીને અર્થાત્ પરઠીને પુનઃ તે સ્થાને આવી સાવધાનીપૂર્વક સ્થિર રહે અથવા કાયોત્સર્ગ કરે છે. | १६ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णो कप्पइ ससरक्खेणं काएणं गाहावइकुलं भत्ताए वा पाणाए वा णिक्खमित्तए वा पविसित्तए वा । अह पुण एवं जाणेज्जा ससरक्खे सेयत्ताए वा जल्लत्ताए वा मल्लत्ताए वा पकंत्ताए वा विद्धत्थे, से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा णिक्खमित्तए वा पविसित्तए वा । ભાવાર્થ:- માસિકી ભિક્ષુપ્રતિમાધારી સાધુને સચિત્ત રજયુક્ત શરીરે ગૃહસ્થના ઘરમાં આહારપાણી લેવા માટે જવું-આવવું કલ્પતું નથી. જો પોતે જાણે કે શરીર પર લાગેલ સચિત્ત રજ પસીનાથી, શરીરના મેલથી, હાથના મેલથી હાથ આદિના સ્પર્શથી કે ઉત્પન્ન થયેલા મેલથી વિધ્વસ્ત થઈ ગઈ છે અર્થાત્ અચિત્ત થઈ ગઈ છે, તો તેને ગૃહસ્થના ઘરમાં આહાર-પાણી લેવા માટે જવું-આવવું કલ્પે છે. १७ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णो कप्पर सीओदगवियडेण वा उसिणोदग-वियडेण वा हत्थाणि वा पायाणि वा दंताणि वा अच्छीणि वा मुहं वा उच्छोलित्तए वा पधोइत्तए वा । णण्णत्थ लेवालेवेण वा भत्तमासेण वा । ભાવાર્થ:- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી સાધુને અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત, આંખ કે મોઢું વગેરે અવયવો એકવાર કે વારંવાર ધોવા કલ્પતા નથી, પરંતુ શરીરના અવયવો કોઈ પણ પ્રકારના લેપથી અથવા આહારથી લિપ્ત થયા હોય, તો તેને ધોઈને શુદ્ધ કરી શકે છે. १८ मासियं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णो कप्पइ आसस्स वा हत्थिस्स वा गोणस्स वा महिसस्स वा सुणस्स वा कोलसुणगस्स वा वग्घस्स वा दुट्ठस्स वा आवयमाणस्स पयमवि पच्चोसक्कित्तए । अदुट्ठस्स आवयमाणस्स कप्पइ जुगमित्तं पच्चोसकित्तए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુ પ્રતિમાધારી અણગારની સામે અશ્વ, હાથી, બળદ, ભેંસ, જંગલી ડુક્કર, કૂતરા, વાઘ વગેરે દુષ્ટપ્રાણીઓ આક્રમણ કરે, તો તેનાથી ભયભીત થઈને એક ડગલું પણ પાછળ હટવું કલ્પતું નથી. જો કોઈ અદુષ્ટ(સીધા-સરળ) પશુ સ્વભાવિક રૂપે જ માર્ગમાં સામે આવી જાય(અને તે પશુ સાધુથી ભયભીત બની જાય તો) તો તેને માર્ગમાં જગ્યા આપવા માટે બે ડગલા (યુગ માત્ર) અથવા ધોસર પ્રમાણ– સાડાત્રણ હાથ દૂર જવું કલ્પે છે. १९ सयं णं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स णो कप्पइ छायाओ Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર सीयं ति णो उण्हं एत्तए उण्हाओ उण्हं ति णो छायं एत्तए । जं जत्थ जया सिया तं तत्थ अहियासए । ભાવાર્થ :- માસિકી ભિક્ષુપ્રતિમાધારી સાધુને – અહીં ઠંડી વધારે છે, તેમ વિચારી છાયામાંથી તડકામાં તથા અહીં ગરમી વધારે છે, તેમ વિચારી તડકામાંથી છાયામાં જવું કલ્પતું નથી. જ્યારે જ્યાં જે પરિસ્થિતિ હોય, તેને ત્યાં રહીને સહન કરે. २० एवं खलु एसा मासिया भिक्खुपडिमा अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, મહાતવું, સમ્મ સિરા, પાલિત્તા, સહિરા, તારિતા, વિદત્તા, आराहित्ता, आणाए अणुपालित्ता भवइ । ભાવાર્થ :- આ રીતે આ એક માસની ભિક્ષુપ્રતિમા સૂત્રોનુસાર, કલ્પ-આચાર અનુસાર, માર્ગ અનુસાર, યથાતથ્ય(સત્યતા પૂર્વક) સમ્યક રીતે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને, શુદ્ધતા પૂર્વક આચરણ કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને, આરાધના કરીને, જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં માસિકી પ્રતિમાધારી ભિક્ષુના સમગ્ર જીવન વ્યવહારનું કથન છે. માસિકી પ્રતિમાધારીના જે નિયમોનું પ્રસ્તુતમાં કથન છે, તે સર્વ નિયમો શેષ અગિયાર પ્રતિસાધારી અર્થાત્ બારે બાર પ્રતિમાધારી સાધુઓએ આ નિયમોનું પાલન કરવાનું હોય છે. પ્રથમ માસિકી પ્રતિમાની આરાધના કરનાર સાધુને એક દત્તી આહાર અને એક દત્તી પાણીની લેવી કહ્યું છે. ભિક્ષ પ્રતિમાના વિશિષ્ટ અભિગ્રહો(નિયમો) :- પ્રતિમાધારી સાધુ ગોચરી સંબંધી સામાન્ય નિયમોનું પાલન કરે જ છે. તે ઉપરાંત કેટલાક વિશિષ્ટ અભિગ્રહો ધારણ કરે છે. પ્રતિમાધારી સાધુના આહાર ગ્રહણના વિધિનિષેધો (૧) ગણાયજીં- અજ્ઞાત કુળમાંથી થોડો આહાર ગ્રહણ કરે. સાધુ પધારવાના છે, તેવું ન જાણતા હોય, તે ઘરને અજ્ઞાતકુળ કહે છે. ઉંછ – થોડું લેવું. તેના બે પ્રકાર છે. (૧) દ્રવ્યથી- ગૃહસ્થ ઉપભોગ કરી લીધા પછી વધેલો આહાર દ્રવ્ય ઉછ કહેવાય છે. (૨) ભાવથી– વિશેષ સત્કાર, સન્માન વિના સામાન્ય ભિક્ષની જેમ આપે, તે ભાવ ઉંછ છે. (૨) ઉદ્દગમાદિ દોષથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરે. (૩) બીજા માટે બનાવેલા આહારને ગ્રહણ કરે. (૪)દાસ-દાસી, ગાય-ભેંસ, અન્ય શ્રમણો, બ્રાહ્મણો, વાચકો વગેરેને દાતા દ્વારા ભોજન અપાઈ ગયા પછી આહાર ગ્રહણ કરે. (૫) એકની માલિકીના આહારને ગ્રહણ કરે, બે ત્રણ, ચાર અને તેનાથી વધુ વ્યક્તિની માલિકીના આહારને ગ્રહણ ન કરે. (૬) ગર્ભવતી સ્ત્રીના હાથે આહાર ગ્રહણ ન કરવો, તે જિનકલ્પી સાધુનો કલ્પ છે. સ્થવિર કલ્પી-પ્રતિમધારી સાધુ ગર્ભને છમાસ થયા હોય તેવી ગર્ભવતી સ્ત્રી બેઠી હોય તો ઊભી થઈને, ઊભી હોય તો બેસીને આપે, તે તેના હાથે આહાર ગ્રહણ ન કરે, બેઠી હોય અને બેઠા-બેઠા, ઊભી હોય અને ઊભા-ઊભા આહાર આપે તો ગ્રહણ કરી શકે છે. (૭) નવજાત બાળકવાળી માતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (૮) બાળકને દૂધપાન કરાવતી માતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (૯) ભિક્ષાદાતાનો એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર હોય, તો જ આહાર ગ્રહણ કરે. (૧૦) દિવસના ત્રણ વિભાગમાંથી કોઈ પણ એક સાધુનો કરી ૨ ગ્રહણ ન કરે જતી સ્ત્રી બેક Page #145 -------------------------------------------------------------------------- ________________ દશા-૭ ૭૩ જ વિભાગમાં આહાર ગ્રહણ કરે છે. (૧૧) ગોચરી ભ્રમણના પેટાદિ છ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારે ભ્રમણ કરી ગોચરી ગ્રહણ કરે છે. પ્રતિમાધારી સાધુઓના વિહાર, શય્યા-સંસ્તારક, આદિ કેટલાક વિશિષ્ટ નિયમો આ પ્રમાણે છે– (૧) પ્રતિમાધારી સાધુ કોઈ પણ ગામમાં એક કે બે દિવસથી વધુ રહે નહીં. (૨) પ્રતિમાકાળ દરમ્યાન પ્રાયઃ મૌન રહે છે. બોલવું પડે તો યાચના કરવા માટે યાચની ભાષા‚ માર્ગ પૂછવા પુચ્છની ભાષા, સ્થાન આદિની આજ્ઞા લેવા આજ્ઞાપની ભાષા અને પ્રશ્નના ઉત્તર આપવા અનુજ્ઞાપની ભાષા બોલે છે અને એકલવિહાર કરે છે.(૩) ઉદ્યાનમાં, વૃક્ષ નીચે અને ઉપરથી આચ્છાદિત પણ ચારે બાજુથી ખુલ્લા, આ ત્રણ પ્રકારના સ્થાનમાં રહે છે.(૪) પૃથ્વીશિલા, લાકડાની પાટ અને ઘાસ પાથરીને તૈયાર કરેલું આસન, આ ત્રણ પ્રકારના સંસ્તારક ગ્રહણ કરે છે. (૫) જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં અન્ય ક્રિયા અર્થે અન્ય કોઈ આવે તો પણ નિર્ધારિત સમયે જ વિહાર કરે છે.(૬) જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં આગ લાગે તો પણ અન્યત્ર જાય નહીં. (૭) પગમાં કાંટો, કાચ આદિ વાગે તો કાઢે નહીં, ઉપચાર કરે નહીં. (૮) આંખમાં કણું પડે તો કાઢે નહીં, ઉપચાર કરે નહીં. વૃત્તિકાર તેની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે આંખમાં ઉડતાં કોઈ ત્રસ પ્રાણી કે નાના જીવજંતુ પડે તો સાધુ તે જીવજંતુ જીવિત હોય ત્યાં સુધી આંખની પલક ન પાડે, આંખ બંધ ન કરે. જો તે જંતુ બહાર નીકળી શકતું ન હોય તો અનુકંપાથી પ્રતિમાધારી સાધુ તેને બહાર કાઢી શકે છે. પ્રતિમાધારી દંઢ મનોબળી, કષ્ટ સહિષ્ણુ, શરીરના મમત્વ અને શુદ્ધાના ત્યાગી હોય છે. તે જીવરક્ષા માટે આંખમાંથી જીવજંતુને કાઢે, તે અપવાદ માર્ગ છે. (૯) સૂર્યાસ્ત પહેલા યોગ્ય સ્થાને પહોંચી જાય, તેમને સૂર્યાસ્ત પછી એક ડગલું પણ ચાલવું કલ્પતું નથી. સૂર્યાસ્ત સમયે સ્થિત થઈ જાય ત્યાં આજુબાજુ સચેત ભૂમિ હોય તો ત્યાં નિદ્રા લેવી(ઊંધી જવું) કલ્પતી નથી. (૧૦) શરીરના અવયવ ઉપર સચેત રજ ઊડીને પડે, તો સ્થિર ઊભા રહી જાય, પરસેવાદિથી તે રજ અચેત થાય પછી જ ગોચરી આદિ માટે જાય. (૧૧) અત્યંત પાણીથી શરીરાવયવ અપવાદ માર્ગે પણ ધુએ નહીં. (૧૨) સામેથી મદોન્મત્ત હાથી, અશ્વ, વાઘ, સિંહાદિ પ્રાણી આવે તો ભયભીત બની પોતાનો માર્ગ છોડે નહીં. (૧૩) ઠંડી, ગરમીને નિવારવાનો વિચાર કે પ્રયત્ન કરે નહીં. પ્રતિમાની આરાધના માટે શાસ્ત્રકારે અાવુત્ત, અહાળં આદિ પાંચ પદનો પ્રયોગ કર્યો છે. 'સૂત્ર' શબ્દ વિધિસૂત્રનો સૂચક છે, 'કલ્પ'–મર્યાદા અથવા વ્યવસ્થાનો, 'માર્ગ'-પદ્ધતિના અનુસરણનો, 'તત્ત્વ'—પ્રતિમાના વાસ્તવિક સ્વરૂપનો અને 'સામ્ય' શબ્દ સમભાવનો સૂચક છે. આ રીતે મહાસુત્ત-સૂત્ર નિર્દિષ્ટ વિધિ અનુસાર. મહાપ્યું-કલ્પ-મર્યાદા અનુસાર. મહામાં-માર્ગ-જ્ઞાન, દર્શનાદિ રૂપ મોક્ષમાર્ગ અનુસાર અથવા સાયોપશમિક ભાવરૂપ માર્ગે અનુસાર, અત્તાતત્ત્ત-યથાતથ્ય-પ્રતિમાના વાસ્તવિક સ્વરૂપ અનુસાર. માસમાં-સમભાવપૂર્વક. તેમજ પ્રતિમાની આરાધનાની પૂર્ણતા માટે શાસ્ત્રકારે 'પાશે.' આદિ ક્રિયા પદનો પ્રયોગ કર્યો છે. વાળ પાસેફ– કેવળ મનોરથ માત્ર નહીં પરંતુ ઉચિત સમયે વિધિપૂર્વક શરીર દ્વારા પ્રવૃત્તિ કરવી. પાલેફ- વારંવાર ઉપયોગપૂર્વક, સાવધાનતાપૂર્વક તેનું પાલન કરવું. મોત્તેફ– શોભિત. પારણાના દિવસે ગુરુ આજ્ઞાનુસાર આહાર ગ્રહણ કરીને વ્રતને શોભિત કરવું અથવા શોધિત—સ્વીકૃત વ્રતમાં દોષનું સેવન ન કરીને અથવા દોષસેવન થઈ જાય, તો તુરંત તે દોષની આલોચનાદિ કરીને વ્રતને શોધિત—શુદ્ધ કરવું. Page #146 -------------------------------------------------------------------------- ________________ | ७४ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર तीरेइ-व्रतनी महिने पूरी ४२वी. पूरेइ-प्रतने परिपू ४२. किट्टेइ-जीतन-व्रतना अमु अ अनुष्ठानो में पू या छ, ते प्रारे व्रतनो भडिमा प्रगट ४२वो. अणुपालेइ-व्रत पू िथया पछी ५ तेनी अनुमोहना-प्रशंसा ४२वी. આ રીતે પ્રતિમાધારી ભિક્ષુ કોઈપણ પ્રકારના આગાર વિના કઠોરતમ નિયમોનું પાલન કરતા શરીરના મમત્વનો ત્યાગ કરીને ચારિત્ર ભાવને દઢતમ બનાવે છે. બીજીથી સાતમી માસિકી પ્રતિમા :| २१ दो-मासियं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स जाव आणाए अणुपालित्ता भवइ । णवरं दो दत्तिओ भोयणस्स पडिग्गाहित्तए दो पाणस्स । ति-मासियं तिण्णिदत्तीओ । चउमासियं चत्तारि दत्तीओ । पंच-मासियं पंच दत्तिओ । छ-मासियं छ दत्तीओ । सत्त-मासियं सत्त दत्तिओ । जत्तिया मासिया तत्तिया दत्तिओ । ભાવાર્થ :- બીજી માસિકી ભિક્ષુપ્રતિમા ગ્રહણ કરનાર સાધુ ભાવતુ આ પ્રતિમાનું (પ્રથમ માસિક પ્રતિમાની જેમ) જિનાજ્ઞા અનુસાર પાલન કરે છે. વિશેષતા એ છે કે તેને પ્રતિદિન બે દત્તી આહારની અને બે દત્તી પાણીની ગ્રહણ કરવી કહ્યું છે. ત્રીજી માસિક પ્રતિમામાં ત્રણ દત્તી, ચોથી માસિકી પ્રતિમામાં ચાર દત્તી, પાંચમી માસિક પ્રતિમામાં પાંચ દત્તી, છઠ્ઠી માસિકી પ્રતિમામાં છ દત્તી અને સાતમી માસિકી પ્રતિમામાં સાત દત્તી આહાર-પાણી ગ્રહણ કરવા કલ્પ છે. જેટલામી માસિક પ્રતિમા હોય, તેટલી દત્તી લેવી કલ્પ છે. (પ્રથમથી સાતમી માસિક પ્રતિમાધારી ભિક્ષુનો સમગ્ર વ્યવહાર એક સમાન હોય છે.) प्रथम सात शनिवसनी(माभी) भिक्षु प्रतिमा :|२२ पढमं सत्तराईदियं भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णिच्चं वोसट्टकाए जाव अहियासेज्जा । कप्पइ से चउत्थेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणीए वा उत्ताणगस्स वा, पासिल्लगस्स वा, जेसिज्जयस्स वा ठाणं ठाइत्तए । तत्थ से दिव्व-माणुस्स-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा, ते णं उवसग्गा पयलेज्ज वा पवडेज्ज वा, णो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा। तत्थं णं उच्चार-पासवणेणं उब्बाहिज्जा, णो से कप्पइ उच्चार-पासवणं उगिण्हित्तए वा, णिगिण्हित्तए वा कप्पइ से पुव्वपडिलेहियंसि थंडिलंसि उच्चार-पासवणं परिझुवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए । एवं खलु एसा पढ मा सत्तराइंदिया भिक्खुपडिमा अहासूयं जाव आणाए अणुपालित्ता भवइ । Page #147 -------------------------------------------------------------------------- ________________ | દશા-૭ ૭૫ ] ભાવાર્થ :- પ્રથમ સાત દિવસ-રાત(અહોરાત્રીની પ્રતિમાના ધારક ભિક્ષુ, શરીર પ્રત્યે મમત્વથી રહિત કાવત પરિષહાદિને સહન કરે છે. તે ચૌવિહારા ઉપવાસ કરીને, ગ્રામ યાત્રાજધાનીની બહાર ઉત્તાનાસન-ચતા સુઈને, પાર્ષાસનપડખાભેર સૂઈને, નિષદ્યાસન-સુખાસનમાં બેસીને કાયોત્સર્ગમાં સ્થિર થાય છે. કાયોત્સર્ગ(ધ્યાન)થી પતિત કરે તેવા દેવ, મનુષ્ય, અથવા તિર્યંચ સબંધી ઉપસર્ગો આવે, તો પણ તે અણગાર ધ્યાનથી વિચલિત કે પતિત થતાં નથી. મળમૂત્ર નિવારણને રોકતા નથી, પરંતુ પૂર્વે પ્રતિલેખન કરેલી ભૂમિપર મલમૂત્રનો ત્યાગ કરીને, ફરી સ્વસ્થાને આવી વિધિવત્ કાયોત્સર્ગ કરે છે. આ રીતે આ પહેલી સાત દિવસ-રાતની ભિક્ષુ પ્રતિમાનું સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલન કરે છે. બીજી સાત દિવસ-રાત્રિની (નવમી) ભિક્ષુપ્રતિમા :| २३ एवं दोच्चा सत्तराईदिया वि । णवरं-दंडाइयस्स वा, लगडसाइस्स वा, उक्कुडुयस्स वा ठाणं ठाइत्तए। सेसं तं चेव जाव आणाए अणुपालित्ता भवइ। ભાવાર્થ :- આ રીતે બીજી સાત દિવસ-રાત(અહોરાત્ર)ની ભિક્ષુ પ્રતિમાનું પણ વર્ણન જાણવું. વિશેષતા એ છે કે આ પ્રતિમાના આરાધનકાળમાં દંડાસન, લકુટાસન અથવા ઉત્કટુકાસનમાં સ્થિત થાય છે. શેષ સર્વ નિયમોનું પૂર્વવતુ પાલન કરે છે યાવતું જિનાજ્ઞા અનુસાર (આ પ્રતિમાનું) પાલન કરે છે. ત્રીજી સાત દિવસ-રાત્રિની (દસમી) ભિક્ષુપ્રતિમા :२४ एवं तच्चा सत्तराईदिया वि । णवरं-गोदोहियाए वा वीरासणीयस्स वा अंबखुज्जस्स वा ठाणं ठाइत्तए । सेसं तं चेव जाव अणुपालित्ता भवइ । ભાવાર્થ :- આ રીતે ત્રીજી સાત દિવસ-રાતની (દસમી) ભિક્ષુ પ્રતિમાનું વર્ણન છે. વિશેષતા એ છે કે આ પ્રતિમાના આરાધનકાળમાં ગોદુહાસન, વીરાસન કે આમ્રકુન્શાસનમાં સ્થિત થઈને કાયોત્સર્ગાદિ કરવામાં આવે છે. શેષ વર્ણન પૂર્વવત્ યાવતુ આ પ્રતિમાનું જિનાજ્ઞા અનુસાર પાલન કરે છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં સાત અહોરાત્ર પ્રમાણવાળી આઠમી, નવમી, દસમી ત્રણ પ્રતિમાઓનું વર્ણન છે. વકલ્થ માં પણM– પાણી રહિત ઉપવાસ. આઠમી, નવમી અને દસમી, આ ત્રણ પ્રતિમામાં સાધક ત્રણ સપ્તાહ પર્યત ઉપવાસ અર્થાત્ એકાંતર ઉપવાસ કરે છે અને પારણામાં દિવસે આયંબિલ કરે છે. દત્તીની મર્યાદા સિવાય ગોચરી સંબંધી અન્ય સર્વ નિયમોનું પૂર્વની પ્રતિમાઓની જેમ જ પાલન કરે છે. સાધક આ ત્રણે પ્રતિમાઓમાં ઉપવાસના દિવસે ગામની બહાર જઈને સૂત્રોક્ત કોઈ પણ આસને સ્થિર થઈને કાયોત્સર્ગ કરે છે. આ ત્રણે પ્રતિમાઓમાં માત્ર આસનનું અંતર છે. આઠમી પ્રતિમામાં સાધક ઉત્તાનાસને, પાર્ષાસને કે નિષદ્યાસને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ e (૧) ઉત્તાનાસન– ઉત્તાનાસનમાં સાધક ચત્તા સુઈને કાર્યોત્સર્ગ કરે છે. 1 ઉત્તાનશાયિતા (૨) પાશ્વાંસનમાં સાધક પડખાભેર સૂઈને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર પાર્શ્વ શાયિતા (૩) નિષધાસન– નિષધાસનમાં સાધક પદ્માસન કે પલાંઠીવાળીને બેસીને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે. નૈષધિકાસન નૈષધિકાસન Page #149 -------------------------------------------------------------------------- ________________ દશા-૭ ૭૭ નવમી પ્રતિમામાં સાધક દંડાસન, લકુટાસન અને ઉક્કુડાસને કાર્યોત્સર્ગ કરે છે. (૧) દંડાસન – દંડાસનમાં સાધક પગલાંબા કરી, હાથ-પગ અંતર રહિત શરીરને સ્પર્શે તેમ રાખીને દંડની જેમ સુઈને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે. દંડાસન (૨) લકુટાસન :– વૃક્ષની લાકડી વાંકી-ચૂકી રહે છે તેમ આ આસનમાં શરીરનો કેટલોક ભાગ જમીનથી અહ્વર રહે છે અને કેટલોક ભાગ જમીનને સ્પર્શીને રહે છે. તેમાં એક પડખે સૂઈને હથેળી ઉપર માથું અને તે હાથની કોણી જમીન ઉપર ટેકવીને, એક પગનો પંજો ભૂમિ ઉપર રહે, એક પડખું ભૂમિને સ્પર્શે છે અને બીજા પગની એડી પહેલાં પગના ઘૂંટણ ઉપર રાખે છે. લ ટાસન (૩) ઉત્કૃટુકાસન– આ આસનમાં સાધક પગના બંને તળિયા ભૂમિ ઉપર સ્થિત કરી, પૂંઠ જમીનથી અતર રાખીને, હાથ અંજલીબદ્ધ કરી, ઉભડક બેસીને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭૮ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર દસમી પ્રતિમામાં સાધક ગોહાસને, વીરાસને કે આમ્રકુબ્બાસને સ્થિત થઈને કાયોત્સર્ગ કરે છે. દસમી પ્રતિમાના ત્રણે આસનમાં પ્રાયઃ શરીર જમીનથી અદ્ધર રહે છે. (૧) ગોકુહાસન- આ આસનમાં સાધક ઘૂંટણ જમીનથી અદ્ધર રહે તેમ પગના પંજા ઉપર બેસીને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. પી . ગોદુહાસન (૨) વીરાસન - આ આસનમાં સાધક ખુરશી ઉપર બેઠેલા મનુષ્યની નીચેથી ખુરશી કાઢી લીધા પછી જે સ્થિતિ હોય તે રીતે જમીન ઉપર બંને પગ રાખીને શરીર જમીનથી અદ્ધર રહે તેમ સ્થિત થઈને કાયોત્સર્ગ કરે છે. વીરાસન (૩) આ પ્રકાસન(અંત કબ્બાસન)- આ આસનમાં સાધક બંને પગના પંજા ઉપર ઊભા રહી, ઘૂંટણથી પગને વાંકાવાળી-સીધા ઊભા રહીને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. જેમ કેરી ગોળ અને નીચેથી કાંઈક વળેલી હોય છે તેમ આ આસનમાં પગ થોડા વળેલા રહે છે. એક દિવસ-રાત્રિની (અગિયારમી) ભિક્ષુપ્રતિમા - २५ एवं अहोराइंदियावि । णवरं-छट्टेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणिस्स वा ईसिं पब्भारगएणं काएणं दो वि पाए साह? Page #151 -------------------------------------------------------------------------- ________________ | ६ -७ | ७९ वग्घारिय-पाणिस्स ठाणं ठाइत्तए । सेसं तं चेव जाव अणुपालित्ता भवइ । ભાવાર્થ :- આ રીતે એક અહોરાત્ર(દિવસરાત્રિ)ની પ્રતિમાનું પણ વર્ણન છે. વિશેષતા એ છે કે પાણી રહિત છઠ્ઠ(બે ઉપવાસ)કરીને ગ્રામ, યાવતુ રાજધાનીની બહાર શરીરને થોડું ઝૂકાવીને, બને પગને સંકોચીને અને બન્ને હાથને જાનુપર્યત લાંબા કરીને(એક અહોરાત્ર પર્યત) કાયોત્સર્ગ કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવતુ આ પ્રતિમાનું જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. એક રાત્રિની ભિક્ષુપ્રતિમા - | २६ एगराइयं भिक्खुपडिमं पडिवण्णस्स अणगारस्स जाव अहियासेज्जा । कप्पइ से अट्टमेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणिस्स वा ईसिं पब्भारगएणं कारणं, एगपोग्गलट्ठिईए दिट्ठीए अणिमिस-णयणेहिं अहापणिहिएहिं गत्तेहिं सव्विदिएहिं गुत्तेहिं दो वि पाए साहटु वग्घारिय-पाणिस्स ठाणं ठाइत्तए । तत्थ से दिव्वमाणुस्सतिरिक्खिजोणिया उवसग्गा समुपज्जेज्जा, ते णं उवसग्गा पयलेज्ज वा पवडेज्ज वा णो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा । तत्थ से उच्चारपासवणेणं उव्वाहिज्जा, णो से कप्पइ उच्चारपासवणं उगिण्हित्तए वा णिगिण्हित्तए वा । कप्पइ से पुव्वपडिलेहियसि थंडिलंसि उच्चारपासवणं परिझुवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए । ભાવાર્થ :- એક રાત્રિની ભિક્ષપ્રતિમા ધારણ કરનાર સાધુ યાવત ઉપસર્ગોને સહન કરે. તે નિર્જળ અટ્ટમભક્ત(ચૌવિહારા ત્રણ ઉપવાસ) કરીને ગામ વાવ રાજધાનીની બહાર શરીર થોડું ઝુકાવી, એક પુદ્ગલ-પદાર્થ ઉપર દષ્ટિ સ્થિર રાખીને અનિમેષ દૃષ્ટિએ અને નિશ્ચલ અંગોથી સર્વ ઇન્દ્રિયોને ગોપવી, બંને પગ સંકોચીને બન્ને હાથને જાનુપર્યત લાંબા કરીને કાયોત્સર્ગમાં સ્થિર રહે છે. તે સમય દરમ્યાન કાયોત્સર્ગ ધ્યાનથી વિચલિત કે પતિત કરે, તેવા દેવ, મનુષ્ય અથવા તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે, તો પણ તે અણગાર વિચલિત કે પતિત થતાં નથી. જો મળ-મૂત્રની નિવારણની આવશ્યક્તા જણાય તો પૂર્વે પ્રતિલેખન કરેલી ભૂમિ ઉપર મળ -મૂત્રનો ત્યાગ કરીને પોતાને સ્થાને આવીને વિધિવત્ પુનઃ કાયોત્સર્ગમાં સ્થિત થઈ જાય છે. २७ एगराइयं भिक्खुपडिमं सम्म अणणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा अहियाए, असुभाए, अक्खमाए अणिस्सेयसाए, अणणुगामियत्ताए भवति, तं जहा- उम्मायं वा लभेज्जा, दीहकालियं वा रोगायंक पाउणिज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भसिज्जा ।। __ एगराइयं भिक्खुपडिमं सम्मं अणुपालेमाणस्स अणगारस्स इमे तओ ठाणा हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, अणुगामियत्ताए भवति । तं जहा Page #152 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ओहिणाणे वा से समुप्पज्जेज्जा, मणपज्जवणाणे वा से समुप्पज्जेज्जा, केवलणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा । ___एवं खलु एसा एगराइयं भिक्खुपडिमं अहासुयं, अहाकप्पं, अहामग्गं, મહાતવું, સન્મ cely ifસત્તા, પતિત્તા, રોહિતા, તરિત્તા, જિગ્દિત્તા, आराहित्ता, आणाए अणुपालित्ता या वि भवइ । एयाओ खलु ताओ थेरेहिं भगवतेहिं बारस भिक्खु पडिमाओ पण्णत्ताओ। त्ति बेमि ।। ભાવાર્થ :- એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન ન કરનાર સાધુને ત્રણ સ્થાન અહિતકારી, અશુભકારી, અકલ્યાણકારી, અશ્રેયકારી અને ભવિષ્યમાં દુઃખકારી થાય છે, જેમ કે– (૧) ઉન્માદની પ્રાપ્તિ (૨) દીર્ઘકાલીન રોગ અને આંતકની પ્રાપ્તિ (૩) કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું. એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન કરનાર સાધુને માટે નિમ્નોક્ત ત્રણ સ્થાન હિતકારી, શુભકારી, કલ્યાણકારી, શ્રેયકારી અને ભવિષ્યમાં સુખકારી થાય છે, જેમ કે– (૧) અવધિજ્ઞાનની પ્રાપ્તિ (૨) મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ (૩) પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે એક રાત્રિની ભિક્ષુપ્રતિમાનું યથાસૂત્ર-સૂત્રોનુસાર, યથાકલ્પ-આચાર અનુસાર, યથામાર્ગ-માર્ગાનુસાર અને યથાતથ્ય-સત્યતાપૂર્વક, સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને, શુદ્ધતાપૂર્વક આચરણ કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને, આરાધન કરીને, જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. આ રીતે સ્થવિર ભગવંતોએ બાર ભિક્ષુ પ્રતિમાઓ કહી છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અગિયારમી–બારમી પ્રતિમાનું વર્ણન છે. અગિયારમી પ્રતિમામાં સાધક પાણી રહિત છઠ્ઠ તપ કરે છે અને અંતિમ રાત્રિના ગામની બહાર અહોરાત્ર પર્યત કાયોત્સર્ગમાં સ્થિત થાય છે, તેથી તે અહોરાત્રિકી પ્રતિમા કહેવાય છે. બારમી પ્રતિમામાં સાધક પાણી રહિત અઠ્ઠમ તપ કરે છે અને અંતિમ રાત્રિમાં ગામ બહાર એક રાત્રિ પર્યત કાયોત્સર્ગ કરે છે અને તેમાં એક પુદ્ગલ ઉપર દષ્ટિ સ્થિર રાખે છે. પ પાટ્ટિા રિક્ષ - એક પુલ ઉપર દષ્ટિ સ્થિર કરવી, તેનું તાત્પર્ય એ છે કે દષ્ટિને ચારે બાજુ ન ફેરવતા નાસિકા ઉપર, પગના નખ ઉપર કે ઉમ્મિલિત દષ્ટિપથના કોઈ એક પદાર્થ ઉપર દષ્ટિને સ્થિર કરવી. દષ્ટિ સ્થિર થતાં મન સ્વતઃ સ્થિર થાય છે. બારમી પ્રતિમામાં અપલક દષ્ટિએ સાધક એક રાત્રિ પર્યત સ્થિર થાય છે. પ્રતિમા આરાધનાનું ફળ :- ભિક્ષુ પ્રતિમાની આરાધનાથી કર્મોની મહાનિર્જરા થાય છે. બારમી પ્રતિમાની સમ્યક આરાધના ન થાય તો ઉન્માદ, રોગાંતક અને ધર્મ ભ્રષ્ટતા આ ત્રણ દુષ્કળ પ્રાપ્ત થવાની શક્યતા રહે છે અને સમ્યક આરાધના થાય, તો અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન રૂપી સુફળની પ્રાપ્તિ થાય છે. | સાતમી દશા સંપૂર્ણ | Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના [ ૮૧] આઠમી દશા | | પ્રાકકથન છROROCRORDROROR * પ્રસ્તુત દશાનું નામ પર્યુષણા કલ્પ છે. ચાતુર્માસના બે કલ્પમાં પર્યુષણ પર્વતના કલ્પને પર્યુષણા કલ્પ કહેવામાં આવે છે. દશાશ્રુતસ્કંધની દશાઓમાં એક-એક વિષયનું નિરૂપણ છે. તે અનુસાર આ દશામાં પણ પર્યુષણાકલ્પ સંબંધી એક જ વિષયનું પ્રતિપાદન હોવું જોઈએ, પરંતુ વર્તમાનમાં આ દશામાં ભગવાન મહાવીર સ્વામીના જીવનની મુખ્ય છ ઘટનાના નક્ષત્રનું કથન કરતું એક જ સૂત્ર ઉપલબ્ધ છે. * નિયુક્તિકારે આદશાની નિર્યુક્તિમાં પર્યુષણકલ્પમાં પાલન કરવા યોગ્ય સંયમ સમાચારીના કેટલાક વિષયોનું વિવેચન કર્યું છે અને નિર્યુક્તિના પ્રારંભમાં પર્યુષણા શબ્દની વ્યાખ્યા કરી છે. આ દશા ઉપર નિયુક્તિની ૬૭ ગાથા છે. * એક માન્યતા એવી છે કે “કલ્પસૂત્ર” આ દશાના જ અંગરૂપ હતું અને પાછળથી તેણે સ્વતંત્ર રૂ૫ ધારણ કર્યું. નિક્તિને જોતા તે વાત સંગત લાગતી નથી અને સર્વ ઇતિહાસકારો પણ તે વાતમાં એક મત નથી. નિક્તિકારના સમય પછી આ દશાનો કેટલોક ભાગ લુપ્ત થઈ ગયો હોય તેમ અનુમાન થાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર આઠમી દશા : પર્યુષણા કલ્પ Tazlaze 22/2/2/2 ભગવાન મહાવીર સ્વામીના જીવનની મુખ્ય ઘટનાઓઃ १ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे यावि होत्था, तं जहा - हत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वक्कंते, हत्थुत्तराहिं गब्भाओ गब्र्भ साहरिए, हत्थुत्तराहिं जाए, हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, हत्थुत्तराहिं अनंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुणे केवलवरनाणदंसणे समुप्पण्णे, साइणा परिणिव्वुए भगवं जाव भुज्जो भुज्जो उवदंसे । ભાવાર્થ :તે કાળે અર્થાત્ અવસર્પિણી કાળમાં અને તે સમયે એટલે ચોથા આરાના અંતિમ સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક હસ્તોત્તરા-ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયા. (૧) ભગવાન ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં આવ્યા. (૨) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનનું એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરણ થયું. (૩) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં જન્મ થયો. (૪) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં મુંડિત થઈને અગારધર્મમાંથી અણગાર ધર્મમાં પ્રતિ થયા. (૫) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનને અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃત્સ્ય, પરિપૂર્ણ અને શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થયું. (૬) સ્વાતિનક્ષત્રમાં ભગવાન મોક્ષ–પરમનિર્વાણને પ્રાપ્ત થયા યાવત્ ભગવાને વારંવાર સ્પષ્ટરૂપે ધર્મનો ઉપદેશ આપ્યો. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનની મહત્વપૂર્ણ છ ઘટના સમયના નક્ષત્ર યોગનું કથન છે. (૧) ચ્યવન– આ અવસર્પિણી કાળના ચોથા આરાના ૭૫ વર્ષ અને ૮ાા મહિના શેષ હતા ત્યારે અષાઢ સુદ–ની મધ્યરાત્રિએ હસ્ત નક્ષત્ર જેની ઉત્તર(પછી) છે, તેવું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ચંદ્ર સાથે યોગમાં હતું ત્યારે ભગવાન મહાવીર સ્વામીનો જીવ દસમા પ્રાણત દેવલોકમાંથી ચ્યવીને(દેવાયુ પૂર્ણ કરીને) બ્રાહ્મણકુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદામાતાની કુક્ષીમાં અવતિરત થયો. (૨) ગર્ભ સંહણ– ભગવાન મહાવીર સ્વામીની ગર્ભાવસ્થાની ૮૩મી રાત્રે આસો વદ–૧૩(ગુજરાતી ભાદરવા વદ–૧૩)ની રાત્રિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના યોગમાં હરિણૈગમેષી દેવે દેવાનંદામાતાની કુક્ષીમાંથી મહાવીર સ્વામીના ગર્ભનું સંહરણ કર્યુ અને ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાના રાણી ત્રિશલા માતાની કુક્ષીમાં(ગર્ભને) સ્થાપિત કર્યો. (૩) જન્મ– ત્રિશલા માતાએ ચૈત્ર સુદ–૧૩ના મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન મહાવીર સ્વામીને જન્મ આપ્યો. Page #155 -------------------------------------------------------------------------- ________________ દશા-૮ ८३ (૪) દીક્ષા– વર્ધમાન કુમાર(મહાવીર સ્વામી) ૩૦ વર્ષની ઉંમરે માગસર વદ–૧૦(ગુજરાતી કારતક વદ–૧૦)ના દિવસના ચોથા પ્રહરે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવ્રુજિત થયા. (૫) કેવળજ્ઞાન– સંયમ સ્વીકાર કર્યા પછી ૧૨ા વર્ષનો સાધના કાળ પૂર્ણ થતાં ઋજુવાલિકા નદીના તટે, શ્યામક ગાથાપતિના ક્ષેત્રમાં, શાલવૃક્ષની નીચે, છઠ તપયુક્ત, ગોદુહાસને ધ્યાનસ્થ પ્રભુને વૈશાખ સુદ–૧૦ના દિવસના ચોથા પ્રહરે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના યોગમાં કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયું. (૬) નિર્વાણ– કેવળી પર્યાયમાં ૩૦ વર્ષ પછી, સંપૂર્ણ આયુષ્યના સાડા બોતેર(૭રા) વર્ષ વ્યતીત થયા ત્યારે અપાપાપુરી(પાવાપુરી)માં હસ્તિપાલ રાજાની સભામાં, છઠતપયુક્ત ભગવાન કારતક વદ-અમાસ(ગુજરાતી આસો વદ-અમાસ)ના મધ્યરાત્રિએ સ્વાતિ નક્ષત્રના યોગમાં નિર્વાણ પામ્યા. અહીં ભગવાનના જીવનની મુખ્યતમ ઘટનાનો ઉલ્લેખ માત્ર છે. ભગવાનના જીવનનું વિસ્તૃત વર્ણન આચારાંગ સૂત્ર–બીજા શ્રુતસ્કંધના પંદરમા અધ્યયનમાં વર્ણિત છે. નિર્યુક્તિની ગાથા જોતાં જણાય છે કે આ દશાનું જે સ્વરૂપ નિર્યુક્તિકારની સામે હશે, તે આજે ઉપલબ્ધ નથી. આ દશાની ૭ નિર્યુક્તિ ગાથા ઉપલબ્ધ છે. તેમાં પ્રારંભની ગાથાઓમાં પર્યુષણા (કલ્પ)ની વ્યાખ્યા છે અને તત્પશ્ચાત્ સંયમ સમાચારીનુ વર્ણન છે. ચાતુર્માસના ચાર મહિના સાધુ-સાધ્વી એક સ્થાને રહે છે, તે ચાતુર્માસકલ્પને પર્યુષણાકલ્પ, વર્ષાવાસકલ્પાદિ કહે છે. તથા ચૂર્ણિકાર નિર્યુક્તિકારે તેની વિભિન્ન વ્યાખ્યાઓ કરી છે, યથા– परिवसणा पज्जुसणा पज्जोसमणा य वासवासो य । ૧૪મ સમોસરળ તિ ય વગા નેકો દેદા ॥ નિયુક્તિ ગાથા-પ (૬) ગસ્થ પત્તારિ માલા પરિવસંતિત્તિ પરિવસળા । એક જ સ્થાનમાં ચાર મહિના રહેવું, તે પરિવસણા. (૨) સવ્વાસુ વિસાસુ ન પદ્મિમંતીતિ પન્નુસળા । સર્વ દિશાઓમાં (ચારે બાજુ) પરિભ્રમણ ન કરવું તે પોસણા. (ર) પર સવ્વતો ભાવે, સ નિવાસે સ પખ્તોલમળા । સર્વથા ભાવે એક સ્થાનમાં (આત્મભાવમાં) રહેવું તે પોસમણા. (૪) વરિયાપુ પત્તારિ માલા પ્રાથ અઘ્ધતીતિ વાસાવાસો । વર્ષાકાળના ચાર મહિના માટે એક સ્થાનમાં વાસ કરવો, રહેવું, તે વર્ષાવાસ. (૫) નિબાયાતેળ પાસે ચેવ વાસપાત્રમાં વિત્ત પવિસતીતિ પદ્મમસમોસરળ । વરસાદના સમયે નિર્વ્યાઘાત–વ્યાઘાત ન થાય તેવા ક્ષેત્રમાં પ્રવેશ કરીને રહેવું, તે પ્રથમ સમવસરણ. (૬) ડુનો एक्केक्कं मासं खेत्तोग्गहो भवति वरिसासु चत्तारि मासा एग खेत्तोग्गहो भवतित्ति जिट्ठोग्गहो। ૠતુબદ્ધકાળ અર્થાત્ શેષકાળમાં એક-એક માસ પર્યંત ક્ષેત્રનું ગ્રહણ (ક્ષેત્ર ગ્રહણની આજ્ઞા) હોય છે અને વર્ષાકાળમાં ચાર માસ માટે ક્ષેત્ર ગ્રહણ થાય છે, તે ઋતુબદ્ધની અપેક્ષાએ જ્યેષ્ઠ-વધુ ગ્રહણ હોવાથી જેઠ ગ્રહ કહેવાય છે. આ સર્વ વ્યાખ્યા એક અર્થને અર્થાત્ ચાતુર્માસ કલ્પને જ સૂચિત કરે છે. નિર્યુક્તિ કથિત સંયમ સમાચારી = (૧) સાધુ–સાધ્વીએ ચોમાસાનો એક મહિનો અને વીસ દિવસ વ્યતીત થયા પછી અર્થાત્ ભાદરવા સુદ પાંચમના પર્યુષણા(સંવત્સરી) કરવી જોઈએ. જે આલાજ ચામાસિયાતો સવીસતિતે માલે તે પખ્ખોલવેંતિ । – નિયુક્તિ ગા. ૭૧ની ચૂર્ણિ. (૨) સાધુ-સાધ્વી જે મકાનમાં ચાતુર્માસ નિવાસ કરે ત્યાંથી તેને પ્રત્યેક દિશામાં બે ગાઉ અર્થાત્ અર્ધયોજનથી આગળ ન જવું જોઈએ. Page #156 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર उभओवि अद्धजोयण सअद्धकोसं च तं हवति खेतं । હો સો ઝોયા, નોટૂળ વાળા II – નિર્યુક્તિ ગાથા ૭૮ સાધુ જે સ્થાનમાં રહ્યા હોય, તે ક્ષેત્રથી બે ગાઉ દૂર ગૌચરી આદિ માટે જઈ શકે છે. સાધુના સ્થાનથી બંને દિશામાં બે-બે ગાઉની ગણના કરતાં ચાર ગાઉ અર્થાતુ એક યોજનાની ક્ષેત્ર મર્યાદા થાય છે, પરંતુ ક્યારેક બે ગાઉ દૂર ગૌચરી ગયેલા સાધુને ઉચ્ચારાદિ બાધાના નિવારણ માટે જવું પડે, તો તે અર્ધા ગાઉ વધુ આગળ જઈ શકે છે. બંને દિશાના અર્ધા-અ ગાઉની ગણના કરતા એક ગાઉ થાય છે. આ રીતે સાધુની ક્ષેત્ર મર્યાદા એક યોજન અને એક ગાઉ થાય છે, તેને સૂત્રકારે સોસ નોયને કહ્યું છે. (૩) ચાતુર્માસમાં સાધુ-સાધ્વીએ વિનયનો ઉપયોગ ન કરવો જોઈએ. રોગાદિના કારણે વિષયનો ઉપયોગ કરવો હોય, તો આચાર્યાદિની આજ્ઞા લઈને કરી શકે છે. विगतिं वितगीभीओ विगइगयं जो उ भुंजए भिक्खू । વિના વિકાસ મા વિતી વિહિં વન છે – નિર્યુક્તિ-૮૪ વિરત નામ આવતત્વ રામન ભિક્ષુ-સાધુ સંયમથી વિવિધ પ્રકારે અસંયમ તરફ લઈ જનાર વિગયયુક્ત ભોજન કરે તો વિગત સ્વભાવવાળો તે આહાર સાધુને બલાત્ અસંયમમાં લઈ જાય છે. (૪) ચાતુર્માસમાં સાધુ-સાધ્વીને શય્યા સસ્તારક ગ્રહણ કરવા કહ્યું છે, જીવરક્ષા માટે તે આવશ્યક છે. कारणओ उडुगहिते उज्झिऊण गेण्हति अण्णंपरिसाडी। વારસ તિરિ કરેલા નિ પજેજ | – નિર્યુક્તિ-૮૬ ઋતુકલ્પ–શેષ કાળમાં કારણ વિશેષથી ગ્રહણ કરેલા સંસ્તારક છોડી દીધા પછી ચાતુર્માસમાં આવશ્યકતાનુસાર સંસ્તારક ગ્રહણ કરે. ગુરુ આદિને આપવાના હોય તો ત્રણ અને શેષ સર્વ સાધુ એક-એક સંસ્તારક ગ્રહણ કરી શકે છે. (૫) ચાતુર્માસામાં સાધુ-સાધ્વીને ત્રણ માત્રક(પાત્ર) ગ્રહણ કરવા કહ્યું છે, જેમ કે- (૧) ઉચ્ચાર (વડીનીતનું) માત્રક (૨) પ્રશ્રવણ(લઘુનીતનું) માત્રક (૩) કફ માત્રક. उच्चार-पासवण-खेल मत्तए तिन्नि तिहि गेहति । સંગ-આઇસક્કા મુઝવણ ૩ોતિ ! – નિર્યુક્તિ-૮૭ (૬) સાધુ-સાધ્વીએ પર્યુષણા–સંવત્સરીની આરાધના સમયે ગાયની રુંવાટી જેટલા વાળ રાખવા કલ્પતા નથી અર્થાતુ ગાયની રુંવાટી જેટલા વાળ હોય તો પણ લોન્ચ કરવો આવશ્યક છે. धुवलोओ उ जिनाणं निच्चं थेराण वासवासासु । અભિનાગસ વ, નાસિમે II નિયુક્તિ-૮૭ જિનકલ્પી, સ્થવિરકલ્પી, ગચ્છવાસી સર્વ સાધુઓએ વર્ષાવાસમાં (સંવત્સરી પૂર્વે) ધ્રુવ લોચમાથાના વાળ, મૂંછ આદિનો લોચ કરવો આવશ્યક છે. અસમર્થ, ગ્લાન સાધુએ પણ તે રાત્રિનું (સંવત્સરીનું) અતિક્રમણ ન કરવું જોઈએ. (૭) સાધુ-સાધ્વીને ચાતુર્માસ પહેલા ભાવ થયેલા શ્રદ્ધાવાન સિવાય કોઈને ચાતુર્માસમાંદીક્ષાદેવી કલ્પતી નથી. (૮) ચાતુર્માસમાં સાધુ-સાધ્વીએ સમિતિ, ગુપ્તિના પાલનમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. Page #157 -------------------------------------------------------------------------- ________________ દશા-૮ [ ૮૫ ] (૯) સાધુ-સાધ્વીને પર્યુષણા પછી પૂર્વના કલેશ(કષાય)ને અનુપશાંત રાખવો કલ્પતો નથી અર્થાત્ કલેશયુક્ત ભાવોને છોડી દેવા જોઈએ. इरिएसण भासाणं मन वयसा काइए य दुच्चिरिए । હરખ વસાયા સંવરિ વિગતવ i નિર્યુક્તિ-૯૦ ઇર્યાસમિતિ, ભાષાસમિતિ ઉપલક્ષણથી એષણાદિ સર્વ સમિતિ, મન, વચન, કાયગુપ્તિમાં સાધુએ ઉપયોગવાન રહેવું જોઈએ. અધિકરણ-કલેશ, કષાયનું સંવત્સરીએ ઉપશમન કરવું જોઈએ. (૧૦) સાધુ-સાધ્વીએ આખા વર્ષના બધા પ્રાયશ્ચિત્ત તપ ચાતુર્માસમાં કરી લેવા જોઈએ. ને આઠમી દશા સંપૂર્ણ Page #158 -------------------------------------------------------------------------- ________________ as * નવમી દશા પ્રાકથન )ROROOOOOR પ્રસ્તુત દશામાં મહામોહનીય કર્મબંધના ત્રીસ સ્થાનોનું કથન છે. મહામોહનીય કર્મ :– જીવને મૂઢ કે વિવેક શૂન્ય બનાવે, તે મોહનીય કર્મ છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મોહનીય કર્મને મહામોહનીય કર્મ કહે છે. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર * શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં મોહનીય કર્મના બે ભેદ કહ્યા છે દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીય. ત્યાં આ બંને પ્રકારના મોહનીય કર્મનું વિસ્તૃત વર્ણન છે. તેમાં મુખ્યત્વે દેવ, ગુરુ, ધર્મની આશાતનાથી દર્શન મોહનીય અને ક્રોધાદિ કષાયોથી ચારિત્ર મોહનીયના કર્મબંધનું નિરૂપણ છે. તે જ ભાવો જ્યારે તીવ્રતમ થાય, કષાયજન્ય હિંસા, અસત્ય આદિ ક્રૂરતમ પ્રવૃત્તિ થાય, ત્યારે મહામોહનીય કર્મનો બંધ થાય છે. * મહામોહનીય કર્મની સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. જીવના અનંત સંસાર પરિભ્રમણનું કારણ, મહામોહનીય કર્મ છે. ★ અનંત સંસાર પરિભ્રમણથી મુક્ત થવા માટે સાધના કરતાં સાધકો મહામોહનીયકર્મ બંધના કારણોને જાણીને, તેનાથી સર્વથા દૂર રહીને, પોતાની સાધનાને સફળ બનાવી શકે તે દૃષ્ટિકોણથી સૂત્રકારે સાધુના લક્ષે પ્રસ્તુત વિષયનું નિરૂપણ કર્યું છે. આ વિષયનો બોધ શ્રાવક-શ્રાવિકાઓને પણ અત્યંત ઉપયોગી છે. તેઓએ પણ આ મહામોહનીય કર્મબંધ સ્થાનથી દૂર રહેવું જોઈએ. ܀܀܀܀܀ Page #159 -------------------------------------------------------------------------- ________________ દશા-૯ [ ૮૭ ] નવમી દશા : મહામોહનીય બંધ સ્થાન 27/7/272/PP/PE મહામોહનીય કર્મબંધના ત્રીસ સ્થાન :| १ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था, वण्णओ । पुण्णभद्दे णाम चेइए, वण्णओ । कोणिय राया । धारिणी देवी । सामी समोसढे । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया । ____ अज्जो ! ति समणे भगवं महावीरे बहवे णिग्गंथा य णिग्गंथीओ य आमंतेत्ता एवं वयासी- एवं खलु अज्जो ! तीसं मोहणिज्जठाणाई जाइं इमाई इत्थी वा पुरिसो वा अभिक्खण-अभिक्खणं आयरेमाणे वा, समायरेमाणे वा मोहणिज्जत्ताए कम्मं पकरेइ, तं जहाભાવાર્થ :- કાળમાં-અવસર્પિણી કાળમાં, તે સમયમાં-ચોથા આરાના અંત ભાગમાં ચંપાનામની નગરી હતી. પૂર્ણભદ્રનામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. ત્યાં કોણિકરાજા રાજ્ય કરતા હતા. તેની ધારિણીદેવી પટ્ટરાણી હતી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા. પરિષદ ચંપાનગરીમાંથી નીકળી. પૂર્ણભદ્ર ચૈત્યમાં ધર્મશ્રવણ માટે આવી. ભગવાને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ધર્મશ્રવણ કરી પરિષદ ચાલી ગઈ.(ત્યાર પછી) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સર્વ સાધુ-સાધ્વીઓને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું, હે આર્યો! જે સ્ત્રી અથવા પુરુષ આ ત્રીસ મોહનીય સ્થાનોનું સામાન્ય રૂપે આચરણ કરે છે કે વિશેષરૂપે વારંવાર આચરણ કરે છે, તે મહામોહનીયકર્મનો બંધ કરે છે, યથાહિંસાજન્ય મહામોહ બંધના છ સ્થાનો: जे केइ तसे पाणे, वारिमज्झे विगाहिआ । २ उदएणऽक्कम्म मारेइ, महामोह पकुव्वइ ॥१॥ ભાવાર્થ :- જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓને પાણીમાં ડુબાડીને, ધોધના ધસમસતા પ્રવાહમાં નાંખીને મારે છે. તે મહામોહનીય કર્મ બાંધે છે. આ પ્રથમ મહામોહ બધસ્થાન છે. पाणिणा संपिहित्ताणं, सोयमावरिय पाणिणं । अंतो णदंतं मारेइ, महामोहं पकुव्वइ ॥२॥ ભાવાર્થ :- જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓના મોઢે, નાક વગેરે શ્વાસ લેવાના દ્વારોને બંધ કરીને અર્થાતુ શ્વાસ રૂંધીને, ગળું દબાવીને અને શ્વાસ રૂંધાતા અંદરજ આર્તનાદ કરતાં પ્રાણીઓને મારે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ બીજું મહામોહ બંધ સ્થાન છે. जायतेयं समारब्भ, बहुं ओरुभिया जणं । अंतो धूमेण मारेइ, महामोहं पकुव्वइ ॥३॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ભાવાર્થ:જે વ્યક્તિ અનેક પ્રાણીઓને એક ઘરમાં કે ભવનમાં બાંધીને કે પૂરીને અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાથી ગુંગળાવીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રીજું મહામોહ બંધસ્થાન છે. सीसम्म जो पहणइ, उत्तमंगम्मि चेयसा । विभज्ज मत्थयं फाले, महामोहं पकुव्वइ ॥४॥ ८८ ભાવાર્થ :જે વ્યક્તિ કલુષિત ચિત્તથી(મારવાના કુવિચારથી) પ્રાણીના માથા પર શસ્ત્રથી પ્રહાર કરી, માથાને ફોડે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોથુ મહામોહ બંધ સ્થાન છે. सीसा वेढेण जे केइ, आवेढेइ अभिक्खणं । तिव्वासुभसमायारे, महामोहं पकुव्व ॥ ५ ॥ ભાવાર્થ:જે વ્યક્તિ તીવ્ર અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના માથા પર ભીનું ચામડું વીંટીને, અનેક આંટા દઈ ચામડું વીંટીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પાંચમું મહામોહ બંધ સ્થાન છે. पुणो- पुणो पणिहीए, हणित्ता उवहसे जणं । फलेण अदुव दंडेणं, महामोहं पकुव्वइ ॥६॥ ભાવાર્થ :જે મલિન મનથી કોઈ વ્યક્તિને મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. કોઈ વ્યક્તિ ગાંડા-ભોળા આદિ મનુષ્યોને ઇરાદાપૂર્વક બીલા આદિ કઠોર ફળથી, દંડ આદિથી મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ છઠ્ઠું મહામોહ બંધસ્થાન છે. અસત્ય-કપટજન્ય મહામોહ બંધના ચાર સ્થાનોઃ गूढाया णिहिज्जा, मायं मायाए छायई । असच्चवाई णिण्हाई, महामोहं पकुव्वइ ॥७॥ ३ ભાવાર્થ :જે વ્યક્તિ છૂપી રીતે અનાચારનું સેવન કરીને, માયા-કપટ કરીને તેને છૂપાવે, અસત્ય બોલે અને સૂત્રોના યથાર્થ અર્થોને છૂપાવે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સાતમું મહામોહબંધ સ્થાન છે. धंसेइ जो अभूएणं, अकम्मं अत्तकम्पुणा । अदुवा तुमकासित्ति, महामोहं पकुव्वइ ॥८॥ ભાવાર્થ:- જે વ્યક્તિ નિર્દોષ વ્યક્તિ પર ખોટા આક્ષેપો મૂકી કલંકિત કરે, પોતાના દુષ્કર્મોનું તેના પર આરોપણ કરે છે અથવા તેં જ આ કાર્ય કર્યું છે, આ રીતે દોષોનું આરોપણ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ આઠમું મહામોહ બંધસ્થાન છે. जाणमाणो परिसाए, सच्चामोसाणि भासइ । અન્લીન-ફાડ્યે સેિ, મહામોઢું પશુબરૂ ॥૬॥ ભાવાર્થ:ઉત્તેજિત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ નવમું મહામોહ બંધસ્થાન છે. अणायगस्स णयवं, दारे तस्सेव धंसिया । विउलं विक्खोभइत्ताणं, किच्चा णं पडिबाहिरं ॥१०॥ જે વ્યક્તિ ભરી સભામાં જાણી જોઈને મિશ્રભાષા બોલે, અસત્ય ભાષણ દ્વારા કલહને Page #161 -------------------------------------------------------------------------- ________________ દશા-૯ [ ૮૯ ] उवगसंतपि झंपित्ता, पडिलोमाहिं वग्गुहिं ।। भोग-भोगे वियारेइ, महामोहं पकुव्वइ ॥११॥ ભાવાર્થ :- મંત્રીઓના વિશ્વાસે શાસન ચલાવનાર રાજાનો કુટિલ મંત્રી દરબારીઓમાં ફાટફૂટ પડાવી, ષડયંત્ર દ્વારા રાજાને રાજ્યભ્રષ્ટ કરી રાજ્ય પડાવી લે, રાણીઓના શીલને ખંડિત કરે, તેનો વિરોધ કરનારા સામંતોનો તિરસ્કાર કરી, તેઓના સુખભોગનો નાશ કરે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ દસમું મહામોહબંધન સ્થાન છે. અબ્રહ્મચર્ય સંબંધિત અસત્યજન્ય મહામોહ બંધના બે સ્થાનો: अकुमारभूए जे केई कुमार-भूए-त्ति हं वए । इत्थी-विसय सेवी ए, महामोहं पकुव्वइ ॥१२॥ ભાવાર્થ :- જે વ્યક્તિ બાળબ્રહ્મચારી ન હોવા છતાં સ્વયંને બાળબ્રહ્મચારી કહેવડાવે અને ગુપ્ત રીતે સ્ત્રીનું સેવન કરે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અગિયારમું મહામોહ બંધન સ્થાન છે. વંશવાજી ને જે, “જમવાર ત્તિ ' વણ . गद्दहेव्व गवां मज्झे, विस्सरं णयइ णदं ॥१३॥ अप्पणो अहिए बाले, मायामोसं बहुं भसे । इत्थी-विसए-गेहिए, महामोह पकुव्वइ ॥१४॥ ભાવાર્થ :- બ્રહ્મચારી ન હોવા છતાં હું બ્રહ્મચારી છું, એ રીતે ખોટું બોલનારા, ગાયોની વચ્ચે ગધેડાની જેમ અયોગ્ય બકવાટ કરે છે. પોતાના આત્માનું અહિત કરનારા જે મૂર્ખ-માયાવી મહામૃષા બોલીને સ્ત્રીઓમાં આસક્ત રહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બારમે મહામોહ બધસ્થાન છે. કૃતજ્ઞતાજન્ય મહામોહના બંધ સ્થાનો - जं णिस्सिओ उव्वहइ, जससाहिगमेण वा । तस्स लुब्भसि वित्तंसि, महामोहं पकुव्वइ ॥१५॥ ભાવાર્થ :- જે વ્યક્તિ જેના આશ્રયે આજીવિકા પ્રાપ્ત કરતા હોય, જેની સેવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી હોય, તેના જ ધનનું અપહરણ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ તેરમું મહામોહ બંધસ્થાન છે. ईसरेण अदुवा गामेणं, अणीसरे ईसरीकए । तस्स संपय-हीणस्स, सिरी अतुलमागया ॥१६॥ इस्सा-दोसेण आविटे, कलुसाविल-चेयसे । जे अंतरायं चेएइ, महामोहं पकुव्वइ ॥१७॥ ભાવાર્થ :- ઐશ્વર્યશાળી કે ઋદ્ધિ સંપન્ન ગ્રામવાસીઓની મદદથી જે દીન, અનાથ, સંપત્તિવિહિન વ્યક્તિ અનુપમ સંપત્તિ પામી હોય, તે વ્યક્તિ ઇર્ષાને વશ બનીને, કલુષિત ચિત્તથી તે ઉપકારીના લાભમાં અંતરાયભૂત બને છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ચૌદમું મહામોહ બંધિસ્થાન છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૯૦ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર વિશ્વાસઘાતથી હિંસાજન્ય મહામોહના બે બંધસ્થાનો:क सप्पी जहा अंडउडं भत्तारं जो विहिंसइ । __ सेणावई पसत्थारं, महामोह पकुव्वइ ॥१८॥ ભાવાર્થ :- જેમ સર્પિણી પોતે જ પોતાના ઈડાને ગળી જાય છે તેમ જે પોતાના સ્વામી (પાલક), સેનાપતિ (રક્ષક) અને શાસનકર્તા(કલાચાર્ય, ધર્માચાર્ય)ને મારી નાંખે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પંદરમું મહામોહ બંધિસ્થાન છે. जे णायगं च रट्ठस्स, णेयारं णिगमस्स वा । सेटुिं च बहुरवं हंता, महामोहं पकुव्वइ ॥१९॥ ભાવાર્થ :- જે રાષ્ટ્રનાયકની, ગામના સ્વામીની તથા લોકપ્રિય વ્યક્તિની વાત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સોળમું મહામોહ બંધસ્થાન છે. बहुजणस्स णेयारं, दीवं ताणं च पाणिणं । एयारिसं णरं हता, महामोह पकुव्वइ ॥२०॥ ભાવાર્થ :- જે અનેક માણસોના નાયક, અનેક પ્રાણીઓ માટે સમુદ્રમાં દ્વીપ સમાન અર્થાત્ આપત્તિ- કાળમાં રક્ષા કરનારા, અંધકારમાં અથડાતા પ્રાણીઓ માટે દીપકની જેમ જ્ઞાન રૂપી પ્રકાશથી સન્માર્ગે લાવનારની ઘાત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સત્તરમું મહામોહ બધસ્થાન છે. ધર્મભ્રષ્ટતા તથા ધર્મ નિંદાજન્ય મહામોહ બંધના સ્થાનો: उवट्ठियं पडिविरयं, संजयं सुतवस्सियं । विउक्कम्म धम्माओ भंसेइ, महामोह पकुव्वइ ॥२१॥ ભાવાર્થ :- જે પાપથી નિવૃત્ત થયેલા દીક્ષાર્થી, સંયમી, સુતપસ્વી સાધુને ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અઢારમે મહામોહ બંધિસ્થાન છે. तहेवाणंत-णाणीणं, जिणाणं वरदसिणं । तेसिं अवण्णवं बाले, महामोह पकुव्वइ ॥२२॥ ભાવાર્થ :- જે અનંત જ્ઞાની(કેવળજ્ઞાની), વરદર્શી(કેવળદર્શની) જિનેન્દ્રદેવના અવર્ણવાદ બોલે, નિંદા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ઓગણીસમું મહામોહ બંધસ્થાન છે. णेयाउयस्स मग्गस्स, दुढे अवयरइ बहु । तं तिप्पयंतो भावेइ, महामोह पकुव्वइ ॥२३॥ ભાવાર્થ :- જેષ્ટાત્માઅનેકભવ્યજીવોનેન્યાયમાર્ગસમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનસમ્યક્યારિત્રરૂપમોક્ષ માગ)થી ભ્રષ્ટ કરે છે. ન્યાય માર્ગની ષપૂર્વક નિંદા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ વીસમું મહામોહ બધસ્થાન છે. ગુરુ અવજ્ઞાનન્ય મહામોહના બંધસ્થાન : आयरिय-उवज्झाएहिं, सुयं विणयं च गाहिए । ते चेव खिसइ बाले, महामोहं पकुव्वइ ॥२४॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ દશા-૯ ભાવાર્થ :- જે વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાય પાસેથી શ્રુત અને આચાર પ્રાપ્ત કર્યા હોય, તેની જ આજ્ઞાની અવહેલના(નિંદા) કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ એકવીસમું મહામોહ બંધસ્થાન છે. आयरिय-उवज्झायाणं, सम्म ण पडितप्पइ । अप्पडिपूयए थद्धे, महामोहं पकुव्वइ ॥२५॥ ભાવાર્થ :- જે અભિમાની વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાયની સારી રીતે સેવા કરતા નથી, તેમનો આદર-સત્કાર કરતા નથી, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બાવીસમું મહામોહ બધસ્થાન છે. મિથ્યાભાષણ, આત્મશ્લાઘાજન્ય મહામોહ બંધના આઠ સ્થાનો: अबहुस्सुए य जे केई, सूएणं पविकत्थइ । सज्झाय-वायं वयइ, महामोहं पकुव्वइ ॥२६॥ ભાવાર્થ - બહુશ્રુત ન હોવા છતાં જે વ્યક્તિ સ્વયંને બહુશ્રુત, સ્વાધ્યાયી, અને શાસ્ત્રોના રહસ્યોના જાણકાર કહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રેવીસમું બંધ સ્થાન છે. अतवस्सिए जे केई, तवेणं पविकत्थइ । सव्वलोयपरे तेणे, महामोह पकुव्वइ ॥२७॥ ભાવાર્થ :- તપસ્વી ન હોવા છતાં વ્યક્તિ સ્વયંને તપસ્વી કહે છે તે આ વિશ્વમાં સૌથી મોટો ચોર છે. આવી મિથ્યા આત્મશ્લાઘા કરનારા મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોવીસમું મહામોહ બંધ સ્થાન છે. साहारणट्ठा जे केइ, गिलाणम्मि उवट्ठिए । पभू ण कुणइ किच्च, मज्झपि से ण कुव्वइ ॥२८॥ सढे णियडी-पण्णाणे, कलुसाउलचेयसे । अप्पणो य अबोहीए, महामोह पकुव्वइ ॥२९॥ ભાવાર્થ :- અન્યની સેવા માટે પોતે સમર્થ હોવા છતાં જે વ્યક્તિ તેણે મારી સેવા કરી નથી અથવા આ મારો પ્રત્યુપકાર(સેવા) શું કરવાનો? તેમ સમજી, વિચારીને સાધારણાર્થી એટલે પોતાની નિર્જરા માટે, રોગીના હિત માટે, વૈયાવચ્ચરૂપ કર્તવ્યને કરતો નથી તે શઠ, માયામાં નિપુણ-માયાવી, કલુષિત પરિણામી, આત્માનું અહિત (અબોધિ) કરનાર, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પચીસમું મહામોહ સ્થાન છે. जे कलहाहिगरणाइं, संपउंजे पुणो-पुणो । सव्व तित्थाण-भेयाए, महामोहं पकुव्वइ ॥३०॥ ભાવાર્થ :- જે વ્યક્તિ ચતુર્વિધ સંઘમાં ફાટફૂટ પડાવવા કલહના અનેક પ્રસંગો ઉપસ્થિત કરે છે, તે મહામોહ- નીયકર્મ બાંધે છે. આ છવ્વીસમું મહામોહ બંધ સ્થાન છે. जे य आहम्मिए जोए. संपउंजे पणो पणो । સા-૩ સહી-૩, મહાનો પશ્વ / રૂા. ભાવાર્થ :- જે વ્યક્તિ પોતાની પ્રશંસા માટે, સન્માન માટે, પ્રિયવ્યક્તિને ખુશ કરવા, મિત્રવર્ગ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર માટે અધાર્મિક યોગનો-પાપકારી પ્રવૃત્તિનો વારંવાર પ્રયોગ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સત્તાવીસમું મહામોહ બધસ્થાન છે. ૯૨ जे य माणुस्सर भोए, अदुवा पारलोइए । तेऽतिप्पयंतो आसयइ, महामोहं પશુવર્ ॥૨૨॥ ભાવાર્થ :જે વ્યક્તિ માનુષિક (મનુષ્ય સંબંધી) અને પારલૌકિક અર્થાત્ દૈવી ભોગોની અતૃપ્તિથી તેની વારંવાર તીવ્ર અભિલાષા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અઠ્યાવીસમું મહામોહ બંધસ્થાન છે. इड्डी जुई जसो वण्णो, देवाणं बलवीरियं । तेसिं अवण्णवं बाले, महामोहं पकुव्वइ ॥३३॥ ભાવાર્થ :- જે વ્યક્તિ, દેવોની ઋદ્ધિ, ધ્રુતિ(શરીર, આભૂષણોની કાંતિ), યશ, વર્ણ(સૌંદર્ય) અને બલ-વીર્ય (દિવ્ય સામર્થ્ય)ના અવર્ણવાદ બોલે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ઓગણત્રીસમું મહામોહ બંધસ્થાન છે. अपस्समाणो पस्सामि, देवे जक्खे य गुज्झगे । अण्णाणी जिणपूयट्ठी, महामोहं पकुव्वइ ॥३४॥ ભાવાર્થ: જે અજ્ઞાની વ્યક્તિ, જિન ભગવાનની જેમ મારો પણ આદર-સત્કાર થાય, તેવી ઇચ્છાને વશ બનીને દેવ, યક્ષ અને અસુરોને ન જોવા છતાં હું તે બધાને જોઉં છું, તેવું મિથ્યાભાષણ કરે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રીસમું બંધસ્થાન છે. ન ઉપસંહારઃ १० एए मोहगुणा वुत्ता, कम्मंता चित्तवद्धणा । जे उ भिक्खू विवज्जेज्जा, चरेज्जत्तगवेसए ॥३५॥ ભાવાર્થ :- જે મહામોહના બંધસ્થાનો છે, તે મોહથી ઉત્પન્ન થનારા, અશુભકર્મનું ફળદેનારા, ચિત્તની મલિનતાને વધારનારા દોષો છે, તેથી સાધુ તેનું આચરણ ન કરે, પરંતુ આત્મગવેષણા-આત્મદર્શનમાં લીન રહે. जं पि जाणे इतो पुव्वं, किच्चाकिच्चं बहुं जढं । તેં વત્તા તાખિ સેવિગ્ગા, તેહિં, આયારવું સિયા "રૂદ્દ॥ ભાવાર્થ:સાધુ પહેલાં(દીક્ષા પૂર્વે અજ્ઞાન વશ) કરેલા પોતાના કૃત્યાકૃત્યોને જાણી તેનો સંપૂર્ણપણે પરિત્યાગ કરે અને તે સંયમસ્થાનોનું—શ્રેષ્ઠ આચારનું સેવન કરે કે જેના દ્વારા તે આચારવાન થાય છે. आयार-गुत्ती सुद्धप्पा, धम्मे ठिच्चा अणुत्तरे । ततो मे सए दोसे, विसमासीविसो जहा ॥३७॥ ભાવાર્થ -- જેમ આશીવિષ-સર્પ વમેલા વિષનું પુનઃ પાન કરતો નથી, તેમ પંચાચારના પાલક, શુદ્ધાત્મા, અનુત્તર ધર્મમાં સ્થિત સાધક ઉપરોક્ત(મહામોહનો બંધ કરનારા) દોષોનો ત્યાગ કરે છે, તેનું પુનઃ સેવન ન કરે. सुचत्तदोसे सुद्धप्पा, धम्मट्ठी विदितायरे । इहेव लभते कित्ति, पेच्चा य सुगतिंवरं ॥३८॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ | દશા-૯ | ૯૭ | ભાવાર્થ :- ઉપરોક્ત દોષોનો સમ્યક પ્રકારે ત્યાગ કરનારા શુદ્ધાત્મા, ધર્માર્થી, મોક્ષ સ્વરૂપના જ્ઞાતા સાધક આ લોકમાં યશ-કીતિને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. एवं अभिसमागम्म, सरा दढपरक्कमा । सव्वमोहविणिमुक्का, जाइमरणमतिच्छिया ॥३९॥ ભાવાર્થ :- દઢ પરાક્રમી, શુરવીર સાધુ આ બધા સ્થાનોને જાણીને આ મહામોહનીય કર્મબંધના કારણોનો ત્યાગ કરે છે, તે જન્મ-મરણનું અતિક્રમણ કરે છે અર્થાત્ સંસારથી મુક્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત દશામાં મહામોહનીય કર્મબંધના ૩૦ કારણોનો ઉલ્લેખ છે. સામાન્ય રૂપે સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ હિંસાદિ ૧૮ પાપસ્થાનના ત્યાગી હોય છે. તેમ છતાં કષાયના ઉદયમાં સ્વરૂપને ભૂલી, કલેશ, મમત્વ, અભિમાન આદિ દોષોને વશ થઈને મહામોહનીય કર્મનો બંધ ન કરે, તે લક્ષ્ય આ બંધ સ્થાનોનું કથન કર્યું છે. સાધુ-સાધ્વીના સંબોધનથી કથન હોવા છતાં ઉપલક્ષણથી શ્રાવકાદિ માટે પણ આ કથન છે, તેમ સમજવું. - આ મહામોહના બંધમાં એક યા બીજા પ્રકારે આ ૧૮ પાપ સંબંધી દુર્ગુણ કે દુવૃત્તિઓ કારણભૂત બને છે. તે દુવૃત્તિઓ આ પ્રમાણે છે. મહામોહ બંધિસ્થાન પાપસ્થાન વૃત્તિ ૧થી ૬ હિંસકવૃત્તિ કપટવૃત્તિ આક્ષેપ મૂકવાનીવૃત્તિ અસત્ય, કલહવૃત્તિ ૧૦, ૧૩, ૧૪ કૃતજ્ઞતા કે વિશ્વાસઘાતવૃત્તિ ૧૧, ૧૨, ૨૩, ૨૪, ૩૦ અસત્ય સહ કપટવૃત્તિ ૧૫ થી ૧૭ રક્ષકની ઘાતવૃત્તિ ૧૮, ૨૦ ધર્મભ્રષ્ટ કરવાની વૃત્તિ તીર્થકરાદિની નિંદાવૃત્તિ ૨૧, રર આચાર્યાદિ આશાતના વૃત્તિ અવૈયાવચ્ચ વૃત્તિ સંઘાદિમાં ભેદ કરાવવાની વૃત્તિ અજ્ઞાન યોગથી દુઃખી કરવાની વૃત્તિ કામવૃત્તિ દેવ નિંદાવૃત્તિ ૧૯ ૨૫ | નવમી દશા સંપૂર્ણ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર દશમી દશા પ્રાકથન )ROROOOOOR * પ્રસ્તુત દશમી દશામાં નવ પ્રકારના નિદાનનું વર્ણન છે. કેટલાક ગ્રંથોમાં આ દશાનું નામ આત્યંતિકાળ સાયબાળ પણ પ્રાપ્ત થાય છે. (૧) આવૃત્તિ- સંસાર અથવા કર્મબંધ. સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ કર્મબંધ છે અને કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ અને મોહ છે. જે ક્રિયાથી સંસાર પરિભ્રમણની વૃદ્ધિ થાય, તેવા સંસાર પરિભ્રમણના સ્થાનભૂત કર્મબંધને આયત્તિવાળ કહે છે. મોહનીય કર્મની પ્રબળતાથી જ નિદાન થાય છે અને મોહનીય કર્મના પ્રબળ ઉદયમાં કર્મનો તીવ્ર બંધ થાય છે, આ રીતે નિદાન સંસાર પરંપરાના કારણભૂત હોવાથી નિદાન માટે આયંતિવાળ શબ્દપ્રયોગ થાય છે. (૨) નિદાનનો અર્થ છે છેદન કરવું અથવા કાપવું. જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું છેદન અથવા વિદારણ થાય, મોક્ષમાર્ગનો નાશ થાય, તે ક્રિયાને નિદાન કહે છે. (૩) તપ-સંયમ આદિ આરાધનાના ફળ માટે તીવ્રતમ સંકલ્પ કરવો અર્થાત્ આરાધનાનું ફળ માંગી લેવું. તે નિદાન છે. નિદાનના પ્રકાર :– વ્યક્તિની વિવિધ ઇચ્છાઓના આધારે નિદાનના અનેક પ્રકાર થાય છે, જેમ કે મારા તપ-સંયમના ફળ સ્વરૂપે હું અમુક વ્યક્તિને મારનાર થાઉં, મારા સંયમના ફળ સ્વરૂપે હું પાંચ પતિની પત્ની થાઉં વગેરે. વાસુદેવ અને પ્રતિવાસુદેવની પદવી પૂર્વના નિદાનથી જ પ્રાપ્ત થાય છે. આ રીતે નિદાનના વિવિધ પ્રકારો થઈ શકે છે. પ્રસ્તુતમાં સૂત્રકારે નવ પ્રકારના નિદાન અને તેના ફળનું વિસ્તૃત વર્ણન કર્યું છે. * શ્રી આવશ્યક આદિ સૂત્રોમાં નિદાનની ગણના ત્રણ પ્રકારના શલ્યમાં થઈ છે. શલ્ય એટલો કાંટોપગમાં વાગેલો કાંટો વ્યક્તિની ગતિમાં બાધક બને છે. તે રીતે નિદાનરૂપી શલ્ય વ્યક્તિની સાધનામાં બાધક બને છે. જ્યાં સુધી નિદાનની આલોચના અને પ્રતિક્રમણ ન થાય, સાધકના અંતરમાંથી નિદાનરૂપી શલ્ય નીકળી ન જાય ત્યાં સુધી સાધકનો આધ્યાત્મિક વિકાસ થતો નથી. નિદાન દ્વારા ઇચ્છાપૂર્તિના વિષયમાં સહજ પ્રશ્ન થાય કે સંકલ્પ કરવા માત્રથી તથાપ્રકારની ઋદ્ધિની પ્રાપ્તિ કેમ થઈ શકે ? તેના ઉત્તરમાં જણાવે છે કે– જેમ કોઈ વ્યક્તિ પાસે રત્ન અથવા સોનાચાંદીનો ભંડાર હોય, તો તેને ખાવા, પીવા, પહેરવાની સામાન્ય વસ્તુઓ સહજ પ્રાપ્ત થઈ શકે છે, તેમ શાશ્વત મોક્ષસુખ આપનાર તપ સંયમની મહત્તમ સાધનાના ફળ સ્વરૂપે મનુષ્યસબંધી અથવા દેવસબંધી તુચ્છ ભોગોને મેળવવા તે કોઈ મહત્ત્વની વાત નથી. તેને સમજવા માટે એક દષ્ટાંત છે– * એક ખેડૂતના ખેતરની પાસે કોઈ ધનિક મુસાફરે, દાળ, બાટી, ચુરમાના લાડવા આદિ બનાવ્યા. ખેડૂતનું મન લાડવા ખાવામાં લલચાયું. ખેડૂતે માંગ્યું તો ધનિકે કહ્યું કે આ તારા ખેતરના બદલામાં જોઈતું હોય, તો હું આપું, ખેડૂતના અંતરમાં ભોજનની તીવ્રતમ આસક્તિ જાગૃત થઈ હતી, તેથી તેણે ધનિકની વાતનો સ્વીકાર કર્યો. ધનિકે ખેતરની સર્વ ઉપજના બદલામાં ખેડૂતને ભોજન કરાવ્યું. ખેડૂત ભોજન કરી ઘણો આનંદિત થયો. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રાયન ૯૫ જેમ ખેતરના બદલામાં એકવારનું મનગમતું ભોજન મેળવવું તે કોઈ મહત્ત્વની વાત નથી તેમ તપ-સંયમની મહત્તમ સાધનાથી એક કે બે ભવના ભોગ મેળવવા ને મહત્ત્વના નથી. ખેતરના બદલામાં ભોજન લીધા પછી બીજા દિવસથી આખું વરસ ખેડૂત પશ્ચાત્તાપથી દુઃખી થયો તેમ નિદાન દ્વારા તપ-સંયમના ફળથી એક ભવનું સુખ પ્રાપ્ત થઈ જાય તો પણ મોક્ષ આપનારી સાધના ગુમાવી નરક આદિના દુઃખોને પ્રાપ્ત કરીને જીવ પણ દુઃખી થાય છે. ખેતરની સર્વ ઉપજને બદલે એક દિવસનું મિષ્ટાન્ન પ્રાપ્ત કરવામાં ખેડૂતની બાલિશતા સ્પષ્ટ દેખાય છે તેમ મોક્ષમાર્ગની અમૂલ્ય સાધનાના ફળ સ્વરૂપે ભૌતિક સુખની ઇચ્છા કરવી, તે સાધકની અજ્ઞાનતા અને મૂઢતાને પ્રગટ કરે છે, તેથી સાધુએ કોઈ પણ પ્રકારનું નિદાન કરવું નહીં અને સંયમ-તપની નિષ્કામ-સાધના કરવી, તે જ શ્રેયસ્કર છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર દસમી દશા : નિદાન ZIPPO PEPPER ભગવાન મહાવીર સ્વામીનું રાજગૃહમાં આગમન :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णाम णयरे होत्था, वण्णओ । गुणसिलए चेइए, वण्णओ । रायगिहे णयरे सेणिए राया होत्था-वण्णओ जाव चेलणाए सद्धिं भोगे भुंजमाणे विहरइ । तए णं से सेणिए राया अण्णया कयाइ ण्हाए जाव कप्परुक्खए चेव सुअलंकियविभूसिए परिंदे, सकोरंट-मल्ल-दामेणं छत्तेणं धरिज्जमाणेणं जाव ससिव्व पियदंसणे णरवई जेणेव बाहिरिया उवदाणसाला. जेणेव सिंहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिंहासणवरंसि पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी गच्छह णं तुम्हे देवाणुप्पिया ! जाइं इमाई रायगिहस्स णयरस्स बहिया तं जहा आरामाणि य उज्जाणाणि य आएसणाणि य जाव दब्भकम्मंताणि जे तत्थ महत्तरगा अणत्ता चिटुंति ते एवं वदह- एवं खलु देवाणुप्पिया ! सेणिए राया भिंभिसारे आणवेइ-जया णं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव संपाविउकामे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहं सुहेणं विहरमाणे संजमेण तवसा अप्पाणं भावेमाणे इहमागच्छेज्जा, तया णं तुम्हे भगवओ महावीरस्स अहापडिरूवं ओग्गहं अणुजाणह, अणुजाणित्ता सेणियस्स रण्णो भिभिसारस्स एयमटुं पियं णिवेदह । ભાવાર્થ :- કાલે એટલે અવસર્પિણી કાળમાં અને તે સમયે એટલે ચોથા આરાના અંત ભાગમાં રાજગૃહ નામનું નગર હતું. તે નગરની બહાર ગુણશીલ નામનું ઉધાન હતું. તે રાજગૃહનગરમાં શ્રેણિકનામના રાજા હતા. નગર, ઉદ્યાન, રાજાનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું યાવતું શ્રેણિક રાજા ચલણા મહારાણી સાથે પરમસુખમય જીવન વ્યતીત કરતા હતા. એક દિવસ શ્રેણિકરાજાએ સ્નાન કર્યુ યાવત કલ્પવૃક્ષની જેમ તે નરેન્દ્ર અલંકારોથી વિભૂષિત થયા. કોરંટ પુષ્પોની માળા તથા છત્ર ધારણ કરીને યાવત ચંદ્રસમાન પ્રિયદર્શી તે નરપતિ બાહ્ય ઉપસ્થાનશાળામાં સિંહાસન સમીપે આવ્યા અને પૂર્વાભિમુખ થઈને તેના પર બેઠા. ત્યાર પછી કૌટુંબિક પુરુષોને મુખ્ય અધિકારીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું, ' હે દેવાનપ્રિયો! તમે જાઓ! આ રાજગૃહનગરની બહાર જે લત્તાઓથી સુશોભિત ઉદ્યાનો, શિલ્પશાળાઓ યાવત દર્ભના કારખાનાઓ છે, તેના સત્તાધારી મુખ્ય અધિકારીઓ પાસે જઈને, તેઓને આ પ્રમાણે કહો- હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા(બિંબિસારે) આજ્ઞા આપી છે કે જ્યારે ધર્મની Page #169 -------------------------------------------------------------------------- ________________ शा-१० ५७ આદિના કરનારા, અંતિમ તીર્થંકર યાવત્ સિદ્ધગતિના ઇચ્છુક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ક્રમશઃ ગ્રામાનુગ્રામ વિચરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, સંયમ અને તપથી સ્વયંની આત્મસાધના કરતાં, અહીં પધારે ત્યારે તમે ભગવાન મહાવીર સ્વામીને સાધનાને યોગ્ય સ્થાનમાં રહેવાની આજ્ઞા આપજો અને ઉતરવાની વ્યવસ્થા કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં પધાર્યા છે, તે પ્રિય સમાચાર મને નિવેદિત કરજો. २ तए णं ते कोडुंबियपुरिसा सेणिएणं रण्णा भिभिसारेणं एवं वुत्ता समाणा हट्ठे-तुट्ठ-चित्तमाणंदिया पीइमणा परमसोमणस्सिया हरिसवसविसप्पमाणहियया करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं सामी ! तह त्ति आणाए विणएणं वयणं पडिसुणंति, - पडिसुणित्ता सेणियस्स रण्णो अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता रायगिहं णयरं मज्झंमज्झेण णिग्गच्छंति, णिग्गच्छित्ता जाई इमाई रायगिहस्स बहिया आरामाणि य जाव जे तत्थ महत्तरया अणत्ता चिट्ठति ते एवं वयंति जाव ‘सेणियस्स रण्णो एयमट्ठ पियं णिवेदेज्जाह, 'पियं भे भवतु' दोच्चंपि तच्चंपि एवं वयंति, वइत्ता जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया । भावार्थ :- શ્રેણિક રાજા બિંબિસારના વચનો સાંભળીને તે કૌટુંબિક પુરુષો(રાજ્યાધિકારીઓ)હર્ષિત થયા, સંતુષ્ટિત થયા, તેઓનું ચિત્ત આનંદિત બની ગયું, મન પ્રસન્નતા અનુભવવા લાગ્યું, હર્ષના અતિરેકથી હૃદય ખીલી ઊઠ્યું અને તેઓએ હાથ જોડીને મસ્તકે આવર્તન કરી, અંજલીને મસ્તક પર લગાવી, વિનયપૂર્વક રાજાના આદેશનો સ્વીકાર કરી નિવેદન કર્યું, હે સ્વામિન ! આપના આદેશ અનુસાર જ બધું થશે. આ રીતે શ્રેણિક રાજાની આજ્ઞાનો સ્વીકાર કરીને રાજમહેલમાંથી બહાર નીકળીને, રાજગૃહ નગરના મધ્યભાગમાંથી પસાર થઈને નગરની બહાર જઈને જ્યાં આરામ ગૃહ યાવત્ ઘાસના કારખાનાઓ હતા ત્યાં પહોંચીને શ્રેણિક રાજાના આજ્ઞાધીન તે પ્રમુખ અધિકારીઓને શ્રેણિક રાજાનો સંદેશ આપ્યો યાવત્ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા તે પ્રિય સમાચાર શ્રેણિક રાજાને નિવેદિત કરવાનો રાજાનો સંદેશ બે ત્રણવાર દોહરાવીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા. ३ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव गामाणुग्गामं दूइज्जमाणे जाव अप्पाणं भावेमाणे विहरइ । तए णं रायगि णयरे सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह महापह-पहेसु जाव परिसा णिग्गया जाव पज्जुवासइ । तणं ते चेव महत्तरगा जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयहिणं पयाहिणं करेंति करेत्ता वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता णाम- गोयं पुच्छंति, पुच्छित्ता णाम- गोयं पधारेंति, पधारित्ता एगओ मिलंति, मिलित्ता एगंतमवक्कमंति एगमवक्कमित्ता एवं वयासी Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર जस्स णं देवाणुप्पिया ! सेणिए राया दंसणं कंखति, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया दंसणं पीहेइ, जस्स णं देवाणुपिप्या ! सेणिए राया दंसणं पत्थेइ, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया दंसणं अभिलसइ, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया णामगोत्तस्सवि सवणयाए हट्ठतुट्ठ जाव विसप्पमाणहियए भवइ । सेणं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव सवण्णू सव्वदरिसी पुव्वाणुपुव्वि चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे इहमागए इह संपत्ते, इह समोसढे, इहेव रायगिहे जगरे बहिया गुणसिलए चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ | ५८ तं गच्छाम णं देवाप्पिया ! सेणियस्स रण्णो एयमट्टं णिवेदेमो- 'पियं भे भवतु' त्ति कट्टु अण्णमण्णस्स वयणं पडिसुर्णेति, पडिसुणेत्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता रागगिह-णगरं मज्झमज्झेणं जेणेव सेणियस्स रण्णो गि जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं करयलं परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं वद्धावेति, वद्धावित्ता एवं वयासीजस्स णं सामी ! दंसणं कखइ जाव से णं समणे भगवं महावीरे गुणसिलए चेइए जाव विहरइ । एयण्णं देवाणुप्पियाणं पियं णिवेदेमो । पियं भे भवतु । I ભાવાર્થ :- તે કાલે અને તે સમયે ધર્મની આદિ કરનારા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં યાવત્ તપ-સંયમથી આત્માને ભાવિક કરતાં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા તે સમયે રાજગૃહ નગરના ત્રિકોણ-ત્રણ રસ્તા મળતા હોય, ચોક-ચાર રસ્તા મળતા હોય, ચાર મુખવાળા સ્થાનોમાં, રાજમાર્ગોમાં, ભગવાન પધાર્યાની ચર્ચા(કોલાહલ) થવા લાગી. પરિષદ દર્શન કરવા ગઈ યાવત લોકો હાથ જોડી વિનયપૂર્વક પ્રભુની પર્વપાસના કરવા લાગ્યા. તે સમયે શ્રેણિક રાજાના પ્રમુખ અધિકારીઓ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આદક્ષિણા-પ્રદક્ષિણા પૂર્વક ત્રણવાર વંદન નમસ્કાર કરીને ભગવાનના નામ-ગોત્ર પૂછીને સ્મૃતિમાં ધારણ કર્યા અને એકત્રિત થઈને એકાંત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પરમાં આ પ્રમાણે વાતચીત કરી. હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા જેમના દર્શનની ઇચ્છા રાખે છે, જેમના દર્શનની સ્પૃહા કરે છે, જેમના દર્શનની પ્રાર્થના કરે છે, જેમના દર્શનની અભિલાષા સેવે છે, જેમનું નામ-ગોત્ર સાંભળતા જ ખૂબ પ્રસન્ન થાય છે, તે ધર્મના આદિકર, તીર્થંકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી સુખપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરતા અહીં પધાર્યા છે, અહીં આવ્યા છે, અહીં બિરાજમાન થયા છે, અહીં રાજગૃહનગરની બહાર ગુણશીલઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ-ઉતરવાની આજ્ઞા ગ્રહણ કરી, સંયમ તપથી આત્માને ભાવિત કરતાં બિરાજમાન છે. હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણિકરાજા પાસે જઈએ અને તેમને નિવેદન કરીએ કે આપના આ પ્રિય સમાચાર છે. પરસ્પરની ચર્ચા વિચારણાના અંતે એકમત થઈને તેઓ રાજગૃહનગરમાં આવ્યા, નગરની Page #171 -------------------------------------------------------------------------- ________________ शा-१० ૯૯ મધ્યમાંથી પસાર થઈને શ્રેણિકરાજાના રાજમહેલમાં શ્રેણિકરાજાની સમીપે આવીને શ્રેણિકરાજાને હાથ જોડીને આવર્તન કરી, અંજલીને મસ્તકે લગાવીને જય-વિજયના શબ્દોથી વધાવીને કહ્યું– હે સ્વામી ! આપ જેમના દર્શનને ઇચ્છો છો યાવત્ તે શ્રમણ ભગવાનમહાવીરસ્વામી ગુણશીલ ઉદ્યાનમાં બિરાજિત થયા છે. હે દેવાનુપ્રિય ! આ પ્રિય સમાચાર આપને નિવેદિત કરીએ છીએ. આ સંવાદ આપને પ્રિય થાઓ. શ્રેણિકનું દર્શનાર્થે ગમન : ४ | तए णं से सेणिए राया तेसिं पुरिसाणं अंतिए एयमट्ठ सोच्चा णिसम्म जाव विसप्पमाण हियए सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता ते पुरिसे सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता पडिविसज्जेइ पडिविसज्जित्ता जगरगुत्तियं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! रायगिहं णगरं सब्भितर बाहिरियं आसियसंमज्जियोवलित्तं जाव कारवित्ता एयमाणत्तियं पच्चप्पिणंति । तए णं से सेणिए राया बलवाउयं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! हय-गय-रह-जोहकलियं चाउरंगिणि सेणं सण्णाहेह । जाव से वि पच्चप्पिणइ । भावार्थ :- તે અધિકારી પુરુષો પાસેથી ભગવાનના આગમનના સમાચાર સાંભળીને ઘણી ખુશી અનુભવતા શ્રેણિકરાજાએ સિંહાસન ઊપરથી ઊભા થઈને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી તે અધિકારી પુરુષોના સત્કાર અને સન્માન આદિ કર્યા અને પ્રીતિપૂર્વક આજીવિકા યોગ્ય ઘણું પ્રીતિ દાન(પારિતોષિક) આપીને તેને વિદાય કર્યા. ત્યાર પછી નગરરક્ષકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! રાજગૃહનગરને અંદર અને બહારથી બરાબર સાફ કરી, પાણીથી સિંચિત કરો અને કાર્ય થઈ ગયાની મને સૂચના આપો યાવત્ તેઓએ કાર્ય થઈ ગયાની રાજાને જાણ કરી. ત્યાર પછી શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવી આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! હાથી, ઘોડા, રથ અને પાયદળ, આ ચાર પ્રકારની સેનાને સુસજ્જિત કરો યાવત્ આજ્ઞા અનુસાર સેના સજ્જ કરીને સેનાપતિએ રાજાને તે સમાચાર આપ્યા. ५ तए णं से सेणिए राया जाणसालियं सद्दावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! खिप्पामेव धम्मियं जाणपवरं जुत्तामेव उवट्ठवेहि, उवट्ठवित्ता मम एयमाणतियं पच्चप्पिणाहि । तए णं से जाणसालिए सेणियरण्णा एवं वुत्ते समाणे हट्टतुट्ठ जाव विसप्पमाणहियए जेणेव जाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाणसालं अणुप्पविसइ, अणुप्पविसित्ता जाणगं पच्चुवेक्खर, पच्चुवेक्खित्ता जाणं पच्चोरूभइ, पच्चोरूभिता जाणगं संपमज्जइ, संपमज्जित्ता जाणगं णीणेs, णीणेत्ता जाणगं संवट्टेइ, संवट्टेत्ता दूसं पवीणेइ, पवीणेत्ता जाणगं समलंकरेइ, समलंकरिता जाणगं वरमंडिय करेइ, करित्ता जेणेव वाहणसाला Page #172 -------------------------------------------------------------------------- ________________ | १०० શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર तेणेव उवागच्छइ, उवागच्छित्ता वाहणसालं अणुप्पविसइ अणुप्पविसित्ता वाहणाई पच्चुवेक्खइ, पच्चुवेक्खिता वाहणाई संपमज्जइ, संपमज्जित्ता वाहणाई अप्फालेइ, अप्फालेत्ता, वाहणाई णीणेइ, णीणेत्ता दूसे पवीणेइ, पवीणेत्ता वाहणाई समलंकरेइ, समलंकरित्ता वाहणाई वराभरणमंडियाई करेइ, करेत्ता वाहणाई जाणगं जोएइ, जोएत्ता वट्टमग्ग गाहेइ, गाहेत्ता पओय लट्ठि पओयधरे य सम्मं आरोहइ, आरोहइत्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एवं वयासी- जुत्ते ते सामी ! धम्मिए जाणपवरे आइटे, भदं तव आरूहाहि । ભાવાર્થ :- ત્યાર પછી શ્રેણિકરાજાએ યાનશાળાના અધિકારીને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! શ્રેષ્ઠ ધાર્મિકરથને તૈયાર કરી અહીં હાજર કરો અને મારી આજ્ઞા પ્રમાણે કાર્ય થઈ જાય ત્યારે મને કાર્ય થઈ ગયાની સૂચના આપો. શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું, ત્યારે યાનશાલિક રથ શાળાનું ધ્યાન રાખનાર રથિક હર્ષિત અને સંતષ્ટિત હૃદયે રથશાળાની સમીપે આવ્યો અને રથશાળામાં પ્રવેશ કર્યો. તેણે રથને જોયો, રથને નીચે ઉતાર્યો, સાફ કર્યો, બહાર કાઢ્યો, એક સ્થાને સ્થિર રાખ્યો અને તેના પર ઢાંકેલા વસ્ત્રને દૂર કરી રથને અલંકૃત અને સુશોભિત કર્યો. ત્યાર પછી વાહનશાળાની સમીપે આવીને વાહનશાળામાં પ્રવેશ કર્યો, બળદોને જોયા, તેમનું પ્રમાર્જન કર્યું, તેના પર વારંવાર હાથ ફેરવ્યો અને તેને બહાર લઈને આવ્યો. તેના પર ઢાંકેલા વસ્ત્રને(ઝૂલને) દૂર કરી, તેને અલંકૃત કર્યા અને આભૂષણો પહેરાવ્યા. તે બળદોને રથમાં જોડી, રથને રાજમાર્ગ પર લાવ્યો. ચાબુકધારી સારથિને રથમાં સાથે બેસાડીને શ્રેણિકરાજા પાસે આવી હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિન! શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર કરવા માટે આપે આદેશ આપ્યો હતો તે પ્રમાણે રથ તૈયાર થઈ ગયો છે. આ રથ આપના માટે કલ્યાણકારી છે, આપ રથમાં બિરાજમાન થાઓ. |६ तए णं सेणिए राया भिंभिसारे जाणसालियस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुढे जाव मज्जणधरं अणुपविसइ, अणुपविसित्ता जाव कप्परूक्खए चेव अलंकिए विभूसिए परिंदे जाव मज्जणधराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव चेल्लणादेवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता चेल्लणादेवि एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव पुव्वाणुपुट्वि चरमाणे जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तं महप्फलं देवाणुप्पिए ! तहारूवाणं अरहताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमण वंदण णमंसण पडिपुच्छण पज्जुवासणयाए ? एगस्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए, किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए । तं गच्छामो देवाणुप्पिए ! समणं भगवं महावीरं वंदामो णमंसामो सक्कारेमो सम्माणेमो कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामो। एयं णं इहभवे य परभवे य हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, अणुगामियत्ताए भविस्सइ । ભાવાર્થ :- સમયે બિંબિસાર- શ્રેણિક રાજા રથશાલિક પાસેથી ધાર્મિક રથ તૈયાર થઈ ગયાના Page #173 -------------------------------------------------------------------------- ________________ | દશા-૧૦. ૧૦૧ | સમાચાર સાંભળી, હર્ષિત અને સંતુષ્ટ થયા યાવતું તેમણે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો, કલ્પવૃક્ષની સમાન અલંકૃત અને વિભૂષિત થઈ તે શ્રેણિકરાજા યાવતું સ્નાનગૃહમાંથી નીકળ્યા અને ચલણાદેવી પાસે આવી ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! ધર્મના આદિકર, તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવત્ અનુક્રમથી વિહાર કરતા, સંયમ અને તપથી આત્મસાધના કરતા ગુણશીલ ઉધાનમાં બિરાજમાન થયા છે. હે દેવાનુપ્રિય! તથારૂપના અર્થાત્ સંયમ અને તપના મૂર્તરૂપ એવા અરિહંત ભગવાનના નામગોત્ર સાંભળવાથી પણ મહાનફળ પ્રાપ્ત થાય છે, તો તેમના દર્શન કરવા, વંદન નમસ્કાર કરવા, સુખશાતા પૂછવી અને પપાસના(સેવા) કરવાના ફળની તો વાત જ શું કરવી ? તેમના એક પણ ધાર્મિકવચન સાંભળવા અને વિપુલ અર્થ ગ્રહણ કરવાના ફળનું તો શું કહેવું? અર્થાત્ તીર્થકરના વચનો મહાન ફળ દાયક હોય છે, તેથી હે દેવાનુપ્રિય ! આપણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન, નમસ્કાર કરીએ, તેઓશ્રીનો સત્કાર, સન્માન કરીએ, તે કલ્યાણરૂપ છે, મંગલરૂપ છે, દેવાધિદેવ છે, જ્ઞાનસ્વરૂપ છે, તેઓશ્રીની પર્યાપાસના(સેવા) કરીએ. તેઓશ્રીની પર્યાપાસના આ ભવ અને પરભવમાંહિતકારી, સુખકારી, ક્ષેમકારી, નિઃશ્રેયકારી, મોક્ષ આપનારી છે અને તે ભવોભવમાં કલ્યાણકારી થાય છે. | ७ तए णं सा चेल्लणादेवी सेणियस्स रण्णो अंतिए एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठा जाव सेणियस्स रण्णो एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ जाव महत्तरगविंद-परिक्खित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सेणिएराया तेणेव उवागच्छइ । तए णं से सेणियराया चेल्लणादेवीए सद्धिं धम्मियं जाणपवरं दुरूढे जाव जेणेव गुणसीलए चेइए तेणेव उवागच्छइ जाव पज्जुवासइ । एवं चेल्लणा वि जाव पज्जुवासइ । तए णं समणे भगवे महावीरे सेणियस्स रण्णो भिंभिसारस्स, चेल्लणादेवीए, तीसे य महइमहालियाए परिसाए, इसिपरिसाए. जइपरिसाए. मणिपरिसाए. मणुस्स-परिसाए, देवपरिसाए, अणेगसयाए जाव धम्मो कहिओ । परिसा पडिगया। सेणियराया पडिगओ । ભાવાર્થ :- શ્રેણિકરાજા પાસેથી ભગવાનના દર્શનાર્થે જવાની વાત સાંભળી ચેલણાદેવી હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત તેમણે શ્રેણિકરાજાના આ વચનોને વિનયપૂર્વક સ્વીકાર્યા. ત્યાર પછી સ્નાનગૃહમાં પ્રવેશ કરીને, સ્નાન આદિ કાર્યો કરીને યાવતુ ઘણી દાસીઓ સાથે બહારની ઉપસ્થાન શાળામાં શ્રેણિકરાજા પાસે આવ્યા. તે સમયે શ્રેણિકરાજા, ચેલણાદેવી સાથે શ્રેષ્ઠ ધાર્મિકરથમાં બેઠા, ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા યાવતુ ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. તે જ રીતે ચેલણા દેવી પણ પર્યાપાસના કરવા લાગ્યા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઋષિ, યતિ, મુનિ, મનુષ્ય, દેવો અને સેંકડો વ્યક્તિઓની મહાપરિષદમાં બિંબિસાર શ્રેણિકરાજા અને ચેલણાદેવીને વાવતુ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ધર્મ કથા સાંભળીને પરિષદ પાછી ફરી, શ્રેણિકરાજા પણ સ્વસ્થાને પાછા ફર્યા. શ્રેણિક-ચેલણાના દર્શનથી સાધુ-સાધ્વીઓનું નિદાન: Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ८ तत्थ णं एगइयाणं णिग्गंथाणं णिग्गंथीण य सेणियं रायं चेल्लणं च देवि पासित्ताणं इमेयारूवे अज्झत्थिए, चिंतिए, पत्थिए, मणोगए संकप्पे समुप्पज्जित्थाअहो णं सेणिए राया महड्डिए जाव महासोक्खे, जे णं ण्हाए जाव सव्वालंकार-विभूसिए चेल्लणा देवीए सद्धिं उरालाई माणुस्सगाइं भोग भोगाई भुंजमाणे विहरइ । ण मे दिट्ठा देवा देवलोगंसि, सक्खं खलु अयं देवे । १०२ जइ इमस्स सुचरियस्स तव-नियम- बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं वयमवि आगमेस्साइं इमाइं एयारूवाइं ओरालाई माणुस्सगाइं भोग भोगाई भुंजमाणा विहरामो, से त्तं साहू | अहो णं चेल्लणादेवी महिड्डिया जाव महासोक्खा जा णं ण्हाया जाव सव्वालंकारविभूसिया सेणिएणं रण्णा सद्धिं उरालाई माणुस्सगाई भोग भोगाई भुंजमाणी विहरइ । ण मे दिट्ठाओ देवीओ देवलोगंसि, सक्खा खलु इमा देवी । जइ इमस्स सुचरियस्स तव णियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं वयमवि आगमिस्साइं इमाई एयारूवाइं ओरालाई माणुस्सगाई भोग भोगाई भुंजमाणीओ विहरामो, से तं साहू | अज्जो त्ति समणे भगवं महावीरे ते बहवे णिग्गंथा णिग्गंथीओ य आमंतेत्ता एवं वयासी- सेणियं रायं चेल्लणादेवि पासित्ता इमेयारूवे अज्झत्थिए जाव समुपज्जित्था - अहो णं सेणिए राया महिड्डिए जाव से तं साहू; अहो णं चेल्लणा देवी महिड्डिया जाव से तं साहू । से णूणं अज्जो ! अत्थे समट्ठे ? हंता, अत्थि । भावार्थ :ત્યાં (ગુણશીલચૈત્યમાં) શ્રેણિકરાજા અને ચેલણાદેવીને જોઈને કેટલાક નિગ્રંથો અને નિગ્રંથીઓના મનમાં આ પ્રકારના અધ્યવસાય, ચિંતન, ઇચ્છા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા કે અહો! આ શ્રેણિકરાજા મહાન ઋદ્ધિવાળા યાવત્ ઘણા સુખી છે. તે સ્નાન કરીને યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને ચેલણાદેવી સાથે મનુષ્યસબંધી ઉદાર(ઉત્તમ)કામભોગ ભોગવી રહ્યા છે. આપણે દેવલોકના દેવોને જોયા નથી. આપણા માટે તો આ(શ્રેણિક રાજા)જ સાક્ષાત્ દેવ . સ્વરૂપ छे. જો સમ્યકરૂપે આચરિત અમારા ચારિત્ર, તપ, નિયમ, બ્રહ્મચર્યના પાલનનું કોઈ કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આ પ્રકારના મનુષ્યસબંધી ભોગોને પ્રાપ્ત કરીએ, તે આપણા માટે ઉત્તમ છે. (કેટલીક નિર્ગથીઓના મનમાં સંકલ્પ ઉત્પન્ન થયો કે−) અહો ! આ ચેલણાદેવી મહાન ઋદ્ધિવાળા છે યાવત્ ઘણા જ સુખી છે. તે સ્નાન કરીને યાવત્ બધા જ અલંકારોથી વિભૂષિત થઈને શ્રેણિકરાજા સાથે મનુષ્યસબંધી ઉત્તમ ભોગો ભોગવી રહ્યા છે. આપણે દેવલોકની દેવીઓને જોઈ નથી, આપણા માટે તો આ(ચેલણાદેવી) જ સાક્ષાત્ દેવી સ્વરૂપ છે. સમ્યક રૂપે આચરિત અમારા ચારિત્ર તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કોઈ વિશિષ્ટ ફળ હોય તો આપણે પણ ભવિષ્યમાં આ પ્રકારના મનુષ્યસબંધી ભોગોને પ્રાપ્ત કરીએ, તે જ આપણા માટે ઉત્તમ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ | शा-१० | १० | શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઘણા સાધુ અને સાધ્વીઓને સંબોધન કરીને આ પ્રમાણે કહ્યું, હે આર્યો! શ્રેણિકરાજા અને ચલણાદેવીને જોઈને તમારા મનમાં શું આ પ્રકારના પરિણામો યાવત વિચારો ઉત્પન્ન થયા છે? કે–અહો! શ્રેણિકરાજા મહાનઋદ્ધિવાળા છે યાવતુ આપણે પણ ભવિષ્યમાં(ભવાંતરમાં) આવા ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરીએ તે આપણા માટે ઉત્તમ છે. અહો ! ચલણાદેવી મહદ્ધિક છે યાવત આપણે પણ ભવિષ્યમાં મનુષ્યાણી સંબંધી ઉત્તમ ભોગોને પ્રાપ્ત કરીએ. હે આર્યો! (હે આર્યાઓ શું) આ વૃત્તાંત યથાર્થ છે? હા ભગવાન ! આ વૃતાંત યથાર્થ છે અર્થાતુ અમોને આ પ્રકારનો વિચાર આવ્યો છે. विवेयन: પ્રસ્તુત સૂત્રોમાં વર્ણિત વિષય આ દશાની ઉત્થાનિકા રૂપ છે. નવ પ્રકારના નિદાનના વર્ણન પૂર્વે સૂત્રકારે ભગવાનના સમવસરણમાં રાજા શ્રેણિક તથા રાણી ચેલણાનું આગમન તથા તેના રૂપ સૌંદર્યને જોઈને કેટલાક સાધુ-સાધ્વીએ કરેલા નિદાનનું પ્રતિપાદન કર્યું છે. (१) निथोर्नुपुरुष लोग माटे निधान मने तेनुं : ९ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-इणमेव णिग्गंथे पावयणे सच्चे अणुत्तरे पडिपुण्णे केवले संसुद्धे णेआउए सल्लकत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे णिज्जाणमग्गे णिव्वाणमग्गे अवितहमविसंधी, सव्वदुक्खप्पहीणमग्गे । इत्थं ठिया जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति। ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો! મેં શ્રુત-ચારિત્ર રૂપ ધર્મનું નિરૂપણ કર્યું છે. તે નિગ્રંથ પ્રવચન सत्य छ, अनुत्तरछे, प्रतिपूछे, मद्वितीय छ, शुद्ध छे, न्याय संगत छ, भायाशस्य, निहनशल्य, મિથ્યાદર્શન શલ્ય, આ ત્રણ શલ્યને કાપનાર છે, સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્વાણનો માર્ગ છે, આ માર્ગ જ યથાર્થ છે, અસંદિગ્ધ છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો માર્ગ છે. આ સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મના આરાધક જીવો સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ નિર્વાણને પ્રાપ્ત થાય છે અને બધા દુઃખોનો અંત કરે છે. १० जस्स णं धम्मस्स णिग्गंथे सिक्खाए उवट्ठिए विहरमाणे पुरा दिगिंछाए, पुरा पिवासाए पुरा सीतातवेहिं, पुरा पुढेहिं विरूवरूवेहिं परीसहोवसग्गेहिं उदिण्णकामजाए यावि विहरेज्जा से य परक्कमेज्जा, से य परक्कममाणे पासेज्जा-जे इमे उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया, तेसिं णं अण्णयरस्स अइजायमाणस्स वा णिज्जायमाणस्स वा पुरओ महं दासी-दास-किंकर-कम्मकर पुरिस-पायत्तपरिक्खित्तं छत्तं भिंगारं गहाय णिग्गच्छंति । तयाणंतरं च णं पुरओ महाआसा आसवरा, उभओ तेसिं णागा णागवरा पिट्ठओ रहा रहवरा, रहसंगल्लि । से य उद्धरिय-सेय-छत्ते, अब्भुगये भिंगारे, पग्गहिय तालियंटे, पवीयण्ण-सेय-चामरबालवीयणीए । अभिक्खणं-अभिक्खणं अइजाइय-णिज्जाइय सप्पभा । स पुव्वावरं च णं हाए जाव सव्वालंकारविभूसिए, महइ महालियाए Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર कूडागारसालाए, महइ महालयंसि सयणिज्जंसि दुहओ उण्णते मज्झे णतगंभीरे वण्णओ सव्वरातिणिएणं जोइणा झियायमाणेणं, इत्थिगुम्मपरिवुडे महयाहत-णट्टगीय-वाइय-तंती-तल-ताल-तुडिय-घण-मुइंग-मुद्दल-पडुप्पवाइय रवेणं ओरालाई माणुस्सगाई कामभोगाई भुंजमाणे विहरइ ।। तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुटुंतिभण देवाणुप्पिया ! किं करेमो? किं उवणेमो? किं आहरेमो? किं आचिट्ठामो? किं भे हियइच्छियं ? किं ते आसगस्स सदइ ? ભાવાર્થ :- ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમ જીવનનું પાલન કરતાં ભૂખ-તરસ, ગરમી-ઠંડી વગેરે પરિસહ-ઉપસર્ગોથી પીડિત કોઈ સાધુને મોહનો ઉદય થઈ જાય અને તે ઉદિત મોહ સહિત સંયમનું પાલન કરતાં, સંયમમાં પરાક્રમ કરતાં તે સાધુ શુદ્ધ માતૃ-પિત કુળવાળા કોઈ ઉગ્રવંશીય, ભોગવંશીય રાજકુમારને જુએ કે જે રાજકુમાર મહેલમાંથી બહાર નીકળે કે રાજ મહેલમાં પ્રવેશ કરે ત્યારે હાથમાં છત્ર, ઝારી, આદિ ગ્રહણ કરેલા દાસ-દાસી, નોકર-ચાકર, કામ કરનારા અનેક અનુચરોનો વિશાળ સમુદાય તેની સાથે ચાલતો હોય છે. તે રાજકુમારની આગળ ઉત્તમ જાતિવાન અશ્વો,બંને બાજુએ શ્રેષ્ઠ હાથીઓ, પાછળ સારથિ યુક્ત શ્રેષ્ઠ–ઉત્તમ રથો તથા ઝારીથી શીતલ સુગંધી પાણીનો છંટકાવ કરતા, હાથમાં શ્વેત છત્રને ધારણ કરેલા અને શ્વેત ચામર વીંઝતા અનેક માણસોથી ઘેરાઈને(તે રાજકુમાર) વારંવાર આવાગમન કરે છે. તે રાજકુમાર યોગ્ય સમયે સ્નાન કરી, અલંકારોથી વિભૂષિત થઈને વિશાળ કૂટાગારશાળા(પર્વતના શિખર ઉપર સ્થિત અથવા શિખરના આકારવાળા, રાજમહેલમાં મોટી, બંને બાજુથી ઉન્નત અને મધ્યમાંથી નમેલી શય્યા ઉપર બેસીને, આખી રાત દીપકના ઝગમગાટમાં સ્ત્રી સમુદાયથી વીંટળાઈને કુશળ નર્તકોના નૃત્ય જોતાં, ગાયકોના ગીત સાંભળતાં અને ગીત, વાજિંત્ર, તંત્રી, તલ-તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ, માદલ વગેરે વાજિંત્રના મધુર ધ્વનિમાં મગ્ન બની, ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતા રહે છે. કોઈ એક નોકરને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય અને પૂછવા લાગે કે હે દેવાનુપ્રિય! કહો, અમે તમારા માટે શું કરીએ ? શું લાવીએ? શું આપીએ ? શું રાખીએ(મૂકીએ)? ખરેખર ! આપ હૃદયથી શું ઇચ્છો છો? આપને ક્યા ભાવતા-સ્વાદિષ્ટ પદાર્થો છે અર્થાત્ ક્યા ભાવતા ભોજન લાવીએ? ११ ज पासित्ता णिग्गंथे णिदाणं करेइ-जइ इमस्स सुचरिय-तव-णियमबंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमिस्साए इमाई एयारूवाइं ओरालाइ माणुस्सगाई कामभोगाइं भुंजमाणे विहरामि-से तं साहू । ભાવાર્થ :- રાજકુમારોનો આ પ્રકારનો વૈભવ જોઈને સાધુ નિદાન કરે છે કે જો સારી રીતે આચરિત ચારિત્ર, તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો, હું પણ ભવિષ્યમાં (ભવાંતરમાં) આ પ્રકારના ઉત્તમ મનુષ્યસબંધી કામભોગોને ભોગવતો રહું, તે મારા માટે શ્રેષ્ઠ થશે. | १२ एवं खलु समणाउसो !णिग्गंथे णिदाणं किच्चा तस्स ठाणस्स अणालोइयअप्पडिक्कंते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो Page #177 -------------------------------------------------------------------------- ________________ शा-१० ૧૦૫ भवइ-महड्डिएसु महज्जुइएसु महब्बलेसु महायसेसु महासुक्खेसु महाणुभागेसु दूरगईसु चिरट्ठिइएसु । से णं तत्थ देवे भवइ महड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमा विहरइ जाव से णं ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं, ठिइक्खएणं, अनंतरं चयं चइत्ता से जे इमे भवंति उग्गपुत्ता महामाउया भोगपुत्ता महामाउया, तेसिं णं अण्णयरंसि कुलंसि पुत्तत्ताए पच्चायाति । से णं तत्थ दारए भवइसुकुमालपाणिपाए, अहीणपडिपुण्णपंचिदियसरीरे, लक्खण-वंजणगुणोववे ससिसोमागारे कंते पियदंसणे सुरूवे । तए णं से दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जोव्वणगमणुप्पत्ते सयमेव पेइयं दायं पडिवज्जति । तस्स णं अइजायमाणस्स वा णिज्जायमाणस्स वा पुरओ महं दासी दासकिंकर-कम्मकर-पुरिस-पायत्त परिक्खित्तं छतं भिंगारं गहाय णिगच्छंति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुट्ठेति भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदति ?' तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्माइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा। से णं पडिसुणेज्जा ? णो इणट्ठे समट्ठे, । अभविए णं से तस्स धम्मस्स सवणयाए । से य भवइ-महिच्छे जाव दाहिणगामी णेरइए कण्हपक्खिए, आगमिस्साए दुल्लहबोहिए यावि भवइ । तं एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं जो संचाएइ केवलिपण्णत्तं धम्मं पडिसुणित्तए । भावार्थ :હે આયુષ્યમાન શ્રમણો ! તે સાધુ નિદાન કરીને, તે નિદાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણોમાં દેહ છોડી મહાઋદ્ધિવાળા, મહાધુતિવાળા, મહાબળવાળા, મહાયશવાળ ન, મહાસુખવાળા, મહાપ્રભાવાળા, દૂર જવાની શક્તિવાળા, લાંબી સ્થિતિવાળા કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે મહર્દિક દેવ થાય છે અને યાવત્ તે દેવ સબંધી ભોગોને ભોગવતા વિચરે છે યાવત્ દેવ સંબંધી આયુષ્યનો, ભવનો અને સ્થિતિનો ક્ષય થવાથી તે દેવલોકથી ચ્યવીને શુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા ઉગ્નકુલ, ભોગકુળ વગેરે કોઈ એક ઉત્તમ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બાળક સુકોમળ હાથપગ- વાળો તથા પાંચે ઇન્દ્રિયોથી પૂર્ણ, શુભ લક્ષણ, વ્યંજનગુણોથી યુક્ત, ચંદ્રમાની સમાન સૌમ્ય, પ્રિય, દર્શનીય, સ્વરૂપવાન થાય છે. તે બાળકની બાલ્યાવસ્થા વ્યતીત થયા પછી કલાનિપુણતા અને યુવાવસ્થાને પ્રાપ્ત થતાં તે સ્વયં પિતાની સંપત્તિનો અધિકારી બને છે. તે ઘરની બહાર જાય કે અંદર આવે ત્યારે આગળ છત્ર, જારી વગેરે લઈને અનેક દાસ-દાસી, નોકર-ચાકર ચાલે છે યાવત્ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો આવીને ઊભા રહી જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! કહો, અમે આપના માટે શું કરીએ ? આપને ક્યા પદાર્થો સ્વાદિષ્ટ લાગે છે અર્થાત્ ક્યા ભાવતા ભોજન લઈ આવીએ ? પ્રશ્ન– આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના અર્થાત્ સંયમાદિના યથાર્થપાલક Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર શ્રમણ-માહણ ઉભયકાળ કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા કહે છે. પ્રશ્ન- શું તે ધર્મ પ્રરૂપણાને સાંભળે છે? ઉત્તર- તે સંભવ નથી, કારણ કે તે ધર્મશ્રવણને માટે યોગ્ય નથી. મહાઇચ્છાઓવાળા તે થાવત દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકીરૂપે ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે અર્થાત્ તે દુર્લભબોધિ બને છે. હે આયુષ્યમાન શ્રમણો તે નિદાનશલ્યના પાપકારી પરિણામ સ્વરૂપે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ કરી શકતા નથી. (ર) નિગ્રંથીઓનું સ્ત્રીભોગ સંબંધી નિદાન અને તેનું ફળ :|१३ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाण अत करेति । जस्स णं धम्मस्स णिग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी पुरा दिगिंछाए जाव उदिण्ण काम जाया यावि विहरेज्जा सा य परक्कमेज्जा, सा य परक्कममाणी पासेज्जा से जा इमा इत्थिया भवइ-एगा, एगजाया, एगाभरणपिहाणा, तेल्ल पेला इव सुसंगोपिया, चेल-पेला इव सुसंपरिगहिया, रयणकरंडगसमाणा । तीसे णं अइजायमाणीए वा णिज्जायमाणीए वा पुरओ महं दासी दास किंकर कम्मकर पुरिसा पयत्तपरिक्खित्तं छतं भिंगारं गहाय णिग्गच्छंति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुटुंति, भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदति ? ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રત અને ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે, તે નિગ્રંથ પ્રવચન સત્ય છે યાવતુ બધા દુઃખોનો અંત કરે છે. તે ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમ જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરિષહોથી પીડિત થાવત્ ઉદિત કામ-મોહ સહિત સંયમમાં પરાક્રમ કરતી કોઈ સાધ્વી, સ્ત્રી આદિને જોઈને વિચારે કે આ સ્ત્રી પોતાના પતિની એક પત્ની છે, એક માત્ર પ્રાણપ્રિયા છે. તે સુવર્ણના કે રત્નોના એક સરખા આભરણ અને વસ્ત્ર પહેરે છે. તેના પતિ માટે તે તેલની શીશી, વસ્ત્રોની પેટી અને રત્નોના કરંડિયાની સમાન સંરક્ષણીય છે અને સંગ્રહણીય છે. મહેલમાં તે અંદર જાય અને બહાર નીકળે ત્યારે તેની પાછળ છત્ર, જારી લઈને અનેક દાસ-દાસી, નોકર-ચાકર ચાલે છે યાવત એકને બોલાવે ત્યાં તેની સામે ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય છે અને પૂછે છે હે દેવાનુપ્રિય! કહો, અમે આપના માટે શું કરીએ? યાવતુ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ ? १४ जं पासित्ता णिग्गंथी णिदाणं करेति- जइ इमस्स सुचरिय-तव-णियमबंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, तं अहमवि आगमिस्साए इमाई एयारूवाई ओरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणी विहरामि-से तं साहु । Page #179 -------------------------------------------------------------------------- ________________ शा-१० | १०७ । ભાવાર્થ :- તેમને જોઈ સાધ્વીજી નિદાન કરે છે કે જો સમ્યક રીતે આચરિત મારા તપ, સંયમ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી કોઈ વિશિષ્ટ ફળ હોય, તો હું આવતા ભવમાં આ પ્રકારના ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. | १५ एवं खलु समणाउसो ! णिग्गंथी णिदाणं किच्चा तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारा भवइ जावदिव्वाइ भोगाइ भुजमाणी विहरइ जावसा णं ताओ देवलोगाओ आउक्खए णं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता जे इमे भवंति उग्गपुत्ता महामाउया भोगपुत्ता महामाउया एतेसिं णं अण्णयरंसि कुलंसि दारियत्ताए पच्चायाइ। सा णं तत्थ दारिया भवइ सुकुमाला जाव सुरूवा । तए णं तं दारियं अम्मापियरो उम्मुक्कबालभावं विण्णायपरिणयमित्तं, जोव्वणगमणुप्पत्तं, पडिरूवेणं सुक्केणं पडिरूवस्स भत्तारस्स भारियत्ताए दलयंति । सा णं तस्स भारिया भवइ एगा, एगजाया, इट्ठा, कंता, पिया, मणुण्णा, मणामा, धेज्जा, वेसासिया, सम्मया, बहुमया, अणुमया, रयणकरडगसमाणा। तीसे णं अइजायमाणीए वा णिज्जामाणीए वा पुरओ महं दासी-दासकिंकर-कम्मकर पुरिस पायत्तपरिक्खित्तं छत्तं, भिंगारं गहाय णिग्गच्छति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुतुति-भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदइ ? तीसे णं तहप्पगाराए इत्थियाए तहारूवे समणे वा माहणे वा उभयकालं केवलिपण्णत्तं धम्म आइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । सा णं भंते ! पडिसुणेज्जा? णो इणढे समढे । अभिवया णं सा तस्स धम्मस्स सवणयाए । सा य भवइ महिच्छा जाव दाहिणगामिए णेरइए कण्हपक्खिए आगमिस्साए दुल्लभबोहिया यावि भवइ । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएति केवलिपण्णत्तं धम्म पडिसुणित्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! તે સાધ્વી નિદાન કરીને, તે નિદાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગ કરી કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે અને ત્યાં દિવ્યભોગ ભોગવે છે. દેવ સંબંધી આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થાય ત્યારે તે દેવલોકથી ઍવીને વિશુદ્ધ માત-પિતપક્ષવાળા ઉગ્રવંશી અથવા ભોગવંશી આદિ કુળમાંથી કોઈ એક ઉત્તમ કુળમાં બાલિકારૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બાલિકા સુકમાર અને સુરૂપ હોય છે. તેનો બાલ્યકાળ વ્યતીત થયા પછી કળાઓમાં નિપુણતા અને યૌવનવયને પ્રાપ્ત થતાં, માતા-પિતા તેને તેના જેવા સુંદર યોગ્ય પતિને, અનુરૂપ દહેજ Page #180 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર આપી પનીરૂપે સોંપે છે અર્થાતુ પરણાવે છે. તે તેના પતિની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, અતિ મનોહર, ધર્મનું સ્થાન, વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, (અતિશય પ્રિય) રત્નના કરંડિયાની સમાન એક માત્ર પત્ની હોય છે. મહેલમાંથી બહાર નીકળે કે અંદર પ્રવેશે ત્યારે તેની આગળ છત્ર, જારી, લઈને અનેક દાસ-દાસી, નોકર-ચાકર ચાલે છે યાવતુ એકને બોલાવતાં ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય? કહો, અમે આપના માટે શું કરીએ? યાવતુ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ. પ્રશ્ન- શું તે ઋદ્ધિસંપન્ન-સાંસારિક સુખમાં નિમગ્ન સ્ત્રીને તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા, કહે છે. પ્રશ્ન- શું તે ધર્મ પ્રરૂપણાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે? ઉત્તર- તે સંભવ નથી, કારણ કે તે સ્ત્રી ધર્મ શ્રવણને માટે અયોગ્ય છે. ઉત્કૃષ્ટ અભિલાષાવાળી તે સ્ત્રી દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકીરૂપે ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં તેને સમ્યકત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! નિદાનશલ્યના પાપકારી પરિણામ સ્વરૂપે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ કરી શકતી નથી. (૩) નિગ્રંથોનું સ્ત્રી થવાનું માટે નિદાન અને તેનું ફળઃ१६ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणं अत करेति । जस्स णं धम्मस्स णिग्गंथे सिक्खाए उवट्ठिए विहरमाणे पुरादिगिंछाए जाव से य परक्कममाणे पासेज्जा-से जा इमा इत्थिया भवइ-एगा एगजाया जावजं पासित्ता णिग्गंथे णिदाणं करेंति- दुक्खं खलु पुमत्तणए, जे इमे उग्गपुत्ता महामाउया भोगपुत्ता महामाउया एतेसिं णं अण्णयरेसु उच्चावएसु महासमर- संगामेसु उच्चावयाई सत्थाई उरंसि चेव पडिसंवेदेति । तं दुक्खं खलु पुमत्तणए, इत्थित्तणयं साहु । ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત અને ચારિત્ર ધર્મનું નિરૂપણ કર્યુ છે. આ નિગ્રંથ પ્રવચન સત્ય છે યાવત્ બધા દુઃખોનો અંત કરે છે. તે ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમ જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરિષહોથી પીડિત કોઈ સાધુ ઉદિત કામ-મોહ સહિત યાવત સંયમમાં પરાક્રમ કરતા કોઈ સ્ત્રી (રાજરાણી) આદિને જોઈને વિચારે છે પુરુષનું જીવન દુઃખમય છે, વિશુદ્ધ માતૃ-પિતૃપક્ષવાળા ઉગ્રવંશી અથવા ભોગવંશી પુરુષને નાના-મોટા યુદ્ધમાં જવું પડે છે અને નાના-મોટા શસ્ત્રોના પ્રહાર છાતી ઉપર ઝીલવા પડે છે અને તે પ્રહારથી ઉત્પન્ન થતી વેદનાથી તે વ્યથિત થાય છે, પુરુષનું જીવન દુઃખમય છે અને સ્ત્રીનું જીવન સુખમય છે. |१७ जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, तं अहमवि आगमेस्साए इमाई एयारूवाई ओरालाई इत्थिभोगाई भुंजमाणे विहरामि-से तं साहु । एवं खलु समणाउसो ! णिग्गंथे णियाणं किच्चा तस्स ठाणस्स अणालोइय Page #181 -------------------------------------------------------------------------- ________________ દશા–૧૦ ૧૦૯ अपडिक्कंते जाव आगमेस्साए दुल्लहबोहिए यावि भवइ । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएइ केवलिपण्णत्तं धम्मं पडिसुणित्तए । ભાવાર્થ:સમ્યક પ્રકારે આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કોઈ વિશિષ્ટ ફળ હોય, તો હું પણ ભવિષ્યમાં આ પ્રકારના સ્ત્રી સબંધી ભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. હે આયુષ્માન સાધુઓ ! તે નિગ્રંથ નિદાન કરીને તેની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામે તો યાવત્ આગામી ભવમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્માન શ્રમણો ! આ નિદાનનું આ પ્રકારનું પાપકારી પરિણામ છે કે તે કેવલી પ્રરૂપિત ધર્મને સાંભળી શકતો નથી. (૪) નિગ્રંથીઓનું પુરુષ થવાનું નિદાન અને તેનું ફળ ઃ १८ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणं अंत करेंति । जस्स णं धम्मस्स णिग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी जाव पुरा दिगिंछाए जाव सा य परक्कममाणी पासेज्जा से जे इमे उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया जाव जं पासित्ता णिग्गंथी णिदाणं करेंति- दुक्खं खलु इत्थित्तणए दुस्संचाराइं गामंतराई जाव सण्णिवेसंतराई । से जहाणामए अंबपेसियाइ वा अंबाडगपेसियाइ वा मातुलिंगपेसियाइ वा उच्छुखंडियाइ वा संबलिफालियाइ वा बहुजणस्स आसायणिज्जा पत्थणिज्जा पीहणिज्जा अभिलसणिज्जा । एवामेव इत्थिया वि बहुजणस्स आसायणिज्जा जाव अभिलसणिज्जा तं दुक्खं खलु इत्थित्तणए, पुमत्तणए णं साहु । ભાવાર્થ:- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ૧ અને ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યુ છે, આ નિગ્રંથ ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમી જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરીષહોથી પીડિત, સંયમી જીવનમાં ઉદિત કામ-મોહ સહિત પરાક્રમ કરતી સાધ્વી પુરુષને જોઈને વિચારે છે કે– આ પુરુષ વિશુદ્ઘ માતૃ-પિતૃપક્ષવાળો, ઉગ્રવંશી અથવા ભોગવંશી યાવત્ તેની સેવામાં રહેલા અનેક સેવકો તેને પૂછે છે, હે દેવાનુપ્રિય ! આપને શું જોઈએ છે ? આપના માટે અમે શું લાવીએ ? ઇત્યાદિ. તે પુરુષના સુખ વૈભવને જોઈને તે નિગ્રંથી નિદાન કરે છે કે સ્ત્રીનું જીવન અત્યંત દુઃખમય અને કષ્ટમય છે. સ્ત્રીઓને એક ગામથી બીજા ગામમાં, એક સંનિવેશથી બીજા નિવેશમાં ગમનાગમન કરવું અત્યંત કઠિન છે. જે રીતે કેરીની ચીર, બિજોરાના ટુકડા, કોઠાના ટુકડા, શેરડીના ટુકડા અને શાલ્મલીની શીંગ, ઘણા મનુષ્યો માટે આસ્વાદનીય, પ્રાર્થનીય, ઇચ્છનીય અભિલષણીય છે, તે રીતે સ્ત્રીનું શરીર પણ ઘણા મનુષ્યો માટે આસ્વાદનીય, અભિલષણીય છે, તેથી સ્ત્રીનું જીવન દુઃખમય છે અને પુરુષનું જીવન સુખમય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ | ११० । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર १९ जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साए इमाई एयारूवाई ओरालाई पुरसिभोगाई भुंजमाणी विहरामि-से तं साहु । एवं खलु समणाउसो ! णिग्गंथी णिदाणं किच्चा तस्स ठाणस्स आणालोइय अप्पडिक्कता जाव आगमेस्साए दुल्लहबोहिया यावि भवइ । एवं खलु समणाउसो! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएइ केवलिपण्णत्तं धम्म पडिसुणित्तए । ભાવાર્થ :- સમ્યક રીતે આચરેલા મારા, તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી કોઈ વિશિષ્ટ ફળ હોય તો, હું પણ ભવિષ્યમાં આ પ્રકારના ઉત્તમ પુરુષ સબંધી કામભોગોને પ્રાપ્ત કરું તે મારા માટે ઉત્તમ છે. આ રીતે હે આયુષ્યમાન શ્રમણો! તે સાધ્વી નિદાન કરીને તેની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના થાવત મૃત્યુ પામે તો(તે દેવભવ કરી પશ્ચાત્ મનુષ્ય જન્મમાં પુરુષ યોગ્ય ભોગોને પ્રાપ્ત કરે છે, પરંતુ ધર્મનું શ્રવણ કરી શકતી નથી, તેને સમ્યકત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો! તે નિદાનનું આ પાપકારી પરિણામ છે કે તે કેવલી પ્રરૂપિતધર્મનું શ્રવણ પણ કરી શકતા નથી. (५) स्व-पर-विक्षुर्वित हेवी परियारानुनिटान मने तेनु:२० एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणमंतं करेंति । जस्स णं धम्मस्स णिग्गंथो वा णिग्गंथी वा सिक्खाए उवट्ठिए विहरमाणे जाव से य परक्कममाणे माणुस्सेहिं कामभोगेहिं णिव्वेय गच्छेज्जा-माणुस्सगा खलु कामभोगा अधुवा अणिइया असासया सडण-पडण-विद्धसणधम्मा । उच्चारपासवण-खेल-जल्ल-सिंघाणग-वंत-पित्त-सुक्क-सोणियसमुब्भवा । दुरूवउस्सास-णिस्सासा दुरंत-मुत्त-पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छापुर च णं अवस्सं विप्पजहणिज्जा । ___ संति उड्डे देवा देवलोयंसि । ते णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिजुजियअभिजुंजिय परियारेति अप्पणो चेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेति, अप्पणिच्चियाओ देवीओ अभिजुंजिय अभिमुंजिय परियारेति । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યુ છે. આ નિર્ગસ્થ પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. - તે ચારિત્ર ધર્મને સ્વીકારીને, સંયમનું પાલન કરતા કોઈ સાધુ કે સાધ્વીને વાવતુ સંયમમાં પરાક્રમ કરતાં મનુષ્યનું ચિત્ત કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યના કામભોગ અધ્રુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, સડન-પડન અને વિધ્વંસના સ્વભાવવાળા છે અર્થાત્ નશ્વર છે. મળ, મૂત્ર, શ્લેષ્મ, મેલ, કફ, વાત, પિત, શુક્ર અને લોહીમય શરીરથી ઉદ્ભવિત છે. દુર્ગધયુક્ત શ્વાસોશ્વાસ તથા Page #183 -------------------------------------------------------------------------- ________________ शा-१० ૧૧૧ મળ-મૂત્રથી પરિપૂર્ણ છે, વાત, પિત્ત અને કફના દ્વાર છે, પહેલા કે પછી તે અવશ્ય છોડવા યોગ્ય છે. ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે તે ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરે છે, સ્વયં પોતાની વિકૃર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓ સાથે પણ કામક્રીડા કરે છે. २१ जइ इमस्स सुचरियस्स तव-नियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि तं अहमवि आगमेस्साए इमाई एयारूवाइं दिव्वाइं भोगाई भुंजमाणे विहरामि - से तं साहु । एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा व देवे भवइ महिड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विडव्वियविउव्विय परियारेइ, अप्पणिज्जयाओ देवीओ अभिजुंजिय अभिजुंजिय परियारेइ । से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अभुट्ठेति भण देवाप्पिया! किं करेमो जाव किं ते आसगस्स सयइ ?" तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । से णं पडिणिज्जा ? हंता ! पडिणिज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? णो इणट्ठे समट्ठे। अभविए णं से तस्स धम्मस्स सद्दहणयाए । से य भवति महिच्छे जाव दाहिणगामिए णेरइए कण्हपक्खिए आगमेस्साए दुल्लभबोहिए यावि भवति । एवं खलु समणाउसो । तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे-जं णो संचाएति केवलि - पण्णत्तं धम्मं सद्दहित्तए वा, पत्तियत्तिए वा, रोइत्तए वा । भावार्थ :- સમ્યક રીતે આચરિત મારા તપ, નિયમ, અને બ્રહ્મચર્યપાલનનું, વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં આવા દિવ્યભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહાઋદ્ધિવાળા દેવ થાય છે અને દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્યદેવોની દેવીઓ સાથે કામક્રીડા કરે છે, સ્વયં પોતાની જ વિકર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓ સાથે પણ કામક્રીડા કરે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં પુરુષરૂપમાં ઉત્પન્ન થાય છે યાવત્ તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર, પાંચ, પુરુષો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! કહો, આપના માટે અમે શું કરીએ ? યાવત્ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ ? પ્રશ્ન– આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે(દિવસમાં जे वार) देवणी प्र३पित धर्म हे छे ? उत्तर - हा उडे छे. प्रश्न - शुं ते धर्मने ते सांगणे छे ? उत्तर - हा, Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર સાંભળે છે. પ્રશ્ન– શું તેને તે કેવળી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે ? ઉત્તરતે સંભવ નથી, કારણ કે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા કરવાને અયોગ્ય છે. ઉત્કૃષ્ટ અભિલાષાવાળો તે દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકી રૂપે ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. ૧૧૨ हे આયુષ્યમાન શ્રમણો ! નિદાનશલ્યનું આ પાપકારી પરિણામ છે કે તેને કેવલીપ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થતી નથી. (s) स्व-विधुर्वित हेवी परियारसानुं निधान याने तेनुं इज : २२ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे माणुस्सए सु कामभोगेसु णिव्वेयं गच्छेज्जा । माणुस्सगा खलु कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा । संति उड्डुं देवा देवलोयंसि ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुंजियअभिजुंजिय परियारेंति, अप्पणो चेव अप्पाणं विउव्वित्ता परियारेंति, अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेंति । जइ इमस्स सुचरियस्स तव-नियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, अहमवि आगमेस्साए इमाइं एयारूवाइं दिव्वाइं भोगाई भुंजमाणे विहरामि-से तं साहु । भावार्थ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું નિરૂપણ કર્યું છે યાવત્ સંયમમાં પરાક્રમ કરતા કોઈ સાધુ કે સાધ્વીનું ચિત્ત મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગ અધ્રુવ છે યાવત્ છોડવા યોગ્ય છે. ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે, તે ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતાં નથી, પરંતુ પોતાની જ વિકુર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે તથા સ્વયંની દેવીઓ સાથે કામક્રીડા કરે છે. સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ આવતા ભવમાં આ પ્રકારના દિવ્યભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. २३ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाइं भोगाइ भुंजमाणे विहरइ । से णं तत्थ णो असं देवाणं देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विउव्वियविउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ । से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ जाव तस णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अभुट्ठेति-भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सयइ ? तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ Page #185 -------------------------------------------------------------------------- ________________ દશા-૧૦ [ ૧૧૩] कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा? हंता ! आइक्खेज्जा । से णं पडिसुणेज्जा? हंता ! पडिसुणज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? णो इणढे समढे अण्णत्थरूई यावि भवइ । अण्णरूइमायाए से भवइ- जे इमे आरणिया आवसहिया गामंतिया कण्हूइरहस्सिया । णो बहुसंजया, णो बहुपडिविरया सव्व पाण भूय जीव सत्तेसु अप्पणा सच्चामोसाइं एवं विपडिवदंति____ अहं ण हंतव्वो, अण्णे हंतव्वा, अहं ण अज्जावेयव्वो अण्णे अज्जावेयव्वा, अहं ण परियावेयव्वो अण्णे परियावेयव्वा, अहं णं परिघेतव्वो अण्णे परिघेतव्वा, अहं ण उवद्दवेयव्वो अण्णे उवद्दवेयव्वा, . एवामेव इत्थिकामेहिं मुच्छिया गढिया गिद्धा अज्झोववण्णा जाव कालमासे कालं किच्चा अण्णयेरसु आसुरिएसु किव्विसिएसु ठाणेसु उववत्तारो भवति । ते ततो विमुच्चमाणा भुज्जो एलमूयत्ताए पच्चायति । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागेणं णो संचाएति केवलिपण्णत्तं धम्मं सद्दहित्तए वा पत्तिइत्तए वा रोइत्तए वा । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને પાવત દેવરૂપે ઉત્પન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે યાવત દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, સ્વયં પોતાની વિર્તિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓની સાથે કામક્રીડા કરે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય જન્મમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવતુ તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો બોલાવ્યા વિના હાજર થાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, અમે આપના માટે શું કરીએ? યાવતુ આપને ક્યા પદાર્થ ઇષ્ટ છે ? પ્રશ્ન- આ પ્રકારની દ્ધિથી યુક્ત તે પુરુષને શું શ્રમણ-માહણ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા કહે છે. પ્રશ્ન- શું તે ધર્મને તે સાંભળે? ઉત્તર- હા, તે સાંભળે છે. પ્રશ્ન- શું તેને તે કેવળી પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે? ઉત્તર-તે સંભવ નથી, તે અન્યદર્શનમાં રુચિ રાખે છે, અન્ય દર્શનનો સ્વીકાર કરી તેનું આચરણ કરે છે, જેમ કે- તે અરણ્યવાસી તાપસ, પર્ણકુટિરમાં રહેનારા તાપસ, ગામની પાસે બગીચામાં રહેનારા તાપસ અને ચમત્કારોને ગુપ્ત રાખનારા તાપસ બને છે. તે અસંયત છે, પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાથી અવિરક્ત છે, તે સત્યમૃષા(મિશ્રભાષા) ભાષાનો આ પ્રમાણે પ્રયોગ કરે છે કે મને મારો નહિ, બીજાને મારો; મને આદેશ ન આપો, બીજાને આદેશ આપો; મને પીડા ન આપો, બીજાને પીડા આપો; મને પકડો નહિ, બીજાને પકડો; મને ભયભીત ન કરો, બીજાને ભયભીત કરો; આ રીતે તે સ્ત્રી સબંધી કામભોગોમાં મૂચ્છિત, ગ્રથિત-બંધાયેલા, વૃદ્ધ(લોલુપ) અને અત્યંત આસક્ત રહે છે, જીવનની અંતિમ ક્ષણોમાં દેહત્યાગ કરી કોઈ અસુરલોકમાં કિલ્વિષી જાતિના દેવસ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે દેહ છોડીને ફરી ઘેટાં-બકરાંની જેમ મનુષ્યોમાં મૂંગા પ્રાણી રૂપે ઉત્પન્ન થાય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર હે આયુષ્યમાન શ્રમણો ! આ નિદાનના આ પાપકારી પરિણામ સ્વરૂપે તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થતી નથી. ૧૧૪ (७) स्वहेवी परियारशानुं निधन जने तेनुं इज : २४ एवं खलु समाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे माणुस्सएसु कामभोगेसु णिव्वेदं गच्छेज्जा- माणुस्सग्गा खलु कामभोगा अधुवा व विप्पजहियव्वा । संति उडूं देवा देवलोयंसि । ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ, जो अप्पणो चेव अप्पाणं वेडव्विय वेडव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय- अभिजुंजिय परियारेइ । जइ इमस्स सुचरियस्स तव णियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, अहमवि आगमेस्साए इमाइं एयारूवाइं दिव्वाइं भोगाई भुंजमाणे विहरामि से तं साहु । भावार्थ :- હે આયુષ્માન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત્ સંયમમાં પરાક્રમ કરતા સાધુ કે સાધ્વીનું ચિત્ત મનુષ્યસબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગો અધ્રુવ છે યાવત્ છોડવા યોગ્ય છે. ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે, તે ત્યાં અન્ય દેવોની દેવીઓની સાથે કામક્રીડા કરતા નથી, સ્વયંની વિકૃર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, પરંતુ પોતાની દેવીઓની સાથે કામક્રીડા કરે છે. સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય, તો હું પણ આગામી ભવમાં આ પ્રકારના દિવ્યભોગને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. २५ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा देवे भवइ महिड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेइ, णो अप्पणो चेव अप्पाणं विउव्विय विउब्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेइ । से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ जाव तस णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि-पंच अवुत्ता चेव अभुति-भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सयइ ? तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा से णं पडिसुणेज्जा ? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? हंता ! सद्दहेज्जा, Page #187 -------------------------------------------------------------------------- ________________ દશા-૧૦ [ ૧૧૫ ] पत्तिएज्जा, रोएज्जा ? से णं सीलव्वय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाई पडिवज्जेज्जा ? णो इणढे समढे, से णं दसणसावए भवति । अभिगयजीवाजीवे जाव अट्ठिमिज्जापेमाणुरागरत्ते- अयममाउसो ! णिग्गंथे पावयणे अटे, एस परमटे, सेसे अणटे । से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूइं वासाइं समणोवासगपरियायं पाउणइ, पाउणित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो भवइ । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे-जं णो संचाएति सीलव्वय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं पडिवज्जित्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને વાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે યાવત દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, સ્વયં પોતાની વિકર્વિત દેવીઓ સાથે પણ કામક્રીડા કરતા નથી, પરંતુ પોતાની દેવીઓ સાથે કામક્રીડા કરે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય જન્મમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવત તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, અમે આપનું શું પ્રિય કરીએ? યાવત આપને ક્યા પદાર્થ ઇષ્ટ છે? પ્રશ્ર–આ પ્રકારની ઋદ્ધિયુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા, કહે છે. પ્રશ્ન- શું તે કેવળી પ્રરૂપિત ધર્મને તે સાંભળે છે? ઉત્તર- હા, તે સાંભળે છે પ્રશ્ન- શું તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે? ઉત્તર- હા, તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન- શું તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોઉપવાસ કરે છે? ઉત્તર- તે સંભવ નથી. તે કેવળ દર્શનશ્રાવક થાય છે. તે જીવ-અજીવના યથાર્થ સ્વરૂપના જ્ઞાતા થાય છે. તેના હાડ-હાડની મજ્જામાં ધર્મ પ્રત્યે અનુરાગ હોય છે, જેમ કે- હે આયુષ્યમાન ! આ નિગ્રંથ પ્રવચન જ જીવનમાં સાર્થક છે, પરમસાર્થક છે, શેષ સર્વ નિરર્થક છે. આ રીતે તે અનેક વર્ષો સુધી દર્શન શ્રાવકધર્મની આરાધના કરે છે અને આરાધના કરીને યથાસમયે આયુષ્ય પૂર્ણ કરીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ રીતે હે આયુષ્યમાન શ્રમણો ! નિદાનનું આ પાપરૂપ પરિણામ છે કે તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ કરી શકતા નથી. (૮) શ્રાવક થવાનું નિદાન અને તેનું ફળ - | २६ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे दिव्वमाणुस्सएहिं काम-भोगेहिं णिव्वेदं गच्छेज्जा, माणुस्सगा कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा । दिव्वा वि खलु कामभोगा अधुवा, अणिइया, असासया, चलाचलणधम्मा, पुणरागमणिज्जा पच्छा पुव्वं च णं अवस्सं विप्पजहणिज्जा । Page #188 -------------------------------------------------------------------------- ________________ | ११ | શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, अहमवि आगमेस्साए जे इमे भवंति उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया, एतेसिं णं अण्णयरंसि कुलंसि पुमत्ताए पच्चायामि, तत्थ णं समणोवासए भविस्सामि-अभिगयजीवाजीवे जाव फासुएसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभमाणे विहरिस्सामि से तं साहु । ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ઘર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત સંયમમાં પરાક્રમ કરતાં સાધુ-સાધ્વીનું ચિત્ત દેવ અને મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગ અધ્રુવ છે યાવતુ છોડવા યોગ્ય છે. દેવસબંધી કામભોગ પણ અધુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે, અસ્થિર સ્વભાવવાળા છે, જન્મ મરણ વધારનાર છે, વહેલા કે મોડા અવશ્ય છોડવા યોગ્ય છે. સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા ઉગ્રકુળ, ભોગકુળ વગેરે કુળમાંથી કોઈ એક ઉત્તમ કુળમાં પુરુષરૂપે ઉત્પન્ન થાઉં અને શ્રાવક બનું, જીવાજીવના સ્વરૂપને જાણું યાવતું સાધુ-સાધ્વીઓને પ્રાસક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચારે પ્રકારનો આહાર વહોરાવતાં વિચરણ કરું. તે મારા માટે ઉત્તમ છે. २७ एवं खलु समणाउसो ! णिग्गंथो वाणिग्गंथी वा णिदाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाई भोगाई भुंजमाणे विहरइ जाव से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि-पंच अवुत्ता चेव अभुट्ठति, भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सयइ ? तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । से णं भंते पडिसुणेज्जा ? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा? हंता ! सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा । से णं भंते सीलव्वय जाव पोसहोववासाई पडिवज्जेज्जा? हंता ! पडिवज्जेज्जा। से णं मुंडे भवित्ता आगाराओ अणगारिय पव्वएज्जा ? णो इणढे समढे। से णं समणोवासए भवइ अभिगयजीवाजीवे जाव पडिलाभेमाणे विहरइ। से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूणि वासाणि समणोवासगपरियागं पाउणइ, पाउणित्ता आबाहंसि उप्पण्णंसि अणुप्पण्णंसि वा भत्ताई पच्चक्खाइ, पच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाए छेदेइ, छेदित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवति । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावफलविवागे-जं Page #189 -------------------------------------------------------------------------- ________________ દશા–૧૦ ૧૧૭ णो संचाएति सव्वाओ सव्वत्ताए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહર્ધિક દેવ થાય છે, દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે યાવત્ મનુષ્ય જન્મમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવત્ તે કોઈ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકર બોલાવ્યા વિના હાજર થાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! કહો, અમે આપના માટે શું પ્રિય કરીએ ? આપને ક્યા પદાર્થ ઇષ્ટ છે ? પ્રશ્ન- આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે ? ઉત્તર- હા, કહે છે. પ્રશ્ન– શું તે કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળે છે ? ઉત્તર– હા, સાંભળે છે. પ્રશ્ન– શું તેને ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય છે ? ઉત્તર– હા, તેને શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ થાય છે. પ્રશ્ન— શું તે શીલવ્રત યાવત્ પૌષધોપવાસનો સ્વીકાર કરે છે ? ઉત્તર- હા, તે સ્વીકાર કરે છે. પ્રશ્ન- શું તે મુંડિત થઈને, ગૃહત્યાગીને અણગારત્વ અર્થાત્ દીક્ષા અંગીકાર કરે છે ? ઉત્તર- તે સંભવ નથી. તે શ્રાવક થાય છે, જીવાજીવના જાણકાર થાય છે યાવત્ પ્રતિલાભિત કરતા વિચરે છે. આ પ્રકારે અનેક વર્ષો સુધી શ્રાવકપર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી શ્રાવક પર્યાયનું પાલન કર્યા પછી રોગ ઉત્પન્ન થાય અથવા ન થાય તે ભક્ત- આહારના પ્રત્યાખ્યાન કરે છે. ભક્ત પ્રત્યાખ્યાન કરીને અર્થાત્ અનશન(સંથારો) કરીને અનેક દિવસોના ભોજનનું છેદન કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાનશલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે તે ગૃહવાસને છોડી અને સર્વથા મુંડિત થઈને આગાર-ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરીને અણગાર-સાધુ ધર્મનો સ્વીકાર કરી શકતા નથી. (૯) સાધુ થવાનું નિદાન તથા તેનું ફળ : २८ एवं खलु माउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे दिव्वमाणुस्सएहिं काम-भोगेसु णिव्वेयं गच्छेज्जा माणुस्सगा खलु कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा । दिव्वा वि खलु कामभोगा अधुवा जाव पुणरागमणिज्जा, पच्छापुव्वं च णं अवस्सं विप्पजहणिज्जा । जइ इमस्स सुचरियस्स-तव-नियम- बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, अहमवि आगमेस्साए जाई इमाइं अंतकुलाणि वा, पंतकुलाणि वा, तुच्छकुलाणि वा, दरिद्दकुलाणि वा किविणकुलाणि वा, भिक्खागकुलाणि वा एएसि णं अण्णतरंसि कुलंसि पुमत्ताए पच्चायामि एस मे आया परियाए सुणीहडे भविस्सति, से त साहु | ભાવાર્થ:હૈ આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે યાવત્ સંયમમાં પરાક્રમ કરતા સાધુ-સાધ્વીનું ચિત્ત દેવ અને મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે Page #190 -------------------------------------------------------------------------- ________________ । ११८ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર કે મનુષ્ય સબંધી કામભોગ અધુવ છે યાવત છોડવા યોગ્ય છે. દેવ સંબંધી કામભોગ પણ અધુવ છે યાવત્ ભવપરંપરા વધારનાર છે તથા વહેલા કે મોડા અવશ્ય છોડવા યોગ્ય છે. સમ્યક પ્રકારે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં અંતકુળ, પ્રાન્તકુળ, તુચ્છકુળ, દરિદ્રકુળ, કૃપણકુળ કે ભિક્ષુકુળમાંથી કોઈ પણ એક કુળમાં પુરુષ રૂપે ઉત્પન્ન થાઉં કે જેથી હું દીક્ષા લેવા માટે સહેલાઈથી ઘર છોડી શકું, તે મારા માટે उत्तम छ. | २९ एवं खलु समणाउसो ! णिग्गंथा वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ, महिड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमाणे विहरइ जाव से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ । ___ तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा । से णं पडिसुणेज्जा? हंता ! पडिसुणेज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? हंता ! सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा । से णं सीलव्वय-गुणव्वय-वेरमणपच्चक्खाण-पोसहोववासाइं पडिवज्जेज्जा? हंता ! पडिवज्जेज्जा । से णं मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइज्जा ? हंता, पव्वइज्जा । से णं तेणेव भवग्गहणेणं सिज्झेज्जा जाव सव्वदुक्खाणं अंत करेज्जा? णो इणद्वे समढे । से णं भवइ- से जे अणगारा भगवंतो इरियासमिया जाव बंभयारी ।। से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाइं सामण्णपरियागं पाउणइ। बहूई वासाई सामण्णपरियागं पाउणित्ता आबाहसि उप्पण्णंसि वा अणुप्पण्णसि वा भत्तं पच्चक्खाएइ, भत्तं पच्चक्खाइत्ता, बहूई भत्ताई अणसणाई छेदेइ, बहूई भत्ताइ अणसणाई छेदेत्ता आलोइय-पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवइ । एवं खलु समणाउसो ! तस्स णिदाणस्स इमेयारूवे पावफलविवागे-जं णो संचाएइ तेणेव भवग्गहणेणं सिज्झित्तए जाव सव्वदुक्खाणं अत करेत्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો! નિગ્રંથ અથવા નિર્ચથી આ રીતે નિદાન કરીને વાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે યાવત દિવ્ય ભોગ ભોગવે છે. તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે થાવ તે દરિદ્રાદિ કુળમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે. પ્રશ- શું આ પ્રકારના તે પરુષને તથાપના શ્રમણ સાધ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? उत्तर-1, छ. श्र-शुंते वणी ५३पित धन समणे छ ? 61२-४, सोमणे छे.प्रश्र-शु તેને ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય છે? ઉત્તર- હા, તેને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય છે. પ્રશ્ન- શું તે મુંડિત થઈને ગૃહત્યાગીને સાધુપણાનો સ્વીકાર કરે છે? ઉત્તર- હા, તે સાધુપણાનો સ્વીકાર Page #191 -------------------------------------------------------------------------- ________________ | દશા–૧૦ | ૧૧૯ ] કરે છે. પ્રશ્ન-શું તે આ ભવમાં સિદ્ધ થઈ શકે છે? સર્વદુઃખોનો અંત કરી શકે છે? ઉત્તર-તે સંભવ નથી. તે સાધુ ભગવંત ઈર્યાસમિતિનું પાલન કરનાર યાવત બ્રહ્મચર્યનું પાલન કરનાર હોય છે. આ રીતે અનેક વર્ષો સુધી સંયમપર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી સંયમપર્યાયનું પાલન કર્યા પછી રોગ ઉત્પન્ન થાય અથવા ન થાય તો પણ ભક્ત(આહારના) પચ્ચખાણ કરે છે. આહારના પચ્ચખાણ કરીને અનશન દ્વારા આહારનું છેદન કરે છે. અનશન દ્વારા આહારનું છેદન કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિ ભાવે મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન થાય છે. હે આયુષ્યમાન શ્રમણો! તે નિદાનશલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે તે આ ભવમાં સિદ્ધ થતાં નથી થાવત્ સર્વ દુઃખોનો અંત કરી શક્તા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં નવ પ્રકારના નિદાન અને તેના ફળનું વિસ્તૃત વર્ણન છે. નિદાન-તપ-સંયમના ફળ સ્વરૂપે ભૌતિક સુખની અથવા અન્ય કોઈપણ ઈચ્છા કરવી. સાધનાના ક્ષેત્રમાં સાધકોએ ઇચ્છાનો નિરોધ કરવો, તે જ સાધના છે. સાધક કોઈપણ પ્રકારના ફળની અપેક્ષા વિના નિષ્કામ ભાવે સાધના કરે છે, શુભાશુભ ક્રિયાનું ફળ સહજ રીતે પ્રાપ્ત થાય જ છે. જેમ પાણી પીવાથી સહજ રીતે તૃષા શાંત થાય છે. પાણી પીધા પછી તૃષા શાંત થવા રૂ૫ ફળની ઇચ્છા કરવી પડતી નથી તેમ જ સાધનાના ફળની ઇચ્છા કર્યા વિના જ સહજ રીતે તે ફળ પ્રાપ્ત થાય છે. ફળની ઇચ્છાથી તેનું ફળ સીમિત થઈ જાય છે. સૂત્રકારે નવ પ્રકારના નિદાનમાં તે વિષયને સ્પષ્ટ કર્યો છે. પ્રારંભના ચાર નિદાનોમાં સંયમ સાધના કરતા સાધુ અથવા સાધ્વીના ચિત્તમાં ક્યારેક ભોગની ઇચ્છા ઉત્પન્ન થઈ જાય છે અને તે મનુષ્ય સબંધી ભોગોની પ્રાપ્તિ માટે નિદાન કરે છે. સંયમ તપના પ્રભાવથી સંકલ્પ અનુસાર ફળ પ્રાપ્ત પણ થઈ જાય છે પરંતુ તેનું પરિણામ એ આવે છે કે તે જીવન પર્યંત ધર્મ શ્રવણ માટે પણ અયોગ્ય બની જાય છે અને કાળ કરી નરકમાં જાય છે. (૧) પ્રથમ નિદાનમાં સાધુઓ પુરુષ ભોગ માટે નિદાન કરે છે. (૨) બીજા નિદાનમાં સાધ્વીઓ સ્ત્રી ભોગ માટે નિદાન કરે છે. (૩) ત્રીજા નિદાનમાં સાધુઓ સ્ત્રી થવા માટે નિદાન કરે છે અને (૪) ચોથા નિદાનમાં સાધ્વીઓ પુરુષ થવા માટે નિદાન કરે છે. એક થી ચાર નિદાનવાળા ધર્મ શ્રવણ કરી શકતા નથી. (૫) પાંચમા નિદાનવાળા દેવલોકમાં સ્વયંની દેવીઓની સાથે, સ્વયની વિકૃર્વિત દેવીઓની સાથે અને બીજાની દેવીઓની સાથે દિવ્યભોગ ભોગવે છે, પરંતુ ત્યારપછીના મનુષ્યભવમાં ધર્મશ્રવણ કરી શકે પણ ધર્મ ઉપર શ્રદ્ધા, રુચિ થતાં નથી તથા આયુષ્ય પૂર્ણ કરીને નરકમાં જાય છે. (૬) છઠ્ઠા નિદાનવાળા દેવલોકમાં સ્વયંની દેવીઓ સાથે તથા સ્વયંની વિકર્વિત દેવીઓની સાથે દિવ્યભોગ ભોગવે છે. ત્યારપછી તે મનુષ્ય ભવમાં તાપસ-સંન્યાસી થાય છે અને આયુષ્ય પૂર્ણ કરીને અસુરકુમારનિકાયમાં કિલ્પિષી દેવરૂપે ઉત્પન્ન થયા પછી તે તિર્યંચયોનિમાં ભ્રમણ કરે છે. એકથી છ નિદાનવાળા વ્યક્તિને ભોગાસક્તિ તીવ્ર હોવાથી તે જીવ નરકાદિ દુઃખોને ભોગવીને ભવ પરંપરામાં પણ સમ્યગુદર્શનને પ્રાપ્ત કરી શકતા નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ | १२० । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૭) સાતમુનિદાન કરનાર દેવલોકમાં ફક્ત સ્વયંની દેવીઓની સાથે દિવ્યભોગ ભોગવે છે, પરંતુ વિકર્વિત દેવીઓ સાથે ભોગ ભોગવતા નથી, તેઓને ત્યારપછીના મનુષ્ય ભવમાં સમ્યગુદષ્ટિ પ્રાપ્ત થાય છે પરંતુ નિદાનના કારણે તેઓ વ્રતધારણ કરી શક્તા નથી. આ પ્રકારનું નિદાન કરનાર વ્યક્તિમાં ભોગાસતિની મંદતા હોય છે. તે સ્વયં પોતાની દેવીઓ સાથે જ ભોગ ભોગવે છે, વિકર્વિત દેવીઓ સાથે ભોગ ભોગવતા ન હોવાથી તેની ભોગવૃત્તિ કંઈક અંશે સીમિત હોય છે, તેથી તે જીવ ભવપરંપરામાં ધર્મશ્રવણ અને સમ્યગદર્શન પામી શકે છે પરંતુ વ્રત ધારણ કરી શકતા નથી. (૮) આઠમા નિદાનમાં સાધુ-સાધ્વી શ્રાવક બનવાનું નિદાન કરે છે. આ નિદાનવાળા દેવલોક પછીના મનુષ્ય ભવમાં બારવ્રતધારી શ્રાવક બને છે, પરંતુ નિદાનના કારણે સંયમગ્રહણ કરી શકતા નથી. (૯) નવમા નિદાનમાં સાધુ-સાધ્વી સંયમી બનવાનું નિદાન કરે છે. આ નિદાનવાળા દેવભવ પછી ઇચ્છિત ( તુચ્છ) કુળમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સંયમનો સ્વીકાર કરે છે, પરંતુ નિદાનના પ્રભાવે તે ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી શક્તા નથી. આઠમા અને નવમા નિદાનમાં શ્રેષ્ઠ અવસ્થાની ઈચ્છા હોવા છતાં નિદાનથી તેનું સાધનાનું અસીમિત અનંત ફળ સીમિત થઈ જાય છે, તેથી તેની ઇચ્છા પૂર્ણ થાય, પરંતુ તેનાથી આગળ વધી શકતા નથી. निEIनरहितनी मुक्ति:३० एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणंमंतं करेंति ।। जस्सं णं धम्मस्स सिक्खाए णिग्गंथो णिग्गंथी वा उवट्ठिए विहरमाणे जाव से य परक्कमेज्जा से य परक्कममाणे सव्वकामविरत्ते, सव्वरागविरत्ते, सव्वसंगाईए, सव्वहा सव्वसिणेहातिक्कंते सव्वचारित्तपरिवुडे । ___तस्स णं भगवंतस्स अणुत्तरेणं णाणेणं, अणुत्तरेणं दसणेणं जाव अणुत्तरेणं परिणिव्वाणमग्गेणं अप्पाणं भावेमाणस्स अणंते, अणुत्तरे, णिव्वाघाए,णिरावरणे, कसिणे, पडिपुण्णे, केवलवरणाणसणे समुप्पज्जेज्जा । तए णं से भगवं अरहा भवइ, जिणे केवली सव्वण्णू सव्वदरिसी, सदेवमणुयासुरस्स लोगस्स परियायं जाणइ, तं जहा- आगई, गई, ठिई, चवणं, उववायं, भुत्तं, पीयं, कडं, पडिसेवियं, आवीकम्म, रहोकम्म, लवियं, कहियं, मणोमाणसियं । सव्वलोए सव्वजीवाणं सव्वभावाइं जाणमाणे पासमाणे विहरइ । __ ते णं से भगवं केवली एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाई केवलिपरियागं पाउणइ, पाउणित्ता अप्पणो आउसेसं आभोएइ, आभोएत्ता भत्तं पच्चक्खाएइ, पच्चक्खाइत्ता बहई भत्ताई अणसणाए छेदेइ, छेदेत्ता तओ पच्छा चरमेहिं ऊसास-णीसासेहिं सिज्झइ जाव सव्वदुक्खाणमंतं करेइ । एवं खलु समणाउसो ! तस्स अणिदाणस्स इमेयारूवे कल्लाणे फलविवागे Page #193 -------------------------------------------------------------------------- ________________ દશા-૧૦ | ૧૨૧] जं तेणेव भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ । तए णं ते बहवे णिग्गंथा य णिग्गंथीओ य समणस्स भगवओ महावीरस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म समणं भगवं महावीरं वदति णमसंति, वंदित्ता णमंसित्ता तस्स ठाणस्स आलोयंति पडिक्कमंति जाव अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जति । ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો! મેં ધર્મનું પ્રતિપાદન કર્યું છે. આ નિર્ચન્જ પ્રવચન સત્ય છે થાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. આ ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને વિચરણ કરતા તે સાધુ-સાધ્વી તપ સંયમમાં પરાક્રમ કરતાં સર્વ પ્રકારના કામથી, સર્વ પ્રકારના રાગથી વિરક્ત થાય છે, સર્વ સંગથી રહિત થાય છે. સર્વથા સર્વ સ્નેહ બંધનથી મુક્ત થઈને સંપૂર્ણતઃ ચારિત્રની આરાધના કરે છે. ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન યાવતુ અનુત્તર મોક્ષમાર્ગની અર્થાત્ રત્નત્રયની આરાધનાથી આત્માને ભાવિત કરતાં તે અણગાર ભગવંતને અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. ત્યારે તે અરિહંત ભગવાન જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી બને છે. તે દેવ, મનુષ્ય, અસુર, આદિ લોકના પર્યાયોને જાણે છે, જેમ કે જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પત્તિ તથા તેના દ્વારા ખાવા-પીવાના ઉપયોગમાં લેવાતા પદાર્થો અને તેના દ્વારા થતી પ્રગટ અને ગુપ્ત સર્વ ક્રિયાઓને તથા વાર્તાલાપને, ગુપ્તવાર્તા અને માનસિક ચિંતનને પ્રત્યક્ષરૂપે જાણે છે, જુએ છે. તે સંપૂર્ણલોકમાં સ્થિત સર્વજીવોના, સર્વ ભાવોને જાણતાં, જોતાં વિચરણ કરે છે. તે આ રીતે વિચરણ કરતાં તે કેવળી ભગવાન અનેક વર્ષો કેવલપર્યાયમાં વિચરણ કરે છે. પોતાના આયુષ્યના અંતિમ સમયને જાણી, તે ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરી અનેક ભક્તનું– ભોજનનું અનશનથી છેદન કરે છે, ત્યાર પછી તેઓ અંતિમ શ્વાસોશ્વાસ દ્વારા સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. હે આયુષ્યમાન શ્રમણો ! આ નિદાન રહિત સાધનામય જીવનનું કલ્યાણકારી પરિણામ છે કે તે સાધક તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ત્યારે અનેક નિર્ચન્થ-નિગ્રંથીઓએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ નિદાનોનું વર્ણન સાંભળી, શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને પહેલા કરેલા નિદાન-શલ્યોની આલોચના પ્રતિક્રમણ કરી યાવતું પ્રાયશ્ચિત્તરૂપ તપનો સ્વીકાર કર્યો. વિવેચન - પ્રસ્તુત સુત્રમાં નવ નિદાન અને તેના પરિણામના કથન પછી સૂત્રકારે નિદાન રહિત સાધનાના અંતિમ ફળનું કથન કર્યું છે. જે સાધક ફળની અપેક્ષા રાખ્યા વિના આત્મસાધના કરે છે, તેના દોષો સહજ રીતે દૂર થાય છે અને આત્મગુણો પ્રગટ થાય છે. ક્રમશઃ સાધના કરતા તે સાધક ઘાતિ કર્મોનો ક્ષય કરી વીતરાગ, કેવળી, સર્વજ્ઞ બને છે અને ત્યારપછી અઘાતિ કર્મોનો નાશ કરી સિદ્ધ થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર નિદાન કરનાર મોક્ષ માર્ગનો નાશ કરે છે તેથી નિદાન રહિત સાધના કરનાર જ સિદ્ધ થઈ શકે છે. ઉપસંહારઃ ३१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे णयरे गुणसिलए चेइए, बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावगाणं बहूणं सावियाणं बहूणं देवाणं बहूणं देवीणं सदेवमणुयासुराए परिसाए मज्झगए एवं आइक्खइ, एवं भासइ एवं पण्णवेइ एवं परूवेइ आयतिठाणे णामं अज्झो ! अज्झयणे, अ सहेउयं सकारणं सुत्तं च अत्थं च तदुभयं च भुज्जो - भुज्जो उवदंसेति । त्ति વેમિ ૧૨૨ ભાવાર્થ :- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ રાજગૃહી નગરીના ગુણશીલ ઉધાનમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, દેવો, દેવીઓ, આ દેવો, મનુષ્યો અને અસુરોની પરિષમાં આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે ભાષણ કર્યું, આ પ્રમાણે સમજાવ્યું, આ પ્રમાણે પ્રરૂપણા કરી, હે આર્યો ! ‘આયતિસ્થાન’ નામનું અધ્યયન અર્થ સહિત, હેતુ સહિત, કારણ સહિત, સૂત્રરૂપે, અર્થરૂપે અને સૂત્રાર્થ– તદુભયરૂપે ભગવાને વારંવાર કહ્યું છે. ।। દશમી દશા સંપૂર્ણ ॥ ।। શ્રી દશાશ્રુતસ્કંધ સંપૂર્ણ ॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ श्री हशा- SCथ-व्यवहार सूत्र श्री हशा-5प-व्यव श्री दशा-अल्प-व्यवहार सूत्र श्री हशा उदय-व्यवहार सूत्र श्री हशा श्री प्रशा-प-व्यवहार सूत्र श्री दृशा-४९प-व्यवहार सूत्र श्री श्री दृशा-ध-व्यवहार सूत्र श्री घ्शा-उध श्री दशा-प-व्यवहार सूत्र श्री दृशा- 5थ-व्यवहार सूत्र श्री दशा - SCI-व्यवहार सूत्र श्री प्रशा-थ-व्यवहार सूत्र श्री हशा श्री दृशा-उप-व्यवहार सूत्र श्री हशा सूत्र व्यवहा -थ-व्यवहार सूत्र दशा- SCथ-व्यवहार सूत्र श्री हशा డిక్ व्यवसूत्र श्री हशा-5C4-व्यवह स्थावर तिछे श्री का जन्य व्य ० श्री शा- ६६५-वहार सूत्र सूत्र श्री दृशा उल्थ व्यव dorsa બૃહત્સ सूत्र Page #196 --------------------------------------------------------------------------  Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના [ ૧૨૫ ] ઉદ્દેશક-૧ | પ્રાક્કથન છRછRછRORછROROR * આ ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીને ગ્રાહ્ય-અગ્રાહ્ય કેટલાક પદાર્થો, સાધુ-સાધ્વી માટેની કેટલીક મર્યાદાઓ, સ્થાન સંબંધી ઉત્સર્ગ-અપવાદ માર્ગ, વગેરે વિવિધ વિષયોનું નિરૂપણ છે. * વનસ્પતિના મૂળથી લઈ બીજ પર્વતના દશ વિભાગોમાંથી ખાવા યોગ્ય વિભાગોમાંથી જે અચિત્ત થયેલા હોય, તે સાધુ-સાધ્વી માટે ગ્રાહ્ય છે. કંદ, મૂળ, ફળ આદિના અવિધિથી કરાયેલા મોટા અને લાંબા ટુકડા અચિત્ત હોવા છતાં સાધ્વી માટે તે અંગ્રાહ્ય છે. * સાધુને ગામ, નગર વગેરેમાં એક માસ અને સાધ્વીને બે માસ રહેવું કહ્યું છે. જો તેના ઉપનગર આદિ હોય તો તે દરેક વિભાગમાં સાધુ એક-એક માસ અને સાધ્વી બે-બે માસ સુધી રહી શકે છે, તે જે વિભાગમાં રહે તે જ વિભાગમાં ભિક્ષા માટે ભ્રમણ કરે, અન્ય ઉપનગરોમાં ભિક્ષા માટે જાય નહીં. * એક વિભાગ, એક કાર અને એક માર્ગવાળા ગ્રામ આદિમાં સાધુ-સાધ્વીએ જુદા ઉપાશ્રયમાં સમકાલે ન રહેવું જોઈએ, અનેક વિભાગ, અનેક માર્ગ અથવા અનેક દ્વાર હોય તો તેઓ તે ગ્રામમાં સમકાલે રહી શકે છે. * પુરુષોના અત્યધિક ગમનાગમનવાળા, ત્રણરસ્તાવાળા, ચારરસ્તાવાળા અથવા બજાર આદિમાં બનેલા ઉપાશ્રયોમાં સાધ્વીઓએ ન રહેવું જોઈએ, સાધુઓ તે ઉપાશ્રયમાં રહી શકે છે. દરવાજા વિનાના સ્થાનમાં સાધ્વીઓએ રહેવું ન જોઈએ, પરિસ્થિતિવશ જ રહેવું પડે તો દ્વારમાં પડદા બાંધીને રહેવું જોઈએ, દરવાજા વિનાના સ્થાનમાં સાધુ રહી શકે છે. * સાધ્વી સાંકડા મોઢાવાળું, સુપ્રતિલેખ્ય પ્રશ્રવણ માત્રક પાત્ર સાધ્વી રાખી શકે છે, સાધુ તથા પ્રકારનું માત્રક પાત્ર રાખી શકતા નથી. - સાધુ-સાધ્વીને વસ્ત્રની મચ્છરદાની રાખવી કહ્યું છે. * સાધુ-સાધ્વીએ પાણીના કિનારે ઊભા રહેવું, બેસવું વગેરે કોઈ પણ ક્રિયાઓ ન કરવી જોઈએ. * સાધુ-સાધ્વીએ સ્ત્રી, પુરુષોના વિકારવર્ધક અથવા અન્ય આકર્ષક ચિત્રોથી યુક્ત મકાનમાં રહેવું ન જોઈએ. * સાધ્વીએ શય્યાતરના સંરક્ષણમાં જ રહેવું જોઈએ, સાધુ સંરક્ષણ વિના પણ રહી શકે છે. * સાધુ-સાધ્વીઓએ સ્ત્રી-પુરુષોના નિવાસથી રહિત મકાનમાં રહેવું જોઈએ. ક્યારેક તેવું નિર્દોષ સ્થાન પ્રાપ્ત ન થાય ત્યારે પુરુષોના નિવાસયુક્ત મકાનમાં સાધુ અને સ્ત્રીઓના નિવાસયુક્ત મકાનમાં સાધ્વીઓ રહી શકે છે. * ગુહસ્થના સ્થાનથી પ્રતિબદ્ધ ઉપાશ્રયમાં અથવા પ્રતિબદ્ધ માર્ગવાળા ઉપાશ્રયમાં સાધુને રહેવું કલ્પતું નથી, ક્યારેક સાધ્વી રહી શકે છે. * કોઈની સાથે કલેશ થાય ત્યારે સ્વયં સર્વથા ઉપશાંત થવું અત્યંત જરૂરી છે, અન્યથા સંયમની Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] શ્રી બૃહત્ક૯૫ સૂત્ર આરાધના થતી નથી. * સાધુ-સાધ્વીઓએ ચાર્તુમાસમાં એક સ્થાને જ રહેવું જોઈએ તથા હેમંત અને ગીષ્મઋતુમાં શક્તિ અનુસાર વિચરણ કરવું જોઈએ. * જે રાજ્યોમાં પરસ્પર વિરોધ ચાલતો હોય ત્યાં વારંવાર ગમનાગમન ન કરવું જોઈએ. - સાધુ અથવા સાધ્વી ગોચરી આદિ માટે ગયા હોય અને ત્યાં કોઈ વસ્ત્રાદિ લેવાનું કહે તો આચાર્યની સ્વીકૃતિના આગારથી જ ગ્રહણ કરે, જો આચાર્યાદિ સ્વીકૃતિ આપે તો પોતે તે વસ્ત્ર રાખે, અન્યથા પાછું આપી દે. * સાધુ-સાધ્વીઓએ રાત્રે અને વિકાલમાં આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા, સંસ્કારક ગ્રહણ કરવા ન જોઈએ. ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં શય્યાસંસ્તારક ગ્રહણ કરી શકાય છે તથા ચોરાયેલા વસ્ત્ર, પાત્ર આદિ કોઈ પાછા આપવા આવે તો તેને રાત્રે અને વિકાલમાં પણ ગ્રહણ કરી શકાય છે. * રાત્રે અથવા વિકાલમાં સાધુ-સાધ્વીઓએ વિહાર કરવો ન જોઈએ તથા દૂરના ક્ષેત્રમાં થનારા જમણવારનો આહાર ગ્રહણ કરવા માટે પણ રાત્રે કે વિકાલે ન જવું જોઈએ. * સાધુ-સાધ્વીઓએ રાત્રે ઈંડિલ ભૂમિમાં કે સ્વાધ્યાય ભૂમિમાં પોતાના સ્થાનથી દૂર એકલા ન જવું જોઈએ, સાધુએ બીજા એક કે બે સાધુઓ અને સાધ્વીએ બીજી બે, ત્રણ, ચાર સાધ્વીને સાથે લઈને જવું જોઈએ. Page #199 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ | ૧૨૭ ] ઉદ્દેશક-૧ 2222222PPPPPP સાધુ-સાધ્વીને ગ્રાહ્ય-અગ્રાહ્ય તાલ પ્રલંબ - | १ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा आमे ताल-पलम्बे अभिण्णे पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને અભિન્ન-અખંડ અને શસ્ત્ર અપરિણત, કાચા-તાલ-પ્રલમ્બ(ફળ દિ) ગ્રહણ કરવા કલ્પતા નથી. २ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा आमे ताल-पलम्बे भिण्णे पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓને ભિન્ન-ટુકડા કરેલા અને શસ્ત્ર પરિણત કાચા તાલ-પ્રલમ્બ ગ્રહણ કરવા કહ્યું છે. | ३ कप्पइ णिग्गंथाणं पक्के ताल-पलम्बे भिण्णे वा अभिण्णे वा पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુઓને ભિન્ન-ટુકડા કરેલા કે અખંડ પાકી ગયેલા તાલ-પ્રલમ્બ લેવા કહ્યું છે. | ४ णो कप्पइ णिग्गंथीणं पक्के ताल-पलम्बे अभिण्णे पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધ્વીઓને અભિન્ન-અખંડ પાકા તાલ-પ્રલમ્બ લેવા કલ્પતા નથી. | ५ कप्पइ णिग्गंथीणं पक्के ताल-पलम्बे भिण्णे पडिग्गाहित्तए; से वि य विहिभिण्णे, णो चेव णं अविहिभिण्णे । ભાવાર્થ :- સાધ્વીઓને ટુકડા કરેલા, પાકા તાલ-પ્રલમ્બ ગ્રહણ કરવા કહ્યું છે, તે પણ વિધિપૂર્વક નાના ટુકડા કરાયેલા હોય તો ગ્રહણ કરવા કહ્યું છે. અવિધિપૂર્વક ટુકડા કરાયેલા હોય અર્થાત્ મોટા અને લાંબા ટુકડા હોય તો ગ્રહણ કરવા કલ્પતા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને તાલ-પ્રલમ્બની ગ્રાહ્યતા-અગ્રાહ્યતાનું વિધિ-નિષેધથી કથન કર્યું છે. ताल पलंबे :- तलो वृक्ष विशेषस्तत्र भवं तालं वृक्ष विशेष सम्बन्धि, पलंबं-प्रलम्बते इति પ્રતવં પ્રવર્ષેખ તખ્ત વા પ્રમ્હ તન્વાયમાનમાજૂતિને નહિ. તાલ- તાડવૃક્ષ અને તેના પર લટકતા ફળ, તાડફળ ઉપલક્ષણથી સુત્રગત અન્ય સર્વ ફળોનું ગ્રહણ થાય છે. આ રીતે તાલ-પ્રલંબ પદથી કેળા, કેરી, સફરજન, ચીકુ આદિ સર્વ ફળનું ગ્રહણ થાય છે. ભાષ્યમાં તાલ-પ્રલંબપદથી વૃક્ષના દસ વિભાગોને ગ્રહણ કર્યા છે જેમ કે मूले कंदे खंधे, तया य साले पवाल पत्ते य । पुप्फे फले य बीए, पलंब सुत्तम्मि दस भेया ॥ -બૃહત્કલ્પ ઉદ્દેશક-૧, ભાષ્ય ગાથા ૮૫૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] શ્રી બ્રહ૦૯૫ સૂત્ર તાલપ્રલંબ શબ્દમાં તાલ શબ્દથી મૂળ અને પ્રલંબ શબ્દથી ફળનું ગ્રહણ થાય છે. વૃક્ષના દસ વિભાગમાં પ્રથમ મુળ છે અને અંતિમ ફળ છે. તેમાં આદિ અને અંતના ગ્રહણથી મધ્યનું ગ્રહણ થઈ જાય છે. આ રીતે મૂળથી લઈને દસે પ્રકારની વનસ્પતિનું ગ્રહણ થાય છે. પ્રથમ સુત્રોનો અર્થ આ પ્રમાણે થાય છે કે સાધુ અને સાધ્વીને કાચા અને શસ્ત્ર પરિણત ન હોય તેવા મૂળ, કંદ, અંધ, છાલ, શાખા, પ્રશાખા, પાંદડા, ફૂલ, ફળ અને બીજા ગ્રહણ કરવા કલ્પતા નથી, મૂળ આદિ જો શસ્ત્ર પરિણત થઈ જાય તો સાધુ સાધ્વી તેને ગ્રહણ કરી શકે છે. સત્રમાં પ્રયક્ત આમં. મિvi આદિ શબ્દોના અર્થ ભાષ્યકારે દ્રવ્ય અને ભાવ. એમ બે રીતે કર્યા છેઆમ- કાચા. દ્રવ્યથી કાચા ફળાદિ અને ભાવથી બીજ સહિતના ફળાદિ પf - પાકા. દ્રવ્યથી પાકી ગયેલા ફળાદિ અને ભાવથી બીજ રહિત, અચેત થયેલા ફળાદિ. મન્ન- અખંડ. દ્રવ્યથી આખા ફળાદિ અને ભાવથી શસ્ત્ર પરિણત ન થયેલા ફળાદિ. fબન્ન- ખંડિત. દ્રવ્યથી ટુકડા કરેલા ફળાદિ અને ભાવથી શસ્ત્ર પરિણત થયેલા ફળાદિ. સાધુ કે સાધ્વીને ભાવથી પક્વ અર્થાતુ બીજ રહિત અને ભાવથી ભિન્ન અર્થાતુ શસ્ત્ર પરિણત થયેલા ફળાદિ કલ્પ છે કારણ કે દ્રવ્યથી ભિન્ન અર્થાત્ ટુકડા કરેલા ફળમાં બીજની સંભાવના રહે છે અને દ્રવ્યથી પક્વ–પાકા ફળ પણ ગોઠલી સહિતના હોય છે, જેમ કે ટુકડા કરેલા જામફળમાં બીજ હોય છે, પાકી ગયેલી કેરી ગોઠલી સહિતની હોય છે, તેથી તે સાધુને માટે અગ્રાહ્ય છે. પહેલા અને બીજા સત્રમાં સૂત્રકારે આમં- કાચી વનસ્પતિની ગ્રાચતા-અગ્રાહ્યતા સ્પષ્ટ કરી છે. કાચી વનસ્પતિ અભિન્ન-શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સાધુને અગ્રાહ્ય છે. જ્યારે તે કાચી વનસ્પતિ ભિન્ન-શસ્ત્ર પરિણત થઈ જાય, ત્યારે કલ્પનીય છે. આ બંને સૂત્રોમાંfમને શબ્દનો અર્થ ભાવથી ભિન્ન અર્થાત્ “શસ્ત્ર પરિણત” અને મને શબ્દનો અર્થ ભાવથી અભિન્ન અર્થાત્ “શસ્ત્ર અપરિણત” થાય છે. ત્રીજા અને ચોથા સૂત્રમાં મu– અભિન્ન, અખંડ કે ભિન્ન, ટુકડા થયેલા પાકા ફળની ગ્રાહ્યતા-અગ્રાહ્યતાને સમજાવી છે. પાકા કેળાદિ ફળ અભિન્ન-અખંડ આખા હોય કે ભિન્ન-ટુકડા કરેલા હોય, તે સાધુને ગ્રહણ કરવા કહ્યું છે પરંતુ સાધ્વીને માટે પાકા કેળાં આદિ ફળ અભિન્ન-અખંડ હોય અથવા વિધિપૂર્વક ભિન્ન-ટુકડા થયેલા ન હોય, તો કલ્પતા નથી પરંતુ તે પાકા ફળના વિધિપૂર્વક નાના નાના ટુકડા થયેલા હોય તો લેવા કહ્યું છે. આ બંને સૂત્રમાં શબ્દનો અર્થ દ્રવ્યથી અભિન્ન અર્થાત્ અખંડ અને મિum શબ્દનો અર્થ દ્રવ્યથી ભિન્ન-ટુકડા કરેલા થાય છે. આ બંને સૂત્રમાં આકારની અપેક્ષાએ અગ્રાહ્યતા-ગ્રાહ્યતાનું કથન હોવાથી તેમાં દ્રવ્યની પ્રધાનતા છે. અખંડ-આખું બાફેલું કેળું ભાવથી ભિન્ન-શસ્ત્ર પરિણત હોવા છતાં તે દ્રવ્યથી અભિન્ન-અખંડ હોવાથી સાધ્વીને અગ્રાહ્ય છે. વિધિ-વિદofમvળે – અવિધિપૂર્વક ભેદ અર્થાત્ મોટા-લાંબા ટુકડા અને વિધિપૂર્વક ભેદ થવો અર્થાતુ નાના-નાના ટુકડા. અખંડ-આખા કેળાં આદિ ફળ, મુળા વગેરે કંદ શસ્ત્ર પરિણત થઈ જાય ત્યારપછી સાધુ માટે ગ્રાહ્ય છે અને તેમાં આકારજન્ય દોષ હોવાથી સાધ્વી માટે અગ્રાહ્ય છે. તે જ રીતે મૂળ, કંદ કે ફળ આદિના લાંબા-મોટા ટુકડામાં પણ ટુકડા થવા છતાં આકારજન્ય દોષ રહે છે, તેથી તે સાધ્વી માટે અગ્રાહ્ય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧ | ૧૨૯ ] નથી નથી સાધુ-સાધ્વીને ગ્રાહ્ય-અગ્રાહ્ય તાલ-પલબ્ધ :વનસ્પતિના પ્રકાર સાધુને ગ્રાહ્ય | સાધ્વીને ગ્રાહ ૧ કાચાં અને શસ્ત્ર અપરિણત મૂળ, કંદ, ફળ, બીજ આદિ નથી ૨ કાચાં અને શસ્ત્ર પરિણત મૂળ આદિ ૩ પાકા અને આખા મૂળ, કંદ, ફળ આદિ નથી ૪ પાકા મૂળ, કંદ, કેળાં આદિ ફળના અવિધિએ ટુકડા કરેલા અર્થાત્ લાંબા, મોટા ટુકડા ૫ પાકા કંદ, મૂળ, કેળા આદિ ફળના વિધિપૂર્વક | નાના-નાના ટુકડા કરેલા ગ્રામ આદિમાં રહેવાની કલ્પ મર્યાદા:|६ से गामंसि वा णगरंसि वा खेडसि वा कब्बडसि वा मडंबसि वा पट्टणसि वा आगरंसि वा दोणमुहंसि वा णिगमंसि वा आसमंसि वा सण्णिवेसंसि वा संवाहंसि वा घोसंसि वा अंसियंसि वा पुडभेयणंसि वा रायहाणिसि वा सपरिक्खेवंसि अबाहिरियसि कप्पइ णिग्गंथाणं हेमंत-गिम्हासु एगं मासं वत्थए । ભાવાર્થ :- નિગ્રંથોને સપરિક્ષેપ-કોટસહિતના અને અબાહિરિક-બહારના ભાગમાં વસ્તી રહિતના ગ્રામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, પત્તન, આકર, દ્રોણમુખ,નિગમ, આશ્રમ, સંનિવેશ, સંબોધ, ઘોષ, અંશિકા, પુટભેદન અને રાજધાનીમાં હેમંત અને ગીષ્મઋતુમાં એક માસ સુધી રહેવું કહ્યું છે. | ७ से गामंसि वा जाव रायहाणिसि वा सपरिक्खेवंसि सबाहिरियसि कप्पइ णिग्गंथाणं हेमंत-गिम्हासु दो मासे वत्थए- अंतो एगं मासं, बाहिं एगं मासं । अंतो वसमाणाणं अतो भिक्खायरिया, बाहिं वसमाणाणं बाहिं भिक्खायरिया । ભાવાર્થ :- સાધુઓને સપરિક્ષેપ-કોટ અથવા વાડ સહિતના અને સબાહિરિક-બહારના ભાગમાં વસ્તી સહિતના ગામ ચાવતુ રાજધાનીમાં હેમંત અને ગીષ્મ ઋતુમાં બે મહિના સુધી રહેવું કહ્યું છે. એક મહિનો ગ્રામાદિની અંદર અને એક મહિનો ગ્રામાદિની બહાર. ગ્રામાદિની અંદર રહેનાર સાધુને પ્રામાદિની અંદર જ ગોચરી કરવી કહ્યું છે અને પ્રામાદિની બહાર રહેનાર સાધુને પ્રામાદિની બહાર જ ગોચરી કરવી કહ્યું છે. | ८ से गामंसि वा जाव रायहाणिसि वा सपरिक्खेवंसि अबाहिरियंसि कप्पइ णिग्गंथीणं हेमंत-गिम्हासु दो मासे वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને સપરિક્ષેપ-કોટસહિતના અને અબાહિરિક-કોટની બહાર વસ્તી રહિતના ગામ યાવત્ રાજધાનીમાં હેમંત અને ગીષ્મઋતુમાં બે મહિના સુધી રહેવું કલ્પ છે. | ९ से गामंसि वा जाव रायहाणिसि वा सपरिक्खेवंसि सबाहिरियसि कप्पइ णिग्गंथीणं हेमंत-गिम्हासु चत्तारि मासे वत्थए- अंतो दो मासे, बाहिं दो मासे । अंतो वसमाणीणं अंतो भिक्खायरिया, बाहिं वसमाणीणं बाहिं भिक्खारिया । Page #202 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦. શ્રી બૃહ૮૯૫ સૂત્ર ભાવાર્થ :- સાધ્વીઓને સપરિક્ષેપ-કોટ અથવા વાડ સહિતના અને સબાહિરિક-કોટની બહાર વસ્તી સહિતના ગામ યાવતુ રાજધાનીમાં હેમંત અને ગીષ્મઋતુમાં ચાર મહિના સુધી રહેવું કહ્યું છે, બે મહિના ગ્રામાદિ અંદર અને બે મહિના ગ્રામાદિની બહાર. ગ્રામાદિની અંદર રહેનાર સાધ્વીને ગ્રામાદિની અંદર જ ગોચરી કરવી કહ્યું છે અને પ્રામાદિની બહાર રહેનાર સાધ્વીને પ્રામાદિની બહાર જ ગોચરી કરવી કહ્યું છે. વિવેચન - પ્રસ્તુત સુત્રોમાં સાધુ-સાધ્વીને શેષનાલમાં રહેવાની કાલમર્યાદા નિશ્ચિત કરી છે. સાધુ-સાધ્વીને રહેવા યોગ્ય સ્થાન માટે સૂત્રકારે બે વિશેષણોનો પ્રયોગ કર્યો છે. (૧) સપરિવહેવલિ અબાિિરસિ:- સપરિક્ષેપ અને અબાહિરિક. જે ગામ આદિની ચારે બાજુ પથ્થરો, ઈર્ટ, માટી, લાકડા, વાંસ અથવા કાંટા આદિની વાડ હોય અથવા ખાઈ, તળાવ, નદી, પર્વતનો કોટ હોય અર્થાતુ ગામ આદિ પૂરું થવાની કોઈ પણ પ્રકારની હદ કે મર્યાદા હોય અને તે કોટની અંદર જ ઘર વસેલા હોય, બહાર વસ્તી ન હોય તો તે પ્રામાદિ સપરિક્ષે૫ અબાહિરિક કહેવાય છે. (૨) સપરિવેવંતિ-સંવાદિરિસિ:- સપરિક્ષેપ-સબાહિરિક. જે ગામ આદિની ચારે તરફ પૂર્વોક્ત પ્રકારના કોટમાંથી કોઈ પ્રકારનો કોટ અથવા મર્યાદા હોય અને તે કોટની બહાર પણ ઘર વસેલા હોય, તે ગ્રામાદિ સપરિક્ષેપ સબાહિરિક કહેવાય છે. સાધુ-સાધ્વી ઉક્ત બંને પ્રકારની વસ્તીમાં રહી શકે છે. સાધુ-સાધ્વી ચાર્તુમાસમાં કોઈપણ ક્ષેત્રમાં ચાર મહિના સુધી રહી શકે છે, પરંતુ ચાર્તુમાસ સિવાય આઠ મહિનાના શેષનાલમાં ક્યાં અને કેટલો સમય રહે? તેનું વિધાન પ્રસ્તુત સૂત્રોમાં છે. સાધુ– શેષનાલમાં અર્થાત્ હેમંત કે ગ્રીષ્મ ઋતુમાં કોઈપણ સ્થાનમાં એક માસ રહે છે, જો તે સ્થાન સપરિક્ષેપ-સબાહિરિક હોય અર્થાત્ તે ગામની બહારના સ્થાનમાં પણ ઘરો વસેલા હોય જેમ કે ગામની બહાર સોસાયટી વિસ્તારમાં અનેક ઘર હોય, તો તે સ્થાનમાં બે માસ રહે છે. તેમાં એક માસ ગામની અંદર રહે છે અને અંદરના ઘરોમાંથી જ ગોચરી કરે છે અને એક માસ ગામની બહારના સોસાયટી આદિ વિસ્તારમાં રહે છે અને તે બહારના ઘરોમાં જ ગોચરી કરે છે. આ રીતે બે માસ સુધી રહી શકે છે. બે માસ સુધી કોઈપણ એક સ્થાનમાં રહીને અંદરના અને બહારના બંને ઘરોમાંથી ગોચરી કરીને બે માસ સુધી રહેવું કલ્પતું નથી. સાધ્વીઓ- શેષકાલમાં કોઈપણ સ્થાનમાં બે માસ સુધી રહી શકે છે. તે સ્થાન જો સપરિક્ષેપ અને સબાહિરિક હોય અર્થાતુ ગામની અંદર અને ગામની બહાર વિસ્તારમાં ઘર વસેલા હોય તો બે માસ ગામની અંદર અને બે માસ ગામની બહાર, આ રીતે ચાર માસ સુધી રહી શકે છે અને તે સ્થાન સપરિક્ષેપ તથા અબાહિરિક હોય અર્થાત્ ગામની અંદર જ વસ્તી હોય, ગામની બહાર વસ્તી ન હોય તો તે ગામમાં બે માસ રહેવું કલ્પે છે આ રીતે ગામાદિના જે વિભાગમાં રહે, તે જ વિભાગમાં ગોચરી કરે તો તેને પ્રત્યેક વિભાગમાં જુદા-જુદા કલ્પના સમય સુધી રહેવું કહ્યું છે. એક વિભાગમાં રહીને અન્ય વિભાગોમાં ગોચરી કરે તો તે વિભાગોમાં જુદા માસ કલ્પના સમય પ્રમાણે રહેવું કલ્પતું નથી. સૂત્રોક્ત પ્રયુક્ત ગ્રામ આદિ શબ્દોની વ્યાખ્યા આ પ્રમાણે છે– ગ્રામ- જ્યાં અઢારપ્રકારના કર લેવાય છે, નગર– જ્યાં અઢાર પ્રકારના કર લેવાતા નથી, ખેડ- જ્યાં માટીનો કોટ હોય અને ધૂળ ઉડતી હોય તેવા ગામડાં, કબૂટ– જ્યાં અનેક પ્રકારના કર લેવાતા હોય તેવું નાનું નગર (કર્બટ-કસબો, ગામડું), Page #203 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧ ૧૩૧ મડંબ— જે ગામની ચારે બાજુ અઢી ગાઉ સુધી અન્ય કોઈ ગામ ન હોય, પટ્ટણ– બે પ્રકારના છે— જ્યાં જળમાર્ગ દ્વારા માલ આવતો હોય તે જળપત્તન અને જ્યાં સ્થળમાર્ગથી માલ આવતો હોય, તે સ્થળપત્તન કહેવાય છે, આકર– લોખંડ આદિ ધાતુઓની ખાણોમાં કામ કરનારને માટે ત્યાં જ વસેલું ગામ, દ્રોણમુખ– જ્યાં જળમાર્ગ અને સ્થળમાર્ગથી માલ આવે તેવા બે મુખવાળા (બે રસ્તાવાળા) નગર, નિગમ- જ્યાં વ્યાપારીઓનો સમૂહ રહેતો હોય, આશ્રમ— જ્યાં સંન્યાસી તપશ્ચર્યા કરતા હોય તે અને તેની આસપાસ વસેલા ગામ, નિવેશ— વ્યાપાર માટે યાત્રા કરતો સાર્થવાહ (અનેક વેપારીઓનો સમૂહ) અથવા સર્વ પ્રકારના યાત્રિકો જ્યાં પડાવ નાંખે તે સ્થાન નિવેશ અથવા સંનિવેશ, સંબાધ– ખેતી કરનાર ખેડૂત ખેતર સિવાય બીજી જગ્યાએ એટલે પર્વત વગેરે વિષમ સ્થાનો ઉપર રહે તે ગામ, ઘોષ– જ્યાં ગાયોનું જૂથ રહેતું હોય ત્યાં વસેલું ગામ અથવા ગોકુળ, અંશિકા– ગામનો અડધો ભાગ, ત્રીજો ભાગ અથવા ચોથોભાગ જ્યાં આવીને વસે તે વસ્તી, પુટભેદન– અનેક દિશાઓમાંથી આવેલા માલની પેટીઓનું જ્યાં ભેદન થાય અર્થાત્ પેટીઓ ખોલાતી હોય, રાજધાની– જ્યાં રહીને રાજા શાસન કરતાં હોય. એક ક્ષેત્રમાં રહેવાનો વિવેક ઃ १० से गामंसि वा जाव रायहाणिसि वा एगवगडाए एगदुवाराए एगणिक्खमण-पवेसाए णो कप्पइ णिग्गंथाण य णिग्गंथीण य एगयओ वत्थए । ભાવાર્થ :- સાધુઓને અને સાધ્વીઓને એક વિભાગ, એક દ્વાર અને એક નિષ્ક્રમણ અને પ્રવેશ માર્ગ– વાળા ગ્રામ યાવત્ રાજધાનીમાં એક સાથે-સમકાલે રહેવું કલ્પતું નથી. ઉપાશ્રય જુદા-જુદા હોય પણ ગામમાં જવા-આવવાનો માર્ગ, દ્વાર વગેરે એક હોય તો તેવા ગ્રામાદિમાં એક સાથે-સમકાલે રહેવું કલ્પતું ११ से गामंसि वा जाव रायहाणिसि वा, अभिणिव्वगडाए अभिणिदुवाराए, अभिणिक्खमण-पवेसाए कप्पइ णिग्गंथाण य णिग्गंथीण य एगयओ वत्थए । ભાવાર્થ :– સાધુઓને અને સાધ્વીઓને અનેક વિભાગ, અનેક દ્વાર અને અનેક નિષ્ક્રમણ અને પ્રવેશ માર્ગવાળા ગ્રામ યાવત્ રાજધાનીમાં એક સાથે(સમકાલે) રહેવું કલ્પે છે. -- વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને એક ગ્રામ આદિમાં એક સાથે રહેવા માટેની વિધિ, નિષેધનું કથન છે. ગામ આદિની રચના અનેક પ્રકારની હોય છે, જેમકે, એક વિભાગવાળા-અનેક વિભાગવાળા; એક દ્વારવાળા-અનેક ધારવાળા; આવવા-જવાના એક માર્ગવાળા-અનેક માર્ગવાળા; આ રીતે વિવિધ પ્રકારના ક્ષેત્રો હોય છે. જે ગામ એક જ વિભાગવાળું, યથાસમયે ખુલતા તથા યથાસમયે બંધ થતાં એક જ દ્વારવાળું હોય અને જેમાં આવવા-જવાનો માર્ગ એક જ હોય, તેવા ગ્રામાદિમાં જુદા જુદા ઉપાશ્રયોમાં પણ સાધુ-સાધ્વીએ એક સાથે-સમકાલે રહેવું જોઈએ નહીં. પહેલાં સાધુઓ આવીને રહ્યા હોય તો, ત્યાં સાધ્વીઓએ અને સાધ્વીઓ પહેલાં આવીને રહી હોય તો ત્યાં સાધુઓએ રહેવું જોઈએ નહીં. જે ગ્રામાદિમાં અનેક વિભાગ હોય, અનેક દ્વાર તથા જવા-આવવાના અનેક માર્ગ હોય, તેવા Page #204 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ર | શ્રી બૃહ૮૯૫ સૂત્ર ગ્રામાદિમાં સાધુ-સાધ્વી એક સાથે સમકાળે જુદા-જુદા ઉપાશ્રયમાં રહી શકે છે. ક્યારેક એક વિભાગ અથવા એકમાર્ગવાળા ગામ આદિમાં સાધુ-સાધ્વી બંને વિહાર કરતાં-કરતાં એક સાથે અનાયાસ પહોંચી જાય તો ત્યાં આહારાદિ કરીને અથવા થોડીવાર વિશ્રામ કરીને સાધુ કે સાધ્વી કોઈપણ એકે વિહાર કરવો જોઈએ. તેવા ક્ષેત્રમાં વધારે સમય બંનેએ સાથે ન રહેવું જોઈએ. તેવા ક્ષેત્રોમાં સમકાલે એક સાથે રહેવામાં અનેક દોષોની સંભાવના છે, યથા– ઉચ્ચાર પ્રસવણભૂમિમાં, સ્વાધ્યાયભૂમિમાં, ભિક્ષા અર્થે જતાં-આવતાં એક દ્વાર, એક માર્ગ હોવાથી સાધુ-સાધ્વીઓ વારંવાર સાથે થઈ જાય અને એક જ રસ્તેથી સાધુ-સાધ્વી બંનેને આવતા-જતા જોઈને જનસમાજને અનેક આશંકા ઉત્પન્ન થવાની સંભાવના રહે છે, તેમજ સંસર્ગજન્ય દોષોથી સંયમની હાનિ થાય છે. જે ગ્રામાદિમાં અનેક વિભાગો-વિસ્તાર હોય, આવવા જવાના અનેક માર્ગ તથા અનેક દ્વાર હોય, તેવા ગ્રામ આદિમાં સાધુ-સાધ્વી જુદા જુદા ઉપાશ્રયોમાં એક સમયે રહી શકે છે કારણ કે આવવા જવાના અનેક માર્ગ હોવાથી વિવિધ કાર્ય અર્થે જતાં-આવતાં સાધુ-સાધ્વીઓનું વારંવાર મિલન ન થવાથી ઉપરોક્ત દોષોની સંભાવના રહેતી નથી. સાધુ-સાધ્વીએ પોતાના સંયમની સુરક્ષા માટે યોગ્ય સ્થાનમાં વિવેકપૂર્વક રહેવું જોઈએ. બજાર આદિમાં રહેવાનો વિવેક - १२ णो कप्पइ णिग्गंथीणं आवणगिहसि वा रत्थामुहंसि वा सिंघाडगंसि वा तियंसि वा चउक्कंसि वा चच्चरंसि वा अंतरावणंसि वा वत्थए । ભાવાર્થ - સાધ્વીઓને આપણગૃહ, રચ્યામુખ, શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્ર અથવા અંતરાપણમાં રહેવું કલ્પતું નથી. १३ कप्पइ णिग्गंथाणं आवणगिहंसि वा जाव अंतरावणंसि वा वत्थए । ભાવાર્થ :- સાધુઓને આપણગૃહ યાવત અંતરાયણમાં રહેવું કલ્પ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને રહેવા, ન રહેવા યોગ્ય સ્થાનનું નિરૂપણ છે. સૂત્રકારે તેવા સાત સ્થાનોનું કથન કર્યું છે. સાવલિ - આપણગૃહ. આપણ – બજાર, તેની વચ્ચે રહેલા ઘર અથવા ઉપાશ્રય. રત્થામુદ્દસ- રચ્યા – શેરી અથવા મોહલ્લો, જે ઉપાશ્રય અથવા ઘરનું દ્વાર શેરી અથવા મોહલ્લાના પ્રારંભ સ્થાને હોય. જે ઘર પાસેથી ગલીની શરૂઆત થતી હોય, તે ઘર. હિંયા સિ- સિંઘોડાની સમાન ત્રિકોણ સ્થાન. તિતિ- ત્રણ શેરી અથવા ત્રણ રસ્તા મળતા હોય તે સ્થાન. વડલિ - ચારમાર્ગ મળતા હોય, તે સ્થાન. વવરસિ- જ્યાં છે અથવા અનેક રસ્તા ભેગા થતાં હોય અથવા જ્યાંથી છ અથવા અનેક રસ્તાઓ શરૂ થતાં હોય, તેવું ચોરાનું સ્થાન. મંતવલિ- અંતરાપણ - હાટ અથવા બજારનો માર્ગ. જે ઉપાશ્રયની એક બાજુ કે બંને બાજુ બજારનો રસ્તો હોય તે સ્થાન અથવા જે ઘરની એક બાજુ દુકાન હોય અને બીજી બાજુ નિવાસ હોય સ્થાન. ઉપરોક્ત ઉપાશ્રયો અથવા ઘરોમાં સાધ્વીઓએ રહેવું ન જોઈએ કારણ કે બજારાદિમાં અનેક પુરુષોનું આવાગમન થતું રહે છે. તે પુરુષોની દષ્ટિ સાધ્વીઓ પર પડવાથી તેની શીલરક્ષામાં અનેક Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧ ૧૩૩ બાધાઓ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે, તેથી સાધ્વીઓએ સૂત્રોક્ત સ્થાનોને છોડીને શેરીની અંદર અથવા સુરક્ષિત સ્થાનોમાં રહેવું જોઈએ. સ્વાધ્યાય, ધ્યાન આદિ સંયમ સમાચારીમાં સ્ખલના થતી ન હોય તો સાધુ તેવા સ્થાનોમાં રહી શકે છે. દરવાજા વિનાના સ્થાનોઃ १४ णो कप्पर णिग्गंथीणं अवंगुयदुवारिए उवस्सए वत्थए । एगं पत्थारं अंतो किच्चा एगं पत्थारं बाहिं किच्चा, ओहाडिय चिलिमिलियागंसि एवं ण्हं कप्पइ વત્થ । ભાવાર્થ :- સાધ્વીઓએ ખુલ્લા બારણાવાળા(દરવાજા વિનાના) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. સાધ્વીઓએ ખુલ્લા બારણાવાળા ઉપાશ્રયમાં એક પડદો અંદરની બાજુએ અને બીજો બહારની બાજુએ, આ રીતે બે પડદા વચ્ચે જગ્યા રહે તેમ બે પડદા બાંધીને તેમાં રહેવું કલ્પ છે. १५ कप्पइ णिग्गंथाणं अवंगुयदुवारिए उवस्सए वत्थए । સાધુઓને ખુલ્લા બારણાવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે. ભાવાર્થ: વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં દરવાજા વિનાના ઉપાશ્રય અથવા ઘર વગેરે સ્થાનમાં સાધ્વીજીઓને રહેવાનો નિષેધ કર્યો છે. દ્વારવાળું અન્ય મકાન ન મળે અને દરવાજા વિનાના મકાનમાં રહેવું પડે તો બે મજબૂત પડદા બાંધીને રહે. ભાષ્યમાં દ્વારને ઢાંકવાની વિધિ બતાવી છે કે વાંસ અથવા ખજૂરની છિદ્ર રહિત ચઢ્ઢાઈ અથવા જાડા પડદાથી દ્વારને બહારથી અને અંદરથી બંધ કરીને રહેવું જોઈએ. રાત્રિના સમયે બંને પડદા ખીલી વગેરે સાથે ઉપર, નીચે કે વચ્ચેથી બાંધી દેવા, જેથી બહારથી કોઈ પુરુષ પ્રવેશી ન શકે. કોઈ અનાર્ય પુરુષ પડદોને તોડે કે ખોલે તો તેટલા સમયમાં સાધ્વીજી સાવધાન બની જાય છે. સાધુઓને ઉપરોક્ત ભય ન હોવાથી જરૂર પડે, તો ખુલ્લા દરવાજાવાળા સ્થાનમાં રહી શકે છે. જો કોઈક ક્ષેત્રમાં કૂતરા અથવા ચોર વગેરેની આશંકા હોય તો સાધુઓ પણ પડદાદિથી યથાયોગ્ય સુરક્ષા કરે છે. ઘટીમાત્રકનું ગ્રહણ ઃ १६ कप्पइ णिग्गंथीणं अंतोलित्तं घडिमत्तयं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :સાધ્વીઓને અંદરથી લેપયુક્ત હોય તેવું ઘડીના આકારનું ભાજન રાખવું અને તેનો ઉપયોગ કરવો કલ્પે છે. १७ णो कप्पइ णिग्गंथाणं अंतोलित्तं घडिमत्तयं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ:સાધુઓને અંદરથી લેપયુક્ત હોય તેવું ઘડીના આકારનું ભાજન રાખવું અને તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. Page #206 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર વિવેચન : સાધુ-સાધ્વીને આગમમાં ત્રણ પ્રકારના માત્રક-ભાજન રાખવાની આજ્ઞા છે, જેમ કેઉચ્ચારમાત્રક, પ્રસવણમાત્રક અને ખેલમાત્રક. અહીં પ્રસવણ માત્રક-ભાજનનું વર્ણન છે. અંતત્તિ પરિવત્તિયં પરીસંસ્થાનું મૃત્મયભાજન વિરોષ ઘટિકા(લાબું અને મોટું નાનું) ના આકારનું એક પ્રકારનું માટીનું પાત્ર ઘટીમાત્રક કહેવાય છે. તે માટીનું પાત્ર અંદરથી ખરબચડું હોવાથી અંતિ- અંદર લેપ કરેલું અર્થાતુ રોગાન કે સફેદ રંગ લગાવીને લીસું બનાવેલું માત્રકપાત્ર સાધ્વીજી વાપરી શકે છે. આકાર અને સ્પર્શજન્ય દોષના કારણે ઘટિકા માત્રક સાધુને વાપરવું કલ્પતું નથી. ચિલમિલિકા-મચ્છરદાની વિવેક: १८ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा चेलचिलिमिलियं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને મચ્છરદાની રાખવી અને તેનો ઉપયોગ કરવો કલ્પ છે. વિવેચન : ચિલમિલિકા શબ્દ એ દેશી શબ્દ છે. ચિલમિલિ એટલે કપડાની ઝુંપડી છે, ભાષ્યમાં તેના પાંચ પ્રકાર બતાવ્યા છે, યથા– (૧) સૂત્રમયી - કપાસ આદિના દોરાથી બનેલા વસ્ત્રની. (૨) રજૂમથી - ઊન વગેરેના જાડા દોરાથી બનેલી (૩) વલ્કલમયી - શણઆદિની છાલથી બનેલી. (૪) દંડકમથી – વાંસથી બનેલી. (૫) કટમયી – ચટ્ટાઈથી બનેલી. ઉપરોક્ત પાંચ પ્રકારમાંથી વસ્ત્રથી બનેલી મચ્છરદાની સાધુ-સાધ્વી રાખી શકે છે. અન્ય મચ્છરદાની વજનમાં ભારે હોવાથી વિહારમાં સાથે રાખી શકાતી નથી. મચ્છરદાનીનું પ્રમાણ પાંચહાથ લાંબી, ત્રણ હાથ પહોળી, ત્રણ હાથ ઊંચી હોય છે. તેની અંદર એક સાધુ અથવા એક સાધ્વીનું સંરક્ષણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. મચ્છરદાનીના લાભ - વર્ષા આદિ ઋતુઓમાં ડાંસ, મચ્છર, માખી, પતંગિયા વગેરે ક્ષુદ્ર જંતુ ઉત્પન થાય છે ત્યારે રાત્રિના સમયે મચ્છરદાનીની અંદર સુવાથી તે જીવોની સુરક્ષા થાય છે. વરસાદ વરસવાથી અનેક પ્રકારના જીવોથી અથવા વિહારના સમયે વનાદિ પ્રદેશોમાં જંગલી જાનવરોથી આત્મરક્ષા પણ થાય છે. માખી મચ્છર વગેરે વધારે હોય ત્યારે મચ્છરદાની બાંધીને આહાર પાણી કરવાથી તે જીવોની રક્ષા થાય છે. જળાશયના કિનારે પ્રવૃત્તિ નિષેધ - १९ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा दगतीरंसि चिट्ठित्तए वा णिसीइत्तए वा तुयट्टित्तए वा णिदाइत्तए वा पयलाइत्तए वा असणं वा पाणं वा खाइमं वा साइम वा आहरेत्तए, उच्चारं वा पासवणं वा खेल वा सिंघाण वा परिट्ठवेत्तए, सज्झायं वा करेत्तए, धम्मजागरियं वा जागरित्तए काउसग्गं वा ठाइत्तए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીને જળાશયના કિનારે-નદી આદિના કિનારે ઊભા રહેવું, બેસવું, સૂવું, નિદ્રાધીન થવું, ગાઢ નિદ્રા લેવી, અન્ન-પાણી-મીઠાઈ-મુખવાસ આદિ ખાવા-પીવા, મળ, મૂત્ર, શ્લેષ્મ, Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉદેશક-૧ ) [ ૧૩૫ ] નાકનો મેલ આદિનો ત્યાગ કરવો, સ્વાધ્યાય કરવો, ધર્મજાગરિકા-ધર્મ ધ્યાન કરવું અને કાયોત્સર્ગમાં સ્થિર થવું કલ્પતું નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને જળાશયાદિ કોઈપણ જલસ્થાનોના કિનારે પ્રવૃત્તિ કરવાનો નિષેધ છે. રાતિ :- નદી, સરોવર વગેરે જળાશયનો કિનારો કે કાંઠો દગતીર(દકતીર) કહેવાય છે. તેવા સ્થાને સાધુ અથવા સાધ્વીને ઊભા રહેવું, બેસવું, ખાવું, પીવું, મળ-મૂત્રાદિનો ત્યાગ કરવો, ધ્યાનસ્થ થવું કે કાયોત્સર્ગ કરવો વગેરે ક્રિયા કરવાનો નિષેધ છે. જળશયાદિના તીરે ઉપરોક્ત ક્રિયા કરતાં સાધુ તૃષાતુર બને તો સચેત પાણી પીવાનું મન થઈ જાય, પાણીમાં રહેલા જળચર જીવો ભયભીત બને, ભયાતુર તે પ્રાણીઓ નાશભાગ કરે, તો પાણીના જીવો અને સેવાળાદિ વનસ્પતિ જીવોની ઘાત થાય, કિનારાની જમીન સચિત્ત હોય છે ત્યાં ઉપરોક્ત ક્રિયા કરતાં પૃથ્વીના જીવોની વિરાધના થાય તથા કિનારા સમીપે સાધુને જોઈને સાધુ સચેત પાણી પીતા હશે, તેવી લોકમાનસમાં શંકા થાય વગેરે દોષોની સંભાવના હોવાથી સાધુ- સાધ્વીને જળાશયના કિનારે ઉપરોક્ત કાર્ય કરવાનો નિષેધ છે. ચિત્રોવાળા ઉપાશ્રયો - | २० णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सचित्तकम्मे उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને ચિત્રોવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. |२१ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अचित्तकम्मे उवस्सए वत्थए । ભાવાર્થ- સાધુ અને સાધ્વીઓને ચિત્રો ન હોય તેવા ઉપાશ્રયમાં રહેવું કલ્પ છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ચિત્રોથી ચિત્રિત ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને રહેવાનો નિષેધ છે. વિકારોત્પાદક ચિત્રો જોઈને તેઓના મનમાં વિકારભાવ જાગૃત થવાની સંભાવના છે, મનમોહક અન્ય ચિત્રો તરફ વારંવાર દષ્ટિ જવાથી સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિલેખન વગેરે સંયમ ક્રિયાઓમાં અલના થાય, તેથી ચિત્રોવાળા ઉપાશ્રયોમાં રહેવાનો સાધુ-સાધ્વીઓને નિષેધ છે. સાગરિકની નિશ્રા - | २२ णो कप्पइ णिग्गंथीणं सागारिय-अणिस्साए वत्थए । ભાવાર્થ - સાધ્વીઓને સાગારિક-ગૃહસ્થની નિશ્રા વિના રહેવું કલ્પતું નથી. २३ कप्पइ णिग्गंथीण सागारिय-णिस्साए वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને સાગારિક-ગૃહસ્થની નિશ્રામાં રહેવું કહ્યું છે. २४ कप्पइ णिग्गंथाणं सागारिय-णिस्साए वा अणिस्साए वा वत्थए । ભાવાર્થ- સાધુઓને સાગારિક-ગૃહસ્થની નિશ્રામાં અથવા નિશ્રા વિના, બંને રીતે રહેવું કલ્પ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી બૃહકલ્પ સૂત્ર વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં સાધુ-સાધ્વીને ગૃહસ્થની નિશ્રામાં રહેવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. ઉત્તમ આચારવાન શય્યાતર ગૃહસ્થની નિશ્રા-સુરક્ષાના ઉત્તરદાયિત્વમાં સાધ્વીજીએ રાત્રિનિવાસ કરવો જોઈએ કે જેથી તે શાંત ચિત્તે, ભય વિના સ્વાધ્યાયાદિ કરી શકે. - સાધુ શય્યાતરની નિશ્રા વિના ઉપાશ્રયમાં રહી શકે છે અને ચોર, હિંસક પ્રાણીઓ કે અન્ય કોઈ ઉપદ્રવ હોય તો સાધુ પણ શય્યાતરની સુરક્ષામાં રાત્રિવાસ કરી શકે છે. ગૃહસ્થયુક્ત ઉપાશ્રય:२५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીને સાગારિક(ગૃહસ્થના નિવાસયુક્ત) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. २६ णो कप्पइ णिग्गंथाण इस्थिसागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધુઓને સ્ત્રી સાગારિક-સ્ત્રીઓના નિવાસયુક્ત ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. | २७ कप्पइ णिग्गंथाणं पुरिससागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધુઓને પુરુષ સાગારિક–પુરુષોના નિવાસયુક્ત ઉપાશ્રયોમાં રહેવું કહ્યું છે. २८ णो कप्पइ णिग्गंथीणं पुरिससागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને પુરુષ સાગારિક-પુરુષોના નિવાસયુક્ત ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. २९ कप्पइ णिग्गंथीणं इत्थि-सागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને સ્ત્રી સાગારિક-ફક્ત સ્ત્રીઓના નિવાસયુક્ત ઉપાશ્રયમાં રહેવું કહ્યું છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં સાગરિક ઉપાશ્રય સંબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે. તારિખ ૩વસ - જે ઉપાશ્રય(સ્થાન)માં સ્ત્રી, પુરુષ રહેતા હોય, સ્ત્રી-પુરુષોના શૃંગારિક ચિત્રો દોરેલા હોય, લાકડાની કે પથ્થર આદિની સ્ત્રી-પુરુષની મૂર્તિઓ હોય, તેમના શૃંગારના સાધનો, વસ્ત્ર, આભૂષણ, ગંધ, માળા, અલંકાર વગેરે હોય, ભોજન, પાણીની સામગ્રી હોય, ગીત, નૃત્ય, નાટક વગેરે થતાં હોય અથવા વીણા, વાંસળી, મૃદંગ આદિ વાજિંત્રો વાગતા હોય, તે સાગારિક ઉપાશ્રય(સ્થાન) છે. સામાન્ય રીતે સાધુ-સાધ્વીને સાગારિક ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ છે. ગૃહસ્થોની દૈનિક પ્રવૃત્તિઓ જોઈને સાધુના મનમાં વિવિધ પ્રકારના રાગ-દ્વેષ, વિકાર આદિ ભાવોની ઉત્પત્તિની સંભાવના હોવાથી સાધુ-સાધ્વી ગૃહસ્થ યુક્ત સાગારિક સ્થાનમાં રહે નહીં. તેમ છતાં ક્યારેક નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ ન થાય ત્યારે સાધુ પુરુષયુક્ત સ્થાનમાં અને સાધ્વી સ્ત્રીયુક્ત સ્થાનમાં વિવેકપૂર્વક રહી શકે છે. સાધ્વીઓ પુરુષયુક્ત સ્થાનમાં કે પુરુષના કામવર્ધક ચિત્રો આદિ યુક્ત સ્થાનમાં રહે નહીં અને સાધુ સ્ત્રીયુક્ત સ્થાનમાં કે સ્ત્રીના નૃત્ય આદિ ચિત્રોથી યુક્ત સ્થાનમાં રહે નહીં. Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧ [ ૧૩૭] પ્રતિબદ્ધ સ્થાનો - ३० णो कप्पइ णिग्गंथाणं पडिबद्ध सेज्जाए वत्थए । ભાવાર્થ- સાધુઓને પ્રતિબદ્ધ સ્થાનમાં રહેવું કલ્પતું નથી. ३१ कप्पइ णिग्गंथीणं पडिबद्ध सेज्जाए वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને પ્રતિબદ્ધ સ્થાનમાં રહેવું કલ્પ છે. વિવેચન : ભાષ્યકારે પ્રતિબદ્ધ ઉપાશ્રય એટલે સાધુને રહેવાના સ્થાનનું સ્વરૂપ દ્રવ્ય અને ભાવથી સમજાવ્યું છેવિક :- પ્રતિબદ્ધ શયા-સ્થાન. તેના બે પ્રકાર છે. (૧) દ્રવ્યપ્રતિબદ્ધ સ્થાન (૨) ભાવપ્રતિબદ્ધ સ્થાન. (૧) જે સ્થાન અને ગૃહસ્થના ઘર વચ્ચે એક ભીંત હોય તે દ્રવ્યપ્રતિબદ્ધ સ્થાન છે. દ્રવ્ય પ્રતિબદ્ધ સ્થાનમાં સ્વાધ્યાય આદિના ધ્વનિથી ગૃહસ્થને અને ગૃહસ્થના કાર્યોના અવાજથી સાધુને સ્વાધ્યાયાદિમાં સ્કૂલના થાય છે આ રીતે પરસ્પર એક-બીજાના કાર્યોમાં વ્યાઘાત થાય છે. (૨) ભાવપ્રતિબદ્ધ ઉપાશ્રયના ચાર પ્રકાર છે– ૧. જ્યાં સ્ત્રીઓ અને સાધુઓને વડીનીત અને લઘુનીત માટે જવાનું સ્થાન એક હોય. ૨. જ્યાં સ્ત્રીઓ અને સાધુઓને બેસવાનું સ્થાન એક હોય. ૩. જ્યાંથી સહજ રીતે સ્ત્રીઓનું રૂપ દેખાતું હોય. ૪. જ્યાં બેસવાથી સ્ત્રીના વચનો સંભળાતા હોય વગેરે સ્થાન ભાવ પ્રતિબદ્ધ સ્થાન છે. ભાવપ્રતિબદ્ધ સ્થાન સંયમ અને બ્રહ્મચર્યના ભાવોમાં બાધક બને છે, તેથી સાધુ-સાધ્વીએ દ્રવ્ય કે ભાવપ્રતિબદ્ધ સ્થાનમાં રહેવું યોગ્ય નથી. સાધ્વી માટે સુત્રોક્ત આ વિધાન અપવાદ સ્વરૂપ છે કારણ કે સાધ્વીજીએ ગૃહસ્થની નિશ્રાયુક્ત સ્થાનમાં જ રહેવાનું હોય છે. ક્યારેક નિશ્રાયુક્ત અપ્રતિબદ્ધ સ્થાન ન મળે ત્યારે સાધ્વીજીએ પ્રતિબદ્ધ સ્થાનમાં અત્યંત વિવેકથી રહેવું જોઈએ. પ્રતિબદ્ધમાર્ગવાળા સ્થાનો - |३२ णो कप्पइ णिग्गंथाणं गाहाव-कुलस्स मज्झमझेणं गंतुं वत्थए । ભાવાર્થ- સાધુઓને પ્રતિબદ્ધ માર્ગવાળા-ગૃહસ્થના ઘરની મધ્યમાં થઈને જવા આવવાનો રસ્તો હોય તેવા સ્થાનમાં રહેવું કલ્પતું નથી. |३३ कप्पइ णिग्गंथीणं गाहावइ-कुलस्स मज्जमज्झेणं गंतुं वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને ગૃહસ્થના ઘરની મધ્યમાં થઈને આવવા-જવાનો રસ્તો હોય તેવા સ્થાનમાં રહેવું કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પ્રતિબદ્ધ માર્ગવાળા સ્થાનમાં રહેવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. ક્યારેક સાધુ-સાધ્વીને રહેવાનું સ્થાન અપ્રતિબદ્ધ હોય પરંતુ તેના ગમનાગમનનો માર્ગ ગૃહસ્થના માર્ગથી સંબંધિત હોય, ગૃહસ્થના ઘરમાંથી જવા-આવવાનો રસ્તો હોય, તો તે સ્થાન પ્રતિબદ્ધ માર્ગવાળું સ્થાન Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર કહેવાય છે. તેવા સ્થાનમાં સાધુને રહેવું કલ્પતું નથી. ગૃહસ્થના ઘરની વચ્ચેથી અવર-જવર કરતાં ગૃહસ્થના અનેક પ્રકારના કાર્યકલાપો ઉપર દૃષ્ટિ પડે અને સાધુઓનું ચિત્ત વિક્ષોભને પ્રાપ્ત થાય અથવા ઘરમાં રહેલી સ્ત્રીઓને ક્ષોભ થાય છે. સાધ્વીઓને પ્રતિબદ્ધ માર્ગવાળા સ્થાનમાં અનિવાર્ય સંયોગોમાં રહેવું પડે, તો વિવેકપૂર્વક રહી શકે છે. શ્રમણપણાનો સાર-ઉપશમભાવ:३४ भिक्खू य अहिगरणं कटु, तं अहिगरणं विओसवित्ता विओसवियपाहुडे, इच्छाए परो आढाएज्जा, इच्छाए परो णो आढाएज्जा । इच्छाए परो अब्भुढेज्जा, इच्छाए परो णो अब्भुट्टेज्जा । इच्छाए परो वंदेज्जा, इच्छाए परो णो वंदेज्जा। इच्छाए परो संभुंजेज्जा, इच्छाए परो णो संभुजेज्जा । इच्छाए परो संवसेज्जा, इच्छाए परो णो संवसेज्जा । इच्छाए परो उवसमेज्जा, इच्छाए परो णो उवसमेज्जा। जे उवसमइ तस्स अत्थि आराहणा, जे ण उवसमइ तस्स णत्थि आराहणा; तम्हा अप्पणा चेव उवसमियव्वं । से किमाहु ? भंते ! उवसमसारं सामण्णं । ભાવાર્થ :- સાધુને કોઈની સાથે કલહ થયો હોય તો ક્ષમાપના કરી શીવ્ર તે કલહને ઉપશાંત કરવો જોઈએ. જેની સાથે કલહ થયો હોય તેની ક્ષમાપના કરે ત્યારે તે સાધુ ઇચ્છા હોય તો આદર કરે, ઇચ્છા ન હોય તો આદર ન કરે; ઇચ્છા હોય તો સન્માન માટે ઊભા થાય, ઇચ્છા ન હોય તો ઊભા ન થાય, ઇચ્છા હોય તો વંદન કરે, ઇચ્છા ન હોય તો વંદન ન કરે; ઇચ્છા હોય તો તેની સાથે ભોજન કરે, ઇચ્છા ન હોય તો ન કરે, ઇચ્છા હોય તો તેની સાથે રહે, ઇચ્છા ન હોય તો રહે; ઇચ્છા હોય તો ઉપશાંત થાય, ઇચ્છા ન હોય તો ઉપશાંત ન થાય(તે તેની મરજી) પરંતુ જે ઉપશાંત થાય છે તેના સંયમની આરાધના થાય છે અને તે આરાધક બને છે. જે ઉપશાંત થતાં નથી તેના સંયમની આરાધના થતી નથી અને તે વિરાધક બને છે, તેથી સ્વયં પોતે ઉપશાંત થઈ જવું જોઈએ. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- ઉપશમ ભાવ એ જ સાધુ જીવનનો સાર છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે શ્રમણપણાના સારભૂત ઉપશમભાવ કેળવવાનો સંદેશ છે. સાધુ આત્મસાધના માટે સંયમ સ્વીકારી પ્રતિક્ષણ સ્વાધ્યાય, ધ્યાન આદિ સંયમ ક્રિયાઓમાં અપ્રમત્તભાવથી વિચરણ કરે છે, તો પણ ક્યારેક શરીર, આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા, સંસ્કારક વગેરે કોઈ પણ નિમિત્તથી છદ્મસ્થપણાના કારણે પરસ્પરમાં કલહ થવાની સંભાવના છે. કલહ ઉત્પન્ન થયા પછી પણ સંયમશીલ મુનિની અશાંત અવસ્થા વધારે સમય રહેતી નથી. તે તુરંત જાગૃતપણે આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ અને શાંત થઈ જાય છે. પ્રસ્તુત સૂત્રમાં એક વિશિષ્ટ સંભાવના બતાવી તેનું સમાધાન કર્યું છે કે ક્યારેક કોઈ સાધુ તીવ્ર કષાયના ઉદયમાં આવીને સામી વ્યક્તિ શાંત થાય તેમ છતાં પોતે ઉપશાંત થવા ન ઇચ્છે અને વંદનાદિ વ્યવહાર ન કરે તો ઉપશાંત થનાર સાધુએ વિચારવું જોઈએ કે ક્ષમાપના, શાંતિ, ઉપશાંતિ આત્મનિર્ભર છે, પરવશ નથી, સામી વ્યક્તિના વ્યવહારથી સ્વયં ફરીને અશાંત ન થાય, કારણ કે પૂર્ણ ઉપશાંત અને Page #211 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ [ ૧૩૯ ] કષાયરહિત થવામાં પોતાના સંયમની આરાધના છે અને ઉપશાંત ન થવામાં પોતાના સંયમની વિરાધના છે. ઉપશાંત ભાવ કેળવવો, તે જ શ્રમણપણાનો સાર છે. તેમાં સ્વ-પર બંનેને લાભ છે. વિહાર વિવેકઃ| ३५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा वासावासासु चारए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને વર્ષાઋતુમાં વિહાર કરવો કલ્પતો નથી. |३६ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને હેમંત અને ગ્રીષ્મઋતુમાં વિહાર કરવો કહ્યું છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે વર્ષાઋતુમાં એક સ્થાને સ્થિર રહેવાનું અને ગ્રીષ્મ કે હેમંત ઋતુમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરવાનું કથન છે. સાધુ-સાધ્વીના પ્રત્યેક આચાર-વિચારનું લક્ષ સ્વ-પર દયા અર્થાતુ અહિંસાધર્મની આરાધના છે. વર્ષાઋતુમાં ઘાસ, અંકુર, ક્ષુદ્ર જીવજંતુઓની ઉત્પત્તિ વિશેષ થાય છે, તે સમયે ગમનાગમન કરવાથી તે જીવોની વિરાધના થાય છે. નદી-નાળા પાણીથી ભરાઈ જાય, તો તેને પાર કરવામાં તકલીફ થાય છે, વિહારમાં અચાનક વરસાદ આવે, તો ઉપધિ ભીની થઈ જાય અને અપ્લાયિક જીવોની વિરાધના થાય છે. આ રીતે વર્ષાઋતુમાં વિહાર કરવાથી વિવિધ પ્રકારે વિરાધનાની સંભાવના હોવાથી સાધુ-સાધ્વીને વિહાર કરવાનો નિષેધ છે. એક સ્થાનમાં રહેવાથી સ્નેહ જન્ય અનેક દોષોની સંભાવના હોવાથી ચાતુર્માસ પછી આઠ મહિના સુધી સાધુ-સાધ્વીને વિચરણ કરવાનું કથન છે. વિચરણ કરવામાં સંયમની ઉન્નતિ, ધર્મપ્રભાવના, બ્રહ્મચર્ય સમાધિ અને સ્વાથ્ય લાભ થાય છે તથા જિનાજ્ઞાનું પાલન થાય છે. આ રીતે સાધુ-સાધ્વીએ આઠ માસમાં વિહાર કરવામાં કે ચાતુર્માસમાં એક સ્થાને રહેવામાં સંયમ ધર્મની આરાધના જ છે. વૈરાજ્ય કે વિરુદ્ધરાજ્યમાં ગમનાગમન:३७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा वेरज्ज-विरुद्धरजंसि सज्जंगमणं, सज्ज आगमणं सज्ज गमणागमणं करेत्तए । जो खलु णिग्गंथो वा णिग्गंथी वा वेरज्ज-विरुद्धरज्जंसि सज्जं गमणं सज्जं आगमणं सज्ज गमणागमणं करेइ, करेंतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ- સાધુ અને સાધ્વીઓને વૈરાજ્ય અને વિરોધી રાજ્યમાં વારંવાર જવું, વારંવાર આવવું, વારંવાર જવું-આવવું કલ્પતું નથી. જે સાધુ અથવા સાધ્વી વૈરાજ્ય અને વિરોધી રાજ્યમાં વારંવાર જાય છે, વારંવાર આવે છે. વારંવાર આવાગમન કરે છે, તેમ કરનારને અનુમોદના કરે છે. તે તીર્થકર અને રાજા બંનેની આજ્ઞાનું અતિક્રમણ કરે છે અને અનુઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને વૈરાજ્ય કે વિરુદ્ધરાજ્યમાં વારંવાર જવા-આવવાનો નિષેધ કર્યો છે. રષ :- વૈરાજ્ય. તેના અનેક અર્થ થાય છે- જે રાજ્યમાં રહેનાર લોકોમાં પરંપરાગત વેર ચાલતું હોય, જે બે રાજ્યો વચ્ચે વેર હોય, જ્યાંના રાજા અને પ્રજા બીજા રાજ્યના ગામ, નગર આદિને બાળતા હોય, જે રાજ્યના મંત્રી, સેનાપતિ આદિ પ્રધાન પુરુષ રાજાથી વિરક્ત હોય અને તેને પદય્યત કરવાના જયંત્રમાં જોડાયેલા હોય, જે રાજ્યના રાજા મરી ગયા હોય અથવા તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હોય તેવા અરાજકતાવાળા રાજ્યને વૈરાજ્ય કહે છે. વિરુi :- વિરુદ્ધરાજ્ય. જ્યાં બે રાજાઓના રાજ્યમાં પરસ્પર ગમનાગમનનો પ્રતિબંધ હોય, તેવા રાજ્યોને વિરુદ્ધરાજ્ય કહે છે. આ પ્રકારના વૈરાજ્ય અને વિરુદ્ધરાજ્યમાં સાધુ-સાધ્વીઓને વિચરવાનો અને કાર્ય માટે ગમનાગમનનો નિષેધ છે આવા રાજ્યોમાં વારંવાર ગમનાગમન કરવાથી અધિકારી લોકો સાધુને ચોર, ગુપ્તચર અથવા ષડયંત્રકારી માનીને પકડે; વધ કરે તેવી સંભાવના છે. તેવા વૈરાજ્ય અને વિરુદ્ધરાજ્યમાં ગમનાગમન કરનાર સાધુ તે રાજાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને જિનેશ્વરની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરે છે, તેથી તે ચાતુર્માસિક અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. નિયુક્તિકારે આ સુત્રના અપવાદ માર્ગરૂપે વિરુદ્ધ રાજ્યમાં જવાના વિશિષ્ટ કારણો અને જવાની પદ્ધતિનું વર્ણન કર્યું છે. વિરુદ્ધ રાજ્યમાં ગમનાગમનના વિશિષ્ટ કારણો :- કોઈ સાધુના માતા-પિતા દીક્ષા લેવા તૈયાર થયા હોય તો દીક્ષા આપવા માટે, ભક્તપાન પ્રત્યાખ્યાન(સમાધિમરણ)નો ઇચ્છુક સાધુ પોતાના ગુરુ અથવા ગીતાર્થની પાસે આલોચના માટે, રોગી સાધુની વૈયાવચ્ચ માટે, પોતાના પર ક્રોધિત સાધુને ઉપશાંત કરવા માટે, વિશેષ પ્રકારે શાસન પ્રભાવના માટે તથા તેવા પ્રકારના અન્ય કારણો ઉપસ્થિત થાય, ત્યારે રાજાની સ્વીકૃતિ લઈને સાધુ વિરુદ્ધરાજ્યમાં જઈ શકે છે. વિરુદ્ધ રાજ્યમાં ગમનાગમનની પદ્ધતિ :- ઉપરોક્ત વિશેષ કારણોથી આ પ્રકારના વૈરાજ્ય કે વિરુદ્ધરાજ્યમાં આવવું–જવું જરૂરી હોય, તો પહેલાં સીમાવર્તી ‘આરક્ષકને પૂછે કે અમે અમુક કાર્ય માટે આપના રાજ્યની અંદર જવા ઇચ્છીએ છીએ, તો જવાની સ્વીકૃતિ આપો. જો તે સ્વીકૃતિ આપવામાં પોતાની અસમર્થતા બતાવે તો ક્રમશઃ તે રાજ્યના નગરશેઠને, સેનાપતિને કે મંત્રીને સંદેશો મોકલી સ્વીકૃતિ મંગાવે. જો શેઠ આદિ સ્વીકૃતિ આપવામાં પોતાની અસમર્થતા પ્રગટ કરે તો રાજાને સંદેશો મોકલે કે અમે અમુક કારણ વિશેષ માટે આપના રાજ્યમાં પ્રવેશ કરવા ઇચ્છીએ છીએ. આપ અમોને આવવાની સ્વીકૃતિ આપો અને આરક્ષક માણસોને આજ્ઞા આપો કે તેઓ અમને રાજ્યમાં પ્રવેશ કરવા રજા આપે. આ રીતે પાછા ફરતા સમયે પણ ઉપર કહેલા ક્રમથી સ્વીકૃતિ લઈને પાછા ફરવું જોઈએ. સM-સુi:- સૂત્રમાં પ્રયુક્ત સન્ન શબ્દ જલદી-જલદી અર્થાતુ વારંવાર જવાના અર્થમાં છે. આ રીતે આજ્ઞા લઈને પણ વારંવાર જવાથી રાજા અથવા રાજકર્મચારી રોષ કરે અથવા શંકાશીલ થાય છે. આવા સમયે અનેક કાર્ય કરવા જરૂરી હોય તો પૂર્ણ વિચાર કરી એક જ વારમાં તે બધા કાર્યોને પૂર્ણ કરી લેવાનો વિવેક રાખવો જોઈએ. શક્ય હોય તો એ દિશા, રાજ્ય અથવા રાજધાનીમાં જવું જ ન જોઈએ તે ઉત્સર્ગમાર્ગ છે, અપવાદ માર્ગે જવું જણાય તો વારંવાર જવું ન જોઈએ. Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧ ૧૪૧ નિમંત્રિત વસ્ત્ર આદિનું ગ્રહણ ઃ ३८ णिग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्टं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवणिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय आयरियपायमूले ठवेत्ता दोच्चंपि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए । ભાવાર્થ:- સાધુ ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કરે, ત્યારે સાધુને જો કોઈ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પાદપ્રોંછનનું નિમંત્રણ કરે અર્થાત્ ગ્રહણ કરવા માટે કહે તો તેને સાકારકૃત-પાઢીયારા ગ્રહણ કરી, ઉપાશ્રયે આવીને આચાર્યોના ચરણોમાં રાખે, તે ગ્રહણ કરવાની આજ્ઞા આપે, તો બીજી વખત તેમની આજ્ઞા લઈને પોતાની પાસે રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. ३९ | णिग्गंथं च णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खतं समाणं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवणिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय आयरियपायमूले ठवेत्ता दोच्चं पि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए । ભાવાર્થ :સાધુ વિચારભૂમિ (મળ, મૂત્ર, વિસર્જન સ્થાન) અથવા વિહારભૂમિ (સ્વાધ્યાય ભૂમિ)માં જવા માટે બહાર નીકળ્યા હોય, ત્યારે જો કોઈ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પાદપ્રોંછન ગ્રહણ કરવા માટે કહે તો તે વસ્ત્રાદિને સાકારકૃત-પાઢીહારા ગ્રહણ કરી, ઉપાશ્રયે આવી આચાર્યના ચરણોમાં રાખે, તે ગ્રહણ કરવાની આજ્ઞા આપે, તો બીજી વખત તેમની આજ્ઞા લઈને પોતાની પાસે રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. ४० णिग्गंथिं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्टं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा, पायपुंछणेण वा उवणिमंतेज्जा कप्पर से सागरकडं गहाय पवत्तिणीपायमूले ठवेत्ता दोच्चं पि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए । ભાવાર્થ :- સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કરે ત્યારે કોઈ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પાદપ્રોંછન ગ્રહણ કરવા માટે કહે તો તેને સાકારકૃત(પાઢીયારા) ગ્રહણ કરી, ઉપાશ્રય આવીને પ્રવર્તિનીના ચરણોમાં રાખે, તે ગ્રહણ કરવાની આજ્ઞા આપે, તો બીજી વખત તેમની આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. ४१ णिग्गंथिं च णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खंति समाणि केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवणिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय पवित्तिणीपायमूले ठवेत्ता दोच्चपि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए । ભાવાર્થ:સાધ્વી વિચારભૂમિ અથવા સ્વાધ્યાયભૂમિમાં જવા માટે ઉપાશ્રયથી બહાર નીકળ્યા હોય, ત્યારે જો કોઈ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પ્રાદપ્રોંછન ગ્રહણ કરવા માટે કહે તો તેને સાકારકૃત Page #214 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ | શ્રી બૃહતક૯પ સૂત્ર પાઢીહારા ગ્રહણ કરી પ્રવર્તિનીના ચરણોમાં રાખે, તે ગ્રહણ કરવાની આજ્ઞા આપે તો બીજી વખત તેમની આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખી શકે છે અને ઉપયોગ કરી શકે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વી માટે વસ્ત્ર આદિ કોઈપણ ઉપકરણના ગ્રહણ સમયે ગુજ્ઞાની મહત્તા પ્રદર્શિત કરી છે. આચાર્યની આજ્ઞાપૂર્વક ગોચરીએ નીકળેલા સાધુ ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં જાય અને ઘરના માલિક તેને ભોજન, પાણી આપીને વસ્ત્ર, પાત્રાદિ લેવા માટે કહે અને સાધુને તેની આવશ્યકતા હોય તો ગૃહસ્થને કહે કે “જો અમારા આચાર્ય આજ્ઞા આપશે તો આ રાખશું અન્યથા તમારા આ વસ્ત્ર, પાત્રાદિ તમને પાછા આપી જઈશું', આ રીતે કહીને ગ્રહણ કરવાને સાકારવૃત ગ્રહણ કહેવાય છે. જો તે સાધુ સાકારવૃત ગ્રહણ ન કરે અને સ્વયં પોતાની મેળે જ ગ્રહણ કરી તેનો ઉપયોગ કરે તો તે વસ્તુ ગૃહસ્થ દ્વારા આપેલી હોવા છતાં ગુરુની આજ્ઞા ન હોવાથી ગુરુ અદત્તના કારણે તે ચોરીનો ભાગીદાર થાય છે અને પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. - સાધુ ઉપાશ્રયમાંથી જે વસ્તુ ગ્રહણ કરવાના પ્રયોજનથી ગુર્નાદિકોની આજ્ઞા લઈને નીકળ્યા હોય તે જ વસ્તુ ગ્રહણ કરી શકે છે. જો ગૃહસ્થ બીજી કોઈ પણ વસ્તુનું નિમંત્રણ કરે અર્થાત્ વહોરાવવાની ઇચ્છા પ્રદર્શિત કરે અને સાધુને તે વસ્તુની આવશ્યકતા હોય, તો આચાર્યાદિની સ્વીકૃતિના આગારથી લઈ શકે છે. જો વસ્ત્ર આદિ વહોરાવાની આજ્ઞા લઈને જ ગયા હોય તો સાકારકત લેવું આવશ્યક નથી. રાત્રે આહાર, વરસાદિ ગ્રહણ નિષેધ - ४२ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा राओ वा वियाले वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्तए । णण्णत्थ एगेणं पुव्वपडिलेहिएणं सेज्जा-संथारएणं । ભાવાર્થ :- સાધુઓને-સાધ્વીઓને રાત્રે અથવા વિકાલમાં(સંધ્યા સમયે) અશન, પાણી, મીઠાઈ અને મુખવાસ આદિ ચારે પ્રકારના આહાર લેવા કલ્પતા નથી, પરંતુ પૂર્વે(દિવસે) પ્રતિલેખન કરેલા શધ્યા સંસ્કારક ગ્રહણ કરવા કલ્પ છે. ४३ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा राओ वा वियाले वा वत्थं वा पडिग्गहं वा कम्बलं वा पायपुंछणं वा पडिग्गाहेत्तए । णण्णथ एगाए हरियाहडियाए, सा वि य परिभुत्ता वा धोया वा रत्ता वा घट्ठा वा मट्ठा वा संपघूमिया वा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીને રાત્રે અથવા વિકાલમાં–સંધ્યા સમયે અન્ય વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન લેવા કલ્પતા નથી. હતાહતિકાપોતાનું ચોરાયેલું વસ્ત્ર પાછું આપવા આવે, તો તે વસ્ત્ર લેવું કલ્પ છે. તે ચોરાયેલું વસ્ત્ર ચોરે વાપર્યું હોય, ધોયું હોય, રંગ્યું હોય, ઘસીને તેના ચિહ્નો કાઢી નાંખ્યા હોય, સુંવાળું કર્યું હોય કે તપાવ્યું હોય, તો પણ રાત્રિમાં તે લેવું કહ્યું છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧ ૧૪૩ વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને રાત્રે કોઈપણ વસ્તુ ગ્રહણ કરવાની બાબતનો વિવેક પ્રદર્શિત કર્યો છે. વિજ્ઞાન- દિવસનો અંત અને રાત્રિના પ્રારંભ વચ્ચેનો સંધિકાલ અર્થાત સંધ્યાસમય અથવા રાત્રિનો અંત અને દિવસના પ્રારંભ વચ્ચેનો સંધિકાલ અર્થાત્ ઉષાકાલને વિકાલ કહે છે. સામાન્ય રીતે અહિંસાના ઉપાસક સાધ-સાધ્વીને અશન આદિ ચારે પ્રકારનો આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રĒછન, શય્યા-સંસ્તારક આદિ કોઈ પણ વસ્તુ સૂર્યોદય પૂર્વે અને સૂર્યાસ્ત પછી તથા સંધ્યા સમયે ગ્રહણ કરવી કલ્પતી નથી. સંધ્યા સમયે કે રાત્રે ગોચરીને માટે ગમનાગમન કરવાથી ષટ્કાયિક-છકાયના જીવોની વિરાધના, સંયમની વિરાધના થાય છે અને સંયમની વિરાધનાથી આત્મવિરાધના થાય છે, તે સિવાય રાત્રે આવતા-જતા સાધુને કોઈ ચોર સમજી પકડી લે, ગૃહસ્થના ઘરે જવાથી ત્યાં અનેક પ્રકારની આશંકાઓ થઈ શકે ઇત્યાદિ કારણોથી રાત્રે ભોજન પાણી આદિ ગ્રહણ કરવા કલ્પતા નથી. ખળત્વ પોળ પુષકિોહિનું સેન્ગાસંબાળ- આ તેનું અપવાદ સૂત્ર છે. ક્યારેક સાધુ વિહાર કરતાં રસ્તો ભૂલી ગયા હોય, રસ્તો લાંબો નીકળ્યો હોય વગેરે કારણોથી સ્થવિરકલ્પી સાધુ સૂર્યાસ્ત પછી યથાયોગ્ય સ્થાને પહોંચે, તો તેને રહેવા માટે મકાન અને જીવરક્ષા આદિના કારણે પાટ, સંસ્તારક વગેરે રાત્રે કે વિકાલમાં ગ્રહણ કરવા જરૂરી બની જાય છે. સૂર્યાસ્ત પહેલા મકાન મળી ગયા પછી પણ ક્યારેક આવશ્યક પાટ ગૃહસ્થની દુકાન આદિથી, રાત્રે એક-બે કલાક પછી મળે તેવી સંભાવના હોય તો સાધુ તેની દુકાને જઈને પહેલાં તે પાટ આદિનું પ્રતિલેખન કરી લે, તો રાત્રે ગ્રહણ કરી શકાય છે. ગળત્ય Üાર્ હરિયાહડિયાપ્ :- હત + આહ્વતિા- હરણ કરાયેલી, ચોરોયેલી વસ્તુ પાછી ગ્રહણ કરવી. સામાન્ય રીતે સાધુ-સાધ્વીને સંધ્યા સમયે કે રાત્રે વસ્ત્રાદિ ગ્રહણ કરવાનો નિષેધ છે પરંતુ ગ્રામાનુજ્ઞામ વિહાર કરતાં હોય ત્યારે કોઈ ચોર આદિ સાધુ અથવા સાધ્વીના વસ્ત્ર આદિને ચીરીને લઈ જાય, થોડા સમય પછી લઈ જનારને સદ્ગુદ્ધિ આવે કે મારે સાધુ અથવા સાધ્વીના આ વસ્ત્ર આદિ ચોરી લેવા કે ઝૂંટવી લેવા ન જોઈએ અને તે સંધ્યા સમયે અથવા રાત્રિના સમયે સાધુના ચોરેલા વસ્ત્રાદિ પાછા આપવા આવે અથવા સાધુ જોઈ શકે તેવા યોગ્ય સ્થાને મૂકી જાય, તો તે વસ્ત્ર આદિને ગ્રહણ કરવા, તેને હૃતાકૃતિકા કહે છે. તે વસ્ત્ર આદિને સાધુ રાત્રે લઈ શકે છે. તે ‘“હૃતાહૃતિકા” વસ્ત્ર ચોર પાસે જેટલો સમય રહ્યા હોય, તે સમય દરમ્યાન ચોરે તેમાં કેટલાક ફેરફારો કર્યા હોય, સૂત્રકારે તત્સંબંધી પાંચ ક્રિયાઓ બતાવી છે– પભુત્ત્ત– તે વસ્ત્રને લઈ જનારે ઓઢવા આદિના ઉપયોગમાં લીધું હોય. પૌત– પાણીથી ધોયું હોય. વા– પાંચ પ્રકારના રંગમાંથી કોઈ રંગથી રંગ્યું હોય. ધૃષ્ટ– વસ્ત્ર આદિ પરના ચિન્હ, ઘસીને કાઢી નાખ્યા હોય. સૃષ્ટ– જાડા અથવા ખરબચડા કપડાં આદિને કોઈ દ્રવ્ય નાંખીને સુંવાળું બનાવ્યું હોય. સન્ત્રપૂમિત– સુંગધિત ધૂપ આદિથી સુવાસિત કર્યું હોય. ઉપરોક્ત પ્રક્રિયા કરીને ચોર વગેરે વસ્ત્રાદિ પાછા આપવા આવે, તો સાધુ અને સાધ્વી તેને ગ્રહણ કરી શકે છે. પોતાના ચોરાયેલા વસ્ત્ર સિવાયના નવા વસ્ત્ર, પાત્ર, પાદપ્રોંછન વગેરે સંધ્યાકાળે અથવા રાત્રે સાધુ-સાધ્વીને તે લેવા કલ્પતા નથી. Page #216 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ | શ્રી બૃહત્ક૯૫ સૂત્ર રાત્રે ગમનાગમનનો નિષેધ - ४४ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा राओ वा वियाले वा अद्धाणगमणं પત્તા | ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓને રાત્રે અથવા વિકાલમાં રસ્તા પર ગમન કરવું કલ્પતું નથી. ४५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा राओ वा वियाले वा संखडिं संखडिपडियाए एत्तए । ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓને રાત્રે અથવા વિકાલમાં સંખડી(જ્ઞાતિ ભોજન, જમણવાર)ને માટે, સંખડી સ્થળે(અન્યત્ર) જવું કલ્પતું નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે રાત્રિ વિહારનો નિષેધ છે. રાત્રિ સમયે ગમનાગમન કરવાથી માર્ગ પર જીવો દષ્ટિગોચર થતાં નથી, ઈર્યાસમિતિનું પાલન થતું નથી, ક્યારેક પગમાં કાંટા વાગે, ઠેસ વાગે, ખાડા-ટેકરાવાળા ઊંચા-નીચા રસ્તામાં પડી જવાય, સર્પ આદિ ઝેરી જીવો ડંખ મારે; વાઘ, દીપડા આદિ જંગલી જાનવરો તરાપ મારે; ચોર-લૂંટારા ઉપદ્રવ કરે ઇત્યાદિ અનેક પ્રકારે જીવ વિરાધના, સંયમ વિરાધના અને આત્મવિરાધનાની સંભાવના હોવાથી સાધુ-સાધ્વીને રાત્રિ વિહારનો સર્વથા નિષેધ છે. સામાન્ય રીતે સાધુને સંખડિ-મોટા જમણવારમાં ગોચરી માટે જવાનો નિષેધ છે. તેમ છતાં ક્યારેક ગામમાં મોટો જમણવાર હોય, આસપાસના ગ્રામવાસીઓ પણ ત્યાં જ જમવા આવવાના હોય, તે દિવસે અન્યત્ર ક્યાંય ભિક્ષા પ્રાપ્તિની સંભાવના ન હોય, તેવી પરિસ્થિતિમાં સાધુ, લોકોનો સમૂહ ભેગો થાય, તે પહેલાં મોટા જમણવારમાં જઈને વિવેકપૂર્વક આહાર ગ્રહણ કરી શકે છે, ક્યારેક આવા પ્રસંગે જમણવારમાં જલદી પહોંચવા માટે સુર્યોદય પૂર્વે નીકળવાનો સંકલ્પ કરે અને જાય, તો તેના માટે પ્રસ્તુત સુત્રમાં નિષેધ કર્યો છે. રાત્રે સ્થડિલ કે સ્વાધ્યાયભૂમિમાં એકલા જવાનો નિષેધ - ४६ णो कप्पइ णिग्गंथस्स एगाणियस्स राओ वा वियाले वा बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खमित्तए वा पविसित्तए वा । कप्पइ से अप्पबिइयस्स वा अप्पतइयस्स वा राओ वा वियाले वा बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खमित्तए वा पविसित्तए वा । ભાવાર્થ :- સાધુએ રાત્રે અથવા વિકાલમાં ઉપાશ્રયની બહાર સ્થડિલ- વિચારભૂમિ અથવા સ્વાધ્યાય ભૂમિમાં એકલા જવું-આવવું કલ્પતું નથી, તેણે પોતે બીજા કે પોતે ત્રીજા અર્થાતુ અન્ય એક અથવા બે સાધુઓએ સાથે લઈને (બે કે ત્રણ સાધુઓને સાથે મળીને) રાત્રે કે વિકાલમાં ઉપાશ્રયની બહાર થંડિલ ભૂમિ અથવા સ્વાધ્યાય ભૂમિમાં જવું-આવવું કહ્યું છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ ૧૪૫ ] ४७ णो कप्पइ णिग्गंथीए एगाणियाए राओ वा वियाले वा बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खमित्तए वा पविसित्तए वा । कप्पइ से अप्पबिइयाए वा अप्पतइयाए वा अप्पचउत्थीए वा राओ वा वियाले वा बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खमित्तए वा पविसित्तए वा । ભાવાર્થ :- સાધ્વીને રાત્રે અથવા વિકાલમાં ઉપાશ્રયની બહાર Úડિલ ભૂમિ અથવા સ્વાધ્યાય ભૂમિમાં એકલા આવવું-જવું કલ્પતું નથી, પોતે બીજા, પોતે ત્રીજા કે પોતે ચોથા અર્થાતુ અન્ય એક, બે અથવા ત્રણ સાધ્વીઓને સાથે લઈને એટલે બે, ત્રણ કે ચાર સાધ્વીઓએ સાથે મળીને રાત્રે અથવા વિકાસમાં ઉપાશ્રયની બહાર સ્પંડિલ ભૂમિ અથવા સ્વાધ્યાય ભૂમિમાં જવું-આવવું કલ્પ છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને રાત્રે સ્પંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં એકલા જવાનો નિષેધ કર્યો છે. ઉપાશ્રયની અંદર અને ઉપાશ્રયની બહાર સો હાથના ક્ષેત્રની ગણના ઉપાશ્રયની સીમામાં થાય છે, તેનાથી દૂરના ક્ષેત્રમાં જવા માટે સૂત્રમાં દયા શબ્દનો પ્રયોગ કર્યો છે. એકલા જવામાં અનેક વિપત્તિઓ અને આશંકાઓની સંભાવના રહે છે, જેમ કે– અત્યંત મોહના ઉદયથી અથવા સ્ત્રીના ઉપસર્ગથી પરાજિત થઈને એકલો સાધુ બ્રહ્મચર્યનું ખંડન કરી શકે છે. સર્પ આદિ ઝેરી જીવો ડંખ મારે, મૂછના કારણે ઠોક્કર લાગવાથી પડી જાય, ચોર ગ્રામરક્ષક આદિ પકડે, આદિ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં એકલા હોય તો મુશ્કેલી ઊભી થાય, તેથી ઉપાશ્રયની સીમાની બહાર રાત્રિમાં એકલા સાધુએ ઈંડિલભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં જવું ન જોઈએ. ઉપાશ્રયની સીમામાં જવાથી ઉક્ત દોષોની સંભાવના પ્રાયઃ રહેતી નથી. સામાન્ય રીતે સાધુને ઈર્યાસમિતિના પાલનપૂર્વક જ ગમન કરવાનું હોવાથી રાત્રે ઉપાશ્રયની બહાર જવાનો નિષેધ છે પરંતુ ક્યારેક સાધુઓની સંખ્યા વધારે હોય અને મકાન નાનું હોય અથવા ઉપાશ્રયમાં સ્વાધ્યાય થઈ શકે તેમ ન હોય તો રાત્રે સ્વાધ્યાય માટે અન્યત્ર જઈ શકાય છે, તે જ રીતે સ્થડિલભૂમિમાં પણ રાત્રે જઈ શકાય છે. અનિવાર્ય પરિસ્થિતિમાં રાત્રે બહાર જવું પડે, તો એકલા જવું યોગ્ય નથી. ભાષ્યકારે આ સૂત્રના અપવાદનું કથન કર્યું છે. ક્યારેક બે કે ત્રણ સાધુ હોય, એકાદ સાધુ બીમાર હોય, એક સાધુને સેવા માટે ઉપાશ્રયમાં રહેવું જરૂરી હોય, બે સાધુ સાથે બહાર જઈ શકે તેમ ન હોય ત્યારે અનિવાર્ય સંયોગમાં સાધુને ઉપાશ્રયની બહાર જવું પડે, તો બીજા સાધુને સૂચન કરીને સ્વયં સાવધાની પૂર્વક એકલા જઈ શકે છે પરંતુ સાધ્વીને કોઈ પણ પરિસ્થિતિમાં એકલા જવું કલ્પતું નથી. વિશિષ્ટ પરિસ્થિતિમાં કોઈ બહેનને સાથે લઈને જઈ શકે છે. આર્યક્ષેત્રમાં વિચરણ:४८ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पुरत्थिमेणं जाव अंगमगहाओ एत्तए, दक्खिणेणं जाव कोसम्बीओ एत्तए, पच्चत्थिमेणं जाव थूणाविसयाओ एत्तए, उत्तरेणं जाव कुणालाविसयाओ एत्तए । एयावयाव कप्पइ, एयावयाव Page #218 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર | आरिए खेत्ते । णो से कप्पइ एत्तो बहिं । तेण परं जत्थ णाण-दसण-चरित्ताई उस्सप्पंति- त्ति बेमि । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને પૂર્વદિશામાં અંગ દેશની ચંપાનગરી અને મગધ દેશની રાજગૃહી નગરી સુધી, દક્ષિણદિશામાં કૌશમ્બી નગર સુધી, પશ્ચિમદિશામાં પૂણા નગરી સુધી અને ઉત્તર દિશામાં કુણાલદેશની શ્રાવસ્તી નગરી સુધી જવું કહ્યું છે. આટલા જ આર્યદેશ છે, તેનાથી બહાર જવું કલ્પતું નથી. તદુપરાંત જ્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થતી હોય ત્યાં વિચરણ કરે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને આર્યક્ષેત્રમાં વિચરણ કરવાનું સૂચન કર્યું છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં ભરતક્ષેત્રના સાડા પચીસ આર્યદેશનું કથન છે. સાધુ-સાધ્વીને તે આર્યક્ષેત્રમાં વિચારવાનું વિધાન છે. પ્રસ્તુત સુત્રમાં તેની સીમા રૂપે-પૂર્વ દિશામાં અંગદેશની રાજધાની ચંપાનગરી અને મગધ દેશની રાજધાની રાજગૃહી નગરી સુધી, દક્ષિણદિશામાં – વત્સદેશની રાજધાની કૌશમ્બી નગરી સુધી, પશ્ચિમદિશામાં - સ્થણા નગરી સુધી અને ઉત્તરદિશામાં - કુણાલદેશની રાજધાની શ્રાવસ્તી નગરી સુધી જવાનું વિધાન છે. પ્રસ્તુત સૂત્રમાં પૂર્વ દિશા આદિમાં દેશના નામનું કથન છે અને દક્ષિણ દિશા આદિમાં નગરીના નામનું કથન છે. - સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ આર્યક્ષેત્રમાં હોય છે. આર્યક્ષેત્રના લોકો સાધ્વાચારથી પરિચિત હોવાથી સાધુને આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, શય્યા, સંસ્તારક આદિ ઉપધિ સરળ તાથી પ્રાપ્ત થઈ શકે છે. સંયમ ધર્મની સાધના સરળતાપૂર્વક થઈ શકે છે. તેથી સાધુ-સાધ્વીએ આર્યક્ષેત્રમાં વિચરણ કરવું જોઈએ. તેનું પરં ગલ્થ..... તેમ છતાં જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થતી હોય, તો સાધુ-સાધ્વી આર્ય ક્ષેત્રથી અન્યત્ર અર્થાત અનાર્ય ક્ષેત્રમાં વિચરણ કરી શકે છે. જેમ પ્રભુ મહાવીર સ્વામીએ વિશેષ કર્મનિર્જરાના લક્ષે અનાર્ય ક્ષેત્રમાં વિચરણ કર્યું હતું. સંક્ષેપમાં સાધુ-સાધ્વીએ પોતાની ક્ષમતાનો પૂર્ણપણે વિચાર કરીને સંયમ સમાચારીને લક્ષમાં રાખીને વિચરણ કરવું જોઈએ. છે ઉદ્દેશક-૧ સંપૂર્ણ Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના | ૧૪૭] ઉદ્દેશક-ર પ્રાકક્શન BROPORODROOR * આ ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીને રહેવા યોગ્ય સ્થાન તથા શય્યાતરપિંડની ગ્રાહાતા-અગ્રાહ્યતાનું વિવિધ વિકલ્પોથી વિસ્તૃત વર્ણન છે અને અંતે સાધુ-સાધ્વીને કલ્પનીય વસ્ત્ર અને રજોહરણનું કથન છે. * જે મકાનમાં ધાન્ય વેરાયેલું હોય તેમાં સાધુ-સાધ્વીએ રહેવું કલ્પતું નથી. ધાન્યના વ્યવસ્થિત ઢગલા હોય તો ત્યાં માસકલ્પ રહી શકે છે અને ધાન્ય ડબ્બામાં ભરેલું હોય, તે ડબ્બા સીલબંધ હોય કે કોથળામાં ભરેલું હોય અને જ્યાં ગમનાગમનમાં જીવ વિરાધનાની સંભાવના ન હોય, ત્યાં ચાતુર્માસ રહી શકે છે. * જે મકાનમાં દારૂના ઘડા અથવા અચિત્ત ઠંડા અથવા ઉષ્ણ પાણીના ઘડા ભરેલા હોય, અગ્નિ દીપક આખી રાત બળતા હોય, તો ત્યાં સાધુ-સાધ્વીએ રહેવું ન જોઈએ, અન્ય મકાનના અભાવમાં એક અથવા બે રાત્રિ રહી શકાય છે. * જે મકાનમાં ખાધ પદાર્થના વાસણો વેર-વિખેર પડ્યા હોય ત્યાં રહેવું ન જોઈએ, તે ખાદ્ય પદાર્થો વ્યવસ્થિત રાખેલા હોય તો માસકલ્પ અને તે પદાર્થો સીલબંધ હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. * ધર્મશાળા અને અસુરક્ષિત સ્થાનોમાં સાધ્વીઓએ રહેવું ન જોઈએ. અન્ય સ્થાનના અભાવે સાધુ ત્યાં રહી શકે છે. * જે શયા-સ્થાનના અનેક સ્વામી હોય તો, એકની આજ્ઞા લઈને તેને શય્યાતર તરીકે સ્થાપિત કરીને અન્યના ઘરેથી આહારાદિ ગ્રહણ કરી શકાય છે. * શય્યાતરનો આહાર શય્યાતરની માલિકીનો હોય કે અન્યને આપી દેવાથી શય્યાતરની માલિકીનો ન હોય તો પણ શય્યાતરના ઘરમાં લેવો કલ્પતો નથી. શય્યાતરનો આહાર શય્યાતરના ઘરની બહાર શય્યાતરની માલિકીનો હોય તો લેવો કલ્પતો નથી અને શય્યાતરના ઘરની બહાર અન્યને આપી દેવાથી અન્યની માલિકીનો થઈ જાય તો તે આહાર અન્ય ગૃહસ્થ પાસેથી લેવા કહ્યું છે. * સાધુ-સાધ્વી શય્યાતરનો આહાર અન્યને અપાવે અને તેના આહાર સાથે મિશ્રિત કરાવે અર્થાત્ અન્યના ઘેર મૂકાવે તો તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. * શય્યાતરને ત્યાં બીજાનો આવેલો-આહતિકા આહાર આદિ શય્યાતર સ્વીકારે તે પહેલા લઈ શકાય છે અને શય્યાતરે બીજાને ત્યાં મોકલેલો-નિહતિકા આહાર બીજા સ્વીકારી લે, શય્યાતરની માલિકી છૂટી જાય ત્યાર પછી લઈ શકાય છે. * અનેક વ્યક્તિની સંયુક્ત માલિકીવાળા આહારાદિમાંથી શય્યાતરની માલિકીનો અંશ(ભાગ) સંપૂર્ણ જુદો થઈ ગયા પછી વધેલા આહારમાંથી ગ્રહણ કરવા કહ્યું છે પરંતુ શય્યાતરનો અંશ-ભાગ પણ સંપૂર્ણપણે જુદો થયો ન હોય તો તેમાંથી ગ્રહણ કરવો કલ્પતો નથી. * શય્યાદાતાના પૂજ્ય પુરુષોને સર્વથા અર્પણ કરેલા આહારમાંથી ગ્રહણ કરવા કહ્યું છે પરંતુ તે આહાર “પ્રાતિહારિક દેવાયેલો હોય તો તેમાંથી લેવું કલ્પતું નથી તથા તે આહાર શય્યાદાતાના અથવા તેના પારિવારિક સદસ્યોના હાથથી પણ લેવો કલ્પતો નથી. * સાધુ-સાધ્વીઓ પાંચ પ્રકારના વસ્ત્ર અને પાંચ પ્રકારના રજોહરણમાંથી કોઈપણ જાતના વસ્ત્ર, રજોહરણ ગ્રહણ કરી શકે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક-ર //////////////////. ધાન્યયુક્ત ઉપાશ્રય : १ | उवस्सयस्य अंतो वगडाए सालीणि वा वीहीणि वा मुग्गाणि वा मासाणि वा तिलाणि वा कुलत्थाणि वा गोधूमाणि वा जवाणि वा जवजवाणि वा उक्खित्ताणि वा विक्खित्ताणि वा विइकिण्णाणि वा, विप्पकिण्णाणि वा णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहालंदमवि वत्थए । ભાવાર્થ:ઉપાશ્રયની અંદરના ભાગમાં ચોખા, કમોદ, મગ, અડદ, તલ, કળથી ઘઉં, જવ, જુવાર, વગેરે ધાન્ય અવ્યવસ્થિતપણે પડ્યા હોય, ચારે બાજુ વેર-વિખેર પડયા હોય, જ્યાં ત્યાં વેરાયેલા કે વિખરાયેલા હોય તો સાધુ-સાધ્વીઓને ત્યાં યથાલન્દકાલ-અલ્પકાલ માટે પણ રહેવું કલ્પતું નથી. २ | अह पुण एवं जाणेज्जा - णो उक्खित्ताइं, णो विक्खत्ताइं, णो विइकिण्णाई, णो विप्पकिण्णाई, रासिकडाणि वा पुंजकडाणि वा भित्तिकडाणि वा कुलियाकडाणि वा लंछियाणि वा मुद्दियाणि वा पिहियाणि वा, कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा हेमंत - गिम्हासु वत्थए । ભાવાર્થ :- જો તે જાણે કે ઉપાશ્રયમાં ચોખા યાવત્ જુવાર વગેરે ધાન્ય અવ્યવસ્થિત નથી, ચારે બાજુ વેર-વિખેર નથી, જ્યાં ત્યાં વેરાયેલા કે વિખરાયેલા પડયા નથી પરંતુ તે ધાન્ય રાશિકૃત-ગોળ ઢગલા કરીને, પુંજીકૃત-લાંબા ઢગલા કરીને, ભિત્તિકૃત-ભીંતના સહારે ભેગું કરીને, કુલિકાકૃત-માટીના ચોરસ કે ગોળ કુંડા જેવા પાત્રમાં ભરીને, લાંછિત-તે પાત્રને ઉપરથી રાખ આદિ લગાવીને છાંદી દીધું હોય અર્થાત્ બંધ કર્યું હોય, મુદ્રિત-ગોબર આદિથી લીંપ્યું હોય, પિહિત-વાંસની થાળી અથવા વસ્ત્ર આદિથી ઢાંક્યું હોય અર્થાત્ ધાન્ય વ્યવસ્થિત રીતે રાખેલું હોય, તેવા સ્થાનમાં સાધુ કે સાધ્વીને હેમંત અને ગીષ્મૠતુમાં રહેવું કલ્પે છે. ३ अह पुण एवं जाणेज्जा - णो रासिकडाई णो पुंजकडाई णो भित्तिकडाई णो कुलियाकडाई, कोट्ठोउत्ताणि वा पल्लाउत्ताणि वा मंचाउत्ताणि वा मालाउत्ताणि वा ओलित्ताणि वा विलित्ताणि वा पिहियाणि वा लंछियाणि वा मुद्दियाणि वा, कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा वासावासं वत्थए । ભાવાર્થ:- જો તે જાણે કે ઉપાશ્રયની અંદર ચોખા યાવત્ જુવાર આદિ ધાન્ય રાશીકૃત, પુંજીકૃત, ભિત્તિકૃત કે કુલિકાકૃત નથી પરંતુ કોઠામાં અથવા પલ્પમાં ભરેલા છે, માંચડા ઉપર કે મેડા ઉપર સુરક્ષિત છે, તેના પાત્રોને માટી અથવા છાણથી લીંપેલા છે, ઢાંકેલા છે, ચિન્દ્રિત કે મુદ્રિત કરેલા છે, તો તે સ્થાનમાં સાધુ કે સાધ્વીને વર્ષાવાસમાં રહેવું કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં ધાન્ય રાખેલા મકાનોમાં રહેવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સૂત્રકારે મકાનની ત્રણ સ્થિતિનું કથન કર્યું છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૨ [ ૧૪૯ ] (૧) આખા મકાનમાં સર્વત્ર ધાન્ય વેરાયેલું હોય, તે મકાન સંપૂર્ણ રીતે અકલ્પનીય છે. (૨) જે મકાનમાં ધાન્ય વ્યવસ્થિત રીતે એકબાજુ ઢગલા કરીને રાખેલું હોય, ગમનાગમનમાં વિરાધનાની સંભાવના ન હોય, તેવા સ્થાનમાં હેમંત અથવા ગીષ્મઋતુમાં રહી શકાય છે. (૩) જે મકાનમાં ધાન્ય કોઠી આદિમાં ભરીને પેક કરીને વ્યવસ્થિત રાખ્યું હોય, ત્યાં ચાતુર્માસ કરી શકાય છે. સંક્ષેપમાં જે સ્થાન નિર્દોષ અને પવિત્ર હોય, સાધુને ઈર્ષા સમિતિનું પાલન યથાર્થ રીતે થઈ શકે તેમ હોય, સાધુના દર્શન આદિને માટે આવતાં-જતાં લોકો દ્વારા પણ જીવવિરાધનાની સંભાવના ન હોય, તેવા સ્થાનમાં સાધુ રહી શકે છે. યથાલંદ કાલ – तिविहं य अहालंदं, जहण्णयं मज्झिमं च उक्कोसं । ૩૬૪ત્ત જ નહિ , પણ પુખ હોઃ ૩ોd I –બૃહદ્ ભાષ્ય – ૩૩૦૩ ભાષ્યકારે યથાલંદકાલના ત્રણ પ્રકાર કહ્યા છે – જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. ભીનાહાથની રેખા સુકાવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયને જઘન્ય યથાલંદકાળ કહે છે. પાંચ દિવસ-રાતને ઉત્કૃષ્ટ યથાલંદકાળ કહે છે અને આ બંનેની વચ્ચેના કાળને મધ્યમ યથાલંદકાળ કહે છે. જે સ્થાનમાં ધાન્ય વેરાયેલું હોય ત્યાં સાધુને જઘન્ય યથાલંદકાળ પણ રહેવું કલ્પતું નથી, કારણ કે તે સ્થાનમાં ગમનાગમન કરતાં સચિત્ત બીજોની વિરાધના થાય છે અને ધાન્ય પર ચાલતા ક્યારેક લપસી પડવાથી આત્મવિરાધના પણ થાય છે, તેથી સાધુ-સાધ્વીઓએ ત્યાં અલ્પકાળ પણ રહેવું ન જોઈએ. માદક દ્રવ્યયુક્ત સ્થાન :| ४ उवस्सयस्स अंतो वगडाए सुरा-वियड कुभ्भे वा सोवीर-वियड-कुम्भे वा उवणिक्खित्ते सिया, णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहालंदमवि वत्थए । हुरत्था य उवस्सयं पडिलेहमाणे णो लभेज्जा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- જે સ્થાનની અંદર દારૂ અને સૌવીરથી ભરેલા ઘડા હોય, તે સ્થાનમાં સાધુ-સાધ્વીઓને યથાલંદકાલ-અલ્પકાલ પણ રહેવું કલ્પતું નથી. ગવેષણા કરવાં છતાં રહેવા માટે અન્ય સ્થાન ન મળે તો ઉક્ત સ્થાનમાં એક કે બે રાત રહેવું કહ્યું છે, એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. તેવા સ્થાનમાં જો સાધુ એક કે બે રાતથી વધારે રહે, તો તે સાધુ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને દારૂ સંગ્રહિત સ્થાનમાં રહેવાનો નિષેધ કર્યો છે. સુર- ચોખા આદિના લોટમાંથી જે દારૂ બનાવવામાં આવે છે, તે સુરા કહેવાય છે અને નિર- દ્રાક્ષ, ખજૂર આદિમાંથી જે દારૂ બનાવવામાં આવે, તે સૌવીર કહેવાય છે. ઉપલક્ષણથી કોઈપણ પ્રકારના દારૂ ભરેલા ઘડા જે સ્થાનમાં હોય, તેવા સ્થાનમાં સાધુ-સાધ્વીએ યથાલંદકાળ પણ રહેવું ન જોઈએ. જો રહે તો Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] શ્રી બૃહક૯પ સૂત્ર તે લઘુચૌમાસી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે કારણ કે તેવા સ્થાનમાં રહેવાથી સાધુને દારૂ પીવાની ઇચ્છા થાય, દારૂ પીએ તો તેમાં અનેક દોષોની સંભાવના છે તેમજ ત્યાં રહેવાથી લોકોના માનસમાં સાધુ માટે શંકા ઉત્પન્ન થાય છે. અન્ય સ્થાન ન મળે તો એક કે બે રાત્રિ ત્યાં રહી શકે છે. આ અપવાદયુક્ત વિધાન ગીતાર્થો માટે છે અથવા ગીતાર્થના નેતૃત્વમાં અગીતાર્થ સાધુઓ રહી શકે છે. બે રાતથી વધારે રહેવાથી સુત્રોક્ત મર્યાદાનું ઉલ્લંઘન થાય છે અને તેથી દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. પાણી ભરેલા ઘટ્યુક્ત સ્થાન :| ५ उवस्सयस्स अंतो वगडाए सीओदग-वियडकुंभे वा उसिणोदग-वियडकुंभे वा उवणिक्खित्ते सिया, णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहालंदमवि वत्थए । हुरत्था य उवस्सय पडिलेहमाणे णो लभेज्जा, एवं से कप्पइ एगराय वा दुराय वा वत्थए । णो से कप्पइ पर एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ, से संतरा छए वा परिहारे वा । ભાવાર્થ :- જે સ્થાનની અંદર અચિત્ત ઠંડા પાણી અથવા ગરમ પાણીના ઘડા ભરીને રાખ્યા હોય, તે સ્થાનમાં સાધુ-સાધ્વીઓને અલ્પકાળ પણ રહેવું કલ્પતું નથી. ગવેષણા કરવા છતાં પણ અન્ય સ્થાન ન મળે તો ઉક્ત સ્થાનમાં એક કે બે રાત્રિ રહેવું કહ્યું છે, એક કે બે રાત્રિથી વધારે રહેવું કલ્પતું નથી. જો સાધુ ત્યાં એક અથવા બે રાતથી વધુ રહે છે, તો તે દીક્ષા છેદ અથવા કપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન:સીરિયડને ઉકાળીને ઠારેલા અથવા ક્ષાર આદિ પદાર્થોના મિશ્રણથી અચિત્ત થયેલા ઠંડા પાણીથી ભરેલા ઘડાને “શીતોદકવિકૃતકુંભ” કહે છે અને પ્રાસુક ગરમ પાણીથી ભરેલા ઘડાને “ઉષ્ણોદકવિકૃતકુંભ” કહે છે. જે સ્થાનમાં પ્રાસુક ગરમ કે ઠંડા પાણીથી ભરેલા ઘડા હોય, તે સ્થાનમાં સાધુ અને સાધ્વીઓને યથાલંદકાળ પણ રહેવું કલ્પતું નથી. પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત પાણીનું કથન ન કરતાં અચિત્ત પાણીનું કથન છે, તેનું તાત્પર્ય એ છે કે સાધુઓ અચિત્ત પાણીનો સહજ ઉપયોગ કરે છે. અચિત્ત પાણી યુક્ત સ્થાનમાં રહેવાથી કોઈ સાધુને રાત્રે તરસ લાગે અને તે સ્થાનમાં અચિત્ત પાણી હોય, તો તેને તે પાણી પીવાનું મન થઈ જાય અથવા કોઈ પાણી પીએ, તો તેનું રાત્રિભોજન વેરમણ વ્રત ખંડિત થાય, સાધુ રાત્રે પાણી પીતા હશે તેવી કોઈ ગૃહસ્થને શંકા થાય માટે તેવા શંકાયુક્ત સ્થાનોમાં રહેવાનો નિષેધ છે. અગ્નિયુક્ત સ્થાન :| ६ उवस्सयस्स अंतो वगडाए सव्वराइए जोई झियाएज्जा, णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहालंदमवि वत्थए । हुरत्था य उवस्सयं पडिलेहमाणे णो लभेज्जा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ, से संतरा छेए वा परिहारे वा । Page #223 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૨ [ ૧૫૧ ] ભાવાર્થ :- ઉપાશ્રયની અંદર આખી રાત અગ્નિ પ્રજવલિત રહેતી હોય, તે સ્થાનમાં સાધુ-સાધ્વીઓને અલ્પકાલ પણ રહેવું કલ્પતું નથી. ક્યારેક ગવેષણા કરવા છતાં રહેવા યોગ્ય અન્ય સ્થાન ન મળે તો ઉક્ત સ્થાનમાં એક કે બે રાત્રિ રહેવું કલ્પ છે, એક કે બે રાત્રિથી વધારે રહેવું કલ્પતું નથી. જે સાધુ એક કે બે રાત્રિથી વધારે રહે તે દીક્ષા છેદ અથવા પરિવાર પરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. | ७ उवस्सयस्स अंतो वगडाए सव्वराईए पईवे दिप्पेज्जा, णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहालंदमवि वत्थए । हुरत्था य उवस्सयं पडिलेहमाणे णो लभेज्जा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- જે સ્થાનની અંદર આખી રાત દીવા જલતા હોય તેવા સ્થાનમાં સાધુ-સાધ્વીઓને અલ્પકાળ પણ રહેવું કલ્પતું નથી. ગવેષણા કરવા છતાં રહેવા માટે અન્ય સ્થાન ન મળે તો ઉક્ત સ્થાનમાં એક કે બે રાત્રિ રહેવું કહ્યું છે, એક કે બે રાત્રિથી વધારે રહેવું કલ્પતું નથી. જે સાધુ એક કે બે રાત્રિથી વધારે સમય રહે તે દીક્ષા છેદ અથવા કપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને અગ્નિયુક્ત સ્થાનમાં રહેવાનો નિષેધ છે. આખી રાત અથવા દિવસ-રાત અગ્નિ પ્રજ્વલિત રહે તેવા કુંભારશાળા, લુહારશાળા આદિ સ્થાનોમાં સાધુએ રહેવું કલ્પતું નથી. જો રહેવાના સ્થાનમાં અને ગમનાગમનના માર્ગમાં અગ્નિ પ્રજ્વલિત ન હોય, અન્યત્ર ફળિયાદિમાં હોય, તો ત્યાં રહેવું કહ્યું છે. અગ્નિ અથવા દીપક યુક્ત સ્થાનમાં રહેવાના દોષ - અગ્નિ અથવા દીપકની નજીકથી ગમનાગમન કરતાં અગ્નિકાયના જીવોની વિરાધના થાય, હવાના કારણે અગ્નિમાંથી તણખા ઉડીને ઉપકરણાદિ ઉપર પડે, તો તે બળી જાય, દીપકાદિ ઉપર ત્રસ જીવો પડે તે વિરાધના થાય, ઠંડી દૂર કરવાનો સંકલ્પ વિચાર થાય, વગેરે દોષોની સંભાવનાના કારણે અગ્નિયુક્ત સ્થાનમાં રહેવાનો સાધુ માટે નિષેધ છે. આચા. શ્રુ.૨, અ-૨, ઉ–૩, સૂત્ર–પમાં અગ્નિયુક્ત સ્થાનમાં રહેવાનો નિષેધ છે અને નિશીથ સૂત્ર ઉ. ૧૬માં તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. ખાધ પદાર્થ યુક્ત સ્થાન :|८ उवस्सयस्स अंतो वगडाए पिंडए वा लोयए वा खीरे वा दहि वा णवणीए वा सप्पि वा तेल्ले वा फाणियं वा पूर्व वा सक्कुली वा सिहरिणी वा उक्खित्ताणि वा विक्खित्ताणि वा विइकिण्णाणि वा विप्पकिण्णाणि वा णो कप्पइ णिग्गंथाण वाणिग्गंथीण वा अहालंदमवि वत्थए । ભાવાર્થ :- જે સ્થાનની અંદર મોદકાદિ મિષ્ટાન્ન, માવો, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, પૂરી, માલપુઆ અને શ્રીખંડ વગેરે ખાદ્ય પદાર્થો ભરેલા વાસણો અવ્યવસ્થિપણે પડ્યા હોય, છૂટા છવાયા પડ્યા હોય, ચાલવાના રસ્તામાં વિખરાયેલા હોય, વિશેષ પ્રકારે વેરવિખેર પડ્યા હોય ત્યાં અલ્પકાલ પણ રહેવું કલ્પતું નથી. Page #224 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર | ९ अह पुण एवं जाणेज्जा-णो उक्खित्ताई णो विक्खित्ताई णो विइकिण्णाई णो विप्पइकिणाई रासिकडाणि वा पुजंकडाणि वा भित्तिकडाणि वा कुलियाकडाणि वा लछियाणि वा मुद्दियाणि वा पिहियाणि वा कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा हेमंत-गिम्हासु वत्थए । ભાવાર્થ :- જો તે જાણે કે તે મિષ્ટાન્નાદિ ખાદ્ય પદાર્થ ભરેલા વાસણો અવ્યવસ્થિતપણે નથી, છૂટા-છવાયા પડ્યા નથી, ચાલવાના રસ્તામાં વિખરાયેલા નથી, વિશેષ રીતે વેર-વિખેર નથી, પરંતુ રાશિકૃત-ગોળાકાર ઢગલારૂપે રાખ્યા છે, પંજીકૃત-લાંબા ઊંચા ઢગલારૂપે રાખ્યા છે, ભિત્તિકૃત-ભીંતને સહારે ગોઠવેલા છે, લિકાકત-માટીના બનાવેલા ગોળ અથવા ચોરસપાત્રમાં રાખેલા છે, ખાદ્ય પદાર્થોને એકઠા કરીને રાખ આદિથી ઢાંકીને છાણ આદિથી લીંપીને તથા વાંસની બનેલી ચટ્ટાઈ, ટોપલી અથવા થાળી, વસ્ત્ર આદિથી ઢાંકીને રાખ્યા છે, તો સાધુ-સાધ્વીઓને ત્યાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં રહેવું કહ્યું છે. १० अह पूण एवं जाणेज्जा-णो रासिकडाणि वा जाव णो कुलियाकडाणि वा कोट्ठाउत्ताणि वा पल्लाउत्ताणि वा मंचाउत्ताणि वा मालाउत्ताणि वा कुंभिउत्ताणि वा करभि उत्ताणि वा ओलित्ताणि वा विलित्ताणि वा पिहियाणि वा लछियाणि वा मुद्दियाणि वा कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा वासावासं वत्थए । ભાવાર્થ-જો તે જાણે કે તે મિષ્ટાન્નાદિ ખાદ્ય પદાર્થો ભરેલા વાસણો રાશીકત યાવત કલિકાકત નથી. પરંતુ કોઠારમાં ભર્યા છે, પલ્ય(ટોપલા, ડબા)માં ભર્યા છે, માંચડા પર, મેડા પર સુરક્ષિત છે, કોઠીમાં, ઘડામાં ભર્યા છે, માટી કે છાણથી મુખદ્વાર લિપ્ત છે, રાખથી રેખા કરી છે, ઢાંકેલા છે, મહોર મારેલા છે, મુદ્રિત કર્યા છે, તો ત્યાં વર્ષાવાસ રહેવું કલ્પ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ખાદ્ય પદાર્થયુક્ત મકાનમાં રહેવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. જો ખાદ્ય પદાર્થ વાસણ આદિમાં ભર્યા હોય અને તે વાસણો ચારે બાજુ અવ્યવસ્થિત પડ્યા હોય, તેવા સ્થાનમાં સાધુ-સાધ્વીને રહેવાનો નિષેધ છે. ખાધ પદાર્થયક્ત ઉપાશ્રયમાં રહેવાથી લાગતા દોષ - ખાદ્ય પદાર્થવાળા મકાનમાં કીડીઓની ઉત્પત્તિ વધારે હોય છે, ઊંદર, બિલાડી વગેરે પણ ફરતા રહે છે, અસાવધાનીના કારણે પશુ-પક્ષી આવીને તે ખાદ્ય પદાર્થ ખાવા લાગે અને તેને ખાતાં રોકવામાં અને દૂર કરવામાં અંતરાય દોષ લાગે અને દૂર ન કરે તો મકાનમાલિક ગુસ્સે થાય અથવા સાધુએ જ ખાધું હશે તેવી શંકા થાય છે, કોઈ ભૂખ્યા અથવા રસલોલુપી સાધુનું મન ખાવા માટે ચલિત થાય અને ખાય તો અદત્ત દોષ લાગે છે. ખાદ્ય પદાર્થો જોઈને કોઈ ભિખારી, યાચક આદિ ખાદ્ય પદાર્થો માંગે અને સાધુ ના પાડે તો અંતરાય દોષ લાગે, તેમ જ તે ખાદ્ય પદાર્થો પોતાની માલિકીના ન હોવાથી સાધુ કોઈને આપી શકતા નથી, ખાદ્ય પદાર્થોની સુગંધ અથવા દુર્ગધથી અનેક શુભાશુભ સંકલ્પ થાય છે, જે કર્મબંધનું કારણ બને છે આ રીતે અનેક દોષોની સંભાવનાથી સાધુ-સાધ્વી તેવા સ્થાનમાં રહે નહીં. ધર્મશાળા આદિ સ્થાન :|११ णो कप्पइ णिग्गंथीणं अहे आगमणगिहंसि वा वियडगिहंसि वा वंसीमूलंसि Page #225 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૨, | ૧૫૩ ] वा रुक्खमूलंसि वा अब्भावगासियंसि वा वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને ધર્મશાળામાં, ચારેબાજુથી ખુલ્લા મકાનમાં અર્થાત્ છાપરાની નીચે, વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષની નીચે અથવા વૃક્ષની ડાળીઓની ભીંત બનાવી હોય તેવા મકાનમાં તથા આકાશની નીચે અર્થાત્ જેનો અધિકાંશ ભાગ ખુલ્લો હોય તેવા સ્થાનમાં રહેવું કલ્પતું નથી. १२ कप्पइ णिग्गंथाणं अहे आगमणगिहसि वा वियडगिहंसि वा वंसीमूलंसि वा रुक्खमूलंसि वा अब्भावगासियंसि वा वत्थए । ભાવાર્થ :- સાધુઓને ધર્મશાળામાં, ચારેબાજુથી ખુલ્લા મકાનમાં અર્થાત્ છાપરાની નીચે, વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષની નીચે તથા આકાશની નીચે અર્થાત્ અધિકાંશ ભાગ ખુલ્લો હોય તેવા સ્થાનમાં રહેવું કલ્પ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને રહેવા કે ન રહેવા યોગ્ય સ્થાનોનું કથન છે. ૧. મામજિલિ :- આગમનઘર- જ્યાં મુસાફરોનું સતત આવાગમન હોય તેવા સ્થાન અર્થાત્ સભાગૃહ, ધર્મશાળા, આરામગૃહ, આદિ સ્થાનને આગમનગૃહ કહે છે. ૨. વિયાતિ - વિવૃતગૃહ- ઉપરથી ઢાંકેલા અને બે, ત્રણ અથવા ચારેબાજુથી ખુલ્લા સ્થાનને વિવૃતગૃહ કહે છે. ૩. વલભૂતિ :- વંશીમૂલ- વાંસની ચટ્ટાઈ આદિથી ઉપર ઢાંકેલુ અને આગળથી ખુલ્લું હોય, તેવા ઓસરી આદિને વંશીમૂલ કહે છે અથવા ચારે તરફ વાંસની જાળીથી યુક્ત સ્થાનને વંશીમૂલ કહે છે. ૪. ઉમૂનંતિઃ - વૃક્ષમૂળ- વૃક્ષના નીચેના ભાગને વૃક્ષમૂળ કહે છે. ૫. અમાવલિયંતિ – અબ્રાવકાશ-ખુલ્લા આકાશને અર્થાત્ જેનો ઉપરનો ભાગ વધારે ખુલ્લો હોય તેવા સ્થાનને અબ્રાવકાશ કહે છે. તેવા સ્થાનમાં સાધ્વીઓએ રહેવું ન જોઈએ કારણ કે તેવા સ્થાન સંપૂર્ણ અસુરક્ષિત સ્થાન છે. વિહાર કરતાં ક્યારેક સૂર્યાસ્તનો સમય થઈ જાય અને યોગ્ય સ્થાન ન મળે તો સાધ્વીએ સૂર્યાસ્ત પછી પણ યોગ્ય સ્થાનમાં પહોંચવું અત્યંત આવશ્યક છે. સાધુઓને તેવા સ્થાનમાં રહેવું કલ્પ છે. પૂર્વસત્રમાં વિયડ શબ્દ અચિત્ત અર્થમાં પ્રયુક્ત છે અને પ્રસ્તુતસૂત્રમાં વિયડ શબ્દ એક અથવા અનેક દિશામાં ખુલ્લું હોય તેવા ઘર અર્થમાં પ્રયુક્ત છે. અનેક માલિક હોય તેવા મકાનની આજ્ઞા વિધિ:|१३ एगे सागारिए पारिहारिए, दो तिण्णि चत्तारि पंच सागारिया पारिहारिया एग तत्थ कप्पाग ठवइत्ता अवसेसे णिव्विसेज्जा । ભાવાર્થ :- એક સાગારિક-મકાનના એક માલિક પારિહારિક(તેના ઘરના આહારનો પરિહાર ત્યાગ કરવાનો) હોય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધકલ્પ સૂત્ર બે, ત્રણ, ચાર, પાંચ સાગારિક અર્થાત્ મકાનના માલિક પારિહારિક હોય છે. જે મકાનના બે, ત્રણ, ચાર અથવા પાંચ માલિક હોય ત્યાં એકને કલ્પાક શય્યાતર તરીકે સ્થાપિત કરીને શેષને શય્યાતર ન માનવા અર્થાત્ એક કપાક-શય્યાતરના ઘરના આારાદિ કલ્પતા નથી શેષ માલિકના ઘરોમાં આારાદિ માટે જઈ શકાય છે. વિવેચનઃ ૧૫૪ પ્રસ્તુત સૂત્રમાં અનેક માલિક હોય તેવા મકાનની આજ્ઞા લેવાની વિધિ પ્રદર્શિત કરી છે. - સાનાર્ :– આગાર એ ઘરનો પર્યાયવાચી શબ્દ છે, ઘર અથવા વસતિના માલિક સાગારિક કહેવાય છે. સાગારિક મનુષ્ય જ શય્યાતર, શય્યાકર, શય્યાદાતા અને શય્યાધર કહેવાય છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે... (૧) સાધુ-સાધ્વીઓને શય્યા અર્થાત્ રહેવાનું સ્થાન, વસતિ કે ઉપાશ્રય આપીને જે પોતાના આત્માને સંસાર સાગરથી તારે છે, તે શય્યાતર કહેવાય છે. (૨) શય્યા-વસતિ(રહેવા યોગ્ય સ્થાન આદિ)ને જે બનાવે છે, તે શય્યાકર કહેવાય છે. (૩) સાધુઓને રહેવાના સ્થાનરૂપ શાનું જે દાન આપે છે, તે શય્યાદાતા કહેવાય છે (૪) સાધુઓને શય્યા-સ્થાન આપીને જે નરકમાં જવાથી પોતાના આત્માને બચાવે છે, તે શય્યાધર કહેવાય છે. સાધુ-સાધ્વીને જે મકાનમાં નિવાસ કરવાનો હોય, તે મકાનના માલિકની આજ્ઞા લઈને તેઓ તે મકાનમાં રહે છે. તે મકાનના માલિક અન્ય હોય પણ જેના અધિકારમાં(કબજામાં) તે મકાન હોય તેની આજ્ઞા પણ લઈ શકાય છે, જેમ કે બગીચો રાજાનો હોય પણ તે માળીને સુપરત કર્યો હોય, તો માળીની આજ્ઞા લઈ નિવાસ કરી શકાય છે અને જેની આજ્ઞા લેવામાં આવે તે શય્યાતર કહેવાય છે. જે શય્યાતર સાધુ અથવા સાધ્વીને રહેવાને માટે વસતિ અથવા ઉપાશ્રયરૂપ શય્યા આપે, તેના ઘરના ભોજન-પાણી ગ્રહણ કરવાનો સાધુને નિષેધ છે. તેના ઘરના આહાર-પાણીનો પરિહાર (ત્યાગ) કરાતો હોવાથી તે શય્યાતર પારિધારિક કહેવાય છે. મકાનના ઘણા માલિક હોય તો તે બધા પારિહારિક થાય છે. તે બધાના ઘરના આહાર-પાણી ગ્રહણ કરી શકાતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં તે સ્થાનના બધા માલિકોમાંથી કોઈ એકને શય્યાતર તરીકે સ્થાપિત કરવા અર્થાત્ તેની આજ્ઞા લઈને તે સ્થાનમાં રહેવું અને જેની આજ્ઞા લીધી હોય, તે શય્યાતર કહેવાય છે અને તેના ઘરના ભોજન-પાણી આદિ ગ્રહણ કરી શકાતા નથી. તેના સિવાયના તે મકાનના અન્ય ભાગીદારો અથવા હિસ્સેદારો શય્યાતર કહેવાતા નથી અને તેઓના ઘરના આહાર-પાણી ગ્રહણ કરી શકાય છે. અનેક માલિક હોય તેવા સ્થાનમાં ક્રમશઃ થોડા થોડા દિવસ માટે એક એક વ્યક્તિને શય્યાતર બનાવી શકાય છે. જેટલા દિવસ જેને શય્યાતર બનાવવામાં આવે, તેટલા દિવસ સુધી તેના ઘરના આહાર-પાણી ગ્રહણ કરી શકાતા નથી. આ રીતે કરવાથી એક કપમાં અનેકને શય્યાદાનનો અને આહારાદિ દાનનો લાભ મળી શકે છે. તે પણ આ સૂત્રથી ફલિત થાય છે. આહારાદિના દાતા ઘણા હોય છે પરંતુ શય્યા(સ્થાન)ના દાતા બહુ ઓછા હોય છે. સાધુ જેના સ્થાનમાં-મકાનમાં રહે તેના ઘરનો આહાર ગ્રહણ કરે, તો સાધુને મકાન મળવા દુર્લભ બની જાય. Page #227 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-ર ૧૫૫ શય્યાતરના ઘરનો આહાર ગ્રહણ કરવામાં ઔદેશિક, આધાકર્મ આદિ દોષોની સંભાવના છે, તેમજ સાધુ અન્ય સ્થાનો ઘેર ગોચરી જવામાં પ્રમાદી બની જાય વગેરે ઘણા દોષનું કારણ હોવાથી શય્યાતરપિંડ-શય્યાતરના ઘરનો આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. શય્યાતરપિંડ ગ્રહણ ઃ १४ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया अणीहडं असंसट्टं वा संसट्टं वा पडिगाहित्तए । ભાવાર્થ: શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે ઘરમાંથી બહાર કાઢયો ન હોય, તે આહાર સંસૃષ્ટ– બીજાને આપ્યો હોય કે અસંસૃષ્ટ– આપ્યો ન હોય, અર્થાત્ અન્યના આહાર સાથે મિશ્રિત થયો હોય કે ન થયો હોય, પરંતુ તે આહાર હજુ શય્યાતરના ઘરમાં જ હોવાથી સાધુ-સાધ્વીઓને તે આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી. १५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया णीहडं असंसट्टं पडिगाहित्तए । ભાવાર્થ :શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે ઘરમાંથી બહાર કાઢ્યો હોય, પરંતુ અન્ય વ્યક્તિને આપ્યો ન હોય અર્થાત્ અન્યના આહાર સાથે મિશ્રિત થયો ન હોય તેવો આહાર સાધુ-સાધ્વીઓને ગ્રહણ કરવો કલ્પતો નથી. १६ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया णीहडं संसट्ठ पडिगाहित्तए । ભાવાર્થ :શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે ઘરમાંથી બહાર કાઢ્યો હોય અને તે વ્યક્તિને આપી દીધો હોય, તે વ્યક્તિએ તેને સ્વીકારીને પોતાના આહાર સાથે મિશ્રિત કરી દીધો હોય, તેવો આહાર સાધુ-સાધ્વીઓને ગ્રહણ કરવો કલ્પે છે. १७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया णीहडं - असंसट्टं संस करेत्ताए । ભાવાર્થ:શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે તેના ઘરની બહાર કાઢયો હોય પરંતુ અન્ય વ્યક્તિને તે આપ્યો ન હોય અને તે વ્યક્તિએ પોતાના આહાર સાથે મિશ્રિત કર્યો ન હોય, તેવા આહારને ગ્રહણ કરવાની ભાવનાથી સાધુઓ-સાધ્વીઓએ મિશ્રિત કરાવવો કલ્પતો નથી. १८ जे खलु णिग्गंथे वा णिग्गंथी वा सागारियपिंडं बहिया णीहडं अससट्टं संस करेइ कतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासिय परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ:- શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે બહાર કાઢયો હોય પરંતુ અન્ય વ્યક્તિને આપ્યો ન હોય, તેના આહાર સાથે મિશ્રિત થયો ન હોય, તેવા આહારને સાધુ-સાધ્વી ગ્રહણ કરવાની ભાવનાથી અન્યના આહાર સાથે મિશ્રિત કરાવે અથવા મિશ્રિત કરનારને અનુમોદના આપે, તો તે Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૃપ સૂત્ર સાધુ-સાધ્વી લૌકિક અને લોકોત્તર બંને મર્યાદાનું અતિક્રમણ કરે છે. તે કારણથી તેઓ ચાર્તુમાસિક અનુદ્ધાનિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિષેયન: ૧૫૬ પ્રસ્તુત સુત્રોમાં અન્ય વ્યક્તિને આપેલા તથા અન્ય વ્યક્તિના આહાર સાથે મિશ્રિત શય્યાતરપિંડની ગ્રાહ્યતા—અગ્રાહ્યતાનું સ્પષ્ટીકરણ છે. બીહડ-મળીહડ સારિથપિંક :- હિડ એટલે બહાર લઈ જવું. શય્યાતરના ઘરની બહાર લઈ જવાયેલો આહાર. મળીહૐ એટલે શય્યાતરના ઘરની બહાર લઈ જવાયો ન હોય તેવો આહાર અર્થાત્ શય્યાતરના ઘરની અંદર રહેલો આહાર, નાહૐ ના બે વિકલ્પ થાય છે. (૧) અન્ય વ્યક્તિને આપવા માટે શય્યાતર પોતાના આહારને લઈને બહાર નીકળ્યા હોય અથવા મોકલાવ્યો હોય પણ હજુ અન્ય વ્યક્તિએ તેને આપ્યો ન હોય તેવો આહાર જેમ કે શય્યાતરે લાપસી આદિ મિષ્ટાન્ન બનાવ્યું હોય અને પોતાના કુટુંબીજનો, પાડોશી વગેરેને ત્યાં પીરસણું મોકલાવ્યું હોય પણ હજુ કુટુંબીજનો આદિને પહોચ્યું ન હોય (૨) શય્યાતરે અન્ય વ્યક્તિને આહાર આપી દીધો અને તે વ્યક્તિ શય્યાતરના ઘેરથી આહાર લઈને પોતાને ઘેર લઈ આવ્યા હોય અથવા શય્યાતરાદિ આાર લઈને તેને ઘેર આપી ગયા હોય અને અન્ય વ્યક્તિએ તે સ્વીકારી લીધો હોય. પ્રથમ વિકલ્પમાં શય્યાતરનો આહાર શય્યાતરના ઘરની બહાર નીકળી ગયો છે પણ માલિકી શય્યાત૨ની જ છે, તેથી તેવો આહાર સાધુને કલ્પતો નથી. બીજા વિકલ્પમાં શય્યાતરનો આહાર શય્યાતરના ઘરમાંથી બહાર નીકળી ગયો છે અને અન્યને આપી દીધો હોવાથી તેમાં શય્યાતરની માલિકી રહેતી નથી, તેથી તે આહાર સાધુને કહ્યું છે. અળદિન ના પણ બે વિકલ્પ છે (૧) શય્યાતરના ઘરની અંદર રહેલો શય્યાતરનો આહાર અન્યને આપી દીધો હોય, તો પણ શય્યાતરના ઘરમાં હોવાથી સાધુને લેવો કલ્પતો નથી. (૨) શય્યાતરના ઘરમાં રહેલો અન્યને નહીં આપેલો આહાર સાધુને કલ્પતો નથી. સંતનું-અસંતનું :- સંભટ્ટ એટલે શય્યાતરે અન્યને આપી દીધો હોય અને અન્ય વ્યક્તિની માલિકીમાં આવી ગયો હોય તથા તે આહારને પોતાના આહાર સાથે ભેળવી દીધો હોય અર્થાત્ પોતાના આહાર સ્થાનમાં (પોતાના કોઠાર, રસોડા આદિમાં) રાખી દીધો હોય તેવો આહાર. અલસ એટલે શય્યાતરે પોતાનો આહાર અન્યને આપ્યો ન હોય, શય્યાતરની માલિકીનો આહાર અસંસદ કહેવાય છે. શીન્ક-ગળીક, સંસનું-ગામનું ના વિકલ્પોથી ચૌભંગી બને છે, યથા– શય્યાતરના ઘરમાં રહેલો-અન્યને નહીં આપેલો આહાર, કલ્પતો નથી. શય્યાતરના ઘરમાં રહેલો અન્યને આપેલો આહાર, કલ્પતો નથી. શય્યાતરના ઘરની બહાર નીકળેલો-અન્યને નહીં આપેલો આહાર, કલ્પતો નથી. (૧) (૨) (૩) (૪) શય્યાતરના ઘરની બહાર નીકળેલો-અન્યને આપેલો આહાર, કલ્પે છે. શય્યાતરે અન્યને આપવા બહાર કાઢેલા આહારને લેવાની ઇચ્છાથી સાધુ-સાધ્વી તે આહારને અન્યના આહાર સાથે સ્થાપિત કરાવે અર્થાત્ અન્યને અપાવે કે તેમ કરનારની અનુમોદના કરે, તો તે Page #229 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-ર [ ૧૫૭ ] સાધુ સંયમ મર્યાદાથી વિપરીત આચરણ કરે છે અને લોકોને પણ અપ્રીતિનું કારણ બને છે. આ રીતે સાધુના અનુચિત વ્યવહારથી લૌકિક અને લોકોત્તર, બંને પ્રકારની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, તેથી તે સાધુ-સાધ્વીને પ્રાયશ્ચિત્ત આવે છે. સંક્ષેપમાં શય્યાતરના ઘરમાં રહેલો કે આંશિકરૂપે પણ શય્યાતરની માલિકી ભાવયુક્ત આહાર સાધુને અકલ્પનીય છે. શય્યાતરના ઘરે આવેલા કે મોકલેલા આહારનું ગ્રહણઃ|१९ सागारियस्स आहडिया सागारिएण पडिग्गहिया, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- અન્ય ઘરથી આવેલા આહારને સાગારિકે ગ્રહણ કરી લીધો હોય અને તે તેમાંથી સાધુને આપે તો તે આહાર લેવો કલ્પતો નથી. | २० सागारियस्स आहडिया सागारिएण अपडिग्गाहिया, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- અન્ય ઘરેથી આવેલા આહારને સાગારિકે ગ્રહણ કર્યો ન હોય અને આહાર લાવનાર તે આહાર સાધુને આપે તો તે આહાર ગ્રહણ કરવો કલ્પ છે. २१ सागारियस्स णीहडिया परेण अपडिग्गाहिया, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- શય્યાતરના ઘરેથી બીજાના ઘરે લઈ જવાયેલા આહારને અન્ય વ્યક્તિએ સ્વીકાર્યો ન હોય અને તે આહાર સાધુને આપે તો ગ્રહણ કરવો કલ્પતો નથી. | २२ सागारियस्स णीहडिया परेण पडिग्गाहिया, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- શય્યાતરના ઘરેથી બીજાના ઘરે લઈ જવાયેલા આહારને અન્ય વ્યક્તિએ સ્વીકાર્યો હોય અને તે વ્યક્તિ તે આહાર સાધુને આપે, તો તે આહાર ગ્રહણ કરવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં બીજાના ઘરેથી શય્યાતરના ઘરે આવેલા કે શય્યાતરના ઘરેથી બીજાના ઘરે ગયેલા આહારની ગ્રાહ્યતા અગ્રાહ્યતાનું દર્શન કરાવ્યું છે. આઈડિયા :- આહતિકાબીજાના ઘરેથી શય્યાતરના ઘરે લાવવામાં આવેલા આહારને આહૃતિકા કહે છે અને નીહડિયા- નિહતિકા. શય્યાતરની આહાર સામગ્રી બીજાના ઘરે લઈ જવામાં આવે, તો તે આહારને નિહતિકા કહે છે. ગૃહસ્થોમાં આહતિકા-નિહતિકા અર્થાત્ આહારની આપ-લે થાય છે. તહેવાર કે મહોત્સવના નિમિત્તે, મિષ્ટાન્નાદિ વિશિષ્ટ આહાર બનાવ્યો હોય ત્યારે કુટુંબીજનો, સ્વજનો કે આડોશી-પાડોશીમાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર લેવડ-દેવડનો વ્યવહાર હોય છે. તેમાં શય્યાતરનો આહતિકા આહાર અર્થાત્ શય્યાતરના ઘેર આવેલો આહાર શય્યાતરે ગ્રહણ કર્યો ન હોય, શય્યાતરની માલિકીનો ન થાય, તે પહેલાં આપનાર વ્યક્તિ સાધુને નિમંત્રણ કરે, તો સાધુ તે આહાર ગ્રહણ કરી શકે છે અને શય્યાતરની નિહતિકાનો આહાર અર્થાત્ શય્યાતરે બીજાના ઘરે મોકલેલો આહાર બીજાએ ગ્રહણ કરી લીધો હોય ત્યાર પછી લેનાર વ્યક્તિ સાધુને નિમંત્રણ કરે, તો સાધુ તે આહાર ગ્રહણ કરી શકે છે. સંક્ષેપમાં જે આહાર શય્યાતરની માલિકીમાં હોય અથવા અન્યને ત્યાંથી આવેલો આહાર શય્યાતરની માલિકીનો થઈ જાય, ત્યારપછી તે આહાર સાધુને ગ્રહણ કરવો કલ્પતો નથી અને શય્યાતરની માલિકી ન હોય અથવા શય્યાતરે આપેલો આહાર અન્યની માલિકીમાં આવી જાય ત્યાર પછી તે આહાર સાધુને ગ્રહણ કરવા કહ્યું છે. તત્સંબંધી ચૌભંગી આ પ્રમાણે બને છે– (૧) શય્યાતરના ઘરે આવેલો- શય્યાતરે ગ્રહણ કરેલો આહાર, કલ્પતો નથી (૨) શય્યાતરના ઘરે આવેલો– શય્યાતરે ગ્રહણ નહીં કરેલો આહાર, કલ્પ છે (૩) શય્યાતરના ઘરેથી આવેલો– અન્ય વ્યક્તિએ ગ્રહણ નહીં કરેલો આહાર, કલ્પતો નથી (૪) શય્યાતરના ઘરેથી આવેલો- અન્ય વ્યક્તિએ ગ્રહણ કરેલો આહાર, કહ્યું છે. શય્યાતરની ભાગીદારીવાળા આહારનું ગ્રહણઃ२३ सागारियस्स अंसियाओ अविभत्ताओ, अव्वोच्छिण्णाओ, अव्वोगडाओ, अणिज्जूढाओ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- શય્યાતર(સાગારિક) તથા અન્ય વ્યક્તિઓએ ભાગીદારીમાં આહાર બનાવ્યો હોય તે આહારમાં શય્યાતરનો અંશ-ભાગ હોય છે. તે આહારાદિના વિભાગ કર્યા ન હોય, વિભાજન કર્યું ન હોય, આ મારો- આ તારો, તેમ નામ નિર્દેશપૂર્વક વિભક્ત કર્યો ન હોય, વિભાગ કરીને આહાર જુદો કાઢી લીધો ન હોય, તેવો આહાર સાધુને ગ્રહણ કરવો કલ્પતો નથી. २४ सागारियस्स अंसियाओ विभत्ताओ वोच्छिण्णाओ वोगडाओ णिज्जूढाओ, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાગારિકના અંશયુક્ત(ભાગવાળા) આહારાદિના, વિભાગ નિશ્ચિત થઈ ગયા હોય, વિભાજન થઈ ગયું હોય, આ તારો, આ મારો, તેમ નામ નિર્દેશપૂર્વક વિભક્ત થઈ ગયો હોય, શય્યાતરે પોતાનો વિભાગ જુદો કાઢી લીધો હોય, તો બાકીનો આહાર(પોતાના હિસ્સાનો આહાર) ભાગીદાર સાધુને આપે, તો તે ગ્રહણ કરવા કહ્યું છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં શય્યાતરના અંશયુક્ત(ભાગવાળા) આહાર ગ્રહણની ગ્રાહ્યતા-અગ્રાહ્યતાનું નિદર્શન છે. (૧) અવિભાગો-અવિભક્ત - વિભક્ત-વિભાજન. અનેક વ્યક્તિનો ભાગ હોય તેવા આહારમાંથી દરેકનો ભાગ નિશ્ચિત કરીને જુદો કરવામાં ન આવ્યો હોય(સાથે જ હોય) ત્યાં સુધી તે આહાર અવિભક્ત છે. (૨) અબ્બોછિUTTઓ-અવ્યવચ્છિન્નઃ- વ્યવચ્છિન્ન – સંબંધ વિચ્છેદ. જેટલી વ્યક્તિના ભાગ હોય, તેટલી વ્યક્તિનો ભાગ સર્વથા જુદો કરવો, તે વ્યવચ્છિન્ન કહેવાય અને જ્યાં સુધી શય્યાતરના ભાગનો Page #231 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૨ [ ૧૫૯ ] આંશિક રૂપે પણ સંબંધ હોય, સર્વથા સંબંધ વિચ્છેદ ન થાય ત્યાં સુધી તે અવ્યવચ્છિન્ન છે. (૩) વોડાવો-અવ્યાકૃત - વ્યાકૃત એટલે ભાગનું સ્પષ્ટીકરણ કરવું કે આટલો ભાગ તમારો છે અને આટલો ભાગ મારો છે, આ રીતે નામ નિર્દેશપૂર્વક નિર્ણય ન થાય ત્યાં સુધી તે અવ્યાકૃત કહેવાય છે. (૪) ખૂઠાનો-અનિયંઢ:-નિકુંઢ-નિશ્ચિત કરેલા વિભાગને જુદો કરી લેવો. જ્યાં સુધી શય્યાતરનો અંશ તે ભોજનમાંથી કાઢી ન નખાય ત્યાં સુધી તે અનિર્મૂઢ કહેવાય છે. આ રીતે શય્યાતર સહિત અનેક વ્યક્તિઓની ખાધ સામગ્રીમાંથી શય્યાતરનો અંશ અવિભાજિત, અવ્યવચ્છિન્ન, અનિર્ણિત અને અનિષ્કાસિત હોય ત્યાં સુધી તે ભોજનના આયોજકોમાંથી કોઈ સાધુને તે સહિયારા આહારનું નિમંત્રણ કરે, તો તે સાધુને માટે કલ્પનીય નથી. સાગારિકનો અંશ, વિભાજિત, વ્યવચ્છિન્ન, નિર્ધારિત અને નિષ્કાસિત થઈ જાય છે ત્યારે તે અન્ય ભાગીદારોની ભોજન સામગ્રીમાંથી અપાતો આહાર સાધુને માટે ગ્રાહ્ય છે અને સાધુ તેને લઈ શકે છે. તાત્પર્ય એ છે કે ચાર-પાંચ વ્યક્તિએ ખાદ્ય પદાર્થો સાથે બનાવરાવ્યા હોય, તેમાંથી શય્યાતરનો ભાગ અલગ ન થયો હોય, તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. શય્યાતરનો ભાગ અલગ કાઢી લીધા પછી શેષ આહારમાંથી અન્ય ભાગીદારો સાધુને આહાર આપે તો લેવો કલ્પ છે. શય્યાતરના પૂજ્યજનોને આપેલા આહારનું ગ્રહણ: २५ सागारियस्स पयाभत्ते उद्देसिए चेइए पाहडियाए,सागारियस्स उवगरणजाए णिट्ठिए णिसढे पाडिहारिए, तं सागारिओ देइ सागारियस्स परिजणो देइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- શય્યાતરે પૂજ્ય પુરુષના ભોજનના ઉદ્દેશથી લોટ-ચોખા આદિ સીધું-સામાન તેઓના પાઢીહારા(વધે તો પાછા આપવાનું કહીને) આપ્યા હોય અને પૂજ્યજનો શય્યાતરના વાસણમાં રસોઈ બનાવી, થાળી આદિમાં કાઢીને, જમી લીધા પછી વધેલો આહાર શય્યાતરને પાછો આપે, તે આહાર શય્યાતર કે શય્યાતરના પરિવારજનો સાધુ-સાધ્વીને આપવા ઇચ્છે, તો સાધુ-સાધ્વીને તે આહાર લેવો કલ્પતો નથી. २६ सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए पाहुडियाए, सागारियस्स उवगरणजाए णिट्ठिए णिसटे पाडिहारिए, तं णो सागारिओ देइ णो सागारियस्स परिजणो देइ, सागारियस्स पूया देइ तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ - શય્યાતરે પૂજ્ય પુરુષના ભોજનના ઉદ્દેશથી લોટ-ચોખા આદિ સીધું-સામાન તેઓને પાઢીહારા(વધે તો પાછા આપવાનું કહીને) આપ્યા હોય અને પૂજ્યજનો શય્યાતરના વાસણમાં રસોઈ બનાવી, થાળી આદિમાં કાઢીને, જમી લીધા પછી વધેલો આહાર શય્યાતર કે શય્યાતરના પરિવારજનો નહીં પણ પૂજ્યજન સાધુ-સાધ્વીને આપવા ઇચ્છે, તો સાધુ-સાધ્વીને તે આહાર લેવો કલ્પતો નથી. २७ सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए पाहुडियाए सागारियस्स उवगरणजाए णिट्ठिए णिसढे अपाडिहारिए, तं सागारिओ देइ सागारियस्स परिजणो देइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहित्तइ । Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] શ્રી બૃહક૯પ સૂત્ર ભાવાર્થ :- શય્યાતરે પૂજ્ય પુરુષોના ભોજનના ઉદ્દેશથી લોટ-ચોખા આદિ સીધું-સામાન તેઓને અપાઢીહારા (વધે તો પાછા ન આપતા, તમારી ઇચ્છા પ્રમાણે ઉપયોગ કરજો, તેમ કહીને) આપ્યા હોય અને પૂજ્યજનો શય્યાતરના ઉપકરણ-વાસણમાં રસોઈ બનાવી, થાળી આદિમાં કાઢીને ભોજન કરી લીધા પછી વધેલો આહાર શય્યાતર કે શય્યાતરના પરિવારજનો સાધુ-સાધ્વીને આપવા ઇચ્છે, તો સાધુ-સાધ્વીને તે આહાર લેવો કલ્પતો નથી. २८ सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए पाहुडियाए, सागारियस्स उवगरणजाए णिट्ठिए, णिसटे अपाडिहारिए, तं णो सागारिओ देइ णो सागारियस्स परिजणो देइ सागारियस्स पूया देइ, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- શય્યાતરે પૂજ્ય પુરુષોના ભોજનના ઉદ્દેશથી લોટ-ચોખા આદિ સીધું-સામાન તેઓને અપાઢીહારા (વધે તો પાછા ન આપતા તમારી ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરવાનું કહીને) આપ્યા હોય અને પૂજ્યજનો શય્યાતરના ઉપકરણ-વાસણમાં રસોઈ બનાવી, થાળી આદિમાં કાઢીને ભોજન કરી લીધા પછી વધેલો આહાર શય્યાતર કે શય્યાતરના પરિવારજનો નહીં પણ શય્યાતરના પૂજ્યજનો જ સાધુ-સાધ્વીને આપવા ઈચ્છે, તો તે આહાર સાધુ-સાધ્વીને લેવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં શય્યાતરના પૂજ્યજનોના આહાર ગ્રહણનો વિવેક પ્રદર્શિત કર્યો છે. પૂયામ7- પૂજ્યભક્ત. શય્યાતરના નાના, મામા, બનેવી, જમાઈ, વિદ્યાગુરુ, કલાચાર્ય, સ્વામી અથવા મહેમાન આદિ પૂજ્યજનોના નિમિત્તે જે ભોજન-પાણી બનાવાય છે તેને પૂજ્યભક્ત કહે છે. શય્યાતરના લોટ આદિ પૂજ્યજનોને ભોજન માટે સમર્પિત કર્યા હોય અથવા બજારમાંથી મંગાવી પૂજ્યજનોને ભેટરૂપે મોકલ્યા હોય, શય્યાતરના વાસણોમાં રાંધેલું હોય, તેના પાત્રમાંથી કાઢેલું હોય અને તે પૂજ્યજનોને પ્રાતિહારિક રૂપે આપ્યું હોય અર્થાત્ પૂજ્યજનોને જમાડ્યા પછી જે ભોજન વધે તે પાછું આપવાનું હોય, તો તે આહાર શય્યાતર સ્વયં સાધુને આપે, તેના સ્વજન પરિજન આપે અથવા ઉક્ત પૂજ્યજનો આપે તો પણ સાધુ-સાધ્વીને તે આહાર આદિ લેવો કલ્પતો નથી કારણ કે શેષ વધેલો આહાર ફરી શય્યાતરને પાછો આપવાનો હોવાથી તે આહાર આદિ શય્યાતરની માલિકીનો જ કહેવાય છે. તે જ આહાર પૂજ્યજનોને અપ્રાતિહારિક રૂપે આપી દીધો હોય અર્થાત્ ભોજન કરી લીધા પછી વધેલો આહાર શય્યાતરને પાછો આપવાનો ન હોય, તેવા આહારને સાધુ પૂજ્યજનોના હાથેથી ગ્રહણ કરી શકે છે. તે આહારને શય્યાતર અથવા તેના પરિજન આપે તો ગ્રહણ કરવો કલ્પતો નથી, સુત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે શય્યાતરના સ્વામિત્વથી રહિત આહાર પણ શય્યાતરના હાથથી અથવા તેના પુત્ર, પૌત્ર, સ્ત્રી, પુત્રવધૂ આદિના હાથે લઈ શકાતો નથી, તેની વિવાહિત દીકરીઓના હાથે તે આહાર લઈ શકાય છે. સાધુ-સાધ્વીને માટે કલ્પનીય વસ્ત્ર:२९ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाई पंच वत्थाई धारित्तए वा परिहरित्तए वा, तं जहा- जंगिए, भगिए, साणए, पोत्तए, तिरीडपट्टे णाम पंचमे। Page #233 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક ર 11 ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા અને તેનો ઉપયોગ કરવો કલ્પે છે જેમકે (૧) જાંગમિક (૨) ભાંગિક (૩) શાનક (૪) પોત્તક (૫) તિરીટપટ્ટક. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને કલ્પનીય પાંચ પ્રકારના વસ્ત્રનું કથન છે. જાગમિક— ઘેટા આદિના વાળથી બનેલા વસ્ત્ર, ભાગિક- અળસી આદિની છાલથી બનેલા વસ્ત્ર, શાશક- રણ-જટથી બનેલા વસ્ત્ર, પૌત્ત- કપાસથી બનેલા વસ્ત્ર, તિરીટપાક- તિરીટ (તિમિર) વૃક્ષની છાલથી બનેલા વસ્ત્ર, આ પાંચ પ્રકારના વસ્ત્ર સાધુને માટે કલ્પનીય છે. જંગમનો અર્થ ત્રસ જીવ છે. ત્રસજીવ બે પ્રકારના છે– (૧) વિકલેન્દ્રિય અને (૨) પંચેન્દ્રિય, રેશમી વસ્ત્ર વિકલેન્દ્રિય પ્રાણીજન્ય છે તેનો ઉપયોગ સાધુને માટે સર્વથા વર્જિત છે. પંચેન્દ્રિય જીવોના ચામડાથી બનેલા વસ્ત્રો પણ સાધુ-સાધ્વી માટે વર્જનીય છે, પરંતુ તેના વાળથી બનેલા ઉનના વસ્ત્રોનો ઉપયોગ સાધુ-સાધ્વી કરી શકે છે કારણ કે ઘેટા આદિના વાળ કાપવામાં તે પ્રાણીઓની ઘાત થતી નથી. આચારાંગ શ્રુ–૨, અ.પ.ઉ.૧ માં તથા ઠાણાંગ અ.પ, ઉ. ૩માં પણ ઊનના વસ્ત્રોને કલ્પનીય કહ્યા છે. અહીં નામમાં તફાવત છે. આ પાંચ જાતિના વસ્ત્રોમાંથી જ્યારે, જ્યાં, જે વસ્ત્ર સુલભ હોય, તેને સાધુ ગ્રહણ કરી શકે છે. સૂત્રોક્ત પાંચ પ્રકારમાંથી પ્રાથમિકતા સુતર અને ઊનના વસ્ત્રોને આપવી જોઈએ. સાધુ-સાધ્વી માટે કલ્પનીય રજોહરણ : ३० कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाई रयहरणाई धारितए वा परिहरित्तए વા, તું પદા- મોળિય્, મોટ્રિ, સામ્, વચ્ચવિષ્પિ, મુંગા પિબ્લિક્ ખામ પંચમે 1 ત્તિ ચેમિ। ભાવાર્થ:- સાધુઓ અને સાધ્વીઓએ આ પાંચ પ્રકારના રજોહરણને રાખવા અને તેનો ઉપયોગ કરવો કહપે છે, જેમ કે– (૧) ઔર્ણિક (૨) ઔષ્ટિક (૩) સાનક (૪) વાપિચ્ચક (૫) મુંજપિચ્ચક. આ પ્રમાણે ભગવાને કહ્યું છે. વિવેચન : જેના દ્વારા ધૂળ આદિ દ્રવ્ય-રજ અને કર્મમળરૂપ ભાવ રજ દૂર કરાય, તેને રજોહરણ કહે છે. દ્રવ્યરજોહરણ :- ગમનાગમન કરતાં પગ પર લાગેલી રજૂ અથવા મકાનમાં આવેલી રજૂને જેના દ્વારા પ્રમાર્જન કરીને દૂર કરાય છે, તે દ્રવ્યરજોહરણ છે. ભાવરજોહરણ :– જીવ રક્ષાની ભાવનાથી ભૂમિ પર તથા શરીર, વસ્ત્ર, શય્યા, આદિ પર રહેલા કીડા, મંકોડા આદિ જીવોને કષ્ટ પહોંચાડયા વિના જેના દ્વારા દૂર કરવામાં આવે, તે ભાવ રજોહરણ છે. જીવરક્ષાનું સાધન હોવાથી તે ભાવ રજોહરણ કહેવાય છે. રજોહરણના પાંચ પ્રકાર હોય છે– ૧. ઔર્ષિક ઘેટા આદિની ઉનથી બનાવાય તે, ૨. ઔષ્ટિકઊંટના વાળથી બનાવાય તે, ૩. શાનક— શાની છાલથી બનાવાય તે, ૪. વચ્ચેાપિચ્ચ– વચ્ચાનો અર્થ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧દર | શ્રી બૃહ૮૯૫ સૂત્ર ડાભ અથવા ઘાસ છે, તેને કૂટીને તેનો કઠણ ભાગ દૂર કરીને બનાવેલા રજોહરણ, ૫. મુંજપિચ્ચક- મુંજને કૂટીને તથા તેના કઠોર ભાગને દૂર કરીને બનાવેલા રજોહરણ, સ્થાનાંગ અ. ૫, ઉ. ૩ માં પણ રજોહરણના આ પાંચ પ્રકાર કહ્યા છે. આ પાંચ પ્રકારના રજોહરણમાં ઔર્ણિક રજોહરણ સર્વથી કોમળ છે. ત્યાર પછીના ચારે ક્રમશઃ કઠોર છે. ઔર્ણિક રજોહરણ જ કોમળ હોવાથી પ્રશસ્ત અથવા ઉત્તમ છે, તેના અભાવમાં ઔષ્ટિક અને તેના અભાવમાં શાનક રજોહરણનો ભાષ્યકારે નિર્દેશ કર્યો છે. જો કોઈ દેશ વિશેષમાં ઉક્ત ત્રણે પ્રકારના રજોહરણ ઉપલબ્ધ ન હોય ત્યારે જ વચ્ચાપિચક અને તેના અભાવમાં મુંજપિચ્ચક રજોહરણ ગ્રહણ કરવાનું વિધાન છે. છે ઉદ્દેશક-ર સંપૂર્ણ Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રાથન ૧૪ ઉદ્દેશક-૩ પ્રાકથન )ROROOROORO આ ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીઓ પરસ્પરના સ્થાનમાં કે ગૃહસ્થના ઘરમાં જાય તે સમયનો વિવેક, ચર્મખંડ ગ્રહણ કરવાનો ઉત્સર્ગ-અપવાદ માર્ગ; વસ્ત્ર, શય્યા, સંસ્તારક આદિની આશાવિધિ; સંયમી જીવનની પ્રવૃત્તિઓમાં રત્નાધિકોની પ્રધાનતા, સાધુનું અવગ્રહ ક્ષેત્ર વગેરે વિષયોનું વર્ણન છે. સાધુ-સાધ્વીએ પરસ્પરના ઉપાશ્રયમાં બેસવું, સુવું, આદિ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. રુંવાટી વિનાના ચામડાના ટુકડાની જરૂરિયાત હોય તો સાધુ-સાધ્વી ગ્રહણ કરી શકે છે. રુંવાટીવાળું ચામડું તેને કલ્પતું નથી. અત્યંત જરૂરી હોય તો ગૃહસ્થના ઉપયોગમાં હમેશાં લેવાતું રુંવાટીવાળું ચામડું એક રાત્રિ માટે સાધુ ગ્રહણ કરી શકે છે. સાધ્વીને માટે તેનો સર્વથા નિષેધ છે. અત્યંત કિંમતી વસ્ત્ર અને અખંડ તાકો અથવા આવશ્યકતાથી વધારે લાંબું વસ્ત્ર સાધુ-સાધ્વીએ રાખવું ન જોઈએ. સાધ્વીએ સ્વયંની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ ન કરવા જોઈએ. અન્ય પ્રવર્તિની સાધ્વી આદિની નિશ્રાએ તે વસ્ત્રને ગ્રહણ કરી શકે છે. દીક્ષા સમયે સાધુ-સાધ્વી રજોહરણ, ગુચ્છો અને આવશ્યક પાત્ર તથા સાધુ ત્રણ અખંડ વસ્ત્ર અને સાધ્વી ચાર અખંડ વસ્ત્ર સાથે લાવી શકે છે. સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ ન કરવા જોઈએ, પરંતુ હેમંત કે ગીષ્મ ઋતુમાં તે વસ્ત્ર લઈ શકે છે. સ્વસ્થ સાધુ-સાધ્વીએ વસ્ત્ર અને શય્યા-સંસ્તા૨ક દીક્ષાપર્યાયના અનુક્રમથી ગ્રહણ કરવા જોઈએ અને દીક્ષાપર્યાયના ક્રમથી વંદન આદિ વ્યવહાર કરવા જોઈએ. સ્વસ્થ સાધુ-સાધ્વીએ ગૃહસ્થના ઘરમાં બેસવું આદિ સૂત્રોક્ત કાર્ય ન કરવા જોઈએ તથા ત્યાં અમર્યાદિત વાર્તાલાપ અથવા ઉપદેશ પણ ન આપવો જોઈએ. આવશ્યક હોય તો ઊભા-ઊભા જ મર્યાદિત કથન કરી શકાય છે. સાધુ-સાધ્વીએ શય્યાતરના અને અન્ય ગૃહસ્થના શય્યા-સંસ્તારકને વિહાર કર્યા પહેલા વ્યવસ્થિત કરીને અવશ્ય પાછા આપવા જોઈએ. સાધુ-સાધ્વીએ પ્રાતિહારિક- શય્યા સંસ્તારક ખોવાઈ જવાથી તેની તપાસ કરવી જોઈએ અને જો તે ન મળે તો તેના સ્વામીને ખોવાઈ જવાની સૂચના આપી, અન્ય શય્યા સંસ્તારક ગ્રહણ કરવા. જો તપાસ કર્યા પછી મળી જાય અને જરૂરિયાત ન હોય તો પાછા આપવા જોઈએ. સાધુ-સાધ્વી ઉપાશ્રયમાં, શૂન્ય ઘરમાં અથવા માર્ગ આદિમાં આજ્ઞા લઈને રહ્યા હોય અને તેના વિહાર કર્યા પહેલાં જ બીજા સાધુ વિહાર કરીને આવી જાય તો તે પહેલા સાધુએ ગ્રહણ કરેલી આજ્ઞાથી તેની જેટલા સમયની આજ્ઞા હોય તેટલા સમય સુધી તે ત્યાં રહી શકે છે. તે સાધુને તેટલા સમય માટે નવી આશા લેવાની જરૂરિયાત હોતી નથી. જો શૂન્ય ઘરના કોઈ સ્વામી આવી જાય તો ફરી તેની આશા લેવી આવશ્યક છે. સામાદિની બહાર સેનાનો પડાવ હોય તો ભિક્ષાને માટે સાધુ-સાધ્વી અંદર જઈ શકે છે પરંતુ તેને ત્યાં રાત્રિનિવાસ કરવો કલ્પતો નથી. રાત્રિ નિવાસ કરવાથી તેમને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સાધુ-સાધ્વી જે ઉપાશ્રયમાં રહ્યા હોય ત્યાંથી કોઈ પણ એક દિશામાં અહીં ગાઉ સુધી ગમનાગમન કરી શકે છે. ܀܀܀܀܀ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર ઉદ્દેશક-૩ zzzzzzzzzzzzz સાધુ-સાધ્વીને પરસ્પરના ઉપાશ્રયમાં પ્રવૃત્તિ નિષેધ:| १ णो कप्पइ णिग्गंथाणं णिग्गंथीणं उवस्सयंसि चिट्ठित्तए वा णिसीइत्तए वा तुयट्टित्तए वा णिद्दाइत्तए वा पयलाइत्तए वा असणं वा पाणं वा खाइमं वा साइम वा आहारमाहारेत्तए, उच्चारं वा पासवणं वा खेलं वा सिंघाणं वा परिट्ठवेत्तए, सज्झायं वा करित्तए, झाणं वा झाइत्तए, काउसग्गं वा ठाणं ठाइत्तए । ભાવાર્થ :- સાધુઓએ સાધ્વીઓના ઉપાશ્રયમાં – (૧) ઊભા રહેવું (૨) બેસવું (૩) સૂવું (૪) નિદ્રા લેવી (૫) ગાઢ નિદ્રા લેવી (૬ થી ૯) ભોજન, પાણી, મીઠાઈ(ખાદિમ), મુખવાસ, આ ચારે પ્રકારનો આહાર કરવો (૧૦ થી ૧૩) મળ, મૂત્ર, કફ, નાકનો મેલ વગેરે પરઠવો (૧૪) સ્વાધ્યાય કરવો (૧૫) ધ્યાન કરવું તથા (૧૬) કાયોત્સર્ગ કરી સ્થિર થવું કલ્પતું નથી. | २ णो कप्पइ णिग्गंथीणं णिग्गंथाणं उवस्सयंसि चिट्ठित्तए वा जाव काउस्सग्गं वा ठाइत्तए । સાધ્વીઓએ સાધુઓના ઉપાશ્રયમાં ઊભા રહેવું યાવત્ કાયોત્સર્ગ કરી સ્થિર થવું કલ્પતું નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને પરસ્પર એકબીજાના સ્થાનમાં જઈને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનો નિષેધ છે. સાધુઓએ સાધ્વીઓના ઉપાશ્રયમાં અને સાધ્વીઓએ સાધુઓના ઉપાશ્રયમાં કારણ વિના ન જવું જોઈએ, કારણવશ જવું પડે તો ઊભા-ઊભા જ કાર્ય કરીને શીધ્ર પાછા ફરી જવું જોઈએ. ત્યાં સૂત્રોક્ત પ્રવૃત્તિઓ કરવી ન જોઈએ કારણ કે વધારે સમય સુધી રહેવાથી લોકોમાં ઘણા પ્રકારની આશંકાઓ ઉત્પન્ન થાય છે, વધારે પરિચય થવાથી બ્રહ્મચર્યમાં પણ દોષો લાગવાનો સંભવ છે. સાધ્વીઓએ સાધુ પાસે સ્વાધ્યાય માટે અને પરસ્પર વાચના આપવા માટે જવાનું વિધાન વ્યવહાર સૂત્ર, ઉદ્દે –૭ માં છે તથા સેવા આદિ કાર્યોથી પણ એકબીજાના ઉપાશ્રયમાં આવવા-જવાનું કથન ઠાણાંગ સૂત્રમાં છે. આ રીતે કોઈ પણ વિશિષ્ટ કારણથી સાધુ-સાધ્વી પરસ્પરના સ્થાનમાં જાય, તે આગમસંમત છે. તેઓ જે પ્રયોજનથી ગયા હોય, તે પ્રયોજન પૂર્ણ થતાં તુરંત સ્વસ્થાનમાં આવી જવું જોઈએ. પ્રસ્તુત સૂત્ર દ્વારા સાધુ-સાધ્વીને કારણ વિના પરસ્પરના સ્થાનમાં, નિરર્થક વાતો કરવી કે સૂત્રોક્ત નિષિદ્ધ પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી, તેમ સ્પષ્ટ થાય છે. ચર્મ ખંડ ગ્રહણ:| ३ णो कप्पइ णिग्गंथीणं सलोमाइं चम्माइं अहिट्ठित्तए । ભાવાર્થ :- સાધ્વીઓએ રુંવાટીવાળા ચામડાનો ઉપયોગ કરવો કલ્પતો નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-હ. [ ૧૫] |४ कप्पइ णिग्गंथाणं सलोमाइंचम्माई अहिट्ठित्तए, से वि य परिभुत्ते, णो चेवणं अपरिभुत्ते, पाडिहारिए णो चेव णं अपाडिहारिए, से वि य एगराइए णो चेव णं अणेगराइए । ભાવાર્થ :- સાધુઓએ ગૃહસ્થ વાપરેલા સંવાટીવાળા ચામડાનો પ્રાતિહારિક રૂપે એક રાત્રિ માટે ઉપયોગ કરવો કલ્પે છે, પરંતુ નવા રૂંવાટીવાળા ચર્મનો અપ્રાતિહારિકરૂપે, અનેક રાત્રિ માટે ઉપયોગ કરવો કલ્પતો નથી. ५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा कसिणाई चम्माई धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓએ અખંડ ચામડું રાખવું અથવા તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. ६ कप्पइ णिग्गंथाणं वा णिग्गंथीण वा अकसिणाई चम्माइं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ચામડાનો ટુકડો રાખવો અને તેનો ઉપયોગ કરવા કહ્યું છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીએ ચર્મ ગ્રહણ કરવાનો અને વાપરવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સાધુ-સાધ્વીની ઉપધિમાં ચામડાના ઉપકરણનું કથન નથી, તેથી સામાન્ય રીતે સાધુ-સાધ્વીને ચર્મ ગ્રહણ કરવું કલ્પતું નથી, પરંતુ અપવાદરૂપે ગ્રહણ કરવું પડે, તો વિવેકપૂર્વક ગ્રહણ કરી શકે છે. રોગ આદિ અનિવાર્ય પરિસ્થિતિમાં સાધુ-સાધ્વીને ચર્મનો ઉપયોગ કરવો પડે તો પણ અખંડ ચર્મનો ઉપયોગ કરવો કલ્પતો નથી. અખંડ ચર્મનો આકાર પશુઓ જેવો જ હોવાથી સાધુ-સાધ્વીને કલ્પનીય નથી. તેઓ ચર્મખંડ-ચામડાનો ટુકડો રાખી શકે છે. રોગી વ્યક્તિના મળ, લોહી આદિથી ખરડાયેલા કપડાં વારંવાર ધોવાની પરિસ્થિતિમાં ચર્મખંડના ઉપયોગમાં સુવિધા રહે છે અને રોગીને પણ કષ્ટ ઓછું થાય છે. કોઈ સાધુને ચામડીનો રોગ અથવા હરસ આદિના કારણે બેસવામાં અથવા સૂવામાં અત્યંત પીડા થતી હોય, તેવી પરિસ્થિતિમાં સંવાટી વિનાના ચામડાની અપેક્ષાએ રુંવાટીવાળું ચામડું વધારે ઉપયોગી થાય છે, તેથી વિશેષ કારણથી તેના ગ્રહણનું વિધાન છે. સામાન્ય રીતે રૂંવાટીવાળા ચામડામાં જીવોત્પત્તિની અધિકતમ સંભાવના છે પરંતુ લુહાર, સોની આદિ આખો દિવસ ચામડા પર બેસી અગ્નિની પાસે કામ કરે છે. તેના સંવાટીવાળા ચામડામાં થોડા સમય સુધી જીવોની ઉત્પતિની સંભાવના રહેતી નથી, તેથી સૂત્રકારે ગૃહસ્થના કામમાં આવતા સંવાટીવાળા ચામડાને પ્રાતિહારિક રૂપમાં ગ્રહણ કરવાની આજ્ઞા આપી છે. તેને વધારે દિવસ રાખવાથી અગ્નિની ગરમી ન મળવાથી તે સંવાટીવાળા ચામડામાં જીવોની ઉત્પત્તિ થવાની સંભાવના રહે છે તેથી સાધુને એક દિવસથી વધારે સમય રાખવાનો નિષેધ છે. વસ્ત્ર ગ્રહણ વિવેક:| ७ | णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा कसिणाई वत्थाई धारित्तए वा परिहरित्तए वा । Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧s | શ્રી બૃહ૮૯૫ સૂત્ર ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ કૃત્ન આકર્ષક, બહુમૂલ્યવાન વસ્ત્રો રાખવા અથવા તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. ८ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अकसिणाई वत्थाई धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ અકૃત્ન-આકર્ષક ન હોય તેવા અલ્પમૂલ્યવાન વસ્ત્રોને રાખવા તથા તેનો ઉપયોગ કરવો કહ્યું છે. ९ णो कप्पइ णिग्गंथाण वा, णिग्गंथीण वा अभिण्णाई वत्थाई धारित्तए वा પરિહરિરૂપ વા ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ અભિન-અખંડ વસ્ત્રોને રાખવા તથા ઉપયોગ કરવો કલ્પતો નથી. |१० कप्पइ णिग्गंथाण वा, णिग्गंथीण वा भिण्णाई वत्थाई धारित्तए वा परिहરિત્તા . ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ભિન્ન-ટુકડા કરેલા વસ્ત્રોને રાખવા તથા ઉપયોગ કરવો કલ્પ છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં કૃત્ન-સંપૂર્ણ, અકૃત્ન-અપૂર્ણ, અભિન્ન-અખંડ અને ભિન્ન-ટુકડા કરેલું, આ ચાર શબ્દોનો પ્રયોગ છે. ઉપરોક્ત ચાર શબ્દોમાં કૃત્ન અને અભિન્ન તથા અકસ્મ અને ભિન્ન શબ્દ એકાર્થક છે. તેમ છતાં તેના અર્થમાં અપેક્ષાભેદથી આંશિક ભિન્નતા પણ છે. કૃસ્ન-અકૃત્ન શબ્દ પ્રયોગમાં વસ્ત્રના વર્ણ અને મૂલ્ય આદિ ભાવની પ્રધાનતા છે. સર્વશ્રેષ્ઠ વર્ણવાળું, આકર્ષક અને બહુમૂલ્યવાન વસ્ત્ર કૃત્ન અને આકર્ષક ન હોય તેવું અલ્પ મૂલ્યવાળું સામાન્ય વસ્ત્ર અકૃત્ન કહેવાય છે. | અભિન્ન-ભિન્ન શબ્દ પ્રયોગમાં વસ્ત્રની અખંડતા કે ખંડિતતા આદિ દ્રવ્યની પ્રધાનતા છે. અખંડ તાકા કે અતિપહોળા અને લાંબા વસ્ત્ર અભિન્ન કહેવાય છે અને પ્રમાણોપેત ટુકડા કરેલા વસ્ત્ર ભિન્ન કહેવાય છે. સાધુ સાધ્વીને કુસ્ન-આકર્ષક કે બહુમૂલ્યવાન અને અભિન્ન-વસ્ત્રના અખંડ તાકા કે અતિ પહોળા કે લાંબા વસ્ત્ર કલ્પતા નથી, પરંતુ અકૃત્ન સામાન્ય કે અલ્પમૂલ્યવાન અને ભિન્ન-ટુકડા કરેલા વસ્ત્રો કહ્યું છે. ભાષ્યકારે કુસ્ન વસ્ત્રના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકાર કહ્યા છે (૧) દ્રવ્ય કુસ્ન- દ્રવ્ય કૃત્નના પણ બે ભેદ છે-૧. સકલ દ્રવ્યકૃ—– જે વસ્ત્ર પોતાના આદિ અને અંત ભાગથી યુક્ત, કિનારીવાળું અને કોમળ સ્પર્શવાળું હોય તથા વિવિધ રંગના ડાઘા-ડ્રઘીથી રહિત હોય, તેને દ્રવ્યની અપેક્ષાએ સકલન કહે છે. ૨. પ્રમાણદ્રવ્યકૃ—– જે વસ્ત્ર પ્રમાણથી વધારે Page #239 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ [ ૧૭ ] લાંબુ-પહોળું હોય છે, તેને દ્રવ્યની અપેક્ષાએ પ્રમાણ કલ્યન કહે છે. (૨) શેત્રકૃત્યન-જે વસ્ત્ર જે ક્ષેત્રમાં દુર્લભ હોય તેને તે ક્ષેત્રમાં ક્ષેત્ર કૃત્ન કહે છે. એક દેશનું બનેલું વસ્ત્ર બીજાદેશમાં પ્રાયઃ ઘણામૂલ્યવાળું અને દુર્લભ હોય છે. (૩) કાલક7- જે વસ્ત્ર જે કાળમાં દુર્લભ હોય, તેને તે કાળમાં કર્ના કહે છે. જેમ કે ઉનાળામાં સુતરના, રેશમના આદિ બારીક વસ્ત્ર અને ઠંડીમાં જાડી ઉનના ગરમ વસ્ત્ર તથા વર્ષાકાળમાં રંગીન વસ્ત્ર બહુમૂલ્યવાન થઈ જાય છે. (૪) ભાવકસ્મ– તેના બે ભેદ છે– (૧) વર્ણયુક્ત અને (૨) મૂલ્યયુક્ત. તેમાં વર્ણયુક્ત વસ્ત્રના કાળો, લીલો આદિ વર્ણોની અપેક્ષાએ પાંચ ભેદ છે. મૂલ્યવાન વસ્ત્રના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકાર છે. જ્યાં જેનું મૂલ્ય ઓછું હોય ત્યાં તે જઘન્ય મૂલ્યવાળું અને જ્યાં જેનું મૂલ્ય વધારે હોય ત્યાં તે ઉત્કૃષ્ટ મૂલ્યવાનું જાણવું જોઈએ. જે વસ્ત્ર સર્વત્ર સરખા મૂલ્ય ઉપલબ્ધ હોય તે મધ્યમ મૂલ્યવાળું કહેવાય છે અથવા જે વસ્ત્ર ધારણ કરવાથી રાગભાવ ઉત્પન્ન થાય તેને ભાવકૃત્ન કહે છે અર્થાત્ અતિ ચમકવાળું રમણીયવસ્ત્ર. ઉક્ત ચારેય પ્રકારના કૃત્નવસ્ત્ર સાધુ અથવા સાધ્વીઓએ રાખવા અથવા ધારણ કરવા કલ્પનીય નથી. ભાષ્યકારે કૃત્ન વસ્ત્ર રાખવા અથવા પહેરવાના દોષોનો નિર્દેશ કર્યો છે– (૧) અખંડ, બહુમૂલ્ય, સૂક્ષ્મ વસ્ત્રોને ચોર, ડાકુ, ચોરી જાય અથવા કોઈ ગૃહસ્થ ઝૂંટવી જાય, (૨) એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવેશ કરે ત્યારે જકાતવાળા કર માંગે અથવા વસ્ત્ર લઈ લે, (૩) શ્રાવક મૂલ્યવાન વસ્ત્રોને સાધુ પાસે જોઈને સાધુની ઈર્ષ્યા કે નિંદા કરે ઇત્યાદિ કારણોથી ચારે પ્રકારના કૃત્ન વસ્ત્ર સાધુ-સાધ્વીઓને કલ્પતા નથી.જે વસ્ત્ર દ્રવ્યથી અલ્પ અથવા પ્રમાણોપેત હોય, ક્ષેત્ર અને કાળથી સર્વથા સુલભ હોય અને ભાવથી જેનું બહુમૂલ્ય ન હોય, તેવા વસ્ત્ર સાધુએ ધારણ કરવા જોઈએ. તે જ રીતે અખંડ વસ્ત્ર રાખવામાં પણ અનેક દોષની સંભાવના છે– અખંડ વસ્ત્ર કે અતિ લાંબા કે પહોળા વસ્ત્રની પ્રતિલેખના વ્યવસ્થિત રીતે થઈ શકતી નથી. પ્રમાણાતિરિક્ત વસ્ત્રોને રાખવાથી વિહાર આદિમાં તેનો ભાર વહન કરવો પડે છે. અખંડ વસ્ત્રને પોતાના માટે ફાડતાં વાયુકાયના જીવોની વિરાધના થાય છે, તેથી સાધુ પોતાની આવશ્યકતા પ્રમાણે ગૃહસ્થને ત્યાંથી ટુકડા કરાવીને જ વસ્ત્ર ગ્રહણ કરે છે. અવગ્રહાનંતક ધારણ કરવાનો વિવેક:११ णो कप्पइ णिग्गंथाणं उग्गहणंतगंवा, उग्गहपट्टगं वा धारित्तए वा, परिहरित्तए वा । ભાવાર્થ :- સાધુઓએ અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવા અથવા તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. | १२ कप्पइ णिग्गंथीणं उग्गहणंतगं वा उग्गहपट्टगं वा धारित्तए वा परिहरित्तए वा। ભાવાર્થ :- સાધ્વીઓએ અવગ્રહાનતક અને અવગ્રહપટ્ટક રાખવો અથવા તેનો ઉપયોગ કરવો કહ્યું છે. વિવેચનઃ Tહાશપિયાનવત્રમ અવગ્રહાનતજ, તર્યવાચ્છા પટ્ટમ અવશ્રાપમાં અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક આ બંને આંતરીય વસ્ત્રોનો સાધુઓ માટે ધારણ કરવાનો નિષેધ છે અને સાધ્વીઓ માટે આ બંનેને ધારણ કરવાનું વિધાન છે. ભાષ્યકારના કથનાનુસાર કોઈ સાધુને ભગંદર, હરસ આદિ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્કલ્પ સૂત્ર રોગ થયા હોય તો ત્યારે જરૂર પ્રમાણે સાધુ પણ અવગ્રહપટ્ટક રાખી શકે છે. સાધ્વીઓએ શારીરિક સ્થિતિ અનુસાર તથા વિહારાદિમાં શીલરક્ષા માટે આ બંને ઉપકરણો ધારણ કરવા જરૂરી છે. સાધ્વીને પોતાની નિશ્રામાં વસ્ત્ર ગ્રહણ : ૧૬૮ १३ णिग्गंथीए गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठाए चेलट्ठे समुप्पज्जेज्जा, णो से कप्पइ अप्पणो णिस्साए चेलं पडिग्गाहित्तए, कप्पर से पवत्तिणी णिस्साए चेलं पडिग्गाहित्तए । णो य से तत्थ पवत्तिणी सामाणा सिया, जे से तत्थ सामाणे आयरिए वा उवज्झाए वा पवत्ती वा थेरे वा गणी वा गणहरे वा गणावच्छेइए वा जं च अण्णं पुरओ कट्टु विहरइ, कप्पर से तण्णिस्साए चेलं पडिग्गाहित्तए । ભાવાર્થ :ગૃહસ્થના ઘરે ગોચરી માટે ગયેલા સાધ્વીઓને જો વસ્ત્રની આવશ્યકતા હોય તો પોતાની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ કરવું કલ્પતું નથી પરંતુ પ્રવર્તિનીની નિશ્રાએ વસ્ત્ર લેવું કલ્પ છે. જો ત્યાં પ્રવર્તિની હાજર ન હોય તો જે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક અથવા જેની નિશ્રામાં પોતે વિચરણ કરી રહ્યા હોય તેની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ કરવું કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધ્વીને પોતાની નિશ્રામાં વસ્ત્ર ગ્રહણનો નિષેધ કર્યો છે. ગોચરી અર્થે ગયેલા સાધ્વીજીને વસ્ત્રની જરૂરિયાત હોય તો પણ પોતાની નિશ્રામાં અર્થાત્ આ વસ્ત્ર હું મારા માટે ગ્રહણ કરી રહી છું, તેમ કહીને ગૃહસ્થ પાસેથી વસ્ત્ર લેવું કલ્પતું નથી, પ્રવર્તિનીની નિશ્રાએ ગ્રહણ કરવું કલ્પે છે અર્થાત્ વસ્ત્ર લેતા સમયે તે સ્પષ્ટ શબ્દોમાં કહે કે હું પ્રવર્તિનીની નિશ્રાએ આ વસ્ત્ર ગ્રહણ કરું છે, તેઓ સ્વીકારીને કોઈ પણ સાધ્વીને આપશે તો અમે રાખશું, અન્યથા આપને પાછું આપીશું, તેમ કહીને તે ગૃહસ્થ પાસેથી વસ્ત્ર ગ્રહણ કરી શકે છે. જો તેમના પ્રવર્તિની સાધ્વી ઉપાશ્રયમાં અથવા તે ગામમાં ન હોય તો આચાર્ય, ઉપાધ્યાય આદિ સાધુઓ ગામમાં કે નજીકમાં હોય, તો તેની નિશ્રાએ તે વસ્ત્રને ગ્રહણ કરી શકે છે. વડીલોની નિશ્રાનો સ્વીકાર કરીને વસ્ત્ર આદિ કોઈ પણ ઉપધિ ગ્રહણ કરવામાં વડીલોનું બહુમાન તથા ગુર્વાશા અને જિનાજ્ઞાની આરાધના છે. દીક્ષા સમયે ઉપધિ ગ્રહણ વિવેક ઃ १४ णिग्गंथस्स णं तप्पढमयाए संपव्वयमाणस्स कप्पइ रयहरण-गोच्छगपडिग्गहमायाए तिहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए । से य पुव्वोवट्ठविए सिया, एवं से णो कप्पइ रयहरण-गोच्छग-पडिग्गहमायाए तिहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए । कप्पइ से अहापरिग्गहियाइं वत्थाइं गहाय आयाए संपव्वइत्तए । ભાવાર્થ :ગૃહવાસનો ત્યાગ કરીને સર્વપ્રથમ દીક્ષિત થનાર(સામાયિક ચારિત્ર સ્વીકારતા) સાધુએ રજોહરણ, ગુચ્છો, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર લઈને દીક્ષિત થવું ક૨ે છે. પૂર્વ દીક્ષિત સાધુને(નવા) Page #241 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ [ ૧૬૯ ] રજોહરણ, ગુચ્છો, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર લઈને પ્રવ્રજિત થવું કલ્પતું નથી, પરંતુ પહેલાં ગ્રહણ કરાયેલા વસ્ત્ર આદિને લઈ દીક્ષિત થવુંછેદોપસ્થાપનીય ચારિત્ર સ્વીકારવું) કલ્પ છે. | १५ णिग्गंथीए णं तप्पढमयाए संपव्वयमाणीए कप्पइ रयहरण-गोच्छगपडिग्गहमायाए चाहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए। सा य पुव्वोवट्ठविया सिया, एवं से णो कप्पइ रयहरण-गोच्छग-पडिग्गहमायाए चउहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए। कप्पइ से अहापरिग्गहियाई वत्थाइ गहाय आयाए संपव्वइत्तए। ભાવાર્થ :- ગૃહવાસનો ત્યાગ કરીને સર્વ પ્રથમ દીક્ષિત થનાર(સામાયિક ચારિત્ર સ્વીકાર કરનાર) સાધ્વીએ રજોહરણ, ગુચ્છો, પાત્ર તથા ચાર અખંડ વસ્ત્રો લઈને દીક્ષિત થવું કહ્યું છે. દીક્ષિત સાધ્વીએ (નવા) રજોહરણ, ગુચ્છો, પાત્ર તથા ચાર અખંડ વસ્ત્ર લઈને પ્રવ્રજિત થવું કલ્પતું નથી પરંતુ પહેલા ગ્રહણ કરાયેલા વસ્ત્રને લઈ પ્રવ્રજિત થવું (છેદોપસ્થાપનીય ચારિત્ર સ્વીકારવું) કલ્પ છે. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કરનાર સાધુની દીક્ષા સમયની ઉપધિનું કથન છે. જે સર્વ પ્રથમ દીક્ષિત થઈ રહ્યા હોય તે સાધુએ પોતાના સગા-સંબંધી દ્વારા આપેલા રજોહરણ, ગુચ્છો, પાત્ર અને ત્રણ અખંડ વસ્ત્ર અને સાધ્વીએ ચાર અખંડ વસ્ત્ર લઈને દીક્ષા લેવી જોઈએ. એક હાથ પહોળા અને ચોવીસ હાથ લાંબા વસ્ત્રને અખંડ વસ્ત્ર કહે છે, તેથી સાધુ રજોહરણ આદિ ઉપકરણો સાથે ત્રણ અખંડ વસ્ત્ર એટલે ૨૪ x ૩ = કુલ ૭૨ હાથ વસ્ત્ર અને સાધ્વી ચાર અખંડ વસ્ત્ર એટલે ૨૪ x ૪ = ૯૬ હાથ વસ્ત્ર સહિત દીક્ષિત થાય છે, ત્યાર પછી જ્યારે તેની વડી દીક્ષા થાય અથવા કોઈ વ્રત વિશેષમાં દૂષણ લાગવાથી અથવા મહાવ્રતની વિરાધના થવાથી દીક્ષાનો છેદ આપીને પુનઃ મહાવ્રતના આરોપણ માટે આચાર્ય સન્મુખ ઉપસ્થિત થાય ત્યારે તે પોતાના પૂર્વગૃહિત વસ્ત્ર, પાત્ર આદિની સાથે જ દીક્ષા ગ્રહણ કરે છે અર્થાતુ તેને પહેલાંના વસ્ત્ર પાત્રાદિને છોડીને નવા વસ્ત્ર-પાત્રાદિ લેવાની આવશ્યકતા નથી. ઉપધિ સંબંધી વિસ્તૃત જાણકારી નિશીથ સૂત્રમાં છે. વસ્ત્ર ગ્રહણની કાલ મર્યાદા: १६ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पढमसमोसरणुद्देसपत्ताइ चेलाई पडिग्गाहित्तए । ભાવાર્થ- સાધુ-સાધ્વીઓને પ્રથમ સમવસરણમાં(વર્ષાકાલમાં) વસ્ત્ર ગ્રહણ કરવા કલ્પતા નથી. १७ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा दोच्चसमोसरणुद्देसपत्ताई चेलाई पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓને બીજા સમવસરણમાં(શેષકાલમાં) વસ્ત્ર ગ્રહણ કરવા કલ્પે છે. વિવેચન - પ્રસ્તુત સુત્રમાં સાધુ-સાધ્વીને માટે વસ્ત્રગ્રહણની કાલમર્યાદા પ્રદર્શિત કરી છે. સમવસરણ શબ્દનો Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] શ્રી બૃહતક૯પ સૂત્ર અર્થ છે- સર્વ બાજુથી આવવું, ચાતુર્માસ કરવા માટે સાધુ-સાધ્વીઓ કોઈ એક યોગ્ય સ્થાને આવીને સ્થિર થાય છે. તેને પ્રથમ સમવસરણ કહે છે અને વર્ષાકાળ અથવા ચાતુર્માસની સમાપ્તિ પછીના સમયને દ્વિતીય સમવસરણ કહેવાય છે. જે સ્થાને સાધુ અને સાધ્વીઓને ચાતુર્માસ કરવાનું હોય તે સ્થાને આવ્યા પછી આખા ચાતુર્માસ સુધી અર્થાત્ અષાઢ સુદ પુનમથી લઈને કારતક સુદ પુનમ સુધી ગૃહસ્થ પાસેથી વસ્ત્ર ગ્રહણ કરવા કલ્પતા નથી. વર્ષાકાળ પછી બીજા સમવસરણમાં અર્થાત્ માગસર વદ એકમથી, (ગુજરાતી તિથિ પ્રમાણે કારતક વદ-૧) અષાઢ સુદ પુનમ સુધી આઠ મહિના તેની આવશ્યકતા અનુસાર વસ્ત્ર ગ્રહણ કરી શકે છે. રત્નાધિકોની પ્રધાનતા - |१८ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहाराइणियाए चेलाई पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ યથારાત્નિક-ચારિત્રપર્યાયના ક્રમથી વસ્ત્ર ગ્રહણ કરવા કહ્યું છે. | १९ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहाराइणियाए सेज्जा-संथारए पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ચારિત્રપર્યાયના ક્રમથી શય્યા-સંસ્તારક ગ્રહણ કરવા કહ્યું છે. | २० कप्पइ णिग्गंथाण या णिग्गंथीण वा अहाराइणियाए किइकम्मं करेत्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ચારિત્રપર્યાયના ક્રમથી વંદન કરવા કલ્પ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુ જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં રત્નાધિકોની પ્રધાનતા પ્રદર્શિત કરી છે. જે સાધુ અને સાધ્વીની ચારિત્રપર્યાય વધારે હોય તેને રાત્વિક અથવા રત્નાધિક કહે છે. ઉપધિ ગ્રહણમાં રત્નાધિકોની પ્રધાનતા - જ્યારે સાધુ અથવા સાધ્વી ગૃહસ્થ પાસેથી વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરે ત્યારે તે વસ્તુને સ્વયં પોતાની માલિકીની કરે નહીં પરંતુ તેને ચારિત્રપર્યાયની જૂનાધિકતાના ક્રમાનુસાર જ ગ્રહણ કરે અર્થાત્ જે સાધુ અથવા સાધ્વી સર્વથી વધારે ચારિત્રપર્યાયવાળા હોય તેને સર્વપ્રથમ વસ્ત્ર પ્રદાન કરે ત્યાર પછી તેનાથી ઓછી ચારિત્રપર્યાયવાળાને અને ત્યાર પછી તેનાથી ઓછી ચારિત્રપર્યાયવાળાને આપે. આ રીતે રત્નાધિકોના ક્રમાનુસાર જ સર્વ ઉપધિ ગ્રહણ થાય છે. વ્યુત્ક્રમથી દેવા અથવા લેવામાં રત્નાધિકોનો અવિનય, આશાતના આદિ થાય છે. તે સાધુની મર્યાદાથી પ્રતિકૂળ છે. વ્યુત્ક્રમથી દેનારા અને લેનારા સાધુ-સાધ્વીઓને માટે ભાષ્યકારે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. શધ્યા-સંતારક ગ્રહણમાં રત્નાવિકોની પ્રધાનતા :- શય્યાનો અર્થ વસતિ, ઉપાશ્રય, રહેવા માટેનું મકાન કે સ્થાન છે અને સંસ્તારકનો અર્થ છે સાધુ સાધ્વીઓને બેસવા, સૂવા યોગ્ય પાટ, પાટલા, ઘાસ, આદિને તેને પણ ચારિત્રપર્યાયની ન્યૂનાધિકતાના ક્રમથી ગ્રહણ કરવા જોઈએ. નિર્યુક્તિકારે અને ભાષ્યકારે શયા સસ્તારકનાવિધાનમાં અધિક સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તક, આ ત્રણ ગુરુજનોના શય્યા-સંતારક ક્રમશઃ રાખ્યા પછી જ્ઞાનાદિ સંપદાને પ્રાપ્ત કરવા માટે અન્ય ગણના સાધુ આવ્યા હોય તેને શય્યા-સંસ્તારકમાં સ્થાન આપવું જોઈએ. ત્યાર Page #243 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ ૧૭૧ | પછી ગ્લાન સાધુને, ત્યાર પછી થોડી ઉપધિ(વસ્ત્ર)વાળા સાધુને, ત્યાર પછી કર્મક્ષયાર્થ ઉધત સાધુને, ત્યાર પછી જેણે આખી રાત વસ્ત્ર ન ઓઢવાનો અભિગ્રહ લીધો હોય તેવા સાધુને, ત્યાર પછી સ્થવિરને, ત્યાર પછી ક્રમશઃ ગણી, ગણધર, ગણાવચ્છેદક અને અન્ય સાધુઓએ શય્યા સસ્તારક માટે સ્થાન ગ્રહણ કરવું જોઈએ. નવદીક્ષિત અથવા અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુઓને રત્નાધિક પાસે સૂવાનું સ્થાન દેવું જોઈએ, જેથી રાત્રે તેની સાર-સંભાળ કરી શકે. વૈયાવચ્ચ કરનાર સાધુને ગ્લાન સાધુની પાસે સ્થાન દેવું જોઈએ, જેથી તે રોગી સાધુની યથાસમયે સેવા કરી શકે તથા શાસ્ત્ર અભ્યાસ કરનાર શૈક્ષ સાધુને ઉપાધ્યાય આદિ જેની પાસે તે અધ્યયન કરતા હોય તેની પાસે સ્થાન દેવું જોઈએ, જેથી તે જાગતા હોય ત્યારે સ્વયંના પાઠનું પુનરાવર્તન કરવા સમયે તેનો સહયોગ પ્રાપ્ત કરી શકે. આ રીતે સર્વ સાધુઓની અનુકૂળતા જળવાઈ રહે તે પ્રમાણે રત્નાધિકોના ક્રમાનુસાર સ્થાન ગ્રહણ કરવું જોઈએ. ગુરુ પાટ ઉપર બેઠા હોય તો શિષ્ય બાજોઠ ઉપર બેસે, ગુરુ પાટલા ઉપર બેઠા હોય તો શિષ્ય જમીન ઉપર આસન પાથરી બેસે, ગુરુ આસન પાથરી બેઠા હોય તો શિષ્ય જમીન ઉપર બેસે, ગુરુ જમીન ઉપર બેઠા હોય તો શિષ્ય ઊભો રહે, ગુરુ ઊભા હોય તો શિષ્ય હાથ જોડીને ઊભો રહે, આ રીતે શિષ્ય, ગુરુ કરતાં નિમ્ન સ્થાન ગ્રહણ કરે છે. કતિકર્મમાં રત્નાધિકોની પ્રધાનતા :- સવારે, સંધ્યા સમયે પ્રતિક્રમણ આદિ પ્રારંભ કરતાં પહેલાં ગુરુ અને રત્નાધિકોને વંદન કરાય છે તે કૃતિકર્મ કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) અભ્યત્થાન અને (૨) વંદન. આચાર્ય, ઉપાધ્યાય આદિ ગુરુજનોના રત્નાધિકોના ગમનાગમન સમયે ઊભા થવું તે અભ્યત્થાન કતિકર્મ છે. સવારે અને સંધ્યાસમયના પ્રતિક્રમણ સમયે તથા ગુરુને પ્રશ્ન આદિ પૂછવા હોય ત્યારે ગુરુજનોને વંદન કરવા, હાથ જોડી મસ્તકે અંજલિ લગાવી નમસ્કાર આદિ કરવા તે વંદન કુતિકર્મ છે. સાધુ-સાધ્વીએ અભ્યત્થાનકૃતિકર્મ અને વંદનકૃતિકર્મમાં રત્નાધિકોને જ પ્રાધાન્ય આપવું જોઈએ. સંક્ષેપમાં સાધુ-સાધ્વીએ સંયમી જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ રત્નાધિકોના ક્રમાનુસાર વિનય પૂર્વક કરવી જોઈએ. ગૃહસ્થના ઘરમાં નિવાસ:२१ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अंतरगिहंसि चिट्ठत्तए वा णिसीइत्तए वा तुयट्टित्तए वा णिदाइत्तए वा पयलाइत्तए वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारमाहरेत्तए, उच्चारं वा पासवणं वा खेलं वा सिंघाणं वा परिट्रवेत्तए सज्झायं वा करित्तए झाणं वा झाइत्तए, काउसग्गं वा ठाणं ठाइत्तए । ____ अह पुण एवं जाणेज्जा- वाहिए जराजुण्णे तवस्सी दुब्बले किलंते मुच्छेज्ज वा पवडेज्ज वा, एव से कप्पइ अतरगिहसि चिट्ठित्तए वा जाव काउसग्गं वा ठाई ठाइत्तए । ભાવાર્થ :-સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થના ઘરની અંદર ઊભા રહેવું, બેસવું, સૂવું, નિદ્રા લેવી,ગાઢ નિદ્રા લેવી, ભોજન, પાણી, મીઠાઈ, મુખવાસ, આ ચારે પ્રકારનો આહાર કરવો; મળ, મૂત્ર, કફ, શ્લેષ્મ આદિ પરઠવા, સ્વાધ્યાય કરવો, ધ્યાન કરવું, કાયોત્સર્ગ કરી સ્થિર થવું કલ્પતું નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્કલ્પ સૂત્ર જો તે સાધુ વ્યાધિગ્રસ્ત હોય, વૃદ્ધ, તપસ્વી, દુર્બલ, થાકેલા(વ્યથિત) હોય કે ચક્કર આવતાં હોય, તો તેને ગૃહસ્થના ઘરમાં રહેવું યાવત્ કાયોત્સર્ગ કરી સ્થિર થવું કલ્પે છે. વિવેચનઃ ૧૭૨ પ્રસ્તુત સૂત્રમાં ગોચરી માટે ગયેલા સાધુ-સાધ્વીને ગૃહસ્થને ત્યાં બેસવું, રહેવું વગેરે પ્રવૃત્તિ કરવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સામાન્ય રીતે સશક્ત સાધુ ગૃહસ્થને ત્યાં આહારાદિ ગ્રહણ કરવા ગયા હોય ત્યારે ગૃહસ્થને ત્યાં વધુ સમય ઊભા રહીને ઉપરોક્ત કોઈ પ્રવૃત્તિ કરતા નથી. ગૃહસ્થનો સંગ સાધુને સર્વ પ્રકારે આપત્તિજનક છે, તેથી સાધુ વિવેકપૂર્વક વ્યવહાર કરે. જો કોઈ સાધુ રોગી, અતિવૃદ્ધ, તપસ્યાથી જર્જરિત અથવા દુર્બલ હોય, તેને ચક્કર આવતા હોય તો તે પોતાની સ્વસ્થતા પ્રાપ્ત થાય, ત્યાં સુધી ગૃહસ્થના ઘરમાં રહી શકે છે. ભાષ્યકારે ગૃહસ્થને ત્યાં થોડી વાર ઊભા રહેવાના અન્ય કારણો પ્રદર્શિત કર્યા છે, જેમકે કોઈ રોગી સાધુને માટે ઔષધિ લેવા અન્ય સાધુ જાય અને ઔષધ દેનાર ગૃહસ્થ ઘરની બહાર ગયા હોય અને થોડા સમયમાં જ પાછા આવવાના હોય, તો થોડો સમય ઊભા રહે અથવા ઘરમાં પ્રવેશ કર્યા પછી અચાનક વરસાદ આવે અથવા તે માર્ગેથી રાજા આદિની સવારી નીકળી રહી હોય, આ પ્રકારના કોઈ પણ અનિવાર્ય કારણ ઉપસ્થિત થાય, તો સાધુ ગૃહસ્થને તકલીફ ન થાય તેમ મર્યાદિત સમય માટે સંયમભાવથી વિવેકપૂર્વક ઊભા રહી શકે છે. ગૃહસ્થના ઘરમાં વાર્તાલાપનો નિષેધ : २२ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अंतरगिहंसि जाव चउगाहं वा पंचगाहं आइक्खित्तए वा विभावेत्तए वा किट्टित्तए वा पवेइत्तए वा । णण्णत्थ एगणाएणं वा एगवागरणेण वा एगगाहाए वा एगसिलोएण वा । सेविय ठिच्चा, णो चेव णं अठिच्चा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થના ઘરમાં ચાર અથવા પાંચ ગાથાઓ દ્વારા કથન કરવું, તેનો અર્થ કરવો, ધર્માચરણનું ફળ કહેવું કે તેનું વિસ્તૃત વિવેચન કરવું કલ્પતું નથી. જો જરૂરિયાત જણાય તો ફક્ત એક ઉદાહરણ, એક પ્રશ્નોત્તર, એક ગાથા અથવા એક શ્લોક દ્વારા કથન કરવું કલ્પે છે, તે પણ ઊભા રહીને જ કહે, બેસીને નહીં. २३ | णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अंतरगिहंसि इमाई पंच महव्वयाई सभावणाई आइक्खित्तए वा विभावेत्तए वा किट्टित्तए वा पवेइत्तए वा । णण्णत्थ एगणाएण वा जाव एगसिलोएण वा से वि य ठिच्चा, णो चेव णं अठिच्चा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થના ઘરમાં ભાવના સહિત પાંચ મહાવ્રતોનું કથન કરવું, તેનો અર્થ વિસ્તાર કરવો, મહાવ્રતના આચરણનાં ફળનું કથન અથવા તેનું વિસ્તૃત વિવેચન કરવું કલ્પતું નથી. ખાસ આવશ્યકતા હોય તો ફક્ત એક ઉદાહરણ યાવત્ એક શ્લોકનું કથન કરવું કલ્પે છે. તે પણ ઊભા રહીને કરી શકે છે, બેસીને નહીં. Page #245 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૩ . ૧૭૩ ] વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં ગૃહસ્થોને ત્યાં ગોચરી ગયેલા સાધુને ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે.. - સાધુ જે પ્રયોજનથી ગૃહસ્થના ઘેર ગયા હોય, તે પ્રયોજન પૂર્ણ થતાં સાધુએ ગૃહસ્થના ઘેરથી તુરંત નીકળી જવું જોઈએ. ગૃહસ્થના ઘેર ગૃહસ્થને ઉપદેશ આપવો, ધર્મચર્ચા કરવી યોગ્ય નથી. ગૃહસ્થને ત્યાં અધિક સમય રોકાવાથી લોકોને મુશંકા થાય, ગૃહસ્થની પોતાની પ્રવૃત્તિઓ સ્થગિત થઈ જતાં સાધુ પ્રતિ અણગમો થાય, ગૃહસ્થની કાર્યવાહી નિહાળીને સાધુના ચિત્તમાં અનેક સંકલ્પ-વિકલ્પ થાય છે, સાધુનું ચિત્ત ક્ષભિત થાય વગેરે અનેક દોષોની સંભાવના હોવાથી સાધુએ ગૃહસ્થના ઘેર ઊભા રહીને કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ કરવો ઉચિત નથી. ક્યારેક કોઈ ગૃહસ્થ જિજ્ઞાસા પ્રગટ કરે તો પણ ઊભા-ઊભા જ અત્યંત અલ્પ શબ્દોમાં તેનો ઉત્તર આપીને બહાર નીકળી જવું જોઈએ. આ પ્રકારના વ્યવહારથી જ સાધુના સંયમની સુરક્ષા તથા શાસન પ્રભાવના થાય છે. શય્યાસંસ્મારક પાછા આપવાનો વિવેકઃ२४ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं सेज्जा-संथारयं आयाए अपडिहटु संपव्वइत्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીએ ગૃહસ્થ પાસેથી ગ્રહણ કરેલા પ્રાતિહારિક શય્યા-સંસ્તારક તેના માલિકને સોંપ્યા વિના અન્ય ગામમાં જવું કલ્પતું નથી. | २५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियसंतियं सेज्जा-संथारयं आयाए अविकरणं कटु संपव्वइत्तए । कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियसंतियं सेज्जासंथारयं आयाए विकरणं कटु संपव्वइत्तए ।। ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ શય્યાતર પાસેથી ગ્રહણ કરેલા શય્યા-સંતારકને વ્યવસ્થિત, યથાસ્થાને મૂક્યા વિના બીજે ગામ જવું કલ્પતું નથી. સાધુ-સાધ્વીઓએ શય્યાતર પાસેથી ગ્રહણ કરેલા શય્યા-સંસ્તારકને વ્યવસ્થિત યથાસ્થાને મૂકી બીજે ગામ જવું કલ્પ છે. २६ इह खलु णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारिए वा सागारियसंतिए वा सेज्जासंथारए विप्पणसेज्जा । से य अणुगवेसियव्वे सिया । से य अणुगवेसमाणे लभेज्जा, तस्सेव पडिदायव्वे सिया । से य अणुगवेसमाणे णो लभेज्जा, एवं से कप्पइ दोच्चपि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए । ભાવાર્થ- સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થ પાસેથી લાવેલા પ્રાતિહારિક અથવા શય્યાતરના શય્યા Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી બાકલ્પ સૂત્ર સંસ્તારક ખોવાઈ ગયા હોય, તો તેની શોધ કરવી જોઈએ. શોધ કરવાથી જો મળી જાય તો તેને આપી દેવા જોઈએ. શોધ કર્યા પછી કદાચિત ન મળે, તો ફરી આજ્ઞા લઈ અન્ય શય્યા-સંસ્મારક ગ્રહણ કરીને ઉપયોગમાં લેવા કલ્પ છે. વિવેચનઃ ૧૭૪ પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને માટે ગૃહસ્થના શય્યા-સંસ્તારક પાછા સોંપવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સાધુ ગૃહસ્થને ત્યાંથી પોતાની આવશ્યકતાનુસાર શય્યા-સંસ્તારક પ્રાતિહારિક પાછા સોંપવાની શરતથી લાવે છે, તેથી પોતાની આવશ્યકતા પૂર્ણ થાય, સાધુને બીજે ગામ વિહાર કરવો હોય, ત્યારે ગૃહસ્થના લાવેલા શય્યા સંસ્તારક વ્યવસ્થિત રીતે તેના હાથમાં પાછા સોંપવા જરૂરી છે. તે જ સ્થાનમાં પડેલા શય્યાતરના પાટ–પાટલા વગેરે વ્યવસ્થિત રીતે પહેલાં જેમ હોય, તેમ ગોઠવી દેવા જોઈએ. સૂત્રકારે તેના માટે બે શબ્દોનો પ્રયોગ કર્યો છે— વિષ્ણ- શય્યાતરના શય્યા-સંસ્તારક જ્યાં જે રીતે હોય તેને તે જ રીતે રાખીને સોંપવા, તેને વિકર કહે છે, અથવા પાટ, તૃણ વગેરે પાઢીહારા લાવ્યા હોય તેમાં માંકડ વગેરે જીવોની ઉત્પત્તિ થઈ હોય તે જીવોને કાઢીને પછી ગૃહસ્થને પાછા સોંપવાને વિકરણ કહે છે. અવિરĪ- શય્યા-સંસ્તારક યથાસ્થાને ન રાખવા અને વ્યવસ્થિત કરીને ન સોંપવા તેને અવિકરણ કહે છે. નિર્યુક્તિકારે પ્રાતિહારિક ઉપધિની રક્ષા માટે સાધુ-સાધ્વીને સાવધાન રહેવાનું સૂચન કર્યું છે. સાધુને આહાર, નિહાર આદિ અનિવાર્ય કારણે ઉપાશ્રયમાંથી બહાર જવું પડે ત્યારે તે ઉપધિ અન્ય સાધુને અથવા અન્ય વ્યક્તિને સોંપીને જવું જોઈએ. આ રીતે સાવધાન રહેવા છતાં ક્યારેક ગૃહસ્ય પાસેથી પાઢીહારી લાવેલી વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય, તો તેની શોધખોળ કરવી જોઈએ, શોધખોળ કરવા છતાં પણ ન મળે તો ગૃહસ્થને સત્ય હકીકત જણાવવી જોઈએ કે તમારી અમુક વસ્તુની ચોરી થઈ ગઈ છે અને તપાસ કરવા છતાં મળી નથી. તે ઉપકરણની જરૂર હોય તો અન્ય સ્થાનેથી ગૃહસ્થ પાસેથી યાચના કરી લઈ આવે અને તેની આજ્ઞા લઈને વાપરી શકે છે. ન સાધુ ગૃહસ્થની વસ્તુઓ વ્યવસ્થિત રીતે પાછી ન સોંપે તો ગૃહસ્થને સાધુ પ્રતિ અભાવ થાય, ધર્મ શ્રદ્ધા ઘટી જાય, ફરી વાર તે શય્યા-સંસ્તારકની પ્રાપ્તિ દુર્લભ બની જાય, સાધુનું ત્રીજું મહાવ્રત ખંડિત થાય વગેરે દોષોની સંભાવના છે, તેથી સાધુએ ગૃહસ્થની પ્રાતિહારિક વસ્તુઓ વાપરવામાં અને પાછી સોંપવામાં વિવેક રાખવો જોઈએ. આગંતુક શ્રમણોને શય્યા-સંસ્તારકની આજ્ઞા વિધિઃ २७ जद्दिवसं च णं समणा णिग्गंथा सेज्जा- संथारयं विप्पजहंति, तद्दिवसं च णं अवरे समणा णिग्गंथा हव्वमागच्छेज्जा, सच्चेव ओग्गहस्स पुष्वाणुण्णवणा चिट्ठ अहालदमवि ओग्गहे । ભાવાર્થ :- જે દિવસે સાધુ શય્યા-સંસ્તારક છોડીને વિહાર કરી રહ્યા હોય તે દિવસે અથવા તે સમયે બીજા સાધુ આવી જાય તો આગંતુક સાધુ પહેલાં રહેલા સાધુએ લીધેલી આજ્ઞાથી યચાલંદકાળ સુધી રહી શકે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ [ ૧૭૫ ] २८ अत्थि या इत्थ उवस्सयपरियावण्णे अचित्ते परिहरणारिहे, सच्चेव ओग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ-अहालंदमवि ओग्गहे । ભાવાર્થ :- જો ઉપયોગમાં આવે તેવા કોઈ અચિત્ત ઉપકરણ ઉપાશ્રયમાં હોય તો પહેલાં રહેલા સાધુએ લીધેલી આજ્ઞાથી તેનો પણ યથાલંદ કાળ સુધી ઉપયોગ કરી શકે છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં આગંતુક શ્રમણો માટે શય્યા-સંતારકની આજ્ઞા વિધિનું નિરૂપણ છે. જે ઉપાશ્રયમાં સાધુ માસિકલ્પાદિ સુધીની આજ્ઞા લઈને રહ્યા હોય, તે ઉપાશ્રયમાંથી સાધુ વિહાર કરતાં હોય ત્યારે અન્ય સાધુ ઉપાશ્રયમાં આવે તો યથાલંદકાળ સુધી પૂર્વના સાધુની આજ્ઞાથી ત્યાં (ઉપાશ્રયના સ્વામીની આજ્ઞા લીધા વિના) રહી શકે છે. અહીં યથાલંદકાળ શબ્દથી મધ્યમ યથાલંદકાળનું ગ્રહણ થાય છે. મધ્યનો અષ્ટપણા નાખો વથilો ગ્રહ આઠ પોરસી પ્રમાણ(એક રાત્રિ-દિવસ) મધ્યમ યથાલંદકાળ સમય સુધી સાધુ પૂર્વસ્થિત સાધુની આજ્ઞા દ્વારા તે સ્થાનમાં રહી શકે છે ત્યારપછી તે સ્થાનના માલિકની આજ્ઞા લેવી જરૂરી છે. પહેલાં રહેલા સાધુએ એક માસની આજ્ઞા લીધી હોય અને માસકલ્પ પૂર્ણ થતાં વિહાર કરે અને તે સમયે અન્ય સાધુ આવે અને આગંતુક સાધુ પહેલાંના સાધુની આજ્ઞાથી ત્યાં રહે તો તેને એક અહોરાત્ર(યથાલંદકાળ) પછી સ્થાનના માલિકની આજ્ઞા લઈ લેવી જોઈએ. પહેલાં રહેલા સાધુએ એક માસ રહેવાની આજ્ઞા લીધી હોય અને વીસ દિવસ વ્યતીત થયા હોય ત્યાં અન્ય સાધુ અચાનક આવે અને પહેલાંના સાધુ વિહાર કરે, તો આગંતુક સાધુ પહેલાંના સાધુની આજ્ઞા ગ્રહણ કરીને શેષ દસ દિવસ ત્યાં રહે અને તત્પશ્ચાતું તેને સ્થાનના માલિકની આજ્ઞા લેવી જરૂરી છે. જો પહેલાં રહેલા સાધુઓએ વિહાર કરતા સમયે માલિકને મકાન સોંપી દીધું હોય(આજ્ઞા પાછી આપી દીધી હોય) અને ત્યાર પછી કોઈ સાધુ આવે, તો તેણે માલિકની આજ્ઞા લેવી જરૂરી છે. જો મકાન માલિકે સાધુની સંખ્યા અથવા મકાનની સીમા અને કાલમર્યાદાનું ચોક્કસ કથન કરીને આજ્ઞા આપી હોય તો તેનાથી વધારે સાધુ આવે અથવા મકાનની સીમાથી વધારે જગ્યાનો ઉપયોગ કરવાનો હોય અથવા વધારે સમય રહેવું હોય તો ફરી આજ્ઞા લેવી જરૂરી છે. સુત્રમાં 'અચિત્ત' શબ્દના પ્રયોગ દ્વારા સૂચન કર્યું છે કે ઉપાશ્રયમાં કોઈ સચિત્ત પદાર્થ પણ હોય શકે છે. સાધુને સચિત્ત અથવા જીવયુક્ત ઉપકરણ લેવા કલ્પતા નથી, તેથી અચિત્ત અને ઉપયોગમાં લેવા યોગ્ય ઉપકરણ હોય તો જ સાધુઓની પૂર્વગૃહીત આજ્ઞાથી ગ્રહણ કરી શકાય છે. જો તેને ખ્યાલ આવી જાય કે પહેલાંના સાધુઓએ અમુક ઉપકરણોની આજ્ઞા લીધી નથી તો આગંતુક સાધુએ તેની આજ્ઞા લેવી આવશ્યક છે. સંક્ષેપમાં પહેલાંના સાધુઓએ જે મકાનની અને જે ઉપકરણોની આજ્ઞા લીધી હોય તેની ફરી આજ્ઞા લેવાની આવશ્યકતા રહેતી નથી. તે સિવાયના ઉપકરણોની તથા પૂર્વગ્રહિત સાધુની આજ્ઞાની કાલમર્યાદા પૂર્ણ થતાં પુનઃ આજ્ઞા લેવી જરૂરી છે. સ્વામી વિનાના ઘરની આજ્ઞા વિધિઃ२९ से वत्थूसु अव्वावडेसु, अव्वोगडेसु, अपरपरिग्गहिएसु अमरपरिग्गहिएसु Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર सच्चेव ओग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ-अहालंदमवि उग्गहे । ભાવાર્થ :- જે ઘર ગૃહસ્થના વપરાશમાં ન હોય, અનેક વ્યક્તિઓના કબજામાં આવેલું હોવાથી જેના માલિક નિશ્ચિત ન હોય, ‘આ ઘર મારું છે, તેમ કહી કોઈ તેની સાર-સંભાળ રાખતું ન હોય, વ્યંતરાદિ દેવો દ્વારા અધિકૃત મકાનમાં તેમની આજ્ઞાથી કોઈ સાધુ ત્યાં રહ્યા હોય, ત્યાં કોઈ બીજા સાધુ આવે તો પૂર્વસ્થિત તે સાધુઓની આજ્ઞાથી યથાલંદકાળ પર્યત આગંતુક સાધુ રહી શકે છે. |३० से वत्थूसु वावडेसु, वोगडेसु, परपरिग्गहिएसु, भिक्खुभावस्स अट्ठाए दोच्चपि ओग्गहे अणुण्णवेयव्वे सिया-अहलंदमवि ओग्गहे । ભાવાર્થ :- જે સ્થાનમાં સાધુઓ રહ્યા હોય તે સમય દરમ્યાન જ તે ઘર કોઈના કામમાં આવવા લાગે, તે ઘરની માલિકી નિશ્ચિત થઈ જાય, બીજા દ્વારા તે ગ્રહણ થઈ જાય, તો સાધુએ સાધુભાવ અર્થાત્ સંયમમર્યાદાને માટે યથાલંદકાળમાં તેની બીજીવાર આજ્ઞા લેવી જરૂરી છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અનિશ્ચિત માલિકવાળા મકાનની આજ્ઞાવિધિનું કથન છે. અનિશ્ચિત અથવા સ્વામી રહિત મકાન માટે સૂત્રકારે ચાર વિશેષણોનો પ્રયોગ કર્યો છે. ૧. અબ્બાસુ- અવ્યાપત :- જે ઘર જીર્ણ-શીર્ણ થવાથી અથવા પડી જવાથી કોઈના વપરાશમાં ન હોય અથવા મકાન બનાવ્યા પછી તે મકાનમાં રહેતાં ગૃહસ્થ ધન હાનિ, સ્વાચ્ય હાનિ આદિ કારણે તે મકાનમાં રહેવાનું છોડી દીધું હોય, તેવા મકાનને ‘અવ્યાકૃતકહે છે. ૨. ગળો -અવ્યાકત – જે ઘર અનેક માલિકોનું હોવાથી તેના માલિક કોણ છે તે નિશ્ચિત ન હોય તેને “અવ્યાકૃત” કહે છે, જેમ કે કોઈ શ્રેષ્ઠીએ મકાન નિર્માણ કર્યું તેને ઘણા પુત્રો હોય, તે શ્રેષ્ઠી પુત્રોના મૃત્યુ પછી તે મકાન તેઓના ઘણા પુત્રોના હાથમાં આવ્યું, તે કોઈ એકનું ન રહ્યું. કાલાંતરે તે મકાનનો વેરો ન ભરાતાં તે કોઈ એકનું થયું નહીં અને કોઈ ધાર્મિક સ્થાનરૂપે વપરાવા લાગ્યું હોય, તો તેવા ઘરને અવ્યાકૃત કહે છે. ૩. ૩રપરિણાહુ-અપ૨પરિગૃહિત - જે ઘર, ઘરના માલિકે છોડી દીધું હોય અને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ફરી ગ્રહણ ન કરાયું હોય પરંતુ માલિક વિનાનું હોય અને તેના રક્ષકરૂપે કોઈને સ્થાપિત કર્યા ન હોય તો તેને 'અપર પરિગૃહિત' કહે છે. ૪. અમરપરિદિપણુ-અમરપરિગ્રહિત :- જે ઘર કોઈ કારણ વિશેષથી બનાવનાર દ્વારા છોડી દેવાયું હોય અને જેમાં કોઈ યક્ષ આદિ દેવે પોતાનો નિવાસ કર્યો હોય તેને “અમરપરિગૃહિત’ કહે છે. ઉક્ત સ્થાને સાધુઓ રહ્યા હોય, તે વિહાર કરી અન્યત્ર જાય, તે સમયે ત્યાં બીજા સાધુ પધારે, તો આવનાર સાધુઓએ તેમાં રહેવા માટે ફરી આજ્ઞા લેવાની આવશ્યકતા નથી કારણ કે પહેલા પહેલાં સાધુઓ દ્વારા લેવાયેલી અનુજ્ઞા જ આજ્ઞા મનાય છે. સાધુઓ ત્યાં રહેતા હોય તે સમય દરમ્યાન તે મકાનમાં કોઈ રહેવા આવે, તેના માલિક નિશ્ચિત થઈ જાય, તે મકાનના કોઈવાસ્તવિક માલિક આવી જાય તો વાસ્તવિક માલિકની ફરી આજ્ઞા લેવી આવશ્યક છે. જો વાસ્તવિક માલિકની આજ્ઞા ગ્રહણ ન થાય તો સૂક્ષ્મ અદત્તનો દોષ લાગે છે. સંયમ મર્યાદામાં સૂક્ષ્મ અદત્તનું પણ સેવન કરવું ઉચિત નથી. Page #249 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ | ૧૭૭ | માર્ગ આદિમાં રહેવા માટે આજ્ઞાવિધિઃ| ३१ से अणुकुठेसु वा अणुभित्तीसु वा अणुचरियासु वा अणुफरिहासु वा अणुपंथेसु वा अणुमेरासु वा सच्चेव उग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ अहालंदमवि ओग्गहे । ભાવાર્થ :- માટી આદિથી બનાવેલી દિવાલ પાસે, ઈટ આદિથી બનાવેલી દિવાલ પાસે, ચરિકા-કોટ અને નગરની વચ્ચેના માર્ગ પાસે, ખાઈ પાસે, સામાન્ય રસ્તા પાસે, નગરની સીમાની સમીપે અર્થાત્ વાડ અથવા કોટ પાસે પણ પહેલાં રહેલા સાધુઓની આજ્ઞાથી આગંતુક સાધુ યથાલંદકાળ પર્યત રહી શકે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માર્ગમાં રહેવા માટેની આજ્ઞા વિધિનું પ્રતિપાદન છે. રસ્તામાં કોટ આદિના કિનારે અથવા કોઈના મકાનની દિવાલ પાસે રહેવાનું હોય(વિશ્રામાદિ કરવાનો હોય) તો તેના માલિકની, તે રસ્તેથી જતાં મુસાફરની અથવા શક્રેન્દ્રની આજ્ઞા લેવી જોઈએ. રાજમાર્ગ, સામાન્ય માર્ગ, નગરની સીમા, ખાઈ આદિની સમીપની જગ્યા રાજાની માલિકીની હોય છે. તે સ્થાન સમસ્ત જન સમાજ માટે જ હોય છે. રાજ્યમાં વિચરવાની રાજાજ્ઞાથી તેની આજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે અને મકાનની દિવાલ પાસેની એક હાથ જેટલી જગ્યામાં બેસવા ગૃહપતિની મનોગત આજ્ઞાથી અને એક હાથથી દૂરની જગ્યા માટે પૂર્વ અર્પિત રાજાજ્ઞાથી સાધુ બેસી શકે છે. ત્યાં બેઠેલા સાધુઓના ઉઠ્યા પહેલાં અન્ય સાધુ આવી જાય તો તે આગંતુક સાધુ, પહેલાં આવેલા સાધુની આજ્ઞાથી યથાલંદકાળ પર્યત ત્યાં રહી શકે છે. તેને અન્યની આજ્ઞા લેવી જરૂરી નથી. સેનાની સમીપના ક્ષેત્રમાં ગોચરી ગમન:|३२ से गामस्स वा जाव रायहाणीए वा बहिया सेणं सण्णिविटुं पेहाए कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण तद्दिवसं भिक्खायरियाए गंतूणं पडिणियत्तए णो से कप्पइ तं रयणि तत्थेव उवाइणावेत्तए । जे खलु णिग्गथे वा णिग्गंथी वा तं रयणिं तत्थेव उवाइणावेइ उवाइणावेतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासिय परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- જે ગામ વાવત રાજધાનીની બહાર શત્રુ સેનાનો પડાવ હોય તો સાધુ-સાધ્વીઓએ તે વસતીમાં ભિક્ષાચર્યા માટે જઈને તે દિવસે જ પાછું આવવું કહ્યું છે. તેને ત્યાં રાત્રિ વાસ રહેવું કલ્પતું નથી. જે સાધુ-સાધ્વી ત્યાં રાત્રિવાસ રહે છે અથવા રાત્રિ વાસ રહેનારનું અનુમોદન કરે છે, તે જિનાજ્ઞા અને રાજાશા બંનેનું અતિક્રમણ કરતાં હોવાથી ચાતુર્માસિક અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીએ સેનાના પડાવની આસપાસના ક્ષેત્રમાં જવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. શ્રી આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ઉદ્-૨, સૂત્ર–૧૭માં સાધુ-સાધ્વીને સેનાના Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ | શ્રી બૃહક૯પ સૂત્ર પડાવની પાસે ગમનાગમનનો નિષેધ કર્યો છે. પ્રસ્તુત સૂત્ર તેનો અપવાદ સૂચિત કરે છે. ક્યારેક વિહાર આદિમાં તે સેનાના પડાવનું ક્ષેત્ર પાર કરવું જરૂરી હોય, તે પડાવને પાર કરીને ગામની અંદર ગોચરી માટે જવું પડે તેમ હોય તો સાધુએ ભિક્ષા લઈને તુરંત પાછું ફરવું જોઈએ. ગામની અંદર રાત્રિવાસ રહેવું ન જોઈએ, કારણ કે તે સમયે ગામની અંદર અન્ય વ્યક્તિઓના પ્રવેશનો નિષેધ હોય છે ફક્ત સાધુને ભિક્ષા માટે જવાની છૂટ આપી હોય છે. આ પ્રકારની રાજાની આજ્ઞા હોવાથી સાધુ જો તે ગામમાં રાત્રિવાસ રહે, તો તે રાજાજ્ઞા અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે અને તેથી તે પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. અવગ્રહક્ષેત્રનું પ્રમાણ:|३३ से गामंसि वा जाव रायहाणिं वा कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सव्वओ समंता सकोस जोयणं ओग्गहं ओगिण्हित्ताणं चिट्ठित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ ગામ યાવત રાજધાનીમાં ચારેબાજુ એક ગાઉ અધિક એક યોજનાનો અવગ્રહ ગ્રહણ કરીને રહેવું કહ્યું છે અર્થાત્ એક દિશામાં અઢી ગાઉ આવવું-જવું કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે અવગ્રહ ક્ષેત્રનું પ્રમાણ નિશ્ચિત કર્યું છે. ઉપાશ્રયની કોઈપણ એક દિશામાં સાધુને અઢી ગાઉ સુધી આવવું જવું કહ્યું છે, તેનાથી વધારે ક્ષેત્રમાં જવું-આવવું કલ્પતું નથી. જો કે ગોચરી માટે સાધુને બે ગાઉ સુધી જ જવું કહ્યું છે પરંતુ ક્યારેક બે ગાઉ દૂર ગોચરીને માટે ગયેલા સાધુને ત્યાં મળ-મૂત્રની શંકા થાય તો શંકાનું નિવારણ કરવા માટે ત્યાંથી તે અડધો ગાઉ વધારે આગળ જઈ શકે છે, તેથી એક દિશામાં કુલ અઢી ગાઉ ગમનાગમન થાય છે. પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ તેમ બંને દિશાઓના ક્ષેત્રનો યોગ કરતાં પાંચ ગાઉ અર્થાત્ સવાયોજનનું અવગ્રહક્ષેત્ર થાય છે. તેને જ સૂત્રમાં સકાસ યોજન અર્થાત્ એક ગાઉ અધિક એક યોજનાનું અવગ્રહક્ષેત્ર કહ્યું છે. છે ઉદ્દેશક-૩ સંપૂર્ણ Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રાથને ૧૭૯ ઉદ્દેશક-૪ પ્રાકકથન છROજORROROCROR * આ ઉદ્દેશકમાં વિવિધ પ્રકારના પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત વ્યક્તિઓ, દીક્ષા, શિક્ષા, વાંચના આપવાની યોગ્યતા-અયોગ્યતા, આહારની ક્ષેત્ર-કાલ મર્યાદા, વિવિધ પ્રયોજનથી ગણપરિવર્તન, મહાનદીને પાર કરવાના ઉત્સર્ગ-અપવાદ માર્ગ વગેરે વિવિધ વિષયોનું નિરૂપણ છે. * હસ્તકર્મ, મૈથુનસેવન અને રાત્રિભોજનનું સેવન કરનાર સાધુને અનુદ્દઘાતિક-લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. દુષ્ટ, પ્રમત્ત અને મૈથુન સેવન કરનાર સાધુને પારાંચિત પ્રાયશ્ચિત આવે છે. ચોરી આદિ કુકર્મનું સેવન કરનાર સાધુને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે છે. * ત્રણ પ્રકારના નપુંસકોને દીક્ષિત, મુંડિત અથવા ઉપસ્થાપિત કરવા કલ્પતા નથી. અવિનીત, વિગય પ્રતિબદ્ધ અને અનુપશાંત કષાયી, આ ત્રણ અવગુણવાળાને વાચના આપવી કલ્પતી નથી, વિનીત આદિ ત્રણ ગુણવાળાને વાચના આપવી યોગ્ય છે. દુષ્ટ, મૂઢ અને દુરાગ્રહી, આ ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી કઠિન છે અને અદુષ્ટ, અમૂઢ અને નિરાગ્રહી, આ ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી સરળ હોય છે. * સેવા કરનારના અભિપ્રાયથી થતાં વિજાતીયના સ્પર્શમાં સાધુ વિકારજન્ય સુખનો અનુભવ કરે તો તેને ચોથાવ્રતના ભંગનું પ્રાયશ્ચિત્ત આવે છે. * સાધુ-સાધ્વીએ પહેલા પ્રહરે લાવેલા આહાર-પાણી ચોથા પ્રહરમાં વાપરવા નહીં કે રાખવા નહીં. બે ગાઉથી આગળ આહાર-પાણી લઈ જવા નહીં. અનાભોગથી ગ્રહણ કરેલા અનેષણીય આહારને વાપરવા નહીં પરંતુ તે નવદીક્ષિત સાધુ વાપરી શકે છે. પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓએ ઔદેશિક આહાર ગ્રહણ કરવો ક૫તો નથી અન્ય તીર્થકરના સાધુઓને કહ્યું છે. * અધ્યયન કરવા માટે, સાંભોગિક વ્યવહાર માટે અથવા અધ્યયન કરાવવા માટે આદિ કોઈ પણ પ્રયોજનથી અન્ય ગણમાં જવું હોય, તો આચાર્ય આદિની આજ્ઞા લઈને સૂત્રોક્ત વિધિથી સામાન્ય સાધુ કે પદવીધર સાધુ જઈ શકે છે. * કાળધર્મ પ્રાપ્ત સાધુના મૃત શરીરને સાધર્મિક સાધુ રાત્રે પણ પ્રાતિહારિક પાટિયું આદિ ઉપકરણ લઈને ગામની બહાર એકાંતમાં પરઠી શકે છે. ક કલેશને ઉપશાંત કર્યા વિના સાધુ ગોચરી આદિ માટે જઈ શકતા નથી. * આચાર્ય પરિહારતપ વહન કરનારને એક દિવસ સાથે જઈને ગોચરી અપાવે. ત્યાર પછી જરૂરી જણાય તો સેવા આદિ કરી શકે છે. * મોટી નદીઓને એક માસમાં એકવારથી વધારે વાર પાર ન કરવી જોઈએ. જંઘા પ્રમાણ પાણીના પ્રવાહવાળી(મહાનદી ન હોય તેવી) નદીને સૂત્રોક્ત વિધિથી એક માસમાં બે-ત્રણ વાર પાર કરી શકાય છે. કે ઘાસના બનેલા મકાનોની ઊંચાઈ પોતાના કાનથી ઓછી હોય તો ત્યાં શેષનાલમાં રહેવું ન જોઈએ અને બંને હાથ ઊંચા રાખીને ઊભેલી વ્યક્તિની ઊંચાઈથી ઓછી ઊંચાઈવાળા મકાનમાં ચાતુર્માસ રહેવું નહીં. Page #252 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર ઉદેશક-૪ 222222PPPPPPP અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્ત સ્થાનઃ| १ तओ अणुग्घाइया पण्णत्ता, तं जहा- हत्थकम्मं करेमाणे, मेहुणं पडिसेवमाणे, राईभोयण भुजमाणे । ભાવાર્થ - ત્રણ વ્યક્તિ અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, જેમ કે– (૧) હસ્તકર્મ કરનાર (૨) મૈથુન સેવન કરનાર (૩) રાત્રિભોજન કરનાર. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં અનુદ્યાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ પ્રવૃત્તિનું કથન છે. જે દોષની શુદ્ધિ સામાન્ય તપથી થઈ શકે તેને ઉદઘાતિક પ્રાયશ્ચિત્ત કહે છે અને જે દોષની શુદ્ધિ વિશેષ તપથી જ થઈ શકે તેને અનુદાતિક પ્રાયશ્ચિત્ત કહે છે. હસ્તકર્મ કરનાર, મૈથુન સેવન કરનાર અને રાત્રિભોજન કરનાર સાધુ મહાપાપનું સેવન કરે છે, કારણ કે ઉપરોક્ત ત્રણ પ્રવૃત્તિઓમાંથી પ્રથમ બે પ્રવૃત્તિ કરનાર અબ્રહ્મ વિરમણ નામનાં ચોથા મહાવ્રતનો ભંગ કરે છે અને રાત્રિભોજન કરનાર રાત્રિ ભોજન વિરમણ નામનાં છટ્ટા વ્રતનો ભંગ કરે છે, તેથી તે ત્રણેય અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ભગવતી સુત્ર શ. ર૫, ઉ. ૬ ઠાણાંગ સૂત્રના દસમા સ્થાનમાં તથા ઉવવાઈ સૂત્રમાં પ્રાયશ્ચિત્તના દશભેદ કહ્યા છે. તેમાં છઠ્ઠું તપ પ્રાયશ્ચિત્ત છે. તપ પ્રાયશ્ચિત – પ્રમાદ વિશેષથી, અનાચારનું સેવન કરવાથી ગુરુ દ્વારા આપેલા તપના આચરણને તપ પ્રાયશ્ચિત્ત કહે છે. તેના બે ભેદ છે – ઉદઘાતિમ–લઘુ તપ પ્રાયશ્ચિત્ત અને અનુદ્દઘાતિમ–ગુરુ તપ પ્રાયશ્ચિત્ત. આ બંનેના પણ માસિક અને ચાતુર્માસિકના ભેદથી બે-બે ભેદ છે. આ રીતે ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તના બે ભેદ થાય છે– (૧) લઘુમાસિક તપ અને (૨) લઘુચાતુર્માસિક તપ. તે જ રીતે અનુઘાતિક પ્રાયશ્ચિત્તના પણ બે ભેદ થાય છે– (૧) ગુરુમાસિક તપ અને (૨) ગુરુ ચાતુર્માસિક તપ. આચાર્ય આદિ શિષ્યની વ્રતભંગની પરિસ્થિતિ યથાર્થ રીતે જાણીને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે. ભાષ્યકારે વ્રતભંગની ત્રણ પરિસ્થિતિનું કથન કર્યું છે. યથા– (૧) રાજ્ય સત્તાના દબાણથી કે ભૂત-પ્રેતને વશ થઈને પરવશપણે થયેલો વ્રતભંગ (૨) પોતાની જ આતુરતાથી કરેલો વ્રતભંગ (૩) મોહનીય કર્મના પ્રબળતમ ઉદયને આધીન થઈને થયેલો વ્રતભંગ. આ ત્રણે પરિસ્થિતિમાં વ્રતભંગ થવાથી ક્રમશઃ પ્રાયશ્ચિત્તની માત્રા વધતી જાય છે. ઉઘાતિક અને અનુઘાતિક પ્રાયશ્ચિત્તમાં અપાતા તપ રૂપ કે દીક્ષા છેદ રૂપ પ્રાયશ્ચિત્તનું પ્રમાણ નિશીથ સૂત્રના આધારે જાણવું. Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪ [ ૧૮૧] પારાંચિત પ્રાયશ્ચિત્ત સ્થાન: २ तओ पारंचिया पण्णत्ता, तं जहा- दुढे पारंचिए, पमत्ते पारंचिए, अण्णमण्णं करेमाणे पारचिए । ભાવાર્થ :- ત્રણ વ્યક્તિ પારાંચિત પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, જેમ કે – (૧) દુષ્ટ પરિણામી(તીવ્રતમ કષાય દોષથી દૂષિત) પારાંચિત (૨) પ્રમત્ત(ત્યાનદ્ધિ નિદ્રાવાળા) પારાંચિત અને (૩) પરસ્પર(સ્વલિંગી સાથે) મૈથુનસેવી પારાંચિત. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પારાંચિત પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ-ત્રણ વ્યક્તિઓનું કથન છે. પારાચિત પ્રાયશ્ચિત્ત - જે પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધ કરાયેલા સાધુ સંસાર સમુદ્રને પાર કરી શકે છે. પ્રાયશ્ચિતના દશ ભેદોમાં અંતિમ અને સૌથી ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે, તેથી તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત કહે છે. નવમા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતથી પણ જેની શુદ્ધિ સંભવિત ન હોય તેવા વિષય-કષાયજન્ય દોષનું સેવન કરનારને અથવા પ્રમાદની તીવ્રતાથી દોષ સેવન કરનારને જઘન્ય એક વર્ષ અને ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધી ગૃહસ્થવેશ ધારણ કરાવીને સાધુના બધા વ્રત-નિયમોનું પાલન કરાવ્યા પછી પુનઃ દીક્ષા આપવામાં આવે, તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત કહે છે. પ્રસ્તુત સૂત્રમાં પારાંચિત પ્રાયશ્ચિત્તના ત્રણ સ્થાન કહ્યા છે(૧) દુષ્ટ પારચિત :- તેના બે ભેદ છે– કષાયષ્ટ અને વિષયદુષ્ટ. ૧. કષાયદુષ્ટ-ક્રોધાદિ કષાયોની પ્રબળતાને વશ થઈ સાધુ આદિની ઘાત કરે, તે કષાયદુષ્ટ છે. ૨. વિષયદુષ્ટ- ઇન્દ્રિયોના વિષયની આસક્તિથી સાધ્વી આદિ સ્ત્રીઓમાં આસક્ત થઈને તેની સાથે વિષય સેવન કરે છે, તે વિષયદુષ્ટ છે. (૨) પ્રમત પારાંચિત :- તેના પાંચ પ્રકાર છે– ૧. મધ પ્રમત્ત- દારૂ આદિ નશીલી વસ્તુઓનું સેવન કરનાર, ૨. વિષય પ્રમત- ઇન્દ્રિય વિષયના લોલુપી, ૩. કષાય પ્રમા– તીવ્ર ક્રોધ, માન, માયા કે લોભનું સેવન કરનાર છે. ૪. વિઠ્યા પ્રમત્ત- સ્ત્રીકથા, રાજકથા આદિ વિકથા કરનાર, ૫. નિદ્રા પ્રમત્ત– ચાનષ્ક્રિનિદ્રાવાળા- જે વ્યક્તિ ઘોર નિદ્રામાંથી ઉઠીને ન કરવા યોગ્ય ભયંકર કાર્યોને કરીને ફરી સૂઈ જાય છે અને જાગ્યા પછી કરેલા દુષ્કાર્યોની પોતાને સ્મૃતિ ન હોય, તેવી વ્યક્તિને નિદ્રાપ્રમત્ત કહે છે. (૩) પરસ્પર મૈથુન સેવી – સ્વલીંગી સાથે મૈથુન સેવન કરે છે, તે પારચિત પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત સ્થાન :| ३ तओ अणवटुप्पा पण्णत्ता, तं जहा- साहम्मियाणं तेण्णं करेमाणे, अण्णधम्मियाणं तेण्णं करेमाणे, हत्थादालं दलमाणे ।। ભાવાર્થ :- ત્રણ વ્યક્તિ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતને યોગ્ય છે, જેમ કે– (૧) સાધર્મિકોની વસ્તની ચોરી કરનાર. (૨) અન્ય ધાર્મિકોની વસ્તુની ચોરી કરનાર. (૩) પોતાના જ હાથે ઘાતક પ્રહાર કરનાર. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ વ્યક્તિનું કથન છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ | શ્રી બૃહતક૯પ સૂત્ર અનવસ્થાપ્ય - દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં નવમું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે. જે દોષની શુદ્ધિ આઠમા મૂળ પ્રાયશ્ચિત્ત દ્વારા શક્ય નથી. તેને નવમું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તેમાં સાધુને અલ્પ સમય માટે ગૃહસ્થનો વેશ ધારણ કરાવી ત્યાર પછી પુનઃ દીક્ષિત કરાય છે અને તેની સાથે કઠિનતમ તપનું આચરણ કરાવાય છે. (૧) જે સાધુ પોતાના સાધર્મિક સાધુઓના વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિની ચોરી કરે છે. (૨) જે અન્ય ધાર્મિકજનોના અર્થાત્ બૌદ્ધ, સાંખ્ય આદિ મતોના સાધુ આદિના વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિની ચોરી કરે છે. (૩) જે પોતાના હાથેથી બીજાને મારે છે. મુઠ્ઠી, લાકડી આદિથી મારે છે અથવા મંત્ર, તંત્ર આદિથી કોઈને પીડિત કરે છે. આ પ્રકારના દોષ સેવન કરનારને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રાયઃ પ્રતોમાં હત્યાનં પાઠ છે. શ્રી સ્થાનાંગ સૂત્રના દસમા સ્થાનમાં સ્થાનં પાઠ છે, તેથી અહીં તે પાઠ સ્વીકાર્યો છે. દીક્ષા આદિને અયોગ્ય ત્રણ પ્રકારના નપુંસક - | ૪ તો જે ખંતિ પબ્લાઉત્તપે, તં નહીં- પંડા, વાપ, વીવે ! एवं मुंडावेत्तए, सिक्खावेत्तए, उवट्ठावेत्तए, संभुजित्तए, संवासित्तए । ભાવાર્થ :- ત્રણ વ્યક્તિને દીક્ષા આપવી કલ્પતી નથી, જેમ કે– ૧. પંડક-સ્ત્રી જેવા સ્વભાવવાળા જન્મ નપુંસક ૨. વાતિક-કામવાસનાનું દમન ન કરી શકે તેવા નપુંસક અને ૩. કલબ (અસમર્થ)નપુંસક તે જ રીતે આ ત્રણ વ્યક્તિને મુંડિત કરવા, શિક્ષિત કરવા, મહાવ્રતોમાં ઉપસ્થાપિત કરવા, એક માંડલામાં સાથે બેસી આહાર કરવો તથા સાથે રાખવા કલ્પતા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં દીક્ષા આદિને અયોગ્ય ત્રણ વ્યક્તિનું કથન છે. ૧.પંડ પડક- જે જન્મથી નપુંસક હોય છે. ૨. વારૂપ–વાતિક- જે વાતરોગી છે અર્થાત્ કામવાસનાનો નિગ્રહ કરવામાં અસમર્થ હોય. ૩. વારે-કલીબ- અસમર્થ અથવા પુરુષત્વહીન કાયર પુરુષ. આ ત્રણે પ્રકારના નપુંસક દીક્ષા દેવાને યોગ્ય નથી કારણ કે તેવી વ્યક્તિઓને દીક્ષિત કરવાથી નિગ્રંથધર્મની નિંદા આદિ અનેક દોષ લાગે છે. જો વ્યક્તિની જાણકારી પ્રાપ્ત કર્યા વિના ઉક્ત પ્રકારના નપુંસકને દીક્ષા દેવાઈ ગઈ હોય અને પછી તેનું નપુંસકપણું જણાય તો તેનું મુંડન ન કરે અર્થાત્ તેના કેશોનો લોચ ન કરે. જો કેશલોચ કર્યા પછી નપુંસકપણું જણાય તો તેને મહાવ્રતોમાં ઉપસ્થાપિત ન કરે અર્થાત્ વડી દીક્ષા ન આપે. જો વડી દીક્ષા આપ્યા પછી તેનું નપુંસકપણું જણાય તો તેની સાથે એક માંડલામાં બેસી આહારપાણી ન કરે. જો ત્યાર પછી તેનું નપુંસકપણું જણાય તો તેની સાથે સૂવા બેસવાનો વ્યવહાર ન કરે. વાંચના લેનારની યોગ્યતા અયોગ્યતા :| ५ तओ णो कप्पंति वाइत्तए, तं जहा- अविणीए, विगई-पडिबद्ध, अविओसवियपाहुडे । Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪ ૧૮૩ ભાવાર્થ:- ત્રણ વ્યક્તિને વાંચના દેવી કલ્પતી નથી, જેમ કે– (૧) અવિનીત– વિનયભાવ ન કરનાર. (૨) વિકૃતિ પ્રતિબદ્ધ– વિગય સેવનમાં આસક્ત (૩) અવ્યુપશમિત(અનુપશાંત)પ્રાભૂત– કલહને શાંત નહીં કરનાર અર્થાત્ અતિ ક્રોધિત. ६ तओ कप्पंति वाइत्तए तं जहा- विणीए, जो विगई-पडिबद्ध, विओसवियपाहुडे । ભાવાર્થ : ત્રણ વ્યક્તિને વાંચના દેવી કલ્પે છે, જેમ કે– (૧) વિનીત– સૂત્રાર્થદાતા પ્રત્યે વંદન આદિ વિનય વ્યવહાર કરનાર. (૨) વિગય-અપ્રતિબદ્ધ–વિગયમાં અનાસક્ત (૩) વ્યુપશમિત(ઉપશાંત) પ્રાભૂત– કલહને શાંત કરનારા. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં વાચનાને યોગ્ય-અયોગ્ય વ્યક્તિનું કથન છે. વાચનાની અયોગ્યતા :– ત્રણ અવગુણના ધારક વ્યક્તિ વાંચનાને અયોગ્ય છે. (૧) અવિળીશ્– અવિનીત :– જે વિનય રહિત હોય, આચાર્ય કે રત્નાધિક સાધુ આદિના આવવા જવા સમયે અભ્યુત્થાન, સત્કાર, સન્માન આદિ યથાયોગ્ય વિનય કરે નહીં, ગુરુની આજ્ઞાનું પાલન કરે નહીં, ગુરુના ઇગિત આકાર–ઈશારાને કે મનોભાવને સમજે નહીં, તે અવિનીત કહેવાય છે. (૨) વિરૂં હિન્દે- વિકૃતિ પ્રતિબદ્ધ :– જે દૂધ, દહીં આદિ રસોમાં આસક્ત હોય અને રસયુક્ત અનુકુળ દ્રવ્યો ન મળવાથી સૂત્રાર્થ આદિના ગ્રહણ કરવામાં મંદ ઉદ્યમી થઈ જાય, તે વિકૃતિ પ્રતિબદ્ધ કહેવાય છે. (૩) અવિઓસવિય પાહુડે- અવ્યુપશમિતપ્રામૃત ઃ– જે અલ્પ અપરાધ કરનાર અપરાધી પર પ્રચંડ ક્રોધ કરતા હોય અને ક્ષમા-યાચના કરે, તો પણ તેના પર વારંવાર ક્રોધ કરતા રહે, તે અવ્યવશમિત પ્રામૃત કહેવાય છે. આ ત્રણ પ્રકારના સાધુ સૂત્રવાચના, અર્થવાચના અને ઉભય વાચનાને અયોગ્ય છે કારણ કે વિનયથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અવિનયી શિષ્યને વાચના આપવી વ્યર્થ અથવા નિષ્ફળ છે. ક્યારેક દુષ્ફળ પણ આપે છે. ત્રણ ગુણના ધારક વ્યક્તિ જ વાચનાને યોગ્ય છે. જે વિનયસંપન્ન છે, ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, દૂધ, દહીં આદિ વિગયોના સેવનમાં જેની આસક્તિ નથી અને જે ક્ષમાશીલ છે, તેવા શિષ્યોને જ સૂત્રની, અર્થની તથા બંનેની વાંચના આપવી જોઈએ. તેને અપાયેલી વાચના-શ્રુતનો વિસ્તાર પામે છે, ગ્રહણ કરનારના આ લોક અને પરલોક સુધારે છે અને જૈનશાસનની પ્રભાવના કરે છે. જે ગચ્છપ્રમુખ યોગ્ય-અયોગ્યનો નિર્ણય કર્યા વિના બધાને વાચના આપે છે, તે ગચ્છપ્રમુખ નિશીથ સૂત્ર, ઉદ્દે.-૧૯ અનુસાર પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. શિક્ષાપ્રાપ્તિની યોગ્યતા-અયોગ્યતાઃ ૭ તો કુસળખા પળત્તા, તં નહીં- યુકે, મુદ્દે, વુન્શાહિદ્ । Page #256 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪] શ્રી બૃહ૮૯૫ સૂત્ર ભાવાર્થ - આ ત્રણ વ્યક્તિ દુબધ્ધ છે, જેમ કે– દુષ્ટ, મૂઢ અને કદાગ્રહી. ८ तओ सुसण्णप्पा पण्णत्ता, तं जहा- अदुढे अमूढे अवुग्गाहिए । ભાવાર્થ :- ત્રણ વ્યક્તિ સુબોધ્ય છે, જેમ કે– અદુષ્ટ, અમૂઢ, અશ્રુગ્રાહિત. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં શિક્ષા પ્રાપ્તિ માટે યોગ્ય-અયોગ્ય વ્યક્તિના ગુણ-દોષનું કથન છે. ત્રણ અવગુણના ધારક વ્યક્તિ શિક્ષા પ્રાપ્તિ માટે અયોગ્ય છે, યથા (૧) દુષ્ટ-જે શાસ્ત્રની પ્રરૂપણા કરનાર ગુરુ આદિ પ્રત્યે દ્વેષ રાખે અથવા યથાર્થ તત્ત્વ પ્રતિપાદક પ્રત્યે દ્વેષ રાખે તેને દુષ્ટ કહે છે. (૨) મૂઢ- ગુણ-અવગુણના વિવેકથી રહિત વ્યક્તિને મૂઢ કહે છે. (૩) વ્યાહિત– વિપરીત શ્રદ્ધાવાળા અત્યંત કદાગ્રહી પુરુષને વ્યગ્રાહિત કહે છે. આ ત્રણે પ્રકારના સાધુ દુર્બોધ્ય અર્થાત્ તેને સમજાવવા અત્યંત કઠિન છે. તેને સમજાવવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, તેથી તે સૂત્રવાંચનાને અયોગ્ય હોય છે. જે દ્વેષભાવથી રહિત, હિત-અહિતના વિવેકથી યુક્ત અને શ્રદ્ધાવાન છે, તે શિક્ષા આપવાને યોગ્ય છે અર્થાત્ સબોધ્યા છે. તેવી વ્યક્તિઓને શ્રત અને અર્થની વાંચના આપવી જોઈએ કારણ કે તે તત્ત્વને સરળતાથી અથવા સુગમતાથી ગ્રહણ કરે છે. વિજાતીય સ્પર્શની અનુમોદનાનું પ્રાયશ્ચિત્ત - | ९ णिग्गंथिं च णं गिलायमाणि पिया वा भाया वा पुत्तो वा पलिस्सएज्जा, तं च णिग्गंथी साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ता आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- નીચે પડી ગયેલા ગ્લાન સાધ્વીને પિતા, ભાઈ, પુત્ર ભાવથી કોઈ પુરુષ હાથનો ટેકો આપે, સ્વયં ઉઠવા-બેસવામાં અસમર્થ હોય અને તેને ઉઠાડે, બેસાડે, ત્યારે તે સાધ્વી તે સ્પર્શનું વિકાર ભાવથી અનુમોદન કરે તો તે અનુદ્દઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. १० णिग्गंथं च णं गिलायमाणं माया वा भगिणी वा धूया वा पलिस्सएज्जा, तं च णिग्गंथे साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- નીચે પડી ગયેલા ગ્લાન સાધુને માતા, બેન, દીકરીના ભાવથી કોઈ સ્ત્રી હાથનો ટેકો આપે, સ્વયં ઉઠવા-બેસવામાં અસમર્થ હોય અને તેને ઉઠાડે, બેસાડે ત્યારે તે સાધુ તે સ્પર્શનું વિકાર ભાવથી અનુમોદન કરે, તો તે અનુદ્દઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે વિજાતીય સ્પર્શની અનુમોદનાના પ્રાયશ્ચિતનું કથન છે. બ્રહ્મચર્યની રક્ષા માટે સાધ્વીને પુરુષ શરીરનો સ્પર્શ અને સાધુને સ્ત્રી શરીરનો સ્પર્શ સર્વથા વર્જિત છે, તેથી બીમારી આદિના સમયે પણ સાધ્વી-સાધ્વીની અને સાધુ-સાધુની જ સેવા કરે તે પ્રમાણે Page #257 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪ ૧૮૫ જિનાજ્ઞા છે, પરંતુ કોઈ સાધ્વીના શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય અને રસ્તા વગેરે સ્થાનમાં પડી જાય, તે જોઈને તે સાધ્વીને કોઈ પુરુષ પિતા, ભાઈ અથવા પુત્રાદિના ભાવથી ઉઠાડે-બેસાડે અથવા અન્ય સેવા કરે, તે જ રીતે ગ્લાન સાધુને કોઈ સ્ત્રી ઉપાડે ત્યારે તે સાધુ કે સાધ્વી વિજાતીય સ્પર્શની વિકારભાવથી અનુમોદના કરે તો તે સાધુ કે સાધ્વી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. કાલાતિક્રાંત દોષ અને તેનું પ્રાયશ્ચિત્ત : ११ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा असणं वा जाव साइमं वा पढमाए पोरिसीए पडिग्गाहित्ता पच्छिमं पोरिसिं उवाइणावेत्तए । से य आहच्च उवाइणाविए सिया, तं णो अप्पणा भुंज्जेजा णो अण्णेसिं अणुप्पदेज्जा, एगंते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेयव्वे सिया । तं अप्पणा भुंजमाणे अण्णेसिं वा दलमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ :- સાધુ-સાધ્વીને પ્રથમ પોરસીમાં ગ્રહણ કરેલા અશન યાવત્ મુખવાસ(ચાર પ્રકારનો આહાર) અંતિમ પોરસી સુધી પોતાની પાસે રાખવા કલ્પતા નથી અર્થાત્ પહેલા પ્રહરના આહાર-પાણી ચોથા પ્રહર સુધી રાખવા નહીં. કદાચિત તે આહાર રહી જાય તો તેને સ્વયં વાપરે નહીં અને અન્યને આપે નહીં પરંતુ એકાંત અને સર્વથા અચિત્ત સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી, ત્યાં તે આહારને પરઠી દે. જો તે આહારને સ્વયં વાપરે અથવા અન્યને આપે તો તે ઉદ્ઘાતિક(લઘુચૌમાસી) ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે ગોચરી સંબંધિત કાલાતિક્રાંત દોષ અને તેના પ્રાયશ્ચિત્તનું કથન છે. કાલાતિક્રાંત દોષ– કાલ મર્યાદાનું ઉલ્લંઘન કરવું. સાધુ-સાધ્વી પ્રથમ પ્રહરમાં લાવેલો ચારે પ્રકારનો આહાર ત્રીજા પ્રહર સુધી જ વાપરી શકે છે. જો આ મર્યાદાનું ઉલ્લંઘન કરે અર્થાત્ પ્રથમ પ્રહરના આહારપાણી ચોથા પ્રહરમાં વાપરે અથવા અન્યને આપે, તો તે સાધુ કાલાતિક્રાંત દોષનું સેવન કરે છે અને તેથી તે ઉદ્ઘાતિક-લઘુચૌમાસી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ક્યારેક ભૂલથી, પ્રમાદથી પ્રથમ પ્રહરના આહારાદિ ચોથા પ્રહર સુધી રહી જાય, તો સાધુ-સાધ્વી તે આહારને સ્વયં વાપરે નહીં, બીજાને આપે નહીં પરંતુ અચેત નિર્દોષ ડિલભૂમિનું પ્રતિલેખન કરીને તેમાં તે આહારને પરઠી દે. ગ્રહણ કરેલા આહાર-પાણી માટે કાલમર્યાદા ન હોય, તો સાધુ-સાધ્વીમાં સંગ્રહવૃત્તિ અને આસક્તિભાવ વધે છે. તેમજ ખાદ્ય પદાર્થો ક્યારેક વિકૃત થઈ જાય, તો તેનાથી અનેક રોગોત્પત્તિની સંભાવના રહે છે, આ રીતે અનેક દોષોની સંભાવના હોવાથી સાધુ-સાધ્વીએ શાસ્ત્રોક્ત કાલ મર્યાદાનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. ક્ષેત્રાતિક્રાંત દોષ અને તેનું પ્રાયશ્ચિત ઃ १२ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा असणं वा जाव साइमं वा परं Page #258 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી બૃહતક૯પ સૂત્ર अद्धजोयणमेराए उवाइणावेत्तए । से य आहच्च उवाइणाविए सिया, तं णो अप्पणा भुंजेज्जा, णो अण्णेसिं अणुप्पदेज्जा, एगते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेयव्वे सिया । त अप्पणा भुंजमाणे अण्णेसिं वा दलमाणे आवज्जइ चाउम्मासिय परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓને અશન, પાણી, મેવા અને મુખવાસ આદિ ચારે પ્રકારનો આહાર અર્ધાયોજનની મર્યાદાથી આગળ સાથે લઈ જવો કલ્પતો નથી. ક્યારેક તે આહાર રહી જાય તો તે આહારને સ્વયં વાપરે નહીં અને અન્યને આપે નહીં પરંતુ એકાંત અને સર્વથા અચિત્ત ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી તે આહારને યોગ્ય વિધિથી પરઠી દે. જો તે આહારને સ્વયં વાપરે અથવા અન્ય સાધુ-સાધ્વીઓને આપે તો તેને ઉદ્ઘાતિક-લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં ક્ષેત્રાતિક્રાંતદોષ અને તેના પ્રાયશ્ચિત્તનું કથન છે. ક્ષેત્રાતિકાંત દોષ – શાસ્ત્રોક્ત ક્ષેત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરવું, તે ક્ષેત્રાતિક્રાંત દોષ છે. સાધુ-સાધ્વી બે ગાઉની ક્ષેત્ર મર્યાદામાં આહાર-પાણીની ગવેષણા માટે જઈ શકે છે અને ગ્રહણ કરેલા આહાર-પાણીને સાથે લઈને કોઈ પણ દિશામાં બે ગાઉ સુધી જઈ શકે છે. જો તે મર્યાદાનું ઉલ્લંઘન કરે, તો તે સાધુ ક્ષેત્રાતિક્રાંત દોષનું સેવન કરે છે અને તે દોષ સેવનથી લઘુમાસી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, તેથી સાધુએ અપ્રમત્તપણે શાસ્ત્રોક્ત મર્યાદાનું પાલન કરવું જોઈએ. જો ક્યારેક ભૂલથી આ મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય, તો સાધુ-સાધ્વીને તે આહાર, પાણી વાપરવા કલ્પતા નથી પરંતુ તેને નિર્દોષ ભૂમિમાં પરઠી દેવા જોઈએ. આહાર-પાણી સાથે લઈ જવા માટે બે ગાઉની ક્ષેત્રમર્યાદા ન હોય, તો સાધુમાં સંગ્રહવૃત્તિ વધે, રસાસ્વાદનું પોષણ થાય વગેરે અનેક દોષોની સંભાવના છે. અનૈષણીય આહારનો વિવેક:|१३ णिग्गंथेण य गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविद्वेणं अण्णयरे अचित्ते अणेसणिज्जे पाणभोयणे पडिग्गाहिए सिया, अत्थि या इत्थ केइ सेहतराए अणुवट्ठावियए, कप्पइ से तस्स दाउं वा अणुप्पदाउं वा । णत्थि य इत्थ केइ सेहतराए अणुवट्ठावियए, तं णो अप्पणा भुंजेज्जा, णो अण्णेसिं दावए, एगते बहुफासुए थडिले पडिलेहित्ता पमज्जित्ता परिवेयव्वे सिया । ભાવાર્થ :- ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કરે, ત્યારે સાધુ દ્વારા કોઈ દોષયુક્ત અચિત્ત આહારપાણી ગ્રહણ થઈ જાય તો ત્યાં અનુપસ્થાપિત શૈક્ષ-નવદીક્ષિત સાધુ હોય, તો તેને તે આહાર એકવાર અથવા થોડો-થોડો કરીને અનેકવાર આપવા કહ્યું છે. જો કોઈ અનુપસ્થાપિત-નવદીક્ષિત સાધુ ન હોય તો તે અનૈષણિક આહાર સ્વયં વાપરે નહીં અને અન્યને આપે નહીં પરંતુ એકાંત અને અચિત્ત ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી યોગ્ય વિધિથી પરઠી દે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪. | ૧૮૭ ] વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં પ્રાપ્ત થયેલા અનેષણીય આહારનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સાધુ-સાધ્વી ગવેષણાપૂર્વક એષણીય આહાર જ ગ્રહણ કરે છે, તેમ છતાં ક્યારેક અનેષણીય-દોષિત આહાર ગ્રહણ થઈ જાય, તો તે દોષિત આહાર સ્વયં વાપરે નહીં પરંતુ અનુપસ્થાપિત શૈક્ષને-નવદીક્ષિત સાધુને આપી દે. સંદતર અણુવકુવા - સંયમ સ્વીકાર પછી જ્યાં સુધી વડી દીક્ષા ન થાય, મહાવ્રતનું આરોપણ ન થાય કે મહાવ્રતમાં સ્થાપિત ન થાય, ત્યાં સુધી તે નવદીક્ષિત સાધુ અનુપસ્થાપિત શૈક્ષ કહેવાય છે. તેવા અનુપસ્થાપિત નવ દીક્ષિત સાધુને અસાવધાનીથી ગ્રહણ થયેલો અનેષણીય અચિત્ત આહાર વાપરવા માટે આપી શકાય છે. | નવદીક્ષિત અનુપસ્થાપિત શિષ્ય પણ સંયમી છે તો પણ તેને ફરીને ઉપસ્થાપન-મહાવ્રતનું આરોપણ થયું ન હોવાથી તેને તે આહાર વાપરવાનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. મહાવ્રતના આરોપણ સમયે જ તેની વિશુદ્ધિ થઈ જાય છે. જો તે સાધુના સંઘાડામાં તેવા નવદીક્ષિત શિષ્ય ન હોય તો તે દોષયુક્ત આહાર સ્વયં વાપરે નહીં કે અન્યને આપે નહીં, પરંતુ પ્રાસુક અચિત્ત ભૂમિમાં સૂત્રોક્ત વિધિથી પરઠી દે. કલ્પ-અકલ્પ સ્થિત સાધુઓ માટે ઔદેશિક આહાર વિવેક - १४ जे कडे कप्पट्ठियाणं कप्पइ से अकप्पट्ठियाणं, णो से कप्पइ कप्पट्ठियाणं । जे कडे अकप्पट्ठियाणं णो से कप्पइ कप्पट्ठियाणं, कप्पइ से अकप्पट्ठियाणं । कप्पे ठिया कप्पट्ठिया, अकप्पे ठिया अकप्पट्ठिया । ભાવાર્થ :- જે આહાર કલ્પસ્થિત સાધુ માટે બનાવેલો હોય તે અકલ્પસ્થિત સાધુને લેવા કહ્યું છે પરંતુ કલ્પસ્થિત સાધુને લેવો કલ્પતો નથી. જે આહાર અકલ્પસ્થિત સાધુ માટે બનાવેલો હોય તે કલ્પસ્થિત સાધુને લેવો કલ્પતો નથી પરંતુ અન્ય અકલ્પસ્થિત સાધુને કહ્યું છે. જે કલ્પમાં સ્થિત છે તે કલ્પસ્થિત કહેવાય છે અને જે કલ્પમાં સ્થિત નથી તે અકલ્પસ્થિત કહેવાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં કલ્પસ્થિત અને અકલ્પસ્થિત સાધુઓને માટે ઔદેશિક આહાર સંબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે. ખાવા- કલ્પસ્થિત. જે સાધુ અચલકાદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત છે અને પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મનું પાલન કરે છે તેવા પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓ કલ્પસ્થિત કહેવાય છે. અવિનં- અકલ્પસ્થિત. જે સાધુ અચલકાદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત નથી પરંતુ ચાર પ્રકારના અનિવાર્ય કલ્પ અને સ્વૈચ્છિક છ પ્રકારના કલ્પોમાં સ્થિત છે અને ચાતુર્યામ ધર્મનું પાલન કરે છે તેવા મધ્યવર્તી બાવીસ તીર્થકરોના સાધુ અકલ્પસ્થિત કહેવાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર કલ્પસ્થિત સાધુના દસ કલ્પ આ પ્રમાણે છે :(૧) અચલકલ્પ:- મર્યાદિત વસ્ત્ર રાખવા તથા રંગીન કે બહુમૂલ્યવાન, આકર્ષક વસ્ત્ર ન રાખવા પરંતુ સફેદ, અલ્પમૂલ્યવાન વસ્ત્ર રાખવા. (૨) ઔશિકકલ્પ - અન્ય કોઈપણ સાધર્મિક અથવા સાંભોગિક સાધુઓના ઉદ્દેશ્યથી બનાવેલા આહારાદિ ઔદેશિક દોષયુક્ત હોવાથી તેવા આહારાદિને ગ્રહણ ન કરવા. (૩) શય્યાતરપિંડકલ્પ - શય્યાદાતાના આહારાદિ ગ્રહણ ન કરવા. (૪) રાજપિંડકલ્પ :- અભિષિક્ત મહારાજા આદિના આહારાદિ ગ્રહણ ન કરવા. (૫) કતિકર્મકલ્પ:- રત્નાધિક સંતો સાથે વંદન આદિ વિનય વ્યવહાર કરવો. () વ્રતકલ્પ - પાંચ મહાવ્રતોનું પાલન કરવું અથવા ચાર યામનું પાલન કરવું. ચાર ધામમાં ચોથા બહિદ્વાદાન વિરમણ વ્રતમાં ચોથા અને પાંચમા મહાવ્રતનો સમાવેશ થઈ જાય છે. (૭) જયેષ્ઠકલ્પ – જેની વડી દીક્ષા પહેલા થઈ હોય તે જયેષ્ઠ કહેવાય છે અને સાધ્વીઓને માટે બધા સાધુ જયેષ્ઠ છે, તેથી તેને જયેષ્ઠ માની વ્યવહાર કરવો. (૮) પ્રતિકમણકલ્પ – નિત્ય નિયમિત રૂપે દિવસ સંબંધી અને રાત્રિ સંબંધી પ્રતિક્રમણ કરવું. (૯) માસકલ્પ - હેમંત કે ગીષ્મ ઋતુમાં વિચરણ કરતાં કોઈ પણ પ્રામાદિમાં સાધુએ એક માસથી અને સાધ્વીએ બે માસથી વધુ ન રહેવું તથા સાધુએ એક માસ રહ્યા પછી ત્યાં બે માસ સુધી અને સાધ્વીએ બે માસ રહ્યા પછી ત્યાં ચાર માસ સુધી ફરી આવીને ન રહેવું. (૧૦) ચાતુર્માસ કહ્યું :- વર્ષાઋતુમાં ચાર મહિના સુધી એક જ ગ્રામાદિમાં સ્થિર રહેવું. ચાતુર્માસમાં વિહાર ન કરવો અને ચાતુર્માસ પછી તે ગામમાં ન રહેવું અને ત્યારપછી આઠ મહિના(પછી ચાતુર્માસકાળ આવી જવાથી બાર મહિના) સુધી ફરી ત્યાં આવીને ન રહેવું. પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુ-સાધ્વીઓને આ દસ કલ્પનું પાલન કરવું આવશ્યક છે. મધ્યમ તીર્થકરોના સાધુ-સાધ્વીઓને ઉપરોક્ત દશ કલ્પનું પાલન અનિવાર્ય નથી. તે સાધુઓને દશ કલ્પમાંથી (૧) શય્યાતરપિંડકલ્પ, (૨) કૃતિકર્મકલ્પ (૩) વ્રતકલ્પ (૪) જયેષ્ઠ કલ્પ. આ ચાર કલ્પનું પાલન અનિવાર્ય છે. શેષ છ કલ્પોનું પાલન કરવું આવશ્યક નથી. તેઓ પોતાની ઇચ્છાનુસાર છ કલ્પનું પાલન કરે છે. છ ચ્છિક કલ્પ:(૧) અચલ - મધ્યના બાવીસ તીર્થંકરના સાધુઓ અલ્પમૂલ્યવાન કે બહુમૂલ્યવાન, સફેદ કે રંગીન, અલ્પ કે અધિક વસ્ત્રો ઇચ્છાનુસાર રાખી શકે છે. (૨) ઔદેશિક :- પોતાના નિમિત્તે બનેલા આહાર આદિ લેવા નહિ પરંતુ અન્ય કોઈ સાધર્મિક સાધુને માટે બનેલા આહારાદિ ઇચ્છા પ્રમાણે લેવા. (૩) રાજપિંડ - રાજા માટે બનાવેલા આહાર આદિ ઇચ્છાનુસાર ગ્રહણ કરવા. (૪) પ્રતિક્રમણ:- ઇચ્છાનુસાર દેવસી કે રાત્રિક પ્રતિક્રમણ કરવું પરંતુ પાખી, ચૌમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું. Page #261 -------------------------------------------------------------------------- ________________ | देश-४ | १८९ (૫) માસકલ્પ - કોઈ પણ ગામ આદિમાં એક માસ અથવા તેનાથી અધિક સમય ઇચ્છા પ્રમાણે રહેવું અથવા ક્યારેક ફરી ત્યાં આવીને રહેવું. () ચાતુર્માસ કલ્પઃ- ઇચ્છા હોય તો ચાર મહિના સુધી એક જગ્યાએ રહેવું અન્યથા પ્રથમ કલ્પ પૂર્ણ થાય, ત્યાં સુધી અર્થાત્ સંવત્સરી સુધી એક સ્થાને સ્થિર રહેવું અને સંવત્સરી પછી વિહાર કરવો. કલ્પસ્થિત અને અકલ્પસ્થિત સાધુઓની આ પ્રકારની ભિન્ન-ભિન્ન મર્યાદા છે, જેમ કે– કલ્પસ્થિત સાધુઓને માટે ઔદેશિક કલ્પનું પાલન અનિવાર્ય છે, તેથી તે સાધુઓ પોતાના માટે કે પોતાના સાધર્મિક, સાંભોગિક કે અકલ્પસ્થિત સાધુના ઉદ્દેશથી બનાવેલો આહાર ગ્રહણ કરતા નથી પરંતુ અકલ્પસ્થિત સાધુઓને માટે ઔદેશિક કલ્પનું પાલન સ્વૈચ્છિક છે. તે સાધુઓ પોતાના માટે બનાવેલો આહાર ગ્રહણ કરતા નથી પરંતુ અન્ય સાધુ માટે બનાવેલો આહાર ગ્રહણ કરે છે અર્થાત્ એક સાધુના નિમિત્તે બનાવેલો આહાર બીજા સાધુ ગ્રહણ કરે છે. આ રીતે કલ્પ-અકલ્પસ્થિત સાધુઓએ પોત-પોતાની મર્યાદા અનુસાર ઔદેશિક આહાર ગ્રહણમાં વિવેક રાખવો જોઈએ. સાધુ-સાધ્વીને અન્યગણમાં જવાની વિધિઃ १५ भिक्खु य गणाओ अवकम्म इच्छेज्जा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, णो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा उवज्झायं पवत्तिं वा थेरं वा गणिं वा गणहरं वा गणावच्छेइयं वा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए। कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ते य से वियरेज्जा एवं से कप्पइ अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ :- જો કોઈ સાધુ સ્વગણને છોડીને અન્યગણનો (શ્રુતગ્રહણ કરવા માટે)સ્વીકાર કરવા छ तोतने- (१) आयार्थ (२) 6पाध्याय (3) प्रवर्त: (४) स्थवि२ (५) आणि (G) १५२ अथवा (૭) ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી, આચાર્ય થાવત ગણાવચ્છેદકને પૂછીને અન્યગણનો સ્વીકાર કરવો કહ્યું છે. જો આચાર્ય આદિ આજ્ઞા આપે તો અન્યગણનો સ્વીકાર કરવા કહ્યું છે. જો તેઓ આજ્ઞા ન આપે તો અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. |१६ गणावच्छेइए य गणाओ अवक्कम्म इच्छेज्जा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए- णो से कप्पइ गणावच्छेइयस्स गणावच्छेइत्तं अणिक्खिवित्ता अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ गणावच्छेइयस्स गणावच्छेइयत्तं णिक्खिवित्ता अण्णं गण उवसंपज्जित्ताणं विहरित्तए । णो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ते य से वियरेज्जा, एवं से कप्पइ अण्णं गणं उवसपज्जित्ताण विहरित्तए, ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्ण गण उवसंपज्जित्ताणं विहरित्तए । Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] શ્રી બ્રહ૦૯૫ સૂત્ર ભાવાર્થ :- જો ગણાવચ્છેદક સ્વગણને છોડીને અન્ય ગણનો સ્વીકાર કરવા ઇચ્છે તો- તેણે પોતાના ગણાવચ્છેદક પદનો ત્યાગ કર્યા વિના અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી, પોતાના ગણાવચ્છેદક પદનો ત્યાગ કરીને અન્ય ગણનો સ્વીકાર કરવો કલ્પ છે. આચાર્ય યાવતું ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી, આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછીને અન્યગણનો સ્વીકાર કરવા કહ્યું છે. જો આચાર્ય આદિ આજ્ઞા આપે તો તેને અન્યગણનો સ્વીકાર કરવો કલ્પ છે, આજ્ઞા ન આપે તો અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી. |१७ आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म इच्छेज्जा अण्णं गणं उवसपज्जित्ताण विहरित्तए, णो से कप्पइ आयरिय-उवज्झायस्स आयरियउवज्झायत्तं अणिक्खिवित्ता अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आयरिय-उवज्झायस्स आयरिय-उवज्झायत्तं णिक्खिवित्ता अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । णो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ते य से वियरेज्जा एवं से कप्पइ अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ :- જો આચાર્ય અથવા ઉપાધ્યાય સ્વગણને છોડીને અન્યગણનો સ્વીકાર કરવા ઇચ્છે, તો તેને પોતાના આચાર્ય કે ઉપાધ્યાય પદનો ત્યાગ કર્યા વિના અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી, પોતાના આચાર્ય-ઉપાધ્યાય પદનો ત્યાગ કરીને અન્યગણનો સ્વીકાર કરવો કહ્યું છે. આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્યગણનો સ્વીકાર કરવો કલ્પતો નથી, આચાર્ય ભાવતું ગણાવચ્છેદકને પૂછીને અન્યગણનો સ્વીકાર કરવો કહ્યું છે. આચાર્ય આદિ આજ્ઞા આપે તો તેને અન્યગણનો (શ્રતગ્રહણ માટે) સ્વીકાર કરવો કલ્પ છે, જો તે આજ્ઞા ન આપે તો તેને અન્યગણનો (શ્રતગ્રહણ માટે) સ્વીકાર કરવો કલ્પતો નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં કોઈ વિશિષ્ટ કારણથી સાધુને અન્યગણમાં જવું હોય, તો તેની વિધિ પ્રદર્શિત કરી છે. કોઈ સાધુ જ્ઞાનાદિની પ્રાપ્તિ અથવા વિશેષ સંયમની સાધનાના લક્ષથી થોડા સમય માટે અન્યગણના આચાર્ય અથવા ઉપાધ્યાયની ઉપસંપદા-નિશ્રા સ્વીકારવા ઇચ્છે તો તેણે પોતાના આચાર્યની સ્વીકૃતિ લેવી જરૂરી છે. જો આચાર્ય નજીકમાં ન હોય તો ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર(ગણનાધારક વડિલ) અને ગણાવચ્છેદક આદિ ક્રમશઃ જે ઉપસ્થિત હોય, તેની સ્વીકૃતિ લઈને જ અન્યગણમાં જઈ શકે છે, અન્યથા(આચાર્યાદિની આજ્ઞા વિના જાય તો) તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. અધ્યયન આદિની સમાપ્તિ પછી ફરી તે સાધુ સ્વગચ્છના આચાર્ય પાસે આવી જાય છે. આચાર્ય, ઉપાધ્યાય અથવા ગણાવચ્છેદક આદિ પદવીધર પણ વિશિષ્ટ અધ્યયન માટે અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયની પાસે જવા ઇચ્છે તો તે પણ જઈ શકે છે, પરંતુ તેણે અન્ય ગચ્છમાં જતાં પહેલાં અને પોતાના ગચ્છને છોડતાં પહેલાં પોતાના પદનો ત્યાગ કરવો જરૂરી છે. ગચ્છની વ્યવસ્થા Page #263 -------------------------------------------------------------------------- ________________ उद्देश -४ ૧૯૧ બરાબર ચાલી શકે તેવી વ્યવસ્થા કરીને અન્ય યોગ્ય સાધુને પોતાનું પદ સોંપીને અને પછી નવા પદવીધરની આજ્ઞા લઈને જ જઈ શકે છે પરંતુ આજ્ઞા વિના જઈ શકતા નથી. આચાર્ય આદિ અધ્યયન પૂર્ણ થયા પછી ફરીને સ્વગચ્છમાં આવીને પદ ગ્રહણ કરી શકે છે. આ રીતે આચાર્યાદિની સ્વીકૃતિ મેળવ્યા પછી સાધુ એકલા પણ વિહાર કરી અન્યગણમાં જઈ શકે છે, પરંતુ સાધ્વી એકલી જઈ શકતી નથી. તેને સ્વીકૃતિ મળ્યા પછી પણ અન્ય એક સાધ્વી સાથે અન્યગણમાં જવું જોઈએ. સાંભોગિક વ્યવહાર માટે અન્યગણમાં જવાની વિધિ : १८ भिक्खू य गणाओ अवक्कम्म इच्छेज्जा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, जो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । ते य से वियरेज्जा एवं से कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । जत्थुत्तरियं धम्मविणयं लभेज्जा, एवं से कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, जत्थुत्तरियं धम्मविणयं णो लभेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । भावार्थ :સાધુ સ્વગણમાંથી નીકળી અન્યગણની સાથે સાંભોગિક વ્યવહારનો સ્વીકાર કરવા ઇચ્છે, તો આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછયા વિના અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પે છે, આચાર્ય આદિ આજ્ઞા આપે તો જ અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પે છે, આચાર્ય આદિ આજ્ઞા ન આપે તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. જો તેમાં સંયમ ધર્મની ઉન્નતિ થતી હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પે છે.જો તેમાં સંયમધર્મની ઉન્નતિ ન થતી હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. १९ गणावच्छेइए य गणाओ अवक्कम इच्छेज्जा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, णो से कप्पइ गणावच्छेइयत्तं अणिक्खिवित्ता अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से गणावच्छेइयत्तं णिक्खिवित्ता अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । णो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । ते य Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્કલ્પ સૂત્ર से वियरेज्जा एवं से कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्त । ૧૯૨ जत्थुत्तरियं धम्मविणयं लभेज्जा एवं से कप्पड़ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, जत्थुत्तरियं धम्मविणयं णो लभेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । भावार्थ :ગણાવચ્છેદક સ્વગણમાંથી નીકળીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહારનો સ્વીકાર કરવા ઇચ્છે તો ગણાવચ્છેદક પદનો ત્યાગ કર્યા વિના અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી, ગણાવચ્છેદકનું પદ છોડીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પે છે. આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી, આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પે છે. આચાર્ય આદિ આજ્ઞા આપે તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો ક૨ે છે, આચાર્ય આદિ આજ્ઞા ન આપે તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. તેમાં સંયમધર્મની ઉન્નતિ થતી હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પે છે, જો તેમાં સંયમધર્મની ઉન્નતિ થતી ન હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. २० आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म इच्छेज्जा अण्णं गणं संभोगपडियाए उवसंपजित्ताणं विहरित्तए । जो से कप्पइ आयरिय-उवज्झायत्तं अणिक्खिवित्ता अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ से आयरिय-उवज्झायत्तं णिक्खिवित्ता अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । णो से कप्पर अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । ते य से वियरेज्जा एवं से कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्त । जत्थुत्तरियं धम्मविणयं लभेज्जा एवं से कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए, जत्थुत्तरियं धम्मविणयं णो लभेज्जा एवं से णो कप्पइ अण्णं गणं संभोगपडियाए उवसंपज्जित्ताणं विहरित्तए । भावार्थ :આચાર્ય અથવા ઉપાધ્યાય સ્વગણમાંથી નીકળીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવા ઇચ્છે તો આચાર્ય કે ઉપાધ્યાય પદનો ત્યાગ કર્યા વિના અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી, પરંતુ પોતાના પદનો ત્યાગ કરીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉદેશક-૪ ૧૯૭ | કરવા કહ્યું છે. આચાર્ય યાવતું ગણાવચ્છેદકને પૂછ્યા વિના તેમને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી, આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછીને અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પ છે. આચાર્યાદિ આજ્ઞા આપે તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પ છે, આચાર્ય આદિ આજ્ઞા ન આપે તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. તેમાં સંયમધર્મની ઉન્નતિ થતી હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કહ્યું છે, તેમાં સંયમધર્મની ઉન્નતિ થતી ન હોય તો અન્યગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો કલ્પતો નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય કે ઉપાધ્યાયને અન્યગણના સાધુઓ સાથે સાંભોગિક વ્યવહાર માટે જવાની વિધિ પ્રદર્શિત કરી છે. મો:- સાધુઓ માંડલામાં એક સાથે બેસે, ઉઠે, આહાર-પાણી વાપરે તથા અન્ય દૈનિક કર્તવ્યોનું એક સાથે પાલન કરે તેને સંભોગ કહે છે અથવા સાધુઓના પરસ્પરના વ્યવહારને સંભોગ કહે છે. સમવાયાંગ સૂત્રના ૧૨મા સમવાયમાં સંભોગના બાર ભેદ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) ઉપધિ – વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો પરસ્પર લેવા-દેવા. (૨) શ્રત – શાસ્ત્રની વાંચના લેવી-દેવી. (૩) ભક્ત-પાન :- પરસ્પર આહાર-પાણી અથવા ઔષધની આપ-લે કરવી. (૪) અંજલિપગ્રહ(હાથ જોડીને) – સંયમ પર્યાયમાં મોટા સાધુઓની પાસે હાથ જોડીને ઊભા રહેવું અથવા તે સામે મળે ત્યારે મસ્તક નમાવીને હાથ જોડવા. (૫) દાન - શિષ્યનું આદાન-પ્રદાન કરવું. () નિમંત્રણ - શય્યા, ઉપધિ, આહાર, શિષ્ય અને સ્વાધ્યાય આદિને માટે નિમંત્રણ આપવું. (૭) અભ્યત્થાન - દીક્ષા પર્યાયમાં જયેષ્ઠ(મોટા) સાધુ સમીપમાં આવે ત્યારે ઊભા થવું. ૮) કતિકર્મ - અંજલિગ્રહણ – આવર્તનપૂર્વક માથુ નમાવીને હાથ જોડી, સૂત્રના ઉચ્ચારણ સહિત વિધિપૂર્વક વંદન કરવા. ૯) વૈયાવચ્ચ - શરીર ચોળવું આદિ શારીરિક સેવા કરવી, આહાર આદિ લાવીને આપવા, વસ્ત્રાદિ સીવવા અથવા ધોવા, મળ-મૂત્ર પરઠવા વગેરે સેવાકાર્ય કરવા. (૧૦) સમવસરણ – એક જ ઉપાશ્રયમાં બેસવું, સૂવું, રહેવું વગેરે પ્રવૃત્તિઓ કરવી. (૧૧) સંનિષધા - એક આસન પર બેસવું અથવા બેસવા માટે આસન આપવું. (૧૨) કથા પ્રબન્ધઃ- ધર્મસભામાં એક સાથે બેસીને અથવા ઊભા રહીને પ્રવચન આપવું. એક ગણના અથવા અનેક ગણોના સાધુઓમાં આ બાર પ્રકારના પરસ્પર વ્યવહાર થતાં હોય, તેઓ પરસ્પર સાંભોગિક સાધુ કહેવાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ | શ્રી બૃહ૮૯૫ સૂત્ર જે સાધુઓમાં આહાર-પાણી સિવાય અગિયાર વ્યવહાર હોય છે તે પરસ્પર અન્ય સાંભોગિક સાધુ કહેવાય છે. આચાર, વિચાર લગભગ સમાન હોય, તે સમનોશ સાધુ કહેવાય છે. | સમનોજ્ઞ સાધુઓની સાથે જ આ અગિયાર અથવા બાર પ્રકારના વ્યવહાર કરાય છે પરંતુ અસમનોજ્ઞ અર્થાતુ પાર્શ્વસ્થ અને સ્વચ્છેદાચારી સાધુની સાથે આ બાર પ્રકારના વ્યવહાર કરાતા નથી. લોકવ્યવહાર અથવા અપવાદ રૂપે ગીતાર્થ સાધુના નિર્ણયથી તેની સાથે કોઈ પણ વ્યવહાર કરી શકાય છે. અકારણ અથવા ગીતાર્થના નિર્ણય વિના પરસ્પર ઉપરોક્ત વ્યવહાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. સાધુઓ દ્વારા સાધ્વીઓની સાથે ઉપરોક્ત બાર પ્રકારના વ્યવહારમાંથી સામાન્ય રીતે (૧) શ્રત (૨) અંજલિપ્રગ્રહ (૩) શિષ્યદાન (૪) અભ્યત્થાન (૫) કૃતિકર્મ અને (૬) કથાપ્રબન્ધ, આ છ વ્યવહાર જ કરાય છે, (૧) ઉપધિ આદાન-પ્રદાન (૨) ભોજન-પાણી આદાન-પ્રદાન (૩) નિમંત્રણ (૪) વૈયાવચ્ચ (૫) સમવસરણ અને (૬) સંનિષધા, આ છ વ્યવહાર અપવાદયુક્ત સ્થિતિમાં જ કરી શકાય છે. પૂર્વના સૂત્રોમાં અધ્યયનના લક્ષ્યથી અલ્પકાલ માટે અન્ય ગચ્છમાં જવાનું કથન છે અને આ સૂત્રોમાં હંમેશ માટે એક માંડલામાં આહાર આદિ સંભોગનો સ્વીકાર કરીને અન્યગચ્છમાં જવાનું વર્ણન છે. તેના માટે આચાર્ય આદિની આજ્ઞા પ્રાપ્ત કરવી અને અન્ય યોગ્ય ભિક્ષુને પદવી દેવી વગેરે વિધિ પૂર્વવતુ જાણવી. આ સૂત્રોમાં આજ્ઞાપ્રાપ્તિ પછી એક વિકલ્પ વધારે છે, અત્યુત્તરિયં ધર્મ-નિયં તમેળા સંયમ સાધના કરતાં સાધુને પ્રતીત થાય કે આ ગણમાં રહેવામાં, એક માંડલામાં આહાર-પાણી કરવામાં કે કુતિકર્મ આદિ આવશ્યક કાર્યો કરવામાં જેટલી ભાવવિશુદ્ધિ થાય છે, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના થાય છે, તેનાથી વિશેષ આરાધના અન્ય ગચ્છમાં થઈ શકે તેમ છે, તો તે જ્ઞાનાદિની વૃદ્ધિને માટે અન્યગણમાં જવા માટે ઇચ્છે, તો તે જેની નિશ્રામાં રહેતા હોય તેની અનુજ્ઞા લઈને જઈ શકે છે. પરંતુ જે ગચ્છમાં જવાથી સંયમની હાનિ થાય તેવા ગચ્છમાં જવાની જિનાજ્ઞા નથી. સાધુ અન્ય કોઈ પણ કારણથી અન્ય ગચ્છમાં જાય, તો નિશીથ ઉ. ૧માં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આચાર્ય આદિના નેતૃત્વ માટે અન્યગણમાં જવાની વિધિઃ| २१ भिक्खू य इच्छेज्जा अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, णो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ते य से वियरेज्जा एवं से कप्पइ अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, ते य से णो वियरेज्जा, एवं से णो कप्पइ अण्णं आयरिय-उवज्झायं उदिसावेत्तए । से कप्पइ तेसिं कारणं अदीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उदिसावेत्तए, कप्पइ से तेसिं कारणं दीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ભાવાર્થ- સાધુ અન્યગણના આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે અથવા તેનું નેતૃત્વ કરવાને માટે) જવા ઇચ્છે તો પોતાના આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્ય ગણ આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી, પોતાના આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછીને અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કહ્યું છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ 6देश-४ | १८५ । આચાર્ય આદિ આજ્ઞા આપે તો અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પ છે. જો તેઓ આજ્ઞા ન આપે તો અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી. પોતાના આચાર્ય આદિને કારણ બતાવ્યા વિના અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાંચના દેવા માટે જવું કલ્પતું નથી, આચાર્ય આદિને કારણ બતાવીને જ અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાંચના દેવા માટે જવું કહ્યું છે. | २२ गणावच्छेइए य इच्छेज्जा अण्णं आयरिय-उवज्झायं उहिसावेत्तए, णो से कप्पइ गणावच्छेइयत्तं अणिक्खिवित्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । कप्पइ से गणावच्छेइयत्तं णिक्खिवित्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं आयरिय-उवज्झायं उहिसावेत्तए । ते य से वियरेज्जा एवं से कप्पइ अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, ते य से णो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । _णो से कप्पइ तेसिं कारणं अदीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, कप्पइ से तेसिं कारणं दीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ભાવાર્થ ગણાવચ્છેદક અન્યગણના આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવાને માટે (અથવા તેનું નેતૃત્વ કરવા માટે) જવા ઇચ્છે, તો તેણે પોતાનું પદ છોડ્યા વિના અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી, પોતાનું પદ છોડીને અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કહ્યું છે. પોતાના આચાર્ય યાવત ગણાવચ્છેદકને પૂછયા વિના અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી, પોતાના આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછીને અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કહ્યું છે. તેઓ આજ્ઞા આપે તો અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા જવું કલ્પ છે, આજ્ઞા ન આપે તો અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી. પોતાના આચાર્ય આદિને કારણ બતાવ્યા વિના અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી, તેઓને કારણ બતાવીને જ અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કહ્યું છે. २३ आयरिय-उवज्झाए य इच्छेज्जा अण्णं आयरिय-उवज्झायं उदिसावेत्तए, णो से कप्पइ आयरिय-उवज्झायत्तं अणिक्खवित्ता अण्णं आयरिय-उवज्झाय उद्दिसावेत्तए, कप्पइ से आयरिय-उवज्झायत्तं णिक्खिवित्ता अण्णं आयरियउवज्झायं उद्दिसावेत्तए । णो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રુકલ્પ સૂત્ર आयरिय उवज्झायं उद्दिसावेत्तए, कप्पर से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ते य से वियरेज्जा एवं से कप्पर आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, ते य से जो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं आयरिय उवज्झायं उद्दिसावेत्तए । ૧૯૬ णो से कप्पइ तेसिं कारणं अदीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, कप्पर से तेसिं कारणं दीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ભાવાર્થ:- આચાર્ય અથવા ઉપાધ્યાય અન્ય ગણના આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવાને માટે (અથવા તેનું નેતૃત્વ કરવા માટે) જવા ઈચ્છે, તો તેણે પોતાનું પદ છોડયા વિના અન્ય ગણના આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી, પોતાનું પદ છોડીને અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પે છે. પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા જવું કલ્પતું નથી, પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પે છે. પોતાના આચાર્ય આદિ આજ્ઞા આપે તો અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પે છે, આચાર્ય આદિ આજ્ઞા ન આપે તો અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી. પોતાના આચાર્ય આદિને કારણ બતાવ્યા વિના અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી, તેઓને કારણ બતાવીને જ અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અન્ય ગચ્છના આચાર્ય કે ઉપાધ્યાયને પોતાની નિશ્રા ધારણ કરાવવા માટે જવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. કવિસાવિત્તપ્– ઉદ્દેશવિતુન સ્વસ્ય ગુરુત્યુંન વ્યવસ્થાપવિત્તુમ્ । પોતાને ગુરુ તરીકે સ્થાપિત કરવા માટે અર્થાત્ અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને પોતાની ઉપસંપદા-નિશ્રા ધારણ કરાવવા માટે જવું. પોતાની નિશ્રા ધારણ કરાવવામાં તે સાધુને વાચના આપવી, સમાચારીની સમજણ આપવી વગેરે તેના સંયમી જીવનના સર્વાંગી વિકાસની સંપૂર્ણ જવાબદારીનો સ્વીકાર થાય છે. અન્ય ગચ્છના આચાર્ય કે ઉપાધ્યાયને પોતાની નિશ્રા ધારણ કરાવવાના અનેક કારણો છે, જેમ કે(૧) કોઈ ગચ્છના આચાર્ય મૃત્યુ પામે, ત્યાર પછી તે ગચ્છમાં ઉત્તમ કુલોત્પન્ન નવદીક્ષિત સાધુને આચાર્યની પદવી અપાય ત્યારે તે નવા બનાવેલા આચાર્યને શ્રુત અધ્યયન કરવું જરૂરી હોય અને તે નૂતન આચાર્યને ગચ્છનો ભાર અન્યને સોંપીને આવવું શક્ય ન હોય. (૨) કોઈ ગચ્છના નવા બનાવેલા આચાર્યને અધ્યયન માટે આવવાની પરિસ્થિતિ ન હોય. (૩) કોઈ ગચ્છના આચાર્ય કોઈ વિકટ પરિસ્થિતિમાં હોય અને તે સાધુના પૂર્વ ઉપકારી હોય ઇત્યાદિ અનિવાર્ય પરિસ્થિતિઓમાં અન્ય ગચ્છના આચાર્ય કે ઉપાધ્યાયને વાચના દેવી અથવા પોતાની નિશ્રા ધારણ કરાવવી જરૂરી બને છે. આ પ્રકારના કારણોમાંથી કોઈપણ Page #269 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૪ [ ૧૯૭] કારણે અન્ય ગચ્છમાં જવું જરૂરી હોય, ત્યારે પોતાના આચાર્ય આદિની આજ્ઞાપૂર્વક જઈ શકાય છે, પરંતુ જતાં પહેલા પોતાના આચાર્ય આદિ સમક્ષ વારમાં તીવેત્તા કારણની સ્પષ્ટતા કર્યા પછી જ તે જઈ શકે છે. સાધુના મૃત શરીરને પરઠવાની વિધિઃ२४ भिक्खू या राओ वा वियाले वा आहच्च वीसुंभेज्जा, तं च सरीरगं केइ वेयावच्चकरे भिक्खु इच्छेज्जा एगते बहुफासुए पएसे परिट्ठवेत्तए । अस्थि य इत्थ केइ सागारियसंतिए उवगरणजाए अचित्ते परिहरणारिहे कप्पइ से सागारियकडं गहाय तं सरीरगं एगते बहुफासुए पएसे परिटुवेत्ता तत्थेव उवणिक्खिवियव्वे सिया । ભાવાર્થ :- કોઈ સાધુનું રાત્રે અથવા વિકાળમાં મૃત્યુ થયું હોય, તો તે સાધુના મૃત શરીરને કોઈ સેવારત સાધુ એકાંતમાં સર્વથા અચેત ભૂમિમાં પરઠવા ઇચ્છે ત્યારે જો ત્યાં ઉપયોગમાં આવવા યોગ્ય ગૃહસ્થના અચિત્ત ઉપકરણ અર્થાત્ મૃત શરીરને ઉપાડવા યોગ્ય લાકડાનું પાટિયું વગેરે હોય તો તેને પ્રાતિહારિકરૂપે ગ્રહણ કરીને તે પાટિયા ઉપર મૃત શરીરને સ્થાપિત કરી, તેને એકાંતમાં લઈ જઈને સર્વથા અચિત્ત ભૂમિમાં પરઠીને તે કાષ્ઠને તેના યોગ્ય સ્થાને રાખી દે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુના મૃત શરીરને પરઠવાની વિધિ પ્રદર્શિત કરી છે. સાધુ કોઈ સ્થાનમાં માસકલ્પ આદિ રહ્યા હોય, ત્યાં અચાનક કોઈ સાધુનું રાત્રે કે સંધ્યા સમયે મૃત્યુ થઈ જાય, તો તે સાધુના મૃતશરીરને પરઠવાની વિધિ અન્ય સહવર્તી સાધુએ તુરંત કરવી જોઈએ. ભાષ્યકારે આ વિષયનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તે સમયે કોઈ ગૃહસ્થ કે શ્રદ્ધાવાન શ્રાવક ત્યાં હાજર હોય અને તે કર્તવ્ય સમજીને મૃતદેહની અંતિમ સંસ્કાર વિધિ કરે, તો સાધુ તેમાં નિરપેક્ષ ભાવ રાખે અને જો ત્યાં કોઈ ગૃહસ્થો ન હોય, તો સ્વયં તેને પરઠવાની વિધિ વિવેકપૂર્વક કરે. જે સમયે સાધુનું મરણ થાય તે સમયે જ નિર્જીવશરીરને બહાર કાઢી નાખવું જોઈએ. મૃતદેહને લઈ જવા માટે ગામ આદિમાં અથવા ઉપાશ્રયમાં વહન કરવા યોગ્ય કાષ્ઠ, વાંસ અથવા ડોળી આદિ મળે, તો તેને ગૃહસ્થની પાસેથી પ્રાતિહારિક રૂપે ગ્રહણ કરી, તેનો ઉપયોગ કરી, તે ઉપકરણને પાછા આપી શકાય છે. ભાષ્યકારે મૃતદેહને પરઠવા યોગ્ય દિશાઓનું વર્ણન પણ કર્યું છે. મૃતદેહને પરવા માટે સાધુઓના નિવાસસ્થાનથી નૈઋત્યકોણ યોગ્ય અને શુભ છે, આ દિશામાં પરઠવાથી સંઘમાં સમાધિ રહે છે. જો ઉક્ત દિશામાં પરઠવા યોગ્ય સ્થાન ન મળે તો દક્ષિણદિશામાં મૃતદેહને પરઠે અને તે દિશામાં પણ યોગ્ય સ્થાન ન મળે તો અગ્નિ કોણમાં પરઠે, શેષ બધી દિશાઓ મૃતદેહનો પરિત્યાગ કરવા માટે અશુભ છે. તે દિશાઓમાં મૃતદેહ પરઠવાથી સંઘમાં કલહ, ભેદ અને રોગાદિની ઉત્પત્તિ થાય છે. જો મૃતદેહને રાત્રે રાખવો પડે તો સંઘના સાધુઓએ આખી રાત જાગરણ કરવું જોઈએ. મૃતદેહમાં કોઈ ભૂત, પ્રેત પ્રવેશી ન જાય તે માટે તેના હાથ-પગના બંને અંગુઠા ઉપર દોરી બાંધવી જોઈએ અને આંગળીના મધ્ય ભાગનું છેદન કરવું જોઈએ, કારણ કે ક્ષતદેહમાં ભૂતપ્રેતાદિ પ્રવેશ કરતા નથી. વ્યવહારસુત્ર ઉદ્દેશક-૭ વિહાર કરતાં માર્ગમાં કાળધર્મ પામેલા સાધુના શરીરને પરઠવાની વિધિનું વર્ણન છે અને અહીં ઉપાશ્રયમાં કાળ ધર્મ પામેલા સાધુના શરીરને પરઠવાનું વર્ણન છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી બૃહત્કલ્પ સૂત્ર કષાયોના ઉપશમની અનિવાર્યતા - २५ भिक्खू य अहिगरणं कट्टु तं अहिगरणं अविओसवेत्ता, णो से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा णिक्खमित्तए वा पविसित्तए वा, बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खमित्तए वा पविसित्तए वा, गामाणुगामं दुइज्जित्तए, गणाओ वागणं संकमित्तए, वासावासं वा वत्थए । जत्थेव अप्पणो आयरिय-उवज्झायं पासेज्जा बहुस्सुयं - बब्भागमं, तस्संतिए આલોત્ત, પહિનમિત્ત, બિવિત્તણ્, નિિહત્તમ્, વિકૃિત્ત૫, વિસોહિત્ત૫, अकरणयाए अब्भुट्ठित्तए, अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जित्तए । सेय सुण पट्ठविए आइयव्वे सिया, से य सुएण णो पट्ठविए णो आइयव्वे सिया । से य सुएण पट्ठविज्जमाणे णो आइयइ, से णिज्जूहियव्वे सिया । ભાવાર્થ :- જો કોઈ સાધુ-સાધ્વીને એકબીજા સાથે કલહ-કલેશ થયો હોય તો પરસ્પર ક્ષમાપના કરીને કલહને ઉપશાંત ન કરે ત્યાં સુધી તેને ગૃહસ્થના ઘરમાં ભોજન-પાણી માટે પ્રવેશ કરવો કલ્પતો નથી, ઉપાશ્રયની બહાર સ્થંડિલ ભૂમિમાં કે સ્વાધ્યાયભૂમિમાં જવું-આવવું કલ્પતું નથી, તેને ગ્રામાનુગ્રામ વિહાર કરવો કલ્પતો નથી, એક ગણથી બીજા ગણમાં સંક્રમણ કરવું અને વર્ષાવાસ રહેવું કલ્પતું નથી. જ્યાં પોતાના બહુશ્રુત અને બહુ આગમના જાણકાર આચાર્ય અને ઉપાધ્યાય હોય તેની પાસે જઈને આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્હ કરવી, પાપથી નિવૃત્ત થવું, પાપના ફળથી શુદ્ધ થવું, ફરીને પાપકર્મ ન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થવું અને યથાયોગ્ય તપ રૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો કલ્પે છે. તે પ્રાયશ્ચિત્ત જો શ્રુત અનુસાર અપાય તો તે પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરવું જોઈએ અને શ્રુત અનુસાર ન અપાય તો તે પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરવું ન જોઈએ. શ્રુત અનુસાર પ્રાયશ્ચિત્ત આપવા છતાં સાધુ-સાધ્વી તેનો સ્વીકાર ન કરે, તો તેઓને ગણથી પૃથક્ કરવા જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં તીવ્ર કષાયને આધીન થયેલા સાધુના કર્તવ્યનું નિદર્શન છે. છદ્મસ્થ દશામાં કોઈ પણ નિમિત્તથી કષાયના ઉદયને આધીન થઈ જવાય તો સાધુએ તુરંત પોતાના કષાયોને શાંત કરવા જરૂરી છે. કષાયોની ઉપશાંતિ વિના તેને ગોચરી, સ્વાધ્યાય કે લઘુશંકા નિવારણ આદિ સૂત્રોક્ત કોઈ પણ કાર્ય કરવા કલ્પતા નથી. તે સાધુએ તુરંત આચાર્ય આદિ જે બહુશ્રુત સાધુ ભગવંત હાજર હોય તેની પાસે આલોચના(પ્રાયશ્ચિત્ત) કરીને કલહથી નિવૃત્ત થવું જરૂરી છે. કષાયો શાંત ન થાય ત્યાં સુધી સાધુ સંયમભાવથી વ્યુત થતાં રહે છે અને તે ક્રમશઃ અધિકમાં અધિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, તેથી કષાયોને શાંત કરવા માટે સાધુએ શીઘ્ર સાવધાન થઈ જવું જોઈએ. કોઈ દુરાગ્રહી સાધુ શાંત ન થાય કે આલોચના ન કરે, તો પણ તેને ગચ્છની વ્યવસ્થા માટે પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. સમજાવવા છતાં પણ ન સમજે અને પ્રાયશ્ચિત્ત પણ ન સ્વીકારે તો તેને ગચ્છથી જુદા કરવાનું પણ સૂત્રમાં વિધાન છે અર્થાત્ તેની સાથે એક માંડલે આહાર અને વંદના આદિ વ્યવહાર બંધ કરવા જોઈએ. Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪ | ૧૯૯ | સુખ પદ્યવા.. પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરનાર સાધુ બહુશ્રુત હોય અને પ્રાયશ્ચિત્ત દેનાર પક્ષપાતના કારણે આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત આપે તો બહુશ્રુત સાધુ તે પ્રાયશ્ચિત્તનો અસ્વીકાર કરી શકે છે. સૂત્રના આ નિર્દેશથી સ્પષ્ટ થાય છે કે સૂત્રવિપરીત આજ્ઞા કોઈની પણ હોય તેનો અસ્વીકાર કરવાથી જિનાજ્ઞાની વિરાધના થતી નથી. સૂત્રોક્ત આ કથન ગીતાર્થ અને બહુશ્રુત સાધુઓ માટે જ છે. અગીતાર્થ અને અબહુશ્રુત સાધુઓ માટે ગુરુ આજ્ઞા જ બલવત્તર છે. અગીતાર્થ સાધુઓએ કોઈપણ તર્કવિતર્ક કર્યા વિના ગુરુ પ્રદત્ત પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો જોઈએ. પરિહાર કલ્પસ્થિત સાધુની સેવા :| २६ परिहारकप्पट्ठियस्स णं भिक्खुस्स कप्पइ आयरिय-उवण्झाएणं तदिवसं एगगिहसि पिंडवायं दवावेत्तए । तेणं परं णो से कप्पइ असणं वा जाव साइम वा दाउं वा अणुप्पदाउं वा। कप्पइ से अण्णयरं वेयावडियं करेत्तए, तं जहाअट्ठावण वा,णिसीयावण वा तुयट्टावण वा उच्चार-पासवण-खेल-जल्लसिंघाणाविगिंचणं वा विसोहणं वा करेत्तए । अह पुण एवं जाणेज्जा-छिण्णावाएसु पंथेसु आउरे, झिंझिए, पिवासिए, तवस्सी, दुब्बले, किलंते, मुच्छेज्ज वा पवडेज्ज वा एवं से कप्पइ असणं वा जाव साइमं वा दाउं वा अणुप्पदाउं वा । ભાવાર્થ :- પરિહારકલ્પસ્થિત (પારિહારિક નામના તપ પ્રાયશ્ચિત્તને વહન કરનારા) સાધુ જે દિવસે પરિહારતપનો સ્વીકાર કરે, તે દિવસે તેને એક ઘરેથી આહાર લાવીને આપવાનું આચાર્ય, ઉપાધ્યાયને કહ્યું છે. ત્યાર પછી તેને અશન આદિ એકવાર આપવા કે વારંવાર આપવા કલ્પતા નથી પરંતુ જરૂરિયાત હોય ત્યારે પરિહારકલ્પસ્થિત સાધુને ઉઠાડવા, બેસાડવા, પડખુ ફેરવવું, તેના મળ, મૂત્ર, શ્લેષ્મ, કફ વગેરે પરઠવા, મળમૂત્રાદિથી લિપ્ત ઉપકરણોને શુદ્ધ કરવા વગેરે સેવાના કાર્ય કરવા કહ્યું છે. જો આચાર્ય અથવા ઉપાધ્યાય જાણે કે તે સાધુ ગ્લાન, ભૂખ્યા, તરસ્યા, તપસ્વી, દુર્બલ અને કલાંત–અશક્ત થઈને ગમનાગમનના માર્ગમાં ક્યાંક મૂચ્છિત થઈ જાય કે પડી જાય, તેવી પરિસ્થિતિ છે, તો તેને અશનઆદિ ચારે આહાર એકવાર આપવા અથવા વારંવાર આપવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પરિહારકલ્પસ્થિત સાધુ સાથેના વ્યવહારનું નિરૂપણ છે. પરિહાર તપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરનાર સાધુ પરિહારક૫સ્થિત કહેવાય છે. જે સાધુ સહવર્તી અન્ય સાધુઓ સાથે અથવા ગૃહસ્થો સાથે ઉગ્ર કલહ કરે, સંયમની વિરાધના કરે અથવા મહાવ્રતનો ભંગ કરે ઇત્યાદિ મોટા દોષોના દંડ રૂપે તેને સંઘ અથવા ગણથી પૃથક કરાય છે, તેને પારિવારિક કહેવાય છે. તે દોષની શુદ્ધિ માટે જે તપરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે, તેને પારિવારિક તપ કહે છે. પારિવારિક સાધુ સાથે ગચ્છના અન્ય સર્વ સાધુઓનો કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોતો નથી તે સર્વને માટે પારિહારિક- છોડવા યોગ્ય છે. જે દિવસે તે સાધુને પરિહાર તપમાં સ્થાપિત કરવામાં આવે છે, તે દિવસે ક્યાંક કોઈ ઉત્સવ આદિના નિમિત્તે સરસ આહાર બનેલો હોય તો ત્યાં આચાર્ય તેને સાથે લઈ જઈને મનોજ્ઞ ભોજન-પાણી Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] શ્રી બૃહતક૯પ સૂત્ર અપાવે છે. જેથી સામાન્યજનતાને પણ જાણ થઈ જાય છે કે તે સાધુ કોઈ વિશિષ્ટ તપની આરાધના કરી રહ્યા છે. ત્યાર પછી આચાર્ય કે સંઘના કોઈ પણ સાધુ તેને ભોજન-પાણી આપતા નથી, પરંતુ તેની વૈયાવચ્ચ માટે જે સાધુને આચાર્ય નિયુક્ત કરે તે તેના ભોજન-પાણી અને સમાધિનું ધ્યાન રાખે છે. પરિહારતપ કરનાર સાધુ જ્યારે સ્વયં ઉઠવા, બેસવા, ચાલવા, ફરવા આદિ કાર્ય કરવામાં અસમર્થ થઈ જાય ત્યારે તેની સેવા કરનાર સાધુ તેને સહાયતા કરે છે અને ગોચરી લાવવામાં અસમર્થ હોય તો તેને ભોજન-પાણી લાવી આપે છે. આ રીતે ગમે તે દોષનું સેવન કરનાર વ્યક્તિ પણ જ્યારે આત્મશુદ્ધિનો માર્ગ સ્વીકારે, ત્યારે તેનો તિરસ્કાર ન કરતાં તેની સાથે સંવેદનશીલતા અને સહાનુભૂતિપૂર્વકનો વ્યવહાર કરવો, તે જ જિનશાસનની વિશાળતા અને ઉદારતા છે. પારિહારિક તપ સંબંધી કથન નિશીથ ઉ. ૪ તથા ઉ.૨૦માં પણ છે. મહાનદી પાર કરવાનો વિવેક - | २७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाओ पंच महण्णवाओ महाणईओ उद्दिट्ठाओ गणियाओ वियंजियाओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा સત્તરિત વા સત્તર વા, તેના- , , સરયુ, પરીવર્ડ(વોલિયા), મહી ! अह पुण एवं जाणेज्जा एरावई कुणालाए जत्थ चक्किया एगं पायं जले किच्चा, एग पाय थले किच्चा, एवण्ह कप्पइ अंतो मासस्स दुक्खुत्तो वा, तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । जत्थ एवं णो चक्किया एवण्हं णो कप्पइ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । ભાવાર્થ- સાધુ-સાધ્વીઓને મહાનદીરૂપે કહેવાયેલી, ગણાયેલી, પ્રસિદ્ધ, મહાર્ણવ(સમુદ્ર) જેવી પાંચ મહાનદીઓને એક માસમાં બે અથવા ત્રણ વાર ઉતરવી અથવા હોડી દ્વારા પાર કરવી કલ્પતી નથી, પાંચ નદીઓના નામ આ પ્રમાણે છે– (૧) ગંગા (૨) યમુના (૩) સરયુ (૪) એરાવતી(કોશિ) (૫) મહી. જો તે જાણે કે કુણાલા નગરીની પાસે જે એરાવતી નદી છે, તે નદીને એક પગ પાણીમાં અને એક પગ ધરતી પર રાખીને પાર કરી શકાય તેમ છે, તો તેને એક માસમાં બે અથવા ત્રણવાર ઉતરવી અથવા પાર કરવી કલ્પ છે. ઉક્ત પ્રકારથી પાર કરી ન શકાય તેવી નદીઓને એક મહિનામાં બે અથવા ત્રણવાર ઉતરવી અથવા પાર કરવી કલ્પતી નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મહાનદીને ચાલીને ઉતરવાની કે નૌકાથી પાર કરવાની મર્યાદાના અતિક્રમણનો નિષેધ કર્યો છે. મધખો - જે નદીઓ ખૂબ ઊંડી હોય, જેમાં અગાધ પાણી હોય, તે મહાનદી કહેવાય છે. સૂત્રકારે મહાનદી માટે ચાર વિશેષણ પ્રયુક્ત કર્યા છે. ફ્લિા-ઉદિષ્ટ. જે નદીને ઉદ્દેશીને “આ મહાનદી છે', તેમ કહેવામાં આવતું હોય. પિયાગો- ગણિતક. જે નદીની મહાનદીરૂપે ગણના થતી હોય. વિનિયો - વ્યંજિત. પોતાના નામથી જ મહાનદીરૂપે પ્રસિદ્ધ હોય. મહાવો - મહાર્ણવ. જે નદીમાં સમુદ્રની જેમ અગાધ જલરાશિ હોય, જે નદીઓ સમુદ્રમાં મળતી હોય તેને મહાર્ણવ કહે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪ . [ ૨૦૧] પ્રસ્તુતમાં સૂત્રકારે પાંચ મહાનદીઓના નામ આપ્યા છે, પરંતુ ઉપલક્ષણથી બીજી મહા નદીઓનું પણ ગ્રહણ થઈ જાય છે. સૂત્રમાં પ્રયુક્ત સરિતા એટલે સ્વયં પાણીમાં પ્રવેશ કરીને પાર કરવું તથા સંતરિત્તા એટલે નાવ આદિમાં બેસીને પાર કરવું, તે પ્રમાણે અર્થ થાય છે. સાધુ સ્વયં જળમાં પ્રવેશ કરીને નદીને પાર કરે, તો પાણીના જીવોની વિરાધના થાય છે. ક્યારેક પાણીના પ્રવાહમાં વહી જવાથી આત્મવિરાધના પણ થાય છે. નાવ આદિથી નદી પાર કરવાથી પાણીના જીવોની વિરાધનાની સાથે છકાયજીવોની વિરાધના પણ થાય છે અને નાવિકના સહયોગ પર આધાર રાખવો પડે છે. નાવિક નદી પાર કરાવ્યા પહેલાં કે પછી પૈસા માંગે તો પણ સમસ્યા ઉત્પન્ન થાય છે ઇત્યાદિ અનેક દોષોની સંભાવના રહે છે, તેથી સાધુ જો અન્ય માર્ગ હોય તો સામાન્ય રીતે નદી પાર કરે નહીં પરંતુ અન્ય માર્ગ ન હોય અને તે ક્ષેત્રમાં જવું જરૂરી હોય, તેવી વિકટ પરિસ્થિતિમાં મહાનદીને એક મહિનામાં એકવાર પાર કરી શકે છે, બે કે ત્રણ વાર પાર કરે, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. જે નદી ગંધ સંક્તિ - જંઘા પ્રમાણ. પગની પિંડી ડૂબે તેટલા પાણી વાળી હોય, તો તે નદી શાસ્ત્રોક્ત વિધિથી એક મહિનામાં બે કે ત્રણ વાર પાર કરી શકે છે. ત્યારે પણ પાણીના જીવોની અલ્પ વિરાધના થાય, તે દૃષ્ટિકોણથી એક પગ પાણીમાં અને એક પગ સ્થલમાં અર્થાત્ જળથી ઉપર અદ્ધર રાખે. સંક્ષેપમાં પાણી ચીરીને જવાથી પાણીના જીવોની અધિક વિરાધના થાય છે, તેથી એક-એક પગ ક્રમશઃ ઉપાડીને યતનાપૂર્વક મૂકે. આ પ્રમાણે નદી પાર કરે. જો આ પ્રમાણે પાર થઈ શકે તેમ ન હોય અર્થાતુ નદીમાં પાણી વધારે હોય તો તે નદીને મહિનામાં બે કે ત્રણ વાર પાર કરે નહીં. શાસ્ત્રોક્ત વિધિથી નદી પાર કરનાર સાધુને પણ અપ્લાયિક જીવોની વિરાધના માટે નિશીથ સૂત્ર ઉદ્દે–૧૨ માં પ્રાયશ્ચિત્તનું કથન છે. ઘાસથી ઢાંકેલા નીચા ઉપાશ્રયમાં રહેવાનો વિવેકઃ २८ से तणेसु वा तणपुंजेसु वा, पलालेसु वा पलालपुंजेसु वा अप्पंडेसु जाव मक्कडासंताणएसु, अहे सवणमायायाए णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तहप्पगारे उवस्सए हेमंत गिम्हासु वत्थए । ભાવાર્થ :- જે ઉપાશ્રય ઘાસ, ઘાસપંજ, પરાલ કે પરાલjજથી બનેલો હોય, તે ઈડા યાવત કરોળિ યાના જાળાથી રહિત હોય, પરંતુ તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી નીચે હોય, તો તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ હેમંત અથવા ગીષ્મઋતુમાં રહેવું કલ્પતું નથી. | २९ से तणेसु वा जाव मक्कडासंताणएसु उप्पि सवणमायाए, कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तहप्पगारे उवस्सए हेमंत-गिम्हासु वत्थए । ભાવાર્થ :- જે ઉપાશ્રય ઘાસ આદિથી બનેલો હોય યાવત કરોળિયાના જાળાથી રહિત હોય અને તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી ઊંચી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ હેમત તથા ગીષ્મઋતુમાં રહેવું કહ્યું છે. | ३० से तणेसु वा, जाव मक्कडासंताणएसु अहे रयणिमुक्कमउडे, णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तहप्पगारे उवस्सए वासावास वत्थए । Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] શ્રી બૃહક૯પ સૂત્ર ભાવાર્થ :- જે ઉપાશ્રય ઘાસ આદિથી બનેલો હોય યાવત કરોળિયાના જાળાથી રહિત હોય પરંતુ તે ઉપાશ્રયના છતની ઊંચાઈ રત્નમુક્તમુગટ- બંને હાથ ઊંચા રાખીને ઊભેલી વ્યક્તિની ઊંચાઈથી ઓછી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ વર્ષાવાસમાં રહેવું કલ્પતું નથી. |३१ से तणेसु वा जाव मक्कडासंताणएसु उप्पि रयणिमुक्कमउडे, कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा तहप्पगारे उवस्सए वासावासं वत्थए । त्ति बेमि । ભાવાર્થ :- જે ઉપાશ્રય ઘાસ આદિથી બનેલો હોય યાવત કરોળિયાના જાળાઓથી રહિત હોય અને તે ઉપાશ્રયના છતની ઊંચાઈ બંને હાથ ઊંચા રાખીને ઊભેલી વ્યક્તિની ઊંચાઈથી વધારે હોય, તેવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ વર્ષાવાસમાં રહેવું કહ્યું છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં ઘાસ આદિની છતવાળા નીચા ઉપાશ્રયમાં રોષકાલ કે વર્ષાવાસમાં રહેવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. ઉપાશ્રયની છત સૂકા ઘાસ કે ધાન્યના સૂકા પરાળ આદિથી બનેલી હોય, તેમાં કીડી-મંકોડા આદિ ત્રસ જીવજંતુઓ કે લીલ ફૂગ, ઓસબિંદુ આદિ સ્થાવર જીવો ન હોય, તો તે ઉપાશ્રય સાધુ માટે કલ્પનીય છે, પરંતુ પ્રસ્તુત ઉપાશ્રયમાં તેની છતની ઊંચાઈની અપેક્ષાએ કલ્પનીયતા-અકલ્પનીયાનું કથન છે. દે સવ/નવUિ- પોતાના કાનથી નીચે. જે સ્થાનમાં છતની ઊંચાઈ પોતાના કાનથી નીચી હોય, જે સ્થાનમાં મસ્તક ઝૂકાવીને અંદર પ્રવેશ કરવો પડતો હોય, અંદર ગયા પછી સીધું ઊભુ રહી શકાતું ન હોય, તેવું સ્થાન નિર્દોષ હોવા છતાં અન્ય અનેક પ્રકારે આપત્તિજનક અને અસમાધિકારક હોવાથી સાધુને રહેવું કલ્પતું નથી. વારંવાર નીચું નમીને આવવા-જવામાં ક્યારેક માથું ભટકાઈ જાય છે. કાયોત્સર્ગ, વંદના વગેરે અનુષ્ઠાનો સહજ રીતે સુખપૂર્વક થતાં નથી, તેથી સાધુ તેવા સ્થાનમાં રહે નહીં. ૩પ સવનવા પોતાના કાનથી ઊંચે. જે સ્થાનમાં છતની ઊંચાઈ પોતાના કાનથી ઊંચી હોય, જે સ્થાનમાં અંદર પ્રવેશ કરવા માટે મસ્તક નમાવવું પડતું ન હોય, પરંતુ મસ્તક છત સાથે ભટકાશે, તેવો ભય રહેતો હોય, હાથ ઊંચા કરવાથી છતને સ્પર્શ થતાં છતમાંથી ઘાસ વગેરે નીચે પડતું હોય, તેવું સ્થાન પણ સમાધિજનક ન હોવાથી સાધુ-સાધ્વી રહે નહીં. તેમ છતાં હેમંત કે ગ્રીષ્મ ઋતુમાં વિહાર કરતા ક્યાંક તેવું સ્થાન પ્રાપ્ત થાય, તો ત્યાં બે ચાર દિવસ રહી શકે છે. અદે રામુfમડે- સ્થળ - રત્ની એટલે હાથ. બંને હાથ ઊંચા કરીને ભેગા કરવાથી તેનો આકાર મુકુટ જેવો થાય છે. તેને રત્નમુક્તમુગટ કહે છે. ઉપાશ્રયની છતની ઊંચાઈ રત્નમુક્તમુગટથી અર્થાતુ બંને હાથ ઊંચા કરીને ઊભેલા પુરુષથી ઓછી હોય તો સાધુ-સાધ્વી ત્યાં ચાતુર્માસ રહે નહીં. ચાતુર્માસમાં એક સ્થાને ચાર માસ જેટલો દીર્ઘકાલ રહેવાનું હોવાથી તેમજ ચાતુર્માસમાં સાધુ-સાધ્વીને વિશેષ પ્રકારના અનુષ્ઠાનોની આરાધના કરવાની હોવાથી સ્થાન વ્યવસ્થિત હોવું જરૂરી છે. હાથ ઊંચા કરતાં છતનો સ્પર્શ ન થાય તેવા ખં રણમુમડકેતુ- રત્નમુક્ત મુગટથી અધિક ઊંચાઈવાળા સ્થાનમાં સાધુ પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ સરળતાપૂર્વક કરી શકે છે, તેથી તેના સ્થાનમાં સાધુ ચાતુર્માસ કરે છે. | ઉદ્દેશક-૪ સંપૂર્ણ છે Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રાથન ૨૦૩ ઉદ્દેશક-૫ પ્રાકથન OROOOOOOR * આ ઉદ્દેશકમાં પ્રાયઃ સાધ્વી માટે નિષિદ્ધ ક્રિયાઓ, નિષિદ્ધ ઉપકરણો તથા બ્રહ્મચર્ય સુરક્ષા સંબંધી અન્ય વિધાનો છે. * દેવ અથવા દેવી સ્ત્રી અથવા પુરુષનું રૂપ વિકુર્તીને સાધુ-સાધ્વીને આલિંગન કરે ત્યારે સાધુસાધ્વી તેના સ્પર્શ આદિથી વિકારભાવનો અનુભવ કરે તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. * કોઈ સાધુ અન્ય ગણમાંથી કલેશ કરીને આવે તો તેને સમજાવીને શાંત કરીને પાંચ દિવસ આદિનું દીક્ષા છેદ પ્રાયશ્ચિત્ત આપી ફરી તેના ગણમાં મોકલી દેવા જોઈએ. ⭑ જો આહાર ગ્રહણ કર્યા પછી વાપરવાના સમયે જણાય કે સૂર્યાસ્ત થઈ ગયો છે અથવા સૂર્યોદય થયો નથી તો તે આહારને પરઠી દેવો જોઈએ. જો વાપરે તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. રાત્રિના સમયે ઉદ્ગાલ-ઘચરકો આવે તો તેને ગળી ન જવો પરંતુ પરઠી દેવો જોઈએ. ⭑ ગોચરી કરતાં ક્યારેક આહારમાં સચેત બીજ, રજ અથવા ત્રસજીવ આવી જાય તો તેને સાવધાનીપૂર્વક કાઢી લેવા જોઈએ. જો નીકળી શકે તેમ ન હોય તો તે આહાર પરઠી દેવો જોઈએ. ગોચરી કરતાં ક્યારેક ગરમ આહારમાં સચેત પાણીના ટીપા પડી જાય તો તે આહાર વાપરી શકાય છે. * રાત્રે મળ-મૂત્રનો ત્યાગ કરતાં સમયે કોઈ સાધ્વીના અંગોને પશુ અથવા પક્ષી સ્પર્શ કરે અથવા અવગાહન કરે અને સાધ્વી વિકારભાવથી તેનું અનુમોદન કરે તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સાધ્વીએ ગોચરી, સ્પંડિલ અથવા સ્વાધ્યાય આદિને માટે એકલા જવું ન જોઈએ તથા ગ્રામાનુગ્રામ વિચરણ અને ચાતુર્માસ પણ એકલા ન કરવું જોઈએ. * સાધ્વીને વસ્ત્ર રહિત રહેવું, પાત્રરહિત રહેવું, શરીરને વોસિરાવીને રહેવું કે ગામની બહાર આતાપના લેવી કલ્પતી નથી, પરંતુ સૂત્રોક્ત વિધિથી તે ઉપાશ્રયમાં આતાપના લઈ શકે છે. સાધ્વીને કોઈપણ પ્રકારના આસનથી પ્રતિજ્ઞાબદ્ધ થઈને રહેવું કલ્પતું નથી. આકુંચનપટ્ટ, આલંબનયુક્ત આસન, નાના સ્તંભયુક્ત પીઢ, નાળવાળુ તુંબડું, કાષ્ટદંડવાળી પાત્રકેસરિકા અથવા પાદપ્રોંછન વગેરે ઉપકરણો સાધ્વીને રાખવા કલ્પતા નથી પરંતુ સાધુ તેને રાખી શકે છે. ⭑ પ્રબળ કારણ વિના સાધુ-સાધ્વીએ એકબીજાના મૂત્રને ઔષધ નિમિત્તે ઉપયોગમાં લેવા કલ્પતા નથી. સાધુ-સાધ્વી રાત્રે રાખેલા આહાર, પાણી, ઔષધ અને લેપ્ય પદાર્થોને પ્રબળ કારણ વિના ઉપયોગમાં લઈ શકતા નથી, પરંતુ પ્રબળ કારણ હોય તો તે ઉક્ત પદાર્થોનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકે છે. * પરિહાર તપ કરનાર સાધુની સેવા માટે નિયુક્ત સાધુ જો તે પોતાની કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો સેવાકાર્યથી નિવૃત થયા પછી અતિ અલ્પ પ્રાયશ્ચિત દેવું જોઈએ. * અત્યંત પૌષ્ટિક આહાર આવી ગયા પછી સાધ્વીએ અન્ય આહારની ગવેષણા ન કરવી જોઈએ, પરંતુ તે આહારથી જો નિર્વાહ ન થઈ શકે એટલી અલ્પ માત્રામાં હોય તો ફરીને ગોચરી માટે જઈ શકે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ २०४ શ્રી બૃહ૮૯૫ સૂત્ર श5-4 zzzzzzzzzzzzz દેવ-દેવીના સ્પર્શજન્ય વિકાર ભાવનું પ્રાયશ્ચિત્ત - | १ देवे य इत्थिरूवं विउव्वित्ता णिग्गंथं पडिग्गाहेज्जा, तं च णिग्गंथे साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं। ભાવાર્થ - જો કોઈ દેવ વૈક્રિય શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવીને સાધુને આલિંગન કરે અને સાધુ વિકારભાવથી તે સ્પર્શનું અનુમોદન કરે તો તે સાધુ મૈથુન સંબંધિત ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત थाय छ. | २ | देवे य पुरिसरूवं विउव्वित्ता णिग्गंथिं पडिग्गाहेज्जा, तं च णिग्गंथी साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ता आवज्जइ चाउम्मासिय परिहारट्ठाण अणुग्घाइयं । ભાવાર્થ :- જો કોઈ દેવ વૈક્રિય શક્તિથી પુરુષનું રૂપ બનાવીને સાધ્વીને આલિંગન કરે અને સાધ્વી વિકારભાવથી તે સ્પર્શની અનુમોદના કરે તો તે મૈથુન સંબંધિત ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. | ३ देवी य इत्थिरूवं विउव्वित्ता णिग्गंथं पडिग्गाहेज्जा, तं च णिग्गंथे साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं। ભાવાર્થ :- જો કોઈ દેવી વૈક્રિયશક્તિથી સ્ત્રીનું રૂપ બનાવીને સાધુને આલિંગન કરે અને સાધુ વિકાર ભાવથી તે સ્પર્શનું અનુમોદન કરે તો તે મૈથુન સંબંધિત ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિતને પ્રાપ્ત થાય છે. | ४ देवी य पुरिसरूवं विउव्वित्ता णिग्गंथि पडिग्गाहेज्जा, तं च णिग्गंथी साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्धाइयं। ભાવાર્થ :- જો કોઈ દેવી વૈક્રિયશક્તિથી પુરુષનું રૂપ બનાવીને સાધ્વીને આલિંગન કરે અને સાધ્વી વિકારભાવથી તે સ્પર્શની અનુમોદના કરે તો તે મૈથુન સંબંધિત ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. કલેશ કરીને આવેલા સાધુ પ્રતિ કર્તવ્ય - | ५ भिक्खू य अहिगरणं कटु तं अहिगरणं अविओसवेत्ता इच्छेज्जा अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ तस्स पंच राइंदियं छेयं कटु परिणिव्वाविय-परिणिव्वाविय दोच्च पि तमेवं गणं पडिणिज्जाएयव्वे सिया, जहा वा तस्स गणस्स पत्तिय सिया । ભાવાર્થ :- કોઈ સાધુ કલહ કરીને તેને ઉપશાંત કર્યા વિના બીજા ગણનો સ્વીકાર કરીને વિચરવા ઈચ્છે, તો તેને પાંચ દિવસ-રાતની દીક્ષાનો છેદ આપીને, સર્વથા શાંત-પ્રશાંત કરીને ફરી તેના ગણમાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉદેશક-૫ ૨૦૫ ] પાછા મોકલી દેવા જોઈએ અથવા જે ગણમાંથી તે આવ્યા હોય તે ગણના સાધુઓને જે રીતે વિશ્વાસ રહે તે રીતે કરવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં કલેશ કરીને આવેલા સાધુ પ્રતિ અન્ય ગણના સાધુનું કર્તવ્ય સમજાવ્યું છે. જો કોઈ સાધુ ક્રોધિત થઈને પોતાનો ગણ છોડીને અન્યગણમાં આવે, તો તે ગણના વિરોએ તેને ઉપદેશ આપીને શાંત કરવા જોઈએ અને પાંચ દિવસની દીક્ષાનો છેદ વગેરે યોગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તેને પહેલાંના ગણમાં પાછા મોકલવા જોઈએ, જેથી તે ગણના સાધુઓને વિશ્વાસ આવી જાય કે હવે આ સાધુનો ક્રોધ ઉપશાંત થઈ ગયો છે. ઉપાધ્યાય કે આચાર્ય ક્રોધિત થઈને અન્યગણમાં આવે તો તે ગણના સ્થવિરો તેઓને પણ બોધદાયક વચનોથી શાંત કરે અને ઉપાધ્યાયની દશ દિવસની અને આચાર્યની પંદર દિવસની દીક્ષાનું છેદન કરી પહેલાંના ગણમાં પાછા મોકલવા જોઈએ. આ વિષયમાં ભાષ્યકારનું કથન છે કે પોતાના ગણને છોડીને અન્યગણમાં આવેલા સાધુ જો સમજાવવા છતાં પણ ફરી પોતાના ગણમાં જવા ન ઇચ્છે તો ગણના સ્થવિર સાધુઓ સામાન્ય સાધુની પાંચ અહોરાત્રિનો, ઉપાધ્યાયની દશ અહોરાત્રિનો અને આચાર્યની પંદર અહોરાત્રિનો દીક્ષા છેદ કરીને પોતાના ગણમાં રાખી શકે છે પરંતુ રાખ્યા પહેલાં શક્ય હોય તો તે ગણના સાધુઓ પાસેથી તેની જાણકારી અને સ્વીકૃતિ પ્રાપ્ત કરી લેવી જરૂરી છે. રાત્રિભોજનના અતિચાર અને પ્રાયશ્ચિત્ત :| ६ भिक्खू य उग्गयवित्तीए अणत्थमिय संकप्पे संथडिए णिव्विइगिच्छे असणं वा जाव साइम वा पडिग्गाहेत्ता आहारमाहरेमाणे अह पच्छा जाणेज्जा- अणुग्गए सूरिए, अत्थमिए वा, से जं च आसयंसि, जं च पाणिसि, जं च पडिग्गहे तं विगिंचमाणे वा, विसोहेमाणे वा णो अइक्कमइ । तं अप्पणा भुंजमाणे, अण्णेसिं वा दलमाणे, राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલા કોઈ સમર્થ સાધુ સૂર્યોદય અથવા સૂર્યાસ્તના વિષયમાં સંદેહ રહિત અર્થાત્ સૂર્યોદય થઈ ગયો છે કે સૂર્યાસ્ત થયો નથી તેવા નિશ્ચયપૂર્વક સાધુ અશન આદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યાર પછી આહાર કરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે તથા મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જો તે આહારને તે સ્વયં વાપરે અથવા અન્ય સાધુને આપે તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક–ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. | ७ भिक्खू य उग्गयवित्तीए अणथमिय संकप्पे संथडिए विइगिच्छासमावण्णे असणं वा जाव साइमं वा पडिग्गाहेत्ता आहारमाहारेमाणे अह पच्छा जाणेज्जा Page #278 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર अणुग्गए सूरिए अत्थमिए वा से जं च आसयंसि, जं च पाणिसि, जं च पडिग्गहे तं विगिंचमाणे वा विसोहेमाणे वा णो अइक्कमइ, तं अप्पणा भुंजमाणे, अण्णेसिं वा दलमाणे राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइय। ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલા કોઈ સમર્થ સાધુ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થયો છે કે નહીં? તે વિષયમાં શંકાશીલ હોય અને અશન આદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે, ત્યાર પછી આહાર કરતા સમયે જાણે કે– હજુ સૂર્યોદય થયો નથી અથવા સુર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે તથા મોઢા આદિની શુદ્ધિ કરી લે તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. જો તે આહારને તે સ્વયં વાપરે અથવા અન્ય સાધુને આપે તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તે અનુદઘાતિક-ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. | ८ भिक्खू य उग्गयवित्तीए अणत्थमिय संकप्पे असंथडिए णिव्विइगिच्छे असणं वा जाव साइम वा पडिग्गाहेत्ता आहारमाहारेमाणे अह पच्छा जाणेज्जाअणुग्गए सूरिए अत्थमिए वा से जं च आसयंसि जं च पाणिसि जं च पडिग्गहे त विर्गिचमाणे वा, विसोहेमाणे वा णो अइक्कमइ, त अप्पणा भुजमाणे अण्णेसिं वा दलमाणे, राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલા કોઈ અસમર્થ સાધુ સૂર્યોદય અથવા સૂર્યાસ્તના વિષયમાં શંકારહિત અર્થાત્ સૂર્યોદય થઈ ગયો છે અથવા સૂર્યાસ્ત થયો નથી, તેવા નિશ્ચયપૂર્વક અશન આદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યાર પછી આહાર કરતાં સમયે તે જાણે કે સૂર્યાદય થયો નથી અથવા સૂર્યોસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે તથા મુખ આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જો તે આહારને તે સ્વયં વાપરે અથવા અન્ય સાધુને આપે તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. | ९ भिक्खू य उग्गयवित्तीए अणत्थमियसंकप्पे असंथडिए विइगिच्छासमावण्णे असणं वा जाव साइम वा पडिग्गाहेत्ता आहारमाहारेमाणे अह पच्छा जाणेज्जाअणुग्गए सूरिए अत्थमिए वा, से जं च आसयंसि जं च पाणिसि जं च पडिग्गहे तं विगिंचमाणे वा, विसोहेमाणे वा णो अइक्कमइ, तं अप्पणा भुंजमाणे, अण्णेसि वा दलमाणे, राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલા કોઈ અસમર્થ સાધુ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થયો છે કે નહીં? તે વિષયમાં શંકાશીલ હોય અને અશન આદિ Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-પ ૨૦૭ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે. ત્યાર પછી આહાર કરતાં સમયે તે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે તથા મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. જો તે આહારને તે સ્વયં વાપરે અથવા અન્ય સાધુને આપે તો તેને રાત્રિભોજન સેવનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક-ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં ચાર વિકલ્પો દ્વારા રાત્રિ ભોજનના અતિચાર અને તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સૂત્રકારે ચાર વિકલ્પોમાં સાધુના ચાર વિશેષણનો પ્રયોગ કર્યો છે. ચાર વિકલ્પો :– (૧) સંસ્કૃત અને નિર્વિચિકિત્સ સાધુની અપેક્ષાથી, (૨) સંસ્કૃત અને વિચિકિત્સ સાધુની અપેક્ષાથી, (૩) અસંસ્કૃત અને નિર્વિચિકિત્સ સાધુની અપેક્ષાથી, (૪) અસંસ્કૃત અને વિચિકિત્સ સાધુની અપેક્ષાથી છે. સાધુના ચાર વિશેષણો :– (૧) સંથત્તિ- સંસ્કૃત. સમર્થ, સ્વસ્થ અને પ્રતિદિન પર્યાપ્તભોજી સાધુ. (૨) અસથડિ- અસંસ્કૃત. અસમર્થ, અસ્વસ્થ તથા અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરનાર તપસ્વી સાધુ. અસંસ્કૃતના ત્રણ પ્રકાર છે– (૧) તપ અસંસ્કૃત (૨) ગ્લાન અસંસ્કૃત (૩) અઘ્યાન અસંસ્કૃત. ૧. તપ અસંસ્કૃત— તપશ્ચર્યા કરવાથી જે સાધુ અસમર્થ થઈ ગયા હોય તે, ૨. ગ્લાન અસંસ્કૃત– રોગ આદિથી જે સાધુ અશક્ત થઈ ગયા હોય તે, ૩. અધ્વાન અસંસ્કૃત– માર્ગના થાકથી જે સાધુ કલાંત થઈ ગયા હોય તે. (૩) વિનિચ્છાસમાવળે– વિચિકિત્સ. સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થયો છે કે નહીં ? તે વિષયમાં શંકાશીલ, સંશયવાળા સાધુ. (૪) નિષ્વિશિષ્ઠે નિર્વિચિકિત્સ, સંશયરહિત. સૂર્યોદય થઈ ગયો છે અથવા સૂર્યાસ્ત થયો નથી, તેવા નિશ્ચયવાળા સાધુ. ઉપરોક્ત ચાર વિકલ્પોમાંથી બીજા અને ચોથા વિકલ્પવાળા સાધુ સૂર્યોદય અને સૂર્યાસ્તના વિષયમાં શંકાશીલ છે, પહેલા અને ત્રીજા વિકલ્પવાળા સાધુ શંકારહિત હોવા છતાં તેને મેઘાચ્છાદિત આકાશ આદિ કારણથી સૂર્યોદય કે સૂર્યાસ્તના વિષયમાં ભ્રમ થાય અને આહાર-પાણી ગ્રહણ કરે પરંતુ જ્યારે વાસ્તવિકતા સમજાઈ જાય કે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આહાર ગ્રહણ થઈ ગયો છે તો તેણે તુરંત જ તે આહારને પરઠી દેવો જોઈએ. જો તે આહાર પરઠે નહીં તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તેથી તે સાધુ ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. તેનું કથન નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૧૦માં પણ છે. ઉદ્દગાલ(ઘચરકા) સબંધી વિવેક અને પ્રાયશ્ચિતઃ १० इह खलु णिग्गंथस्स वा णिग्गंथीए वा राओ वा वियाले वा सपा सभोयणे उग्गाले आगच्छेज्जा, तं विगिंचमाणे वा विसोहेमाणे वा णो अइक्कमइ । तं उग्गलित्ता पच्चोगिलमाणे राईभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ:જો કોઈ સાધુ અથવા સાધ્વીને રાત્રે અથવા સંધ્યા સમયે(પૂર્વે ગ્રહણ કરેલા) પાણી અને આહારનો ઘચરકો આવે અને તે તેને થૂંકી દે, મોઢું ચોખ્ખું કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] શ્રી બૃહત્ક૯૫ સૂત્ર જો ઘચરકો આવે અને ગળી જાય, તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં ઉગાલ-ઘચરકાને ગળી જવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાત્રે અથવા સંધ્યાકાળે ઘચરકો આવે તો સૂત્રોક્ત વિધિ અનુસાર વસ્ત્ર આદિથી મોઢાને શુદ્ધ કરી લેવું જોઈએ. જો તે મોઢામાં પાછા આવેલા આહાર-પાણીને ગળી જાય તો તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને તેથી તે સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે એક રૂપક આપ્યું છે. જેમ કડાઈમાં તેના પ્રમાણથી ઓછું દૂધ નાંખીને ઉકાળવામાં આવે તો તેની અંદર જ ઉકળે છે બહાર આવતું નથી પરંતુ જ્યારે કડાઈમાં અધિક દૂધ ભરીને ઉકાળવામાં આવે તો તેમાંથી દૂધ ઉભરાઈને બહાર આવે છે. તે રીતે મર્યાદાથી વધારે આહાર કરવાથી ઘચરકો આવે છે અને ઓછો આહાર કરવાથી ઘચરકો આવતો નથી, તેથી સાધુએ આહારના પ્રમાણમાં વિવેક રાખવો જરૂરી છે. સંસક્ત આહાર વાપરવાનો વિવેક - |११ णिग्गंथस्स य गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स अंतो पडिग्गहसि पाणाणि वा बीयाणि वा रए वा परियावज्जेज्जा, तं च संचाएइ विगिचित्तए वा विसोहित्तए वा तं पुव्वामेव विगिंचिय विसोहिय, तओ संजयामेव भंजेज्ज वा पिएज्ज वा । तं च णो संचाएइ विगिंचित्तए वा विसोहित्तए वा तं णो अप्पणा भुंज्जेजा, णो अण्णेसिं दावए, एगते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्टवेयव्वे सिया । ભાવાર્થ :- સાધુ ગૃહસ્થના ઘરે આહાર-પાણી માટે પ્રવેશ કરે ત્યારે આહારના પાત્રમાં કોઈ પ્રાણી, બીજ અથવા સચિત રજ પડી ગયા હોય અને તેને દૂર કરી શકાય તેમ હોય, વિશુદ્ધ કરી શકાય તેમ હોય તો, તે બીજ આદિને દૂર કરીને, વિશુદ્ધ કરીને પછી યતનાપૂર્વક તે આહાર-પાણી વાપરે અથવા પીએ. જો તેને દૂર કરવા અથવા વિશુદ્ધ કરવા સંભવિત ન હોય તો તેનો સ્વયં ઉપભોગ ન કરે અને બીજાને પણ ન આપે પરંતુ એકાંત અને નિર્દોષ સ્પંડિલ ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને પરઠી દે. १२ णिग्गंथस्स य गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स अंतो पडिग्गहसि दए वा दगरए वा दगफुसिए वा परियावज्जेज्जा से य उसिणभोयणजाए परिभोत्तव्वे सिया । से य सीए भोयणजाए तं णो अप्पणा भुंजेज्जा, णो अण्णेसिं दावए, एगते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्टवेयव्वे सिया । ભાવાર્થ :- સાધુ ગૃહસ્થના ઘરમાં આહાર-પાણી માટે પ્રવેશ કરે, ત્યારે સાધુના આહારના પાત્રામાં જો સચિત્ત પાણી અથવા સચિત્ત પાણીના ટીપાં પડી ગયા હોય કે સચિત્ત પાણીનો સ્પર્શ થઈ ગયો હોય અને તે આહાર ગરમ હોય તો તે આહારને સ્વયં વાપરે અને જો તે આહાર ઠંડો હોય તો સ્વયં વાપરે નહીં, બીજાને વાપરવા આપે નહીં પરંતુ એકાંત અને નિર્દોષ સ્થડિલ ભૂમિમાં પરઠી દે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉદેશક-૫ | ૨૦૯ ] પ્રસ્તુત સૂત્રોમાં સાધુ 42 ઉપયોગપૂર્વક આહાર પડી જાય, ક્યારે વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ત્ર-સ્થાવર જીવોથી સંસક્ત આહાર વાપરવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સાધુ ગૃહસ્થને ત્યાંથી ગવેષણા સહિત ઉપયોગપૂર્વક આહાર ગ્રહણ કરે છે. ક્યારેક ગૃહસ્થ આહાર વહોરાવતા હોય ત્યારે માખી, મચ્છર આદિ જીવજંતુ અચાનક પાત્રમાં પડી જાય, ક્યારેક કોઈ બીજ સહિતનો આહાર ગ્રહણ થઈ જાય, ક્યારેક અચાનક વરસાદ આવે અને સચેત પાણીના ટીપાં આહારમાં મિશ્રિત થઈ જાય, ક્યારેક સચેત મિશ્રિત આહાર ગ્રહણ થઈ જાય, આ રીતે કોઈ પણ નિમિત્તથી સાધુનો આહાર સચિત્ત સંસક્ત બની જાય અને સાધુને આહારનું પ્રતિલેખન કરતા સચિત્ત સંસક્તતાનો ખ્યાલ આવે તો સાધુએ વિવેકપૂર્વક અત્યંત યતનાથી માખી, મચ્છર, બીજ આદિને બહાર કાઢીને આહાર વાપરવો જોઈએ. જો આહારમાંથી સચિત્ત બીજ આદિ કાઢી શકાય તેમ ન હોય, જેમ કે લાડવાની ઉપર ખસખસ નાખી હોય, સાકર સાથે સચેત મીઠું મિશ્રિત થયેલું હોય, સ્નિગ્ધ પ્રવાહી પદાર્થમાં કીડી મંકોડા ચડી ગયા હોય, ત્યારે તે આહાર નિર્દોષ ભૂમિમાં વિવેકપૂર્વક પરઠી દેવો જોઈએ, જો સચેત પાણીના ટીપાં ગરમ પદાર્થોમાં મિશ્રિત થયા હોય તો તે ટીપા શસ્ત્ર પરિણત થઈ જાય છે અને તે આહાર સાધુ વાપરી શકે છે સાધુ પરંતુ ખાખરા જેવી સૂકી વસ્તુ પર સચિત્ત પાણીના ટીપાં પડ્યા હોય, તો તે પાણીના ટીપાં શસ્ત્ર પરિણત થતા નથી, તેથી તેવો આહાર સાધુ સ્વયં વાપરે નહીં પણ પરઠી દે. સંક્ષેપમાં સચિત્ત પદાર્થ અથવા સચિત્ત મિશ્રિત ખાદ્યપદાર્થ અસાવધાનીથી ગ્રહણ થયા હોય અને સચિત્ત પદાર્થ જુદા થઈ શકે તો તેને જુદા કરીને અચિત્ત આહાર વાપરવો જોઈએ અને સચિત્ત બીજ આદિ કાઢવા શક્ય ન હોય, તો તે મિશ્રિત આહાર, પરઠી દેવો જોઈએ. પશુ-પક્ષીના સ્પર્શજન્ય વિકારભાવનું પ્રાયશ્ચિતઃ१३ णिग्गंथीए य राओ वा वियाले वा उच्चारं वा पासवणं वा विगिंचमाणीए वा विसोहेमाणीए वा अण्णयरे पसुजाईए वा पक्खिजाईए वा अण्णयर इंदियजायं परामुसेज्जा, तं च णिग्गंथी साइज्जेज्जा हत्थकम्म पडिसेवणपत्ता आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- રાત્રે કે વિકાલમાં મળ-મૂત્રના ત્યાગ સમયે અથવા શુદ્ધિ કરવાના સમયે સાધ્વીજીના શરીર(ઇદ્રિયોને કોઈ પશુ-પક્ષીનો સ્પર્શ થઈ જાય અને સાધ્વી તે સ્પર્શનું વિકાર ભાવથી અનુમોદન કરે તો તેને હસ્તકર્મ દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક-ગુરુ માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. १४ णिग्गंथीए य राओ वा वियाले वा उच्चारं वा पासवणं वा विगिंचमाणीए वा विसोहेमाणीए वा अण्णयरे पसुजाईए वा पक्खिजाईए वा अण्णयरंसि सोयसि ओगाहेज्जा, तं च णिग्गंथी साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ता आवज्जइ चाउम्मासिय परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ - રાત્રે અથવા વિકાસમાં મળ-મૂત્રના પરિત્યાગ સમયે અથવા શુદ્ધિ કરવાના સમયે કોઈ પશુ-પક્ષી સાધ્વીના શ્રોત(યોનિ)નું અવગાહન કરે અને તે સાધ્વી વિકાર ભાવથી તેનું અનુમોદન કરે તો Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્કલ્પ સૂત્ર તેને મૈથુનસેવનનો દોષ લાગે છે અને તે અનુદ્દઘાતિક-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. સાધ્વીને એકલા જવાનો નિષેધ : ૨૧૦ १५ णो कप्पइ णिग्गंथीए एगाणियाए गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमित्तए वा पविसित्तए वा । ભાવાર્થ:સાધ્વીને ગૃહસ્થના ઘરમાં આહારને માટે એકલા જવું-આવવું કલ્પતું નથી. १६ कप्पणिग्गंथीए एगाणियाए बहिया वियारभूमिं वा विहारमूमिं वा णिक्खमित्तए वा पविसित्तए वा । ભાવાર્થ:- સાધ્વીને શૌચને માટે તથા સ્વાધ્યાયને માટે ઉપાશ્રયની બહાર એકલા જવું આવવું કલ્પતું નથી. १७ णो कप्पणिग्गंथीए एगाणियाए गामाणुगामं दूइज्जित्तए, वासावासं वा વત્થ” I સાધ્વીને એક ગામથી બીજે ગામ એકલા વિહાર કરવો તથા વર્ષાવાસ રહેવું કલ્પતું નથી. સાધ્વીને કોઈ સ્થાને એકલા રહેવું અથવા એકલા જવું-આવવું યોગ્ય નથી કારણ કે સ્ત્રીને એકલી જોઈને દુરાચારી મનુષ્ય દ્વારા આક્રમણ અને બળાત્કારની સંભાવના રહે છે. શીલની રક્ષા માટે સાધ્વીએ ક્યાંય એકલા જવું યોગ્ય નથી. સાધ્વીને વસ્ત્ર, પાત્ર રહિત થવાનો નિષેધઃ १८ णो कप्पर णिग्गंथीए अचेलियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને વસ્ત્રરહિત થવું કલ્પતું નથી. १९ णो कप्पइ णिग्गंथीए अपाइयाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને પાત્રરહિત રહેવું કલ્પતું નથી. વિવેચનઃ ભાવાર્થ: વિવેચનઃ સાધ્વીને માટે અચેલ થવાનો અને જિનકલ્પી થવાનો નિષેધ છે. સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મમાં સાધુને માટે અચેલ રહેવાનું કથન છે, પરંતુ સાધ્વીને માટે લોક અપવાદ, પુરુષનું આકર્ષણ આદિ અનેક દોષોની સંભાવનાથી વસ્ત્રરહિત રહેવાનો સર્વથા નિષેધ છે. પાત્રા ન રાખે તો તેને કર પાત્રમાં ગૃહસ્થને ત્યાં જ આહાર કરવો પડે, ગૃહસ્થને ત્યાં વધુ સમય રોકવાથી સાધ્વીને અનેક આપત્તિઓની સંભાવના છે, તેથી સાધ્વીને પાત્ર રાખવા જરૂરી છે. સાધ્વીને પ્રતિજ્ઞાબદ્ધ થઈને આસન આદિ કરવાનો નિષેધ :२० णो कप्पइ णिग्गंथीए वोसट्टकाइयाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને સર્વથા શરીર વોસિરાવીને રહેવું કલ્પતું નથી. Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૫ | २११ । |२१ णो कप्पइ णिग्गंथीए बहिया गामस्स वा जाव रायहाणीए वा उड्डे बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहीए एगपाइयाए ठिच्चा आयावणाए आयावेत्तए । कप्पइ से उवस्सयस्स अंतोवगडाए संघाडिपडिबद्धाए समतलपाइयाए पलंबियबाहियाए ठिच्चा आयावणाए आयावेत्तए । ભાવાર્થ :- સાધ્વીને ગ્રામ યાવત રાજધાનીની બહાર બંને હાથને ઉપરની તરફ કરીને, સૂર્ય તરફ મુખ રાખીને તથા એક પગે ઊભા રહીને આતાપના લેવી કલ્પતી નથી પરંતુ ઉપાશ્રયની અંદર પડદો બાંધી બંને હાથ નીચા રાખીને, બંને પગને સરખા રાખી ઊભા રહીને આતાપના લેવી કહ્યું છે. | २२ णो कप्पइ णिग्गंथीए ठाणाइयाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને ઊભા રહીને કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २३ णो कप्पइ णिग्गंथीए पडिमट्ठाइयाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને એક રાત્રિ આદિનો કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २४ णो कप्पइ णिग्गंथीए उक्कुडुयासणियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને ઉત્કટ આસને સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २५ णो कप्पइ णिग्गंथीए णिसज्जियाए होत्तए । ભાવાર્થ - સાધ્વીને નિષદ્યાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २६ णो कप्पइ णिग्गंथीए वीरासणियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને વીરાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २७ णो कप्पइ णिग्गंथीए दंडासणियाए होत्तए । ભાવાર્થ - સાધ્વીને દંડાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २८ णो कप्पइ णिग्गंथीए लगंडसाइयाए होत्तए । ભાવાર્થ - સાધ્વીને લકુટાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २९ णो कप्पइ णिग्गंथीए ओमंथियाए होत्तए । ભાવાર્થ - સાધ્વીને ઉંધા સૂઈને સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. ३० णो कप्पइ णिग्गंथीए उत्ताणियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને ઉત્તાનાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. ३१ णो कप्पइ णिग्गंथीए अंबखुज्जियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને આમ્ર-કન્જિકાસનમાં સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર | શ્રી બૃહ૮૯૫ સૂત્ર ३२ णो कप्पइ णिग्गंथीए एगपासियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને એક પડખેથી શયન કરવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં સાધ્વીને માટે કેટલીક નિષિદ્ધ ક્રિયાઓનો ઉલ્લેખ છે. શરીરને સર્વથા વોસિરાવીને મનુષ્ય, તિર્યંચ અથવા દેવ સંબંધી ઉપસર્ગ સહન કરવા, ગ્રામ આદિની બહાર જઈને આતાપના લેવી, સમય નિશ્ચિત કરીને લાંબા કાળ સુધી ઊભા રહીને કાયોત્સર્ગ કરવો, એકાકીપણે આરાધના કરી શકાય, તેવી સાધુની ૧૨ પ્રતિમા, મોકપડિમા આદિ પ્રતિમાઓનું વહન કરવું, સમય નિશ્ચિત કરીને અભિગ્રહપૂર્વક પાંચ પ્રકારના નિષદ્યાસનથી બેસવું વગેરે ક્રિયાઓનો સાધ્વીને માટે નિષેધ છે. પાંચ પ્રકારની નિષધા આ પ્રમાણે છે– (૧) સમપાદપુતા- જેમાં બંને પગ નિતંબ ભાગનો સ્પર્શ કરે. (૨) ગો-નિષધકા- ગાયની સમાન બેસવું. (૩) હસિન્ડિકા- બને નિતંબોના બળે બેસીને એક પગ હાથીની સૂંઢની જેમ ઉપર રાખીને બેસવું. (૪) પર્યકાસન- પદ્માસનથી બેસવું. (૫) અર્ધપર્યકાસન- અર્ધ પદ્માસન અર્થાત્ એક પગની ઉપર બીજો પગ રાખીને બેસવું. આ આસનોનું સ્વરૂપ દશાશ્રુતસ્કંધ, દશા.૭માં કહ્યું છે. ભાષ્યકારે સાધ્વીને માટે ઉપરોક્ત અભિગ્રહપૂર્વકના આસનના નિષેધનું કારણ સ્પષ્ટ કર્યું છે કે સૂત્રોક્ત આસનમાં અભિગ્રહપૂર્વક સ્થિત સાધ્વીને કોઈ કામાતુર પુરુષ ઉપસર્ગ કરે, તો અભિગ્રહ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણી તેનો પ્રતિકાર કરી શકતી નથી. અભિગ્રહ આદિ સાધનાઓ વિશેષ નિર્જરાના સ્થાન છે, તો પણ સાધ્વીને માટે બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષા માટે બાધક હોવાથી તેનો નિષેધ છે. સમય નિર્ધારિત કર્યા વિના સાધ્વી કોઈ પણ આસનમાં ઊભી રહે, બેસે અથવા સૂએ તો તેનો નિષેધ નથી. આકુંચનપટ્ટક ધારણ કરવાનો વિવેક - ३३ णो कप्पइ णिग्गंथीणं आकुंचणपट्टगं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :- સાધ્વીઓને આકુંચનપટ્ટક રાખવો અથવા ઉપયોગમાં લેવો કલ્પતો નથી. |३४ कप्पइ णिग्गंथाणं आकुंचणपट्टगं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ- સાધુઓને આકુંચનપટ્ટક રાખવો અથવા ઉપયોગમાં લેવા કહ્યું છે. વિવેચન : - આકંચનપટ્ટક–તેનું બીજું નામ પર્યસ્તિકાપટ્ટક છે. તે ચાર આંગળ પહોળું અને શરીર પ્રમાણ લાંબુ સુતરાઉ વસ્ત્ર હોય છે. ભીંત આદિનો સહારો ન લેવાના સમયે તેનો ઉપયોગ થાય છે. વૃદ્ધ, ગ્લાન આદિ સાધુને દિવાલનું આલંબન(ઓઠિંગણ) લઈને બેસવું આવશ્યક હોય અને દિવાલ પર ઉધઈ આદિ જીવોની સંભાવના હોય તો દિવાલાદિનું ઓઠીંગણ ન લઈ શકે ત્યારે આકુંચન પટ્ટકનો ઉપયોગ કરે છે. ઘૂંટણથી પગને ઊંચા કરીને, કમર સાથે પગને પર્યસ્તિકાપટ્ટક(આકુંચનપટ્ટક)થી બાંધી દેવાથી આરામ ખુરશીની જેમ શરીરની સ્થિતિ થઈ જાય છે અને દિવાલના સહારાની જેવો જ શરીરને આરામ મળે છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૫ | ૨૧૩ | પર્યસ્તિકાપટ્ટક બાંધીને બેસવું તે ગર્વ યુક્ત આસન છે. સાધ્વીની શારીરિક સ્થિતિના કારણે આ રીતે બેસવું–લોકનિંદિત થાય છે, તેથી સાધ્વીને માટે પર્યસ્તિકાપટ્ટકનો નિષેધ છે. ભાષ્યકારે કહ્યું છે કે અત્યંત આવશ્યક હોય તો સાધ્વીએ પર્યસ્તિકાપટ્ટક બાંધીને તેના ઉપર વસ્ત્ર ઓઢીને બેસવામાં વિવેક રાખવો જોઈએ. સાધુએ પણ સામાન્યરીતે પર્યસ્તિકાપટ્ટક ન વાપરવું જોઈએ કારણ કે આ ઔપગ્રહિક ઉપકરણ છે, તેથી વિશેષ પરિસ્થિતિમાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ. અવલંબનયુક્ત આસન - |३५ णो कप्पइ णिग्गंथीणं सावस्सयंसि आसणंसि आसइत्तए वा तुयट्टित्तए वा । ભાવાર્થ:- સાધ્વીને આલંબનયુક્ત આસન પર બેસવું અથવા સૂવું કલ્પતું નથી. |३६ कप्पइ णिग्गंथाणं सावस्सयंसि आसणंसि आसइत्तए वा तुयट्टित्तए वा । ભાવાર્થ :- સાધુને આલંબનયુક્ત આસન પર બેસવું અથવા સૂવું કહ્યું છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં આધારયુક્ત ખુરશી આદિ આસનોનું વર્ણન છે. જરૂરિયાત હોય તો સાધુ આ સાધનોનો ઉપયોગ કરી શકે છે અને આ પ્રકારના આસન ન મળે ત્યારે પર્યાસ્તિકાપટ્ટકનો ઉપયોગ થાય છે. અલંબન યુક્ત ખુરશી આદિ પર આરામથી બેસવું, તે અભિમાન સૂચક છે. લોક વ્યવહારમાં પણ નિદિત ગણાય છે, તેથી સાધ્વીને માટે આલંબનયુક્ત આસનનો નિષેધ છે. સાધુ-સાધ્વી ક્યારેક સામાન્ય રીતે ખુરશી વગેરે ઉપકરણ ઉપયોગમાં લેવા જરૂરી હોય તો આધાર લીધા વિના વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરી શકે છે. સવિસાણ પીઠ આદિનો ઉપયોગ - |३७ णो कप्पइ णिग्गंथीणं सविसाणंसि पीढंसि वा फलगंसि वा आसइत्तए वा तुयट्टित्तए वा । ભાવાર્થ - સાધ્વીઓને સવિષાણ પીઠ(સિંહાસન) અથવા ફલક (સુવાની પાટ) પર બેસવું અથવા સૂવું કલ્પતું નથી. ३८ कप्पइ णिग्गंथाणं सविसाणंसि पीढंसि वा फलगंसि वा आसइत्तए वा तुयट्टित्तए वा । ભાવાર્થ :- સાધુઓને સવિષાણ પીઠ(સિંહાસન) પર અથવા ફલક પર બેસવું અથવા સુવું કહ્યું છે. વિવેચન : પીઠ અથવા ફલક પર શિંગડા જેવા ઉપર ઉઠેલા નાના-નાના સ્તંભ હોય છે તેને સવિષાણ પીઠ કહે છે. તેના નાના સ્તંભ ગોળ અને અણીદાર હોવાથી સાધ્વી માટે તે આકાર દોષથી દૂષિત છે અને તેથી તેનો ઉપયોગ કરવાનો નિષેધ છે સાધુને પણ અન્ય પીઠ ફલક મળી જાય તો વિષાણયુક્ત પીઠ ફલક આદિ ઉપયોગમાં લેવા યોગ્ય નથી. પરંપરા અનુસાર સવિષાણ પીઠનો અર્થ સિંહાસન થાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ | શ્રી બૃહ૮૯૫ સૂત્ર સાધ્વીને માટે નિષિદ્ધ ઉપકરણ - ३९ णो कप्पइ णिग्गंथीणं सर्वेटयं लाउय धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ - સાધ્વીઓને સંવૃત-નાલ સહિતનું તુંબડું રાખવું અથવા તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. ४० कप्पइ णिग्गंथाणं सर्वेटयं लाउयं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :- સાધુઓને સંવૃત-નાલ સહિતનું તુંબડું રાખવું અને તેનો ઉપયોગ કરવો કલ્પ છે. ४१ णो कप्पइ णिग्गंथीणं सर्वेटियं पायकेसरियं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ - સાધ્વીઓને સંવૃત–પાત્રકેસરિકા-દાંડીવાળો પાત્રા પોજવાનો ગુચ્છો રાખવો અથવા તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. ४२ कप्पइ णिग्गंथाणं सर्वेटियं पायकेसरियं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ :- સાધુઓને સંવૃત-પાત્રકેસરિકા-દાંડીવાળો પાત્રા પૌજવાનો ગુચ્છો રાખવો અથવા તેનો ઉપયોગ કરવો કહ્યું છે. ४३ णो कप्पइ णिग्गंथीणं दारुदण्डयं पायपुच्छणं धारेत्तए वा परिहरित्तए वा । ભાવાર્થ- સાધ્વીને દારૂદંડવાળું-લાકડાની દાંડીવાળું પાદપ્રીંછન રાખવું અથવા તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. ४४ कप्पइ णिग्गंथाणं दारुदंडयं पायपुंछणं धारित्तए वा परिहरित्तए वा । ભાવાર્થ:- સાધુને દારૂદંડવાળું લાકડાની દાંડીવાળું પાદપ્રાંછન રાખવું અથવા તેનો ઉપયોગ કરવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધ્વીને માટે નિષિદ્ધ કેટલાક ઉપકરણોનું નિરૂપણ છે. સંવૃત્ત તુંબડું અર્થાત્ નાલ સહિતનું તુંબડું, દાંડીવાળો પાત્રા પોંજવાનો ગુચ્છો અથવા લાકડાના દંડના એક છેડે કપડું બાંધેલું હોય અને તે તુંબડા આદિને પોંજવાના ઉપયોગમાં લેવાતું હોય, તે ઉપકરણ(ગુચ્છો આદિ) તે તથા લાકડાના દંડવાળું પાદપ્રોંછન આકાર દોષથી દૂષિત હોવાથી સાધ્વીને ઉપયોગમાં લેવું કલ્પતું નથી. ઉપરોક્ત ઉપકરણો જરૂરિયાત પ્રમાણે સાધુ વાપરી શકે છે. પરસ્પર મોક આદાન-પ્રદાન - |४५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण अण्णमण्णस्स मोयं आइयत्तए (आपिबित्तए) वा आयमित्तए वा णण्णत्थ गाढाउगाढेसु रोगायकेसु । ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓને એકબીજાનું મુત્ર પીવા માટે અથવા માલિશ કરવા માટે આપવું કલ્પતું નથી, ઉગ્રરોગ અને રોગાતકોમાં કહ્યું છે. વિવેચન : અનેક રોગોમાં ગાય, બકરી આદિના મૂત્રનું પાન તથા અનેક રોગોમાં સ્વયંના મૂત્રનું પાન તથા Page #287 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-પ ૨૧૫ તેનું માલિશ કરવાનું ચિકિત્સાશાસ્ત્રમાં વિધાન છે, તેથી ક્યારેક સાધુ-સાધ્વીને પરસ્પર મૂત્રનું આદાન-પ્રદાન કરવાનો પ્રસંગ આવી શકે છે. આ અપેક્ષાએ આ સૂત્રમાં કથન કર્યું છે. સામાન્ય સ્થિતિમાં પરસ્પર આદાન-પ્રદાનનો નિષેધ છે, વિશિષ્ટ પરિસ્થિતિમાં તેનો આગાર છે. વાસી આહાર-ઔષધનો વિવેક ઃ | ४६ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पारियासियस्स आहारस्स तयप्पमाणमेत्तमवि भूइप्पमाणमेत्तमवि बिंदुप्पमाणमेत्तमवि आहारमाहारित्तए, णण्णत्थ आगाढाऽगाढेसु रोगाके | ભાવાર્થ:- સાધુ-સાધ્વીઓને પરિવાસિત(રાત્રે રાખેલો) આહાર ત્વક્ પ્રમાણ—તૃણ જેટલો, ભૂતિ પ્રમાણ—એક ચપટી જેટલો વાપરવો અને બિંદુ પ્રમાણ પાણી પણ પીવું કલ્પતું નથી, ઉગ્રરોગો અને રોગાંતકોમાં કલ્પે છે. ४७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पारियासिएणं आलेवणजाएणं गायाइं आलिंपित्तए वा विलिंपित्तए वा, गण्णत्थ आगाढाऽगाढेहिं रोगायंकेहिं । ભાવાર્થ:સાધુઓ અને સાધ્વીઓને પરિવાસિત-રાત્રે રાખેલા કોઈપણ પ્રકારના લેપ પોતાના શરીર પર એકવાર અથવા વારંવાર લગાવવા કલ્પતા નથી, ઉગ્રરોગો અને રોગાતંકોમાં લગાવવા કલ્પે છે. ४८ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पारियासिएणं तेल्लेण वा जाव णवणीएण वा वसाए वा गायाइं अब्भंगित्तए वा मक्खित्तए वा गण्णत्थ आगाढाऽगाढेहिं रोगायंकेहिं । ભાવાર્થ:- સાધુઓ અને સાધ્વીઓને પરિવાસિત-રાત્રિ રાખેલા તેલ યાવત્ માખણ, સ્નિગ્ધ પદાર્થ પોતાના શરીરે ચોપડવા અથવા માલિશ કરવા કલ્પતા નથી, ઉગ્રરોગો અથવા રોગાતકોમાં કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં આહાર અને ઔષધને રાત્રે રાખવાના તથા તેના ઉપયોગના વિવેકને પ્રદર્શિત કર્યો છે. સાધુઓ અને સાધ્વીઓને ખાવા-પીવા યોગ્ય ખાધ પદાર્થો, લેપ-ચોપડવા યોગ્ય પદાર્થો અને મર્દન કરવા યોગ્ય તેલાદિ પદાર્થોનો સંચય કરવો તથા તે પદાર્થોને રાત્રે રાખવાનો ઉત્સર્ગમાર્ગમાં સર્વથા નિષેધ છે અને આ કાર્યોને માટે પ્રાયશ્ચિત્તનું પણ વિધાન છે. ઉગ્રરોગ અથવા મારણાંતિક આંતક(બીમારી) થાય ત્યારે પૂર્વોક્ત અત્યંત આવશ્યક પદાર્થોનો સંચય કરવો રાત્રે રાખવાનું અપવાદમાર્ગમાં વિધાન છે. ગીતાર્થ સાધુ જાણે કે આખા ગામમાં મહામારી વગેરે કોઈ રોગચાળો ફેલાઈ રહ્યો છે, ગામ ખાલી થઈ રહ્યું છે. પોતાના સંઘાડામાં કોઈ વૃદ્ધ, સ્થવિર સાધુ બીમાર છે, તે ચાલવામાં અસમર્થ છે. તેના માટે આવશ્યક ઔષધો આસપાસના ગામમાં પ્રાપ્ત ન થવાથી દૂરના ગામમાંથી લાવેલા છે. તેવી પરિસ્થિતિમાં અલભ્ય પદાર્થોનો સંચય કરી શકે છે, તેને રાત્રિવાસ રાખી શકે છે અને અનિવાર્ય સંયોગોમાં વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરી શકે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્કલ્પ સૂત્ર બળત્ય આપાદાનાËિ રોયહિં.... પ્રાણઘાતક ઉગ્રરોગ આદિ વિશિષ્ટ પરિસ્થિતિમાં સૂત્રોક્ત મર્યાદાનો આગાર—છૂટ હોય છે. સામાન્ય રીતે સાધુ-સાધ્વી આહાર-પાણી કે ઔષધ રાત્રિવાસ રાખતા નથી પરંતુ કોઈ અનિવાર્ય સંયોગોમાં ગીતાર્થ સાધુની આજ્ઞા પૂર્વક રાત્રે રાખી શકે છે અને વિવેક પૂર્વક તેનો ઉપયોગ કરી શકે છે. રાત્રે રાખેલા દ્રવ્યોને દિવસે ખાવા-પીવાના ઉપયોગમાં લઈ શકે છે અને જરૂર પડે તો રાત્રે તેનો લેપ વગેરે કરી શકે છે. પદાર્થોને રાત્રિવાસ રાખવા તથા તેનો ઉપયોગ કરવાની વિધિનું વિસ્તૃત વર્ણન ભાષ્યમાં છે. માલિપિત્તપ્–આલેપન ઃ– એકવાર લેપ કરવો અથવા શરીરમાં જલન આદિ થવાથી સર્વાંગે લેપ કરવો. વિલિપિત્ત-વિલેપન :– વારંવાર લેપ કરવો અથવા મસ્તક આદિ વિશિષ્ટ અંગે લેપ કરવો. ૧૬ સાધુ–સાધ્વીઓએ સૌંદર્ય વૃદ્ધિ માટે કોઈ પ્રકારના આલેપન, વિલેપનનો પ્રયોગ કરવો કલ્પતો નથી; ફક્ત રોગાદિની ઉપશાંતિ માટે લેપ્ટ પદાર્થોનો પ્રયોગ કરી શકે છે. પારિહારિક સાધુનું દોષ-સેવન તથા પ્રાયશ્ચિત્ત : ४९ परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, से य आहच्च अइक्कमेज्जा, तं च थेरा जाणेज्जा अप्पणो आगमेणं अण्णेसिं वा अंतिए सोच्चा, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्ठवियव्वे सिया । ભાવાર્થ:પરિહારકલ્પસ્થિત સાધુ જો સ્થવિરોની સેવાને માટે ક્યાંય બહાર જાય અને કદાચિત પરિહારકલ્પમાં કોઈ દોષ સેવન કરે, આ વૃત્તાંત સ્થવિર સાધુ પોતાના જ્ઞાનથી અથવા અન્ય પાસેથી સાંભળીને જાણે તો વૈયાવચ્ચથી નિવૃત્ત થયા પછી સ્થવિર સાધુએ તેને અત્યંત અલ્પ પ્રસ્થાપના-પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં પારિહારિક સાધુએ વિશિષ્ટ પરિસ્થિતિમાં કરેલા દોષ સેવનના પ્રાયશ્ચિત્તનું કથન છે. સૂત્રગત વૈયાવૃત્ય પદના ઉપલક્ષણથી અન્ય આવશ્યક કાર્ય પણ ગ્રહણ કરાય છે. આચાર્ય અથવા ગણપ્રમુખ આદિ પરિહારતપ વહન કરનાર સાધુને અન્ય સાધુની વૈયાવચ્ચ માટે અથવા અન્યદાર્શનિકો સાથે શાસ્ત્રાર્થ કરવા અન્યત્ર મોકલે અથવા તે સ્વયં અનિવાર્ય કારણોથી અન્યત્ર જાય અને ત્યાં તેના પરિહારતપની મર્યાદાનું અતિક્રમણ થઈ જાય ત્યારે તેના અતિક્રમણને આચાર્ય આદિ સ્વયં પોતાના જ્ઞાનબળથી અથવા અન્ય કોઈ દ્વારા જાણે તો તેને અતિઅલ્પ પ્રાયશ્ચિત્ત આપે કારણ કે તેનું પરિહારતપ વૈયાવચ્ચ અથવા શાસ્ત્રાર્થ આદિ વિશેષ કારણોથી ખંડિત થયું છે. પૌષ્ટિક ભોજનની પ્રાપ્તિ પછી ગોચરી જવાનો વિવેક ઃ |५० णिग्गंथीए य गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठाए अण्णयरे पुलागभत्ते पडिग्गाहिए सिया, सा य संथरेज्जा, कप्पइ से तद्दिवसं तेणेव भत्तट्टेणं पज्जोसवेत्तए, जो से कप्पइ दोच्चं पि गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तए। सा य णो संथरेज्जा, एवं से कप्पइ दोच्चं पि गाहावइकुलं पिंडवायपडियाए Page #289 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-પ ર૧૭ વિસિત્તમ્ । ભાવાર્થ:- સાધ્વી આહા૨ને માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને ત્યાં જ પુલાક ભકત-અત્યંત સરસ (પૌષ્ટિક) આહાર હલ થઈ જાય અને જો તે ગ્રહણ કરેલા આહરથી નિર્વાહ થઈ શકે તેમ હોય તો તે દિવસે તે આહારથી નિર્વાહ કરે પરંતુ બીજા(અન્ય) ગૃહસ્થના ઘરમાં જાય નહીં અથવા બીજીવાર ગોચરી ન જાય. જો ગ્રહણ કરેલા તે આહારથી નિર્વાહ થઈ શકે તેમ ન હોય તો આહારને માટે બીજા ઘરોમાં જવું કલ્પે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પુલાકભક્ત-પૌષ્ટિક સ્વાદિષ્ટ આહાર એકવાર ગ્રહણ થયા પછી બીજીવાર ગોચરી માટે જવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. પુનમત્તે- પુલાક ભક્ત. ‘પુલાક’ શબ્દનો સામાન્ય અર્થ છે – ‘અસાર પદાર્થ’ પરંતુ અહીં તેનો કંઈક વિશેષ અર્થે ઇષ્ટ છે. જે સ્વાદિષ્ટ ભોજનની આસક્તિથી સંયમ ભાવમાં હાનિ થાય અર્થાત સંયમ નિઃસાર થાય, તેને પુલાક ભક્ત કહે છે. ભાષ્યમાં પુલાભક્તના ત્રણ પ્રકાર કહા છે– (૧) ધાન્યપુલાક (૨) ગંધપુલાક (૩) રસપુલાક. (૧) જે ધાન્યોમાંથી બનેલા ખાધ પદાર્થો વાપરવાથી શારીરિક સામર્થ્ય આદિની વૃદ્ધિ ન થાય તેવા સાંબો, ચોખા આદિ ધાન્યપુલાક કહેવાય છે. (૨) લસણ, ડુંગળી આદિ તથા લવિંગ, ઈલાયચી, અત્તર આદિ જેની ઉત્કૃષ્ટ ગંધ હોય, તે બધા પદાર્થ ગંધપુલાક કહેવાય છે. (૩) દૂધ, આંબલીનો રસ, દ્રાક્ષનો રસ આદિ અથવા અતિ સરસ પૌષ્ટિક તેમજ અનેક રાસાયણિક ઔષધોથી મિશ્રિત ખાદ્ય પદાર્થ રસપુલાક કહેવાય છે. આ સૂત્રમાં 'પુલાકભક્તને ગ્રહણ કર્યા પછી તે આહારથી નિર્વાહ થઈ શકે તેમ હોય તો સાધ્વીને અન્ય ગૃહોમાં ગોચરી જવાનો નિષેધ છે, અહીં રસપુલાકની અપેક્ષાએ સૂત્રનું વિધાન સમજવું જોઇએ કારણકે ગંધપુલાક અને ધાન્યપુલાક રૂપ વૈકલ્પિક અર્થમાં ગોચરીએ ન જવાનું સૂત્રોક્ત વિધાન તર્ક સંગત નથી. રસપુલાકના અતિસેવનથી અજીર્ણ અથવા ઉન્માદ થવાની પ્રાયઃ સંભાવના રહે છે, તેથી તે દિવસે તેનાથી નિર્વાહ થઈ શકે તો અન્યત્ર ભિક્ષાને માટે ન જવું જોઈએ, જેથી ઉક્ત દોષોની સંભાવના રહે નહીં, જો તે રસપુલાક ભક્ત અતિ અલ્પ માત્રામાં હોય અને તેનાથી નિર્વાહ થઈ શકે તેમ ન હોય તો અન્ય ઘરોમાંથી ભિક્ષા ગ્રહણ કરી શકાય છે. આ સૂત્રનો અન્ય રીતે અર્થ થાય છે કે ગોચરીમાં પૌષ્ટિક આહાર આવ્યો હોય તો સાધ્વી તેનાથી જ નિર્વાહ કરે. રસલોલુપતાના કારણે બીજીવાર ગોચરીએ ન જાય અને જો તે આહાર પર્યાપ્ત ન હોય તો બીજીવાર પણ ગોચરીએ જઈ શકે છે. ભાષ્યકારના કથનાનુસાર– સેવ ગમો નિયમ તિવિદ પુત્રાગ્મિ હોર્ફ સમળાળ જે વિધિ સાધ્વીને માટે છે, તે સાધુને માટે પણ છે. || ઉદ્દેશક-૫ સંપૂર્ણ ॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] શ્રી બ્રહ૮૫ સૂત્ર ઉદ્દેશક-૬ પ્રાકથન છRORWARDRORDROR કે આ ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીને છ પ્રકારના નબોલવા યોગ્ય વચનો, વિજાતીય સ્પર્શવિષયક અપવાદ માર્ગ, સંયમ નાશક છ દોષો, છ પ્રકારની કલ્પ મર્યાદા આદિ મુખ્યત્વે ૭ ના અંકથી સંબંધિત વિષય વર્ણન છે. ક સાધુ-સાધ્વીને સત્ય મહાવ્રતની શુદ્ધિ માટે અલીક, ખિંસિત, કઠોર આદિ છ પ્રકારના અકલ્પનીય વચન ન બોલવા જોઈએ. કે કોઈ પણ સાધુ બીજા સાધુ ઉપર પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન આદિ દોષ સેવનનો આક્ષેપ મૂકે અને જો તેને પ્રમાણથી સિદ્ધ ન કરી શકે તો તે સાધુ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. * પરિસ્થિતિ વશ સાધુ-સાધ્વી એકબીજાના પગમાંથી કાંટા આદિ કાઢી શકે છે અને આંખમાં પડેલા રજ આદિ પણ કાઢી શકે છે. કે નદીમાં ડુબતા આદિ સૂત્રોક્ત વિશેષ પરિસ્થિતિઓમાં તેને આધાર આપનાર અન્ય સાધ્વી કે બહેનો ન હોય, તો સાધુ, સાધ્વીને સહારો આપી શકે છે અને સેવા કરી શકે છે. તે જ રીતે સાધ્વી સાધુને ટેકો આપી શકે છે. * સાધુ-સાધ્વી કુચેષ્ટા, વાચાળતા, ચક્ષુલોલુપતા, ચિડીયાપણું, અતિલોભ અને નિદાન, આ સંયમનાશક છ દોષોને જાણીને તેનો પરિત્યાગ કરે. * જિનકલ્પ, સ્થવિરકલ્પ આદિ સંયમપાલન કરનારની ભિન્ન-ભિન સાધનાની અપેક્ષાએ છે પ્રકારની આચારમર્યાદા હોય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક ઉદ્દેશક-૬ 12/2/22/2/22/2 ૨૧૯ અકલ્પ વચનપ્રયોગઃ १ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाई छ अवयणाई वइत्तए, तं जहा - अलियवयणे हीलियवयणे खिंसियवयणे फरुसवयणे गारत्थियवयणे विओसवियं वा पुणो उदीरित्तए । ભાવાર્થ :સાધુઓ સાધ્વીઓને આ છ નિષિદ્ધ વચન બોલવા કલ્પતા નથી જેમ કે– (૧) અલીકવચન (૨) હીલિતવચન (૩) ખિંસિતવચન (૪) પરુષવચન (૫) ગાર્હસ્ત્યવચન (૬) વ્યુપશમિત કલહ ઉદીરણ વચન. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધુ–સાધ્વીને ન બોલવા યોગ્ય છ પ્રકારના વચનનું નિરૂપણ છે. (૧) અલીકવચન– અસત્ય અથવા મિથ્યાભાષણ, (૨) હીલિતવચન− બીજાની અવહેલના કરનાર વચન, (૩) ત્રિંસિતવચન—રોષપૂર્ણ અથવા રોષ ઉત્પન્ન કરનાર વચન, (૪) પરુષવચન– કર્કશ, રુક્ષ અથવા કઠોરવચન, (૫) ગાર્હસ્ત્યવચન– ગૃહસ્થ અવસ્થાના સંબંધીઓના પિતા, પુત્ર, મામા આદિ સંબંધવાચક શબ્દોથી થતાં સંબોધન વચન, (૬) વ્યુપશમિત કલહઉદીરણા વચન– ક્ષમાયાચના આદિ દ્વારા કલહ ઉપશાંત થયા પછી પણ પુનઃ કલહની ઉદીરણા કરનારા વચન, આ છ પ્રકારના વચન સત્ય મહાવ્રત તથા ભાષા સમિતિના પાલનમાં બાધક બનતા હોવાથી સાધુ અને સાધ્વીઓએ બોલવા ન જોઈએ. કલ્પ પ્રસ્તારઃ २ | कप्पस्स छ पत्थारा पण्णत्ता, तं जहा- पाणाइवायस्स वायं वयमाणे, मुसावायस्स वायं वयमाणे, अदिण्णादाणस्स वायं वयमाणे, अविरइयावायं वयमाणे, अपुरिसवायं वयमाणे, दासवायं वयमाणे । इच्चेए छ कप्पस्स छ पत्थारे पत्थरेत्ता सम्मं अप्पडिपूरेमाणे तट्ठाणपत्ते सिया । = ભાવાર્થ: કલ્પ-સાધ્વાચારના છ વિશેષ પ્રકારના પ્રાયશ્ચિત્ત સ્થાન કહ્યા છે, જેમકે – (૧) પ્રાણાતિપાતનો આક્ષેપ મૂક્યો હોય. (૨) મૃષાવાદનો આક્ષેપ મૂક્યો હોય. (૩) અદત્તાદાનનો આક્ષેપ મૂક્યો હોય. (૪) અવિરતિવાદ-બ્રહ્મચર્ય ભંગનો આક્ષેપ મૂક્યો હોય. (૫) અપુરિસવાદ-નપુંસકપણાનો આક્ષેપ મૂક્યો હોય. (૬) દાસપણાનો આક્ષેપ મૂક્યો હોય. સંયમના વિશેષ પ્રાયશ્ચિત્ત સ્થાનોના આક્ષેપ મૂકીને તેને સારી રીતે પ્રમાણિત ન કરનાર સાધુ પ્રાયશ્ચિત્તસ્થાનના ભાગીદાર થાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦] શ્રી બૃહ૮૯૫ સૂત્ર વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં છ પ્રકારના વિશેષ પ્રાયશ્ચિત્ત સ્થાનનું કથન છે. ખસ-નિગ્રંથનો આચાર. પત્થાર – વિશેષ પ્રાયશ્ચિત્ત સ્થાન. પત્થરેતા- પ્રાયશ્ચિત્ત સ્થાન- સેવનનો આક્ષેપ મૂકવો. પ્રાણાતિપાત પ્રાયશ્ચિત્તસ્થાન : - જો કોઈ એક સાધુ આચાર્યાદિની સન્મુખ ઉપસ્થિત થઈને કહે કે અમુક સાધુએ ત્રસ જીવની વાત કરે છે. આચાર્યાદિ તેનું કથન સાંભળીને આરોપિત સાધુને બોલાવીને પૂછે કે “શું તમે ત્રસજીવની ઘાત કરી છે?” જો તે કહે કે “મેં કોઈ જીવની વાત નથી કરી” – તેવી સ્થિતિમાં આક્ષેપ મૂકનાર સાધુને બોલાવીને કહે કે તમે શા માટે અમુક સાધુ ઉપર આક્ષેપ મૂકો છો. તમે તમારા કથનને સિદ્ધ કરો કે તે સાધુએ ક્યારે અને કેવી રીતે જીવહિંસા કરી છે? જો તે સાધુ પોતાના કથનને ચોક્કસ પ્રમાણોથી સિદ્ધ કરે, તે સાધુનું જીવહિંસાનું પાપ સિદ્ધ થઈ જાય, તો જીવહિંસા કરનાર સાધુ પ્રાયશ્ચિત્તના અધિકારી થાય છે અને જો આક્ષેપ મૂકનાર સાધુ પેલા સાધુના દોષ સેવનનું કોઈ ચોક્કસ પ્રમાણ ન આપી શકે, તેનું પાપ સેવન સિદ્ધ ન થાય, આચાર્યને સમજાઈ જાય કે અમુક સાધુ સાથેના પૂર્વના વૈરથી કે દ્વેષથી આ સાધુએ તેના પર જીવહિંસાનો આક્ષેપ મૂક્યો છે હકીકતમાં તે સાધુ નિર્દોષ છે, તો આક્ષેપ મૂકનાર સાધુ હિંસા કરનારને જેટલું પ્રાયશ્ચિત્ત અપાય છે તેટલા જ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. આ રીતે (૨) મૃષાવાદનો (૩) અદત્તાદાનનો (૪) અવિરતિવાદ- બ્રહ્મચર્યભંગનો (૫) નપુંસકપણાનો કે (૬) દાસપણાનો આરોપ મૂકે અને તે આરોપને સિદ્ધ ન કરી શકે, તો તે આરોપ મૂકનાર સાધુ પ્રાયશ્ચિત્તના અધિકારી થાય છે. આ છ પ્રકારના આક્ષેપમાંથી કોઈ પણ આક્ષેપ કરનાર અને દોષસેવન કરનાર જો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરે અથવા તેમાં વાદ–પ્રતિવાદ થઈ જાય તો પ્રાયશ્ચિતની માત્રા પણ વધતી જાય છે, અર્થાત્ સૂત્રોક્ત લઘુ ચોમાસી, ગુરુચોમાસી પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે સંયમ સાધના સ્વતંત્ર છે. પ્રત્યેક સાધક કેવળ અંતર્મુખ બનીને પોતાની સાધનાને સફળ બનાવી શકે છે. અન્ય તરફની દષ્ટિ રાગ-દ્વેષ આદિ અનેક અનર્થકારી પાપોનું સર્જન કરે છે. વિજાતીય સ્પર્શનો અપવાદ - | ३ णिग्गंथस्स य अहेपायंसि खाणू वा कंटए वा हीरे वा सक्करे वा परियावज्जेज्जा, तं च णिग्गंथे णो संचाएइ णीहरित्तए वा विसोहेत्तए वा तं णिग्गंथी णीहरमाणी वा विसोहेमाणी वा णाइक्कमइ । ભાવાર્થ :- સાધુના પગના તળીયામાં તીક્ષ્ણ સુકું ઠં, કાંટો, કાચ અથવા તીક્ષ્ણ પથ્થરનો ટુકડો વાગી જાય અને તેને કાઢવામાં અથવા તેના અંશનું શોધન કરવામાં સ્વયં અથવા અન્ય કોઈ સાધુ સમર્થ ન હોય, ત્યારે જો સાધ્વી કાઢે અથવા શોધન કરે, તો તેણી જિનાજ્ઞાનું અતિક્રમણ કરતી નથી. Page #293 -------------------------------------------------------------------------- ________________ | देश | २२१ । | ४ णिग्गंथस्स य अच्छिसि पाणे वा बीये वा रए वा परियावज्जेज्जा, तं च णिग्गंथे णो संचाएज्जा णीहरित्तए वा विसोहेत्तए वा तं णिग्गंथी णीहरमाणी वा विसोहेमाणी वा णाइक्कमइ । ભાવાર્થ :- સાધુની આંખમાં મચ્છર આદિ સૂક્ષ્મ પ્રાણી, બીજ અથવા રજ પડે અને તેને કાઢવામાં, તેના સુક્ષ્મ અંશ શોધવામાં પોતે અથવા અન્ય કોઈ સાધુ સમર્થ ન હોય ત્યારે જો સાધ્વી કાઢે અથવા શોધે તો તેણી જિનાજ્ઞાનું અતિક્રમણ કરતી નથી. | ५ णिग्गंथीए य अहेपायंसि खाणू वा कंटए वा हीरे वा सक्करे वा परियावज्जेज्जा, तं च णिग्गंथी णो संचाएज्जा णीहरित्तए वा विसोहेत्तए वा, तं णिग्गंथे णीहरमाणे वा विसोहेमाणे वा णाइक्कमइ । ભાવાર્થ :- સાધ્વીના પગના તળીયામાં તીક્ષ્ણ સૂકું પૂંઠું, કાંટો, કાચ અથવા પથ્થરના ટુકડા લાગી જાય અને તેને કાઢવામાં, તેના સૂક્ષ્મ અંશને શોધવામાં સ્વયં અથવા બીજા સાધ્વી સમર્થ ન હોય ત્યારે જો સાધુ કાઢે અથવા શોધે તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. |६ णिग्गंथीए य अच्छिसि पाणे वा बीये वा रए वा परियावज्जेज्जा, तं च णिग्गंथी णो संचाएज्जा णीहरित्तए वा विसोहेत्तए वा, तं णिग्गंथे णीहरमाणे वा विसोहेमाणे वा णाइक्कमइ । ભાવાર્થ :- સાધ્વીની આંખમાં મચ્છર આદિ સૂક્ષ્મ પ્રાણી, બીજ અથવા રજ પડે અને તેને કાઢ વામાં અથવા તેના સુક્ષ્મ અંશને શોધવામાં સ્વયં અથવા બીજા કોઈ સાધ્વી સમર્થ ન હોય ત્યારે જો સાધુ કાઢે અથવા શોધે તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. |७ णिग्गंथे णिग्गंथिं दुग्गंसि वा विसमंसि वा पव्वयंसि वा पक्खुलमाणिं वा पवडमाणिं वा गेण्हमाणे वा अवलंबमाणे वा णाइक्कमइ । ભાવાર્થ :- સાધુ હિંસક જાનવરોથી વ્યાપ્ત દુર્ગમ સ્થાનમાં, વિષમસ્થાનમાં અથવા પર્વત પરથી લપસતી અથવા પડતી સાધ્વીને ગ્રહણ કરે અર્થાત્ બચાવે, સહારો આપે, તો તે સાધુ જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. | ८ णिग्गंथे णिग्गंथि सेयंसि वा पंकसि वा पणगंसि वा उदयसि वा ओकसमाणिं वा ओवुज्झमाणि वा गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ । ભાવાર્થ :- સાધુ કીચડ, કાદવ, સેવાળ અથવા પાણીમાં પડતી, ડૂબતી સાધ્વીને બચાવે સહારો આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. | ९ णिग्गंथे णिग्गंथि णावं आरोहमाणिं वा ओरोहमाणिं वा गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ । Page #294 -------------------------------------------------------------------------- ________________ રરર | શ્રી બૃહ૮૯૫ સૂત્ર ભાવાર્થ :- સાધુ હોડી પર ચઢતી અથવા હોડીમાંથી ઉતરતી સાધ્વીને આધાર આપે અથવા સહારો આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. १० खित्तचितं णिग्गंथिं णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ। ભાવાર્થ :- સાધુ શોક અથવા ભયથી વિક્ષિપ્તચિત્તવાળી સાધ્વીને પકડે અથવા આધાર આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. ११ दित्तचितं णिग्गंथि णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ । ભાવાર્થ :- સાધુ હર્ષના અતિરેકથી દિપ્ત-ભ્રમિત ચિત્તવાળી સાધ્વીને પકડે અથવા આધાર આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. १२ जक्खाइ8 णिग्गंथि णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ। ભાવાર્થ- સાધુ યક્ષાવિષ્ટ-ભૂત પ્રેતથી પીડિત સાધ્વીને પકડે અથવા આધાર આપે, તો તેજિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. |१३ उम्मायपत्तं णिग्गंथि णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ । ભાવાર્થ :- સાધુ મોહનીય કર્મના ઉદયથી ઉન્માદને પ્રાપ્ત સાધ્વીને પકડે અથવા આધાર આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. १४ उवसग्गपत्तं णिग्गंथि णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ। ભાવાર્થ :- સાધુ દેવ, મનુષ્ય કે તિર્યંચજન્ય ઉપસર્ગને પ્રાપ્ત થયેલી સાધ્વીને પકડે અથવા આધાર આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. |१५ साहिगरणं णिग्गंथि णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ । ભાવાર્થ :- સાધુ સાધિકરણ-તીવ્ર કષાયથી અશાંત સાધ્વીને પકડે અથવા આધાર આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. |१६ सपायच्छित्तं णिग्गंथि णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ । ભાવાર્થ- સાધુ કઠોરતમ પ્રાયશ્ચિત્તથી વિચલિત ચિત્તવાળી સાધ્વીને પકડે અથવા સહારો આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. |१७ भत्तपाणपडियाइक्खियं णिग्गंथि णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ । Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક— ૨૨૩ ભાવાર્થ:સાધુ આજીવન અનશનથી ક્લાંત થયેલી સાધ્વીને સ્થિર કરે અથવા સહારો આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. १८ अट्ठजायं णिग्गंथिं णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ । ભાવાર્થ:- અર્થજાત–શિષ્ય અથવા પદ પ્રાપ્તિની તીવ્રતમ ઇચ્છાથી વ્યાકુળ થયેલી સાધ્વીને સાધુ પકડે(સમજાવે) અથવા આધાર આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે વિજાતીય સ્પર્શનો અપવાદ માર્ગ પ્રદર્શિત કર્યો છે. સામાન્ય રીતે સાધુ-સાધ્વીને માટે બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષા માટે વિજાતીય સ્પર્શનો સર્વથા નિષેધ છે. બાલ, વૃદ્ધ, તપસ્વી, રોગી આદિ સાધુની સેવા સાધુ જ કરે છે અને સાધ્વીની સેવા સાધ્વી જ કરે છે આ ઉત્સર્ગ માર્ગ છે. પ્રસ્તુત સૂત્રોમાં અનેક વિશિષ્ટ પરિસ્થિતિજન્ય અપવાદમાર્ગનું કથન છે. સાધુના પગમાં કાંટો વાગી જાય, આંખમાં કણું પડે, સહવર્તી અન્ય કોઈ સાધુ તે કાઢી શકે તેમ ન હોય ત્યારે સાધ્વી અન્ય કોઈ યોગ્ય વ્યક્તિને સાક્ષીભૂત રાખીને વિધિપૂર્વક સંયમભાવથી સાધુના પગમાંથી કાંટો કાઢી શકે છે. તે રીતે સાધ્વીના પગમાંથી સાધુ પણ કાંટો કાઢી શકે છે. સાધ્વી કોઈ વિષમ સ્થાનથી પડી ગઈ હોય, ઉન્માદાદિના કારણે સાધ્વી ભાગી જતી હોય વગેરે પરિસ્થિતિમાં તે સાધ્વીને આધાર દેનાર અન્ય સાધ્વી ન હોય તો તેવી વિકટ પરિસ્થિતિમાં સાધુ સાધ્વીને બચાવી શકે છે. તે જ રીતે સાધ્વી પણ સાધુને બચાવી શકે છે. આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં વિજાતીય સ્પર્શ થાય, ત્યારે સાધુ-સાધ્વી સ્વયં રાગભાવની અનુભૂતિ ન કરે, સંયમ ભાવમાં સ્થિર રહે, તો તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આ અપવાદ માર્ગ છે. જો સ્વયં રાગભાવની અનુભૂતિ કરે, તો તે સાધુ-સાધ્વી બ્રહ્મચર્ય વ્રત ભંગના દોષથી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. સંયમનાશક છ સ્થાન ઃ १९ | कप्पस्स छ पलिमंधू पण्णत्ता, तं जहा कोक्कुइए संजमस्स पलिमंथू, मोहरिए सच्चवयणस्स पलिमंथू, चक्खुलोलुए इरियावहियाए पलिमंथू, तिंतिणिए एसणागोयरस्स पलिमंथू, इच्छालोलुए मुत्तिमग्गस्स पलिमंधू, भिज्जाणियाणकरणे मोक्खमग्गस्स पलिमंथू । सव्वत्थ भगवया अणियाणया पसत्था । ભાવાર્થ :- છ પ્રવૃત્તિ સાધુ આચારની વિઘાતક(સાધુપણાનો નાશ કરનાર)છે, તે આ પ્રમાણે છે– (૧) ચંચળતા સંયમ વિઘાતક છે. (૨) વાચાળતા સત્ય વચનની વિઘાતક છે. (૩) નેત્ર વિષયક લોલુપતા ઈર્યા Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] શ્રી બૃહકલ્પ સૂત્ર સમિતિની વિઘાતક છે. (૪) ચિડીયાપણું એષણા સમિતિનું વિઘાતક છે. (૫) અતિલોભ, નિષ્પરિગ્રહ રૂપ મુક્તિમાર્ગનો નાશક છે. (૬) ચક્રવર્તી, વાસુદેવ આદિના પૌગલિક ભોગો સંબંધિત નિદાનો મોક્ષના વિનાશક છે. ભગવાને અનિદાનતાને સર્વત્ર પ્રશસ્ત કહી છે. વિવેચન : વખ૪ પમિથુ :- કલ્પ – સાધુનો આચાર, પલિમંથ-નષ્ટ કરનાર ચેષ્ટાઓ. સાધ્વાચારના કે આચાર મર્યાદાના ઘાતક તત્ત્વોને પલિમંથ કહે છે. શ્રેષ્ઠ વસ્તુના નાશકને પલિમંથ કહે છે. જેમ દહીંનું મંથન કરી માખણને ફેંકી દે અને છાશનો સંગ્રહ કરે, તેમ સંયમ રૂપ માખણને ફેંકીને અસંયમરૂપ છાશનો સંગ્રહ કરનાર પલિમથુ કહેવાય છે. સંયમ ઘાતક અનેક પ્રવૃત્તિ છે, પરંતુ સૂત્રકારે અહીં મુખ્ય છ પ્રવૃત્તિઓનું કથન કર્યું છે. (૧) કૌચિત :- કુત્સિત શારીરિક ચેષ્ટાઓને, કુચેષ્ટાને કૌકુચિત કહે છે, તેના ત્રણ પ્રકાર છે. સ્થાન, શરીર અને ભાષા. નટની જેમ વિષમ સ્થાનમાં ઊભા રહેવું, બેસવું, સૂવું, હરવું, ફરવું વગેરે ક્રિયાઓ કરવી તે “સ્થાન-કૌચિત’ કહેવાય છે. નિપ્રયોજન હાથ, પગ, મોટું વગેરે અંગોને હલાવવા, ભાંડ આદિની જેમ ચેષ્ટાઓ કરવી તે “શરીર-કૌકુચિત છે. હાસ્ય ઉત્પાદક વચન બોલવા, પશુપક્ષીઓની નકલ કરવી, લોકોને હસાવવા માટે અનાર્ય દેશની ભાષા બોલવી, વિભિન્ન દેશવાસી સ્ત્રી-પુરુષોના વાણી-વિલાસની નકલ કરવી, તે ‘ભાષા-કૌચિત’ છે. ઉક્ત સર્વ પ્રકારની કુચેષ્ટાઓ સાધુ માટે નિષિદ્ધ છે, તે કુચેષ્ટાઓથી સંયમનો ઘાત થાય છે. (૨) મૌખરિક :- મુખર એટલે વાચાળ. વાચાળ વ્યક્તિને મૌખરિક કહે છે. વિચાર્યા વિના બોલે કે પ્રમાણથી વધારે બોલે કે ગમે તેમ બોલે તે અન્યને દુશ્મન બનાવે છે. વાચાળતાના કારણે અસત્ય-ભાષણની પણ સંભાવના રહે છે, તેથી મૌખરિકતા સત્યની ઘાતક છે. (૩) ચક્ષુ લોલુપ -જે સાધુ ચક્ષુ લોલુપી હોય, ચારે બાજુ દષ્ટિ ફેરવ્યા કરે, આજુબાજુના દશ્ય જોવામાં આસક્ત બને, લોભામણા દશ્યો અને સ્ત્રી, પુરુષોના ગમનાગમનની ક્રિયાને જોવામાં તલ્લીન બની જાય તે ઈર્ષા સમિતિનું સમ્યક્ પ્રકારે પાલન કરી શકતા નથી. તેથી ચક્ષુલોલુપી ઈર્યાસમિતિનો ઘાતક બને છે. તેમાં છ કાય જીવોની અને સંયમની વિરાધના થાય છે. (૪) તિતિક - વસ્તુ પ્રાપ્ત ન થાય તો ખિન્ન બની તણતણાટ કે બકવાસ કરે, તેને તિતિણક કહે છે. તનતનાટ કરવાથી એષણાનો ઘાત થાય છે. સાધુને આહાર, ઉપધિ અને શય્યા, આ ત્રણ વસ્તુની આવશ્યક્તા છે. તે ન મળે તો ખેદ પામનાર સાધક એષણાની શુદ્ધિ કરી શકતા નથી. આવી સ્થિતિમાં તે દીન બની એષણીય, અનેષણીયની પરવા કર્યા વિના જ વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેથી તણતણાટ કરવાના સ્વભાવવાળા સાધુ એષણાસમિતિના ઘાતક થાય છે. (૫) ઇચ્છાલોભિક :- ઇચ્છા અને લોભ-તુષ્ણાની માત્રા વધવાથી સંતોષનો ઘાત થાય છે. તેના દ્વારા નિર્લોભતા અને નિષ્પરિગ્રહતારૂપ મોક્ષ માર્ગનો ઘાત થાય છે. () ભિંધ્યા નિદાન - ભિંધ્યા-લોભ અને નિદાન-પ્રાર્થના, અભિલાષા. લોભથી થતી પ્રાર્થના Page #297 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૬ ૨૨૫ આર્તધ્યાનને પોષણ આપે છે. ઋદ્ધિ, પદવી કે વિષયસુખની પ્રાપ્તિ માટે પોતાના સંયમના ફળને માંગવાથી મોક્ષમાર્ગનો ઘાત થાય છે. આ રીતે ઉપરોક્ત છ એ પ્રવૃત્તિથી સંયમ માર્ગની વિરાધના થાય છે, તેથી સાધુએ તથાપ્રકારની પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. છ પ્રકારની કલ્પસ્થિતિઃ ૨૦ ઇષ્વિહા-ટ્ઠિર્ં પળત્તા, તં નહીં- સામાય-સંનય-કૢિર્દૂ, छेओवट्ठावणिय-संजय कप्पट्ठिई, णिव्विसमाण- कप्पट्ठिई, णिव्विट्ठकाइय-कप्पट्ठिई, નિપપ્પનાિરૂં, થેપ્પટ્ટિ।તિ જેમિ । ભાવાર્થ :કલ્પ સ્થિતિ-આચારની મર્યાદાઓ છ પ્રકારની કહી છે, જેમ કે – (૧) સામાયિક ચારિત્રની મર્યાદાઓ. (૨) છેદોપસ્થાપનીય ચારિત્રની મર્યાદાઓ. (૩) નિર્વિશમાન-પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં પારિહારિક-તપ વહન કરનારની મર્યાદાઓ. (૪) નિર્વિષ્ટકાયિક-પરિહારવિશુદ્ધ ચારિત્રમાં, અનુપરિહારિક-વૈયાવચ્ચ કરનાર ભિક્ષુઓની મર્યાદાઓ. (૫) ગચ્છનિર્ગત, વિશિષ્ટ તપસ્વી જીવન જીવનાર જિનકલ્પી સાધુઓની મર્યાદાઓ. (૬) સ્થવિરકલ્પી અર્થાત્ ગચ્છવાસી સાધુઓની મર્યાદાઓ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં છ પ્રકારની કલ્પસ્થિતિનું કથન છે. વનાિર્ફ ઃ- ‘કલ્પ’ એટલે સાધુનો આચાર. તેમાં સ્થિર રહેવું, તેને કલ્પસ્થિતિ કહે છે અથવા સાધુ– સાધ્વીઓની સમાચારી(મર્યાદા)ને પણ કલ્પસ્થિતિ કહે છે. તે છ પ્રકારની છે, જેમ કે– (૧) સામાયિક સંયત કલ્પસ્થિતિ :– સર્વ પાપ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરીને સમભાવમાં સ્થિત થવું, તે સામાયિક સંયત કલ્પસ્થિતિ છે. તે બે પ્રકારની છે, ૧. ઇત્વરકાલિક– જ્યાં સુધી પાંચ મહાવ્રતોનું આરોપણ ન થયું હોય ત્યાં સુધી ઇન્વરકાલિક સામાયિક સંયત કલ્પસ્થિતિ છે. ૨. યાવજ્જીવિક— જીવનપર્યંતનું સામાયિક ચારિત્ર, યાવજ્જૈવિક સામાયિક સંયત કલ્પસ્થિતિ છે. તેમાં ફરી મહાવ્રતનું આરોપણ થતું નથી, તે મધ્યના બાવીસ તીર્થંકરોના શાસનકાળમાં હોય છે. (૨) છેદોપસ્થાપનીય–સંયત—કલ્પસ્થિતિ :– વડી દીક્ષા આપવી અથવા ફરીને મહાવ્રતોનું આરોપણ કરવું, તે છેદોપસ્થાપનીય કલ્પસ્થિતિ છે. તેના બે પ્રકાર છે. ૧. નિરતિચાર– ઇત્વર કાલિક સામાયિક ચારિત્ર ગ્રહણ કરનાર શૈક્ષ સાધુઓને અથવા ભગવાન પાર્શ્વનાથના શિષ્યોને પાંચ મહાવ્રતોનું આરોપણ કરાવવું, તે નિરતિચાર છેદોપસ્થાપનીય સંયત કલ્પસ્થિતિ છે. ૨. સાતિચાર– પાંચ મહાવ્રત સ્વીકાર્યા પછી જે સાધુ અથવા સાધ્વી જાણી જોઈને કોઈ એક મહાવ્રતનો અથવા પાંચે મહાવ્રતોનો ભંગ કરે તો તેની પૂર્વ દીક્ષા પર્યાયનો છેદ કરીને પુનઃ મહાવ્રતોનું આરોપણ કરાવવું, તે સાતિચાર છેદોપસ્થાનીય સંયત કલ્પસ્થિતિ છે. (૩) નિર્વિશમાન કલ્પસ્થિતિ ઃ– પરિહાર વિશુદ્ધિ સંયમમાં તપની સાધના કરનાર સાધુઓની સમાચારીને નિર્વિશમાન કલ્પસ્થિતિ કહે છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ રરઃ | શ્રી બૃહ૮૯૫ સૂત્ર (૪) નિર્વિષ્ટકાયિક કલ્પસ્થિતિ - પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં જે સાધુએ સંયમની વિશુદ્ધિરૂપ તપસાધના કરી લીધી હોય અને જે સાધુ તપસાધના કરનારની સેવા કરી રહ્યા હોય, તે સાધુઓની સમાચારીને નિર્વિષ્ટકાયિક કલ્પસ્થિતિ કહે છે. (૫) જિનકલ્પસ્થિતિ:- ગચ્છમાંથી નીકળીને વિશિષ્ટ નિયમો તથા અભિગ્રહોને ધારણ કરીને એકલા વિચરનારા કરપાત્રી ગીતાર્થ સાધુઓની સમાચારીને જિનકલ્પસ્થિતિ કહે છે. () સ્થવિરકલ્પસ્થિતિ – ગચ્છની અંદર આચાર્ય આદિની આજ્ઞામાં રહેનાર સાધુઓની સમાચારીને વિરકલ્પસ્થિતિ કહે છે. છે ઉદ્દેશક-૬ સંપૂર્ણ . - બૃહત્કલ્પ સૂત્ર સંપૂર્ણ છે Page #299 -------------------------------------------------------------------------- ________________ श्री हशा- SCथ-व्यवहार सूत्र श्री हशा-5प-व्यव श्री दशा-अल्प-व्यवहार सूत्र श्री हशा उदय-व्यवहार सूत्र श्री हशा श्री प्रशा-प-व्यवहार सूत्र श्री दृशा-४९प-व्यवहार सूत्र श्री श्री दृशा-ध-व्यवहार सूत्र श्री घ्शा-उध सूत्र श्री दशा-प-व्यवहार सूत्र श्री दृशा- 5थ-व्यवहार सूत्र श्री दशा - SCI-व्यवहार सूत्र श्री प्रशा-थ-व्यवहार सूत्र श्री हशा व्यवहा श्री दृशा उल्थ-व्यवहार सूत्र श्री हशा -थ-व्यवहार सूत्र दशा- SCथ-व्यवहार सूत्र श्री हशा व्यवसूत्र श्री हशा-5C4-व्यवह ० श्री शा- ६६५-वहार स्थविर रथित छेह : श्री का जन्य व्य सूत्र सूत्र श्री दृशा उल्थ व्यव ငါးမျှာ सूत्र డిక్ Page #300 --------------------------------------------------------------------------  Page #301 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના | ર૨૯ ] ઉદ્દેશક-૧ | પ્રાક્કથન છRORDRORROROR * આ ઉદ્દેશકમાં મુખ્યત્વે માયારહિત અને માયાસહિત આલોચના કરનારના પ્રાયશ્ચિત્તની તરતમતાના વિવિધ વિકલ્પોનું કથન છે. સાધુ પોતાના દોષોને અંશ માત્ર પણ છૂપાવ્યા વિના, માયા-કપટ કર્યા વિના, સરળ ભાવે આલોચના કરે, તો તેને પોતાના દોષ અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-કપટ પૂર્વક આલોચના કરે, તો એક મહિનાનું અધિક પ્રાયશ્ચિત્ત આવે છે. ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસનું જ પ્રાયશ્ચિત્ત હોય છે. * ગચ્છના પ્રમુખ સાધુએ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુની વૈયાવચ્ચની વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ પ્રાયશ્ચિત્ત વહનકાલમાં તે સાધુ અન્ય દોષ સેવન કરે, તો સર્વ અપરાધોનું સાથે પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. અર્થાત્ પૂર્વના પ્રાયશ્ચિત્તમાં બીજું પ્રાયશ્ચિત્ત સામિલ કરી દેવું જોઈએ. * અપારિવારિક સાધુ પારિવારિક સાધુ સાથે ગુરુની આજ્ઞા વિના કોઈ પણ વ્યવહાર રાખે નહીં, રાખે તો તે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. પારિહારિક સાધુ ગુરુ આજ્ઞાપૂર્વક પ્રાયશ્ચિત્ત રૂપ તપ વહન કરતાં-કરતાં અથવા તપને છોડીને અન્ય સાધુઓની સેવામાં જઈ શકે છે. તે અન્ય ક્ષેત્રમાં જાય ત્યારે કારણ વિના કોઈ પણ વિહારના ક્ષેત્રમાં વધારે રોકાઈ શકતા નથી. * ગણથી છૂટા પડીને એકલ વિહારચર્યા કરનારા આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક કે સામાન્ય સાધુ ફરી ગણમાં આવવાની ઇચ્છા કરે, તો તેને એકલવિહારચર્યાનું પ્રાયશ્ચિત્ત આપીને ત્યાર પછી ગણમાં લઈ શકાય છે. ગણથી છૂટા પડેલા પાર્શ્વસ્થ, ઓસન્ન, યથાછંદ આદિ સાધુઓ પણ પુનઃ ગણમાં આવવા ઇચ્છે તો તેને પ્રાયશ્ચિત્ત રૂપ તપ કે દીક્ષા છેદ આપીને ત્યાર પછી જ ગણમાં સામિલ કરવામાં આવે છે. * વિશેષ પરિસ્થિતિ વશ સ્વલિંગ(વેશ)નો ત્યાગ કરીને અન્ય લિંગ ધારણ કરનાર વ્યક્તિને કેવળ આલોચના પ્રાયશ્ચિત્ત કરાવીને ગચ્છમાં સામિલ કરવામાં આવે છે. એકવાર સંયમનો ત્યાગ કરેલી વ્યક્તિને ફરી છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરાવીને ગણમાં લેવામાં આવે છે. આ રીતે આ ઉદ્દેશકમાં એકવાર ગચ્છનો ત્યાગ કરનાર સાધુને ફરી ગચ્છમાં લેવાની વિસ્તૃત વિધિનું વર્ણન છે. * આ ઉદ્દેશકના અંતમાં સાધુ જીવનના આવશ્યક કર્તવ્ય રૂપ આલોચના કરવા માટે સુયોગ્ય પાત્રનો ક્રમ સૂત્રકારે નિર્દિષ્ટ કર્યો છે. * આ રીતે સાધુએ પોતાના ચારિત્રની નિર્મળતા માટે દોષોની શુદ્ધિનું લક્ષ રાખવું જોઈએ. Page #302 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] શ્રીવ્યવહાર સૂત્ર - ઉદેશક-૧ PE/P/2//2eeeeee/ કપટરહિત, સહિત આલોચનાથી પ્રાયશ્ચિત્તની તરતમતા :| १ जे भिक्खू मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासियं, पलिउचियं आलोएमाणस्स दोमासियं । ભાવાર્થ :- જે સાધુ એક માસના પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને અર્થાત્ એક માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત (કાંઈ છૂપાવ્યા વિના યથાતથ્ય) આલોચના કરે, તેને એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. | २ जे भिक्खू दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स दोमासियं, पलिउंचियं आलोएमाणस्स तेमासियं । ભાવાર્થ- જે સાધુ બે માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય(બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા) પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ત્રણ મહિનાનું પ્રાયશ્ચિત્ત આવે છે. | ३ जे भिक्खू तेमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स तेमासियं, पलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं । ભાવાર્થ - જે સાધુ ત્રણ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. |४ जे भिक्खू चाउम्मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासिय, पलिउचियं आलोएमाणस्स पंचमासियं । ભાવાર્થ :- જે સાધ ચારમાસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. | ५ जे भिक्खू पंचमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स पंचमासियं, पलिउंचियं आलोएमाणस्स छम्मासियं । तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ:- જે સાધુ પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તેને છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક અર્થાત પાંચ મહિનાથી અધિક પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે, તો પણ તેને છ મહિનાનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |६ जे भिक्खू बहुसोवि मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, Page #303 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ | २३१ अपलिउंचियं आलोएमाणस्स मासियं, पलिउंचियं आलोएमाणस्स दोमासियं । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર એક માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. ७ जे भिक्खू बहुसोवि दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउचियं आलोएमाणस्स दोमासिय, पलिउचियं आलोएमाणस्स तेमासियं । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર બે માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત मावेछ. | ८ जे भिक्खू बहुसोवि तेमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स तेमासिय, पलिउचियं आलोएमाणस्स चाउम्मासियं। ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ત્રણ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. | ९ जे भिक्खू बहुसोवि चाउम्मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं। ભાવાર્થ:- જે સાધુ અનેકવાર ચાર માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. १० जे भिक्खू बहुसोवि पंचमासियं परिहारहाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स पंचमासियं, पलिउंचियं आलोएमाणस्स छम्मासियं। तेणं परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે, તો પણ તેને છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |११ जे भिक्खू मासियं वा जाव पंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अण्णयर परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासियं वा जाव पंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स दो मासियं वा जाव छम्मासियं वा । तेण परं पलिउचिए वा अपलिउचिए वा ते चेव छम्मासा । Page #304 -------------------------------------------------------------------------- ________________ | २३२ । શ્રીવ્યવહાર સૂત્ર ભાવાર્થ :- જે સાધુ એકવાર એક માસ યાવત પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે તેને સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) એક માસ યાવત પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તો (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) બે માસ યાવત છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત કે માયા રહિત આલોચના કરે, તો પણ તેને છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. | १२ जे भिक्खू बहुसोवि मासियं वा जाव बहुसोवि पंचमासियं वा एएसिं परिहारद्वाणाणं अण्णयरं परिहारद्वाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासियं वा जाव पंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स दो मासियं वा जाव छम्मासियं वा । तेणं परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा। ભાવાર્થ:- જે સાધુ અનેકવાર એક માસ યાવત પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) એક માસ યાવતું પાંચમાસ સુધીનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) બે માસથી છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયારહિત આલોચના કરે, તો પણ તેને છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |१३ जे भिक्खू चाउम्मासियं वा साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं वा साइरेगचाउम्मासिय वा पंचमासियं वा साइरेगपंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं वा साइरेग पंचमासियं वा छम्मासियं वा । तेण परं पलिउचिए वा अपलिउचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ :- જે સાધુ (એકવાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો પાંચ માસ કે સાધિક પાંચ માસ અથવા છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |१४ जे भिक्खू बहूसोवि चाउम्मासियं वा बहुसोवि साइरेगचाउम्मासियं वा बहुसोवि पंचमासिय वा बहुसोवि साइरेगपंचमासियं वा एएसि परिहारट्ठाणाण अण्णयरं परिहारदाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं वा, साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं वा साइरेगपंचमासियं वा छम्मासियं Page #305 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ [ ૨૩૩ ] वा। तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનમાંથી કોઈ એક પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો પાંચ માસ કે સાધિક પાંચ માસ અથવા છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને, માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે, તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |१५ जे भिक्खू चाउम्मासियं वा साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अण्णयर परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्ज वेयावडियं। ठविए वि पडिसेवित्ता, से विकसिणे तत्थेव आरुहेयव्वे सिया । पुव्विं पडिसेवियं पुव्वि आलोइयं, पुव्विं पडिसेवियं पच्छा आलोइयं, पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउंचिए अपलिउंचियं, अपलिउंचिए पलिउंचियं, पलिउंचिए अपलिउंचियं, पलिउंचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय जे एयाए पट्ठवणाए पट्ठविए णिव्विसमाणे पडिसेवेइ, से विकसिणे तत्थेव आरुहेयव्वे सिया। ભાવાર્થ :- જે સાધુ (એકવાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત કરી, તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી પ્રાયશ્ચિત્ત વહનકાલમાં તે અન્ય કોઈ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પૂર્વે આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. ૧. તેણે પૂર્વમાં સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૨. પૂર્વમાં સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૪. પાછળથી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૧. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૨. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય, ૩. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૪. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભંગમાંથી કોઈ પણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરી પૂર્વે આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપે પરિહારતપમાં સ્થાપિત થયા પછી, તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલા આપેલા પ્રાયશ્ચિતમાં આરોપિત કરી દેવું જોઈએ. |१६ जे भिक्खू चाउम्मासियं वा, साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा एएसि परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता Page #306 -------------------------------------------------------------------------- ________________ २३४ શ્રીવ્યવહાર સૂત્ર आलोएज्जा, पलिउंचियं आलोएमाणे ठवणिज्जं ठवइत्ता करणिज्जं वेयावडियं। ठविए वि पडिसेवित्ता से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । पुव्विं पडिसेवियं पुव्विं आलोइयं, पुव्वि पडिसेवियं पच्छा आलोइयं, पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउंचिए अपलिउंचियं, अपलिउंचिए पलिउंचियं । पलिउंचिए अपलिउंचियं, पलिउंचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय जे एयाए पट्ठवणाए पट्ठविए णिव्विसमाणे पडिसेवेइ, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ :- જે સાધુ (એકવાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને, માયા સહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિતસ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત કરી તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી(પ્રાયશ્ચિત્ત વહન કાલમાં) તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. ૧. તેણે પહેલાં સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૨. પહેલાં સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૪. પાછળથી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય. ૧. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય. ૨. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. ૩. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય. ૪. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભંગમાંથી કોઈપણના ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરીને પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપે પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ. १७ जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा बहुसो वि साइरेग- चाउम्मासिय वा, बहुसो वि पंचमासियं वा बहुसो वि साइरेग-पंचमासियं वा, एएसि परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणे ठवणिज्जं ठवइत्ता करणिज्झ वेयावडियं । ठविए वि पडिसेवित्ता से विकसि तत्थेव आरुहेयव्वे सिया । पुव्विं पडिसेवियं पुव्विं आलोइयं, पुव्विं पडिसेवियं पच्छा आलोइयं, पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउंचिए अपलिउंचियं, अपलिउंचिए पलिउंचियं, पलिउंचिए अपलिउंचियं, पलिउंचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय । जे एयाए पट्टवणाए पट्ठविए णिव्वसमाणे पडिसेवेइ, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ચાર માસ કે સાધિક ચાર માસ, અનેક વાર પાંચ માસ કે સાધિક પાંચ Page #307 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ | ૨૩૫ ] માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્ત રૂપ પરિહારતપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પહેલા આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. ૧. તેણે પહેલાં સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૨. પહેલા સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૪. પાછળથી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય. ૧. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૨. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય, ૩. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૪. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભેગમાંથી કોઈપણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપે પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલા આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું |१८ 'जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा बहुसो वि साइरेगचाउम्मासियं वा बहुसो वि पंचमासियं वा बहुसो वि साइरेगपंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, पलिउंचियं आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्जं वेयावडियं । ठविए वि पडिसेवित्ता से वि कसिणे तत्थेव आरूहेयव्वे सिया ।। पुट्विं पडिसेवियं पुट्विं आलोइयं, पुट्विं पडिसेवियं पच्छा आलोइयं, पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउचिए अपलिउचिय, अपलिउचिए पलिउचिय, पलिउचिए अपलिउचिय, पलिउचिए पलिउचियं । आलोएमाणस्स सव्वमेय सकय साहणिय जे एयाए पट्ठवणाए पट्ठविए णिव्विसमाणे पडिसेवेइ, से विकसिणे तत्थेव आरुहेयव्वे सिया ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ચાર માસ કે સાધિક ચાર માસ, અનેકવાર પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત કરીને યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. ૧. પહેલા સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૨. પહેલા સેવન કરેલા દોષની પછી આલોચના કરી હોય; ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૪. પાછળથી Page #308 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ ] શ્રીવ્યવહાર સૂત્ર સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય. ૧. માયારહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયારહિત આલોચના કરી હોય.૨. માયારહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. ૩. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયારહિત આલોચના કરી હોય. ૪. માયાસહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભેગમાંથી કોઈપણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરીને પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. વિવેચન: પ્રસ્તુત અઢારસૂત્રોમાં એક કે અનેક વારના દોષસેવન પછી માયા સહિત કે માયા રહિત આલોચના કરનારના પ્રાયશ્ચિત્તની તરતમતાનું વિવિધ વિકલ્પોથી પ્રતિપાદન છે. શ્રી નિશીથ સૂત્રના વીસમા ઉદ્દેશકમાં આવા જ પ્રકારના અઢાર સૂત્રો છે. સાધક સ્વયં સાવધાન પણે સંયમનું પાલન કરતાં હોય, તો પણ વીતરાગ અવસ્થા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી દોષસેવન થાય તે સહજ છે. દોષસેવનના મુખ્ય ત્રણ કારણ છે. (૧) અનાભોગ- અજાણતા (૨) સહસાકાર- ઉતાવળ કે આતુરતાથી (૩) મોહનીયકર્મજન્ય રાગ-દ્વેષ કે આસક્તિના ભાવોથી દોષસેવન થાય છે. આ ત્રણમાંથી કોઈપણ કારણથી દોષોનું સેવન થયું હોય અને તે દોષસેવનની જાણ થાય ત્યારે સાધુ તુરંત ગુરુ સમક્ષ અત્યંત સરળ ભાવે આલોચના કરીને ગુરુપ્રદત્ત પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને આત્મશુદ્ધિ કરે છે. આ જ સાધનાનો માર્ગ છે. પરિવાળ :- પરિહારસ્થાન. ભાષ્યકારે તેના બે અર્થ કર્યા છે– (૧) પરિત્યાગ કરવા યોગ્ય છોડવા યોગ્ય) દોષસ્થાન, પરિહાર સ્થાન કહેવાય છે. (૨) ધારણ કરવા યોગ્ય (ગ્રહણ યોગ્ય) પ્રાયશ્ચિત્ત તપ, પરિહાર સ્થાન કહેવાય છે. પ્રસ્તુત અઢારસૂત્રોમાં પરિહારસ્થાન” શબ્દનો પ્રયોગ દોષસ્થાન' અર્થમાં થયો છે અને નિશીથ સૂત્રમાં પ્રત્યેક ઉદ્દેશકના ઉપસંહારસૂત્રમાં પ્રાયશ્ચિત્ત તપ અર્થમાં તેનો પ્રયોગ થયો છે. अपलिउंचियं आलोएमाणस्स मासियं, पलिउंचियं आलोएमाणस्स दोमासियं... સાધુ દોષસેવન પછી જો માયા રહિત-નિષ્કપટ ભાવે આલોચના કરે, તો તેના દોષસેવન અનુસાર અર્થાત્ એક માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય દોષસેવન થયું હોય, તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત-કપટપૂર્વક આલોચના કરે, તો તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેમ રોગી વ્યક્તિ ડોક્ટર પાસે પોતાના રોગને છૂપાવ્યા વિના યથાર્થપણે કથન કરે તો જ રોગનું યથાર્થ નિદાન અને સારવાર થવાથી શીઘ્ર સ્વાથ્યને પ્રાપ્ત કરે છે. તેમ સાધુ પણ પોતાના દોષોને છૂપાવ્યા વિના યથાર્થપણે કથન કરે, તો જ દોષોની શુદ્ધિ થાય છે. આલોચનામાં પતિ વિયં નિષ્કપટભાવ અત્યંત મહત્વનો છે. દોષ નાનો કે મોટો હોય, એકવાર કે અનેકવાર દોષોનું સેવન થયું હોય પરંતુ માયારહિત આલોચના કરનારને ગુરુ તેના દોષ પ્રમાણે જ પ્રાયશ્ચિત્ત આપે છે. સાધક ક્યારેક લજ્જા, અપમાન આદિ કોઈ પણ કારણથી યથાર્થપણે આલોચના કરી શકે નહીં, માયા કપટથી તે દોષોને છૂપાવે, નાના દોષોની આલોચના કરે, મોટા દોષોની આલોચના ન કરે પરંતુ આચાર્ય તે સાધુના ભાવોથી, ભાષાથી કે અન્ય સાધુ દ્વારા તેના માયા-કપટના ભાવોને જાણે, તો ગુરુ તેને અધિક Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧ ૭ પ્રાયશ્ચિત્ત આપે છે. માયા-કપટના ભાવથી સાધુનો દોષ પુષ્ટ થાય છે, તેથી તેનું પ્રાયશ્ચિત્ત વધી જાય છે. જો તે સાધુએ એક માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષસેવન કરીને માયા સહિત આલોચના કરી હોય, તો તેને બે માસનું પ્રાયશ્ચિત આવે છે, તે જ રીતે બે, ત્રણ, ચાર કે પાંચ માસના પ્રાયશ્ચિત્તના સ્થાનનું ક્રમશઃ ત્રણ, ચાર, પાંચ કે છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. આ રીતે માયાપૂર્વકની આલોચનાથી એક માસનું પ્રાયશ્ચિત્ત વધે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર આદિ આગમગ્રંથોમાં દશ પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. તદુભય, ૪. વિવેક, પ. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯. અનવસ્થાપ્ય, ૧૦. પારાંચિત. તેમાં પ્રથમ પ્રાયશ્ચિત્ત આલોચના છે, છઠ્ઠું પ્રાયશ્ચિત્ત તપ અને સાતમું પ્રાયશ્ચિત્ત છંદ છે. પ્રસ્તુત સૂત્રોમાં આલોચના, તપ અને છંદ પ્રાયશ્ચિત્તની મુખ્યતાથી જ કથન છે. ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસનું જ તપ હોવાથી પ્રાયશ્ચિત્ત તપમાં પોરસી પચ્ચક્ખાણથી છ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત અપાય છે. કોઈ પણ દોષ સેવનનું પ્રાયશ્ચિત્ત છ માસની અધિક હોતું નથી, તેથી જ સૂત્રકારે તેવં પડ્યું..... તે ચેવ છમાલા । સૂત્રનું કથન કર્યું છે. મહાવ્રતમાં દોષસેવન થયું હોય, એક જ દોષનું વારંવાર પુનરાવર્તન થતું હોય અથવા લોકનિંદનીય કૃત્યનું પ્રાયઃ છેદ પ્રાયશ્ચિત્ત હોય છે. તેમાં પણ એક દિવસથી છ માસની દીક્ષા પર્યાયનો છેદ કરાય છે. વળિમાં નવા શિષ્ણ વૈયાવહિય- આલોચના કરનાર સાધુને પરિઘરતપમાં સ્થાપિત કરીને તેની વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપ– દોષશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત રૂપે જે તપની આરાધના કરવામાં આવે, તે પરિહારતપ કહેવાય છે અને તે તપની આરાધના કરનાર પારિહારિક સાધુ કહેવાય છે. પારિહારિક સાધુ આચાર્ય સિવાય ગચ્છના સર્વ સાધુઓ માટે પરિહાર્ય હોય છે અર્થાત્ અન્ય સાધુઓ તેની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા નથી. તે સાધુ બીમાર થઈ જાય અને તેને સેવાની આવશ્યકતા હોય, તો આચાર્યની આજ્ઞાનુસાર ગચ્છના અન્ય સાધુઓએ તેની સેવા કરવી જોઈએ. આ પ્રકારના વ્યવહારમાં ગુરુજનોની વત્સલતા, સહૃદયતા અને ઉદારતાનું દર્શન છે. દોષિત વ્યક્તિ જો આત્મશુદ્ધિના લશે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે, તો તેની સાથે ઉદાર વલણ રાખવું તે સાધકનું કર્તવ્ય છે. ગુરુપ્રદત્ત કઠોરતમ પ્રાયશ્ચિત્તમાં પણ ગુરુની એકાંત હિતદષ્ટિ જ હોય છે. તેવિ સિને વ્યેવ આજેયો સિયા- પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ તે કાલ દરમ્યાન અર્થાત પ્રાયશ્ચિત્ત રૂપે તપ કરતાં હોય તે સમયમાં જ અન્ય દોષોનું સેવન કરે અને સૂત્રોક્ત બે ચૌભંગીના આઠ ભંગમાંથી કોઈ પણ ભંગથી આલોચના કરે, તો તેના સર્વ અપરાધોનું સંયુક્ત પ્રાયશ્ચિત્ત અપાય છે. નવા દોષ સેવનનું પ્રાયશ્ચિત્ત પૂર્વના પ્રાયશ્ચિતમાં જ આ હેલ્વે આરોપિત કરાય છે અર્થાત્ પ્રાયશ્ચિત્તવહન કાલમાં તે સાધુને કોઈ પણ દોષોનું પૃથક્ પૃથક્ પ્રાયશ્ચિત્ત અપાતું નથી. સર્વ દોષોનું પ્રાયશ્ચિત્ત એક સાથે જ અપાય છે. આ રીતે શિષ્યની મનોવૃત્તિનું યથાર્થપણે પરીક્ષણ કરીને પ્રાયશ્ચિત્ત અપાય છે. શિષ્યના આલોચનાના ભાવાનુસાર અને દોષસેવનની તરતમતા અનુસાર પ્રાયશ્ચિત્તમાં તરતમતા થાય છે. પૂર્વોક્ત ૧૮ સૂત્રોમાં સૂત્ર ૧ થી પમાં એકવાર દોષ સેવનનું, સૂત્ર ૬ થી ૧૧માં અનેકવાર દોષ સેવનનું, સૂત્ર–૧૧–૧૨માં એક વાર, અનેક વાર સમુચ્ચયરૂપે એકથી પાંચ માસના પ્રાયશ્ચિત્ત સ્થાનનું, સૂત્ર–૧૩–૧૪માં એક વાર, અનેકવાર ચાર-પાંચ કે સાધિક ચાર-પાંચ માસના પ્રાયશ્ચિત્ત સ્થાનનું અને સૂત્ર ૧૫ થી ૧૮માં એક વાર કે અનેકવાર માયા રહિત અને માયા સહિત આલોચના કરીને પ્રાયશ્ચિત્ત રૂપે પરિહાર તપનો સ્વીકાર કરવાનું કથન છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીવ્યવહાર સૂત્ર પારિહારિક અને અપારિહારિક સાધુનો વ્યવહાર ઃ १९ बहवे पारिहारिया बहवे अपारिहारिया इच्छेज्जा एगयओ अभिणिसेज्जं वा, अभिणिसीहियं वा चेइत्तए, णो से कप्पइ थेरे अणापुच्छित्ता एगयओ अभिणिसेज्जं वा अभिणिसीहियं वा चेइत्तए । कप्पइ णं थेरे आपुच्छित्ता एगयओ अभिणिसेज्जं वा अभिणिसीहियं वा चेइत्तए । थेरा य णं वियरेज्जा एवं णं कप्पइ एगयओ अभिणिसेज्जं वा अभिणिसीहियं वा चेइत्तए । थेरा य णं णो वियरेज्जा एवं णो कप्पइ एगयओ अभिणिसेज्जं वा अभिणिसीहियं वा चेइत्तए । जो णं थेरेहिं अविइण्णे, अभिणिसेज्जं वा अभिणिसीहियं वा चेएइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- અનેક પારિહારિક સાધુઓ અને અનેક અપારિહારિક સાધુઓ જો સાથે રહેવા કે બેસવા ઇચ્છે તો તેઓએ સ્થવિર સાધુ ભગવંતને પૂછ્યા વિના સાથે રહેવું કે બેસવું કલ્પતું નથી. સ્થવિર સાધુને પૂછીને સાથે રહેવું કે સાથે બેસવું કલ્પે છે. જો સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેઓએ સાથે રહેવું પરિહાર સાથે રહેવું કે સાથે બેસવું કલ્પે છે, જો સ્થવિર સાધુ આજ્ઞા ન આપે તો સાથે રહેવું કે સાથે બેસવું કલ્પતું નથી. સ્થવિર સાધુની આજ્ઞા વિના તે સાથે રહે કે સાથે બેસે. તો તેને મર્યાદા ઉલ્લંઘન માટે દીક્ષાછેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં પારિહારિક અને અપારિહારિક સાધુઓના પરસ્પરના વ્યવહારનું કથન છે. પારિહારિક સાધુ– દોષવિશુદ્ધિ માટે ગુરુપ્રદત્ત પ્રાયશ્ચિત્ત રૂપે પરિહાર તપ કરનારા સાધુ પારિહારિક કહેવાય છે. ગચ્છના સમૂહમાં રહેવા છતાં તેના આહાર, પાણી, શય્યા, નિષધા, સ્વાધ્યાય આદિ કોઈ પણ પ્રકારનો વ્યવહાર ગચ્છના અન્ય સાધુઓ સાથે હોતો નથી. આ રીતે તે સાધુ ગચ્છના અન્ય સાધુઓ સાથે કોઈ પણ પ્રકારના વ્યવહારથી પરિહાર્ય-ત્યાજ્ય હોવાથી, તે પારિહારિક કહેવાય છે. અપારિહારિક સાધુ– નિર્દોષ સંયમચર્યાનું પાલન કરનાર સાધુ અપારિહારિક કહેવાય છે. ગચ્છના સર્વ અપારિહારિક સાધુઓના આહાર-પાણી આદિ સર્વ વ્યવહાર સાથે જ હોય છે. પારિહારિક સાધુએ એકલા રહીને, પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરી નિર્જરા દ્વારા આત્મશુદ્ધિ કરવાની હોય છે. તેની સાથે અપરિહારિક સાધુઓએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો યોગ્ય નથી, કારણ કે સર્વ સાધુઓની સાથેના વ્યવહારથી પારિહારિક સાધુને પોતાના દોષોનો જે ખેદ થવો જોઈએ, તે થતો નથી અને પરિણામે તે દોષોની શુદ્ધિ કરી શકતા નથી. પારિહારિક સાધુ સમૂહમાં હોવા છતાં તેની સાથે સર્વ વ્યવહારો બંધ કરવાથી અન્ય સાધુઓને પણ તથાપ્રકારના દોષસેવનનો ભય રહે છે અને તે પણ દોષસેવનથી દૂર રહે છે. આ રીતે પારિહારિક સાધુઓની સાથે અપારિહારિક સાધુઓનો વ્યવહાર યોગ્ય નથી. તેમ છતાં ક્યારેક જરૂર પડે, તો વડિલ કે સ્થવિર સાધુઓની આજ્ઞાપૂર્વક જ તેની સાથે ઉઠવા, બેસવા કે બોલવાનો વ્યવહા૨ ક૨વો જોઈએ. જો અપારિહારિક સાધુ આજ્ઞા વિના પારિહારિક સાધુ સાથે કોઈ પણ પ્રકારનો Page #311 -------------------------------------------------------------------------- ________________ | 6देश-१ | २३८ વ્યવહાર કરે, તો તે સ્થવિરોની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તે સાધુ જાણતા કે અજાણતા પારિહારિક સાધુના દોષને પ્રોત્સાહન આપે છે, તેથી તે પ્રાયશ્ચિત્તનો ભાગીદાર થાય છે. પરિહાર તપ વહનની વિધિ નિશીથસૂત્રના ચોથા તથા વીસમાં ઉદ્દેશકમાં તથા બૃહત્કલ્પના ચોથા ઉદ્દેશકમાં પણ છે. પરિહારકલ્પસ્થિત સાધુનો વૈયાવચ્ચ માટે વિહાર:२० परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, थेरा य से सरेज्जा, कप्पइ से एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसिं अण्णे साहम्मिया विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए । णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परो वएज्जा- वसाहि अज्जो ! ए गराय वा दुराय वा । एव से कप्पइ एगराय वा दुराय वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ परं एगरायाओ वा दुरायाओ वसइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- પરિહારકલ્પમાં સ્થિત(પ્રાયશ્ચિત્તરૂપે તપ કરી રહેલા) સાધુ(સ્થવિરની આજ્ઞાથી અન્યત્ર) કોઈ બીમાર સ્થવિર સાધુની સેવાને માટે જાય ત્યારે સ્થવિર મુનિ તેને સ્મરણ કરાવે અર્થાત્ સ્થવિર તેને પરિહારત છોડીને જવાની અનુમતિ આપે તો તપારાધનાને છોડીને જાય છે. તેને રસ્તાના ગ્રામ આદિમાં એક-એક રાત્રિ રહેવાનો સંકલ્પ(અભિગ્રહ) કરીને જે દિશામાં સાધર્મિક બીમાર સાધુ હોય, તે દિશામાં જવું કલ્પ છે. રસ્તામાં વિચરણના લક્ષ્ય રહેવું કલ્પતું નથી, પરંતુ રોગાદિના કારણે રહેવું કહ્યું છે. તે કારણ પૂર્ણ થયા પછી જો કોઈ વૈદ્ય આદિ કહે કે હે આર્ય! તમે અહીં એક કે બે રાત વધારે રહો, તો તેને એક કે બે રાત વધારે રહેવું કલ્પ છે, પરંતુ એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જે સાધુ કોઈપણ સ્થાનમાં એક કે બે રાતથી વધારે રહે છે, તેને મર્યાદા ઉલ્લંઘનનું દીક્ષા છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવે છે. | २१ परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, थेरा य से णो सरेज्जा कप्पइ से णिव्विसमाणस्स एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसिं अण्णे साहम्मिया विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए । ___णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परो वएज्जा- वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा । एवं स कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ परं एगरायाओ वा दुरायाओ वा वसइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- પરિહારકલ્પસ્થિત સાધુ(સ્થવિરની આજ્ઞાથી) અન્યત્ર કોઈ બીમાર સ્થવિર સાધુની સેવા Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] શ્રીવ્યવહાર સૂત્ર માટે જાય ત્યારે જ સ્થવિર તેને સ્મરણ ન કરાવે અર્થાત્ પરિહારતપ છોડવાની અનુમતિ ન આપે તો પરિહારતપ સાથે જ જાય અને માર્ગના ગ્રામ આદિમાં એક-એક રાત્રિ રહેવાનો સંકલ્પ(અભિગ્રહ) કરીને જે દિશામાં બીમાર સાધર્મિક સાધુ હોય, તે દિશામાં જવું કહ્યું છે. માર્ગમાં તેને વિચરણ લક્ષે રહેવું કલ્પતું નથી પરંતુ રોગાદિના કારણે રહેવું કહ્યું છે. તે કારણ સમાપ્ત થયા પછી જો કોઈ વૈધ આદિ કહે કે હે આર્ય! તમે અહીં એક કે બે રાત વધારે રહો, તો તેને ત્યાં એક કે બે રાત વધારે રહેવું કહ્યું છે, પરંતુ એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે સ્થાનમાં એક કે બે રાતથી વધારે રહે તો તેને મર્યાદા ઉલ્લંઘનનું છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવે છે. | २२ परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, थेरा य से सरेज्जा वा, णो सरेज्जा वा, कप्पइ से णिव्विसमाणस्स एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अण्णे साहम्मिया विहरति-तण्णं तण्णं दिसं उवलित्तए । णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परो वएज्जा, वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा । एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थं परं एगरायाओ वा दुरायाओ वा वसइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- પરિહારકલ્પસ્થિત સાધુ (સ્થવિરની આજ્ઞાથી) અન્યત્ર કોઈ બીમાર સ્થવિર સાધુની સેવા માટે જાય તે સમયે સ્થવિર તેને સ્મરણ કરાવે અથવા ન કરાવે અર્થાત્ પરિહારતપ છોડીને જવાની સ્વીકૃતિ આપે અથવા ન આપે તો તે શક્તિ હોય, તો પરિહાર તપ સહિત(અને શક્તિ ન હોય, તો વિરની સ્વીકૃતિ મંગાવીને પરિહારતપ છોડીને) માર્ગના ગામ આદિમાં એક-એક રાત્રિ રહેવાનો સંકલ્પ(અભિગ્રહ) કરીને જે દિશામાં બીમાર સાધર્મિક સાધુ હોય, તે દિશામાં જવું કહ્યું છે. માર્ગમાં તેને વિચરણના લક્ષે રહેવું કલ્પતું નથી, પરંતુ રોગાદિના કારણે રહેવું કહ્યું છે. તે કારણ સમાપ્ત થયા પછી જો કોઈ વૈધ આદિ કહે કે હે આર્ય! તમે અહીં એક કે બે રાત વધારે રહો, તો તેને ત્યાં એક કે બે રાત રહેવું કહ્યું છે, પરંતુ એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે સ્થાનમાં એક કે બે રાતથી વધારે રહે, તો તેને તે મર્યાદા ઉલ્લંઘનનું છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : પૂર્વસૂત્રમાં પરિહારતપ કરનાર સાધુની સાથે નિષદ્યા આદિના વ્યવહારનો નિષેધ તથા ગુરુની આજ્ઞાપૂર્વક તેના અપવાદનું કથન છે. પ્રસ્તુત ત્રણ સૂત્રમાં પરિસ્થિતિવશ પારિવારિક સાધુને અન્ય સાધર્મિક સાધુની સેવા માટે મોકલવાનું વિધાન છે. પારિવારિક સાધુ પોતાના પ્રાયશ્ચિત્ત તપની આરાધના કરતાં-કરતાં અન્ય સ્થવિર સાધુની સેવામાં ગુરુની આજ્ઞાથી જઈ શકે છે અથવા તપની આરાધના છોડીને પણ જઈ શકે છે. પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં પરિહારતપ છોડવા કે ન છોડવા વિષયક ત્રણ વિકલ્પનું કથન છે. (૧) સ્થવિરમુનિ તપ છોડવાની આજ્ઞા કરે, તો તપ છોડીને જાય (૨) સ્થવિરમુનિ તપ છોડવાની આજ્ઞા ન કરે, Page #313 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ [ ૨૪૧ ] તો તપસહિત જાય (૩) ક્યારેક સ્થવિરમુનિની તપ કરવાની કે છોડવાની કોઈ આજ્ઞા ન હોય, તો પોતાની શક્તિ હોય તો પરિહારતા વહન કરતાં જાય અને શક્તિ ન હોય તો આચાર્યાદિની સ્વીકૃતિ લઈને પરિહારતપ છોડીને જાય. પારિવારિક સાધુ તપ સહિત જાય કે તપ છોડીને જાય, તે રસ્તામાં કોઈપણ સ્થાનમાં એક કે બે રાતથી વધારે રહે નહીં. ધર્મપ્રભાવના માટે અથવા કોઈની વિનંતિ કે આગ્રહથી તે રસ્તામાં વધારે રહે નહીં, બીમારી આદિના કારણે વધારે સમય રહી શકે છે. સ્વસ્થ થયા પછી વૈદ્ય અથવા હિતેચ્છુ ગૃહસ્થ આદિના કહેવાથી એક અથવા બે દિવસ વધારે રોકાઈ શકે છે, તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ બે દિવસથી વધારે રોકાય તો તેની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે અને તેનું પ્રાયશ્ચિત્ત આવે છે. તે સંત છે ના રે પરિહારે... જો પારિહારિક સાધુ મર્યાદાનું ઉલ્લંઘન કરે અર્થાત્ માર્ગમાં કોઈ પણ કારણ વિના તે ક્ષેત્રમાં વિચરવાની ભાવનાથી અધિક સમય રહે તો તેને પ્રાયશ્ચિત્ત રૂપે સંતરા-અંતર સહિત મધ્યમ દીક્ષા છેદ અથવા યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. સંક્ષેપમાં પારિવારિક સાધુ ગુરુની આજ્ઞાપૂર્વક અપારિવારિક સાધુઓની સેવા માટે એક ગામથી બીજે ગામ જઈ શકે છે પરંતુ સેવાનું લક્ષ્ય ભૂલીને પોતાની ઇચ્છાથી તે કોઈ પણ ક્ષેત્રમાં અધિક સમય પસાર કરે, તો તેને આજ્ઞાના ઉલ્લંઘનના કારણે પ્રાયશ્ચિત્ત આવે છે. એકલા વિચરનાર સાધુને ગણમાં પાછા લેવાની વિધિઃ२३ भिक्खू य गणाओ अवक्कम्म एगल्लविहारपडिम उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्च पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને એકલવિહાર ચર્યાથી વિચરતાં હોય અને તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો તેને એકલવિહાર ચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી, દોષને અનુરૂપ દીક્ષાછેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આપીને ગણમાં લેવામાં આવે છે. २४ गणावच्छेइए य गणाओ अवक्कम एगल्लविहारपडिमं उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ - કોઈ ગણાવચ્છેદક ગણમાંથી નીકળીને એકલવિહાર ચર્યાથી વિચરતાં હોય અને તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો તેને એકલવિહાર ચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી, દોષને અનુરૂપ દીક્ષાછેદ અથવા કપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને ગણમાં લેવામાં આવે છે. २५ आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म एगल्लविहारपडिम उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा। Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર | શ્રીવ્યવહાર સૂત્ર ભાવાર્થ :- કોઈ આચાર્ય કે ઉપાધ્યાય ગણમાંથી નીકળીને એકલવિહાર ચર્યાથી વિચરતાં હોય અને તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો તેને એકલવિહારચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી, દોષોને અનુરૂપ દીક્ષાછેદ અથવા તપ રૂપ પ્રાયશ્ચિત્ત આપીને ગણમાં લેવામાં આવે છે. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં ગણમાંથી નીકળીને એકાકી વિહારચર્યા કરનાર સાધુ, ગણાવચ્છેદક, આચાર્ય કે ઉપાધ્યાયને પુનઃ ગણમાં પાછા લેવાની વિધિનું કથન છે. Wવિહારપરિમં- એકલવિહાર ચર્યા. સામાન્ય રીતે સાધુ કે સાધ્વી ગચ્છમાં રહીને જ પોતાની સાધના કરે છે, પરંતુ ક્યારેક તે એકલવિહારચર્યા–એકલા વિચરણ કરે છે. એકલ વિહારચર્યાના બે પ્રકાર છે. (૧) અપરિસ્થિતિક- સાધુના બીજા મનોરથને પૂર્ણ કરતાં વિશિષ્ટ સાધના માટે, કર્મ નિર્જરાના લક્ષે એકલવિહાર ચર્યાનો સ્વીકાર કરવો. જેમ કે ભિક્ષુની પ્રતિમાની આરાધના કરનાર કે જિનકલ્પનો સ્વીકાર કરનાર સાધુ એકલવિહારચર્યા કરે છે, તે અપરિસ્થિતિક છે. અપરિસ્થિતિક એકલવિહાર ગુરુની આજ્ઞા સહિત આદરપૂર્વક થાય છે, તેથી પ્રતિમાનું વહન કરનારા તથા જિનકલ્પની આરાધના કરનારા સાધુની ગણના આચાર્યની સંપદામાં થાય છે, તેનો સાધનાકાળ પૂર્ણ થતાં તે સન્માનપૂર્વક ગણમાં પાછા આવે છે. (૨) સપરિસ્થિતિક- શારીરિક, માનસિક, સાંયોગિક કારણ, પ્રકૃતિની વિષમતા અથવા સંયમ સમાચારીનું પૂર્ણતઃ પાલન ન થવું, વગેરે કોઈ પણ કારણથી સાધુ ગણને છોડીને સ્વેચ્છાથી એકલા વિચરે, તે સપરિસ્થિતિક એકલવિહાર છે. સપરિસ્થિતિક એકલવિહાર ગુરુની આજ્ઞાપૂર્વક હોતો નથી, તે ગુરુની કે સંઘની ઉદાસીનતા કે વિરોધપૂર્વક થાય છે, તેથી તે સાધુની ગણના આચાર્યની સંપદામાં થતી નથી. અગીતાર્થ, અબહુશ્રુત કે અપરિપક્વ સાધુનો એકલવિહાર શાસ્ત્ર સંમત નથી. સપરિસ્થિતિક એકલવિહાર અપ્રશસ્ત અને નિંદિત છે. પ્રશસ્ત કે અપ્રશસ્ત એકલવિહાર કરનાર સામાન્ય સાધુ, ગણાવચ્છેદક, આચાર્ય કે ઉપાધ્યાયને પુનઃ ગચ્છમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો ગચ્છના પ્રમુખ સાધુ તેનું યોગ્ય પરીક્ષણ કરે, ત્યાર પછી એકલવિહાર ચર્યામાં લાગેલા દોષોની આલોચના અને પ્રતિક્રમણ કરાવે તથા એકલવિહારચર્યાના પ્રાયશ્ચિત્ત રૂપે ગચ્છપ્રમુખ સાધુ દ્વારા પ્રદત્ત તપ કે છેદ પ્રાયશ્ચિતનો સ્વીકાર કરે, ત્યાર પછી તે ગચ્છમાં આવી શકે છે. આ પ્રકારના વ્યવહારથી સાધુ જીવનમાં સંયમી જીવનની નિર્મળતા માટે ગુરુકુલવાસની મહત્તા પ્રતીત થાય છે, એકલવિહારચર્યાના પ્રાયશ્ચિત્ત રૂપ વ્યવહારથી અન્ય સાધુઓ એકલવિહારની ઇચ્છા કરતા નથી અને ગચ્છનું અનુશાસન વ્યવસ્થિત રીતે જળવાઈ રહે છે. પ્રસ્તુત સૂત્રોમાં પ્રયુક્ત વિહારપરિમં શબ્દ પ્રયોગમાં - પ્રતિમા શબ્દ ભિક્ષની પ્રતિમા કે કોઈ વિશિષ્ટ અભિગ્રહનો બોધક નથી કારણ કે પ્રતિમા ધારણ કરનાર ગચ્છની જ સંપદા છે. તેના માટે એના હોવ fપ..... શબ્દપ્રયોગ જરૂરી નથી, તેથી અહીં કેવળ તથાપ્રકારની સૂત્રશલી છે તેમ સમજવું. પાર્થસ્થ આદિ સાધુને ગણમાં પાછા લેવાની વિધિઃ२६ भिक्खू य गणाओ अवक्कम्म पासत्थविहारं(पडिमं उवसंपज्जित्ताण) Page #315 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ [ ૨૪૩] विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને પાર્થસ્થ વિહાર ચર્યાથી વિચરતાં હોય, તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈક અંશો હજુ વિદ્યમાન હોય તો પાશ્વસ્થચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં દાખલ કરવામાં આવે છે. | २७ भिक्खू य गणाओ अववकम्म अहाछंदविहार(पडिम उवसंपज्जित्ताण) विहरेज्जा, से य इच्छेज्जा दोच्च पि तमेव गणं उवसंपज्जित्ताणं, विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને યથાણંદ વિહાર ચર્યાથી વિચરતાં હોય તેને પુનઃ ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈમ અંશો હજુ વિદ્યમાન હોય તો યથાવૃંદ ચર્યા દરમ્યાન લાગેલા દોષોની પુનઃ આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં લેવામાં આવે છે. | २८ भिक्खू य गणाओ अवक्कम कुसीलविहारं(पडिम उवसंपज्जित्ताणं) विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને કુશીલ વિહારચર્યાથી વિચરતાં હોય, તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈક અંશો હજુ વિદ્યમાન હોય તો કશીલવિહારચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તારૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં લેવામાં આવે છે. | २९ भिक्खू य गणाओ अवक्कम्म ओसण्णविहार(पडिम उवसंपज्जित्ताण) विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे, पुणो आलोएज्जा पुणो पडिक्केमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને ઓસન વિહારચર્યાથી વિચરતાં હોય, તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈક અંશો હજુ વિદ્યમાન હોય તો ઓસન્ન વિહાર ચર્યા દરમ્યાન લાગેલા દોષોની પુનઃ આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં લેવામાં આવે છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] શ્રીવ્યવહાર સૂત્ર ३० भिक्खू य गणाओ अवक्कम संसत्तविहार(पडिम उवसंपज्जित्ताण) विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને સંસક્ત વિહારચર્યાથી વિચરતાં હોય, તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈક અંશો હજુ વિદ્યમાન હોય તો સંસક્ત વિહારચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં લેવામાં આવે છે. વિવેચન : પ્રસ્તુત પાંચ સૂત્રોમાં ગચ્છમાંથી નીકળી ગયેલા પાર્થસ્થ આદિ પાંચ પ્રકારના શિથિલાચારી સાધુઓને ગચ્છમાં પાછા લેવાની વિધિનું કથન છે. (૧) પ ત્થ–પાર્થસ્થ :- જે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પુરુષાર્થ કરતાં નથી, જે અતિચારો તથા અનાચારોમાં પ્રવૃત્તિ કરે છે, તે પાર્થસ્થ કહેવાય છે. (૨) અહીંછ યથાઈદઃ- જે આગમ વિપરીત ઇચ્છિત પ્રરૂપણા અથવા આચરણ કરે છે, તે યથાવૃંદ કહેવાય છે. (૩) રીત-કશીલ - જે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારની વિરાધના કરે છે, વિદ્યા, મંત્ર, નિમિત્ત કથન, ચિકિત્સા આદિ સંયમી જીવનથી વિપરીત કાર્ય કરે છે, તે કુશીલ કહેવાય છે. (૪) ઓક્ત-ઓસન્ન:- જે સંયમ સમાચારીના નિયમોથી વિપરીત, અલ્પ કે અધિક આચરણ કરે છે, તે ઓસન્ન કહેવાય છે. (૫) સં સત્ત-સંસક્ત શ્રેષ્ઠ આચારવાનની સાથે શ્રેષ્ઠ આચારનું પાલન કરે છે અને શિથિલાચારીઓની સાથે શિથિલાચારી થઈ જાય, જેને સંગનો રંગ લાગી જાય, તે સંસક્ત કહેવાય છે. ત્યિ ૫ સે... - જો તે પાર્થસ્થ આદિ સાધુઓની દૂષિત પ્રવૃત્તિઓથી તેના સંયમ પર્યાયો પૂર્ણ નષ્ટ થયા ન હોય, સંયમ પર્યાયના કેટલાક અંશો શેષ હોય, તો જ તેની તપ કે છેદ પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ થઈ શકે છે. જેના સંયમ પર્યાયો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હોય, તેની પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ થઈ શકતી નથી. આંશિક સંયમ પર્યાયો જ તેને આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવાની પ્રેરણા આપે છે અને તે ગચ્છમાં પુનઃ પ્રવેશ કરી શકે છે. કોઈપણ સાધુને ફરી ગચ્છમાં લેવા માટે તેના સંયમ પર્યાય કેટલા છે? તેની પરીક્ષા કરવી, જાણકારી મેળવવી, અત્યંત જરૂરી છે. (૧) સ્વતંત્ર રહેનાર સાધુ ગચ્છના આચાર-વિચાર તથા અનુશાસનમાં રહી શકશે કે નહીં? (૨) તે પાર્થસ્થવિહાર આદિ છોડીને ફરી ગચ્છમાં શા માટે આવવા ઇચ્છે છે? તેના કારણો જાણવા જરૂરી છે. (૩) ભવિષ્ય માટે તેના કેવા પરિણામો છે? (૪) ગચ્છમાં રહેવાના તેના પરિણામ સ્થિર છે કે નહીં ? ઇત્યાદિ વિચારણાઓ પછી તેનું તથા ગચ્છનું હિત હોય તેવો નિર્ણય ગણનાયકે લેવો જોઈએ. તે સાધુ ગચ્છનું અથવા ગચ્છના અન્ય સાધુ-સાધ્વીઓનું અથવા સંઘનું અહિત કરે, વાત વાતમાં Page #317 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ [ ૨૪૫ ] કલહ કરે, ગચ્છ અથવા ગચ્છ પ્રમુખની નિંદા કરે અથવા ફરી ગચ્છને છોડે, અન્ય સાધુઓને પણ વિચલિત કરી ગચ્છ છોડાવે ઈત્યાદિ પ્રવૃત્તિથી ગચ્છની તથા જિનશાસનની હીલના થાય છે, તેથી ઉપરોક્ત વિષયોની દીર્ધદષ્ટિથી વિચારણા કરીને જ આગંતુક સાધુને ગચ્છમાં લેવા જોઈએ. પાર્થસ્થ તથા બકુશ કે પ્રતિસેવના કુશીલનો તફાવત - (૧) જે સાધુ અનિવાર્ય પરિસ્થિતિ વિના દોષનું સેવન કરે છે. (૨) અનિવાર્ય પરિસ્થિતિમાં દોષ સેવન કરીને શુદ્ધિ કરતા નથી. (૩) સંયમની મર્યાદાઓથી વિપરીત આચરણ સદાને માટે સ્વીકારી લે છે. તે શિથિલાચારી, પાર્શ્વસ્થ, આદિ કહેવાય છે અને જે સાધુ અનિવાર્ય પરિસ્થિતિથી વિવશ થઈને દોષનું સેવન કરે પરંતુ ત્યાર પછી પ્રાયશ્ચિત્ત લઈને દોષોની શુદ્ધિ કરી લે છે અને વિશેષ પરિસ્થિતિથી નિવૃત્ત થાય, ત્યારે તે સદોષ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરે છે તે બકુશ અથવા પ્રતિસેવના નિગ્રંથ કહેવાય છે. કેટલીક પ્રતોમાં સંસ્થવિહીર પરિમં ૩વસંપત્નિા પાઠ જોવા મળે છે. પરંતુ પાર્શ્વસ્થ વગેરે શિથિલાચાર પ્રતિમા રૂપ નથી. તેનો લક્ષપૂર્વક સ્વીકાર કરવાનો હોતો નથી. તેથી પ્રસ્તુતમાં તેને કૌંસ અને ઇટાલી ટાઈપમાં રાખ્યો છે. અન્યલિંગગ્રહણ કરનારને ગણમાં પાછા લેવાની વિધિઃ|३१ भिक्खू य गणाओ अवक्कम्म परपासंड पडिम उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, णत्थि णं तस्स तप्पत्तियं केइ छए वा परिहारे वा, णण्णत्थ एगाए आलोयणाए । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને અન્યલિંગને ધારણ કરીને વિચરતાં હોય અને તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય તો તેને લિંગપરિર્વતનની આલોચના સિવાય દીક્ષાછેદ અથવા કપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અન્યલિંગ ગ્રહણ કર્યા પછી તે સાધુને પુનઃ ગણમાં પાછા લેવાની વિધિનું કથન છે. સામાન્ય રીતે લિંગ પરિવર્તન કરવાના બે કારણ છે– (૧) કષાયને આધીન થઈ આવેશમાં આવીને લિંગ પરિવર્તન કરવું. (૨) અસહ્ય ઉપસર્ગોથી ઉદ્વિગ્ન થઈને ભાવ સંયમની રક્ષા માટે લિંગ પરિવર્તન કરવું. જેમ કે કોઈ દેશના રાજા આહતધર્મ કે નિગ્રંથ સાધુઓના દ્રષી કે વિરોધી હોય, તે ક્ષેત્રને વિહાર આદિમાં પસાર કરવું અનિવાર્ય હોય અથવા તે ક્ષેત્રમાં અન્ય કોઈ પણ કારણે અમુક સમય રહેવું જરૂરી હોય, તો સાધુ અલ્પ સમય માટે લિંગ પરિવર્તન કરે છે. આ રીતે અનિવાર્ય સંયોગોમાં લિંગ પરિવર્તન કરનાર સાધુ પરિસ્થિતિ પૂર્ણ થતાં પુનઃ સ્વલિંગનો સ્વીકાર કરીને ગચ્છમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે, તો તેને લિંગ પરિવર્તન માટે કેવળ આલોચના પ્રાયશ્ચિત્ત જ આવે છે. તેણે સંયમી જીવનમાં અન્ય દોષોનું સેવન કર્યું હોવાથી તેને તપ આદિ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. કષાયને આધીન થઈને લિંગ પરિવર્તન કર્યું હોય, તેને દીક્ષા છેદ અથવા પુનઃ નવી દીક્ષાનું આરોપણ કરીને જ ગચ્છમાં લેવામાં આવે છે. પ્રસ્તુત સૂત્રમાં કેવળ આલોચના પ્રાયશ્ચિત્તનું જ કથન છે, તેથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત પ્રસંગમાં અનિવાર્ય સંયોગોમાં લિંગ પરિવર્તન કરનાર સાધુનું જ કથન છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] શ્રીવ્યવહાર સૂત્ર સંચમ છોડીને જનારને ગણમાં પાછા લેવાની વિધિઃ|३२ भिक्खू य गणाओ अवक्कम्म ओहावेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, णत्थि णं तस्स केई तप्पत्तियं छेए वा परिहारे वा, णण्णत्थ एगाए सेहोवट्ठावणियाए । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને સંયમનો ત્યાગ કરે અને ત્યારપછી તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો તેના માટે દીક્ષાછેદ કે તપ આદિ કોઈ પ્રાયશ્ચિત્ત નથી. તેને “છેદોપસ્થાપના'નવી દીક્ષા સિવાય અન્ય કોઈ માર્ગ નથી અર્થાત્ તેને પુનઃ દીક્ષા આપીને ગણમાં લેવામાં આવે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં એકવાર સંયમનો સંપૂર્ણ ત્યાગ કરનાર સાધુને પુનઃ ગચ્છમાં લેવાની વિધિનું કથન છે. ભાષ્યકારે સંયમનો ત્યાગ કરવાના મુખ્ય ત્રણ કારણોનું કથન કર્યું છે. (૧) ઉપસર્ગ–પરીષહો સહન ન થવાથી (૨) સાધુઓની પરસ્પર કલહ આદિ સંયોગજન્ય પ્રતિકૂળતાથી (૩) મોહનીયકર્મના ઉદય જન્ય વિષયાસક્તિના આવેગથી, આ ત્રણ કારણોમાંથી કોઈ પણ કારણથી સાધુ સંયમનો ત્યાગ કરે અને ત્યાર પછી કદાચ તેને કોઈ પણ નિમિત્તથી પુનઃ સંયમ સ્વીકાર કરીને ગચ્છમાં રહેવાની ઇચ્છા થાય, તો તેને પુનઃ છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરીને અર્થાત્ નવી દીક્ષા આપીને ગચ્છમાં રાખી શકાય છે. નલ્થિ તપ્પત્તિયે વરૂ છે વા પરિહારે વા.... તેને સંયમનો ત્યાગ કરવા માટે કોઈ તપ કે છેદ પ્રાયશ્ચિત્ત હોતું નથી. જેણે સંયમનો પૂર્ણતઃ ત્યાગ કર્યો હોય, તેના સર્વ સંયમપર્યાયો નાશ પામી ગયા હોય છે. સંયમ પર્યાય હોય, તો તેની તપ કે છેદ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ શકે, પરંતુ આંશિક પણ સંયમ પર્યાય જ ન હોય તેના માટે પ્રાયશ્ચિત્તનો કોઈ માર્ગ રહેતો નથી. તેને બીજીવાર દીક્ષા જ આપવાની રહે છે. આલોચના કરવાનો ક્રમ:३३ भिक्खू य अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता इच्छेज्जा आलोएत्तए, जत्थेव अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, तस्सतिय आलोएज्जा जाव अहारिह तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ:- સાધુ કોઈ અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કરીને તેની આલોચના કરવા ઇચ્છે, તો જ્યાં પોતાના આચાર્ય અથવા ઉપાધ્યાય હોય, ત્યાં તેમની પાસે જઈને આલોચના કરે વાવત યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. ३४ णो चेव णं अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, जत्थेव संभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागम, तस्संतियं आलोएज्जा जाव अहारिहं तवोकम्म पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ:- જો પોતાના આચાર્ય અથવા ઉપાધ્યાય ન હોય, તો જ્યાં બહુશ્રુત, ઘણા આગમોના જાણકાર, સાંભોગિક(એક માંડલામાં આહાર કરનાર) સાધર્મિક સાધુ હોય, તેમની પાસે જઈને આલોચના કરે થાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. Page #319 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ | २४७ |३५ णो चेव णं संभोइयं साहिम्मयं बहुस्सुयं बब्भागमं पासेज्जा, जत्थेव अण्णसंभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागम, तस्संतियं आलोएज्जा जाव अहारिहं तवोकम्म पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ:- જો સાંભોગિક, સાધર્મિક, બહુશ્રુત, ઘણા આગમોના જાણકાર સાધુ ન મળે તો જ્યાં બહુશ્રુત અને ઘણા આગમના જાણકાર અન્ય સાંભોગિક સાધર્મિક સાધુ હોય, તેમની પાસે જઈને આલોચના કરે થાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. ३६ णो चेव णं अण्णसंभोइयं साहम्मियं बहुस्सुयं बब्भागम, पासेज्जा जत्थेव सारूवियं पासेज्जा बहुस्सुयं बब्भागम, तस्संतियं आलोएज्जा जाव अहारिह तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ - જો અન્ય સાંભોગિક, સાધર્મિક, બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર સાધુ ન મળે, તો જ્યાં બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર સારૂપ્ય–પોતાની સમાન વેષ ધારણ કરનારા સાધુ હોય, તેમની પાસે જઈને આલોચના કરે થાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. |३७ णो चेव णं सारूवियं बहुस्सुयं बब्भागमं पासेज्जा, जत्थेव समणोवासगं पच्छाकडं पासेज्जा बहुस्सुयं बब्भागम, तस्संतियं आलोएज्जा जाव अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ - જો પોતાની સમાન વેશ ધારણ કરનારા બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર સાધુ ન મળે તો, જ્યાં બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર પશ્ચાદ્ભૂત(સંયમ ત્યાગી) શ્રાવક હોય, તેમની પાસે જઈને આલોચના કરે વાવત યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. ३८ णो चेव णं समणोवासगं पच्छाकडं बहुस्सुयं बब्भागमं पासेज्जा जत्थेव सम्मभावियाई चेइयाइं पासेज्जा, तस्संतियं आलोएज्जा जाव अहारिहं तवोकम्म पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ:- જો પશ્ચાદ્ભૂત(સંયમત્યાગી) બહુશ્રુત અને ઘણા આગમોના જાણકાર શ્રાવક ન મળે, તો જ્યાં સમ્યક ભાવિત જ્ઞાની પુરુષ-સમભાવી, સ્વ, પર વિવેકી, સમ્યગદષ્ટિ વ્યક્તિ હોય, તેમની પાસે જઈને આલોચના કરે વાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. ३९ णो चेव णं सम्मंभावियाई चेइयाई पासेज्जा, बहिया गामस्स वा जाव संणिवेसस्स वा पाईणाभिमुहे वा उदीणाभिमुहे वा करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वएज्जा- एवइया मे अवराहा, एवइक्खुत्तो अहं अवरद्धो, अरिहंताणं सिद्धाणं अंतिए आलोएज्जा जाव अहारिहं तवोकम्म पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ :- જો સમ્યક ભાવિત, જ્ઞાની પુરુષ પણ ન મળે, તો ગ્રામ યાવતુ સંનિવેશની બહાર પૂર્વ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ | શ્રીવ્યવહાર સૂત્ર અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી, હાથ જોડીને, મસ્તકથી આવર્તનપૂર્વક અંજલિ કરીને આ પ્રમાણે બોલે– હે પ્રભો ! “મારા આટલા દોષ છે અને મેં આટલીવાર આ દોષોનું સેવન કર્યુ છે,’ આ પ્રમાણે બોલીને અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનની સમક્ષ આલોચના કરે થાવ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. વિવેચનઃ પ્રસ્તુત સુત્રોમાં આલોચના કરવા યોગ્ય સુપાત્ર વ્યક્તિઓના ક્રમનો નિર્દેશ છે. સંયમસાધના કરતા પરિસ્થિતિવશ અથવા પ્રમાદવશ કયારેક શ્રમણધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન કે અકૃત્યસ્થાનનું આચરણ થઈ જાય તો તરત જ અપ્રમત્તભાવથી આલોચના કરવી, તે સંયમજીવનનું આવશ્યક અંગ છે. તે આત્યંતર તપરૂપ પ્રાયશ્ચિતનો પ્રથમભેદ છે. ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨માં આલોચનાનું ફળ બતાવતા કહ્યું છે કે આલોચક પોતાના દોષોની આલોચના કરી શલ્યોને, મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનાર દોષોને અને અનંત સંસારની વૃદ્ધિ કરનારા કર્મોને આત્માથી જુદા કરે છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં આલોચના કરનારા અને આલોચના સાંભળનારા તે બંનેના દશ-દશ ગુણોનું કથન છે. આગમોક્ત ગુણોથી સંપન્ન વ્યક્તિ પાસે જ આલોચના કરવાથી, તેની આરાધના સફળ થાય છે. પ્રસ્તુત સુત્રમાં આલોચના કોની સમક્ષ કરવી જોઈએ તેનો ક્રમ પ્રદર્શિત કર્યો છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ ક્રમથી આલોચના કરવી જોઈએ. વ્યુત્ક્રમથી આલોચના કરનારને માટે ભાષ્યમાં ગુરુચૌમાસી તથા લઘુચૌમાસી પ્રાયશ્ચિત્તનું કથન છે. આલોચનાનો કમ :- (૧) આલોચના કરવા ઇચ્છતા સાધુએ સર્વપ્રથમ પોતાના આચાર્ય અથવા ઉપાધ્યાયની પાસે આલોચના કરવી જોઈએ. (૨) જો આચાર્ય, ઉપાધ્યાયનો યોગ ન થાય અર્થાત્ તે રુણ હોય, દૂર હોય તથા સ્વયંનું આયુષ્ય અલ્પ જણાય તો પરસ્પર આહારના આદાન-પ્રદાનરૂપ વ્યવહાર જેઓની સાથે કરવામાં આવતો હોય તેવા સાંભોગિક સાધુની પાસે આલોચના કરવી જોઈએ. તે સાંભોગિક સાધુ પણ આલોચના સાંભળવાના ગુણોથી સુસંપન્ન તથા બહુશ્રુત-છેદસૂત્રોમાં પારંગત તથા અનેક સૂત્રો તથા અર્થના જાણકાર હોવા જરૂરી છે. (૩) ઉક્ત યોગ્યતા સંપન્ન સાંભોગિક સાધુ ન હોય તો અસાંભોગિક (એક મંડળમાં સાથે બેસીને આહાર ન કરનારા) બહુશ્રુત આદિ યોગ્યતા સંપન્ન સાધુની સમક્ષ આલોચના કરવી જોઈએ. (૪) જો આચારસંપન્ન અસાંભોગિક સાધુ પણ ન હોય તો સમાન લિંગવાળા બહુશ્રુત આદિ ગુણોથી સંપન્ન સાધુની પાસે આલોચના કરવી જોઈએ. (૫) ઉક્ત ભિક્ષુ પણ ન મળે તો જે સંયમ છોડીને શ્રાવકપણાનું પાલન કરી રહ્યા હોય, તેમ છતાં બહુશ્રુત આદિ ગુણોથી સંપન્ન હોય, તેની પાસે આલોચના કરી શકાય છે. (૬) જો તેવા શ્રાવકો પણ ન હોય, તો સમ્યકરૂપે જિનપ્રવચનમાં ભાવિત સમ્યગદષ્ટિ અથવા સમભાવી, સૌમ્ય પ્રકૃતિવાળા, સમજદાર વ્યક્તિ હોય, તેની પાસે આલોચના કરવી જોઈએ. (૭) કયારેક તેવી વ્યક્તિ પણ ન મળે તો ગ્રામ આદિની બહાર નિર્જન સ્થાનમાં મોટા અવાજે અરિહંતો અથવા સિદ્ધોને સ્મૃતિમાં રાખી આલોચના કરવી જોઈએ અને સ્વયં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ. છેલ્લા બંને વિકલ્પ ગીતાર્થ સાધુને માટે સમજવા જોઈએ કારણ કે અગીતાર્થ સાધુ સ્વયં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા માટે અયોગ્ય હોય છે. અન્ય વ્યક્તિ પાસે પોતાના દોષનું પ્રગટીકરણ થાય, ત્યારે યથાર્થ રીતે આલોચના થાય છે, તે દોષ પ્રતિ ખેદ અને પ્રાયશ્ચિત્તનો ભાવ અધિકતમ થાય છે. તેમ જ તે દોષોનું પુનરાવર્તન ન થાય તેનું લક્ષ વિશેષ રહે છે. આ રીતે દોષમુક્તિ શીધ્ર થાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧ [ ૨૪૯ ] વ્યક્તિ સ્વયં આલોચના કરે, ત્યારે કેટલીક વાર પોતે પોતાના સર્વ દોષોની આલોચના કે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરતા નથી, તેમજ અન્ય સાધુઓને જાણ ન હોવાથી તે દોષોનું પુનરાવર્તન પણ થવાની શક્યતા રહે છે. તેથી જ સૂત્રકારે આલોચના કરવા યોગ્ય વ્યક્તિઓનું સૂચન કર્યું છે. હ વે વબાપા - બહુશ્રત અને અનેક આગમ ના જાણકાર. જેની પાસે આલોચના કરવી હોય, તે સાધુ છેદ સૂત્રના માધ્યમથી પ્રાયશ્ચિત્ત વિધિના યથાર્થ જ્ઞાતા હોય, અન્ય અનેક આગમોના રહસ્યોના જ્ઞાતા હોય, તે જ દીર્ઘ દૃષ્ટિથી કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ વિના, આલોચના કરનારની આત્મવિશુદ્ધિના એક માત્ર લક્ષ્યથી યોગ્ય પ્રાયશ્ચિત્ત આપીને શિષ્યની શુદ્ધિ કરાવી શકે છે. ઉપરોક્ત સાત સૂત્રોમાંથી ૩૩, ૩૮ અને ૩૯ આ ત્રણ સૂત્રમાં બહુશ્રુત અને બહુઆગમજ્ઞ વિશેષણનો પ્રયોગ નથી, કારણ કે– (૧) આચાર્ય ઉપાધ્યાય તો અવશ્ય બહુશ્રુત, બહુ આગમજ્ઞ જ હોય છે, તેથી તેના માટે આ વિશેષણની જરૂર હોતી નથી. (૨) સમ્યગુદષ્ટિ અથવા સમજદાર વ્યક્તિનું બહુશ્રુત હોવું આવશ્યક નથી, તે તો ફક્ત આલોચના સાંભળવાને યોગ્ય હોય છે અને ગીતાર્થ, આલોચક સાધુ સ્વયં જ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે છે. (૩) અરિહંત, સિદ્ધ, ભગવાન તો સર્વજ્ઞ, સર્વદર્શી છે તેના માટે આ વિશેષણની આવશ્યક્તા નથી. આત્મદોષોની પૂર્ણ વિશુદ્ધિ માટે સૂત્રકારે તેની ક્રમિક પ્રક્રિયાનું કથન કર્યું છે. આનોumઅતિચાર આદિ દોષોને ગુર્નાદિકો સમક્ષ યથાર્થ રીતે વચનથી પ્રગટ કરવા. વડિલને- પોતાની ભૂલનો સ્વીકાર કરી, તેનું મિચ્છામિ દુક્કડમ્ કહેવું. f જા - આત્મસાક્ષીએ અયોગ્ય આચરણની નિંદા કરવી અર્થાત્ અંતરમનમાં ખેદ કરવો. રહેના- ગુરુસાક્ષીએ અયોગ્ય આચરણની નિંદા કે ખેદ પ્રગટ કરવો. વિડળ- અયોગ્ય આચરણને છોડી દેવું. વિજા - આત્માને શુદ્ધ કરવો અર્થાત્ અયોગ્ય આચરણને સંપૂર્ણ છોડી દેવું. અરયાણ અMિા - અકૃત્યસ્થાનને ફરી સેવન ન કરવા માટે દઢ સંકલ્પ કરવો. અહરિ તવોજ પત્તિ વિનેગા- તે દોષને અનુરુપ તપ આદિ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો. આલોચનાથી લઈને પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા કરવાથી જ આત્મવિશુદ્ધિ થાય છે અને ત્યારે જ આલોચના સાર્થક અને સફળ થાય છે. સનું બલિયા રેવાડું- સમ્યક પ્રકારે ભાવિત ચિત્તવાળા જ્ઞાનવાન. આ પદમાં પ્રયુક્ત ચૈત્ય શબ્દના અનેક અર્થો થાય છે. પ્રસ્તુતમાં તે જ્ઞાન અર્થમાં પ્રયુક્ત છે. આલોચના સાંભળવા યોગ્ય સુપાત્ર જીવોના ક્રમમાં આ શબ્દનો પ્રયોગ છે. જો સંયમનો ત્યાગ કરીને શ્રાવક ધર્મનું પાલન કરનાર બહુશ્રુત શ્રાવક પણ ન મળે, તો જિનવચનોથી ભાવિત થયેલા જ્ઞાનવાન-સમજદાર વ્યક્તિ પાસે આલોચના કરવી અને જો તે પણ ન મળે તો નિર્જન સ્થાનમાં જઈને પાપને પ્રગટ કરવા. આ પ્રકારના સૂત્રનો સંદર્ભ હોવાથી વેદ્ય શબ્દનો અર્થ જ્ઞાનવાન–ધીર, ગંભીર, પરિપકવ સમજદાર વ્યક્તિ થાય છે. છે ઉદ્દેશક-૧ સંપૂર્ણ છે Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીવ્યવહાર સત્ર ઉદ્દેશક-ર | પ્રાક્કથન છROROCROROCROROR * આ ઉદ્દેશકમાં મુખ્યત્વે પરિહારતપ સંબંધી વિધિ-વિધાનો, ગ્લાન સાધુની સેવા, એકપક્ષીય સાધુની આચાર્ય કે ઉપાધ્યાય તરીકે નિયુક્તિ તથા પારિવારિક-અપારિવારિક સાધુઓનો પરસ્પરનો વ્યવહાર, વગેરે વિષયોનું કથન છે. * આચાર્યોની અનુપસ્થિતિમાં બે કે બેથી અધિક સાથે વિચરતાં સાધુઓમાં એક કે અનેક સાધુઓ દોષસેવન કરે, ત્યારે તેની પ્રાયશ્ચિત્ત માટે એક સાધુ અનુપારિવારિક રહે અને શેષ સાધુઓ પરિહારતપનું વહન કરે છે. * પારિવારિક સાધુ; પ્રાયશ્ચિત્તનું વહન કરતા સાધુ, ઉન્મત્ત સાધુ વગેરે રોગથી પીડિત થાય ત્યારે સહવર્તી સાધુઓએ અગ્લાન ભાવે તેની સેવા કરવી જોઈએ. ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, તે યોગ્ય નથી. ગ્લાન સાધુની સેવાથી સંયમ માર્ગની અનુમોદના તથા શાસનની શાન વધે છે. * નવમા અને દશમા પ્રાયશ્ચિત્તનું વહન કરનારા સાધુને એકવાર ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા પછી જ ચારિત્રનું ઉપસ્થાન કરવું જોઈએ તેમ છતાં ક્યારેક અપવાદ માર્ગે ગચ્છ પ્રમુખ સ્વતંત્ર નિર્ણય લઈ શકે + સાથે વિચરણ કરતાં સાધુઓ કોઈ પણ કારણથી પરસ્પર એકબીજા પર દોષારોપણ કરે ત્યારે ગીતાર્થ સાધુ બંને સાધુઓની વાત સાંભળીને, જાણીને પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરે. * એક જ ગુરુ પાસે વાંચના લીધેલા શ્રતથી એકપક્ષીય સાધુ અને એક જ ગણમાં રહેતા પ્રવ્રજ્યાથી એકપક્ષીય સાધુને જ આચાર્ય-ઉપાધ્યાયનું પદ પ્રદાન કરવામાં આવે છે. * સામાન્ય રીતે પારિવારિક-અપારિહારિક સાધુઓમાં પરસ્પર આહાર-પાણીનો વ્યવહાર હોતો નથી, વિશિષ્ટ પરિસ્થિતિમાં પરસ્પર એકબીજા માટે આહાર-પાણી લાવી શકે છે પરંતુ સાથે વાપરી શકતા નથી. તેઓ પોત-પોતાના પાત્રમાં આહાર ગ્રહણ કરીને સ્વતંત્ર રીતે વાપરે છે. આ જ સાધુઓનો આચાર Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉદેશક-૨, | २५१ श -२ @pppppppppppa સહવર્તી સાધર્મિકોમાં પરિહારતપ:| १ दो साहम्मिया एगयओ विहरंति, एगे तत्थ अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, ठवणिज्ज ठवइत्ता करणिज्ज वेयावडियं ।। ભાવાર્થ :- બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય અને તેમાંથી જો એક સાધુ કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરી આલોચના કરે, તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને (બીજા) સાધર્મિક સાધુએ તેની વૈયાવચ્ચ કરવી જોઈએ. | २ दो साहम्मिया एगयओ विहरति, दो वि ते अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, एगं तत्थ कप्पागं ठवइत्ता एगे णिव्विसेज्जा, अह पच्छा से वि णिव्विसेज्जा । ભાવાર્થ-બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય અને તે બંને સાધુ કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે, તો તેમાંથી એકને કલ્પાક(અગ્રણી) તરીકે સ્થાપિત કરે અને એક પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્તને વહન કરે અને તેનું પ્રાયશ્ચિત પૂર્ણ થયા પછી તે અગ્રણી પણ પ્રાયશ્ચિત્તરૂપ તપને વહન કરે છે. | ३ | बहवे साहम्मिया एगयओ विहरंति, एगे तत्थ अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, ठवणिज्ज ठवइत्ता करणिज्ज वेयावडियं । ભાવાર્થ :- ઘણા સાધર્મિક સાધુઓ એક સાથે વિચરતા હોય, તેમાંથી એક સાધુ કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો (તેમાં જે પ્રમુખ સ્થવિર હોય તે) તેને પ્રાયશ્ચિત્ત વહન કરાવે અને બીજા સાધુને તેની સેવા માટે નિયુક્ત કરે. | ४ बहवे साहम्मिया एगयओ विहरंति, सव्वे वि ते अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, एग तत्थ कप्पागं ठवइत्ता अवसेसा णिव्विसेज्जा, अह पच्छा से वि णिव्विसेज्जा । ભાવાર્થ :- ઘણા સાધર્મિક સાધુઓ એક સાથે વિચરતા હોય અને તે બધા સાધુઓ કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેમાંથી કોઈ એકને કલ્પાક-અગ્રણી તરીકે સ્થાપિત કરીને શેષ બધા પ્રાયશ્ચિત વહન કરે અને તે સાધુઓનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થયા પછી તે અગ્રણી સાધુ પ્રાયશ્ચિત્ત વહન કરે. | ५ परिहारकप्पट्ठिए भिक्खू गिलायमाणे अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, से य संथरेज्जा ठवणिज्ज ठवइत्ता करणिज्जं वेयावडियं । से य णो संथरेज्जा अणुपरिहारिएणं तस्स करणिज्जं वेयावडियं । से तं Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨પર | શ્રીવ્યવહાર સૂત્ર अणुपरिहारिएणं कीरमाणं वेयावडियं साइजेज्जा, से विकसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ :- પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો બીમાર થઈને કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરે અને તેની આલોચના કરે તો તે પરિહારતપ કરવામાં સમર્થ હોય તો આચાર્ય આદિ તેને પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત આપે અને તેની આવશ્યક સેવા કરાવે. જો તે સમર્થ ન હોય તો આચાર્યાદિ તેની સેવાને માટે અનુપારિવારિક સાધુને નિયુક્ત કરે. જો તે પારિવારિક સાધુ સબળ હોવા છતાં પણ અનુપારિહારિક સાધુ પાસે વૈયાવચ્ચ કરાવે તો તેનું પ્રાયશ્ચિત્ત પૂર્વ પ્રાયશ્ચિત્ત સાથે આરોપિત કરે. વિવેચનઃ પ્રસ્તુત સુત્રોમાં વિચરણ કરનાર બે અથવા બે થી અધિક સાધર્મિક સાધુઓને સ્વતઃ પરિહારતપ વહન કરવાનું વિધાન છે. ઉદ્દેશક–૧માં પરિહારતપ પ્રાયશ્ચિત્તનું પ્રમાણ તેના વૈયાવચ્ચની વ્યવસ્થા આદિનું વિધાન છે અને બૃહદકલ્પ ઉ. ૪, સૂત્ર-૩૧ માં આચાર્યાદિના નેતૃત્વમાં પરિહારતપ વહન કરવાની વિધિનું વર્ણન છે. સાથે વિચરણ કરનાર બે સાધર્મિક સાધુ જો ગીતાર્થ હોય અને આચાર્ય આદિથી દૂર કોઈ ક્ષેત્રમાં વિચરણ કરી રહ્યા હોય અને તેમાંથી એક કોઈ સાધુને દોષની શુદ્ધિ માટે પરિહારતપ વહન કરવાનું હોય તો બીજા ગીતાર્થ અનુપારિવારિક સાધુ તેના કલ્પાક અર્થાત્ પ્રમુખ બને છે અને તેની નિશ્રામાં તે પરિહારતા વહન કરી શકે છે. જો બન્નેએ એક સાથે દોષ સેવન કર્યું હોય અને બંનેને પરિહારતપ વહન કરવાનું હોય તો એક સાધુનું તપ પૂર્ણ થયા પછી બીજા સાધુ તપ વહન કરી શકે છે અર્થાત્ બન્ને એક સાથે પરિહારતા કરી શકતા નથી કારણ કે એકને કલ્પાક અથવા અનુપારિહારિક રહેવું આવશ્યક હોય છે. અનેક સાધર્મિક સાધુ વિચરણ કરી રહ્યા હોય તો તેમાંથી એક અથવા અનેકને પરિહારતા વહન કરવાનું હોય, તો એકને કલ્પાક-અગ્રણી તરીકે સ્થાપિત કરીને બાકી બધા સાધુ પરિહારતા વહન કરી શકે છે. જો કોઈ પારિવારિક સાધુ રુષ્ણ હોય અને તેણે કોઈ દોષનું સેવન કર્યું હોય તો એ દોષ સબંધી પ્રાયશ્ચિત્તની આરોપણા પૂર્વ તપમાં કરી દેવી જોઈએ. જો તેનામાં તપ વહન કરવાની શક્તિ ન હોય તો તે થોડા દિવસ માટે તપ કરવું છોડી દે અને સશક્ત થયા પછી તે પ્રાયશ્ચિત્ત વહન કરીને પૂર્ણ કરી લે. જો તે પારિવારિક સાધુ સામાન્ય રુષ્ણ હોય, તેણે પારિવારિક તપના સમય દરમ્યાન અન્ય દોષનું સેવન કર્યું હોય અને અનુપાહારિક દ્વારા સેવા કરવાથી તપ વહન કરી શકતા હોય તો પૂર્વતપની સાથે પુનઃ પ્રાપ્ત પ્રાયશ્ચિત્ત આરોપિત્ત કરી દેવું જોઈએ અને તેની યથાયોગ્ય સેવા કરાવવી જોઈએ. તે દરમ્યાન જો રુષ્ણ સાધુ સ્વસ્થ અથવા સશક્ત થઈ જાય તો તેણે સેવા ન કરાવવી જોઈએ. સ્વસ્થ અને સશક્ત થયા પછી પણ જો તે સેવા કરાવે તો તેનું પણ તેને પ્રાયશ્ચિત્ત આવે છે, કારણ કે પરિહારતપ કરનાર સાધુ ઉત્સર્ગ વિધિથી કોઈનો સહયોગ અને સેવા લઈ શકતા નથી. સંક્ષેપમાં સાધુએ પોતાના પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપનું વહન શીઘ્રતાથી પૂર્ણ કરવું જોઈએ અને A Qહ્યા હોય તે કરીને બોકાન કર્યું હતું Page #325 -------------------------------------------------------------------------- ________________ | 6देश-२ | २५३ સાથે રહેનારા અન્ય સાધુઓએ પરિહારતપ વહન કરનારને તે તપ કરવાની અનુકૂળતા આપવી જોઈએ તથા જરૂર હોય ત્યારે સેવા પણ કરવી જોઈએ. રુણ સાધુઓની વૈયાવચ્ચ - |६ परिहारकप्पट्ठियं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए । अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ રોગાદિથી પીડિત થઈ જાય તો તેને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગ મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તે પારિવારિક સાધુને(વૈયાવચ્ચ કરાવવા માટે) અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. |७ अणवटुप्पं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए अगिलाए तस्स करणिज्ज वेयावडिय जाव तओ रोगयंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- અનવસ્થાપ્ય સાધુ(નવમા પ્રાયશ્ચિત્તને વહન કરનાર સાધુ) રોગાદિથી પીડિત થઈ જાય તો તેને ગણથી પૃથકકરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગથી મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી અનવસ્થાપ્ય સાધુને(સેવા કરાવવા માટે) અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. |८ पारंचियं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- પારાચિત સાધુ(દશમાં પ્રાયશ્ચિત્તને વહન કરનાર સાધુ) રોગાદિથી પીડિત થઈ જાય તો તેને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તે પારાંચિત સાધુને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. | ९ खित्तचित्तं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए । अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- વિક્ષિપ્તચિત્ત- અત્યંત ભય કે શોકથી વિક્ષિપ્તચિત્તવાળા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. १० दित्तचित्तं भिक्खू गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए। अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया । Page #326 -------------------------------------------------------------------------- ________________ | २५४ શ્રીવ્યવહાર સૂત્ર ભાવાર્થ :- દિપ્તચિત્ત- હર્ષના અતિરેકથી માનસિક સંતુલન ગુમાવેલા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. ११ जक्खाइटुं भिक्खं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए। अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ - યક્ષાવિષ્ટ–ક્ષની પીડાથી પીડિત થયેલા ગ્લાન સાધુને ગણથી પૃથકકરવા, તે ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી અર્થાતુ તે રોગમુક્ત થાય ત્યારે તેને અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. | १२ उम्मायपत्तं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए, अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ – ઉન્માદપ્રાપ્ત-અસ્થિરમગજના ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યારપછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. |१३ उवसग्गपत्तं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए । अगिलाए तस्स करणिज्जं वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ - ઉપસર્ગને પ્રાપ્ત થયેલા ગ્લાન સાધુને ગણથી પૃથક્ કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરે ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. १४ साहिगरणं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए। अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ - કલહ કરનાર ગ્લાન સાધુને ગણથી પૃથફ કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગ મુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. |१५ सपायच्छित्तं भिक्खुं गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए, अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થયેલા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં प्रस्थापित ४३. Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક ૨૫૫ | |१६ भत्त-पाण-पडियाइक्खियं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्टवियव्वे સિયા | ભાવાર્થ:- ભક્ત પ્રત્યાખ્યાની ચાવજીવનના અનશનના પ્રત્યાખ્યાન કરનારા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિઅલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. १७ अट्ठाजायं भिक्खु गिलायमाणं णो कप्पइ तस्स गणावच्छेइयस्स णिज्जूहित्तए। अगिलाए तस्स करणिज्ज वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए णामं ववहारे पट्टवियव्वे सिया । ભાવાર્થ :- પ્રયોજનાવિષ્ટ-શિષ્યપ્રાપ્તિ, પદ પ્રતિષ્ઠા આદિ પ્રાપ્તિની તીવ્ર ઇચ્છાથી વ્યાકુળ થયેલા ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, ગણાવચ્છેદકને કલ્પતા નથી. તે રોગમુક્ત ન થાય ત્યાં સુધી તેની અગ્લાનભાવે સેવા કરાવે અને ત્યાર પછી તેને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં બાર પ્રકારની વિભિન્ન અવસ્થાઓવાળા સાધુઓની સેવાનું કથન છે. સંયમી જીવનમાં સેવાભાવ તે મુખ્ય ગુણ છે. વૈયાવચ્ચએ એક પ્રકારનું આત્યંતર તપ છે. સંયમી સાધકની સેવાથી તેના સંયમપાલનની અનુમોદનાનો મહામૂલો લાભ મળે છે. ગચ્છમાં રહેતા સર્વ સાધુઓએ પરસ્પર એકબીજાને સહાયક થવું જરૂરી છે. શ્રી ઠાણાંગ સુત્રના ત્રીજા સ્થાનમાં તથા શ્રી ભગવતી સુત્ર શતક-૮૮માં નવદીક્ષિત, તપસ્વી અને ગ્લાન, આ ત્રણ પ્રકારના સાધુને અનુકંપાને યોગ્ય કહ્યા છે, તેથી કોઈ પણ અવસ્થામાં રહેલા સાધુ જ્યારે ગ્લાન થાય(બીમાર પડે ત્યારે તેની સેવા કરવી, તે સહવર્તી સાધુઓનું કર્તવ્ય છે અને તેના માટે સેવાની યથોચિત વ્યવસ્થા કરાવવી તે ગણાવચ્છેદક સાધુની ફરજ છે. પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારનો આશય એ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કે પ્રાયશ્ચિત્ત વહનકાલમાં ગ્લાન સાધુની ઉપેક્ષા ન કરવી કે તેને ગણથી પૃથક કરવા ન જોઈએ. જો તેની સેવા કરનાર સાધુ થાકી ગયા હોય, ખેદનો અનુભવ કરતા હોય, તો ગણાવચ્છેદકે અન્ય સેવાભાવી સાધુઓ દ્વારા તેની સેવાની વ્યવસ્થા કરાવવી જોઈએ. પિતા- અગ્લાન ભાવે. સેવાનું કાર્ય અગ્લાનભાવે-કોઈ પણ પ્રકારના ખેદ વિના થાય, તો જ તે આવ્યંતરતપ અને નિર્જરાનું કારણ બને છે. ભાષ્યકારે નિતા શબ્દનો અર્થ “રુચિપૂર્વક અથવા ઉત્સાહપૂર્વક સેવા કરવી અથવા સ્વયંનું કર્તવ્ય સમજીને સેવા કરવી, આ પ્રમાણે કર્યો છે. ગ્લાન સાધુની સેવાની યોગ્ય વ્યવસ્થા હોય તો ગચ્છની તથા જિનશાસનની પ્રતિષ્ઠા વધે છે. તેમજ ધર્મની પ્રભાવના થાય છે. યોગ્ય વ્યવસ્થાના અભાવમાં રુણ સાધુની સેવા કરવા, કરાવવામાં Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રીવ્યવહાર સૂત્ર ઉપેક્ષાવૃત્તિ થવાથી, સેવા છોડી દેવાથી, તેને ગચ્છથી પૃથક્ કરવાથી ગચ્છની તથા જિનશાસનની અવહેલના અથવા નિંદા થાય છે, તેથી ગ્લાન સાધુની અગ્લાનભાવે સેવા કરવી જોઈએ. ૨૫૬ णिज्जुहित्तए = - નિયૂજિતું-નિવારથિતું ગચ્છથી દૂર કરવા અથવા પૃથક્ કરવા. ભાષ્યકાર તેનો અર્થ ‘ગણમાં સાથે રહેવા છતાં તેની સેવાની ઉપેક્ષા કરવી’, તેવો કરે છે. અહાલહુસ્મર્ ગામ વવારે :– યથાલઘુષ્ક પ્રાયશ્ચિત્ત. યથા યુવવાર પંચદ્દિન માળ निर्विकृतिकं कुर्वन् पूरयति । यदि वा यथालधुष्के व्यवहारे प्रस्थापयितव्यं य प्रतिपन्न व्यवहारः तपः प्रायश्वित्त एवमेवालोचना- प्रदान मात्रतः शुद्धः क्रियते, कारणे यतनया प्रतिसेवनात् । –ટીકા/ભાષ્ય ગાથા-૯૬. લઘુ પ્રાયશ્ચિત્ત પાંચ દિવસનું હોય છે, તેને વિગય ત્યાગ કરીને પૂર્ણ કરી શકાય છે અથવા પ્રથમ આલોચના પ્રાયશ્ચિત્તને પણ યથાલઘુષ્ક પ્રાયશ્ચિત્ત કહે છે. તે સર્વ જઘન્ય પ્રાયશ્ચિત્ત છે. જ્યારે વિશિષ્ટ પરિસ્થિતિમાં અત્યંત યતનાપૂર્વક દોષસેવન થયું હોય, અત્યલ્પ મર્યાદા ભંગ થયો હોય અથવા પરવશ અવસ્થામાં મર્યાદા ભંગ થયો હોય, ત્યારે કેવળ આલોચના પ્રાયશ્ચિત્તથી જ શુદ્ધિ થાય છે, તેને તપરૂપ પ્રાયશ્ચિત્ત અપાતું નથી, તે યથાલઘુષ્ક પ્રાયશ્ચિત્ત છે. પ્રસ્તુત પ્રસંગમાં વવારે શબ્દ પ્રયોગ પ્રાયશ્ચિત્ત અર્થમાં છે કારણ કે વ્યવહાર, આલોચના, વિશુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત, આ એકાર્થક શબ્દો છે. પરિહારતપ કરતાં કોઈ સાધુ બીમાર થાય અને અન્ય સાધુની સેવા લેવી પડે તો તે સેવા લેવા માટે તેને અત્યલ્પ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. આ સૂત્રોમાં અને આગળના સૂત્રોમાં આચાર્ય, ઉપાધ્યાયનો નિર્દેશ ન કરતાં ગણાવચ્છેદકનો નિર્દેશ કર્યો છે, તેથી સ્પષ્ટ થાય છે કે ગચ્છમાં સેવા અને પ્રાયશ્ચિત્તના કાર્યોની મુખ્ય જવાબદારી ગણાવચ્છેદકની હોય છે. અનવસ્થાપ્ય અને પારંચિત સાધુની ઉપસ્થાપના : १८ अणवट्टप्पं भिक्खुं अगिहिभूयं णो कप्पइ तस्स गणावच्छे इयस्स उवट्ठावित्तए । ભાવાર્થ :- ગણાવચ્છેદકને અનવસ્થાપ્ય (નવમા પ્રાયશ્ચિત્તને વહન કરનારા) સાધુને ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા વિના સંયમમાં ઉપસ્થાપિત કરવા કલ્પતા નથી. १९ अणवट्टप्पं भिक्खुं गिहिभूयं कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । ભાવાર્થ :- ગણાવચ્છેદકને અનવસ્થાપ્ય (નવમા પ્રાયશ્ચિત્તને વહન કરનારા) સાધુને ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા પછી સંયમમાં ઉપસ્થાપિત કરવા ક૨ે છે. २० पारंचियं भिक्खु अगिहिभूयं णो कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए । ભાવાર્થ :- ગણાવચ્છેદકને પારંચિત (દસમા પ્રાયશ્ચિત્તને વહન કરનારા) સાધુને ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા વિના સંયમમાં ઉપસ્થાપિત કરવા કલ્પતા નથી. २१ पारंचियं भिक्खुं गिहिभूयं कप्पइ तस्स गणावचछेइयस्स उवट्ठावित्तए । Page #329 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-ર ૨૫૭ ભાવાર્થ :- ગણાવચ્છેદકને પારંચિત(દસમા પ્રાયશ્ચિત્તનું વહન કરનારા) સાધુને ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા પછી સંયમમાં ઉપસ્થાપિત કરવા કહ્યું છે. २२ अवटुप्पं भिक्खुं पारंचियं वा भिक्खुं अगिरिभूयं वा गिहिभूयं वा, कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावित्तए, जहा तस्स गणस्स पत्तियं सिया । ભાવાર્થ :- તે અનવસ્થાપ્ય સાધુ કે પારંચિત સાધુઓ દ્વારા ગણનું હિત સંભવિત હોય, તો ગૃહસ્થનો વેશ ધારણ કરાવ્યા પછી અથવા ગૃહસ્થનો વેશ ધારણ કરાવ્યા વિના પણ સંયમમાં ફરીને ઉપસ્થાન કરવા ગણાવચ્છેદકને કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં અનવસ્થાપ્ય અને પારંચિત પ્રાયશ્ચિત્તનું વહન કરતાં સાધુને ગણમાં લેવા માટે ઉત્સર્ગ અને અપવાદનું કથન છે. સામાન્ય રીતે નવમા અને દશમા પ્રાયશ્ચિત્તને યોગ્ય સાધુને જઘન્ય છમાસ અને ઉત્કૃષ્ટ બારવર્ષ સુધીનું વિશિષ્ટ તપરૂપ પ્રાયશ્ચિત્ત અપાય છે અને તપ પૂર્ણ થાય, ત્યારે તેને એકવાર ગૃહસ્થનો વેશ ધારણ કરાવવામાં આવે છે અને ત્યાર પછી તેને છેદોપસ્થાપનીય ચારિત્ર આપવામાં આવે છે. ઉપર્યુક્ત ચાર સૂત્રોમાં ગૃહસ્થનો વેશ ધારણ કરાવવાનું વિધાન કરીને પાંચમા સૂત્રમાં તેના અપવાદનું કથન છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિને ગૃહસ્થ વેશ ધારણ કરાવવો ઉચિત ન લાગે તો ગણાવચ્છેદક તે સાધુને ગૃહસ્થ વેશ ધારણ કરાવ્યા વિના જ ગણમાં લઈ શકે છે. ગણાવચ્છેદક ગચ્છનું અથવા જિનશાસનનું અત્યધિક હિત થાય, તે રીતે સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકે છે. ભાષ્યકારે તે સાધુને ગૃહસ્થનો વેશ ધારણ ન કરાવવાના કારણો કહ્યા છે, યથા– (૧) જે સાધુએ કોઈ રાજાને બોધ પમાડીને શાસન રસિક બનાવ્યા હોય. (૨) જેને ગૃહસ્થનો વેશ ધારણ ન કરાવવાનો કોઈ રાજાનો આગ્રહ હોય. (૩) પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુ અથવા આચાર્યના અનેક શિષ્યોનો ગૃહસ્થ વેશ ધારણ ન કરાવવાનો આગ્રહ હોય. (૫) તે પ્રાયશ્ચિતના સંબંધમાં બે ગણોમાં વિવાદ હોય ઇત્યાદિ પરિસ્થિતિઓમાં તથા અન્ય પણ તેવા કારણોથી તે સાધુને ગૃહસ્થનો વેશ ધારણ કરાવ્યા વિના પણ ઉપસ્થાપના કરી શકાય છે. અકૃત્યસેવનનો આક્ષેપ તથા તેની નિર્ણય વિધિ : २३ दो साहम्मिया एगयओ विहरंति, एगे तत्थ अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहं णं भंते ! अमुगेणं साहुणा सद्धिं इमम्मि कारणम्मि पडिसेवी । से य पुच्छियव्वे - किं अज्जो ! पडिसेवी उदाहु अपडिसेवी ? से य वएज्जा पडिसेवी, परिहारपत्ते । से य वएज्जा - णो पडिसेवी णो परिहारपत्ते । जं से पमाणं वयइ से पमाणाओ घेतव्वे । से किमाहु भंते ? सच्चपइण्णा ववहारा । ભાવાર્થ :- બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાંથી એક સાધુ કોઈ અકૃત્ય સ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે કે હે ભગવન ! મેં અમુક સાધુ સાથે અમુક કારણસર દોષનું સેવન કર્યું Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ | શ્રીવ્યવહાર સૂત્ર છે. તે આ પ્રમાણે કહે ત્યારે આચાર્યાદિએ બીજા સાધુને (દોષ સેવનની આલોચના કરનાર સાધુએ જે સાધુની સાથે પોતે પ્રતિસેવના કરવાનું કહ્યું હોય તે સાધુને)પૂછવું જોઈએ કે તે આર્ય! શું તમે પ્રતિસેવી છો કે અપ્રતિસવી? અર્થાતુ તમે દોષનું સેવન કર્યું છે કે નહીં? જો તે કહે કે મેં દોષ સેવન કર્યું છે, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે અને જો તે કહે કે મેં દોષ સેવન કર્યું નથી, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી. તે સ્વયં જે પ્રમાણ આપે તેનાથી નિર્ણય કરવો જોઈએ. પ્રશ્ન- હે ભગવાન ! આ પ્રમાણે કહેવાનું શું કારણ છે? ઉત્તર- સત્ય પ્રતિજ્ઞાવાન સાધુઓના સત્ય કથન પર વ્યવહારનો(પ્રાયશ્ચિત્તનો) આધાર હોય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં દોષનો આક્ષેપ તથા તેના નિર્ણયની વિધિનું પ્રતિપાદન છે. સાથે વિચરણ કરનારા બે સાધુઓમાં ક્યારેક પરસ્પર વૈમનસ્યનો ભાવ જાગૃત થાય, ત્યારે ગુરુ પાસે આવીને એક સાધુ પોતાના દોષની આલોચના કરે કે મેં સાથે રહેલા આ સાધુ સાથે અમુક દોષનું સેવન કર્યું છે. આ રીતે પોતાના દોષની આલોચના સાથે બીજા સાથી સાધુ પર દોષારોપણ કરે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં આલોચના સાંભળનાર ગીતાર્થ સાધુએ બીજા સાધુની વાત યથાર્થ રીતે સાંભળ્યા પછી નિર્ણય કરવો જોઈએ. જો આલોચના કરનાર સત્ય કથન કરી રહ્યા હોય પરંતુ અન્ય સાધુ પોતાનો દોષ સ્વીકારે નહીં અને આલોચક તેને પ્રમાણિત પણ કરી શકે નહીં, ત્યારે દોષનો અસ્વીકાર કરનારને કોઈ પ્રાયશ્ચિત્ત અપાતું નથી. કારણ કે સવા વવધારા સાધુ સત્યવચનની પ્રતિજ્ઞાવાળા હોય છે, તેથી સ્વયંના દોષ સ્વીકાર પર જ તેને પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. પ્રમાણ વિના ફક્ત કોઈના કહેવાથી તેને પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી. આલોચના કરનાર પોતાના કથનની સત્યતાને પ્રમાણિત કરે, તેમજ ગીતાર્થ સાધુને તેના પ્રમાણોની સત્યતા સ્પષ્ટ થઈ જાય અને તે સાધુ દોષનો સ્વીકાર કરે, તો જ તેને પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. ક્યારેક દોષ પ્રમાણિત થવા છતાં પણ તે સાધુ તેનો સ્વીકાર ન કરે તો પ્રાયશ્ચિત્ત દાતા ગચ્છના અન્ય ગીતાર્થ સાધુઓની સલાહ લઈ તેનું પ્રાયશ્ચિત્ત જાહેર કરી શકે છે અને તે સાધુ પ્રાયશ્ચિત્તનો અસ્વીકાર કરે, તો તેને ગચ્છથી અલગ પણ કરી શકે છે.(બૃહત્કલ્પ, ઉદ્દે.-૪, સૂત્ર-૩૦) સંક્ષેપમાં ગચ્છ પ્રમુખ ફક્ત એક પક્ષના કથનથી નિર્ણય તથા વ્યવહાર ન કરે. ઉભય પક્ષના કથનને સાંભળીને ગચ્છના અનુશાસન માટે ઉચિત નિર્ણય કરીને પ્રાયશ્ચિત્ત આપે. સંયમ ત્યાગનો સંકલ્પ તથા પુનરાગમન - २४ भिक्खू य गणाओ अवक्कम्म ओहाणुप्पेही वज्जेजा, से य अणोहाइए इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए । तत्थ णं थेराणं इमेयारूवे विवाए समुप्पज्जित्था- इमं भो ! जाणह किं पडिसेवी, अपडिसेवी ? से य पुच्छियव्वे- किं पडिसेवी, अपडिसेवी ? से य वएज्जा- पडिसेवी परिहारपत्ते । से य वएज्जा- णो पडिसेवी णो परिहारपत्ते । जं से पमाणं वयइ से पमाणाओ घेतव्वे । से किमाहु भंते ? सच्चपइण्णा ववहारा । ભાવાર્થ - કોઈ સાધુ સંયમનો ત્યાગ કરવાની ઇચ્છાથી ગણમાંથી નીકળી જાય અને પછી અસંયમનું સેવન કર્યા વિના જ તે ફરી પોતાના ગણમાં પાછા આવવા ઈચ્છે ત્યારે તેને ગણમાં સ્વીકારવાના વિષયમાં Page #331 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક ર ૫૯ સ્થવિરોમાં પરસ્પર વિવાદ ઉત્પન્ન થઈ જાય (તેઓ પરસ્પર કહેવા લાગે) કે શું તમે જાણો છો કે તેણે દોષનું સેવન કર્યું છે કે દોષનું સેવન કર્યું નથી ? (તે સમયે) સ્થવિરોએ તે સાધુને જ પૂછ્યું જોઈએ કે પ્રશ્ન- તે દોષસેવન કર્યું છે કે દોષસેવન કર્યું નથી ? ઉત્તર− જો તે કહે કે– હા, મેં દોષસેવન કર્યું છે. તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે અને જો તે કહે કે મેં દોષસેવન કર્યું નથી, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી અને તે સ્વયં જે પ્રમાણ આપે તેનાથી નિર્ણય કરવો જોઈએ. પ્રશ્ન- હે ભગવન્ ! આ પ્રમાણે કહેવાનું શું કારણ છે? ઉત્તર- સત્ય પ્રતિજ્ઞાવાન સાધુઓના સત્ય કથન પર વ્યવાર-પ્રાયશ્ચિત્તનો આધાર હોય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સંયમનો ત્યાગ કરવાના સંકલ્પથી અન્યત્ર ગયેલા સાધુ વિચાર પરિવર્તનથી તુરંત ગણમાં પાછા આવવાની ઇચ્છા કરે, ત્યારે તેની સદોષતા કે નિર્દોષતાનું પરીક્ષણ કર્યા પછી તેને પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન છે. પાછા આવનાર સાધુ પોતાના વિચાર પરિવર્તનનું તથા તેના કારણોનું સ્પષ્ટીકરણ કરી ગચ્છમાં રહેવા ઇચ્છે ત્યારે ગચ્છના ગીતાર્થ સ્થવિરોના વિચારોમાં એકરૂપતા ન હોય અર્થાત્ કોઈને સંદેહ થાય કે આટલા સમયમાં તેણે અવશ્ય કોઈ પણ દોષનું સેવન કર્યું હશે. તે સમયે ગચ્છ પ્રમુખ તે સાધુને પૂછે તે અથવા અન્ય કોઈ પાસેથી જાણકારી મેળવીને નિર્ણય કરે. જો પ્રમાણિત જાણકારી ન મળે તો તે સાધુના જવાબ અનુસાર જ નિર્ણય કરવો જોઈએ અર્થાત્ તે દોષ સેવનનો સ્વીકાર કરે તો તેને તેનું પ્રાયશ્ચિત્ત આપે અને જો તે દોષનો સ્વીકાર ન કરે તો કોઈના સંદેહમાત્રથી તેને પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી, પરંતુ સંયમ છોડવાના સંકલ્પનું તથા તે સંકહપથી અન્યત્ર જવાનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તેને ગચ્છમાં રાખી શકાય છે. એકપક્ષીય સાધુને પદ પ્રદાન ઃ २५ एगपक्खियस्स भिक्खुस्स कप्पइ आयरिय-उवज्झायाणं इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा, जहा वा तस्स गणस्स पत्तियं सिया । ભાવાર્થ :- એકપક્ષીય અર્થાત્ એક જ આચાર્યની પાસે દીક્ષા અને શ્રુત ગ્રહણ કરનાર એક ગચ્છવી સાધુને થોડા સમય માટે અથવા જીવન પર્યંત આચાર્ય અથવા ઉપાધ્યાય પદ પર સ્થાપિત કરવા અથવા તેની નિશ્રા ધારણ કરવી કલ્પે છે અથવા પરિસ્થિતિવશ કયારેક જેમાં ગણનું હિત હોય તેમ પણ કરી શકાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય કે ઉપાધ્યાયના પદ માટેની આવશ્યકતાનું કથન છે. ગચ્છના આચાર્ય, ઉપાધ્યાયે સંઘની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જળવાઈ રહે, તે માટે પોતાની ઉપસ્થિતિમાં જ અન્ય યોગ્ય આચાર્ય, ઉપાધ્યાયને નિયુક્ત કરી લેવા જોઈએ. આચાર્ય કે ઉપાધ્યાયનું પદ ક્યારેક અલ્પકાલ માટે અને ક્યારેક યાવજીવન માટે અપાય છે. અપકાલીન પદનિયુક્તિના કારણ ઃ– (૧) વર્તમાન આચાર્યને કોઈ વિશિષ્ટ રોગની ચિકિત્સા કરાવવા Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૦ | શ્રીવ્યવહાર સૂત્ર અથવા વિશિષ્ટ તપસાધના માટે, અલ્પસમય માટે સંઘભારથી મુક્ત થવાનું હોય. (૨) વર્તમાન આચાર્યને અન્ય આચાર્ય કે ઉપાધ્યાયની પાસે અધ્યયન કરવા અથવા તેને અધ્યયન કરાવવા તેમજ સહયોગ આપવા જવાનું હોય. (૩) પદનિયુક્તિના સમયે યોગ્ય સાધુનું આવશ્યક અધ્યયન અપૂર્ણ હોય ઇત્યાદિ પરિસ્થિતિઓમાં અલ્પ સમય માટે પદ અપાય છે. જીવનપર્યંતની પદનિયુક્તિના કારણ :- (૧) આચાર્ય, ઉપાધ્યાયને પોતાનો મૃત્યુ સમય નજીક હોવાનું જ્ઞાન થાય. (૨) અતિવૃદ્ધાવસ્થા અથવા લાંબા સમયનો અસાધ્ય રોગ થાય. (૩) આચાર્ય, ઉપાધ્યાયને જિનકલ્પ આદિ કોઈ વિશિષ્ટ સાધના કરવી હોય. આ પરિસ્થિતિમાં આચાર્ય પદયોગ્ય સાધુને યાવજીવન માટે પદ આપી શકે છે. આચાર્ય અને ઉપાધ્યાય પદની યોગ્યતા માટે અન્ય ગુણોની સાથે તે સાધુ એકપક્ષીય હોવા જરૂરી છે. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે એકપક્ષીયતાનું મુખ્યતાએ કથન કર્યું છે. જિલુસ fબહુસ - ભાષ્યકારે એકપાક્ષિક શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે दुविहो य एगपक्खी, पवज्ज सुह य होई नायव्यो । સુત્તગ્નિ પાવાયા, પવનના સુસવાથી વ્ય. ભાષ્ય. ગા. ૩૨૫ ભાવાર્થ– એક પાક્ષિક બે પ્રકારના હોય છે. ૧. શ્રતથી ૨. પ્રવ્રજ્યાથી. જેણે એક ગુરુની પાસે વાચના ગ્રહણ કરી હોય અથવા જેનું શ્રુતજ્ઞાન તથા અર્થજ્ઞાન આચાર્યાદિની સમાન હોય, તેમાં ભિન્નતા ન હોય તે શ્રુતથી એકપાક્ષિક કહેવાય છે. જે એક કુલ, ગણ તથા સંઘમાં પ્રવ્રજિત થઈ એક ગચ્છમાં જ સ્થિરતાથી રહેતા હોય અથવા જેણે એક ગચ્છવર્તી સાધુઓની સાથે નિવાસ, અધ્યયન, આદિ કર્યા હોય તે પ્રવજ્યાથી એકપાક્ષિક કહેવાય છે. ભાષ્યકારે આ બે પદના આધારે તેની ચૌભંગી કરી છે. (૧) શ્રુતથી એકપાક્ષિક અને પ્રવ્રજ્યાથી એકપાક્ષિક હોય (૨) શ્રુતથી એકપાક્ષિક અને પ્રવ્રજ્યાથી એકપાક્ષિક ન હોય (૩) શ્રુતથી એકપાક્ષિક ન હોય પણ પ્રવ્રજ્યાથી એકપાક્ષિક હોય (૪) શ્રુતથી એકપાક્ષિક ન હોય અને પ્રવ્રજ્યાથી પણ એકપાક્ષિક નહોય. ઉપરોક્ત ચાર ભંગમાંથી પદ પ્રદાન માટે પ્રથમ ભંગ શ્રેષ્ઠ છે. શ્રતથી એક પાક્ષિક સાધુ વાચના દ્વારા, તેમજ પૂર્વાચાર્યોની પરંપરાનુસાર પ્રરૂપણા દ્વારા શિષ્યોને સંતુષ્ટ કરી શકે છે અને પ્રવજ્યાથી એક પાક્ષિક સાધુને સહવર્તી અન્ય સાધુઓ સાથે આત્મીયતા હોવાથી અનુશાસન સહજ રીતે થાય છે, ગચ્છમાં પ્રેમભાવ અને સંગઠન બળ વધે છે અને ગચ્છના સર્વ સાધુઓનો સર્વાગી વિકાસ થઈ શકે છે. જો તે સાધુ શ્રતથી એકપાક્ષિક ન હોય, તો અન્ય સાધુઓ સાથે તર્ક-વિતર્ક તેમજ વાદ-વિવાદ થયા કરે છે અને પ્રવ્રજ્યાથી એકપાક્ષિક ન હોય, તો તે સાધુ સાથે ગચ્છના અન્ય સાધુઓને આત્મીયતા ન હોવાથી, તેના વચન પર વિશ્વાસ રહેતો નથી અને વ્યવસ્થિત અનુશાસન થઈ શકતું નથી, તેથી શ્રુતથી અને પ્રવ્રયાથી એક પાક્ષિક સાધુને જ આચાર્ય, ઉપાધ્યાયનું પદ પ્રદાન કરાય છે. આપવાદિક પરિસ્થિતિમાં ગચ્છના સર્વ સાધુઓનું હિત થાય, તે પ્રમાણે પ્રસંગોચિત નિર્ણય આચાર્ય લઈ શકે છે. પારિવારિક અને અપારિવારિકોનો પરસ્પર વ્યવહાર:२६ बहवे पारिहारिया बहवे अपारिहारिया इच्छेज्जा एगयओ एगमासं वा Page #333 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૨ ૨૧ दुमासं वा तिमासं वा चाउमासं वा पंचमासं वा छम्मासं वा वत्थए । अण्णमण्णं संभुंजंति, अण्णमण्णं णो संभुंजंति मासं ते, तओ पच्छा सव्वे वि एगयओ संभुजंति । ભાવાર્થ :- અનેક પારિહારિક અને અનેક અપારિહારિક સાધુ જો એક, બે, ત્રણ, ચાર, પાંચ કે છ, મહિના સુધી સાથે રહેવા ઇચ્છે, તો પારિહારિક સાધુ સાથે પારિહારિક સાધુ અને અપારિહારિકસાધુ સાથે અપારિહારિક સાધુ રહી શકે છે, સાથે બેસીને આહાર ગ્રહણ કરી શકે છે. પારિહારિક સાધુ અપારિહારિક સાધુ સાથે બેસી શકતા નથી અને સાથે બેસીને ભોજન કરી શકતા નથી. (છ માસનું પારિહારિક તપ કરનારા પારિહારિક સાધુ છ માસનું પ્રાયશ્ચિત્ત તપ પૂર્ણ થયા પછી) એક માસ પારણાના વ્યતીત થયા પછી સાથે બેસી આહાર કરી શકે છે. २७ परिहारकप्पट्ठियस्स भिक्खुस्स णो कप्पर असणं वा जाव साइमं वा दाउं वा अणुप्पदाडं वा । थेरा य णं वएज्जा- इमं ता अज्जो ! तुमं एएसिं देहि अणुप्पदेहि वा ? एवं से कप्पइ दाउ वा अणुप्पदाडं वा । कप्पर से लेवं अणुजाणावेत्तए, अणुजाणह भंते ! लेवाए ? एवं से कप्पइ लेवं समासेवित्तए । ભાવાર્થ :- અપારિહારિક સાધુએ, પારિહારિક સાધુને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ, આ ચારે પ્રકારનો આહાર આપવો અથવા નિમંત્રણ આપવું કલ્પતું નથી. જો સ્થવિર કહે કે હે આર્ય ! તમે આ આહાર પારિહારિક સાધુઓને આપો અથવા નિયંત્રણ કરો, તો અપારિહારિક સાધુએ પારિહારિક સાધુને આહાર આપવો અથવા નિમંત્રણ કરવું કલ્પે છે. પરિહારકલ્પસ્થિત સાધુ જો લેપ (ઘી આદિ વિગય) લેવા ઇચ્છે તો સ્થવિરની આજ્ઞાપૂર્વક લઈ શકે છે. પારિહારિક સાધુ સ્થવિર ભગવાનને પૂછે કે હે ભગવન ! મને ઘી આદિ વિગય લેવાની આજ્ઞા પ્રદાન કરશો ? અને સ્થવિર આજ્ઞા આપે, તો તેને ઘી આદિ વિગયનું સેવન કરવું કલ્પે છે. २८ परिहारकप्पट्ठिए भिक्खू सएणं पडिग्गहेणं बहिया अप्पणो वेयावडियाए गच्छेज्जा । थेरा य णं वएज्जा- पडिग्गाहेहि अज्जो ! अहं पि भोक्खामि वा पाहामि वा । एवं से कप्पइ पडिग्गाहेत्तए । तत्थ से णो कप्पइ अपरिहारिएणं परिहारियस्स पडिग्गहंसि असणं वा जाव साइमं वा भोत्तए वा पायए वा, कप्पइ से सयंसि वा पडिग्गहंसि सयंसि वा पलासगंसि, सयंसि वा कमण्डलंसि, सयंसि वा खुब्भगंसि, पाणिसि वा उद्धट्टु-उद्धट्टु भोत्तए वा पायए वा । एस कप्पो अपरिहारियस्स परिहारियाओ। ભાવાર્થ :- પરિહારકલ્પમાં સ્થિત સાધુ પોતાના પાત્ર ગ્રહણ કરી પોતાના માટે આહાર લેવા જાય અને તેને જતાં જોઈને જો સ્થવિર કહે કે હે આર્ય ! મારા યોગ્ય આહાર પાણી પણ લાવજો, હું તે વાપરીશ એ પ્રમાણે કહે તો તેને સ્થવિરને માટે આહાર લાવવો કલ્પે છે. અપારિહારિક સ્થવિરને પારિહારિક સાધુના પાત્રમાં આહાર પાણી આદિ વાપરવા કલ્પતા નથી, Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રીવ્યવહાર સૂત્ર પરંતુ તેને પોતાના પાત્રમાં, પોતાના પલાસક (માત્રક)માં, પોતાના જળપાત્રમાં, પોતાના ખોબામાં અથવા હાથમાં લઈને આહારાદિ વાપરવા કલ્પે છે. આ અપારિહારિક સાધુનો પારિહારિક સાધુની અપેક્ષાએ આચાર કહ્યો છે. ૨૨ २९ परिहारकप्पट्ठिए भिक्खु थेराणं पडिग्गहेणं बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, थेरा य णं वएज्जा - पडिग्गाहेहि अज्जो ! तुमंपि पच्छा भोक्खसि वा पाहिसि वा । एवं से कप्पइ पडिग्गाहेत्तए । तत्थ से णो कप्पइ परिहारिएणं अपरिहारियस्स पडिग्गहंसि असणं वा व साइमं वा भोत्तर वा पायए वा । कप्पइ से सयंसि वा पडिग्गहंसि, सयंसि वा पलासगंसि, सयंसि वा कमण्डलंसि, सयंसि वा खुव्वगंसि, सयंसि वा पाणिसि उद्धट्टु-उद्धट्टु भोत्तए वा पायए वा । एस कप्पो परिहारियस्स अपरिहारियाओ । ભાવાર્થ :- પરિહારકલ્પમાં સ્થિત સાધુ સ્થવિરના પાત્રને લઈ તેમની વૈયાવચ્ચ કરતાં તેઓ માટે આહાર પાણી લેવા જાય ત્યારે સ્થવિર સાધુ તેને કહે, કે હે આર્ય ! તમારા માટે પણ આહાર-પાણી સાથે લેતા આવજો અને પછી આહાર-પાણી વાપરી લેજો. સ્થવિર સાધુ આ પ્રમાણે કહે, તો તેને સ્થવિરના પાત્રમાં પોતાના માટે પણ આહાર-પાણી લાવવા કલ્પે છે. પરંતુ અપારિહારિક સ્થવિરના પાત્રમાં પારિહારિક સાધુને આહારાદિ વાપરવા કલ્પતા નથી. તેને પોતાના જ પાત્રમાં, પોતાના પલાસક-માત્રક પાત્રમાં, પોતાના કમંડલ–જલપાત્રમાં, પોતાના ખોબામાં અથવા હાથમાં લઈને વાપરવું કલ્પે છે. આ પારિહારિક સાધુનો અપારિહારિક સાધુની અપેક્ષાએ આચાર કહ્યો છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પારિહારિક-અપારિહારિક સાધુઓના પરસ્પરના વ્યવહારનું નિરૂપણ છે. સામાન્ય રીતે પારિહારિક સાધુનો અપારિહારિક સાધુ સાથે આહાર-પાણીના આદાન-પ્રદાનનો વ્યવહાર હોતો નથી. તેઓ એક સ્થાનમાં રહેવા છતાં પોત-પોતાનો આહાર કરે છે. ભાષ્યકારે પારિહારિક સાધુ અપારિહારિક સાધુ સાથે આહાર ક્યારે કરે ? તેનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે એક માસનું પરિહારતપ કરનાર સાધુ પરિહાર તપના એક માસ અને તપ પૂર્ણ થયા પછી પારણાના પાંચ દિવસ, એમ કુલ પાંત્રીસ દિવસ જુદો આહાર કરે છે. ત્યાર પછી તે અપારિહારિક સાધુ સાથે એક માંડલામાં આહાર કરે છે. આ રીતે બે માસનું પરિહારતપ કરનાર સાધુ બે મહિના અને દદિવસ સુધી જુદો આહાર કરે છે. ત્રણ માસનું પરિહાર તપ કરનાર સાધુ ત્રણ માસ અને પંદર દિવસ, ચારમાસનું પરિહાર તપ કરનાર સાધુ ચારમાસ અને વીશ દિવસ, પાંચમાસનું પરિહાર તપ કરનાર સાધુ પાંચ માસ અને પચીશ દિવસ તથા છ માસનું પરિહાર તપ કરનાર સાધુ છ માસ અને ત્રીસ દિવસ (એકમાસ) સુધી જુદો આહાર કરે છે. આ રીતે પરિહાર તપની સમાપ્તિના એક મહિના પછી પારિહારિક-અપારિહારિક સાધુઓ એક સાથે આહાર કરે છે. પરિહારતપ કરનાર સાધુ સ્વયંનો આહાર સ્વયં લાવે છે. તેને કોઈના આહાર આદિ લેવા કે દેવા Page #335 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૨ | ૨૩ ] કલ્પતા નથી તે સામાન્ય વિધાન છે પરંતુ પારિવારિક સાધુ તપ કરતા અશક્ત થઈ જાય, પોતાના આહાર-પાણી લાવી શકવા સમર્થ ન હોય, તો સ્થવિર મુનિની આજ્ઞાથી અન્ય અપારિહારિક સાધુ તેને આહાર-પાણી લાવી આપે છે અને પોતે લાવેલા આહાર-પાણીનું નિમંત્રણ કરી શકે છે. પારિવારિક સાધુને ઘી આદિ વિગયની જરૂર હોય તો સ્થવિર મુનિની આજ્ઞાથી વિગય સેવન કરી શકે છે. ક્યારેક કોઈ પારિવારિક સાધુ સ્થવિર મુનિની આજ્ઞાથી કોઈ અપારિવારિક સ્થવિર સાધુની સેવા માટે ગયા હોય, તો પણ સામાન્ય રીતે પોતાનો અને અપારિવારિક સાધુનો આહાર અલગ-અલગ લાવે છે. કયારેક સ્થવિર મુનિ માટે આહાર લેવા જતાં સમયે જો સ્થવિર મુનિ આજ્ઞા આપે તો સ્થવિર મુનિના પાત્રમાં તેમના આહારની સાથે પોતાના પણ આહારાદિ લાવી શકે છે. અથવા પોતાના પાત્રામાં સ્થવિરની આજ્ઞાથી સ્થવિર માટે આહાર-પાણી લાવી શકે છે. આ રીતે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં પારિવારિકઅપારિવારિક સાધુઓ આહાર સાથે લાવે છે, પરંતુ તેઓ પોત-પોતાના પાત્રમાં અથવા પોતાના હાથમાં પોતાનો આહાર ગ્રહણ કરીને સ્વતંત્ર રીતે વાપરે છે, તેઓ એકબીજાના પાત્રમાં આહાર વાપરતા નથી. અન્ય સાધુઓ માટે સાથે આહાર લાવતાં પોતાના રૂક્ષ આહારને કોઈ વિગયનો લેપ લાગી જાય, તો તે સ્થવિરની આજ્ઞાથી વાપરી શકે છે. છે ઉદ્દેશક-ર સંપૂર્ણ છે Page #336 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૪ ] શ્રીવ્યવહાર સત્ર ઉદ્દેશક-૩ પ્રાક્કથન છRORDROBORROR આ ઉદ્દેશકમાં ગણધારક, આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક આદિ પદની યોગ્યતા-અયોગ્યતાનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત આચાર્ય આદિ પદ પર રહીને અથવા પદનો ત્યાગ કરીને વ્રતનો ભંગ કરનાર સાધુ પુનઃ દીક્ષિત થાય, તો તેને માટે પદ પ્રદાનના નિયમો તથા વિધિનું વિધાન છે. સમસ્ત સાધુ સમુદાયમાં મુખ્ય સાત પદવીઓ છે, યથા(૧) આચાર્ય - જે શ્રમણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, આ પાંચ આચારનું સ્વયં પાલન કરે અને બીજા પાસે કરાવે, ચતુર્વિધ સંઘના નાયક, સંઘના અનુગ્રહ-નિગ્રહમાં કુશળ, શિષ્યોની સારણા-વારણામાં દક્ષ હોય અને આઠ સંપદાથી સંપન્ન હોય, તેને આચાર્ય કહે છે. (૨) ઉપાધ્યાય :- જે શ્રમણ દ્વાદશાંગીના જ્ઞાતા અને શિષ્યોના અધ્યયનમાં અપ્રમત્ત હોય, શિષ્યોને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાનો બોધ આપે, આલોચના કરાવે, તેને ઉપાધ્યાય કહે છે. (૩) પ્રવર્તક - જે શ્રમણ આચાર્ય દ્વારા નિર્દિષ્ટ વૈયાવચ્ચાદિ કાર્યોમાં સહવર્તી સાધુઓની યોગ્યતા અને રુચિ અનુસાર તેને નિયુક્ત કરે છે, તે પ્રવર્તક છે. આ પદ આચાર્ય તુલ્ય ઉત્તમ સાધુને જ અપાય છે. (૪) સ્થવિર :- જે શ્રમણ અન્ય સાધુઓના સંયમ શૈથિલ્યને જોઈને અથવા સંયમથી વિચલિત થતાં હોય તેને સ્થિર કરે, તે સ્થવિર છે. (૫) ગણિઃ- જે શ્રમણ ગણના સાધુ સમુદાયના સ્વામી હોય, સાધ્વીઓની પણ વ્યવસ્થા કરતા હોય, તે ગણિ છે અથવા એક મુખ્ય આચાર્યની નિશ્રામાં અનેક આચાર્યો હોય છે. તેમાં મુખ્ય આચાર્યને ગણિ કહે છે. () ગણધર(ગણનાયક) :- ગણને ધારણ કરીને, સંઘાડાના પ્રમુખ બનીને સ્વતંત્ર વિચરણ કરનાર ગણધારક સાધુને ગણધર કહે છે. (૭) ગણાવચ્છેદક-જે શ્રમણ સહવર્તી સાધુઓના આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર, સ્થાન, ઔષધોપચાર, પ્રાયશ્ચિત્ત આદિ સર્વ વ્યવસ્થા કરે, સંક્ષેપમાં ગચ્છના સંચાલક સાધુને ગણાવચ્છેદક કહે છે. આ સાત પદવીમાંથી સૂત્રકારે આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક ની યોગ્યતાનું કથન કર્યું ઉપાધ્યાય પદની યોગ્યતા :- ત્રણ વર્ષની દીક્ષાપર્યાયવાળા સંયમ કુશળ, અખંડ ચારિત્રવાન આદિ ગુણોથી સંપન્ન તથા (૧) આવશ્યક સૂત્ર (૨) ઉત્તરાધ્યયન સૂત્ર (૩) દશવૈકાલિક સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર. આ પાંચ આગમના ધારક સાધુને ઉપાધ્યાય પદ ઉપર નિયુક્ત કરી શકાય છે. આચાર્ય પદની યોગ્યતા - પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળા સંયમ કુશળ, અખંડ ચારિત્રવાન આદિ ગુણોથી સંપન્ન તથા (૧) આવશ્યક સૂત્ર (૨) ઉત્તરાધ્યયન સૂત્ર (૩) દશવૈકાલિક સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) સૂયગડાંગ સૂત્ર (૬) નિશીથ સૂત્ર (૭) દશાશ્રુતસ્કંધ સૂત્ર (૮) બૃહત્કલ્પસૂત્ર (૯) વ્યવહાર Page #337 -------------------------------------------------------------------------- ________________ પાઉથનું | ૨૫ ] સૂત્ર. આ નવ આગમના ધારક સાધુને આચાર્ય પદ ઉપર નિયુક્ત કરી શકાય છે. ગણાવચ્છેદક પદની યોગ્યતા :- આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા, સંયમકુશળ-અખંડ ચારિત્ર્યવાન આદિ ગુણોથી સંપન્ન તથા (૧) આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) સૂયગડાંગ સૂત્ર (૬) ઠાણાંગ સૂત્ર (૭) સમવાયાંગ સૂત્ર (૮) નિશીથ સૂત્ર (૯) દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧૦) બૃહત્કલ્પ સૂત્ર (૧૧) વ્યવહાર સૂત્ર. આ અગિયાર આગમના ધારક સાધુને ગણાવચ્છેદક પદ ઉપર નિયુક્ત કરી શકાય છે. કોઈ વિશેષ પરિસ્થિતિમાં અન્ય ગુણોથી સંપન્ન યોગ્ય સાધુ હોય તો તેને આવશ્યક દીક્ષાપર્યાય અને શ્રુત કંઠસ્થ ન હોય તો પણ આચાર્ય કે ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી શકાય છે. * ચાલીશ વર્ષથી ઓછી ઉંમરના તથા ત્રણ વર્ષની દીક્ષાપર્યાયથી ઓછા સંયમ પર્યાયવાળા સાધુએ આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રા વિના સ્વતંત્ર વિચરણ કરવું અથવા રહેવું કલ્પતું નથી અને સાધ્વીઓએ આચાર્ય, ઉપાધ્યાય તેમજ પ્રવર્તિની, આ ત્રણથી રહિત ગચ્છમાં રહેવું ન જોઈએ. તેમાંથી કોઈનો કાળ ધર્મ થાય, ત્યારે પણ એ પદ પર અન્યને નિયુક્ત કરવા આવશ્યક છે. * આચાર્યાદિ પદ પર રહીને ચોથાવ્રતનો ભંગ કરનાર સાધુ જીવન પર્યત કોઈપણ પદ પામી શકતા નથી. પદ ત્યાગ કરીને ચોથા વ્રતનો ભંગ કરનાર સાધુને ત્રણ વર્ષ પછી યોગ્ય હોય તો કોઈ પણ પદ પર નિયુક્ત કરી શકાય છે. * જો પદવીધર કોઈ બીજાને પોતાના પદ પર નિયુક્ત કર્યા વિના સંયમ છોડી દે અને પછી ફરી દીક્ષા અંગીકાર કરે, તો તેને કોઈ પદ આપી શકાતું નથી. જો તે પોતાનું પદ અન્યને સોંપીને જાય અથવા સામાન્ય સાધુ સંયમ ત્યાગીને જાય તો ફરી દીક્ષા લીધા પછી યોગ્ય હોય તો તેને યથાયોગ્ય સમયે આચાર્યાદિ પદ આપી શકાય છે. * એક કે અનેક બહુશ્રુત સાધુ અથવા આચાર્ય આદિ પ્રબળ કારણથી પણ અનેકવાર જુઠ, કપટ, પ્રપંચ, અસત્ય આક્ષેપ આદિ અપવિત્ર પાપકારી કાર્ય કરે, તો તેને જીવન પર્યત કોઈપણ પદ આપી શકાતું નથી. આ રીતે આ ઉદ્દેશકમાં પદવીધારી સાધુઓની મુખ્યતાએ વિષય નિરૂપણ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨ | શ્રીવ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૩ PET/P/2/2eeeeee ગણધારકની યોગ્યતા :| १ भिक्खू य इच्छेज्जा गणं धारेत्तए, भगवं च से अपलिच्छण्णे एवं से णो कप्पइ गणं धारित्तए । भगवं च से पलिच्छण्णे, एवं से कप्पइ गणं धारेत्तए । ભાવાર્થઃ- કોઈ સાધુ ગણને ધારણ કરવા અર્થાત્ ગણના અગ્રણી થવા ઇચ્છે અને તે સૂત્રજ્ઞાન આદિની યોગ્યતાથી રહિત હોય તો તેને ગણ ધારણ કરવો કલ્પતો નથી. જો તે સાધુ સૂત્રજ્ઞાન આદિની યોગ્યતાથી યુક્ત હોય, તો તેને ગણ ધારણ કરવા કહ્યું છે. | २ भिक्खू य इच्छेज्जा गणं धारेत्तए, णो से कप्पइ थेरे अणापुच्छित्ता गणं धारेत्तए, कप्पइ से थेरे आपुच्छित्ता गणं धारेत्तए । थेरा य से वियरेज्जा एवं से कप्पइ गणं धारेत्तए, थेरा य से णो वियरेज्जा एवं से णो कप्पइ गणं धारेत्तए । जण्णं थेरेहिं अविइण्णं गणं धारेइ से संतरा छए वा परिहारे वा, जे साहम्मिया उट्ठाए विहरति, णत्थि ण तेसिं केइ छेए वा परिहारे वा । ભાવાર્થ - કોઈ સાધુ ગણ ધારણ કરવા ઇચ્છે તો તેને સ્થવિરોને પૂછ્યા વિના ગણ ધારણ કરવો કલ્પતો નથી, સ્થવિરોને પૂછીને ગણધારણ કરવા કહ્યું છે. સ્થવિર મુનિ અનુજ્ઞા પ્રદાન કરે તો ગણ ધારણ કરવો કલ્પ છે, સ્થવિર મુનિ અનુજ્ઞા પ્રદાન ન કરે તો ગણ ધારણ કરવો કલ્પતો નથી. જો સ્થવિરોની અનુજ્ઞા પ્રાપ્ત કર્યા વિના જ ગણ ધારણ કરે છે, તો તે મર્યાદાનું ઉલ્લંઘન કરવાના કારણે દીક્ષાછેદ અથવા તપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. જે સાધર્મિક સાધુઓ તેની(આજ્ઞા અપ્રાપ્ત ગણધારકની) પ્રમુખતામાં વિચરે છે, તે દીક્ષાછેદ અથવા તપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ગણધારકની યોગ્યતાનું કથન છે. ગણને ધારણ બે પ્રકારે થાય છે. (૧) થોડા સાધુઓના સમૂહના પ્રમુખ-મુખ્ય બનીને વિચરણ કરવું અથવા ચાતુર્માસ કરવું (૨) સાધુ સમૂહના અધિપતિ અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, ગચ્છાધિપતિ, ગણિ આદિ પદને ધારણ કરવું. પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમ પ્રકારના ગણધારકનું કથન છે કારણ કે અહીં સ્થવિરોની આજ્ઞા લઈને ગણધારણ કરવો અને આજ્ઞા વિના ગણ ધારણ કરવાથી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, તેવા પ્રકારનું કથન છે. આ વિધાન આચાર્યપદ ધારણ કરનારને માટે ઉપયુક્ત નથી. તેમજ આચાર્ય પદની યોગ્યતાનું કથન પછીના સૂત્રોમાં છે. ગણધારક સાધુ ઉપર સહવર્તી સર્વ સાધુઓની જવાબદારી હોય છે, તેથી તે સ્વયં પલિચ્છન્નશ્રુતસંપદા અને શિષ્યસંપદાથી યુક્ત હોય, તે જરૂરી છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ ૨૬૭ | નિષ્ઠા:- ભાષ્યકારે દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારના પલિચ્છન્નનું કથન કર્યું છે. જે સાધુના એક અથવા અનેક શિષ્યો હોય તે શિષ્યસંપદા યુક્ત કહેવાય છે. તે દ્રવ્યથી પલિચ્છન્ન છે અને જે આવશ્યકસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રના સૂત્રાર્થને ધારણ કરનાર હોય અર્થાત્ જેણે તે સૂત્રો ઉપાધ્યાયની નિશ્રામાં કંઠસ્થ કર્યા હોય તથા આચાર્ય અથવા ઉપાધ્યાય પાસેથી આ સૂત્રોના અર્થની વાચના લીધી હોય, વર્તમાનમાં તે શ્રુત તેને ઉપસ્થિત હોય તે શ્રુતસંપન્ન કહેવાય છે, તે ભાવથી પલિચ્છન્ન છે. જેને એક પણ શિષ્ય નથી તથા ઉપર્યુક્ત કૃતનું અધ્યયન પણ કર્યું નથી તે ગણધારણ કરવા માટે અયોગ્ય છે. જો કોઈ સાધુ શિષ્ય સંપદાયુક્ત હોય, પરંતુ શ્રુત સંપન્ન ન હોય અથવા ધારણ કરેલા શ્રતને ભૂલી ગયા હોય, તો તે ગણ ધારણ કરી શકતા નથી. જો તે સાધુ વૃદ્ધાવસ્થાના કારણે પૂર્વે ધારણ કરેલા શ્રુતને ભૂલી ગયા હોય, તો તે સ્થવિર હોવાથી શ્રુતસંપન્ન જ કહેવાય છે અને તે ગણ ધારણ કરી શકે છે. કોઈ ગણમાં પૃથક પૃથશિષ્યો કરવાની પરંપરા ન હોય અને તે ગણમાં કોઈ બુદ્ધિમાન સાધુ શ્રત સંપન્ન હોય પરંતુ શિષ્ય સંપન્ન ન હોય, તો પણ તે આચાર્યની આજ્ઞા અનુસાર ગણ ધારણ કરી શકે છે. ભાષ્યકારે ગણધારકની યોગ્યતામાં શ્રુતની મુખ્યતાના ત્રણ કારણો સ્પષ્ટ કર્યા છે– (૧) શ્રત સંપન્ન સાધુ જ સ્વયંના અને અન્ય સાધુઓના જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધના કરવા, કરાવવામાં સમર્થ હોય છે. (૨) જનસાધારણને પોતાના જ્ઞાન તથા વાણી અને વ્યવહારથી ધર્મની સન્મુખ કરી શકે છે. (૩) અન્ય મતાવલંબી કોઈપણ વ્યક્તિ પ્રશ્નચર્ચા કરવા માટે આવે તો યથાયોગ્ય ઉત્તર આપી શકે છે. આ ત્રણે પ્રકારની યોગ્યતા શ્રુતસંપદાથી યુક્ત સાધુમાં જ હોય છે, તેથી શ્રુત સંપદાથીયુક્ત સાધુ જ ગણ ધારણ કરીને વિચરણ કરી શકે છે. શ્રુતસંપન્ન યોગ્ય સાધુ સ્વેચ્છાએ ગણધારણ કરી શકતા નથી, પરંતુ ગચ્છના સ્થવિર ભગવંતની અનુમતિ લઈને જ ગણધારણ કરી શકે છે. સ્થવિર મુનિની આજ્ઞા વિના ગણધારણ કરનાર સાધુ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, ગણના અનુશાસનનો ભંગ કરે છે, તેથી તેને તપ પ્રાયશ્ચિત્ત અથવા દીક્ષા છેદ પ્રાયશ્ચિત્ત આવે છે. તે સંત છે વા પરિહરે....- વ્યાખ્યાકારે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે– 'રે' તી 'સંત' सान्तरात् स्वकृतादन्तराद, यद्वा यावत्कालं तेन गणो धारितः तावत्कालिकमन्तरमधिकृत्य પ્રાપ્ત છે વા રિહારે વા . જેટલા કાલ પર્યત તેણે આજ્ઞા વિના ગણને ધારણ કર્યો હોય, તેટલા કાલના અંતરની અપેક્ષાએ તેને યથાયોગ્ય (પાંચ દિવસ આદિ) દીક્ષાછેદ અથવા માસિક પરિહાર તારૂપ પ્રાયશ્ચિત્ત આવે છે અથવા વાદેશકાલ અનુસાર અન્ય પ્રાયશ્ચિત્ત આવે છે, તે પ્રમાણે સમજવું. ગણધારક સિવાયના અન્ય સાધુઓને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. સૂત્રમાં સાધુને માટે આ વિધાન છે, તે જ રીતે સાધ્વીને માટે પણ સંપૂર્ણ વિધાન સમજી લેવું જોઈએ. તેઓએ વિચરણ કરવા માટે સ્થવિર ભગવંત અથવા પ્રવર્તિનીની આજ્ઞા લેવી જોઈએ. ઉપાધ્યાય પદની યોગ્યતા:| ३ तिवासपरियाए समणे णिणंथे- आयारकुसले संजमकुसले पवयणकुसले पण्णत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खायायारे अभिण्णायारे Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ | શ્રીવ્યવહાર સત્ર असबलायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहण्णेणं आयारप्पकप्पधरे कप्पइ, उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ :- ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા, આચારકુશળ, સંયમ કુશળ, પ્રવચનકુશળ, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહ કરવામાં કુશળ, અક્ષત આચારવાન, અભિન્ન આચારવાન, અશબલ આચારવાન, અસંકિલષ્ટ આચારવાન હોય, બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ, ઓછામાં ઓછા આચાર-પ્રકલ્પ ધારણ કરનાર શ્રમણ-નિગ્રંથને ઉપાધ્યાયપદ આપવું કહ્યું છે. । ४ स च्चेव णं से तिवासपरियाए समणे णिण्णंथे णो आयारकुसले णो संजमकुसले णो पवयण कुसले णो पण्णत्तिकुसले णो संगहकुसले णो उवग्गहकुसले खयायारे, भिण्णायारे सबलायारे संकिलिट्ठयारे अप्पसुए अप्पागमे णो कप्पइ उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ :- ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ, જો આચારકુશળ, સંયમકુશળ, પ્રવચન કુશળ, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહ કુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ અને સંકિલષ્ટ આચારવાળા હોય, અલ્પશ્રુત તેમજ અલ્પ આગમના જાણકાર હોય, તો તેને ઉપાધ્યાય પદ આપવું કલ્પતું નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ઉપાધ્યાય પદની યોગ્યતા-અયોગ્યતાનું કથન છે. એક ગચ્છમાં અનેક સાધુ-સાધ્વી હોય છે. ગચ્છના સર્વ સાધુ-સાધ્વીઓના જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ તથા તેમનો સર્વાગી વિકાસ થાય, તે માટે ગચ્છમાં સુયોગ્ય સંચાલકોની જરૂર હોય છે. આ જરૂરિયાતની પૂર્તિ માટે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક આદિ પદની નિયુક્તિ કરવામાં આવે છે. તે તે પદની નિયુક્તિ માટે સાધુઓની યોગ્યતા હોવી જરૂરી છે. સુપાત્ર સાધુને પ્રાપ્ત થયેલું પદ જ સફળ બને છે. પ્રસ્તુત સુત્રમાં ઉપાધ્યાય પદની યોગ્યતા માટેના ગુણોનું કથન છે. તેમાં દીક્ષા પર્યાય, શ્રુતજ્ઞાન તેમજ આચારશુદ્ધિ તથા વ્યવહાર શુદ્ધિ મુખ્ય છે. (૧) દીક્ષા પર્યાય - દીક્ષા પર્યાયની વૃદ્ધિ સાથે સાધુમાં સંયમી જીવનનો અનુભવ, ક્ષમતા, પ્રભાવશીલતાનો વિકાસ થાય છે, ઉપાધ્યાયનું મુખ્ય કાર્ય ગચ્છના સાધુઓને અધ્યયન-અધ્યાપન કરાવીને જ્ઞાનનો વિસ્તાર કરવાનું છે. ઉપાધ્યાય પદ માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો દીક્ષા પર્યાય જરૂરી છે. (૨) શ્રુતજ્ઞાન :- સવારપૂરે ઓછામાં ઓછું આચાર-પ્રકલ્પને ધારણ કરનાર હોય, તેને જ ઉપાધ્યાયનું પદ પ્રદાન કરાય છે. “આચારપ્રકલ્પ” શબ્દપ્રયોગ આગમમાં અનેક સ્થાને ભિન્ન ભિન્ન અર્થમાં પ્રયુક્ત થયો છે. શ્રી સમવાયાંગ સૂત્રના અઠ્ઠાવીસમાં સમવાયમાં ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પનું કથન છે. આ વારી નિશીથTSધ્યયનpટાર્થધ: | આચારાંગ સૂત્રના ૨૫ અધ્યયન અને નિશીથ સૂત્રના ત્રણ અધ્યયનોનો સમાવેશ આચાર પ્રકલ્પમાં થાય છે. “આચારકલ્પશબ્દના વૈકલ્પિક અર્થ આ પ્રમાણે છે– (૧) આચાર અને પ્રાયશ્ચિત્તોનું વિધાન કરનાર સૂત્ર અર્થાત્ નિશીથ અધ્યયનયુક્ત આચારાંગ સૂત્ર. (૨) આચાર વિધાનોના પ્રાયશ્ચિત્તનું પ્રરૂપક સૂત્ર અર્થાત્ નિશીથ સૂત્ર. (૩) આચાર વિધાનો પછી તત્સંબંધી પ્રાયશ્ચિત્તોનું કથન કરતાં અધ્યયન, તે Page #341 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ [૨૯] આચાર પ્રકલ્પ. (૪) આચારાંગથી પૃથક કરેલા ખંડ અથવા વિભાગ રૂપે સૂત્ર અથવા અધ્યયન, તે આચારપ્રકલ્પ અર્થાત્ નિશીથ સૂત્ર. આ રીતે વિવિધ વ્યાખ્યાઓ દ્વારા સ્પષ્ટ થાય છે કે “આચાર પ્રકલ્પ' શબ્દપ્રયોગ આચારાંગ સૂત્ર અને નિશીથસૂત્રનો બોધક છે. આચારાંગ સુત્ર અને નિશીથ સૂત્રના જ્ઞાતા હોય, તે આચાર પ્રકલ્પધર છે. આચારાંગ સૂત્રમાં આચાર સંબંધી વિધાન છે અને નિશીથ સૂત્રમાં તે આચાર મર્યાદાના ઉલ્લંઘનના પ્રાયશ્ચિત્તનું કથન છે. ઉપાધ્યાય આચાર-પ્રકલ્પના સૂત્ર, અર્થ અને તદુભયના જ્ઞાતા હોય અને ઉત્કૃષ્ટ દ્વાદશાંગીના જ્ઞાતા હોય છે. વ્યવહાર સૂત્રના દશમા ઉદ્દેશકના વિધાન અને નિશીથ સૂત્રના ૧૯મા ઉદ્દેશકના પ્રાયશ્ચિત્ત વિધાનથી ફલિત થાય છે કે ઉપાધ્યાય પદ માટે શ્રી આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર તથા નિશીથ સૂત્ર, આ પાંચ સૂત્રોનું સૂત્ર અને અર્થ રૂપે ધારણ કરવા અનિવાર્ય છે. છેદોપસ્થાપનીય ચારિત્રના આરોપણ પૂર્વે જ આવશ્યક સૂત્રનું જ્ઞાન જરૂરી છે અને અધ્યયન ક્રમ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્રની વાચના પૂર્વે જ દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રનું જ્ઞાન જરૂરી છે. આ રીતે જ આચાર પ્રકલ્પધર હોય છે તે ઉપરોક્ત પાંચ સૂત્રોના જ્ઞાતા હોય જ છે અને તે સાધુ ઉપાધ્યાય પદને પામી શકે છે. કોઈપણ પદની પ્રાપ્તિ માટે આચાર શુદ્ધિ તથા વ્યવહાર શુદ્ધિ જરૂરી છે, તેથી સૂત્રકારે અન્ય અનેક ગુણોનું કથન કર્યું છે, યથા(૧) આચાર કશળ જ્ઞાનાચાર આદિ પંચાચાર પાલનની સર્વ વિધિઓમાં પારંગત, ગચ્છના સર્વ સાધુઓમાં વિનય, વ્યવહાર, સેવા આદિ સર્વ વ્યવસ્થાઓમાં કુશળ હોય, તે આચાર કુશળ છે. (૨) સંયમ કુશળ :- સત્તર પ્રકારના શુદ્ધ સંયમ પાલન કરવામાં અને કરાવવામાં નિપુણ તથા ઇન્દ્રિય વિજયી હોય, તે સંયમ કુશળ છે. (૩) પ્રવચન કશળ - જિનાગમના રહસ્યોના જ્ઞાતા, જેની વાણી બીજાને સબોધ પમાડવામાં તથા જિનધર્મની પ્રભાવના કરવામાં સક્ષમ હોય અર્થાત્ સફળ ઉપદેષ્ટા હોય, તે પ્રવચન કુશળ છે. (૪) પ્રશસ્તિ કશળ - સ્વ સિદ્ધાંતો તથા લૌકિક શાસ્ત્રો, વેદ-વેદાંગ આદિના જ્ઞાતા તથા કુદર્શનનો ત્યાગ કરીને સ્વ સિદ્ધાંતની પુષ્ટિ કરવામાં સક્ષમ હોય, તે પ્રજ્ઞપ્તિ કુશળ છે. (૫) સંગ્રહ કુશળ :- દ્રવ્યથી ઉપધિ અને શિષ્યાદિ તથા ભાવથી શ્રત અને આત્મ ગુણોનો સંગ્રહ કરવામાં કુશળ હોય, ક્ષેત્ર અને કાળ અનુસાર વિવેકપૂર્વક ગ્લાન, વૃદ્ધ, તપસ્વી આદિ સાધુઓની સેવાનું લક્ષ રાખનાર, આચાર્યાદિની અસ્વસ્થતાના સમયે વાચના આપવામાં સક્ષમ, સમાચારીનો ભંગ કરનાર સાધુ પર યથાયોગ્ય અનુશાસન કરનાર, ગચ્છના અંતરંગ કાર્યોને જવાબદારીપૂર્વક પૂર્ણ કરનાર, ગચ્છના સર્વ સાધુઓની આહાર, ઉપધિ આદિ આવશ્યકતાની પૂર્તિ કરનાર હોય, સંક્ષેપમાં સહવર્તી સાધુઓના સંયમ પાલનમાં સર્વાશે સહયોગી ગુણસંપન્ન હોય, તે સંગ્રહ કુશળ છે. () ઉપગ્રહ કુશળ :- બાલ, વૃદ્ધ, તપસ્વી, ગ્લાન તેમજ સાધુ-સાધ્વીઓને શય્યા, આસન, ઉપધિ, આહાર, ઔષધ આદિની ઉપલબ્ધિ(પ્રાપ્તિ) કરાવવામાં, ગચ્છની તથા સંઘની સર્વ પ્રકારે સાર-સંભાળ રાખવામાં નિપુણ હોય, તે ઉપગ્રહકુશળ છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રીવ્યવહાર સૂત્ર (૭) અક્ષત આચારવાન :– આધાકર્મ આદિ દોષોથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરનાર તથા પરિપૂર્ણ અને નિર્દોષ આચારનું પાલન કરનારા સાધુ અક્ષત આચારવાન કહેવાય છે. (૮) અભિન્ના આચારવાન ઃ– કોઈ પણ અતિચારનું સેવન કર્યા વિના પરિપૂર્ણ આચારનું પાલન કરનારા હોય તે. (૯) અશબલ આચારવાન ઃ– એકવીસ પ્રકારના શબલ દોષોથી રહિત, વિનય, વ્યવહાર, ભાષા, ગોચર આદિ વ્યવહારમાં દોષ સેવન કરીને ચારિત્રને શબલ–કાબરચીતરું ન બનાવે તે. (૧૦) અસંક્લિષ્ટ આચારવાન ઃ– ક્રોધાદિ કષાયજન્ય સંક્લેશનો તથા ઇહલોક અને પરલોકના સુખની આકાંક્ષાજન્ય સંક્લેશનો ત્યાગ કરનાર હોય તે. (૧૧) બહુશ્રુત બહુ આગમજ્ઞ :- અનેક સૂત્રો તથા તેના અર્થોના જાણકાર બહુશ્રુત અથવા બહુઆગમના જ્ઞાતા કહેવાય છે. આ શબ્દોના અનેક અર્થ છે, જેમ કે– (૧) ગંભીરતા, વિચક્ષણતા, અને બુદ્ધિમત્તા આદિ ગુણોથી યુક્ત (૨) જિનમતની ચર્ચા–વાર્તામાં નિપુણ અથવા મુખ્ય સિદ્ધાંતોના જાણકાર (૩) અનેક સૂત્રોના અભ્યાસી (૪) છેદસૂત્રોમાં પારંગત (૫) આચાર તથા પ્રાયશ્ચિત્ત વિધાનોમાં કુશળ બહુશ્રુત અને બહુ આગમજ્ઞ છે. બહુશ્રુતના ત્રણ પ્રકાર છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. (૧) જઘન્ય બહુશ્રુત :- આચારાંગ સૂત્ર તથા નિશીથસૂત્રને અર્થસહિત કંઠસ્થ કરનારા. (૨) મધ્યમ બહુશ્રુત :– આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર અને ચાર છેદસૂત્રોને અર્થસહિત કંઠસ્થ કરનાર. (૩) ઉત્કૃષ્ટ બહુશ્રુત :– દષ્ટિવાદને ધારણ કરનારા અર્થાત્ નવપૂર્વથી ચૌદ પૂર્વના ધારક સાધુને ઉત્કૃષ્ટ બહુશ્રુત કહ્યા છે. ઉપરોક્ત ગુણોથી સંપન્ન હોય, તેને ઉપાધ્યાયની પદવી પ્રદાન કરાય છે. ત્રણ વર્ષની દીક્ષા પર્યાય હોવા છતાં ઉપરોક્ત ગુણસંપન્ન ન હોય, તેવા સાધુને ઉપાધ્યાયની પદવી પ્રદાન થતી નથી. આચાર્ય પદની યોગ્યતા : ५ पंचवासपरियाए समणे णिग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पण्णत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे अभिणायारे, असबलायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहण्णेणं दसा-कप्प-ववहारधरे कप्पर, आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ :- પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા, આચારકુશળ, સંયમકુશળ, પ્રવચનકુશળ, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહકુશળ તથા અક્ષત ચારિત્રવાન, અભિન્ન ચારિત્રવાન, અશબલ ચારિત્રવાન અસંકલિષ્ટ આચારવાન, બહુશ્રુત, બહુઆગમના જાણકાર, ઓછામાં ઓછા દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, તેમજ વ્યવહારસૂત્રને ધારણ કરનારા શ્રમણ નિગ્રંથને આચાર્ય, ઉપાધ્યાય પદ આપવું કલ્પે છે. ६ | स च्चेव णं से पंचवासपरियाए समणे णिग्गंथे णो आयारकुसले णो संजमकुसले णो पवयणकुसले णो पण्णत्तिकुसले णो संगहकुसले णो उवग्गहकुसले, खयायारे भिण्णायारे सबलायारे संकिलिट्ठायारे अप्पसुए अप्पागमे णो कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । Page #343 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ [ ૨૭૧ ] ભાવાર્થ :- જ પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ જો આચાર કુશળ, સંયમ કુશળ, પ્રવચન કુશળ, પ્રજ્ઞપ્તિ કુશળ, સંગ્રહ કુશળ અને ઉપગ્રહકુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ અને સંક્લિષ્ટ આચારવાળા હોય, અલ્પકૃત, અને અલ્પ આગમના જાણકાર હોય, તો તેને આચાર્ય અથવા ઉપાધ્યાય પદ આપવું કલ્પતું નથી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય પદની યોગ્યતા-અયોગ્યતાનું કથન છે. આચાર્ય પર ગચ્છની સર્વ વ્યવસ્થાઓની જવાબદારી રહે છે. તીર્થકરો કે ગણધરોની અનુપસ્થિતિમાં આચાર્ય જ શાસન પરંપરાના વાહક તથા સંચાલક છે. તેને આગમોના પરમાર્થની વાચના આપવાની હોય છે, તેથી ઉપાધ્યાયની અપેક્ષાએ અધિક અનુભવ અને ક્ષમતાની દષ્ટિએ તેના માટે ઓછામાં ઓછી પાંચ વર્ષનો દીક્ષા પર્યાય હોવો જરૂરી છે. શ્રુતજ્ઞાન :- સાવર્ણવવર રે- દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર તથા વ્યવહાર સૂત્ર, આ ત્રણ સૂત્રનું જ્ઞાન આચાર્ય પદ પ્રાપ્તિ માટે જરૂરી છે. - આચાર્ય ચતુર્વિધ સંઘના નાયક છે, તેથી પ્રાયશ્ચિત્ત વિષયક છેદ સૂત્રોનું જ્ઞાન આચાર્ય પદ પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. અધ્યયન ક્રમ અનુસાર જે સાધુને છેદ સૂત્રોનું જ્ઞાન હોય, તેને (૧) શ્રી આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્રનું જ્ઞાન હોય જ છે, ઉપરોક્ત છ સૂત્ર તથા ત્રણ છેદ સૂત્ર, કુલ નવ સૂત્રોનું જ્ઞાન આચાર્ય પદ પ્રાપ્તિ માટે જરૂરી છે. સંક્ષેપમાં આચારકુશળ આદિ પૂર્વોક્ત દશ ગુણ સંપન્ન, બહુશ્રુત અને બહુ આગમજ્ઞ, ઓછામાં ઓછા પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા અને ત્રણ છેદ સૂત્રોના જ્ઞાતા સાધુ આચાર્ય પદ પામી શકે છે. સૂત્રકારે પ્રસ્તુત પ્રસંગમાં આચાર્ય, ઉપાધ્યાય પદ માટે જઘન્ય દીક્ષા પર્યાય અને જઘન્ય શ્રુતજ્ઞાનનું કથન કર્યું છે. તેનાથી અધિક દીક્ષા પર્યાય કે અધિક શ્રુતજ્ઞાન સંપન્ન સાધુ તે તે પદ પામી શકે છે, તેમ સમજવું જોઈએ. પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધુ જો ઉપરોક્ત ગુણસંપન્ન ન હોય, તો તે આચાર્ય પદ પામી શકતા નથી. જે સાધુમાં આચાર્ય પદની યોગ્યતા હોય, તે આચાર્ય પદ તો પામી જ શકે છે પરંતુ તેનાથી નીચેનું ઉપાધ્યાય પદ પણ પામી શકે છે. ગણાવચ્છેદક પદની યોગ્યતા: ७ अट्ठवासपरियाए समणे णिग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पण्णत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे अभिण्णायारे असबलायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहण्णेणं ठाण-समवाय-घरे कप्पइ आयरियत्ताए उवज्झायत्ताए गणावच्छेइयत्ताए उद्दिसित्तए । ભાવાર્થ :- આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા, આચારકુશળ, સંયમકુશળ, પ્રવચનકુશળ, પ્રજ્ઞપ્તિ કુશળ, સંગ્રહકુશળ, ઉપગ્રહકુશળ, અક્ષત ચારિત્ર્યવાન, અભિન્ન ચારિત્ર્યવાન, અશબલ ચારિત્ર્યવાન, અસંકિલષ્ટ આચારવાન, બહુશ્રુત, બહુ આગમના જાણકાર ઓછામાં ઓછા સ્થાનાંગ-સમવાયાંગ સૂત્રને ધારણ કરનારા Page #344 -------------------------------------------------------------------------- ________________ | ૨૭૨ | શ્રીવ્યવહાર સત્ર શ્રમણ નિગ્રંથને આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદક પદ આપવું કલ્પ છે. ८ स च्चेव णं से अट्ठावासपरियाए समणे णिग्गंथे णो आयारकुसले णो संजमकुसले णो पवयणकुसले णो पण्णत्तिकुसले णो संगहकुसले णो उवग्गहकुसले खयायारे भिण्णायारे सबलायारे संकिलिट्ठायारे अप्पसुए अप्पागमे णो कप्पइ आयरियत्ताए उवज्झायत्ताए गणावच्छेइयत्ताए उद्दिसित्तए । ભાવાર્થ - તે જ આઠવર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ, જો આચાર કુશળ, સંયમ કુશળ, પ્રવચન કુશળ, પ્રજ્ઞપ્તિ કુશળ, સંગ્રહ કુશળ અને ઉપગ્રહમાં કુશળ ન હોય, ક્ષત, ભિન્ન, શબલ અને સંકિલષ્ટ, આચારવાન હોય, અલ્પકૃત અને અલ્પ આગમના જાણકાર હોય, તો તેને આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક પદ આપવું કલ્પતું નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ગણાવચ્છેદક પદની યોગ્યતા સંબંધી ઉત્સર્ગ વિધિનું કથન છે. ગણાવચ્છેદક ગણસબંધી અનેક કર્તવ્યોને પૂર્ણ કરી આચાર્યને તેની ચિંતાથી મુક્ત રાખે છે અર્થાત્ ગચ્છના સાધુઓની સેવા, વિચરણ તથા પ્રાયશ્ચિત્ત આદિની વ્યવસ્થાઓનું ઉત્તરદાયિત્વ ગણાવચ્છેદકનું હોય છે. જો કે અનુશાસનનું પૂર્ણ ઉત્તરદાયિત્વ આચાર્યનું હોય છે તો પણ વ્યવસ્થા તથા કાર્ય સંચાલનનું ઉતરદાયિત્વ ગણાવચ્છેદકનું વિશેષ હોવાથી તેની દીક્ષા પર્યાય ઓછામાં ઓછી આઠ વર્ષની હોવી જરૂરી છે. ગણાવચ્છેદક પદ માટે ઓછામાં ઓછા ઠાણાંગસૂત્ર અને સમવાયાંગસૂત્રને કંઠસ્થ કરવા જરૂરી છે. ગણાવચ્છેદ પૂર્વોક્ત(આચાર્ય પદ પ્રાપ્તિ માટે જરૂરી) નવ સૂત્ર ઉપરાંત ઠાણાંગ-સમવાયાંગના ધારક હોય છે, યથા- (૧) શ્રી આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્ર (૭) દશાશ્રુત સ્કંધ સૂત્ર (૮) બૃહત્કલ્પ સૂત્ર (૯) વ્યવહાર સૂત્ર (૧૦) ઠાણાંગ સૂત્ર તથા (૧૧) સમવાયાંગ સૂત્ર, આ અગિયાર સૂત્રોને ધારણ કર્યા હોય, તે ઉપરાંત આચારકુશળ આદિ દશગુણ સંપન્ન, બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુ ગણાવચ્છેદક પદને પામી શકે છે. ગણાવચ્છેદક પદથી આચાર્ય કે ઉપાધ્યાય પદનું વિશેષ મહત્ત્વ છે, તો પણ કાર્યની અપેક્ષાએ તેમજ ગણની વ્યવસ્થાની અપેક્ષાએ ગણાવચ્છેદકનું કાર્યક્ષેત્ર વિશાળ છે. અહીં સૂત્રમાં ગણાવચ્છેદનની સાથે સાથે અન્ય પદવીઓનો પણ સંગ્રહ કોઈ કોઈ પ્રતોમાં પ્રાપ્ત થાય છે. જેની કુલ સંખ્યા કોઈ પ્રતોમાં છ અથવા સાત પણ મળે છે. ભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથોમાં કહ્યું છે કે પ્રત્યેક વિશાળ ગચ્છમાં પાંચ પદવીધરોનું હોવું આવશ્યક છે. અન્યથા તે ગચ્છ સાધુઓને સમાધિમાં રહેવા માટે અયોગ્ય, અવ્યવસ્થિત અને ત્યાજ્ય છે. તે પાંચ પદવીઓ આ પ્રમાણે છે– (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) પ્રવર્તક (૪) સ્થવિર (૫) ગણાવચ્છેદક. તેમાંથી પ્રવર્તક સિવાય ચાર પદવીધરોનું કર્તવ્ય, અધિકાર, આદિનું કથન અનેક આગમોમાં છે. જેમ કે (૧) આચાર્ય અને ઉપાધ્યાયના નેતૃત્વ વિના બાળ, તરુણ સંતોને રહેવાનો નિષેધ છે. (૨) કેટલાક જરૂરી કામ સ્થવિરને પૂછીને જ કરવાનું વિધાન છે. (૩) પ્રાયશ્ચિત્ત આપવું અથવા ગચ્છથી અલગ કરવા આદિ કાર્ય ગણાવચ્છેદકના નિર્દેશ અનુસાર કરવાનું કથન છે. ભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથોમાં પ્રવર્તકનું કાર્ય સહવર્તી સાધુઓને સમાચારીમાં પ્રવૃત્ત કરાવવાનું કહ્યું છે. આ પાંચ પદવી સિવાય સૂત્રોમાં ગણ અને Page #345 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ | ૨૭૩ | ગણધરપદના પાઠ પણ મળે છે. આ રીતે પદવીધરો દ્વારા ગચ્છના સર્વ સાધુઓ પોત-પોતાની સાધના નિર્વિને, સુવ્યવસ્થિતપણે કરી શકે છે. આચાર્યાદિ પદવીની નિયુક્તિ માટેના માપદંડ :પદવીધર | દીક્ષાપર્યાય આગમ શાન ગુણસંપત્તિ ઉપાધ્યાય ત્રણ વર્ષ ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, (૧) આચાર કુશળ (૨) સંયમ કુશળ ૩. ઉત્તરાધ્યયન, ૪. આચારાંગ, (૩) પ્રવચન કુશળ (૪) પ્રજ્ઞપ્તિ કુશળ ૫.નિશીથ, આ પાંચ આગમ ધર (૫) સંગ્રહ કુશળ (૬) ઉપગ્રહ કુશળ આચાર્ય | પાંચ વર્ષ પૂર્વવત્ પાંચ તથા ૬. સૂયગડાંગ, (૭) અક્ષત આચારવાન (૮) અભિન્ન ૭. દશાશ્રુતસ્કંધ, ૮. બૃહત્કલ્પ, આચારવાન (૯) અશબલ આચારવાન ૯.વ્યવહાર. આ નવ આગમ ઘર (૧૦) અસંક્લિષ્ટ આચારવાન ગણાવચ્છેદક | આઠ વર્ષ | પૂર્વવત્ નવ તથા ૧૦, ઠાણાંગ, આ દશ ગુણ સંપન્ન તથા ૧૧.સમવાયાંગ. આ અગિયાર આગમધર અલ્પદીક્ષા પર્યાયવાળાને પદ પ્રદાનઃ| ९ णिरुद्धपरियाए समणे णिग्गंथे कप्पइ तद्दिवसं आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । से किमाहु भंते । अस्थि णं थेराणं तहारूवाणि कुलाणि कडाणि पत्तियाणि थेज्जाणि वेसासियाणि सम्मयाणि सम्मुइकराणि अणुमयाणि बहुमयाणि મવતિ | तेहिं कडेहिं तेहिं पत्तिएहिं तेहिं थेज्जेहिं तेहिं वेसासिएहिं तेहिं सम्मएहिं तेहिं सम्मुइकरेहिं तेहिं अणुमएहिं तेहिं बहुमएहिं । ज से णिरूद्धपरियाए समणे णिग्गंथे कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए तद्दिवसं । ભાવાર્થ:- નિરુધ્ધ પર્યાયવાળા અર્થાત અલ્પ પર્યાયવાળા શ્રમણ, નિગ્રંથ જે દિવસે દીક્ષિત થાય તે જ દિવસે તેને આચાર્ય કે ઉપાધ્યાયનું પદ આપવું કહ્યું છે. પ્રશ્ન- હે ભગવન ! તેનું શું કારણ છે? ઉત્તર- સ્થવિરો દ્વારા તથા રુપથી ભાવિત, પ્રીતિયુક્ત, ગચ્છના કાર્ય સંપાદનમાં પ્રમાણભૂત, વિશ્વસ્ત, સમ્મત, પ્રમુદિત, અનુમત અને બહુમત અનેક કુળ હોય છે. તે ભાવિત, પ્રીતિયુક્ત, સ્થિર, વિશ્વસ્ત, સમ્મત, પ્રમુદિત, અનુમત અને બહુમત કુળમાંથી દીક્ષિત થયેલા, અલ્પ દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથને તે જ દિવસે આચાર્ય અથવા ઉપાધ્યાય પદ આપવું કહ્યું છે. १० णिरूद्धवासपरियाए समणे णिग्गंथे कप्पइ आयरिय उवज्झायत्ताए, उद्दिसित्तए, समुच्छेयकप्पंसि । तस्स णं आयार-पकप्पस्स देसे अवट्ठिए, से य अहिज्जिस्सामि त्ति अहिज्जेज्जा, एवं से कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए। से य अहिज्जिस्सामि त्ति णो अहिज्जेज्जा, एवं से णो कप्पई आयरियउवज्झायत्ताए उद्दिसित्तए । Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] શ્રીવ્યવહાર સૂત્ર . દીક્ષાપર્યાય તથા વિધિનું કથન છે.) કી છે. આ ભાવાર્થ :- આચાર્ય અથવા ઉપાધ્યાયનો કાળધર્મ થાય તો, અલ્પ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને આચાર્ય અથવા ઉપાધ્યાયનું પદ આપવું કહ્યું છે. તેના આચાર પ્રકલ્પના કંઈક અંશ અધ્યયન કરવાના બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ કરીને પૂર્ણ કરી લે તો તેને આચાર્ય અથવા ઉપાધ્યાયનું પદ આપવું કહ્યું છે, પરંતુ જો તે શેષ અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ કરીને પણ તેને પૂર્ણ ન કરે તો તેને આચાર્ય ઉપાધ્યાયનું પદ આપવું કલ્પતું નથી. વિવેચનઃ પ્રસ્તુત બે સુત્રોમાં આચાર્ય આદિ પદ માટે દીક્ષાપર્યાય તથા શ્રતઅધ્યયન સંબંધી અપવાદ વિધિનું કથન છે. (પૂર્વના છ સુત્રોમાં આચાર્ય આદિ પદની યોગ્યતા સંબંધી ઉત્સર્ગવિધિનું કથન છે.) સામાન્ય રીતે ઉપાધ્યાય અને આચાર્ય પદ માટે ક્રમશઃ ત્રણ વર્ષ તેમજ પાંચ વર્ષનો દીક્ષાપર્યાય હોવો જરૂરી છે. આ સૂત્રોમાં તે જ દિવસના દીક્ષિત સાધુને અથવા અલ્પ દીક્ષાપર્યાયવાળાને અથવા આવશ્યકશ્રુતનું અધ્યયન અપૂર્ણ હોય તેવા સાધુને પરિસ્થિતિવશ આચાર્ય, ઉપાધ્યાયપદ આપવાનું અપવાદ માર્ગે વિધાન કર્યું છે. કેટલાક આચાર્યો પ્રસ્તુત સૂત્રગત નિરુદ્ધ પરિયાણ અને રુદ્ધ વાપરવા શબ્દોનો અર્થ પૂર્વ દીક્ષાનો નિરોધ અથવા છેદન કરે છે. તેઓના મતે એકવાર દીક્ષાને છોડીને ફરી દીક્ષા ગ્રહણ કરે તો તેના પ્રથમાદિ દિવસે આચાર્ય, ઉપાધ્યાય પદ આપવું કલ્પે છે, પરંતુ આગમમાં પિસ્તાવું- અલ્પાયુ, f મવાવરે અલ્પ સંસાર ભ્રમણ આદિમાં અલ્પ અર્થમાં બિરુદ્ધ શબ્દનો પ્રયોગ જોવા મળે છે, તેથી અહીં વિરુદ્ધ પરિવાર અને ગિરફ વાસરિયા શબ્દોનો અલ્પ દીક્ષા પર્યાય, અલ્પ સંયમ પર્યાયવાળા અર્થનો સ્વીકાર કર્યો છે. કોઈ સાધુ આચાર્ય કે ઉપાધ્યાયના પદને યોગ્ય ગુણોથી સંપન્ન હોય, ત્યારે આપવાદિક પરિસ્થિતિમાં દીક્ષા પર્યાયની કે શ્રતધારણાની અપૂર્ણતાને ગૌણ કરીને તે જ દિવસના દીક્ષિત સાધુને કે ત્રણ કે પાંચ વર્ષથી ઓછા દીક્ષા પર્યાયવાળા સાધુને તથા અપૂર્ણ શ્રતધારક સાધુને ઉપાધ્યાય કે આચાર્યનું પદ આપી શકાય છે. ભાષ્યકારે બે પ્રકારની પરિસ્થિતિને લક્ષમાં રાખીને સૂત્રની વ્યાખ્યા કરી છે. (૧) ગણમાં રહેલા સાધુઓમાં સર્વાનુમતે અનુશાસન કે વ્યવસ્થા સંભાળવા યોગ્ય કોઈ ન હોય, તે સમયે કોઈ યોગ્ય ભાવિત કુળના પ્રતિભાસંપન્ન તે જ દિવસના દીક્ષિત સાધુને પદ પ્રદાન કરી શકાય છે. (૨) ગણમાં દીર્ઘ દીક્ષાપર્યાયી તેમજ શ્રુતસંપન્ન સાધુઓમાં કોઈ સાધુ આચાર્ય કે ઉપાધ્યાય પદને યોગ્ય ન હોય પરંતુ અલ્પપર્યાયી તેમજ અપૂર્ણ-શ્રુતવાળા સાધુ તે પદને યોગ્ય હોય તો તે સાધુને પદ પર નિયુક્ત કરી શકાય છે. આપવાદિક પરિસ્થિતિમાં પણ સૂત્રકારે બે પ્રકારની યોગ્યતાનું સૂચન કર્યું છે. (૧) પારિવારિક ધર્મનિષ્ઠા - નવદીક્ષિત સાધુ ધર્મથી ભાવિત થયેલા, સર્વને માટે વિશ્વસનીય, સંસ્કાર સંપન્ન કુળમાંથી આવ્યા હોય, તો કુળ પરંપરાગત સંસ્કારના કારણે અન્ય સાધુઓ તેની યોગ્યતામાં વિશ્વાસ રાખીને પરિસ્થિતિ પ્રમાણે તે સાધુને આચાર્ય કે ઉપાધ્યાયનું પદ પ્રદાન કરે છે. સૂત્રકારે પારિવારિક ધર્મનિષ્ઠાને સૂચિત કરવા તે કુળ માટે અનેક વિશેષણોનો પ્રયોગ કર્યો છે. (૧) વડળ- તથારૂપના કુશળ સ્થવિરો દ્વારા ધર્મભાવનાથી ભાવિત કરાયેલું કુળ (૨) પરિવાપ્રીતિકર અને વિનયસંપન્ન. (૩) ગણિ- પ્રીતિકર હોવાથી ગચ્છના કાર્યસંપાદનમાં પ્રમાણભૂત. (૪) વેસિયાજિ- ગચ્છના સમસ્ત સાધુઓના વિશ્વાસયોગ્ય, સરળ સ્વભાવી. (૫) સમ્માજિ Page #347 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ ૨૭૫ | સંઘના અનેક કાર્યોમાં ઇષ્ટ, સંમત. (૬) સમુદા - ગચ્છમાં ઉત્પન્ન થયેલા કલેશને શાંત કરીને ગચ્છને પ્રસન્ન રાખનાર. (૭) અનુમયાણ-વહુમાન - ગચ્છમાં રહેલા બાળ, ગ્લાન, વૃદ્ધ આદિ સર્વ સાધુઓને માન્ય, બહુમાન્ય આદેયવચની. (૮) હિ વરહ ગાવ હવન- તેવા ભાવિત, સર્વને માન્ય પરિવારના સદસ્યોમાંથી કોઈદીક્ષા લેનાર સાધુ હોય તો તેને પૂર આયરિ-સવાયના વિસિરિણ તવિસં- તે જ દિવસે એટલે દીક્ષાના દિવસે જ દીક્ષા આપીને આચાર્ય–ઉપાધ્યાયપદ આપી શકાય છે. (૨) શ્રતની પર્ણતાનો સંકલ્પ - પદ પ્રદાન સમયે સાધમાં યથાયોગ્ય શ્રતની અપર્ણતા હોય. પરંત તે સમયે તે સાધુ પદ ગ્રહણ કરતા પહેલા અથવા પછી શીધ્ર શેષ રહેલા અધ્યયનને પૂર્ણ કરવાનો સંકલ્પ કરે અને તે પ્રમાણે કાર્યરત થાય, તેને જ આચાર્ય આદિ પદે સ્થાપિત કરાય છે. જો તે સાધુ શ્રતની પૂર્ણતાનો સંકલ્પ ન કરે અથવા સંકલ્પ કર્યા પછી પણ તે પ્રમાણે કાર્યરત ન થાય તો તે સાધુને પદ આપી શકાતું નથી. આ રીતે આપવાદિક પરિસ્થિતિમાં પણ સુયોગ્ય સાધુને જ પદ પ્રદાન કરવામાં આવે છે અને તો જ તે પદને વફાદાર રહીને પોતાના કર્તવ્યનું યોગ્ય પાલન કરી શકે છે. આચાર્ય આદિના નેતૃત્વની અનિવાર્યતા - |११ णिग्गंथस्स णं णव-डहर-तरुणस्स आयरिय-उवज्झाए वीसुंभेज्जा, णो से कप्पइ अणायरिय-उवज्झाइए होत्तए । कप्पइ से पुव्वं आयरियं उद्दिसावेत्ता तओ पच्छा उवज्झायं । से किमाहु भंते ? दुसंगहिए समणे णिग्गंथे, तं जहाआयरिएण य, उवज्झाएण य । ભાવાર્થ - નવદીક્ષિત, બાલ અથવા તરુણ સાધુના આચાર્ય અને ઉપાધ્યાયનું જો મૃત્યુ થઈ જાય તો તેને આચાર્ય અને ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. તેને પહેલાં આચાર્યની અને પછી ઉપાધ્યાયની નિશ્રા સ્વીકારીને જ રહેવું જોઈએ. પ્રશ્ન- હે ભગવાન! તેનું શું કારણ છે? ઉત્તર- શ્રમણ-નિગ્રંથ આચાર્ય અને ઉપાધ્યાય, આ બે ના નેતૃત્વમાં જ રહે છે. १२ णिग्गंथीए णं णव-डहर-तरुणीए आयरिय-उवज्झाए पवत्तिणी य वीसुंभेज्जा, णो से कप्पइ अणायरिय-उवज्झाइयाए अपवत्तिणीए य होत्तए । कप्पइ से पुव्वं आयरियं उद्दिसावेत्ता तओ पच्छा उवज्झायं तओ पच्छा पवत्तिणिं। से किमाहु भंते ? तिसंगहिए समणी णिग्गंथी, तं जहा- आयरिएण य, उवज्झाएण य, पवत्तिणीए य । ભાવાર્થ :- નવદીક્ષિત, બાલ અથવા તરુણી સાધ્વીના આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિનીનું જો મૃત્યુ થઈ જાય તો તેને આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું કલ્પતું નથી. તેને પહેલાં આચાર્ય, પછી ઉપાધ્યાય અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને જ રહેવું જોઈએ. પ્રશ્ન- હે ભગવાન! તેનું શું કારણ છે? ઉત્તર– શ્રમણી-સાધ્વી આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની, આ ત્રણના નેતૃત્વમાં જ રહે છે. વિવેચન : - પ્રસ્તુત સુત્રોમાં નવદીક્ષિત, બાલ અને તરુણ સાધુ-સાધ્વીને માટે આચાર્ય કે ઉપાધ્યાયની નિશ્રા વિના રહેવાનો નિષેધ છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૭ શ્રીવ્યવહાર સૂત્ર નવદીક્ષિત, બાલ તથા તરુણ શબ્દની સ્પષ્ટતા ભાષ્યમાં આ પ્રમાણે આપી છે– तिवरिसो होइ णवो, आसोलसगं तु डहरगं बेंति । तरुणो चत्तालीसो, सत्तरि उण मज्झिमो, थेरमो सेसो ॥ ત્રણ વર્ષના દીક્ષાપર્યાય પર્યંત નવદીક્ષિત કહેવાય છે. ચાર વર્ષથી લઈને સોળ વર્ષની ઉંમર સુધી બાલ(કિશોર) અને સોળથી ચાલીસ વર્ષની ઉંમર પર્યંત તરુણ કહેવાય છે. સિત્તેર વર્ષમાં એક ઓછુ અર્થાત્ ઓગણોસિત્તેર (૬૯) વર્ષ પર્યંત મધ્યમ(પ્રૌઢ) કહેવાય છે અને સિત્તેરવર્ષથી વધારે ઉંમરના સ્થવિર કહેવાય છે. આગમમાં સાઠ વર્ષની ઉંમરના સાધુને વય સ્થવિર કહ્યા છે– વ્યવ. ઉ. ૧૦–સૂ. ૧૬. ઘણાંગ ત્ર, સ્થાન—૩. કોઈપણ ગચ્છમાં આચાર્ય અને ઉપાધ્યાય, આ બે પદવીધર હોવા જરૂરી છે કારણ કે આચાર્યના નેતૃત્વથી સાધુની સંયમસમાધિ રહે છે અને ઉપાઘ્યાયના નેતૃત્વથી સાધુઓનું વ્યવસ્થિત અધ્યયન થાય છે. તે ઉપરાંત આચાર્ય કે ઉપાધ્યાયની નિશ્રા વિના ગચ્છના સાધુઓને અનેક આપત્તિની સંભાવના રહે છે. યથા– (૧) ગચ્છગત સાધુઓના અધ્યયન, વિનય, આચાર તથા સંયમસમાધિની અવ્યવસ્થા થાય છે. (ર) સાધુઓમાં સ્વચ્છંદતા તથા આચાર-વિચારની ભિન્નતા થવાથી ક્રમશઃ ગચ્છનું અધઃપતન થાય છે. (૩) સાધુઓમાં પ્રેમ અને સંયમસમાધિ નષ્ટ થાય છે અને કલેશની વૃદ્ધિ થાય છે. (૪) અંતે ગચ્છ પણ છિન્ન-ભિન્ન થતો જાય છે, તેથી પ્રત્યેક ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, આ બંને પદવીધરોની નિયુક્તિ કરવી જરૂરી છે. નવદીક્ષિત, બાલ અથવા તરુણ સાધ્વીને પણ આચાર્ય, ઉપાધ્યાય, અને પ્રવર્તિની, આ ત્રણની નિશ્રા વિના રહેવું કહપતું નથી. જો કોઈ ગચ્છમાં બે, ચાર સાધુ જ હોય અને તેમાં કોઈ નવદીક્ષિત, બાલ કે તરુણ સાધુ ન હોય અર્થાત્ બધા પ્રૌઢ તેમજ સ્થવિર હોય તો તે સાધુઓ આચાર્ય કે ઉપાધ્યાય વિના વિચરણ કરી શકે છે, પરંતુ જો તેમાં નવદીક્ષિત, બાલ કે તરુણ સાધુ હોય તો તેને કોઈ પણ ગચ્છના આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રા સ્વીકારીને જ રહેવું જોઈએ, અન્યથા તેનો વિહાર આગમ વિરુદ્ધ છે. આ રીતે સાધ્વીઓ પણ પાંચ, દશ હોય પરંતુ તેમાં કોઈ આચાર્ય, ઉપાધ્યાય અથવા પ્રવર્તિની ન હોય અને તે સંઘાડામાં નવદીક્ષિત, બાલ કે તરુણ, સાધ્વીઓ હોય તો તેને પણ કોઈ આચાર્ય અને ઉપાધ્યાયની નિશ્રા સ્વીકારવી આવશ્યક છે તથા પોતાના માટે પ્રવર્તિની નિશ્ચિત કરવા પણ જરૂરી છે. અન્યથા તેનો વિહાર પણ આગમવિરુદ્ધ છે. સંક્ષેપમાં આચાર્ય અને ઉપાધ્યાયની નિશ્રામાં જ ગચ્છના સર્વ સાધુઓની સુરક્ષા અને સર્વાંગી વિકાસ થાય છે, તે વિષયને લક્ષમાં રાખીને સર્વ સાધુ સાધ્વીએ આચાર્યાદિની નિશ્રામાં જ વિચરણ કરવું જોઈએ. અબ્રહ્મસેવીને પદ પ્રદાનનો ઉત્સર્ગ-અપવાદ માર્ગ : १३ भिक्खू य गणाओ अवक्कम मेहुणं पडिसेवेज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेतए वा । Page #349 -------------------------------------------------------------------------- ________________ उद्देश - 3 २७७ तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स, उवसंतस्स उवरयस्स पडिविरयस्स, णिव्विगारस्स, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણ છોડી મૈથુનનું પ્રતિસેવન કરે તો તેને ત્રણ વર્ષ પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા તેને ધારણ કરવા કલ્પતા નથી. ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી, ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે સ્થિર પરિણામી, વેદોદયથી ઉપશાંત ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય, તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પે છે. १४ गणावच्छेइए य गणावच्छेइयत्तं अणिक्खिवित्ता मेहुणं पडिसेवेज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । भावार्थ :- કોઈ ગણાવચ્છેદક પોતાના ગણાવચ્છેદકના પદને છોડ્યા વિના મૈથુનનું પ્રતિસેવન કરે તો તે કારણથી તેને જીવન પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. _१५ गणावच्छेइए य गणावच्छेइयत्तं णिक्खिवित्ता मेहुणं पडिसेवेज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स, उवरयस्स पडिविरयस्स, णिव्विगारस्स, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ ગણાવચ્છેદક પોતાના ગણાવચ્છેદકના પદને છોડીને મૈથુનનું પ્રતિસેવન કરે, તો તે કારણથી તેને ત્રણ વર્ષ પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે સ્થિર પરિણામી, વેદોદયથી ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય, તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પે છે. १६ आयरिय-उवज्झाए य आयरिय-उवज्झायत्तं अणिक्खिवित्ता मेहुणं पडिसेवेज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાના આચાર્ય-ઉપાધ્યાય પદને છોડયા વિના મૈથુનનું Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ | શ્રીવ્યવહાર સૂત્ર પ્રતિસેવન કરે તો તેને તે કારણથી જીવન પર્યત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. | १७ आयरिय-उवज्झाए य आयरिय-उवज्झायत्तं णिक्खिवित्ता मेहुणं पडिसेवेज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियसि ठियस्स उवसंतस्स, उवरयस्स पडिविरयस्स णिव्विगारस्स, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાના આચાર્ય-ઉપાધ્યાય પદને છોડીને મૈથુનનું પ્રતિસેવન કરે તો તેને તે કારણથી ત્રણ વર્ષ પર્યત આચાર્ય ભાવતું ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે સ્થિર પરિણામી, વેદોદયથી ઉપશાંત, ઉપરા, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય, તો તેને આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય-ઉપાધ્યાય આદિ પદ પ્રદાન કરવા માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું કથન છે. સાધુ પંચમહાવ્રતનું પૂર્ણપણે પાલન કરે છે, તેમ છતાં સર્વ વ્રતોમાં બ્રહ્મચર્ય મહાવ્રતની પ્રધાનતા છે. શ્રી નિશીથ સૂત્રમાં બ્રહ્મચર્ય મહાવ્રતનું ખંડન કરનાર સાધુને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્તનું વિધાન છે અને પ્રસ્તુત સૂત્રોમાં બ્રહ્મચર્યનું ખંડન કરનાર સાધુને તે પ્રાયશ્ચિત્ત ઉપરાંત આચાર્યાદિ પદ પ્રદાનનો નિષેધ કર્યો છે. સૂત્રકારે તેના ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું કથન કર્યું છે. આચાર્ય, ઉપાધ્યાય અથવા ગણાવચ્છેદક આદિ ગચ્છમાં તેમજ સમાજમાં પ્રતિષ્ઠિત હોય છે, તેઓ બીજા સાધુ-સાધ્વીઓ માટે આદર્શરૂપ હોય છે. પદ પર પ્રતિષ્ઠિત હોવાથી તેના પર જિનશાસનનું વિશેષ ઉત્તરદાયિત્વ હોય છે. આચાર્ય આદિ પદનો સ્વીકાર કરનાર સાધુમાં અન્ય ગુણ સંપન્નતાની સાથે નૈતિક મર્યાદાનું પાલન કરવું પણ જરૂરી હોય છે. આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદકના કથનથી શેષ પ્રવર્તક, પ્રવર્તિની આદિ પદો પણ ઉપલક્ષણથી ગ્રહણ થઈ જાય છે. પદવીધરો માટે મૈથુનસેવન તે અક્ષમ્ય અપરાધ છે, તેથી તેઓ જીવન પર્યત કોઈપણ પદને માટે અયોગ્ય બની જાય છે અને તે પદને ધારણ કરી શકતા નથી. તેને હંમેશાં અન્ય આચાર્ય આદિની નિશ્રામાં રહીને સંયમનું પાલન કરવું પડે છે. કોઈ પદવીધર જાણે કે હું બ્રહ્મચર્યનું પાલન કરવામાં અસમર્થ છું ત્યારે તે પોતાના અસામર્થ્યને પ્રગટ કરીને અથવા સામાન્ય રૂપે પોતાની સંયમપાલનની અક્ષમતા પ્રગટ કરીને પદત્યાગ કરે અને ત્યારપછી મૈથુનસેવન કરે, તો પણ તેને ત્રણ વર્ષ સુધી પદ પ્રદાન કરાતું નથી. તે સમય દરમ્યાન તે વ્રતની Page #351 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૩ ૨૦૯ ખંડનાનું ગુરુપ્રદત્ત પ્રાયશ્ચિત્ત વહન કરે, તેનું વેદમોહનીય કર્મ ઉપશાંત થઈ જાય, તે નિર્વિકાર બની જાય, ત્રણ વર્ષ નિષ્કલંક જીવન વ્યતીત કર્યા પછી ફરી તેની યોગ્યતા પ્રમાણે કોઈપણ પદ આપી શકાય છે. સૂત્રકારે ત્રણ વર્ષની જઘન્ય સમય મર્યાદા કહી છે પરંતુ ગણનાયક તે સાધુના વ્યવહારના આધારે તે મર્યાદા વધારી પણ શકે છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રયુક્ત રદ્દિસિત્ત-ધારેત્તર્ આ બન્ને પદોનો આશય એ છે કે અબ્રહ્મસેવી સાધુને પદ પર નિયુક્ત ન કરવા જોઈએ અને જો જાણકારીના અભાવમાં કોઈ તેને પદ પર નિયુક્ત કરે તો તેણે તે પદ સ્વીકારવું ન જોઈએ. સૂત્રમાં મૈથુનના સંકલ્પોથી નિવૃત્ત સાધુને માટે અનેક વિશેષણોનો પ્રયોગ છે. ટીકાકારે તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે– નિયજ્ઞ સ્થિત, સ્થિર પરિણામી, વસંતક્ષ્ણ ઉપશાંત, મૈથુન પ્રવૃત્તિથી નિવૃત્ત, વરયસ્લ–ઉપરત, મૈથુનના સંકલ્પોથી નિવૃત્ત, પદ્ધિવિયમ્સ-પ્રતિવિરત, મૈથુન સેવનથી સર્વથા વિરક્ત, બિલ્વિસ્ત્ર-નિર્વિકારી, પૂર્ણરૂપે વિકાર રહિત, શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર.(વ્યવહારભાષ્ય ટીકા). સંયમત્યાગીને પદ પ્રદાનનો ઉત્સર્ગ-અપવાદ માર્ગ: १८ भिक्खू य गणाओ अवक्कम्म ओहायइ तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । तिर्हि संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स, उवसंत्तस्स उवरयस्स पडिविरयस्स णिव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણ અને સંયમનો પરિત્યાગ કરીને, વેશ છોડીને, ચાલ્યા જાય ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય, તો તેને તે કારણથી ત્રણ વર્ષ પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે સ્થિર પરિણામી, ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય, તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પ છે. १९ गणावच्छेइए य गणावच्छेइयत्तं अणिक्खिवित्ता ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડયા વિના સંયમનો પરિત્યાગ કરીને, વેશ છોડીને ચાલ્યા જાય અને ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય, તો તેને તે કારણથી જીવન પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. २० गणावच्छेइए य गणावच्छेइयत्तं णिक्खिवित्ता ओहाएज्जा तिणि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રીવ્યવહાર સૂત્ર तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिविरयस्स णिव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा घारेत्तए वा । ૨૦૦ ભાવાર્થ:- કોઈ ગણાવચ્છેદક પોતાનું ગણાવચ્છેદકનું પદ છોડી સંયમનો પરિત્યાગ કરી, વેશ છોડીને ચાલ્યા જાય અને ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય તો તેને તે કારણે ત્રણ વર્ષ પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે, ત્યારે જો તે સ્થિર પરિણામી, ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પે છે. २१ आयरिय-उवज्झाए य आयरिय-उवज्झायत्तं अणिक्खिवित्ता ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा घारेत्तए वा । ભાવાર્થ :- જો કોઈ આચાર્ય અથવા ઉપાધ્યાય પોતાનું આચાર્ય-ઉપાધ્યાયનું પદ છોડયા વિના સંયમનો પરિત્યાગ કરીને, વેશ છોડી ચાલ્યા જાય અને ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય, તો તેને તે કારણથી જીવન પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. २२ आयरिय-उवज्झाए य आयरिय-उवज्झायत्तं णिक्खिवित्ता ओहाएज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिविरयस्स णिव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा घारेत्तए वा । ભાવાર્થ :- કોઈ આચાર્ય અથવા ઉપાધ્યાય પોતાનું પદ છોડીને તથા સંયમનો પરિત્યાગ કરીને, વેશ છોડીને ચાલ્યા જાય અને ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય તો તેને તે કારણથી ત્રણ વર્ષ પર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે સ્થિર પરિણામી, ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય, તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં સામાન્યરૂપે સંયમપાલનમાં અસમર્થ સાધુ આદિ સંયમનો ત્યાગ કરે અને ત્યાર પછી ફરી દીક્ષા સ્વીકારે તો તેને પદવી પ્રદાન કરવાની કાળમર્યાદાનું વિધાન છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ | ૨૮૧ | જે સાધુ પોતાના પદનો ત્યાગ કર્યા વિના જ સાધુવેશ અને સંયમનો ત્યાગ કરે, કેટલોક સમય સંસારમાં રહીને પુનઃ દીક્ષિત થાય, તેવા સાધુને જીવન પર્યત કોઈપણ પદ આપી શકાતું નથી. તેણે પોતાના પદમાં રહીને જ પાપસેવન કર્યું હોવાથી, તે પોતાના પદને વફાદાર રહ્યા ન હોવાથી તેનું પ્રાયશ્ચિત્ત જીવનપર્યત રહે છે. - જે સાધુ સંયમ પાલનમાં પોતાની અક્ષમતાને જાણીને પોતાના આચાર્ય આદિ પદનો ત્યાગ કરે અને ત્યારપછી સંયમનો ત્યાગ કરે, તેવા સંયમ ભ્રષ્ટ સાધુ પુનઃ દીક્ષિત થાય, તો પણ ત્રણ વર્ષ સુધી કોઈપણ પદ માટે યોગ્ય રહેતા નથી. ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી જો તે નિર્વિકાર બની ગયા હોય તો તેના વ્યવહારને જોઈને તેને આચાર્ય આદિ પદ આપી શકાય છે. પાપરોવી બહુશ્રુતોને પદ પ્રદાનનો નિષેધ - | २३ भिक्खू य बहुस्सुए बब्भागमे बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्त वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- બહુશ્રુત, બહુ આગમજ્ઞ સાધુ અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયા-કપટ સહિત ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવનપર્યત આચાર્ય માવત ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. |२४ गणावच्छेइए य बहुस्सुए बब्भागमे बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्त वा जाव गणावच्छेइयत्त वा उद्दिसित्तए वा धारेत्तए वा ।। ભાવાર્થ - બહુશ્રુત, બહુઆગમજ્ઞ ગણાવચ્છેદક સાધુ અનેક પ્રગાઢ કારણોથી, અનેકવાર માયાપૂર્વક ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવનપર્યત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. २५ आयरिय-उवज्झाए य बहुस्सुए बब्भागमे बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- બહુશ્રત, બહુઆગમજ્ઞ આચાર્ય અથવા ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણોથી જો અનેકવાર માયાપુર્વક ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવનપર્યત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. २६ बहवे भिक्खुणो बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं णो कप्पइ आयरियत्त वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ - બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક સાધુઓ અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયાપૂર્વક ખોટું Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ | શ્રીવ્યવહાર સત્ર બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેઓને તે કારણોથી જીવનપર્યત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા ક૫તા નથી. २७ बहवे गणावच्छेइया बहुस्सुया बब्भागमा बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तिय णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ - બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક ગણાવચ્છેદકો અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયાપૂર્વક ખોટું બોલે અથવા પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવન પર્યત આચાર્ય થાવત ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. | २८ बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तिय णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ - બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક આચાર્યો અને ઉપાધ્યાયો અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયાપૂર્વક ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવન પર્યંત આચાર્ય યાવતુ ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. २९ बहवे भिक्खुणो बहवे गणावच्छेइया बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- બહુશ્રત, બહુ આગમજ્ઞ અનેક સાધુઓ અનેક ગણાવચ્છેદકો અથવા અનેક આચાર્યો અને ઉપાધ્યાયો, અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયાપૂર્વક ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવનપર્યત આચાર્ય થાવત ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં પ્રથમ, દ્વિતીય અને પંચમ મહાવ્રતનો ભંગ કરનારા બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને પદવી પ્રદાન માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું નિરૂપણ છે. બહુશ્રુત સાધુ જિનશાસનની જવાબદાર વ્યક્તિ છે. તેના દ્વારા ઘણા દોષોનું સેવન થવું, તે જિનશાસનનની અત્યધિક અવહેલનાનું કારણ હોવાથી તેની ભૂલ અક્ષમ્ય ગણાય છે, તેથી તેને પ્રાયશ્ચિત્તરૂપે જીવન પર્યત ધર્મશાસનના પદથી મુક્ત રાખવાનું વિધાન છે. અલ્પશ્રત કે અલ્પજ્ઞ સાધુ અપરિપક્વ હોવાથી પદ માટે યોગ્ય નથી, તેથી સૂત્રકારે તેનું કથન કર્યું નથી. બહુશ્રુત, બહુ આગમજ્ઞ એક કે અનેક સાધુ, ગણાવચ્છેદક, આચાર્ય, ઉપાધ્યાય આદિ કોઈ પણ સાધુ પાપમય જીવન જીવે, મહાવ્રતોનો વારંવાર ભંગ કરે, અસત્ય, કપટ, પ્રપંચ, દગો, અસત્યદોષનું આરોપણ Page #355 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૩ ૨૮૩ | આદિ આચરણોનું અનેકવાર સેવન કરે, તંત્ર, મંત્ર આદિથી કોઈને કષ્ટ આપે, વિદ્યા, મંત્ર, જ્યોતિષ, વૈદ્યકર્મ આદિનું પ્રરૂપણ કરે, તેવા સાધુને સૂત્રમાં પાપજીવી કહ્યા છે. તેવા કલુષિત ચિત્તવાળા અને કુશીલ આચારવાળા સાધુ આચાર્યાદિ પદવી માટે સર્વથા અયોગ્ય થઈ જાય છે. વધુ વહુના ઠાસુ - સૂત્રમાં બહુવાર” અને “બહુ આગાઢાગાઢ કારણ” આ બે શબ્દોનો પ્રયોગ છે, તેથી સ્પષ્ટ થાય છે કે એકવાર તથા પ્રકારનું આચરણ કરવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેને ફિક્ત તપ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. બહુ આગાઢ અર્થાત્ અનેક પ્રબળ કારણોથી પણ જો ઉક્ત દોષોનું એકવાર સેવન કરવામાં આવે તો પણ તેને દીક્ષાછેદરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. જો તે સાધુ અનેક પ્રબળ કારણોથી અનેકવાર માયામૃષાદિ પાપનું સેવન કરી પાપમય જીવન જીવે, તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તરૂપે પદવી આપવામાં આવતી નથી. છે ઉદ્દેશક-૩ સંપૂર્ણ Page #356 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪] શ્રીવ્યવહાર સત્ર ઉદેશક-૪ પ્રાક્કથન RORDRORROROR આ ઉદ્દેશકમાં મુખ્યત્વે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક આદિ પદવીધરોના-વડીલ સંતોના કર્તવ્યોનું પ્રતિપાદન છે. * આચાર્ય તથા ઉપાધ્યાયે એકલા વિચરવું ન જોઈએ અને બે સાધુએ ચોમાસું પણ ન કરવું જોઈએ, શેષનાલમાં આચાર્યાદિ બે સાધુ વિચારી શકે છે અને ત્રણ સાધુ ચાતુર્માસ કરી શકે છે. ગણાવચ્છેદકાદિ ત્રણ સાધુ વિચરી શકે છે તથા ચાર સાધુ ચાતુર્માસ કરી શકે છે. * વિચરણકાળમાં અથવા ચાતુર્માસકાળમાં જો સંઘાડાના પ્રમુખ સાધુ કાળધર્મ પામી જાય તો સંઘાડાના સર્વ સાધુઓએ શેષ સાધુઓમાં જે શ્રુત તથા પર્યાયથી યોગ્ય હોય તેની પ્રમુખતા સ્વીકારી લેવી જોઈએ, જો કોઈ સાધુ યોગ્ય ન હોય તો ચાતુર્માસમાં અથવા શેષનાલમાં વિહાર કરીને યોગ્ય પ્રમુખ સાધુઓના અથવા આચાર્યના સાંનિધ્યમાં શીધ્ર પહોંચી જવું જોઈએ. * આચાર્ય, ઉપાધ્યાય કાળધર્મ પામે અથવા સંયમ છોડીને જાય ત્યારે આચાર્ય કે ઉપાધ્યાયે જે સાધુને પદ પર નિયુક્ત કરવાનું કહ્યું હોય અને તે સાધુ પદને યોગ્ય હોય, તો તેને જ પદ પર સ્થાપિત કરવા જોઈએ. તે સાધુ યોગ્ય ન હોય અને અન્ય સાધુ યોગ્ય હોય તો આચાર્યે નિર્દેશ કરેલા સાધુને પદ ન આપવું જોઈએ અથવા આપી દીધું હોય તો તેને દૂર કરી અન્ય યોગ્ય સાધુને પદ આપી શકાય છે. * નવદીક્ષિત સાધુ વડી દીક્ષાને યોગ્ય થાય, ત્યારપછી ચાર-પાંચ દિવસમાં જ તેને વડી દીક્ષા આપવી જોઈએ. તેનું ઉલ્લંઘન કરવાથી આચાર્ય, ઉપાધ્યાયને યથાયોગ્ય તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આવે છે, તેમજ સત્તરમી રાત્રિનું ઉલ્લંઘન કરવાથી તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત સિવાય એકવર્ષને માટે પદમુક્ત થવાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જો વડી દીક્ષાના સમયનું ઉલ્લંઘન કરવામાં નવદીક્ષિતના માતા-પિતા આદિ પૂજ્ય પુરુષોની દીક્ષાનું કારણ હોય તો ઉત્કૃષ્ટ છ મહિના સુધી વડી દીક્ષા ન આપવાથી કોઈપણ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. * અન્યગણમાં અધ્યયન આદિને માટે ગયેલા સાધુને કોઈ પૂછે તો પોતે જેની નિશ્રામાં રહેતા હોય અને જેની નિશ્રામાં અભ્યાસ કરતાં હોય, તે રત્નાધિક અને બહુશ્રુતના નામનો નિર્દેશ કરવો જોઈએ. * ગચ્છના સાધુઓ સાથે મળીને વિચરવા, રહેવા, બેસવા ઇચ્છે તો ગુરુ આજ્ઞા પ્રમાણે રહી શકે છે. ગુરુની આજ્ઞા ન હોય તો સાથે રહી શકતા નથી. * ચરિકાપ્રવિષ્ટ અથવા ચરિકાનિવૃત્ત સાધુને આજ્ઞાવધિ પછી ચાર, પાંચ દિવસમાં જ ગુરુ આદિ મળી જાય તો પૂર્વ આજ્ઞાથી જ સાથે રહે પરંતુ ચાર, પાંચ દિવસ પછી ગુરુ આદિને મળે તો સૂત્રોક્ત વિધિથી ફરી આજ્ઞા પ્રાપ્ત કરીને વિચરણ કરવું જોઈએ. * રત્નાધિક સાધુએ શૈક્ષ સાધુની સેવા કરવી કે ન કરવી, તે તેમની ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે હોય છે પરંતુ શૈક્ષ સાધુએ રત્નાધિક સાધુની સેવા કરવી, પ્રત્યેક કાર્યોમાં સહયોગ આપવો, તે શૈક્ષ સાધુનું અનિવાર્ય કર્તવ્ય છે. * અનેક સાધુ, આચાર્ય, ઉપાધ્યાય તથા અનેક ગણાવચ્છેદક આદિ વિચરણ કરતા હોય તો તેઓએ પરસ્પર સમાન ભાવે રહેવું ન જોઈએ પરંતુ તેઓએ રત્નાધિક સાધુની પ્રમુખતા સ્વીકારીને તેનો ઉચિત વિનય તથા તેમની આજ્ઞાનુસાર સમાચારીના વ્યવહારપૂર્વક સાથે રહેવું જોઈએ. Page #357 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪ ૨૮૫ ઉદ્દેશક-૪ /////////////////. આચાર્યાદિના વિહારમાં સાધુઓની સંખ્યા : १ णो कप्पइ आयरिय-उवज्झायस्स एगाणियस्स हेमंत गिम्हासु चारए । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મૠતુમાં આચાર્ય-ઉપાધ્યાયે એકલા વિહાર કરવો કલ્પતો નથી. २ कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स हेमंत- गिम्हासु चारए । ભાવાર્થ:- · હેમંત અને ગ્રીષ્મૠતુમાં આચાર્ય–ઉપાધ્યાયે પોતે બીજા અર્થાત્ અન્ય એક સાધુની સાથે વિહાર કરવો કલ્પે છે. ३ णो कप्पइ गणावच्छेइयस्स अप्पबिइयस्स हेमंत गिम्हासु चारए । ભાવાર્થ :- • હેમંત અને ગ્રીષ્મૠતુમાં ગણાવચ્છેદકે પોતે બીજા અર્થાત્ અન્ય એક સાધુની સાથે વિહાર કરવો કલ્પતો નથી. ૪ | कप्पइ गणावच्छेइयस्स अप्पइयस्स हेमंत गिम्हासु चारए । ભાવાર્થ :– હેમંત અને ગ્રીષ્મૠતુમાં ગણાવચ્છેદકે પોતે ત્રીજા અર્થાત્ અન્ય બે સાધુઓની સાથે વિહાર કરવો કલ્પે છે. ५ णो कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स वासावासं वत्थए । ભાવાર્થ :- વર્ષાકાળમાં (ચાતુર્માસમાં) આચાર્ય અથવા ઉપાધ્યાયે પોતે બીજા અર્થાત્ અન્ય એક સાધુની સાથે રહેવું કલ્પતું નથી. ६ | कप्पइ आयरिय-उवज्झायस्स अप्पतइयस्स वासावासं वत्थए । ભાવાર્થ :- ચાતુમાર્સમાં આચાર્ય અથવા ઉપાધ્યાયે પોતે ત્રીજા અર્થાત્ અન્ય બે સાધુઓની સાથે રહેવું કલ્પે છે. ७ णो कप्पइ गणावच्छेइयस्स अप्पतइयस्स वासावासं वत्थए । ભાવાર્થ :- ચાતુર્માસમાં ગણાવચ્છેદકે પોતે ત્રીજા અર્થાત્ અન્ય બે સાધુઓની સાથે રહેવું કલ્પતું નથી. ८ | कप्पइ गणावच्छेइयस्स अप्पचउत्थस्स वासावासं वत्थए । ભાવાર્થ :- ચાતુર્માસમાં ગણાવચ્છેદકે પોતે ચોથા અર્થાત્ અન્ય ત્રણ સાધુઓની સાથે રહેવું કલ્પ છે. ९ से गामंसि वा जाव रायहाणिसि वा बहूणं आयरिय उवज्झायाणं अप्पबिइयाणं, बहूणं गणावच्छेइयाणं अप्पतइयाणं कप्पइ हेमंत गिम्हासु चारए अण्णमण्णं णिस्साए । Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રીવ્યવહાર સૂત્ર ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં ગામથી રાજધાની પર્યંતના સ્થાનોમાં(અનેક) આચાર્ય-ઉપાધ્યાયે પોતે બીજા હોય તેમ અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય એક-એક સાધુની સાથે અને(અનેક) ગણાવચ્છેદકોને પોતે ત્રીજા હોય તેમ અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય બે-બે સાધુઓની સાથે(સાથે રહીને) વિહાર કરવો કલ્પે છે. १० मंसि वा जाव रायहाणिंसि वा बहूणं आयरिय, उवज्झायाणं अप्पतइयाणं बहुणं गणावच्छेइयाणं अप्पचउत्थाणं कप्पइ वासावासं वत्थए अण्णंमण्णं णिस्साए । ભાવાર્થ :- ચાતુર્માસમાં અનેક આચાર્યો અને ઉપાધ્યાયોએ ગામથી રાજધાની સુધીના સ્થાનોમાં પોતે ત્રીજા હોય તેમ અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય બે-બે સાધુઓને અને અનેક ગણાચ્છેદકોએ પોતે ચોથા હોય તેમ અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય ત્રણ-ત્રણ સાધુઓને સાથે રાખીને(સાથે મળીને) રહેવું કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય, ઉપાધ્યાય, તેમજ ગણાવચ્છેદકના શેષકાલના વિચરણમાં તથા ચાતુર્માસમાં સાથે નિવાસ કરનારા ઓછામાં ઓછી સાધુ સંખ્યાનું કથન છે. આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક ગચ્છની સંપૂર્ણ જવાબદારીનું વહન કરે છે, તેથી તેમનું મહત્વ વિશેષ છે. આચાર્ય આદિ બાહ્ય-આત્યંતર ઋદ્ધિ સંપન્ન હોય છે. તેમની ગરિમાની દૃષ્ટિએ આ ત્રણે પદવીધરો એકલવિહાર કરતા નથી. આચાર્ય અને ઉપાધ્યાયને શેષકાલમાં ઓછામાં ઓછા એક સાધુને સાથે રાખીને અર્થાત્ કુલ બે સાધુઓએ અને ચાતુર્માસમાં બે સાધુને સાથે રાખીને અર્થાત્ કુલ ત્રણ સાધુઓએ રહેવું જોઈએ અને ગણાવચ્છેદકને શેષકાલમાં અન્ય બે સાધુ અર્થાત્ કુલ ત્રણ અને ચાતુર્માસમાં અન્ય ત્રણ અર્થાત્ કુલ ચાર સાધુઓએ રહેવું જોઈએ. અનેક આચાર્ય, ઉપાધ્યાય, એક સાથે વિચરતા હોય, તો પણ પ્રત્યેક આચાર્ય-ઉપાધ્યાય તથા ગણાવચ્છેદકને પોત-પોતાની નિશ્રામાં શાસ્ત્રોક્ત કથન અનુસાર સાધુઓ સાથે હોવા જરૂરી છે. એક આચાર્યની નિશ્રામાં રહેલા બે સાધુઓ સાથે બીજા આચાર્ય ચાતુર્માસ કરી શકતા નથી. બીજા આચાર્ય સાથે પોતાની નિશ્રાના બીજા બે સાધુ હોવા જરૂરી છે. ગણાવચ્છેદક આચાર્યના નેતૃત્વમાં રહીને જ પોતાની કાર્યવાહી કરે છે પરંતુ ગચ્છના સાધુઓ માટે ઉપકરણાદિ શોધવા, લાવવા, ગચ્છના સાધુઓની સેવા માટે વ્યવસ્થા કરવી આદિ ગણાવચ્છેદકનું કાર્યક્ષેત્ર વિસ્તૃત હોવાથી તેની નિશ્રામાં આચાર્ય-ઉપાધ્યાય કરતાં એક સાધુ વધુ હોવા જરૂરી છે. સૂત્રકારે ત્રણે પદવીધરોની સાથે રહેતા જઘન્ય સાધુની સંખ્યાનું કથન કર્યું છે તેનાથી ગમે તેટલા અધિક સાધુઓ અનુકૂળતા પ્રમાણે સાથે રહી શકે છે. ગણધારક સાધુના કાળધર્મ સમયે શેષ સાધુઓનું કર્તવ્ય – ११ गामाणुगामं दूइज्जमाणे भिक्खू य जं पुरओ कट्टु विहरइ, से य आहच्च वीसुंभेज्जा, अत्थियाइ त्थ अण्णे केइ उवसंपज्जणारिहे से उवसंपज्जियव्वे । णत्थियाइ त्थ अण्णे केइ उवसंपज्जणारिहे तस्स य अप्पो कप्पाए असमत्ते Page #359 -------------------------------------------------------------------------- ________________ उद्देश -४ २८७ कप्पइ से एगराइयाए पडिमाए जण्णं जण्णं दिसं अण्णे साहम्मिया विहरंति तणं-तण्णं दिसं उवलित्तए । णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्टियंसि परो वएज्जा- वसाहि अज्जो ! ए गरायं वा, दुरायं वा । एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ परं एगरायाओ वा दुरायाओ वा वसई, से संतरा छेए वा परिहारे वा । જે ભાવાર્થ:- ભિક્ષુ જે સાધુને મુખ્ય માનીને અર્થાત્ જે સાધુના નેતૃત્વમાં ગ્રામાનુગ્રામ વિચરી રહ્યા હોય, મુખ્ય સાધુ જો કાળધર્મ પામે તો શેષ સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. તે અન્ય કોઈ સાધુ અગ્રણી બનવા યોગ્ય ન હોય અને સ્વયં (રત્નાધિક)ને પણ આચાર પ્રકલ્પ-નિશીથ સૂત્ર આદિ શાસ્ત્રનું અધ્યયન પૂર્ણ ન થયું હોય તો તેને માર્ગમાં એક-એક રાત્રિ રોકાતાં-રોકાતાં જે દિશામાં અન્ય સાધર્મી સાધુ વિચરતા હોય તે દિશામાં જવું કલ્પે છે. માર્ગમાં વિચરવાના લક્ષથી તેને રહેવું કલ્પતું નથી. જો રોગાદિનું કારણ હોય તો વધારે રહેવું કલ્પે છે. રોગાદિનું કારણ સમાપ્ત થઈ જાય અને કોઈ કહે કે હે આર્ય ! એક કે બે રાત વધુ રહો, તો તેને એક કે બે રાત વધુ રહેવું કલ્પે છે, એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે એક અથવા બે રાતથી વધારે રહે, તો મર્યાદાના ઉલ્લંઘનને કારણે તે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. १२ वासावासं पज्जोसविओ भिक्खू जं पुरओ कट्टु विहरइ से य आहच्च वीसुंभेज्जा, अत्थियाइ त्थ अण्णे केइ उवसंपज्जणारिहे से उवसंपज्जियव्वे । णत्थियइ त्थ अण्णे केइ उवसंपज्जणारिहे, तस्स य अप्पणो कप्पाए असमत्ते कप्पर से एगराइयाए पडिमाए जण्णं-जाणं दिसं अण्णे साहम्मिया विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए । णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पर से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठयंसि परो वएज्जा- वसाहि अज्जो ! एगरायं वा दुरायं वा । एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसई, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- ભિક્ષુ જે સાધુને મુખ્ય માની અર્થાત્ જે સાધુના નેતૃત્વમાં ચાતુર્માસમાં રહ્યા હોય, તે મુખ્ય સાધુ કાળધર્મ પામે તો શેષ સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. અન્ય કોઈ સાધુ અગ્રણી બનવા યોગ્ય ન હોય અને સ્વયં(રત્નાધિક)નું પણ આચાર પ્રકલ્પનિશીથ સૂત્ર આદિ શાસ્ત્રનું અધ્યયન પૂર્ણ ન થયું હોય તો તેને માર્ગમાં એક-એક રાત્રિ રોકાતાં—રોકાતાં જે દિશામાં અન્ય સાધર્મી સાધુ વિચરતા હોય તે દિશામાં જવું કલ્પે છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] શ્રીવ્યવહાર સૂત્ર માર્ગમાં વિચરવાના લક્ષથી તેને રહેવું કલ્પતું નથી, જો રોગાદિનું કારણ હોય તો વધારે રહેવું કહ્યું છે. રોગાદિનું કારણ સમાપ્ત થઈ જાય અને કોઈ કહે કે હે આર્ય! એક કે બે રાત વધુ રહો, તો તેને એક કે બે રાત વધારે રહેવું કહ્યું છે, એક કે બે રાત્રિથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે એક કે બે રાતથી વધારે રહે, તો તે મર્યાદાના ઉલ્લંઘનના કારણે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં અનિવાર્ય પરિસ્થિતિમાં પણ અપરિપક્વ સાધુઓને ગણધારકના નેતૃત્વ વિના રહેવાનો નિષેધ કર્યો છે. ચાતુર્માસમાં અથવા શેષનાલમાં વિચરતા પ્રત્યેક સાધુઓના સંઘાડામાં એક-એક ગણધારક અર્થાત્ મુખ્ય, અગ્રણી સાધુ હોવા જરૂરી છે. તે મુખ્ય સાધુની નિશ્રામાં જ અન્ય સાધુઓ નિરાબાધપણે સંયમનું પાલન કરી શકે છે. ક્યારેક અચાનક તે ગણધારક મુખ્ય સાધુ કાલધર્મ પામે, તો અન્ય સાધુઓમાંથી યોગ્ય સાધુને તુરંત પ્રમુખપદે સ્થાપિત કરવા જોઈએ. જો તે ગચ્છમાં એક પ્રમુખ સાધુ સિવાયના સર્વ સાધુઓ અગીતાર્થ કે અપરિપક્વ હોય, તેઓમાં ગણધારકની યોગ્યતા ન હોય, તો સર્વ સાધુઓએ શેષનાલમાં કે ચાતુર્માસમાં તુરંત વિહાર કરીને અન્ય સાધર્મિક ગીતાર્થ સાધુની નિશ્રામાં પહોંચી જવું જોઈએ. જ્યાં સુધી અન્ય સાધર્મિક સાધુઓની પાસે ન પહોંચે ત્યાં સુધી માર્ગમાં એક-બે દિવસ રોકાઈ શકે છે, તે સિવાય કયાંય પણ વધારે રોકાવું કલ્પતું નથી. કોઈ શારીરિક વ્યાધિ થઈ જાય તો ઉપચાર માટે એક સ્થાનમાં એક-બે દિવસથી વધુ રોકાઈ શકે અને વ્યાધિ સમાપ્ત થયા પછી વૈદ્ય આદિના કહેવાથી એક કે બે દિવસ વધારે પણ રહી શકે છે. સ્વસ્થ થયા પછી બે દિવસથી વધારે રહે તો તેને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આવે છે. ગીતાર્થની નિશ્રા વિના નિરાબાધપણે ચારિત્રનું પાલન થતું નથી, દોષોની આલોચના, પ્રાયશ્ચિત્ત વગેરે યથોચિત થતાં ન હોવાથી ચારિત્રની શુદ્ધિ થતી નથી, તેથી અગીતાર્થ સાધુઓએ કોઈપણ પરિસ્થિતિમાં શીધ્રાતિશીધ્ર ગીતાર્થ સાધુની નિશ્રામાં પહોંચી જવું જોઈએ. આચાર્યાદિના કાલધર્મ પછી પદ પ્રદાનનો નિર્ણયઃ१३ आयरिय-उवज्झाए गिलायमाणे अण्णयरं वएज्जा-अज्जो ! ममंसि णं कालगयंसि समाणंसि अयं समुक्कसियव्वे । से य समुक्कसणारिहे समुक्कसियव्वे, से य णो समुक्कसणारिहे णो समुक्कसियव्वे, अत्थियाइ त्थ अण्णे केइ समुक्कसणारिहे से समुक्कसियव्वे । णत्थियाइ त्थ अण्णे केइ समुक्कसणारिहे चेव समुक्कसियव्वे । तंसि च णं समुक्किटुंसि परो वएज्जा- दुस्समुक्किटुं ते अज्जो ! णिक्खिवाहि । तस्स णं णिक्खिवमाणस्स पत्थि केइ छए वा परिहारे वा । जे साहम्मिया अहाकप्पेणं णो उट्ठाए विहरंति सव्वेसि तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा। ભાવાર્થ :- રોગગ્રસ્ત આચાર્ય અથવા ઉપાધ્યાય કોઈ પ્રમુખ સાધુને કહે કે હે આર્ય! મારા કાળધર્મ પછી અમુક સાધુને મારા પદ પર સ્થાપિત કરજો. Page #361 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪ . ૨૮૯ | આચાર્ય દ્વારા નિર્દિષ્ટ તે સાધુ તે પદ માટે યોગ્ય હોય, તો તેને આચાર્ય પદ પર સ્થાપિત કરવા જોઈએ. જો તે સાધુ પદ માટે યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. જો તે ગચ્છમાં અન્ય કોઈ સાધુ તે પદને યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. જો ગચ્છમાં અન્ય સાધુ તે પદને યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટ સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. આચાર્ય નિર્દિષ્ટ સાધુને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ સાધુ કહે કે હે આર્ય! તમે આ પદને માટે અયોગ્ય છો, તેથી તમે આ પદને છોડી દો. ગીતાર્થ સાધુ આ પ્રમાણે કહે ત્યારે જો તે પદને છોડી દે, તો તે દીક્ષાછેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. સાધર્મિક સાધુઓ કલ્પ અનુસાર તે અયોગ્ય સાધુને આચાર્યાદિ પદ છોડવાનું ન કહે, તો તે બધા સાધર્મિક સાધુઓ તે કારણથી દીક્ષાછેદ અથવા પરિહાર તપેરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય કે ઉપાધ્યાયના કાલધર્મ પછી પદ પ્રદાન માટેની નિર્ણય વિધિનું પ્રતિપાદન છે. બીમાર આચાર્ય આચાર્ય પદ માટે કોઈ સાધુના નામનો નિર્દેશ કર્યો હોય તો સ્થવિર સાધુઓ તે સાધુની આચાર્ય પદની યોગ્યતાની ચકાસણી કરે છે. પૂર્વ આચાર્ય કથિત સાધુ આચાર્યના ગુણોથી (ત્રીજા ઉદ્દેશકમાં આચાર્યની યોગ્યતા દર્શાવી છે તે ગુણોથી) સંપન્ન હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત કરે. બીમારીના કારણે કે અન્ય કોઈ કારણે કાળધર્મ પામેલા આચાર્યો જે સાધુના નામનો નિર્દેશ કર્યો હોય, તે સાધુમાં આચાર્યને યોગ્ય ગુણ ન હોય તો સ્થવિરો તેને આચાર્ય પદ ન આપે પરંતુ ગચ્છમાં આચાર્ય પદની યોગ્યતા ધરાવતા અન્ય સાધુને આચાર્ય પદ ઉપર નિયુક્ત કરે છે. કદાચ આચાર્ય નિર્દિષ્ટ સાધુમાં આચાર્ય પદની યોગ્યતા ન હોય અને ગચ્છના અન્ય કોઈ સાધુમાં પણ તેવી યોગ્યતા ન હોય, તો આચાર્ય નિર્દિષ્ટ સાધુને આચાર્ય પદ ઉપર નિયુક્ત કરવામાં આવે છે. આચાર્ય નિર્દિષ્ટ અથવા અનિર્દિષ્ટ યોગ્ય સાધુને અથવા પરિસ્થિતિવશ અલ્પ યોગ્યતાવાળા સાધુને પદ પર નિયુક્ત કર્યા પછી જો અનુભવ થાય કે નવા આચાર્યના નેતૃત્વમાં ગચ્છની વ્યવસ્થા સારી રીતે ચાલતી નથી, સાધુઓની સંયમ સમાધિ તેમજ બાહ્ય વાતાવરણ ક્ષુબ્ધ થઈ રહ્યું છે, ગચ્છમાં અન્ય યોગ્ય સાધુ તૈયાર થઈ ગયા છે, તો ગચ્છના સ્થવિર અથવા પ્રમુખ સાધુ-સાધ્વી આદિ સાથે મળીને તે નવા આચાર્યને પદ છોડવાને માટે નિવેદન કરીને, પદથી મુક્ત કરીને અન્ય યોગ્ય સાધુને તે પદ પર નિયુક્ત કરી શકે છે. તે સમયે નવા આચાર્ય પદ છોડવા ન ઇચ્છે, કોઈ સાધુઓ તેનો પક્ષ લઈને આગ્રહ કરે અથવા સ્થવિરો તેને પદ છોડવાનું ન કહે, તો તેઓ બધા પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ગચ્છનો ભાર સંભાળનારા પૂર્વના આચાર્યનું તથા ગચ્છના પ્રમુખ સ્થવિર સંતોનું કર્તવ્ય છે કે તે નિષ્પક્ષ ભાવથી તથા વિશાળ દષ્ટિથી ગચ્છનું તેમજ જિનશાસનનું હિત વિચારીને આગમ નિર્દિષ્ટ ગુણોથી સંપન્ન સાધુને તે પદ પર નિયુક્ત કરે અને આચાર્યના કાલધર્મ પછી આચાર્યની આજ્ઞાને પ્રાધાન્ય આપવાની સાથે સંઘના હિતને વિશેષ પ્રાધાન્ય આપે, તે સ્થવિર મુનિઓ તથા સહવર્તી સર્વ સાધુઓનું કર્તવ્ય છે. આચાર્યાદિના સંયમ ત્યાગ પછી પદ પ્રદાનનો નિર્ણય - १४ आयरिय-उवज्झाए ओहायमाणे अण्णयरं वएज्जा- अज्जो ! ममंसिणं ओहावियंसि समाणंसि अयं समुक्कसियव्वे । से य समुक्कसणारिहे Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] શ્રીવ્યવહાર સૂત્ર समुक्कसियव्वे, से य णो समुक्कसणारिहे णो समुक्कसियव्वे । अत्थियाइ त्थ अण्णे केइ समुक्कसणारिहे से समुक्कसियव्वे । णत्थियाई स्थ अण्णे केइ समुक्कसणारिहे से चेव समुक्कसियव्वो । तंसि च णंसमुक्किट्ठसि परो वएज्जा-दुस्समुक्किट्ठ ते अज्जो !णिक्खिवाहि। तस्स णं णिक्खिवमाणस्स पत्थि केइ छए वा परिहारे वा । जे साहम्मिया अहाकप्पेणं णो उट्ठाए विहरति सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा । ભાવાર્થ :- સંયમનો પરિત્યાગ કરનાર આચાર્ય અથવા ઉપાધ્યાય કોઈ પ્રમુખ સાધુને કહે કે હે આર્ય ! મારા ગયા પછી અમુક સાધુને મારા પદ પર સ્થાપિત કરજો. આચાર્ય નિર્દિષ્ટ તે સાધુ તે પદ માટે યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. જો તે સાધુ એ પદ માટે યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. ગચ્છમાં અન્ય સાધુ તે પદને યોગ્ય હોય, તો તેને તે પદ ઉપર સ્થાપિત કરવા જોઈએ. ગચ્છમાં અન્ય કોઈ સાધુ તે પદને યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટ સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. તેને પદ પર સ્થાપિત કર્યા પછી જો ગીતાર્થ સાધુ કહે કે હે આર્ય! તમે આ પદને માટે અયોગ્ય છો, તેથી આ પદને છોડી દો. (ગીતાર્થ સાધુ આ પ્રમાણે કહે ત્યારે) તે સાધુ પદને છોડી દે તો તે દીક્ષાછેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. જો સાધર્મિક સાધુઓ કલ્પ અનુસાર તે અયોગ્ય સાધુને આચાર્યાદિ પદ છોડવાનું ન કહે, તો તે બધા સાધર્મિક સાધુઓ તે કારણથી દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય કે ઉપાધ્યાય દ્રવ્ય તથા ભાવથી સંયમનો પરિત્યાગ કરે ત્યારપછી પદપ્રદાન માટેની નિર્ણય વિધિનું પ્રતિપાદન છે. તેનું વર્ણન પૂર્વ સૂત્રાનુસાર જાણવું. ઉપસ્થાપના-વડી દીક્ષાની કાલમર્યાદા:|१५ आयरिय-उवज्झाए सरमाणे परं चउरायाओ-पंचरायाओ कप्पागं भिक्खुं णो उवट्ठावेइ कप्पाए, अत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, णत्थि, से केइ छए वा परिहारे वा । णत्थियाई त्थ से केइ माणणिज्जे कप्पाए, से संतरा छेए वा परिहारे वा। ભાવાર્થ :- આચાર્ય કે ઉપાધ્યાયને કલ્પાક-વડી દીક્ષાને યોગ્ય સાધુને વડી દીક્ષા આપવાનું સ્મરણ હોવા છતાં વડી દીક્ષાના સમય પછી પણ ચાર-પાંચ રાત્રિથી વધુ સમય સુધી વડી દીક્ષા ન આપે, તો તે આચાર્યાદિ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, પરંતુ જો તે કલ્પાક સાધુના પિતા આદિમાનનીય સાધુની વડી દીક્ષાને વાર હોય, તો તેમની સાથે વડી દીક્ષા આપવાના લક્ષ્યપૂર્વક વડી દીક્ષા ન આપે, તો આચાર્યાદિ દીક્ષા છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી. માનનીય સાધુ સાથે વડી દીક્ષા આપવાનું લક્ષ્ય ન હોય અર્થાત્ તેવા માનનીય સાધુ ન હોય અને આચાર્યાદિ વડી દીક્ષા યોગ્ય કલ્પાકને ચાર-પાંચ રાત્રિ પછી પણ વડીદીક્ષા ન આપે, તો દીક્ષાછેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૪ ૨૯૧ ] | १६ आयरिय-उवज्झाए असरमाणे परं चउरायाओ-पंचरायाओ कप्पागं भिक्खुं णो उवट्ठावेइ कप्पाए, अस्थियाई त्थ से केइ माणणिज्जे कप्पाए, णत्थि से कई छेए वा परिहारे वा। __णत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ – આચાર્ય કે ઉપાધ્યાયને કલ્પાક સાધુના વડીદીક્ષાના સમયનું સ્મરણ ન હોય અને વડી દીક્ષાના સમય પછી ચાર-પાંચ રાત્રિથી વધુ સમય સુધી વડી દીક્ષા ન આપે, તો તે આચાર્યાદિ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, પરંતુ જો કલ્પાકના પિતા આદિ માનનીય સાધુની વડી દીક્ષાને વાર હોય અને તેમની સાથે કલ્પાકને વડી દીક્ષા આપવાના લક્ષ્યપૂર્વક વડી દીક્ષા ન આપે તો તેઓ દીક્ષા છેદ કે તપ રૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી. જો માનનીય સાધુ સાથે વડી દીક્ષા આપવાનું લક્ષ્ય ન હોય અર્થાત્ તેવા માનનીય સાધુ ન હોય અને આચાર્યાદિ વડી દીક્ષા યોગ્ય કલ્પાક સાધુને વડી દીક્ષા (ચાર-પાંચ રાત્રિ પછી પણ) ન આપે તો દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. १७ आयरिय-उवज्झाए सरमाणे वा असरमाणे वा परं दसरायकप्पाओ कप्पागं भिक्खुं णो उवट्ठावेइ कप्पाए । अत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए णस्थि से केइ छए वा परिहारे वा । __णत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, संवच्छरं तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं उद्दिसित्तए । ભાવાર્થ – આચાર્ય કે ઉપાધ્યાયને કલ્પાક સાધુને વડી દીક્ષા આપવાના સમયનું સ્મરણ હોય કે ન હોય પરંતુ કલ્પાકના માનનીય સાધુની વડી દીક્ષાને વાર હોય અને તેની સાથે કલ્પાકની વડી દીક્ષા કરવાના લક્ષ્યપૂર્વક દસ રાત્રિ પછી પણ કલ્પાકને વડી દીક્ષા ન આપે તો આચાર્યાદિ દીક્ષા છેદ કે તપ૩૫ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી. માનનીય સાધુ સાથે વડીદીક્ષા આપવાનું લક્ષ્ય ન હોય અર્થાત્ તેવા માનનીય સાધુ ન હોય અને આચાર્ય કલ્પાકને દસરાત્રિ પછી પણ વડીદીક્ષા ન આપે તો દસરાત્રિ ઉલ્લંઘન કરવાના પ્રાયશ્ચિત્તરૂપે એક વર્ષ સુધી આચાર્યાદિ પદ પર નિયુક્ત કરવા કલ્પતા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં વડીદીક્ષા-ઉપસ્થાપન સંબંધી કાલમર્યાદા અને તેના ઉલ્લંઘનના પ્રાયશ્ચિત્તનું નિરૂપણ છે. પ્રથમ તેમજ અંતિમ તીર્થંકરના શાસનમાં સાધુઓને સામાયિક ચારિત્રરૂપ દીક્ષા આપ્યા પછી છેદોષસ્થાપનીય ચારિત્રરૂપ વડી દીક્ષા અપાય છે. તેની જઘન્ય કાળમર્યાદા સાત અહોરાત્રની છે. ખા- કલ્પાક. કાળની અપેક્ષાએ નવદીક્ષિત સાધુ સાત રાત પછી કલ્પાક (વડી દીક્ષાને યોગ્ય) કહેવાય છે અને ગુણની અપેક્ષા આવશ્યક સૂત્ર સંપૂર્ણ અર્થ તેમજ વિધિ સહિત કંઠસ્થ કરે, જીવાદિ નવ તત્ત્વનું તેમજ સમિતિ-ગુપ્તિઓ(અષ્ટ પ્રવચન માતા)નું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરે, દશવૈકાલિકસૂત્રના Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ | શ્રીવ્યવહાર સૂત્ર ચાર અધ્યયનની અર્થ સહિત વાચના લઈને કંઠસ્થ કરે, તેમજ પ્રતિલેખન આદિ દૈનિક ક્રિયાનો અભ્યાસ કરી લે ત્યારપછી તે સાધુ વડી દીક્ષાને યોગ્ય અર્થાત્ કલ્પાક કહેવાય છે. - ઉક્ત યોગ્યતાસંપન્ન કલ્પાક સાધુને સૂત્રોક્ત સમયે વડી દીક્ષા ન દેવાથી આચાર્ય, ઉપાધ્યાયને પ્રાયશ્ચિત્ત આવે છે. યોગ્યતા પ્રાપ્ત કર્યા પૂર્વે અર્થાત્ અકલ્પાકને વડી દીક્ષા આપવાથી પણ આચાર્યાદિ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. (નિશીથ સૂત્ર, ઉદ્દે.–૧૧) પ્રચલિત પરંપરા અનુસાર જઘન્ય સાતમા દિવસે વડી દીક્ષા અપાય છે. આ પ્રાયશ્ચિત્ત વિધાનથી એ સ્પષ્ટ થાય છે કે દીક્ષા અથવા વડી દીક્ષા દેવાનો અધિકાર આચાર્ય અથવા ઉપાધ્યાયનો જ છે. તેમાં વિલંબ થાય તો તેમને પ્રાયશ્ચિત્ત પણ આવે છે. અન્ય સાધુ, સાધ્વી અથવા પ્રવર્તક, પ્રવર્તિની પણ આચાર્ય, ઉપાધ્યાયની આજ્ઞાથી કોઈને દીક્ષા આપી શકે છે. આ ત્રણ સુત્રોમાં વડી દીક્ષાની કાલમર્યાદાના ઉલ્લંઘન માટેના ત્રણ વિકલ્પ કહ્યા છે. (૧) વિસ્મરણમાં મર્યાદાનું ઉલ્લંઘન (૨) સ્મૃતિ થવા છતાં મર્યાદાનું ઉલ્લંઘન (૩) વિસ્મરણ અથવા અવિસ્મરણથી વિશેષ મર્યાદાનું ઉલ્લંઘન. વડ-પંદરાઓ... :- ચાર-પાંચ રાત્રિનું ઉલ્લંઘન કરે, તો પ્રાયશ્ચિત્ત આવે છે. શ્રી ઠાણાંગ સૂત્ર અનુસાર નવદીક્ષિત સાધુનો શૈક્ષકાલ જઘન્ય સાત દિવસનો છે, તેથી દીક્ષા આપ્યા પછી સાત દિવસ સુધી તે સાધુને વડી દીક્ષા અપાતી નથી, તે સાત દિવસ દરમ્યાન તે સાધુ વડી દીક્ષાની યોગ્યતા પ્રાપ્ત કરી લે ત્યારપછી તેને વડી દીક્ષા આપી શકાય છે. વડી દીક્ષાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધા પછી ચાર કે પાંચ રાત્રિથી વધુ સમયનું ઉલ્લંઘન થાય, તો આચાર્યાદિને પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્રોક્ત ચાર-પાંચ રાત્રિનો સંબંધ વડી દીક્ષાની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછીના સમય સાથે છે, તેથી દીક્ષાના સાત દિવસ પછી આઠમા, નવમા, દશમા, અગિયારમા અથવા બારમા દિવસ સુધીમાં ગમે ત્યારે તેને વડી દીક્ષા આપી શકાય છે અને તેનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. બાર રાતનું ઉલ્લંઘન કરવાથી સૂ. ૧૫, ૧૬ અનુસાર યથાયોગ્ય તપ અથવા દીક્ષા છેદરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. દીક્ષાની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી દશ દિવસ અર્થાત્ ૭+ ૧૦ = સત્તરમી રાત ઉલ્લંઘન કરવાથી યથાયોગ્ય તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત ઉપરાંત એક વર્ષ સુધી તેને પ્રાયશ્ચિત્તના રૂપમાં આચાર્ય-ઉપાધ્યાયના પદથી મુક્ત કરી દેવાય છે. તે નવદીક્ષિત સાધુના માતા-પિતા આદિ કોઈ પણ માનનીય અથવા ઉપકારી પુરુષ દીક્ષિત થયા હોય અને તેને કલ્પાક થવામાં વાર હોય, બંનેને વડી દીક્ષા સાથે આપવા માટે છ મહિના સુધીનો સમય પસાર કરી શકાય છે અને તેમ કરવાથી આચાર્યાદિને તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. નવદીક્ષિત સાધુનો ઉત્કૃષ્ટ શૈક્ષકાળ છ માસનો છે, તેથી માનનીય પૂજ્ય પુરુષોના નિમિત્તે પણ વડી દીક્ષા આપવામાં છ માસનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. સૂત્રકારે આપેલી ચાર-પાંચ દિવસની છૂટમાં શુભ દિવસ અથવા વિહાર આદિ કોઈપણ કારણ સંભવે છે. અન્ય ગચ્છમાં ગયેલા સાધુનો વિવેક :१८ भिक्खू य गणाओ अवक्कम्म अण्णं गणं उवसंपज्जित्ताणं विहरेज्जा, तं Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪ ૨૯૩ च केइ साहम्मिए पासित्ता वएज्जा- कं अज्जो ! उवसंपज्जित्ताणं विहरसि ? जे तत्थ सव्वराइणिए तं वएज्जा । अह भंते ! कस्स कप्पाए ? जे तत्थ सव्व-बहुस्सुए तं वज्जा, जं वा से भगवं वक्खइ तस्स आणा-उववाय- वयणणिद्देसे चिट्ठिस्सामि । ભાવાર્થ :- વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિ માટે સાધુ પોતાના ગણને છોડીને અન્ય ગણનો સ્વીકાર કરીને વિચરી રહ્યા હોય, ત્યારે તેને જો કોઈ સાધર્મી સાધુ મળે અને પૂછે– પ્રશ્ન– હે આર્ય ! તમે કોની નિશ્રામાં વિચરી રહ્યા છો ? ઉત્તર– ત્યારે તે ગણમાં જે રત્નાધિક-દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ કહે. પ્રશ્ન— જો તે ફરી પૂછે કે હે ભદન્ત ! તમે કયા કલ્પાક-બહુશ્રુતની નિશ્રામાં રહો છો ? ઉત્તર– ત્યારે એ ગણમાં જે સૌથી વધારે બહુશ્રુત હોય તેનું નામ કહે અને સાથે કહે કે તે બહુશ્રુત ભગવંતની આજ્ઞા પ્રમાણે તથા તેની સમીપે રહીને તેના વચનોના નિર્દેશ અનુસાર હું રહીશ. તે વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં અન્ય ગચ્છમાં ગયેલા સાધુના વિવેકનું નિદર્શન છે. કોઈ સાધુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિના લક્ષે અન્ય ગચ્છમાં ગયા હોય, તે ગચ્છના મુખ્ય સાધુની નિશ્રા સ્વીકારીને તે ગચ્છના બહુશ્રુત સાધુ પાસે અધ્યયન કરી રહ્યા હોય, ત્યારે વિચરણ કરતાં પૂર્વ પરિચિત કોઈ સાધર્મિક સાધુ મળી જાય અને પૂછે કે આપ કોની નિશ્રામાં વિચરણ કરો છો ? ત્યારે સાધુ પોતાના નિશ્ચાદાતા રત્નાધિક સંતનું નામ યથાતથ્યરૂપે કહે. ત્યારપછી પૂર્વ પરિચિત સાધુના મનમાં શંકા થાય કે આપણા ગચ્છમાં પણ અધ્યાપનકુશળ । સંતો છે જ તો આ સંતને ગચ્છ છોડવાનું કારણ શું ? આ શંકાના સમાધાન માટે પૂર્વ પરિચિત સંત પૂછે કે તમે કોની પાસે અધ્યયન કરી રહ્યા છો ? તમારા કલ્પાક કોણ છે ? ત્યારે સાધુ પોતાના જ્ઞાનદાતા બહુશ્રુત સંતનું નામ પણ યથાર્થરૂપે કહે. અમુક સંતની નિશ્રામાં રહીને અમુક સંતના સાંનિધ્યમાં ગચ્છના સર્વ સાધુઓની સાથે હું રહું છું અને અધ્યયન કરી રહ્યો છું. આ રીતે સાધુ જેની નેશ્રામાં રહેતા હોય અને જેની પાસે અધ્યયન કરી રહ્યા હોય, તેનું નામ છૂપાવ્યા વિના હંમેશાં સત્ય હકીકતનું કથન કરે. સંક્ષેપમાં સાધુ કોઈ પણ પરિસ્થિતિમાં સરળતાપૂર્વક સત્ય વ્યવહાર કરે. પૂર્વ સૂત્રમાં વડીદીક્ષા યોગ્ય સાધુ માટે કલ્પાક શબ્દનો પ્રયોગ થયો છે પ્રસ્તુતમાં અધ્યયન કરાવવા યોગ્ય બહુશ્રુત સાધુ માટે કલ્પાક શબ્દનો પ્રયોગ થયો છે. અભિનિચારિકા માટે વિધિ-નિષેધ : १९ बहवे साहम्मिया इच्छेज्जा एगयओ अभिणिचारियं चारए । णो णं कप्पइ थेरे अणापुच्छित्ता एगयओ अभिणिचारियं चारए, कप्पइ णं थेरे आपुच्छित्ता एगयओ अभिणिचारियं चारए । थेरा य से वियरेज्जा एवं णं कप्पइ एगयओ अभिणिचारियं चार, थेरा य से णो वियरेज्जा एवं णो कप्पइ एगयओ अभिणिचारियं चारए । जे तत्थ थेरेहिं अविइणे एगयओ अभिणिचारियं चरंति, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- અનેક સાધર્મિક સાધુઓ એક સાથે ‘અભિનિચારિકા ગમન’ (વિશિષ્ટ કારણથી અલ્પ સમય માટે) સાથે મળીને વિચરવા, રહેવા ઇચ્છે તો સ્થવિર સાધુઓને પૂછ્યા વિના તેને એક સાથે Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] શ્રીવ્યવહાર સૂત્ર અભિનિચારિકા ગમન કરવું કલ્પતું નથી, પરંતુ સ્થવિર સાધુઓએ પૂછીને સાધુઓને એક સાથે અભિનિચારિકા ગમન કરવું કહ્યું છે. સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેને અભિનિચારિકા ગમન કરવું કહ્યું છે અને સ્થવિર સાધુ આજ્ઞા ન આપે તો તેને અભિનિચારિકા ગમન કરવું કલ્પતું નથી. જો સ્થવિરોની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના અભિનિચારિકા ગમન કરે તો તેઓ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં સાધુઓને ગુર્વાજ્ઞાપૂર્વક અભિનિચારિકા ગમનનું કથન તથા મર્યાદા ભંગના પ્રાયશ્ચિત્તનું કથન છે. પિનારિયં વાર:- અભિનિચારિકા ગમન. આમ મુન નિયત રાશિ નિવાIિ ભેગા થઈને સમુદાયરૂપે નિયત લક્ષપૂર્વક ચાલવું, ગમન કરવું, તેને અભિનિચારિકા કહે છે. પાત્રતત્વ વિવરણન, પત્રમિતિત્વા વારિખમ, ત્રિ નિરિત્ના વતનું નિરિવા સાધુઓ સાથે મળીને વિચરણ કરે, સાથે મળીને રહે, સાથે મળીને ચાલે અર્થાત્ વિહાર કરે, તેને અભિનિચરિકા કહે છે. પ્રસ્તુત અભિનિચારિકા ગમનમાં વજિકાગમનાદિ વિશિષ્ટ કારણથી અને અલ્પ સમય માટે સાથે વિચારવાની આજ્ઞાનું કથન છે, સામાન્ય વિચરણ માટેની આજ્ઞા લેવાનું વિધાન નથી. આચાર્યોએ વજિકાગમનના દષ્ટાંતથી અભિનિચરિકા ગમનને સમજાવ્યું છે. એક ગચ્છમાં અનેક સાધુઓ શેષનાલમાં એક સાથે રહ્યા હોય, આચાર્યની વાચના માટે અન્ય ગચ્છના સાધુઓનું પણ આવાગમન ચાલુ હોય, તે ગચ્છમાં ઘણા ગ્લાન, વૃદ્ધ, તપસ્વી સાધુઓ હોય, તેથી સર્વ સાધુઓને દૂધ-ઘી આદિ વિગયયુક્ત પૌષ્ટિક આહાર સુલભ થતો ન હોય અને કેટલાક સાધુઓને તથાપ્રકારના પૌષ્ટિક આહારની આવશ્યકતા હોય, ત્યારે તે સાધુઓ સાથે મળીને નજીકના ગામમાં દૂધ, ઘી આદિ પદાર્થો સુલભ હોય તેવા ગોવાળ આદિની વસ્તીમાં થોડા સમય માટે જાય છે. આ રીતે અનેક સાધુઓને સાથે મળીને દુગ્ધાદિની સુલભતાવાળા આદિ ક્ષેત્રમાં જવાનું હોય તો ગચ્છ પ્રમુખ આચાર્ય અથવા સ્થવિર આદિની આજ્ઞા લેવી આવશ્યક હોય છે. જો આચાર્ય આદિને આવશ્યક લાગે તો જ તેને અભિનિચારિકા ગમન માટે આજ્ઞા આપે છે, અન્યથા તેનો નિષેધ કરે છે. તે સાધુઓ આચાર્ય આદિની આજ્ઞા વિના અભિનિચારિકા ગમન-સાથે મળીને અન્યત્ર ગમન કરે, તો તે સાધુઓ જેટલા દિવસ આજ્ઞા વિના રહે તે પ્રમાણે તેમને દીક્ષા છેદ અથવા પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આવે છે. ચર્યાપ્રવિષ્ટ અને ચર્યાનિવૃત્ત સાધુના કર્તવ્ય:२० चरियापविढे भिक्खू चउरायाओ पंचरायाओ थेरे पासेज्जा, सच्चेव आलोयणा, सच्चेव पडिक्कमणा, सच्चेव ओग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ अहालंदमवि ओग्गहे । ભાવાર્થ :- ચર્યા પ્રવિષ્ટ અર્થાતુ ગુરુ આજ્ઞાથી અન્યત્ર વિચરતાં સાધુ ચાર-પાંચ રાતની અવધિમાં જ સ્થવિર(ગુરુ) પાસે આવી જાય તો તે જ(પૂર્વની) આલોચના, તે જ પ્રતિક્રમણ અને તે જ પૂર્વે ગ્રહણ કરેલી અવગ્રહની આજ્ઞા રહે છે, કારણ કે તે યથાલંદકાળ-અલ્પકાળ પણ અવગ્રહ (આજ્ઞા) વિના રહ્યા નથી. Page #367 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૪. [ ૨૯૫ ] २१ चरियापविढे भिक्खू परं चउरायाओ-पंचरायाओ थेरे पासेज्जा, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा, पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा । भिक्खुभावस्स अट्ठाए दोच्चंपि ओग्गहे अणुण्णवेयव्वे सिया । कप्पइ से एवं वदित्तए, अणुजाणह भंते ! मिओग्गहं अहालंदं धुवं णितियं वेउट्टियं, तओ पच्छा कायसफास । ભાવાર્થ :- ચર્યા પ્રવિષ્ટ અર્થાતુ ગુરુ આજ્ઞાથી અન્યત્ર વિચરતાં સાધુ ચાર-પાંચ રાત કરતાં વધુ સમય પછી સ્થવિર પાસે આવે તો તેઓ પુનઃ આલોચના, પુનઃ પ્રતિક્રમણ કરીને દીક્ષા છેદ અથવા તારૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ભિભાવ- સંયમ સુરક્ષા અર્થે તેઓએ બીજીવાર આજ્ઞા લેવી જોઈએ. આજ્ઞા લેતાં તેઓ આ પ્રમાણે કહે છે– હે અંતે! આપના મિતાવગ્રહમાં વિચરવાની, યથાલંદ– યથાકલ્પની, ધ્રુવ-નિયત-નૈશ્ચયિક આવશ્યક કર્તવ્યોની તથા પાછા આવવાની આજ્ઞા આપો અર્થાત્ પુનઃ આપની આજ્ઞામાં રહેવાની અનુજ્ઞા આપો. આ પ્રમાણે કહીને ગુરુ ચરણનો સ્પર્શ કરી વંદન કરે. | २२ चरियाणियट्टे भिक्खू जाव चउरायाओ पंचरायाओ थेरे पासेज्जा, सच्चेव आलोयणा सच्चेव पडिक्कमणा सच्चेव ओग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ अहालंदमवि ओग्गहे । ભાવાર્થ:- ચર્યા નિવૃત્ત અર્થાતુ ગુરુ આજ્ઞાથી અન્યત્ર વિચરણ કરીને પાછા ફરતાં સાધુ (ગુરુ આજ્ઞાના સમયાવધિ પછીની) ચાર-પાંચ રાતની અવધિમાં જ સ્થવિર પાસે આવી જાય તો તે જ (પૂર્વની) આલોચના, તે જ પ્રતિક્રમણ અને તે જ પૂર્વે ગ્રહણ કરેલી અવગ્રહની આજ્ઞા રહે છે, (પુનઃ આજ્ઞાદિ લેવાની આવશ્યકતા નથી, કારણ કે તે યથાલંદકાળ-અલ્પ કાળ પણ અવગ્રહ (ગુરુ આજ્ઞા) વિના રહ્યા નથી. २३ चरियाणियट्टे भिक्खू परं चउरायाओ पंचरायाओ थेरे पासेज्जा, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा। भिक्खुभावस्स अट्ठाए दोच्चं पि ओग्गहे अणुण्णवेयव्वे सिया । कप्पइ से एवं वदित्तए- अणुजाणह भंते ! मिओग्गहं अहालंदं धुवं णितियं वेउट्टियं, तओ पच्छा कायसंफासं । ભાવાર્થ - ચર્યા નિવૃત્ત અર્થાત્ ગુરુ આજ્ઞાથી અન્યત્ર વિચરણ કરીને પાછા ફરતાં સાધુ (ગુરુ આજ્ઞાના સમયાવધિ પછીની) ચાર-પાંચ રાત કરતાં વધુ સમય પછી સ્થવિર પાસે આવે, તો તેઓ પુનઃ આલોચના, પુનઃ પ્રતિક્રમણ કરીને દીક્ષા છેદ અથવા તપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ભિક્ષ ભાવની અર્થાત સંયમની સુરક્ષા અર્થે તેઓએ બીજીવાર આજ્ઞા લેવી જોઈએ. આજ્ઞા લેતાં તેઓ આ પ્રમાણે કહે છે– હે અંતે ! આપના મિતાવગ્રહમાં વિચરવાની, યથાકલ્પ, ધ્રુવ-નિયત-નૈશ્ચયિક આવશ્યક કાર્યો કરવાની તથા પાછા ફરવાની આજ્ઞા આપો અર્થાત્ પુનઃ આપની આજ્ઞામાં રહેવાની અનુજ્ઞા આપો. આ પ્રમાણે કહીને ગુરુ ચરણનો સ્પર્શ કરે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૬] શ્રીવ્યવહાર સૂત્ર વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ચર્યામાં પ્રવિષ્ટ તથા ચર્યાથી નિવૃત્ત થયેલા સાધુના વિનય-વ્યવહાર આદિ કર્તવ્યોનું પ્રતિપાદન છે. ચય પ્રવિષ્ટ - દૂધ-ઘી આદિ પૌષ્ટિક આહારાદિ માટે અથવા કોઈ વિશિષ્ટ કારણે સ્થવિર(ગુરુ)ની આજ્ઞાથી દૂર દેશમાં ગયેલા સાધુ. ચર્યા નિવૃત્ત – જે પ્રયોજનથી દેશાંતર ગયા હોય, તે પ્રયોજન પૂર્ણ થયા પછી પાછા ફરતાં સાધુ. ચર્યામાં પ્રવિષ્ટ કે ચર્યાથી નિવૃત્ત થયેલા સાધુ જો ચાર-પાંચ દિવસમાં જ પોતાના સ્થવિર સાધુને મળી જાય, તો તેના આલોચના, પ્રતિક્રમણ આદિ સર્વ આવશ્યક કર્તવ્યો પૂર્વવત્ રહે છે, તે સ્થાનમાં તે ગચ્છના સાધુઓ સાથે રહેવાની અનુજ્ઞા પણ પહેલાની રહે છે, તેને ફરીવાર આજ્ઞા લેવી પડતી નથી છે પરંતુ જો તે સાધુ ચાર-પાંચ દિવસ કરતાં વધુ સમય પછી પોતાના સ્થવિરને મળે, તો તેને ફરીવાર આલોચના, પ્રતિક્રમણ કરીને, ત્યાં રહેવાની આજ્ઞા પણ ફરીવાર લેવી પડે છે. fબહુભાવસ:-ભિક્ષુભાવ, સંયમભાવ. ગુરુ સારણા, વારણા આદિ દ્વારા શિષ્યના સંયમ ભાવમાં વૃદ્ધિ કરાવે છે, સંયમની સુરક્ષા કરે છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરી સારણાદિને ભિક્ષભાવ કહે છે. ગુરુ સારણા, વારણા, નોદના અને પ્રતિનોદના, આ ચાર પ્રકારે શિષ્યના સંયમ ભાવની રક્ષા કરે છે. વિસ્મૃત અર્થનું સ્મરણ કરાવવું તે સારણ( ), અતિચારાદિનો પ્રતિષેધ કરવો, મૂળગુણ-ઉત્તરગુણમાં અતિચાર દોષ લગાડતાં શિષ્યને રોકવા તે વારણા, વ્રત પાલનમાં કે સમાચારીના પાલનમાં સ્કૂલના થઈ હોય તેનું પુનઃ શિક્ષણ આપવું, અલિતની શિક્ષા આપવી તે નોદના અને તેનું વારંવાર શિક્ષણ આપવું તથા કઠોરતમ શિક્ષા આપવી, તે પ્રતિનોદના કહેવાય છે. નિવાઈ- મિત અવગ્રહ. ગુરુની આસપાસના સાડા ત્રણ હાથ પ્રમાણ ક્ષેત્રને મિત અવગ્રહ કહે છે. ગુરુના ચરણનો સ્પર્શ કરવા ગુરુના મિત અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા લેવામાં આવે છે. અહીં ઉપલક્ષણથી ગમન-પ્રયોજન વશ બહાર જવું, ઉઠવું, બેસવું, સૂવું, ભોજન, સ્વાધ્યાય આદિ ગુરુની આજ્ઞાપૂર્વક કરવા અર્થાત્ ગુરુની આજ્ઞામાં વિચરવાને મિત અવગ્રહ કહ્યો છે. તેને વધુ સ્પષ્ટ કરવા સૂત્રકારે મહાdવગેરે શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રસ્તુતમાં મહત્ત-યથાશાનં-યથાલંદ શબ્દ યથાકાળ અર્થમાં પ્રયુક્ત છે. ઘુવં-થુવા કચ્છમય થવયં બં- ગચ્છમાં અવશ્ય કરવા યોગ્ય કર્તવ્યો. ળિયેયં-નિયતંઅવશ્યકરણીય, ગિરિબં-fણ -ઐશ્વય-નિશ્ચય ભાવથી કરવા યોગ્ય અનુષ્ઠાનો, વેટ્ટિ- વ્યાવર્તિતમ– સ્થવિરોની અનેક પ્રકારે આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય તેની ક્ષમાપના માંગી, ગુરુ આજ્ઞામાં રહેવાની આજ્ઞા માંગી ચરણ સ્પર્શ કરીને વંદન કરે છે. ચાર-પાંચ દિવસનું કથન એક વ્યવહારિક સીમા છે. આ ઉદ્દેશકના ૧૫મા સૂત્રમાં, નિશીથ સૂત્ર ઉદ્દેશક-૪, ઉ–૯ વગેરે સ્થાને દરેક વિષયમાં ચાર-પાંચ દિવસની છૂટ આપવામાં આવી છે. શારીરિકાદિ કોઈ કારણથી મોડું થાય તો ચાર-પાંચ દિવસમાં તે-તે કાર્ય શિષ્ય કરી લે તો તે આજ્ઞામાં જ ગણાય છે અને તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. શૈક્ષ અને રત્નાધિકોનો વ્યવહાર:२४ दो साहम्मिया एगयओ विहरंति, तं जहा-सेहे य राइणिए य । तत्थ Page #369 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૪ [ ૨૯૭ ] सेहतराए पलिच्छण्णे, राइणिए अपलिच्छण्णे ।सेहतराएणं राइणिए उवसंपज्जियव्वे, भिक्खोववायं च दलयइ कप्पागं । ભાવાર્થ :- અલ્પ દીક્ષાપર્યાયવાળા શૈક્ષ અને અધિક દીક્ષાપર્યાયવાળા રત્નાધિક, એમ બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાં શૈક્ષ સાધુ શ્રુતસંપન્ન તથા શિષ્ય સંપન્ન હોય અને રત્નાધિક સાધુ શ્રત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય તો પણ શેક્ષે રત્નાધિક સાધુના વિનય, વૈયાવચ્ચ કરવા, આહાર, પાણી લાવીને આપવા, પાસે રહેવું અને જુદા વિચારવા માટે શિષ્ય આપવો ઇત્યાદિ કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. २५ दो साहम्मिया एगयओ विहरंति, तं जहा- सेहे य राइणिए य । तत्थ राइणिए पलिच्छण्णे, सेहतराए अपलिच्छण्णे । इच्छा राइणिए सेहतरागं उपसंपेज्जइ, इच्छा णो उवसंपेज्जइ इच्छा भिक्खोववायं दलयइ कप्पागं, इच्छा णो दलयइ कप्पागं। ભાવાર્થ :- અલ્પ દીક્ષાપર્યાયવાળા શૈક્ષ અને અધિક દીક્ષાપર્યાયવાળા રત્નાધિક, એમ બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાં રત્નાધિક સાધુ શ્રુતસંપન્ન તથા શિષ્યસંપન્ન હોય અને શૈક્ષ સાધુ શ્રત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય, તો રત્નાધિક સાધુની ઇચ્છા થાય તો શૈક્ષ સાધુની વૈયાવચ્ચ કરે, ઇચ્છા ન હોય તો ન કરે. ઇચ્છા હોય તો આહાર લાવીને આપે, ઇચ્છા ન હોય તો ન આપે, ઇચ્છા હોય તો પાસે રાખે ઇચ્છા ન હોય તો ન રાખે, ઇચ્છા હોય તો જુદા વિચરવા માટે શિષ્ય આપે ઇચ્છા ન હોય તો ન આપે. વિવેચનઃ પ્રસ્તુત સુત્રોમાં રત્નાધિક અને શૈક્ષ સાધર્મિક સાધુઓના સ્વૈચ્છિક વ્યવહાર તથા આવશ્યક કર્તવ્યોનું કથન છે. સેટે શૈક્ષ. સામાન્ય રીતે નવદીક્ષિત કે જેનો ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાના શિક્ષણનો કાળ ચાલુ હોય અર્થાત્ ત્રણ વર્ષ સુધીની દીક્ષા પર્યાયવાળા સાધુ શૈક્ષ કહેવાય છે, પરંતુ અહીં રત્નાધિકની અપેક્ષાએ અલ્પ દીક્ષાપર્યાયવાળા સાધુને શૈક્ષ કહ્યા છે. આ અપેક્ષાએ અનેક વર્ષોની દીક્ષાપર્યાયવાળા પણ શૈક્ષ કહેવાય છે. બે સાધુમાં એક દસ વર્ષના દીક્ષાપર્યાયવાળા હોય અને બીજા બાર વર્ષના દીક્ષા પર્યાયવાળા હોય, તો આ સૂત્રાનુસાર બાર વર્ષના દીક્ષાવાળા રત્નાધિક અને દસ વર્ષના દીક્ષાવાળા શૈક્ષ કહેવાય છે. (૧) રત્નાધિક સાધુ શિષ્ય આદિથી સંપન્ન હોય અને શૈક્ષ સાધુ શિષ્ય આદિથી સંપન્ન ન હોય, તો તેને વિચરણ કરવા માટે શિષ્ય આપવા, તેના માટે આહાર આદિ લાવીને આપવા વગેરે સેવાના કાર્ય રત્નાધિક સાધુ પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. રત્નાધિક માટે શૈક્ષની સેવા કરવી, તે સ્વૈચ્છિક છે. (૨) શૈક્ષ સાધુ જો શિષ્ય આદિથી સંપન્ન હોય તથા રત્નાધિક સાધુ શિષ્યાદિથી સંપન્ન ન હોય અને તે વિચરણ કરવા ઈચ્છે અથવા કોઈ સેવા કરાવવા ઇચ્છે તો શિષ્યાદિ સંપન્ન શૈક્ષનું કર્તવ્ય છે કે તે રત્નાધિકને બહુમાન આપીને તેની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરે. શૈક્ષ માટે રત્નાધિકની સેવા કરવી આવશ્યક છે. આ કથન કર્તવ્ય તથા અધિકારની અપેક્ષાએ છે. સેવાની આવશ્યક્તા હોય ત્યારે રત્નાધિકે પણ શૈક્ષની યથાયોગ્ય સેવા કરવી, કરાવવી જરૂરી છે, જો રત્નાધિક સાધુ સેવાની વ્યવસ્થા ન કરે તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, તેથી સૂત્રોક્ત વિધાન સામાન્ય સ્થિતિની અપેક્ષાએ છે એમ સમજવું જોઈએ. પસ્થિum- શિષ્ય અને શ્રતથી સંપન્ન સાધુ પલિચ્છન્ન કહેવાય છે. જે સાધુને એક કે અનેક શિષ્ય હોય તે Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] શ્રીવ્યવહાર સૂત્ર શિષ્ય સંપદાથી યુક્ત કહેવાય છે અને જે સાધુએ ઉપાધ્યાયની નિશ્રામાં આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્ર વગેરે સૂત્રોની વાચના લીધી હોય, તે શ્રુતસંપન્ન કહેવાય છે. ભાષ્યકારે શિષ્ય સંપન્ન સાધુને દ્રવ્ય પલિચ્છત્ર અને શ્રુત સંપન્ન સાધુને ભાવપલિચ્છત્ર કહ્યા છે. રત્નાધિકોના નેતૃત્વમાં વિહાર - २६ दो भिक्खुणो एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ णं आहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ- બે સાધુ એક સાથે વિચરતા હોય તો તેણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે. | २७ दो गणावच्छेइया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ णं आहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ :- બે ગણાવચ્છેદક એક સાથે વિચરતા હોય તો તેણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્ય (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચારવું કહ્યું છે. | २८ दो आयरिय-उवज्झाया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ :- બે આચાર્ય અથવા બે ઉપાધ્યાય એક સાથે વિચારતા હોય તો તેણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે. २९ बहवे भिक्खुणो एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ:- ઘણા સાધુઓ એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતુ નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાતુ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે. |३० बहवे गणावच्छेइया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ:- ઘણા ગણાવચ્છેદકો એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર એકબીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૪ ૨૯૯ | ३१ बहवे आयरिय-उवज्झाया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ – ઘણા આચાર્ય અથવા ઉપાધ્યાય એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારીને સાથે વિચરવું કહ્યું છે. ३२ बहवे भिक्खुणो बहवे गणावच्छेइया, बहवे आयरिय-उवज्झाया एगयओ विहरंति, णो णं कप्पइ अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । कप्पइ णं अहाराइणियाए अण्णमण्णं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ – ઘણા સાધુઓ, ઘણા ગણાવચ્છેદકો અને ઘણા આચાર્યો-ઉપાધ્યાયો એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર એક બીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પતું નથી, પરંતુ પરસ્પરમાં લઘુ-જ્યેષ્ઠ (નાના-મોટા)ની મર્યાદા સ્વીકારીને અર્થાત્ રત્નાધિકને અગ્રણી તરીકે સ્વીકારી વિચરવું કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુના રત્નાધિકો સાથેના વિનય વ્યવહાર રૂપ આવશ્યક કર્તવ્યોનું કથન છે. બે અથવા અનેક સાધુઓ એક સાથે રહે અથવા એક સાથે વિચરણ કરતા હોય, ત્યારે બંને સાધુએ એકબીજાને સમાન માનીને અર્થાતુ નાના-મોટાની મર્યાદાનો સ્વીકાર કર્યા વિના સાથે રહેવું કલ્પતું નથી. નાના-મોટાની મર્યાદા વિના સાથે રહેવાથી વંદન વ્યવહાર, આવશ્યક કાર્યો માટે આજ્ઞા લેવી વગેરે વિનય વ્યવહાર રહેતો નથી. રત્નાધિકોનો વિનય તેમજ આજ્ઞાપાલન ન કરવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉન્નત્તિ થતી નથી, પરંતુ સ્વચ્છંદતાની વૃદ્ધિ થતાં આત્માનું અધઃપતન થાય છે અને સંયમની વિરાધના થાય છે. જનસાધારણને જાણ થતાં જિનશાસનની હીલના થાય છે, તેથી શૈક્ષ સાધુએ સાથે વિચરણ કરતાં બે કે બે થી અધિક સાધુઓમાં એક સાધુને પ્રમુખ સાધુ તરીકે સ્થાપિત કરીને, તેની ઉપસંપદા-નેતૃત્વ સ્વીકારીને જ પ્રત્યેક પ્રવૃત્તિ કરવી જોઈએ. આ રીતે બે અથવા અનેક આચાર્યો, ઉપાધ્યાયો, ગણાવચ્છેદકો પણ એક સાથે રહે અથવા વિચરણ કરે, ત્યારે પણ દીક્ષાપર્યાયથી જયેષ્ઠ આચાર્ય આદિના ઉચિત વિનય વ્યવહારપૂર્વક સાથે રહેવું જોઈએ. આ વિધાન એક માંડલે આહાર કરનાર સાંભોગિક સાધુઓની અપેક્ષાએ છે. કયારેક અન્ય સાંભોગિક સાધુ, આચાર્ય, ઉપાધ્યાય અથવા ગણાવચ્છેદકનું કોઈ પ્રામાદિમાં એક જ ઉપાશ્રયમાં મળવાનું થાય અને થોડો સમય સાથે રહેવાનો પ્રસંગ હોય તો ઉચિત વિનય વ્યવહાર અને પ્રેમપૂર્વક સાથે રહે છે ત્યારે સૂત્રોક્ત ઉપસંપદા (નેતૃત્વ) સ્વીકારની જરૂર નથી. અન્ય સાંભોગિક સાધુની સાથે ચાતુર્માસ કરવાનું હોય, શેષકાલમાં અધ્યયન કરવા લાંબો સમય સાથે રહેવાનું હોય, તો જેટલો સમય રહેવાનું હોય, તેટલો સમય ઉપસંપદા (નેતૃત્વ) સ્વીકારીને જ રહેવું જોઈએ. | | ઉદ્દેશક-૪ સંપૂર્ણ છે Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦. શ્રીવ્યવહાર સત્ર ઉદ્દેશક-પા પ્રાકથન RORDRORROROR હિ-૫ | આ ઉદ્દેશકમાં મુખ્યત્વે પ્રવતિની કે ગણાવચ્છેદિકા સાધ્વીઓના કર્તવ્ય, સાધુ જીવનમાં આચાર પ્રકલ્પના અધ્યયનની મહત્તા તથા સાધુ-સાધ્વીના પરસ્પરના વ્યવહારમાં ઉત્સર્ગ-અપવાદ માર્ગનું પ્રતિપાદન છે. * પ્રવર્તિની અન્ય બે સાધ્વીઓને પોતાની સાથે લઈને વિચરણ કરે અને ત્રણ સાધ્વીઓને સાથે લઈને ચાતુર્માસ કરે. ગણાવચ્છેદિકા ત્રણ સાધ્વીઓને સાથે લઈને વિચરણ કરે તથા ચાર સાધ્વીઓને સાથે લઈને ચાતુર્માસ કરે. * પ્રમુખ સાધ્વીના કાળધર્મ પછી શેષ સાધ્વીઓ અન્ય યોગ્ય સાધ્વીને પ્રમુખ બનાવીને વિચરણ કરે, કોઈ સાધ્વી પ્રવર્તિની પદને યોગ્ય ન હોય તો વિહાર કરીને શીધ્ર અન્ય પ્રવર્તિની સાધ્વીની નિશ્રામાં પહોંચી જાય. * પ્રવર્તિની સાધ્વી કાલધર્મ પામે ત્યારપછી પ્રવર્તિની નિર્દિષ્ટ યોગ્ય સાધ્વીને પદવી આપવી, તે યોગ્ય ન હોય તો અન્ય યોગ્ય સાધ્વીને પદ પર નિયુક્ત કરવા. * પ્રત્યેક સાધુ સાધ્વીએ આચારાંગ સૂત્ર અનેનિશીથસૂત્ર કંઠસ્થ કરવા અને યાદ રાખવા.આચાર્યાદિએ પણ સમયે-સમયે તે વિષયમાં પૂછતાં રહેવું જોઈએ. જો કોઈ સાધુ કે સાધ્વીને પ્રમાદના કારણે તે સૂત્ર વિસ્મૃત થઈ જાય તો તેને પ્રમુખ બનીને વિચરણ કરવાની આજ્ઞા ન આપવી. જો કોઈ સાધુ-સાધ્વી રોગાદિના કારણે સૂત્ર ભૂલી જાય તો સ્વસ્થ થતાં ફરી કંઠસ્થ કર્યા પછી પદ આદિ આપી શકાય છે. * વૃદ્ધાવસ્થાવાળા સ્થવિર સાધુ વૃદ્ધાવસ્થાના કારણે કંઠસ્થ સૂત્ર ભૂલી જાય, તો તે ક્ષમ્ય છે તથા ફરીને યાદ કરવા છતાં પણ યાદ ન થાય તો કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. વૃદ્ધ સાધુ સૂતાં-સૂતાં સૂત્રની પુનરાવૃત્તિ, શ્રવણ અથવા પૃચ્છા આદિ કરી શકે છે. * વિશેષ પરિસ્થિતિ વિના સાધુ-સાધ્વીએ પરસ્પર એક બીજા પાસે આલોચના, પ્રાયશ્ચિત્ત ન કરવા જોઈએ. વિશેષ પરિસ્થિતિ વિના સાધુ-સાધ્વીએ પરસ્પર એક બીજાનું કોઈ પણ સેવાકાર્ય કરવું ન જોઈએ. આગમોક્ત વિશેષ પરિસ્થિતિઓમાં એક બીજાની સેવા પરિચર્યા કરી શકે છે. * સર્પ કરડી જાય તો સ્થવિરકલ્પી સાધુ મંત્રચિકિત્સા કરાવી શકે છે અને ચિકિત્સા કરાવવાનું તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી.જિનકલ્પીને ચિકિત્સા કરવી કે કરાવવી કલ્પતી નથી અને તેમ કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૫ [ ૩૦૧ | ઉદેશક-૫ 2222222222222 પ્રવર્તિની આદિના વિહારમાં સાધ્વીઓની સંખ્યા :| १ णो कप्पइ पवत्तिणीए अप्पबिइयाए हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ - હેમંત અને ગ્રીષ્મઋતુમાં પ્રવર્તિની સાધ્વીને અન્ય એક સાધ્વીની સાથે પોતાના સહિત બે સાધ્વીઓએ) વિહાર કરવો કલ્પતો નથી. | २ कप्पइ पवत्तिणीए अप्पतइयाए हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મઋતમાં પ્રવર્તિનીને અન્ય બે સાધ્વીઓની સાથે(પોતાના સહિત ત્રણ સાધ્વીઓએ) વિહાર કરવો કલ્પ છે. | ३ णो कप्पइ गणावच्छेइणीए अप्पतइयाए हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મઋતુમાં ગણાવચ્છેદિકાને અન્ય બે સાધ્વીઓની સાથે પોતાના સહિત ત્રણ સાધ્વીઓએ) વિહાર કરવો કલ્પતો નથી. ४ कप्पइ गणावच्छेइणीए अप्पचउत्थाए हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મઋતુમાં ગણાવચ્છેદિકાને અન્ય ત્રણ સાધ્વીઓની સાથે(પોતાના સહિત ચાર સાધ્વીઓએ) વિહાર કરવો કલ્પ છે. | ५ णो कप्पइ पवत्तिणीए अप्पतइयाए वासावासं वत्थए । ભાવાર્થ :- ચાતુર્માસમાં પ્રવર્તિનીને અન્ય બે સાધ્વીઓની સાથે (પોતાના સહિત ત્રણ સાધ્વીઓએ) રહેવું કલ્પતું નથી. ६ कप्पइ पवत्तिणीए अप्पचउत्थाए वासावास वत्थए । ભાવાર્થ :- ચાતુર્માસમાં પ્રવર્તિનીને અન્ય ત્રણ સાધ્વીઓની સાથ(પોતાના સહિત ચાર સાધ્વીઓએ) રહેવું કહ્યું છે. | ७ णो कप्पइ गणावच्छेइणीए अप्पचउत्थाए वासावासं वत्थए । ભાવાર્થ - ચાતુર્માસમાં ગણાવચ્છેદિકાને અન્ય ત્રણ સાધ્વીઓની સાથે પોતાના સહિત ચાર સાધ્વીઓએ)રહેવું કલ્પતું નથી. | ८ कप्पइ गणावच्छेइणीए अप्पपंचमाए वासावासं वत्थए । ભાવાર્થ :- ચાતુર્માસમાં ગણાવચ્છેદિકાને અન્ય ચાર સાધ્વીજીઓની સાથે પોતાના સહિત પાંચ સાધ્વીઓએ)રહેવું કહ્યું છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ३०२ શ્રીવ્યવહાર સૂત્ર ९ से गामंसि वा जाव रायहाणिंसि वा बहूणं पवत्तिणीणं अप्पतइयाणं बहूणं गणावच्छेइणीणं अप्पचउत्थाणं कप्पर हेमंत गिम्हासु चारए अण्णमण्णं णीसा । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મૠતુમાં ગ્રામથી રાજધાની સુધીના સ્થાનમાં અનેક પ્રવર્તિનીઓ પોતે ત્રીજા અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય બે-બે સાધ્વીઓની સાથે (પોતાના સહિત ત્રણ સાધ્વીઓએ) અને અનેક ગણાવચ્છેદિકાઓએ પોત-પોતાની નિશ્રામાં અન્ય ત્રણ-ત્રણ સાધ્વીઓની(પોતાના સહિત ચાર સાધ્વીઓએ) સાથે વિહાર કરવો કલ્પે છે. १० से गामंसि वा जाव रायहाणिसि वा बहूणं पवत्तिणीणं अप्पचउत्थाणं बहूणं गणावच्छेइणीणं अप्पपंचमाणं कप्पइ वासावासं वत्थए अण्णमण्णं णीसाए । ભાવાર્થ :ચાતુર્માસમાં અનેક પ્રવર્તિનીઓએ ગ્રામથી રાજધાની સુધીના સ્થાનમાં પોત-પોતાની નિશ્રામાં અન્ય ત્રણ-ત્રણ સાધ્વીઓની (પોતાના સહિત ચાર સાધ્વીઓએ) સાથે રહેવું કલ્પે છે અને અનેક ગણાવચ્છેદિકાઓએ (પોતાના સહિત પાંચ સાધ્વીઓએ) પોત-પોતાની નિશ્રામાં અન્ય ચાર-ચાર સાધ્વીઓની (પોતાના સહિત પાંચ સાધ્વીઓએ) સાથે રહેવું કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પ્રવર્તિની તથા ગણાવચ્છેદિકા સાધ્વીની સાથે રહેતા સાધ્વીઓની સંખ્યાનું વિધાન છે. બૃહત્કલ્પ ઉદ્દે. ૫ માં સાધ્વીને એકલા રહેવાનો નિષેધ છે અને અહીં પ્રવર્તિનીને અન્ય એક સાધ્વીની સાથે વિચરવાનો નિષેધ છે, તેથી પ્રવર્તિની એક સાધ્વીને સાથે રાખીને વિચરી શકે નહીં, બે સાધ્વીઓને સાથે લઈને અર્થાત્ ત્રણ સાધ્વીઓ વિચરી શકે છે અને ત્રણ સાધ્વીઓને સાથે રાખીને અર્થાત્ ચાર સાધ્વીઓ ચાતુર્માસ કરી શકે છે. પ્રવર્તિનીની પ્રમુખ . સહાયિકા સાધ્વી ગણાવચ્છેદિકા કહેવાય છે. તેનું કાર્યક્ષેત્ર ગણાવચ્છેદકની સમાન વિશાળ હોય છે અને તે પ્રવર્તિનીની આજ્ઞાથી સાધ્વીઓની વ્યવસ્થા, સેવા, પ્રાયશ્ચિત્ત આદિ ગચ્છના સર્વ કાર્યોની દેખરેખ રાખે છે, તેથી ગણાવચ્છેદિકા અન્ય ત્રણ સાધ્વીઓની સાથે અર્થાત્ ચાર સાધ્વીઓ શેષકાલમાં વિચરી શકે છે અને અન્ય ચાર સાધ્વીઓને સાથે રાખીને અર્થાત્ પાંચ સાધ્વીઓ સાથે મળીને ચાતુર્માસ કરી શકે છે. ઉપરોક્ત સૂત્રોથી સ્પષ્ટ થાય છે કે પ્રવર્તિની કે ગણાવચ્છેદિકા આદિ પદની ગરિમાને જાળવી રાખવા પદવીધારી સાધ્વી પોતાની નિશ્રામાં અન્ય એક સાધ્વીને લઈને અર્થાત્ પદવીધર અને અન્ય એક, એમ બે સાધ્વીઓ વિચરણ કરી શકે નહીં, પરંતુ પદવીધર સિવાયની બે સામાન્ય સાધ્વીઓ સાથે વિચરણ કરી શકે છે અથવા ચાતુર્માસ પણ કરી શકે છે. સેવા આદિના નિમિત્તે પ્રવર્તિની આદિની આજ્ઞાથી બે સાધ્વીઓ અન્યત્ર જઈ શકે છે. બૃહદ્કલ્પ સૂત્ર ઉદ્દેશક-૫ અનુસાર સાધ્વી એકલી વિચરણ કરી શકે નહીં, આગમોક્ત રીતે બે સાધ્વીને વિચારવાનો નિષેધ નથી. અગ્રણી સાધ્વીના કાળધર્મ સમયે અન્ય સાધ્વીઓનું કર્તવ્ય : ११ गामाणुगामं दूइज्जमाणी णिग्गंथी य जं पुरओ काउं विहरइ, सा य Page #375 -------------------------------------------------------------------------- ________________ उद्देश - ५ 303 आहच्च वीसुंभेज्जा अत्थियाइ त्थ काइ अण्णा उवसंपज्जणारहा सा उवसंपज्जियव्वा । णत्थियाइ त्थ काइ अण्णा उवसंपज्जणारिहा तीसे य अप्पणो कप्पाए असमत्ते, एवं से कप्पइ एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अण्णाओ साहम्मिणीओ विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए । णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परो वएज्जा-वसाहि अज्जे ! एगरायं वा दुरायं वा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जं तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ सा संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- સાધ્વીઓ જેને અગ્રણી માનીને અર્થાત્ જે સાધ્વીના નેતૃત્વમાં ગ્રામાનુગ્રામ વિચરી રહ્યા હોય, તે મુખ્ય સાધ્વી કાળધર્મ પામે તો શેષ સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા भेोईये. અન્ય કોઈ સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયંને પણ આચાર પ્રકલ્પ-નિશીથ સૂત્ર આદિ શાસ્ત્રનું અધ્યયન પૂર્ણ ન થયું હોય તો તેણે માર્ગમાં એક-એક રાત્રિ રોકાતાં-રોકાતાં જે દિશામાં અન્ય સાધર્મી સાધ્વીઓ વિચરતા હોય તે દિશામાં જવું જોઈએ. તેણે માર્ગમાં વિચરવાના લક્ષથી રહેવું કલ્પતું નથી, રોગાદિનું કારણ હોય તો રહેવું કલ્પે છે. રોગાદિનું કારણ સમાપ્ત થઈ જાય અને કોઈ કહે કે હે આર્યા ! એક કે બે રાત વધારે રહો, તો તેને એક કે બે રાત વધારે રહેવું કલ્પે છે, એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે સાધ્વી એક કે બે રાતથી વધારે રહે, તો મર્યાદાના ઉલ્લંઘનને કારણે તે સાધ્વી દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. १२ वासावासं पज्जोसविया णिग्गंथी य जं पुरओ काउं विहरइ, सा य आहच्च वीसुंभेज्जा अत्थियाइ त्थ काइ अण्णा उवसंपज्जणारिहा सा उवसंपिज्जियव्वा । णत्थियाइ त्थ काइ अण्णा उवसंपज्जणारिहा तीसे य अप्पणो कप्पाए असमत्ते एवं से कप्पर एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अण्णाओ साहम्मिणीओ विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए । णो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि णिट्ठियंसि परा वएज्जा- वसाहि अज्जे ! एगरायं वा दुरायं वा । एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जं तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसई सा संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- સાધ્વીઓ જેને અગ્રણી માનીને અર્થાત્ જે સાધ્વીના નેતૃત્વમાં ચાતુર્માસમાં રહ્યા હોય, તે Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ | શ્રીવ્યવહાર સૂત્ર મુખ્ય સાધ્વી કાળધર્મ પામે, તો શેષ સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. અન્ય કોઈ સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયં(રત્નાધિક)ને પણ આચાર પ્રકલ્પ-નિશીથ સૂત્ર આદિ શાસ્ત્રનું અધ્યયન પૂર્ણ ન થયું હોય તો તેને માર્ગમાં એક-એક રાત્રિ રોકાતાં-રોકાતાં જે દિશામાં અન્ય સાધર્મી સાધ્વીઓ વિચરતા હોય તે દિશામાં જવું કહ્યું છે. માર્ગમાં વિચરવાના લક્ષથી તેને રહેવું કલ્પતું નથી, રોગાદિનું કારણ હોય તો વધારે રહેવું કહ્યું છે. રોગાદિનું કારણ સમાપ્ત થઈ જાય અને કોઈ કહે કે હે આર્યા! એક બે રાત વધારે રહો તો તેને એક કે બે રાત વધારે રોકાવું કહ્યું છે, એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે સાધ્વી એક કે બે રાતથી વધારે રહે છે, તો મર્યાદાના ઉલ્લંઘનના કારણે તે દીક્ષા છેદ અથવા કપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં અગ્રણી સાધ્વી કાળધર્મ પામે ત્યારે શેષ સાધ્વીઓના કર્તવ્યોનું કથન છે. અન્ય સાધ્વીને અગ્રણી બનાવવા વગેરેનું વિવેચન ચોથા ઉદ્દેશકના સુત્ર ૧૧-૧૨ સમાન સમજવું જોઈએ. સંક્ષેપમાં સાધ્વીઓએ કોઈપણ પ્રવર્તિની કે અગ્રણી સાધ્વીની નિશ્રા સ્વીકારીને જ વિચારવું જોઈએ. વડિલ સાધ્વીની નિશ્રા વિના સંયમ દ્ધિ કે સર્વાગી વિકાસ થતો નથી. પ્રવર્તીનીના કાલધર્મ પછી પદ પ્રદાનનો નિર્ણય:|१३ पवत्तिणी य गिलायमाणी अण्णयरं वएज्जा- मए णं अज्जे ! कालगयाए समाणीए इयं समुक्कसियव्वा । ___ सा य समुक्कसिणारिहा समुक्कसियव्वा, सा य णो समुक्कसिणारिहा णो समुक्कसियव्वा । अत्थियाई स्थ अण्णा काइ समुक्कसिणारिहा सा समक्कसियव्वा, णत्थियाई त्थ अण्णा काइ समक्कसिणारिहा सा चेव समुक्कसियव्वा । ताए च णं समुक्किट्ठाए परा वएज्जा- दुस्समुक्किट्ठ ते अज्जे ! णिक्खिवाहि । ताए णं णिक्खिवमाणीए णत्थि केइ छए वा परिहारे वा । जाओ साहम्मिणीओ अहाकप्प णो उठाए विहरति सव्वासिं तासिं तप्पत्तिय छेए वा परिहारे वा । ભાવાર્થ - રોગગ્રસ્ત પ્રવર્તિની સાધ્વી અન્ય કોઈ સાધ્વીને કહે કે હે આર્યા! મારા કાલધર્મ પછી અમુક સાધ્વીને મારા પદ પર સ્થાપિત કરજો. પ્રવર્તિની દ્વારા નિર્દિષ્ટ તે સાધ્વી તે પદ માટે યોગ્ય હોય, તો તેને સ્થાપિત કરવા જોઈએ. જો તે સાધ્વી પદ માટે યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. તે સમુદાયમાં અન્ય કોઈ સાધ્વી તે પદને યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ અને જો સમુદાયમાં અન્ય કોઈ સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિની નિર્દિષ્ટ સાધ્વીને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. પ્રવર્તિની નિર્દિષ્ટ સાધ્વીને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ સાધ્વી કહે કે હે આર્યા! તમે આ પદને માટે અયોગ્ય છો, તેથી તમે પદ છોડી દો. ગીતાર્થ સાધ્વી આ પ્રમાણે કહે ત્યારે તેણી તે Page #377 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-પ ૩૦૫ પદને છોડી દે, તો તે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. અન્ય સાધર્મિક સાધ્વીઓ કલ્પ અનુસાર તે અયોગ્ય પ્રવર્તિનીને પદ છોડવા માટે ન કહે, તો તે બધા સાધર્મિક સાધ્વીઓ તે (ન તે કહેવાના) કારણથી દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. १४ पवत्तिणी य ओहायमाणी अण्णयरं वएज्जा- मए णं अज्जे ! ओहावियाए समाणीए इयं समुक्कसियव्वा । सा य समुक्कसिणारिहा समुक्कसियव्वा, सा य समुक्कसिणारहा णो समुक्कसियव्वा । अत्थियाइ त्थ अण्णा काइ समुक्कसिणारहा सा समुक्कसियव्वा, णत्थियाइ त्थ अण्णा काइ समुक्कसिणारहा सा चेव समुक्कसियव्वा । ताए च णं समुक्किट्ठाए परा वएज्जा - दुस्समुक्किट्ठे ते अज्जे ! णिक्खिवाहि, ताए णं णिक्खिवमाणीए णत्थि केइ छेए वा परिहारे वा । जाओ तं साहम्मिणीओ अहाकप्पे णो उवट्ठाए विहरंति सव्वासि तासिं तप्पत्तियं छेए वा परिहारे वा । ભાવાર્થ :- સંયમનો પરિત્યાગ કરનાર પ્રવર્તિની સાધ્વી અન્ય કોઈ સાધ્વીને કહે કે હે આર્યા ! મારા ગયા પછી અમુક સાધ્વીને મારા પદ પર સ્થાપિત કરજો. પ્રવર્તિની નિર્દિષ્ટ તે સાધ્વી તે પદને માટે યોગ્ય હોય તો તેને તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. તે સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. સમુદાયમાં અન્ય સાધ્વી તે પદને યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવા જોઈએ. સમુદાયમાં અન્ય સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિની નિર્દિષ્ટ સાધ્વીને જ તે પદે સ્થાપિત કરવા જોઈએ. તેને પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ સાધ્વી કહે કે હે આર્યા ! તમે આ પદને અયોગ્ય છો, તેથી આ પદ છોડી દો. ગીતાર્થ સાધ્વી આ પ્રમાણે કહે ત્યારે જો તે સાધ્વી તે પદને છોડી દે, તો તે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. જો સાધર્મિક સાધ્વીઓ કલ્પ (ઉત્તરદાયિત્વ) અનુસાર તેને પ્રવર્તિની આદિ પદ છોડવાનું ન કહે તો તે બધા સાધર્મી સાધ્વીઓ ઉક્ત(ન કહેવાના) કારણથી દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં પ્રવર્તિની સાધ્વીના કાલધર્મ પછી પદ-પ્રદાન માટેની નિર્ણય વિધિનું પ્રતિપાદન છે. સામાન્ય રીતે આચાર્ય પોતાના ગચ્છના સર્વ સાધુ સાધ્વીઓના નાયક હોય છે, તેથી તેમના નિર્ણય અનુસાર પ્રવર્તિનીનું પદ પ્રદાન થાય છે. તેના નિર્દેશ અનુસાર પ્રવર્તિનીના પદ પર કોઈ સાધ્વીને નિયુક્ત કરી શકાય છે, પરંતુ સામાન્ય વિધાનની અપેક્ષાએ સાધ્વીઓ અથવા પ્રવર્તિની આદિ પણ યોગ્ય સાધ્વીને પ્રવર્તિની આદિ પદ પર નિયુક્ત કરી શકે છે તે આ સૂત્રોથી સ્પષ્ટ થાય છે. અન્ય વિવેચન ચોથા ઉદ્દેશાના સૂત્ર ૧૩, ૧૪ની સમાન જાણવું જોઈએ. આચારપ્રકલ્પ વિસ્મૃતને પદ પ્રદાનની વિધિ-નિષેધ : १५ णिग्गंथस्स णं णव- डहर - तरुणस्स आयारपकप्पे णामं अज्झयणे परिब्भट्ठे सिया । से य पुच्छियव्वे- केण ते कारणेण अज्जो ! आयारपकप्पे णामं अज्झयणे परिब्भट्ठे ? किं आबाहेणं उदाहु पमाएणं ? से य वएज्जा- णो आबाहेणं, Page #378 -------------------------------------------------------------------------- ________________ 305 શ્રીવ્યવહાર સૂત્ર पमाएणं । जावज्जीवं तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । से य वएज्जा- आबाहेणं णो पमाएणं । से य संठवेस्सामि ति संठवेज्जा एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । से य संठवेस्सामि ति णो संठवेज्जा, एवं से जो कप्पइ आयरियंत्त वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- નિગ્રંથ-સાધુના નવદીક્ષિત, બાલ તથા તરુણ સાધુને જો આચારપ્રકલ્પ (આચારાંગનિશીથસૂત્ર)ના અધ્યયન વિસ્તૃત થઈ જાય તો તેને ગીતાર્થ સાધુ આદિ પૂછે કે(પ્રશ્ન) હે આર્ય ! તમે કયા કારણે આચારપ્રકલ્પને ભૂલી ગયા છો ? શું રોગાદિ કારણથી ભૂલ્યા છો કે પ્રમાદથી ભૂલ્યા છો ? (ઉત્તર) તે કહે કે રોગાદિ કારણથી નહીં પરંતુ પ્રમાદથી ભૂલી ગયો છું, તો તેને ઉક્ત કારણથી જીવનપર્યંત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. તે કહે કે રોગાદિ કારણથી ભૂલી ગયો છું, પ્રમાદથી નહીં; હવે હું આચાર પ્રકલ્પને ફરી કંઠસ્થ કરી લઈશ. એ પ્રમાણે કહીને કંઠસ્થ કરી લે તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પે છે. તે આચાર પ્રકલ્પને ફરી કંઠસ્થ કરી લેવાનું કહીને પણ કંઠસ્થ ન કરે, તો તેને આચાર્યથી ગણાવચ્છેદક સુધીના પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. १६ णिग्गंथीए णं णव- डहर - तरुणाए आयारपकप्पे णामं अज्झयणे परिब्भट्ठे सिया । सा य पुच्छियव्वा- केण ते कारणेणं अज्जे ! आयारपकप्पे णामं अज्झयणे परिब्भट्ठे ? किं आबाहेणं उदाहु पमाएणं ? सा य वएज्जा - णो आबाहेणं, पमाएणं । जावज्जीवं तीसे तप्पत्तियं णो कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । सा य वएज्जा- आबाहेणं, णो पमाएणं । सा य संठवेस्सामि ति संठवेज्जा एवं से कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । सा य संठवेस्सामि ति णो संठवेज्जा, एवं से जो कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ:- નવદીક્ષિત, બાલ તથા તરુણ સાધ્વીને આચારપ્રકલ્પ અધ્યયન વિસ્તૃત થઈ જાય, તો તેને ગીતાર્થ સાધ્વી આદિ પૂછે કે(પ્રશ્ન) હે આર્યા ! તમે કયા કારણે આચારપ્રકલ્પને ભૂલી ગયા છો ? શું રોગાદિ કારણથી ભૂલ્યા છો કે પ્રમાદથી ભૂલ્યા છો ? (ઉત્તર) તે કહે કે રોગાદિ કારણથી નહીં પરંતુ પ્રમાદથી ભૂલી ગઈ છું, તો તેને ઉક્ત કારણથી જીવનપર્યંત પ્રવર્તિની અથવા ગણાવચ્છેદિકાનું પદ આપવું અથવા ધારણ કરવું કલ્પતું નથી. જો તે કહે કે રોગાદિ કારણથી ભૂલી ગઈ છું, પ્રમાદથી નહીં. હવે હું આચાર પ્રકલ્પના અધ્યયન ફરીને કંઠસ્થ કરી લઈશ, એ પ્રમાણે કહીને કંઠસ્થ કરી લે, તો તેને પ્રવર્તિની અથવા ગણાવચ્છેદિકાનું પદ Page #379 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૫ ૩૦૭ ] આપવું અથવા ધારણ કરવું કહ્યું છે. તે આચારપ્રકલ્પને ફરી કંઠસ્થ કરવાનું કહીને પણ કંઠસ્થ ન કરે, તો તેને પ્રવર્તિની અથવા ગણાવચ્છેદિકાનું પદ આપવું અથવા ધારણ કરવું કલ્પતું નથી. १७ थेराणां थेरभूमिपत्ताणं आयारपकप्पे णामं अज्झयणे परिब्भटे सिया । कप्पइ तेसिं संठवेत्ताण वा, असंठवेत्ताण वा आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- સ્થવિરત્વ–વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત સ્થવિરને જો આચાર પ્રકલ્પના અધ્યયન વિસ્મૃત થઈ જાય અને તે ફરી કંઠસ્થ કરે અથવા ન કરે તો પણ તેને આચાર્ય યાવત ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કહ્યું છે. |१८ थेराणं थेरभूमिपत्ताणं आयारपकप्पे णामं अज्झयणे परिब्भटे सिया । कप्पइ तेसिं सण्णिसण्णाण वा, संतुयट्टाण वा उत्ताणयाण वा पासिल्लयाण वा आयारपकप्पं णाम अज्झयणं दोच्चं पि तच्च पि पडिपुच्छित्तए वा पडिसारेत्तए वा । ભાવાર્થ :- સ્થવિરત્વ-વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત સ્થવિરને જો આચારપ્રકલ્પના અધ્યયન વિસ્મૃત થઈ જાય તો તેને બેસીને, સૂઈને, ઉત્તાસનથી અર્થાત્ ચત્તા સૂઈને, પડખાભર સૂઈને પણ આચારપ્રકલ્પના અધ્યયનનું બે ત્રણવાર પૂછીને સ્મરણ કરવું અને પુનરાવર્તન કરવું કલ્પ છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીના સંયમી જીવનની શુદ્ધિને માટે આચાર પ્રકલ્પની સ્મૃતિની મહત્તા પ્રદર્શિત કરી છે. નવદીક્ષિત, બાલ કે તરુણ પ્રત્યેક શ્રમણ કે શ્રમણીને આચાર પ્રકલ્પ-આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રના ભાવો કંઠસ્થ હોવા જરૂરી છે. તેના આધારે જ તે ગોચરી આદિ આવશ્યક ક્રિયાઓ નિર્દોષપણે કરી શકે છે. તે આચારશુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિના આધારભૂત શાસ્ત્રો છે. આચારપ્રકલ્પના ધારક સાધુ જઘન્ય ગીતાર્થ અથવા જઘન્ય બહુશ્રુત કહેવાય છે. સાધુ જીવનમાં આચાર પ્રકલ્પની અનિવાર્યતા સ્વીકારીને ગચ્છના પ્રમુખ સાધુ કે સાધ્વીએ ગચ્છના સર્વ સાધુઓને પ્રસંગોપાત પૂછી લેવું જોઈએ કે તમોને આચારપ્રકલ્પ યાદ છે કે વિસ્મત થયું છે ? જો વિસ્મૃત થયું હોય, તો તેનું કારણ જાણી તે સાધુ-સાધ્વીને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. શાસ્ત્ર વિસ્મત થવાના બે કારણ છે– (૧) રોગાદિ બાધા-પીડા વગેરે કારણથી (૨) પ્રમાદથી. આ બંને કારણો અનુસાર સાધુને બે પ્રકારના પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) સકારણ ભૂલી ગયા હોય, તો તે શાસ્ત્ર ફરી કંઠસ્થ કરે ત્યાં સુધી તે કોઈ પદવીને ધારણ કરી શકતા નથી તથા સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ પણ કરી શકતા નથી. (૨) પ્રમાદવશ ભૂલી જાય તો તે જીવનપર્યત કોઈ પદવીને ધારણ કરી શકતા નથી તથા સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ પણ કરી શકતા નથી. સ્થવિરમુનિ તેમાં અપવાદરૂપ છે. વૃદ્ધાવસ્થાના કારણે સ્થવિરમુનિઓની સ્મરણ શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય અને તેના કારણે કદાચ આચારપ્રકલ્પના અધ્યયન વિસ્મૃત થઈ જાય, તો તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. સામાન્ય રીતે સાધુઓ જ્ઞાનના બહુમાનપૂર્વક એક આસને બેસીને જ સ્વાધ્યાય કરે છે પરંતુ Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રીવ્યવહાર સૂત્ર સ્થવિર મુનિ પોતાની શારીરિક અસ્વસ્થતાના કારણે બેઠા બેઠા કે સૂતાં-સૂતાં અન્ય સાધુને બે-ત્રણ વાર પૂછીને વિસ્તૃત અધ્યયનોને ફરી સ્મૃતિમાં લાવી શકે છે. ३०८ સૂત્રમાં 'થેરાળ, થેભૂમિપત્તાળ' શબ્દ પ્રયોગથી વયસ્થવિરનું ગ્રહણ થાય છે. પ્રસ્તુત સૂત્રના ઉદ્દેશક-૧૦માં ૬૦ વર્ષ કે ૬૦ વર્ષથી વધુ વયવાળાને વયસ્થવિર કહ્યા છે પ્રસ્તુતમાં વય સ્થવિરથી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત વયસ્થવિરનું ગ્રહણ થાય છે. વૃદ્ધાવસ્થાના કારણે જે વયસ્થવિર મુનિની શરીરશક્તિ અને ઇન્દ્રિયશક્તિ ક્ષીણ થઈ હોય, તેઓની અપેક્ષાએ જ આ અપવાદિક વિધાન છે, તેમ સમજવું જોઈએ. સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના કરવાનો ઉત્સર્ગ–અપવાદ માર્ગ: १९ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो णं कप्पइ अण्णमण्णस्स अंतिए आलोएत्तए । अत्थियाइं त्थ णं केइ आलोयणारिहे कप्पइ णं तस्स अंतिए आलोएत्तए । णत्थियाइं त्थ णं केइ आलोयणारिहे एवं णं कप्पइ अण्णमण्णस्स अंतिए आलोइत्तए । ભાવાર્થ:જે સાધુ અને સાધ્વીઓ સાંભોગિક છે, તેને પરસ્પર એક બીજાની પાસે આલોચના કરવી કલ્પતી નથી. સ્વપક્ષમાં કોઈ આલોચના સાંભળવા યોગ્ય હોય તો તેની પાસે અર્થાત્ સાધુએ સાધુ પાસે અને સાધ્વીએ સાધ્વી પાસે આલોચના કરવી કલ્પે છે. સ્વપક્ષમાં આલોચના સાંભળવા યોગ્ય કોઈ ન હોય તો સાધુ–સાધ્વીએ પરસ્પર આલોચના કરવી કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના સંબંધી ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું કથન છે. બૃહત્કલ્પસૂત્રના ચોથા ઉદ્દેશામાં બાર સાંભોગિક વ્યવહારોનું વર્ણન છે, તેમાં ઉત્સર્ગ માર્ગથી સાધુને સાધ્વીઓની સાથે છ સાંભોગિક વ્યવહાર રાખવાનું કથન છે. તે પ્રમાણે સાધુએ સાધ્વીઓની સાથે એક માંડલામાં સાથે બેસીને આહાર કરવાનો વ્યવહાર હોતો નથી તથા કોઈ ગાઢ કારણ વિના પરસ્પર આહારાદિનું આદાન–પ્રદાન પણ કરવામાં આવતું નથી, તો પણ તે સાધુ-સાધ્વી એક આચાર્યની આજ્ઞામાં હોવાથી અને એક ગચ્છના હોવાથી સાંભોગિક કહેવાય છે. તેવા સાંભોગિક સાધુ-સાધ્વીઓ માટે આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત આદિ વ્યવહારો પરસ્પર એક-બીજા પાસે કરવાનો નિષેધ છે. આલોચના કે પ્રાયશ્ચિત્તના નિમિત્તથી પણ સાધુ-સાધ્વીનો અધિક સંપર્ક કે સંબંધ સંયમી જીવનમાં આપત્તિજનક છે, તેથી સાધુ પોતાના દોષોની આલોચના, પ્રાયશ્ચિત્ત આદિ આચાર્ય, ઉપાધ્યાય કે સ્થવિર સાધુ પાસે જ કરે અને સાધ્વીઓ પોતાની આલોચના, પ્રાયશ્ચિત્ત વગેરે પ્રવર્તિની, સ્થવિરા આદિ યોગ્ય સાધ્વીઓની પાસે જ કરે, આ ઉત્સર્ગ માર્ગ છે. અપવાદમાર્ગ અનુસાર કોઈ ગણમાં સાધુ અથવા સાધ્વીઓમાં આલોચના શ્રવણને યોગ્ય અથવા પ્રાયશ્ચિત્ત દેવા યોગ્ય કોઈ સાધુ કે સાધ્વી ન હોય ત્યારે પરિસ્થિતિવશ સાધુ સ્વગચ્છના સાધ્વીની પાસે અને સાધ્વી સ્વગચ્છના સાધુની પાસે આલોચના આદિ કરી શકે છે. સાધુ-સાધ્વીને પરસ્પર સેવા કરવાનો ઉત્સર્ગ-અપવાદ માર્ગ: २० | जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो णं कप्पइ अण्णमण्णेणं वेयावच्चं कारवेत्तए । Page #381 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-પ ૩૦૯ अत्थियाइं त्थ केइ वेयावच्चकरे कप्पइ णं तेणं वेयावच्चं कारवेत्तए, णत्थियाइं त्थ केइ वेयावच्चकरे, एवं णं कप्पइ अण्णमण्णेणं वेयावच्चं कारवेत्तए । ભાવાર્થ :- જે સાધુ અને સાધ્વીઓ સાંભોગિક છે, તેણે પરસ્પર એકબીજાની સેવા કરવી કલ્પતી નથી. જો સ્વપક્ષમાં કોઈ વૈયાવચ્ચ કરનાર હોય તો તેની પાસે વૈયાવચ્ચ કરાવવી કલ્પે છે. જો સ્વપક્ષમાં વૈયાવચ્ચ કરનાર કોઈ ન હોય તો સાધુ-સાધ્વીએ પરસ્પર વૈયાવચ્ચ કરવી કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને પરસ્પર એક બીજાના કાર્યો કરવાનો નિષેધ છે. સાધુ-સાધ્વીએ સંયમની નિર્મળતા માટે શરીર સબંધી અને ઉપકરણ સબંધી આવશ્યક કાર્ય સ્વયં કરી લેવા જોઈએ અને ક્યારેક જરૂર પડે તો સાધુ સહવર્તી અન્ય સાધુઓ પાસે અને સાધ્વીઓ સહવર્તી અન્ય સાધ્વીઓ પાસે કરાવી શકે છે, તે વિધિમાર્ગ છે. રોગ આદિ કારણોથી અથવા પરિસ્થિતિવશ પરસ્પર સેવા કરવી કે કરાવવી પડે, તો સાધુ-સાધ્વી પરસ્પર વિવેકપૂર્વક પોતાનું કાર્ય કરાવી શકે છે, તે અપવાદમાર્ગ છે. સાધુ-સાધ્વીના પરસ્પરના વ્યવહારની પ્રવૃત્તિઓથી અતિસંપર્ક, મોહવૃદ્ધિ, કયારેક બ્રહ્મચર્યમાં અસમાધિ ઉત્પન્ન થઈ શકે છે અને આ પ્રકારનો પરસ્પર અનાવશ્યક અતિસંપર્ક જોઈને જનસાધારણમાં ઘણા પ્રકારની કુશંકાઓ ઉત્પન્ન થઈ શકે છે, તેથી વિશેષ કારણ વિના સાધુ-સાધ્વીઓએ પરસ્પર સેવા કરવી ન જોઈએ. સર્પદંશ ચિકિત્સાઃ २१ णिग्गंथं च णं राओ वा वियाले वा दीहपुट्ठो लूसेज्जा, इत्थी वा पुरिसस्स ओमावेज्जा, पुरिसो वा इत्थीए ओमावेज्जा । एवं से कप्पर, एवं से चिट्ठइ, परिहारं च से णो पाउणइ, एस कप्पो थेरकप्पियाणं । एवं से णो कप्पइ, एवं से णो चिट्ठइ, परिहारं च णो पाउणइ, एस कप्पे जिणकप्पियाणं । ભાવાર્થ :- જો કોઈ સાધુ અથવા સાધ્વીને રાત્રે અથવા વિકાળમાં (સંધ્યા સમયે) સર્પ ડંશે અને તે સમયે કોઈ સ્ત્રી સાધુની અને કોઈ પુરુષ સાધ્વીની સર્પદંશ ચિકિત્સા કરે, તો એ રીતે ઉપચાર કરાવવો તેને કલ્પે છે. આ રીતે ઉપચાર કરાવવાથી પણ તેની સાધુતા રહે છે તથા તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. આ સ્થવિરકલ્પી સાધુઓનો આચાર છે. જિનકલ્પીને આ રીતે ઉપચાર કરાવવો કલ્પતો નથી, આ રીતે ઉપચાર કરાવવાથી તેનો જિનકલ્પ રહેતો નથી અને તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. આ જિનકલ્પી સાધુઓનો આચાર છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં જિનકલ્પી અને સ્થવિરકલ્પી સાધુની આચાર ભિન્નતાનું નિદર્શન છે. બૃહત્કલ્પસૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં સ્થવિરકલ્પી અને જિનકલ્પી સાધુની આચાર ભિન્નતાનું કથન છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] શ્રીવ્યવહાર સૂત્ર સ્થવિરકલ્પી સાધુ યોગ્ય સમયે શરીર પરિકર્મ, ઔષધ ઉપચાર તથા પરિસ્થિતિવશ કોઈ પણ અપવાદમાર્ગનું અનુસરણ કરી શકે છે પરંતુ જિનકલ્પી સાધુ દઢતાપૂર્વક ઉત્સર્ગમાર્ગ પર જ ચાલે છે. તે કોઈ પણ પ્રકારના ઔષધ-ઉપચાર, શરીર પરિકર્મ, શરીરસંરક્ષણ આદિ કરી શકતા નથી તથા તે અન્ય અનેક પ્રકારની વિશિષ્ટ સમાચારીનું પાલન કરે છે. તે કોઈપણ નિયમોમાં અપવાદ માર્ગનું સેવન કરતા નથી. અપવાદ માર્ગનું સેવન કરવું કે નહીં, તે સ્થવિર કલ્પી માટે સ્વૈચ્છિક છે જ્યારે જિનકલ્પીની સાધનામાં સ્વ ઇચ્છાનો કોઈ વિકલ્પ નથી. જિનકલ્પીની વિશિષ્ટ સમાચારી– (૧) ત્રીજા પ્રહરમાં જ ગોચરી અને વિહાર કરવો (૨) રૂક્ષ અને લેપરહિત આહાર કરવો. અંતિમ પાંચ પિડેષણાઓમાંથી કોઈપણ એક પિડેષણાથી આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરી, અભિગ્રહપૂર્વક ગોચરી કરવી. (પિડેષણા સંબંધી સાત અભિગ્રહ માટે જુઓઆચારાંગ સૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ) (૩) વસ્ત્ર-પાત્ર પણ ત્રીજી-ચોથી વઐષણા-પાવૈષણાના અભિગ્રહપૂર્વક ગ્રહણ કરવા. (વઐષણા-પારૈષણા પડિમા માટે જુએ આચારાંગ, બીજો શ્રુતસ્કંધ) (૪) ઔપગ્રહિક ઉપધિ રાખતા નથી, તેથી સંસ્તારક(પથારી), આસન રાખી શકતા નથી. (૫) ત્રીજા પ્રહર સિવાયના સમયમાં ઉત્કટાદિ આસને કાયોત્સર્ગમાં સ્થિત રહેવું. અભિગ્રહાનુસાર પાથરેલા પાટ વગેરે સંસ્તારક કે પૃથ્વી શિલા આદિ મળી જાય, તો ઉપયોગ કરે (૬) સંયમ પાલન યોગ્ય ક્ષેત્રમાં માસ કલ્પ રહેવું અને ચાતુર્માસમાં કોઈપણ કારણથી વિહાર ન કરવો (૭) દસ દોષ રહિત Úડિલ ભૂમિમાં જ પરઠવું (૮) દસ પ્રકારની સમાચારીમાંથી બે પ્રકારની સમાચારીનું પાલન કરવું ૯) મકાનનું પ્રમાર્જન ન કરવું બારી-બારણા ખોલવા કે બંધ ન કરવા (૧૦) ગૃહસ્થને અપ્રીતિકર વ્યવહાર ન કરવો. મકાન માલિક તમે કેટલા સાધુ છો? કેટલો સમય રહેશો? એવા ભાવથી કાંઈપણ પૂછે, તો ત્યાં રહેવું નહીં (૧૧) અગ્નિ-દીપક બળતા હોય ત્યાં અલ્પ સમય પણ રહેવું નહીં (૧૨) ગામના ઘરોને છ વિભાગમાં વિભાજિત કરી, એક દિવસે એક જ વિભાગમાંથી ગોચરી કરવી અર્થાત્ છ દિવસ પહેલાં ત્યાં ગોચરીએ ન જવું (૧૩) અન્ય કોઈ ભિક્ષુ જે વિભાગમાં ગોચરી અર્થે ગયા હોય તે વિભાગમાં ગોચરીએ ન જવું (૧૪) અતિક્રમાદિ દોષના સંકલ્પનું પણ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત લેવું (૧૫) કોઈને દીક્ષા ન આપે, પરંતુ દીક્ષાનો ઉપદેશ આપી શકે છે (૧૬) આંખમાંથી મેલ ન કાઢવો (૧૭) વૃદ્ધાવસ્થામાં વિહાર ન કરી શકે તો એક જગ્યાએ રહેવું પરંતુ અન્ય નિયમોનું યથાવત્ પાલન કરવું. પ્રસ્તુત સૂત્ર અનુસાર સ્થવિરકલ્પી સાધુને સર્પ કરડી જાય તો તે મંત્રવાદી પાસે સર્પનું ઝેર ઉતરાવી શકે છે, રાત્રે પણ તે સર્પદંશનો ઉપચાર કરી શકે છે તથા સાધ્વી પુરુષ પાસે અને સાધુ સ્ત્રી પાસે પણ રાત્રે સર્પદંશનો ઉપચાર કરાવી શકે છે. જિનકલ્પીની સાધનામાં આ પ્રકારના અપવાદનો કોઈ વિકલ્પ નથી. તેણે તો શરીર નિરપેક્ષ થઈને ગ્રહણ કરેલી પ્રતિમાઓનું જીવન પર્યત પાલન કરવાનું હોય છે, નિરવદ્ય અપવાદ સેવનથી પણ તેના જિનકલ્પનો ભંગ થઈ જાય છે અને તેથી તે પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. ઉદ્દેશક-૫ સંપૂર્ણ Page #383 -------------------------------------------------------------------------- ________________ પ્રાથના [ ૩૧૧] ઉદેશક-ક | પ્રાથન DRORODRORDROR * આ ઉદ્દેશકમાં મુખ્યત્વે અગીતાર્થ સાધુ-સાધ્વીઓના આચાર માટે ઉત્સર્ગ-અપવાદ માર્ગ તથા આચાર્યાદિના અતિશયોનું કથન છે. * સાધુ-સાધ્વીએ કુટુંબીજનોના ઘરોમાં જવા માટે આચાર્યાદિની વિશિષ્ટ આજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. અગીતાર્થ અથવા અબહુશ્રુત સાધુએ પરિચિત કુળમાં ગોચરી આદિ માટે એકલા ન જવું જોઈએ. ગીતાર્થ સાધુની સાથે જ જવું જોઈએ. તે ઘરમાં પહોંચ્યા પહેલા બનેલી વસ્તુ જ લેવી જોઈએ. પછી તૈયાર થયેલી વસ્તુ ન લેવી જોઈએ. * આચાર્ય-ઉપાધ્યાયના આચાર સંબંધી પાંચ અતિશય (વિશેષતાઓ) હોય છે અને ગણાવચ્છેદકના બે અતિશય હોય છે. કે અગીતાર્થ અનેક સાધુઓને ગીતાર્થની નિશ્રા વિના નિવાસ કરવો કલ્પતો નથી પરંતુ પરિસ્થિતિવશ એક કે બે રાત રહી શકે છે. વધારે રહેવાથી તે બધા પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. * અનેક પ્રાકારવાળા અથવા માર્ગવાળા ઉપાશ્રયમાં એકલા સાધુએ રહેવું ન જોઈએ અને એક દ્વાર અથવા એક માર્ગવાળા ઉપાશ્રયમાં ગીતાર્થ સાધુ એકલા રહે, તોપણ ઉભયકાળ ધર્મજાગરણ કરતા રહેવું જોઈએ. * અન્ય ગચ્છમાંથી આવેલા ખંડિત-આચારવાળા સાધુ-સાધ્વીને પૂર્ણ આલોચના, પ્રાયશ્ચિત્ત કરાવ્યા પછી ઉપસ્થાપિત કરી શકાય છે, તેની સાથે આહાર-વિહાર અથવા નિવાસ કરી શકાય છે અને ત્યારપછી તેના આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિની નિશ્રા નિશ્ચિત કરી શકાય છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ | ३१२ શ્રીવ્યવહાર સૂત્ર श5-6 zzzzzzzzzzzzz स्वतन-परिनना धेर गोयरी गमन :| १ भिक्खु य इच्छेज्जा णायविहिं एत्तए, णो से कप्पइ से थेरे अणापुच्छित्ता णायविहिं एत्तए, कप्पइ से थेरे आपुच्छित्ता णायविहिं एत्तए । थेरा य से वियरेज्जा, एवं से कप्पइ णायविहिं एत्तए । थेरा य से णो वियरेज्जा, एवं से णो कप्पइ णायविहिं एत्तए । जे तत्थ थेरेहिं अविइण्णे णायविहिं एइ, से संतरा छए वा परिहारे वा । णो से कप्पइ अप्पसुयस्स अप्पागमस्स एगाणियस्स णायविहिं एत्तए । कप्पइ से जे तत्थ बहुस्सुए बब्भागमे तेण सद्धिं णायविहिं एत्तए । तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते चाउलोदणे, पच्छाउत्ते भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिग्गाहित्तए, णो से कप्पइ भिलिंगसूवे पडिग्गाहित्तए । तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते भिलिंगसूवे, पच्छाउत्ते चाउलोदणे, कप्पइ से भिलिंगसूवे पडिग्गाहित्तए, णो से कप्पइ चाउलोदणे पडिग्गाहित्तए । तत्थ से पुव्वागमणेणं दो वि पुव्वाउत्तें कप्पइ दोवि पडिग्गाहित्तए । तत्थ से पुव्वागमणेणं दो वि पच्छाउत्ते णो से कप्पइ दो वि पडिगाहित्तए । जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते कप्पइ से पडिग्गाहित्तए । जे से तत्थ पुव्वागमणेणं पच्छाउत्ते णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાધુ સ્વજનોના ઘરે ગોચરી જવા ઇચ્છે, તો સ્થવિરોને પૂછ્યા વિના સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી. સ્થવિરોને પૂછીને સ્વજનોના ઘરે જવું કહ્યું છે. સ્થવિર મુનિ જો આજ્ઞા આપે તો સ્વજનોના ઘરે જવું કહ્યું છે, સ્થવિર મુનિ જો આજ્ઞા ન આપે તો સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી. સ્થવિરોની આજ્ઞા વિના જો સ્વજનોના ઘરે જાય તો તે સાધુ દીક્ષા છેદ અથવા કપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. અલ્પશ્રુત અને અલ્પઆગમજ્ઞ એકલા સાધુ કે એકલા સાધ્વીને સ્વજનોના ઘરે જવું કલ્પતું નથી; બહુશ્રુત અને બહુઆગમજ્ઞ સાધુની સાથે સ્વજનોના ઘરે જવું કલ્પ છે. સ્વજનોના ઘરે સાધુ-સાધ્વીઓના આગમન પહેલા ભાત રાંધેલા હોય અને દાળ પાછળથી રાંધે (સાધુના ગયા પહેલાં ગૃહસ્થ ભાત ચૂલાદિ પરથી ઉતારી લીધા હોય અને દાળ સાધુના આવ્યા પછી ઉતારે) તો ભાત લેવા કહ્યું છે પરંતુ દાળ લેવી કલ્પતી નથી. સાધુના આગમન પહેલાં દાળ રાંધેલી હોય અને ભાત પાછળથી રાંધે, તો દાળ લેવી કહ્યું છે. પરંતુ ભાત લેવા કલ્પતા નથી. સ્વજનોના ઘરે સાધુના આગમન પહેલાં દાળ અને ભાત બંને રાંધેલા તૈયાર હોય, તો બંને લેવા કહ્યું છે અને બંને પછી રાંધેલા હોય તો બંને લેવા કલ્પતા નથી. Page #385 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૬ . ૩૧૩ ] આ રીતે જ્ઞાતિજનના ઘરે સાધુના આગમન પહેલાં જે આહાર અગ્નિ ઉપરથી ઉતારી લેવામાં આવ્યો હોય તે લેવો કહ્યું છે, જે આહાર સાધુના આગમન પછી અગ્નિ ઉપરથી ઉતારવામાં આવે તે લેવો કલ્પતો નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુ કે સાધ્વીને પોતાના કુટુંબીજનોને ત્યાં ગોચરી માટે જવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. સામાન્ય રીતે સાધુ-સાધ્વી જેની નિશ્રામાં રહેતા હોય, તેની આજ્ઞાપૂર્વક જ ગોચરી આદિ પ્રત્યેક પ્રવૃત્તિ કરે છે. પ્રસ્તુત સૂત્રમાં પોતાના પારિવારિક જનોના ઘેર જવા માટે વિશિષ્ટ આજ્ઞા પ્રાપ્ત કરવાનું વિધાન છે. અબહુશ્રત, અગીતાર્થ અને અલ્પદીક્ષાપર્યાયવાળા(ત્રણ વર્ષથી ઓછી) સાધુ કે સાધ્વીની સંયમ પરિણામોની પરિપક્વતા ન હોવાથી અને ક્યારેક સ્વજનોના મમત્ત્વથી સંયમ મર્યાદાનું ઉલ્લંઘન થાય, ક્યારેક સ્વજનો મમત્ત્વ ભાવ છૂટયો ન હોવાથી અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે, આ રીતે અનેક અનર્થોની સંભાવના હોવાથી અલ્પ દીક્ષા પર્યાયવાળા કે અગીતાર્થ સાધુ અન્ય ગીતાર્થ સાધુઓની સાથે જ સ્વજનોના ઘેર ગોચરી માટે જાય છે. બહુશ્રુત અને ગીતાર્થ સાધુ સ્વયં સંયમ ભાવમાં પરિપક્વ હોવાથી તેને ઉપરોક્ત આપત્તિની સંભાવના નથી, તેથી ગીતાર્થ સાધુ પોતાના ગુર્નાદિકોની આજ્ઞાપૂર્વક સ્વજનોના ઘેર એકલા જઈ શકે છે. સૂત્રમાં વિદિ શબ્દનો પ્રયોગ છે. જ્ઞાત એટલે પૂર્વ પરિચિત માતા-પિતા આદિ તથા પશ્ચાતું પરિચિત શ્વસુર આદિ, તેઓ સાથેનો સંબંધ તે જ્ઞાતવિધિ અર્થાત્ પરિવારજનો, કુટુંબીજનો. આ શબ્દપ્રયોગમાં જ્ઞાતિજનોના ઘરે જવાના બધા પ્રયોજન સમાવિષ્ટ છે, તેથી ગોચરી આદિ અન્ય કોઈ પણ પ્રયોજનથી જવાનું હોય તો તેના માટે આ સૂત્રોક્ત વિધિનું પાલન કરવું આવશ્યક છે. ઉક્ત વિધિનો ભંગ કરવાથી તે યથાયોગ્ય તપ અથવા બેદરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. તલ્થ સે પુષ્પા મને.. આ સૂત્રાશમાં ગોચરી સબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે. સાધુ-સાધ્વીને સચેત પદાર્થો કે સચેત સંસૃષ્ટ પદાર્થો ગ્રહણ કરવા કલ્પતા નથી, તેથી અગ્નિ સંસ્કૃષ્ટ પદાર્થો સાધુને માટે અગ્રાહ્ય જ છે, તેમ છતાં સાધુને સ્વજનોના ઘરે સ્વજનોના મમત્ત્વ ભાવના કારણે સૂત્રોક્ત પરિસ્થિતિની વિશેષ સંભાવના રહે છે, તેથી નિયમ પાલનમાં વિશેષ સાવધાની રાખવા માટે સૂત્રકારે પૃથ સૂત્ર દ્વારા વિષય સ્પષ્ટ કર્યો છે. પારિવારિકજનોના ઘરમાં ગોચરીને માટે પ્રવેશ કર્યા પછી ખાદ્ય પદાર્થો તૈયાર થયા હોય અથવા ચૂલા પરથી ભાત, દાળ, અથવા રોટલી, દૂધ આદિ કોઈ પણ પદાર્થ ઉતારે, તો તે લેવા ન જોઈએ. તે પદાર્થ ઉતારવામાં સાધુનું નિમિત્ત હોય અથવા ન હોય પરંતુ પરિચિત કુળોના તથા ઉપલક્ષણથી અન્ય સર્વ ઘરોના તેવા પદાર્થો સાધુ માટે અગ્રાહ્ય છે. ઘરમાં પ્રવેશ કર્યા પહેલાં જ જે ખાદ્ય પદાર્થો તૈયાર થયેલા હોય તે પદાર્થો લેવા જોઈએ. આચાર્યઆદિના અતિશય - | २ आयरिय-उवज्झायस्स गणंसि पंच अइसेसा पण्णत्ता, तं जहा Page #386 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૪ | શ્રીવ્યવહાર સૂત્ર आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स पाए णिगिज्झिय-णिगिज्झिय पप्फोडेमाणे वा पमज्जेमाणे वा णाइक्कमइ । आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स उच्चार-पासवणं विगिंचमाणे वा विसोहेमाणे वा णाइक्कमइ । आयरिय-उवज्झाए पभू वेयावाडियं इच्छाए करेज्जा इच्छाए णो करेज्जा। आयरिय-उवज्झाए अतो उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे णाइक्कमइ । आयरिय-उवज्झाए बाहिं उवस्सयस्स एगरायं वा दुराय वा एगओ वसमाणे णाइक्कमइ । ભાવાર્થ - ગણમાં આચાર્ય અને ઉપાધ્યાયના પાંચ અતિશય કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર ધૂળવાળા પગની ધૂળ ખંખેરે, કપડાથી પોંજે અથવા પ્રમાર્જન કરે, તો મર્યાદા(જિનાજ્ઞા)નું ઉલ્લંઘન થતું નથી. (૨) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર મળ - મૂત્રાદિનો ત્યાગ તથા શુદ્ધિ કરે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. (૩) આચાર્ય અથવા ઉપાધ્યાય ઇચ્છા હોય તો સેવાના કાર્ય કરે અને ઇચ્છા ન હોય તો ન કરે, તો પણ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. (૪) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર કોઈ વિશેષ કારણથી એક કે બે રાત એકલા રહે તો પણ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. (૫) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર કોઈ વિશેષ કારણથી એક કે બે રાત એકલા રહે તો પણ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. | ३ गणावच्छेइयस्स णं गणंसि दो अइसेसा पण्णत्ता, तं जहा- गणावच्छेइए अतो उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे णाइक्कमइ । गणावच्छेइए बाहिं उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे णाइक्कमइ । ભાવાર્થ - ગણમાં ગણાવચ્છેદકના બે અતિશય કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) ગણાવચ્છેદક ઉપાશ્રયની અંદર કોઈ વિશેષ કારણથી જો એક કે બે રાત એકલા રહે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. (૨) ગણાવચ્છેદક ઉપાશ્રયની બહાર કોઈ વિશેષ કારણથી એક કે બે રાત એકલા રહે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદકના અતિશયોનું નિરૂપણ છે. સામાન્ય સર્વ સાધુઓથી ચતુર્વિધ સંઘના નાયક સમ આચાર્ય અને ઉપાધ્યાયની રહેણી-કરણીમાં જે વિશેષતા હોય, અન્ય સાધુઓ દ્વારા તેમને વિશેષ અનુકુળતા પ્રાપ્ત થતી હોય, તે વિશેષતાને પ્રસ્તુતમાં અતિશય કહ્યા છે. ઠાણાંગસૂત્રના પાંચમા અને સાતમા સ્થાનમાં પણ આચાર્ય-ઉપાધ્યાયના પાંચ અને સાત અતિશય કહ્યા છે. પાંચ અતિશય તો પ્રસ્તુત સૂત્રની સમાન છે અને બે વિશેષ છે યથા– (૧) ઉપકરણાતિશય અને (૨) ભક્તપાનાતિશય. સાત અતિશયોનું તાત્પર્ય આ પ્રમાણે છે Page #387 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૬ ૩૧૫ (૧) સામાન્ય રીતે સાધુ ઉપાશ્રયમાં પ્રવેશ કરતા સમયે ઉપાશ્રયની બહાર જ પગનું પ્રમાર્જન કરે છે પરંતુ આચાર્ય આદિ ઉપાશ્રયની અંદર પણ પગનું પ્રમાર્જન કરી શુદ્ધિ કરી શકે છે. (૨) ગ્રામાદિની બહાર સ્થંડિલ ભૂમિ હોય અને શારીરિક અનુકૂળતા હોય, તો સાધુ ઉપાશ્રયમાં મળ ત્યાગ કરતા નથી પરંતુ આચાર્ય ઉપાશ્રયથી સંલગ્ન સ્થંડિલ ભૂમિમાં મળત્યાગ કરી શકે છે. (૩) સહવર્તી સાધુઓમાં ગોચરી આદિ અનેક સામૂહિક કાર્ય અથવા વસ્ત્ર પ્રક્ષાલન આદિ સેવાના કાર્ય પરસ્પર કરવા, તે કર્તવ્ય છે પરંતુ આચાર્ય પોતાની ઇચ્છા પ્રમાણે અન્ય સાધુઓની સેવા આદિ કરે છે. (૪-૫) સામાન્ય રીતે સાધુ રત્નાધિક ગુરુની પાસે અથવા તેના દષ્ટિગત સ્થાનમાં જ સદા શયન, આસન, ગ્રહણ કરે છે પરંતુ આચાર્ય કે ઉપાધ્યાય વિશિષ્ટ સાધના આદિ કોઈપણ પ્રયોજનથી ઉપાશ્રયના કોઈ એકાંત ભાગમાં અથવા ઉપાશ્રયની બહાર એકલા એક કે બે દિવસ રહી શકે છે. ઉપકરણાતિશય :– આચાર્ય અને ઉપાધ્યાયના વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો અન્ય સાધુઓથી વર્ણ અને મૂલ્યની અપેક્ષાએ શ્રેષ્ઠતમ હોય છે અને પરિમાણની અપેક્ષાએ પરિપૂર્ણ હોય છે. ભક્તપાનાતિશય – સામાન્ય રીતે સાધુઓ ગરિષ્ટ પદાર્થોનો આહાર કરતા નથી પરંતુ આચાર્યાદિને ગચ્છની જવાબદારીનું વહન કરવાનું હોવાથી ક્યારેક આવશ્યકતાનુસાર ગરિષ્ટ આહાર કરી શકે છે. સૂત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, બન્નેના પાંચ પાંચ અતિશય કહ્યા છે અને ગણાવચ્છેદકના અંતિમ બે અતિશય બીજા સૂત્રમાં કહ્યા છે. પ્રથમ ત્રણ અતિશય ગણાવચ્છેદકને માટે આવશ્યક નથી, કારણ કે ગણાવચ્છેદક—પદ ઋદ્ધિ સંપન્ન પદ નથી પણ કાર્યવાહક પદ છે, તેથી તેના માટે અંતિમ બે અતિશય જ પર્યાપ્ત છે. અગીતાર્થ સાધુઓને સાથે રહેવાનો ઉત્સર્ગ-અપવાદ માર્ગ: ४ से गामंसि वा जाव रायहाणिसि वा एगवगडाए एगदुवारए एगणिक्खमणपवेसाए (उवस्सए) णो कप्पइ बहूणं अगडसुयाणं एगयओ वत्थए । अत्थियाइं त्थ केइ आयारपकप्पधरे, णत्थि केइ छेए वा परिहारे वा । णत्थियाइं त्थ केइ आयारपकप्पघरे से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- ગ્રામથી રાજધાની સુધીના કોઈપણ ક્ષેત્રમાં એક પ્રાકારવાળા, એક દ્વારવાળા અને એક નિષ્ક્રમણ-પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અકૃતશ્રુત-અલ્પ શ્રુતવાળા, અગીતાર્થ સાધુઓને એક સાથે રહેવું કલ્પતું નથી. તે સાધુઓ કોઈ આચારપ્રકલ્પધર હોય અર્થાત્ તે અગીતાર્થ સાધુઓ ગીતાર્થ સાધુની સાથે એક પ્રાકારાદિવાળા સ્થાનમાં રહે તો અલ્પશ્રુતવાળા સાધુઓ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતાં નથી. જો તે સાધુઓમાં કોઈ આચાર પ્રકલ્પધર ન હોય અને તે અગીતાર્થ સાધુઓ એક પ્રાકારાદિવાળ । સ્થાનમાં રહે, તો તે મર્યાદા ઉલ્લંઘનને કારણે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ५ से गामंसि वा जाव रायहाणिसि वा अभिणिव्वगडाए अभिणिदुवाराए अभिणिक्खमण-पवेसणए (उवस्सए) णो कप्पइ बहूणं अगडसुयाणं एगयओ वत्थए । Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રીવ્યવહાર સૂત્ર अत्थियाइं त्थ केइ आयारपकप्पधरे, जे तत्तियं रयणि संवसइ, णत्थि गं केइ छेए वा परिहारे वा, णत्थियाइं णं केइ आयारपकप्पधरे जे तत्तियं रयणि संवसइ सव्वेसि तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा । ભાવાર્થ :- ગ્રામથી રાજધાની સુધીના કોઈપણ ક્ષેત્રમાં અનેક પ્રાકારવાળા, અનેક દ્વારવાળા અને અનેક નિષ્ક્રમણ– પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અકૃતશ્રુત-અગીતાર્થ સાધુઓને એક સાથે રહેવું કલ્પતું નથી. તેઓને ત્રીજા દિવસે જો કોઈ આચાર કલ્પઘર(ગીતાર્થ) સાધુની નિશ્રા મળી જાય તો તેઓ દીક્ષા છેદ અથવા પરિહાર તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. ત્રીજા દિવસે પણ આચાર કલ્પઘર(ગીતાર્થ) સાધુની નિશ્રા ન મળે તો તે બધાને મર્યાદાના ઉલ્લંઘનના કારણે દીક્ષા છેદ અથવા તપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં એક કે અનેક અગીતાર્થ સાધુઓને સાથે રહેવાના ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું પ્રતિપાદન છે. અગડમુય :- અમૃતશ્રુત. આચારાંગ સૂત્ર, નિશીથસૂત્ર, આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્રને અર્થસહિત કંઠસ્થ—ધારણ નહીં કરનારા અબહુશ્રુત સાધુઓ અકૃતશ્રુત કહેવાય છે. સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ કરવાની યોગ્યતા પ્રાપ્તિ માટે આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર અને નિશીથસૂત્રનું અધ્યયન તથા તે શાસ્ત્રોને કંઠસ્થ ધારણ કરવા જરૂરી છે, તથાપ્રકારની યોગ્યતા વિનાના એક અથવા અનેક અકૃતશ્રુત સાધુઓને ગીતાર્થ સાધુની નિશ્રા વિના વિચરણ કરવાનો નિષેધ ત્રીજા ઉદ્દેશાના પ્રથમ સૂત્રમાં કર્યો છે. અગીતાર્થ સાધુઓ ગીતાર્થ સાધુની નિશ્રામાં જ રહે છે, તેમ છતાં ક્યારેક કોઈ ગ્રામાદિમાં અમૃતશ્રુતી સાધુઓને છોડીને બહુશ્રુત સાધુ વિહાર કરી જાય તો તે અગીતાર્થ સાધુ ત્યાં રહી શકતા નથી. સૂત્રકારે ઉપાશ્રયની વિવિધ સ્થિતિના વિકલ્પો દ્વારા આ વિષયને સ્પષ્ટ કર્યો છે. જો ઉપાશ્રયમાંથી નીકળવાનો તથા તેમાં પ્રવેશ કરવાનો માર્ગ એક જ હોય તો ત્યાં અગીતાર્થ સાધુને એક દિવસ પણ રહેવું કલ્પતું નથી અને તે ઉપાશ્રયમાં આવવા જવાના માર્ગ અનેક હોય તો અગીતાર્થ સાધુઓને એકલા (ગીતાર્થ વિના) એક કે બે દિવસ રહેવું કલ્પે છે, ત્રીજા દિવસે ગીતાર્થ સાધુની નિશ્રા વિના ત્યાં રહે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. સંક્ષેપમાં અનેક અગીતાર્થ સાધુઓને સાથે રહેવામાં સંયમ હાનિની સંભાવના હોવાથી ગીતાર્થ સાધુની નિશ્રા વિના એક કે અનેક અગીતાર્થ સાધુઓએ સાથે રહેવું, તે યોગ્ય નથી. ૐવસ:- સૂત્રમાં પ્રયુક્ત વડા આદિ વિશેષણો સાધુને રહેવાના સ્થાન-ઉપાશ્રયથી સંબંધિત છે, ભાષ્યકારે સૂત્રોક્ત શબ્દોને ઉપાશ્રયથી સંબંધિત માનીને જ આ સૂત્રનું વિસ્તૃત વિવેચન કર્યું છે, પરંતુ ઉપલબ્ધ પ્રતિઓમાં વÆયશબ્દ લિપિદોષથી છૂટી ગયો હોય, તેમ પ્રતીત થાય છે તેથી પ્રસ્તુત સંસ્કરણમાં વસય શબ્દને કૌંસમાં રાખ્યો છે. એકલા સાધુને રહેવાનો ઉત્સર્ગ-અપવાદ : ६ से गामंसि वा जाव रायहाणिंसि वा अभिणिव्वगडाए अभिणिदुवाराए Page #389 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૬ ૩૧૭ अभिणिक्खमण-पवेसाए (उवस्सए) णो कप्पइ बहुसुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स वत्थए, किमंग पुणं अप्पसुयस्स अप्पागमस्स ? ભાવાર્થ :- ગ્રામથી રાજધાની સુધીના કોઈપણ ક્ષેત્રમાં અનેક પ્રાકારવાળા, અનેક દ્વારવાળા અને અનેક નિષ્ક્રમણ–પ્રવેશવાળા ઉપાશ્રયમાં એકલા બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુએ પણ રહેવું કલ્પતું નથી તો અલ્પશ્રુત અને અલ્પ આગમજ્ઞ એકલા સાધુને રહેવું કેમ કલ્પે ? અર્થાત્ કલ્પતું નથી. ७ से गामंसि वा जाव रायहाणिंसि वा एगवगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए ( उवस्सए) कप्पर बहुसुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स वत्थए, उभओ कालं भिक्खुभावं पडिजागरमाणस्स । ભાવાર્થ:- ગ્રામથી રાજધાની સુધીના કોઈપણ ક્ષેત્રમાં એક પ્રાકારવાળા, એક દ્વારાવાળા, એક નિષ્ક્રમણપ્રવેશવાળા ઉપાશ્રયમાં બહુશ્રુત, બહુઆગમજ્ઞ સાધુએ ઉભયકાળ સંયમભાવની જાગૃતિ રાખીને એકલા રહેવું કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં બહુશ્રુત, ગીતાર્થ સાધુએ ગ્રામાદિમાં કયા ઉપાશ્રયમાં, કેવી રીતે એકલા રહેવું અથવા ન રહેવું તેનું સ્પષ્ટીકરણ છે. સામાન્ય સાધુ-સાધ્વીને માટે એકલ વિહારનો નિષેધ છે પરંતુ બહુશ્રુત, ગીતાર્થ અને ગુણસંપન્ન સાધુ એકલા વિચરી શકે છે. તે બહુશ્રુત સાધુ પણ અનેક દ્વારવાળા ઉપાશ્રયમાં એકલા રહી શકતા નથી પરંતુ એક દ્વારવાળા ઉપાશ્રયમાં સાધવાની અને જાગૃતિપૂર્વક રહી શકે છે. અનેક દ્વારવાળા ઉપાશ્રયમાં એકલા રહેવામાં અનેક અનર્થોની સંભાવના છે. અનેક દ્વારમાંથી ક્યારે કોણ આવી જાય તેનું ધ્યાન એકલા સાધુ રાખી શકતા નથી. ચોર, લૂંટારા વગેરે ઉપદ્રવકારી લોકો આવીને સાધુને પરેશાન કરે, ઉપકરણો વગેરે ચોરી જાય, ક્યારેક કોઈ સ્ત્રી વગેરે ગમે તે દ્વારથી આવીને ગમે તેવા આક્ષેપો મૂકે, આવા અનેક અનર્થોથી દૂર રહેવા માટે અનેક દ્વા૨વાળા સ્થાનમાં એકલા સાધુ રહે નહીં. એક દ્વારવાળા સ્થાનમાં સાધુ પોતાની સુરક્ષા સરળતાથી કરી શકે છે. એક દ્વારવાળા સ્થાનમાં પણ સાધુ પોતાના વૈરાગ્યભાવની પુષ્ટિ થાય, આત્મગુણો પ્રગટ થાય, તે લક્ષપૂર્વક ધર્મ જાગરણ કરતા રહે છે. અબ્રહ્મચર્ય ભાવોનું પ્રાયશ્ચિત્ત : ८ | जत्थ एए बहवे इत्थीओ य पुरिसा य पण्हावेंति तत्थ से समणे णिग्गंथे अण्णयरंसि अचित्तंसि सोयंसि सुक्कपोग्गले णिग्घाएमाणे हत्थकम्मपडिसेवणपत्ते आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ :- અનેક સ્ત્રી પુરુષોની અબ્રહ્મ ક્રિયાઓ જોઈને જે શ્રમણ નિગ્રંથ હસ્તકર્મના સંકલ્પથી કુચેષ્ટા કરે તો તેને અનુાતિક(ગુરુ) માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ९ जत्थ एए बहवे इत्थीओ य पुरिसा य पण्हावेंति तत्थ से समणे णिग्गंथे Page #390 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૮ ] શ્રીવ્યવહાર સૂત્ર अण्णयरंसि अचित्तंसि सोयंसि सुक्कपोग्गले णिग्याएमाणे मेहुणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ - અનેક સ્ત્રી પુરુષોની અબ્રહ્મ ક્રિયાઓ જોઈને જ્યાં અનેક સ્ત્રી પુરુષ મૈથુન ક્રિયા કરતાં હોય, જે શ્રમણ નિગ્રંથ મૈથુન સેવનના સંકલ્પથી કુચેષ્ટા કરે તો તેને અનુદ્ધાતિક(ગુરુ) ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. અન્ય ગણમાંથી આવેલા સાધુ-સાધ્વીને ગણમાં લેવાની વિધિઃ१० णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अण्णगणाओ आगयं णिग्गंथिं खुयायारं, सबलायारं, भिण्णायारं, संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता अपडिक्कमावेत्ता, अणिंदावेत्ता, अगरहावेत्ता, अविउट्टावेत्ता, अविसोहावेत्ता, अकरणाए अणब्भुट्ठावेत्ता, अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता, उवट्ठावेत्तए वा, संभुजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ:- ખંડિત આચાર, શબલ આચાર, ભિન્ન આચાર અને સંક્લિષ્ટ આચારવાળી અન્ય ગચ્છમાંથી આવેલી સાધ્વીને ગચ્છવાસી સાધુ-સાધ્વીઓ તેના દોષોની આલોચના, પ્રતિક્રમણ, સેવિત પાપની નિંદા, ગહ, વ્યુત્સર્જન, આત્મ વિશુદ્ધિ અને તે પાપનું ફરી સેવન ન કરવાની પ્રતિજ્ઞા ન કરાવે તથા દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કરાવે ત્યાં સુધી (તે અન્ય ગચ્છીય) તે સાધ્વીને ચારિત્રમાં સ્થાપિત કરવી, તેની સાથે રહેવું કલ્પતું નથી તથા દિશા-અનુદિશાનો નિર્દેશ કરવો કલ્પતો નથી. અર્થાતુ તેના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની કોણ છે? તેનો નિર્દેશ(ઉદ્દેશ) કરવો કલ્પતો નથી. |११ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अण्णगणाओ आगयं णिग्गंथं खुयायारं जाव संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता जाव अहारिह पायच्छित्तं अपडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा संभुजित्तए वा संवसित्तए वा तस्से इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થઃ- ખંડિત આચાર યાવતુ સંક્લિષ્ટ આચારવાળા અન્ય ગચ્છમાંથી આવેલા સાધુને (ગચ્છવાસી) સાધુ-સાધ્વીઓએ આલોચના યાવતુ દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવ્યા વિના તેને (અન્ય ગચ્છીય સાધુને) ચારિત્રમાં સ્થાપિત કરવા, તેની સાથે એક મંડળમાં બેસીને ભોજન કરવું, એક સ્થાનમાં સાથે રહેવું કલ્પતું નથી તથા તેના આચાર્ય, ઉપાધ્યાય કોણ છે? તેનો નિર્દેશ કરવો કલ્પતો નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં બ્રહ્મચર્યભંગ આદિ કારણે કોઈ સાધુ-સાધ્વી સ્વતઃ ગચ્છ છોડીને અન્ય ગચ્છમાં આવે તેની અથવા ગચ્છમાંથી બહાર મૂક્યા પછી ફરી તેને ગચ્છમાં લેવાની વિધિ પ્રદર્શિત કરી છે. - દૂષિત આચારવાળા સાધુ-સાધ્વી પોતાના સર્વ દોષોની આલોચના, પ્રતિક્રમણ તથા પ્રાયશ્ચિતનો સ્વીકાર કરે અને ફરી તે દોષ સેવન ન કરવાની પ્રતિજ્ઞા કરે, ત્યારપછી જ તેને ગચ્છમાં લઈ શકાય છે, Page #391 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૬ . [ ૩૧૯ ] ત્યારપછી જ તેની સાથે આહાર-પાણીનો વ્યવહાર, સાથે રહેવું વગેરે સાંભોગિક વ્યવહાર કરી શકાય છે. ગચ્છમાં લીધા પછી અને તેને પુનઃ ઉપસ્થાપના કર્યા પછી વુિં ના આાિં વ..... તે સાધુ કે સાધ્વીના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની અથવા ગુરુનો નિર્દેશ કરાય છે અથવા તે કોની નિશ્રા સ્વીકારે છે, તેનો નિર્દેશ કરાય છે. કેટલાક આચાર્યો કિસ વા અહિં વા... નો અર્થ કરતાં કહે છે કે દોષની આલોચનાદિ ન કરે ત્યાં સુધી અલ્પકાળ માટે કે પાવજીવન માટે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની આદિ પદ આપવા કે ધારણ કરવા કલ્પતા નથી. પ્રસ્તુત સુત્રદ્રયના સ્થાને વિભિન્ન પ્રતિઓમાં ભિન્નતા જોવા મળે છે. કેટલીક પ્રતોમાં સાધ્વીના બે સૂત્ર છે, કેટલીક પ્રતોમાં સાધુ-સાધ્વીના ચાર સૂત્ર છે. ભાષ્ય અને વ્યાખ્યા ગ્રંથોના આધારે પ્રસ્તુત સંસ્કરણમાં પ્રથમ સૂત્ર સાધ્વીનું અને બીજું સૂત્ર સાધુનું રાખ્યું છે. તે ઉદ્દેશક-૬ સંપૂર્ણ . Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રીવ્યવહાર સૂત્ર ઉદ્દેશક પ્રાકથન ÖROBOROROOROR આ ઉદ્દેશકમાં અન્ય ગચ્છમાંથી આવેલા સાધ્વીને સ્વગમાં લેવાની વિધિ તથા સાધુ-સાધ્વીના પરસ્પરના સાંભોગિક વ્યવહાર, સ્વાધ્યાયકાલ, શય્યાતર સંબંધી નિર્ણય વગેરે વિવિધ વિષયોનું વર્ણન છે. પ્રવર્તિની આદિ સાધ્વી અન્ય ગચ્છથી આવેલી દૂષિત આચારવાળી સાધ્વીને આચાર્ય આદિને પૂછ્યા વિના તથા તેના દોષોની શુદ્ધિ કરાવ્યા વિના રાખી શકતા નથી, પરંતુ આચાર્ય આદિ દૂષિત આચારવાળી સાધ્વીના દોષોની શુદ્ધિ કરાવીને પ્રવર્તિની આદિ સાધ્વીઓને પૂછ્યા વિના પણ ગચ્છમાં લઈ શકે છે. ઉપેક્ષાપૂર્વક ત્રણવારથી વધારે વાર એષણાદોષનું સેવન અથવા વ્યવસ્થાભંગ વગેરે કરનાર તે સાધુ સાધ્વીની સાથે આહાર સંબંધ આદિ વ્યવહારોનો પરિત્યાગ કરાય છે. તેમ કરવા માટે સાધ્વીઓની સાથે પ્રત્યક્ષ વાતચીત કરવી જરૂરી નથી પરંતુ સાધુ સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને જ સંબંધ વિચ્છેદ કરવામાં આવે છે. ★ સાધુ કયારેક સાધ્વીને દીક્ષા આપી શકે છે અને સાધ્વી કયારેક સાધુને દીક્ષા આપી શકે છે પરંતુ તેને પોતાની નિશ્રામાં રાખતા નથી. સાધ્વી અતિદૂર રહેલા આચાર્ય અથવા પ્રવર્તિનીની નિશ્રાનો સ્વીકાર કરીને દીક્ષા ગ્રહણ કરતા નથી પરંતુ સાધુ દૂર રહેલા આચાર્યની નિશ્રા સ્વીકારીને પણ દીક્ષા લઈ શકે છે. સાધ્વી અતિદૂર ગયેલા સાધ્વીની દૂર રહીને જ ક્ષમા યાચના કરી શકે છે પરંતુ સાધુને ક્ષમાપના કરવા માટે પરસ્પર પ્રત્યક્ષ મળવું આવશ્યક છે. ઉત્કાલમાં (બીજા-ત્રીજા પ્રહરમાં) કાલિકસૂત્રનો સ્વાધ્યાય ન કરવો જોઈએ પરંતુ કયારેક સાધ્વી, ઉપાધ્યાય આદિને સ્વાધ્યાય સંભળાવી શકે છે. બત્રીસ પ્રકારનો અસ્વાધ્યાય કાળ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો અને જયારે અસ્વાધ્યાય ન હોય ત્યારે અવશ્ય સ્વાધ્યાય કરવો. પોતાના શારીરિક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કરવો પરંતુ તે કાલ દરમ્યાન સાધુ-સાધ્વી પરસ્પર સૂત્રાર્થની વાચના આપી શકે છે. ત્રીસવર્ષના દીક્ષાપર્યાય સુધીના સાધ્વીઓએ ઉપાધ્યાય કે પ્રવર્તિનીની નિશ્રાવિના રહેવું ન જોઈએ. અને ૬૦ વર્ષ સુધીના દીક્ષાપર્યાયવાળા સાધ્વીઓએ આચાર્યની દીક્ષા વિના રહેવું ન જોઈએ. વિહાર કરતા માર્ગમાં કોઈ સાધુ કાળધર્મ પામે તો અન્ય સાધુઓએ મૃતદેહને યોગ્ય વિધિથી તથા યોગ્ય સ્થાનમાં પરઠી દેવો જોઈએ. તેના ઉપયોગી ઉપકરણ હોય તો ગ્રહણ કરી આચાર્યની આજ્ઞા લઈને ઉપયોગમાં લઈ શકાય છે. સાધુ કોઈપણ સ્થાનમાં તે સ્થાનના માલિકની આજ્ઞા વિના રહેતા નથી. સાધુને સ્થાનની આજ્ઞા પ્રદાન કરનાર શય્યાતર કહેવાય છે. શય્યાતરના ઘરના આહાર-પાણી સાધુને અગ્રાહ્ય છે, શય્યાતર મકાન વચ્ચે અથવા ભાડે આપે તો નવા સ્વામીની અથવા પહેલાના સ્વામીની અથવા બંનેની આજ્ઞા લઈ શકાય છે. રાજા અથવા રાજ્યવ્યવસ્થા પરિવર્તિત થવાથી તે રાજ્યમાં વિચરણ કરવા માટે ફરી આજ્ઞા લેવી આવશ્યક છે. જો રાજાના રાજકુમાર આદિ વંશજ રાજા બને તો પૂર્વોત્તાથી વિચરણ કરી શકાય છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ 6देश-9 ૩ર૧ ६६श-७ 222222PPPPPPP અન્યગણમાંથી આવેલા સાધ્વીને રાખવા માટે પૃચ્છા - | १ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो कप्पइ णिग्गंथीणं णिग्गंथे अणापुच्छित्ता अण्णगणाओ आगयं णिग्गंथि खुयायारं जाव संकिलिट्ठायारं तस्स ठाणस्स अणालोयावेत्ता जाव अहारिह पायच्छित्तं अपडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दीसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- સાંભોગિક સાધુ-સાધ્વીઓમાંથી કોઈ સાધ્વી પાસે અન્યગણની ખંડિત આચારવાળી થાવત સંકલિષ્ટ આચારવાળી કોઈ સાધ્વી આવે તો સાધુને(આચાર્યાદિને) પૂછ્યા વિના અને તેણે પહેલાં સેવન કરેલા દોષની આલોચના તેમજ દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવ્યા વિના તેને પ્રશ્ન પૂછવા, વાચના દેવી, ચારિત્રમાં ફરીને ઉપસ્થાપિત કરવી, તેની સાથે બેસીને ભોજન કરવું અને સાથે રાખવી કલ્પતી નથી તથા થોડા સમયને માટે પણ તેના આચાર્ય આદિની નિશ્રાનો નિર્દેશ કરવો અથવા ધારણ કરવો કલ્પતો નથી. | २ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, कप्पइ णिग्गंथीणं णिग्गंथे आपुच्छित्ता अण्णगणाओ आगयं णिग्गंथिं खुयायारं जाव संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता जाव अहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दीसं वा अणुदिस वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- સાંભોગિક સાધુ-સાધ્વીઓમાંથી કોઈ સાધ્વી પાસે અન્યગણની ખંડિત આચાર વાળી થાવતું સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે, તો સાધુને (આચાર્યાદિને) પૂછીને અને તેણે પહેલા સેવન કરેલા દોષની આલોચના તેમજ દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવીને પછી જ તેને પ્રશ્ન પૂછવા, વાચના દેવી, ચારિત્રમાં ફરી ઉપસ્થાપિત કરવી, તેની સાથે બેસીને ભોજન કરવું અને સાથે રાખવી કલ્પ છે તથા થોડા દિવસ માટે તેના આચાર્યાદિની નિશ્રાનો નિર્દેશ કરવો તથા ધારણ કરવા કહ્યું છે. | ३ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, कप्पइ णिग्गंथाणं णिग्गंथीओ आपुच्छित्ता वा अणापुच्छित्ता वा अण्णगणाओ आगयं णिग्गंथिं खुयायारं जाव संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता जाव अहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा तं च णिग्गंथीओ णो इच्छेज्जा, सयमेव णियंठाणे । Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩રર | શ્રીવ્યવહાર સૂત્ર ભાવાર્થ :- સાંભોગિક સાધુ-સાધ્વીઓમાંથી કોઈ સાધુ(આચાર્યાદિ)ની પાસે જો અન્ય ગણની ખંડિત આચારવાળી વાવત સંકલિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધ્વીઓને પૂછીને અથવા પૂછ્યા વિના પણ તેણે સેવન કરેલા દોષોની આલોચના તથા દોષને અનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવીને તેને પ્રશ્ન પૂછવા, વાચના દેવી, ચારિત્રમાં ફરીને ઉપસ્થાપિત કરવી, સાથે બેસીને આહાર કરવાની અને સાથે રાખવાની આજ્ઞા દેવી કહ્યું છે તથા અલ્પ સમય માટે તેના આચાર્ય આદિની નિશ્રાનો નિર્દેશ કરવો અથવા ધારણ કરવા કહ્યું છે, પરંતુ જો સાધ્વીઓ તે સાધ્વીને રાખવા ન ઇચ્છે તો તેણે ફરી પોતાના ગણમાં ચાલ્યા જવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં અન્ય ગચ્છમાંથી આવેલી ખંડિત આચારવાળી સાધ્વીને રાખવા માટે સાંભોગિક સાધુ અથવા સાધ્વીને પૂછવા સંબંધી વિધાન છે. સાધ્વીની પાસે અન્ય ગચ્છમાંથી દોષિત આચારવાળી સાધ્વી આવે તો તે પોતાના સાંભોગિક સાધુઓને અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય આદિને પૂછીને, તેમની આજ્ઞા પ્રાપ્ત જ તે સાધ્વીને રાખી શકે છે, તેને વાચના દઈ, લઈ શકે છે, ઉપસ્થાપિત કરી શકે છે અથવા તેની સાથે આહાર કરવો, સાથે રહેવું આદિ વ્યવહાર કરી શકે છે, પરંતુ આચાર્યાદિને પૂછ્યા વિના, સલાહ લીધા વિના તેવા સાધ્વીની સાથે ઉક્ત કાર્ય કરવું અથવા સ્વયં નિર્ણય કરવો કલ્પતો નથી. આચાર્ય આદિ જો અન્યત્ર હોય તો તેમની આજ્ઞા મળે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. સાધુની પાસે અર્થાત્ આચાર્યાદિની પાસે તેવી સાધ્વી આવે તો તેના માટે સાધ્વીઓને અર્થાત્ પ્રવર્તિનીને પૂછીને અથવા કયારેક પૂછ્યા વિના પણ સ્વયં નિર્ણય કરી શકે છે અને તે સાધ્વીને પ્રવર્તિનીને સોંપી શકે છે તેમજ તે સાધ્વીના આચાર્ય, ઉપાધ્યાય અથવા પ્રવર્તિનીનો નિર્દેશ પણ કરી શકે છે. ત્યારપછી તે સાધ્વીની વિષમ પ્રકૃતિ આદિ કોઈ પણ કારણે પ્રવર્તિની તેને ન રાખી શકે, તો તે સાધ્વીએ પોતાના પૂર્વ સ્થાનમાં પાછા જવું જોઈએ. સંબંધવિચ્છેદ કરવા માટેના નિયમો:| ४ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो ण्हं कप्पइ णिग्गंथाणं परोक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए, कप्पइ ण्हं णिग्गंथाणं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए । जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्ज- अहं णं अज्ज ! तुमए सद्धिं इमंमि कारणम्मि पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेमि । से य पडितप्पेज्जा एवं से णो कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए । से य णो पडितप्पेज्जा एवं से कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए । ભાવાર્થ :- જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે, તેમાં સાધુને પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગી કરવા કલ્પતા નથી પરંતુ પ્રત્યક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા Page #395 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૭ | ૩૨૩] કહ્યું છે. જ્યારે તેઓ એક બીજાને મળે ત્યારે આ પ્રમાણે કહે કે- હે આર્ય! હું અમુક કારણે તમારી સાથે પ્રત્યક્ષ સાંભોગિક વ્યવહાર બંધ કરીને તમને વિસંભોગી કરું છું. આ પ્રમાણે કહેવાથી જો તે પ્રશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા કલ્પતા નથી અને જો તે પશ્ચાત્તાપ ન કરે તો પ્રત્યક્ષમાં તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા કહ્યું છે. | ५ जे णिग्गंथा य णिग्गंथीओ य संभोइया सिया, णो णं कप्पइ णिग्गंथीणं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए, कप्पइ णं परोक्खं पाडिए क्कं संभोइयं विसंभोगं करेत्तए । जत्थेव ताओ अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, तत्थेव एवं वएज्जा- अहं णं भंते ! अमुगीए अज्जाए सद्धिं इमम्मि कारणम्मि परोक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेमि । सा य पडितप्पेज्जा एवं से णो कप्पइ परोक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए । सा य से णो पडितप्पेज्जा एवं से कप्पइ परोक्खं पाडिए क्कं संभोइयं विसंभोगं करेत्तए । ભાવાર્થ:- જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે, તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગ કરવા કલ્પતા નથી પરંતુ પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગ કરવા કહ્યું છે. જ્યારે તે પોતાના આચાર્ય અથવા ઉપાધ્યાયની સેવામાં જાય, ત્યારે તે આ પ્રમાણે કહે કે હે ભગવાનું ! હું અમુક આર્યાની સાથે અમુક કારણે પરોક્ષરૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા ઇચ્છું છું. ત્યારે તે સાધ્વી જો આચાર્ય-ઉપાધ્યાયની પાસે પોતાના સેવન કરેલા દોષનો પશ્ચાત્તાપ કરે તો તેની સાથે પરોક્ષમાં પણ સાંભોગિક વ્યવહાર બંધ કરવો તથા તેને વિસંભોગી કરવા કલ્પતા નથી. જો તે પશ્ચાત્તાપ ન કરે તો પરોક્ષમાં તેની સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાંભોગિક વ્યવહારનો વિચ્છેદ કરવાની વિધિ પ્રગટ કરી છે. સાધુને જો બીજા સાધુની સાથે વ્યવહાર બંધ કરવો હોય તો તેની સમક્ષ તેના દોષોનું સ્પષ્ટ કથન કરીને તે વ્યવહાર બંધ કરવાનું કહી શકે છે. સૂત્રમાં પ્રયુક્ત 'સાધુ' શબ્દથી અહીં 'આચાર્ય' સમજવા જોઈએ કારણ કે આચાર્ય જ ગચ્છના અનુશાસ્તા હોય છે. તેમને જાણ કર્યા વિના કોઈ પણ સાધુએ અન્ય સાધુની સાથે વ્યવહાર બંધ કરવો ઉચિત નથી. સાધ્વીઓએ સાધુની સમક્ષ અર્થાત્ આચાર્યાદિની સમક્ષ નિવેદન કરવું આવશ્યક હોય છે, પરંતુ આચાર્યાદિ સાધુ-સાધ્વીઓની સલાહ લીધા વિના જ કોઈ પણ સાધુ-સાધ્વીને સાંભોગિક કે વિસાંભોગિક કરી શકે છે. પ્રશ્વનું પવિપf :- પ્રત્યક્ષ સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગી કરવા. સાધુને બીજા જે સાધુ સાથે વ્યવહાર બંધ કરવો હોય, તે સાધુની સમક્ષ આચાર્યાદિને નિવેદન કરે કે “આ સાધુની અમુક Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ શ્રીવ્યવહાર સૂત્ર પ્રવૃત્તિના કારણે હું તેની સાથેના વ્યવહાર બંધ કરવા ઇચ્છું છું' આ પ્રકારનું કથન તે સાધુની ઉપસ્થિતિમાં કરવું, તેને ‘પ્રત્યક્ષ વિસંભોગી’ કરવા કહેવાય છે. પરોવવું પાડિ... પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને વિસંભોગી કરવા. સાધ્વીને બીજા જે સાધ્વી સાથે વ્યવહાર બંધ કરવો હોય, તે સાધ્વીની અનુપસ્થિતિમાં આચાર્યાદિને નિવેદન કરે કે ‘અમુક સાધ્વીની અમુક પ્રવૃત્તિના કારણે હું તેની સાથેના વ્યવહાર બંધ કરવા ઇચ્છું છું.' આ પ્રકારનું કથન તે સાધ્વીની ગેરહાજરીમાં કરવું તેને ‘પરોક્ષ વિસંભોગી’ કરવા કહેવાય છે. આ પ્રકારના નિવેદન પછી સદોષ સાધુ અથવા સાધ્વી પોતાના દોષોનો પશ્ચાત્તાપ કરીને સરળતાપૂર્વક પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે તો તેની સાથે સંબંધ કાયમ રાખી શકાય છે. જો તે પોતાના દોષોનો પશ્ચાત્તાપ ન કરે તો સંબંધ વિચ્છેદ કરવામાં આવે છે. ઠાણાંગસૂત્ર સ્થાન–૩ તથા સ્થાન–૯માં સંભોગ વિચ્છેદ કરવાના કારણ કહ્યા છે અને ભાષ્યમાં પણ તેના અનેક કારણ કહ્યા છે. સંક્ષેપમાં (૧) મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તથા સમાચારીમાં ઉપેક્ષાપૂર્વક ચોથીવાર દોષ લગાડે, (૨) પાર્શ્વસ્થાદિની સાથે વારંવાર સંસર્ગ કરે (૩) ગુરુઆદિની સાથે વિરોધભાવ રાખે, આ ત્રણ કારણે સાધુ–સાધ્વીની સાથે સંબંધ વિચ્છેદ કરી શકાય છે. પ્રવ્રુજિત કરવા માટેના વિધિ નિષેધઃ ६ णो कप्पइ णिग्गंथाणं णिग्गंथिं अप्पणो अट्ठाए पव्वावेत्तए वा मुंडावेत्तए वा, सेहावेत्तए वा उवट्ठावेत्तए वा संवसित्तए वा संभुजित्तए वा तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ સાધુને પોતાની શિષ્યા બનાવવા માટે સાધ્વીને દીક્ષિત કરવા, મુંડિત(લોચ) કરવા, ગ્રહણ અને આસેવન શિક્ષાનો બોધ આપવો, ઉપસ્થાપિત-વડી દીક્ષા આપવી, સાથે રહેવું, સાથે બેસીને ભોજન કરવું, થોડા સમય માટે તેના આચાર્ય-ઉપાધ્યાય અને પ્રવર્તિનીની નિશ્રાનો નિર્દેશ કરવો કલ્પતો નથી કે નવદીક્ષિત સાધ્વીએ તેમની નિશ્રા ધારણ કરવી કલ્પતી નથી. ७ कप्पइ णिग्गंथाणं णिग्गंथिं अण्णेसिं अट्ठाए पव्वावेत्तए वा जाव संभुजित्तए, वा, तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ સાધુને બીજાની શિષ્યા બનાવવા માટે કોઈ સાધ્વીને પ્રવ્રુજિત કરવા યાવત્ સાથે બેસીને ભોજન કરવું વગેરે પ્રવૃત્તિ કલ્પે છે તથા થોડા સમયને માટે તેના આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવર્તિનીની નિશ્રાનો નિર્દેશ કરવો કે નવદીક્ષિત સાધ્વીને તેમની નિશ્રા ધારણ કરવી કલ્પે છે. ८ णो कप्पइ णिग्गंथीणं णिग्गंथं अप्पणो अट्ठाए पव्वावेत्तए वा जाव सभुंजित्तए वा तीसे इत्तरियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ સાધ્વીને પોતાના શિષ્ય બનાવવા માટે સાધુને પ્રવ્રુજિત કરવા યાવત્ સાથે બેસીને ભોજન કરવું, વગેરે પ્રવૃત્તિ કલ્પતી નથી, તથા થોડા સમયને માટે આચાર્ય, ઉપાધ્યાય આદિની નિશ્રાનો નિર્દેશ કરવો કે ધારણ કરવો પણ કલ્પતો નથી. Page #397 -------------------------------------------------------------------------- ________________ ઉદેશક-૭ ૩૨૫ | | ९ कप्पइ णिग्गंथीणं णिग्गंथ अण्णेसिं अट्ठाए पव्वावेत्तए वा जाव संभुजित्तए वा तीसे इत्तरिय दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ સાધ્વીને અન્યના શિષ્ય બનાવવાને માટે સાધુને પ્રવ્રજિત કરવા યાવત સાથે બેસીને ભોજન કરવું વગેરે પ્રવૃત્તિ કલ્પે છે તથા થોડા સમયને માટે તેના આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવર્તિનીની નિશ્રાનો નિર્દેશ કરવો કે ધારણ કરવા કહ્યું છે. વિવેચનઃ સામાન્ય રીતે સાધુની દીક્ષા આચાર્ય, ઉપાધ્યાય દ્વારા અને સાધ્વીની દીક્ષા આચાર્ય, ઉપાધ્યાય અથવા પ્રવર્તિની દ્વારા આપવામાં છે. કયારેક કોઈ ગીતાર્થ સાધુ પણ સાધુ અથવા સાધ્વીને દીક્ષિત કરી શકે છે. આ રીતે કોઈ પણ ગીતાર્થ સાધ્વી પણ સાધુ અથવા સાધ્વીને દીક્ષિત કરી શકે છે, પરંતુ તેને આચાર્યની આજ્ઞા લેવી આવશ્યક હોય છે. કોઈ સાધુને દીક્ષિત કરવા હોય તો આચાર્ય, ઉપાધ્યાયના શિષ્ય બનાવવા માટે દીક્ષિત કરી શકાય છે અને સાધ્વીને દીક્ષિત કરવા હોય તો આચાર્ય, ઉપાધ્યાય અથવા પ્રવર્તિનીના શિષ્યા બનાવવા માટે દીક્ષિત કરી શકાય છે પરંતુ સાધુ પોતાના શિષ્યા બનાવવા માટે સાધ્વીને અને સાધ્વી પોતાના શિષ્ય બનાવવા માટે સાધુને દીક્ષિત કરી શકતા નથી. દૂરસ્થ ગુરુના નિર્દેશપૂર્વક દીક્ષા ગ્રહણઃ१० णो कप्पइ णिग्गंथिणं विइकिट्ठियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा ધારતા વા ભાવાર્થ – સાધ્વીઓને દૂર રહેલા પ્રવર્તિની અથવા ગુણીનો ઉદ્દેશ કે નિર્દેશ કરીને દીક્ષા આપવી કે લેવી (ધારણા કરવી) કલ્પતી નથી. ११ कप्पइ णिग्गंथाणं विइकिट्ठियं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए વI ભાવાર્થ :- સાધુને દૂર રહેલા આચાર્ય અથવા ગુરુ આદિનો ઉદ્દેશ કે નિર્દેશ કરીને દીક્ષા આપવી કે ધારણ કરવી કહ્યું છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં દૂરના ક્ષેત્રમાં રહેલા ગુરુ આદિના નિર્દેશ પૂર્વક દીક્ષા ગ્રહણ કરવાના ઉત્સર્ગઅપવાદ માર્ગનું કથન છે. - સાધ્વીએ દીક્ષિત થવું હોય ત્યારે ક્ષેત્રથી અત્યંત દૂર રહેલા પ્રવર્તિનીનો નિર્દેશ કરીને અન્ય પાસે દીક્ષિત થવું કલ્પતું નથી, કારણ કે દીક્ષા લઈને તે એકલી વિહાર કરીને દૂરના ક્ષેત્રમાં રહેલા પોતાના ગુરુણી પાસે પહોંચી શકતી નથી અને ક્ષેત્ર દૂર હોવાથી તેને મૂકવા જવાની બીજા સાધ્વીઓને અનુકૂળતા રહેતી નથી. આ રીતે નવદીક્ષિત સાધ્વીને પોતાના ગુરુણી પાસે પહોંચવામાં દીર્ઘકાલ વ્યતીત થાય, તેમાં Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] શ્રીવ્યવહાર સૂત્ર તેના ભાવ પરિવર્તન થઈ જાય, તે બીમાર થઈ જાય, તેના ગુણી બીમાર થઈ જાય અથવા કાળ કરી જાય ઈત્યાદિ સ્થિતિઓમાં અનેક સંકલ્પ-વિકલ્પ અથવા કલેશ, અશાંતિ ઉત્પન્ન થવાની સંભાવનાઓ રહે છે, માટે અતિ દૂર રહેલા ગુણી આદિનો નિર્દેશ કરી અન્ય પાસે દીક્ષિત થવું, તે સાધ્વીને માટે યથોચિત નથી. સામાન્ય રીતે સાધુને પણ દૂર રહેલા આચાર્ય આદિની નિશ્રાનો નિર્દેશ કરી કોઈની પાસે દીક્ષિત થવું કલ્પતું નથી કારણ કે સાધ્વીને માટે કહેલા દોષોની સંભાવના સાધુ માટે પણ સંભવિત છે. તો પણ બીજા સૂત્રમાં જે છૂટ આપી છે તેનો આશય સ્પષ્ટ કરતાં ભાષ્યકાર કહે છે કે જો દીક્ષિત થનાર સાધુ પૂર્ણ સ્વસ્થ તેમજ જ્ઞાની, સંવિગ્ન અને સ્વયં ધર્મના ઉપદેશક હોય અને તેના આચાર્ય પણ સંવિગ્ન હોય તો તે સાધુ દૂર ક્ષેત્રમાં અન્ય પાસે દીક્ષિત થઈ શકે છે. યોગ્ય ગુણસંપન્ન અને સ્વસ્થ સાધુ એકલા વિહાર કરીને પોતાના ગુરુ પાસે પહોંચી શકે છે, તેમાં અન્ય દોષોની સંભાવના રહેતી નથી, તેથી દૂરસ્થ આચાર્ય, ઉપાધ્યાયનો નિર્દેશ કરીને યોગ્ય સાધુને દીક્ષા આપી શકાય છે. કેટલાક આચાર્યો આ સૂત્રનો અર્થ આ પ્રમાણે કરે છે કે– વિકટ દિશા (દૂર દેશમાં) અને ઘણા વિકટ ક્ષેત્રમાં (ઘણા દૂર દેશમાં) સાધ્વીએ વિહાર કરવો કલ્પ નહીં, સાધુએ વિકટ ક્ષેત્રમાં વિહાર કરવા કહ્યું છે. દૂરસ્થ સાધુ-સાધ્વી સાથે ક્ષમાયાચના વિધિઃ| १२ णो कप्पइ णिग्गंथाणं विइकिट्ठाई पाहुडाई विओसवेत्तए । ભાવાર્થ- સાધુઓમાં પરસ્પર કલહ થાય તો તેઓએ દૂર ક્ષેત્રમાં રહીને ઉપશાંત થવું અથવા ક્ષમાયાચના કરવી કલ્પતી નથી. |१३ कप्पइ णिग्गंथीणं विइकिट्ठाई पाहुडाई विओसवेत्तए । ભાવાર્થ- સાધ્વીઓમાં પરસ્પર કલહ થાય, તો તેઓએ દૂર ક્ષેત્રમાં રહીને પણ ઉપશાંત થવું અથવા ક્ષમાયાચના કરવી કલ્પ છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં દૂરસ્થ સાધુ-સાધ્વી સાથે ક્ષમાયાચનાની વિધિનું પ્રતિપાદન છે. સાધુ-સાધ્વીએ કલહ થયા પછી ક્ષમાયાચના કર્યા વિના આહાર આદિ કોઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિષેધ બૃહત્કલ્પ ઉ. ૪ માં છે. તો પણ ક્યારેક બંનેમાંથી એક પક્ષની અશાંતિના કારણે કોઈ સાધુ કે સાધ્વી વિહાર કરીને દૂરના દેશમાં ચાલ્યા જાય અથવા પરોક્ષ રહ્યા છતાં પરસ્પર મનમાં વૈમનસ્ય ઉત્પન્ન થયું હોય અને પછી અશાંત સાધુ-સાધ્વીના મનમાં સ્વતઃ અથવા કોઈની પ્રેરણાથી ક્ષમાયાચનાનો ભાવ ઉત્પન્ન થાય તો સાધ્વીએ ક્ષમાપના માટે અતિ દૂરના ક્ષેત્રમાં જવાની જરૂર નથી. તે અન્ય કોઈ સાથે ક્ષમાયાચનાનો સંદેશો મોકલી શકે છે, પરંતુ સાધુએ તે સ્થાને જઈને જ ક્ષમાયાચના કરવી જોઈએ. સાધ્વીને માટે વિહાર કરીને અન્યત્ર જવું પરાધીન છે. તે એકલી જઈ શકતી નથી, તેમ છતાં જો નિકટનું ક્ષેત્ર હોય તો સાધ્વીએ પણ અન્ય સાધ્વીઓની સાથે ત્યાં જઈને ક્ષમાપના કરવી જોઈએ. સૂત્રોક્ત વિધાન અતિ દૂર રહેલા સાધુ-સાધ્વીની અપેક્ષાએ છે. ભાષ્યમાં આ વિષયનું વિસ્તૃત વર્ણન તથા તેના અપવાદ માર્ગનું કથન છે. જો વચ્ચેના ક્ષેત્રોમાં Page #399 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૭. | | ૩૨૭ ] રાજાઓનું યુદ્ધ, દુકાળ, આદિ કારણો ઉત્પન્ન થઈ જાય તો સાધુએ પણ અતિ દૂરના ક્ષેત્રમાં રહીને પણ ક્ષમાયાચના કરી લેવી જોઈએ. ક્ષમાપના કર્યા વિના સાધુ કે સાધ્વીનો કાળધર્મ થઈ જાય તો તે વિરાધક થાય છે, તેથી સાધુ-સાધ્વીએ પરિસ્થિતિ અનુસાર પ્રત્યક્ષ કે પરોક્ષ તુરંત ક્ષમાયાચના કરવી જોઈએ. વ્યતિકૃષ્ટકાળમાં સ્વાધ્યાયનો ઉત્સર્ગ–અપવાદ માર્ગ:१४ णो कप्पइ णिग्गंथाणं विइकिटे काले सज्झायं करेत्तए । ભાવાર્થ- સાધુઓએ વ્યતિકૃષ્ટ કાળમાં અર્થાત્ ઉત્કાલિક આગમના સ્વાધ્યાયકાળમાં કાલિક આગમનો સ્વાધ્યાય કરવો કલ્પતો નથી. |१५ कप्पइ णिग्गंथीणं विइकिटे काले सज्झायं करेत्तए णिग्गंथणिस्साए । ભાવાર્થ :- સાધુની નિશ્રામાં સાધ્વીઓને વ્યતિકૃષ્ટકાળમાં પણ સ્વાધ્યાય કરવા કહ્યું છે. વિવેચન : - જિનઆગમોના સ્વાધ્યાય માટે જે કાળનો નિષેધ છે; તે કાળ તે આગમો માટે વ્યતિકાળ કહેવાય છે. નિશીથ સૂત્ર, ઉ.–૧૯માં અનેક પ્રકારે અસ્વાધ્યાય કાળનું કથન છે. કાલિક સુત્રોનો સ્વાધ્યાય દિવસના અને રાત્રિના પહેલા અને ચોથા પ્રહરમાં થાય છે અને ઉત્કાલિક સુત્રોનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિની બંને સંધ્યાને છોડીને અર્થાતુ ચાર સંધિકાલને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. દિવસ અને રાત્રિનો બીજો અને ત્રીજો પ્રહર કાલિક સૂત્રના સ્વાધ્યાય માટે નિષિદ્ધકાલ હોવાથી પ્રસ્તુત પ્રકરણમાં તેની ગણના વ્યતિકૃષ્ટ કાલમાં કરી છે. સૂત્રકારે ઉપલબ્ધ કાલિકસૂત્રોનો ઉત્કાલમાં સ્વાધ્યાય કરવાનો પ્રથમ સૂત્રમાં નિષેધ કર્યો છે, પરંતુ બીજા સૂત્રમાં સાધ્વીને માટે સાધુઓની પાસે સ્વાધ્યાય કરવાનું અપવાદયુક્ત વિધાન કર્યું છે. સાધુસાધ્વીઓમાં મૂળપાઠની પરંપરા સમાન રહે તે માટે કયારેક પ્રવર્તિની અથવા સાધ્વીઓએ સૂત્રોનો મૂળ પાઠ ઉપાધ્યાય આદિને સંભળાવવો જરૂરી હોય છે. ઉપાધ્યાય આદિની અનુકૂળતા પ્રમાણે સાધ્વીજી વ્યતિકૃષ્ટ કાળમાં પણ શાસ્ત્રપાઠ સંભળાવી શકે છે. સ્વાધ્યાય કાલનો વિવેક:१६ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा असज्जाइए सज्झायं करेत्तए । ભાવાર્થ - સાધુઓ અને સાધ્વીઓએ અસ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરવો કલ્પતો નથી. |१७ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सज्झाइए सज्झायं करेत्तए । ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓએ સ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરવા કહ્યું છે. १८ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अप्पणो असज्झाइए सज्झायं करेत्तए । कप्पइ णं अण्णमण्णस्स वायणं दलइत्तए । Page #400 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૮ ] શ્રીવ્યવહાર સૂત્ર ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓને સ્વશરીર સબંધી અસ્વાધ્યાય કાલમાં સ્વાધ્યાય કરવો કલ્પતો નથી પરંતુ પરસ્પર એકબીજાને વાચના દેવી કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને સ્વાધ્યાયકાલના વિવેક વિષયક સૂચન છે. સાધુ-સાધ્વીએ જ્ઞાનના અતિચારોનો ત્યાગ કરીને જિનેશ્વરની વાણીરૂપ આગમ ગ્રંથોનું ગૌરવ જળવાઈ રહે તે રીતે બહુમાનપૂર્વક સ્વાધ્યાયના કાલે સ્વાધ્યાય કરવો જોઈએ અને અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ન કરવો જોઈએ. શ્રી નિશીથ સુત્રના ૧૯મા ઉદ્દેશકમાં બત્રીસ અસ્વાધ્યાયનું વર્ણન છે. તેમાં કાલ સંબંધી બાર + ઔદારિક શરીર સંબંધી દશ + આકાશ સંબંધી દશ, એમ કુલ ૩ર અસ્વાધ્યાયકાલ છે. પોતાના શરીર સંબંધી અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાનો સૂત્રકારે નિષેધ કર્યો છે પરંતુ તેમાં સામૂહિક વાચનાની છૂટ છે. સામૂહિક વાચનામાં વ્યવસ્થા જળવાઈ રહે અને વાચનામાં અલના ન થાય તે માટે સાધુ-સાધ્વીઓએ શારીરિક અસ્વાધ્યાયમાં વિવેકપૂર્વક વાચનાનું આદાન-પ્રદાન કરવું જોઈએ. સાધ્વીને આચાર્ય-ઉપાધ્યાયની નિશ્રાની આવશ્યક્તા :| १९ तिवासपरियाए समणे णिग्गंथे तीसं वासपरियाए समणीए णिग्गंथीए कप्पइ उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ:- ત્રીસ વર્ષની શ્રમણપર્યાયવાળા સાધ્વીએ ત્રણ વર્ષની શ્રમણ પર્યાયવાળા સાધુનો ઉપાધ્યાય રૂપે સ્વીકાર કરવા કહ્યું છે. २० पंचवासपरियाए समणे णिग्गंथे सट्ठिवासपरियाए समणीए णिग्गंथीए कप्पइ आयरिय उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ :- સાઠ વર્ષની શ્રમણપર્યાયવાળા સાધ્વીએ પાંચ વર્ષની શ્રમણ પર્યાયવાળા સાધુનો આચાર્ય અથવા ઉપાધ્યાય રૂપે સ્વીકાર કરવો કહ્યું છે. વિવેચન : ઉદ્દેશક ૩. સૂત્ર ૧૧-૧૨ના કથનાનુસાર સાધ્વીઓએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની આ ત્રણની નિશ્રામાં રહેવું આવશ્યક છે અને સાધુઓએ આચાર્ય, ઉપાધ્યાય આ બેની નિશ્રામાં રહેવું જરૂરી છે. તે વિધાન ત્રણ વર્ષના દીક્ષાપર્યાય અને ચાલીસ વર્ષની ઉંમર સુધીના સાધુ-સાધ્વીઓને માટે છે. પ્રસ્તુત સૂત્રદ્ધિકમાં ત્રીસ વર્ષના દીક્ષાપર્યાયવાળી સાધ્વી માટે ઉપાધ્યાયની નિશ્રા અને સાઠ વર્ષના દીક્ષાપર્યાયવાળી સાધ્વી માટે આચાર્યની નિશ્રા સ્વીકારવાનું કરવાનું વિધાન છે. તેનું તાત્પર્ય એ છે કે ત્રીસ વર્ષ સુધીના દીક્ષાપર્યાયવાળી સાધ્વીઓએ ઉપાધ્યાય અને પ્રવતિની વિના રહેવું કલ્પતું નથી અને સાઠ વર્ષ સુધીના દીક્ષાપયાર્યયવાળી સાધ્વીઓએ આચાર્ય અને પ્રવતિની વિના રહેવું કલ્પતું નથી. સાધ્વીની સુત્રોક્ત વર્ષ સંખ્યા પછી જો તેના પદવીધર કાળધર્મ પામે અથવા ગચ્છ છોડીને શિથિલાચારી બની જાય તો, તે સાધ્વીઓએ અન્ય આચાર્ય આદિની નિશ્રા સ્વીકારવી આવશ્યક નથી, તેમ આ સુત્રથી સૂચિત થાય છે. ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને ઉપાધ્યાય અને પાંચ વર્ષની દીક્ષા Page #401 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૭. [ ૩૨૯ ] પર્યાય- વાળા સાધુને આચાર્ય પદ ઉપર નિયુક્ત કરવા સંબંધી વર્ણન ત્રીજા ઉદ્દેશક પ્રમાણે જાણવું. શ્રમણના મૃતશરીરની ઉત્તર ક્રિયા:| २१ गामाणुगामं दूइज्जमाणे भिक्खू य आहच्च वीसुंभेज्जा, तं च सरीरगं केइ साहम्मिए पासेज्जा, कप्पइ से तं सरीरगं 'मा सागारियं' ति कटु एगंते अचित्ते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेत्तए । अत्थियाइं स्थ केइ साहम्मियसंतिए उवगरणजाए परिहरणारिहे, कप्पइ से सागारकड गहाय दोच्चपि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहारित्तए । ભાવાર્થ - ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ માર્ગમાં જ મૃત્યુ પામે, તેના શરીરને અન્ય કોઈ સાધર્મિક શ્રમણ જુએ અને તે જાણે કે અહીં કોઈ ગૃહસ્થ નથી તો તેને તે સાધુના મૃત શરીરને એકાંત નિર્જીવ ભૂમિનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરીને પરઠવું કલ્પ છે. જો એ મૃત સાધુના કોઈ ઉપકરણ ઉપયોગમાં લેવા યોગ્ય હોય તો તેને સાગારકૃત-આચાર્યાદિની આજ્ઞાના આગારપૂર્વક ગ્રહણ કરી ફરી આચાર્યાદિની આજ્ઞા લઈને ઉપયોગમાં લેવા કલ્પે છે. વિવેચન : બૃહત્કલ્પ ઉદ્દેશક- ૪માં ઉપાશ્રયમાં કાળધર્મને પ્રાપ્ત થનાર સાધુને પરાઠવા સબંધી વિધિનું વિધાન છે અને પ્રસ્તુત સૂત્રમાં વિહાર કરતા કોઈ સાધુ માર્ગમાં જ કાળધર્મ પામી જાય તો તેના મૃતશરીરને પરઠવાની વિધિ બતાવી છે. વિહારમાં કોઈ સાધુ કાળધર્મ પામે અને તેના મૃત શરીરને કોઈ એક અથવા અનેક સાધર્મિક સાધુ જુએ તો સહવર્તી સાધુઓએ તે મૃતદેહને વિધિપૂર્વક એકાંતમાં લઈ જઈને પરઠી દેવો જોઈએ. આ સીરિય– સાધુ જાણે કે સાધુના શરીરની અંતિમ ક્રિયા કરે તેવા કોઈ ગૃહસ્થ ત્યાં આસપાસમાં નથી ત્યારે સાધુઓ તે મૃત શરીરને ઉપાડીને એકાંત અચિત્ત સ્થાનમાં પરઠે છે. જો કોઈ ગૃહસ્થ ત્યાં ઉપસ્થિત હોય, તો ગૃહસ્થો મૃતશરીર સંબંધી વિધિ કરે છે, ત્યારે સાધુએ તે વિધિ કરવાની રહેતી નથી. જો એ મૃત સાધુના કોઈ ઉપકરણ ઉપયોગમાં આવે તેવા હોય તો આચાર્યની આજ્ઞાનો આગાર રાખીને તેને ગ્રહણ કરી શકે છે. આચાર્ય તે ઉપકરણોને રાખવાની આજ્ઞા આપે તો તે ઉપકરણોને સાધુ રાખી શકે છે અને ઉપયોગમાં લઈ શકે છે. કોઈ એક અથવા અનેક સાધુ કોઈ પણ કારણથી કાળધર્મ પામેલા સાધુના મૃતશરીરને માર્ગમાં છોડીને ચાલ્યા જાય તો તેમાં શાસનની હીલના થાય છે, તે બધા સાધુઓ ગુરુચીમાસી પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. પરિષ્ઠાપના સબંધી અન્ય જાણકારી માટે જુઓ- બૃહકલ્પ, ઉદ્. ૪. શય્યાતરનો નિર્ણય - २२ सागारिए उवस्सयं वक्कएणं पउंजेज्जा, से य वक्कइयं वएज्जा- इमम्मि य इमम्मि य ओवासे समणा णिग्गंथा परिवसंति, से सागारिए पारिहारिए । से य णो वएज्जा वक्कइए वएज्जा-इमम्मि य इमम्मि य ओवासे समणा णिग्गंथा Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] શ્રીવ્યવહાર સૂત્ર परिवसंतु से सागारिए पारिहारिए । दो वि ते वएज्जा, दो वि सागारिया पारिहारिया । ભાવાર્થ :- શય્યાદાતા જો ઉપાશ્રય-મકાનાદિ સ્થાન ભાડે આપે અને ભાડૂતને કહે કે આટલા-આટલા સ્થાનમાં શ્રમણ નિર્ગસ્થ રહે છે. (તે ભલે રહે) આ રીતે કહેનાર ગૃહસ્વામી-માલિક સાગરિક (શય્યાતર) છે, તેથી તે પરિહાર્ય છે અર્થાતુ તેના ઘરેથી આહારાદિ લેવા કલ્પતા નથી. જો શય્યાતર કંઈ ન કહે પરંતુ ભાડૂત કહે કે આટલા-આટલા સ્થાનમાં શ્રમણ નિગ્રંથ રહે છે(તે ભલે રહે, તો તે ભાડૂત શય્યાતર છે, તેથી તે પરિહાર્ય (છોડવા યોગ્ય) છે. જો માલિક અને ભાડૂત બંને કહે તો બંને શય્યાતર છે અને બંને પરિહાર્ય છે. |२३ सागारिए उवस्सयं विक्किणेज्जा, से य कइयं वएज्जा- इमम्मि य इमम्मि य ओवासे समणा णिग्गंथा परिवसति, से सागारिए पारिहारिए । से य णो वएज्जा, कइए वएज्जा- इमम्मि य इमम्मि य ओवासे समणा णिग्गंथा परिवसंतु, से सागारिए पारिहारिए । दो वि ते वएज्जा, दो वि सागारिया पारिहारिया । ભાવાર્થ:- શય્યાતર જો ઉપાશ્રય વેંચે અને ખરીદનારને કહે કે આટલા આટલા સ્થાનમાં શ્રમણ-નિર્ઝન્ય રહે છે(તે ભલે રહે), તો તે (વેંચનાર માલિક) શય્યાતર છે, તેથી તે પરિહાર્ય છે. જો ઉપાશ્રયનો વિક્રેતા કંઈ ન કહે પરંતુ ખરીદનાર કહે, તો તે ખરીદનાર શય્યાતર છે, તેથી તે પરિહાર્ય છે. જો વિક્રેતા અને ખરીદનાર બંને કહે તો બંને સાગારિક છે, તેથી તે બંને પરિહાર્ય છે. વિવેચન : સાધુ જે મકાનમાં રહ્યા હોય તેના માલિક મકાન ભાડે આપે અથવા તેને વેંચી નાખે, ત્યારે સાધુના શય્યાતરનો નિર્ણય કેવી રીતે કરવો, તેનું સ્પષ્ટીકરણ પ્રસ્તુત સૂત્રમાં છે. ખરીદનાર અથવા ભાડૂત સાધુને પોતાના મકાનમાં પ્રસન્નતાપૂર્વક રહેવાની આજ્ઞા આપે, તો તે મકાન ખરીદનાર કે ભાડે લેનાર ભાડૂત શય્યાતર કહેવાય છે. જો મકાનના ભાડૂત કે ખરીદનાર વ્યક્તિ સાધુને રાખવામાં ઉપેક્ષાભાવ રાખે અને આજ્ઞા ન આપે ત્યારે મકાનના પૂર્વના માલિક જ તે ભાડૂતને કે મકાન ખરીદનારને કહી દે કે આટલા સમય સુધી આટલા સ્થાનમાં સાધુ રહેશે, ત્યાર પછી તે સ્થાન તમારું થઈ જશે, ત્યારે પૂર્વ શય્યાદાતા જ શય્યાતર રહે છે. આ રીતે મકાન વેંચનાર કે ખરીદનાર અથવા મકાન ભાડે દેનાર કે લેનાર ભાડૂત, આ બેમાંથી જે સાધુને રહેવા માટે પોતાની સંમતિ દર્શાવે છે, તે શય્યાતર થાય છે. જે શય્યાતર થાય, તેના ઘરના આહારાદિ શય્યાતરપિંડ કહેવાય છે અને તે સાધુને માટે અગ્રાહ્ય છે. કયારેક પૂર્વશપ્યાદાતા પણ કહે કે મારી આજ્ઞા છે અને નવા માલિક પણ કહે કે મારી પણ આજ્ઞા છે, ત્યારે બંનેને શય્યાતર માનવા જોઈએ. સાધુ તે બંનેને સમજાવીને કહે અને તે સમજી જાય, તો કોઈ પણ એકની જ આજ્ઞા રાખવી ઉચિત છે કારણ કે બૃહત્કલ્પ ઉ. ૨. સૂ. ૧૩માં અનેક સ્વામીઓવાળા મકાનમાં કોઈ એક સ્વામીની આજ્ઞા લેવાનું વિધાન છે. સુત્રમાં ગૃહસ્થના ઘરને માટે ઉપાશ્રય શબ્દનો પ્રયોગ થયો છે. સાધુને રહેવાના સ્થાન, મકાન આદિ માટે ઉપાશ્રય શબ્દનો પ્રયોગ થાય છે. જ્યાં જે સ્થાનમાં સાધુ રહ્યા હોય અથવા તેને જે સ્થાનમાં રહેવાનું હોય, તે બંને મકાનોને માટે આગમકાર ઉપાશ્રય શબ્દનો પ્રયોગ કરે છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૭ ૩૩૧ ] આજ્ઞાગ્રહણ વિધિઃ२४ विहवधूया णायकुलवासिणी सा वि यावि ओग्गहं अणुण्णवेयव्वा । किमंग पुण पिया वा भाया वा पुत्ते वा से वि या वि ओग्गहे ओगेण्हियव्वे । ભાવાર્થ – જ્ઞાતકુલવાસિની (પિતાને ઘરે જીવન પસાર કરનાર) વિધવા બેનની પણ આજ્ઞા લઈ શકાય છે ત્યારે પિતા, ભાઈ, પુત્ર માટે તો શું કહેવું? અર્થાત્ તેની પણ આજ્ઞા ગ્રહણ કરી શકાય છે. २५ पहे वि ओग्गहं अणुण्णवेयव्वे । ભાવાર્થ – જો માર્ગમાં રહેવું હોય તો તે સ્થાનની પણ આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે કોઈપણ સ્થાનમાં રહેતા પહેલાં અથવા બેસતા પહેલાં આજ્ઞાગ્રહણની અનિવાર્યતા તથા તેની વિધિ પ્રદર્શિત કરી છે. સાધુને જે મકાનમાં રહેવાનું હોય, તે મકાન માલિકની આજ્ઞા લેવી જોઈએ, તે ઉપરાંત તે માલિકના પારિવારિકજનો, જે તે જ મકાનમાં રહેતા હોય તેની પણ આજ્ઞા લઈ શકાય છે, જેમ કે- તે માલિકના પિતા, પુત્ર, ભાઈની પણ આજ્ઞા લઈ શકાય છે અર્થાત્ સંયુક્ત પરિવારના કોઈ પણ સમજદાર સભ્ય તે સ્ત્રી હોય કે પુરુષ તેની આજ્ઞા લઈ શકાય છે. વિવાહિત બેનની આજ્ઞા લઈ શકાતી નથી પરંતુ તે બેન કોઈ કારણથી હંમેશને માટે પિતાના ઘરે જ રહેતા હોય તો તેની આજ્ઞા લઈ શકાય છે, આ રીતે સમજદાર અથવા જવાબદાર નોકરની પણ આજ્ઞા લઈ શકાય છે. મકાનની બહાર અથવા ખુલ્લી જગ્યામાં બેસવું હોય, ક્યારેક મકાન-માલિક ઘર બંધ કરીને કયાંક ગયા હોય તો કોઈ મુસાફર અથવા પાડોશીની પણ આજ્ઞા લઈ શકાય છે. સાધુએ વિહાર કરતા કયારેક માર્ગમાં અથવા વૃક્ષની નીચે રહેવાનું કે બેસવાનું થાય તો તે સ્થાનની પણ આજ્ઞા લેવી જોઈએ. આજ્ઞા વિના સાધુ ત્યાં પણ રહી કે બેસી શકતા નથી. તે સમયે જો કોઈ પણ મુસાફર તે તરફ જઈ રહ્યા હોય અથવા કોઈ વ્યક્તિ ત્યાં બેઠા હોય તો તેની આજ્ઞા લઈ શકાય છે. કોઈ આજ્ઞા દેનાર ન હોય તો એ સ્થાનમાં રહેવા માટે "શક્રેન્દ્રની આજ્ઞા" એમ ઉચ્ચારણ કરીને સાધુ રહી શકે છે, પરંતુ આજ્ઞા લીધા વિના કયાંય પણ રહેવું ન જોઈએ. આજ્ઞા વિના બેસવાથી કે રહેવાથી સાધુનું ત્રીજું મહાવ્રત ખંડિત થાય છે. રાજ્યપરિવર્તનમાં આજ્ઞા ગ્રહણ વિધિઃ२६ से रज्जपरियट्टेसु संथडेसु अव्वोगडेसु अव्वोच्छिण्णेसु अपरपरिग्गहिएसु सच्चेव ओग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ अहालंदमवि ओग्गहे ।। ભાવાર્થ - રાજ પરિવર્તન થયું હોય અર્થાત્ રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક થયો હોય, પરંતુ તે રાજ્ય અવિભક્ત હોય, શત્રુઓ દ્વારા અનાક્રાંત હોય, વંશ પરંપરા અવિચ્છિન્ન હોય અને રાજ્યવ્યવસ્થા પહેલાંની જેમ હોય, તો સાધુ-સાધ્વીઓ માટે પૂર્વે ગ્રહણ કરેલી આજ્ઞા જ યથાલંદકાળ પર્યત ચાલે છે. | २७ से रज्जपरियट्टेसु, असंथडेसु वोगडेसु वोच्छिण्णेसु परपरिग्गहिएसु Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર | શ્રીવ્યવહાર સત્ર भिक्खुभावस्स अट्ठाए दोच्चंपि ओग्गहे अणुण्णवेयव्वे सिया । ભાવાર્થ:- રાજ પરિવર્તન થયું હોય અર્થાતુ રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક થયો હોય અને તે રાજ્ય વિભક્ત થઈ ગયું હોય, શત્રુઓ દ્વારા આક્રાંત થઈ ગયું હોય, વંશ પરંપરા વિછિન્ન થઈ ગઈ હોય, રાજ્ય વ્યવસ્થા પરિવર્તિત થઈ ગઈ હોય તો સાધુ-સાધ્વીઓએ સાધુભાવ અર્થાત્ સંયમની સુરક્ષા માટે બીજીવાર આજ્ઞા લઈ લેવી જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે રાજાના અવગ્રહ સંબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે. સાધુઓએ જે રાજ્યમાં વિચરણ કરવાનું હોય તેના સ્વામી અર્થાત્ રાજાની આજ્ઞા લેવી જરૂરી છે. આજ્ઞા લીધા પછી જો રાજાનું પરિવર્તન થઈ જાય ત્યારે બે પ્રકારની સ્થિતિ થાય છે. (૧) પહેલાના રાજાનો રાજકુમાર અથવા તેના વંશજ રાજા બન્યા હોય અર્થાત્ ફક્ત વ્યક્તિનું પરિવર્તન થયું હોય, રાજસતા, વ્યવસ્થા અને કાયદા કાનૂનોનું પરિવર્તન ન થયું હોય તો પહેલા ગ્રહણ કરેલી આજ્ઞાથી યથાલંદકાળ પર્યત અર્થાત્ જ્યાં સુધી તે રાજાદિ રહે ત્યાં સુધી વિચરણ કરી શકાય છે, ફરી આજ્ઞા લેવાની જરૂર રહેતી નથી. (૨) પૂર્વના રાજા કે તેના વંશજો સિવાયની અન્ય કોઈ વ્યક્તિનો નવા રાજારૂપે અભિષેક કરાયો હોય, રાજસતા, રાજ્યવ્યવસ્થા અને કાયદાદિનું પરિવર્તન થઈ ગયું હોય, તો ત્યાં વિચરણ કરવાને માટે સાધુએ ફરી આજ્ઞા લેવી આવશ્યક છે. સમસ્ત જૈનસંઘોના સાધુ-સાધ્વીઓને તે રાજ્યમાં વિચરણ કરવાની રાજાશા એક મુખ્ય સાધુએ (આચાર્યાદિ સાધુએ) લેવી જોઈએ, જુદા જુદા કોઈ સાધુ-સાધ્વીએ તે આજ્ઞા લેવાની આવશ્યકતા નથી. તે ઉદ્દેશક-૭ સંપૂર્ણ . Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રાથને ૩૩૩. ઉદેશક-૮ | પ્રાકથન છROROCRORROROR આ ઉદ્દેશકમાં મુખ્યત્વે સ્થાન, શય્યા-સંસ્મારકની ગવેષણા, આજ્ઞા અને વાપરવાની પદ્ધતિનો તેમજ અન્ય કેટલાક પ્રકીર્ણક વિષયોનો નિર્દેશ છે. * સાધુ-સાધ્વીએ સ્થવિર ગુરુ આદિની આજ્ઞાથી તથા રત્નાધિકોના યથાક્રમથી શયનાસન આદિ ગ્રહણ કરવા જોઈએ. * પાટ આદિ શયા-સંસ્તારક એક હાથેથી સહેલાઈથી ઉપાડીને લાવી શકાય તેવા હળવા હોવા જરૂરી છે. શેષકાલ માટે શય્યા-સંસ્મારકની ગવેષણા તે જ ક્ષેત્રમાં, ચાતુર્માસ માટેના શય્યા-સંસ્મારકની ગવેષણા નિકટના અન્ય ક્ષેત્રમાં ત્રણ દિવસ સુધી કરી શકાય છે, સ્થિરવાસ માટે અનુકૂળ પાટ આદિ શધ્યા-સંસ્મારકની ગવેષણા પાંચ દિવસ સુધી કરી શકાય છે અને વધારે દૂરથી પણ લાવી શકાય છે. * એકલવિહારી વૃદ્ધ સાધુના અનેક પ્રકારના ઔપગ્રહિક ઉપકરણ હોય છે, તે સાધુ ગોચરી આદિ માટે જાય ત્યારે કોઈની દેખરેખમાં રાખીને જઈ શકે છે અને પાછા આવે ત્યારે તેને કહીને ગ્રહણ કરી શકે છે. * કોઈ ગૃહસ્થના શય્યા-સંસ્તારક આદિ અન્ય ઉપાશ્રય(મકાન)માં લઈ જવા હોય તો તેની ફરી આજ્ઞા લેવી, કયારેક થોડા સમય માટે કોઈ પાટ આદિ ઉપાશ્રયમાં જ મૂકી દીધા હોય તો તેને ગ્રહણ કરવા માટે ફરી આજ્ઞા લેવી, આજ્ઞા વિના ગ્રહણ ન કરવા. * મકાન, પાટ, આદિની પહેલા આજ્ઞા લેવી પછી ગ્રહણ કરવા, કયારેક દુર્લભ શવ્યાની પરિસ્થિતિમાં વિવેકપૂર્વક પહેલા ગ્રહણ કરીને પછી આજ્ઞા લઈ શકાય છે. * વિહાર કરતાં હોય, ત્યારે માર્ગમાં સાધુના કોઈ ઉપકરણ પડી જાય અને અન્ય સાધુને મળે તો અન્ય સાધુનું ઉપકરણ છે, તેમ જાણીને તેને ગ્રહણ કરે અને જેનું હોય તેને આપી દેવું જોઈએ. કોઈ તેને ન સ્વીકારે તો તેને પરઠી દે. રજોહરણાદિ મોટા ઉપકરણ હોય તો વધારે દૂર લઈ જવા અને તેની પૂછપરછ કરવી. * આચાર્યાદિના નિર્દેશથી વધારે પાત્રા ગ્રહણ કર્યા હોય તો જેનું નામ લઈને ગ્રહણ કર્યા હોય તેને આચાર્યની આજ્ઞાપૂર્વક આપવા. * સાધુએ ઇન્દ્રિય સંયમ માટે હંમેશાં ઉણોદરી તપ કરવું. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] શ્રીવ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૮ PE/PP/PE/zeeeeee/ શચ્ચા-સંસ્કારક ગ્રહણ વિધિઃ| १ गाहा उऊ पज्जोसविए, ताए गाहाए ताए पएसाए ताए उवासंतराए जमिणं- जमिणं सेज्जासंथारगं लभेज्जा, तमिणं ममेव सिया ।। थेरा य से अणुजाणेज्जा, तस्सेव सिया । थेरा य से णो अणुजाणेज्जा, णो तस्सेव सिया । एवं से कप्पइ अहाराइणियाए सेज्जासंथारगं पडिग्गाहित्तए । ભાવાર્થ :- ઋતુ-હેમંત અથવા ગ્રીષ્મ ઋતુમાં કોઈ ગાથાગાથાપતિ અર્થાત્ ગૃહસ્થના ઘરમાં રહેલા સાધુને ગૃહસ્થના ઘરમાં, ઘરના કોઈ રૂમ આદિ વિભાગમાં, તે રૂમની અંદરના કોઈ સીમિત સ્થાનમાં “જે જે અનુકૂળ સ્થાન અથવા સંસ્તારક મળે, તે તે હું ગ્રહણ કરીશ.” આ પ્રકારનો સંકલ્પ હોવા છતાં સ્થવિર મુનિ જો તે સ્થાન માટે આજ્ઞા આપે તો ત્યાં શય્યા(સ્થાન)-સંસ્કારક ગ્રહણ કરવા કહ્યું છે. જો સ્થવિર મુનિ આજ્ઞા ન આપે તો તેને તે શય્યા સંસ્કારક ગ્રહણ કરવા કલ્પતા નથી. સાધુને રત્નાધિકના ક્રમથી મોટા-નાનાના ક્રમથી શય્યા-સ્થાન અથવા સંસ્તારક ગ્રહણ કરવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને શય્યા-સંસ્તારક ગ્રહણ કરવાની વિધિનો નિર્દેશ છે. સાધુ કે સાધ્વી કોઈપણ ઘર અથવા ઉપાશ્રય આદિમાં રહ્યા હોય, ત્યારે ગુરુ અથવા પ્રમુખ સાધુની આજ્ઞા લઈને પોતાને બેસવાના અથવા સૂવાનાં સ્થાનનો નિર્ણય કરવો જોઈએ. આ પ્રકારના વ્યવહારથી ગુર્નાદિકોનો વિનય, બહુમાન અને ગૌરવ વધે છે, વ્યવસ્થા તથા અનુશાસનનું સારી રીતે પાલન થાય છે. સહવર્તી સાધુઓમાં પરસ્પર પ્રેમ અને વાત્સલ્ય ભાવ વૃદ્ધિ પામે છે. આચારાંગ હૃ. ૨ અ. ૨ ઉ. ૩ માં શય્યાભૂમિ ગ્રહણ કરવાની વિધિનું કથન કરતાં કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય આદિ પદવીધર તથા બાલ, વૃદ્ધ, રોગી, નવદીક્ષિત અને આગંતુક મહેમાન સાધુઓને ઋતુને અનુકુળ તેમજ ઇચ્છિત સ્થાન યથાક્રમથી આપ્યા પછી જ બાકીના સાધુ સંયમપર્યાયના ક્રમથી શધ્યા-સંસ્કારક ગ્રહણ કરે. ૩-ઋતુ. વર્ષાવાસ(ચાતુર્માસ) સિવાયનો ઋતુબદ્ધકાળ. અહીં ૩૪ (ઋતુ) શબ્દથી ચાતુર્માસ સિવાયની હેમંત અને ગ્રીષ્મ ઋતુનું ગ્રહણ થાય છે. ગા-ગાથા. અહીં ગાથા શબ્દ ગૃહવાચક છે. ગાહા શબ્દથી ગૃહપતિ ગૃહસ્થનું ગ્રહણ થાય છે. શય્યાસંસ્તારકની ગવેષણા વિધિઃ| २ से य अहालहुसगं सेज्जासंथारगं गवेसेज्जा, जं चक्किया एगेणं हत्थेणं ओगिज्झ जाव एगाहं वा दुयाहं वा तियाहं वा परिवहित्तए, एस से हेमंत-गिम्हासु भविस्सइ । Page #407 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૮. | ૩૩૫] ભાવાર્થ :- સાધુ એક હાથે ઉપાડીને લાવી શકાય તેવા યથાશક્ય હળવા શય્યા-સંસ્મારકની ગવેષણા કરે. આ શય્યા-સંસ્તારક મને હેમંત અથવા ગ્રીષ્મ ઋતુમાં કામમાં આવશે, તેવા પ્રયોજનથી એક, બે કે ત્રણ દિવસ સુધી તે વસ્તી અર્થાત્ તે જ ક્ષેત્રમાંથી શય્યા-સંસ્તારકની ગવેષણા કરીને લાવી શકે છે. | ३ से य अहालहुसगं सेज्जासंथारगं गवेसेज्जा, जं चक्किया एगेणं हत्थेणं ओगिज्झ जाव एगाहं वा दुयाहं वा, तियाहं वा अद्धाणं परिवहित्तए, एस मे वासावासासु भविस्सइ । ભાવાર્થ :- સાધુ એક હાથે ઉપાડીને લાવી શકાય તેવા યથાશક્ય હળવા શય્યા-સંસ્મારકની ગવેષણા કરે. આ શય્યા-સંતારક મને વર્ષા ઋતુમાં કામમાં આવશે, તેવા પ્રયોજનથી એક, બે કે ત્રણ દિવસ સુધી તે વસ્તી(ક્ષેત્રોમાંથી અથવા સમીપની વસ્તી ક્ષેત્રોમાંથી ગવેષણા કરીને લાવી શકે છે. | ४ से य अहालहुसगं सेज्जासंथारगं गवेसेज्जा, जं चक्किया एगेणं हत्थेणं ओगिज्झ जाव एगाहं वा दुयाहं वा तियाहं वा चउयाहं वा पंचाहं वा दूरमवि अद्धाणं परिवहित्तए, एस मे वुड्डावासासु भविस्सइ । ભાવાર્થ:- સાધુ એક હાથે ઉપાડીને લાવી શકાય તેવા યથાશક્ય હળવા શય્યા-સંસ્મારકની ગવેષણા કરે. આ શય્યા-સંસ્તારક મને વૃદ્ધાવસ્થામાં-સ્થિરવાસમાં કામમાં આવશે, તેવા પ્રયોજનથી એક, બે, ત્રણ, ચાર કે પાંચ દિવસ સુધી તે વસ્તી (ક્ષેત્ર)માંથી અથવા દૂરની વસ્તી (ક્ષેત્રોમાંથી ગવેષણા કરીને લાવી શકે છે. વિવેચન - પૂર્વસૂત્રમાં શય્યા સસ્તારક શબ્દથી સ્થાન ગ્રહણ કરવાની વિધિનું કથન કહી છે અને પ્રસ્તુત સૂત્રોમાં શય્યા-સંસ્તારક શબ્દથી પાટ આદિ ગ્રહણ કરવાનું વિધાન છે. પાટ આદિ સાધુની સામાન્ય ઉપધિ નથી પરંતુ આવશ્યકતા પ્રમાણે તેને પ્રાતિહારિકરૂપે જ ગ્રહણ કરી શકાય છે અને જરૂર ન હોય, ત્યારે ગૃહસ્થને પાછા આપી શકાય છે. શય્યા-સંસ્મારકનું અન્ય વર્ણન નિશીથ સૂત્ર ઉદ્દે-ર તથા ૫ માં છે. શ્રી આચારાંગ સુત્ર શ્રતસ્કંધ-૨, અધ્ય. ર૩માં સુત્રકારે સાધુને કલ્પનીય સંસ્તારક માટે (૧) અપડે-જીવ રહિત, (૨) તદુય-વજનમાં હળવો, (૩) પાદિરિયે-પ્રાતિહારિક અને (૪) મહાવહેંમજબૂત, આ ચાર વિશેષણનો પ્રયોગ કર્યો છે. પ્રસ્તુત પ્રસંગમાં મહાત્તદુર એક જ વિશેષણનો પ્રયોગ છે. હીનદુ:- પોતાને અનુકૂળ હોય, તેવા પાટ–પાટલા આદિની ગવેષણા કરીને સાધુને સ્વયંને ઉપાડીને લાવવાના હોય છે, તેથી તે વજનમાં એક હાથે જ સહેલાઈથી ઉપાડી શકાય તેવા હળવા હોવા જરૂરી છે. પાટ, પાટલા આદિ વજનમાં ભારે હોય, તેને સ્વયં ઉપાડીને લાવી શકતા નથી, તે પાટ-પાટલા આદિ લાવવા માટે અન્યની સહાયતા લેવી પડે છે, તે ઉપરાંત પ્રતિદિન પ્રતિલેખનમાં પણ સાધુને તકલીફ થાય છે. આ રીતે વજનદાર ઉપધિથી અનેક પ્રકારે સંયમ મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, તેથી સૂત્રકારે સાધુને કલ્પનીય શય્યા–સસ્તારકને માટે સહાહુ વિશેષણનો પ્રયોગ કર્યો છે. ITઈ વા કુવા વા...:- સૂત્રકારે શય્યા સંસ્મારકની ગવેષણાની ક્ષેત્ર મર્યાદા અને કાલ મર્યાદા નિશ્ચિત કરી છે. સામાન્ય રીતે સાધુ પોતાની આવશ્યક ઉપધિની ગવેષણા બે ગાઉ સુધીના ક્ષેત્રમાં કરી શકે છે. હેમંત કે ગ્રીષ્મ ઋતુમાં તે પાટ આદિનો ઉપયોગ થોડા દિવસ કરવાનો હોવાથી તેની ગવેષણા પોતાના Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] શ્રીવ્યવહાર સૂત્ર સ્થાનની આસપાસના ક્ષેત્રમાં એક, બે કે ત્રણ દિવસ સુધી કરે છે. ચાતુર્માસ માટેના શય્યા-સંસ્તારક ચાર માસ સુધી ઉપયોગમાં લેવાના હોવાથી તે જ પ્રામાદિમાંથી અથવા નિકટના બીજા ગ્રામાદિમાંથી પણ એક, બે કે ત્રણ દિવસ સુધી તેની ગવેષણા માટે જઈ શકે છે અને સ્થિરવાસ માટેના શય્યા-સંસ્તારક દીર્ઘકાલ સુધી ઉપયોગમાં લેવાના હોવાથી તેની ગવેષણા ઉત્કૃષ્ટ પાંચ દિવસ સુધી તે ગ્રામાદિમાં અથવા દૂરના ગ્રામાદિમાં જઈને પણ કરી શકાય છે. ક્ષેત્ર અને કાલની મર્યાદાથી સાધનો આસક્તિનો ભાવ ઘટે છે. અન્યથા સારી વસ્તુના આકર્ષણથી સાધુ તે વસ્તુ ગ્રહણ કરવા દૂર દૂરના ક્ષેત્ર સુધી પરિભ્રમણ કર્યા કરે છે. એકાકી સ્થવિરના ભંડોપકરણની સુરક્ષા - | ५ थेराणं थेरभूमिपत्ताणं कप्पइ दंडए वा भंडए वा छत्तए वा मत्तए वा लट्ठिया वा भिसे वा चेले वा चेलचिलिमिलिया वा चम्मे वा चम्मकोसे वा चम्मपलिच्छेयणए वा अविरहिए ओवासे ठवेत्ता गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तए वा णिक्खमित्तए वा । कप्पइ णं सण्णियट्ठचारीणं दोच्चपि उग्गह अणुण्णवेत्ता परिहरित्तए । ભાવાર્થ :- સ્થવિર અવસ્થાને પ્રાપ્ત થયેલા (એકલા રહેતા હોય તેવા) સ્થવિરોને દંડ, ભાંડ-પાત્ર, છત્ર, માત્રક-માટીનું પાત્ર, લાકડી, લાકડાનું આસન, વસ્ત્ર, વસ્ત્રની મચ્છરદાની, ચામડું, ચર્મકોષ, ચર્મ પરિચ્છેદનક, (ચામડું છેદવાનું સાધન) અવિરહિત સ્થાનમાં રાખીને અર્થાત્ કોઈને ધ્યાન રાખવાનું કહીને અથવા તેને સોંપીને ગૃહસ્થના ઘરે આહાર માટે જવું-આવવું કહ્યું છે. ગોચરી લઈને પાછા ફરતા જેને દંડ આદિ ઉપકરણોનું ધ્યાન રાખવાનું કહ્યું હોય, તેની પાસેથી બીજીવાર આજ્ઞા લઈને ગ્રહણ કરવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં એકલવિહારી સ્થવિર સાધુના ઉપકરણો તથા તેની સુરક્ષા માટેની પદ્ધતિનો નિર્દેશ છે. વેરા વેરભૂમિપરા – પ્રસ્તુત સૂત્રમાં કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં એકલવિહારી થયેલા અતિવૃદ્ધ સ્થવિરકલ્પી સ્થવિર સાધુનું કથન છે. તેઓ કર્મના ઉદયે એકાકીપણે રહીને શક્તિ પ્રમાણે સંયમનું પાલન કરતાં હોય તેવા વૃદ્ધ સાધુને શારીરિક કારણોથી અનેક ઔપગ્રહિક ઉપકરણો રાખવા પડે છે. તે બધા ઉપકરણોને સાથે લઈને ગોચરી આદિને માટે તે જઈ શકતા નથી. ક્યારેક તેને રહેવા અસુરક્ષિત સ્થાન મળે તો તે ઉપકરણો છોડીને જવાથી બાળકો અથવા કુતરા તેને તોડી નાખે, ઉપાડી જાય, ચોર ચોરી જાય, ઇત્યાદિ કારણોથી તે વૃદ્ધ સાધુ પોતાના ઉપકરણોની સુરક્ષા માટે કોઈને નિયુક્ત કરીને જાય અથવા પાસે કોઈ બેઠા હોય તો તેને ભલામણ કરીને જાય અને ફરી આવીને તેને જણાવે કે હું આવી ગયો છું, ત્યારપછી જ તે ઉપકરણોને ગ્રહણ કરે. સામાન્ય સાધુઓના ઉપકરણો સીમિત હોય છે. સુત્રોક્ત વૃદ્ધ સાધના ઉપકરણો સામાન્ય સાધુઓથી વિશેષ હોય છે. તેની વૃદ્ધાવસ્થાના કારણે ચાલવા સમયે ટેકા માટે દંડ, લાકડી આદિ રાખે છે, ગરમી આદિથી રક્ષા માટે છત્ર, મળ, મૂત્ર, કફ આદિ વિકારોના કારણે અનેક માત્રક, માટીના ઘડા આદિ ભાંડ, તે સિવાય વસ્ત્ર, પાત્ર, મચ્છર આદિથી રક્ષા કરવા માટે મચ્છરદાની, બેસવા માટે કૃત્તિકા-લાકડાનું Page #409 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૮ . ૩૩૭ ] આસન અને ચર્મ છેદનક પણ રાખે છે અર્થાતુ પોતાને જરૂરી, ઉપયોગી, ઉપકરણો તે રાખે છે, તેમાંથી ગોચરી જવા સમયે જે ઉપકરણોની જરૂર ન હોય તેને સુરક્ષિત સ્થાનમાં કોઈને સોંપીને જાય છે અને પાછા આવે ત્યારે આજ્ઞાપૂર્વક પાછા ગ્રહણ કરે છે. શય્યા સસ્તારકની આજ્ઞાવિધિ: ६ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारगं दोच्चपि ओग्गहं अणणुण्णवेत्ता बहिया णीहरित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક(પાઢીહારા) લાવેલા શય્યા-સંતારક અથવા શય્યાતરના શયા-સંસ્મારક બીજીવાર આજ્ઞા લીધા વિના બીજે લઈ જવા કલ્પતા નથી. | ७ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारगं दोच्चपि ओग्गहं अणुण्णवेत्ता बहिया णिहरित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક(પાઢીહારા)શધ્યા-સંસ્મારક અથવા શય્યાતરના શય્યાસંસ્કારક બીજીવાર આજ્ઞા લઈને જ બીજે લઈ જવા કલ્પ છે. | ८ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा, सागारियसंतियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुण्णवेत्ता अहिट्टित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક શય્યા-સંસ્મારક અથવા શય્યાતરના શય્યા-સંસ્મારક (ગૃહસ્થને) પાછા સર્વથા સોંપી દીધા પછી બીજીવાર આજ્ઞા લીધા વિના કામમાં લેવા કલ્પતા નથી. | ९ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुण्णवेत्ता अहिद्वित्तए। ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક શય્યા-સંતારક અથવા શય્યાતરના શય્યાસંસ્તારક(ગૃહસ્થને) સર્વથા પાછા સોંપી દીધા પછી બીજીવાર આજ્ઞા લઈને કામમાં લેવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પ્રાતિહારિક ઉપકરણોને અન્યત્ર લઈ જવા માટે ફરી આજ્ઞા લેવાની વિધિ દર્શાવી છે. पाडिहारियं सेज्जासंथारगं ગુહસ્થને ત્યાંથી યાચના કરીને લાવેલા પાટ-પાટલા વગેરે પ્રાતિહારિક શધ્યાસંસ્તારક છે. સાયિતિયં સેકંથા:- સાધુ જે મકાનમાં રહ્યા હોય, તે મકાનમાં જ કોઈ પાટ-પાટલા વગેરે પડ્યા હોય, તેનો ઉપયોગ પણ સાધુ શય્યાતરની આજ્ઞાપૂર્વક કરી શકે છે, શય્યાતરના શય્યા-સંસ્તારક છે. આ બંને પ્રકારના શય્યા-સંસ્તારક પાઢીહારા જ હોય છે. તે ઉપકરણો સાધુને પોતાની સાથે બીજા સ્થાનમાં લઈ જવા હોય, તો તેના માલિકની આજ્ઞા લેવી જરૂરી છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ | શ્રીવ્યવહાર સૂત્ર ક્યારેક પાટ આદિનો ઉપયોગ થોડા સમય માટે ન હોય પરંતુ ફરી તેનો ઉપયોગ કરવાનો હોવાથી સાધુએ તે પાટ આદિ ગૃહસ્થને પાછા સોંપ્યા ન હોય, ઉપાશ્રયમાં પોતાની નિશ્રામાં જ રાખ્યા હોય, ક્યારેક પાટ આદિનો ઉપયોગ ન હોવાથી ગૃહસ્થને પાછા સોંપી દીધા હોય, આવી કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં સાધુને પાટ આદિની આવશ્યકતા હોય, તો તેના માલિકીની ફરી વાર આજ્ઞા લઈને વાપરી શકાય છે અથવા બીજે લઈ જઈ શકાય છે. સંક્ષેપમાં પ્રાતિહારિક વસ્તુઓનો ઉપયોગ કરવો, તેને અન્યત્ર લઈ જવી, થોડા દિવસ રાખીને પછી ફરી ઉપયોગમાં લેવી વગેરે સર્વ માહિતી ગૃહસ્થને આપવી જરૂરી છે. શચ્યા-સંસ્તારકની આજ્ઞા પછી ગ્રહણ વિધિઃ|१० णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पुवामेव ओग्गहं ओगिण्हित्ता तओ पच्छा अणुण्णवेत्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પહેલા શવ્યા-સંસ્તારક ગ્રહણ કરવા અને પછી તેની આજ્ઞા લેવી કલ્પતી નથી. |११ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पुव्वामेव ओग्गहं अणुण्णवेत्ता तओ पच्छा ओगिण्हित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પહેલા આજ્ઞા લેવી અને પછી શય્યા સંસ્કારક ગ્રહણ કરવા કહ્યું છે. १२ अह पुण एवं जाणेज्जा-इह खलु णिग्गंथाण वा णिग्गंथीण वा णो सुलभे पाडिहारिए सेज्जा संथारए त्ति कटु एवं कप्पइ पुव्वामेव ओग्गहं ओगिण्हित्ता तओ पच्छा अणुण्णवेत्तए । मा वहउ अज्जो ! बिइयं त्ति वइ अणुलोमेणं अणुलोमेयव्वे सिया । ભાવાર્થ :- જો તે જાણે કે સાધુ-સાધ્વીઓને અહીં પ્રાતિહારિક શય્યા-સંસ્તારક સુલભ નથી, તો પહેલાં સ્થાન અથવા શય્યા-સંસ્કારક ગ્રહણ કરવા અને પછી આજ્ઞા લેવી કહ્યું છે. (એ પ્રમાણે કરવાથી જો સાધુ અને શય્યા સસ્તારકના સ્વામી વચ્ચે કલેશ થઈ જાય તો આચાર્ય સાધુને આ રીતે કહે છે આર્ય ! એક બાજુથી તમે તેનું સ્થાન ગ્રહણ કર્યું છે અને બીજી બાજુથી કઠોર વચન બોલી રહ્યા છો !) હે આર્યો! આ રીતે તમારે તેની સાથે દુર્વ્યવહાર, અપરાધયુક્ત વ્યવહાર કરવો ન જોઈએ. આ પ્રકારે અનુકૂળ વચનોથી આચાર્ય તે વસ્તીના સ્વામીને અનુકૂળ કરે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને શય્યા-સંસ્તારક ગ્રહણ કરવાની વિધિનું પ્રતિપાદન છે. સાધુને કોઈ પણ સ્થાને બેસવું અથવા રહેવું હોય, તો સાધુએ પહેલા આજ્ઞા લેવી જોઈએ અને પછી જ ત્યાં રહેવું જોઈએ. આ રીતે પાટ આદિ અથવા તૃણ આદિ પદાર્થ લેવાના હોય તો પણ પહેલાં તેની આજ્ઞા લેવી જોઈએ, પછી જ તેને ગ્રહણ કરવા કે ઉપયોગમાં લેવા જોઈએ. ક્યારેક કોઈ ગામ આદિમાં નિર્દોષ સ્થાન કે શય્યા-સંસ્તારકની પ્રાપ્તિ સુલભ ન હોય, તેવા ક્ષેત્રમાં થોડા સાધુઓ પહોંચી ગયા હોય, તે સાધુઓને સંયમી જીવનને અનુકૂળ નિર્દોષ સ્થાન પ્રાપ્ત થાય, Page #411 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૮ ૩૩૯ પરંતુ તેના માલિક ત્યાં હાજર ન હોય તો તે સ્થાનમાં આજ્ઞા લીધા પહેલાં જ સાધુ રહે છે અને ત્યારપછી માલિકની આજ્ઞા ગ્રહણ કરે છે. આ અપવાદ માર્ગ છે. સામાન્ય રીતે સાધુ આજ્ઞા ગ્રહણ કર્યા પછી જ નિવાસ કરે છે, પરંતુ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં જ આ અપવાદ માર્ગનો પ્રયોગ થાય છે. ક્યારેક આજ્ઞા વિના રહેવાથી ગૃહસ્થ સાધુ પર ગુસ્સો કરે, દુર્વ્યવહાર કરે ત્યારે નાના સંતો ગૃહસ્થ સાથે વાદ-વિવાદ કરતાં હોય, તો વિડલ સંત નાના સાધુને ગૃહસ્થ સાથે વાદ-વિવાદ કરતાં રોકે અને અનુકૂળ વચનોથી માલિકને પ્રસન્ન કરે છે. આ પ્રકારના સર્વ્યવહારથી જ ગૃહસ્થનો સદ્ભાવ જળ વાઈ રહે છે અને તે ફરી ફરી સાધુને સ્થાન કે શય્યા-સંસ્તારક આપવા માટે તૈયાર થાય છે. સંક્ષેપમાં સાધુના ગૃહસ્થ સાથેના વ્યવહારમાં ગૃહસ્થની ધર્મ શ્રદ્ધા કે સંતો પ્રત્યેના ભક્તિ ભાવમાં વૃદ્ધિ થાય તેવું વર્તન સાધુએ કરવું જોઈએ. માર્ગમાંથી મળેલા ઉપકરણની વ્યવસ્થા ઃ १३ | णिग्गंथस्स णं गाहावइकुल पिंडवाय पडियाए अणुपविट्ठस्स अण्णयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया । तं च केई साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्जाइमे अज्जो ! किं परिण्णाए ? से य वएज्जा- परिण्णाए तस्सेव पडिणिज्जाए यव्वे सिया । से य वएज्जा - णो परिण्णाए, तं णो अप्पणा परिभुंजेज्जा णो अण्णमण्णस्स दावए । एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया । તે ભાવાર્થ :- સાધુ ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે ત્યારે તેનું કોઈ નાનું ઉપકરણ પડી જાય, ઉપકરણને કોઈ સાધર્મિક સાધુ જુએ, તો માલિક સાધુના આગાર સહિત અર્થાત્ જેનું આ ઉપકરણ હશે તેને આપી દઈશ, તેવી ભાવનાથી ઉપકરણને ગ્રહણ કરે અને અન્ય સાધુને જુએ (મળે) ત્યારે તેને આ રીતે કહે– હે આર્ય ! શું આ ઉપકરણને તમે ઓળખો છો ? અર્થાત્ આ ઉપકરણ આપનું છે ? તે કહે, હા ઓળખું છું અર્થાત્ આ મારું છે. તો એ ઉપકરણ તેને આપી દે. જો તે કહે– હું ઓળખતો નથી, તો તે ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે અને અન્ય કોઈને પણ ન આપે, પરંતુ એકાંત પ્રાસુક નિર્દોષ ભૂમિમાં તેને પરઠી દે. | १४ | णिग्गंथस्स णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खतस्स अण्णयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया । तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अण्णमण्णं पासेज्जा तत्थेव एवं वएज्जाअज्ज ! किं परिण्णाए ? से य वएज्जा- परिण्णाए तस्सेव पडिणिज्जाएयव्वे सिया । से य वएज्जा- णो परिण्णाए, तं णो अप्पणा परिभुंज्जेज्जा णो अण्णमण्णस्स दावए एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया । ભાવાર્થ: સાધુ સ્વાધ્યાય ભૂમિમાં અથવા સ્પંડિલ ભૂમિમાં જાય, ત્યારે તેનું કોઈ નાનું ઉપકરણ પડી Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] શ્રીવ્યવહાર સૂત્ર જાય, તે ઉપકરણને કોઈ સાધર્મિક સાધુ જુએ, તો માલિક સાધુના આગાર સહિત અર્થાત્ જેનું આ ઉપકરણ હશે તેને આપી દઈશ, તેવી ભાવનાથી તે ઉપકરણ ગ્રહણ કરે અને અન્ય સાધુને જુએ (મળે) ત્યારે આ પ્રમાણે કહે- હે આર્ય! શું આ ઉપકરણને તમે ઓળખો છો? અર્થાત્ આ ઉપકરણ તમારું છે? તે કહે, હા ઓળખું છું અર્થાત્ મારું છે, તો તેને તે ઉપકરણ આપી દે. જો તે કહે હું જાણતો નથી અર્થાત્ આ ઉપકરણ મારું નથી, તો એ ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે કે બીજા કોઈને ન આપે, પરંતુ એકાંત પ્રાસુક નિર્દોષ ભૂમિમાં તેને પરઠી દે. १५ णिग्गंथस्स णं गामाणुगामं दूइज्जमाणस्स अण्णयरे उवगरणजाए परिब्भटे सिया, तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय दूरमेवे अद्धाणं परिवहित्तए । जत्थेव अण्णमण्णं पासेज्जा, तत्थेव एवं वएज्जा- इमे भे अज्जो! किं परिण्णाए ? से य वएज्जा- परिणाए, तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा- णो परिणाए, तं णो अप्पणा परिभुंजेज्जा णो अण्णमण्णस्स दावए । एगते बहुफासुए थंडिले परिट्टवेयव्वे सिया । ભાવાર્થ :- સાધુ પ્રામાનુગ્રામ વિહાર કરતા હોય, ત્યારે તેનું કોઈ ઉપકરણ પડી જાય, તે ઉપકરણને કોઈ સાધર્મિક શ્રમણ જુએ, તો તે માલિક સાધુના આગાર સહિત અર્થાતુ જેનું આ ઉપકરણ છે તેને આપી દઈશ તેવી ભાવનાથી તે ઉપકરણને ગ્રહણ કરી, રસ્તામાં દૂર સુધી સાથે લઈને જાય અને કોઈ સાધુને જુએ ત્યારે આ રીતે કહે આર્ય! શું તમે આ ઉપકરણને ઓળખો છો? અર્થાત્ શું આ ઉપકરણ તમારું છે? તે કહે, હા ઓળખું છું, આ મારું છે, તો એ ઉપકરણ તેને આપી દે. જો તે કહે, હું ઓળખતો નથી તો તે ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે અને અન્યને પણ ન આપે, પરંતુ એકાંત પ્રાસુક ભૂમિમાં પરઠી દે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં માર્ગમાંથી મળેલા ઉપકરણની વ્યવસ્થા વિધિનો નિર્દેશ છે. ગોચરીમાં, સ્વાધ્યાય ભૂમિમાં અથવા વિહાર આદિમાં આવતાં-જતાં સમયે સાધુનું કોઈ નાનું ઉપકરણ-વસ્ત્રાદિ પડી જાય અને તે માર્ગમાં જતાં કોઈ અન્ય સાધુ જુએ, તો તેણે લઈ લેવું જોઈએ અને અનુમાન કરવું જોઈએ કે આ ઉપકરણ કોનું હશે? પછી તે તે સાધુઓને તે ઉપકરણ બતાવીને પૂછવું જોઈએ અને જેનું હોય તેને આપી દેવું જોઈએ. જો તે સાધુ તેનો સ્વીકાર ન કરે અને જો ઉપકરણ નાનું હોય અથવા વધારે ઉપયોગી ન હોય તો તેને પરઠી દેવું જોઈએ. ભાષ્યકાર આ સૂત્રનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરે છે– જો તે રજોહરણાદિ ઉપકરણ હોય અને સાધુને તેની જરૂર હોય તો ગુરુ તથા અન્ય ગૃહસ્થની આજ્ઞા લઈને પોતાના ઉપયોગમાં લઈ શકે છે, પરંતુ પૂછપરછ અથવા ગવેષણા કર્યા વિના કે આજ્ઞા લીધા વિના ઉપયોગમાં ન લેવું જોઈએ. જો તે મળેલું ઉપકરણ સારી સ્થિતિમાં હોય તો તેના ટુકડા-ટુકડા કરીને પરઠવું નહીં પરંતુ કોઈ યોગ્ય સ્થાન અથવા યોગ્ય વ્યક્તિને સ્પષ્ટીકરણ કરીને આપી દેવું જોઈએ. રસ્તામાં પડેલા સાધુના ઉપકરણો ગૃહસ્થના હાથમાં જાય, તો તેનો ગમે તેમ ઉપયોગ કરે છે. તેમ જ તેમાં ગૃહસ્થને સાધુની બેપરવાહીનો ભાવ પ્રતીત થાય છે, પરિણામે જિનશાસનની હીલના થાય છે, તેથી સાધુના કોઈપણ ઉપકરણ રસ્તા પડી ગયા હોય અને અન્ય સાધુ તેને જુએ, તો તેને ગ્રહણ કરીને તેની યોગ્ય વ્યવસ્થા કરવી તે સાધુનું કર્તવ્ય છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૮ . ૩૪૧ | અધિક પાત્રા લાવવાનું વિધાન – |१६ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अइरेगपडिग्गहं अण्णमण्णस्स अट्ठाए दूरमवि अद्धाणं परिवहित्तए वा धारेत्तए वा परिग्गहित्तए वा, सो वा णं धारेस्सइ अहं वा णं धारेस्सामि अण्णो वा णं धारेस्सइ । णो से कप्पइ ते अणापुच्छिय अणामंतिय अण्णमण्णेसिं दाउं वा अणुप्पदाउं वा । कप्पइ से ते आपुच्छिय आमंतिय अण्णमण्णेसिं दाउं वा अणुप्पदाउं वा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ એક બીજાને માટે વધારે પાત્રા લેવા અને ઘણે દૂર સુધી લઈ જવા કહ્યું છે. તે રાખશે અથવા હું રાખીશ અથવા અન્યને આવશ્યકતા હશે તો તેને આપીશ. આ રીતે જેના નિમિત્તે પાત્રા લીધા હોય તેને પૂછ્યા વિના, નિમંત્રણ કર્યા વિના બીજાને આપવા અથવા નિમંત્રણ કરવું કલ્પતું નથી. જેના નિમિત્તે પાત્રા લીધા હોય તેને પૂછીને, નિમંત્રણ કર્યા પછી બીજા કોઈને આપવા અથવા નિમંત્રણ કરવું કહ્યું છે. વિવેચનઃ સાધુની પ્રત્યેક ઉપધિની સંખ્યા અને માપ નિશ્ચિત હોય છે. જો કોઈ ઉપધિનું પરિમાણ આગમમાં ઉપલબ્ધ ન હોય તો તે વિષયમાં પોતાના ગચ્છની સમાચારી અનુસાર તેના પ્રમાણનું નિર્ધારણ કરાય છે. નિયુક્તિ, ભાષ્ય આદિમાં એક પાત્ર અથવા માત્રક સહિત બે પાત્રો રાખવાનું વિધાન છે. પાત્રાની સંખ્યાનું નિર્ધારણ આગમમાં સ્પષ્ટ નથી, પરંતુ આગમ પ્રમાણથી સાધુ-સાધ્વીને અનેક પાત્રા રાખવા, તે ફિલિત થાય છે, વર્તમાનમાં પ્રત્યેક ગચ્છની સમાચારી અનુસાર પાત્ર રાખવાની પરંપરા પ્રચલિત છે. પ્રસ્તુત સૂત્રમાં જે ગણની જે મર્યાદા હોય તેનાથી વધારે પાત્રા ગ્રહણ કરવાનું વિધાન છે. નિર્દોષ પાત્રની પ્રાપ્તિ સુલભ નથી, તેથી જ્યારે નિર્દોષ પાત્ર સહજ રીતે પ્રાપ્ત થતાં હોય, ત્યારે સાધુ તેને ગ્રહણ કરી લે છે અને ત્યારપછી અન્ય સાંભોગિક સંત-સતીજીઓને તેનું આમંત્રણ આપી શકે છે. પાત્રા ગ્રહણ કરતાં સમયે ગુહસ્થ સમક્ષ જે સાધનો કે આચાર્યાદિનો નિર્દેશ કર્યો હોય, તેને પહેલા નિમંત્રણ કરવું જોઈએ. તે સાધુને જરૂર ન હોય, તો બીજા સાધુને આપી શકાય છે. વિશેષ વર્ણન નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૪માં છે. આહારની ઉણોદરીનું પરિમાણ:| १७ अट्ठ (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे समणे णिग्गंथे અખાદાર | दुवालस्स (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे अवड्डोमोयरिया । सोलस (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे दुभागपत्ते,। __ चउव्वीसं (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे तिभागपत्ते, अंसिया । Page #414 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૨ ] શ્રીવ્યવહાર સૂત્ર इगतीसं (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) कवले आहारं आहारेमाणे किंचूणोमोयरिया । बत्तीसं (कुक्कुडिअंडगप्पमाणमेत्ते) केवले आहारं आहारेमाणे पमाणपत्ते। एत्तो एकेण वि कवलेण ऊणगं आहारं आहारेमाणे समणे णिग्गंथे णो पकामभोइ त्ति वत्तव्व सिया । ભાવાર્થ :- (૧) આઠ કવલ પ્રમાણ આહાર કરનારા સાધુ અલ્પાહારી છે. (૨) બાર કવલનો આહાર કરનારા સાધિક અર્ધ આહારી, અપાર્ધ-અર્ધાથી ઓછી ઉણોદરી કરનારા છે. (૩) સોળ કવલનો આહાર કરનારા દ્વિભાગ આહારી, અર્ધ ઉણોદરી કરનારા છે. (૪) ચોવીસ કવલનો આહાર કરનારા ત્રણ ભાગ આહારી, ચતુર્થાશ ઉણોદરી કરનારા છે. (૫) એકત્રીસ કવલનો આહાર કરનારા કિચિંતુ ન્યુન ઉણોદરી કરનારા છે. (૬) બત્રીસ કવલનો આહાર કરનારા પ્રમાણોપેત પૂર્ણ આહારી છે. તેનાથી એક પણ કવલ ઓછો આહાર કરનાર શ્રમણ-નિર્ઝન્ય પ્રકામભોજી-ભર પેટ ખાનારા કહેવાતા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્ય ઉણોદરી તપના પાંચ ભેદનું કથન છે. ભગવતી સુત્ર શતક-૨૫ તથા ઉવવાઈસૂત્રમાં પણ ઉણોદરીતપના વિષયમાં આ રીતે જ કથન છે. ભગવતી સૂત્રમાં આહાર ઉણોદરીના સ્વરૂપની સાથે જ ઉપકરણ ઉણોદરી આદિ ભેદોનું પણ સ્પષ્ટીકરણ છે. ઉત્તરા. અ. ૩૦માં તપવર્ણનમાં આહાર-ઉણોદરી તપનું જ કથન છે. ઉપકરણ ઉણોદરી આદિ ભેદોની વિવક્ષા ત્યાં નથી. ત્યાં આહાર ઉણોદરીના ૫ ભેદ કહ્યા છે. (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી અને (૫) પર્યાયથી. પ્રસ્તુત સૂત્રમાં આહાર ઉણોદરીના પાંચ ભેદમાંથી પ્રથમ દ્રવ્ય ઉણોદરીના પાંચ ભેદ કહ્યા છે. (૧) અલ્પાહાર :– એક કવલથી આઠ કવલ પ્રમાણ આહાર કરવાથી અલ્પાહાર ઉણોદરી થાય છે. (૨) અપાર્ધ ઉણોદરી– નવથી બાર કવલ અથવા પંદર કવલ પ્રમાણ આહાર કરવાથી અર્ધા આહારથી ઓછો આહાર કરાય છે. તેને અપાર્ધ ઉણોદરી કહે છે અર્થાત્ તે સાધિક અર્ધ ઉણોદરી થાય છે. ૩) બે ભાગ પ્રાપ્ત ઉણોદરી (અર્ધ ઉણોદરી) - ૧૬ કવલ પ્રમાણ આહાર કરવાથી અર્થો આહાર ગ્રહણ થાય છે. પૂર્ણ આહારના ચાર ભાગ વિવક્ષિત કરવાથી બે ભાગરૂપ આહાર ગ્રહણ થાય અને બે ભાગનો ત્યાગ થાય છે, તેથી તેને બે ભાગ આહારી અર્થાતુ અર્ધ ઉણોદરી કહે છે. (૪) ત્રણ ભાગ પ્રાપ્ત આંશિક ઉણોદરી - ૨૪ કવલ થી ૩૦ કવલ પ્રમાણ આહાર કરવાથી ત્રણ ભાગનો આહાર થાય છે અને એક ભાગ આહારની ઉણોદરી થાય છે. તેના માટે સૂત્રમાં આંશિક ઉણોદરી Page #415 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૮ . ૩૪૩ | શબ્દનો પ્રયોગ કર્યો છે અર્થાત્ તે ચતુર્થાશ ઉણોદરી પણ કહેવાય છે. (૫) કિચિત ઉણોદરી - ૩૧ કવલ પ્રમાણ આહાર કરવાથી એક કવલની જ ઉણોદરી થાય છે. ૩૨ કવલ પ્રમાણ પર્યાપ્ત આહારની અપેક્ષાએ તે અલ્પ હોવાથી કિંચિત ઉણોદરી કહેવાય છે. સુત્રના અંતિમ અંશથી એ સ્પષ્ટ કર્યું છે કે આ પાંચ ભેદમાંથી કોઈપણ પ્રકારની ઉણોદરી કરનાર સાધુ પ્રકામભોજી (પેટ ભરીને ખાનારા) હોતા નથી. ૩ર કવલ પ્રમાણ પૂર્ણ આહાર કરનાર પર્યાપ્ત ભોજી કહેવાય છે. ૩ર કવલના આહારનું વિધાન આગમોક્ત એકવાર ભોજન કરવાના ઉત્સર્ગિક વિધાનની અપેક્ષાએ જ છે, તેમ સમજવું. સાધુને ઇન્દ્રિયસંયમ અને બ્રહ્મચર્યસમાધિને માટે હંમેશાં ઉણોદરી તપ કરવું આવશ્યક છે. રંવડી - કકડીના ઈંડા જેટલો આહાર. કવલનું પ્રમાણ બતાવવા માટે પ્રતોમાં વજુડી અંડા શબ્દપ્રયોગ ઉપલબ્ધ છે. ખરેખર પ્રત્યેક વ્યક્તિના આહારનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે; તેનું પરિમાણ કોઈપણ પદાર્થથી નિશ્ચિત કરવું યોગ્ય ન ગણાય. તેમ છતાં ઉપલબ્ધ આ શબ્દના વ્યાખ્યાકારોએ વૈકલ્પિક અનેક અર્થ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યથા (૧) નિનાદીરશ સ યો ત્રિશત્તનો ભા ત શુટી પ્રમાણે = પોતાના પ્રતિદિન ગ્રહણ કરાતાં આહારના બત્રીસમા ભાગને એક કવલ કહે છે. (૨) સિતા રી ટી શરીરમત્યર્થા તથા શરીરપાયા: સુશુટયા અમિવ બંડ-મુહૂ= અશુચિમય આ શરીર જ કુકુટી છે. તે શરીરરૂપ કુકુટીના અવયવરૂપ મુખને કુકુટી અંડક કહે છે. (૩) વાવાનળમાત્ર વનેન મુe yક્ષણમાન મુર્ણ વિજૂd મવતિ તસ્થત્ત જીવટી સંવડ પ્રમાણમ્ = જેટલો આહારપિંડ મુખમાં મૂકતાં મુખ વિકૃત ન થાય તેટલા આહારપિંડને એક કવલ કહે છે. તે કુફ્ફટી અંડક પ્રમાણ આહાર કહેવામાં આવે છે. (૪) યમન્યઃ વિરુત્વઃ ૨૮ અંડોપને વત્તે = કકડીના ઈંડા જેવડો એક કવલ હોય; આ પણ એક અર્થવિકલ્પ છે. ઉપરોક્ત વ્યાખ્યાઓને જોતા જણાય છે કે જડ અંડા શબ્દ ન હોય તો પણ સૂત્રનો આશય સ્પષ્ટ સમજાય જાય તેમ છે, તેથી ભ્રમોત્પાદક આ શબ્દને કૌંસમાં અને ઇટાલિયન ટાઇપમાં રાખ્યો છે. > છે ઉદ્દેશક-૮ સંપૂર્ણ Page #416 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૪] શ્રીવ્યવહાર સત્ર ઉદ્દેશક-૯ પ્રાકથન RDCRORRORDROR * આ ઉદ્દેશકમાં શય્યાતરપિંડની ગ્રાહ્યતા-અગ્રાહ્યતા, ભિક્ષુ પ્રતિમાઓ તથા દત્તીના સ્વરૂપનો નિર્દેશ છે. * સામાન્ય રીતે સર્વ સાધુ-સાધ્વીઓને શય્યાતરપિંડ સર્વથા અગ્રાહ્ય છે પરંતુ ક્યારેક શય્યાતરે પોતાના સ્વજનોને અથવા નોકરોને કેટલોક આહાર સંપૂર્ણપણે અપ્રાતિહારિકરૂપે આપી દીધો હોય અર્થાત્ આહાર વધે તો શય્યાતરને પાછો દેવાનો ન હોય, તો તે આહારમાંથી સાધુ લઈ શકે છે. જો શય્યાતરે તે આહાર પ્રાતિહારિક દીધો હોય અર્થાતુ વધેલો આહાર શય્યાતરને પાછો દેવાનો હોય તો તે સાધુને માટે કલ્પનીય નથી. * સાધુને શય્યાતરના સહયોગથી જીવનનિર્વાહ કરનાર તેના જ્ઞાતિજનો પાસેથી આહાર લેવો કલ્પતો નથી. * શય્યાતરની ભાગીદારીવાળી દુકાનોમાં જો કોઈ પદાર્થ શય્યાતરની ભાગીદારી વિનાનો હોય તો તે પદાર્થ તેના ભાગીદાર પાસેથી લઈ શકાય છે. * સપ્ત-સપ્તમિકા, અષ્ટ-અષ્ટમિકા, નવ-નવમિકા, અને દશ-દશમિકા પ્રતિમામાં દત્તીઓની મર્યાદાથી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. ચાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓની સાધુ-સાધ્વી આરાધના કરી શકે છે. * સ્વમુત્રપાનની નાની-મોટી મોક પ્રતિમાની આરાધના સાત અને આઠ દિવસમાં પૂર્ણ થાય તેમાં પૂર્ણ શુદ્ધ પ્રસવણ દિવસે પીવામાં આવે છે, રાત્રે નહીં. * એકવારમાં અખંડ ધારથી સાધુના હાથમાં અથવા પાત્રમાં આપેલા આહારાદિને એક દત્તી કહે છે. * ત્રણ પ્રકારના ખાદ્ય પદાર્થ હોય છે– (૧) સંસ્કારિત પદાર્થ (૨) શુદ્ધ અલેપ્ય પદાર્થ (૩) શુદ્ધ સલેપ્ય પદાર્થ. સાધુ આ ત્રણ પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી કોઈપણ પદાર્થને ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરી શકે છે. પ્રહીત નામની છઠ્ઠી પિડેષણાને યોગ્ય આહારની ત્રણ અવસ્થાઓ હોય છે. (૧) વાસણમાંથી કાઢતાં (૨) પીરસવા માટે લઈ જતાં (૩) થાળી આદિમાં પીરસતાં, આ ત્રણ અવસ્થામાંથી કોઈપણ અવસ્થાવાળો આહાર સાધુ ગ્રહણ કરે છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૯ ૩૪૫ ઉદ્દેશક-૯ @pppppppppppa શય્યાતર પિંડની ગ્રાહાતા-અગ્રાહતા:| १ सागरियस्स आएसे अंतो वगडाए भुंजइ णिट्ठिए णिसटे पाडिहारिए, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ - શય્યાતરે કોઈ આગંતુક-મહેમાનોને માટે આહાર બનાવ્યો હોય, તેને પ્રાતિહારિક રૂપે-વધે તો શય્યાતરને જ પાછો આપવાની શરતે આપ્યો હોય, તે આગંતુક તેના ઘરના અંદરના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી મહેમાન તે સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. | २ सागारियस्स आएसे अंतो वगडाए भुंजइ णिट्ठिए णिसटे अपाडिहारिए, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરે કોઈ આગંતુકને માટે આહાર બનાવ્યો હોય, તેને અપ્રાતિહારિક રૂપે અર્થાત્ સંપૂર્ણપણે આપી દીધો હોય, તે મહેમાન તેના ઘરના અંદરના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી મહેમાન સાધુને આપે તો તે આહાર સાધુને લેવા કહ્યું છે. | ३ सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ णिट्ठिए णिसट्टे पाडिहारिए, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરે કોઈ આગંતુકને માટે આહાર બનાવ્યો હોય, તેને વાપરવા માટે પ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે મહેમાન તેના ઘરના બહારના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી મહેમાન તે સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. |४ सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ णिट्ठिए णिसटे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરે કોઈ આગંતુકને માટે આહાર બનાવ્યો હોય, તેને વાપરવા માટે અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે તેના ઘરની બહારના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી તે મહેમાન સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પ છે. | ५ सागारियस्स दासे वा पेसे वा भयए वा भइण्णए वा अंतो वगडाए भुंजइ णिट्ठिए णिसटे पाडिहारिए, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરે પોતાના દાસ, શ્રેષ્ય, ભૂતક અને નોકરને માટે આહાર બનાવ્યો હોય, તેને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે શય્યાતરના ઘરના અંદર ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી દાસ વગેરે સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. |६ सागारियस्स दासे वा पेसे वा भयए वा भइण्णए वा अंतो वगडाए भुंजइ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીવ્યવહાર સૂત્ર णिट्ठिए णिसट्टे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરે પોતાના દાસ, પ્રેષ્ય, મૃતક અને નોકરને માટે આહાર બનાવ્યો હોય, તેને અપ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે તેના ઘરના અંદરના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી તે દાસ વગેરે સાધુને આપે, તો તે આહાર સાધુને લેવો કલ્પે છે. ७ सागारियस्स दासे वा पेसे वा भयए वा भइण्णए वा बाहिं वगडाए भुंजइ णिट्ठिए णिसट्टे पाडिहारिए, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરે પોતાના દાસ, પ્રેષ્ય, ભૃતક અને નોકરને માટે આહાર બનાવ્યો હોય, તેને પ્રાતિહારિક રૂપે આપ્યો હોય, તે તેના ઘરના બહારના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી તે દાસ વગેરે સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. ८ सागारियस्स दासे वा पेसे वा भयए वा भइण्णए वा बाहिं वगडाए भुंजइ, णिट्ठिए णिसट्टे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરે પોતાના દાસ, પ્રેષ્ય, ભૃતક અને નોકરને માટે આહાર બનાવ્યો હોય, તેને અપ્રાતિહારિક રૂપે આપી દીધો હોય, તે તેના ઘરના બહારના ભાગમાં જમતા હોય અને તે આહારમાંથી તે દાસ વગેરે સાધુને આપે, તો તે આહાર સાધુને લેવો ક૨ે છે. ९ सागारियस्स णायए सिया सागारियस्स एगवगडाए अंतो सागारियस्स एगपयाए, सागारियं चोवजीवइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરના સ્વજનો, શય્યાતરના ઘરની અંદરના ભાગમાં શય્યાતરના ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુ આપે, તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. १० सागारियस्स णायए सिया सागारियस्स एगवगडाए अंतो सागारियस्स अभिणिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના ઘરની અંદરના ભાગમાં શય્યાતરના ચૂલાથી જુદા ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહારાદિબનાવી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુ આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. ११ सागारियस्स णायए सिया सागारियस्स एगवगडाए बाहिं सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના ઘરની બહારના ભાગમાં શય્યાતરના ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુ આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. १२ सागर णायए सिया सागारियस्स एगवगडाए बाहिं सागारियस्स अभिणिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए । Page #419 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૯ [ ૩૪૭ | ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના ઘરની બહારના ભાગમાં શય્યાતરના ચૂલાથી જુદા ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહારાદિ બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. |१३ सागारियस्स णायए सिया सागारियस्स अभिणिव्वगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए अंतो सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના એક નિષ્ક્રમણ અને એક પ્રવેશ દ્વારવાળા ઘરની અંદરના જુદા ભાગમાં એક ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુ આપે તો તે આહાર લેવો સાધુ કલ્પતો નથી. १४ सागारियस्स णायए सिया सागारियस्स अभिणिव्वगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए अंतो सागारियस्स अभिणिपयाए सागारिय चोवजीवइ तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના એક નિષ્ક્રમણ અને એક પ્રવેશદ્વારવાળા ઘરની અંદરના જુદા ભાગમાં શય્યાતરના ચૂલાથી જુદા ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને સ્વજનો તે આહારમાંથી સાધુને આપે તો સાધુને તે આહાર લેવો કલ્પતો નથી. १५ सागारियस्स णायए सिया सागारियस्स अभिणिव्वगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए बाहिं सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના એક નિષ્ક્રમણ અને એક પ્રવેશદ્વારવાળા ઘરની બહારના ભાગમાં શય્યાતરના ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. १६ सागारियस्स णायए सिया सागारियस्स अभिणिव्वगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए बाहिं सागारियस्स अभिणिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના એક નિષ્ક્રમણ અને એક પ્રવેશદ્વારવાળા ઘરની બહારના ભાગમાં શય્યાતરના ચૂલાથી જુદા ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુને આપે છે તો સાધુને તે આહાર લેવો કલ્પતો નથી. | १७ सागारियस्स चक्कियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી તેલની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને તેલ આપે, તો તે તેલ સાધુને લેવું કલ્પતું નથી. Page #420 -------------------------------------------------------------------------- ________________ | उ४८ । શ્રીવ્યવહાર સૂત્ર |१८ सागारियस्स चक्कियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી તેલની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય, તેવું તેલ સાધુને આપે તો તે તેલ સાધુને લેવું કહ્યું છે. | १९ सागारियस्स गोलियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ગોળની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને ગોળ આપે તો, તે ગોળ સાધુને લેવો કલ્પતો નથી. २० सागारियस्स गोलियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ગોળની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય, તેવો ગોળ સાધુને આપે તો સાધુને તે ગોળ લેવો કલ્પ છે. | २१ सागारियस्स बोधियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી કરિયાણાની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને કિરાણાની (અચેત) વસ્તુ આપે, તો સાધુને તે કિરાણાની વસ્તુ લેવી કલ્પતી નથી. | २२ सागारियस्स बोधियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી કરિયાણાની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવી કિરાણાની(અચેત) વસ્તુ સાધુને આપે, તો સાધુને તે વસ્તુ લેવી કહ્યું છે. | २३ सागारियस्स दोसियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી કાપડની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને કાપડ આપે, તો સાધુને તે કાપડ લેવું કલ્પતું નથી. २४ सागारियस्स दोसियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરની ભાગીદારીવાળી કાપડની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવું કાપડ આપે, તો સાધુને તે કાપડ લેવું કલ્પ છે. | २५ सागारियस्स सोत्तियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । Page #421 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૯ ૩૪૯ ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી સૂતરની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને સૂતર આપે, તો સાધુને તે સૂતર લેવું કલ્પતુ નથી. २६| सागारियस्स सोत्तियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી સૂતરની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવું સૂતર આપે, તો સાધુને તે સૂતર લેવું કલ્પે છે. २७ सागारियस्स बोंडियसाला साहारणवक्कयपडत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી રૂ ની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને રૂ આપે તો સાધુને તે રૂ લેવું કલ્પતું નથી. २८ सागारियस्स बोंडियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી રૂ ની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવું રૂ આપે તો સાધુને તે રૂ લેવું કલ્પે છે. २९ सागारियसस गंधियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ગંધીયશાળા-સુગંધી પદાર્થોની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને સુગંધી પદાર્થો(ઔષધરૂપે ઉપયોગી કોઈ તેલ વગેરે) આપે તો સાધુને તે સુગંધી પદાર્થો લેવા કલ્પતા નથી. ३० सागारियस्स गंधियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી સુગંધી પદાર્થોની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવા સુગંધી પદાર્થો (ઔષધરૂપે ઉપયોગી તેલ વગેરે) આપે તો સાધુને તે સુગંધી પદાર્થો લેવા કલ્પે છે. ३१ सागारियस्स सोंडियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, जो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી મીઠાઈની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને મીઠાઈ આપે તો સાધુને તે મીઠાઈ લેવી કલ્પતી નથી. एवं | ३२ सागारियस्स सोंडियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, से कप्पइ पडिग्गाहेत्तए । Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] શ્રીવ્યવહાર સૂત્ર ભાવાર્થ:- શય્યાતરની ભાગીદારીવાળી મીઠાઈની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવી મીઠાઈ આપે તો સાધુને તે મીઠાઈ લેવી કહ્યું છે. ३३ सागारियस्स ओसहीओ संथडाओ, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए। ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ભોજનશાળામાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને આહાર આપે તો સાધુને તે આહાર લેવો કલ્પતો નથી. |३४ सागारियस्स ओसहीओ असंथडाओ, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ભોજનશાળામાંથી શય્યાતરનો ભાગીદાર પોતાના ભાગમાં આવેલી ખાદ્ય સામગ્રી આપે તો સાધુને તે ખાદ્ય સામગ્રી લેવી કહ્યું છે. |३५ सागारियस्स अम्बफला संथडा, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરની ભાગીદારીવાળા કેરી આદિ ફળોમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને (સુધારેલા કે અચેત થયેલા) કેરી આદિ ફળો આપે તો સાધુને તે (અચેત) ફળ લેવા કલ્પતા નથી. ३६ सागरियस्स अम्बफला असंथडा, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરની ભાગીદારીવાળા કેરી આદિ ફળોમાંથી શય્યાતરનો ભાગીદાર પોતાના ભાગમાં આવેલા (સુધારેલા કે અચેત થયેલા) કેરી આદિ ફળ સાધુને આપે તો સાધુને તે અચેત ફળ લેવા કલ્પે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં શય્યાતરપિંડ ગ્રહણની ગ્રાહ્યતા-અગ્રાહ્યતા વિવિધ વિકલ્પોથી સ્પષ્ટ કરી છે. શય્યાતર પિંડ :- સાધુ કે સાધ્વીઓને રહેવા માટે સ્થાન પ્રદાન કરે, તે સ્થાનના માલિકને અથવા સ્થાનની આજ્ઞા આપે તેને શય્યાતર કહે છે. શય્યાતરના ઘરના આહાર-પાણી શય્યાતરપિંડ કહેવાય છે. ૨૪ તીર્થકરના સર્વ સાધુઓને માટે શય્યાતરપિંડ અગ્રાહ્ય છે. શય્યાતરપિંડમાં ઔદેશિક, આધાકર્મ આદિ અનેક દોષોની સંભાવના હોવાથી સાધુ-સાધ્વી શય્યાતરપિંડ ગ્રહણ કરતા નથી. સૂત્રકારે શય્યાતરના સ્વજનો, નોકરો કે ભાગીદારોના ઘરનો આહાર કઈ પરિસ્થિતિમાં ગ્રાહ્યઅગ્રાહ્ય છે, તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. શય્યાતરના મહેમાનો કે નોકરોનો આહાર - શય્યાતર પોતાના ઘેર આવેલા મહેમાનો કે નોકરી માટે આહાર બનાવે, તે આહાર મહેમાનોને કે નોકરોને જમવા માટે આપે અને કહી દે કે આપને જેટલું જમવું હોય તેટલું જમી લ્યો, વધે તેટલો આહાર પાછો આપી દેજો, અર્થાતુ મહેમાનો કે નોકરોને પ્રાતિહારિકવધેલો આહાર પાછો આપવાની શરતે આપે છે, તેમાં વધેલા આહારની માલિકી શય્યાતરની જ હોવાથી તે આહાર સાધુને અગ્રાહ્ય છે. જો મહેમાનોને કે નોકરોને જમવા માટે ભોજન આપે અને કહી દે કે આપને જે રીતે જમવું હોય, તે રીતે જમો અને જમ્યા પછી જે આહાર વધે તે માટે પાછો જોઈતો નથી. તમારે જે કરવું હોય તે કરજો. અર્થાત્ અપ્રાતિહારિક-વધેલા આહારમાં પાછું આપવાની શરત ન રાખે. આ રીતે આપવામાં વધેલા આહારની માલિકી શય્યાતરની રહેતી ન હોવાથી તે આહાર મહેમાન કે નોકર સાધુને વહોરાવે, તો તે આહાર સાધુને ગ્રાહ્ય છે. * '' અશ્રાવ્યું છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૯ | ૩૫૧ | શધ્યાતરના સ્વજનનો આહાર-શય્યાતરના સહયોગથી જ જે જ્ઞાતિજનો જીવન વ્યતીત કરતા હોય અર્થાત્ તેનો સંપૂર્ણ ખર્ચ શય્યાતર જ આપતા હોય, તે જ્ઞાતિજનો શય્યાતરના ઘરની અંદર અથવા બહાર, એક ચૂલા પર કે અલગ ચૂલા પર ભોજન બનાવે વગેરે કોઈ પણ વિકલ્પમાં સાધુ તેના આહારાદિ ગ્રહણ કરી શકતા નથી. શધ્યાતરના જ્ઞાતિજનો અથવા અન્ય વ્યક્તિઓને શય્યાતર તરફથી મર્યાદિત ખર્ચ અપાતો હોય અને તેના વધ–ઘટના જવાબદાર શય્યાતર ન હોય તો તે જ્ઞાતિજનો પોતાના આહારમાંથી સાધુને આપે, તો સાધુ તે આહારાદિ ગ્રહણ કરી શકે છે. શય્યાતરના ભાગીદારનો આહાર :- શય્યાતર અને અશય્યાતર (અન્ય ગૃહસ્થ)ની ભાગીદારીની દુકાન હોય, તેમાં કયારેક કોઈ વિભાજિત વસ્તુમાં શય્યાતરનું માલિકીપણું ન હોય અથવા કોઈ પદાર્થ ભાગીદારની સ્વતંત્ર માલિકીનો હોય તો તેને ગ્રહણ કરવાથી શય્યાતરપિંડનો દોષ લાગતો નથી, તેથી સુત્રોક્ત દુકાનોમાંથી ગુહસ્થ નિમંત્રણ કરે અને જરૂર હોય તો તે પદાર્થ વિવેકપૂર્વક ગ્રહણ કરી શકાય છે, પરંતુ શય્યાતરની ભાગીદારીવાળા કોઈપણ પદાર્થો સાધુને માટે અગ્રાહ્ય છે. સંક્ષેપમાં જે પદાર્થોમાં શય્યાતરનો આંશિક પણ હિસ્સો રહેતો હોય, તે શય્યાતરપિંડ જ કહેવાય છે અને તે સાધુને માટે અગ્રાહ્ય છે. શય્યાતરપિંડ સંબંધી વર્ણન નિશીથ ઉદ્દે.-૨, બૃહત્કલ્પ ઉદ્-૨, દશાશ્રુત સ્કંધ દશા-૨ અને (વ્યવહાર) ઉદ્દેદમાં પણ છે. સપ્તસપ્તમિકા આદિ ભિક્ષુ પ્રતિમાઓ :|३७ सत्त-सत्तमिया णं भिक्खुपडिमा एगूणपण्णाए राइदिएहिं एगेणं छण्णउएणं भिक्खासएणं अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ । ભાવાર્થ :- સખસખમિકા- સાત સાત દિવસની ભિક્ષપ્રતિમા ઓગણપચાસ (૪૯) રાત દિવસમાં એકસો છત્રુ (૧૯૬) ભિક્ષાદત્તીઓથી સૂત્ર અનુસાર યાવત જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. ३८ अट्ठ-अट्ठमिया णं भिक्खुपडिमा चउसट्ठीए राइदिएहिं दोहिं य अट्ठासिएहिं भिक्खासएहिं अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ ।। ભાવાર્થ :- અષ્ટઅષ્ટમિકા- આઠ આઠ દિવસની ભિક્ષુપ્રતિમા ચોસઠ(૬૪) રાત દિવસમાં બસ્સો અટ્ટાસી(ર૮૮) ભિક્ષાદત્તીઓથી સૂત્ર અનુસાર યાવત્ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. |३९ णव-णवमिया णं भिक्खुपडिमा एगासीए राइदिएहिं चउहिं य पंचुत्तरेहिं भिक्खासएहिं अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ । ભાવાર્થ - નવનવમિકા–નવ નવ દિવસની ભિક્ષુપ્રતિમા એકયાસી (૮૧) રાત દિવસમાં ચારસો પાંચ (૪૦૫) ભિક્ષાદત્તીઓથી સૂત્ર અનુસાર યાવત્ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. ४० दस-दसमिया णं भिक्खुपडिमा एगेणं राइदियसएणं अद्धछडेहिं य भिक्खासएहिं जाव आणाए अणुपालिया भवइ । ભાવાર્થ :- દસદસમિકા– દશ દશ દિવસની ભિક્ષુ પ્રતિમા સો(100) રાત દિવસમાં પાંચસો પચાસ (૫૫૦) ભિક્ષાદત્તીઓથી સૂત્ર અનુસાર વાવ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ર ] શ્રીવ્યવહાર સત્ર | G. | | | | = || | | | વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ચાર ભિક્ષુ પ્રતિમાઓનું વર્ણન છે. તેની આરાધના સાધુ-સાધ્વી બંને કરી શકે છે. અંતગડસૂત્રના આઠમા વર્ગમાં સૂકૃષ્ણા આર્યા દ્વારા આ ભિક્ષુપ્રતિમાઓની આરાધના કરવાનું વર્ણન છે. સખસપ્તતિકા ભિક્ષપ્રતિમા– આ પ્રતિમાઓમાં ઉપવાસ આદિ તપ કરવું આવશ્યક નથી, પ્રાયઃ સદા ઉણોદરી તપ થાય છે. પ્રથમ સાત દિવસ સુધી એક દત્તી આહાર અને એક દત્તી પાણી બીજા સાત દિવસ સુધી બે બે દત્તી, આ રીતે, ક્રમશઃ સાતમા સપ્તકમાં સાત દત્તી આહાર અને સાત દત્તી પાણી ગ્રહણ કરાય છે. આ રીતે સાત સપ્તકના ૪૯ દિવસ થાય છે અને તેમાં કુલ ૧૯૬ દત્તિ આહારની અને ૧૯૬ દત્તી પાણીની થાય છે. સપ્ત સપ્તમિકા ભિક્ષુ પ્રતિમામાં જતી સંખ્યા :પ્રથમ સાત દિવસમાં દત્તી | બીજા સાત દિવસમાં દત્તી ત્રીજા સાત દિવસમાં દત્તી | ચોથા સાત દિવસમાં દત્તી | | ૪ | ૨૮ પાંચમા સાત દિવસમાં દત્તી | ૫ | ૩૫ છઠ્ઠા સાત દિવસમાં દત્તી | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૪૨ સાતમા સાત દિવસમાં દત્તી | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૪૯ કુલ ૪૯ દિવસ અને આહાર-પાણી કુલ ૧૯૬-૧૯૬ દત્તી કુલ ૧૯૬ અષ્ટઅષ્ટમિષ્ઠા ભિક્ષુપ્રતિમા– આ પ્રતિમા આઠ અષ્ટકથી ૬૪ દિવસોમાં પૂર્ણ થાય છે. તેમાં પ્રથમ આઠ દિવસમાં એક દત્તી આહારની અને એક જ દત્તી પાણીની લેવાય છે. આ રીતે વધારતા આઠમાં અષ્ટકમાં પ્રતિદિન આઠ દત્તી આહારની અને આઠ દત્તી પાણીની લઈ શકાય છે, આ રીતે કુલ ૬૪ દિવસ અને ૨૮૮ દત્તી આહારની અને ૨૮૮ દત્તી પાણીની થાય છે. અષ્ટ અષ્ટમિકા ભિક્ષ પ્રતિમામાં દત્તિ સંખ્યા :પ્રથમ આઠ દિવસમાં દત્તી | બીજા આઠ દિવસમાં દત્તી ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૧૬ ત્રીજા આઠ દિવસમાં દત્તી | માઠ દિવસમાં દત્તી | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૩ર | પાંચમા આઠ દિવસમાં દત્તી | ४० છઠ્ઠા આઠ દિવસમાં દત્તી ४८ સાતમા આઠ દિવસમાં દત્તી | ૭ | ૭ | ૭ | ૭ | પs આઠમા આઠ દિવસમાં દત્તી | ૮ | ૮ | ૬૪ કુલ ૬૪ દિવસ અને આહાર-પાણીની કુલ દત્તી ૨૮૮-૨૮૮ કુલ ૨૮૮ Page #425 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૯ ૩પ૩ ] આ રીતે નવનવમિકા' અને 'દસદસમિકાપ્રતિમા’ના પણ સૂત્રોક્ત દિવસ અને દત્તીઓનું પ્રમાણ સમજી લેવું જોઈએ. નવનયમિકા ભિક્ષ પ્રતિમામાં દત્તી સંખ્યા :પ્રથમ નવ દિવસમાં દત્તી | બીજા નવ દિવસમાં દત્તી | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૧૮ | | ત્રીજા નવ દિવસમાં દત્તી | ચોથા નવ દિવસમાં દત્તી | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૪ | ૩૦ | પાંચમા નવ દિવસમાં દત્તી | ૫ | ૫ | ૪૫ છઠ્ઠા નવ દિવસમાં દત્તી | | | | | | | | ૬ | ૬ | ૫૪ | ૫૪. સાતમાં નવ દિવસમાં દત્તી | આઠમા નવ દિવસમાં દત્તી | ૮ | ૮ | ૭૨ નવમા નવ દિવસમાં દત્તી | ૯ | ૯ | ૯ | ૯ | ૯ | ૯ | ૯ | ૮ | ૯ | ૮૧ કુલ ૮૧ દિવસ અને આહાર-પાણીની કુલ દત્તી ૪૦૫-૪૦૫. કુલ ૪૦૫ દશ દશમિકા ભિક્ષ પ્રતિમામાં દત્તી સંખ્યા :પહેલાં દશ દિવસમાં દત્તી | | ૧ | ૧ | | ૧૦ બીજા દશ દિવસમાં દત્તી | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨૦ ત્રીજા દશ દિવસમાં દત્તી | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩) ચોથા દશ દિવસમાં દત્તી | પાંચમા દશ દિવસમાં દત્તી છઠ્ઠા દશ દિવસમાં દત્તી 0 સાતમા દશ દિવસમાં દત્તી | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭ | ૭૦. આઠમા દશ દિવસમાં દત્તી | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮ | ૮૦ નવમા દશ દિવસમાં દત્તી | ૯૦ દસમા દશ દિવસમાં દત્તી | ૧૦| ૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ | ૧૦ ૧૦] ૧૦] ૧૦] ૧૦] ૧૦૦ | કુલ ૧૦૦ દિવસ અને આહાર-પાણીની કુલ દત્તી ૫૫૦-૫૫૦ કુલ ૫૫૦ આ પ્રતિમાઓમાં સાધુ-સાધ્વી સ્વયં પોતાની ગોચરી લાવે છે. જેમાં નિર્ધારિત દિવસો સુધી ભિક્ષાદત્તીની મર્યાદાનું પાલન કરાય છે. આ પ્રતિમાઓમાં નિર્ધારિત દત્તીઓથી ઓછી દત્તીઓ ગ્રહણ કરી શકાય છે અથવા ઉપવાસ આદિ તપસ્યા પણ કરી શકાય છે પરંતુ કોઈ પણ કારણે મર્યાદાથી વધારે દત્તી ગ્રહણ કરાતી નથી. આ પ્રતિમાઓની આરાધનાથી વૃત્તિ સંક્ષેપ નામનું તપ થાય છે. | | | જ | બ | હ | | જ | w| o| - | જ | ૪૦ | | | | | | | | | | | | Page #426 -------------------------------------------------------------------------- ________________ | उ५४ | શ્રીવ્યવહાર સૂત્ર બ્રહદ્રકલ્પ ઉ. ૫ માં સાધ્વીને એકલા ગોચરી જવાનો નિષેધ છે, તેથી આ પ્રતિમાઓમાં સ્વતંત્ર ગોચરી લાવનાર સાધ્વીની સાથે પણ અન્ય સાધ્વીઓને રાખવા આવશ્યક છે પરંતુ ગોચરી તો તે સ્વયં જ કરે છે. આ પ્રતિમાઓને પણ સૂત્રમાં ભિક્ષુપ્રતિમા કહી છે, પરંતુ તેને ધારણ કરવામાં બાર ભિક્ષુપ્રતિમાઓની જેમ પૂર્વનું જ્ઞાન અથવા વિશિષ્ટ સહનનની આવશ્યકતા નથી. भोड-प्रतिभा :४१ दो पडिमाओ पण्णत्ताओ, तं जहा- खुडिया वा मोयपडिमा, महल्लिया वा मोयपडिमा । खडियण्णं मोयपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ पढमसरय-कालसमयंसि वा चरिम-णिदाह-कालसमयंसि वा, बहिया गामस्स वा जाव रायहाणीए वा वणंसि वा वणदुग्गंसि वा पव्वयंसि वा पव्वयदुग्गंसि वा । भोच्चा आरुभइ, चोइसमेणं पारेइ । अभोच्चा आरुभइ, सोलसमेण पारेइ । जाएजाए मोए आगच्छइ ताए-ताए आईयव्वे, दिया आगच्छइ आईयव्वे, राई आगच्छइ णो आईयव्वे । सपाणे मत्ते आगच्छइ णो आईयव्वे, अप्पाणे मत्ते आगच्छइ आईयव्वे । सबीए मत्ते आगच्छइ णो आईयव्वे, अबीए मत्ते आगच्छइ आईयव्वे। ससणिद्धे मत्ते आगच्छइ णो आईयव्वे, अससणिद्धे मत्ते आगच्छइ आईयव्वे । ससरक्खे मते आगच्छइ णो आईयव्वे, अससरक्खे मत्ते आगच्छइ आईयव्वे । जावइए जावइए मोए आगच्छइ, तावइए-तावइए सव्वे आईयव्वे, तं जहा- अप्पे वा, बहुए वा । एवं खलु एसा खुड्डिया मोयपडिमा अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ । भावार्थ :- प्रतिभामोडी छठेभ :- (१) नानी भो (प्रसवए) प्रतिभा (२) मोटी मोड( પ્રસવણ) પ્રતિમા. નાની પ્રસવણપ્રતિમા શરદકાળના પ્રારંભમાં અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામની બહાર યાવત્ રાજધાનીની બહાર, વનમાં, વનદુર્ગમાં, પર્વત ઉપર, પર્વતદુર્ગમાં અણગારને ધારણ કરવી કલ્પ છે. જો તે ભોજન કરીને તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે તો છ ઉપવાસથી તેને પૂર્ણ કરે અને જો ભોજન કર્યા વિના અર્થાત્ ઉપવાસના દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો સાત ઉપવાસથી તેને પૂર્ણ કરે છે. આ પ્રતિમામાં સાધુને જેટલીવાર પ્રસવણ થાય તેટલીવાર પી લેવું જોઈએ. દિવસે પ્રસવણ થાય, તો તે પીવું જોઈએ. રાત્રે થાય, તો તે પીવું ન જોઈએ. પ્રસવણ કૃમિવાળુ હોય તો પીવું ન જોઈએ, કૃમિરહિત આવે તો પીવું જોઈએ; વીર્ય સહિત હોય તો પીવું ન જોઈએ, વીર્ય રહિત હોય તો પીવું જોઈએ; ચિકાશયુક્ત હોય તો પીવું ન જોઈએ, ચિકાશરહિત હોય તો પીવું જોઈએ, રજ સહિત હોય તો પીવુ ન જોઈએ, રજરહિત હોય તો પીવું જોઈએ; અલ્પ કે અધિક જેટલું જેટલું પ્રસવણ થાય તેટલું બધું પી લેવું જોઈએ. આ રીતે આ નાની મોક પ્રતિમા સૂત્ર અનુસાર વાવ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. ४२ महल्लियं णं मोयपडिम पडिवण्णस्स अणगारस्स कप्पइ पढम-सरयकालसमयसि वा, चरम-णिदाह-कालसमयसि वा बहिया गामस्स वा जाव रायहाणिए वा वणंसि वा वणदुग्गंसि वा पव्वयंसि वा पव्वयदुग्गंसि वा, भोच्चा Page #427 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક ૩૫૫ आरुभइ सोलसमेणं पारेइ अभोच्चा आरुभइ, अट्ठारसमेणं पारेइ । जाए जाए मोए आगच्छ, ताए-ताए आईयव्वे । दिया आगच्छइ आईयव्वे, राई आगच्छइ जो आईयव्वे जाव एवं खलु एसा महल्लिया मोयपडिमा अहासुतं जाव आणाए अणुपालित्ता भवइ । ભાવાર્થ :- મોટી મોક(પ્રસ્રવણ) પ્રતિમા શરદકાળના પ્રારંભમાં અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામની બહાર યાવત્ રાજધાનીની બહાર વનમાં, વનદુર્ગમાં, પર્વત પર, પર્વતદુર્ગમાં અણગારે ધારણ કરવી કલ્પે છે. જો તે ભોજન કરીને આ પ્રતિમાને ધારણ કરે તો તેને સાત ઉપવાસથી પૂર્ણ કરે છે અને ભોજન કર્યા વિના અર્થાત્ ઉપવાસના દિવસે આ પ્રતિમાને ધારણ કરે તો આઠ ઉપવાસથી તેને પૂર્ણ કરે છે. આ પ્રતિમામાં સાધુને જેટલીવાર પ્રસવણ થાય તેટલીવાર પી લેવું જોઈએ. દિવસે પ્રશ્રવણ થાય તે પીવું જોઈએ, રાત્રે પ્રશ્રવા તે પીવું ન જોઈએ યાવતુ આ રીતે તે મોટી પ્રસવળ પ્રતિમાનું સૂત્ર અનુસાર યાવતુ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુની બે મોક પ્રતિમાઓનું વર્ણન છે. મોક પ્રતિમા ઃ– ટીકાકારોએ તેનો વ્યુત્પત્તિલભ્ય અર્થ આ પ્રમાણે કર્યો છે- મોપતિ પાપમધ્ય સાપુમિતિ મોવા તાપાના પ્રતિમા મોપ્રતિમા । જે પ્રતિમાની આરાધના સાધને પાપકર્મથી મુક્ત કરાવે છે, તેવી મોક-મૂત્રની પ્રધાનતાવાળી પ્રતિમાને મોક પ્રતિમા કહે છે અથવા નિર્ધારિત દિવસો સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને દિવસના ભાગમાં કેવળ સ્વમૂત્રપાનના વિશિષ્ટ પ્રકારના અભિગ્રહને મોક પ્રતિમા કહે છે. તેના બે ભેદ છે. (૧) લઘુ-નાની મોક પ્રતિમા (ર) મોટી મોક પ્રતિમા. આરાધકની યોગ્યતાઃ– સૂત્રકારે તદ્વિષયક કથન કર્યું નથી પરંતુ ભાષ્ય ગ્રંથોના આધારે તેના આરાધકની યોગ્યતા જાણી શકાય છે. પ્રથમ ત્રણ સંહનનના ધારક પૂર્વધર, ધૈર્યવાન, સમર્થ સાધુઓ જ તેની આરાધના કરી શકે છે. ગ્રામાદિની બહાર જંગલમાં, પર્વતોમાં સાત-આઠ દિવસ સુધી રહીને રાત-દિવસ કાર્યોત્સર્ગમાં જ સ્થિત થવાનું હોવાથી સાધ્વીઓ આ પ્રતિમાને ધારણ કરી શકતી નથી. આરાધના વિધિ – આ પ્રતિમાઓ શરદ કાલના પ્રારંભમાં અર્થાત્ માગસર માસમાં અથવા ગ્રીષ્મકાલના અંતમાં અર્થાત્ અષાઢ માસમાં ધારણ કરાય છે. બંન્ને પ્રસ્રવણ પ્રતિમાઓમાંથી એક પ્રતિમા સાત રાત્રિના કાર્યોત્સર્ગની હોય છે તેને નાની પ્રવણ પ્રતિમા કહેવાય છે. બીજી આઠ રાત્રિના કાર્યોત્સર્ગની હોય છે તેને મોટી પ્રવણ પ્રતિમા કહે છે. આ બંને પ્રતિમાઓના પ્રથમ દિવસે ઉપવાસ તપ કરીને પ્રારંભ કરી શકાય છે અથવા એકવાર ભોજન કરીને પણ પ્રારંભ કરી શકાય છે. ભોજન કરનારને એક દિવસની તપસ્યા ઓછી થાય છે પરંતુ કાર્યોત્સર્ગ કરવાનો સમય તો બધાનો સમાન જ હોય છે. આ પ્રતિમાઓને ધારણ કર્યા પછી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાનો હોય છે. તે સાધકને ફક્ત સ્વમૂત્રપાન કરવાનું રહે છે અર્થાત્ તે દિવસોમાં જ્યારે જેટલું પ્રસવણ થાય તેટલું સૂત્રોક્ત નિયમોનું પાલન કરીને પીવામાં આવે છે. તેના નિયમ આ પ્રમાણે છે (૧) દિવસે પીવું, રાત્રે પીવું નહિ (૨) કૃમિ, વીર્ય, રજ કે ચિકાશ યુક્ત પ્રસવા હોય તો ન પીવું, શુદ્ધ હોય તો જ પીવું. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] શ્રીવ્યવહાર સૂત્ર આ પ્રતિમાધારી સાધક રાત-દિવસ સુત્સર્ગતપમાં રહે છે. તેને માત્રાની હાજત થાય, ત્યારે કાયોત્સર્ગનો ત્યાગ કરી માત્રકમાં પ્રસવણ ત્યાગ કરીને તેનું પ્રતિલેખન કરીને આસપાસમાં કોઈ વ્યક્તિ ન જુએ તેવા વિવેકપૂર્વક તેનું પાન કરે છે અને ત્યાર પછી ફરી કાયોત્સર્ગમાં સ્થિર થઈ જાય છે. આ પ્રતિમાનું પાલન કરનાર મોક્ષમાર્ગની આરાધના કરે છે. આ પ્રતિમાની આરાધના કરનારા સાધક સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે અથવા મહદ્ધિક દેવ થાય છે, તેમજ તેના શારીરિક રોગ દૂર થઈ જાય છે અને કાયા કંચનવર્ણ અને બળવાન થાય છે. પ્રતિમા આરાધના પછી તે સાધક ફરી ઉપાશ્રયમાં આવી જાય છે. ભાષ્યમાં તેના પારણામાં આહારપાણીની ૪૯ દિવસની ક્રમિક વિધિ બતાવેલી છે. દત્તીનું સ્વરૂપ:४३ संखादत्तियस्स भिक्खुस्स पडिग्गहधारिस्स गाहावइकुलं पिंडवाय-पडियाए, अणुपविट्ठस्स जावइय-जावइयं केइ अंतो पडिग्गहसि उवइत्ता दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया । तत्थ से केइ छव्वएण वा दुसरण वा वालएणं वा अंतो पडिग्गहसि उवइत्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया । तत्थ से बहवे भुंजमाणा सव्वे ते सयं पिंडं साहणिय अंतो पडिग्गहसि उवइत्ता, दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया । ભાવાર્થ:- દત્તીઓની સંખ્યાનો અભિગ્રહ કરનાર પાત્રધારી સાધુ ગૃહસ્થના ઘરે આહારને માટે પ્રવેશ કરે ત્યારે (૧) આહાર દેનાર ગૃહસ્થ પાત્રમાં જેટલીવાર (કોઈપણ સાધનથી) ભરીને આહાર આપે તેટલી દત્તીઓ કહેવાય છે. (૨) આહાર દેનાર ગૃહસ્થ જો છાબડીથી, વસ્ત્રથી અથવા ચમચાથી રોકાયા વિના સાધુના પાત્રમાં આહાર આપે, તે બધી એકદત્તી કહેવાય છે. (૩) જ્યાં ઘણા ગૃહસ્થો ભોજન કરતા હોય અને તે બધા પોતપોતાનો આહાર ભેગો કરીને અટકયા વિના એક સાથે પાત્રમાં આપે, તે બધાને (મિશ્રણને) એક દત્તી કહેવાય છે. ४४ संखादत्तियस्स णं भिक्खुस्स पाणिपडिग्गहियस्स गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स, जावइयं-जावइयं केइ अंतो पाणिसि उवइत्ता दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया । तत्थ से केइ छव्वएण वा दुसरण वा वालएण वा अंतो पाणिसि उवइत्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया । __ तत्थ से बहवे भुंजमाणे सव्वे ते सयं पिंडं साहणिय अंतो पाणिसि उवइत्ता दलएज्जा सव्वा वि णं सा एगा दत्ती वत्तवं सिया । ભાવાર્થ :- દત્તીઓની સંખ્યાનો અભિગ્રહ કરનાર કરપાત્રભોજી સાધુ ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કરે ત્યારે (૧) આહાર દેનાર ગૃહસ્થ કોઈપણ સાધનથી જેટલીવાર ભરીને સાધુના હાથમાં Page #429 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૯ | ૩પ૭ | આહાર આપે, તેટલી દત્તઓ કહેવી જોઈએ. (૨) આહાર દેનાર ગૃહસ્થો સાથે જો છાબડીથી, વસ્ત્રથી અથવા ચમચાથી અટક્યા વિના સાધુના હાથમાં જેટલો આહાર આપે, તે બધો આહાર એક દત્તી કહેવાય છે. (૩) જ્યાં અનેક ગૃહસ્થ જમતા હોય અને તે બધા પોતપોતાનો આહાર ભેગો કરીને અટક્યા વિના સાધના હાથમાં એક સાથે આપે, તે બધો આહાર એક દત્તી કહેવાય છે. વિવેચન : સપ્તસપ્તતિકા આદિ ભિક્ષુ પ્રતિમાઓમાં દત્તીઓની નિશ્ચિત સંખ્યામાં આહાર ગ્રહણ કરવાનું વર્ણન છે અને પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે દત્તીનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. દાતા એક જ વારમાં ધાર ખંડિત કર્યા વિના જેટલો આહાર કે પાણી સાધુના પાત્રમાં કે હાથમાં આપે તેને એક દત્તી આહાર કે પાણી કહેવાય છે. તે આહાર કે પાણી હાથથી આપે અથવા કોઈ વાસણથી આપે, ચમચા, છાબડી આદિથી આપે કે વસ્ત્રની થેલીમાંથી કાઢીને આપે, અલ્પમાત્રામાં દઈને અટકી જાય અથવા અટક્યા વિના વધારે માત્રામાં આપે, તે ઓછો કે વધુ એકવારમાં અપાયેલા આહાર અથવા પાણી એક દત્તી કહેવાય છે. ક્યારેય કોઈ ખાધ પદાર્થ અનેક વાસણોમાં અથવા અનેક વ્યક્તિઓના હાથમાં જુદા જુદા રાખેલા હોય તેને એક વાસણમાં અથવા એક હાથમાં એકઠા કરીને એક સાથે પાત્રમાં આપે તો પણ એક દત્તી કહેવાય છે. પાત્ર નહીં રાખનાર અર્થાત્ કરપાત્રી સાધુના હાથમાં ઉપર્યુક્ત વિધિથી જેટલો આહાર એક સાથે અપાય, તે તેના માટે એક દત્તી કહેવાય છે. ત્રણ પ્રકારનો આહાર:४५ तिविहे उवहडे पण्णत्ते, तं जहा- फलिओवहडे सुद्धोवहडे संसट्ठोवहडे । ભાવાર્થ:- ખાદ્ય પદાર્થ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમ કે– (૧) ફલિતોપહૃત- મિષ્ઠાન્ન, ફરસાણ, શાક વગેરે અનેક પદાર્થોના સંયોગોથી સંસ્કારિત ખાદ્યપદાર્થ, (૨) શુદ્ધોપહત- ચણા, મમરા, ધાણી આદિ વ્યંજનરહિત શુદ્ધ અલેપ્ય ખાદ્યપદાર્થ, (૩) સંસ્રોપહત-ભાત, ખીચડી વગેરે વ્યંજન(મસાલા)રહિત સલેપ્ય ખાદ્યપદાર્થ. અભિગ્રહ ધારણ કરનાર સાધુ તેમાંથી કોઈ પણ પ્રકારના આહારને ગ્રહણ કરવાનો અભિગ્રહ કરી શકે છે. અવગૃહીત આહારના પ્રકાર:४६ तिविहे ओग्गहिए पण्णत्ते, तं जहा- जंच ओगिण्हइ, जं च साहरइ, जं च आसगंसि (थासगंसि) पक्खिवइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु, दुविहे ओग्गहिए पण्णत्ते, तं जहा- जं च ओगिण्हइ, जं च आसगसि (थासगसि) पक्खिवइ । ભાવાર્થ:- કેટલીક અપેક્ષાએ એમ કહેવાય છે કે પીરસવા માટે ગ્રહણ કરાયેલા અવગૃહીત આહારના ત્રણ પ્રકાર છે જેમ કે– (૧) જે વાસણમાં ખાદ્યપદાર્થ પડ્યા હોય અથવા બનાવેલા હોય તેમાંથી કાઢીને Page #430 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૮ ] શ્રીવ્યવહાર સૂત્ર બીજા વાસણમાં ગ્રહણ કરાતો આહાર (૨) પીરસવા માટે લઈ જવાતો આહાર અને (૩) વાસણમાં પીરસાતો આહાર. કેટલીક અપેક્ષાએ અવગૃહીત આહારના બે પ્રકાર છે, જેમ કે– (૧) પીરસવા માટે ગ્રહણ કરાતો આહાર (૨) થાળી આદિમાં પીરસાતો આહાર. આ છઠ્ઠી પિંડેષણાના ભેદરૂપ છે. ને પવન નો અર્થ ભાષ્યકારે આદેશ-અપેક્ષાએ કર્યો છે. અન્ય આચાર્યનો મત પ્રદર્શિત કરવા આ શબ્દપ્રયોગ નથી. ઉદ્દેશક-૯ સંપૂર્ણ Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રાથન ઉદ્દેશક-૧૦ પ્રાકથન OROOOOOROR આ અધ્યયનમાં ચંદ્ર પ્રતિમા, પાંચ પ્રકારના વ્યવહાર, સાધુ સંબંધિત ચૌભંગીઓ, શૈક્ષની કાલમર્યાદા, સ્થવિરના પ્રકાર, સાધુઓને ભણાવવા માટેનો અધ્યયન ક્રમ, દશ પ્રકારની વૈયાવચ્ચ તથા તેના અંતિમ ફળરૂપ મોક્ષનું કથન છે. ૩૫૯ * ચંદ્રની કળાની વધઘટની જેમ આહાર–પાણીની દત્તીઓમાં વધઘટ થાય, તેને ચંદ્ર પ્રતિમા કહે છે. તેના બે પ્રકાર છે. જવમધ્ય ચંદ્ર પ્રતિમા અને વજમધ્ય ચંદ્રપ્રતિમા. સૂત્રોક્ત વિધિથી વિશિષ્ટ સંહનન– વાળા, શ્રુતસંપન્ન સાધુ તેની આરાધના કરી શકે છે, આ પ્રતિમાઓ એક એક માસની હોય છે. તેમાં આહાર, પાણીની દત્તીઓની વધઘટ કરવાની હોય છે, અન્ય અનેક નિયમો તથા અભિગ્રહ ધારણ કરવાના હોય છે અને પરીષહ ઉપસર્ગને સહન કરવાના હોય છે. વ્યવહાર ઃ– આગમ, શ્રુત, આજ્ઞા અને ધારણા, જીત, આ પાંચ વ્યવહારોમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય તેનો ક્રમશઃ નિષ્પક્ષ ભાવથી પ્રાયશ્ચિત્ત અને તત્ત્વ નિર્ણયમાં ઉપયોગ કરવો જોઈએ. સ્વાર્થ, આગ્રહ અથવા ઉપેક્ષા ભાવથી તેનો વ્યુત્ક્રમથી ઉપયોગ ન કરવો જોઈએ. ન * સાધુ પુરુષના વિવિધ ગુણોની અપેક્ષાએ તેની વિવિધ ચૌભંગીઓનું કથન કરીને સૂત્રકારે મનુષ્યોની ભિન્ન ભિન્ન ચિત્તવૃત્તિનું દર્શન કરાવ્યું છે. દીક્ષાદાતા, વડીદીક્ષાદાતા, મૂળ આગમના વાચનાદાતા, અર્થઆગમના વાચનાદાતાની અને તેનાથી સબંધિત શિષ્યોની કુલ ચાર ચૌભંગી છે અને તેના અંતિમ ભંગની સાથે ધર્માચાર્ય (પ્રતિબોધ દેનારા) આદિનું કથન છે. * વય સ્થવિર, શ્રુતસ્થવિર અને પર્યાય સ્થવિર, આ ત્રણ પ્રકારના સ્થવિર છે. * શૈક્ષ નવદીક્ષિત શિષ્યોની શૈક્ષભૂમિ-શિક્ષાની કાલમર્યાદાના ત્રણ પ્રકાર છે. જઘન્ય સાત દિવસરાત્રિ, મધ્યમ ચાર માસ અને ઉત્કૃષ્ટ છ માસ. ★ ગર્ભકાળ સહિત ૯ વર્ષ પહેલા કોઈને દીક્ષા દેવી નહિ. કારણવશ દીક્ષા દેવાઈ ગઈ હોય તો વડીદીક્ષા ન દેવી જોઈએ. ન * અવ્યક્ત (૧૬ વર્ષથી ઓછી ઉંમરવાળા)ને આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રની વાચના ન દેવી પરંતુ અન્ય અધ્યયન કરાવવું. વીસ વર્ષની દીક્ષાપર્યાય સુધી યોગ્ય શિષ્યોને સૂત્રોક્ત આગમોની વાચના પૂર્ણ કરાવવી. * આચાર્યાદિ દશની ભાવયુક્ત વૈયાવૃત્ય કરવી, તેમની વૈયાવૃત્યથી મહાન્ કર્મોની નિર્જરા અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. ܀܀܀܀܀ Page #432 -------------------------------------------------------------------------- ________________ 350 શ્રીવ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૧૦ 2222222PPPPPP બે પ્રકારની ચંદ્ર પ્રતિમાઓ - | १ दोपडिमाओ पण्णत्तो, तंजहा- जवमज्जा य चंदपडिमा, वइरमज्झा य चंदपडिमा । जवमज्झं णं चंदपडिम पडिवण्णस्स अणगारस्स मासं णिच्चं वोसट्ठकाए चियत्तदेहे । जे केइ परीसहोवसग्गा समुप्पज्जति तं जहा-दिव्वा वा माणुस्सगा वा तिरिक्खजोणिया वा अणुलोमा वा पडिलोमा वा तत्थ अणुलोमा ताव वंदेज्जा वा णमंसेज्जा वा सक्कारेज्जा वा सम्माणेज्जा वा कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासेज्जा तत्थ पडिलोमा ताव अण्णयरेणं दंडेण वा अट्ठीण वा जोत्तेण वा वेत्तेण वा कसेण वा काए आउडेज्जा ते सव्वे उप्पण्णे सम्म सहेज्जा खमेज्जा तितिक्खेज्ज्जा अहियासेज्जा । भावार्थ :- प्रतिभामोडी छ, भ3 (१) यवमध्ययंद्रप्रतिमा (२) १४ मध्ययंद्र प्रतिमा યુવમધ્યચંદ્ર પ્રતિમાનો સ્વીકાર કરનાર સાધુ એક માસ સુધી નિત્ય શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે છે. તે સમયે કોઈ દેવ, મનુષ્ય અને તિર્યચકૃત અનુકૂળ અથવા પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય, જેમ કે- કોઈ વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને જ્ઞાનરૂપ માનીને સેવા કરવારૂપ અનુકૂળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય અથવા દંડ, હાડકા, ધુંસર, નેતર, ચાબુકથી શરીર પર પ્રહાર કરવારૂપ પ્રતિકુળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય, તો તે ઉત્પન્ન થયેલા સર્વે અનુકૂળ, પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગોને પ્રસન્ન ચિત્ત એટલે ખિન્ન થયા વિના સમભાવે સહન કરે, તે વ્યક્તિ પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરે, વીરતાપૂર્વક સહન કરે અને શાંતિથી આનંદનો અનુભવ કરતાં સહન કરે. । २ जवमज्झणं चंदपडिम पडिवण्णस्स अणगारस्स, सुक्कपक्खस्स पाडिवए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिग्गाहेत्तए, एगा पाणस्स, सव्वेहिं दुप्पयं चउप्पयाइएहिं आहारकंखीहिं सत्तेहिं पडिणियत्तेहिं, अण्णायउंछ सुद्धोवहडं णिज्जूहित्ता बहवे समण माहण-अतिहि-किवण वणीमगा, कप्पइ से एगस्स भुंजमाणस्स पडिग्गाहेत्तए, णो दोण्हं णो तिण्हं णो चउण्हं णो पंचण्ह, णो गुठ्विणीए, णो बालवच्छाए णो दारगं पेज्जमाणीए, णो अंतो एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, णो बाहिं एलुयस्स दो वि याए साहटु दलमाणीए । अह पुण एवं जाणेज्जा-एगं पायं अंतो किच्चा, एगं पायं बाहिं किच्चा एलुयं विक्खभइत्ता एवं दलयइ, एवं से कप्पइ पडिग्गाहित्तए । एवं णो दलयइ ए वं से णो कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- યવમધ્યચંદ્ર પ્રતિમાના આરાધક સાધુએ શુકલપક્ષની પ્રતિપદા (સુદ એકમ)ના દિવસે Page #433 -------------------------------------------------------------------------- ________________ 6देश-१० | १ | આહાર અને પાણીની એક-એક દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. આહારના આકાંક્ષી (આહાર ઇચ્છુક) બધા દ્વિપદ, ચતુષ્પદ આદિ પ્રાણીઓ આહાર લઈને પાછા ફરી ગયા હોય ત્યારે તેને અજ્ઞાત ઘરમાંથી શુદ્ધ, અલ્પલેપ- વાળો આહાર લેવો કહ્યું છે. અનેક શ્રમણો યાવત ભિખારીઓ આહાર લઈને પાછા ફરી ગયા હોય અર્થાત ત્યાં ઊભા ન હોય ત્યારે આહાર લેવો કહ્યું છે. એક વ્યક્તિના ભોજનમાંથી આહાર લેવો કલ્પ છે, બે, ત્રણ, ચાર અથવા પાંચ વ્યક્તિના ભાગીદારીવાળા ભોજનમાંથી આહાર લેવો કલ્પતો નથી. ગર્ભવતી, નાના બાળકોવાળી, અને બાળકને દૂધ પીવડાવતી સ્ત્રીના હાથેથી આહાર લેવો કલ્પતો નથી. દાતાના બંને પગ ડેલીની અંદર હોય અથવા બહાર હોય તો તેની પાસેથી આહાર લેવો કલ્પતો નથી. પડિમાધારી સાધુ જો એમ જાણે કે દાતાનો એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર છે, ડેલીની વચ્ચોવચ્ચ પગ રાખ્યો છે, તો તેના હાથે આહાર લેવો કલ્પે છે. એક પગ ડેલીની અંદર, એક પગ ડેલીની બહાર ન હોય તો આહાર લેવો કલ્પતો નથી. | ३ बिइयाए से कप्पइ दोण्णि दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दोण्णि पाणस्स। तइयाए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तिण्णि पाणस्स। चउत्थीए से कप्पइ चउ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चउ पाणस्स । पंचमीए से कप्पइ पंच दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पंच पाणस्स । छट्ठीए से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, छ पाणस्स ।। सत्तमीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, सत्त पाणस्स । अट्ठमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, अट्ठ पाणस्स । णवमीए से कप्पइ णव दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, णव पाणस्स । दसमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दस पाणस्स । एगारसमीए से कप्पइ एगारस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, एगारस पाणस्स । बारसमीए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, बारस पाणस्स। तेरसमीए से कप्पइ तेरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तेरस पाणस्स । चोइसमीए से कप्पइ चोइस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चोइस पाणस्स। पण्णरसमीए से कप्पइ पण्णरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पण्णरस पाणस्स । बहुलपक्खस्स पाडिवए से कप्पइ चोद्दस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चोइस पाणस्स । बिइयाए से कप्पइ तेरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तेरस पाणस्स । तइयाए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, बारस पाणस्स । चउत्थीए से कप्पइ एक्कारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एक्कारस पाणस्स । पंचमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दस पाणस्स । छट्ठीए से कप्पइ णव दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, णव पाणस्स । सत्तमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, अट्ठ पाणस्स। अट्ठमीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, सत्त पाणस्स । णवमीए Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩દર | શ્રીવ્યવહાર સૂત્ર से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, छ पाणस्स । दसमीए से कप्पइ पंच दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पंच पाणस्स । एक्कारसमीए से कप्पइ चउ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चउ पाणस्स। बारसमीए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तिण्णि पाणस्स। तेरसमीए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दो पाणस्स । चउदसमीए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिग्गाहेत्तए, एगा पाणस्स । अमावासाए से य अब्भत्तढे भवइ । एवं खलु जवमज्झचंदपडिमा अहासुत्तं जाव अण्णाए अणुपालिया भवइ । ભાવાર્થ - (શુક્લપક્ષની પ્રતિપદા-એકમના દિવસે પ્રતિમાધારી સાધુને આહાર-પાણીની એક-એક દત્તી ગ્રહણ કરવી કહ્યું છે.). શુકલપક્ષની બીજના દિવસે પ્રતિમાધારી સાધુને આહાર અને પાણીની બે-બે દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. ચોથના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પાંચમના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની છ-છ દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. સાતમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. આઠમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. નોમના દિવસે આહાર અને પાણીની નવ-નવ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. દશમના દિવસે આહાર અને પાણીની દશ-દશ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. અગિયારસના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. બારસના દિવસે આહાર અને પાણીની બાર-બાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. તેરસના દિવસે આહાર અને પાણીની તેર-તેર દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. ચૌદસના દિવસે આહાર અને પાણીની ચૌદ-ચૌદ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પુનમના દિવસે આહાર અને પાણીની પંદર-પંદર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. કૃષ્ણપક્ષની પ્રતિપદાના દિવસે આહાર અને પાણીની ચૌદ-ચૌદ દત્તીઓ ગ્રહણ કરવી કહ્યું છે. બીજના દિવસે આહાર અને પાણીની તેર-તેર દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની બાર-બાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. ચોથના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પાંચમના દિવસે આહાર અને પાણીની દશ-દશ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની નવ-નવ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. સાતમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. આઠમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. નોમના દિવસે આહાર અને પાણીની છ-છ દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. દશમના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. અગિયારસના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર દત્તી ગ્રહણ કરવી કલ્પે છે. બારસના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. તેરસના દિવસે આહાર અને પાણીની બે-બે દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. ચૌદસના દિવસે આહાર અને પાણીની એક-એક દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. અમાવાસ્યાના દિવસે તે એક ઉપવાસ કરે છે. આ રીતે આ યવમધ્યચંદ્ર પ્રતિમા સૂત્ર અનુસાર વાવ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. | ४ वइरमज्झं णं चंदपडिम पडिवण्णस्स अणगारस्स मासं णिच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ परीसहोवसग्गा उप्पज्जति जाव अहियासेज्जा । वइरमज्झं णं Page #435 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧૦ ૩૩ ] चंदपडिमं पडिवण्णस्स अणगारस्स, बहुलपक्खस्स पाडिवए से कप्पइ पण्णरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पण्णरस पाणस्स जाव एलुयं विक्खंभइत्ता दलयइ एवं से कप्पइ पडिग्गाहित्तए । बिइयाए से कप्पइ चउद्दस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चउद्दस पाणस्स । तइयाए से कप्पइ तेरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तेरस पाणस्स । एवं एगुत्तरियाए हाणीए जाव अमावासाए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिग्गाहेत्तए, एगा पाणस्स । सुक्कपक्खस्स पाडिवए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दो पाणस्स । बिइयाए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तिण्णि पाणस्स। तइयाए से कप्पड चउ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चउ पाणस्स । चउद्दसमीए से कप्पइ पण्णरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पण्णरस पाणस्स। एवं एगुत्तरियाए वुड्डीए जाव पुण्णिमाए से य अब्भतढे भवइ। एवं खलु एसा वइरमज्झा चंदपडिमा अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ । ભાવાર્થ:- વજમધ્ય ચંદ્રપ્રતિમા– સ્વીકાર કરનાર અણગાર એક માસ સુધી નિત્ય શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે છે અને જો કોઈ પરીષહ અને ઉપસર્ગ આવે તો શાંતિથી સમભાવપૂર્વક સહન કરે. વજમધ્યચંદ્રપ્રતિમા સ્વીકાર કરનાર અણગારને (સાધુને) કૃષ્ણપક્ષની પ્રતિપદાને દિવસે પંદર પંદર દત્તી આહાર અને પાણી લેવી કહ્યું છે યાવતું ડેલીની વચ્ચે પગ રાખીને આપે તો તેની પાસેથી આહાર લેવો કલ્પ છે. બીજના દિવસે ચૌદ-ચૌદ દત્તી આહાર અને પાણીની ગ્રહણ કરવી કહ્યું છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની તેર-તેર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. આ રીતે ક્રમશઃ એક-એક દત્તીને ઘટાડતાં યાવતું અમાવાસ્યાના દિવસે આહાર અને પાણીની એક-એક દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. શુકલપક્ષની એકમના દિવસે આહાર અને પાણીની બે-બે દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. બીજના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. આ રીતે એક-એક દત્તીની વૃદ્ધિ થતાં વાવતુ ચૌદશના દિવસે આહાર અને પાણીની પંદર-પંદર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પૂનમના દિવસે તે ઉપવાસ કરે છે. આ રીતે તે વજમધ્યચંદ્ર પ્રતિમાનું સૂત્ર અનુસાર વાવ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં બે પ્રકારની ચંદ્ર પ્રતિમાની વિધિનું સવિસ્તાર પ્રતિપાદન છે. વંદ નં:- શુકલપક્ષમાં ચંદ્રની કલા વધે છે અને કૃષ્ણપક્ષમાં ઘટે છે, તે રીતે જે પ્રતિમાઓમાં આહારની દત્તિઓની સંખ્યા તિથિઓના ક્રમથી વધે-ઘટે છે, તે પ્રતિમાઓને ચંદ્ર પ્રતિમા કહે છે. તેના બે પ્રકાર છે– (૧) યવમધ્યચંદ્રપ્રતિમા અને (૨) વાજમધ્યચંદ્ર પ્રતિમા. થવમધ્યચંદ્ર પ્રતિમા :- જવનો દાણો બને છેડે પાતળો અને મધ્યમાં જાડો હોય છે, તેની જેમ જે Page #436 -------------------------------------------------------------------------- ________________ Br શ્રીવ્યવહાર સૂત્ર પ્રતિમાના પ્રારંભમાં એક દત્તી આહાર અને એક દત્તી પાણી ગ્રહણ થાય છે. ત્યારપછી પ્રતિદિન એક એક દત્તી વધતાં મધ્યમાં પંદર દત્તી આહાર અને પંદર દત્તી પાણી તથા ત્યારપછી પુનઃ પ્રતિદિન એક-એક દત્તી ઘટતા અંતમાં એક દની આહાર અને એક દત્તી પાણી ગ્રહણ કરાય અને અંતે ઉપવાસ કરવામાં આવે છે, તેને યવમધ્યચંદ્ર પ્રતિમા કહેવાય છે. વજમધ્યચંદ્ર પ્રતિમા :– વજ્રરત્ન અથવા ડમરુના કિનારાનો ભાગ વિસ્તૃત, મધ્યભાગ સંકુચિત અને બીજા કિનારાનો ભાગ વિસ્તૃત હોય છે તે રીતે જે પ્રતિમાના પ્રારંભમાં પંદર દત્તિ, મધ્યમાં એક દત્તિ અને અંતમાં પંદર દત્તી આહાર-પાણીને ગ્રહણ થાય છે અને અને ઉપવાસ કરવામાં આવે છે, તે વજ્રમધ્યચંદ્રપ્રતિમા કહેવાય છે. આરાધકની યોગ્યતા :– સૂત્રકારે આરાધકની યોગ્યતા વિષયક કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ ભાષ્યમાં તેનું વિસ્તૃત વર્ણન છે. આ બંને પ્રતિમાઓ વિશિષ્ટ સંઘયણવાળા, વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા અર્થાત્ દીક્ષા સ્થવિર પૂર્વધર મુનિઓ જ ધારણ કરી શકે છે. કોઈપણ પ્રકારના અપવાદના સેવન વિના સર્વ નિયમોનું એક માસ સુધી પાલન કરવાની ક્ષમતા હોય, તેવા સમર્થ સંતો જ તેની આરાધના માટે યોગ્ય છે. કાલ મર્યાદા :- બંને પ્રતિમાની કાલ મર્યાદા એક માસની છે. પ્રતિમાનો પ્રારંભ – યવમધ્ય ચંદ્ર પ્રતિમાનો પ્રારંભ શુક્લ પક્ષની પ્રતિપદા-એકમથી થાય છે, ત્યારે એક દત્તી આહાર અને એક દની પાણી ગ્રહણ થાય છે. ત્યારપછી ચંદ્રની કળાની જેમ ક્રમશઃ વધતા પૂનમના દિવસે પંદર દત્તી આહાર-પાણી ગ્રહણ થાય, ત્યારપછી કૃષ્ણપક્ષમાં ક્રમશઃ ઘટતા ચૌદસના દિવસે એક દત્તી આહાર-પાણી ગ્રહણ થાય અને અમાવાસ્યાના દિવસે ઉપવાસ થાય અને પ્રતિમા પૂર્ણ થાય છે. વજ્રમધ્ય ચંદ્ર પ્રતિમાનો પ્રારંભ કૃષ્ણપક્ષની પ્રતિપદા–એકમથી થાય છે ત્યારે પંદર દત્તી આહારપાણી ગ્રહણ થાય, ત્યારપછી ચંદ્રની કળાની જેમ ક્રમશઃ ઘટના અમાવાસ્યાના દિવસે એક દત્તી આહારપાણી ગ્રહણ થાય છે. ત્યારપછી શુક્લપક્ષમાં ક્રમશઃ વધતા ચૌદસના દિવસે પંદર દત્તી આહાર-પાણી ગ્રહણ થાય છે અને પૂનમના દિવસે ઉપવાસ થાય અને પ્રતિમા પૂર્ણ થાય છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે બંને પ્રતિમાઓમાં શુક્લ પક્ષમાં દત્તીનું પ્રમાણ વધે છે અને કૃષ્ણ પક્ષમાં દત્તિનું પ્રમાણ ઘટે છે. આ પ્રતિમાઓને ધારણ કરનાર સાધુને નિમ્નલિખિત નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. (૧) યાસ ા-વિયત્તવે છેઃ– શારીરિક શુશ્રુષા તથા મમત્વનો ત્યાગ કરવો અર્થાત્ નિયમિત પરિમિત આહાર સિવાય ઔષધ-મેષજના સેવનનો અને બધા પ્રકારના શરીરપરિકર્મનો ત્યાગ કરવો. (૨) દેવ, મનુષ્ય અથવા તિર્યંચ દ્વારા કરાયેલા ઉપસર્ગનો સામનો ન કરવો કે તેનાથી બચવાનો પણ પ્રયત્ન ન કરવો. (૩) કોઈ માર ફૂટ કરે તો તેના પર દ્વેષ ન કરવો અને કોઈ આદર સત્કાર કરે તો પ્રસન્ન ન થવું પરંતુ સમભાવમાં લીન રહેવું. (૪) મળ્યે પુષ્પય...પિિયતિ :- જે રસ્તામાં ઘરની બહાર પશુ અથવા પક્ષીઓ ચરતા કે ચણતા હોય, તે પોત-પોતાનો ચારો ચરી લે કે દાણા ચણી લે ત્યાર પછી પડિમાધારીએ આહાર લેવા માટે ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. (૫)મય:- પ્રતિમાધારી સાધુને પધારવાની સૂચના કે જાણકારી ન હોય અથવા કોઈ પ્રતિક્ષા ન કરતા હોય તેવા અજ્ઞાત ઘરોમાંથી આહાર ગ્રહણ કરવો. (૬) ૐ ં– વિગયરહિત રુક્ષ આહાર ગ્રહણ કરવો. (૭) સુહોવš – શુદ્રોપત– ચણા, મમરા, ખાખરાદિ, Page #437 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧૦ | ૩૫ ] વાસણને જેનો લેપ ન લાગે, તેવા લેપ રહિત આહારાદિ ગ્રહણ કરવા. (૮)ગિરિરા વહ સમજી...અન્ય ભિક્ષુ, શ્રમણ આદિજ્યાં ઊભા હોય, તે ઘરમાં પ્રતિમાધારીએ ભિક્ષા માટે (ગોચરી) જવું ન જોઈએ. (૯) ખટ્ટ સે સ...– એક વ્યક્તિની માલિકીનો આહાર હોય તેમાંથી લેવો, વધારે વ્યક્તિઓની માલિકીના આહારમાંથી ન લેવું. (૧૦) નો મુળી - કોઈ પણ ગર્ભવતી સ્ત્રી પાસેથી ભિક્ષા ન લેવી. (૧૧) જે વારંવછા- જે આહાર નાના બાળકો માટે બનાવેલો હોય તેમાંથી ભિક્ષા ન લેવી. (૧૨) નો હાર રેન્જની - જે સ્ત્રી બાળકને દૂધ પીવડાવતી હોય તેની પાસેથી ભિક્ષા ન લેવી. (૧૩) પર્વ અંતો જિગ્યા - ડેલીની અંદર એક પગ અને ડેલીની બહાર એક પગ રાખીને બેઠેલા હોય અથવા ઊભા હોય તેવા દાતા પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી. ઘરની ડેલી સિવાય અન્ય કોઈ કયાંય પણ ઊભા હોય તેની પાસેથી ભિક્ષા ન લેવી. તે જ રીતે એષણાના ૪ર દોષ રહિત નિર્દોષ આહાર ગ્રહણ કરવો. આ બંને ચંદ્રપ્રતિમાઓની આરાધના એક એક મહિનામાં કરવામાં આવે છે. ઉક્તનિયમો અનુસાર જો આહાર મળે તો ગ્રહણ કરે, ન મળે તો તે દિવસે ઉપવાસ કરે. પ્રતિમધારી સાધુ ભિક્ષાના સમયે ઘરની સંખ્યા નક્કી કરી લે છે અને તેટલા જ ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરે છે. આહારાદિ ન મળે તો ઉત્કૃષ્ટ એક મહિનાની તપશ્ચર્યા પણ થઈ જાય છે પરંતુ તેઓ કોઈ પણ પ્રકારના અપવાદનું સેવન તે કરતા નથી. આ રીતે વિધિપૂર્વક આરાધના કરનાર આરાધક થાય છે. ચંદ્ર પ્રતિમાઓમાં દત્તી સંખ્યા :યવમધ્ય ચંદ્ર પ્રતિમા વજ મધ્ય ચંદ્ર પ્રતિમા તિથિ દત્તી સંખ્યા તિથિ દત્તી સંખ્યા પ્રારંભ શુક્લપક્ષ –એકમ પ્રારંભ કૃષ્ણપક્ષ – એકમ બીજ બીજ ત્રીજ ત્રીજ ચોથ ચોથ પાંચમ પાંચમ છ સાતમ સાતમ આઠમ નોમ દસમ અગિયારસ આઠમ નોમ દસમ અગિયારસ બારસ તેરસ ચૌદસ પૂનમ બારસ તેરસ ચૌદસ અમાવસ્યા Page #438 -------------------------------------------------------------------------- ________________ | | શ્રીવ્યવહાર સૂત્ર યવમધ્ય ચંદ્ર પ્રતિમા તિથિ દત્તી સંખ્યા એકમ બીજ કૃષ્ણપક્ષ શુક્લ પક્ષ વજ મધ્ય ચંદ્ર પ્રતિમા તિથિ દત્તી સંખ્યા એકમ બીજ ત્રીજ ત્રીજ ચોથ ચોથ પાંચમ પાંચમ ७४ છ સાતમ સાતમ આઠમ આઠમ નોમ નોમ દસમ દસમા અગિયારસ અગિયારસ બારસ બારસ ૧૫ તેરસ તેરસ ચૌદસ ચૌદસ અંત અમાવાસ્યા ઉપવાસ પૂનમ ઉપવાસ पांय प्रारना व्यवहार:| ५ पंचविहे ववहारे पण्णत्ते, तं जहा- आगमे सुए आणा धारणा जीए । जहा से तत्थ आगमे सिया, आगमेणं ववहारं पट्ठवेज्जा । णो से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्टवेज्जा । णो से तत्थ सुए सिया, जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्ठवेज्जा । णो से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्टवेज्जा । णो से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्ठवेज्जा । इच्चेएहिं पंचहिं ववहारेहिं ववहारं पट्ठवेज्जा, तं जहा- आगमेणं सुएणं आणाए, धारणाए जीएणं । जहा-जहा से आगमे सुए आणा धारणा जीए तहा-तहा ववहार पट्टवेज्जा।। से किमाहु भंते ? आगमबलिया समणा णिग्गंथा । इच्चेयं पंचविहं ववहारं जया-जया जहि-जहिं, तया-तया तहिं-तहिं अणिस्सिओवरेसयं ववहारं ववहरामाणे समणे णिग्गथे आणाए आराहए भवइ । Page #439 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દેશક-૧૦ ૩૭ ] “એ. આ રી' જેવો જોઈએ છે– ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વ્યવહારના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વ્યવહારના પાંચ પ્રકાર છે, યથા- (૧) આગમ વ્યવહાર (૨) શ્રત વ્યવહાર (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર અને (૫) જીત વ્યવહાર. આ પાંચ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં આગમ વ્યવહાર(કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દસપૂર્વ અથવા નવપૂર્વનું જ્ઞાન) હોય, ત્યારે ત્યાં તેણે આગમ વ્યવહારથી વ્યવહાર(પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કાર્ય) કરવો જોઈએ. જ્યારે, જ્યાં આગમ વ્યવહાર ન હોય, ત્યાં શ્રત વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. જ્યારે, જ્યાં શ્રત ન હોય, ત્યાં આજ્ઞા વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. જો આજ્ઞા પણ ન હોય તો જે પ્રકારની ધારણા હોય, તે ધારણાથી વ્યવહાર કરવો જોઈએ. જ્યારે, જ્યાં ધારણા પણ ન હોય, ત્યાં જીત વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. આ રીતે ક્રમશઃ પાંચ પ્રકારના વ્યવહારથી વ્યવહાર કરવો જોઈએ, તે આ પ્રમાણે છે– આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. આ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં જે વ્યવહાર હોય, તેનાથી કાર્ય કરવું જોઈએ. પ્રશ્ન- હે ભગવન! આ પ્રકારના ક્રમનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ! શ્રમણોના વ્યવહારના નિર્ણયમાં તેમજ પ્રાયશ્ચિત્તમાં આગમ જ બલવાન છે. તેની બલવત્તાના કારણે જ તેને પ્રાથમિકતા આપી છે. આ પાંચ પ્રકારના વ્યવહારોમાંથી જે સમયે જે વ્યવહાર હોય, ત્યાં, તેનાથી અનિશ્રિતોપાશ્રિત એટલે રાગ દ્વેષ રહિત નિષ્પક્ષભાવથી યથાક્રમે પ્રમુખતા આપીને સમ્યક પ્રકારે વ્યવહાર કરતા શ્રમણ-નિગ્રંથ તીર્થકરોની આજ્ઞાના આરાધક થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને માટે જીવનમાં ઉપયોગી પંચવિધ વ્યવહારો તથા તેની મર્યાદાનું નિરૂપણ કર્યું છે. વિવારે :- વ્યવહાર. પ્રસ્તુત સૂત્રગત વ્યવહાર શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) પ્રાયશ્ચિત્તરૂપ વ્યવહાર (૨) સંયમ સંબંધી પ્રવૃત્તિ અને નિવૃત્તિના નિર્ણયરૂપ વ્યવહાર. (૩) વિવાદાસ્પદ આગમ તત્ત્વોના નિર્ણયરૂપ વ્યવહાર. (૧) આગમ વ્યવહાર - જેનાથી વસ્તુ તત્ત્વનું યથાર્થ જ્ઞાન થાય, તેને “આગમ' કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દસપૂર્વ અને નવપૂર્વના જ્ઞાનનો સમાવેશ આગમમાં કર્યો છે. તે આગમજ્ઞાનથી સંયમી જીવનની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારના નિર્ણયને આગમ વ્યવહાર કહે છે. (૨) શ્રત વ્યવહાર :- ઉપરોક્ત આગમ જ્ઞાન સિવાયના આચાર પ્રકલ્પ આદિ અગિયાર અંગશાસ્ત્ર તથા આઠ પૂર્વ સુધીના જ્ઞાનને અહીં “શ્રુત'માં સમાવિષ્ટ કર્યા છે. શ્રુતથી પ્રવર્તિત વ્યવહારના નિર્ણયને શ્રત વ્યવહાર કહે છે. નવ, દસ અને ચૌદ પૂર્વનું જ્ઞાન પણ ધૃતરૂપ જ છે પરંતુ તે અતીન્દ્રિય અર્થ વિષયક વિશિષ્ટ જ્ઞાનનું કારણ હોવાથી તેનો સમાવેશ પ્રસ્તુત આગમમાં કર્યો છે. તે સિવાયનું જ્ઞાન શ્રુત કહેવાય છે. (૩) આશા વ્યવહાર :- આગમ અને શ્રુતના અભાવમાં દૂરસ્થિત ગીતાર્થ સાધુની આજ્ઞાથી કોઈ તત્ત્વનો કે પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવો તે “આજ્ઞા વ્યવહાર” કહેવાય છે. તે માટે વ્યાખ્યા-ગ્રંથોમાં આ પ્રમાણે સમજાવ્યું છે, યથા– બે ગીતાર્થ સાધુ પૃથક્ દેશમાં વિચારી રહ્યા હોય, તેમાંથી એકનું જંઘાબળ ક્ષીણ થઈ જવાથી વિહાર કરવામાં અસમર્થ હોય, તે દૂરસ્થ ગીતાર્થ સાધુની પાસે અગીતાર્થ સાધુના માધ્યમથી પોતાના દોષની આલોચના આગમની સાંકેતિક ગૂઢ ભાષામાં કહીને અથવા લખીને મોકલે છે Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] શ્રીવ્યવહાર સૂત્ર અને ગુઢભાષામાં કહેલી અથવા લખેલી આલોચના સાંભળીને અથવા જાણીને તે ગીતાર્થ મુનિ પણ સંદેશવાહકના માધ્યમથી તેનું પ્રાયશ્ચિત્ત આગમની ગૂઢભાષામાં કહીને અથવા લખીને આપે છે. આ પ્રકારે થતો પ્રાયશ્ચિત્તનો વ્યવહાર આજ્ઞા વ્યવહાર છે. (૪) ધારણા વ્યવહાર – કોઈ ગીતાર્થ મુનિએ અથવા ગુરુદેવે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ તથાપ્રકારના દોષોનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તેની ધારણાથી, તેવા અપરાધને માટે તે પ્રાયશ્ચિત્તનો પ્રયોગ કરવો તે ધારણા વ્યવહાર છે. ગચ્છના ઉપકારી વડીલ સાધુ જો સંપૂર્ણ છેદ સૂત્રના અભ્યાસને યોગ્ય ન હોય, તો ગુરુદેવ તેને દીર્ઘ દૃષ્ટિથી મહત્વના પ્રાયશ્ચિત્ત પદો શીખવે છે, તે સાધુ પ્રાયશ્ચિત્ત પદોને ધારણ કરી રાખે છે અને તે ધારણા અનુસાર વ્યવહાર કરે છે, તેને ધારણા વ્યવહાર કહે છે. (૫) જીત વ્યવહાર :- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પુરુષ, પ્રતિસેવના, સંહનન, ધૃતિ આદિની હાનિનો વિચાર કરીને, જે પ્રાયશ્ચિત્ત અપાય છે, તે જીત વ્યવહાર છે. અથવા કોઈ ગચ્છમાં કોઈ વિશેષ પરિસ્થિતિમાં સૂત્ર સિવાયની પ્રાયશ્ચિત્ત પ્રદાનની પ્રવૃત્તિ થઈ હોય અને અન્ય સંતો તેનું અનુકરણ કરે તે “જીત વ્યવહાર” છે અથવા અનેક ગીતાર્થ મુનિઓ દ્વારા કરેલી મર્યાદાને “જીત વ્યવહાર” કહે છે. જે અનેક ગીતાર્થ દ્વારા આચરિત હોય, અસાવધ હોય અને આગમથી અબાધિત હોય, તે જીત વ્યવહાર છે. પાંચ પ્રકારના વ્યવહારના ક્રમની સાર્થકતા:- મૂળ પાઠમાં જ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે પાંચ પ્રકારના વ્યવહારમાંથી મુમુક્ષુ પાસે જો આગમ હોય તો તેણે આગમથી, તેમાં પણ કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન આદિ પૂર્વ-પૂર્વના જ્ઞાનના અભાવમાં ઉત્તરોત્તર જ્ઞાનથી વ્યવહાર કરવો જોઈએ અર્થાત્ કેવળ જ્ઞાની હોય, તો તેમના જ્ઞાનના આધારે સર્વ નિર્ણય કરવા જોઈએ. કેવળજ્ઞાની ન હોય અને મન:પર્યવજ્ઞાની હોય, તો તેમના જ્ઞાનના આધારે નિર્ણય કરવા. આ રીતે ક્રમશઃ અવધિજ્ઞાની આદિને પ્રધાનતા આપવી. આગમના અભાવમાં શ્રુતથી, શ્રતના અભાવમાં આજ્ઞાથી, આજ્ઞાના અભાવમાં ધારણાથી અને ધારણાના અભાવમાં જીત વ્યવહારથી સંયમ સંબંધી પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યવહારનો નિર્ણય કરવો જોઈએ. સિસોસિયે(નિશ્રિોપશિત) :- જ્યારે, જે પરિસ્થિતિમાં, જે પ્રયોજન હોય અથવા જે ક્ષેત્રમાં જે જે વ્યવહાર ઉચિત હોય, તે વ્યવહારનો પ્રયોગ કરવો. અનિશ્રિત એટલે સમસ્ત આશંસા, યશ-કીર્તિ, આહારાદિની લિપ્સાથી રહિત થઈને તથા અનુપાશ્રિત- એટલે વૈયાવચ્ચ કરનાર શિષ્યાદિ પ્રતિ સર્વથા પક્ષપાત રહિત થઈને વ્યવહાર કરવો જોઈએ અર્થાતુ રાગ દ્વેષ રહિત, સંપૂર્ણ રીતે તટસ્થપણે વ્યવહાર કરવો જોઈએ. તેમજ કોઈ પણ તત્ત્વના નિર્ણયમાં અથવા પ્રાયશ્ચિત્તમાં શ્રત પ્રમાણ ઉપલબ્ધ હોય, તો ધારણા કે જીત વ્યવહારનો પ્રયોગ ન કરવો જોઈએ. પાંચ પ્રકારના વ્યવહારના ક્રમનો યથોચિત પ્રયોગ કરનાર સાધુ આશાના આરાધક થાય છે. પક્ષપાત આદિને આધીન થઈ, યથોચિત ક્રમનું ઉલ્લંઘન કરી, નિર્ણય કરનાર પ્રભુની આજ્ઞાના વિરાધક થાય છે. ગણની વૈયાવચ્ચ કરનાર સાધુના ચાર પ્રકાર : ६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अट्ठकरे णामं एगे णो माणकरे, Page #441 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧૦ se माणकरे णामं एगे णो अट्ठकरे, एगे अट्ठकरे वि माणकरे वि, एगे जो अट्ठकरे णो માગરે । ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુપુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ કાર્ય કરે છે પરંતુ અભિમાન કરતા નથી (૨) કેટલાક સાધુ અભિમાન કરે છે પરંતુ કાર્ય કરતા નથી. (૩) કેટલાક સાધુ કાર્ય પણ કરે છે અને અભિમાન પણ કરે છે (૪) કેટલાક સાધુ કાર્ય પણ કરતા નથી અને અભિમાન પણ કરતા નથી. ७ | चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणट्ठकरे णामं एगे जो माणकरे, माणकरे णामं एगे णो गणट्टकरे, एगे गणटुकरे वि माणकरे वि, एगे जो गणट्ठकरे जो माणक । ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુ પુરુષ કહ્યા છે. જેમ કે– (૧) કેટલાક સાધુ ગણનું કામ કરે છે પરંતુ માન કરતા નથી. (૨) કેટલાક સાધુ માન કરે છે પરંતુ ગણનું કામ કરતા નથી. (૩) કેટલાક સાધુ ગણનું કામ પણ કરે છે અને માન પણ કરે છે. (૪) કેટલાક સાધુ ગણનું કામ કરતા નથી અને માન પણ કરતા નથી. ८ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसंगहकरे णामं एगे जो माणकरे, माणकरे णामं एगे जो गणसंगहकरे, एगे गणसंगहकरे वि माणकरे वि, एगे जो गणसंगहकरे, णो माणकरे । ભાવાર્થ:- ચાર પ્રકારના સાધુપુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ ગણને માટે સંગ્રહ કરે છે પરંતુ અભિમાન કરતા નથી. (૨) કેટલાક સાધુ અભિમાન કરે છે પરંતુ ગણને માટે સંગ્રહ કરતા નથી. (૩) કેટલાક સાધુ ગણને માટે સંગ્રહ પણ કરે છે અને અભિમાન પણ કરે છે. (૪) કેટલાક સાધુ ગણને માટે સંગ્રહ કરતા નથી અને અભિમાન પણ કરતા નથી. ९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसोहकरे णामं एगे जो माणकरे, माणकरे णामं एगे, णो गणसोहकरे, एगे गणसोहकरे वि माणकरे वि, एगे जो गणसोहकरे णो माणकरे । ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુપુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ ગણની શોભા વધારે છે પરંતુ અભિમાન કરતા નથી. (૨) કેટલાક સાધુ અભિમાન કરે છે પરંતુ ગણની શોભા વધારતા નથી. (૩) કેટલાક સાધુ ગણની શોભા પણ વધારે છે અને અભિમાન પણ કરે છે. (૪) કેટલાક સાધુ ગણની શોભા વધારતા નથી અને અભિમાન પણ કરતા નથી. १० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गणसोहिकरे णामं एगे जो माणकरे, माणकरे णामं एगे णो गणसोहिकरे, एगे गणसोहिकरे वि माणकरे वि, एगे जो गणसोहिकरे, णो माणकरे । ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુપુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ ગણની શુદ્ધિ કરે છે પરંતુ અભિમાન કરતા નથી. (૨) કેટલાક સાધુ અભિમાન કરે છે પરંતુ ગણની શુદ્ધિ કરતા નથી. (૩) કેટલાક Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] શ્રીવ્યવહાર સૂત્ર સાધુ ગણની શુદ્ધિ પણ કરે છે અને અભિમાન પણ કરે છે. (૪) કેટલાક સાધુ ગણની શુદ્ધિ કરતા નથી અને અભિમાન પણ કરતા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ભિન્ન ભિન્ન ગુણો તથા સ્વભાવની અપેક્ષાએ સાધુ પુરુષોની પાંચ ચૌભંગી કહી છે. તેના વિષયો આ પ્રમાણે છે (૧) અરે- અર્થ-ઇષ્ટ, પ્રયોજનભૂત કાર્ય કરવું. ગણના હિત માટેના સર્વ કાર્ય કરવા, તેમજ સહવર્તી સાધુઓમાં કોઈપણ સેવાનું કાર્ય કરનાર અર્થકર કહેવાય છે (૨) નાદુક્કરે- ગણની સંપૂર્ણ વ્યવસ્થા સંબંધી કાર્ય કરનાર ગણાર્થકર છે (૩) નપસંદ– ગણમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની વૃદ્ધિ કરવી, સંતોને આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર આદિ તમામ આવશ્યકતાઓ સુલભ હોય, તેવા ક્ષેત્રોની વૃદ્ધિ કરવી, લોકોમાં ધર્મરુચિ વધે, જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા વધે, તેવી પ્રવૃત્તિ કરનાર ગણસંગ્રહકર છે (૪) Tખોદ– ગણની શોભા વધારનાર, તપ, સંયમ, જ્ઞાન-ધ્યાન, ધર્મોપદેશ, વિદ્યા, સિદ્ધિ, વ્યવહાર કુશળતા વગેરે અનેક ગુણોની પરિપક્વતાથી ગણની શોભા વધારવી (૫) સોહી રે- ગણની શુદ્ધિ કરનાર. ચતુર્વિધ સંઘના આચારની તથા વ્યવહારની અશુદ્ધિઓને તથા સંઘ વ્યવસ્થાની ખામીઓને દૂર કરીને ઉત્તમ વ્યવસ્થા કરવી. સૂત્રકારે આ ગુણોને અને અભિમાનને સબંધિત કરીને ચૌભંગીઓનું કથન કર્યું છે. કેટલાક સાધુ ગણને માટે ઉક્ત કાર્ય કરીને પણ અભિમાન કરતા નથી, તેવા પ્રથમ ભંગ પ્રમાણે વર્તનારા સાધુ જ સર્વશ્રેષ્ઠ છે. બીજો ભંગ આત્માને માટે સંપૂર્ણ નિકૃષ્ટ અને હેય છે કારણ કે કાર્ય કર્યા વિના વ્યર્થ અભિમાન કરવું સર્વથા અનુચિત છે. ત્રીજો ભંગ મધ્યમ છે અર્થાત્ બીજા ભંગની અપેક્ષાએ ત્રીજો ભંગ આત્માનું અધિક અહિત કરનાર નથી તથા છદ્મસ્થ જીવોમાં તેમ થવું સ્વભાવિક છે. અધ્યાત્મસાધનામાં કામ કરીને તેનું અભિમાન કરવું તે એક અવગુણ છે, તેનાથી આત્મગુણોનો વિકાસ થતો નથી. ચોથો ભંગ સામાન્ય સાધુઓની અપેક્ષાએ છે. તેમાં ગુણ નથી તેમ અવગુણ પણ નથી, તેવા સાધુ સંયમમાં સાવધાન હોય તો સ્વયંની સાધના કરી શકે છે પરંતુ તે ગણહિતના કાર્યોમાં સક્રિય હોતા નથી, આ કારણે આ ભંગવાળા સાધુ અધિક નિર્જરા પણ કરતા નથી તથા તેનો વિશેષ કર્મબંધ અને પુણ્યક્ષય પણ થતો નથી. ધર્મદઢતાની અપેક્ષાએ પુરુષના ચાર પ્રકાર:|११ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- रूवं णाममेगे जहइ णो धम्म, धम्म णाममेगे जहइ णो रूवं, एगे रूवं वि जहइ धम्मं वि जहइ, एगे णो रूवं जहइ, णो धम्म जहइ । ભાવાર્થ - ચાર પ્રકારના સાધુ પુરુષ કહ્યા છે, જેમ કે- (૧) કેટલાક સાધુ રૂપ (સાધુવેશ)ને છોડે છે પરંતુ ધર્મને છોડતા નથી. (૨) કેટલાક સાધુ ધર્મને છોડે છે પરંતુ રૂપ-સાધુવેશને છોડતા નથી. (૩) કેટલાક સાધુ રૂપ-સાધુવેશને પણ છોડે છે અને ધર્મ પણ છોડે છે. (૪) કેટલાક સાધુ રૂપ-સાધુવેશને પણ છોડતા નથી અને ધર્મને પણ છોડતા નથી. Page #443 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧૦ ૩૭૧ | |१२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- धम्मं णाममेगे जहइ णो गणसंठिई, गणसंठिई णाममेगे जहइ णो धम्म, एगे गणसंठिई वि जहइ धम्मं वि जहइ, एगे णो गणसंठिइं जहइ णो धम्म जहइ । ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુ પુરુષ કહ્યા છે, જેમ કે (૧) કેટલાક સાધુ ધર્મને છોડે છે પણ ગણની સંસ્થિતિ અર્થાત્ ગણમર્યાદા છોડતા નથી. (૨) કેટલાક સાધુ ગણની મર્યાદા છોડે છે પણ ધર્મને છોડતા નથી. (૩) કેટલાક સાધુ ગણની મર્યાદા પણ છોડે છે અને ધર્મને પણ છોડે છે. (૪) કેટલાક સાધુ ગણની મર્યાદા છોડતા નથી અને ધર્મને પણ છોડતા નથી. |१३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-पियधम्मे णाममेगे णो दढधम्मे, दढ धम्मे णाममेगे णो पियधम्मे, एगे पियधम्मे वि दढधम्मे वि, एगे णो पियधम्मे णो વજયને ભાવાર્થ - ચાર પ્રકારના સાધુ પુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ પ્રિયધર્મી હોય છે પણ દઢ ધર્મી નથી. (૨) કેટલાક સાધુ દઢધર્મી હોય છે, પણ પ્રિયધર્મી નથી. (૩) કેટલાક સાધુ પ્રિયધર્મી હોય છે અને દઢધર્મી પણ છે. (૪) કેટલાક સાધુ પ્રિયધર્મી હોતા નથી અને દઢધર્મી પણ હોતા નથી. વિવેચનઃ પ્રસ્તુત ચૌભંગીઓમાં સાધકની ધર્મદ્દઢતા આદિની અપેક્ષાએ કથન છે. (૧) વં-ધનં – રૂપ અને ધર્મ. અહીં 'રૂપ' શબ્દથી સાધુ વેશનું કથન કર્યું છે અને ધર્મ શબ્દથી સાધુ ધર્મ અથવા શ્રાવકધર્મ કે જિનાજ્ઞાના પાલન રૂપ ધર્મનું ગ્રહણ કર્યું છે. ચારિત્ર મોહનીયકર્મના ઉદયે તેમજ અન્યનિમિત્તોના સંયોગે જીવની વિભિન્નસ્થિતિઓ થાય છે. તેમાં સાધકની ક્ષમતા અને ભાવની તરતમતાના આધારે થતા ચાર ભંગ અહીં બતાવ્યા છે. કેટલાક સાધકો ભાવોમાં મંદતા આવવા છતાં સાધુવેશ છોડતા નથી પણ સાધ્વાચારનો ભંગ કરે છે. કેટલાક સાધુ વેશ છોડીને પણ ધર્મભાવોને જાળવી રાખે છે. આ રીતે ચાર ભંગ સમજી લેવા જોઈએ. (૨) જનસંવુિં —- ગણસંસ્થિતિ, ગણની મર્યાદા, આચારસંહિતા. ધર્મ અને ગણસ્થિતિની ચૌભંગીમાં ધર્મ એટલે પ્રભુઆજ્ઞા કે સંયમધર્મ, સંયમ મર્યાદા અને ગણસંસ્થિતિ એટલે ગુરુ આજ્ઞા કે સંપ્રદાયની વિશિષ્ટ મર્યાદા. ક્ષેત્રકાળને આશ્રિત ગચ્છ કે સંપ્રદાયના જે વિશેષ નિયમ હોય તે ગચ્છની સમાચારી, ગણસંસ્થિતિ કહેવાય. સાધકોની ભિન્ન-ભિન્ન મનોદશાના કારણે સૂત્રોક્ત ધર્મ અને ગણ સંસ્થિતિની ચૌભંગી ઘટિત થાય છે. (૧) કેટલાક સાધુ પ્રસંગાનુસાર સંયમ મર્યાદાને છોડે છે પણ ગચ્છ સમાચારીનું દઢતાથી પાલન કરે છે. (૨) કેટલાક સાધુ પરિસ્થિતિ આવતાં ગચ્છ સમાચારીને છોડે પણ સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. (૩) કેટલાક સાધુ બંને પ્રકારની મર્યાદાઓને સાચવીને વ્યવહાર કરે છે. (૪) કેટલાક સાધુ પરિસ્થિતિ આવતાં બંને મર્યાદાઓને છોડી દે છે. (૩) જિયધર્મેન્દધર્મે :- ધર્મપ્રિયતા-ધર્મદઢતા. પ્રીતિ ભાવથી, આનંદથી ધર્મને સ્વીકારવો અને ધૃતિ, સહનશક્તિ તથા ક્ષમતાના કારણે વિપત્તિમાં પણ ધર્મથી ચલિત ન થવું. આ ત્રીજી ચૌભંગીમાં ધર્માચારણોની દ્દઢતા અને ધર્મ પ્રત્યે અંતરંગ પ્રેમ આ બે ગુણોનું કથન છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] શ્રીવ્યવહાર સૂત્ર ધર્મ દઢતાનો ગુણ સ્થિરચિત્તતા તેમજ ગંભીરતાનો સૂચક છે અને ધર્મપ્રેમ, પ્રગાઢ શ્રદ્ધા અથવા ભક્તિ સૂચક શબ્દ છે. કેટલાક સાધકમાં આ બંને ગુણ હોય છે, કેટલાકમાં કોઈ એક ગુણ હોય છે અને કેટલાકમાં બંને ગુણોનો અભાવ હોય છે. જેનામાં આ બંને ગુણ હોય તે જ સર્વશ્રેષ્ઠ છે. આચાર્ય તથા શિષ્યોના ચાર પ્રકાર:|१४ चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- पव्वावणायरिए णामेगे णो उवट्ठावणायरिए, उवट्ठावणायरिए णामेगे णो पव्वावणायरिए, एगे पव्वावणायरिए वि उवट्ठावणायरिए वि, एगे णो पव्वावणायरिए, णो उवट्ठावणायरिए धम्मायरिए। ભાવાર્થ :- ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક આચાર્ય (કોઈ એક શિષ્યની અપેક્ષાએ) પ્રવ્રજ્યા આપે છે, પરંતુ મહાવ્રતોનું આરોપણ કરતા નથી. (૨) કેટલાક આચાર્ય મહાવ્રતોનું આરોપણ કરે છે પણ પ્રવજ્યા આપતા નથી. (૩) કેટલાક આચાર્ય પ્રવ્રજ્યા આપે છે અને મહાવ્રતોનું આરોપણ પણ કરે છે. (૪) કેટલાક આચાર્ય પ્રવ્રજ્યા પણ આપતા નથી અને મહાવ્રતોનું આરોપણ પણ કરતા નથી, તે ફક્ત ધર્મોપદેશ આપનારા હોય છે. | १५ चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- उद्देसणायरिए णामेगे णो वायणायरिए, वायणायरिए णामेगे णो उद्देसणायरिए, एगे उद्देसणायरिए वि वायणायरिए वि, एगे णो उद्देसणायरिए णो वायणायरिए- धम्मायरिए । ભાવાર્થ - ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક આચાર્ય (કોઈ એક શિષ્યની અપેક્ષાએ) મૂળપાઠની વાચના આપે છે પરંતુ અર્થની વાચના આપતા નથી. (૨) કેટલાક આચાર્ય અર્થની વાચના આપે છે પરંતુ મૂળ પાઠની વાચના આપતા નથી. (૩) કેટલાક આચાર્ય મૂળપાઠની વાચના આપે છે અને અર્થની વાચના પણ આપે છે. (૪) કેટલાક આચાર્ય મૂળપાઠની વાચના આપતા નથી અને અર્થની વાચના પણ આપતા નથી, તે ફક્ત ધર્માચાર્ય હોય છે. |१६ चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा- पव्वावणंतेवासी णामेगे णो उवद्रावणंतेवासी. उवद्रावणंतेवासी णामेगे. णो पव्वावणंतेवासी. एगे पव्वावणंतेवासी वि उवट्ठावणंतेवासी वि, एगे णो पव्वावणंतेवासी, णो उवट्ठावणंतेवासी-धम्मंतेवासी । ભાવાર્થ :- અંતેવાસી શિષ્યો ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક શિષ્ય પ્રવજ્યા-અંતેવાસી (દક્ષિત શિષ્ય) છે પરંતુ ઉપસ્થાપના-અંતેવાસી (વડી દીક્ષાના શિષ્યો નથી. (૨) કેટલાક શિષ્ય ઉપસ્થાપના-અંતેવાસી છે પરંતુ પ્રવજ્યા-અંતેવાસી શિષ્ય નથી. (૩) કેટલાક શિષ્ય પ્રવજ્યા-અંતેવાસી પણ છે અને ઉપસ્થાપના-અંતેવાસી શિષ્ય પણ છે. (૪) કેટલાક શિષ્ય પ્રવજ્યા-અંતેવાસી નથી અને ઉપસ્થાપના-અંતેવાસી શિષ્ય પણ નથી, પરંતુ ધર્મોપદેશથી પ્રતિબોધિત શિષ્ય છે. १७ चत्तारि अंतेवासी पण्णत्ता,तं जहा- उद्देसणंतेवासी णामेगे णो वायणंतेवासी, वायणंतेवासी णामेगे णो उद्देसणंतेवासी, एगे उद्देसणंतेवासी वि वायणंतेवासी वि, एगे णो उद्देसणंतेवासी, णो वायणंतेवासी-धम्मंतेवासी । Page #445 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧૦ ૩૭૩ ] ભાવાર્થ- અંતેવાસી શિષ્યો ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે- (૧) કેટલાક શિષ્ય ઉદ્દેશન-અંતેવાસી(સૂત્ર ભણાવેલા શિષ્યો) હોય છે પરંતુ વાચના-અંતેવાસી (અર્થ ભણાવેલા શિષ્યો) નથી. (૨) કેટલાક શિષ્ય વાચના-અંતેવાસી હોય છે પરંતુ ઉદ્દેશન-અંતેવાસી હોતા નથી. (૩) કેટલાક શિષ્ય ઉદ્દેશન-અંતેવાસી પણ છે અને વાચના-અંતેવાસી પણ હોય છે. (૪) કેટલાક શિષ્ય ઉદ્દેશન-અંતેવાસી પણ હોતા નથી અને વાચના-અંતેવાસી નથી, પરંતુ ધર્મોપદેશથી પ્રતિબોધિત શિષ્ય હોય છે. વિવેચન: પ્રસ્તુત સૂત્રમાં દીક્ષા અને વાચનાની અપેક્ષાએ આચાર્ય તથા શિષ્યની ચૌભંગીઓ દર્શાવી છે. પુષ્યવળત્તિ :- પુષ્યાય - નવી દીક્ષા, આયર- આચાર્ય. જે આચાર્ય કે વડીલ જે સાધુને નવદીક્ષા- સામાયિક ચારિત્ર આપે છે, તે તેના પ્રવ્રજ્યાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો પ્રવ્રજ્યા-અંતેવાસી શિષ્ય કહેવાય છે. વફાવળપિ :- ૩૬ઠ્ઠાવા - વડી દીક્ષા, છેદોપસ્થાપનીય ચારિત્ર. જે આચાર્ય જે સાધુને વડી દીક્ષા આપે છે, તે તેના ઉપસ્થાપનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો ઉપસ્થાપના-અંતેવાસી શિષ્ય કહેવાય છે. ધુમ્મરિ :- જે આચાર્યનો જે સાધુ સાથે દીક્ષા સંબંધ નથી પણ ધર્મપ્રેરણા, સંસ્કાર, સહવાસનો સંબંધ છે, તે પરસ્પર ધર્માચાર્ય અને ધર્માતેવાસી શિષ્ય કહેવાય છે. સાર:- જે આચાર્ય, ઉપાધ્યાય કે વડીલ જે સાધુને સૂત્રપાઠ ભણાવે, તે તેના ઉદ્દેશનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો ઉદ્દેશન-અંતેવાસી શિષ્ય કહેવાય છે. વાવ :- જે આચાર્ય, ઉપાધ્યાય કે વડીલ જે સાધુને સૂત્રાર્થ-પરમાર્થ ભણાવે છે, તે તેના વાચનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો વાચના-અંતેવાસી શિષ્ય કહેવાય છે. અન્ય અપેક્ષાએ ધર્માચાર્ય-જે ધર્મનો ઉપદેશ આપે, શિષ્યને પ્રથમવાર ધર્મમાં પ્રેરિત કરે તે ધર્માચાર્ય કહેવાય છે. આ અપેક્ષાએ ગૃહસ્થ પણ ધર્માચાર્ય હોઈ શકે છે અને કોઈ શ્રમણ પણ ધર્માચાર્ય હોઈ શકે છે. ધર્માચાર્ય, પ્રવ્રાજનાચાર્ય અને ઉપસ્થાપનાચાર્ય, આ ત્રણે અલગ-અલગ વ્યક્તિ પણ સંભવે છે અને એક જ વ્યક્તિ ધર્માચાર્ય, પ્રવ્રાજનાચાર્ય અને ઉપસ્થાપનાચાર્ય હોઈ શકે છે. ઉદ્દેશનાચાર્ય, વાચનાચાર્ય અને ધર્માચાર્ય પણ એક વ્યક્તિ હોય શકે છે અને ભિન્ન-ભિન્ન વ્યક્તિ પણ હોઈ શકે છે. અંતેવાસીપણામાં પણ એક વ્યક્તિ ધર્માતેવાસી, પ્રવ્રજ્યા-અંતેવાસી અને ઉપસ્થાપના-અંતેવાસી વગેરે સંભવી શકે છે. ધર્માચાર્ય અને ધર્મ અંતેવાસી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કોઈપણ હોઈ શકે છે. જેના દ્વારા વ્યક્તિ પ્રથમ બોધ પામે તે ધર્મગુરુ અને જેને પહેલી વાર ધર્મ મળે તે તેનો ધર્મ અંતેવાસી કહેવાય છે. આ રીતે અહીં દીક્ષાગુરુ, વિદ્યાગુરુ અને ધર્મગુરુનું તથા દીક્ષાશિષ્ય, વિદ્યાશિષ્ય અને ધર્મ શિષ્યનું કથન છે. સ્થવિરના ત્રણ પ્રકાર:१८ तओ थेरभूमीओ पण्णत्ताओ, तं जहा- जाइथेरे, सुयथेरे, परियायथेरे। सट्ठिवासजाए समणे णिग्गंथे जाइथेरे । ठाण-समवायांगधरे समणे णिग्गंथे सुयथेरे । वीसवासपरियाए समणे णिग्गंथे परियायथेरे । Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] શ્રીવ્યવહાર સૂત્ર ભાવાર્થ:- સ્થવિરના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે– (૧) વયસ્થવિર (૨) શ્રતસ્થવિર અને (૩) પર્યાયસ્થવિરા ૧. સાઠ વર્ષની ઉંમરવાળા શ્રમણ નિગ્રંથ વયસ્થવિર છે. ૨. સ્થાનાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્રને ધારણ કરનાર શ્રમણ નિગ્રંથ શ્રુતસ્થવિર છે. ૩. વીસ વર્ષની દીક્ષા પર્યાયના ધારક શ્રમણ નિગ્રંથ પર્યાયસ્થવિર છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના સ્થવિર મુનિઓનું કથન છે. થરમ :- ભૂમિ શબ્દ અહીં અવસ્થા અર્થમાં પ્રયુક્ત છે. જેના ચિત્તની ચંચળતા નાશ પામીને સ્થિર થઈ જાય, સંયમ ભાવમાં પરિપક્વ થઈ જાય, તેને સ્થવિર કહે છે. (૧) વયસ્થવિર - સૂત્રમાં ગર્ભકાળ સહિત ૬૦ વર્ષની ઉંમરવાળાને વયસ્થવિર કહ્યા છે અને વ્યવહાર ભાષ્ય ઉદ્દે. ૩ સૂ. ૧૧માં ૭૦ વર્ષની વયવાળાને સ્થવિર કહ્યા છે. ત્યાં તેની પહેલાની અવસ્થાને પ્રૌઢ અવસ્થા કહી છે. આ બંન્ને કથન સાપેક્ષ છે. તેમાં વિરોધ ન સમજવો જોઈએ. વય સ્થવિરમાં ઉંમરની પરિપક્વતાથી સ્વભાવમાં પરિપક્વતા આવી જાય છે. (૨) શ્રતસ્થવિર :- સ્થાનાંગ સૂત્ર અને સમવાયાંગસૂત્રને કંઠસ્થ કરનાર અર્થાત્ આ બંને અંગ સૂત્રની પૂર્વના આચારાંગ આદિ ચાર અંગ સૂત્રો ઉપરાંત ચાર છેદ સૂત્રો અને ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અને આવશ્યક સૂત્ર, આ અગિયાર શાસ્ત્રોને અર્થસહિત કંઠસ્થ કરનાર શ્રુતજ્ઞાનની અપેક્ષાએ શ્રુતસ્થવિર કહેવાય છે. શાસ્ત્ર જ્ઞાનથી અને તેના સ્વાધ્યાયથી તેની ચંચળતા નાશ પામતી જાય અને ક્રમશઃ તેના સમગ્ર વ્યવહારમાં સ્થિરતા આવતી જાય છે. (૩) પર્યાયસ્થવિર :- વીસ વર્ષના સંયમપર્યાયવાળા સાધુ પર્યાયસ્થવિર કહેવાય છે. સંયમી જીવનના વિશાળ અનુભવથી તે સંયમમાં પરિપક્વ થઈ જાય છે. આ ત્રણે પ્રકારના સ્થવિર પરસ્પર નિરપેક્ષ છે અર્થાત્ સ્વતંત્ર છે. ભાષ્યકારે સ્થવિરો સાથે કેમ વ્યવહાર કરવો જોઈએ. તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. (૧) વયસ્થવિરને કાળ-સ્વભાવ અનુસાર આહાર દેવો, તેને યોગ્ય ઉપધિ, શય્યા-સંસ્તારક દેવા અર્થાત્ ઋતુને અનુકૂળ હવાવાળું કે નિર્વાત સ્થાન અને કોમળ, મુલાયમ સંસ્કારક દેવા તથા વિહારમાં તેના ઉપકરણ અને પાણી ઉપાડવા આદિમાં અનુકંપા કરવી જોઈએ. (૨) શ્રતસ્થવિરનો આદર-સત્કાર, અભ્યત્થાન, કુતિકર્મ, આસનપ્રદાન, પગ પ્રમાર્જન કરવા, પ્રત્યક્ષ અથવા પરોક્ષમાં તેમના ગુણકીર્તન, પ્રશંસા કરવી. તેના નિર્દેશ અનુસાર કાર્ય કરવું. | (૩) પર્યાયસ્થવિરનો આદર-સત્કાર, અભ્યત્થાન, વંદન કરવા, તેના માટે દંડ આદિ ઉપકરણ ગ્રહણ કરવા અને ઉચિત વિનય કરવો. આ ત્રણે પ્રકારના સ્થવિર સાધુઓ ગણની ઋદ્ધિરૂપ છે. તેનો તિરસ્કાર, અભક્તિ, આશાતના આદિ વિરાધનાનું કારણ બને છે આ પ્રમાણે કરવાથી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. શૈક્ષની કાલમર્યાદા:| १९ तओ सेहभूमीओ पण्णत्ताओ, तं जहा- जहण्णा मज्झिमा उक्कोसा Page #447 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧૦ [ ૩૭૫ ] सत्तराईदिया जहणिया, चाउम्मासिया मज्झिमा, छम्मासिया उक्कोसाया । ભાવાર્થ :- નવદીક્ષિત શિષ્યની ત્રણ શૈક્ષ ભૂમિઓ કહી છે. જેમ કે- (૧) જઘન્ય (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ. (૧) જઘન્ય સાત દિવસ રાતની (૨) મધ્યમ ચાર માસની અને (૩) ઉત્કૃષ્ટ છ માસ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં નવદીક્ષિત શૈક્ષ સાધુની શૈક્ષતાની કાલમર્યાદા દર્શાવી છે. સેદભૂમિ:-શૈક્ષ – શિક્ષાને પ્રાપ્ત કરનાર.યાવજીવન સામાયિક ચારિત્ર અંગીકાર કરનાર નવદીક્ષિત સાધુને શૈક્ષ કહે છે. ચારિત્રના સ્વીકાર પછી નવદીક્ષિત સાધુના ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાના અભ્યાસ કાલને શૈક્ષભૂમિ કહે છે. સામાયિક ચારિત્ર અંગીકાર કર્યા પછી તે સાધુને અમુક દિવસ પછી છેદોપસ્થાપનીય ચારિત્ર અર્થાત્ પાંચ મહાવ્રત અને છઠ્ઠ રાત્રિ ભોજન વિરમણ વ્રત ધારણ કરાવવામાં આવે છે, જેને વડી દીક્ષા કહે છે. આગમની પરિભાષામાં તેને ઉપસ્થાપના અથવા મહાવ્રતારોપણ કહેવાય છે. આ ઉપસ્થાપનાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે નવદીક્ષિત શિષ્યને વિધિ સહિત આવશ્યક સૂત્ર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું સામાન્ય જ્ઞાન, દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનની અર્થ સહિત વાંચના પૂર્વક કંઠસ્થ કરાવવા, પ્રતિલેખનાદિ દૈનિક ક્રિયાઓનો બોધ પ્રાપ્ત કરાવવો વગેરે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાનો અભ્યાસ શૈક્ષ કાલમાં થાય છે, તેથી તે કાલમર્યાદાને શૈક્ષ ભૂમિ કહે છે. વ્યક્તિની યોગ્યતા પ્રમાણે તે કાલ મર્યાદાના ત્રણ ભેદ છે. સત્તરાદિત્ય :- જઘન્ય કાલમર્યાદા સાત રાત્રિ-દિવસ છે. નવ દીક્ષિત સાધુ ઉપરોક્ત અભ્યાસ સાત દિવસમાં પૂર્ણ કરી લે, તેની યોગ્યતા કેળવાય જાય તો તેને સાત રાત્રિ-દિવસ વ્યતીત થાય ત્યારે છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરાય છે. 73મHT :- જે નવદીક્ષિત સાધુ ચાર મહિનામાં ઉક્ત કર્તવ્યોને શીખે છે, તેના માટે મધ્યમ કાલમર્યાદા ચાર માસની છે. છમાસ :- જે નવદીક્ષિત સાધુને કોઈપણ કારણોથી ઉક્ત કર્તવ્યોને શીખતા છ માસ વ્યતીત થાય અથવા તે સાધુના માતા-પિતા આદિ પૂજનીય પુરુષની વડી દીક્ષાને માટે રાહ જોવાની હોય, તો તેના માટે ઉત્કૃષ્ટ કાલમર્યાદા છ માસની છે. પ્રચલિત વર્તમાનકાલીન પરંપરા પ્રમાણે સાતમે દિવસે પણ વડી દીક્ષા–મહાવ્રતનું આરોપણ થાય છે. નવદીક્ષિત શિષ્યમાં યોગ્યતા પ્રાપ્ત થવા છતાં આચાર્ય વડીદીક્ષા આપવામાં ઉપરોક્ત કાલમર્યાદાનું ઉલ્લંધન કરે, તો તે પ્રાયશ્ચિત્તના અધિકારી છે. તવિષયક વિસ્તૃત વિવેચન ઉદ્દે. ૪માં છે. બાલ સાધુને ઉપસ્થાપનાનો નિષેધ: २० णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा खुडगं वा खुड्डियं वा ऊणट्ठवासजायं उवट्ठावेत्तए वा संभुजित्तए वा । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળક-બાલિકાને વડી દીક્ષા આપી અને તેની સાથે આહાર કરવો કલ્પતો નથી. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રીવ્યવહાર સૂત્ર २१ | कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा खुड्डगं वा खुड्डियं वा साइरेग अट्ठवासजाय उवट्ठावेत्तए वा संभुंजित्तए वा । ભાવાર્થ :સાધુ-સાધ્વીઓને આઠ વર્ષથી વધારે ઉંમરવાળા બાળક-બાલિકાને વડી દીક્ષા આપવી અને તેની સાથે આહાર કરવો કલ્પે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ક્ષુલ્લક-ફુલ્લિકા અર્થાત્ નાની ઉંમરના બાલક–બાલિકાની ઉપસ્થાપનાનું કથન છે. જો માતા-પિતા આદિની સાથે કોઈ કારણે નાની ઉંમરના બાળકને દીક્ષા આપવામાં આવે તો પણ સાધિક આઠ વર્ષ અર્થાત્ ગર્ભકાળ સહિત નવ વર્ષ પહેલાં વડીદીક્ષા ન દેવી જોઈએ. તેટલો સમય પૂર્ણ થયા પછી વડી દીક્ષા દઈ શકાય છે. સામાન્ય રીતે આ વય પહેલાં દીક્ષા પણ ન દેવી જોઈએ, તેથી સૂત્રોક્ત ઉપસ્થાપનાનું વિધાન અપવાદિક પરિસ્થિતિની અપેક્ષાએ છે, તેમ સમજવું જોઈએ અથવા ઉપસ્થાપના શબ્દપ્રયોગથી દીક્ષા અથવા વડીદીક્ષા બંને સૂચિત છે. તેમ પણ જણાય છે. સૂત્રમાં સંમુત્તિક્રિયાપદ છે, તેનો અર્થ છે કે ઉપસ્થાપના-વડીદીક્ષા પહેલાં નવદીક્ષિત સાધુને એક માંડલે આહાર કરાવી શકાતો નથી, કારણ કે ત્યાં સુધી તે સામાયિક ચારિત્રવાળા હોય છે. વડીદીક્ષા પછી તે છેદોપસ્થાપનીય ચારિત્રવાળા થાય અને ત્યારપછી તેની સાથે એક માંડલે આહાર કરવાનું વિધાન છે. બાલ સાધુને આચારપ્રકલ્પના અધ્યયનનો નિષેધ - २२ णो कप्पर णिग्गंथाण वा णिग्गंथीण वा खुड्डगस्स वा खुड्डियाए वा अवंजणजायस्स आयारपकप्पे णामं अज्झयणे उद्दित्तिए । ભાવાર્થ :સાધુ અને સાધ્વીઓએ અવ્યંજનજાત અર્થાત્ અપ્રાપ્ત યૌવનવાળા બાલ સાધુ અથવા સાધ્વીને આચારપ્રકલ્પ નામનું અધ્યયન ભણાવવું કલ્પતુ નથી. २३ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा खुड्डागस्स वा खुड्डियाए वा वंजणजायस्स आयारपकप्पे णामं अज्झयणे उद्दित्तिए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને વ્યંજનજાત અર્થાત્ યૌવન પ્રાપ્ત સાધુ અથવા સાધ્વીને આચાર પ્રકલ્પ નામનું અધ્યયન ભણાવવું કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં અવ્યંજનજાત સાધુ-સાધ્વીને આચારપ્રકલ્પના અધ્યયનનો નિષેધ કર્યો છે. अवंजणजायस्स :- अप्राप्तषोडशवर्षस्य क्षुल्लकस्य, अप्राप्त यौवनायाः क्षुल्लिकाया वेत्यर्थः । સોળ વર્ષથી ઓછી ઉંમરવાળા અથવા અપ્રાપ્ત યૌવનવયવાળા સાધુ-સાધ્વીને અવ્યંજનજાત કહે છે. અપરિપક્વ સાધુ-સાધ્વી આગમના ગંભીર ભાવોના, ઉત્સર્ગ અને અપવાદ માર્ગના રહસ્યોને સમજી શકતા નથી, તેથી બાલ સાધુ-સાધ્વીને આચાર-પ્રકલ્પના અધ્યયનનો નિષેધ કર્યો છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧૦ 399 દીક્ષાપર્યાય અનુસાર અધ્યયનક્રમ : २४ तिवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ आयारपकप्पं णामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ :- ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા(યોગ્ય) શ્રમણ-નિગ્રંથને આચાર પ્રકલ્પ નામનું અધ્યયન ભણાવવું કલ્પે છે. २५ चउवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ सूयगडं णामं अंगे उद्दिसित्तए । ભાવાર્થ :- ચાર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને સૂત્રકૃતાંગ નામનું (બીજું) અંગ સૂત્ર ભણાવવું કલ્પે છે. २६ पंचवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ दसा-कप्प - ववहारं णामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ :- પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને દશા-દશાશ્રુત સ્કંધ સૂત્ર, કલ્પ-બૃહત્કલ્પ अने व्यवहार सूत्र (अध्ययन) लगाव ये छे. २७ अट्ठवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ ठाण- समवायं णामं (अज्झयणं) उद्दिसित्तए । ભાવાર્થ :- આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને સ્થાનાંગ અને સમવાયાંગ નામના અંગ સૂત્ર ભણાવવું કલ્પે છે. २८ दसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ वियाहे णामं अंगे उद्दित्तिए । ભાવાર્થ :- દશ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂત્ર નામના અંગ સૂત્ર ભણાવવું કલ્પે છે. २९ एक्कारसवास - परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ खुड्डिया विमाणपविभत्ति महल्लियाविमाणपविभत्ती अंगचूलिया वग्गचूलिया वियाहचूलिया णामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ:- અગિયાર વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ, મહલ્લિકા, વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા અને વ્યાખ્યાન્ચૂલિકા નામના અધ્યયન ભણાવવા કલ્પે છે. ३०| बारसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ अरूणोववाए, वरूणोववाए, गरूलोववाए, धरणोववाए, वेसमणोववाए, वेलंधरोववाए, णामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ :- जर वर्षना छीक्षापर्यायवाणा श्रमण-निर्ग्रथने अरुशोपपात, वरुणोपपात, गरुडोपयात, Page #450 -------------------------------------------------------------------------- ________________ | 3७८ । શ્રીવ્યવહાર સત્ર ધરણોપપાત, વૈશ્રમણોપપાત, વેલંધરોપપાત નામના અધ્યયન ભણાવવા કલ્પ છે. |३१ तेरसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ उट्ठाणसुए, समुट्ठाणसुए, देविंदपरियावणिए णागपरियावणिए णामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ- તેર વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણનિગ્રંથને ઉત્થાનશ્રત, સમુત્થાનશ્રુત, દેવેન્દ્રપરિયાપનિકા અને નાગપરિયાપનિકા નામના અધ્યયન ભણાવવા કહ્યું છે. | ३२ चोद्दसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ सुविणभावणाणामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ - ચૌદ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને સ્વપ્નભાવના નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. ३३ पण्णरसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ चारणभावणाणामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ - પંદર વર્ષનાદીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને ચારણભાવના નામનું અધ્યયન ભણાવવું કલ્પ છે. ३४ सोलसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ तेयणिसग्गं णामं अज्झयणं उदिसित्तए । ભાવાર્થ :- સોળ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને તેજોનિસર્ગ નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. ३५ सत्तरसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ आसीविसभावणाणामं अज्झयण उद्दिसित्तए । ભાવાર્થ- સત્તર વર્ષનાદીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને આશીવિષભાવના નામનું અધ્યયન ભણાવવું स्पेछ. ३६ अट्ठारसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ दिट्ठिविसभावणाणामं अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ- અઢાર વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ-નિગ્રંથને દષ્ટિવિષભાવના નામનું અધ્યયન ભણાવવું स्पेछ. | ३७ एगूणवीसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ दिट्ठिवायं णाम अज्झयणं उद्दिसित्तए । ભાવાર્થ :- ઓગણીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથને દષ્ટિવાદ નામનું બારમું અંગ સૂત્ર ભણાવવું કહ્યું છે. ३८ वीसवास-परियाए समणे णिग्गंथे सव्वसुयाणुवाई भवइ । ભાવાર્થ :- વીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ સર્વશ્રતને ધારણ કરી શકે છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧૦ [ ૩૭૯ ] વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં દીક્ષાપર્યાયની અપેક્ષાએ ક્રમશઃ આગમોના અધ્યયનનું કથન કર્યું છે. આ અધ્યયનક્રમ આ સૂત્રના રચયિતા શ્રી ભદ્રબાહુસ્વામીના સમયે ઉપલબ્ધ શ્રુત અનુસાર છે. ત્યાર પછી રચાયેલા અને નિયંઢ સુત્રોનો આ અધ્યયનક્રમમાં ઉલ્લેખ નથી, તેથી ઉવવાઈ સૂત્ર આદિ ૧૨ ઉપાંગસુત્ર અને મૂળસૂત્રોની અધ્યયનક્રમમાં અહીં વિવક્ષા કરી નથી. તેમ છતાં આચારશાસ્ત્રનું અર્થાત્ છેદસૂત્રોનું અધ્યયન કર્યા પછી અને ઠાણાંગ, સમવાયાંગ, તથા ભગવતીસૂત્રના અધ્યયન પહેલાં અથવા પછી, ગમે ત્યારે શેષ સૂત્રોનું અધ્યયન કરવું, તે સમજી શકાય છે. આવશ્યકસુત્રનું અધ્યયન તો ઉપસ્થાપના પહેલાં જ કરાવાય છે તથા ભાષ્યમાં આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રની પૂર્વે દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રનું અધ્યયન કરવાનો નિર્દેશ છે. તત્સંબંધિત વિસ્તૃત વિવેચન નિશીથ ઉ. ૧૯માં છે. પ્રસ્તુત સૂત્રોમાં જે ત્રણ વર્ષના દીક્ષા પર્યાય આદિનું કથન છે, તેનો અર્થ એ રીતે કરી શકાય છે. (૧) દીક્ષાપર્યાયના ત્રણ વર્ષ પૂરા થયા પછી આ આગમોનું અધ્યયન કરવું અને (૨) ત્રણ વર્ષના દીક્ષપર્યાયમાં યોગ્ય સાધુએ ઓછામાં ઓછા આ આગમોનું અધ્યયન કરાવી દેવું જોઈએ. દશવર્ષના દીક્ષા પર્યાય પછી અધ્યયન કરવા માટે કહેલા સુત્રોમાંથી ક્યુલ્લિકા વિમાન પ્રવિભક્તિ આદિ પ્રાયઃ બધા સૂત્ર નંદીસૂત્રની રચના સમયે કાલિક ધૃતરૂપમાં ઉપલબ્ધ હતા, પરંતુ વર્તમાને તે સૂત્રો ઉપલબ્ધ નથી ફક્ત તેજોનિસર્ગ નામનું અધ્યયન ભગવતીસૂત્રના પંદરમા શતકરૂપે ઉપલબ્ધ છે. જ્ઞાતાસુત્ર આદિ અંગસૂત્રોનો પ્રસ્તુત અધ્યયનમાં નિર્દેશ નથી કારણ કે તે સૂત્રોમાં ઘણું કરીને ધર્મકથાનું વર્ણન છે. જેમાં ક્રમની કોઈ આવશ્યકતા રહેતી નથી. ગમે તે સમયે તેનું અધ્યયન કરાવી શકાય છે. આ સુત્રોમાં સૂચિત કરેલા આગમોના નામ આ પ્રમાણે છે– (૧૨) આચારાંગસુત્ર અને નિશીથસૂત્ર (૩) સૂયગડાંગસૂત્ર (૪,૫,૬,) દશાશ્રુતસ્કંધસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર (૭,૮) ઠાણાંગસૂત્ર, સમવાયાંગસૂત્ર (૯) ભગવતીસૂત્ર (૧૦, ૧૪) શુલિકા વિમાન પ્રવિભક્તિ, મહલ્લિકા-વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વ્યાખ્યા ચૂલિકા (૧૫, ૨૦) અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત, ધરણોપપાત, વૈશ્રમણોપપાત, વેલંધરોપપાત (૨૧-૨૪) ઉત્થાનશ્રત, સમુત્થાનશ્રુત, દેવેન્દ્રપરિયાપનિકા, નાગપરિયાપનિકા (૫) સ્વપ્નભાવના અધ્યયન (ર૬) ચાર ભાવના અધ્યયન (૨૭) તેજનિસર્ગ અધ્યયન (૨૮) આશીવિષભાવના અધ્યયન (૨૯) દષ્ટિ વિષભાવના અધ્યયન (૩૦) દષ્ટિવાદ અંગ સૂત્રાંક ૧૦ થી ૧૯ સુધીના આગમ દષ્ટિવાદ નામના અંગના જ અધ્યયન હતા અથવા તેમાંથી જૂદા નિર્મૂઢ કરાયેલા સૂત્રો હતા. આ બધા નામ નંદીસૂત્રમાં કાલિકસૂત્રની સૂચિમાં આપેલા છે. વીસ વર્ષના દીક્ષાપર્યાય સુધી સંપૂર્ણશ્રુતનું અધ્યયન કરી લેવું જોઈએ, તે પ્રમાણે વર્તમાનમાં પણ પ્રત્યેક યોગ્ય સાધુએ ઉપલબ્ધ બધા આગમકૃતનું અધ્યયન વીસ વર્ષમાં પરિપૂર્ણ કરી લેવું જોઈએ. પ્રસ્તુત આગમ સૂચિમાં ભગવતી સૂત્ર પછીના સૂત્રોના નામ વર્તમાનમાં અલ્પ પ્રસિદ્ધ છે. પૂ. શ્રી ઘાસીલાલજી મ.સા. એ તેનું વર્ણન આ પ્રમાણે કર્યું છે. ક્ષલિકા વિમાન પ્રવિભક્તિમાં કલ્પપપન્નક દેવ વિમાનોનું સંક્ષિપ્ત વર્ણન છે. મહલિકા Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] શ્રીવ્યવહાર સૂત્ર વિમાન પ્રવિભક્તિમાં તે જ વિમાનોનું વિસ્તૃત વર્ણન છે. અંગચૂલિકા-ઉપાસકદશા આદિ પાંચ આગમોની ચૂલિકા અથવા નિરયાવલિકા સૂત્રને પણ અંગચૂલિકા કહે છે. વર્ગલિકા- મહાકલ્પ સૂત્રની ચૂલિકા. વિવાહ ચૂલિકા- વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રની ચૂલિકા. અરુણોપપાત થી વેલંધરોપપાત સુધીના અધ્યયનોમાં તે તે નામવાળા દેવોના ઉપપાત આદિ તથા ઋદ્ધિનું વર્ણન છે. જે શ્રમણ તે તે દેવોનું મનમાં ચિંતન કરીને તે અધ્યયનોનું પરાવર્તન કરે ત્યારે તે દેવો પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. વિવિધ પ્રકારે દિવ્યતા ફેલાવે છે. ઉત્થાન શ્રત- કોઈ શ્રમણ એકાગ્ર ચિત્તે તે સુત્રનું પરાવર્તન કરે ત્યારે તે ગ્રામ આદિમાં ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને સમુત્થાન શ્રુતનું પરાવર્તન કરે ત્યારે સર્વનું ચિત્ત સ્વસ્થ થઈ જાય છે. દેવેન્દ્રોપપાત–નાગોપપાતના અધ્યયનના પરાવર્તનથી દેવેન્દ્ર તથા નાગદેવ-ધરણેન્દ્ર પ્રગટ થઈને શ્રમણની પર્યાપાસના કરે છે. સ્વપ્નભાવના અધ્યયનમાં ૭ર પ્રકારના સ્વપ્નોના શુભાશુભ ફલનું કથન છે. ચારણ ભાવના અધ્યયનના અભ્યાસથી જંઘાચરણ અને વિદ્યાચારણ લબ્ધિ પ્રગટ થાય છે. તેજોનિસર્ગ અધ્યયનના પાઠથી તે સમયે શરીરમાંથી વિશેષ પ્રકારનું દિવ્ય તેજ-પ્રકાશ નીકળે છે. આશીવિષ ભાવના નામના અધ્યયનથી આશીવિષ લબ્ધિ, દષ્ટિ વિષ ભાવના અધ્યયનથી દષ્ટિ વિષ લબ્ધિ પ્રાપ્ત થાય છે. વૈયાવૃત્યના પ્રકાર:३९ दसविहे वेयावच्चे पण्णत्ते, तं जहा- आयरियवेयावच्चे, उवज्झाय वेयावच्चे, थेरवेयावच्चे, तवस्सिवेयावच्चे, सेहवेयावच्चे, गिलाणवेयावच्चे, साहम्मिय वेयावच्चे, कुलवेयावच्चे, गणवेयावच्चे, संघवेयावच्चे ।। आयरिय-वेयावच्चं करेमाणे समणे णिग्गंथे महाणिज्जरे, महापज्जवसमाणे भवइ जाव संघ वेयावच्चं करेमाणे समणे णिग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवइ । ભાવાર્થ:- વૈયાવચ્ચના દશ પ્રકાર છે, જેમ કે– (૧) આચાર્ય વૈયાવચ્ચ (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ (૩) સ્થવિર વૈયાવચ્ચ (૪) તપસ્વી વૈયાવચ્ચ (૫) શૈક્ષ વૈયાવચ્ચ (૬) ગ્લાન વૈયાવચ્ચ (૭) સાધર્મિક વૈયાવચ્ચ (૮) કુળ-એક ગુરુની પરંપરાના સાધુઓની વૈયાવચ્ચ (૯) ગણ-અનેક કુલનો સમૂહ અર્થાત્ એક આચાર્યની પરંપરાના શિષ્ય સમુદાયની વૈયાવચ્ચ (૧૦) સંઘ-અનેક ગણના સમૂહની વૈયાવચ્ચ આચાર્યની વૈયાવચ્ચ કરનારા શ્રમણ-નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા થાય છે વાવત સંઘની વૈયાવચ્ચ કરનાર શ્રમણ નિગ્રંથો મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં વૈયાવચ્ચના દશ પ્રકાર તથા તેના મહાફળનું કથન છે. વૈયાવચ્ચ - સેવા. તનથી, મનથી કે અન્ય પદાર્થો દ્વારા અન્યને અનુકૂળતા આપવી, બીજાને સહાયક થવું, તેને સેવા અથવા વૈયાવચ્ચ કહે છે. અન્ય કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના એક માત્ર સંયમ સાધનામાં સહાયક બનનાર સાધુ મહાનિર્જરા અને અંતે મહાપર્યવસાન-સર્વ કર્મોનો અંત કરે છે. પાત્રના ભેદથી વૈયાવચ્ચના દશ પ્રકાર છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧૦ અહીં આચાર્ય આદિ દેશના કથનમાં વૈયાવચ્ચને પાત્ર સર્વ સાધુઓનો સમાવેશ થઈ જાય છે. ભાષ્યમાં તેર પ્રકારે વૈયાવચ્ચ કરવાનું વિધાન છે, જેમ કે– ૩૮૧ (૧) આહાર–ઉક્ત આચાર્ય આદિને માટે યથાયોગ્ય શુદ્ધ અને નિર્દોષ આહાર લાવી આપવો (૨) પાણી—પાણીની ગવેષણા કરવી, પાણી લાવી આપવું. (૩) શયનાસન– આચાર્યાદિના શયનાસનની નિયુક્તિ કરવી, તેમના માટે સંસ્તારક– આસન, પથારી આદિ પાથરવા અથવા ગવેષણા કરીને લાવવા તથા શય્યા ભૂમિનું પ્રમાર્જન કરવું. (૪) પ્રતિલેખન– આચાર્યાદિના ઉપકરણોનું પ્રતિલેખન કરવું અથવા આવશ્યકતા અનુસાર તે ઉપકરણોની શુદ્ધિ કરવી. (૫) પાદ પ્રમાર્જન– આચાર્યાદિ બહારથી ઉપાશ્રયમાં પધારે ત્યારે તેમના પગ પોંજવા. (૬) ઔષધ– ગ્લાન સાધુ માટે ઔષધ લાવવું. (૭) માર્ગ–વિહાર આદિમાં આચાર્યાદિની ઉપધિ વહન કરવી તથા તેમની સાથે સાથે ચાલવું આદિ. (૮) રાજદ્વિષ્ટરાજાદિના દ્વેષનું નિવારણ કરવું. (૯) સ્ટેન– ચોર આદિથી રક્ષા કરવી. (૧૦) પાત્રગ્રહણ– આચાર્યાદિ સ્થંડિલ જતાં હોય, ત્યારે તેમનું પાત્રરૂપે ઉપાડવા. (૧૧) દંડગ્ગહ- આચાર્યાદિ ઉપાશ્રયની બહાર ગમનાગમન કરતા હોય ત્યારે તેમના હાથમાંથી દંડ, પાત્ર આદિ ગ્રહણ કરવા અથવા ઉપાશ્રયમાં આવે ત્યારે તેના દંડ આદિ ગ્રહણ કરવા. (૧૨) ગ્લાન– બીમાર સાધુની અનેક પ્રકારે સંભાળ લેવી, પૂછપરછ કરવી. (૧૩) માત્રક— ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, માત્રકની શુદ્ધિ કરવી અર્થાત્ એ પદાર્થોને એકાંતમાં પરઠી દેવા. ભાષ્યકારના કથન અનુસાર સૂત્રોક્ત આચાર્ય પદથી તીર્થંકરનું પણ ગ્રહણ થઈ જાય છે કારણ કે ગણધર ગૌતમ સ્વામી ભગવાનને માટે ધર્માચાર્ય શબ્દનો નિર્દેશ કરતા હતા. (ભગવતી સૂત્ર. શ. ૨ ઉ. ૧ સ્કંધક વર્ણન) || ઉદ્દેશક-૧૦ સંપૂર્ણ ॥ O ॥ વ્યવહાર સૂત્ર સંપૂર્ણ ॥ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] ત્રણ છેદ સૂત્રો 'વિવેચિત પારિભાષિક શબ્દોની અકારાદિ અનુક્રમણિકા વિષય પૃષ્ણક, ૩૭૩ अगडसुयं-अकृतश्रुत अगिलाए अणिज्जूढाओ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત અપારિહારિક સાધુ अब्भावगासियसि अभिणिचारियं चारए અભિન્ન આચારવાન अभिन्न ૧૫૩ ગ ] ૧૮ પૃષ્ણક || વિષય ૩૧૬ उवट्ठाणायरिए ૨૫૫ એ | એક પાક્ષિક ૧૫૮ ओसन्न ૧૮૨ અં અંતરાવલિ ૨૩૮ કલ્પસ્થિત સાધુના દશ કલ્પ कप्पागं ર૯૪ कुशील ૨૭૦ कृत्स्न-अकृत्स्न ગણધર ગણાવચ્છેદક ૧૫૮ ગણિ ૧૫૮ ચ | चउक्कसि ૧૫૮ चच्चरंसि ૧૨૮ | ચર્યા નિવૃત્ત ૩૭૬ | ચર્યા પ્રવિષ્ટ ૨૪૪ | જ | જિનકલ્પીની સમાચારી णिज्जूहित्तए पीहडं-अणीहडं ताल पलंब ૨૧૨ तियंसि ૧૫૩ थेरापं थेरभूमिपत्ताणं દોષ નિતના વિનય धम्मायरिए पक्क ૧૨૮ परिहारठाणं પરિહાર તપ ૧૯૬ પર્યાય સ્થવિર ૩૭૩ पलिच्छिण्णे ૨૯ पलिमंथु ૨૬૪ - - अविभत्ताओ अवोगडाओ अव्वोच्छिण्णाओ अविहिभिण्णे - विहिभिण्णे अवंजण जायस्स अहाछंद अहालहुसगं અશબલ આચારવાન અસંક્લિષ્ટ આચારવાન આ| આકુંચનપટ્ટક आगमणगिर्हसि આચાર્ય આચાર કુશળ આચાર વિનય आम आवणगिर्हसि उदिसावित्तए उदेसणायरिए ઉપગ્રહ કુશળ ઉપાધ્યાય - 9 ૨૬૪ P. ૧૨૮ ૧૩૨ 8 6 Page #455 -------------------------------------------------------------------------- ________________ વિવેચિત પારિભાષિક શબ્દોની અકારાદિ અનુક્રમણિકા વિષય | पव्ववणायरिए પ્રવચન કુશળ પ્રવર્ત પ્રજ્ઞપ્તિ કુશળ પારાંચિત પ્રાયશ્ચિત્ત પારિહારિક સાધુ पासत्थ पुलागभते पूयाभते ફ |ફલિતોપહૃત બ બહુશ્રુત–બહુ આગમજ્ઞ ભમિત્ર મ |મિઓનઈ ય |યથાલંદ કાળ યવમધ્ય ચંદ્ર પ્રતિમા २ रयणीमुक्क मठढे रत्थामुहंसि क्खमूलसि વ | વજમધ્ય ચંદ્ર પ્રતિમા વય સ્થવિર ववहारे वायणायरिए विरुद्धरज्ज विकरणं अधिकरणं | विकाल वियड गिहंसि પૃષ્ણક ૩૭૩ ૨૬૯ ૨૬૪ ૨૯ ૧૮૧ ૨૩૮ ૨૪૪ ૧૧૭ ૧૬૦ ૩૫૭ ૨૪૯ ૧૨૮ ૨૯૬ ૧૪૯ ૩૬૩ ૨૦૨ ૧૩૨ ૧૫૩ ૩૪ ૩૭૪ ૩૦ ૩૭૩ ૧૪૦ ૧૭૪ ૧૫૩ ૧૪૩ ܀܀ શ વિષય વિક્ષેપણા વિનય वेरज्ज वसीमूलंसि શય્યાતર પિંડ શુદ્રોપતન શ્રુત સ્થવિર શ્રુત વિનય સ |સ્થવિર सपरिक्खेवंति अवाहिरियंसि | सपरिक्खेवंसि सबाहिरियंसि सागारिए सस- असंसह सागारिए उवस्सए सिंघाडगगिहंसि सीओदगवियडकुंभे सुरा से संतरा छेए वा परिहारे वा सेहभूमि મેરે સંગ્રહ કુશળ સંભોગ સંયમ કુશળ संसत्त संसृष्टोप हरियाहडियाए ૩૮૩ પૃષ્ટાંક ૩૨ ૧૪૦ ૧૫૩ ૩૫૦ ૩૫૭ ૩૭૪ ૩૨ ૨૬૪ ૧૩૦ ૧૩૦ ૧૫૪ ૧૫૬ ૧૩૬ ૧૩૨ ૧૫૦ ૧૪૯ ૨૬૭ ૩૭૫ ૨૯૭ ૨૯ ૧૯૩ ૨૯ ૨૪૪ ૩૫૭ ૧૪૩ Page #456 -------------------------------------------------------------------------- ________________ એ 3 ને એ ગર પ્રાણ આગમ બત્રીસીના ત સહધ્યોગી દાતાઓ : પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી સુતાધાર મુંબઈ U.S.A. આકોલા U.S.A. મુંબઈ • માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ) શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના U.S.A. રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ Page #457 -------------------------------------------------------------------------- ________________ રાજકોટ મુંબઈ મુંબઈ • મુંબઈ રાજકોટ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ચેમ્બર માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા, શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર કલકત્તા કલકત્તા કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ મુંબઈ કલકત્તા વડોદરા કલકત્તા કલકત્તા Page #458 -------------------------------------------------------------------------- ________________ U.S.A. U.S.A. આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ મુંબઈ કલકત્તા કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી મુંબઈ મુંબઈ વાશી (મુંબઈ) મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ કલકત્તા Page #459 --------------------------------------------------------------------------  Page #460 -------------------------------------------------------------------------- ________________ //////elc7/ 22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ a l મી રહી aude છે //ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re. WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.'' Page #461 -------------------------------------------------------------------------- ________________ Трепа 2ncl2 22112 211 2112 ile 201212 2 112 212 212 12lea ..KAME TRIM 72 Picle 27E dhe ne 22 10 12712 h 2 211212 212 dcl 2277212 2 h 22 Page #462 -------------------------------------------------------------------------- ________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org