________________
દશા
૫૧
તે સોના, ચાંદી, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ આદિ બહુમૂલ્ય પદાર્થોના સંગ્રહથી જીવનપર્યંત નિવૃત્ત થતા નથી, તે સર્વ પ્રકારના ખોટા તોલ-માપ જીવનપર્યંત છોડતા નથી. તે સર્વ પ્રકારના આરંભ-સમારંભ તથા સર્વ પ્રકારના દુષ્કૃત્યો કરવા, કરાવવાથી; સર્વ પ્રકારની પચન-પાચન આદિ સાવધ ક્રિયાઓથી, પ્રાણીઓને મારવા, પીટવા, ધમકાવવા, પ્રહાર કરવા, વધ કરવા અને બાંધવા તથા તેને પીડા આપવાની પ્રવૃત્તિથી નિવૃત્ત થતા નથી. આ પ્રકારના સર્વ કાર્યો તથા અન્ય પણ પરપીડાકારી સાવધ કર્મો જે બોધિબીજનાશક છે, જે બીજા પ્રાણીઓને સંતાપ દેનારા છે, આ પ્રકારનું ક્રૂર આચરણ કરે છે અને તેવા દુષ્કૃત્યોથી પણ તે જીવનપર્યંત નિવૃત્ત થતા નથી.
[ से जहाणामए केइ पुरिसे कल- मसूर - तिल- मुग्ग- मास- णिप्फाव-कुलत्थआलिसंदगसईणा-पलिमंथ एमादिएहिं अयए कूरे मिच्छादंडं पउंजइ । एवामेव तहप्पगारे પુરિસખ્ખાણ તિત્તિ-વટ્ટા-લાવય-પોય-પિંગલ-મિય-મહિસ-વરાદ-દ-ગોધ-જુમ્મ सिरीसवादिएहिं अयए कूरे मिच्छादंडं पउंजइ । जावि य से बाहिरिया परिसा भवति, तं जहा-दासेइ वा, पेसेइ वा भतएइ वा भाइल्लेइ वा कम्मारएइ वा भोगपुरिसेइ वा । तेसिंपि य णं अण्णयरगंसि अहालघुयंसी अवराधंसि सयमेव गरुयं दंडं वत्तेति, तं जहा-इमं दंडेह, इमं मुंडेह, इमं वज्झेह, इमं तालेह, इमं अदुबंधण करेह, इमं णियलबंधणं करेह, इमं हडिबंधणं, करेह, इमं चारगबंधणं करेह, इमं णियलजुयलसंकोडियमोडितं करेह, इमं हत्थच्छिण्णं करेह, इमं पायच्छिण्णं करेह, इमं कण्णच्छिण्णं करेह, इमं णक्कच्छिण्णं करेह, इमं ओट्ठच्छिण्णं करेह, इमं सीसच्छिण्णं करेह, इमं मुखच्छिण्णं करेह इमं मज्झच्छिण्णं करेह, इमं वेयच्छिण्णं करेह, इमं हियउप्पाडियं करेह, एवं णयण-दसण-वसण - जिब्भुप्पाडियं करेह । इमं ओलंबित करेह, इमं उल्लबितं करेह, इमं घंसिययं करेह, इमं घोलिययं करेह, इमं सूलाइययं करेह, इमं सूलाभिण्णं करेह, इमं खारवत्तियं करेह, इमं दब्भवत्तियं करेह, इमं सीहपुच्छिययं करेह, इमं वसभपुच्छिययं करेह, इमं कडग्गिदड्डूयं करेह, इमं काकिणिमंसखाविययं करेह, इमं भत्तपाणणिरुद्धयं करेह, इमं जावज्जीवबंधणं करेह, इमं अण्णतरेणं असुभेणं ઝુમારેળ મારેહ ।]
જેમ કોઈ પુરુષ ચણા, મસૂર, તલ, મગ, અડદ, વટાણા, કળથી, આલિસંદક ધાન્ય વિશેષ, પરિમંથક- કાળા ચણા આદિના લીલા છોડ કે પાકને નિરર્થક ક્રૂરતા પૂર્વક ઉખેડી નાંખવા રૂપ મિથ્યાદંડની પ્રવૃત્તિ કરે છે. તેમજ તે અધર્મી પુરુષ તેતર, બતક, લાવક, કબૂતર, કપિંજલ, મૃગ, ભેંસ, સૂવર, ગ્રાહ– ઘડિયાલ કે મગરમચ્છ, ગોહ, કાચબા, જમીન પર સરકીને ચાલનારા સરીસૃપ આદિ પ્રાણીઓને અપરાધ વિના જ ક્રૂરતા પૂર્વક વ્યર્થ દંડે છે. તે ક્રૂર પુરુષો પોતાના દાસ, દૂત, દૈનિક વેતન પર રાખેલા નોકરો, ભાગીદારો, સામાન્ય કામ કરનારા કર્મચારીઓ, ભોગની સામગ્રી દેનારા ભોગ્યપુરુષો ઇત્યાદિ બાહ્ય પરિષદના લોકોમાંથી કોઈનો જરાપણ અપરાધ થઈ જાય તો સ્વયં તેને ભારે દંડ આપે છે, જેમ કે– આ પુરુષને ડંડાથી પીટો, તેનું માથું મૂંડી નાંખો, તેનો તિરસ્કાર કરો, ફટકારો, હાથ પાછળ બાંધો, હાથ-પગમાં હાથકડી અને બેડી નાંખો, હેડ બંધનમાં નાંખો, કારાગારમાં બંધ કરો, સાંકળથી જકડીને તેનાં અંગોને મરડી નાંખો, તેના હાથ-પગ, કાન, નાક, હોઠ, માથું અને મોઢું કાપો, વેદ–પુરુષેન્દ્રિય અને અંગોને કાપો,