________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
ચાબુક મારીને તેની ખાલ ઉતારો, તેની આંખો કાઢી નાંખો, અંડકોશ ખેંચો, દાંત પાડી નાંખો, જીભ ખેંચો, ઊંધો લટકાવો, જમીન પર ઘસડો, પાણીમાં ડૂબાડો, શૂળીમાં પરોવો, શૂળ ભોંકીને તેના ટુકડે ટુકડા કરો, અંગો છેદી તેના ઉપર મીઠું છાંટો, મૃત્યુદંડ આપો, સિંહના પૂંછડા સાથે બાંધો, બળદના પૂંછડા સાથે બાંધો, વાંસની અગ્નિમાં બાળો, માંસ કાપીને કાગડાઓને ખવડાવો, ભોજન-પાણી દેવાનું બંધ કરો, માર મારીને, બંધન કરીને, જીવનભર કેદમાં નાંખો, કોઈ પણ પ્રકારે તેને ભયંકર ઢોર માર મારો.
પર
[નાવિ ય સે અમિતરિયા પરિસા મતિ, તેં નહીં- માતારૂ વા, પિતારૂ વા, માયારૂ वा भगिणिइ वा, भज्जाइ वा, धूयाइ वा, सुण्हाइ वा, तेसिं पि य णं अण्णयरंसि अहालहुसगंसि अवराहंसि सयमेव गरुयं डंडं वत्तेति, तं जहा-सीतोदगंसि कायं ओबोलित्ता भवइ । तहप्पगारे पुरिसज्जाते दंडमासी दंडगरुए दंडपुरक्खडे अहिते अस्सि लोयंसि अहिते परंसि लोयंसि । से दुक्खेति से सोयति एवं जूरिते तिप्पेति पिट्टेति परितप्पति । से दुक्खणसोयण-जूरण-तिप्पण-पिट्टण-परितप्पण-वह-बंध- परिकिले- साओ अप्पडिविरते भवति ।]
આ ક્રૂર પુરુષો પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, પત્નિ, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ આપ્યંતર પરિષદના લોકોમાંથી કોઈનો જરા પણ અપરાધ થાય તો તેને ભારે દંડ આપે છે. જેમ કે– તેને ઠંડા પાણીમાં ડુબાડે છે યાવત્ તે બધા પ્રકારના દંડ આપે છે. આ પ્રકારના આચરણથી સ્વયં પોતાના આ લોકનું અને પરલોકનું અહિત કરે છે. તે ક્રૂરકર્મા પુરુષ અંતર્બાહ્ય બંને પ્રકારના લોકોને દુઃખ પમાડે છે. શોક કરાવે છે, સૂરણા કરાવે છે, સંતાપ ઉપજાવે છે, પીડા પમાડે છે, વિશેષ પરિતાપ ઉપજાવે છે. આ રીતે તે પુરુષ બીજાઓ માટેના દુઃખ, શોક, ઝૂરણા, સંતાપ, વધ બંધન આદિ ક્લેશ કરાવવાની દુષ્પ્રવૃત્તિઓથી જીવન પર્યંત નિવૃત્ત થતા નથી.
[एवामेव से इत्थिकामभोगेहिं मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे जाव वासाइं चउपंचमाइं छदसमाणि वा अप्पतरो वा भुज्जतरो वा कालं भुंजित्ता भोगभोगाइं पसवित्ता वेराययणाइं संचिणित्ता 'बहूइं कूराई' कम्माई ओसण्णं संभारकडेण कम्मुणासे जहाणामए अयगोलेइ वा, सेलगोलेइ वा, उदयंसि पक्खित्ते समाणे उदगतलमइवइत्ता अहे धरणितलपतिट्ठाणे भवइ । एवामेव तहप्पगारे पुरिसज्जाते वज्जबहुले, धुतबहुले पंकबहुले, वेरबहुले, दंभ-णियडि-साइबहुले, अयसबहुले, अप्पत्तियबहुले, उस्सण्णं तसपाणघाती कालमासे कालं किच्चा धरणितलमइवइत्ता अहे णरगतलपतिट्ठाणे भवइ ।]
આ રીતે તે અધાર્મિક પુરુષ સ્ત્રીસંબંધી કામ ભોગોમાં તથા અન્ય ઇન્દ્રિયના વિષયોમાં મૂર્છિત, ગૃદ્ધ, અત્યંત આસક્ત તથા તલ્લીન થઈને પૂર્વોક્ત પ્રકારે ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી અર્થાત્ અલ્પ કે અધિક સમય સુધી શબ્દાદિ વિષય ભોગનો ઉપભોગ કરીને પ્રાણીઓ સાથે વેરનો બંધ બાંધીને, ઘણાં ક્રૂરકર્મોનો સંચય કરીને, પાપકર્મના ભારથી દબાઈ જાય છે. જે રીતે કોઈ લોઢાના ગોળા કે પત્થરના ગોળાને પાણીમાં નાંખવાથી તે ગોળો પાણીના તળિયાનું અતિક્રમણ કરીને અર્થાત્ પાણીની નીચે પૃથ્વીતલ પર બેસી જાય છે, તેવી રીતે પાપકર્મોના ભારથી દબાયેલો અત્યધિક પાપથી યુક્ત, પૂર્વકૃત કર્મોથી અત્યંત ભારે, કર્મપંકથી અતિમલિન, અનેક પ્રાણીઓ સાથે વેર બાંધીને, અત્યંત અવિશ્વસનીય, દંભી, કપટી, દેશ,