________________
[૧૪]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
| ત્રીજી દશા પ્રાક્કથન CROR ORDCRORDCROR * પ્રસ્તુત ત્રીજી દશામાં તેત્રીસ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે. * આશાતના શબ્દમાં આશાતના શબ્દ છે. આયઃ સવર્ણના વાણિત સ્ત૨ શાતના-લંડન નિરુતાલીરાતના – આચાર્ય અભયદેવ સૂરિકૃત સમવાયાંગ ટીકા. સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિને “આય” કહે છે અને તે પ્રાપ્ત ગુણોની શાતના એટલે ખંડનાહૂાસ થવો, તેને આશાતના કહે છે. ગુરુ આદિના અવિનય, અવહેલનાદિથી જ્ઞાનાદિ ગુણોની ખંડના થાય છે, તેથી તેવી પ્રવૃત્તિઓ આશાતના કહેવાય છે. * आशातणाणामं नाणादिआयस्स सातना, यकार लोपं कृत्वा आशातना भवति । –આચાર્ય જિનદાસ સુરિકત આવશ્યક ચૂર્ણિ. જ્ઞાનાદિના આય(પ્રાપ્તિ)ની શાતના-ખંડનને આશાતના કહે છે. આય + શાતનામાં ય કારનો લોપ થવાથી આશાતના શબ્દ બને છે. * आ समन्तात् सामस्त्येन शात्यन्ते-ध्वंस्यन्ते ज्ञानादिगुणा याभिस्ता आशातनाः चारित्रवर्तिनो તોષ વિશેષાંક - મુનિહર્ષિણી ટીકા. જેના દ્વારા જ્ઞાનાદિ ગુણો સર્વથા(સમસ્તરૂપે) નષ્ટ થઈ જાય તેને આશાતના કહે છે. તે ચારિત્રના દોષ વિશેષ છે. ★ आसायणाओ दुविहा मिच्छा पडिवज्जणा य लाभे ।
નિર્યુક્તિકારે આશાતનાના બે પ્રકાર કહ્યા છે– (૧) મિથ્યા પ્રતિપાદન- વસ્તુ સ્વરૂપની અજ્ઞાનતાના કારણે અથવા અહંકારના કારણે મિથ્યા પ્રરૂપણા કરવી (૨) મિથ્યા પ્રતિપત્તિ લાભ-ગુરુજનો કે પૂજનીય વડિલોનો અવિનય, અવહેલના કરવી. * સમવાયાંગ સૂત્રના તેત્રીસમા સમવાયમાં તથા પ્રસ્તુત દશાશ્રુતસ્કંધની ત્રીજી દશામાં બીજા પ્રકારની તેત્રીસ આશાતનાનું કથન છે અને આવશ્યક સૂત્રના ચોથા શ્રમણસૂત્રમાં પ્રથમ પ્રકારની આલોક-પરલોક, કાળ, ધર્મ, શ્રુતદેવ વગેરે સંબંધી ૩૩ આશાતનું કથન છે.