________________
૧૫૮ ]
શ્રી બૃહ૮૯૫ સૂત્ર
લેવડ-દેવડનો વ્યવહાર હોય છે. તેમાં શય્યાતરનો આહતિકા આહાર અર્થાત્ શય્યાતરના ઘેર આવેલો આહાર શય્યાતરે ગ્રહણ કર્યો ન હોય, શય્યાતરની માલિકીનો ન થાય, તે પહેલાં આપનાર વ્યક્તિ સાધુને નિમંત્રણ કરે, તો સાધુ તે આહાર ગ્રહણ કરી શકે છે અને શય્યાતરની નિહતિકાનો આહાર અર્થાત્ શય્યાતરે બીજાના ઘરે મોકલેલો આહાર બીજાએ ગ્રહણ કરી લીધો હોય ત્યાર પછી લેનાર વ્યક્તિ સાધુને નિમંત્રણ કરે, તો સાધુ તે આહાર ગ્રહણ કરી શકે છે.
સંક્ષેપમાં જે આહાર શય્યાતરની માલિકીમાં હોય અથવા અન્યને ત્યાંથી આવેલો આહાર શય્યાતરની માલિકીનો થઈ જાય, ત્યારપછી તે આહાર સાધુને ગ્રહણ કરવો કલ્પતો નથી અને શય્યાતરની માલિકી ન હોય અથવા શય્યાતરે આપેલો આહાર અન્યની માલિકીમાં આવી જાય ત્યાર પછી તે આહાર સાધુને ગ્રહણ કરવા કહ્યું છે.
તત્સંબંધી ચૌભંગી આ પ્રમાણે બને છે– (૧) શય્યાતરના ઘરે આવેલો- શય્યાતરે ગ્રહણ કરેલો આહાર, કલ્પતો નથી (૨) શય્યાતરના ઘરે આવેલો– શય્યાતરે ગ્રહણ નહીં કરેલો આહાર, કલ્પ છે (૩) શય્યાતરના ઘરેથી આવેલો– અન્ય વ્યક્તિએ ગ્રહણ નહીં કરેલો આહાર, કલ્પતો નથી (૪) શય્યાતરના ઘરેથી આવેલો- અન્ય વ્યક્તિએ ગ્રહણ કરેલો આહાર, કહ્યું છે. શય્યાતરની ભાગીદારીવાળા આહારનું ગ્રહણઃ२३ सागारियस्स अंसियाओ अविभत्ताओ, अव्वोच्छिण्णाओ, अव्वोगडाओ, अणिज्जूढाओ, तम्हा दावए णो से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- શય્યાતર(સાગારિક) તથા અન્ય વ્યક્તિઓએ ભાગીદારીમાં આહાર બનાવ્યો હોય તે આહારમાં શય્યાતરનો અંશ-ભાગ હોય છે. તે આહારાદિના વિભાગ કર્યા ન હોય, વિભાજન કર્યું ન હોય, આ મારો- આ તારો, તેમ નામ નિર્દેશપૂર્વક વિભક્ત કર્યો ન હોય, વિભાગ કરીને આહાર જુદો કાઢી લીધો ન હોય, તેવો આહાર સાધુને ગ્રહણ કરવો કલ્પતો નથી.
२४ सागारियस्स अंसियाओ विभत्ताओ वोच्छिण्णाओ वोगडाओ णिज्जूढाओ, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहित्तए । ભાવાર્થ :- સાગારિકના અંશયુક્ત(ભાગવાળા) આહારાદિના, વિભાગ નિશ્ચિત થઈ ગયા હોય, વિભાજન થઈ ગયું હોય, આ તારો, આ મારો, તેમ નામ નિર્દેશપૂર્વક વિભક્ત થઈ ગયો હોય, શય્યાતરે પોતાનો વિભાગ જુદો કાઢી લીધો હોય, તો બાકીનો આહાર(પોતાના હિસ્સાનો આહાર) ભાગીદાર સાધુને આપે, તો તે ગ્રહણ કરવા કહ્યું છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં શય્યાતરના અંશયુક્ત(ભાગવાળા) આહાર ગ્રહણની ગ્રાહ્યતા-અગ્રાહ્યતાનું નિદર્શન છે. (૧) અવિભાગો-અવિભક્ત - વિભક્ત-વિભાજન. અનેક વ્યક્તિનો ભાગ હોય તેવા આહારમાંથી દરેકનો ભાગ નિશ્ચિત કરીને જુદો કરવામાં ન આવ્યો હોય(સાથે જ હોય) ત્યાં સુધી તે આહાર અવિભક્ત છે. (૨) અબ્બોછિUTTઓ-અવ્યવચ્છિન્નઃ- વ્યવચ્છિન્ન – સંબંધ વિચ્છેદ. જેટલી વ્યક્તિના ભાગ હોય, તેટલી વ્યક્તિનો ભાગ સર્વથા જુદો કરવો, તે વ્યવચ્છિન્ન કહેવાય અને જ્યાં સુધી શય્યાતરના ભાગનો