________________
शा-१०
૧૦૫
भवइ-महड्डिएसु महज्जुइएसु महब्बलेसु महायसेसु महासुक्खेसु महाणुभागेसु दूरगईसु चिरट्ठिइएसु । से णं तत्थ देवे भवइ महड्डिए जाव दिव्वाइं भोगाई भुंजमा विहरइ जाव से णं ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं, ठिइक्खएणं, अनंतरं चयं चइत्ता से जे इमे भवंति उग्गपुत्ता महामाउया भोगपुत्ता महामाउया, तेसिं णं अण्णयरंसि कुलंसि पुत्तत्ताए पच्चायाति । से णं तत्थ दारए भवइसुकुमालपाणिपाए, अहीणपडिपुण्णपंचिदियसरीरे, लक्खण-वंजणगुणोववे ससिसोमागारे कंते पियदंसणे सुरूवे । तए णं से दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जोव्वणगमणुप्पत्ते सयमेव पेइयं दायं पडिवज्जति ।
तस्स णं अइजायमाणस्स वा णिज्जायमाणस्स वा पुरओ महं दासी दासकिंकर-कम्मकर-पुरिस-पायत्त परिक्खित्तं छतं भिंगारं गहाय णिगच्छंति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुट्ठेति भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदति ?'
तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलिपण्णत्तं धम्माइक्खेज्जा ? हंता ! आइक्खेज्जा। से णं पडिसुणेज्जा ? णो इणट्ठे समट्ठे, । अभविए णं से तस्स धम्मस्स सवणयाए । से य भवइ-महिच्छे जाव दाहिणगामी णेरइए कण्हपक्खिए, आगमिस्साए दुल्लहबोहिए यावि भवइ ।
तं एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं जो संचाएइ केवलिपण्णत्तं धम्मं पडिसुणित्तए ।
भावार्थ :હે આયુષ્યમાન શ્રમણો ! તે સાધુ નિદાન કરીને, તે નિદાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણોમાં દેહ છોડી મહાઋદ્ધિવાળા, મહાધુતિવાળા, મહાબળવાળા, મહાયશવાળ ન, મહાસુખવાળા, મહાપ્રભાવાળા, દૂર જવાની શક્તિવાળા, લાંબી સ્થિતિવાળા કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે મહર્દિક દેવ થાય છે અને યાવત્ તે દેવ સબંધી ભોગોને ભોગવતા વિચરે છે યાવત્ દેવ સંબંધી આયુષ્યનો, ભવનો અને સ્થિતિનો ક્ષય થવાથી તે દેવલોકથી ચ્યવીને શુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા ઉગ્નકુલ, ભોગકુળ વગેરે કોઈ એક ઉત્તમ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બાળક સુકોમળ હાથપગ- વાળો તથા પાંચે ઇન્દ્રિયોથી પૂર્ણ, શુભ લક્ષણ, વ્યંજનગુણોથી યુક્ત, ચંદ્રમાની સમાન સૌમ્ય, પ્રિય, દર્શનીય, સ્વરૂપવાન થાય છે. તે બાળકની બાલ્યાવસ્થા વ્યતીત થયા પછી કલાનિપુણતા અને યુવાવસ્થાને પ્રાપ્ત થતાં તે સ્વયં પિતાની સંપત્તિનો અધિકારી બને છે.
તે ઘરની બહાર જાય કે અંદર આવે ત્યારે આગળ છત્ર, જારી વગેરે લઈને અનેક દાસ-દાસી, નોકર-ચાકર ચાલે છે યાવત્ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો આવીને ઊભા રહી જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! કહો, અમે આપના માટે શું કરીએ ? આપને ક્યા પદાર્થો સ્વાદિષ્ટ લાગે છે અર્થાત્ ક્યા ભાવતા ભોજન લઈ આવીએ ?
પ્રશ્ન– આ પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરુષને શું તથારૂપના અર્થાત્ સંયમાદિના યથાર્થપાલક