________________
[ ૧૮ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
(૨) બહુગ્રહણ- અનેક જાતિ(પ્રકાર)ની ભિન્ન-ભિન્ન વસ્તુના ગ્રહણને બહુ કહે છે. ભિન્ન-ભિન્ન પ્રકારના ઘણા સૂત્રોના અર્થોને એક સાથે જાણી લે, તેને બહુ ગ્રહણ કહે છે (૩) બહુવિધ ગ્રહણ– એક જ પ્રકારની વસ્તના અનેક ગુણધર્મોને એક સાથે જાણે, તેને બહુવિધ ગ્રહણ કહે છે. એક પ્રકારના સુત્રોના ઘણા અર્થોને જાણે, તેને બહુવિધ ગ્રહણ કહે છે (૪) ધ્રુવ ગ્રહણ- સ્થિરરૂપે, નિશ્ચિત રૂપે સૂત્રાર્થ ગ્રહણ થાય તેને ધ્રુવ ગ્રહણ કહે છે (૫) અનિશ્ચિત ગ્રહણ- કોઈના આધાર કે આશ્રય વિના વિષય ગ્રહણ થાય, તેને અનિશ્રિત ગ્રહણ કહે છે, જેમ કે– સૂત્રના જે અર્થ ગુરુએ દર્શાવ્યા ન હોય પરંતુ સ્વમતિથી તે અર્થને સ્વયં જાણી લે, તે અનિશ્રિત ગ્રહણ છે (૬) અસંદિગ્ધ ગ્રહણ- સંશય કે સંદેહ વિના નિશ્ચયાત્મક રૂપે અર્થનું ગ્રહણ થાય, તેને અસંદિગ્ધ ગ્રહણ કહે છે. ધારણા મતિના પ્રકાર :- ધારણા મતિના છ પ્રકાર છે– (૧) બહુ ધારણા- ઘણા પ્રકારના સૂત્રોના અર્થોની એક સાથે ધારણા કરવી (૨) બહુવિધ ધારણા- એક જ પ્રકારના સૂત્રોના ઘણા અર્થોની ધારણા એક સાથે કરવી (૩) પુરાણ ધારણા- અતીત કાલીન વસ્તુની ધારણા કરવી. અમુક આચાર્ય અમુક વર્ષ, અમુક માસ, પક્ષ, પ્રહર, પલ, વિપલમાં દીક્ષિત થયા છે. સામાન્ય વ્યક્તિ ભૂલી જાય તેવા કાલ ગણનાના જ્ઞાનને ધારણ કરવું, તે પુરાણ ધારણા કહેવાય છે. સૂત્રાર્થ સંબંધી જૂની પુરાણી ધારણાઓની ધારણા કરવી. (૪) દુર્ધર ધારણા- બુદ્ધિના અતિ પરિશ્રમથી જે ધારણ થઈ શકે, તેને દુર્ધર કહે છે. ભંગજાળ, ગુણશ્રેણી ક્રમારોહણ જેવા કઠિન સૂત્રાર્થોની ધારણા કરવી (૫) અનિશ્રિત ધારણા- હેતુ, દષ્ટાંતાદિ વિના ઔત્પાતિકી બુદ્ધિ દ્વારા સૂત્રાર્થની ધારણા કરવી () અસંદિગ્ધ ધારણાસંશય, સંદેહ રહિત સ્પષ્ટ સૂત્રાર્થની ધારણા કરવી.
અવગ્રહાદિના છ પ્રકાર અને ધારણાના આ છ પ્રકારમાં બહુ, બહુવિધ, અનિશ્રિત, અસંદિગ્ધ આ ચાર પ્રકાર સમાન છે. અવગ્રહાદિમાં શીધ્ર અને ધ્રુવ, આ બે પ્રકારના સ્થાને ધારણામાં પુરાણ અને દુર્ધર, આ બે પ્રકાર છે.
- આ રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાન સંપન્નતા તથા ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિ સંપન્નતા આચાર્યને પ્રભાવક બનાવે છે. () પ્રયોગ સંપદા -
१० से किं तं पओगसंपया ? पओगसंपया चउव्विहा पण्णत्ता, तं जहा- आयं विदाय वायं पउंज्जित्ता भवइ, परिसं विदाय वायं पउंज्जित्ता भवइ, खेत्तं विदाय वाय पउज्जित्ता भवइ, वत्थु विदाय वायं पउज्जित्ता भवइ । से त पओगसंपया। ભાવાર્થ – પ્રશ્નહે ભગવાન! પ્રયોગ સંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- પ્રયોગ સંપદાના ચાર પ્રકાર છે, જેમકે – (૧) આત્મવિદિવા વાદ પ્રયોક્તા- પોતાની શક્તિને જાણી વાદવિવાદનો (શાસ્ત્રાર્થનો) પ્રયોગ કરવો. (૨) પરિષદવિદિતા વાદ પ્રયોક્તા- પરિષદના ભાવોને જાણી વાદવિવાદનો પ્રયોગ કરવો. (૩) ક્ષેત્ર વિદિતા વાદ પ્રયોક્તા- ક્ષેત્રને જાણીને વાદવિવાદનો પ્રયોગ કરવો (૪) વસ્તુ વિદિતા વાદ પ્રયોક્તા- વસ્તુના વિષયને જાણી વાદવિવાદનો પ્રયોગ કરવો, આ પ્રયોગ સંપદા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગણિની પ્રયોગ સંપદાનું વર્ણન છે. અહીં વાદ સામર્થ્યને પ્રયોગ કહ્યો છે. ગણિ