________________
| દશા-૪
૨૯ |
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર વાદ સમયે પોતાના શ્રુત અને બુદ્ધિ સામર્થ્યનો પ્રયોગ કરી સ્વમતનું સ્થાપન કરે છે, આ લોકોત્તરવાદ સામર્થ્ય ગણિની સંપત્તિ રૂપ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા– (૧) આત્મ વિદિતા વાદ પ્રયોક્તાઃ- ગણિ પોતાના પ્રમાણ, નયાદિ જ્ઞાનની નિપુણતા રૂપ સામર્થ્યને, વિદિવા- જાણીને, પ્રતિવાદીની માન્યતા, યોગ્યતા, તેના સામર્થ્ય(બળ)ને જાણીને વાદમાં પ્રયુક્ત થાય છે અર્થાત્ વાદમાં જોડાય છે. (ર) પરિષદ વિદિત્વા વાદ પ્રયોક્તા - ગણિ પરિષદ-સભાને જાણીને અર્થાતુ આ સભા જાણકાર લોકોની છે, અજાણકાર લોકોની છે કે દુર્વિદગ્ધ–અણઘડ લોકોની છે? આ સભા બૌદ્ધાદિ કયા મતવાદીઓની છે? તે જાણીને તથા ઉપસ્થિત પરિષદની યોગ્યતા, રુચિ, ભાવના, આત્મ સન્માન અને પોતાની ક્ષમતાનું ધ્યાન રાખીને વાદ(પ્રવચન)નો વિષય નિશ્ચિત કરે છે. (૩) ક્ષેત્ર વિદિતા વાદ પ્રયોક્તા:- વાદ(ચર્ચા)નું ક્ષેત્ર આર્ય છે કે અનાર્ય છે? તે ક્ષેત્રમાં રહેતા લોકો સુલભ બોધિ છે કે દુલર્ભ બોધિ? વગેરે જાણીને તથા તે ક્ષેત્રનું વાતાવરણ, તે ક્ષેત્રવાસી લોકોનો વિચાર કરી વાદ કરે છે. (૪) વરૂ વિદિતા વાદ પ્રયોક્તા :- (૧) વાદના વિષય વસ્તુને જાણીને અર્થાત્ દ્રવ્યાનુયોગનો વિષય કઠિન છે કે નહીં? તેનો વિચાર કરીને વાદ કરે (૨) વસ્તુ હેય, ઉપાદેય, ઉપેક્ષણીય ત્રણ પ્રકારની હોય છે, ક્રોધાદિ હેય(છોડવા યોગ્ય) છે, ક્ષમાદિ ઉપાદેય(ધારણ કરવા યોગ્ય) છે અને પરદોષ ઉપેક્ષણીય છે, તે જાણીને વાદનો પ્રયોગ કરે (૩) સાથે રહેતા બાલ, ગ્લાન (બીમાર), વૃદ્ધ, નવદીક્ષિત, તપસ્વી સાધુઓની ચિત્ત સમાધિનું ધ્યાન રાખીને શિષ્યોના હિતાહિતનો વિચાર કરીને અને વાદના પરિણામના લાભાલાભની તુલના કરીને વાદ કરે.
જેમ વૈદ્ય રોગનું નિદાન કરી, પથ્ય ઔષધ આપે ત્યારે તે સફળ થાય છે તેમ ગણિ વાદના પ્રારંભમાં ઉપરોક્ત ચારે પ્રકારે પરીક્ષણ કર્યા પછી વાદમાં પ્રવૃત્ત થાય છે અને તે જ સંપૂર્ણ સફળતાને પ્રાપ્ત કરે છે. (૮) સંગ્રહ પરિજ્ઞા સંપદા:
११ से किं तं संगहपरिण्णा संपया ? संगहपरिण्णा संपया चउव्विहा पण्णत्ता, तं जहा- बहुजणपाउग्गयाए वासावासेसु खेत्तं पडिलेहित्ता भवइ, बहुजणपाउग्गयाए पाडिहारिय-पीढ-फलग-सेज्जा-संथारयं ओगिण्हित्ता भवइ, कालेणं कालं समाणइत्ता भवइ, अहागुरुं संपूएत्ता भवइ । से तं संगहपरिण्णासंपया । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહપરિજ્ઞા સંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- સંગ્રહપરિજ્ઞા સંપદાના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) વર્ષાકાળમાં અનેક મુનિઓને રહેવા યોગ્ય ક્ષેત્રનું પ્રતિલેખન કરવું (૨) અનેક મુનિઓ માટે પાઢીહારા પીઢ-બાજોઠ, ફલક-પાટ, પાટિયા, શય્યા-શરીર પ્રમાણ પથારી, સસ્તારક-ઘાસ આદિનું અઢી હાથનું આસન ગ્રહણ કરવું. (૩) યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું અને કરાવવું. (૪)ગુરુજનોના યથાયોગ્ય સત્કાર, સન્માન કરવા. આ સંગ્રહ પરિજ્ઞા સંપદા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહ સંપદાનું વર્ણન છે. અહીં સંગ્રહ શબ્દ સંગ્રહ અને ઉપગ્રહ, આ બંને ભાવનો