SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ દશા-૪ | ૨૩ ] यावि भवइ, परिचियसुए यावि भवइ, विचित्तसुए यावि भवइ, घोसविसुद्धिकारए यावि भवइ । से तं सुयसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- શ્રુતસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર– શ્રુતસંપદાના ચાર પ્રકાર છે, જેમ કે – (૧) બહુશ્રુતતા- અનેક શાસ્ત્રોના જાણકાર થવું. (૨) પરિચિત શ્રુતતા- સૂત્ર અને સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું (૩) વિચિત્ર(વિવિધ) શ્રુતતા– સ્વસમય(સ્વધર્મ) અને પરસમય(અન્ય ધર્મો)ના જાણકાર થવું (૪) ઘોષવિશુદ્ધકારકતા- શુદ્ધ ઉચ્ચારણ કરનાર થવું. આ ચાર પ્રકારની શ્રુતસંપદા છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં શ્રુતસંપદાના ચાર અંગનું નિરૂપણ છે. આચાર શુદ્ધિ માટે તેમજ શાસન પ્રભાવના માટે શ્રુતજ્ઞાનની અનિવાર્યતા છે. શ્રુતજ્ઞાનના માધ્યમથી જ સાધના માર્ગને સાધત જાણી શકાય છે અને શ્રુતજ્ઞાન દ્વારા જ સાધકોને સાધનાનું માર્ગદર્શન આપી શકાય છે, તેથી આચાર્ય–ગણિ શ્રુતજ્ઞાનના આધારે શીઘ્ર નિર્ણય લેવામાં સક્ષમ હોવા જરૂરી છે, તેઓને શાસ્ત્રનું જ્ઞાન હોવું આવશ્યક છે. શ્રુતજ્ઞાન ગણિની સંપત્તિ રૂપ છે, માટે તેને સંપદા કહે છે. શ્રુત સંપદાના ચાર અંગ આ પ્રમાણે છે, યથા(૧) બહુશ્રુતતા :- અનેક આગમોના જ્ઞાતા-જાણકાર હોય, તે બહુશ્રુત કહેવાય છે. જે સમયે જેટલા શાસ્ત્ર ઉપલબ્ધ હોય, તેને હેતુ-દષ્ટાંતથી યથાર્થ રીતે જાણવા, ઉપલબ્ધ વિશાળ શ્રુતમાંથી મુખ્ય સુત્ર ગ્રંથોનું ચિંતન-મનનપૂર્વક અધ્યયન કરવું અને તેના માધ્યમે તાત્વિક નિર્ણયની ક્ષમતા હોવી, તે ગણિનો ગુણ છે. (ર) પરિચિત શ્રતતા :- શાસ્ત્રને હદયંગમ કરી, તેના પરમાર્થને સમજી, કાયમ સ્મૃતિમાં રાખવા. આગમોના મર્મજ્ઞ થવું. સૂત્ર અને તેના અર્થને ક્રમથી (આદિથી અંત) તથા વ્યુત્કમ(અંતથી આદિ) પર્યત ધારા પ્રવાહથી વાંચવા સમર્થ થવું. (૩) વિચિત્ર શ્રતતા :– વિચિત્ર એટલે વિવિધ પ્રકારે. નય-નિક્ષેપ, ભેદ-પ્રભેદ, ઉત્સર્ગ-અપવાદ, સ્વ સમય (સિદ્ધાંત)-પર સમય આદિ અનેક રીતે સૂત્રને જાણવા. મત-મતાંતર વગેરેની ચર્ચા માટે વિવિધ ગ્રંથોના અભ્યાસમાં પારંગત થવું. (૪) ઘોષવિશુદ્ધકારકતા :- ગદ્ય-પદ્યમય સૂત્ર પાઠોના હૃસ્વ, દીર્ઘ, સંયુક્તાક્ષર, ઉદાત્ત-અનુદાત્ત આદિ ઘોષ પ્રમાણે શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું. આચાર્ય ચતુર્વિધ સંઘના નાયક છે, તીર્થકરોની પરંપરાના વાહક છે, શુદ્ધ ઉચ્ચારણપૂર્વકની શાસ્ત્રવાચનાથી તેના અર્થ સરળતાથી સમજી શકાય છે અને શાસ્ત્ર પરંપરાનું યથાર્થ રીતે વહન થઈ શકે છે. (૩) શરીર સંપદા - ४ से किं तं सरीरसंपया ? सरीरसंपया चउव्विहा पण्णत्ता, तं जहाआरोहपरिणाहसंपण्णे यावि भवइ, अणोतप्पसरीरे यावि भवइ, थिरसंघयणे यावि भवइ, बहुपडिपुण्णिदिए यावि भवइ । से तं सरीरसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! શરીરસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- શરીરસંપદાના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) આરોહપરિણાહ સંપન્નતા– શરીરની ઊંચાઈ તથા જાડાઈનું પ્રમાણ ઉચિત હોય
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy