________________
| १००
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
तेणेव उवागच्छइ, उवागच्छित्ता वाहणसालं अणुप्पविसइ अणुप्पविसित्ता वाहणाई पच्चुवेक्खइ, पच्चुवेक्खिता वाहणाई संपमज्जइ, संपमज्जित्ता वाहणाई अप्फालेइ, अप्फालेत्ता, वाहणाई णीणेइ, णीणेत्ता दूसे पवीणेइ, पवीणेत्ता वाहणाई समलंकरेइ, समलंकरित्ता वाहणाई वराभरणमंडियाई करेइ, करेत्ता वाहणाई जाणगं जोएइ, जोएत्ता वट्टमग्ग गाहेइ, गाहेत्ता पओय लट्ठि पओयधरे य सम्मं आरोहइ, आरोहइत्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एवं वयासी- जुत्ते ते सामी ! धम्मिए जाणपवरे आइटे, भदं तव आरूहाहि । ભાવાર્થ :- ત્યાર પછી શ્રેણિકરાજાએ યાનશાળાના અધિકારીને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! શ્રેષ્ઠ ધાર્મિકરથને તૈયાર કરી અહીં હાજર કરો અને મારી આજ્ઞા પ્રમાણે કાર્ય થઈ જાય ત્યારે મને કાર્ય થઈ ગયાની સૂચના આપો. શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું, ત્યારે યાનશાલિક રથ શાળાનું ધ્યાન રાખનાર રથિક હર્ષિત અને સંતષ્ટિત હૃદયે રથશાળાની સમીપે આવ્યો અને રથશાળામાં પ્રવેશ કર્યો. તેણે રથને જોયો, રથને નીચે ઉતાર્યો, સાફ કર્યો, બહાર કાઢ્યો, એક સ્થાને સ્થિર રાખ્યો અને તેના પર ઢાંકેલા વસ્ત્રને દૂર કરી રથને અલંકૃત અને સુશોભિત કર્યો. ત્યાર પછી વાહનશાળાની સમીપે આવીને વાહનશાળામાં પ્રવેશ કર્યો, બળદોને જોયા, તેમનું પ્રમાર્જન કર્યું, તેના પર વારંવાર હાથ ફેરવ્યો અને તેને બહાર લઈને આવ્યો. તેના પર ઢાંકેલા વસ્ત્રને(ઝૂલને) દૂર કરી, તેને અલંકૃત કર્યા અને આભૂષણો પહેરાવ્યા. તે બળદોને રથમાં જોડી, રથને રાજમાર્ગ પર લાવ્યો. ચાબુકધારી સારથિને રથમાં સાથે બેસાડીને શ્રેણિકરાજા પાસે આવી હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિન! શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર કરવા માટે આપે આદેશ આપ્યો હતો તે પ્રમાણે રથ તૈયાર થઈ ગયો છે. આ રથ આપના માટે કલ્યાણકારી છે, આપ રથમાં બિરાજમાન થાઓ. |६ तए णं सेणिए राया भिंभिसारे जाणसालियस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुढे जाव मज्जणधरं अणुपविसइ, अणुपविसित्ता जाव कप्परूक्खए चेव अलंकिए विभूसिए परिंदे जाव मज्जणधराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव चेल्लणादेवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता चेल्लणादेवि एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव पुव्वाणुपुट्वि चरमाणे जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
तं महप्फलं देवाणुप्पिए ! तहारूवाणं अरहताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमण वंदण णमंसण पडिपुच्छण पज्जुवासणयाए ? एगस्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए, किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए । तं गच्छामो देवाणुप्पिए ! समणं भगवं महावीरं वंदामो णमंसामो सक्कारेमो सम्माणेमो कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामो। एयं णं इहभवे य परभवे य हियाए, सुहाए, खमाए, णिस्सेयसाए, अणुगामियत्ताए भविस्सइ । ભાવાર્થ :- સમયે બિંબિસાર- શ્રેણિક રાજા રથશાલિક પાસેથી ધાર્મિક રથ તૈયાર થઈ ગયાના