________________
ઉદ્દેશક-૫
| २११ ।
|२१ णो कप्पइ णिग्गंथीए बहिया गामस्स वा जाव रायहाणीए वा उड्डे बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहीए एगपाइयाए ठिच्चा आयावणाए आयावेत्तए ।
कप्पइ से उवस्सयस्स अंतोवगडाए संघाडिपडिबद्धाए समतलपाइयाए पलंबियबाहियाए ठिच्चा आयावणाए आयावेत्तए । ભાવાર્થ :- સાધ્વીને ગ્રામ યાવત રાજધાનીની બહાર બંને હાથને ઉપરની તરફ કરીને, સૂર્ય તરફ મુખ રાખીને તથા એક પગે ઊભા રહીને આતાપના લેવી કલ્પતી નથી પરંતુ ઉપાશ્રયની અંદર પડદો બાંધી બંને હાથ નીચા રાખીને, બંને પગને સરખા રાખી ઊભા રહીને આતાપના લેવી કહ્યું છે. | २२ णो कप्पइ णिग्गंथीए ठाणाइयाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને ઊભા રહીને કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २३ णो कप्पइ णिग्गंथीए पडिमट्ठाइयाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને એક રાત્રિ આદિનો કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २४ णो कप्पइ णिग्गंथीए उक्कुडुयासणियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને ઉત્કટ આસને સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २५ णो कप्पइ णिग्गंथीए णिसज्जियाए होत्तए । ભાવાર્થ - સાધ્વીને નિષદ્યાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २६ णो कप्पइ णिग्गंथीए वीरासणियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને વીરાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २७ णो कप्पइ णिग्गंथीए दंडासणियाए होत्तए । ભાવાર્થ - સાધ્વીને દંડાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २८ णो कप्पइ णिग्गंथीए लगंडसाइयाए होत्तए । ભાવાર્થ - સાધ્વીને લકુટાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. २९ णो कप्पइ णिग्गंथीए ओमंथियाए होत्तए । ભાવાર્થ - સાધ્વીને ઉંધા સૂઈને સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. ३० णो कप्पइ णिग्गंथीए उत्ताणियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને ઉત્તાનાસનથી સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી. ३१ णो कप्पइ णिग्गंथीए अंबखुज्जियाए होत्तए । ભાવાર્થ :- સાધ્વીને આમ્ર-કન્જિકાસનમાં સ્થિત રહેવાનો અભિગ્રહ કરવો કલ્પતો નથી.