SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ | દશા-૧ (૧૨) નવા નવા અધિકરણ(કલેશ) ઉત્પન કરવા :- ક્લેશ-કંકાશ અંતરમાં અસમાધિ ઉત્પન્ન કરે છે, આસપાસના વાતાવરણને દુઃષિત કરે છે, તેથી અન્યને પણ અસમાધિનું નિમિત્ત બને છે. શાસ્ત્રકારે ક્લેશ- કંકાશ માટે ધરખ (શસ્ત્ર) શબ્દનો પ્રયોગ કર્યો છે. ક્લેશરૂપી શસ્ત્ર આત્મગુણોની ઘાત કરે છે, નરક અને નિગોદના દુઃખ પ્રાપ્ત કરાવે છે, આ રીતે ક્લેશ કે ક્લેશજનક ભાષાનો પ્રયોગ કરવો, તે અસમાધિનું કારણ છે. (૧૩) શાંત થયેલા ક્લેશને ઉત્તેજિત કરવા :- ઢાંકેલી અગ્નિને ઉદિપિત કરવાથી તે પુનઃ સ્વ-પરને તાપિત કરે છે તેમ કઠોર કે માર્મિક ભાષા પ્રયોગથી કે તથા પ્રકારની કાયિક ચેષ્ટાથી એકવાર ઉપશાંત થયેલા ક્લેશને પુનઃ ઉત્તેજિત કરવાથી સ્વ-પરને અસમાધિ ઉત્પન્ન થાય છે. (૧૪) અકાળે સ્વાધ્યાય કરવો - સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તથા મધ્યાહ્ન અને મધ્યરાત્રિના સમયે એક-એક મુહુર્તનો સમય અકાળ કહેવાય છે. કાલિકસુત્રોના સ્વાધ્યાય માટે બીજો અને ત્રીજો પ્રહર અકાળ છે. આ સિવાય ઔદારિક શરીર સબંધી ૧૦, આકાશસબંધી–૧૦અને પર્વતિથિ સબંધી–૧૦ અસ્વાધ્યાય કાળ, અકાળ કહેવાય છે. સુકાળ-સમયે વાવેલું બીજ સારું ફળ આપે છે, તેમ શાસ્ત્ર વિહિત કાળમાં કરેલો સ્વાધ્યાય પ્રશસ્ત ફળ આપે છે. અકાળમાં સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાનનો અવિનય, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન તથાદેવી ઉપદ્રવ આદિ દોષોની સંભાવના રહે છે, તેથી અકાળમાં સ્વાધ્યાય કરવો, તે અસમાધિસ્થાન છે. (૧૫) સચિત્ત રજયુક્ત હાથ-૫ગ આદિને પજવા નહિ- સાધુ ભિક્ષા માટે બહાર જઈને આવે, વિહાર કરીને આવે કે અન્ય કોઈપણ નિમિત્તથી બહાર જઈને આવે, ત્યારે તેના હાથ-પગ આદિ અવયવ પર સચિત્ત રજ ઊડીને પડી હોય અને તેને પોંજયા વિના સૂવા, બેસવા આહારાદિ કરવાથી પૃથ્વીકાયિક જીવોની હિંસા થાય છે અને તે અસમાધિનું કારણ બને છે. જિનકલ્પી સાધુ પોતાની ચર્યા અનુસાર જ્યાં સુધી હાથ, પગ વગેરે પર સચિત્ત રજ હોય છે ત્યાં સુધી સૂવા, બેસવા, આહારાદિ કરવાની ક્રિયા કરતા નથી. આ બોલનો બીજો અર્થ આ પ્રમાણે કરવામાં આવે છે કે ગુહસ્થના હાથ, પગ વગેરે પર સચિત્ત રજ લાગેલી હોય, તો તેના હાથે આહારાદિ લેવા, તે અસમાધિ સ્થાન છે. (૧) મોટા અવાજે બોલવું – સૂત્રપાઠમાં સરે શબ્દપ્રયોગ છે અર્થાત્ શબ્દનું ઉચ્ચારણ કરવું. તેના અનેક અર્થ થાય છે, જેમ કે મોટા અવાજે બોલવું, વિચાર્યા વિના બોલવું, કારણ વિના બોલવું, ઘણું બોલવું વગેરે રાત્રિનો પ્રથમ પ્રહર વીત્યા પછી સાધુને મોટા અવાજે બોલવાનો નિષેધ છે. તેમ કરવાથી અન્ય મનુષ્યોની નિદ્રા ભંગ થાય, પશુ-પક્ષીઓ ભયભીત બને, તો સ્વ-પરની વિરાધના થાય છે. અત્યંત વધારે બોલવું તે કલેશનું કારણ બની શકે છે. વિચાર્યા વિના જેમ-તેમ બોલવાથી અનેક અનર્થો સર્જાય છે. શાંતિ સમાધિનો ભંગ થાય છે. મૌન રહેવું, તે સર્વથી શ્રેષ્ઠ છે, મૌન એક પ્રકારનું તપ છે પરંતુ મૌન ન રહી શકે તો જરૂર વિના બોલવું સર્વથા અનુચિત છે, તેથી તે અસમાધિસ્થાન છે. (૧૭) સંઘમાં મતભેદ ઉત્પન્ન કરાવવા - સંઘ એટલે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં મતભેદ ઉત્પન્ન થાય, તેવી યુક્તિઓનો પ્રયોગ કરવો. સંઘના સંગઠનમાં ભેદ થાય, ફાટફૂટ પડે તેવા વાક્ય બોલવાને ઝંઝા કહે છે. સંઘમાં ભેદ થવાથી ધર્મને હાનિ પહોંચે છે, શાસનની હીલણા થાય છે
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy