________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
--
(૪) આધાકર્મ :– સાધુ-સાધ્વીના નિમિત્તે અગ્નિ, આદિના આરંભથી બનાવેલા આહારાદિને આધાકર્મ દોષયુક્ત આહાર કહે છે. એપણાસમિતિમાં તે ઉદ્ગમ દોષ કહેવાય છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં આધાકર્મ આહાર લેવાનો અને પ્રશંસા કરવાનો નિષેધ કર્યો છે તથા આધાકર્મ દોષયુક્ત આહારનો અંશ ભળી ગયો હોય તેવો આહાર ગ્રહણ કરનાર સાધુને બે પક્ષ(ગૃહસ્થ-સાધુ)નું સેવન કરનાર કહ્યા છે. ભૂલથી આધાકર્મી આહાર લેવાય ગયો હોય તોપણ તે વાપરવો કલ્પતો નથી. તેને પરઠી દેવાનું વિધાન છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે સાધુ આધાકર્મી આહાર લેવાની ના પાડે ત્યારે તે આહાર લેવા માટે ગૃહસ્થ સાધુને માર મારે, છેદન-ભેદન કરે, તો પણ સાધુ આધાકર્મી દોષયુક્ત આહાર ગ્રહણ ન કરે. આધાકર્મી આહારાદિના સેવનથી પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે.
10
(૫) રાજપિંડ :– જેનો રાજ્યાભિષેક થયો હોય, રાજચિન્હોથી યુક્ત હોય તેવા રાજા માટે બનાવેલા આહારાદિ રાજપિંડ કહેવાય છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં સાધુના બાવન અનાચારમાં રાજપિંડ ગ્રહણની ગણના છે. સાધુના દશ કલ્પમાં રાજપિંડ ગ્રહણ ન કરવો, તે એક કલ્પ છે.
પહેલા અને અંતિમ તીર્થંકરોના શાસનકાળમાં સાધુને માટે દશે કલ્પનું પાલન અનિવાર્ય હોવાથી રાજપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે, મધ્યના બાવીસ તીર્થંકરોના શાસનકાળમાં સાધુને માટે આ કલ્પ સ્વૈચ્છિક હોવાથી તે સાધુઓને રાજપિંડ ગ્રહણ કરવાનો પ્રતિબંધ નથી. તે સાધુઓ પોતાની ઇચ્છાનુસાર રાજપિંડ વિવેકપૂર્વક ગ્રહણ કરી શકે છે. રાજાઓને ત્યાં ગોચરી જવામાં અનેક દોષની સંભાવના છે, જેમ કે– રાજા માટે બનાવેલો આહાર વિકારવર્ધક અને બલિષ્ટ હોય છે, તે સાધુને ગ્રહણ કરવા યોગ્ય નથી. રાજકુળમાં વારંવાર જવાથી લોકો અનેક પ્રકારની શંકાઓ કરે, સાધુના આગમનને અમંગલ સમજી કોઈ કષ્ટ આપે, સાધુને ચોર અથવા ગુપ્તચર માની પકડે, બાંધે, માર પણ મારે. આ રીતે સાધુની અને જિનશાસનની અવહેલના થાય છે.
:
(૬) ફ્રીત આદિ સાધુના નિમિત્તે ખરીદીને લાવેલા, ઉધાર લાવેલા, કોઈ પાસેથી ઝૂંટવી લીધેલા, આજ્ઞા વિના અપાયેલા ભાગીદારીના પદાર્થો, તથા અન્ય ગ્રામાદિથી સાધુના સ્થાનમાં સામે લાવીને આપેલા પદાર્થને ગ્રહણ કરવા, તે એષણાસમિતિની અંતર્ગત ઉદ્દગમના દોષો છે. તેના સેવનથી આરંભની અનુમોદના થાય છે, તેથી પ્રથમ મહાવ્રત અને જિનાજ્ઞાના ઉલ્લંઘનથી ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે. (૭) વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો ઃ– કોઈપણ પ્રત્યાખ્યાનનો એકવાર ભંગ કરવામાં આવે તો તે દોષ રૂપ જ છે પરંતુ વારંવાર ભંગ કરવામાં આવે તો તે શબલ દોષ કહેવાય છે. એકને એક ભૂલ વારંવાર કરવાથી તે આદતરૂપે પરિણમે છે. વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવાથી તેના ઉપર કોઈને વિશ્વાસ રહેતો નથી, પ્રત્યાખ્યાન શુદ્ધ રીતે પાળવાની તેની લગની ઓછી થઈ જાય છે. પ્રત્યાખ્યાન ભંગથી બીજું અને ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે.
=
(૮) ગણ પરિવર્તન :– એક આચાર્ય કે ગુરુની નિશ્રાને છોડીને બીજા આચાર્ય કે ગુરુની નિશ્રાનો સ્વીકાર કરવો, તેને ગણ સંક્રમણ કે ગચ્છપરિવર્તન કહેવાય છે. જ્ઞાનવૃદ્ધિ કે સંયમવૃદ્ધિના પ્રશસ્ત કારણથી સાધુ આચાર્યની આજ્ઞા લઈને બીજા ગચ્છમાં જઈ શકે છે પરંતુ દીક્ષા લીધા પછી છ માસમાં અથવા એકવાર ગચ્છ પરિવર્તન કર્યા પછી છ માસમાં બીજા ગચ્છમાં જવું કલ્યાણકારક નથી. ગુરુજનના પરિચયની પુષ્ટિ માટે, ધર્મ શ્રદ્ઘા અને જ્ઞાનની વૃદ્ધિ માટે ગુરુ સમીપે છ માસ રહેવું અત્યંત જરૂરી છે.