SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ] શ્રીવ્યવહાર સૂત્ર સ્થવિરકલ્પી સાધુ યોગ્ય સમયે શરીર પરિકર્મ, ઔષધ ઉપચાર તથા પરિસ્થિતિવશ કોઈ પણ અપવાદમાર્ગનું અનુસરણ કરી શકે છે પરંતુ જિનકલ્પી સાધુ દઢતાપૂર્વક ઉત્સર્ગમાર્ગ પર જ ચાલે છે. તે કોઈ પણ પ્રકારના ઔષધ-ઉપચાર, શરીર પરિકર્મ, શરીરસંરક્ષણ આદિ કરી શકતા નથી તથા તે અન્ય અનેક પ્રકારની વિશિષ્ટ સમાચારીનું પાલન કરે છે. તે કોઈપણ નિયમોમાં અપવાદ માર્ગનું સેવન કરતા નથી. અપવાદ માર્ગનું સેવન કરવું કે નહીં, તે સ્થવિર કલ્પી માટે સ્વૈચ્છિક છે જ્યારે જિનકલ્પીની સાધનામાં સ્વ ઇચ્છાનો કોઈ વિકલ્પ નથી. જિનકલ્પીની વિશિષ્ટ સમાચારી– (૧) ત્રીજા પ્રહરમાં જ ગોચરી અને વિહાર કરવો (૨) રૂક્ષ અને લેપરહિત આહાર કરવો. અંતિમ પાંચ પિડેષણાઓમાંથી કોઈપણ એક પિડેષણાથી આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરી, અભિગ્રહપૂર્વક ગોચરી કરવી. (પિડેષણા સંબંધી સાત અભિગ્રહ માટે જુઓઆચારાંગ સૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ) (૩) વસ્ત્ર-પાત્ર પણ ત્રીજી-ચોથી વઐષણા-પાવૈષણાના અભિગ્રહપૂર્વક ગ્રહણ કરવા. (વઐષણા-પારૈષણા પડિમા માટે જુએ આચારાંગ, બીજો શ્રુતસ્કંધ) (૪) ઔપગ્રહિક ઉપધિ રાખતા નથી, તેથી સંસ્તારક(પથારી), આસન રાખી શકતા નથી. (૫) ત્રીજા પ્રહર સિવાયના સમયમાં ઉત્કટાદિ આસને કાયોત્સર્ગમાં સ્થિત રહેવું. અભિગ્રહાનુસાર પાથરેલા પાટ વગેરે સંસ્તારક કે પૃથ્વી શિલા આદિ મળી જાય, તો ઉપયોગ કરે (૬) સંયમ પાલન યોગ્ય ક્ષેત્રમાં માસ કલ્પ રહેવું અને ચાતુર્માસમાં કોઈપણ કારણથી વિહાર ન કરવો (૭) દસ દોષ રહિત Úડિલ ભૂમિમાં જ પરઠવું (૮) દસ પ્રકારની સમાચારીમાંથી બે પ્રકારની સમાચારીનું પાલન કરવું ૯) મકાનનું પ્રમાર્જન ન કરવું બારી-બારણા ખોલવા કે બંધ ન કરવા (૧૦) ગૃહસ્થને અપ્રીતિકર વ્યવહાર ન કરવો. મકાન માલિક તમે કેટલા સાધુ છો? કેટલો સમય રહેશો? એવા ભાવથી કાંઈપણ પૂછે, તો ત્યાં રહેવું નહીં (૧૧) અગ્નિ-દીપક બળતા હોય ત્યાં અલ્પ સમય પણ રહેવું નહીં (૧૨) ગામના ઘરોને છ વિભાગમાં વિભાજિત કરી, એક દિવસે એક જ વિભાગમાંથી ગોચરી કરવી અર્થાત્ છ દિવસ પહેલાં ત્યાં ગોચરીએ ન જવું (૧૩) અન્ય કોઈ ભિક્ષુ જે વિભાગમાં ગોચરી અર્થે ગયા હોય તે વિભાગમાં ગોચરીએ ન જવું (૧૪) અતિક્રમાદિ દોષના સંકલ્પનું પણ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત લેવું (૧૫) કોઈને દીક્ષા ન આપે, પરંતુ દીક્ષાનો ઉપદેશ આપી શકે છે (૧૬) આંખમાંથી મેલ ન કાઢવો (૧૭) વૃદ્ધાવસ્થામાં વિહાર ન કરી શકે તો એક જગ્યાએ રહેવું પરંતુ અન્ય નિયમોનું યથાવત્ પાલન કરવું. પ્રસ્તુત સૂત્ર અનુસાર સ્થવિરકલ્પી સાધુને સર્પ કરડી જાય તો તે મંત્રવાદી પાસે સર્પનું ઝેર ઉતરાવી શકે છે, રાત્રે પણ તે સર્પદંશનો ઉપચાર કરી શકે છે તથા સાધ્વી પુરુષ પાસે અને સાધુ સ્ત્રી પાસે પણ રાત્રે સર્પદંશનો ઉપચાર કરાવી શકે છે. જિનકલ્પીની સાધનામાં આ પ્રકારના અપવાદનો કોઈ વિકલ્પ નથી. તેણે તો શરીર નિરપેક્ષ થઈને ગ્રહણ કરેલી પ્રતિમાઓનું જીવન પર્યત પાલન કરવાનું હોય છે, નિરવદ્ય અપવાદ સેવનથી પણ તેના જિનકલ્પનો ભંગ થઈ જાય છે અને તેથી તે પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. ઉદ્દેશક-૫ સંપૂર્ણ
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy