________________
|
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
દસમી દશા : નિદાન ZIPPO PEPPER ભગવાન મહાવીર સ્વામીનું રાજગૃહમાં આગમન :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णाम णयरे होत्था, वण्णओ । गुणसिलए चेइए, वण्णओ । रायगिहे णयरे सेणिए राया होत्था-वण्णओ जाव चेलणाए सद्धिं भोगे भुंजमाणे विहरइ ।
तए णं से सेणिए राया अण्णया कयाइ ण्हाए जाव कप्परुक्खए चेव सुअलंकियविभूसिए परिंदे, सकोरंट-मल्ल-दामेणं छत्तेणं धरिज्जमाणेणं जाव ससिव्व पियदंसणे णरवई जेणेव बाहिरिया उवदाणसाला. जेणेव सिंहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिंहासणवरंसि पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
गच्छह णं तुम्हे देवाणुप्पिया ! जाइं इमाई रायगिहस्स णयरस्स बहिया तं जहा आरामाणि य उज्जाणाणि य आएसणाणि य जाव दब्भकम्मंताणि जे तत्थ महत्तरगा अणत्ता चिटुंति ते एवं वदह- एवं खलु देवाणुप्पिया ! सेणिए राया भिंभिसारे आणवेइ-जया णं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव संपाविउकामे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहं सुहेणं विहरमाणे संजमेण तवसा अप्पाणं भावेमाणे इहमागच्छेज्जा, तया णं तुम्हे भगवओ महावीरस्स अहापडिरूवं ओग्गहं अणुजाणह, अणुजाणित्ता सेणियस्स रण्णो भिभिसारस्स एयमटुं पियं णिवेदह । ભાવાર્થ :- કાલે એટલે અવસર્પિણી કાળમાં અને તે સમયે એટલે ચોથા આરાના અંત ભાગમાં રાજગૃહ નામનું નગર હતું. તે નગરની બહાર ગુણશીલ નામનું ઉધાન હતું. તે રાજગૃહનગરમાં શ્રેણિકનામના રાજા હતા. નગર, ઉદ્યાન, રાજાનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું યાવતું શ્રેણિક રાજા ચલણા મહારાણી સાથે પરમસુખમય જીવન વ્યતીત કરતા હતા.
એક દિવસ શ્રેણિકરાજાએ સ્નાન કર્યુ યાવત કલ્પવૃક્ષની જેમ તે નરેન્દ્ર અલંકારોથી વિભૂષિત થયા. કોરંટ પુષ્પોની માળા તથા છત્ર ધારણ કરીને યાવત ચંદ્રસમાન પ્રિયદર્શી તે નરપતિ બાહ્ય ઉપસ્થાનશાળામાં સિંહાસન સમીપે આવ્યા અને પૂર્વાભિમુખ થઈને તેના પર બેઠા. ત્યાર પછી કૌટુંબિક પુરુષોને મુખ્ય અધિકારીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું, ' હે દેવાનપ્રિયો! તમે જાઓ! આ રાજગૃહનગરની બહાર જે લત્તાઓથી સુશોભિત ઉદ્યાનો, શિલ્પશાળાઓ યાવત દર્ભના કારખાનાઓ છે, તેના સત્તાધારી મુખ્ય અધિકારીઓ પાસે જઈને, તેઓને આ પ્રમાણે કહો- હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા(બિંબિસારે) આજ્ઞા આપી છે કે જ્યારે ધર્મની