________________
૨
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
પ્રથમ દશા : અસમાધિ સ્થાન ///////////////////
અસમાધિના વીસ સ્થાન :
१ सुयं मे आउ ! तेणं भगवया एवमक्खायं - इह खलु थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता । कयरे खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता ? इमे खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता, ના
१. दवदवचारी यावि भवइ, २. अप्पमज्जियचारी यावि भवइ, ३. दुप्पमज्जियचारी यावि भवइ, ४. अतिरित्त - सेज्जासणिए यावि भवइ, ५. राइणिअ-परिभासी यावि भवइ, ६. थेरोवघाइए यावि भवइ, ७. भूओवघाइए यावि भवइ, ८. संजलणे यावि भवइ, ९. कोहणे यावि भवइ, १०. पिट्ठिमंसि यावि भवइ, ११. अभिक्खणं अभिक्खणं ओहारइत्तायावि भवइ, १२. णवाणं अहिगरणाई अणुप्पण्णाई उप्पाइत्तायाधि भवइ, १३. पोराणाई अहिगरणाणं खामिअ विओसवियाइं पुणो उदीरेत्ता भवइ, १४. अकाले सज्झायकारए यावि भवइ, १५. ससरक्खपाणिपाए यावि भवइ, १६. सद्दकरे यावि भवइ, १७. झंझकरे યાવિ મવદ્, ૧૮. લહરે યાવિ મવર, ૧૧. સૂરધ્વમાળ-મોર્ફ યાવિ મવર, ૨૦. एसणाए असमिए यावि भवइ । एते खलु ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा પળત્તા-ત્તિ નેમિ ॥
ભાવાર્થ :- હે આયુષ્યમાન્ જંબૂ ! મેં સાંભળ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિના સ્થાન કહ્યા છે.
પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ ક્યા વીસ અસમાધિના સ્થાન કહ્યા છે ? ઉત્તર- સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિના સ્થાન(નિમ્નોક્ત) પ્રકારે કહ્યા છે, જેમ કે—
(૧) જલદી-જલદી ચાલવું (૨) અંધારામાં પોંજ્યા વિના ચાલવું (૩) દુષ્પ્રમાર્જન-ઉપયોગ વિના પોંજીને ચાલવું (૪) અમર્યાદિત શય્યા-આસન વગેરે રાખવા (૫) રત્નાધિકોનો પરાભવ કરવો, તેઓની સામે બોલવું (૬) સ્થવિરો ઉપર દોષારોપણ કરી તેમનો ઉપઘાત-અપમાન કરવું (૭) પ્રાણીઓનો ઘાત કરવો (૮) મનમાં રોષ રાખી બળ્યા કરવું (૯) ક્રોધ કરવો, ક્રોધમાં કટુવચન કહેવા (૧૦) નિંદા કરવી (૧૧) વારંવાર નિશ્ચયાત્મક (આ કામ કરીશ, આ સ્થળે જઈશ વગેરે) ભાષા બોલવી (૧૨) નવા-નવા અધિકરણ-કલેશ, ઝઘડા ઊભા કરવા (૧૩) ક્ષમાપના દ્વારા શાંત થયેલા અધિકરણ-ઝઘડાને પુનઃ તાજા કરવા અથવા ક્ષમાપના કરી લીધા પછી પુનઃ ઝગડા કરવા (૧૪) અકાળે સ્વાધ્યાય કરવો (૧૫) સચિત્ત રજવાળા હાથ, પગ આદિને પોંજવા નહીં (૧૬) પ્રહર રાત્રિ વીત્યા પછી મોટા અવાજે બોલવું, કારણ વિના બોલવું, નિરર્થક બોલવું (૧૭) સંઘમાં ફાટ-ફૂટ પડાવવી, ભેદભાવ ઊભા કરાવવા (૧૮) કલહ-કજીયા