SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથના પ્રથમ દશા પ્રાક્કથન છRORORRORDROR * ચાર છેદ સુત્રોમાં પ્રથમ છેદ સૂત્ર દશાશ્રુત સ્કંધ સુત્ર છે. છેદ સૂત્રોમાં સાધકને દોષથી દૂર રહેવાની સૂચના છે અને કદાચ પ્રમાદના કારણે દોષ સેવન થઈ જાય તો આત્મશુદ્ધિ માટે તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પ્રસ્તુત દશાશ્રુતસ્કંધમાં સાધુના મૂળગુણ અને ઉત્તર ગુણમાં લાગતા દોષોના કથનપૂર્વક તેનાથી દૂર રહેવાની સૂચના છે. * આ આગમના મૂળ બે નામ છે– (૧) આચાર દશા અને (૨) દશા. આ શાસ્ત્રનો મુખ્ય વિષય આચાર છે અને તે દસ અધ્યયન(દસા) દ્વારા કથિત હોવાથી શ્રી ઠાણાંગ સૂત્ર, સ્થાન–૧૦માં તેનું નામ આચાર દશા કહ્યું છે. (૨) આ સૂત્રમાં દસ અધ્યયન હોવાથી તેનું દશા નામ પણ પ્રચલિત છે. વર્તમાનમાં આ શાસ્ત્ર “દશાશ્રુતસ્કંધ'ના નામે પ્રસિદ્ધિને પામ્યું છે. તેમાં દસ અધ્યયન હોવાથી દશા, અનુપમ અર્થનું પ્રતિપાદન કરતી આ વાણી ગુરુની સમીપે સાંભળવામાં આવતી હોવાથી શ્રુત અને વૃક્ષના અંધ(થડ)માંથી નીકળતી અનેક શાખાની જેમ પ્રભુના મુખ કમળમાંથી નીકળેલી આ વાણી અનેક ભવ્યજનોના કાનમાં પ્રવેશી તેના ક્ષાયોપથમિક જ્ઞાનને પ્રગટ કરવામાં કારણભૂત હોવાથી તે સ્કંધ સ્વરૂપ છે. * આ આગમના અધ્યયનને ઉદ્દેશક અથવા દશા કહેવામાં આવે છે. આ આગમમાં દસ દશા(અધ્યયન) છે. પ્રસ્તુત આગમની પ્રથમ દિશામાં વીસ અસમાધિ સ્થાનોનું વર્ણન છે. સંયમી જીવનના લઘુતર દોષો કે સામાન્ય દોષોને અસમાધિ સ્થાન કહે છે. જેમ શરીરમાં કાંટો વાગે, ફોડકી થાય, હાથ-પગાદિ અવયવોમાં દુઃખાવો થાય વગેરે સામાન્ય પીડાઓ પણ મનને વ્યાકુળ બનાવે છે, ચિત્ત સમાધિમાં રહેતું નથી, પીડા અનુભવાય છે, તેમ ઉત્તરગુણ સંબંધિત સામાન્ય ગણાતા દોષો પણ સંયમી જીવનમાં અસમાધિ ઉત્પન્ન કરે છે. ઉત્તરગુણના અતિચાર રૂપ દોષો અસમાધિ સ્થાન કહેવાય છે. શરીરમાં કેન્સર જેવા ભયાનક રોગની જેમ મૂળગુણ સંબંધિત મોટા-મોટા દોષો શબલ દોષ કહેવાય છે. * जेनाऽऽसेवितेन आतमपरोभयस्स वा इह परत्र उभयत्र वा असमाधी होति तं असमाधिट्ठाणं - ચૂર્ણિ. જેના સેવનથી સ્વ આત્માને, પર આત્માને કે સ્વ-પર ઉભય આત્માને, યત્ર-તત્ર સર્વત્ર અસમાધિ ઉત્પન્ન થાય, તેને અસમાધિ સ્થાન કહે છે. * અસમાધિ એટલે માનસિક સંતાપ અથવા ચિત્તની અસ્વસ્થતા અને સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા. જે પ્રવૃત્તિથી સંયમી જીવનમાં સંતાપ, સંકલેશ ઉત્પન્ન થાય, તે અસમાધિ સ્થાન છે, આત્મવિરાધના અને સંયમ વિરાધના થાય તેવી પ્રવૃત્તિથી સંયમ દૂષિત બને છે, તેથી તેવી પ્રવૃત્તિ અસમાધિ સ્થાન કહેવાય છે. અસમાધિ ઉત્પન્ન કરે તેવી પ્રવૃત્તિ અનેક હોવાથી અસમાધિ સ્થાન પણ અનેક છે, પરંતુ પ્રસ્તુત દશામાં પ્રધાન એવા ૨૦ સ્થાનોનું કથન છે. અસમાધિ સ્થાનના દોષો સામાન્ય દોષો છે, તેથી તેની શુદ્ધિ સામાન્ય પ્રાયશ્ચિત્તથી થાય છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy