________________
ઉદ્દેશક-૯
૩૪૯
ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી સૂતરની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને સૂતર આપે, તો સાધુને તે સૂતર લેવું કલ્પતુ નથી.
२६| सागारियस्स सोत्तियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए ।
ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી સૂતરની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવું સૂતર આપે, તો સાધુને તે સૂતર લેવું કલ્પે છે.
२७ सागारियस्स बोंडियसाला साहारणवक्कयपडत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए ।
ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી રૂ ની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને રૂ આપે તો સાધુને તે રૂ લેવું કલ્પતું નથી.
२८ सागारियस्स बोंडियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए ।
ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી રૂ ની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવું રૂ આપે તો સાધુને તે રૂ લેવું કલ્પે છે.
२९ सागारियसस गंधियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए ।
ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ગંધીયશાળા-સુગંધી પદાર્થોની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને સુગંધી પદાર્થો(ઔષધરૂપે ઉપયોગી કોઈ તેલ વગેરે) આપે તો સાધુને તે સુગંધી પદાર્થો લેવા
કલ્પતા નથી.
३० सागारियस्स गंधियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए ।
ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી સુગંધી પદાર્થોની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવા સુગંધી પદાર્થો (ઔષધરૂપે ઉપયોગી તેલ વગેરે) આપે તો સાધુને તે સુગંધી પદાર્થો લેવા કલ્પે છે.
३१ सागारियस्स सोंडियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, जो से कप्पइ पडिग्गाहेत्तए ।
ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી મીઠાઈની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને મીઠાઈ આપે તો સાધુને તે મીઠાઈ લેવી કલ્પતી નથી.
एवं
| ३२ सागारियस्स सोंडियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, से कप्पइ पडिग्गाहेत्तए ।