________________
३०२
શ્રીવ્યવહાર સૂત્ર
९ से गामंसि वा जाव रायहाणिंसि वा बहूणं पवत्तिणीणं अप्पतइयाणं बहूणं गणावच्छेइणीणं अप्पचउत्थाणं कप्पर हेमंत गिम्हासु चारए अण्णमण्णं णीसा । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મૠતુમાં ગ્રામથી રાજધાની સુધીના સ્થાનમાં અનેક પ્રવર્તિનીઓ પોતે ત્રીજા અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય બે-બે સાધ્વીઓની સાથે (પોતાના સહિત ત્રણ સાધ્વીઓએ) અને અનેક ગણાવચ્છેદિકાઓએ પોત-પોતાની નિશ્રામાં અન્ય ત્રણ-ત્રણ સાધ્વીઓની(પોતાના સહિત ચાર સાધ્વીઓએ) સાથે વિહાર કરવો કલ્પે છે.
१० से गामंसि वा जाव रायहाणिसि वा बहूणं पवत्तिणीणं अप्पचउत्थाणं बहूणं गणावच्छेइणीणं अप्पपंचमाणं कप्पइ वासावासं वत्थए अण्णमण्णं णीसाए । ભાવાર્થ :ચાતુર્માસમાં અનેક પ્રવર્તિનીઓએ ગ્રામથી રાજધાની સુધીના સ્થાનમાં પોત-પોતાની નિશ્રામાં અન્ય ત્રણ-ત્રણ સાધ્વીઓની (પોતાના સહિત ચાર સાધ્વીઓએ) સાથે રહેવું કલ્પે છે અને અનેક ગણાવચ્છેદિકાઓએ (પોતાના સહિત પાંચ સાધ્વીઓએ) પોત-પોતાની નિશ્રામાં અન્ય ચાર-ચાર સાધ્વીઓની (પોતાના સહિત પાંચ સાધ્વીઓએ) સાથે રહેવું કલ્પે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પ્રવર્તિની તથા ગણાવચ્છેદિકા સાધ્વીની સાથે રહેતા સાધ્વીઓની સંખ્યાનું વિધાન છે. બૃહત્કલ્પ ઉદ્દે. ૫ માં સાધ્વીને એકલા રહેવાનો નિષેધ છે અને અહીં પ્રવર્તિનીને અન્ય એક સાધ્વીની સાથે વિચરવાનો નિષેધ છે, તેથી પ્રવર્તિની એક સાધ્વીને સાથે રાખીને વિચરી શકે નહીં, બે સાધ્વીઓને સાથે લઈને અર્થાત્ ત્રણ સાધ્વીઓ વિચરી શકે છે અને ત્રણ સાધ્વીઓને સાથે રાખીને અર્થાત્ ચાર સાધ્વીઓ ચાતુર્માસ કરી શકે છે.
પ્રવર્તિનીની પ્રમુખ . સહાયિકા સાધ્વી ગણાવચ્છેદિકા કહેવાય છે. તેનું કાર્યક્ષેત્ર ગણાવચ્છેદકની સમાન વિશાળ હોય છે અને તે પ્રવર્તિનીની આજ્ઞાથી સાધ્વીઓની વ્યવસ્થા, સેવા, પ્રાયશ્ચિત્ત આદિ ગચ્છના સર્વ કાર્યોની દેખરેખ રાખે છે, તેથી ગણાવચ્છેદિકા અન્ય ત્રણ સાધ્વીઓની સાથે અર્થાત્ ચાર સાધ્વીઓ શેષકાલમાં વિચરી શકે છે અને અન્ય ચાર સાધ્વીઓને સાથે રાખીને અર્થાત્ પાંચ સાધ્વીઓ સાથે મળીને ચાતુર્માસ કરી શકે છે.
ઉપરોક્ત સૂત્રોથી સ્પષ્ટ થાય છે કે પ્રવર્તિની કે ગણાવચ્છેદિકા આદિ પદની ગરિમાને જાળવી રાખવા પદવીધારી સાધ્વી પોતાની નિશ્રામાં અન્ય એક સાધ્વીને લઈને અર્થાત્ પદવીધર અને અન્ય એક, એમ બે સાધ્વીઓ વિચરણ કરી શકે નહીં, પરંતુ પદવીધર સિવાયની બે સામાન્ય સાધ્વીઓ સાથે વિચરણ કરી શકે છે અથવા ચાતુર્માસ પણ કરી શકે છે. સેવા આદિના નિમિત્તે પ્રવર્તિની આદિની આજ્ઞાથી બે સાધ્વીઓ અન્યત્ર જઈ શકે છે. બૃહદ્કલ્પ સૂત્ર ઉદ્દેશક-૫ અનુસાર સાધ્વી એકલી વિચરણ કરી શકે નહીં, આગમોક્ત રીતે બે સાધ્વીને વિચારવાનો નિષેધ નથી.
અગ્રણી સાધ્વીના કાળધર્મ સમયે અન્ય સાધ્વીઓનું કર્તવ્ય :
११ गामाणुगामं दूइज्जमाणी णिग्गंथी य जं पुरओ काउं विहरइ, सा य