SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી પડશે. આજે મારે મૌનપણે તમારી બુદ્ધિ મત્તાથી કરેલી કાર્યકુશળતા જોવાની છે. માનવ રત્નમાં આઠ અંગ હોય છે. તેના પેલ પાડી મસ્તક-હૃદય-ઉદર-કરોડરજ્જવાળી પીઠ, બે હાથ અને બે પગ આ રીતે અખંડિત પ્રતિમા ખડી કરવાની છે. શિલ્પીઓ એક બીજાનાં મોઢા સામું જોવા લાગ્યા. તેમાં માર્દવકુમાર અને સામાયિકકુમાર શૌર્ય દર્શાવવા આગળ આવ્યા અને વિનયપૂર્વક બોલ્યા, ગુરુજી આપની કૃપા જો અમને મળે તો અમે આ કાર્ય કરશું. અમે બધા સાથે મળીને, સંપીને આઠ અંગને ઉપસાવી દેશું. પ્રવચનકુમારે હા પાડી, તેણે વિનયપૂર્વકના વચન વધાવી લીધા. તે બંનેને આગળ કરી વીસ શિલ્પી તેમની પાછળ હર્ષ ઘેલા થતાં ચાલ્યા. બધા પહોંચી ગયા. પહેલા માનવ રત્નો પાસે માર્દવકુમારે દશાશ્રુતસ્કંધની ચોથી દશામાં દર્શાવેલી આઠ સંપદા વાંચી અને વિચારી લીધું, બધા શિલ્પીને ઇશારો કર્યો. જુઓ, પેલી આચાર સંપદા છે તે પાંચ પ્રકારે છે. તેનાથી આપણે મસ્તકની આકૃતિ પ્રગટ કરીએ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની પાંચ ભાવેન્દ્રિયવાળું મસ્તક કમળ ઉત્તમોતમ રચીએ. બધાએ હા પાડી અને કાર્યશીલ બની આચાર સંપદાથી મસ્તકનો ભાગ પ્રગટ કર્યો, શ્રુતસંપદાથી હૃદયનો ભાગ ઉપસાવ્યો, શરીર સંપદાથી પીઠનો કરોડરજ્જ સહિતનો ભાગ ઉપસાવ્યો, વચન સંપદાથી ઉદરનો ભાગ પ્રગટ કર્યો, વાંચના સંપદા અને મતિ સંપદાથી બંને હાથ ઉપસાવ્યા. પ્રયોગ અને સંગ્રહ સંપદાથી બંને ચરણ પ્રગટ કર્યા. આ રીતે આબેહૂબ મૂર્તિ પ્રગટ કરી દીધી. પ્રવચનકુમાર જોતાં જ રહી ગયા, માર્દવ કુમાર, સામાયિક કુમાર સહિત બધાના કાર્ય બિરદાવી બાવીસ શિલ્પીને પોતાને ત્યાં લઈ ગયા અને સત્સંગનું સરબત પીવડાવ્યું. આ માનવ રત્નની શ્રમણ મૂર્તિ પ્રગટ થતાં જ બધામાં પાપશ્રમણની મૂર્શિત ચેતનામાં સાચું શ્રમણ ચેતન જાગૃત થયું, જેઓ પ્રમાદની પથારીમાં સૂતા હતાં તે સળવળી ઊઠ્યા તેઓને લાગ્યું કે અમે દેહથી જુદા છીએ. સંસારના ત્યાગી છીએ. તેઓ વૈરાગ્યનો આનંદ અનુભવવા લાગ્યા. અહીં પ્રવચનકુમારે બધા શિલ્પીઓને બોલાવીને કહ્યું– આ શ્રમણ પ્રતિમા ઉપર પોલીશ કરવા માટે પાંચમી દશામાં ચિત્ત સમાધિનાંદસ ઔષધ છે. તેના વડે આ મતિને પોલીશ કરશો. તેથી તેના ઉપાંગ બધા જ બહાર દેખાશે અને તે ઉપાંગોથી ચિત્તની સમાધિ જંગમ રત્નો પ્રાપ્ત થશે. તો આ દસ ઔષધ લઈને હું ચાલું છું. તમને આપું છું. તે પ્રમાણે મૂર્તિ ઉપર લેપ કરતા જાઓ. ગુરુજીના આદેશ પ્રમાણે તેમની 39
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy