________________
ઉદ્દેશક-૨
[ ૧૪૯ ]
(૧) આખા મકાનમાં સર્વત્ર ધાન્ય વેરાયેલું હોય, તે મકાન સંપૂર્ણ રીતે અકલ્પનીય છે. (૨) જે મકાનમાં ધાન્ય વ્યવસ્થિત રીતે એકબાજુ ઢગલા કરીને રાખેલું હોય, ગમનાગમનમાં વિરાધનાની સંભાવના ન હોય, તેવા સ્થાનમાં હેમંત અથવા ગીષ્મઋતુમાં રહી શકાય છે. (૩) જે મકાનમાં ધાન્ય કોઠી આદિમાં ભરીને પેક કરીને વ્યવસ્થિત રાખ્યું હોય, ત્યાં ચાતુર્માસ કરી શકાય છે.
સંક્ષેપમાં જે સ્થાન નિર્દોષ અને પવિત્ર હોય, સાધુને ઈર્ષા સમિતિનું પાલન યથાર્થ રીતે થઈ શકે તેમ હોય, સાધુના દર્શન આદિને માટે આવતાં-જતાં લોકો દ્વારા પણ જીવવિરાધનાની સંભાવના ન હોય, તેવા સ્થાનમાં સાધુ રહી શકે છે. યથાલંદ કાલ –
तिविहं य अहालंदं, जहण्णयं मज्झिमं च उक्कोसं । ૩૬૪ત્ત જ નહિ , પણ પુખ હોઃ ૩ોd I –બૃહદ્ ભાષ્ય – ૩૩૦૩
ભાષ્યકારે યથાલંદકાલના ત્રણ પ્રકાર કહ્યા છે – જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. ભીનાહાથની રેખા સુકાવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયને જઘન્ય યથાલંદકાળ કહે છે. પાંચ દિવસ-રાતને ઉત્કૃષ્ટ યથાલંદકાળ કહે છે અને આ બંનેની વચ્ચેના કાળને મધ્યમ યથાલંદકાળ કહે છે.
જે સ્થાનમાં ધાન્ય વેરાયેલું હોય ત્યાં સાધુને જઘન્ય યથાલંદકાળ પણ રહેવું કલ્પતું નથી, કારણ કે તે સ્થાનમાં ગમનાગમન કરતાં સચિત્ત બીજોની વિરાધના થાય છે અને ધાન્ય પર ચાલતા ક્યારેક લપસી પડવાથી આત્મવિરાધના પણ થાય છે, તેથી સાધુ-સાધ્વીઓએ ત્યાં અલ્પકાળ પણ રહેવું ન જોઈએ. માદક દ્રવ્યયુક્ત સ્થાન :| ४ उवस्सयस्स अंतो वगडाए सुरा-वियड कुभ्भे वा सोवीर-वियड-कुम्भे वा उवणिक्खित्ते सिया, णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहालंदमवि वत्थए । हुरत्था य उवस्सयं पडिलेहमाणे णो लभेज्जा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ, से संतरा छेए वा परिहारे वा । ભાવાર્થ :- જે સ્થાનની અંદર દારૂ અને સૌવીરથી ભરેલા ઘડા હોય, તે સ્થાનમાં સાધુ-સાધ્વીઓને યથાલંદકાલ-અલ્પકાલ પણ રહેવું કલ્પતું નથી. ગવેષણા કરવાં છતાં રહેવા માટે અન્ય સ્થાન ન મળે તો ઉક્ત સ્થાનમાં એક કે બે રાત રહેવું કહ્યું છે, એક કે બે રાતથી વધારે રહેવું કલ્પતું નથી. તેવા સ્થાનમાં જો સાધુ એક કે બે રાતથી વધારે રહે, તો તે સાધુ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને દારૂ સંગ્રહિત સ્થાનમાં રહેવાનો નિષેધ કર્યો છે. સુર- ચોખા આદિના લોટમાંથી જે દારૂ બનાવવામાં આવે છે, તે સુરા કહેવાય છે અને નિર- દ્રાક્ષ, ખજૂર આદિમાંથી જે દારૂ બનાવવામાં આવે, તે સૌવીર કહેવાય છે. ઉપલક્ષણથી કોઈપણ પ્રકારના દારૂ ભરેલા ઘડા જે સ્થાનમાં હોય, તેવા સ્થાનમાં સાધુ-સાધ્વીએ યથાલંદકાળ પણ રહેવું ન જોઈએ. જો રહે તો