________________
૧૫૦ ]
શ્રી બૃહક૯પ સૂત્ર
તે લઘુચૌમાસી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે કારણ કે તેવા સ્થાનમાં રહેવાથી સાધુને દારૂ પીવાની ઇચ્છા થાય, દારૂ પીએ તો તેમાં અનેક દોષોની સંભાવના છે તેમજ ત્યાં રહેવાથી લોકોના માનસમાં સાધુ માટે શંકા ઉત્પન્ન થાય છે.
અન્ય સ્થાન ન મળે તો એક કે બે રાત્રિ ત્યાં રહી શકે છે. આ અપવાદયુક્ત વિધાન ગીતાર્થો માટે છે અથવા ગીતાર્થના નેતૃત્વમાં અગીતાર્થ સાધુઓ રહી શકે છે. બે રાતથી વધારે રહેવાથી સુત્રોક્ત મર્યાદાનું ઉલ્લંઘન થાય છે અને તેથી દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. પાણી ભરેલા ઘટ્યુક્ત સ્થાન :| ५ उवस्सयस्स अंतो वगडाए सीओदग-वियडकुंभे वा उसिणोदग-वियडकुंभे वा उवणिक्खित्ते सिया, णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहालंदमवि वत्थए । हुरत्था य उवस्सय पडिलेहमाणे णो लभेज्जा, एवं से कप्पइ एगराय वा दुराय वा वत्थए । णो से कप्पइ पर एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ, से संतरा छए वा परिहारे वा । ભાવાર્થ :- જે સ્થાનની અંદર અચિત્ત ઠંડા પાણી અથવા ગરમ પાણીના ઘડા ભરીને રાખ્યા હોય, તે સ્થાનમાં સાધુ-સાધ્વીઓને અલ્પકાળ પણ રહેવું કલ્પતું નથી. ગવેષણા કરવા છતાં પણ અન્ય સ્થાન ન મળે તો ઉક્ત સ્થાનમાં એક કે બે રાત્રિ રહેવું કહ્યું છે, એક કે બે રાત્રિથી વધારે રહેવું કલ્પતું નથી. જો સાધુ ત્યાં એક અથવા બે રાતથી વધુ રહે છે, તો તે દીક્ષા છેદ અથવા કપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચન:સીરિયડને ઉકાળીને ઠારેલા અથવા ક્ષાર આદિ પદાર્થોના મિશ્રણથી અચિત્ત થયેલા ઠંડા પાણીથી ભરેલા ઘડાને “શીતોદકવિકૃતકુંભ” કહે છે અને પ્રાસુક ગરમ પાણીથી ભરેલા ઘડાને “ઉષ્ણોદકવિકૃતકુંભ” કહે છે. જે સ્થાનમાં પ્રાસુક ગરમ કે ઠંડા પાણીથી ભરેલા ઘડા હોય, તે સ્થાનમાં સાધુ અને સાધ્વીઓને યથાલંદકાળ પણ રહેવું કલ્પતું નથી.
પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત પાણીનું કથન ન કરતાં અચિત્ત પાણીનું કથન છે, તેનું તાત્પર્ય એ છે કે સાધુઓ અચિત્ત પાણીનો સહજ ઉપયોગ કરે છે. અચિત્ત પાણી યુક્ત સ્થાનમાં રહેવાથી કોઈ સાધુને રાત્રે તરસ લાગે અને તે સ્થાનમાં અચિત્ત પાણી હોય, તો તેને તે પાણી પીવાનું મન થઈ જાય અથવા કોઈ પાણી પીએ, તો તેનું રાત્રિભોજન વેરમણ વ્રત ખંડિત થાય, સાધુ રાત્રે પાણી પીતા હશે તેવી કોઈ ગૃહસ્થને શંકા થાય માટે તેવા શંકાયુક્ત સ્થાનોમાં રહેવાનો નિષેધ છે.
અગ્નિયુક્ત સ્થાન :| ६ उवस्सयस्स अंतो वगडाए सव्वराइए जोई झियाएज्जा, णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अहालंदमवि वत्थए । हुरत्था य उवस्सयं पडिलेहमाणे णो लभेज्जा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । णो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसइ, से संतरा छेए वा परिहारे वा ।