SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાભાવે વંદન કરું છું. ગોંડલ ગચ્છના આદ્ય સંસ્થાપક નિદ્રા વિજેતા ૧૦૦૮ બ્રા. બ્ર. પૂ. ડુંગરસિંહજી મ.સા., પાટાનુપાટ બિરાજિત સંપ્રદાયના નભોમંડળે ચમકતા અનસ્ત સિતારા મમશ્રદ્ધામૂર્તિ પૂજ્ય જય-માણેક-પ્રાણ-રતિ-ગુરુ દેવની અસીમ-અસીમ કૃપાએ તેમજ મમ જીવન ઉપકારી સંયમ સંસ્કારદાત્રી ગુરુણીમૈયા પૂજ્યવરા મંગલમૂર્તિ મુક્તાબાઈ સ્વામી અને ભાવયોગિની પૂ. લીલમબાઈ મ.ના અવિરત વરસતા અંતરના આશીર્વાદે ‘ત્રણ છેદ સૂત્રો’ના ભગવદ્ ભાવોને સંયમી જીવનની જાગૃતિના લક્ષે, સ્વના સ્વાધ્યાયના સહારે અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સમયે સૌ ઉપકારીવૃંદ પ્રત્યે અંતરથી કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. વર્તમાન બિરાજિત ગોંડલ ગચ્છ શિરોમણિ પરમદાર્શનિક પૂ. જયંતિલાલજી મ.સા. જેઓએ આગમના રહસ્યો સભર અભિગમ મોકલી અનન્ય ઉપકાર કર્યો છે. વાણીભૂષણ પૂ. ગિરીશમુનિ મ.સા., આગમ દિવાકર જનકમુનિ મ.સા., નવકાર મંત્ર આરાધક પૂ. જગદીશમુનિ મ.સા., ધ્યાનયોગી પૂ. હસમુખમુનિ મ.સા., તપસ્વી પૂ. ગજેન્દ્રમુનિ મ.સા., શાસનપ્રભાવક પૂ. નમ્રમુનિ મ.સા. તથા આગમ મનિષી પૂ. ત્રિલોક મુનિ મ.સા. વગેરે ગુરુ ભગવંતો મને હર હંમેશ માર્ગદર્શન આપતા રહ્યા છે તેઓશ્રીનો પણ હાર્દિક આભાર માની વંદન કરું છું. મમગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. જેઓના જીવનમાં અરિહંત આજ્ઞાનું ગુંજન અને મહાવીરના માર્ગનું મંથન ચરિતાર્થ છે તેવા ગુરુણીમૈયાએ સ્વસાધના અને તપ આરાધના સાથે પરામાર્થકાજે છેલ્લા નવ-નવ વર્ષથી તન, મન, જીવન આગમ પ્રકાશન કાર્યને સમર્પિત કર્યું છે અને સહસંપાદિકા મારા ગુરુભગિની સાધ્વી રત્ના ડૉ. આરતીબાઈ મ. અને સુબોધિકાબાઈ મ. એ પણ ગુણીના હૃદયભાવોને આત્મસાત્ કરી આગમ પ્રકાશન કાર્યમાં પરમાત્માના ભાવોને પામવા અજોડ સેવા આપી છે. તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો શું ઉપકાર માનું ? શું આભાર માનું ? બધુ શબ્દાતીત છે. શબ્દની હોડલી શું લઈ જશે મારા ભાવનો ભારો શબ્દો તો સીમિત છે ભાવ અસીમિત છે ત્યાં હું ક્યાં પામુ કિનારો ? તેમ છતાં આપ સૌના નવ-નવ વર્ષના અપ્રમતભાવે કરેલા આ પ્રચંડ પુરુષાર્થની ભૂરી ભૂરી અનુમોદના કરી, આ અનુવાદમાં રહેલી ત્રુટિઓને દૂર કરી સુઘડ, સચોટ, 62
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy