SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક— ૨૨૩ ભાવાર્થ:સાધુ આજીવન અનશનથી ક્લાંત થયેલી સાધ્વીને સ્થિર કરે અથવા સહારો આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. १८ अट्ठजायं णिग्गंथिं णिग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा णाइक्कमइ । ભાવાર્થ:- અર્થજાત–શિષ્ય અથવા પદ પ્રાપ્તિની તીવ્રતમ ઇચ્છાથી વ્યાકુળ થયેલી સાધ્વીને સાધુ પકડે(સમજાવે) અથવા આધાર આપે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે વિજાતીય સ્પર્શનો અપવાદ માર્ગ પ્રદર્શિત કર્યો છે. સામાન્ય રીતે સાધુ-સાધ્વીને માટે બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષા માટે વિજાતીય સ્પર્શનો સર્વથા નિષેધ છે. બાલ, વૃદ્ધ, તપસ્વી, રોગી આદિ સાધુની સેવા સાધુ જ કરે છે અને સાધ્વીની સેવા સાધ્વી જ કરે છે આ ઉત્સર્ગ માર્ગ છે. પ્રસ્તુત સૂત્રોમાં અનેક વિશિષ્ટ પરિસ્થિતિજન્ય અપવાદમાર્ગનું કથન છે. સાધુના પગમાં કાંટો વાગી જાય, આંખમાં કણું પડે, સહવર્તી અન્ય કોઈ સાધુ તે કાઢી શકે તેમ ન હોય ત્યારે સાધ્વી અન્ય કોઈ યોગ્ય વ્યક્તિને સાક્ષીભૂત રાખીને વિધિપૂર્વક સંયમભાવથી સાધુના પગમાંથી કાંટો કાઢી શકે છે. તે રીતે સાધ્વીના પગમાંથી સાધુ પણ કાંટો કાઢી શકે છે. સાધ્વી કોઈ વિષમ સ્થાનથી પડી ગઈ હોય, ઉન્માદાદિના કારણે સાધ્વી ભાગી જતી હોય વગેરે પરિસ્થિતિમાં તે સાધ્વીને આધાર દેનાર અન્ય સાધ્વી ન હોય તો તેવી વિકટ પરિસ્થિતિમાં સાધુ સાધ્વીને બચાવી શકે છે. તે જ રીતે સાધ્વી પણ સાધુને બચાવી શકે છે. આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં વિજાતીય સ્પર્શ થાય, ત્યારે સાધુ-સાધ્વી સ્વયં રાગભાવની અનુભૂતિ ન કરે, સંયમ ભાવમાં સ્થિર રહે, તો તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આ અપવાદ માર્ગ છે. જો સ્વયં રાગભાવની અનુભૂતિ કરે, તો તે સાધુ-સાધ્વી બ્રહ્મચર્ય વ્રત ભંગના દોષથી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. સંયમનાશક છ સ્થાન ઃ १९ | कप्पस्स छ पलिमंधू पण्णत्ता, तं जहा कोक्कुइए संजमस्स पलिमंथू, मोहरिए सच्चवयणस्स पलिमंथू, चक्खुलोलुए इरियावहियाए पलिमंथू, तिंतिणिए एसणागोयरस्स पलिमंथू, इच्छालोलुए मुत्तिमग्गस्स पलिमंधू, भिज्जाणियाणकरणे मोक्खमग्गस्स पलिमंथू । सव्वत्थ भगवया अणियाणया पसत्था । ભાવાર્થ :- છ પ્રવૃત્તિ સાધુ આચારની વિઘાતક(સાધુપણાનો નાશ કરનાર)છે, તે આ પ્રમાણે છે– (૧) ચંચળતા સંયમ વિઘાતક છે. (૨) વાચાળતા સત્ય વચનની વિઘાતક છે. (૩) નેત્ર વિષયક લોલુપતા ઈર્યા
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy