________________
દશા-૬
પ્રતિમા કરી છે.
વિવેચનઃ
પ
પ્રસ્તુત સૂત્રોમાં શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન છે. સાધુઓની સમીપે ધર્મશ્રવણ કરતાં હોવાથી કે સાધુઓની ઉપાસના-સેવા કરતાં હોવાથી શ્રાવકોને ઉપાસક અથવા શ્રમણોપાસક કહે છે. શ્રાવકોમાં કેટલાક વ્રતરહિત પરંતુ સમ્યગ્દષ્ટિવાન હોય છે, તે દર્શન શ્રાવક કહેવાય છે. કેટલાક શ્રાવકો સભ્યદૃષ્ટિ સંપન્ન અને વ્રતધારક બંને હોય છે પરંતુ ઉપાસકો અવશ્ય વ્રતધારક દેશવિરતિધર જ હોય છે. અહીં ઉપાસકોની પ્રતિમાનું વર્ણન છે.
નવાસા પકિમાઃ- ઉપાસક પ્રતિમા. પ્રવ્રુત્તિના અભિગ્રહ વિશેષઃ । અભિગ્રહ વિશેષ ધારણ કરવા, વિશેષ પ્રકારની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરવો, તેને પ્રતિમા કહે છે. પ્રતિમામાં નિયત સમય સુધી અતિચાર રહિત, કોઈપણ પ્રકારના આગાર-છૂટ વિના દઢતાપૂર્વક નિયમોનું પાલન કરવામાં આવે છે. સામાન્ય રૂપે શ્રાવક વ્રત-નિયમના ધારક હોય છે. સમ્યગ્દષ્ટિ આત્મા વ્રત ધારણ કરે ત્યારે પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને ત્યારપછી તે વ્રતધારી શ્રાવક કહેવાય છે. શ્રાવક બાર વ્રતોમાંથી યથાશક્તિ વ્રતોને ધારણ કરી શકે છે. કેટલાક શ્રાવકો એકત્રતધારી હોય છે, કેટલાક બાર વ્રતધારી હોય છે અને કેટલાક શ્રાવકો ઉપાસક પ્રતિમાના ધારણ પણ હોય છે. શ્રાવક પોતાના વ્રતોમાં આગાર અર્થાત વિવિધ પ્રકારની છૂટ રાખી શકે છે. પ્રતિમામાં પણ વિવિધ પ્રકારના વ્રત, પ્રત્યાખ્યાન ધારણ કરવામાં આવે છે, પણ તેમાં કોઈપણ પ્રકારની છૂટ રાખવામાં આવતી નથી.
પ્રતિમાધારકની યોગ્યતા – દીર્ઘ સંયમ પર્યાયવાળા અને વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ધારક સાધુ જ ભિક્ષુ પ્રતિમા ધારણ કરી શકે છે તેમ શ્રાવક બાર વ્રત પાલનના અભ્યાસી અને અલ્પાંશે પણ શ્રુતજ્ઞાનના ધારક શ્રાવક પ્રતિમાઓનું વહન કરી શકે છે. જો કે આવી યોગ્યતાનો સ્પષ્ટ ઉલ્લેખ આગમમાં નથી પણ વિશિષ્ટ નિયમ ધારણ કરનાર સાધક સામાન્ય રૂપે વ્રતના ધારક હોય જ છે, તે સમજી શકાય તેવી વાત છે. પ્રતિમાધારીની ગૃહસ્થ કાર્યની પ્રવૃત્તિ-નિવૃત્તિ ઃ– પ્રતિમાધારી શ્રાવકોએ સાંસારિક જવાબદારીઓથી નિવૃત્ત થવું જરૂરી છે, પરંતુ સાતમી પ્રતિમા સુધી ગૃહકાર્યોનો ત્યાગ આવશ્યક નથી, તે પ્રતિમાઓમાં ધારણ કરેલા નિયમોનું શુદ્ધ રીતે પાલન કરવું અતિ આવશ્યક ગણાય છે. આઠમી પ્રતિમાથી ક્રમશઃ ગૃહ કાર્યોનો ત્યાગ કરતાં-કરતાં અગિયારમી પ્રતિમામાં સંપૂર્ણ રીતે ગૃહકાર્યોનો ત્યાગ થઈ જાય છે અને તે પ્રતિમાધારી શ્રાવક સાધુ જેવા આચારનું પાલન કરે છે.
સવધમ્મર્ફઃ– સર્વધર્મમાં રુચિ. શ્રુતધર્મ, ચારિત્રધર્મ, ક્ષમા–આર્જવાદિયતિધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ રૂપ ધર્મ દાન-શીલાદિ ધર્મ વગેરે સર્વધર્મમાં રુચિ (શ્રદ્ધા). પ્રતિમાધારી ઉપાસકને જીવ અવાદિ સર્વ પદાર્થોના ધર્મ(સ્વભાવ)માં યથાર્થચિ અર્થાત્ સમ્યક શ્રદ્ધા હોય છે. પ્રથમ દર્શન પ્રતિમામાં સમ્યક્ત્વની જ પ્રધાનતા છે. શેષ પ્રતિમાઓમાં ક્રમશઃ શ્રાવક વ્રતોની આરાધના પ્રધાન બને છે, પરંતુ અગિયારે-અગિયાર પ્રતિમાની પાર્શ્વભૂમિમાં ધર્મરુચિ અગ્રસ્થાન પામે છે.
સીલ-ગુણવય-વેરમળશીલવ્રત, ગુણવ્રત, વેરમણવ્રત(અણુવ્રત); સામાયિક, દેશાવગાસિક, પૌષધ, અતિથિસંવિભાગ, આ ચાર શિક્ષાવ્રતને અહીં શીલવ્રત કહ્યા છે. દિશાવ્રત, ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત, અનર્થદંડ વિરમણ વ્રત, આ ત્રણ ગુણવ્રત છે અને વેરમણ શબ્દથી પાંચ અણુવ્રતનું ગ્રહણ થાય છે. આ