________________
ઉદ્દેશક ર
11
ભાવાર્થ :- સાધુઓ અને સાધ્વીઓને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા અને તેનો ઉપયોગ કરવો કલ્પે છે જેમકે (૧) જાંગમિક (૨) ભાંગિક (૩) શાનક (૪) પોત્તક (૫) તિરીટપટ્ટક.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને કલ્પનીય પાંચ પ્રકારના વસ્ત્રનું કથન છે.
જાગમિક— ઘેટા આદિના વાળથી બનેલા વસ્ત્ર, ભાગિક- અળસી આદિની છાલથી બનેલા વસ્ત્ર, શાશક- રણ-જટથી બનેલા વસ્ત્ર, પૌત્ત- કપાસથી બનેલા વસ્ત્ર, તિરીટપાક- તિરીટ (તિમિર) વૃક્ષની છાલથી બનેલા વસ્ત્ર, આ પાંચ પ્રકારના વસ્ત્ર સાધુને માટે કલ્પનીય છે.
જંગમનો અર્થ ત્રસ જીવ છે. ત્રસજીવ બે પ્રકારના છે– (૧) વિકલેન્દ્રિય અને (૨) પંચેન્દ્રિય, રેશમી વસ્ત્ર વિકલેન્દ્રિય પ્રાણીજન્ય છે તેનો ઉપયોગ સાધુને માટે સર્વથા વર્જિત છે. પંચેન્દ્રિય જીવોના ચામડાથી બનેલા વસ્ત્રો પણ સાધુ-સાધ્વી માટે વર્જનીય છે, પરંતુ તેના વાળથી બનેલા ઉનના વસ્ત્રોનો ઉપયોગ સાધુ-સાધ્વી કરી શકે છે કારણ કે ઘેટા આદિના વાળ કાપવામાં તે પ્રાણીઓની ઘાત થતી નથી. આચારાંગ શ્રુ–૨, અ.પ.ઉ.૧ માં તથા ઠાણાંગ અ.પ, ઉ. ૩માં પણ ઊનના વસ્ત્રોને કલ્પનીય કહ્યા છે. અહીં નામમાં તફાવત છે.
આ પાંચ જાતિના વસ્ત્રોમાંથી જ્યારે, જ્યાં, જે વસ્ત્ર સુલભ હોય, તેને સાધુ ગ્રહણ કરી શકે છે. સૂત્રોક્ત પાંચ પ્રકારમાંથી પ્રાથમિકતા સુતર અને ઊનના વસ્ત્રોને આપવી જોઈએ. સાધુ-સાધ્વી માટે કલ્પનીય રજોહરણ :
३० कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाई रयहरणाई धारितए वा परिहरित्तए વા, તું પદા- મોળિય્, મોટ્રિ, સામ્, વચ્ચવિષ્પિ, મુંગા પિબ્લિક્ ખામ પંચમે 1 ત્તિ ચેમિ।
ભાવાર્થ:- સાધુઓ અને સાધ્વીઓએ આ પાંચ પ્રકારના રજોહરણને રાખવા અને તેનો ઉપયોગ કરવો કહપે છે, જેમ કે– (૧) ઔર્ણિક (૨) ઔષ્ટિક (૩) સાનક (૪) વાપિચ્ચક (૫) મુંજપિચ્ચક. આ પ્રમાણે ભગવાને કહ્યું છે.
વિવેચન :
જેના દ્વારા ધૂળ આદિ દ્રવ્ય-રજ અને કર્મમળરૂપ ભાવ રજ દૂર કરાય, તેને રજોહરણ કહે છે. દ્રવ્યરજોહરણ :- ગમનાગમન કરતાં પગ પર લાગેલી રજૂ અથવા મકાનમાં આવેલી રજૂને જેના દ્વારા પ્રમાર્જન કરીને દૂર કરાય છે, તે દ્રવ્યરજોહરણ છે.
ભાવરજોહરણ :– જીવ રક્ષાની ભાવનાથી ભૂમિ પર તથા શરીર, વસ્ત્ર, શય્યા, આદિ પર રહેલા કીડા, મંકોડા આદિ જીવોને કષ્ટ પહોંચાડયા વિના જેના દ્વારા દૂર કરવામાં આવે, તે ભાવ રજોહરણ છે. જીવરક્ષાનું સાધન હોવાથી તે ભાવ રજોહરણ કહેવાય છે.
રજોહરણના પાંચ પ્રકાર હોય છે– ૧. ઔર્ષિક ઘેટા આદિની ઉનથી બનાવાય તે, ૨. ઔષ્ટિકઊંટના વાળથી બનાવાય તે, ૩. શાનક— શાની છાલથી બનાવાય તે, ૪. વચ્ચેાપિચ્ચ– વચ્ચાનો અર્થ