________________
ઉદ્દેશક-૭
૩૩૧ ]
આજ્ઞાગ્રહણ વિધિઃ२४ विहवधूया णायकुलवासिणी सा वि यावि ओग्गहं अणुण्णवेयव्वा । किमंग पुण पिया वा भाया वा पुत्ते वा से वि या वि ओग्गहे ओगेण्हियव्वे । ભાવાર્થ – જ્ઞાતકુલવાસિની (પિતાને ઘરે જીવન પસાર કરનાર) વિધવા બેનની પણ આજ્ઞા લઈ શકાય છે ત્યારે પિતા, ભાઈ, પુત્ર માટે તો શું કહેવું? અર્થાત્ તેની પણ આજ્ઞા ગ્રહણ કરી શકાય છે. २५ पहे वि ओग्गहं अणुण्णवेयव्वे । ભાવાર્થ – જો માર્ગમાં રહેવું હોય તો તે સ્થાનની પણ આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે કોઈપણ સ્થાનમાં રહેતા પહેલાં અથવા બેસતા પહેલાં આજ્ઞાગ્રહણની અનિવાર્યતા તથા તેની વિધિ પ્રદર્શિત કરી છે. સાધુને જે મકાનમાં રહેવાનું હોય, તે મકાન માલિકની આજ્ઞા લેવી જોઈએ, તે ઉપરાંત તે માલિકના પારિવારિકજનો, જે તે જ મકાનમાં રહેતા હોય તેની પણ આજ્ઞા લઈ શકાય છે, જેમ કે- તે માલિકના પિતા, પુત્ર, ભાઈની પણ આજ્ઞા લઈ શકાય છે અર્થાત્ સંયુક્ત પરિવારના કોઈ પણ સમજદાર સભ્ય તે સ્ત્રી હોય કે પુરુષ તેની આજ્ઞા લઈ શકાય છે. વિવાહિત બેનની આજ્ઞા લઈ શકાતી નથી પરંતુ તે બેન કોઈ કારણથી હંમેશને માટે પિતાના ઘરે જ રહેતા હોય તો તેની આજ્ઞા લઈ શકાય છે, આ રીતે સમજદાર અથવા જવાબદાર નોકરની પણ આજ્ઞા લઈ શકાય છે.
મકાનની બહાર અથવા ખુલ્લી જગ્યામાં બેસવું હોય, ક્યારેક મકાન-માલિક ઘર બંધ કરીને કયાંક ગયા હોય તો કોઈ મુસાફર અથવા પાડોશીની પણ આજ્ઞા લઈ શકાય છે.
સાધુએ વિહાર કરતા કયારેક માર્ગમાં અથવા વૃક્ષની નીચે રહેવાનું કે બેસવાનું થાય તો તે સ્થાનની પણ આજ્ઞા લેવી જોઈએ. આજ્ઞા વિના સાધુ ત્યાં પણ રહી કે બેસી શકતા નથી. તે સમયે જો કોઈ પણ મુસાફર તે તરફ જઈ રહ્યા હોય અથવા કોઈ વ્યક્તિ ત્યાં બેઠા હોય તો તેની આજ્ઞા લઈ શકાય છે.
કોઈ આજ્ઞા દેનાર ન હોય તો એ સ્થાનમાં રહેવા માટે "શક્રેન્દ્રની આજ્ઞા" એમ ઉચ્ચારણ કરીને સાધુ રહી શકે છે, પરંતુ આજ્ઞા લીધા વિના કયાંય પણ રહેવું ન જોઈએ. આજ્ઞા વિના બેસવાથી કે રહેવાથી સાધુનું ત્રીજું મહાવ્રત ખંડિત થાય છે. રાજ્યપરિવર્તનમાં આજ્ઞા ગ્રહણ વિધિઃ२६ से रज्जपरियट्टेसु संथडेसु अव्वोगडेसु अव्वोच्छिण्णेसु अपरपरिग्गहिएसु सच्चेव ओग्गहस्स पुव्वाणुण्णवणा चिट्ठइ अहालंदमवि ओग्गहे ।। ભાવાર્થ - રાજ પરિવર્તન થયું હોય અર્થાત્ રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક થયો હોય, પરંતુ તે રાજ્ય અવિભક્ત હોય, શત્રુઓ દ્વારા અનાક્રાંત હોય, વંશ પરંપરા અવિચ્છિન્ન હોય અને રાજ્યવ્યવસ્થા પહેલાંની જેમ હોય, તો સાધુ-સાધ્વીઓ માટે પૂર્વે ગ્રહણ કરેલી આજ્ઞા જ યથાલંદકાળ પર્યત ચાલે છે. | २७ से रज्जपरियट्टेसु, असंथडेसु वोगडेसु वोच्छिण्णेसु परपरिग्गहिएसु