________________
૨૮૮ ]
શ્રીવ્યવહાર સૂત્ર
માર્ગમાં વિચરવાના લક્ષથી તેને રહેવું કલ્પતું નથી, જો રોગાદિનું કારણ હોય તો વધારે રહેવું કહ્યું છે. રોગાદિનું કારણ સમાપ્ત થઈ જાય અને કોઈ કહે કે હે આર્ય! એક કે બે રાત વધુ રહો, તો તેને એક કે બે રાત વધારે રહેવું કહ્યું છે, એક કે બે રાત્રિથી વધારે રહેવું કલ્પતું નથી. જો તે એક કે બે રાતથી વધારે રહે, તો તે મર્યાદાના ઉલ્લંઘનના કારણે દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં અનિવાર્ય પરિસ્થિતિમાં પણ અપરિપક્વ સાધુઓને ગણધારકના નેતૃત્વ વિના રહેવાનો નિષેધ કર્યો છે. ચાતુર્માસમાં અથવા શેષનાલમાં વિચરતા પ્રત્યેક સાધુઓના સંઘાડામાં એક-એક ગણધારક અર્થાત્ મુખ્ય, અગ્રણી સાધુ હોવા જરૂરી છે. તે મુખ્ય સાધુની નિશ્રામાં જ અન્ય સાધુઓ નિરાબાધપણે સંયમનું પાલન કરી શકે છે. ક્યારેક અચાનક તે ગણધારક મુખ્ય સાધુ કાલધર્મ પામે, તો અન્ય સાધુઓમાંથી યોગ્ય સાધુને તુરંત પ્રમુખપદે સ્થાપિત કરવા જોઈએ. જો તે ગચ્છમાં એક પ્રમુખ સાધુ સિવાયના સર્વ સાધુઓ અગીતાર્થ કે અપરિપક્વ હોય, તેઓમાં ગણધારકની યોગ્યતા ન હોય, તો સર્વ સાધુઓએ શેષનાલમાં કે ચાતુર્માસમાં તુરંત વિહાર કરીને અન્ય સાધર્મિક ગીતાર્થ સાધુની નિશ્રામાં પહોંચી જવું જોઈએ. જ્યાં સુધી અન્ય સાધર્મિક સાધુઓની પાસે ન પહોંચે ત્યાં સુધી માર્ગમાં એક-બે દિવસ રોકાઈ શકે છે, તે સિવાય કયાંય પણ વધારે રોકાવું કલ્પતું નથી.
કોઈ શારીરિક વ્યાધિ થઈ જાય તો ઉપચાર માટે એક સ્થાનમાં એક-બે દિવસથી વધુ રોકાઈ શકે અને વ્યાધિ સમાપ્ત થયા પછી વૈદ્ય આદિના કહેવાથી એક કે બે દિવસ વધારે પણ રહી શકે છે. સ્વસ્થ થયા પછી બે દિવસથી વધારે રહે તો તેને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આવે છે.
ગીતાર્થની નિશ્રા વિના નિરાબાધપણે ચારિત્રનું પાલન થતું નથી, દોષોની આલોચના, પ્રાયશ્ચિત્ત વગેરે યથોચિત થતાં ન હોવાથી ચારિત્રની શુદ્ધિ થતી નથી, તેથી અગીતાર્થ સાધુઓએ કોઈપણ પરિસ્થિતિમાં શીધ્રાતિશીધ્ર ગીતાર્થ સાધુની નિશ્રામાં પહોંચી જવું જોઈએ. આચાર્યાદિના કાલધર્મ પછી પદ પ્રદાનનો નિર્ણયઃ१३ आयरिय-उवज्झाए गिलायमाणे अण्णयरं वएज्जा-अज्जो ! ममंसि णं कालगयंसि समाणंसि अयं समुक्कसियव्वे ।
से य समुक्कसणारिहे समुक्कसियव्वे, से य णो समुक्कसणारिहे णो समुक्कसियव्वे, अत्थियाइ त्थ अण्णे केइ समुक्कसणारिहे से समुक्कसियव्वे । णत्थियाइ त्थ अण्णे केइ समुक्कसणारिहे चेव समुक्कसियव्वे । तंसि च णं समुक्किटुंसि परो वएज्जा- दुस्समुक्किटुं ते अज्जो ! णिक्खिवाहि । तस्स णं णिक्खिवमाणस्स पत्थि केइ छए वा परिहारे वा ।
जे साहम्मिया अहाकप्पेणं णो उट्ठाए विहरंति सव्वेसि तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा। ભાવાર્થ :- રોગગ્રસ્ત આચાર્ય અથવા ઉપાધ્યાય કોઈ પ્રમુખ સાધુને કહે કે હે આર્ય! મારા કાળધર્મ પછી અમુક સાધુને મારા પદ પર સ્થાપિત કરજો.