________________
૨૬૮ |
શ્રીવ્યવહાર સત્ર
असबलायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहण्णेणं आयारप्पकप्पधरे कप्पइ, उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ :- ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા, આચારકુશળ, સંયમ કુશળ, પ્રવચનકુશળ, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહ કરવામાં કુશળ, અક્ષત આચારવાન, અભિન્ન આચારવાન, અશબલ આચારવાન, અસંકિલષ્ટ આચારવાન હોય, બહુશ્રુત તેમજ બહુ આગમજ્ઞ, ઓછામાં ઓછા આચાર-પ્રકલ્પ ધારણ કરનાર શ્રમણ-નિગ્રંથને ઉપાધ્યાયપદ આપવું કહ્યું છે. । ४ स च्चेव णं से तिवासपरियाए समणे णिण्णंथे णो आयारकुसले णो संजमकुसले णो पवयण कुसले णो पण्णत्तिकुसले णो संगहकुसले णो उवग्गहकुसले खयायारे, भिण्णायारे सबलायारे संकिलिट्ठयारे अप्पसुए अप्पागमे णो कप्पइ उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ :- ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ, જો આચારકુશળ, સંયમકુશળ, પ્રવચન કુશળ, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહ કુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ અને સંકિલષ્ટ આચારવાળા હોય, અલ્પશ્રુત તેમજ અલ્પ આગમના જાણકાર હોય, તો તેને ઉપાધ્યાય પદ આપવું કલ્પતું નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપાધ્યાય પદની યોગ્યતા-અયોગ્યતાનું કથન છે. એક ગચ્છમાં અનેક સાધુ-સાધ્વી હોય છે. ગચ્છના સર્વ સાધુ-સાધ્વીઓના જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ તથા તેમનો સર્વાગી વિકાસ થાય, તે માટે ગચ્છમાં સુયોગ્ય સંચાલકોની જરૂર હોય છે. આ જરૂરિયાતની પૂર્તિ માટે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક આદિ પદની નિયુક્તિ કરવામાં આવે છે.
તે તે પદની નિયુક્તિ માટે સાધુઓની યોગ્યતા હોવી જરૂરી છે. સુપાત્ર સાધુને પ્રાપ્ત થયેલું પદ જ સફળ બને છે. પ્રસ્તુત સુત્રમાં ઉપાધ્યાય પદની યોગ્યતા માટેના ગુણોનું કથન છે. તેમાં દીક્ષા પર્યાય, શ્રુતજ્ઞાન તેમજ આચારશુદ્ધિ તથા વ્યવહાર શુદ્ધિ મુખ્ય છે. (૧) દીક્ષા પર્યાય - દીક્ષા પર્યાયની વૃદ્ધિ સાથે સાધુમાં સંયમી જીવનનો અનુભવ, ક્ષમતા, પ્રભાવશીલતાનો વિકાસ થાય છે, ઉપાધ્યાયનું મુખ્ય કાર્ય ગચ્છના સાધુઓને અધ્યયન-અધ્યાપન કરાવીને જ્ઞાનનો વિસ્તાર કરવાનું છે. ઉપાધ્યાય પદ માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો દીક્ષા પર્યાય જરૂરી છે. (૨) શ્રુતજ્ઞાન :- સવારપૂરે ઓછામાં ઓછું આચાર-પ્રકલ્પને ધારણ કરનાર હોય, તેને જ ઉપાધ્યાયનું પદ પ્રદાન કરાય છે. “આચારપ્રકલ્પ” શબ્દપ્રયોગ આગમમાં અનેક સ્થાને ભિન્ન ભિન્ન અર્થમાં પ્રયુક્ત થયો છે. શ્રી સમવાયાંગ સૂત્રના અઠ્ઠાવીસમાં સમવાયમાં ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પનું કથન છે. આ વારી નિશીથTSધ્યયનpટાર્થધ: | આચારાંગ સૂત્રના ૨૫ અધ્યયન અને નિશીથ સૂત્રના ત્રણ અધ્યયનોનો સમાવેશ આચાર પ્રકલ્પમાં થાય છે.
“આચારકલ્પશબ્દના વૈકલ્પિક અર્થ આ પ્રમાણે છે– (૧) આચાર અને પ્રાયશ્ચિત્તોનું વિધાન કરનાર સૂત્ર અર્થાત્ નિશીથ અધ્યયનયુક્ત આચારાંગ સૂત્ર. (૨) આચાર વિધાનોના પ્રાયશ્ચિત્તનું પ્રરૂપક સૂત્ર અર્થાત્ નિશીથ સૂત્ર. (૩) આચાર વિધાનો પછી તત્સંબંધી પ્રાયશ્ચિત્તોનું કથન કરતાં અધ્યયન, તે