________________
| ઉદ્દેશક-૩
૨૭૫ |
સંઘના અનેક કાર્યોમાં ઇષ્ટ, સંમત. (૬) સમુદા - ગચ્છમાં ઉત્પન્ન થયેલા કલેશને શાંત કરીને ગચ્છને પ્રસન્ન રાખનાર. (૭) અનુમયાણ-વહુમાન - ગચ્છમાં રહેલા બાળ, ગ્લાન, વૃદ્ધ આદિ સર્વ સાધુઓને માન્ય, બહુમાન્ય આદેયવચની. (૮) હિ વરહ ગાવ હવન- તેવા ભાવિત, સર્વને માન્ય પરિવારના સદસ્યોમાંથી કોઈદીક્ષા લેનાર સાધુ હોય તો તેને પૂર આયરિ-સવાયના વિસિરિણ તવિસં- તે જ દિવસે એટલે દીક્ષાના દિવસે જ દીક્ષા આપીને આચાર્ય–ઉપાધ્યાયપદ આપી શકાય છે. (૨) શ્રતની પર્ણતાનો સંકલ્પ - પદ પ્રદાન સમયે સાધમાં યથાયોગ્ય શ્રતની અપર્ણતા હોય. પરંત તે સમયે તે સાધુ પદ ગ્રહણ કરતા પહેલા અથવા પછી શીધ્ર શેષ રહેલા અધ્યયનને પૂર્ણ કરવાનો સંકલ્પ કરે અને તે પ્રમાણે કાર્યરત થાય, તેને જ આચાર્ય આદિ પદે સ્થાપિત કરાય છે. જો તે સાધુ શ્રતની પૂર્ણતાનો સંકલ્પ ન કરે અથવા સંકલ્પ કર્યા પછી પણ તે પ્રમાણે કાર્યરત ન થાય તો તે સાધુને પદ આપી શકાતું નથી.
આ રીતે આપવાદિક પરિસ્થિતિમાં પણ સુયોગ્ય સાધુને જ પદ પ્રદાન કરવામાં આવે છે અને તો જ તે પદને વફાદાર રહીને પોતાના કર્તવ્યનું યોગ્ય પાલન કરી શકે છે. આચાર્ય આદિના નેતૃત્વની અનિવાર્યતા - |११ णिग्गंथस्स णं णव-डहर-तरुणस्स आयरिय-उवज्झाए वीसुंभेज्जा, णो से कप्पइ अणायरिय-उवज्झाइए होत्तए । कप्पइ से पुव्वं आयरियं उद्दिसावेत्ता तओ पच्छा उवज्झायं । से किमाहु भंते ? दुसंगहिए समणे णिग्गंथे, तं जहाआयरिएण य, उवज्झाएण य । ભાવાર્થ - નવદીક્ષિત, બાલ અથવા તરુણ સાધુના આચાર્ય અને ઉપાધ્યાયનું જો મૃત્યુ થઈ જાય તો તેને આચાર્ય અને ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. તેને પહેલાં આચાર્યની અને પછી ઉપાધ્યાયની નિશ્રા સ્વીકારીને જ રહેવું જોઈએ. પ્રશ્ન- હે ભગવાન! તેનું શું કારણ છે? ઉત્તર- શ્રમણ-નિગ્રંથ આચાર્ય અને ઉપાધ્યાય, આ બે ના નેતૃત્વમાં જ રહે છે. १२ णिग्गंथीए णं णव-डहर-तरुणीए आयरिय-उवज्झाए पवत्तिणी य वीसुंभेज्जा, णो से कप्पइ अणायरिय-उवज्झाइयाए अपवत्तिणीए य होत्तए । कप्पइ से पुव्वं आयरियं उद्दिसावेत्ता तओ पच्छा उवज्झायं तओ पच्छा पवत्तिणिं। से किमाहु भंते ? तिसंगहिए समणी णिग्गंथी, तं जहा- आयरिएण य, उवज्झाएण य, पवत्तिणीए य । ભાવાર્થ :- નવદીક્ષિત, બાલ અથવા તરુણી સાધ્વીના આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિનીનું જો મૃત્યુ થઈ જાય તો તેને આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું કલ્પતું નથી. તેને પહેલાં આચાર્ય, પછી ઉપાધ્યાય અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને જ રહેવું જોઈએ. પ્રશ્ન- હે ભગવાન! તેનું શું કારણ છે? ઉત્તર– શ્રમણી-સાધ્વી આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની, આ ત્રણના નેતૃત્વમાં જ રહે છે. વિવેચન : -
પ્રસ્તુત સુત્રોમાં નવદીક્ષિત, બાલ અને તરુણ સાધુ-સાધ્વીને માટે આચાર્ય કે ઉપાધ્યાયની નિશ્રા વિના રહેવાનો નિષેધ છે.