________________
ઉદ્દેશક-પ
ર૧૭
વિસિત્તમ્ ।
ભાવાર્થ:- સાધ્વી આહા૨ને માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને ત્યાં જ પુલાક ભકત-અત્યંત સરસ (પૌષ્ટિક) આહાર હલ થઈ જાય અને જો તે ગ્રહણ કરેલા આહરથી નિર્વાહ થઈ શકે તેમ હોય તો તે દિવસે તે આહારથી નિર્વાહ કરે પરંતુ બીજા(અન્ય) ગૃહસ્થના ઘરમાં જાય નહીં અથવા બીજીવાર ગોચરી ન જાય. જો ગ્રહણ કરેલા તે આહારથી નિર્વાહ થઈ શકે તેમ ન હોય તો આહારને માટે બીજા ઘરોમાં જવું કલ્પે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુલાકભક્ત-પૌષ્ટિક સ્વાદિષ્ટ આહાર એકવાર ગ્રહણ થયા પછી બીજીવાર ગોચરી માટે જવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે.
પુનમત્તે- પુલાક ભક્ત. ‘પુલાક’ શબ્દનો સામાન્ય અર્થ છે – ‘અસાર પદાર્થ’ પરંતુ અહીં તેનો કંઈક વિશેષ અર્થે ઇષ્ટ છે. જે સ્વાદિષ્ટ ભોજનની આસક્તિથી સંયમ ભાવમાં હાનિ થાય અર્થાત સંયમ નિઃસાર થાય, તેને પુલાક ભક્ત કહે છે. ભાષ્યમાં પુલાભક્તના ત્રણ પ્રકાર કહા છે– (૧) ધાન્યપુલાક (૨) ગંધપુલાક (૩) રસપુલાક.
(૧) જે ધાન્યોમાંથી બનેલા ખાધ પદાર્થો વાપરવાથી શારીરિક સામર્થ્ય આદિની વૃદ્ધિ ન થાય તેવા સાંબો, ચોખા આદિ ધાન્યપુલાક કહેવાય છે. (૨) લસણ, ડુંગળી આદિ તથા લવિંગ, ઈલાયચી, અત્તર આદિ જેની ઉત્કૃષ્ટ ગંધ હોય, તે બધા પદાર્થ ગંધપુલાક કહેવાય છે. (૩) દૂધ, આંબલીનો રસ, દ્રાક્ષનો રસ આદિ અથવા અતિ સરસ પૌષ્ટિક તેમજ અનેક રાસાયણિક ઔષધોથી મિશ્રિત ખાદ્ય પદાર્થ રસપુલાક કહેવાય છે.
આ સૂત્રમાં 'પુલાકભક્તને ગ્રહણ કર્યા પછી તે આહારથી નિર્વાહ થઈ શકે તેમ હોય તો સાધ્વીને અન્ય ગૃહોમાં ગોચરી જવાનો નિષેધ છે, અહીં રસપુલાકની અપેક્ષાએ સૂત્રનું વિધાન સમજવું જોઇએ કારણકે ગંધપુલાક અને ધાન્યપુલાક રૂપ વૈકલ્પિક અર્થમાં ગોચરીએ ન જવાનું સૂત્રોક્ત વિધાન તર્ક સંગત નથી. રસપુલાકના અતિસેવનથી અજીર્ણ અથવા ઉન્માદ થવાની પ્રાયઃ સંભાવના રહે છે, તેથી તે દિવસે તેનાથી નિર્વાહ થઈ શકે તો અન્યત્ર ભિક્ષાને માટે ન જવું જોઈએ, જેથી ઉક્ત દોષોની સંભાવના રહે નહીં, જો તે રસપુલાક ભક્ત અતિ અલ્પ માત્રામાં હોય અને તેનાથી નિર્વાહ થઈ શકે તેમ ન હોય તો અન્ય ઘરોમાંથી ભિક્ષા ગ્રહણ કરી શકાય છે.
આ સૂત્રનો અન્ય રીતે અર્થ થાય છે કે ગોચરીમાં પૌષ્ટિક આહાર આવ્યો હોય તો સાધ્વી તેનાથી જ નિર્વાહ કરે. રસલોલુપતાના કારણે બીજીવાર ગોચરીએ ન જાય અને જો તે આહાર પર્યાપ્ત ન હોય તો બીજીવાર પણ ગોચરીએ જઈ શકે છે.
ભાષ્યકારના કથનાનુસાર– સેવ ગમો નિયમ તિવિદ પુત્રાગ્મિ હોર્ફ સમળાળ જે વિધિ સાધ્વીને માટે છે, તે સાધુને માટે પણ છે.
|| ઉદ્દેશક-૫ સંપૂર્ણ ॥