________________
| ઉદ્દેશક-૪
[ ૨૯૭ ]
सेहतराए पलिच्छण्णे, राइणिए अपलिच्छण्णे ।सेहतराएणं राइणिए उवसंपज्जियव्वे, भिक्खोववायं च दलयइ कप्पागं । ભાવાર્થ :- અલ્પ દીક્ષાપર્યાયવાળા શૈક્ષ અને અધિક દીક્ષાપર્યાયવાળા રત્નાધિક, એમ બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાં શૈક્ષ સાધુ શ્રુતસંપન્ન તથા શિષ્ય સંપન્ન હોય અને રત્નાધિક સાધુ શ્રત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય તો પણ શેક્ષે રત્નાધિક સાધુના વિનય, વૈયાવચ્ચ કરવા, આહાર, પાણી લાવીને આપવા, પાસે રહેવું અને જુદા વિચારવા માટે શિષ્ય આપવો ઇત્યાદિ કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. २५ दो साहम्मिया एगयओ विहरंति, तं जहा- सेहे य राइणिए य । तत्थ राइणिए पलिच्छण्णे, सेहतराए अपलिच्छण्णे । इच्छा राइणिए सेहतरागं उपसंपेज्जइ, इच्छा णो उवसंपेज्जइ इच्छा भिक्खोववायं दलयइ कप्पागं, इच्छा णो दलयइ कप्पागं। ભાવાર્થ :- અલ્પ દીક્ષાપર્યાયવાળા શૈક્ષ અને અધિક દીક્ષાપર્યાયવાળા રત્નાધિક, એમ બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાં રત્નાધિક સાધુ શ્રુતસંપન્ન તથા શિષ્યસંપન્ન હોય અને શૈક્ષ સાધુ શ્રત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય, તો રત્નાધિક સાધુની ઇચ્છા થાય તો શૈક્ષ સાધુની વૈયાવચ્ચ કરે, ઇચ્છા ન હોય તો ન કરે. ઇચ્છા હોય તો આહાર લાવીને આપે, ઇચ્છા ન હોય તો ન આપે, ઇચ્છા હોય તો પાસે રાખે ઇચ્છા ન હોય તો ન રાખે, ઇચ્છા હોય તો જુદા વિચરવા માટે શિષ્ય આપે ઇચ્છા ન હોય તો ન આપે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં રત્નાધિક અને શૈક્ષ સાધર્મિક સાધુઓના સ્વૈચ્છિક વ્યવહાર તથા આવશ્યક કર્તવ્યોનું કથન છે. સેટે શૈક્ષ. સામાન્ય રીતે નવદીક્ષિત કે જેનો ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાના શિક્ષણનો કાળ ચાલુ હોય અર્થાત્ ત્રણ વર્ષ સુધીની દીક્ષા પર્યાયવાળા સાધુ શૈક્ષ કહેવાય છે, પરંતુ અહીં રત્નાધિકની અપેક્ષાએ અલ્પ દીક્ષાપર્યાયવાળા સાધુને શૈક્ષ કહ્યા છે. આ અપેક્ષાએ અનેક વર્ષોની દીક્ષાપર્યાયવાળા પણ શૈક્ષ કહેવાય છે. બે સાધુમાં એક દસ વર્ષના દીક્ષાપર્યાયવાળા હોય અને બીજા બાર વર્ષના દીક્ષા પર્યાયવાળા હોય, તો આ સૂત્રાનુસાર બાર વર્ષના દીક્ષાવાળા રત્નાધિક અને દસ વર્ષના દીક્ષાવાળા શૈક્ષ કહેવાય છે. (૧) રત્નાધિક સાધુ શિષ્ય આદિથી સંપન્ન હોય અને શૈક્ષ સાધુ શિષ્ય આદિથી સંપન્ન ન હોય, તો તેને વિચરણ કરવા માટે શિષ્ય આપવા, તેના માટે આહાર આદિ લાવીને આપવા વગેરે સેવાના કાર્ય રત્નાધિક સાધુ પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. રત્નાધિક માટે શૈક્ષની સેવા કરવી, તે સ્વૈચ્છિક છે. (૨) શૈક્ષ સાધુ જો શિષ્ય આદિથી સંપન્ન હોય તથા રત્નાધિક સાધુ શિષ્યાદિથી સંપન્ન ન હોય અને તે વિચરણ કરવા ઈચ્છે અથવા કોઈ સેવા કરાવવા ઇચ્છે તો શિષ્યાદિ સંપન્ન શૈક્ષનું કર્તવ્ય છે કે તે રત્નાધિકને બહુમાન આપીને તેની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરે. શૈક્ષ માટે રત્નાધિકની સેવા કરવી આવશ્યક છે.
આ કથન કર્તવ્ય તથા અધિકારની અપેક્ષાએ છે. સેવાની આવશ્યક્તા હોય ત્યારે રત્નાધિકે પણ શૈક્ષની યથાયોગ્ય સેવા કરવી, કરાવવી જરૂરી છે, જો રત્નાધિક સાધુ સેવાની વ્યવસ્થા ન કરે તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, તેથી સૂત્રોક્ત વિધાન સામાન્ય સ્થિતિની અપેક્ષાએ છે એમ સમજવું જોઈએ. પસ્થિum- શિષ્ય અને શ્રતથી સંપન્ન સાધુ પલિચ્છન્ન કહેવાય છે. જે સાધુને એક કે અનેક શિષ્ય હોય તે